________________
શેઠ કેશવજી નાયક
[ ૧૧
કાર્યોમાં એમણે રૂા. ૪૫૦૦૦) ખરચ્યા, જેમાં સૂરજકુંડનો ઉદ્ધાર મુખ્ય છે. શેઠે ત્યાં એક બંગલે પણ બંધાવેલે. ત્યાંથી અમદાવાદ થઈ સંઘ મુંબઈ પધારેલે. - અમદાવાદના રેકાણ દરમિયાન આણંદજી કલ્યાણજીની પિઢીમાં મુંબઈના સંઘ તરફથી એમની જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળ્યું, જે કેશવજી શેઠના પૌત્ર જેઠાભાઈએ ઠેઠ સુધી ભગવ્યું. એ પછી નલીયાના રાયમલ હીરજી નાગડા ટ્રસ્ટી નિયુક્ત થયેલા.
વિ. સં. ૧૯૩૧ માં શેઠે શ્રી સમેતશિખર તીર્થમાં શ્રી કુંથુનાથ તથા શ્રી ધર્મનાથ પ્રભુની કુલિકાઓને જીર્ણો. દ્ધાર કરાવ્યા. તેમણે કેશરિયાજી તીર્થસંઘ પણ કાઢેલે. વાલકેશ્વરમાં પિતાના બંગલામાં જિનાલય બંધાવેલું જે હજી મેજુદ છે. ભાવનગરમાં શ્રી ગેડીજ જિનાલયમાં ગણધર મંદિર બંધાવ્યું. માટી ખાવડીમાં વિશાળ જમીન મેળવીને વિ. સં. ૧૯૩૨ માં ગૃહચૈત્ય તથા ઉપાશ્રય બંધાવ્યાં. આકલામાં જિનાલય માટે જમીન ખરીદી આપી. મહારાવની સહાયતાથી જશાપુર ગામ ખરીદીને ત્યાં જ્ઞાતિબંધુઓ માટે રહેઠાણ તથા વિ. સં. ૧૯૩૨ માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. સુથરીમાં મહાજનવાડી બંધાવેલ. એમની આર્થિક સહાયથી પાલિતાણામાં ગૌશાળા તથા ગિરિરાજ ઉપર વલ્લભકુંડ સ્થપાયાં. એમનાં પત્ની વીરબાઈએ ત્યાં વીરબાઈ જૈન પાઠશાળા, જિનાલય તથા ગ્રન્થભંડાર આદિની સ્થાપના કરી.
શેઠના પુત્ર નરશીભાઈ ભારે પ્રતાપી પુરુષ હતા. તેમનાં પત્નીનું નામ રતનબાઈ. તેમને આ પ્રમાણે પુત્રો હતાઃ (૧) શામજી (૨) જેઠાભાઈ (૩) મુલજી (૪) જીવરાજ અને (૫) બાબાભાઈ શામજી શેઠની પુત્રી જમનાબાઈ શેઠ ભાણજી જેઠાને પરણું જેમના તરફથી ભાણજી જેઠાના પુણ્યાર્થે ભાંડુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com