________________
ચોરીવાળા જિનાલયના નિર્માતા
શ્રેણી રાજસી શાહ નાગડા
જામનગરનું ચોરીવાળું દેરાસર સુવિખ્યાત છે. તેની બાંધણી પ્રેક્ષણીય છે. તેની ભવ્યતા ઊડીને આંખે વળગે એવી છે. તેની રચના શત્રુંજય ટૂકને મળતી હેઈને તેને મહિમા તીર્થસ્થાન તરીકે ખૂબ ખૂબ ગવાય છે. તેની ખ્યાતિ સાથે તેના નિર્માતા રાજસી શાહની કીર્તિ-સૌરભ પણ જૈનઆલમમાં ફેલાઈ ગઈ છે. ખરતરગચ્છીય કવિવર સમયસુંદરજી જેવાએ વર્ણવ્યું છે કે–
શત્રુંજયની કોરણું, નવાનગરમાં રે, શ્રી રાજસી ભરાયા બિંબ, તીરથ તે નમું રે.
જામનગરની તવારીખમાં વિકમની ૧૭ મી શતાબ્દીને ઉત્તરાર્ધ સુવર્ણયુગ ગણાય છે. એ અરસામાં રાજ્યની જાહેજલાલી અપૂર્વ કળાએ ખીલી હતી. તે યુગના યશભાગી પાત્રોમાં આ ત્રિપુટી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મંત્રી બાંધવા વદ્ધમાન-પસિંહ શાહ અને રાજમાન્ય શ્રેષ્ઠી રાજસી શાહ. ત્રણેય કચ્છી સપૂત હતા. ત્રણેય અંચલગચ્છીય શ્રાવકે, તેમજ અંચલગચ્છાધીપતિ યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિના અનન્ય ભક્ત હતા એ બીના પણ યોગાનુયોગ છે. વિભાવિલાસ’ના કર્તા એમના વિશે પ્રશસ્ત ઉલ્લેખ કરતાં
વિધિયા ઘણ વેપાર અને સહકાર અપારહ, રાજસિંહ વદ્ધમાન ધજજ કેટી ધન ધારહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com