________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
લોકો જેને આ તપ કહે છે તે શાનું તપ છે ? તે ઉપવાસ છે કે, વેદાચાર છે કે શું છે ત્યારે ભીષ્મપિતા ઉત્તરમાં જણાવે છે.
पक्ष मासोपवासादीन् मन्यते वै तपोधनाः
વેરઝમતિની તપ કરે વેપIRI (મહાભારત) તપોધનો પખવાડીઆનાં માસનાં વગેરે ઉપવાસને તપ માને છે. વેદજ્ઞો વેદવ્રતને તપ ગણે છે.
वेद पारायणंत्यान्येचाहुस्तत्व मथावरे
જથા વિદિતમીષાર સ્તપ: સર્વવ્રતંતા: (મહાભારત) કેટલાક વેદના પારાયણને, કેટલાક તત્ત્વને કેટલાક વળી યથા વિહિત આચારને તપ ગણે છે.
आत्म विद्या विधानं यत्त तप: परिकीर्तितम । આત્મ વિદ્યા મેળવવામાં જે સહાયરૂપ થાય તે તપ છે. त्यागस्तपस्तथाशांतिस्तप इन्द्रिय निग्रहः ।
ब्रह्मचर्यतपः प्रोक्तमाहरेव द्विजातयः ॥ ત્યાગ તપ છે. શાંતિ તપ છે. ઇન્દ્રિય નિગ્રહ તે તપ છે. બ્રહ્મચર્ય તે તપ છે એમ બ્રાહ્મણો માને છે.
અહીં જે પ્રમાણો આપ્યા છે તેમાં સદા ઉપવાસ કરનાર અવશિષ્ટ ખાનાર, અતિથિપ્રિય, તૃપ્ત શેષ ખાનાર એ પ્રમાણે તપના ઘણા જ અર્થોમાં તપ શબ્દનો પ્રયોગ છે. અને તે મહાભારત કાળમાં પ્રચલિત તપના અર્થોમાં વપરાતો હશે. પણ એક વસ્તુ સમજી શકાય છે કે –
ઉપવાસ, વ્રત, વેદપારાયણ (સ્વાધ્યાય), આત્મવિદ્યા, દાન, ત્યાગ, શાંતિ, કાયક્લેશ, ઇન્દ્રિય નિગ્રહ, જ્ઞાન.
આ શબ્દોમાં માનવજીવન શુદ્ધિની સામાન્ય અને વિશેષ ક્રિયા આવી જાય છે. એટલુ જ નહિ પણ જૈન સંસ્કૃતિને માન્ય જે બાર પ્રકારનું તપ છે. તેની સાથે મહાભારત કાળનાં તપનું અવિરોધી સામ્ય જોવામાં આવે છે.
હવે રામાયણ કાળ જોઈએ તો ત્યાં તપસ્વાધ્યાય શબ્દથી શરૂઆત છે અને તે જ શ્લોકની ટીકામાં “તપ” શબ્દના તમામ અર્થો આપેલા છે. તે જોતાં રામાયણ કાળમાં તપનું વિશેષ પ્રાધાન્ય હતું.