________________
શ્રેષ્ઠી યશોધન ભણશાલી
[ ૧૩ યશાધન ભણશાલી અંચલગચ્છની સ્થાપનામાં નિમિત્તરૂપ બન્યું. તેણે ગચ્છના ઉદ્ગમ સમયે ગચ્છપ્રવર્તકના સ્વમુખેથી ઉચ્ચારાયેલા વિચાર અને આદર્શોને ઝીલ્યા. ભાલેજનગર એ મહાન ક્ષણેનું સાક્ષી બન્યું. પટ્ટાવલીકારે આ બધી બાબતોને ગૌરવ અપાવવા કયાંક ચમત્કારિક પ્રસંગોને આશ્રય લીધે છે, કિન્તુ એ બધું પ્રાચીન પટ્ટાવલી–સાહિત્યની શૈલીને અનુરૂપ જ છે. ચમત્કારિક પ્રસંગમાંથી પણ ઐતિહાસિક તારણે તે તારવી શકાય જ છે.
યશાધનના અત્યાગ્રહથી આર્યરક્ષિતસૂરિ ગચ્છ–સ્થાપના પછી સૌ પ્રથમ ચાતુર્માસ ભાલેજનગરમાં જ રહ્યા. ભાલેજનગરને એથી સવિશેષ ગૌરવ પ્રાપ્ત થયું. ચાતુર્માસ બાદ યશોધને સૂરિના ઉપદેશથી શ્રી શત્રુંજયને મોટો સંઘ કાઢીને યાત્રા કરી.
ભટ્ટગ્રન્થોમાં ઉલ્લેખ છે કે શ્રેષ્ઠી યશેલને ભાલેજનગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વિશાળ જિનાલય બંધાવ્યું હતું. ત્યાર બાદ તેણે ભાલેજ નિકટના નાપા પ્રમુખ સાત ગામમાં જિનપ્રાસાદ બંધાવ્યા અને વિ. સં. ૧૧૫માં થયેલા તેના પ્રતિષ્ઠામહેન્સમાં એક કરોડ મુદ્રિકાએ ખરચી. આ બધાં જિનાલયેની પ્રતિષ્ઠાએ પણ આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી થઈ હતી. આ રીતે અંચલગચ્છના પ્રથમ શ્રાવક તરીકે યશોધને શ્રેષ્ઠ
વ્ય બજાવ્યું, અને પિતાનું નામ દીપાવ્યું. અંચલગચ્છના ઈતિહાસમાં એનાં કાર્યોની નોંધ સુવર્ણાક્ષરે લેવાશે. જૈનસંઘના ઈતિહાસમાં મહાન શ્રાવકેની શ્રેણિમાં એનું નામ પ્રથમ પંક્તિમાં મૂકાશે. ચૈત્યવાસીઓના યુગ પર કાયમી પડદો પાડી દેનાર વિકમની બારમી શતાબ્દીમાં થશે ધનનાં ધર્મકાર્યોએ સુવિહિત પરંપરામાં જબરું જેમ જગાવેલું. આગમોક્ત પરં. પરાના હિમાયતીઓને એનાં કાર્યોથી ઘણું બળ પ્રાપ્ત થયેલું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com