________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
કામનાઓ તથા વાસનાઓનો વિરોધ કરવો એ જ સાચુ તપ છે. વાસનાઓ પર આધ્યાત્મિક તેજસ્વિતાનું આધિપત્ય તપ છે. તપ એવી ક્રિયા છે જેમાં કષાયોનું ઉપશમન થાય છે. જેના કારણે આત્મા વિશુદ્ધ બને છે. તેથી સાચું શુદ્ધ તપ તે જ છે, જેમાં ઇન્દ્રિયનો સંયમ હોય તથા મન વચન કાયા સંયમથી ઓતપ્રોત હોય. જે તપ ચિત્તની શુદ્ધિ માટે વૃત્તિઓના દમન માટે તથા વાસનાની પ્રબળતાને દૂર કરવા માટે થાય તે સાચું તપ છે. તપની સફળતા માટે કહેવામાં આવે છે કે.....
निर्दोष निविदानाढ्यं तन्निर्जरा प्रयोजनम् ।
चित्तोत्साहेन सद्बुद्धया तपनीय तपः शुभम् ॥ નિર્દોષ કામના રહિત અને કેવળ નિર્જરા માટે સદબુદ્ધિ દ્વારા મનમાં ઉત્સાહથી તપ કરવું શુભ છે.
વર્તમાનમાં તપની આ ભાવના તથા સ્વરૂપને વિસ્મૃતિ જાણે થઈ ગઈ છે. Self Mortification એટલે કે દેહ દમનની ક્રિયા માત્ર માનવામાં આવે છે.
તપ ક્યાં સુધી કરવાનું ? જેનું સમાધાન કરતા કહે છે કે...... तावदेय तपः व्यार्य यत्र नो भवेत् ।
येन योगा न हीयन्ते निन्द्रियाणि च ॥ જે તપ કરવાથી મન ખરાબ ન થાય, ઇન્દ્રિયોની હાનિ ન થાય, યોગો પણ કમજોર ન બને. અંતઃકરણમાં દુર્ગાન ન આવે ત્યાં સુધી તપ કરવું જોઈએ. તેથી તપના વાસ્તવિક સ્વરૂપને સમજીને જે સાધક તપોનુષ્ઠાન કરે છે, તે જ આત્મશુદ્ધિ કરવામાં સફળતાને પ્રાપ્ત કરે છે.
મહાભારતમાં પણ તપના પ્રકાર બનાવવામાં આવ્યા છે. દેવ દિન ગુરુ પ્રાજ્ઞ-ધૂળને શવમાર્જવમ્ ! (મહાભારત) ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥ अनुद्वेगवीरं वाक्यं सत्यं प्रियं हितं च यत् । स्वाध्यायभ्यसनं चैव वाङ्गमयं तप उच्यते ॥ मनः प्रसाद सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।
भाव संशुद्धिरित्येतत्तपो माना समुच्यते ॥ મન-વચન-કાયાના ભેદથી તપ ત્રણ પ્રકારના થાય છે. દેવતા, શિષ્ટ મનુષ્ય-ગુરુ અને જ્ઞાનીજનોનું સન્માન, પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસાને શારીરિક તપ કહેવામાં આવે છે.
બીજાને ઉદ્વિગ્ન ન કરવાવાળા સત્ય, પ્રિય તથા હિત કરી ભાષા બોલવી તથા આત્માને ઉંચે લઈ જવાવાળા ગ્રંથોનો સ્વાધ્યાય કરવો તેને વાણીતપ કહેવામાં આવે છે.
(૧