________________
૧૬ ]
કચ્છના અર્વાચીન જગડુશાહ
વિ. સં. ૧૯ જિનાલયની ભાગ્યશાળી
ન્વયે
વિ. સં. ૧૯૮૧ માં ફાગણ શુદિ ૫ ના દિને લીંબડીમાં ખેતસી શેઠ દ્વારા નિર્મિત જિનાલયની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ આ વિરલ અવસરે માણવા તેઓ ભાગ્યશાળી ન થયા. એ પ્રસંગે સંઘે એમની સ્મૃતિ જાળવવા ઠરાવ કરેલે, જે અન્વયે સંસ્થાના મકાનના બહારના ભાગમાં મેટા અક્ષરે આ પ્રમાણે તકતી મુકવામાં આવી: “મુંબઈવાળા શેઠશ્રી ખેતસીભાઈ ખી અસીએ સંસ્થાના મકાનને આ ભાગ તથા દેરાસર બંધાવી આપી શ્રી સંઘને અર્પણ કરેલ છે.”
ખેતસી શેડની મહાનતા માટે એક જ પ્રસંગ ના પર્યાપ્ત થશે. એ જમાનામાં “સરને ઈલકાબ ઘણો મોટો ગણાતો. મેટા મેટા શ્રીમંતે તે મેળવવા પડાપડી કરતા. ખેતસી શેઠને સૂચવવામાં આવ્યું કે જો તેઓ સરકાર પ્રેરિત સંસ્થા માટે બે-ત્રણ લાખ રૂપિઆનું દાન જાહેર કરે તે સરકાર એમની કદર કરે. ખેતસી શેઠે આ સૂચન કરનાર મિત્રને સાફ સંભળાવી દીધું કે “સરકાર કરતાં મારો પ્રભુ મારી કદર કરે એ હું વધુ પસંદ કરું છું !” એમ કહીને તેમણે સરકારી ઈલકાબ કરતાં ગરીબની દુઆ મેળવવાનું વધુ પસંદ કર્યું. દુકાળ-પીડિત લાખોના અશ્રુ લુછીને તેઓ “સરને બદલે લેકેના શિરતાજ બની ગયા. જગડુશાહ જેવી ઉજ્જવળ કીતિ તેઓ પામ્યા. આ કેટિધ્વજ શ્રેણીનાં સુકૃત્યોથી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ તેમ જ સમસ્ત કચ્છ ગૌરવની લાગણી અનુભવે છે. આ ધુલ્લો રાજા ફરી ફરી મળે એ જ અભ્યર્થના.
– અર7
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com