________________
૧૪]
અંચલગચ્છને પ્રથમ શ્રાવક તે કોટ્યાધિપતિ હતો એટલે એનું નામ ચિર સ્મરણીય રહ્યું છે એવું નથી, કિન્તુ તે શુદ્ધ વિધિમાર્ગને માટે ઉપાસક હતો અને કેટલાક ગ્રન્થોના ઉલ્લેખાનુસાર તેણે જ આર્ય રક્ષિતસૂરિને વિધિમાર્ગને પ્રકાશવા માટે આગ્રહ કરતાં વિધિપક્ષગચ્છના આવિર્ભાવ માટે ખ્ય ભૂમિકા સર્જાયેલી.
વિધિપક્ષગચ્છનો પ્રસાર એકાદ દસકામાં તે સમગ્ર પશ્ચિમ ભારતમાં થઈ ગયે. સિદ્ધરાજ જયસિંહને દંડનાયક કપર્દિ પણ આ ગચ્છના અગ્રણે અનુયાયી બન્યો. આર્યરક્ષિતસૂરિ પ્રત્યે મંત્રી કપર્દિએ અપૂર્વ ભક્તિ દાખવી. એની પુત્રી સમાઈએ આર્ય રક્ષિતસૂરિને ઉપદેશ સાંભળીને દીક્ષા અંગીકાર કરેલી. પટ્ટાવલીકારો નોંધે છે કે સમાઈ કરેડના મૂલ્યનાં આભૂષણો ધારણ કરતી હતી. સૂરિના મુખેથી ત્યાગમાર્ગને ઉપદેશ સાંભળીને તેણે બધો વૈભવ ત્યજીને પિતાની પચીસ સખીઓ સહિત બેણપનગરમાં દીક્ષા લીધેલી. સમાઈનું સમયશ્રી એવું નામાભિકરણ કરવામાં આવ્યું. પાછળથી તેઓ “મહત્તરા સાધ્વી”નું ઉચ્ચ બિરુદ પામ્યાં. અંચલગચ્છના તેઓ સૌ પ્રથમ મહત્તરા સાધ્વી થયાં.
મંત્રી કપર્દિ જેમને પટ્ટાવલી સાહિત્યમાં કેડિ ત્યવહારી કહ્યો છે, તેને હેમચંદ્રાચાર્યને પિતાના ખેસના છેડાથી વંદન કરતે જોઈને કુમારપાલે આવા વંદનવિધિ અંગે પૃચ્છા કરેલી. હેમચંદ્રાચાર્યે આ વિધિ શાક્ત છે એમ કહેતાં કુમારપાલે એ સમુદાયને અંચલગરછ એવું નામ આપ્યું. એ નામ આજ પર્યંત ચાલું રહ્યું છે.
એ પછી પારકર અંતર્ગત સુરપાટણના રાજા મહીપાલ, ભિન્નમાલ નિકટના રત્નપુરને રાજવી હમીરજી પરમાર વગેરે નૃપતિઓ તથા મંત્રી ભાટા, મંત્રી ખેતલ જેવા મુત્સદ્દીઓ
અંચલગચ્છના અનુયાયીઓ બનતા ગયા. મંત્રી ભાટા સિદ્ધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com