________________
વહુ માન-પદ્મસિંહ શાહુ
[ ૧૩
દેવીએ જ્ઞાનપંચમી તપનું ઉજમણું કરીને પ્રત્યેકે એ બે લાખ મુદ્રિકા ખરચી. કમલાદેવીએ ઉજમણા પ્રસંગે આગમગ્રન્થા લખાવ્યા.
વર્હુમાન શાહ અને પદ્મસિંહ શાહ અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે વિરલ કીર્તિ પામ્યા છે, જેની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે: ભદ્રાવતીના પ્રાચીન જિનાલયના ઉદ્ધાર માટે તેમણે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી દેઢ લાખ મુદ્રિકા ખરચી. એ પછી તેઓ પેાતાના પરિવાર સહિત ગુરુના ઉપદેશથી વિવિધ તીર્થાંની યાત્રાએ નીકળ્યા. સૌ પ્રથમ તેએએ ગિરનારજીની યાત્રા કરી અને શ્રી નેમિનાથપ્રભુના મુખ્ય જિનપ્રાસાદના બે લાખ મુદ્રિકાએને ખરચે જીર્ણોદ્ધાર કર્યો. ત્યાંથી તારંગાજી તીર્થની યાત્રા કરીને શ્રી અજિતનાથજીના પ્રાસાદના અઢી લાખ મુદ્રિકાને ખરચે જીર્ણોદ્ધાર કર્યાં એ પછી આબૂ તીની યાત્રા કરીને ત્યાંનાં બે પ્રમુખ જિનાલયેાના પાંચ લાખ મુદ્રિકાને ખરચે જીર્ણોદ્ધાર કર્યાં. પૂર્વ ભારતના સુપ્રસિદ્ધ તી` શ્રી સમ્મેતશિખરજીની પણ તેમણે યાત્રા કરી અને ત્યાં પગથિયાં બંધાવવા માટે અઢી લાખ મુદ્રિકાએ સમર્પિત કરી. ત્યાંથી વૈભારગિરિ, ચંપાપુરી, કાક’દી, પાવાપુરી, રાજગૃહી, વાણારસી, હસ્તિનાપુર આદિ જિનેશ્વર પ્રભુએની ક્લ્યાણક ભૂમિએની યાત્રાથી પાવન થઇને ત્યાં ઘણું ધન ખરચ્યું. અનેક તીર્થોની યાત્રાએ ખાદ છેલ્લે તેઓ શ્રી શત્રુ જયગિરિની યાત્રાર્થે પધાર્યાં. મૂલ જિનપ્રાસાદના જીર્ણોદ્ધારમાં તેમણે બે લાખ મુદ્રિકાએ ખરચી અને ધ્વજારાપણુ કર્યું. આમ બે વર્ષ બાદ તેએ ક્ષેમકુશળ પુનઃ ભદ્રાવતીમાં પધાર્યા. તેઓ લખલૂટ લક્ષ્મી કમાઈ જાણ્યા અને ખરચી પણ જાણ્યા!
જામનગરમાં તેમણે બંધાવેલા ભવ્ય જિનપ્રાસાદનું થોડુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat