________________
૧૨ ]
અંચલગચ્છને પ્રથમ શ્રાવક સ્થિત રહેલા મંદઉર, વડેદરા, ખંભાત, નાહપ વગેરેના સંઘે વિચારમાં પડી ગયા કે હવે શું થશે? પટ્ટાવલીકાર જણાવે છે કે તે વેળાએ આ પ્રમાણે ત્રણ વાર આકાશવાણી થઈ “અહો લેકે! આ વિધિમાર્ગ સિદ્ધાન્તાક્ત છે, સર્વ
ક્ત છે, અને શાશ્વત છે, માટે એમાં કોઈએ સંદેહ ન કરે. એમાં બ્રહ્મા પણ વિન્ન કરી શકે એમ નથી.” માનવમહેરામણે એ વાણીને ગગનભેદી નારાઓથી વધાવી લીધી. - ઉક્ત પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે વિ. સં. ૧૧૬૯ માં ભાલેજનગરમાં વિધિસર રીતે અંચલગચ્છની સ્થાપના થઈ. આર્ય રક્ષિતસૂરિએ તે પ્રસંગે જે સામાચારીની ઉદ્ઘેષણે કરી તે નદિત ગચ્છની સિદ્ધાન્ત–પીઠિકા બની. વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં ગચ્છપ્રવકે આગમેક્ત માર્ગની પ્રરૂપણ કરી અને એ સાથે જ નૂતન ગચ્છને આવિર્ભાવ થયે.
ગચ્છના સિદ્ધાન્તો આગમશા પર જ આધારિત હોઈને તેમ જ, ચૈત્યવાસીઓએ કરેલી અવિધિઓના પ્રતિકાર રૂપે તે રજૂ કરાયા હોઈને નવોદિત ગચ્છ પ્રારંભમાં વિધિપક્ષગચ્છ તરીકે ઓળખાયે. એ પછી સિદ્ધરાજ જયસિંહ, આર્ય રક્ષિતસૂરિ પોતાના વચનમાં અચળ રહ્યા હોવાથી એમના ગચ્છને અચલગચ્છ તરીકે ઓળખાવતાં તેનું એ નામ પણ અસ્તિત્વમાં આવ્યું. પરમહંતુ કુમારપાલે વસ્ત્રના છેડા દ્વારા થતી વંદનવિધિ પરથી ગચ્છનું અભિનવ નામ “અંચલગચ્છ” આપ્યું, જે નામથી પ્રસ્તુત ગચ્છ સવિશેષ ઓળખાતો રહ્યો.
ગચ્છના ઉપર્યુક્ત નામાભિકરણ સંબંધમાં મહારાજા સિદ્ધરાજ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમ જ મહારાજા કુમારપાલ સંબંધમાં વિસ્તૃત પ્રસંગે પટ્ટાવલીમાં નિરૂપાયેલા
છે. પરંતુ અહીં તેનું વિવરણ અસ્થાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com