________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
મનને પ્રસન્ન રાખવું. શાંતભાવમાં રહેવું, ઓછુ બોલવું, આત્મસંયમ તપભાવોની પવિત્રતાને મનનું તપ કહેવામાં આવે છે.
તપ દ્વારા અનન્ત અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. આત્માને શુદ્ધ બનાવવા માટે જ્ઞાનરૂપી પાણી અને તપ સંયમરૂપી સાબુ જ કામ આવે છે. જીવરૂપી કપડા પર લાગેલા કર્મ રૂપી મેલને ધોવા માટે જ્ઞાનરૂપી પાણી તથા તપ સંયમરૂપી સાબુથી કર્મોની નિર્જરા થાય છે. તપની મહત્તા બતાવતા મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે.....
તપક્શ મલ્મ ન્તિા | (મનુસ્મૃતિ) તપથી મનનો મેલ નષ્ટ થાય છે તથા આત્માની શુદ્ધિ થાય છે.
વાલ્મીકી રામાયણમાં કહ્યું છે કે તો હિ પરમં શ્રેયઃ સમ્મોહિતરત્સવમ્ (વાલ્મીકિ રામાયણ)
તપ જ પરમ શ્રેય અને સમ્યફ સુખનું કારણ છે. જૈન સાહિત્યમાં તપ – तपसा कर्म क्षियते
તપ કરવાથી ભાવોની શુદ્ધિ થાય છે. જેના દ્વારા નિર્મળતાની પ્રાપ્તિ થાય છે અને નિર્મળભાવે કરેલી કોઈપણ ધર્મસાધનાને ધર્મસુકૃત નિષ્ફળ જતું જ નથી. કેમ કે એનાથી અશુભાનુબંધનો નાશ અને શુભાનુબંધનો વિકાસ થતો જ જાય છે માટે જ જીવનભર ધર્મ કર્થે ગયા અને બાહ્યથી દરિદ્રતા અપયશ અનાદર વગેરે દુઃખ ઊભા રહ્યાં તો ત્યાં જરાય નહિ માનવાનું કે “મારો ધર્મ કોઈ ફળ્યો નહિ આંતરિક, અશુભ, અનુબંધ તૂટતા ગયા ને શુભાનુબંધ ઊભા થતા ગયા એ જ ધર્મનું મોટું ફળ છે.
મહાવીર ભગવાન જેવાએ પણ કઠોર તપ કરવાની સાથે નિર્મળભાવોને પ્રાપ્ત કર્યા, એ ભાવોની ઉપયોગિતા પણ કેટલી થઈ. તપની સાથે સાથે જીવલેણ દુશ્મનો પર પણ સ્નેહ-વાત્સલ્યભાવ, ક્ષમાભાવ, કરુણાભાવ, સમતાભાવ વગેરે શુભભાવ જ રાખેલા. એના પર જીવન જીવી ગયા છે.
તપ કરવામાં આ લક્ષ્ય રાખવું કે મારામાં અશુભ ભાવ અટકી જાય અને શુભ ભાવ જાગતા રહે. તપ નથી કરતો તો આહારસંજ્ઞાના અશુભ ભાવ રહ્યા કરે છે ને તપ કરું તો કમસે કમ તપના કાળ પૂરતું એ અશુભ ભાવ રોકાય. (૧) તપના આનંદના ને અનુમોદનાના શુભ ભાવ રહે. (૨) જિનાજ્ઞા પાલનમાં શુભ ભાવ રહે. (૩) તપમાં વિશેષ સામાયિકાદિ ના જીવદયા, બ્રહ્મચર્ય, આદિના શુભ ભાવ રહે. (૪) તપ કરશું તો ભોજન બનાવવા નિમિત્તના આરંભ-સમારંભમાં થતી જીવહિંસા તપના હિસાબે