________________
વિસ્તીર્ણ યશ એમના ગાઢ સ્કંધ છે. પાંચ મહાવ્રત તેની વિશાળ શાખાઓ છે. ભાવનાઓ તેની ત્વચા છે, શુભ-ધ્યાન-પ્રશસ્ત યોગ અને જ્ઞાન તેનાં પાંદડાં અને અંકુર છે. શીલ તેમની શોભા છે, સંવર તેનાં ફળ છે. બોધિ તેનું બીજ છે અને મેરુ શિખરની સમાન શૌચ રૂપ મોક્ષમાર્ગ તેનું શ્રેષ્ઠ શિખર છે. આ પ્રકારે આ અપરિગ્રહ સંવર શ્રેષ્ઠ વૃક્ષના સમાન અતીવ રમણીય શોભાવાળો છે.
આવા મહત્ત્વપૂર્ણ અપરિગ્રહ મહાવ્રતનો જે સમ્ય રૂપથી આરાધક અને અનુપાલક થાય છે, તે શ્રમણ શીઘ જ મોક્ષસુખનો અધિકારી હોય છે. રાત્રિભોજન વિરમણ વ્રત મૂલગુણ છે અથવા ઉત્તરગુણઃ
અહિંસાના આરાધક માટે રાત્રિભોજનનો પરિત્યાગ અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. તેના વગર અહિંસા વ્રતની આરાધના સંભવ નથી, તેથી રાત્રિભોજન વિરમણ વ્રતની મહત્તાનું પ્રતિપાદન શાસ્ત્રોમાં અનેક સ્થાનોમાં ઉલિખિત છે. આ સ્પષ્ટ જ છે કે રાત્રિભોજન વિરમણ વ્રતમાં અહિંસાની જ ભાવના સન્નિહિત છે. રાત્રે આલોકિત પાન ભોજન અને ઇર્યા સમિતિનું પાલન થઈ શકતું નથી, તથા રાત્રિમાં આહારનો સંગ્રહ કરવો અપરિગ્રહની મર્યાદાનાં બાધક છે. આ બધાં કારણોથી રાત્રિભોજનનો નિષેધ કર્યો છે. આલોકિત પાનભોજન અને ઇર્ષા સમિતિ અહિંસા મહાવ્રતની ભાવનાઓ છે. જૈન સિદ્ધાંતમાં રાત્રિભોજન વિરમણ વ્રતને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેટલા મહાવ્રતોનું જો કે તેને “મહાવ્રત'ની સંજ્ઞા આપી નથી. જૈન શ્રમણ માટે રાત્રિભોજન વિરમણ વ્રતનું પાલન એટલું જ અનિવાર્ય છે, જેટલું મહાવ્રતોનું પાલન. રાત્રિભોજન વિરમણ વ્રતનો કોઈ અપવાદ બતાવ્યો નથી. જેમ કે બ્રહ્મચર્ય મહાવ્રતમાં કોઈ અપવાદ નથી. રાત્રિભોજન વિરમણ વ્રતનું આટલું મહત્ત્વ જોતાં પ્રશ્ન ઊભો થાય છે કે આ વ્રતને મૂળગુણ માનવામાં આવે કે ઉત્તરગુણ?
દશવૈકાલિક સૂત્રમાં પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞાની સાથે જ “મહાવરે છે મને ! વા વાયા વેરમા' કહીને મહાવ્રતોની સાથે જ રાત્રિભોજન વિરમણ વ્રત કહેવામાં આવેલ છે. આ રીતે આ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં શ્રમણને માટે જે અઢાર ગુણોની અખંડ સાધના કરવાનો વિધાન કર્યો છે, તેમાં સર્વપ્રથમ “વય છ' (છ વ્રતોનો ઉલ્લેખ છે. અને સર્વપ્રાણાતિપાત વિરમણ યાવત્ રાત્રિભોજન વિરમણ પર સમાન રૂપથી બળ દીધું છે. “ઉત્તરાધ્યયન સૂત્ર'ના ઓગણીસમા અધ્યયન માટે સાધુના અનેક કઠોર ગુણોનો (આચારો)નો ઉલ્લેખ કરતા પ્રાણાતિપાત વિરતિ વગેરે પાંચ સર્વ વિરતિઓની સાથે રાત્રિભોજન ત્યાગનો પણ ઉલ્લેખ થાય છે. અને એને મહાવ્રતોની જેમ જ દુષ્કર કહ્યા છે. આવી સ્થિતિમાં પ્રથમ પાંચ વિરમણોને “મહાવ્રત' કહેવામાં અને રાત્રિભોજન વિરમણને વ્રત' કહેવામાં આચરણની દૃષ્ટિથી કોઈ અંતર નથી, આ સ્પષ્ટ છે.
બીજી બાજુ “દશવૈકાલિક સૂત્ર'માં પાંચ પ્રાણાતિપાત વિરમણ વગેરેને “મહાવ્રત' અને રાત્રિભોજન વિરમણને “વ્રત' કહ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના કેશી-ગૌતમ સંવાદમાં શ્રમણ ભગવાન મહાવીરના માર્ગને “પંચ કામ અને ભગવાન પાર્શ્વનાથના માર્ગને “ચતુર્યામ' કહ્યો છે. “આચારાંગ સૂત્ર'માં તથા “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં સંવરોના રૂપમાં માત્ર પાંચ મહાવ્રતો [પરિગ્રહ વિરમણ મહાવ્રત
. . ૮૭૩)