________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
વિશ્વામિત્રની જીવન કથામાં બ્રહ્મત્વ પ્રાપ્તિ માટે કઠિન તપ કર્યું છે.
તપોમહત્ સમાચે વૈવૃદ્ધત્વ રંગમ્ (રામાયણ) બ્રહ્મચર્ય જેનાથી પ્રાપ્ત થાય તેવું મહાન તપ આદરીને હજારો વર્ષ તપ કર્યા પછી બ્રહ્મા પ્રસન્ન થઈને કહે છે કે હે કૌશિક ! તમે તપથી રાજર્ષિ થયા છે. ત્યારે તે ક્ષાત્રતેજ કરતાં બ્રહ્મતેજ વિશેષ માની પુનઃ તપ કરે છે.
તપસી ક્ષાત્ર મુસ્કુચ યો તેમે બ્રહ્મવર્થમ્ ! (ભાગવત પુરાણ ૯૧૬-૨૮) માત્ર રામાયણના કાળમાં ત્રિવર્ણ પ્રજાજનો તપ માટે અધિકારી સ્વીકારવામાં આવેલ હોય તેમ જોવામાં આવે છે. શુદ્ર માટે તપનો અધિકાર માન્યો નથી. હવે પુરાણકાળ તરફ દૃષ્ટિ કરીશું. પુરાણકાલ અને તપ :
પુરાણ એ બહુજ પ્રચલિત લોકસાહિત્યનું સંગ્રહસ્થાન છે. અને તે પુરાણોમાં તપ વિષયનું અસાધારણ સાહિત્ય કથાના રૂપે પ્રસિદ્ધ છે. તમામ પુરાણોમાં તપનું સાહિત્ય હોવા છતાંય અહીં લોકમાન્ય ભાગવત અને વિષ્ણુ પુરાણમાંથી ઉપયોગી વિચારણા સ્વીકારી છે. ભાગવત્ પુરાણના દ્વિતીય સ્કંધના નવમાં અધ્યાયમાં પ્રભુ પોતે જણાવે છે કે
તપો મેદä સાક્ષાત્મદં તપસોડમથ ! (ભાગવત પુરાણ ૨-૯-૨૨-૧૩) सृजामि तपसैवेदं ग्रसामि तपसाधुनः विभर्मि तपसाविश्वंपीर्यमे दुश्चरंतपः
અનધ ! તપ મારું હદય છે. હું તપનો આત્મા છું. આ સર્વ હું તપથી ઉત્પન્ન કરું છું અને પાછું તપથી લય કરું છું. સમસ્ત વિશ્વને તપથી બાળું છું. મારું વીર્ય તપ છે. અહીં ટીકાકાર જણાવે છે કે “તપ” તે ભગવાનની અંતરંગ શક્તિ છે. કૃતયુગના ચાર પાયા છે. તે તપ, શૌચ, દયા અને સત્ય છે. (ભા. ૧-૭૭) તપ પ્રાણી માત્રને સુખ આપનારું છે. કારણ કે તપથી જ સૃષ્ટીએ સમસ્ત વિશ્વ રચ્યું છે અને તપથી પરમ જ્યોતિ પ્રાપ્ત થાય છે.
તપ જીવનના ઉત્થાનનો પ્રશસ્ત માર્ગ છે. તપની ઉત્કૃષ્ટ આરાધના-સાધનાથી જ તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે. બધા તીર્થકરો પૂર્વભવમાં તપ કરીને જ તીર્થકર નામ કર્મ બાંધે છે. તપની સાધના કરે છે જેમકે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના આત્માએ નંદનમુનિના ભવમાં એકલાખ વરસ સુધી નિરન્તર માસખમણની તપસ્યા કરી. જે માસખમણોની સંખ્યા ૧૧ લાખ ૬૦ હજાર હતી.
તપ જીવનની કળા છે. આત્માના અંતરની પવિત્રતા છે. તપથી જીવનમાં તેજસ્વીતા પ્રાપ્ત થાય છે. કાયા નિરોગી બને છે. કાયા કંચનમય બને છે. તપનો માર્ગ તો કંટકથી ભરેલો છે છતાં પણ જે વીર હોય, ધીર હોય એ આ માર્ગ પર નિરંતર આગળ વધતા રહે છે.