________________
ઉક્ત બાર પ્રકારની ભાષાના અર્થનું નિરૂપણ કરનારી છે, તેથી મૃષા નથી અને મોક્ષમાર્ગની સાધિકા ન હોવાથી સત્ય પણ નથી. તેથી ઉક્ત ભાષાઓ અસામોસા (વ્યવહાર) ભાષા કહેવાય છે. સોળ વચન:
વિભિન્ન પ્રકારની સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી વગેરે ભાષાઓ વ્યવહાર ભાષાના અંતર્ગત છે. આ પ્રકાર ભાષા શુદ્ધિના માટે ૧૬ પ્રકારનાં વચનોનો બોધ પણ વક્તાને હોવો જોઈએ. આ સોળ વચન આ પ્રકાર છે –
वयणतियं लिंग तियं, कालतियं तह परोक्ख पच्चक्खं ।
अवणीयादि चउक्कं, अज्झत्थ चेव सोलसमं ॥ એકવચન, દ્વિવચન, બહુવચન, ત્રણ વચન, સ્ત્રીલિંગ, પુલ્લિગ, નપુંસકલિંગ રૂપ ત્રણ લિંગ, ભૂત, ભવિષ્યટુ-વર્તમાન રૂપ ત્રણ કાળ, પ્રત્યક્ષ, વચન યથા તે અગ્નિ છે, પરોક્ષ વચન યથા ધૂમથી અગ્નિ જ્ઞાન, અપનીત વચન, ઉપનીત વચન, ઉપનીત-અપનીત વચન, અપનીત-ઉપનીત વચન અને અધ્યાત્મ વચન. આ સોળ વચન કહ્યાં છે.
અપનીત વચન : દુર્ગુણોનું જ કથન કરવું અપનીત વચન છે જેમ કે - આ દુઃશીલ છે, દુર્ભાષી છે.
ઉપનીત વચન : સગુણોનું જ કથન કરવું. જેમ કે - આ રૂપવાન છે, બુદ્ધિમાન છે.
ઉપનીન-અપનીન વચન : પહેલાં ગુણ બતાવીને પછી દુર્ગુણ બતાવવા. જેમ કે - “આ રૂપવાન તો છે પરંતુ દુઃશીલ છે.”
અપનીત-ઉપવીત વચન : પહેલા દોષ બતાવીને પછી ગુણ બતાવવા. જેમ કે - આ દુઃશીલ છે, પરંતુ રૂપવાન છે.'
અધ્યાત્મ વચનઃ અંતરંગ ભાવ છુપાવવા ઇચ્છે તો પણ સહસા અંતરંગ ભાવાનુસાર વચન નીકળી જવા અધ્યાત્મ વચન છે.
આ રીતે નામ, આખ્યાત, નિપાત, તદ્ધિત, સમાસ, સંધિપદ, હેતુ, યૌગિક, ઉણાદિ પદ, ક્રિયા વિધાન, ધાતુ, સ્વર અથવા રસ, વિભક્તિ અને વર્ણ - આ બધાથી યુક્ત પૂર્વાપર સંગત વચન પણ વ્યવહાર ભાષાના અંતર્ગત હોવાથી સત્યવાદી માટે વક્તવ્ય છે. - ઉક્ત રીતિથી ચાર પ્રકારની ભાષાઓનું નિરૂપણ કર્યું છે. આમાંથી અસત્ય અને મિશ્ર ભાષાનો પ્રયોગનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે, કારણ કે ભાષાના આ બંને પ્રકાર સાવદ્ય જ હોય છે. સત્ય અને વ્યવહાર ભાષાનો પ્રયોગ નિષેધ પણ છે અને વિધાન પણ છે.
जा य सच्चा न वत्तव्वा, सच्चामोसा य जा मुसा ।
जा य बुद्धेहिं णाइण्णा ण तं भाखेज्ज पन्नवं ॥ કારણ કે સત્ય અને વ્યવહાર ભાષા સાવદ્ય પણ હોય છે અને નિરવદ્ય પણ હોય છે. વસ્તુના યથાર્થ રૂપને સ્પર્શ કરનારી ભાષા સત્ય થઈ શકે છે, પરંતુ આ વક્તવ્ય થઈ શકે (૮૯૪ો છે એ જ છે કે
જિણધો]