________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
તપ એક પ્રકારે શુદ્ધ કરેલું રસાયણ છે. કહ્યું છે કે આજના વૈજ્ઞાનિકોએ “બાયો કેમિસ્ટ” દવાની શોધ કરી છે. એમનું માનવું એ છે કે શરીરમાં બાર પ્રકારના તત્વ હોય છે એ તત્વોમાં કોઈ એક તત્વનું પ્રમાણ ઘટવાથી રોગ ઉત્પન્ન થાય છે. બાર પ્રકારના ક્ષાર તત્વોથી રોગોને નાબુદ કરી શરીરને પૂર્ણ સ્વસ્થ અને શક્તિ સંપન્ન બનાવવામાં આવે છે. તેવી જ રીતે તપના પણ બાર પ્રકાર છે તે પણ બાયોકેમિસ્ટ દવા સમાન છે. જેના આચરણથી કર્મરૂપી રોગ નષ્ટ થતા આત્મા સંપૂર્ણ સ્વસ્થ બની
જાય છે.
વૈદિક સાહિત્યમાં તપ
વૈદિક સાહિત્યમાં તપ શબ્દનો પ્રયોગ અનેક સ્થળો પર મળે છે તેમજ તેમાં તપ કરવાનો આદેશ પણ છે. બ્રહ્મચર્ય અને તપસ્યાથી દેવતાઓએ સ્વર્ગલોકને પ્રાપ્ત કર્યું છે. તપ માનવ માટે અનિવાર્ય છે. તપથી ઇચ્છાઓની પૂર્તિ થાય છે. ઋકસંહિતામાં કહ્યું છે કે........
મનો માસીપાં તપર્વ | (સંહિતા ૧૦/૧૨/૪) તપથી આત્મા તેજસ્વી બને છે. વૈદિક સંહિતામાં તપનો પ્રયોગ તેજના અર્થમાં કરવામાં આવ્યો છે. તેથી તેજવી બનવાની સાધના જ તપ છે. સામવેદમાં કહ્યું છે કે
નિ મનિસ્તપણી રક્ષણો વર્લ્ડ | (સામવેદ પૂર્થિક ૧/૧૧/૧૦)
તપથી માયાવી રાક્ષસોનું દહન થાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદના બીજા અધ્યાયમાં અષ્ટાંગયોગના ધ્યાન અને પ્રાણાયામ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે.....
તી નો ન નરા મૃત્યુ: પ્રતિસ્ય યોનિ મયં શરીરમ્ (શ્વેતાશ્વતરોપનિષદ ૨/૧૨) જેણે યોગાગ્નિમય શરીર પ્રાપ્ત કર્યું છે, તેને જરા નથી, રોગ નથી, મૃત્યુ નથી. યોગની પ્રથમ સિદ્ધિના રૂપમાં કહે છે કે.........
लघुत्वमारोग्यम लोलुयत्वं, वर्ण प्रसाद स्वर सौष्ठवं च
બ્ધઃ સુપ મૂત્રપુરોષનન્દુ, યોગ પ્રવૃતિં પ્રથમ વક્તિ . (શ્વેતાજેતરોપનિષદ ૨/૧૩) શરીરનું હળવાપણું, આરોગ્ય, વિષય, નિવૃત્તિ, શારીરિક કાન્તિ સ્વર માધુર્ય, સુગન્ધતા, મળમૂત્રની ન્યૂનતા આદિ વ્યક્તિ નિષ્ઠ તપ અથવા યોગ પણ અમૃતત્વની પ્રાપ્તિનું સાધન છે તેથી તે તપ જ છે.
“ નિરોહો તવો”