________________
૧૬ ]
જહાંગીર બાદશાહના અમાત્ય જાણે! પરંતુ ઉક્ત પ્રતિષ્ઠા-પ્રસંગની આજે પ્રાપ્ત થતી પ્રત્યેક પ્રતિમાઓના મસ્તક ભાગમાં ઉપર્યુક્ત શબ્દો પાછળથી કોતરાવ્યા હોય એમ સ્પષ્ટ રીતે કહી શકાય છે.
કુરપાલ અને સેનપાલ સંબંધમાં સૌથી પ્રાચીન પ્રમાણ “આચાર દિનકર”ની પ્રત–પુષ્પિકા પૂરું પાડે છે. ઉક્ત પ્રત વિ. સં. ૧૬૫૬ ના પિષ શુદિ ૫ ને ગુરુવારના દિને લખાઈ અને કલ્યાણસાગરસૂરિને અર્પિત થઈ. તેમાં પણ બેઉ ભાઈએને “ભૂપાલ માન્યૌ” કહેવાયા છે. પ્રસ્તુત પ્રમાણથી માંડીને ઠેઠ હિન્દી કાવ્ય સુધીના પ્રમાણે ચરિત્રનાયકોની મહત્તાની પ્રતીતિ કરાવ્યા વિના રહેતાં નથી.
કુંરપાલ અને સેનપાલ એ જ કુંવરદાસ અને સુંદરદાસ હતા કે કેમ એ ચર્ચા બાજુએ રાખીએ તે પણ બેઉ ભાઈએનાં મહદ્ કાર્યો જૈન ઇતિહાસમાં આગવું પ્રકરણ આલેખે એવાં ગરિષ્ટ છે. સુપ્રસિદ્ધ મંત્રી–બાંધવ વસ્તુપાલતેજપાલ પછી આવી સમર્થ બંધુ-બેલડી જૈનસંઘની તવારીખમાં જોવા નથી મળતી. અંચલગચ્છના ઇતિહાસમાં તો એમનું સ્થાન અદ્વિતીય ગણાવી શકાય. જૈન શાસનમાં ઉચ્ચ કારકિદી ધરાવતા ગણ્યાંગાઠ્યા શ્રાવક–વ થઈ ગયા છે, તેમાં ક્રપાલ સોનપાલનું નામ પણ આવે છે. એમની રાજકીય કારકિર્દી સંબંધમાં જે કાંઈ અલ્પ ઉલ્લેખ મળે છે, તે મહત્વપૂર્ણ હોઈને તે પર વિદ્વાનેએ વિશેષ ઉહાપોહ કરે ઘટે છે. ગુજરાતના ઇતિહાસકારે એમના વિશે વધુ પ્રકાશ પાડે એવી અપેક્ષા સાથે, આવા નરશાર્દૂલો જૈનસંઘને ફરી ફરી મળે એ જ અભ્યર્થના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com