________________
બંધના હેતુઓના અભાવથી અને નિર્જરાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય સંભવ છે. મિથ્યાત્વ વગેરે બંધહેતુઓનો અભાવ સંવર દ્વારા થવાથી નવીન કમ નથી બંધાતા અને પહેલાં બંધાયેલાં કર્મોનો અભાવ નિર્જરાથી થાય છે. આમ, સંવર અને નિર્જરા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય થાય છે તથા સંપૂર્ણ કર્મોનો ક્ષય થવાથી મોક્ષ થાય છે.
કર્મક્ષયની શૃંખલામાં સૌપ્રથમ મોહનીય કર્મ ક્ષીણ થાય છે અને એના ક્ષીણ થવાના અંતર્મુહૂર્ત પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય, - આ ત્રણ કર્મોનો પણ ક્ષય થઈ જાય છે. આમ, ચાર ઘાતિકર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ થાય છે અને આત્મા સર્વજ્ઞ-સર્વદર્શી બની જાય છે.
મોહનીય વગેરે ચાર ઘાતિકનો આત્યંતિક ક્ષય થઈ જવાથી વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ થાય છે. પછી પણ વેદનીય વગેરે ચાર અઘાતિક અત્યંત વિરલ રૂપમાં બાકી રહે છે, જેના કારણે મોક્ષ નથી થતો. આ વિરલ રૂપમાં બાકી રહેલાં અઘાતિકનો પણ જ્યારે ક્ષય થાય છે, ત્યારે મોક્ષ થાય છે અને એ સ્થિતિમાં જન્મ-મરણનું ચક્ર સમાપ્ત થઈ જાય છે.
પૌદ્ગલિક કર્મોના આત્યંતિક નાશની જેમ કર્મ સાપેક્ષ કેટલાય ભાવોનો નાશ પણ મોક્ષપ્રાપ્તિની પૂર્વ આવશ્યક છે. પથમિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને કેટલાક પારિણામિક ભાવોનો નાશ થવાથી મોક્ષ થાય છે. પરિણામિક ભાવોમાં ભવ્યત્વનો નાશ થાય છે, જીવત્વ, અસ્તિત્વ વગેરે પારિણામિક ભાવ મોક્ષ અવસ્થામાં પણ રહે છે. ક્ષાયિકભાવ કર્મ-સાપેક્ષ હોવા છતાંય મોક્ષમાં એમનો અભાવ નથી થતો, તેથી ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક વિર્ય, ક્ષાયિક સુખ વગેરે ભાવ મોક્ષમાં બન્યા રહે છે. કર્મક્ષયની પ્રક્રિયા - ગુણસ્થાન વિવેચન :
અવિકસિત કે સર્વથા અધ:પતિત આત્માની અવસ્થા પ્રથમ ભૂમિકા (ગુણસ્થાન) છે. એમાં આત્માના પ્રબળતમ શત્રુ મોહની શક્તિ ખૂબ સશક્ત હોય છે અને આત્માની આધ્યાત્મિક સ્થિતિ બિલકુલ સામાન્ય હોય છે. આ ભૂમિકામાં આત્મા ભલે આધિભૌતિક ઉત્કર્ષ ગમે તેટલો કરી લે, એની પ્રવૃત્તિ તાત્ત્વિક લક્ષ્યથી સર્વથા શૂન્ય હોય છે. જેમ દિભ્રમવાળો મનુષ્ય પૂર્વને પશ્ચિમ માનીને ગતિ કરે છે અને તે પોતાના ઈષ્ટને નથી મેળવતો, એનો બધો ભ્રમ વ્યર્થ થાય છે, એમ જ પ્રથમ ભૂમિકાવાળો આત્મા પરરૂપને સ્વરૂપ સમજીને એને જ મેળવવા માટે પ્રતિક્ષણ ઉત્તેજિત રહે છે તથા મિથ્યાષ્ટિને કારણે રાગ-દ્વેષની પ્રબળ ઠોકરોનો શિકારી બનીને તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. આ ભૂમિકા બહિરાત્મભાવ કે મિથ્યાદર્શનની છે
આ ભૂમિકામાં વર્તમાન બધા જીવો પણ એક જેવી સ્થિતિના નથી હોતા. એમાં પણ મોહદશાની તરતમતા જોવા મળે છે. કોઈ પર મોહની ગાઢતમ (ઊંડી) છાયા હોય છે, કોઈ [ મોક્ષ તત્ત્વ ઃ એક વિવેચન ) , , ,
૧૦૧)
:06