________________
ન નાખવા છતાંય જીવને સંસારમાં રાખે છે. આ દૃષ્ટિએ કર્મોના ઘાતિ અને અઘાતિ એમ બે પ્રકારો માનવામાં આવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય - એ ચાર મૂળ કમોં ઘાતિ છે અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ૪ અઘાતિ છે. ઘાતિકર્મોની ઉત્તરપ્રકૃતિઓ ઘાતિની અને અઘાતિ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ અઘાતિની કહેવાય છે.
ઘાતિ પ્રકૃતિઓ બે પ્રકારની છે - સર્વઘાતિની અને દેશઘાતિની. સર્વઘાતિની આત્માના ગુણોને પૂરી રીતે ઘાતે છે અર્થાત્ જેમના રહેતાં યથાર્થ રૂપમાં આત્મિક ગુણ પ્રગટ નથી થઈ શકતા. દેશઘાતિની પ્રકૃતિઓ જો કે આત્મગુણોની ઘાતક અવશ્ય છે, પરંતુ એમના અસ્તિત્વમાં પણ ન્યૂનાધિક રૂપમાં આત્મગુણોનો પ્રકાશ થતો રહે છે. સર્વઘાતિની પ્રવૃતિઓ વીસ છે: (૧) કેવળજ્ઞાનાવરણ (૨) કેવળદર્શનાવરણ (૩) નિદ્રા (૪) નિદ્રા-નિદ્રા (૫) પ્રચલા
(૬) પ્રચલા-પ્રચલા (૭) સ્યાનગૃદ્ધિ
(૮) અનંતાનુબંધી ક્રોધ (૯) અનંતાનુબંધીમાન (૧૦) અનંતાનુબંધી માયા (૧૧) અનંતાનુબંધી લોભ (૧૨) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૧૩) અપ્રત્યાખ્યાનાવરણ માન (૧૪) અપ્રત્યાખ્યાનાવરણ માયા (૧૫) અપ્રત્યાખ્યાનાવરણ લોભ (૧૬) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૧૭) પ્રત્યાખ્યાનાવરણ માન (૧૮)પ્રત્યાખ્યાનાવરણ માયા (૧૯) પ્રત્યાખ્યાનાવરણ લોભ અને(૨૦) મિથ્યાત્વ દેશઘાતિની પ્રવૃતિઓ ૨૫ છે?
(૧) જ્ઞાનાવરણીયની ૪ - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય જ્ઞાનાવરણ. (૨) દર્શનાવરણીયની ૩ - ચક્ષુ, અચકું અને અવધિ દર્શનાવરણ.
(૩) મોહનીયની ૧૩ - સંજવલન ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી, પુરુષ, નપુંસક વેદ.
(૪) અંતરાયની ૫ - દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય અંતરાય.
અહીં સર્વઘાતિની ૨૦ અને દેશઘાતિની ૨૫ પ્રકૃતિઓ જે કુલ મળીને ૪૫ છે, તે બંધની અપેક્ષાએ સમજવી જોઈએ. જ્યારે ઉદયની અપેક્ષાથી વિચાર કરે છે તો સમ્યકત્વ અને મિશ્ર મોહનીયને મિલાવવાથી ૪૭ પ્રકૃતિઓ થાય છે. સમ્યકત્વ મોહનીયના દેશઘાતિમાં અને મિશ્ર મોહનીયનાં સર્વઘાતિ પ્રકૃતિઓમાં સમાવેશ થાય છે. ત્યારે સર્વઘાતિ ૨૧ અને દેશઘાતિ ૨૬ પ્રકૃતિઓ થાય છે. અઘાતિ પ્રકૃતિઓઃ
બંધયોગ્ય ૧૨૦ અને ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિઓમાંથી ક્રમશઃ ઉપર્યુક્ત ૪૫ અને ૪૭ ઘાતિ પ્રકૃતિઓને ઓછી કરવાથી શેષ ૭૫ પ્રકૃતિઓ અઘાતિ છે. [ અનુભાગબંધ
૧૦૦૯)