________________
૧૨ ]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી–બાંધવ આવકાર્યા અને રાજ્ય તરફથી બધી સવલતે આપી એટલે ચરિત્રનાયક ભદ્રાવતીમાં જ ઠરીઠામ રહ્યા, અને વ્યાપાર કરવા લાગ્યા વાદ્ધમાન–પદ્મસિંહ તેમ જ ભદ્રાવતી નગરીની જાહેરજલાલીનો એ ઉત્તરવર્તિ કાળ હતો.
એ અરસામાં ગચ્છાધિપતિ કલ્યાણસાગરસૂરિ પણ વિહરતા ભદ્રાવતીમાં પધાર્યા. ચરિત્રનાયકેએ ગુરુને શાનદાર પ્રવેશત્સવ કર્યો. અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે વદ્ધમાન શાહે સૂરિને યોગીરાજ, જેમણે બે વખત સહાય કરેલી, તેમના વિશે પૂછતાં કલ્યાણસાગરસૂરિએ તેમને જણાવ્યું કે લાલણવંશના આદ્યપુરુષ લાલણજીને આપેલા વરદાન મુજબ મહાકાલીદેવી પોતે જ યેગી સ્વરૂપે સહાયભૂત થયેલાં. બન્ને બાંધ આ વાત સાંભળીને હર્ષિત થયા. ગુરુના ઉપદેશથી તેઓએ પોતાના કુટુંબ સહિત મહાકાલીદેવીના પ્રમુખ ધામ પાવાગઢ તીર્થની યાત્રા કરી અને મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવી આપે. પોતે મહાકાલીદેવીના કૃપાપાત્ર થયા એ વિચારથી તેઓ ગદ્ગદિત થયા.
ચરિત્રનાયકેના આગ્રહથી કલ્યાણસાગરસૂરિ વિ. સં. ૧૬૮૨ માં ભદ્રાવતીમાં જ ચાતુર્માસ રહ્યા. સૂરિના ઉપદેશથી તેમણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. વિદ્ધમાન શાહે નવ હજાર મુદ્રિકાઓ ખરચીને અરિષ્ટ રત્નની શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા કરાવી. પદ્ધસિંહ શાહે પણ એટલી જ રકમ ખરચીને માણિક્યરત્નની શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમા કરાવી. નવરંગદેવીએ દસ હજાર મુદ્રિકા ખરચીને નીલમરત્નની શ્રી પાર્શ્વ નાથ પ્રભુની પ્રતિમા તથા કમલાદેવીએ એટલી જ રકમ ખરચીને નીલમરત્નની શ્રી મલ્લિનાથપ્રભુની પ્રતિમા ભરાવી.
નવરંગદેવીએ ગુરુના ઉપદેશથી નવપદજીનું તથા કમલાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com