________________
જ્યાં ફૂલની પાંખડી (કળી) સુધીને કષ્ટ પહોંચાડતો હોય, તે હિંસા છે. એવા હિંસામય કાર્યમાં જિનવરની આજ્ઞા નથી. અહિંસાના રહસ્યને ન સમજવાના કારણે અહિંસાના નામ પર હિંસાનું નાટક થતું જોવા મળે છે. ધર્મના નામ પર પશુઓનું બલિદાન આપવામાં આવે છે. ધર્મ માટે કરવામાં આવતી હિંસા, હિંસા નથી. એવું બહાનું બતાવવામાં આવે છે પરંતુ એ બધા અહિંસાના વિકાર છે. અનુકંપા અને દાનનો નિષેધ કરવો પણ અહિંસાનો વિકાર કે અહિંસાનું અજીર્ણ છે.
અનેક પ્રાણી જન્મ-મરણના પ્રસંગ પર કે વેર-મોચનના નિમિત્તે પણ હિંસા કરે છે. પુત્રનો જન્મોત્સવ મનાવવા માટે વિવિધ પ્રકારથી આરંભ-સમારંભ કરવામાં આવે છે. મરણના નિમિત્ત પિતૃઓને પિંડદાન આપવાના બહાને પણ પ્રાણી સાવઘ ક્રિયાઓ કરે છે. વેર લેવા માટે પણ પ્રાણી સાવધ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. ‘એમણે મારું અનિષ્ટ કર્યું છે કે મારા સંબંધીઓને માર્યા છે કે નુકસાન પહોંચાડ્યું છે, તેથી એનો બદલો લેવો જોઈએ' - એવું વિચારીને અનેક વ્યક્તિઓ, અનેક જાતિઓ, અનેક દેશો પરસ્પર લડે છે અને ભયંકર હિંસાકાંડ દુનિયામાં મચાવે છે, સાંપ્રદાયિક લડાઈ કરાવે છે અને સામૂહિક હત્યાઓનું ઘોડાપૂર નીકળી આવે છે.
દુઃખોનો પ્રતિકાર કરવા માટે અનેક પ્રકારનાં હિંસક સાધનોનો પ્રયોગ કરવામાં આવે છે. બીમારીથી છૂટવા માટે અભક્ષ્ય, માંસ-મદિરા વગેરેનું સેવન, ગરમીથી બચવા માટે જળકાય અને વાયુકાયનો આરંભ કરવામાં આવે છે. ઠંડીથી બચવા માટે અગ્નિ, વીજળી વગેરેનો આરંભ કરવામાં આવે છે, એશો-આરામ માટે વિવિધ પ્રકારની હિંસક સામગ્રીઓનું ઉત્પાદન અને પ્રયોગ કરવામાં આવે છે. આમ, વિવિધ કારણોથી હિંસા કરવામાં આવે છે. હિંસાની પરિભાષા :
સામાન્ય રૂપથી હિંસાનો અર્થ પ્રાણીઓના પ્રાણોની હત્યા કરવી માનવામાં આવે છે, પરંતુ જૈન દૃષ્ટિથી ‘હિંસા’ શબ્દ દ્વારા એટલો જ અર્થ અભિપ્રેત નથી, પણ એનાથીયે વધુ વિસ્તૃત અર્થ આ શબ્દનો સમજવો જોઈએ. જૈન દૃષ્ટિ અનુસાર તે બધી હિંસા છે, જે બીજાઓને ન કેવળ શારીરિક, પણ વાચિક અને માનસિક કષ્ટ પહોંચાડે છે, એટલું જ નહિ, પણ કોઈપણ પ્રાણીના પ્રત્યે દુર્ભાવના કે દુષ્ટ વિચાર લાવવો પણ હિંસા છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આચાર્ય ઉમાસ્વાતિએ હિંસાની પરિભાષા આ રીતે આપી છે -
'प्रमत्तयोगात् प्राण-व्यपरोपणं हिंसा' તત્ત્વાર્થ, અધ્યાય-૭, સૂત્ર-૮ પ્રમત્તયોગથી થનારો પ્રાણવધ હિંસા છે.
ઉક્ત પરિભાષામાં બે અંશ છે. પહેલો અંશ છે - પ્રમત્ત યોગ - અર્થાત્ રાગ-દ્વેષ યુક્ત કે અસાવધાન પ્રવૃત્તિ. બીજો અંશ છે - પ્રાણવધ. જેનો અર્થ છે જે પ્રાણ-વધ પ્રમત્ત યોગથી થાય, તે હિંસા છે.
પ્રશ્ન થાય છે કે સામાન્ય રીતે પ્રાણ વ્યપરોપણને હિંસા માનવામાં આવે છે પછી ‘પ્રમત્ત યોગ’ શબ્દ જોડવાનું શું પ્રયોજન છે ?
અવિરતિ (અવ્રત)
૫૫૭