Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/023358/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જિણધમી ભાગ - ૨ ચાચાર્ય શ્રી નાનશા Page #2 -------------------------------------------------------------------------- ________________ ણિધો (જૈન તત્ત્વદર્શન) ભાગ - ૨ વ્યાખ્યાતા 8 આચાર્ય શ્રી નાનેશ सम्यग्दर्शन : ज्ञान Sebuah શ્રી વિન ભારત ળિ માના भारतवर्षीय णमो लोऐ सवसाहूणं साधुमार्गी પ્રકાશક जैन संघ શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ સમતા ભવન, બીકાનેર - ૩૩૪૦૦૫. (રાજ.) Page #3 -------------------------------------------------------------------------- ________________ 2828282828282828282828282828282828282 © સર્વાધિકાર પ્રકાશનને આધીના ગ્રંથનું નામ પ્રકાશક અર્થ-સહયોગી : જિણધમ્મો : શ્રી અ. ભા. સાધુમાર્ગી જૈન સંઘ, સમતા ભવન, બીકાનેર. ફોન: ૦૧૫૧ - ૩૯૨૧૦૦, ૨૫૪૪૮૬o ફેક્સ: ૨૨૦૩૧૫૦ : ૧. પહેલો ભાગઃ શ્રી સાયરચંદજી છલ્લાણી, અસાવરી (જિ. નાગર), નવી દિલ્હી. બીજો ભાગઃ પિતલિયા પરિવાર, સિરચારી (રાજ.) ભારત બિલ્ડીંગ, કાશ્મીગુડા, હૈદરાબાદ (આંધ્રપ્રદેશ) ૨. 282828282828282828282828282828282828282828282828282 હિન્દી પહેલી આવૃત્તિ : ૧૧૦૦ નકલ, ૬ જુલાઈ, ૧૯૮૪ હિન્દી બીજી આવૃત્તિ : ૧૧૦૦ નકલ, ૧૮ નવેમ્બર, ૨૦૦૧ હિન્દી ત્રીજી આવૃત્તિ : ૧૦૦૦ નકલ, ઓગસ્ટ, ૨૦૦૨ હિન્દી ચોથી આવૃત્તિ : ૧૦૦૦ નકલ, નવેમ્બર, ૨૦૦૨ હિન્દી પાંચમી આવૃત્તિ : ૧૦૦૦ નકલ, ઓગસ્ટ, ૨૦૦૩ હિન્દી છઠ્ઠી આવૃત્તિ : ૧૦૦૦ નકલ, જાન્યુઆરી, ૨૦૦૪ હિન્દી સાતમી આવૃત્તિ : ૧૦૦૦ નકલ, એપ્રિલ, ૨૦૦૪ હિન્દી આઠમી આવૃત્તિ : ૧૦૦૦ નકલ, જુલાઈ, ૨૦૦૪ હિન્દી નવમી આવૃત્તિ : ૨૦૦૦ નકલ, જુલાઈ, ૨૦૦૫ હિન્દી દશમી આવૃત્તિ : ૫૦૦ નકલ, એપ્રિલ, ૨૦૦૬ હિન્દી અગિયારમી આવૃત્તિ : ૨૫૦૦ નકલ, જુન, ૨૦૦૬ હિન્દી બારમી આવૃત્તિ : ૧૧૦૦ નકલ, એપ્રિલ, ૨૦૦૮ ગુજરાતી પ્રથમ આવૃત્તિ : ૨૦૦૦ નકલ, ફેબ્રુઆરી, ૨૦૧૦ (મૂલ્ય : ભાગ-૧ તથા ભાગ-૨ના સાથે ઃ રૂ. ૩૦૦/- (ત્રણ સો રૂપિયા) ) મુદ્રક : સસ્તું પુસ્તક ભંડાર ભઠ્ઠીની બારી, ગાંધી રોડ પુલ નીચે, અમદાવાદ-૧. ફોન નં. : ૦૭૯ - ૨૨૧૧૦૦૬૨ ટાઈપ સેટિંગ : શ્રી ગ્રાફિક્સ સજ્જન સોસાયટી, શાહીબાગ, અમદાવાદ - ૪. ફોન નં. : ૦૭૯ - ૨૫૬૨૪૨૩૯ WR8888888888888888888282828282828282828282828282828288 AUROR28282828282828282828282828282 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ) જૈન શ્રમણ નિર્ગસ્થ પરંપરામાં શ્રી સાધુમાર્ગી જૈન સંઘના સાધ્વાચાર, આત્મસાધના, જ્ઞાનારાધના, તપશ્ચરણ, શાસન પ્રભાવના અને ધર્મોદ્યોતનાં ક્ષેત્રોમાં વિશિષ્ટ, આદર્શ, અનુપમેય અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સંઘના આદ્ય પ્રવર્તક આચાર્યશ્રી હુકમીચન્દજી મ.સા.એ ક્રિયોદ્ધારકના રૂપમાં અહં ભૂમિકાનું નિર્વહન કર્યું, તો ઉત્તરવર્તી આચાર્યો સર્વશ્રી શિવલાલજી મ.સા., ઉદયસાગરજી મ.સા., ચૌથમલજી મ.સા., શ્રીલાલજી મ.સા., જવાહરલાલજી મ.સા., ગણેશલાલજી મ.સા. અને નાનાલાલજી મ.સા.એ સંઘને અનવરત ઊંચાઈઓ પ્રદાન કરી. એમણે ક્રમશઃ ત્રિરત્ન સાધના, જ્ઞાનારાધના, સંઘ ઉન્નયન, યોગસાધના, બહુઆયામી આત્મધર્મ, શાન્તક્રાન્તિ અને સમતા-દર્શનના અવદાનથી પોતપોતાની પૃથક ઓળખ બનાવી. અષ્ટમાચાર્ય શ્રી નાનેશ એ પરંપરાઓ અને યુગીન ચિંતનના સાર્થક સેતુ રૂપમાં જે દર્શન અને તત્ત્વજ્ઞાન પ્રદાન કર્યા તે વિશ્વના માટે થાતી છે. જિણધમ્મો'માં લેખનનું કાર્ય પૂજ્ય ગુરુદેવએ રાણાવાસ ચાતુર્માસથી પૂર્વ બિઠોડા ગામથી પ્રારંભ કર્યો હતો. નિશ્ચિત રૂપથી આ ગ્રંથમાં પૂજ્ય ગુરુદેવે જૈનદર્શન પર જે પ્રકાશ નાંખ્યો છે, તે અભૂતપૂર્વ છે. આ ગ્રંથ પોતાની અનુપમ ભાષા અને વિષયોના પ્રતિપાદનના હિસાબથી અત્યંત જ જનોપયોગી છે. આ ગ્રંથમાં જ્યાં આચાર્યદેવે મહામંત્ર મહામંગલ નવકાર, સમ્યકત્વના ૬૭ બોલ, દુર્લભ અને સુલભબોધિના કારણજ્ઞાનના ભેદ, નિયનિક્ષેપનું પ્રતિપાદન, સપ્તભંગી, કાલચક્ર, જ્યોતિષ્યક્ર, મહાવ્રત, ધ્યાન, કર્મબંધ વગેરેની જે વિશદ વ્યાખ્યા કરી છે, તેનાથી સંપૂર્ણ સમાજ એક નવી દિશા પ્રદાન કરી જ્ઞાનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાન્તિ ઉત્પન્ન કરે છે. આચાર્ય શ્રી નાનેશના પટ્ટધર, શાસ્ત્રજ્ઞ, પ્રશાંત મના, આગમવારિધી, પરમ શ્રદ્ધેય ૧૦૦૮ આચાર્ય-પ્રવર શ્રી રામલાલજી મ.સા.એ વ્યસ્તતમ ક્ષણોમાંથી પણ સમય આપીને આ ગ્રંથના પ્રકાશન પૂર્વે આઘોપાત્ત અવલોકન કર્યું અને યથાયોગ્ય સંશોધન, પરિવર્લ્ડન હેતુ માર્ગદર્શન કર્યું. આ ગ્રંથની લોકપ્રિયતાનું આ સાક્ષાત્ પ્રમાણ છે કે આના હિન્દી સંસ્કરણને ૧૨ વાર મુદ્રિત કરાવી ચૂકયા છીએ, જેની ૧૪૩૦૦ નકલોનું વેચાણ થઈ ચૂક્યું છે. હિન્દી ભાષામાં આ ગ્રંથ જનસામાન્યના માધ્યમમાં ન માત્ર લોકપ્રિય છે, પરંતુ સમાદત પણ છે. તેથી Page #5 -------------------------------------------------------------------------- ________________ સંઘે આ ગ્રંથને અનેક ભાષાઓમાં પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાઠકોને જૈન તત્ત્વદર્શનની જાણકારી પ્રાપ્ત થઈ શકે. વિભિન્ન ભાષાઓમાં પ્રકાશિત કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા આચાર્ય શ્રી નાનેશ પુણ્યતિથિ દશાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં આ ગ્રંથને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. જિણધમ્મોનું આ ગુજરાતી સંસ્કરણ સ્વાધ્યાયીઓ, સાધકો, સુધીપાઠકો, સાહિત્યરસિકો અને શ્રદ્ધા, આસ્થાનિષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓના હાથમાં પ્રસ્તુત કરતા હર્ષ અને પ્રમોદની અનુભૂતિ સહિત સંઘ ગૌરવાન્વિત છે. જૈન તત્ત્વદર્શન, પંચાચાર, ધાર્મિક સિદ્ધાંતો અને વિસ્તૃત વાંમય પર સારભૂત સર્વજનોપયોગી આ અજોડ અનુપમ ગ્રંથના ગુજરાતી અનુવાદથી જ્ઞાનપિપાસુઓ હેતુ પ્રકાશના દ્વાર અનાવૃત્ત થઈ ગયા છે. - પૂજ્ય ગુરુદેવના અનુપમ ગ્રંથના પ્રકાશના ઉદારહૃદયી, દાનવીર શ્રી ઝૂમરમલજી સાયરચન્દજી છલ્લાણી પરિવાર, નવી દિલ્હી અને ઉદાર મનના ધર્મનિષ્ઠ શ્રી પીતલિયા પરિવાર, હૈદરાબાદનો અર્થ-સહયોગ ન માત્ર ઉલ્લેખનીય છે, પરંતુ પ્રેરણીય અને અભિનંદનીય પણ છે. હું સંઘના તરફથી આ બંને પરિવારોનો હૃદયથી આભાર પ્રકટ કરું છું. જેમણે આ ગ્રંથના પ્રકાશન-હેતુ અર્થપ્રદાતાના રૂપમાં પોતાની સ્વીકૃતિ પ્રદાન કરી અને જનસુલભ બનાવ્યો છે. અંતમાં હું મારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સમસ્ત સહયોગીઓ પ્રતિ આભાર પ્રકટ કરું છું, જેમણે આ ગ્રંથના પ્રકાશનમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન પ્રદાન કર્યું છે. હું આશા કરું છું કે “જિણધમ્મોનું આ ગુજરાતી સંસ્કરણ જન-જનમાં જ્ઞાનનો નવો પ્રકાશ પ્રજ્વલિત કરશે. રાજમલ ચૌરડિયા - જયપુર સંયોજક - સાહિત્ય પ્રકાશક સમિતિ શ્રી અ. ભા. સાધુમાર્ગી જેન સંઘ, બીકાનેર Page #6 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણ * * * , છે શાસ્ત્રજ્ઞ, તરુણ તપસ્વી, પ્રશાંત મના, શ્રમણ વિભૂતિ જૈન શાસનના ઉજ્જવળ નક્ષત્ર, નાનેશ પટ્ટધર, તપોપૂત આચાર્ય પ્રવર ૧૦૦૮ શ્રી રામલાલજી મ.સા.નાં ચરણોમાં સાદર સમર્પિત પિતલિયા પરિવાર સિરચારી (રાજ.) ભારત બિલ્ડિંગ, કાશ્મીગુડા, હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ) Page #7 -------------------------------------------------------------------------- ________________ ડે છે હું ચૈતન્ય દેવ છું, અનંત ચેતના શક્તિનો સ્વામી છું. મારી ચેતનાનો સ્ત્રોત ક્યારે ? છે. પણ વિલુપ્ત થતી નથી, નિરંતર પ્રવાહમાન રહે છે. ? શું હું બુદ્ધ નહિ, પ્રબુદ્ધ છું બુદ્ધિના સર્વોચ્ચ વિકાસને સાધવામાં સક્ષમ છું. હું મારી બુદ્ધિ મારી જ્ઞાન-દીપકની જ્યોતના સમાન સદૈવ પ્રદીપ્ત રહે છે. છે હું વિજ્ઞાતા છું, કારણ કે જ્ઞાન અને વિજ્ઞાનનો મહાસાગર મારી અંદર તરંગિત ? થઈ રહ્યો છે. 3 # સૂન્ન , સંવેદનશીલ છું. હું બધાનું સારું જાણું છું, હિત જાણું છું, શુભ જાણું ? હું છું અને બધાનું સારું, હિત અને શુભ ઇચ્છું છું. { $ હું સમદર્શી છું, કારણ કે સમદર્શિતા મારા આત્માનો મૂળ ગુણ છે, જે સમભાવથી ઊપજે છે અને સમતામય બનીને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. છે # હું પરાક્રમી છું, પુરુષાર્થી છું. મારો આત્મા પોતાના મૂળ ગુણની દૃષ્ટિથી અનંતર પરાક્રમ અને અનંત પુરુષાર્થને ધારણ કરે છે. રે છે હું પરમ પ્રતાપી છું, સર્વ શક્તિમાન છું. આ પ્રતાપ અને શક્તિનું કેન્દ્ર તે પરમાત્મા છે. ર છે, જે મારું જ વિકસિત રૂપ છે. હું જ્ઞાન-પુંજ છું. સમત્વ યોગી છું. મારું જ્ઞાન જ ચારિત્રમાં ઢળીને મને સમતાવાદી, ? સમતાધારી અને સમતાદર્શી બનાવે છે. # શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ છું. મારી શુદ્ધતા અને સિદ્ધિ, મને શરીરના બંધનથી મુક્ત કરીને નિરંજન નિરાકાર બનાવે છે. આ મારા આત્માનું પરમ અને ચરમ સ્વરૂપ છે અને આ રૂપમાં સમતાની જયયાત્રા પૂર્ણ થાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ એક દીપ આદિત્ય બની ગયો (આચાર્ય શ્રી નાનેશ સંક્ષિપ્ત પરિચય) એક નાનો દીપ, એક નાનકડો દીપ, સદા હરતો તિમિર જગનું, સહજ શાન્ત અભીત ! નાનો દીપક, ગામની માટીની સુગંધથી સુવાસિત, સંસ્કારોના નેહથી સિંચિત, નિર્મળ વર્તિકાથી સુસજ્જિત જ્યોતિર્ધર શ્રી જવાહરાચાર્યના સુશાસનમાં યુવાચાર્ય શ્રી ગણેશાચાર્યથી પ્રકાશ લઈ પોતાની ચારેબાજુ પરિવ્યાપ્ત નિબિડ અંધકારને વિદીર્ણ કરવાના હેતુ પ્રજ્વલિત થઈ ઊઠ્યો હતો. અગ્નિજ્યોતિ, ચંદ્રજ્યોતિ, સૂર્યજ્યોતિની જાજ્વલ્યમાન પરંપરામાં સંમિલિત થવાનું ક્ષીણ દીપજ્યોતિનું દુસ્સાહસ. બલિહારી એ આત્મબળની જે દીપકથી દીપક પ્રગટાવીને અમાનિશાને અમંગલકારી દીપાવલીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા રાખે છે, ત્યારે જો નાનો દીવો, પ્રકાશની અજસ્ત્ર ધારા પ્રવાહિત કરવાના હેતુ, નાનાદિશોન્મુખી હોય, નાનાવિધ, સર્વજનહિતાય, આચાર્ય નાનેશ બની ગયા તો આશ્ચર્ય કેવું ? શાસ્ત્રકારોએ પણ કહ્યું છે - जह दीवो दीवसयं पइप्पर जसो दीवो । दीवसमा आयरिया दिव्वंति परं च दिवंति ॥ અને પછી બાળ ભગવાનની પરંપરા કંઈ નવી તો નથી. પ્રલય પારાવારમાં વટવૃક્ષના પત્ર પર સહજ નિદ્રામગ્ન બાલમુકુંદ સાક્ષાત્ બ્રહ્મ જ, જેને શ્રદ્ધાળુ લોકો ભક્તભાવથી નમન કરે છે. “વટસ્ય પત્રસ્ય ઘુટ:” શયાનમ્ વાલમુદ્રમ્ શિરસા નમામિ ।” અને એમના સંરક્ષણમાં નવી સૃષ્ટિનો વિકાસ સંભવ થયો હતો. અજ્ઞાનાંધકારના હરણમા મહત્ત્વ વય, આકાર, રૂપ અથવા વર્ણનો હોતો નથી; કારણ કે - “કતમતં મુળેદિ ચેવ વિખ્ખરૂં ” ઉત્તમતા ગુણોથી પ્રાપ્ત થાય છે, અને ગુણોની પૂજા થાય છે - “શુળ: પૂનાસ્થાનં ન ચ લિંગ ન ચ વયઃ ।” આ જોઈને તો પૂજ્ય આચાર્ય શ્રી ગણેશીલાલજી મ.સા.એ પૂર્ણ આવસ્તિ-ભાવથી આઠમા પાટના અધિષ્ઠાતસ્તું પદ ‘નાનાલાલ’ને આપવાની પૂર્વપીઠિકાની નવી દિશામાં એમણે યુવાચાર્યના પદ પર અભિષક્ત કર્યા હતા. ભલેને જનની શૃંગારબાઈનું મમતાવ્યાકુળ સંશયશીલ હૃદય પ્રાર્થના કરતા રહ્યા હોય - “તે ખૂબ નાનો બાળક છે, એની પર આટલો મોટો બોજ ન નાખો.” Page #9 -------------------------------------------------------------------------- ________________ પરંતુ શું આ બોજ નાખવામાં આવ્યો હતો? દીપકને કોઈ કહે કે - “ચારે દિશાના અંધકારને વિદીર્ણ કરવાનો બોજ તું ઉઠાવ !' આ ભાર તો સૂર્યના ઉત્તરાધિકારી હોવાના લીધે પ્રજ્વલિત દીપક પર સ્વતઃ જ આવી જાય છે. દીપકનો અર્થ જ પ્રકાશ છે, અને પ્રકાશનો અર્થ છે તમ(અંધકાર)હરણનો સંકલ્પ. આ સંકલ્પની પૂર્તિ હેતુ દીપકનું કર્તવ્ય બને છે કે તે પોતાની પ્રજ્વલિત વર્તિકાથી દિપકની પછી દીપક પ્રદીપ્ત કરીને અવલીમાં સજાવવામાં આવે, જેથી સંપૂર્ણ જગત પ્રકાશમાન થઈ ઊઠે. આ સંકલ્પની પૂર્તિમાં “નાના દીપ'થી દીપિત સંત-સતીઓની એક સુદીર્ઘ શૃંખલા જ સર્જિત કરી દીધી હતી. એક કડી બીજી કડીથી જોડાય ગઈ છે. સંપૂર્ણ સંસારને પોતાની જ્યોતિપરિધિમાં આવેષ્ઠિત કરવા માટે અને જગતીનું આંગણું આચાર્યશ્રીના નેશ્રાયમાં દીક્ષિત દીપકોની લાંબી શૃંખલાથી સજી ગયું. કોઈ એક આચાર્યની પ્રચંડ ઊર્જાનું આ અસંદિગ્ધ પ્રમાણ હતું. આ ચમત્કાર પણ હતો, કારણ કે જ્ઞાન-સાધના અને સમાજ-નિર્માણનું આ કાર્ય આટલા વિશાળ સ્તર પર ગત વિગત) (પાછલા) પાંચસો વર્ષમાં પણ સંપન્ન થયું નહોતું. પછી તત્કાલીન પરિસ્થિતિઓ અત્યંત વિષમ હતી. એક અત્યંત સીમિત સાધુ-સાધ્વી વર્ગ, સાંપ્રદાયિક આગ્રહોથી ટક્કર, વિરોધોની ઉગ્રતા અને દુર્બળ સંઘીય વ્યવસ્થા પોતાનામાં વિકટ સમસ્યાઓ હતી. પરંતુ “દિવા સમાં માયરિયાં પUUતા ” - આચાર્ય એ દીપકની સમાન હોય છે, જે પોતાની પ્રજ્વલિત જ્યોતિ-શિખાથી પ્રત્યેક ખૂણાનું તમહરણ કરવાનું સામર્થ્ય રાખે છે. તેવી ભીષણ ઝંઝાવાતના એ કાળમાં જ્યારે શ્રમણ સંઘો અને શ્રાવક સંઘોની ભાવનાઓ ભીષણરૂપથી આલોડિત હતી, આ સંઘ પ્રજ્વલિત દીપકે સાહસપૂર્વક ઘોષણા કરી હતી. સંઘર્ષથી જ નવનીત (માખણ) નીકળે છે અને સંઘર્ષ જ વિપુલ શક્તિનું ઉત્પાદક હોય છે. સંઘર્ષથી ભયભીત થનાર વ્યક્તિ પ્રગતિનાં પદચિહ્નો પર ચાલી શકતા નથી.” અને પ્રારંભ થઈ લડાઈ દીવાની અને તોફાનની, જેમાં દીવાનો વિજય થયો. ઝંઝાવાત શાંત થયો હતો. સદ્ભાવ, સ્નેહ, સહયોગ અને સમર્પણના મંદ ફુવારાથી સંપૂર્ણ જન-જીવન સ્નાત થઈ નિર્મળ થઈ ગયું તથા સર્વત્ર વ્યવસ્થા અને અનુશાસનનો સાગર ઉમંગે ભરવા લાગ્યો હતો. આ સાધના હતી, તપસ્યા હતી, સોનાની આગમાં તપવાની. સંવત ૨૦૨૦ના રતલામ ચાતુર્માસે એ સિદ્ધ કરી દીધું કે વીતરાગી સંત પોતાના-પારકા, શત્રુ-મિત્ર, હાનિલાભ, જય-પરાજય વગેરેના ભાવોથી મુક્ત હોય છે. સોનું તપીને કુંદન બને છે અને સંઘર્ષોમાં સ્થિર અતિ રહીને મનસ્વી વંદનીય બની જાય છે. मनस्वी कार्रथी न रपायति दुःख न च सुखं । तप्तं तप्तं पुनरपि पुनः कांचन कान्तवर्णम् ॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ અશાંતિ, વિરોધ અને સંઘર્ષથી આલોડિત જનસાગરના આ અનન્ય યોગીએ સભાવ, ત્યાગ, તપ અને ધાર્મિક ઉપલબ્ધિઓનું જે નવનીત કાઢ્યું, તેને પોતાની સાધનાથી માનવમાત્રના હિતાર્થે સહજભાવથી વિતરીત પણ કરી દીધું. હિંસા, આતંક, વિરોધ, શોષણ, પીડાનું શમન તથા લોભ, મોહ, ક્રોધ જેવી વ્યાધિઓના ઉપચારમાં આ નવનીત અમૃત રસાયણ સિદ્ધ થયું. પોતાના દિવ્ય સંદેશાઓ દ્વારા આ સંતે વર્તમાન વૈજ્ઞાનિક સભ્યતાના વ્યામોહની પ્રતિ અભિનવ મનુષ્યને જે પ્રકારે સચેત કર્યો એ પ્રકારની સુંદર કાવ્યાત્મક દિદર્શના રાષ્ટ્રકવિ દિનકરની આ પંક્તિઓમાં થાય છે - व्योम से पाताल तक सब कुछ इसे है ज्ञेय, पर न यह परिचय मनुज का, यह न उसका श्रेय । श्रेय उसका बुद्धि पर चैतन्य उर की जीत, श्रेय मानव का असीमित मानवों से प्रीत । एक नर से दूसरे के बीच का व्यवधान, तोड़ दे जो, बस वही ज्ञानी, वही विद्वान । આ વ્યવધાનને તોડવાની દિશામાં યાત્રાઓ, ચાતુર્માસ અને ઉદ્દબોધનોનું જે આયોજન થયું હતું, એમની વચ્ચે એક દિવ્ય વ્યક્તિત્વ ઉભરાયું હતું - ઉન્નત લલાટ, તેજયુક્ત આનન, સુદઢ ગ્રીવા, વિશાળ વક્ષ:સ્થળ, પ્રલમ્બ બાહુ અને અનોખા પ્રભામંડળથી દીપિત વપુ (શરીર) જે સમ્યગુજ્ઞાન, સમ્યકચારિત્ર, અને સમ્યગુદૃષ્ટિના પ્રકાશનાં કિરણો વરસાવીને આ સંપૂર્ણ જીવસૃષ્ટિને પોતાના સ્નેહપૂર્ણ કોમળ આવેષ્ટનમાં સમેટી લેવા આતુર હતા. - રવિ, પવન, મેઘ, ચંદન અને સંત, ભેદ-અભેદ જાણ્યા નથી. સ્વભાવથી જ પોતાના અક્ષય સ્નેહ-ભંડાર બધાના માટે ઉન્મુક્ત રાખતા હતા. પછી પ્રકાશપુંજની જ્યોતિની સીમા કેવી રીતે બંધાય ? પ્રસંગ અનેક હોય શકે છે, પરંતુ પ્રતિબોધની મહિમા અભિન્ન હોય છે, તેથી સામાજિક ઉત્ક્રાંતિની યુગાન્તકારી દષ્ટિ ધર્મપાળોની અતૂટ શૃંખલા નિમિત કરી શકે. આ રીતે સમ્યકત્વના મંત્રના પ્રભાવથી સમાજના નિમ્નસ્તર પર બેઠેલા વ્યક્તિને પણ ઉચ્ચતમ વ્યક્તિના સ્તર પર એ જ આસન (બેસાડી) કરાવી શકતા હતા. જે માનતા હોય - “મ્મUT વામUIT હાફ મુIL હો ત્તમ ” ભગવાન મહાવીરની આ વાણીને જો આચાર્યશ્રીએ ચરિતાર્થ કરી તો આશ્ચર્ય કેવું? હરિકેશબળ નામના ચાંડાલને માટે પ્રવજ્યાનું વિધાન હોઈ શકે, તે જન્મના આધારથી નિમિત વર્ણવ્યવસ્થાની ઉપયુક્તતા તર્કસંગત ક્યાં બેસે છે ? પરિણામસ્વરૂપ વ્યાપક માનવ સમાજ પ્રતિ સ્નેહ, સદ્ભાવ અને ન્યાયની જે નિર્મળ ધારા પ્રવાહિત થઈ હતી, એમાં ગુરાડિયા, નાગદા, આક્યા અને ચીકલી જેવાં ગામોનાં દલિત સ્નાન કરી કૃતાર્થ થઈ ગયા. “પારસગુણ અવગુણ નહિં જાનત, કંચન કરત ખરો' - ત્યારે સંતના સંસર્ગમાં સરળ હૃદય અજ્ઞાનીજન ધર્મપાળ કેમ બની ન શકે ? એક રાજા ભગીરથે ગંગાની Page #11 -------------------------------------------------------------------------- ________________ પતિતપાવની ધારા અવતીર્ણ કરીને પ્રાણીમાત્ર માટે મુક્તિના દ્વાર ઉન્મુક્ત કરી દીધા, તો બીજા ભગીરથે સમતા સમાજની પુણ્યધારામાં માનવમાત્ર માટે આવગાહનનો માર્ગ પ્રશસ્ત કરી માનવતાની અતુલનીય સેવા કરી. એક જડ સૈદ્ધાંતિક વિચારને સહજ જીવન પદ્ધતિમાં રૂપાંતરિત કરવું એ નિશ્ચય જ ચમત્કારિક ઉપલબ્ધિ છે. પ્રજાતંત્ર સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા જેવા જટિલ વિવાદિત, બૌદ્ધિક, વાજાળમાં ગૂંચવાયેલી અવધારણાઓને સરળ, વ્યાવહારિક, ઉપયોગી જીવનચર્યા બનાવીને પ્રચલિત કરી શકવું એ યુગપુરુષનું જ કાર્ય હોઈ શકે છે. રાજનૈતિક, આર્થિક અને સામાજિક ચિંતનને સૈદ્ધાંતિક આગ્રહોથી ધર્મ અને દર્શનનાં તત્ત્વોને પાખંડ, અતિચાર, દુરાગ્રહ અને આડંબરથી મુક્ત કરી તથા એમને અન્યોન્યાશ્રિત બનાવીને આ મહાયોગીએ આધુનિક યુગની વિકટ સમસ્યાઓનું સહજ સમાધાન હતું. પ્રસ્તુત કરી દીધું. સમતાને યુગધર્મના રૂપમાં માન્ય અને પ્રતિષ્ઠિત કરવું એ નાની વાત નથી. કેટલી કઠોર સાધના, કેટલું ઊંડું ચિંતન, કેટલું ઊંડું દાર્શનિક જ્ઞાન (પઠ) અને કેવું મનોવૈજ્ઞાનિક કૌશલની આ હેતુ માટે આવશ્યકતા હતી. આનું પ્રમાણ તે વિપુલ સાહિત્ય છે, જેનું નિર્માણ માનવવૃત્તિના પરિષ્કાર, પુનઃનિર્માણ અને નિર્દશન-હેતુ આ યુગાચાર્યએ સ્વયં કર્યું અને કરવાની પ્રેરણા આપી. સમીક્ષણ ધ્યાનની પદ્ધતિઓને આત્મ સમીક્ષણના દર્શનથી પરમાત્મ સમીક્ષણ સુધી પહોંચાડવા જ આત્મા-પરમાત્મા, જીવ-બ્રહ્મ, વૈતઅદ્વૈત વગેરેથી સંબંધિત વિવિધ ચિંતન-ધારાઓનો જે રીતે સમતા-દર્શનમાં સમન્વય કર્યો છે, તે સ્વયંમાં ઉપલબ્ધિ છે. એક ધર્મ વિશેષની સમજી શકાય એવી આચરણ શૈલીને માનવ-માત્રની આચારસંહિતા બનાવી શકતી દષ્ટિ નિશ્ચય જ ચમત્કારિક હતી. આ સિદ્ધિ માટે જન-જનના હૃદયને સંસ્કારિત કરી આ વિચાર પુષ્ટ કરવો આવશ્યક હતો કે માયાના પાંચ પુત્ર કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ મનુષ્યના અધઃપતનનું મૂળ કારણ છે. આ જ આત્માની પરમાત્મિકતામાં વ્યવધાન નાંખનાર પણ છે. पाच चोर गढ़ मंझा, गढ़ लूटे दिवस अरू संज्ञा । जो गढ़पति मुहकम होई, तो लूटि न सके कोई ॥ અને આચાર્ય નાનેશ એવા મુહકમ ગઢપતિ સિદ્ધ થયા, જે રમૈયાની વધૂને બજાર લૂંટવાનો કોઈ અવસર જ દેતા નથી. આવા ગઢપતિના મહિમાનાં વખાણ કરતા સંત કબીરે પહેલાં જ કહી દીધું છે - ऐसा अद्भुत मेरा गुरु कथ्या, मैं रह्या उमेषै । मूसा हस्ती सो लहै, कोई बिरला पेषै ॥ मूसा बैठा बांबि में, लारे सांपणि धाई, उलटि मूसै सांपिण गिली यह अचरज भाई । નાવ નલિયા ડૂબી નારું Page #12 -------------------------------------------------------------------------- ________________ આકાશના ઊંધા કૂવામાંથી પાતાળની પનિહારી જે જળ ભરે છે, તેને કોઈ વીરલો હંસ જ પીએ છે. આ ઊલટવાણી નથી, સત્ય છે, તત્ત્વ છે, સાર છે. આ એ જ જ્ઞાન છે, જેના આ લોકમાં, આ ચરાચર જગત કોઈ રૂપમાં અર્થવાન બને છે. એક નાનકડા દીપકથી વિકીર્ણ આ પ્રકાશ વિગત લગભગ અર્ધશતીમાં વિસ્તાર પામી, પ્રચંડતર થતા પોતાની દીપ્તિના કારણે જાજ્વલ્યમાન સૂર્યનો પર્યાય બની ગયા. अपने सहज समत्व ज्ञान से, दीपित कर धरती का आंगन । कुटिया का वह नन्हा दीपक, एक नया आदित्य गया बन ॥ પ્રત્યેક જીવનની એક નિશ્ચિત અવધિ હોય છે અને પ્રત્યેક સૂર્યને એક સાંજે અસ્ત થવું જ પડે છે, એ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ સૂર્યના અસ્ત થવાથી મહિમા અને તથ્યમાં નિહિત છે કે તે પ્રખર પ્રકાશની સાથે પોતાની યાત્રા પૂર્ણ કરે છે અને પાછળ દોડે છે એક નવા સૂર્યોદયની ચિરંતન આશા. આચાર્ય શ્રી નાનેશનું અવસાન પણ આવું જ હતું, સામાન્ય નહિ, એમના પ્રખર વ્યક્તિત્વની સમાન દિવ્ય. અસ્તાચલગામી એ સૂર્યનો સંધ્યાવંદન કરતા સાધકોએ સ્પષ્ટ જોયું કે એક જ્યોતિ આકાશમાંથી સહસા ઊતરી હતી, ધર્માચાર્યના સૂર્યના પ્રકોષ્ઠમાં પ્રવિષ્ટ થઈ હતી અને ધરતીના એ સૂર્યના પ્રકાશને સમેટીને દ્વિગુણિત આભાયુક્ત થઈ તીવ્રતાથી પુનઃ આકાશમાર્ગથી પાછી ફરી હતી !! આ ચમત્કાર હતો અને અમે જાણીએ છીએ, ચમત્કાર થાય છે. આ અવસાન ચમત્કારી હતું, જે પોતાની પાછળ સમ્યગ્દર્શનના જ નહિ, સંપૂર્ણ જીવચર્યાનો એક એવો પ્રખર આલોક છોડી ગયા, જેમાં ભવ્ય આત્માઓ આત્મોદ્ધારનો માર્ગ સ્પષ્ટ જોઈ શકે છે. દીપથી આદિત્ય બનેલ તે દીપ પોતાની પાછળ વધુ એક દીપ પ્રજ્વલિત કરી ગયા છે. રામેશ દીપ, જે એ દિવ્ય આલોકના ગુરુદાયિત્વ પોતાના સુદૃઢ કંધા પર વહન કરવામાં પૂર્ણ સક્ષમ છે... દીપની આદિત્ય બનવાની દિશામાં એક વધુ યાત્રા આરંભ થઈ ગઈ છે. સાધુ માર્ગમાં આ પરંપરા અવિચ્છિન્ન રૂપથી ચાલતી રહેશે. આ તથ્ય એ પરંપરામાં આદિત્ય બનેલા દીપ પ્રમાણિત કરી ગયા છે. આ પ્રકારે અનંત આલોકના પારાવાર હિલોર લેતા રહેશે. આવા આલોક આગળ ચાલતી રહેશે. દીપના આદિત્ય બનવાની આ અવિચ્છિન્ન પરંપરા લગભગ અઢાર હજાર પાંચસો વર્ષ સુધી. ભગવાન મહાવીરનું આવું જ કથન છે અને આ શાસ્ત્ર-વચન પણ છે. ૧૧ ઇન્દરચન્દ હૈદ સુરત સંપાદક શ્રમણોપાસક - Page #13 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં પ્રયુક્ત ગ્રંથોની સૂચિ દશવૈકાલિક સૂત્ર મહાબલ્વ પ્રથમ ભાગ દશવૈકાલિકચૂર્ણિ પ્રમાણનયનતજ્વલોક દશવૈકાલિકનિર્યુક્તિ સન્મતિતર્ક આવશ્યકનિર્યુક્તિ સર્વાર્થસિદ્ધિ આવશ્યકસૂત્ર - શ્રમણ સૂત્ર અનુયોગદ્વારસૂત્ર આવશ્યકવૃત્તિ આખીમીમાંસા સ્થાનાંગચૂર્ણિ દ્રવ્યસંગ્રહ સ્થાનાંગસૂત્ર ઉવવાઈસૂત્ર તત્ત્વાર્થસૂત્ર જૈન તત્ત્વપ્રકાશ આચારંગસૂત્ર અમરભારતી (નવેમ્બર ૧૯૭૮) આચારાંગનિર્યુક્તિ અમરભારતી (જુલાઈ - ૧૯૭૯) ઉત્તરાધ્યયન સૂત્ર કર્મપ્રકૃતિ કલ્યાણમંદિર સ્તોત્ર પ્રવચનસારોદ્ધાર રત્નકરંડ શ્રાવકાચાર ધર્મસંગ્રહ મોક્ષપાહુડ શ્રીમદ્ ભગવદ્ ગીતા સૂત્રકૃતાંગસૂત્ર સંબોધપ્રકરણ નવતત્ત્વ પ્રકરણ યોગશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણસૂત્ર યોગપ્રકાશ ભગવતીસૂત્ર બૃહત્ સ્વયંભૂસ્તોત્ર મવિધ્વંસન સદ્ધર્મમંડન અને અનુકંપા વિચારો શ્રાવક-ધર્મવિચાર (આચાર્ય ભીષણજી) મહાભારત (શાંતિ અને ઉદ્યોગ પર્વ) સુખવિપાકસૂત્ર સિજૂર પ્રકરણ જ્ઞાતાસૂત્ર યોગદર્શન સાધનાવાદ દશાશ્રુતસ્કંધસૂત્ર ચરક સંહિતા શ્રી ધવલા પુરુષાર્થસિદ્ધયુપાય અષ્ટ પ્રવચન સાગાર-ધર્મામૃત વિશેષાવશ્યક ભાષ્ય તત્ત્વાર્થભાષ્ય ઉપાસકદશાંગસૂત્ર અનુયાગવૃત્તિ સમ્યકત્વ સ્વરૂપ અનગારધર્મામૃત અનુકમ્મા ઢાલ ભગવતી આરાધના રાજપ્રશ્નીયસૂત્ર હારિભદ્રીયવૃત્તિ મનુસ્મૃતિ અભિધાન રાજેન્દ્રકોષ નન્દીસૂત્ર જવાહર કિરણાવલિયાં પન્નવણાસૂત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ નં. વિષય ૬૩. મિથ્યાર્દષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી સંવર અને નિર્જરા અકામ નિર્જરા ધર્મ નથી શું મિથ્યાર્દષ્ટિ દેશાધારક છે શું મિથ્યાત્વ દશામાં સંસાર પરિત થાય છે ક્રિયાવાદી દ્વારા મનુષ્યાયુનો બંધ ૬૪. સપ્ત નિહ્નવ જમાલિની બહુરત દૃષ્ટિ તિષ્યગુપ્તની જીવપ્રાદેશિક દૃષ્ટિ આચાર્ય આષાઢનો અવ્યક્તવાદ અશ્વમિત્રનો ક્ષણભંગવાદ ક્ષણભંગવાદની સમીક્ષા ગંગનો દ્વિક્રિયાવાદ દ્વિક્રિયાવાદની સમીક્ષા - ૬૫. અવિરતિ (અવ્રત) પ્રાણાતિપાત (હિંસા) હિંસાનાં કારણો હિંસાની પરિભાષા - અસત્ય અસત્ય ભાષણનાં કારણો અદત્તાદાન (ચોરી) - ચોરીનાં કારણો અબ્રહ્મ પરિગ્રહ પરિગ્રહની પરિભાષા મૂર્છા અને ઇચ્છા ૬૬. પ્રમાદ-આમ્રવ અનુક્રમણિકા પા.નં.નં. ૫૩૩ ૫૩૫ ૫૩૭ ૬૮. અહિંસા-વિવેક ૫૪૦ ૫૪૨ ૫૪૨ ૫૪૩ ૫૪૪ રોહગુપ્ત(ડુલૂક)નો ઐરાશિક સિદ્ધાંત ૫૪૫ ઐરાશિકવાદની સમીક્ષા ગોષ્ઠામાહિલનો અબદ્ધવાદ ૫૪૭ ૫૪૯ ૫૫૪ ૫૫૫ ૫૫૫ ૫૫૭ ૫૬૧ ૫૬૩ ૫૬૪ ૫૬૭ ૫૬૯ ૫૭૨ ૫૭૪ ૫૭૫ મધ પ્રમાદ વિષ્ય પ્રમાદ કષાય પ્રમાદ નિદ્રા પ્રમાદ વિકથા પ્રમાદ ૫૨૧ ૫૨૨ ૫૨૩ ૫૨૫ ૫૨૮ ૫૩૧ ૫૮ ૫૮૦ ૫૮૦ ૫૮૧ ૫૮૫ ૫૮૬ વિષય ૬૭. જૈનાચાર નિરૂપણ આગાર ધર્મ વ્રત નિરૂપણ - . જૈનાચાર-શ્રાવકાચાર માર્ગાનુસારીના ગુણો શ્રાવકના ૨૧ ગુણ દર્શન શ્રાવક દેશ વિરતિ શ્રાવકનાં પાંચ અણુવ્રત શ્રાવકની અહિંસા સવા વિસ્વા શ્રાવકની અહિંસાના વિકલ્પો - - ૧૩ - અલ્પારંભ - મહારંભ મીમાંસા - કૃત-કારિત અને અનુમતિમાંથી વધુ પાપ શેમાં ? ૬૩૨ ૬૩૯ ૬૪૦ ૬૪૧ ૬૪૭ શ્રાવક અને વ્યવસાય પંદર કર્માદાન વ્યવસાયનો ઉદ્દેશ્ય કૃષિ સ્ફોટ કર્મ નથી કૃષિ આર્ય કર્મ છે રોજી-રોટીના સંબંધમાં વિવેક પ્રતિકારાત્મક હિંસા અહિંસા કાયરતા નથી ૬૫૧ ૬૫૪ ૬૫૫ ૬૫૬ અહિંસા વ્રતના અતિચાર ૬૬૫ અતિચાર સંબંધિત શંકા-સમાધાન ૬૬૮ se - - - - - ૬૯. સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત સત્યનો મહિમા શ્રાવકના સત્યની મર્યાદા સ્થૂલ મૃષાવાદનું સ્વરૂપ સ્થૂલ અસત્યના પ્રકાર સત્ય વ્રતના અતિચાર ૬૭૦ ૬૭૩ ૬૭૫ ૬ ૭૯ ૬૮૪ see ૬૯૩ ૦૧. સ્વદાર સંતોષ ઃ પરદાર વિરમણવ્રત ૬૯૦ શ્રાવક જીવનમાં બ્રહ્મચર્યની મર્યાદા ૭૦૧ - સ્વપત્ની સંતોષની નિષ્ઠા ૭૦૬ ७०८ ૭૧૧ - ૭૦. સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત અસ્તેય-અણુવ્રતના અતિચાર પા.નં. ૫૯૨ ૫૯૨ ૫૯૩ ૫૯૪ ૬૧૦ ૬૧૩ ૬૧૬ ૬૧૭ ૬૨૧ ૬૨૩ F ૬૨૮ પાંચ અતિચાર બ્રહ્મચર્ય માટેની સાવધાનીઓ Page #15 -------------------------------------------------------------------------- ________________ નં. વિષય ૦૨. પરિગ્રહ-પરિમાણ વ્રત પાપોનું કેન્દ્ર પરિગ્રહ સંગ્રહ બુદ્ધિ વિષમતાનું કારણ ઇચ્છા સરોવર અને પરિમાણની પાળ ૭૧૬ ૭૧૪ ૭૧૭ - ૦૩. ત્રણ ગુણવ્રત - - ઇચ્છા પરિમાણનો અર્થ પરિગ્રહ પરિમાણ ગ્રહણ વિધિ પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર પાંચ વિક્ષેપ - દિગ્વિરતિની આવશ્યકતા દિશા પરિમાણનું સ્વરૂપ દિવ્રતનાં અન્ય વ્રતોનો પ્રભાવ દિશા પરિમાણ વ્રતના અતિચારો ૭૪. ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત ઓછો ઉપભોગ વધુ સુખ મૂળ વ્રતોમાં પ્રશસ્તતા સ્વરૂપ અને પ્રકાર શાસ્ત્રકાર દ્વારા બતાવવામાં આવેલા ૭૫. અનર્થદંડ વિરમણવ્રત અનર્થદંડની વ્યાખ્યા ૨૬ બોલ ૭૩૫ મર્યાદાની મર્યાદા આહારશુદ્ધિ અને અસ્વાદ વૃત્તિ ઉપભોગ-પરિભોગ વિરમણ સપ્તમ વ્રતના અતિચારો ૭૪૦ (૪૩ ૭૪૪ ૭૪૬ ૭૫૨ ૦૫૩ ૭૫૪ અનર્થદંડના ચાર આધારસ્તંભ અનર્થદંડ વ્રતના પાંચ અતિચાર પા.નં.નં. વિષય ૦૧૧ | ૭. દેશાવકાશિક વ્રત આંશિક અવકાશ ૭૧૩ ૭૬. ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત સામાયિકની સાધના સામાયિકનો અર્થ અને મહત્ત્વ ૭૧૮ ૭૨૧ ૭૨૨ ૦૨૩ ૭૨૫ ૭૨૬ ૭૨૮ ૭૩૦ ૩૧ ૭૩૨ ૭૩૪ ૭૩૪ સામાયિકની પ્રતિજ્ઞાનો પાઠ સાધના અને ઉપાસના શુદ્ધિ ચતુષ્ટ્ય બત્રીસ દોષો સામાયિક વ્રતના અતિચાર ૭૩૮ ૭૩૯ ૭૫૪ દ્રવ્ય સામાયિક અને ભાવ સામાયિક ૭૫૬ સામાયિકનાં ચાર રૂપો ૭૫૭ આગાર સામાયિક અને ૧૪ પા.નં. togg ૭૬૬ - અધ્યાત્મનો બાજોટ ૭૬૬ - દેશાવકાશિક વ્રતની અધિ ૭૬૭ - ૧૪ નિયમ, આત્માનો ખોરાક દેશાવકાશિક વ્રતની બીજી વ્યાખ્યા ૭૭૧ ૭૬ ૭ દેશ-પૌષધ - - ૦૮. દેશાવકાશિક પૌષધ વ્રત ઃ એક સમીક્ષા ૦૦૪ પૌષધ વ્રત ૭૭૭ - ૮૩. - ૦૯. અતિથિ સંવિભાગ વ્રત - - - ૭૭૧ દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો ૭૭૩ - પ્રકાર અને વિધિ પૌષધના દોષો પૌષધના પાંચ અતિચાર દાન આપવાનાં ચાર અંગો - મધ્યમ તથા જઘન્ય સુપાત્ર પૂણિયા શ્રાવક ૮૦. શ્રાવકની અગિયાર પ્રતિમાઓ ૮૧. સંલેખના : જીવનની સંધ્યા શ્રાવકના ત્રણ મનોરથ સંલેખનાની વિધિ સંલેખનાના પાંચ અતિચારો સાગારી સંથારો ભૂલ અતિથિ સંવિભાગ વ્રતના પાંચ દીક્ષા : એક પર્યવેક્ષણ - પ્રવ્રુજિત થવાનાં કારણો - દીક્ષાર્થીના સોળ ગુણ દીક્ષાદાતાની યોગ્યતા અણગાર સામાયિક ૭૫૯ ૭૬૦ દીક્ષાર્થીની પરીક્ષા દીક્ષાયોગ્ય ક્ષેત્ર દીક્ષાનું ફળ ૭૬૧ ૭૬૨ દીક્ષાને અયોગ્ય ૭૬૩ અયોગ્ય દીક્ષાનો નિષેધ ૭૬૫ ૮૪. અણગાર ધર્મની મહત્તા - સમાધિમરણ શ્રાવકની દિનચર્યા ૮૨. સર્વ વિરતિ અણગાર ધર્મ: અતિચારો ૭૮૯ tea ૦૯૩ ૭૯૩ ૭૯૪ ૭૯૫ ૭૯૬ ૭૯૭ ૭૯૯ વિહંગમ વ્યાખ્યા ૭૭૮ ૭૮૧ ૭૮૨ ૮૨ ૭૮૫ ૭૮૭ ७८८ ૭૮૮ ૮૦૧ ૮૦૨ ૮૦૪ ૮૦૪ ૮૦૬ ८०७ ८०७ ८०८ ૮૦૯ ૮૧૨ ૮૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ નં. વિષય ૮૫. પંચ મહાવ્રત એ મહાવ્રત કેમ છે ? વ્રતોની ઉપાદેયતા મહાવ્રતોની સંખ્યામાં ભેદ ૮૬. અહિંસા મહાવ્રત અહિંસા મહાવ્રનું સ્વરૂપ જીવહિંસા પાપ કેમ ? - શું અહિંસાનો સર્વાંશમાં પાલન સંભવ છે ? ૮ ૨૨ પ્રથમ મહાવ્રતનો દ્રવ્ય વગેરેથી વિચાર ૮ ૨૩ ષટ્ જીવનિકાયની હિંસાનું પ્રત્યાખ્યાન ૮ ૨૪ વિદ્યુત સચિત્ત છે - આગમિક તથા વૈજ્ઞાનિક દૃષ્ટિ ૮ ૨૭ અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ ૮૪૦ અહિંસા મહાવ્રતના ભંગ ૮૪૨ - ૮૦. સત્ય મહાવ્રત મૃષાવાદના પ્રકાર મિથ્યા ભાષણનાં કારણો સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ સત્ય મહાવ્રતના ભંગ ૮૮. અસ્તેય મહાવ્રત ૮૯. બ્રહ્મચર્ય મહાવ્રત બ્રહ્મચર્યનો અર્થ ૮૪૮ ચાર પ્રકારના અદત્ત ૮૫૦ અચૌર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ ૮૫૧ અચૌર્ય મહાવ્રતના ભંગ ૮૫૪ ૮૫૪ ૮૫૬ બ્રહ્મચર્યની પુષ્ટિ હેતુ પાંચ ભાવનાઓ ૮૫૬ નવ વાડો ૮૬૧ ૮૬૩ ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રતનો ભંગ ૯૦. પરિગ્રહ વિરમણ મહાવ્રત પા.નં.નં. ૮૧૬ ૮૧૬ ૮૧૭ ૮૧૮ ૮૧૯ ૮૧૯ ૮૨૦ ૯૧. ચાર ભાવનાઓ ૯૨. અષ્ટ પ્રવચન માતાઓ ૮૪૩ ૮૪૪ ૮૪૫ ૮૪૬ ૮૪૮ c વસ્ત્ર વગેરેને પરિગ્રહ કહેવાતું નથી ૮૬૬ અંતરંગ પરિગ્રહ વિશેષ ભયંકર છે ૮૬૯ અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ ૮૭૧ અપરિગ્રહ મહાવ્રતના ભંગ ૮૭૨ અપરિગ્રહ સંવર વર પાદપ છે ૮૭૨ રાત્રિભોજન વિરમણ વ્રત મૂલગુણ છે અથવા ઉત્તરગુણ ૮૭૩ ૫ ગુપ્તિનું સ્વરૂપ ગુપ્તિના ત્રણ ભેદ ૯૩. - cloc ૮૭૯ | ૯૦. ८८० - ૧૫ - - - - એષણા સમિતિ ભિક્ષાના ૧૧૦ દોષ સોળ ઉદ્ગમના દોષ ઉત્પાદનના ૧૬ દોષ ગ્રહણ-એષણાના દસ દોષ પરિભોગૈષણાના પાંચ દોષ આહાર ગ્રહણ અને વિસર્જનના છ-છ કારણ - - - - - વિષય પા.નં. પાંચ સમિતિઓ - સમિતિની પરિભાષા ૮૮૩ ૮૮૪ ઇર્યા સમિતિ ભાષા સમિતિ ८८७ દસ પ્રકારનાં સત્ય ८८८ ૮૯૧ ૮૯૨ અસત્ય ભાષાના દસ પ્રકાર સત્યામૃષા ભાષાના દસ ભેદ અસત્યામૃષા (વ્યવહાર) ભાષાના - સોળ વચન દ્રવ્યાદિથી ભાષા સમિતિ ૯૪. દસ પ્રકારના ધર્મ - એકવીસ પ્રકારનાં અચિત્ત પાણી અચિત્ત પાણી પુનઃ સચિત્ત વસ્ત્રષણા પાત્રૈષણા શષ્યેષણા ૯૫. દ્વાદશાનુપ્રેક્ષા બાર અનુપ્રેક્ષાઓ ૯૬. પરિષહો ઉપર વિજય બાર ભેદ ૮૯૩ ૮૯૪ ૮૯૫ સાધુના નિવાસ યોગ્ય સ્થાન અન્ય એષણીય વસ્તુઓ ૪ આદાન નિક્ષેપ સમિતિ ૪ પરિષ્ઠાનિકા સમિતિ ૯૦૪ ૯૦૯ ૯૧૦ ૯૧૦ ૯૧૨ ૯૧૪ ૯૧૬ ૯૨૦ ૯૨૧ ૯૨૨ ૯૨૩ ક્ષમા ૯૨૩ મુક્તિ (નિર્લોભતા) - આર્જવ (સરળતા) ૯૨૫ માર્દવ (નિરભિમાનિતા) - લઘુતા ૯૨૬ સત્ય - સંયમ ૯૨૭ ૯૨૮ તપ - ત્યાગ - બ્રહ્મચર્ય ધર્મ ૮૯૬ ૮૯૯ પાંચ ચારિત્ર - - ચારિત્રના પાંચ ભેદ 00) ૯૦૧ ૯૦૩ ૯૦૪ ૯૨૯ ૯૨૯ ૯૩૬ ૯૪૩ પરિષહોનાં કારણો ગુણસ્થાનોમાં પરિષહ ૯૪૩ એક સાથે એક જીવમાં સંભાવ્ય પરિષહ ૯૪૩ ୧୪୪ ૯૪૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૬૫ વિષય પા.નં.1 નં. વિષય પા.. ૯૮. તપનું નિરૂપણ ૯૪૦] ૧૦૨. કર્મ બંધના અને ભોગવવાના - તપના ભેદ ૯૫૦ પ્રકારો ૯૮ - યાવત્કથિત અનશન (ઉપવાસ)ના - જ્ઞાનાવરણીય કર્મ બંધ હેતુ છ ૯૯૮ ત્રણ ભેદ ૯૫૬ - દર્શનાવરણી કર્મના બંધ હેતુઓ છ ૯૯૮ - ભિક્ષાચર્યા ૯૫૮ - અસાતવેદનીયના બંધ હેતુઓ ૯૯૯ - રસપરિત્યાગ ૯૬૦ - આયુષ્ય કર્મ ૧000 - કાયાક્લેશ ૯૬૧ - નામ કમી ૧૦૦૧ - સાધુની બાર પ્રતિમાઓ ૯૬ ૧ - તીર્થકર નામ કર્મ: - પ્રતિસલીનતા ૯૬૩ બંધના વીસ હેતુઓ ૧૦૦૨ ૯. આવ્યંતર તપ ૯૬૪ - પાયશ્ચિત્તના દસ પ્રકાર - ઉચ્ચ તથા નીચ ગોત્ર કર્મ ૧૦૦૩ ૯૬૪ - પ્રાયશ્ચિત્ત લેવાની પાત્રતા - અંતરાય કર્મના પાંચ બંધ હેતુઓ ૧૦૦૪ ૯૬૫ - પ્રાયશ્ચિત્ત આપવાની પાત્રતા ૧૦૩, સ્થિતિબંધ ૧૦૦૪ - પ્રતિસેવનાનાં દસ કારણો ૯૬૬ ૧૦૪. અનુભાગબંધા ૧૦૦૬ - પ્રાયશ્ચિત્તના દસ દોષો ८६६ - પ્રકૃતિઓની શુભાશુભતા ૧૦૦૭ - વિનયના સાત ભેદો ૯૬૭ - શુભ પ્રકૃતિઓ ૪૨ ૧૦૦૭ - અનાશાતના વિનયના - અશુભ પ્રવૃતિઓ ૮૨ ૧૦૦૮ પિસ્તાલીસ ભેદો ૯૬૮ | - સર્વઘાતિની, દેશઘાતિની અને - વૈયાવૃત્યના દસ ભેદો ૯૭૦ અઘાતિની પ્રકૃતિઓ ૧૦૦૮ - સ્વાધ્યાયના પાંચ ભેદો ૯૭૧ - સર્વઘાતિની પ્રકૃતિઓ વીસ ૧૦૦૯ - ધર્મકથાના ચાર ભેદો ૯૭૨ - દેશઘાતિની પ્રકૃતિઓ ૨૫ ૧૦૦૯ ૧૦૦. ધ્યાન. ૯૦૪ - અઘાતિ પ્રકૃતિઓ ૧૦૦૯ - ધ્યાનના ભેદો ૯૭૫ - વિપાક અને ભેદ ૧૦૧0 - આર્તધ્યાનનાં ચાર લક્ષણો ૯૭૬ મોક્ષ તત્ત્વ: એક વિવેચન ૧૦૧૬ - રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો - મોક્ષની પરિભાષા ૧૦૧૬ - ધર્મધ્યાન ૯૭૭ - કર્મક્ષયની પ્રક્રિયા - - શુક્લધ્યાન ૯૮૧ ગુણસ્થાન વિવેચન ૧૦૧૭ - ધ્યાનની સાર્થકતા ૯૮૩ - વ્યુત્સર્ગ તપ ૯૮૪ - કેવળી સમુઘાત ૧૦૨૦ - કાર્યોત્સર્ગના ઓગણીસ દોષ - લોકાગ્રમાં સ્થિતિ ૯૮૫ ૧૦૨ ૧ બંધ તત્વઃ એક અનુશીલન ૯૮૭ - સિદ્ધશિલા ૧૦૨ ૨ - બંધના હેતુઓ - અવગાહના ૯૮૮ ૧૦૨૨ - બંધના પ્રકારો - વિભિન્નવિવફાદ્વારોથી ૯૮૮ - કર્મની આઠ મૂળપ્રવૃતિઓ ૯૯૦ મોક્ષ-વિવેચન ૧૦૨૩ - ઉત્તર પ્રવૃતિઓ ૯૯૧ - મોક્ષના યોગ્ય અધિકારી ૧૦૨૫ - ચૌદ પિંડ પ્રકૃતિઓ ૯૯૩ - મુક્તાત્માનું સ્વરૂપ ૧૦૨૬ - આઠ પ્રત્યેક પ્રવૃતિઓ ૯૯૪ - અન્ય દર્શનોની દૃષ્ટિમાં મોક્ષ ૧૦૨૭ - ત્રસદશક ૯૯૪ - સાંખ્ય યોગદર્શન ૧૦૨૮ - સ્થાવરદશક ૯૯૪ - બૌદ્ધદર્શન ૧૦૨૯ - સંસ્થાનના છ ભેદો ૯૯૬ - અવતારવાદી દર્શન ૧૦૩૦ - બંધનના પંદર ભેદો ૯૯૭ - સમતાદર્શન ૧૦૩૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૬૩(મિથ્યાષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી) જે જીવ અજ્ઞાની, મિથ્યાષ્ટિ છે, તે પરલોકને માટે જે તપ-દાન વગેરે ક્રિયા કરે છે, તે વીતરાગની આજ્ઞામાં નથી અને તે પુરુષ મોક્ષમાર્ગના કિંચિત્ પણ આરાધક નથી. આ વાત આગમ-પ્રમાણથી સિદ્ધ છે. “ભગવતી સૂત્રમાં કહ્યું છે કે - “જે પુરુષ અજ્ઞાની અને મિથ્યાષ્ટિ છે, તેની પરલોક સંબંધી ક્રિયા મોહ કર્મના ઉદયથી થાય છે.” આ પાઠ આ પ્રકારે છે - जीवे णं भंते ! मोहणिज्जेणं कडेणं कम्मेणं उदिण्णेणं उवट्ठाएज्जा ? हंता गोयमा । उवट्ठाएज्जा । से भंते ! किं वीरियत्ताए उवट्ठाएज्जा अवीरियत्ताए उवट्ठाएज्जा ? गोयमा ! वीरियत्ताए उवट्ठाएज्जा णो अवीरियत्ताए उवट्ठाएज्जा । जइ वीरियत्ताए उवट्ठाएज्जा किं बाल वीरियत्ताए उवढाएज्जा, पण्डिवीरियत्ताए उवट्ठाएज्जा, बाल पंडिय वीरियताए उवट्ठाएज्जा ? गोयमा ! बाल वीरियत्ताए उवट्ठाएज्जा, णो पण्डियवीरियत्ताए उवट्ठाएज्जा, णो बाल पण्डिय वीरियत्ताए उवट्ठाएज्जा ।" પ્રસ્તુત પાઠમાં પ્રશ્ન કર્યો છે કે - “હે ભગવાન્ ! મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવ પરલોકની તપદાન આદિ ક્રિયા સ્વીકાર કરે છે અથવા નહિ ?' ઉત્તરમાં કહ્યું છે - “હાં, ગૌતમ ! કરે છે.” “હે ભગવન્! વીર્યના દ્વારા સ્વીકાર કરે છે અથવા અવીર્યના દ્વારા ?” “હે ગૌતમ ! વીર્યના દ્વારા સ્વીકાર કરે છે, અવીર્યના દ્વારા નહિ.” “હે ભગવન્! આ વીર્ય બાલવીર્ય છે, પંડિતવીર્ય છે અથવા બાલ-પંડિત વિર્ય છે?” હે ગૌતમ ! આ બાલવીર્યના દ્વારા જપ-તપ વગેરે સ્વીકાર કરે છે. પંડિતવીર્ય અથવા બાળપંડિત વિર્ય દ્વારા નહિ.” અહીં પ્રયુક્ત “બાલ' શબ્દ ટીકાકારના અનુસાર મિથ્યાષ્ટિનો વાચક છે. બાલવીર્યનો અર્થ મિથ્યાષ્ટિનું કાર્ય છે. આ બાલવીર્ય વીતરાગની આજ્ઞાથી બહાર છે, તેથી મિથ્યાષ્ટિ દ્વારા કરેલા અથવા કરાશે તે જપ-તપ વગેરે વિતરાગની આજ્ઞાની બહાર સમજવા જોઈએ. અહીં આ વિશેષરૂપથી ધ્યાન આપવા યોગ્ય છે કે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયની સાથે સાથે મિથ્યાત્વ મોહનો ઉપશમ, ક્ષયોપશમ એ ક્ષય થવાથી તેના દ્વારા કરવામાં આવતી પારલૌકિક ક્રિયા મોક્ષમાર્ગમાં આવે છે. પરંતુ જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયોપશમ અને મિથ્યાત્વ મોહનો ઉદય થવાથી તે જ ક્રિયા અજ્ઞાનમાં માનવામાં આવે છે. - “સ્થાનાંગ સૂત્ર'માં મિથ્યાષ્ટિની ક્રિયાને અજ્ઞાન ક્રિયા કહી છે. અજ્ઞાન વીતરાગ આજ્ઞાથી બહાર છે, તેથી મિથ્યાદૃષ્ટિની ક્રિયા પણ આજ્ઞા બહાર સિદ્ધ થાય છે. “સ્થાનાંગ'નો આ પાઠ આ પ્રકાર છે - (મિથ્યાદૃષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી છે. તે છે કે જે પ૨૧) Page #19 -------------------------------------------------------------------------- ________________ अण्णाण किरिया तिविहा पण्णत्ता, तंजहामति- अण्णाण किरिया, सुय अण्णाण किरिया, विभंगणाण किरिया । સ્થાનાંગ, ૩, ૩, ૧૨૭ અજ્ઞાન ક્રિયા ત્રણ પ્રકારની કહી છે - મતિ અજ્ઞાન ક્રિયા, શ્રુત અજ્ઞાન ક્રિયા અને વિભંગ જ્ઞાન ક્રિયા. ‘આવશ્યક સૂત્ર’માં અજ્ઞાનને ત્યાગવા યોગ્ય અને જ્ઞાનને આદર યોગ્ય કહ્યું છે - "अन्नाणं परियाणामि नाणं उवसंपज्जामि, मिच्छत्तं परियाणामि सम्मत्तं उवसंपज्जामि ।" સૂત્ર, શ્રમણ સૂત્ર આવશ્યક શ્રમણ પ્રતિજ્ઞા કરે છે કે - “હું અજ્ઞાનનો પરિત્યાગ કરું છું અને જ્ઞાનનો સ્વીકાર કરું છું. મિથ્યાત્વને છોડું છું અને સમ્યક્ત્વને અંગીકાર કરું છું.” - આ પાઠથી સ્પષ્ટ છે કે અજ્ઞાન અને મિથ્યાત્વ વીતરાગની આજ્ઞાથી બહાર છે, તેથી અજ્ઞાન અને મિથ્યાત્વપૂર્વક જે ક્રિયા કરવામાં આવે છે તે પણ વીતરાગ દેવની આજ્ઞા બહાર છે. આ વિષયને આચાર્ય કુન્દકુન્દે વધુ સ્પષ્ટ કરતા પોતાનાં મૌલિક ગ્રંથ ‘સમયસાર’માં કહ્યું છે " वदणियमाणि धरंता सिलाणि तहा तवं चकुव्वंता । परमट्ठ बाहिरा जे, णिव्वाणं तेण विदन्ति ॥ " અર્થાત્ વ્રત, નિયમ અને શીલ વગેરેની આરાધના કરનાર અને તપની સાધનામાં રત રહેનાર પણ જો પરમાર્થ અર્થાત્ સમ્યગ્દર્શન અને જ્ઞાનથી રહિત છે. તો તેઓ નિર્વાણ મુક્તિના આરાધક હોઈ શકે નહિ. સંવર અને નિર્જરા ધર્મ નથી : આ પ્રકારે આગમિક વિભિન્ન પ્રમાણોથી એ સ્પષ્ટ થાય છે કે મિથ્યાત્વ દશામાં કરવામાં આવતી ઉપાસના મુક્તિ-ઉપાસનાનું અંગ નથી. ઉપરાંત જૈન ધર્મના કેટલાક સાંપ્રદાયિક ઘટકોમાં આ વિષયમાં ઘણો બધો આગ્રહાત્મક મતભેદ છે. કેટલાક સંપ્રદાય પોતાના આ જ આગ્રહ પર બળ દે છે કે અજ્ઞાનયુક્ત ક્રિયા પણ મોક્ષમાર્ગમાં સાધક છે, અને તેને સિદ્ધ કરવા માટે તેઓ ધર્મના મૂળરૂપ અને ભેદોને જ રૂપાંતરિત કરી દે છે. તેથી અહીં આ વિષયના સ્પષ્ટીકરણ હેતુ થોડો વિસ્તાર આપવો અપ્રાસંગિક થશે નહિ. સંવર અને નિર્જરા આગમોમાં સર્વત્ર ધર્મને બે ભેદ કહ્યા છે - (૧) શ્રુત ધર્મ અને (૨) ચારિત્ર ધર્મ. પરંતુ નવોદિત એક જૈન સંપ્રદાયે ધર્મના આ ભેદોને અપલાપિત કરી સંવર અને નિર્જરાને જ, જો કે ધર્મના પરિણામ છે, ધર્મ કહી દીધા. તેઓ પોતાના ‘ભ્રમ વિધ્વંસન’ નામના ગ્રંથ જે સાચા અર્થમાં ભ્રમ વિધ્વંસન ન થઈને ભ્રમ વિધાયક અથવા ભ્રમ પ્રસારક છે, એમાં લખે છે “તે ધર્મરા વો મેર્ - સંવર, નિર્ણ। । ૫ વીઠુ મેવોં મેં ખિન આજ્ઞા છે । T संवर निर्जरा बे हुंइ धर्म छे । ए संवर निर्जरा टाल अनेरो धर्म नहीं छे । कोई एक पाखण्डी संवर ने धर्म श्रद्धे, पण निर्जरा ने धर्म श्रद्धे नहीं । त्यारे संवर નિર્નારી ઓલવાળ નહીં ।''* * આ આચાર્ય શ્રી જીતમલજી કૃત તેરાપંથ સંપ્રદાયનો પરમ ગ્રંથ છે. ૫૨૨ જિણધમ્મો Page #20 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ઉપર્યુક્ત કથન આગમ સંમત નથી. અહીં ધર્મના બે ભેદ કર્યા છે - (૧) સંવર અને (૨) નિર્જરા. પરંતુ આ ભેદ મનગઢંત અને કલ્પિત છે. આની પાછળ કોઈ આગમિક આધાર નથી, આગમોમાં ક્યાંય પણ આવા ભેદ દૃષ્ટિગોચર થતા નથી. ‘સ્થાનાંગ સૂત્ર'માં જ્યાં બે પ્રકારનાં ધર્મની ચર્ચા છે ત્યાં શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મ જ આ જ બે ભેદ કર્યા છે. તેથી ધર્મના બે ભેદ સંવર અને નિર્જરા કરવા અપ્રામાણિક છે. લાગે છે અહીં મિથ્યાર્દષ્ટિની અપ્રશસ્ત નિર્જરાને વીતરાગ આજ્ઞામાં સિદ્ધ કરવાના અભિપ્રાયથી પોતાની મિથ્યા કલ્પના દ્વારા ધર્મના બે ભેદ સંવર અને નિર્જરા કરીને આગમોનો પ્રતિ દ્રોહ કર્યો છે. આવા ખોટા ભેદ કરવાની પાછળ એમનો આશય એ રહ્યો હશે કે અકામ નિર્જરાને પણ ધર્મમાં સ્થાન મળી જાય. મિથ્યાર્દષ્ટિની અકામ નિર્જરા હોય છે અને નિર્જરાને ધર્મનો ભેદ બતાવી દેવાથી મિથ્યાર્દષ્ટિ પણ આરાધક શ્રેણીમાં આવશે. પરંતુ આ માન્યતા આગમ સંમત નથી. સંવર અને સકામ નિર્જરા શ્રુત અને ચારિત્ર ધર્મની અંતર્ગત છે, તેથી આ ધર્મ છે, પરંતુ અકામ નિર્જરા ધર્મ નથી. કારણ કે શ્રુત ચારિત્ર ધર્મથી બહાર છે. તેથી અકામ નિર્જરાનું કારણ મિથ્યાર્દષ્ટિ મોક્ષમાર્ગની આરાધક થઈ શકે નહિ. સંવર રહિત નિર્જરાને આગમમાં ક્યાં પણ વીતરાગની આજ્ઞામાં કહ્યું નથી. અકામ નિર્જરા કરનારને આગમમાં ક્યાંય મોક્ષમાર્ગના આરાધક માન્યા નથી. જો સંવર રહિત નિર્જરાને ધર્મનું અંગ માનીને મિથ્યાર્દષ્ટિને મુક્તિમાર્ગના આરાધક માનવામાં આવે તો સંસારમાં કોઈપણ જીવ મોક્ષમાર્ગનો અનારાધક રહેશે નહિ. કારણ કે સંવર રહિત નિર્જરા તો બધા પ્રાણીઓમાં હોય છે. જ્યારે સંસારમાં કોઈ અનારાધક રહેશે નહિ તો અનિષ્ટાપતિ અનિવાર્ય થશે, તેથી ધર્મના બે ભેદ સંવર અને નિર્જરા આગમિક આધાર રહિત હોવાથી કલ્પિત છે. અકામ નિર્જરા ધર્મ નથી : સંવર રહિત અકામ નિર્જરા ધર્મ નથી, તો પણ મિથ્યાત્વીની નિર્જરાને ધર્મનું અંગ બતાવવા માટે ધર્મના બે ભેદ-સંવર અને નિર્જરા કરીને આગમ વિરોધી પ્રરૂપણા કરવામાં આવી છે. પરંતુ ‘ઉવવાઈ સૂત્ર'માં કહ્યું છે કે - જે મિથ્યાત્વી - અજ્ઞાની પુરુષ અકામ નિર્જરાની ક્રિયા કરીને દસ હજાર વર્ષની આયુના દેવતા બને છે, જે હાડ-બંધનાદિકનું દુઃખ સહીને બાર હજાર વર્ષની આયુના દેવતા હોય છે, જે મિથ્યાર્દષ્ટિ સ્ત્રી અકામ બ્રહ્મચર્યનું પાલન કરીને ચોસઠ હજાર વર્ષના આયુના દેવતા હોય છે, જે મિથ્યાત્વી અન્ન-જળનો નિયમ રાખી ચોર્યાસી હજાર વર્ષની આયુના દેવતા હોય છે, જે કંદ-મૂળ વગેરે ખાઈને એક પલ્યોપમ અને એક લાખ વર્ષની આયુના દેવ હોય છે અને ગોશાલક મતાનુયાયી બાવીસ સાગરની આયુના દેવતા હોય છે આ બધા મોક્ષમાર્ગના આરાધક નથી. આ ‘ઉવવાઈ સૂત્ર'ના કથનથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે અજ્ઞાન અને મિથ્યાત્વપૂર્વક કરવામાં આવતી ક્રિયા વીતરાગ આજ્ઞાની બહાર છે. આ ક્રિયાઓ કરનાર મિથ્યાર્દષ્ટિ વ્યક્તિ મોક્ષમાર્ગની આરાધક નથી. જે સમ્યગ્દષ્ટિ છે, તે વીતરાગ આજ્ઞાની આરાધક છે. ભ્રમ પેદા કરવા માટે કેટલીક વ્યક્તિ દશવૈકાલિક સૂત્ર'ના પ્રથમ અધ્યયનની પહેલી ગાથાનો મનઃ કલ્પિત અર્થ કરે છે. આ ગાથામાં વર્ણિત અહિંસા અને તપને તેમણે મિથ્યાર્દષ્ટિમાં પણ હોવાનું બતાવ્યું છે, જે સર્વથા આગમ વિરુદ્ધ છે - મિથ્યાર્દષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી - ૫૨૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ धम्मो मंगल मुक्किट्ठं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ - દશવૈકા. અ.-૧, ગાથા-૧ આ ગાથામાં અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મના ઉત્કૃષ્ટ મંગલ બતાવ્યા છે, તથા કહ્યું છે કે - “જેનું મન આવા ધર્મમાં લાગ્યું રહે છે, તેને દેવ પણ વંદન કરે છે.” પ્રસ્તુત ગાથામાં લોકોત્તર ધર્મનું નિરૂપણ છે, લૌકિક ધર્મનો નહિ. નિર્યુક્તિકારે ધર્મની વ્યાખ્યા કરતા લખ્યું છે - दुविहो धम्मो लोगुत्तरियो, सुय धम्मो खलु चरित्त धम्मो य । सुय धम्मो सज्झाओ, चरित्त-धम्मो समण धम्मो ॥ દશવૈકા. અ.-૧, નિયુક્તિ ગાથા-૪૩ દશવૈકાલિક સૂત્ર'ની પ્રથમ ગાથામાં કહેલો ધર્મ લોકોત્તર ધર્મ છે. તે બે પ્રકારના હોય છે. એક શ્રત ધર્મ અને બીજો ચારિત્ર ધર્મ. સ્વાધ્યાય-આગમના પઠન-પાઠનને મૃત અને શ્રમણ - સમ્યગુદૃષ્ટિ સાધુના ધર્મ અથવા આચરણને ચારિત્ર કહે છે. આનું તાત્પર્ય એ છે કે પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે વીતરાગ વાણીનો બોધ પ્રાપ્ત કરવામાં આવે છે - તે બોધ જે બીજાને સમજાવવાની યોગ્યતાવાળો થઈ જાય, તેને શ્રત ધર્મ કહે છે. આવા શ્રત ધર્મ અનુસાર કરેલું આચરણ ચારિત્ર ધર્મ કહેવાય છે. નિયુક્તિકારના આ કથનથી સ્પષ્ટ થઈ જાય છે કે ઉક્ત ગાથામાં મૃત અને ચારિત્રને જ અહિંસા, સંયમ અને તપ કહ્યા છે. આનાથી ભિન્ન કોઈ લૌકિક અહિંસા અને તપને નહિ. સમ્યકત્વ રહિત દ્રવ્ય અહિંસા અને સંવર રહિત દ્રવ્ય તપને ધર્મ કહ્યો નથી. દ્રવ્ય અહિંસા અને સંવર રહિત તપ તો જીવે અનંત વાર કર્યા છે, પરંતુ તેનાથી સ્વલ્પ પણ મોક્ષમાર્ગની આરાધના થઈ નથી. તેથી ઉક્ત ગાથામાં એમનું કથન ન હોઈ શ્રુત ચારિત્ર ધર્મના અંતર્ગત સમ્યકત્વની સાથે થનારી અહિંસા અને સંવરની સાથે થનાર તપનો ઉલ્લેખ છે. આ ગાથામાં ઉલ્લેખિત અહિંસા અને તપને મિથ્યાષ્ટિમાં બતાવવું આગમના ભાવોને ન સમજવા જેવું છે. જો સમ્યકત્વ રહિત અહિંસા અને સંવર રહિત તપ મિથ્યાદેષ્ટિમાં હોય છે અને તે વિતરાગની આજ્ઞામાં છે, તો મિથ્યાષ્ટિને વંદન કરવા, તેને દાન-સન્માન વગેરે આપવા પણ વીતરાગની આજ્ઞામાં માનવું જોઈએ અને કથિત અહિંસા-તપ વગેરેના પરિપાલક મિથ્યાષ્ટિને પણ સુપાત્ર કહેવું જોઈએ. કારણ કે આ ગાથા અનુસાર જેનું મન અહિંસા, સંયમ અને તપમાં લાગ્યું રહે છે, તેને દેવતા પણ વંદન કરે છે. પરંતુ જ્યાં સાધુથી બીજાને વંદન-નમન કરવામાં એકાંત પાપ માનવામાં આવે છે, કારણ કે સાધુથી બીજાને કુપાત્ર માને છે. જેમ કે એમના જ ગ્રંથોમાં કહ્યું - “સાધુને ના પાત્ર હૈ, ૩ણે વિયે સત્તા પ્રશ્નતિ ા વંઘ વદ તેમના પ્રશ્નતિ પાપ #t હૈ” (ભ્રમ વિધ્વંસન પૃષ્ઠ૭૯) પૃષ્ઠ ૮૨ પર કુપાત્ર દાન કયા પાપ સમાન છે, તેની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કુપાત્રદાન, માંસાદિ સેવન, વ્યસન-કુશીલાદિક આ ત્રણે એક જ માર્ગના પથિક છે.” (૫૨) છે, જે છે તે જિણધમો) Page #22 -------------------------------------------------------------------------- ________________ એક બાજુ તો મિથ્યાષ્ટિને કુપાત્ર અને અવંદનીય માનવામાં આવે છે, બીજી બાજુ તેના સમ્યકત્વ રહિત અહિંસા અને સંવરરહિત તપને વીતરાગની આજ્ઞામાં પણ માનવામાં આવે છે. આ સિદ્ધાંત કેટલો પરસ્પર વિરોધી છે ? જો મિથ્યાષ્ટિની દ્રવ્ય અહિંસા અને એમનું અજ્ઞાન રૂપ વીતરાગ આજ્ઞામાં છે, તો તે અવંદનીય અને અપાત્ર કેવી રીતે થઈ શકે છે? જો એ કહી શકાય કે જે પુરુષનું સંયમની સાથે અહિંસા અને તપમાં સદા મન લાગેલું રહે છે. આ ગાથા તેને દેવ વંદનીય માને છે. તેથી સંયમી પુરુષને વંદના કરવી જ વીતરાગની આજ્ઞામાં છે, તો પછી સંયમી પુરુષની અહિંસા અને તેના તપમાં જ આ ગાથાનો ઉલ્લેખ છે એવું જ માનવું જોઈએ. તેથી સિદ્ધ થાય છે સમ્યકત્વયુક્ત અહિંસા અને સંવરયુક્ત નિર્જરા જ મોક્ષમાર્ગ અથવા વીતરાગની આજ્ઞામાં છે. મિથ્યાત્વીની દ્રવ્ય અહિંસા અથવા અકામ નિર્જરા વીતરાગ દેવની આજ્ઞામાં નથી. “દશવૈકાલિક'ની ઉક્ત ગાથામાં ઉત્કૃષ્ટ મંગલસ્વરૂપ, સર્વશ્રેષ્ઠ, દેવ વંદનીય ધર્મનું કથન છે, તે શ્રત અને ચારિત્ર રૂપ છે, લૌકિક નહિ. આવા અહિંસા, સંયમ અને તપ મિથ્યાષ્ટિમાં હોતાં નથી. તેથી આ ગાથાનો ઉદ્ધરણ જોઈને મિથ્યાષ્ટિમાં અહિંસા તથા તપનું સભાવ બતાવે અને મોક્ષમાર્ગના દેશ આરાધક કહેવું આગમથી વિરુદ્ધ છે. શું મિથ્યાષ્ટિ દેશાધારક છેઃ મિથ્યાષ્ટિમાં શ્રુત અને ચારિત્ર ધર્મનો અંશ પણ હોતો નથી, તેથી તે અનારાધક જ હોય છે. પરંતુ જે પક્ષ અકામ નિર્જરાની આજ્ઞા માનીને તેને દેશારાધક સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે, તે સર્વથા મિથ્યા અને ભ્રાંતિપૂર્ણ છે. “ભગવતી સૂત્ર'માં આને સ્પષ્ટ કહ્યું છે - "अन्नउत्थियाणं भंते ! एवमाइक्खंति जाव एवं परूवेंति एवं खुल १. सीलं सेयं २. सुयं सेयं, ३. सुयं सेयं सीलं सेयं । से कह मेयं भन्ते एवं ? गोयमा ! जनं ते अन्न उत्थिया एव माइक्खंति जाव जे ते एवमाहंसु मिच्छाते एवमाहंसु । अहं पुण गोयमा ! एवमाइक्खामि जाव परुवेमि । एवं खलु मया चत्तारि पुरिस जाया पण्णत्ता, तं जहा-सील संपन्नेणाम एगे णो सुय संपन्ने, सुय संपन्ने णाम एगे णो सील संपन्ने, एगे सील सम्पन्ने वि सुय सम्पन्ने वि, एगे णो सील सम्पन्ने, णो सुय सम्पन्ने । तत्थणं जे से पढमे पुरिस जाए से णं पुरिसेसीलवं असुयवं उवरए अविन्नाय धम्मे, एस णं गोयमा ! मए पुरिसे देसाराहाए पण्णत्ते । तत्थणं जे से दोच्चे पुरिस जाए से णं पुरिसे असीलवं सुयवं अणुवरए विन्नाय धम्मे । एस णं गोयमा ! मए पुरिसे देस विराहए पण्णत्ते । મિથ્યાષ્ટિની અજ્ઞાનયુક્ત કિયા આજ્ઞામાં નથી પ૨૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ तत्थणं जे से तच्चे पुरिस जाए से णं पुरिसे सीलवं सुयवं उवरए विन्नाय धम्मे । एस णं गोयमा ! मए पुरिसे सव्वाराहाए पण्णत्ते ! तत्थणं जे से चउत्थे पुरिस जाए से णं असीलवं असुयवं अणुवरए अविन्नाय धम्मे । एस णं गोयमा ! मए पुरिसे सव्व विराहए पण्णत्ते !" “હે ભગવન્ ! કોઈ અન્ય યૂથિક શ્રુતને, કોઈ શીલને અને કોઈ શ્રુત અથવા શીલ આ બંનેમાંથી કોઈ એકને જ કલ્યાણકારી કહે છે, યાવત્ પ્રરૂપણા કરે છે. ભગવન્ ! આ કેવું ?’' “હે ગૌતમ ! જે અન્ય યૂથિક ઉક્ત પ્રકારથી કહે છે અને પ્રરૂપણા કરે છે, તે મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રકાર કહું અને પ્રરૂપણા કરું છું. મેં ચાર પ્રકારના પુરુષ કહ્યા છે - (૧) કોઈ શીલસંપન્ન થાય છે, પરંતુ શ્રુતસંપન્ન થતા નથી. (૨) કોઈ શ્રુતસંપન્ન થાય છે, પરંતુ શીલસંપન્ન થતા નથી. (૩) કોઈ શીલસંપન્ન પણ હોય છે અને શ્રુતસંપન્ન પણ. (૪) કોઈ ન શીલસંપન્ન હોય અને ન શ્રુતસંપન્ન. હે ગૌતમ ! આમાંથી જે પ્રથમ પુરુષ બતાવે છે તે શીલવાન છે, પરંતુ શ્રુતવાન નથી. પાપથી વિરત થયા છે, પરંતુ વિશેષ જ્ઞાનવાન નથી, વિશેષ રૂપથી ધર્મને જાણતા નથી. મેં તે પુરુષને દેશારાધક કહ્યા છે. હે ગૌતમ ! જે બીજો પુરુષ બતાવ્યો છે, તે શીલ સંપન્ન નથી, પરંતુ શ્રુત સંપન્ન છે. તે પાપથી વિરત થયા નથી, પરંતુ ધર્મને જાણે છે જ્ઞાનવાન છે. મેં તે પુરુષને દેશ વિરાધક કહ્યો છે. હે ગૌતમ ! આમાંથી જે ત્રીજો પુરુષ બતાવ્યો છે, જે શીલવાન પણ છે અને શ્રુતવાન પણ છે. પાપથી વિરત પણ થયા છે અને ધર્મના સ્વરૂપને જાણે પણ છે. મેં એ પુરુષને સર્વ આરાધક કહ્યા છે. હે ગૌતમ ! આમાંથી જે ચોથો પુરુષ બતાવાયો છે, તે ન શીલવાન છે અને ન શ્રુતવાન છે, તે ન તો પાપથી વિરત થયા છે અને ન ધર્મના સ્વરૂપને જાણે છે. મેં તે પુરુષને સર્વ વિરાધક કહ્યા છે. ભગવતીના આ પાઠમાં સંવર રહિત નિર્જરાની ક્રિયાને મોક્ષમાર્ગની દેશ આરાધનામાં કહ્યું નથી. અને ન એ ક્રિયાને લઈને આરાધક વિરાધકની આ ચતુર્ભુગી કહેવાઈ છે. આ ચૌભંગી શ્રુત અને શીલને લઈને કહી છે. શ્રુત અર્થાત્ જ્ઞાન-દર્શન અને શીલ અર્થાત્ ચારિત્ર. તેથી જેમાં શ્રુત અને શીલ એક પણ નથી, તે પુરુષ મોક્ષમાર્ગના દેશ આરાધક કેવી રીતે થઈ શકે છે ? તેથી મિથ્યાદષ્ટિ - અજ્ઞાની મોક્ષમાર્ગના દેશ આરાધક નથી. સંવર રહિત નિર્જરાને મોક્ષમાર્ગમાં માનીને તેના હોવાથી જો મિથ્યાર્દષ્ટિને આ ચૌભંગીના પવિત્ર ભંગમાં અર્થાત્ દેશ આરાધક માનવામાં આવે તો આરાધક-વિરાધકની આ ચૌભંગી બની શકતા નથી. કારણ કે જે વ્યક્તિ મોક્ષમાર્ગની કિચિંત પણ આરાધના કરતા નથી તે ચતુર્થભંગના સ્વામી સર્વ વિરાધક કહેવાય છે. સંવર રહિત નિર્જરા તો એમાં પછી હોય છે, તેથી નિર્જરાનું કારણ તે પણ દેશારાધક જ રહે છે, સર્વ વિરાધક નથી. સંવર રહિત નિર્જરા તો ચોવીસ જ દંડકના જીવોમાં હોય છે, તેથી આ નિર્જરાની ઉપેક્ષા બધા જીવ આરાધક જ રહે છે, ૫૨૬ જિણધમ્મો Page #24 -------------------------------------------------------------------------- ________________ કોઈ સર્વ વિરાધક હોઈ થઈ નહિ. આ પ્રકારે ચોથા ભંગ શૂન્ય રહી જાય છે જે ઈષ્ટ નથી. તેના પણ કોઈ સ્વામી છે, તેથી સંવરરહિત નિર્જરાને મોક્ષમાર્ગમાં માનવું આગમ વિરુદ્ધ છે. જ્યારે સંવર રહિત નિર્જરા મોક્ષમાર્ગમાં નથી મનાતી ત્યારે ચતુર્થભંગ ખાલી રહેતો નથી, કારણ કે જે પુરુષ શ્રત અને શીલ બંનેથી સર્વથા રહિત છે, તે આ ચૌભંગીના ચોથા ભંગનો સ્વામી હોય છે. આ રીતે બધા મિથ્યાષ્ટિ ચોથા ભંગના સ્વામી છે. કારણ કે એમનામાં મૃત અને શીલ બંને હોતા નથી. - જો પ્રથમ અને ચતુર્થ ભંગ બંનેનો સ્વામી બાળતપસ્વી બતાવવામાં આવે તો આ આગમ વિરુદ્ધ છે. દ્વિતીય ભંગની વ્યાખ્યા કરતા ટીકાકારે સ્પષ્ટ કહ્યું છે - ___ "देश विराहिए त्ति देशं स्तोकमंशं ज्ञानादि त्रयरूपस्य मोक्षमार्गस्य तृतीय भाग रूपं चारित्रं विराधयतीत्यर्थः ।" અર્થાત્ રત્નત્રયના ત્રીજા અંશ ચારિત્રની વિરાધના કરવાના કારણે દ્વિતીય ભંગના સ્વામીને દેશ વિરાધક કહેવાય છે. આનાથી આ સ્વતઃ સ્પષ્ટ થાય છે કે આ ત્રણ અંશોમાંથી ચારિત્ર અંશની આરાધના કરવાના કારણે પ્રથમ ભંગના સ્વામી દેશારાધક કહેવાય છે. તેથી પ્રથમ ભંગવાળી વ્યક્તિને વિશિષ્ટ શ્રુતજ્ઞાનથી રહિત ચારિત્ર રૂપ મોક્ષમાર્ગના દેશરાધક સમજવા જોઈએ. ટીકાકારોએ પણ લખ્યું છે - જતાથ-નિશ્ચિત તારા નિરોડનીતાર્થ ” વિશિષ્ટ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંપન્ન સાધુની નિશ્રામાં ન રહેનાર તપ અને ચારિત્રમાં સંલગ્ન અર્શીતાર્થ સાધુ પ્રથમ ભંગના સ્વામી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે બાળ તપસ્વી પ્રથમ ભંગના સ્વામી નથી. પ્રથમ ભંગના સ્વામીને બાળ તપસ્વી અને ચોથા ભંગના સ્વામીને અવ્રતી બાળ તપસ્વી માનવું સર્વથા અસંગત છે. કારણ કે પ્રથમ ભંગવાળો બાળ તપસ્વી પણ અશ્રુતી છે, તો પ્રથમ અને ચતુર્થ ભંગમાં કોઈ અંતર રહેતું નથી. તેથી મિથ્યાષ્ટિને દેશારાધક બતાવવું નિતાન્ત અસંગત છે. “ઉવવાઈ સૂત્ર'માં સ્પષ્ટ રૂપથી અકામ નિર્જરા કરનારને અનારાધક કહ્યા છે. તેથી આ સ્પષ્ટ આધારના હોવા છતાં પણ મિથ્યાષ્ટિને દેશારાધક બતાવવું સર્વથા મિથ્યા છે. આ સર્વથા નિર્વિવાદ છે કે સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વગર ભલે સાધુ જેવા આચાર પાળવામાં આવે, તેનાથી કિંચિત્ પણ મોક્ષમાર્ગની આરાધના થતી નથી. “શ્રાવક ધર્મ વિચાર' પુસ્તકમાં લખ્યું છે .. "समकित बिन सुध पालियो, अज्ञान पणे आचार । नववेक ऊँचो गयो, नहीं सरी गरज लगार ॥ नव तत्त्व ओलख्यां बिना पहरे साधुरो भेष । समझ परै नहीं तेह ने भारी हुवे विशेष ॥" મિથ્યાષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથીજો આ જ છે, પ૨૦) Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક ગુલાબચંદજીએ આનો અર્થ બતાવતા લખ્યું છે કે - “નવતત્ત્વને જાણ્યા વગર કેટલાક મનુષ્ય સાધુવેશ પહેરીને સાધુ બની જાય છે, પરંતુ એમને સાધુના આચારની ક્રિયા, શાસ્ત્ર-વચનોની સમજ પડતી નથી. તેઓ માત્ર વેશધારી દ્રવ્ય સાધુ છે. રજોહરણ, ચાદર, પાત્રાદિ સાધુવેશ અનંતવાર ગ્રહણ કર્યા અને ગૌતમ સ્વામી જેવી ક્રિયા મિથ્યાત્વપણામાં કરીને નવરૈવેયક કલ્પાતીત સુધી પહોંચ્યા, પરંતુ કોઈપણ મોક્ષમાર્ગ ફલિતાર્થ થયા નહિ. આ રીતે - जे समकित बिन में चारित्र नी किरिया रे । बार अनन्त करी पिण काज न सरिया रे ॥ આનાથી સ્પષ્ટ થાય છે કે મિથ્યાત્વ દશાની ક્રિયાથી કોઈપણ મોક્ષમાર્ગની આરાધના માનતા નથી, પરંતુ પોતાના આગમ વિરુદ્ધ પક્ષના આગ્રહમાં પડીને કેટલીક વ્યક્તિઓએ મિથ્યાષ્ટિની ક્રિયાને મોક્ષમાર્ગ કહી દીધો છે. - શું મિથ્યાત્વ દશામાં સંસાર પરિત થાય છે ? કેટલીક એવી સાંપ્રદાયિક દુરાગ્રહાત્મક માન્યતાઓ સ્થિત થઈ ગઈ છે કે પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વ દશામાં સુપાત્રદાન, દયા વગેરે ક્રિયાથી સંસાર પરિત થાય છે. સુમુખ ગાથાપતિએ સુપાત્રદાન આપીને સંસાર પરિત કર્યા અને મનુષ્યાયનો બંધ કર્યો. મેઘકુમારે જીવને હાથીના ભવમાં સસલાની દયા પાળી અને પરિત સંસાર કર્યો. આ દયા-દાન મિથ્યાત્વ દશામાં કર્યું. જો મિથ્યાત્વની ક્રિયા મોક્ષમાર્ગમાં હોતી નથી, તો તેનાથી સંસાર પરિમિત કેવી રીતે થાય છે ? પરંતુ ઉપર્યુક્ત માન્યતા સર્વથા મિથ્યા છે. પ્રથમ ગુણસ્થાનવર્તીિ મિથ્યાષ્ટિનો સંસાર પરિમિત થતો નથી, કારણ કે સંસારનું કારણ મિથ્યાત્વ તેમાં વિદ્યમાન છે. સમ્યગુદર્શનનો ઉદય થવાથી જ્યારે મિથ્યાત્વનો વિનાશ થાય છે ત્યારે સંસાર પરિમિત થાય છે. મિથ્યાત્વના હોવાથી સંસાર પરિત થતો નથી. કારણ કે જે ઉપસ્થિતિમાં કાર્ય ન હોવું અસંભવ છે. જ્યારે મિથ્યાત્વરૂપ સંસારનું કારણ વિદ્યમાન છે, તો સંસારનું પરિત થવું કેવી રીતે માની શકાય છે? જ્યાં સુધી મિથ્યાત્વ, મોહ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું ક્ષયોપશમ અથવા ઉપશમ થતું નથી, ત્યાં સુધી સંસાર પરિમિત થતો નથી. અનંતાનુબંધી ક્રોધાદિનું તાત્પર્ય એ છે કે તે અનંત સંસારનું અનુબંધ કરે છે. તેના રહેતા સંસાર પરિમિત થઈ જાય, તે અસંભવ છે. અનંતાનુબંધીનો અર્થ કરતા “સ્થાનાંગ સૂત્ર'ની વૃત્તિમાં કહ્યું છે - "अनन्तं भवमनुबध्नात्यविच्छिन्नं करोतीत्येवं शीलोऽनन्तानुबन्धी ।" જે ધારા પ્રવાહ - વિચ્છેદ રહિત અનંતકાળ સુધી સંસારને ઉત્પન્ન કરે છે, તેને અનંતાનુબંધી કહે છે. (પર) છે જિણધમો) Page #26 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી અનંતાનુબંધી ક્રોધાદિનો ક્ષયોપશમ અથવા ઉપશમ થતો નથી. તેના રહેતા સંસારનું પરિમિત થવું સંભવ નથી. સુમુખ ગાથાપતિનો સંસાર પરિમિત થયો છે, તેથી તેમાં અનંતાનુબંધીનો ક્ષયોપશમ અથવા ઉપશમ થવો માનવું પડશે અને એવી સ્થિતિમાં સુમુખ ગાથાપતિનો સમ્યકત્વી થવું સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. સુમુખ ગાથાપતિ મુનિને દાન આપતા સમયે સમ્યગ્દષ્ટિ હતા. આ વાત સુખવિપાક સૂત્ર'ના પાઠથી સિદ્ધ થાય છે. આ પાઠ આ પ્રકારે છે - "तएणं सुमुहे गाहावई सुदत्तं अणगारं एज्जमाणं पासइ, पासित्ता हट्टतुटे आसणाओ अब्भुढेइ, अब्भुट्ठिता पाय पीढाओ पच्चोरुति पाउयाओ मुयइ, एगसाडियं उत्तरासंगं करेइ, करित्ता, सुदत्तं अणगारं सत्तट्ठपयाई अणुगच्छइ, अणुगच्छित्तातिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ वंदइ नमसइवंदित्ता नमंसित्तां जेणेव भत्तधरे तेणेव उवागच्छइ उवागच्छिता सयहत्थेण विउलेणं असणं-पाणं खाइमं साइमं पडिलाभेस्सामि त्ति तुद्वेइ । तऐणं तस्स सुमुहस्स तेणं दव्वसुद्धेणं तिविहेणं तिकरण सुद्धेणं सुद्धेणं सुदत्ते अणगारे पडिलाभिस्समाणे परित्त संसार આ પાઠમાં બતાવાયું છે કે – “સુમુખ ગાથાપતિએ સુદત્ત અણગારને પોતાના ઘરમાં પ્રવેશતા જોઈને પોતાનું આસન છોડી દીધું અને પાદપીઠથી ઊતરીને એક શાટિક વસ્ત્રનું ઉત્તરાસંગ કરીને મુનિના સન્મુખ સાત-આઠ પગલાં સુધી ગયા અને જમણી બાજુથી મુનિની ત્રણવાર પ્રદક્ષિણા કરી. આનાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સુમુખ ગાથાપતિ સમ્યગુદૃષ્ટિ હતા, મિથ્યાદેષ્ટિ નહિ. મિથ્યાષ્ટિ સાધુને સાધુ સમજતા નથી અને ભાવપૂર્વક આદર-સત્કાર પણ કરતા નથી. સુમુખ ગાથાપતિ દ્વારા મુનિનું ભાવપૂર્વક વંદન-સત્કાર કરવા તેમનું સમ્યગુદૃષ્ટિ હોવાનું પરિચાયક છે. મુનિનું સત્કાર-સન્માન કરતા સુમુખ ગાથાપતિ હૃષ્ટ-પુષ્ટ હતા, અર્થાત્ હૃદયમાં ખૂબ પ્રસન્ન હતા. આ હાર્દિક અંતઃકરણની પ્રસન્નતા મિથ્યાષ્ટિમાં કદાપિ સંભવ નથી. સુમુખ ગાથાપતિ દ્વારા આપેલું દાન દાતૃ-શુદ્ધિ, દ્રવ્ય-શુદ્ધિ અને પાત્ર-શુદ્ધિ આ ત્રણ વિશુદ્ધિઓથી યુક્ત હતા. આ વિશુદ્ધિઓ સમ્યગુદૃષ્ટિના દાનમાં જ હોય છે, મિથ્યાષ્ટિના દાનમાં નથી. મિથ્યાષ્ટિની સાધુ પ્રતિ શ્રદ્ધા ન હોવાથી તેમનું હૃદય શુદ્ધ હોતું નથી અને હાર્દિક શુદ્ધિના અભાવમાં તેના દાનમાં દ્રવ્ય અને પાત્ર શુદ્ધ હોવા છતાં પણ દાતૃ-શુદ્ધિ હોતી નથી. સુમુખ ગાથાપતિનું દાન ત્રિવિધ શુદ્ધિથી યુક્ત હતું, તેથી તે સમ્યગ્દષ્ટિ હતા, મિથ્યાષ્ટિ નહિ. ઉપરના પાઠમાં સુમુખ ગાથાપતિના દાનને માનસિક શુદ્ધિથી યુક્ત કહેવાયું છે. સમ્યગૃષ્ટિના સાધુ પ્રતિ મન શુદ્ધ થઈ શકે છે, મિથ્યાષ્ટિનું નહિ. આ બધી વાતોનો (મિથ્યાદેષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી જો ન પ૨૯) Page #27 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરવાથી સારી રીતે સિદ્ધ થાય છે કે મુનિને દાન આપતી વખતે સુમુખ ગાથાપતિ સમ્યગુદૃષ્ટિ હતા. તેને મિથ્યાદેષ્ટિ બતાવવું સ્વયંને મિથ્યાષ્ટિ બનાવે છે. આ પ્રકારે મેઘકુમાર પણ પોતાના પૂર્વ ભવ-હાથીના રૂપમાં સસલું વગેરે પ્રાણીઓની પ્રાણ-રક્ષા કરતા સમયે સમ્યકત્વી હતા, મિથ્યાષ્ટિ નહિ. આ વાત “જ્ઞાતાસૂત્ર'ના મૂળ પાઠથી સિદ્ધ થાય છે - ___ "तं जइ ताव तुम मेहा ! तिरिक्ख जोणिय भावमुवगएणं अपडिलब्द्धसम्मत्तंरयण लंभेणं से पाए पाणाणु कम्पाए जाव अन्तरा चेव सन्धारिए णो चेव vi fiqત્તે '' જ્ઞાતાસૂત્ર, ૧-૨૮ "तं, ते माटे तिहां तुम्मेन्तीजे भवे मे. मेघा । तिर्यंचरी योनि भावइ मु. उपना हता अ. अणपाम्यो अछतो सम्यक्त्व लीधो, रत्न पाम्यो से. तेसि करी ते प्राणीनी अनुकम्पाइ, जा. दयाइकरी जा. यावत्-तिहां पग ऊंचो राख्यो तेणे मनुष्य भव પામ્યો !'' આ ટબ્બો ખૂબ પ્રાચીન છે. તેને ૧૭૬૮માં લખ્યો છે. આ ટબ્બામાં “ગપવિત્નદ્ધ સત્તા રયUT નંબે' અર્થ કર્યો છે કે “સા પામ્યો-મછતો સંધ્યત્વે નાથો-રત્ન પાળ્યો.” અર્થાત્ હાથીએ પહેલા નહિ પ્રાપ્ત કરેલ સમ્યકત્વ રૂપી રત્નને તે સમયે પ્રાપ્ત કર્યો. આનાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સસલું વગેરે પ્રાણીઓના પ્રાણોની રક્ષા કરતા સમયે હાથી સમ્યગુર્દષ્ટિ હતો. ‘અપત્નિ દ્ધ સમત્ત યUT નંબે' આ સામાસિક પદનો અર્થ છે - “મપ્રતિ વ્યં अप्राप्तं यत् सम्यक्त्व रत्नं तल्लभते इति अप्रतिलब्ध-सम्यक्त्व रत्न लंभस्ते ।' પહેલા ક્યારેય ન મેળવેલા સમ્યકત્વ અને રત્નને પ્રાપ્ત કરવાથી. આ પાઠથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે હાથીએ સસલું વગેરે પ્રાણીઓની રક્ષા કરી, એ સમયે તે સમ્યકત્વી હતો. કારણ કે અનુકંપા પણ એટલી ઊંચી ભાવના સમ્યગુદૃષ્ટિમાં જ આવી શકે છે, મિથ્યાષ્ટિમાં નહિ. જે પ્રાણી અન્ય પ્રાણીઓ માટે પોતાના શરીરના ઉત્સર્ગ કરવા તત્પર થઈ જાય છે, તે વિવેકસંપન્ન પ્રાણી મિથ્યાષ્ટિ કેવી રીતે થઈ શકે છે ? પ્રાણ રક્ષારૂપ આ દયા સમ્યકત્વનું ચિહ્ન છે. તેથી હાથી દ્વારા કરેલી પ્રાણરક્ષાનું કાર્ય મિથ્યાત્વ દશામાં નથી, પરંતુ સમ્યગુષ્ટિ પ્રાપ્ત થવાથી થાય છે, આ વસ્તુસ્થિતિને સમજી લેવી જોઈએ. અહીં કતિશય સૈદ્ધાંતિક આ પ્રશ્ન ઊભો કરે છે કે ક્રિયાવાદી સમ્યગુષ્ટિ મનુષ્ય-તિર્યંચ કેવળ વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે, આવું સિદ્ધાંતમાં કહ્યું છે. સુમુખ ગાથાપતિ અને હાથીએ મનુષ્યાયુનો બંધ કર્યો હતો. આનાથી સિદ્ધ થાય છે કે તેઓ સમ્યગૃષ્ટિ ન હતા. જો તેઓ સમ્યગુષ્ટિ હોત તો વૈમાનિક દેવનું આયુષ્ય બાંધતે. આ સૈદ્ધાંતિક આપત્તિનું સમાધાન સ્વતંત્ર પ્રકરણ દ્વારા કરવામાં આવશે. (પ૩૦) DOOT) જિણધમો) Page #28 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાવાદી દ્વારા મનુષ્યાયુનો બંધ : ક્રિયાવાદી દ્વારા મનુષ્યાયુના બંધને લઈને સૈદ્ધાંતિક ક્ષેત્રમાં વિભિન્ન વિચારણાઓ ચાલતી રહી છે. એક ધારણા એ છે કે ક્રિયાવાદી સમ્યદષ્ટિ મનુષ્ય તિર્યંચ વૈમાનિક સિવાય બીજી ગતિના આયુ બાંધતા નથી. આ વિચારણાના આધાર પર સુમુખ ગાથાપતિ અને મેઘકુમારના પૂર્વ ભવમાં હાથી દ્વારા મનુષ્યાય બાંધવાના કારણે તેમને તેઓ મિથ્યાત્વી બતાવે છે. પરંતુ આ ધારણા સિદ્ધાંત સંમત માની શકાતી નથી, કારણ કે “ભગવતી સૂત્ર'ના તત્સંબંધી પાઠ વિશિષ્ટ ક્રિયાવાદીથી સંબંધિત છે. જે મનુષ્ય અથવા તિર્યંચ વિશિષ્ટ ક્રિયાવાદી હોય છે અને અતિચાર રહિત નિર્મળવ્રતનું પાલન કરે છે, તેઓ વૈમાનિક જ આયુ બાંધે છે, પરંતુ સામાન્ય ક્રિયાવાદી નહિ. જો આ શંકા કરવામાં આવે તો ભગવતીના ઉક્ત પાઠમાં માત્ર ક્રિયાવાદી જ લખ્યું છે, વિશિષ્ટ ક્રિયાવાદીનો ઉલ્લેખ નથી. તો પછી તમે વિશિષ્ટ ક્રિયાવાદીનો અર્થ કેમ કરો છો? એનું સમાધાન અહીં છે કે “દશાશ્રુતસ્કંધ'માં મહારંભી, મહાપરિગ્રહી ક્રિયાવાદી મનુષ્યનો ઉત્તર પથગામી નરક્યોનિમાં જવાનું પણ કહેવાય છે. જો બધા ક્રિયાવાદી વૈમાનિકની આયુનો જ બંધ કરતા હોય તો દશાશ્રુતસ્કંધમાં ક્રિયાવાદી મનુષ્ય માટે નરકયોનિના આયુ બંધનું કથન કેવી રીતે સંગત હોય છે? તેનાથી સ્પષ્ટ થાય છે કે “ભગવતી સૂત્ર'માં જે ક્રિયાવાદી માટે માત્ર વૈમાનિક જ આયુ બાંધવાનો ઉલ્લેખ કર્યો છે, તે વિશિષ્ટ ક્રિયાવાદી છે, બધા ક્રિયાવાદી નથી. દશાશ્રુતસ્કંધ'નો પાઠ આ પ્રકાર છે - ‘से किं तं किरियावाइया वि भवइ ? तं जंहा-आहियवादी, आहियपन्ने, आहियदिट्ठी, सम्मावादी, निइवादी संति परलोकवादी, अत्थि इहलोए, अत्थि परलोए, अस्थि माया, अत्थि पिया, अत्थि अरिहंता, अस्थि चक्कवट्ठी, अस्थि बलदेवा, अत्थि वासुदेवा, अत्थि सुक्कड दुक्कडाणं, कम्माणं फलवित्ति विसेसे; सुचिण्णा कम्मा, सुचिण्णा फला भवन्ति, दुचिण्णा कम्मा दुचिण्णा फला भवंति । सफले कल्लाणे पावए, पयंति जीवा, अत्थि नेरइया जाव अस्थि देवा अस्थि सिद्धी से एवंवादी, एवं पन्ने एवं विट्ठी छन्द रागमति निविटे आवि भवइ महेच्छे जाव उत्तरपथगामिए नेरइए सुक्कपक्खिए आगमेसाणं सुलहबोही यावि भवइ से तं किरियावाई सव्व धम्म रुचि यावि भवइ । - દશાશ્રુતસ્કંધ, દશા-૬ ભાવાર્થ : ક્રિયાવાદી કોને કહે છે? જે આગમોક્ત આત્માદિ પદાર્થોને સત્ય અને મોક્ષોપયોગી પદાર્થોના ઉપાદેય તથા તેની પ્રતિકૂળ વસ્તુને હેય સમજે છે. જે વસ્તુનું જેવું સ્વરૂપ છે, તેને તે રીતે અવિપરીત બતાવે છે અને આસ્તિકતાના સમર્થક સમ્યગુદૃષ્ટિ છે, જે મોક્ષની નિત્યતા, સ્વર્ગ, નરક, (મિથ્યાષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી જ પ૩૧) Page #29 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતા, ઇહલોક, પરલોક, અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરેના અસ્તિત્વને માને છે. જે શુભ અને અશુભ કર્મોના ક્રમશઃ શુભ અને અશુભ ફળ હોવાનું સ્વીકાર કરે છે. શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે આત્માનું વિભિન્ન યોનિઓમાં જવું સ્વીકાર કરે છે. નરક, મનુષ્ય, તિર્યંચ, દેવતા અને મુક્તિને સત્ય બતાવે છે, તો પૂર્વોક્ત બધી વાતો પર જેમની નિશ્ચયાત્મકશ્રદ્ધા છે, તે ક્રિયાવાદી કહેવાય છે. આવા ક્રિયાવાદી જો મહારંભી, મહાપરિગ્રહી અને મહાઇચ્છાવાળા હોય તો ઉત્તરપથગામી નરકયોનિમાં જન્મ લે છે. પરંતુ તેઓ શુક્લપક્ષીય અને ભવિષ્યમાં સુલભ બોધિ હોય છે. આ પાઠથી સ્પષ્ટ કહી શકાય છે કે જે ક્રિયાવાદી મનુષ્યમહારંભી, મહાપરિગ્રહી અને મહા- ઇચ્છાવાળા હોય છે, તેઓ ઉત્તરપથગામી નરકયોનિમાં જાય છે. જો બધા ક્રિયાવાદી મનુષ્ય માત્ર વૈમાનિક જ આયુ બાંધતા હોય, તો આ પાઠમાં ક્રિયાવાદી મનુષ્યનું નરકયોનિમાં જવું કોને કહેવાય? શંકા : ‘દશાશ્રુતસ્કંધ’માં મહારંભી, મહાપરિગ્રહી ક્રિયાવાદી મનુષ્યને ઉત્તરપથગામી નરકમાં જવાનું કહ્યું છે, પરંતુ ક્રિયાવાદીપણામાં નરક આયુ બાંધવાનું કહ્યું નથી. સંભવ છે કે એમણે નરક આયુ ક્રિયાવાદી થવાના પૂર્વ બાંધી લીધી હોય તેથી તેઓ ક્રિયાવાદીપણામાં આયુ બાંધીને નરકમાં જાય છે. અથવા એમણે નરક આયુ પહેલાં બાંધી રાખી છે ? સમાધાન : જો ક્રિયાવાદી મનુષ્ય ક્રિયાવાદીપણામાં નરકાયુનો બંધ કરતા નથી, તો આગમકાર તેના માટે ઉત્તર દિશાના નરકમાં જવાનું વિધાન કેવી રીતે કરે ? કારણ કે અક્રિયાવાદી મનુષ્ય ઉત્તર અને દક્ષિણ ઉભયદિશાઓના નરકની આયુ બાંધે છે, એક દિશા વિશેષની નહિ. બીજી વાત એ છે કે જો ક્રિયાવાદીપણામાં નરક આયુનો બંધ હોતો નથી, તો અહીં મહાભી, મહાપરિગ્રહી અને મહાઇચ્છાવાળા વગેરે વિશેષણ આપવાની શી આવશ્યકતા છે ? કારણ કે જ્યારે તેમણે ક્રિયાવાદીપણામાં નરક આયુનો બંધ કર્યો નથી અને ક્રિયાવાદી થવાના પૂર્વમાં આયુ બંધથી તે નરકમાં જાય છે, ત્યારે ભલે તેઓ અલ્પારંભી હોય અથવા મહાગંભી, તેને નરકમાં જવું જ પડશે. આ વિશેષણોથી એ ફલિત થાય છે કે મહારંભાદિ કા૨ણોથી જ એમણે નરકની આયુ બાંધી છે. તેથી ‘ભગવતી સૂત્ર’ શ-૩૦, ઉ-૧માં વિશિષ્ટ ક્રિયાવાદી માટે જ વૈમાનિકના આયુ બંધનું વિધાન છે. ‘ભગવતી સૂત્ર’ શતક-૧, ઉ-૨માં એ બતાવ્યું છે કે - ક્રિયાવાદી-વૈમાનિકના અતિરિક્ત અન્ય સ્થાનોના આયુનો બંધ પણ કરે છે "अविराहिय संजमाणं जहण्णेणं सोहम्मे कप्पे उक्कोसेणं सव्वट्ठसिद्ध विमाणे । विराहिय संजमाणं जहणणेणं भुवणवासीसु, उक्कोसेण सोहम्मे कप्पे । ૫૩૨ જિણધમ્મો Page #30 -------------------------------------------------------------------------- ________________ अविराहिय संजमासंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे, उक्कोसेण अच्चुए कप्पे । विराहिय संजमासंजमेणं जहण्णेणं भुवणवासीसु, उक्कोसेणं जोइसिएसु ।" - ભગવતી સૂત્ર, ૧/૨/૨૫ પ્રસ્તુત પાઠમાં વિરાધક સાધુને જઘન્ય ભવનવાસીમાં તથા વિરાધક શ્રાવકને જઘન્ય ભવનવાસી અને ઉત્કૃષ્ટ જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થવાનું કહ્યું છે. જો બધા ક્રિયાવાદી એક વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે, તો અહીં વિરાધક શ્રાવકને જઘન્ય ભવનવાસી અને ઉત્કૃષ્ટ જ્યોતિષ્કમાં જવાનું કેમ કહે છે? વિરાધક શ્રાવક ક્રિયાવાદી તો છે જ, તે અક્રિયાવાદી નથી. આનાથી પણ સિદ્ધ થાય છે કે બધા ક્રિયાવાદી મનુષ્ય અને તિર્યંચ માત્ર વૈમાનિકની જ આયુ બાંધતા નથી. “ભગવતી સૂત્ર” શતક-૮, ૯-૧૦ના મૂળપાઠમાં જઘન્ય જ્ઞાન અને જઘન્ય દર્શન આરાધનનું ફળ જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત-આઠ ભવ કરીને મોક્ષ જવાનું બતાવ્યું છે. આનો અભિપ્રાય બતાવતા ટીકાકારોએ લખ્યું છે કે - “અહીં જે જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત-આઠ ભવોમાં મોક્ષમાં જવાનું બતાવ્યું છે તે ચારિત્ર આરાધનાથી સંયુક્ત જઘન્ય જ્ઞાન આરાધનાનું ફળ છે. ચારિત્રથી રહિત જઘન્ય જ્ઞાન-દર્શન અને દેશવ્રતના જે આરાધકને ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ કરીને મોક્ષમાં જવાનું છે, તે પોતાના અસંખ્ય ભાવોની પૂર્તિ માત્ર મનુષ્ય અને વૈમાનિક ભવોમાં કરી શકતા નથી. કારણ કે વૈમાનિકથી મનુષ્ય અને મનુષ્યથી વૈમાનિકના ભવ લગાતાર સાત-આઠ વખતથી વધુ હોવાનો નિષેધ “ભગવતી સૂત્ર” શતક-૨૪માં કર્યો છે. જ્યારે જઘન્ય જ્ઞાન-દર્શન અને દેશવ્રતના આરાધક વૈમાનિકના અતિરિક્ત બીજા ભવોના આયુ બંધ કરે છે, તો ક્રિયાવાદી મનુષ્ય અને તિર્યંચવૈમાનિકના અતિરિક્ત પણ બીજા ભવની આયુ બાંધે છે. આ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે કારણ કે જઘન્ય જ્ઞાન દર્શન અને દેશવ્રતના આરાધક પુરુષ અક્રિયાવાદી નહિ, ક્રિયાવાદી છે. તેથી આ ક્રિયાવાદી મનુષ્ય અને તિર્યંચ માત્ર વૈમાનિક જ આયુ બંધ કરે છે, આવું કહેવું યુક્તિસંગત નથી. (સપ્ત નિન્દવ) “આગમ'માં કહેવાયું છે કે – पयमक्खरं पि एक्कं, जो न रोएई सुत्त निद्दिटुं । सेसं रोयंतो वि हु, मिच्छदिट्ठी जमालिव्व ॥ અહંત પરમાત્મા દ્વારા પ્રતિપાદિત આગમોના એક પદ અને એક અક્ષર પર પણ જે વિશ્વાસ કરતા નથી તો બાકીનાં બધાં આગમો પર રુચિ રાખવા છતાં પણ મિથ્યાષ્ટિ જ છે. જેમ કે જમાલિ hડેમાઈ ડે’ સિવાય બધાં આગમો પર વિશ્વાસ રાખતો હતો, તથા ચારિત્ર પણ નિર્મળ પાળતો હતો, તો પણ તે મિથ્યાદેષ્ટિ જ કહેવાયા. કારણ કે વિતરાગ ( સપ્ત નિન્દવ ) ( DO NOT૫૩૩) Page #31 -------------------------------------------------------------------------- ________________ દેવના એક પદ અથવા અક્ષર પર અરુચિ કરે છે, તે એમનામાં સર્વજ્ઞત્વમાં શંકા વ્યક્ત કરે છે, તેથી તે મિથ્યાત્વી છે. જિનેન્દ્ર દેવના સિદ્ધાંતથી વિપરીત પ્રરૂપણા કરનાર સ્વલિંગી નિન્દવ કહેવાય છે. નિ~વ બે પ્રકારના હોય છે - (૧) પ્રવચન નિન્દવ અને (૨) નિન્દક નિcવ. આમાંથી પ્રવચન નિન્દવ તો નવ રૈવેયક સુધી ચાલ્યા જાય છે, પરંતુ નિર્દક નિન્દવ કિલ્પિષી દેવ હોય છે. “શ્રી ભગવતી સૂત્રમાં જમાલિને નિર્મળ ચારિત્ર પાળનાર કહ્યા છે, તો પણ તેઓ કિલ્વિષી દેવ યોનિમાં ઉત્પન્ન થયા. પ્રવચન નિન્દવની અપેક્ષાએ નિર્દક નિન્ટવ વધુ નિકૃષ્ટ કહેવામાં આવ્યા છે. કહેવાયું છે કે - ___आचारे अधिको कह्यो, निन्दक निह्नव जान । पंचम अंगे भाखियो, छे पहिले गुणठाण ॥ પ્રવચન નિન્દવ તો માત્ર પ્રવચનનું ઉત્થાપક હોય છે, પરંતુ નિન્દક નિહવ પ્રવચન, પ્રવચનના પ્રરૂપક કેવળી, ધર્માચાર્ય અને ચતુર્વિધ સંઘ - આ બધાની માયા-કપટની સાથે નિંદા કરે છે. તે ગુરુ વગેરેથી વિમુખ થઈને ઉદ્વત્તાપૂર્ણ વ્યવહાર કરે છે. તેથી તે મિથ્યાત્વી જ હોય છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬મા અધ્યયનમાં કહ્યું છે કે – “શ્રુતજ્ઞાની, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, ગુરુદેવ અને ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલનાર કિલ્વિષી દેવ હોય છે. આ નિર્દક મિથ્યાત્વી વધુ નિકૃષ્ટ હોય છે.” શિથિલ આચારવાળા પાસત્થા તો કોઈ અંશમાં ચારિત્રના જ વિરાધક હોય છે, સમ્યકત્વના વિરાધક હોતા નથી. તેથી તેઓ જલદી જ આત્મકલ્યાણના માર્ગ પર આરૂઢ થઈ શકે છે. પરંતુ જે સમ્યકત્વથી પતિત થઈને મિથ્યાત્વી બની જાય છે તેનો સન્માર્ગ મેળવવો કઠિન છે. ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિન્દવ થયા. જેમ કે “સ્થાનાંગ સૂત્ર'માં કહ્યું છે - समणस्स णं भगवओ महावीरस्स तित्थंसि सत्त पवयणनिण्हगा पण्णत्ता तं जहा-बहुरया, जीवपएसिया, अव्वत्तिया, सामुच्छेइया, दो किरिया, तेरासिया, अबद्धिया । एएसिंणं सत्तण्हं पवयण जिण्हगाणं सत्त धम्मायरिया होत्थाजमाली, તિરૂકુત્તે, માસાહે, માસામંત્તે, , છન્જી, નોટ્ટામાદિને ! - સ્થાનાંગ સૂત્ર, ૭ સ્થાન શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિન્દવ થયા. યથા બહુરત, જીવ પ્રાદેશિક, અવ્યક્તિક, સામુચ્છેદિક, ક્રિક્રિય, ત્રેરાશિક અને અબાદ્ધિક. આ સાતોના સાત ધર્માચાર્ય થયા. યથા જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, ષડુલૂક અને ગોઠામાહિલ. તાત્પર્ય એ છે કે જમાલિએ બહુરત દૃષ્ટિને (ઘણા સમયોમાં કાર્યની ઉત્પત્તિનો પક્ષ) સ્થાપિત કર્યો. તિષ્યગુપ્ત સર્વાન્તિમ પ્રદેશને જ જીવ માન્યો. આચાર્ય આષાઢથી અવ્યકત મતની સ્થાપના થઈ. અશ્વમિત્ર ક્ષણ-ક્ષયવાદનું નિરૂપણ કર્યું. ગંગે એકસાથે બે ક્રિયાઓનો અનુભવ થવાનું માન્યું. ષડુલૂકે ત્રણ રાશિઓ પ્રતિપાદિત કરી અને ગોષ્ઠામાહિલે કર્મ બંધન માનતા કેવળ કર્મોનો સર્પ-કંચુકીવત્ સ્પર્શ માન્યું. [પ૩૪) 0 0 0 0 0 0 0 0 0 0 જિણધામો) Page #32 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના કેવળજ્ઞાની થવાના ૧૪ વર્ષ પશ્ચાત્ શ્રાવસ્તીમાં જમાલિ નિન્હવ થયા. પ્રભુ મહાવીરના સર્વજ્ઞ થવાના ૧૬ વર્ષ પછી ઋષભપુરમાં તિષ્યગુપ્ત નિન્હવ થયા. પ્રભુ મહાવીરના નિર્વાણના ૨૧૪ વર્ષ બાદ શ્વેતંબિકા નગરીમાં ત્રીજા નિન્તવ આષાઢ થયા. વીર નિર્વાણના ૨૨૦ વર્ષ પશ્ચાત્ મિથિલામાં અશ્વમિત્ર નિન્હેવ થયા. વીર નિર્માણના ૨૨૮ વર્ષ પછી ઉલ્લકા તીર ગંગ નામના નિન્દ્વવ થયા. વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી પુરમન્તરજ઼િકા નગરીમાં છઠ્ઠો નિન્હેવ ષડુલૂક થયા. વીર નિર્વાણ સંવત ૧૮૪માં દશાપુર નગરમાં સાતમા નિન્દવ ગોષ્ઠામાહિલ થયા. વીર નિર્વાણ સં. ૬૦૯માં ૨થવીરપુરમાં બોટિક નિન્તવ ઉત્પન્ન થયા. જમાલિની બહુરત દૃષ્ટિ : ભરત ક્ષેત્રમાં કુંડલપુર નામનું નગર હતું. ત્યાં જમાલિ નામનો રાજકુમાર હતો. સાંસારિક સંબંધ અનુસાર તે ભગવાન મહાવીરના ભાગિનેય (ભાણેજ) પણ હતા અને જમાઈ પણ. તેની પત્નીનું નામ જ્યેષ્ઠા અપર નામ અનવદ્યા અને પ્રિયદર્શના હતા. જમાલિ રાજકુમારે ૫૦૦ વ્યક્તિઓ સાથે ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. કાળાંતરે અગિયાર અંગ વાંચ્યા બાદ જમાલિએ પ્રભુથી સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા માંગી. ભગવાન મૌન રહ્યા, એમણે કોઈ ઉત્તર આપ્યો નહિ. પ્રભુની આજ્ઞા વગર જ ૫૦૦ શિષ્યોની સાથે વિચરણ કરતા જમાલિ મુનિ શ્રાવસ્તી નગરીમાં આવ્યા. ત્યાં સંયોગથી જમાલિના શરીરમાં તીવ્ર દાહ જ્વર ઉત્પન્ન થયો. તેમણે શ્રમણોને સંસ્તારક પાથરવાનું કહ્યું. શ્રમણોએ સંસ્થારક પાથરવાના કામનો આરંભ કર્યો. આ બાજુ તીવ્ર દાહ જ્વરથી અભિભૂત થઈને જમાલિએ પુનઃ પૂછ્યું. શય્યા (સંસ્તારક) પાથરી કે નહિ ?'' શ્રમણો અપૂર્ણ પાથરેલી શય્યાને સંસ્કૃતપ્રાયઃ જાણીને કહ્યું કે - “પથરાઈ ગઈ.” ત્યારે તેઓ વેદનાથી વિકલ થઈને સૂવાના માટે આવ્યા અને અર્ધસંસ્કૃત શય્યાને જોઈને ક્રુદ્ધ થયા. તેમને ‘કડમણે કડે’ના સિદ્ધાંતવચન યાદ આવ્યા, અને મિથ્યાત્વ મોહનીયના ઉદયથી તેમણે ભગવાનના એ સિદ્ધાંતને મિથ્યા જાણ્યો. સ્થવિરોએ તેમને ખૂબ સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહિ, ત્યારે કેટલાક સાધુ તેને આજ્ઞાનો લોપક માનીને તેને છોડીને ભગવાનની પાસે આવી ગયા અને કેટલાક જમાલિ સાથે રહી ગયા. પ્રિયદર્શના સાધ્વી તે સમયે ત્યાં ઢંક નામના શ્રાવક(કુંભાર)ના ઘરે રોકાઈ હતી. જમાલિના અનુરાગના કારણે તે તેમના મતને માનવા લાગી. ઢંકે સમજ્યું કે - ‘આને પણ મિથ્યાત્વનો ઉદય છે.’ કોઈ સમયે અવાડાની અગ્નિમાંથી એક અંગાર લઈને તેણે સ્વાધ્યાય કરતી પ્રિયદર્શના સાધ્વીના સાડીના પાલવ પર રાખી દીધો. ત્યારે તે બોલી - શ્રાવક ! તમે મારી સાડી કેમ બાળી ?” ત્યારે કુંભાર બોલ્યો : “સાડી બળી રહે છે, બળી ક્યાં છે ? જે બળી રહ્યું છે, તે નથી બળ્યું, આ તમારો સિદ્ધાંત છે.” કુંભાર શ્રાવકના આ કથનથી પ્રિયદર્શના સમજી ગઈ અને બોલી - શ્રાવક ! તમે બરાબર સમજાવ્યું. ‘મિચ્છામિ દુક્કડં’ (મારા પાપ નિષ્ફળ થાય - હું તેના માટે પશ્ચાત્તાપ સપ્ત નિહવ ૫૩૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ કરું છું.) બોલીને તે જમાલિના પાસે ગઈ અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તીવ્ર મિથ્યાત્વના ઉદયથી તે ન સમજ્યો, તો તેને છોડીને પોતાની શિષ્યાઓના પરિવારની સાથે ભગવાનના સમીપ ચાલી ગઈ. જમાલિ અનેક લોકોને ખોટો માર્ગ બતાવતા, આલોચના, પ્રતિક્રમણ કર્યા વગર, આયુષ્ય પૂર્ણ કરીને તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ બન્યા. એમની ચલાવેલી માન્યતાને બહુરત દેષ્ટિ કહેવાય છે. કારણ કે એમના અનુયાયી ઘણા સમયોમાં ક્રિયાને થવાની માને છે. ઉક્ત દૃષ્ટિનું તાત્પર્ય શું છે ? અને તે કેમ અસત્ય છે, તેની સંક્ષિપ્ત મીમાંસા કરી લેવી પણ આવશ્યક છે. પૂર્વ પક્ષ : પાથરેલા સંસ્મારક સંતૃત થયા નથી. તેનાથી પ્રતીત થાય છે કે ક્રિયમાણ કત નથી. તેથી “શ્રી ભગવતી સૂત્ર'માં જે કહ્યું છે કે - “વનને વનિ, યુરિનHI વીuિ. કૃત્યાજિ' વગેરે આ બધું મિથ્યા છે. કારણ કે જે કત હોય છે તે વિદ્યમાન હોય છે. જેમ કે જૂના પટ. જો કરવામાં આવેલને કૃત કહીશું તો નિરંતર ક્રિયા થતી રહે છે અને ક્યારે પણ કાર્યની સમાપ્તિ થતી નથી. કારણ કે કૃતને ક્રિયમાણ માનીશું તો તે હંમેશાં કરવામાં આવશે. બીજી વાત એ છે કે જો ક્રિયમાણને કૃત માનીશું તો ઘટ બનાવવા માટે કરવામાં આવતી ક્રિયાઓ - માટીને મસળવી, ચાકડાને ફેરવવો વગેરે ક્રિયાઓ-વ્યર્થ થઈ જશે. ક્રિયમાણને કૃત માનવામાં પ્રત્યક્ષ વિરોધ આવે છે. ઉત્પત્તિના પહેલા અવિદ્યમાન ઘટ ઉત્પત્તિના સમય ઉત્પન્ન થતા દેખાય છે, તેથી કરેલું કાર્ય અકૃત જ છે. કાર્યના આરંભમાં ઘટ દેખાતો નથી. શિવક વગેરે અપૂર્ણ અવસ્થામાં પણ ઘટ દેખાતો નથી. દીર્ઘ ક્રિયા કાળના અંતમાં ઘટ દેખાય છે. તેથી ક્રિયાકાળમાં કાર્ય થતું નથી પરંતુ ક્રિયાના અંતમાં કાર્ય થાય છે. આવું જ બધાને પ્રત્યક્ષ દ્વારા પ્રતીત થાય છે. ઉત્તર પક્ષઃ ઉક્ત માન્યતા ઠીક નથી. અવિદ્યમાન ઘટાદિ કાર્ય કરી શકાતું નથી કારણ તે અસત્ છે. જે અસતું હોય છે તે કરાતું નથી. જેમ કે ખર-વિષાણ. જો અવિદ્યમાન પણ કરવામાં આવે તો આકાશ-કુસુમ પણ કરવામાં આવવું જોઈએ, કારણ કે અસત્ત્વ તો બંને જગ્યાએ તુલ્ય છે. વસ્તુના વિદ્યમાન થવાથી જ પર્યાય વિશેષના દ્વારા તેમાં કથંચિત્ ક્રિયા થઈ શકે છે. સર્વથા અવિદ્યમાન વસ્તુમાં ક્રિયા હોતી નથી. જો અસત્ કાર્ય ઉત્પન્ન થતું હોય તો મૃત-પિંડના ઘટની જેમ ખર-વિષાણ પણ કેમ ઉત્પન્ન ન હોય. પ્રતિ સમય અન્યઅન્ય કાર્ય આરંભ થાય છે અને પૂર્ણ થાય છે. કાર્યના કરણ કાળ અને પૂર્તિ કાળ એક જ હોય છે. ઘટના અંતિમ સમયમાં જ ઘટનો આરંભ થાય છે અને તેમાં જ તેની પૂર્તિ થાય છે. માટી લાવવી, મસળવી, પિંડ બનાવવા વગેરે. અલગ-અલગ કાર્ય અને અલગ-અલગ સમયમાં જ આરંભ થઈને પૂર્ણ થાય છે, તેથી ઘટના નિર્માણમાં દીર્ઘ સમયનું કથન કરવું અસંગત છે. જો વર્તમાન ક્રિયા - ક્ષણમાં કાર્યને કૃત ન માનવામાં આવે તો ભૂત અને ભવિષ્યકાળમાં તે કાર્ય કેવી રીતે થશે? અતીત અને ભવિષ્યનું ક્રિયા - ક્ષણ અસતું હોવાથી કાર્યકારક થઈ (૫૩૬) OOOOOOOOOOOOOOM જિણધમો) Page #34 -------------------------------------------------------------------------- ________________ શકતી નથી. તેથી ક્રિયમાણને જ કૃત કહેવું જોઈએ, અન્યથા ‘કૃત’ શબ્દનો ક્યાં પ્રયોગ થશે ? જો કહેવામાં આવે કે ક્રિયાની સમાપ્તિ પર કાર્ય થાય છે તો તે અયુક્ત છે. કારણ કે તે સમયે ક્રિયાનું અસત્ત્વ છે. જો ક્રિયાના અભાવમાં પણ કાર્યનું થવું માનવામાં આવે તો કાર્યારંભથી પૂર્વ જ કાર્યોત્પત્તિનો પ્રસંગ આવશે. જો ક્રિયા વગર જ કાર્ય થાય તો માટી લાવવી, પિંડ બનાવવા વગેરે ક્રિયાઓ નિરર્થક બને છે. મુમુક્ષુને માટે પણ તપસંયમ વગેરે ક્રિયાઓ નિરર્થક બને છે. જો ક્રિયાથી કાર્ય થવાનું માનવામાં આવે તો ક્રિયા અને સમયમાં અને કાર્ય અન્ય સમયમાં હોય, એવું કેવી રીતે સંભવ છે ? તેથી ક્રિયમાણને જ કૃત કહેવું જોઈએ. શંકા ઃ ઘટના આરંભથી લઈને પૂર્ણ થવાના સમય સુધી દીર્ઘકાળની અનુભૂતિ હોય છે. એક સમયમાં કાર્યનો આરંભ અને તેની સમાપ્તિ જોઈ શકાતી નથી, તો એ કેવી રીતે માનવામાં આવે ? સમાધાન : પૂર્વમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિ સમય અન્ય-અન્ય કેટલાંય કાર્ય થતા રહે છે. એ કાર્યોની તરફ દૃષ્ટિ ન જવાથી તે બધા ઘટના કાર્ય સમજી લેવામાં આવે છે. તેથી એવો અનુભવ કરી લેવામાં આવે છે કે ઘટ બનાવવામાં આટલો સમય લાગ્યો. એ બધાં અલગ-અલગ કાર્યોના સમયને ઘટમાં સંમિલિત કરી લેવાથી આવી ભ્રાંતિ થાય છે. વસ્તુતઃ ઘટની ઉત્પત્તિનો આરંભ અને સમાપ્તિ એક જ સમયમાં હોય છે. એ શંકા કરવામાં આવે છે કે ચરમ સમયમાં જ કેમ ઉત્પત્તિ થાય છે ? એનું સમાધાન એ છે કે કારણ વગર કાર્ય થતું નથી અને તે કારણ અનંત સમયમાં જ ઉત્પન્ન થાય છે. તેથી અંત સમયમાં જ ઘટની ઉત્પત્તિ થાય છે. અહીં ઘટના માટે જે વાત કહી છે તે જ સંસ્તારક અને પ્રિયદર્શનાની સાડીની દગ્ધતાના વિષયમાં પણ સમજવી જોઈએ. ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે ‘કડમાણે કડે'નું કથન નિશ્ચય દૃષ્ટિથી યથાર્થ છે. ‘શ્રી ભગવતી સૂત્ર’માં આ દૃષ્ટિને લઈને, ‘વતમાળે વૃત્તિ૫, ૩વીરિત્નમાણ કીરિÇ... વગેરે કથન કર્યા છે. કાર્યની પૂર્ણતા થવાથી કાર્યને કૃત માનવું સ્થૂલ વ્યવહાર દૃષ્ટિ છે. જમાલિનું કથન એકાંત સ્થૂલ દૃષ્ટિ પર આધારિત છે. તે નિશ્ચય દૃષ્ટિનો અપલાપ કરે છે, તેથી તે મિથ્યા છે. એકાંત મિથ્યા આગ્રહના કારણે જમાલિ નિન્દ્વવ કહેવાયા અને કિક્વિષિકતાને પ્રાપ્ત થયા. તિષ્યગુપ્તની જીવપ્રાદેશિક દૃષ્ટિ : મહાવીર ભગવાનના કેવળજ્ઞાનનાં ૧૬ વર્ષ પછી ઋષભપુર નગરમાં જીવ પ્રાદેશિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. રાજગૃહ નગરના ગુણશીલક ચૈત્યમાં ચૌદમા-પૂર્વધારી વસુ નામના આચાર્ય પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામનો શિષ્ય હતો. તેને આત્મ-પ્રવાદ નામના પૂર્વ વાંચતા સમયે જીવ પ્રદેશ સંબંધી વક્તવ્યતાને લઈને મિથ્યાત્વના ઉદયથી આ વિપર્યાસ ઉત્પન્ન થયો કે ચરમ પ્રદેશથી જ જીવ પરિપૂર્ણ થાય છે, તેથી તે ચરમ પ્રદેશ જ જીવ છે, શેષ પ્રદેશ નહિ. આચાર્યએ યુક્તિઓથી તેને સમજાવ્યા, પરંતુ તે ન સમજ્યો. ત્યારે ગુરુએ તેને પૃથક્ સપ્ત નિહવ ૫૩૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ કરી દીધા. તે વિચરતા-વિચરતા આમલ કલ્પાનગરીમાં આવ્યો તો ત્યાં મિતશ્રી નામના શ્રાવકે ભોજનનો એક કણ આપ્યો. તેણે શ્રાવકને કહ્યું - “એક કણ આપીને કેમ ઉપહાસ કરો છો ?” તેણે કહ્યું - “ઉપહાસ કેવો ? તમારા મત અનુસાર તો એક અંતિમ કણ જ ભૂખ શમાવનાર છે, બાકીના નહિ. તો આ અંતિમ કણથી કામ ચાલી જશે.” આ વ્યંગ્યક્તિથી તે પ્રતિબદ્ધ થઈ ગયા. તેની મિથ્યા ધારણા દૂર થઈ ગઈ. તે ગુરુની સેવામાં ગયો અને ક્ષમાયાચનાપૂર્વક આલોચના કરીને સમ્યગુમાર્ગનો આરાધક થયો. તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ હેતુ આ દૃષ્ટિની સમીક્ષા કરી લેવી પણ ઉપયોગી છે. પૂર્વ પક્ષ : આત્મપ્રવાદ પૂર્વમાં આ સૂત્રાલાપક છે - “एग्गे भंते ! जीव पएसे जीवेति वत्तव्वं सिया ? नो इणद्वे समटे । वं दो, तिण्णि, जाव दस संखेज्जा असंखेज्जा भंते ! जीव पएसा जीवेति वत्तव्वं सिया । से केणटेणं ? जम्हा णं कसिणे पडिपुण्णे लोगागास पएसुतुल्ले जीवे નીવે ત્તિ વત્તત્રં સિયા સે તે મi ” : અર્થ : “ભગવન્! શું જીવના એક પ્રદેશને જીવ કહી શકાય છે ?” “નહિ.” ભગવાને કહ્યું - “આ રીતે બે, ત્રણ, દસ સંખ્યાત, અસંખ્યાત જીવ પ્રદેશોને જીવ કહી શકાય છે, ભંતે !” “ના ! આવું ન કહી શકાય. એક પણ પ્રદેશ ઓછો હોય તો તેને જીવ ન કહી શકાય.” ભગવાને કહ્યું. “ભગવાન ! આનું કારણ શું છે ?” ભગવાને કહ્યું – “સંપૂર્ણ લોકાકાશના પ્રદેશોના તુલ્ય પ્રદેશ હોવાથી જ જીવ પરિપૂર્ણ થાય છે. તેથી અસંખ્યાત પ્રદેશોથી સંપન્ન જીવને જ જીવ કહેવાય છે.” - ઉક્ત સૂત્રલાપકને વાંચતા પ્રતીત થાય છે કે ચરમ પ્રદેશ જ જીવ છે. કારણ કે તેના હોવાથી જ જીવ કહી શકાય છે. શેષ પ્રદેશોના હોવા છતાં પણ જીવ, જીવ ન કહી શકાય. તેથી ચરમ પ્રદેશ જ જીવ છે. ઉત્તર પક્ષ : ઉક્ત વિચારણા યુક્તિયુક્ત નથી. જો પ્રથમ જીવ પ્રદેશ જીવ નથી તો અંતિમ જીવ પ્રદેશ જીવ કેમ છે? અંતિમ પ્રદેશ પણ જીવ નથી, કારણ કે તે અન્ય પ્રદેશોની તુલ્ય છે, યથા પ્રથમ પ્રદેશ. આ અનુમાનથી અંતિમ પ્રદેશ પણ જીવ સિદ્ધ થઈ શકતો નથી. બધા પ્રદેશોની તુલ્યતા છે. જો પ્રથમ પ્રદેશ જીવ નથી તો અંતિમ પ્રદેશ જીવ કેમ છે ? જો એમ કહેવાય કે અંતિમ પ્રદેશ અસંખ્ય--રાશિના પૂરક છે, તેથી તે જીવ છે, તો આ કથન અયુક્ત છે. કારણ કે જેમાં અન્ય પ્રદેશ પૂરક છે, તેવી રીતે પ્રથમાદિ પ્રદેશ પણ પૂરક છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક પ્રદેશ પૂરક છે, કારણ કે એક પણ પ્રદેશની કમી હોવાથી તે પરિપૂર્ણ કહી ન શકાય. શંકા : જો અન્ય પ્રદેશની જેમ બધા જીવ પ્રદેશોને જીવ માનવામાં આવે તો પ્રતિ જીવમાં જીવ બહુત્વ પ્રાપ્ત કરીશે અથવા પ્રથમ પ્રદેશની જેમ અનત્ય પ્રદેશ પણ જો અજીવ છે તો સર્વથા જીવનો અભાવ પ્રાપ્ત થશે. (૫૩૮) જ00 0 0 0 0 0 0 0 જિણધમો) Page #36 -------------------------------------------------------------------------- ________________ ી થયું ? સમાધાન : જો પૂરણત્વ સમાન હોવા છતાં પણ અન્ય પ્રદેશ જ જીવ છે અને શેષ અજીવ છે એવો આગ્રહ કરવામાં આવે તો આનાથી વિપરીત કલ્પના પણ કેમ ન કરવામાં આવે કે આદ્ય પ્રદેશ જીવ છે અને અન્ય પ્રદેશ અજીવ છે ? જે પૃથક-પૃથક એક-એક અવયવમાં નથી તે સમુદાયમાં પણ હોતું નથી. જેમ રેતીના એક કણમાં ન રહેનાર તેલ સમુદાયમાં પણ હોતું નથી. એક-એક પ્રદેશમાં જો જીવ નથી તો પરિમાણ વગેરેની તુલ્યતા હોવા છતાં પણ અકસ્માત્ અન્ય પ્રદેશમાં જીવત્વ ક્યાંથી આવી ગયું ? શંકા : પ્રથમ આદિ પ્રદેશોમાં જીવ દેશ(અંશ)થી છે અને અન્ય પ્રદેશમાં સર્વથી છે. સમાધાન જો પ્રથમાદિ પ્રદેશમાં જીવત્વ અંશથી છે તો પ્રદેશોની તુલ્યતા થવાથી અન્ય પ્રદેશમાં પણ તે દેશથી હશે. જો અન્ય પ્રદેશમાં તે સર્વથી છે, તો પ્રથમાદિ પ્રદેશમાં પણ તે સર્વથી જ હશે. શંકા : પૂર્વોક્ત સૂત્રાલાપકમાં પ્રથમાદિ પ્રદેશોમાં જીવત્વનો નિષેધ કર્યો છે અને અન્ય પ્રદેશમાં જીવત્વની અનુજ્ઞા કરવામાં આવી છે. સમાધાન : ઉક્ત સૂત્રાલાપકમાં તો અન્ય પ્રદેશમાં પણ જીવત્વનો નિષેધ છે. ત્યાં એક પ્રદેશમાં જીવત્વનો નિષેધ કર્યો છે. ભલે તે પ્રદેશ આદિનો હોય કે મધ્યનો હોય અથવા અંતનો હોય. તેમાં તો પ્રતિપૂર્ણ જીવ પ્રદેશનો જીવ કહ્યો છે. “સિંઘ પવિપુunt लोगागास पएसतुल्ले जीवेत्ति वत्तव्वंसिया ।' જેમ કે પટનો એક તાંતણો સમસ્ત પટનો ઉપકારી હોય છે, કારણ કે તેના વગર સમસ્ત પટનો અભાવ થઈ જાય છે. પરંતુ એકલો તાંતણો જ સમસ્ત પટ હોતો નથી. તે બધા તાંતણા સમ્મિલિત થઈને પટ કહેવાય છે. એ રીતે એક જીવ પ્રદેશ પણ જીવ હોતા નથી, પરંતુ તે બધા જીવ પ્રદેશ સમુદિત રૂપમાં જીવ કહેવાય છે. એવંભૂત નયનું આ મંતવ્ય છે કે દેશ અને પ્રદેશની કલ્પનાથી રહિત પરિપૂર્ણ વસ્તુ જ વસ્તુ છે, તેથી ભૂત નયની અપેક્ષાથી કહેવાયું છે કે પ્રતિપૂર્ણ પ્રદેશવાળા જ જીવ છે. શંકા : “ગામ બળ્યું,' “કપડું બળ્યું” આ વ્યવહારમાં પણ સમસ્તનો ઉપચાર કરવામાં આવી શકે છે. સમાધાન : આ ઉપચારથી જેમ અન્ય પ્રદેશમાં જીવત્વ સિદ્ધ કરવામાં આવે છે તો એ જ ઉપચાર પ્રથમાદિ પ્રદેશોના માટે પણ જાણવો જોઈએ. ઉપચાર પણ એક જીવ પ્રદેશમાં નહિ, પરંતુ દેશોના જીવમાં કરી શકાય છે. જેમ કે એક તંતુમાં પટનો ઉપચાર કરી ન શકાય, પરંતુ દેશોના તંતુઓમાં પટનો ઉપચાર કરવામાં આવે છે. જેમ પટનો અંતિમ તંતુ પટ નથી, કારણ કે શીત ત્રાણ વગેરે સાધ્ય કાર્ય તેનાથી થતા નથી. આ કાર્યના અભાવમાં પણ જો તેને પટ માનવામાં આવે તો ઘટ - વગેરે પણ પટ કેમ ન માનવામાં આવે ? તેથી અન્ય અવયવ જ કાર્યસાધક નથી. સંપૂર્ણ અવયવોથી જ અવયવી કહી શકાય છે. આ સમીક્ષાથી સ્પષ્ટ થાય છે કે જીવનો અંતિમ પ્રદેશ જીવ નથી પરંતુ સમસ્ત જીવ પ્રદેશ મળીને જ જીવ કહેવાય છે. ( સપ્ત નિન્દવ છે આપ૩૯) Page #37 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય આષાઢનો અવ્યક્તવાદઃ ભગવાન મહાવીરના નિર્વાણના બસો ચૌદ વર્ષ પછી શ્વેતાંબિકા નગરીમાં અવ્યક્ત દૃષ્ટિના પ્રતિપાદક ઉત્પન્ન થયા. આ નગરીમાં આષાઢ નામના આચાર્ય હતા. તેઓ સાધુઓને વાચના પ્રદાન કરતા હતા. સંયોગવશથી તેઓ એક રાત્રિમાં હૃદયરોગથી મરીને સૌધર્મ દેવલોકના નલિની ગુલ્મ વિમાનમાં દેવરૂપથી ઉત્પન્ન થયા. આચાર્યના સ્વર્ગવાસની ઘટના ગચ્છમાં કોઈને જ્ઞાત ન થઈ. અવધિજ્ઞાનથી આ વૃત્તાંત જાણીને આષાઢ દેવ એ શરીરમાં પ્રવિષ્ટ થઈને સાધુઓને જગાડીને શ્રુતના ઉદ્દેશન-સમૂદ્દેશન-અનુજ્ઞા વગેરે કાર્ય કરવા લાગ્યા. દિવ્ય પ્રભાવથી આચાર્ય મહારાજે શીધ્ર જ યોગ વિષયક અધ્યયન પૂર્ણ કરાવી દીધા. જતાં સમયે એમણે સાધુઓને કહ્યું - “તમે મને ક્ષમા કરજો, અસંયતી હોવા છતાં પણ મેં તમને વંદના વગેરે વ્યવહાર કરાવ્યા. હું તો અમુક દિવસે સ્વર્ગવાસી થઈ ગયો હતો. તમારી અનુકંપાના માટે પુનઃ એ શરીરમાં આવ્યો અને તમને યોગપૂર્ણ કરાવ્યા.” આવું કહીને અને ક્ષમાયાચના કરી આચાર્યનો જીવ દેવ પોતાના સ્થાન પર ચાલ્યો ગયો. તદનન્તર એ સાધુઓએ આચાર્યના શરીરને વીસરાયા અને વિચારવા લાગ્યા - “અહો! અમે ઘણા સમય સુધી અસંયતીને વંદન કર્યા. આ રીતે અન્યત્ર પણ શંકા થાય છે કે અમુક સાધુ સંયતી છે કે અસંયતી ? તેથી બધાને વંદન ન કરવા જ શ્રેયસ્કર છે અન્યથા અસંયત વંદન અને મૃષાવાદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ રીતે તે સાધુ મિથ્યાત્વના ઉદયથી અવ્યક્તવાદના પ્રતિપાદક બની ગયા અને પરસ્પર વંદન ન કરવા લાગ્યા.” સ્થવિરોએ એમને સમજાવતા કહ્યું કે - “જો તમને સર્વત્ર સંદેહ થાય છે તો જેણે કહ્યું છે કે - “હુ દેવ છું તેના વિષયમાં સંદેહ કેમ કરતા નથી?” જો કહેવામાં આવે કે દેવે સ્વયં કહ્યું હતું કે - “હું દેવ છું અને અમે તેમનું દેવરૂપ પ્રત્યક્ષ જોયું પણ હતું, તો સંદેહ કેવી રીતે કરાય ?” તો જે આમ કહે છે કે અમે સાધુ છીએ તથા જેમનું સાદુરૂપ પ્રત્યક્ષ જોવાય છે, તેમને વંદન કેમ તમે કરતા નથી? દેવ તો કીડા વગેરેના નિમિત્ત અન્યથા પણ ભાષણ કરી શકે છે, પરંતુ સાધુ તો અસત્યથી સર્વથા વિરત હોય છે. ઉક્ત રીતિથી સ્થવિરો દ્વારા સમજાવવા છતાં પણ તેઓ માન્યા નહિ, અને પોતાના અવ્યક્તવાદની પ્રરૂપણા કરતા હતા. તેઓ વિચરણ કરતા રાજગૃહ નગરમાં આવ્યા. ત્યાં બલભદ્ર નામના રાજા હતા. તેમણે તેમને સમજાવવા માટે એક યુક્તિ પ્રયુક્ત કરી. તેમણે એ સાધુઓને પોતાના ત્યાં બોલાવ્યા અને હાથીના પગની નીચે કચડી નાખવાની આજ્ઞા આપી. તે સાધુ કહેવા લાગ્યા - “રાજનું ! તમે શ્રાવક છો, અમને સાધુઓને કેમ મારો છો?” રાજાએ કહ્યું - “કોણ જાણે છે કે હું શ્રાવક છું કે નહિ? કોણ જાણે કે તમે સાધુ છો કે ચોર ?” એમણે કહ્યું - “નહિ, નહિ, અમે સાધુ જ છીએ.” તેઓ લજ્જિત થયા અને સમ્યગુ માર્ગ પર આવી ગયા. ત્યારે રાજો કહ્યું - “મહારાજ ! ક્ષમા કરજો. તમને સમજાવવા માટે જ મેં આ બધું કર્યું છે.” પ્રતિબદ્ધ થઈને તે સાધુ ગુરુની સમીપ પહોંચ્યા અને આલોચના પ્રતિક્રમણ કરી આરાધક થયા. (૫૪૦) ( જિણધમો) Page #38 -------------------------------------------------------------------------- ________________ અવ્યક્તવાદની સમીક્ષા પણ કરવામાં આવે. પૂર્વ પક્ષ કોણ જાણે છે કે આ સાધુ વેશધારી છે અથવા દેવ? તેનું કોઈ નિશ્ચાયક પ્રમાણ નથી. આર્ય આષાઢ ભૂતિ સાધુવેશમાં હતા. પરંતુ વસ્તુતઃ તેઓ દેવ હતા. અતઃ સંશયનો વિષય હોવાથી કોઈ વંદન-યોગ્ય નથી, તો પણ જો વંદન કરવા આવે તો આષાઢદેવ વંદનની જેમ અસંયત વંદન થશે, અને મૃષાવાદનો પ્રસંગ આવશે. ઉત્તર પક્ષ : ઉક્ત અવ્યક્ત દૃષ્ટિ અથવા સંશયવાદ ઉચિત નથી. કારણ કે જો સર્વત્ર શંકા જ કરવામાં આવે તો “હું દેવ છું' આવું કહેવાવાળા દેવના પ્રતિ શંકા કેમ કરાતી નથી ? દેવના કહેવાથી અથવા તેના રૂપને જોવાથી તદ્ વિષયક સંદેહ કરતો નથી, તો સાધુના કહેવાથી અથવા તેના રૂપને જોવાથી પસંદેહ કેમ કરવામાં આવે છે ? દેવ તો ક્રીડાવશે અન્યથા ભાષી પણ થઈ શકે છે, પરંતુ સાધુ તો અન્યથા ભાષી નથી. જ્યારે સાધુ જેવા પ્રત્યક્ષના વિષયમાં શંકા છે તો જીવાદિ અને ધર્માસ્તિકાય સૂક્ષ્મ પદાર્થોના વિષયમાં વિશ્વાસ કેવી રીતે થશે ? શંકા : જિનેન્દ્ર દેવનાં વચનોથી જીવાદિ વિષયમાં સંશય કરવાનું કોઈ કારણ નથી, પરંતુ સાધુના વિષયમાં આવું કોઈ નિશ્ચાયક લક્ષણ નથી. સમાધાન : સાધુચર્યા દ્વારા સાધુત્વનો નિશ્ચય થાય છે. તેથી સાધુચર્યા એ નિશ્ચાયક લક્ષણ છે. જેના દ્વારા સાધુત્વ વિષયક સંશય દૂર થાય છે. શંકા : આર્ય આષાઢ ભૂતિ યતિ હતા. તે ઉપરાંત તેમના શરીરમાં દેવનો પ્રવેશ થઈ જવાથી અસંયત વંદનનો પ્રસંગ આવ્યો. આમ તો અન્ય યતિઓ માટે પણ શંકા બની રહે છે કે, આ યતિ છે કે અસંયતી? સમાધાન : જો આ પ્રકારે સર્વત્ર દેવની શંકા કરવામાં આવે તો આહાર, ઉપાધિ, શપ્યા વગેરે પણ ગ્રહણ ન કરવા જોઈએ. કારણ કે કોણ જાણે છે કે આહાર-પાણી છે કે કૃમિપિંડ ? કોણ જાણે છે કે આ શુદ્ધ છે કે અશુદ્ધ ? કોણ જાણે છે કે સચિત્ત છે કે અચિત્ત ? કોણ જાણે છે કે આ ભક્ષ્ય છે કે અભક્ષ્ય. આ રીતે સર્વત્ર શંકા થવાથી બધી આહારાદિ વસ્તુઓ અયોગ્ય થઈ જશે. કોણ જાણે છે કે આ ભવ્ય છે કે અભવ્ય ? તેથી તેને દીક્ષા પણ આપવી ન જોઈએ. કોણ જાણે કે કોણ ગુરુ છે ? કોણ ચેલો છે ? કોણ જાણે છે કે જિનેન્દ્ર દેવ થયા કે નહિ. આવી સ્થિતિમાં સર્વ સંદિગ્ધ થવાથી પરલોક-સ્વર્ગમોક્ષ સંદિગ્ધ થવાથી, દીક્ષા લેવી વ્યર્થ થઈ જશે. આષાઢ દેવના અતિરિક્ત આવા કેટલા દેવ દેષ્ટિગોચર થયા છે, જેનાથી સર્વત્ર શંકા કરવામાં આવે છે? છદ્મસ્થાનો માટે વ્યવહાર નયનું અનુસરણ કરવું અનુજ્ઞાત છે. શ્રત વિધિથી ચાલતા વ્યવહારનું અવલંબન લેવું જોઈએ. જિનેદ્રદેવનું શાસન નિશ્ચય અને વ્યવહાર બંને નયોને લઈને ચાલે છે. એકનો પણ પરિત્યાગ કો મિથ્યા છે. વ્યવહારનો ત્યાગ કરવાથી તીર્થનો ઉચ્છેદ થઈ જશે. તેથી વ્યવહાર-માર્ગનું અવલંબન લઈને શંકા રહિત બનીને પરસ્પર વંદનાદિ વ્યવહાર કરવો જોઈએ. એકાંત અવ્યક્તવાદનો આશ્રય લેવો સર્વથા મિથ્યા છે. ( સપ્ત નિન્દવી જ છે ૫૪૧) Page #39 -------------------------------------------------------------------------- ________________ અશ્વમિત્રનો ક્ષણભંગવાદ : વીર નિર્વાણના ૨૨૦ વર્ષ પછી મિથિલાપુરીમાં સમુચ્છેદ દૃષ્ટિ ઉત્પન્ન થઈ. તેના પ્રવર્તક અશ્વમિત્ર હતા. તે આર્ય મહાગિરિના શિષ્ય કોદિત્યના શિષ્ય હતા. નૈપુણિક નામની વસ્તુનું અધ્યયન કરતા તેને શંકા ઉત્પન્ન થઈ કે - જો વર્તમાન સમયવર્તી નારક સર્વ વ્યચ્છિન્ન થઈ જશે તો સુકૃત-દુષ્કૃત કર્મની વેદન કેવી હશે ? કારણ કે ઉત્પત્તિના અનંતર જ બધા જીવોનો નાશ થઈ જાય છે. ગુરુએ યુક્તિઓથી તેને સમજાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે પોતાનો આગ્રહ ન છોડ્યો. ત્યારે સંઘે તેને બહાર કરી દીધો. એકવાર વિચરતા અશ્વમિત્ર રાજગૃહી નગરમાં આવ્યા. ત્યાં ખંડરક્ષ નામનો શ્રાવક હતો. તે સરકારી અધિકારી પણ હતો. નિન્દ્વવોને આવેલ જાણીને તેઓ તેને મારવા લાગ્યા. તેમણે કહ્યું - “તમે શ્રાવક થઈને સાધુઓને કેમ મારો છો ?” ત્યારે ખંડરક્ષ શ્રાવકે કહ્યું - જે સાધુ હતા તે નષ્ટ થઈ ગયા, હવે તો તમે અન્ય છો, આ તમારો જ સિદ્ધાંત છે.’’ ત્યારે એ નિન્હેવોએ ડરીને પોતાનો આગ્રહ છોડી દીધો. તેઓ સમ્બુદ્ધ થયા અને ‘મિચ્છામિ દુક્કડં’ આપીને ગુરુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. ક્ષણભંગવાદની સમીક્ષા : પૂર્વ પક્ષ : પ્રત્યેક વસ્તુ ઉત્પત્તિના અનન્તર જ નષ્ટ થનારી હોય છે. કારણ કે આગમમાં કહ્યું છે - “પ્રત્યુત્પન્ન સમય નારક બધા નષ્ટ થનાર છે. એવું યાવત્ વૈમાનિક આ રીતે દ્વિતીયાદિ સમયમાં પણ કહેવું જોઈએ. ઉત્તર પક્ષ ઃ ઉક્ત દૃષ્ટિ એકપક્ષીય હોવાથી મિથ્યા છે. ‘વસ્તુ પ્રતિ સમય વિનાશી છે.’ આ કથન માત્ર ઋજુસૂત્ર નયનું છે, સર્વનય, સંમત નહિ. તેથી મિથ્યા છે. વસ્તુ અનંત સ્વ-પર પર્યાયાત્મક છે. તેનો સર્વથા નાશ થઈ શકતો નથી. કાળ-પર્યાયના નષ્ટ થવા માત્રથી વસ્તુનો સર્વથા વિનાશ સંભવ નથી. જે સમય તે નારક પ્રથમ સમય નારક રૂપથી નષ્ટ થયા, તે જ સમયે તે દ્વિતીય સમય નારકના રૂપમાં ઉત્પન્ન પણ થયા અને જીવ દ્રવ્યના રૂપમાં સ્થિર રહ્યા. તેથી કાળ પર્યાયના ઉચ્છિન્ન થવા માત્રથી કોઈ વસ્તુનો સર્વથા વિનાશ થતો નથી. ‘આગમ’માં કહ્યું છે - ખૈરયિક દ્રવ્યની અપેક્ષા શાશ્વત છે અને પર્યાયની અપેક્ષા અશાશ્વત છે.” પૂર્વ નિર્દિષ્ટ પાઠમાં ‘પ્રથમ સમય' વિશેષણ આપવામાં આવ્યું છે. તેનાથી પણ સર્વથા નષ્ટ થતું નથી ધ્વનિત થાય છે. જો નારકનો પ્રથમ સમયમાં સર્વથા નાશ થઈ ગયો હોય તો ‘દ્વિતીય સમય નારક' આવો પ્રયોગ કેવી રીતે થઈ શકે છે ? બધા સમયોમાં અવસ્થિત રહેવાથી જ આ પ્રકારનો પ્રયોગ સંભવ છે. શંકા : પદાર્થ પ્રતિ સમય ઉપર ઉપર સમાન ક્ષણોને ઉત્પન્ન કરતા રહે છે. તે સમયે સંતતિ(સંતાન)ની અપેક્ષાથી પ્રથમ, દ્વિતીય વગેરે નારકોનો ઉપદેશ થઈ શકે છે. જિણધમ્મો ૫૪૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : સર્વથા વિનાશ માનવાથી કોણ કોના સમાન છે અને કોણ કોના સંતાન છે. નિરન્વય વિનાશ થવાથી નારકાદિ ક્ષણ વિદ્યમાન જ રહેતી નથી. જેનાથી એ કહી શકાય કે આ એમનું સંતાન છે અને આ એમની સમાન છે. આ પણ પ્રશ્ન કરવામાં આવી શકે કે આ સંતાન એ મૂળ ક્ષણોથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન છે તો પણ તે ક્ષણિક છે કે અક્ષણિક. જો અક્ષણિક છે તો ક્ષણભંગવાદ સમાપ્ત થયો. જો ક્ષણિક છે તો ક્ષણોમાં કોઈ વિશેષતા આમાં ન રહી તો આ સંતતિ અન્વયનું કારણ કેવી રીતે થઈ શકે છે ? જો પૂર્વ ક્ષણનો ઉત્તર ક્ષણમાં અનુગમન માનવામાં આવે તો સમાનતા થઈ શકે છે. પૂર્વ ક્ષણ સર્વથા નષ્ટ થવાથી ઉત્તર ક્ષણમાં સમાનતા હોતી નથી. બીજી વાત એ છે કે બધા પદાર્થ ક્ષણિક છે. આ જ્ઞાન આ ક્ષણિકવાદના શ્રુતથી જ થયું ને ? શ્રુતનું ગ્રહણ અસંખ્યાત સમયમાં થાય છે. પ્રતિ સમય વિનાશ માનવાથી આ શ્રુતગ્રહણ થઈ શકતું નથી. કારણ કે સંખ્યાત અક્ષરોનું પદ હોય છે, સંખ્યાત પદોથી વાક્ય બને છે. જો ઉત્પત્તિના અનન્તરથી જ મન સર્વથા નષ્ટ થઈ જાય તો અસંખ્ય સામયિક પદ અને અર્થનો બોધી કેવી રીતે થશે ? આ રીતે તૃપ્તિ, શ્રમ, ખેદ, ગ્લાનિ, સાધર્મ્સ, વૈધર્મ, પ્રત્યભિજ્ઞાન, અધ્યયન, ધ્યાન, ભાવના, સ્મરણ વગેરે સર્વથા વિનાશ માનવાથી કેવી રીતે ઘટિત થશે. જો એમનામાં કોઈ અનુગામી તત્ત્વ છે તો પછી પદાર્થ સર્વથા ક્ષણિક કેવી રીતે કહી શકાય ? સર્વથા ક્ષણિક પક્ષ માનવાથી દીક્ષા અને મોક્ષ પણ ઘટિત થતાં નથી. શંકા : સર્વ વસ્તુ ક્ષણિક છે, કારણ કે અંતમાં તેનો નાશ દેખાય છે. આ નાશ નિહૅતુક છે. તેથી તે આદિથી જ થાય છે. જો આદિમાં નાશ થવાનો માનવામાં ન આવે તો અંતમાં પણ નાશ થઈ શકતો નથી. સમાધાન : આ પર્યંત નાશને આપેલો હેતુ વસ્તુને અક્ષણિક સિદ્ધ કરે છે. યથા વસ્તુ પ્રતિક્ષણ વિનાશી નથી, કારણ કે અંતમાં તેનો વિનાશ દેખાય છે. જેનો અંતમાં વિનાશ થાય છે, તે પ્રતિક્ષણ વિનાશી હોતા નથી. જેમ કે ઘટ અથવા પૂર્વોક્ત પર્યંત નાશનો હેતુ જૈનોને અસિદ્ધ છે. કારણ કે તેઓ અંતમાં પણ વસ્તુનો સર્વથા વિનાશ માનતા નથી. કપાલ ઉત્પન્ન થવાથી ઘટનો સર્વથા નાશ થતો નથી. જૈન સિદ્ધાંત દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયોનો સ્વીકાર કરે છે. એકનો પણ સ્વીકાર ન ક૨વો મિથ્યા છે. સર્વ પદાર્થ ક્ષણિક છે.' આ માન્યતા માત્ર ઋજુસૂત્ર નય સમંત છે. સર્વનય સંમત ન હોવાથી આ માન્યતા મિથ્યા છે. અશ્વમિત્રનો આ ક્ષણક્ષયવાદ બૌદ્ધોનો ક્ષણક્ષયવાદ જેવો છે. આ ક્ષણક્ષયવાદ એકાંતિક હોવાથી મિથ્યા છે. તેથી અશ્વમિત્રની આ સમુચ્છિન્ન દૃષ્ટિ વિપરીત દૃષ્ટિ હોવાથી મિથ્યા છે. ગંગનો હ્રિક્રિયાવાદ : વીર નિર્વાણ સં ૨૨૮માં ઉત્સુકાતીર પર દ્વિક્રિયાવાદી દષ્ટિ ઉત્પન્ન થઈ. ઉલ્લુકા નદીના કિનારે એક ખેડા (ગામ) હતું. અને બીજા કિનારે એક નગર હતું. ત્યાં આચાર્ય મહાગિરિના શિષ્ય આર્ય ધનગુપ્ત વિરાજતા હતા. તેમનો શિષ્ય હતો ગંગ. આચાર્ય એક કિનારે હતા સપ્ત નિહવ ૫૪૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ અને શિષ્ય બીજા કિનારે. કોઈ સમયે શરદ ઋતુમાં આચાર્યને વંદન કરવાના હેતુથી ગંગ નદી પાર કરતો હતો. ગંગ ખલ્વાટ હતો. સૂર્યની ગરમીથી તેનું મસ્તક તપી રહ્યું હતું. અને નીચે નદીનાં શીતળ જળથી તેને શીતનો અનુભવ થતો હતો. આમાં વચ્ચે મિથ્યાત્વ મોહનીયના ઉદયના લીધે તેણે વિચાર્યું - “સિદ્ધાંતમાં બે ક્રિયાઓનો એકસાથે અનુભવ કર્યો છે. પરંતુ મને તો ગરમી-ઠંડી બંને ક્રિયાઓનો સાથે અનુભવ થાય છે. તેથી આગમમાં જે કહ્યું છે તે યથાર્થ નથી. તેણે ગુરુજીને નિવેદન કર્યું. ગુરુએ યુક્તિઓથી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોતાનો હઠાગ્રહ છોડ્યો નહિ. તેને સંઘમાંથી પૃથક કરી દીધો. ગંગ વિચરતા-વિચરતા રાજગૃહ નગરમાં આવ્યો અને મણિનાગ નામના ચૈત્યમાં રોકાયો. ત્યાં પરિષદના સામે યુગપ બે ક્રિયાઓનું વેદનનું પ્રરૂપણ કરતો હતો. આ સાંભળી તે ચૈત્યનો યક્ષ મણિનાગ કુપિત થઈને બોલ્યો - “અરે દુષ્ટ શૈક્ષ ! કેમ મિથ્યા પ્રરૂપણ કરે છે? મહાવીર સ્વામી અહીં પધાર્યા હતા. તેઓ તો એક સમયમાં એક જ ક્રિયાના વેદનની પ્રરૂપણા કરતા હતા. આ મેં સાંભળ્યું છે. તું શું એમનાથી પણ વધુ જ્ઞાની છે? આ મિથ્યા પ્રરૂપણાને છોડો, અન્યથા તમારું કલ્યાણ પણ થશે નહિ. આનું ભયંકર પરિણામ આવી શકે છે.” યક્ષનાં આવાં વચનો સાંભળીને ગંગ ભયભીત થયો અને તેણે તે મિથ્યા પ્રરૂપણા છોડી દીધી. તે પ્રબુદ્ધ થયો. “મિચ્છામિ દુક્કડ' દઈને તે ગુરુની સમીપ ગયો અને આલોચના પ્રતિક્રમણ કરી આરાધક બન્યો. દ્વિક્રિયાવાદની સમીક્ષા પૂર્વ પક્ષ ઃ યુગપતુ બે ક્રિયાઓનું સંવેદન થાય છે, કારણ કે આ અનુભવ સિદ્ધ છે - જેમ કે ગંગ સાધુને ચરણ અને મસ્તકમાં શીત અને ઉષ્ણનું સંવેદન એકસાથે થયું. ઉત્તર પક્ષ : યુગપતુ બે ક્રિયાઓના સંવેદનની વાત મિથ્યા છે. ઉપર જે શીતોષ્ણ સંવેદનનું યુગપતું થવું બતાવ્યું છે, વસ્તુતઃ તે અનુભવ યુગપતું ન થઈને ક્રમિક જ થયું હોય. માત્ર શીવ્રતાના કારણે આ ક્રમ પરિલક્ષિત થતો નથી. સમય આવલિકા ખૂબ સૂક્ષ્મ છે અને મન અત્યંત ચંચળ, સૂક્ષ્મ અને આશુસંચારી છે, તેથી આ ક્રમ દેખાતો નથી. મન જે સમયે જે ઇન્દ્રિયથી સંબંધિત હોય છે, તેના વિષયને તે તે સમયે ગ્રહણ કરે છે, અન્યને નહિ. જે સમયે તે શીત વિષયમાં સંબંધિત હોય તો તે સમયે ઉષ્ણ વિષયથી સંબંધિત થઈ શકતો નથી. તેથી તે મન બે ભિન્ન દેશ(સ્થાન)માં થનારી ક્રિયાઓનો યુગપતુ અનુભવ કરી શકતું નથી. અનુમાન પ્રમાણથી એ જ સિદ્ધ થાય છે. યથા ચરણ-શિરોગત શીતોષ્ણ વેદનાનો યુગપતુ અનુભવ થતો નથી, ભિન્ન-ભિન્ન દેશ(સ્થાન) થવાથી. જેમ કે વિંધ્ય અને હિમાલયને એકસાથે સ્પર્શ કરવાની ક્રિયા. એક સમયમાં જીવ એક જ ઉપયોગ વાળો હોય છે, એ સમયમાં તે અન્ય વિષયો ગ્રહણ કરી શકતો નથી. જીવ સર્વ પ્રદેશોમાંથી એક અર્થમાં ઉપર્યુક્ત છે, તો કયો અંશ બચી જાય છે, જેનાથી તે સમયમાં બીજા પદાર્થોથી સંબંધ થઈ શકે. તેથી બે અનુભવ એકસાથે થઈ શકે નહિ. (૫૪૪)) જિણધમો) Page #42 -------------------------------------------------------------------------- ________________ જેમ કમળનાં સો પાનનું છેદન ક્રમિક થાય છે, પરંતુ શીધ્ર થવાના કારણે એમનો ક્રમ દેખાતો નથી, જેમ કે અલાત ચક્ર ભિન્ન-ભિન્ન સમયમાં ભિન્ન-ભિન્ન આકાશ પ્રદેશો પર ફરે છે, પરંતુ તે નિરંતર ભ્રમણ કરતા દેખાય છે આ રીતે શીતોષ્ણનું સંવેદન પણ ક્રમિક થાય છે પણ યુગપતુ પ્રતીત થાય છે. કોઈ વ્યક્તિ એક લાંબી-સૂકી પડીકી ચાવે છે તે સમયે તેને પડીકીના રૂપ રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની અલગ અલગ ઉપલબ્ધિ હોવા છતાં પણ તે એકસાથે થતી પ્રતીત થાય છે. તેવી રીતે ઉક્ત શીતોષ્ણની પ્રતીતિ પણ ક્રમિક જ છે. ઉક્ત પડીકી વિષયક પાંચે ઐત્ત્વિક જ્ઞાન જો ક્રમિક ન હોય તો બધા જ્ઞાન એકરૂપ થઈ જશે. અલગ-અલગ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થયેલું મન પણ દુર્લક્ષ્ય હોય છે તો એક જ સ્પર્શનેન્દ્રિયના શીતોષ્ણ વિષયોમાં ક્રમિક પ્રવૃત્તિ કરતું મન કેવી રીતે દષ્ટિગોચર થઈ શકે છે ? અનુભવની વાત એ છે કે જ્યારે મને કોઈ એક વિષયમાં ઉપયુક્ત થાય છે, તો સામે ઊભેલો હાથી પણ દેખાતો નથી. શંકા ઃ શાસ્ત્રમાં બહુ બહુવિધ વગેરે અનેક પ્રકારના ઉપયોગ કહ્યા છે. તેથી એક સમયમાં ઘણા ઉપયોગ માની શકાય છે. સમાધાન : બહુ-બહુવિધ વગેરે વસ્તુના અનેક પર્યાયોને સામાન્ય રૂપથી ગ્રહણ કરવું. જ્ઞાનમાં ઉપયોગિતા માત્ર સ્થાપના માટે છે. એક વસ્તુમાં એક સમયમાં અનેક ઉપયોગ ક્યાંય કહ્યા નથી. ઉપયોગ ક્રમથી જ થાય છે. સેના, વન, ગ્રામ, નગર વગેરે પ્રકારના અનેક યુગપત ગ્રહણ થાય છે. પરંતુ તે એક જ ઉપયોગ હોય છે. શાસ્ત્રકાર બે ઉપયોગોનો એકસાથે ૫ વડે જ નિષિદ્ધ કરે છે. જે સમયે કોઈ છાવણીને ગ્રહણ કરે છે તે સમય તે સામાન્ય માત્ર ગ્રાહક એક જ ઉપયોગ થાય છે. આ હાથી છે, આ ઘોડા છે, આ રથ છે, આ પગપાળા છે. આ રીતના જ્યારે ભેદરૂપ અવ્યવસાય થાય છે ત્યારે અનેક રૂપ થઈ જાય છે. આ ઠંડુ છે, આ ગરમ છે, આ વિભાગ વિશેષનો વિષય છે. તેથી યુગપતું ગ્રહણ માનવામાં આવતું નથી. મને “વેદના છે. આ રૂપમાં યુગપતુ સ્પર્શીનો અનુભવ થઈ શકે છે. પરંતુ શીતોષ્ણ વેદના રૂપ વિશેષ જ્ઞાન એકસાથે નથી થઈ શકતું. સામાન્ય અને વિશેષના લક્ષણ ભિન્ન ભિન્ન હોવાથી તવિષયક જ્ઞાનને એક જ્ઞાન કહી ન શકાય. અવગ્રહ સામાન્યને ગ્રહણ કરે છે. અવાય વિશેષને ગ્રહણ કરે છે. આ બંને એક કાળમાં થઈ શકતા નથી. સામાન્ય - ગ્રહણના પછી જ વિશેષનું ગ્રહણ થાય છે, અને વિશેષના પછી જ સામાન્ય જ્ઞાન થાય છે. બંનેને સમકાલી કહી ન શકાય તેથી શીતોષ્ણનું જ્ઞાન ભિન્ન-ભિન્ન સમયવર્તી છે, યુગપતું નથી. આનાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે તે બંને ક્રિયાઓનો અનુભવ એકસાથે થતો નથી - ગંગનો દ્રિક્રિયાવાદનો સિદ્ધાંત મિથ્યા છે. રોહગુપ્ત (ષડુલૂક)નો ઐરાશિક સિદ્ધાંત : વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી પુરમન્ત રજિકા નગરીમાં ઐરાશિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. પુરમન્તરજિકા નગરીમાં ભૂતગૃહ નામનો ચૈત્ય હતો. એ ચૈત્યમાં શ્રી ગુપ્ત નામના આચાર્ય સ્થિત હતા–તેમનો શિષ્ય રોહગુપ્ત હતો. જે આગળ જઈને પડુલૂક કહેવાયો. એ નગરીમાં બલશ્રી નામના રાજા હતા. રોહગુપ્ત અન્ય ગ્રામમાં હતા. કોઈ સમયે તે ગુરુવંદના માટે પુરમન્તરક્નિકા નગરીમાં આવ્યા. એ નગરીમાં એક પરિવ્રાજક લોહ ( સપ્ત નિન્દવ નજ૫૪૫) Page #43 -------------------------------------------------------------------------- ________________ પટ્ટથી પોતાનું પેટ બાંધીને હાથમાં જંબૂ વૃક્ષની શાખા લઈને ફરતો હતો. લોકો તેને પૂછતા કે - “આવું કરવાનું શું પ્રયોજન છે ?” ત્યારે તે કહેતો કે - “મારું પેટ જ્ઞાનથી ભરેલું છે. ક્યાંક ફાટી ન જાય તેથી લોહના પટ્ટથી બાંધી રાખું છું. જંબૂદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી. આ સૂચિત કરવા માટે જગ્ગની શાખા હાથમાં લઈ રાખી છે.” તેનું નામ ‘પોસાલ પ્રસિદ્ધ થઈ ગયું. પોટ્ટસાલે નગરમાં ઘોષણા કરાવી કે - “હું દિગુવિજેતા છું. મારો કોઈ પ્રતિવાદી નથી.” નગરીમાં પ્રવેશ કરતાં જ રોહગુખે આ ઘોષણા સાંભળી. તેણે ગુરુને પૂછ્યા વગર જ પોટ્ટસાલને પડકાર આપી દીધો કે - “હું તેના જોડે વાદ કરીશ.” સ્થાન પર આવીને રોહગુપ્ત આચાર્ય મહારાજને કહ્યું કે - “મેં પોટ્ટસાલને શાસ્ત્રાર્થ કરવા પડકાર આપ્યો છે.” આચાર્યે કહ્યું – “આ તેં ઠીક કર્યું નહિ. તું તેને શાસ્ત્રાર્થમાં જીતી શકે છે, પરંતુ તે વિછી, સર્પ વગેરે સાત વિદ્યાઓ જાણે છે. તેનાથી તે તને પરેશાન કરી દેશે.” રોહગુપ્ત બોલ્યો - “ઠીક છે, પડકાર તો દીધો છે, જે થવાનું હશે તે થઈ જશે.” તેના પર આચાર્ય બોલ્યા - “જો એવું છે તો હું તમને તેની વિરોધી સાત વિદ્યાઓ આપું છું. હું તેનો પ્રયોગ કરી લેજે.” તેની સાથે એમણે રજોહરણ મંત્રિત કરી દીધો અને કહ્યું કે - “જો વધુ કોઈ ઉપદ્રવ ઊભો થાય તો તું આ રજોહરણને પોતાના મસ્તક પર ફેરવી લેજે. તેના પ્રભાવથી તું બધા ઉપદ્રવથી બચી જશે.” રોહગુપ્ત રાજસભામાં ગયો. ત્યાં તેણે ઘોષણા કરી કે – “તે બિચારો પરિવ્રાજક શું જાણે છે ? તેની ઇચ્છા હોય તો તે પૂર્વ પક્ષ કરે, હું તેનું નિરાકરણ કરી દઈશ.” પરિવ્રાજક ચાલાક હતો. તેણે વિચાર્યું - આ બહુ નિપુણ લાગે છે, તેથી તેનો માનેલો સિદ્ધાંત જ પૂર્વ પક્ષમાં લઉં, આ કેવી રીતે તેનું નિરાકરણ કરશે?' આ વિચારીને તે પ્રતિપાદિત કરવા લાગ્યો - “રાશિઓ બે જ છે - (૧) જીવ રાશિ અજીવ રાશિ. કારણ કે આવી જ ઉપલબ્ધિ હોય છે. જેમ કે શુભ રાશિ અને અશુભ રાશિ. રોહગુખે તેને પરાજિત કરવાની દૃષ્ટિથી પ્રતિપાદિત કર્યું કે - “રાશિઓ ત્રણ છે - (૧) જીવ રાશિ (૨) અજીવ રાશિ (૩) નો જીવ રાશિ. નરક-તિર્યંચાદિ જીવ છે, ઘટ વગેરે અજીવ છે અને ગરોળીની પૂંછડી વગેરે નો જીવ છે. જેમ કે અધમ, મધ્યમ અને ઉત્તમ રાશિઓ છે, એવી રીતે જીવ, અજીવ અને નોજીવ ત્રણ રાશિઓ છે.” ઉક્ત યુતિથી પરાજિત થઈને પરિવ્રાજક સાત વિદ્યાઓનો પ્રયોગ કરવા લાગ્યો. રોહગુપ્ત એ બધાનો ગુરુદત્ત વિદ્યાઓથી પ્રતિકાર કર્યો. સભાપતિ - સભ્ય વગેરેએ પરિવ્રાજક ને પરાજિત ઘોષિત કર્યા અને રોહગુપ્તને સમ્માનિત કર્યા. રોહગુપ્ત રાજસભામાંથી પાછા ફરી આચાર્ય મહારાજને ત્રિરાશિ વિષયક વૃત્તાંત કહી સંભળાવ્યો. આચાર્યે કહ્યું - “તેં પરિવ્રાજકને પરાજિત કર્યો ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ વાદની સમાપ્તિના પછી તમારે આ કહેવું જોઈએ કે - “અમારો શુદ્ધ સિદ્ધાંત તો બે રાશિનો જ છે. માત્ર પરિવ્રાજકના અભિમાનને દૂર કરવા માટે જ મેં ત્રણ રાશિઓ પ્રતિપાદિત કરી. તેથી હવે જઈને રાજસભામાં કહો કે તે ત્રિરાશિક સિદ્ધાંત ઠીક નથી.” આના પર રોહગુપ્ત કહેવા લાગ્યા - “મહારાજ ! આમાં અપસિદ્ધાંત શું છે ?” (૫૪) જે છે છે જિણધમો) Page #44 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહારાજે તેને કેટલીક યુક્તિઓથી સમજાવવા પ્રયત્ન કર્યો. સમજાવવા છતાં તે માન્યો નહિ, ત્યારે ગુરુએ વિચાર્યું કે - “જો આને એમ જ છોડી દેવામાં આવશે તો કેટલાય લોકોની શ્રદ્ધાને ભ્રષ્ટ કરશે, તેથી રાજસભામાં ઘણા લોકો સામે તેનો નિગ્રહ કરવો જોઈએ. ફળસ્વરૂપ બળશ્રી રાજાની સભામાં ગુરુ-શિષ્યની છ માસ સુધી ચર્ચા થઈ. ચર્ચાને લાંબી થતી જોઈને રાજાએ નિવેદન કર્યું કે - “મારા રાજ્યનું બધું કાર્ય અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. તમે આ ચર્ચાને સમાપ્ત કરો.” ત્યારે આચાર્યે કહ્યું “કાલે આ ચર્ચાની સમાપ્તિ કરી દઈશ.” બીજા દિવસે આચાર્ય મહારાજે કુત્રિકાપણની દુકાનથી “નોજીવ માંગવા માણસને મોકલ્યા. ત્યાં “નોજીવ' પ્રાપ્ત થયા નહિ. આ રીતે રોહગુપ્ત પરાજિત થયા. ગુરુના પ્રત્યેનીક થવાના કારણે તે તિરસ્કૃત થયો. અભિનિવેશમાં આવીને તેણે વૈશેષિક દર્શનની સ્થાપના કરી. રોહગુપ્તનું અપર નામ પડુલૂક હતું. ઉલ્લક ગોત્રોત્પન્ન થવાથી તથા છ પદાર્થોની સ્થાપના કરવાના કારણે તે પડુલૂક કહેવાય છે. ઐરાશિકવાદની સમીક્ષા : પૂર્વ પક્ષ રાશિઓ ત્રણ છે. જીવ, અજીવ અને નોજીવ. “નો’ શબ્દ દેશ નિષેધવાચી છે, સર્વનિષેધવાચી નહિ. નોજીવ, જીવનો એક દેશ છે, સર્વ જીવનો અભાવ નહિ. ગરોળીની કપાયેલી પૂંછડી વગેરે જેવદ્રવ્યનો એક દેશ છે. તે જીવાજીવથી વિલક્ષણ છે તેને જીવ ન કહી શકાય. કારણ કે તે તેના શરીરથી પૃથક છે. તેને ન તો અજીવ કહી શકાય, કારણ કે તેમાં સ્કુરણ વગેરે મેળવી શકાય છે, તેથી તે નોજીવ છે. સિદ્ધાંતમાં અજીવનું પ્રરૂપણા કરતા અરૂપી અજીવને દસ પ્રકારે બતાવ્યું છે. ધર્માસ્તિકાયનો સ્કંધ, ધર્માસ્તિકાયનો દેશ, ધમસ્તિકાયનો પ્રદેશ, આ રીતે અધર્માસ્તિકાયનો સ્કંધ, દેશ અને પ્રદેશ, આકાશાસ્તિકાયનો સ્કંધ, દેશ અને પ્રદેશ તથા કાળ. જ્યારે ધર્માસ્તિકાય વગેરેના દેશ તેમનાથી અભિન્ન હોય તો પણ પૃથક વસ્તુ કહેવાય છે. તો ગરોળીની પૂંછડી વગેરે છિન્ન થઈને પણ અલગ વસ્તુ કેમ નથી ? સમભિરૂઢ નય પણ જીવપ્રદેશને નોજીવ માને છે, તેથી આગમ સંમત થવાથી નો જીવ તૃતીય રાશિ છે. ઉત્તર પt : ઉક્ત કથન જૈન સિદ્ધાંતથી વિરુદ્ધ છે. પૂર્વ પક્ષે આગમના ઉદાહરણ દ્વારા પોતાના પક્ષને સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી એ પ્રતીતિ થાય છે કે આગમની વાત તેને માન્ય છે. આગમમાં તો સ્થાન-સ્થાન પર બે રાશિઓને પ્રતિપાદન કર્યું છે. યથા - “સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – હુવે રાણી પUUત્તા તંગ ગીવા વેવ મળવા વેવ !” “અનુયોગ દ્વાર'માં કહેવાયું છે કે - “નવ વળી ગીવ ટુવ્વીય ” ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે - “નવા વેવ નીવાય, પસ નો વિયાgિ' ઇત્યાદિ. ધર્માસ્તિકાયના દેશ વગેરે એમના ભિન્ન કોઈ નથી. વિવક્ષા માત્રથી ભિન્ન વસ્તુની કલ્પના કરવામાં આવી છે. ગરોળીની પૂંછડી પણ ગરોળીથી અભિન્ન છે. કારણ કે તે તેનાથી સંબંદ્ધ છે, તેથી તે જીવ જ છે, “નો જીવ' નથી. ગરોળી અને તેની કપાયેલી પૂંછડીના ( સપ્ત નિન્દવી છે કે ) Page #45 -------------------------------------------------------------------------- ________________ અંતરાલમાં જીવના પ્રદેશ રહેલા છે. આવું “ભગવતી સૂત્રમાં કહેલું છે. તે જીવ-પ્રદેશ સૂક્ષ્મ હોવાના કારણે ઇન્દ્રિયગ્રાહ્ય હોતા નથી તથા શસ્ત્રાદિથી અચ્છેદ્ય હોય છે. શંકા ઃ જેમ ઘટના છિન્ન થયેલા ઘટના ટુકડા ઘટેક દેશ હોવાથી નોઘટ છે, તેવી રીતે ગરોળીની કપાયેલી પૂંછડી તેનાથી પૃથક થવાથી નો જીવ કેમ નથી ? સમાધાન ઃ ઘટાદિ મૂર્તિ હોવાથી તેનું ખંડ - નાશ થઈ શકે છે, પરંતુ જીવ અમૂર્તઅકૃત હોવાથી તેનો ખંડ - નાશ હોતો નથી. જેનો ખંડ - નાશ થાય છે તેનો સર્વનાશ પણ થાય છે. જૈન સિદ્ધાંતમાં જીવન સર્વનાશ અભિપ્રેત નથી. જો જીવનો સર્વનાશ માનવામાં આવે તો દીક્ષા કૈવલ્ય, મોક્ષ અભાવ, સંસાર શૂન્યતા, શુભાશુભ કર્મનાશ ઇત્યાદિ દોષ પ્રાપ્ત થશે. ગરોળીની પૂંછડીનું જે ખંડન જોવામાં આવે છે તે ઔદારિક શરીરનું છે, આત્માનું નહિ. જો જીવને સંઘાત-ભેદવાળો માનવામાં આવે તો તેનો કોઈ ખંડ તેનાથી અલગ થઈને કોઈ બીજા આત્માના ખંડની સાથે મળી જશે તો તેના શુભાશુભ કર્મ મિશ્રિત થઈ જવાથી કોઈના કૃતકર્મનું ફળ કોઈ અન્યને પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે. જો જીવને દેશના નોજીવ માનીશું તો પ્રતિ પ્રદેશમાં નોજીવત્વની પ્રાપ્તિ થવાથી એક આત્મામાં અસંખ્ય નો જીવ પ્રાપ્ત થશે, ક્યાંય જીવ સંભવ રહેશે નહિ. આ પ્રકારે અજીવનો પણ પ્રતિ પ્રદેશ નો-અજીવ થવાથી સર્વત્ર નો-અજીવ રહેશે. આવી સ્થિતિમાં નોજીવ અને નો-અજીવ આ બંને જ રાશિઓ રહેશે. ત્રણનો કલ્પિત પ્રસંગ કેવી રીતે સિદ્ધ થશે? ગરોળીના શરીરમાં હલનચલન વગેરે જીવના લક્ષણ જોવાય છે, તેથી જેમ તે જીવ છે, તેવી રીતે તેની કપાયેલી પૂંછડીમાં પણ ફૂરણ જોવાય છે, તો તેને જીવ કેમ ન માનવામાં આવે ? જો આ જ આગ્રહ છે કે તેને નોજીવ કહેવાય, તો ઘટ પ્રદેશમાં પણ નો-અજીવ કહેવું જોઈએ. આ રીતે જીવ, અજીવ અને નોજીવ અને નો-અજીવ એમ ચાર રાશિઓ માનવી પડશે. અનુયોગદ્વાર સૂત્ર'નું નામ લઈને જો આમ કહેવામાં આવે કે સમભિરૂઢ નય નો-જીવને પૃથક માને છે તે પણ ઠીક નથી. કારણ જીવથી ભિન્ન જીવપ્રદેશને સમભિરૂઢ નય માનતા નથી, પરંતુ જીવથી અભિન્ન જીવપ્રદેશનો જ નોજીવ શબ્દથી વ્યવહાર કરે છે. સમભિરૂઢ નય દેશ (જીવનો પ્રદેશ) એ દેશી (જીવ)ને કર્મધારય સમાસ માને છે. આ સમાસ વિશેષણ અને વિશેષ્યના અભેદ થવાથી જ થાય છે. જેમ કે નીલ કમલ. આનાથી સિદ્ધ થાય છે કે નોજીવ રાશિ જીવ રાશિથી અભિન્ન છે, તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. કદાચિત્ એમ માનવામાં આવે કે સમભિરૂઢ નય નો-જીવને ભિન્ન માને છે, તો પણ પ્રમાણ માનવામાં આવતું નથી. કારણ કે આમાં એક નયને જ અવલંબન કરવામાં આવે છે. સર્વ નયોનું અવલંબન લેવાથી જ પ્રામાણ્ય આવે છે, એકાંતવાદમાં નહિ. તેથી બંને જ રાશિઓ માનવામાં જૈન સિદ્ધાંત સંમત છે. કુત્રિકાપણ પર જઈને રોહગુપ્ત પ્રત્યેક પદાર્થના સંબંધમાં ચાર પ્રકારના પ્રશ્ન કર્યા હતા. જેમ કે પૃથ્વી, અપૃથ્વી, નોપૃથ્વી, નોઅપૃથ્વી. આ રીતે જીવના વિષયમાં પણ તેણે ચાર પ્રશ્ન કર્યા. “જીવ લાઓ, અજીવ લાઓ નાજીવ લાઓ, નોઅજીવ લાઓ.” પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં કુત્રિકાપણના દોષ શુકસારિકા લાવ્યા. અજીવ માંગવાથી પથ્થરના ટુકડા (૫૪૮ છે અ ને જે તે જિણધમો) Page #46 -------------------------------------------------------------------------- ________________ લાવ્યા. (જીવના ટુકડા ન થવાના કારણે “નો' શબ્દનો દેશ નિષેધ અર્થ સંભવ નથી. તેથી સર્વ નિષેધ સમજીને દેવ બીજી વાર પથ્થર લઈ આવ્યા.) નોઅજીવ માંગવાથી શુકસારિકા લાવ્યા. આ રીતે જીવ વિષયક ચાર પ્રશ્ન હોવા છતાં પણ બે જ પદાર્થ ઉપલબ્ધ થયા - જીવ અને અજીવ, ત્રીજી કોઈ વસ્તુ ન મળી. આનાથી સિદ્ધ થાય છે કે બે જ પ્રકારની રાશિઓ છે. ષડુક અપર નામ રોહગુપ્તનો ત્રિરાશિક સિદ્ધાંત ન તો શાસ્ત્ર સંમત છે અને ન તર્ક સંમત છે. કોઈ નય વિશેષને લઈને આવું કથન કરવામાં આવે તો પણ તે સર્વનય સંમત ન હોવાથી મિથ્યા જ છે. જૈન સિદ્ધાંત સર્વ નય સંમત તત્ત્વને જ સમ્યક માને છે, એકાંતને નહિ. તેથી બે જ રાશિઓ માનવી જોઈએ. ગોષ્ઠામાહિલનો અબદ્ધવાદ : વીર નિર્વાણના ૫૮૪માં દશપુર નગરમાં સાતમા નિ~વ ગોષ્ઠામાહિલ થયા. દશપુર નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. કદ્રસોમા નામની તેની પત્ની જૈન-શ્રાવિકા હતી. તેને રક્ષિત નામનો પુત્ર હતો. તેણે આચાર્ય તોસલિપુત્રની પાસે દીક્ષા લીધી. યથાક્રમ ૧૧ અંગ વાંચી લીધા અને બારમા દૃષ્ટિવાદ પણ જેટલા ગુરુની પાસે હતા વાંચી લીધા. બાકી બચેલું આર્ય વૈરસ્વામીની પાસેથી જાણી લીધું. રક્ષિત નો પૂર્વ અને ચોવીસ યાવિકોમાં પ્રવીણ થઈ ગયો. કેટલાક દિવસો પછી માતા દ્વારા મોકલેલ ફલ્યુરક્ષિત નામનો તેનો ભાઈ તેને બોલાવવા માટે આવ્યો. રક્ષિતના ઉપદેશથી ફલ્યુરક્ષિત પણ દીક્ષિત થઈ ગયો. કાળાંતરે બંને ભાઈ માતા-પિતાની પાસે આવ્યા. આર્યરક્ષિતના ઉપદેશથી તેનાં માતા-પિતા, મામા ગોષ્ઠામાહિલ વગેરે દીક્ષિત થયાં. આ પ્રકારે આર્યરક્ષિતસૂરિના ગચ્છ ખૂબ મોટા થઈ ગયા. તેના ગચ્છમાં ચાર પ્રકારના સાધુ હતા - (૧) દુર્બલિકા પુષ્પમિત્ર (૨) વિદ્ય (૩) ફલ્યુરક્ષિત (૪) ગોષ્ઠામાહિલ. | દુર્બલિકા પુષ્પમિત્રએ ૯ પૂર્વ વાંચી લીધા હતા. વિધ્યને વાચના આપતા સમયે તેમના નવમા પૂર્વ વિસ્મૃત થવા લાગ્યું. ત્યારે આર્યરક્ષિતે વિચાર્યું - “આવા પ્રતિભા સંપન્ન પ્રાજ્ઞ સાધુ પણ આ રીતે સૂત્રપાઠ ભૂલી જાય છે તો અન્યના માટે તેને ધારણ કરવું કઠિન થશે.” તેથી તેમણે અનુયોગાનુસાર અલગ-અલગ આગમ વ્યવસ્થાપિત કર્યા. કોઈ સમયે તે આર્યરક્ષિત સૂરિ વિહાર કરતા મથુરા પહોંચ્યા. આ બાજુ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી તીર્થકરની પાસે નિગોદ વક્તવ્યતા સાંભળી સૌધર્માધિપતિ શક્ર વિસ્મિત થયા. તેમણે પૂછ્યું - “ભગવન્! શું ભરત ક્ષેત્રમાં આ સમયે નિગોદને જાણનાર અને પ્રરૂપણા કરનાર કોઈ છે ?” ભગવાને ઉત્તર દીધો - “ભરત ક્ષેત્રમાં આર્યરક્ષિત સૂરિ નિગોદની પ્રરૂપણા કરનાર છે.” વિસ્મય અને ભક્તિથી યુક્ત ઇન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને અન્ય સાધુઓ ગોચરી વગેરે જવાથી આર્યરક્ષિતની પાસે આવ્યા. તેણે વંદન કરીને કહ્યું – “ભગવાન મને અસાધ્ય વ્યાધિ છે અને હું અનશન કરવા ઇચ્છું છું, તો કૃપા કરીને બતાવો કે મારી આયુ કેટલી છે?” આર્યરક્ષિત આયુ શ્રેણી પર ઉપયોગ લગાવીને જોયું તો તેને જ્ઞાત થયું કે - “આ બ્રાહ્મણ નથી, પરંતુ ઇન્દ્ર છે.” ( સપ્ત નિન્દવાપ૪૯) Page #47 -------------------------------------------------------------------------- ________________ એમણે કહ્યું - “તમે ઇન્દ્ર છો.’’ શકે કહ્યું - ‘“મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના મુખથી તમારા વિષયમાં સાંભળી-સાંભળીને અહીં આવ્યો છું.’ નિગોદના વિષયમાં શકે પ્રશ્ન પૂછ્યા અને આચાર્યે તેને વિસ્તારથી સમજાવ્યું. ઇન્દ્ર પ્રણામ કરીને જવા લાગ્યા, ત્યારે આચાર્યે કહ્યું “થોડી વાર વધુ રોકાવો તેથી શિષ્ય આવી જાય અને તે પણ પણ જાણી લે કે વર્તમાન સમયમાં પણ દેવેન્દ્રનું આગમન થાય છે. આવું જાણીને તેઓ ધર્મમાં દૃઢ બનશે.” ઇન્દ્રે કહ્યું - “ભગવન્ ! આ તો ઠીક છે. પરંતુ મારા સ્વાભાવિક સ્વરૂપને જોઈને અલ્પ સત્વવાળા સાધુ નિદાન કરી લેશે.” ત્યારે આચાર્યે કહ્યું - “કોઈ એવું ચિહ્ન સ્થાપિત કરો જે તમારા આગમનનું પ્રતીક હોય.'' ઇન્દ્રે ઉપાશ્રયના દ્વાર બીજી તરફ કરી દીધા અને ચાલ્યા ગયા. સાધુ ગોચરીથી પાછા ફર્યા અને ઉપાશ્રયનું મુખ અન્ય દિશામાં જોઈને વિસ્મિત થયા. આચાર્યે એમને શક્રના આગમનની વાત કહી. કાળાંતરે આચાર્ય આર્યરક્ષિત વિચરતા દશપુર આવી ગયા. આ બાજુ મથુરા નગરીમાં નાસ્તિક મતની પ્રરૂપણા કરનાર કોઈ વાદી ઊભો થયો. ત્યાં તેના પ્રતિવાદ કરનાર કોઈ ન હતું. મથુરાનો સંઘ આર્યરક્ષિત સૂરિની પાસે આવ્યો, અને તે વાદીને પ્રતિવાદ કરવા માટે મથુરા પધારવાનું નિવેદન કર્યું. આચાર્યે વૃદ્ધાવસ્થાના કારણે સ્વયં ન જતા ગોષ્ઠામાહિલને મથુરા મોકલ્યા. ગોષ્ઠામાહિલે મથુરા પહોંચીને વાદીને પરાજિત કર્યો. શ્રાવકોએ એમના ચાતુર્માસ મથુરામાં જ કરાવ્યા. આ બાજુ આર્યરક્ષિત સૂરિએ પોતાના પાટ પર દુર્બલિકા પુષ્પમિત્રને સ્થાપિત કરવાનો નિશ્ચય કર્યો. અન્ય સાધુગણ ગોષ્ઠામાહિલ અથવા ફાલ્ગુરક્ષિતને આચાર્ય બનાવવા ઇચ્છતા હતા. આચાર્ય મહારાજે સંઘને એકત્રિત કરીને કહ્યું - જુઓ, ત્રણ પ્રકારના ઘડા પડ્યા છે. એકમાં ચણા ભરેલા છે, એકમાં તેલ અને ત્રીજામાં ઘૃત. આ ઘડાઓને ઊંધા કરવાથી ચણાવાળો ઘડો છે તે બિલકુલ ખાલી થઈ જશે. તેમાં કાંઈ નહિ બચે. તેલના ઘડામાં થોડું તેલ લાગેલું રહેશે. ઘીના ઘડામાં ઘણું બધું ઘી લાગેલું રહે છે. એવી રીતે દુર્બલિકા પુષ્પ મિત્રે મારું બધુ જ્ઞાન શીખી લીધું છે. હવે મારી પાસે તેને શિખવાડવા કશું બચ્યું નથી. તેથી હું હવે તેના માટે ચણાના સમાન થઈ ગયો છું. ફલ્ગુરક્ષિતને વાંચના આપવા માટે તેલ ઘટ તુલ્ય છે. ગોષ્ઠામાહિલના માટે હું ધૃત-ઘટ-કલ્પ છું. તેથી દુર્બલિકા પુષ્પમિત્રને આચાર્ય પદ પર સ્થાપિત કરું છું.” સંઘે આચાર્યના વચનનો અંગીકાર કર્યો. આચાર્ય મહારાજ સ્વર્ગે સિધાવી ગયા. સંઘે દુર્બલિકા પુષ્પમિત્રને નવા આચાર્ય બનાવી દીધા. આ બાજુ ગોષ્ઠામાહિલે સાંભળ્યું કે - ‘આચાર્યે દુર્બલિકા પુષ્પમિત્રને આચાર્યપદ પર સ્થાપિત કરી દીધા છે.’ આ સાંભળીને તે ખૂબ ખિન્ન થયા અને પૃથક્ ઉપાશ્રયમાં રોકાયા. અન્ય સાધુઓએ કહ્યું કે - “તમે તે જ ઉપાશ્રયમાં રોકાવ, અન્યત્ર કેમ રોકાવો છો ?’' ગોષ્ઠામાહિલ ન માન્યો. તે અલગ ઉપાશ્રયમાં રહીને સાધુઓને પોતાના પક્ષમાં કરવાના પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ તે તેમાં સફળ ન થયો. ૫૫૦ જિણધમ્મો Page #48 -------------------------------------------------------------------------- ________________ કોઈ સમયે આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર “કર્મ-પ્રવાદ' નામના અષ્ટમ પૂર્વનું વ્યાખ્યાન કરતા હતા. વ્યાખ્યાનમાં તેમણે જીવ પ્રદેશની સાથે કર્મોનું બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત સૂચીકલાયની સમાન બંધનું પ્રતિપાદન કર્યું. વિનધ્યથી આ સાંભળી ગોષ્ઠામાહિલ કહેવા લાગ્યા કે - “આ પ્રરૂપણા મિથ્યા છે. સર્પ કંચુકીવતુ બંધ હોય છે.” આ પ્રકાર મિથ્યા પ્રરૂપણાના કારણે તે નિcવ થયા. આલોચના-પ્રતિક્રમણ કર્યા વગર આજ્ઞાના વિરાધક થયા. સર્પ કંચુકીવતુ બંધ થવાના સિદ્ધાંતની સમીક્ષા પણ કરી લીધી. પૂર્વ પક્ષ : (૧) કર્મોના આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીર ન્યાયવતુ અથવા વન્તિ તપ્ત અયોગોલકની જેમ બંધ હોતા નથી. જો ક્ષીર-નીર ન્યાયથી બંધ હોય તો કર્મની આત્મ પ્રદેશોથી વિમુક્તિ થઈ શકશે નહિ. જે જેનાથી તાદામ્ય રૂપ હોય છે, તે તેનાથી અલગ હોતા નથી. જેમ કે જીવથી જીવ પ્રદેશ. જો જીવની સાથે કર્મનો આવો જ તાદાભ્ય સંબંધ હોય તો કર્મ આત્માથી અલગ ન થઈ શકે. આવી સ્થિતિમાં મોક્ષનો અભાવ થઈ જશે. તેથી જેમ સર્પની સાથે કંચુકીનો સ્પર્શ માત્ર સંબંધ હોય છે, તેવો જ કર્મ અને આત્માનો સંબંધ માનવો જોઈએ. (૨) નવમા પૂર્વમાં પ્રત્યાખ્યાનના વિષયમાં “જાવર્જાિવાએ ઇત્યાદિ સાવધિક પ્રત્યાખ્યાનનો પાઠ છે, તે ઠીક નથી. નિરવધિક પ્રત્યાખ્યાન હોવું જોઈએ. કારણ કે પ્રત્યાખ્યાન પૂર્ણ થવાથી દેવલોકમાં ભોગોને ભોગવીશ” આવી આકાંક્ષા પ્રત્યાખ્યાનમાં બની રહે છે. અધ્યવસાયોની અશુદ્ધિના કારણ તે પ્રત્યાખ્યાન અશુદ્ધ રહે છે. ઉત્તર પક્ષઃ પૂર્વપક્ષમાં પ્રતિપાદિત બંને વાતો યથાર્થ નથી. જો સર્પ-કંકીવતું બંધ માનવામાં આવે છે તો પ્રશ્ન થાય છે કે કર્મ જીવમાં સર્વત્ર પ્રાપ્ત થાય છે. કારણ કે કોઈપણ આત્મ પ્રદેશ એવો બચતો નથી, જે તેનાથી સ્પષ્ટ ન હોય. આવી સ્થિતિમાં આકાશની જેમ કર્મ પણ જીવના પ્રત્યેક પ્રદેશની સાથે સંબંધ પ્રાપ્ત થાય છે. ત્યારે સર્પકંચુક દૃષ્ટાંત અસંગત લાગે છે. બીજા વિકલ્પમાં ત્વક, પર્વત, સ્પર્શ માનવાથી ભવાતરમાં સંક્રમણ સિદ્ધ થઈ શકતો નથી. જેમ કે ત્વક પર રહેલો મેલ ભવાન્તરમાં નથી જતો, તેવી રીતે કર્મ પણ ભવાત્તરમાં જશે નહિ. આવી સ્થિતિમાં બધા જીવોનો મોક્ષ થઈ જશે. સંસારની સ્થિતિ નહિ રહે. કારણ કે કર્મથી જ બધી સ્થિતિઓ બને છે. કર્મના અભાવમાં વ્રત, તપ વગેરે અનુષ્ઠાન બધા વ્યર્થ થઈ જશે. જો સંસારને નિષ્કારણ પણ માનવામાં આવે તો સિદ્ધોને પણ સંસારમાં આવવું પડશે. બીજી વાત એ છે કે જો સર્પ-કંચુકવત્ કર્મ બહાર જ રહે છે, તો શરીરની અંદર અને મધ્યમાં શૂળ અથવા ફોડલાની વેદના કયા નિમિત્તથી થાય છે? કારણ કે પૂર્વપક્ષની માન્યતાના અનુસાર અંદર અને મધ્યમાં શૂળ અથવા ફોડલાની વેદનાથી થાય છે ? કારણ કે પૂર્વ પક્ષની માન્યતા અનુસાર અંદર અને મધ્યમાં કર્મ નથી. જો નિષ્કારણ વેદના માનવામાં આવે તો સિદ્ધોની પણ વેદના માનવી પડશે. જો કહેવામાં આવે કે બાહ્ય વેદનાના કારણે અંતર વેદના થાય છે, તો લાકડીના પ્રહારની વેદના અંતરવેદના વગર થવી ( સપ્ત નિન્દવ (૫૫૧) Page #49 -------------------------------------------------------------------------- ________________ ન જોઈએ. બીજી વાત એ છે કે બાહ્ય વેદનાના વગર પણ અંતર વેદના થાય છે તે દેખાય છે. એ અંતર વેદનાનું કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ. અને કારણ કર્મ જ હોઈ શકે છે. જો બહાર રહેલા કર્મ અંતર વેદના ઉત્પન્ન કરે છે, તો યજ્ઞદત્તનું કર્મ દેવદત્તને પણ વેદના આપે. જો એમ કહેવામાં આવે કે એક જ શરીરમાં કર્મ ક્યારેક અંદર અને ક્યારેક બહાર સંચરણ કરે છે, તો સર્પકંચુકી દૃષ્ટાંત અસંગત રહે છે. સાથે જ કર્મ સંચરણ માનવા પર પણ અંદર અને બહાર કર્મથી વેદના થઈ શકશે. પરંતુ આવું થતું નથી. કારણ કે લાકડીના આઘાતથી અંદર અને બહાર યુગપતુ વેદના થતી જોવાય છે. જો કર્મને શરીરમાં સંચરણશીલ માનવામાં આવે તો તે શ્વાસોચ્છવાસની જેમ ભવાન્તરગામી સિદ્ધ થશે નહિ. કર્મબંધનું કારણ મિથ્યાત્વ વગેરે છે અને તે અધ્યવસાયાત્મક છે અને અધ્યવસાય સમસ્ત જીવગત હોય છે. જેનું કારણ સર્વગત હોય છે તેનું કાર્ય પણ સર્વગત હોય છે. તેથી મિથ્યાત્વ વગેરે કર્મબંધનું કારણ ભૂત કર્મ પણ જીવમાં સર્વત્ર હોવું જોઈએ. ક્ષીર-નીર ન્યાયથી કર્મબંધ માનવાથી તેનાથી વિમુક્ત ન થવાનો દોષ જે બતાવ્યા છે, તે સંગત નથી. કારણ કે માટી અને સોનું પરસ્પરમાં મળેલા રહે છે, પરંતુ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા એમનું પૃથક્કરણ દેખાય છે. ક્ષીરમાં પણ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા નીર પૃથક થઈ શકે છે, તેવી રીતે જ્ઞાન અને ચારિત્રની ક્રિયા દ્વારા કર્મને વિમુક્ત કરી શકાય છે. તેથી એ માનવું જોઈએ કે જીવ અને કર્મનો સંબંધ સર્પ-કંચુકીવતુ ન હોઈ ક્ષીર-નીરની જેમ હોય છે. આ પક્ષ આગમસંમત અને તર્કસંગત છે. (૨) પૂર્વ પક્ષમાં કહ્યું છે કે - “પ્રત્યાખ્યાનમાં કાળ અવધિ હોવી ન જોઈએ.” આ કથન ઠીક નથી. કારણ કે પ્રશ્ન થાય છે કે નિરવધિથી શું તાત્પર્ય છે? શું તેનો અર્થ થાવત્ શક્તિ છે અથવા સર્વ ભવિષ્ય કાળ છે અથવા કાળનો અપરિચ્છેદ છે. જો તેનું તાત્પર્ય શક્તિ પર્યત છે, તો તે પણ એક પ્રકારનું પરિણામ જ છે, તો જેનો નિષેધ કરવા ચાલ્યા હતા તેનો જ સ્વીકાર કરવાની આપત્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે આનો અર્થ છે કે જેટલા કાળ સુધી શક્તિ છે ત્યાં સુધી સેવન કરીશ. આનાથી પ્રત્યાખ્યાનની અવધિ જ પ્રતીત થાય છે. યથાશક્તિ પ્રત્યાખ્યાન કરવાથી જીવિત અવસ્થામાં પણ ભોગોપસેવામાં પણ દોષ પ્રાપ્ત થતો નથી. જૈનશાસનમાં આ વાત ઈષ્ટ નથી. “આટલી જ મારી શક્તિ છે.' આ રીતનું પ્રત્યાખ્યાન કરવાથી વ્રતભંગના પ્રતિ નિર્ભયતા આવી જાય છે, તો પ્રત્યાખ્યાનનું કોઈ પ્રયોજન રહેતું નથી તથા અતિચાર પ્રાયશ્ચિત્ત અને સર્વવ્રત, પરિપાલનનો નિયમ પણ રહેતો નથી. કારણ કે “યથાશક્તિ” શબ્દના દ્વારા બધી છૂટ પ્રાપ્ત થઈ જાય છે. જો નિરવધિ(અપરિમાણ)થી મતલબ સંપૂર્ણ ભવિષ્ય કાળથી છે, તો જે સાધુ મરીને દેવલોકમાં ગયા તેના પણ વ્રતભંગનો પ્રસંગ આવશે. અથવા સિદ્ધને પણ સંયત માનવો પડશે જ્યારે આગમમાં સિદ્ધ પરમાત્માને “નોસંજય - નોઅસંજય” કહ્યા છે. નરાવધિ પ્રત્યાખ્યાન કરવાથી નવકારસી, પૌરસી, એકાસન, ઉપવાસ વગેરેનો ક્યારે અંત આવતો નથી અર્થાત્ (૫૫૨ . આ જ જિણધમો) Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્રત અનવરત રૂપથી ચાલતા રહેશે તો પારણા ક્યારે થશે? અને અનવરત વ્રતની સ્થિતિમાં એની સમાપ્તિ ક્યારે પણ નહિ થાય. અપરિચ્છેદ રૂપ ત્રીજા પક્ષમાં અનિયત કાળમાં પારણાનો પ્રસંગ પ્રાપ્ત થશે. જો એક ઘડીની પ્રતીક્ષા કરીને પારણા કરવામાં આવે તો બે-ત્રણ-ચાર ઘડી સુધી પ્રતીક્ષા કેમ ન કરવામાં આવે ? જો સંપૂર્ણ અનાગતને માટે પ્રત્યાખ્યાન હોય તો દ્વિતીય વિકલ્પમાં બતાવેલ બધા દોષ પ્રાપ્ત થશે. તેથી પ્રત્યાખ્યાનમાં “જાવજીવાએ વગેરે સાવધિક શબ્દોનું હોવું આવશ્યક છે. સાવધિક પ્રત્યાખ્યાનમાં જે આશંસાનો દોષ બતાવ્યો છે તે સર્વથા અસંગત છે. કારણ કોઈપણ પ્રત્યાખ્યાન કરનાર મર્યા પછી દેવલોકમાં ભોગ ભોગવીશ' એ આશયથી પ્રત્યાખ્યાન કરતા નથી. પરંતુ તેમનો આશય એ હોય છે કે દેવલોકમાં ઉત્પન્ન થનારી સ્થિતિમાં તેમના વ્રતનો ભંગ ન થાય. આ શુભ અધ્યવસાયથી તે પ્રત્યાખ્યાન કરે છે. આમાં આશંસા લેશ માત્ર પણ હોતો નથી તથા પ્રત્યાખ્યાનનો ઉદ્દેશ આત્મશુદ્ધિ થાય છે. જો એમ કહેવાય કે તે મરીને મુક્ત થશે તો વ્રતભંગનો ડર કેમ? આ કથન અયુકત છે, કારણ કે વર્તમાનમાં ભરત ક્ષેત્રથી મુક્તિ સંભવ નથી. મહાવિદેહ વગેરેથી જે મુક્ત થનાર છે, તેની દૃષ્ટિથી તો મુક્ત થયાના પશ્ચાત્ વ્રતોની કોઈ ઉપયોગિતા જ રહેતી નથી, કારણ કે તે કૃતકૃત્ય છે. જે થોડાં પણ શાસ્ત્રોનો બોધ રાખે છે, તે જાણે છે કે વર્તમાનમાં ભરત ક્ષેત્રથી સંયતી મરીને દેવલોકમાં જાય છે. આવું જાણવા છતાં પણ તે પરિમાણ રહિત પ્રત્યાખ્યાન કરે છે તો તે સાક્ષાત્ મૃષાવાદી છે. જે વિરતિ પરિમાણવાળું પ્રત્યાખ્યાન કરે છે તે પૂર્વ પક્ષની માન્યતાનુસાર જીવનપર્યત માટે હોય છે અથવા મરણોપરાન્ત પણ હોય છે ? જો મરણોપરાત પણ હોય તો દેવલોકમાં ઉત્પન્ન થવાથી વ્રતભંગ થશે. જો જીવનપર્યત માટે છે તો મોંથી બોલવામાં શો અપરાધ છે? ભાવ અને વચન અન્યથા હોય તો એ સ્પષ્ટ માયા છે. કોઈ વ્યક્તિએ મનથી તિવિહાર પ્રત્યાખ્યાન કરવાનું વિચાર્યું, પરંતુ વચન દ્વારા ચોવિહાર પચ્ચકખામિ’ બોલ્યું, તો શાસ્ત્રકાર સ્પષ્ટ કરે છે કે તેને તિવિહારનું જ પ્રત્યાખ્યાન થશે. કારણ કે મનોગત ભાવ પ્રમાણ હોય છે. શબ્દ તો છલના રૂપ પણ હોઈ શકે છે. તેથી મનમાં થાવજીવન માટે પ્રત્યાખ્યાનની ભાવના છે, તો વચનથી પણ તેનું ઉચ્ચારણ કરવું જોઈએ. તેથી પ્રત્યાખ્યાન કરતા સમયે સાર્વધિક પ્રત્યાખ્યાન કરવું જોઈએ. સપ્તમ નિન્દવ ગોષ્ઠામાહિલની ઉક્ત બંને માન્યતાઓ શાસ્ત્ર-વિપરીત હોવાથી અમાન્ય છે. મત્સર ભાવથી પ્રેરિત થઈને ગોષ્ઠામાહિલે શાસ્ત્ર-વિપરીત પ્રરૂપણ કરીને અનંત સંસારની વૃદ્ધિ કરી. મિથ્યાત્વ અને મિથ્યા પ્રરૂપણાનાં કટુક પરિણામોને ઉપરનાં પૃષ્ઠોમાં બતાવ્યાં છે. કમટ્સવનું મુખ્ય કારણ હોવાથી તેનાથી પ્રયત્નપૂર્વક બચતા રહેવું જોઈએ. આ રીતે કર્માસવના મુખ્ય કારણ મિથ્યાત્વનું નિરૂપણ થયું. ( સપ્ત નિન્દવ 00 0.00 000 0.00 000 ૫૩) Page #51 -------------------------------------------------------------------------- ________________ જી) (અવિરતિ (અવત)) કર્મોના આસવનું બીજું મુખ્ય દ્વાર અવિરતિ અથવા અવ્રત છે. અવિરતિનો અર્થ છે - સાવદ્ય (પાપમય) વ્યાપારોથી નિવૃત્ત ન થવું. કોઈ પ્રકારનો ત્યાગ, પ્રત્યાખ્યાન અને વ્રત ગ્રહણ ન કરવું અવિરતિ છે. જ્યાં સુધી જીવ સમજી-વિચારીને કોઈ વસ્તુને ગ્રહણ ન કરવાનું વ્રત લેતા નથી ત્યાં સુધી તે વસ્તુથી સંબંધિત પાપક્રિયા આત્માને લાગે છે. અર્થાત્ અવિરતિ સંબંધી આસ્રવ થતો રહે છે, ભલે તે વસ્તુના ભોગપભોગ ન કરવામાં આવે કહેવામાં આવ્યું છે કે - जइवि न जाइ सव्वत्थ कोइ देहेण माणवो एत्थ । अविरइ-अव्वयबंधो तह वि निच्चो भवे तस्स ॥ - ધર્મસંગ્રહ, - અધિ-ર કોઈપણ વ્યક્તિ શરીરથી સંસારમાં સર્વત્ર ગમનાગમન કરતા નથી, તદપિ અવિરતિ અને અવ્રત સંબંધી બંધ, આસ્રવ તેને નિત્ય રહે છે. વિવેકપૂર્વક વ્રત ગ્રહણ કર્યા પછી જ અવ્રતની ક્રિયા રોકાય છે. સામાન્યતયા દોષોથી વિરત ન થવું અવરિતિ છે. તથાપિ તેના વિવક્ષા ભેદથી કેટલાય ભેદ બતાવ્યા છે. કોઈ અપેક્ષાથી અવિરતિના બાર પ્રકાર આ રીતે કહ્યા છે. - મન અને પાંચ ઇન્દ્રિયોનું નિયમન ન કરવું અને તેને અનિયંત્રિત રૂપથી ખૂલી છોડી દેવી - મન અને ઇન્દ્રિય સંબંધી અવિરતિ છે. આ રીતે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય - આપજીવ નિકાયના સંબંધમાં વિરતિ ન કરવી અર્થાતુ એમની હિંસાથી આંશિક અથવા સર્વરૂપથી વિરતિ ન થવું પડુકાય સંબંધી અવિરતિ છે. આ રીતે (૧) મન સંબંધી અવિરતિ, પાંચેય ઇન્દ્રિય સંબંધી અવિરતિ અને ષડૂજીવ નિકાય સંબંધી અવિરતિઓના રૂપમાં અવિરતિના બાર ભેદ જણાવ્યા છે. મુખ્ય રૂપથી પાંચેય વ્રતોને ધારણ ન કરવા અવ્રત અથવા અવિરતિ છે. આ દૃષ્ટિથી હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ આ મુખ્ય પાંચ પ્રમુખ અવ્રત છે. આ પાંચ અવ્રતોથી વિરત થવું જ વ્રત કહેવાય છે. જેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાયું છે કે - હિંસાવૃતિ તૈયડબ્રહ્મપરિપષ્યો વિરતિદ્ગતમ્'' - તત્ત્વાર્થ, અ-૭, સૂ-૧ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી નિવૃત્ત થવું વ્રત છે. જ્યાં સુધી આંશિક અથવા સર્વરૂપમાં આ દોષોથી વિરત થાતું નથી ત્યાં સુધી અવિરતિ અથવા અવ્રતની સ્થિતિ રહે છે. “આગમ'માં કહ્યું છે - पाणिवह मुसावाय अद्त्त मेहुण परिग्गहाविरओ । राइभोयण विरओ, जीवो हवइ अणासवो ॥ - ઉત્તરાધ્યયન, અ-૩૦, ગાથા-૨ (૫૫૪) OCTOOD TO DOOOOOO જિણધામો) Page #52 -------------------------------------------------------------------------- ________________ એમ ચતુર્થ ગુણસ્થાન સુધી પ્રત્યેક પાપમય સાવઘ પ્રવૃત્તિ અવ્રત કે અવિરતિના અંતર્ગત આવે છે, અગ્રિમ ગુણસ્થાનોમાં યથાયોગ્ય યથાસ્થાન થનારી પાપમય પ્રવૃત્તિ પરિગ્રહ વગેરે ક્રિયાઓના અંતર્ગત આવે છે. છતાં મુખ્યતાને લઈને ચતુર્થ ગુણસ્થાન સુધીની આત્માઓ માટે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહને વિશેષ રૂપથી અવ્રત માનવામાં આવ્યાં છે. જો બીજી સંક્ષેપ દૃષ્ટિને અપનાવવામાં આવે તો કહી શકાય છે કે હિંસા બધાં પાપોની જનની હોવાથી સર્વાધિક પ્રમુખ અવ્રત છે. જે હિંસાથી વિરત નથી, તે અન્ય દોષોથી પણ વિરત નથી થઈ શકતી. જે હિંસાથી, દેશથી કે સર્વથી વિરત થઈ જાય છે, તે સ્વયમેવ અન્ય સર્વ અવ્રતોથી વિરત થઈ જાય છે. તેથી હિંસા બધાં અવ્રતોમાં પ્રધાન અવ્રત છે. તેથી પ્રાણાતિપાત(હિંસા)ને સર્વપ્રથમ અવ્રત કહેવામાં આવ્યું છે. પ્રાણાતિપાત (હિંસા) : જેમ મિથ્યાત્વ આત્માના જ્ઞાનગુણનો વિઘાતક છે - એમ પ્રાણાતિપાત અર્થાત્ હિંસા ચારિત્રિક ગુણની પ્રમુખ વિઘાતક શક્તિ છે. તેથી ચારિત્રગુણની ઘાત કરનાર દોષોમાં સૌથી પ્રમુખ દોષ હિંસા છે. હિંસા સૌથી મોટો દોષ છે, તેથી હિંસાથી નિવૃત્તિ રૂપ અહિંસા સૌથી મોટો ધર્મ છે. જૈન સિદ્ધાંતની આધારશિલા અહિંસા છે. જૈન પ્રવચન અહિંસામય છે. તીર્થંકર દેવોએ અહિંસાને શાશ્વત, શુદ્ધ, નિત્ય અને સનાતન ધર્મ કહ્યો છે. તેથી સમસ્ત જૈન સાધનાનો સાર અહિંસાના પાલનમાં છે. જૈન સાધક અહિંસાનું પાલન કરવા હેતુ બધા પ્રકારના પ્રાણાતિપાત રૂપ હિંસાથી નિવૃત્ત થવાનો પ્રયાસ કરે છે. જેમ-જેમ હિંસાથી નિવૃત્તિ થતી જાય છે તેમ-તેમ અહિંસાની સાધના થાય છે. અને જેટલા-જેટલા અંશોમાં અહિંસાની સાધના થાય છે એટલા-એટલા અંશોમાં આત્માના ચારિત્રગુણનો વિકાસ થાય છે. તાત્પર્ય એ છે કે અહિંસાની પરિપૂર્ણ સાધના ચારિત્રની પરિપૂર્ણ સાધના છે અને એની તરતમતા રૂપ શ્રેણીઓ ચારિત્રની તરતમતાને પ્રગટ કરનાર હોય છે. તેથી અહિંસા પરમ ધર્મ છે અને હિંસા પરમ પાપ છે. ‘આચારાંગ સૂત્ર’માં ફરમાવ્યું છે “एयावंति सव्वावंति लोगंसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । जस्सेते लोगंसि कम्मसमारंभा परिण्णाया भदंति से हुमणी परिण्णाय कम्मे त्ति बेमि ।" આચારાંગ અં-૧, ઉદ્દેશક-૧ સંપૂર્ણ લોકમાં કર્મ સમારંભો(હિંસા)ને જાણીને એમનો પરિત્યાગ કરવો જોઈએ. જે વ્યક્તિ આ કર્મ સમારંભોને જાણીને છોડે છે એ જ પરિજ્ઞાતકર્મા (વિવેકી) મુનિ છે. ઉક્ત આગમ-વાક્યમાં કર્મ સમારંભોને અર્થાત્ હિંસાને કર્મબંધનનું પ્રમુખ કારણ બતાવવામાં આવ્યું છે, તથા આ કર્મ સમારંભોથી બચવા માટે ઉપદેશ આપવામાં આવ્યો છે. હિંસાનાં કારણો : આગમકારે ખૂબ જ સ્પષ્ટતા સાથે એ પણ પ્રતિપાદિત કર્યું છે કે “પ્રાણી કેમ આ હિંસક કર્મ સમારંભોમાં પ્રવૃત્તિ કરે છે.” આગમકાર કહે છે અવિરતિ (અવ્રત) - ૫૫૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ 'इमस्स चेव जीवियस्स परिवंदण-माणण-पूयणाए, जाइ-मरण, मोयणाए, दुक्ख पडिग्घाय हेउं ।' - આચારાંગ, પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશક પોતાના જીવન માટે (આને ચિરકાળ સુધી ટકાવવા માટે) યશની પ્રાપ્તિ માટે, માનપૂજા-સત્કાર મેળવવા માટે, જન્મ પ્રસંગ અને મરણ પ્રસંગ માટે, મુક્તિ માટે, જન્મ-મરણથી છૂટવા માટે તથા દુઃખોને દૂર કરવા માટે પ્રાણી હિંસક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ કરે છે. સૂત્રકારે હિંસક પ્રવૃત્તિઓનાં મૂળ કારણોની મોટી કુશળતા સાથે સંકલન કર્યું છે. પ્રાણીઓમાં જોવા મળતી સહજ મનોવૃત્તિઓનું મનોવૈજ્ઞાનિક ઢંગથી અધ્યયન કરવાથી પણ એ જ પ્રમાણિત થાય છે કે ઉક્ત કારણોમાંથી કોઈપણ કારણવશ પ્રાણી સાવદ્ય ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. આ કારણોમાં બધા આસ્રવનાં કારણોનો સમાવેશ થઈ જાય છે. સૂત્રકારે સર્વપ્રથમ પ્રતિપાદિત કર્યું છે કે – “પોતાના નશ્વર જીવનને લાંબા કાળ સુધી ટકાવી રાખવાની ભાવનાથી પ્રાણી જીવોની હિંસામાં પ્રવૃત્ત થાય છે. હું નીરોગ રહીને ચિરકાળ સુધી જીવીશ અને સાંસારિક સુખ ભોગવીશ.” આ અભિલાષાથી તે શરીરને પુષ્ટ બનાવવા માટે પ્રાણીઓનું માંસભક્ષણ કરવું વગેરે પાપમય ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. અલ્પસુખ માટે, મિથ્યા માન-પ્રતિષ્ઠાના લોભથી, મિથ્યા અહંકારથી, મહારંભ અને મહાપરિગ્રહ દ્વારા તે અશુભ કર્મોને ગ્રહણ કરે છે. જળબિંદુના ચંચળ જીવનને ટકાવી રાખવાની અસંભવ તથા નિર્મૂળ ભાવનાથી પ્રાણી પીડન વગેરે હિંસક ક્રિયાઓમાં પ્રાણીઓની પ્રવૃત્તિ જોવા મળે છે. પ્રશંસાના પ્રલોભનમાં પડીને પણ જીવોની હિંસામાં પ્રવૃત્તિ થઈ જાય છે, જેમ મયૂર (મોર) વગેરેના માંસ-ભક્ષણથી હું તેજસ્વી દેવકુમારના સમાન બનીશ અને દુનિયા મારી પ્રશંસા કરશે, આ પ્રલોભનથી પણ હિંસા કરવામાં આવે છે. માન-સત્કાર માટે પણ હિંસામાં પ્રવૃત્તિ થાય છે - જેમ કે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે, સન્માન મેળવવા માટે, મનુષ્ય ધનોપાર્જન કરે છે અને એમાં અનેક હિંસક સાધનોનો પ્રયોગ કરે છે. દ્રવ્ય, વસ્ત્ર, ખાન-પાન, સત્કાર, પ્રણામ અને સેવા વગેરે દ્વારા જનતા પૂજા કરે, આ હેતુથી પણ સાવધ અનુષ્ઠાન પ્રવૃત્તિ કરવામાં આવે છે. જન્મ-મરણથી મુક્ત થવા માટે પણ પ્રાણી વિવેકને ભૂલીને, પંચાગ્નિ તપ કરવું, તીર્થ, સ્નાન વગેરે કરવું, વગેરે સાવધ પ્રવૃત્તિ છે. પોતાના અતિવિશ્વમના કારણે વાસ્તવિક ધર્મના રહસ્યને ન સમજતો પ્રાણી ધર્મના નામ પર હિંસા કરે છે અને એ હિંસાને કલ્યાણકારી સમજે છે. પરંતુ સૂત્રકાર સ્પષ્ટ ફરમાવે છે કે - “ધર્મના નામ પર કરવામાં આવેલી હિંસા પણ હિંસા જ છે, તે ક્યારેય ક્ષમ્ય ન હોઈ શકે. હિંસા ચાહે ધર્મના, ગુરુના કે કોઈ પણ નિમિત્તથી થતી હોય, હિંસા જ છે.” "पुष्प पांखुड़ी जिहां कुमलाय, तहाँ जिनवर की आज्ञा नाय ।" (૫૫૬) DOOOOOOOOOOX જિણધમો) Page #54 -------------------------------------------------------------------------- ________________ જ્યાં ફૂલની પાંખડી (કળી) સુધીને કષ્ટ પહોંચાડતો હોય, તે હિંસા છે. એવા હિંસામય કાર્યમાં જિનવરની આજ્ઞા નથી. અહિંસાના રહસ્યને ન સમજવાના કારણે અહિંસાના નામ પર હિંસાનું નાટક થતું જોવા મળે છે. ધર્મના નામ પર પશુઓનું બલિદાન આપવામાં આવે છે. ધર્મ માટે કરવામાં આવતી હિંસા, હિંસા નથી. એવું બહાનું બતાવવામાં આવે છે પરંતુ એ બધા અહિંસાના વિકાર છે. અનુકંપા અને દાનનો નિષેધ કરવો પણ અહિંસાનો વિકાર કે અહિંસાનું અજીર્ણ છે. અનેક પ્રાણી જન્મ-મરણના પ્રસંગ પર કે વેર-મોચનના નિમિત્તે પણ હિંસા કરે છે. પુત્રનો જન્મોત્સવ મનાવવા માટે વિવિધ પ્રકારથી આરંભ-સમારંભ કરવામાં આવે છે. મરણના નિમિત્ત પિતૃઓને પિંડદાન આપવાના બહાને પણ પ્રાણી સાવઘ ક્રિયાઓ કરે છે. વેર લેવા માટે પણ પ્રાણી સાવધ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. ‘એમણે મારું અનિષ્ટ કર્યું છે કે મારા સંબંધીઓને માર્યા છે કે નુકસાન પહોંચાડ્યું છે, તેથી એનો બદલો લેવો જોઈએ' - એવું વિચારીને અનેક વ્યક્તિઓ, અનેક જાતિઓ, અનેક દેશો પરસ્પર લડે છે અને ભયંકર હિંસાકાંડ દુનિયામાં મચાવે છે, સાંપ્રદાયિક લડાઈ કરાવે છે અને સામૂહિક હત્યાઓનું ઘોડાપૂર નીકળી આવે છે. દુઃખોનો પ્રતિકાર કરવા માટે અનેક પ્રકારનાં હિંસક સાધનોનો પ્રયોગ કરવામાં આવે છે. બીમારીથી છૂટવા માટે અભક્ષ્ય, માંસ-મદિરા વગેરેનું સેવન, ગરમીથી બચવા માટે જળકાય અને વાયુકાયનો આરંભ કરવામાં આવે છે. ઠંડીથી બચવા માટે અગ્નિ, વીજળી વગેરેનો આરંભ કરવામાં આવે છે, એશો-આરામ માટે વિવિધ પ્રકારની હિંસક સામગ્રીઓનું ઉત્પાદન અને પ્રયોગ કરવામાં આવે છે. આમ, વિવિધ કારણોથી હિંસા કરવામાં આવે છે. હિંસાની પરિભાષા : સામાન્ય રૂપથી હિંસાનો અર્થ પ્રાણીઓના પ્રાણોની હત્યા કરવી માનવામાં આવે છે, પરંતુ જૈન દૃષ્ટિથી ‘હિંસા’ શબ્દ દ્વારા એટલો જ અર્થ અભિપ્રેત નથી, પણ એનાથીયે વધુ વિસ્તૃત અર્થ આ શબ્દનો સમજવો જોઈએ. જૈન દૃષ્ટિ અનુસાર તે બધી હિંસા છે, જે બીજાઓને ન કેવળ શારીરિક, પણ વાચિક અને માનસિક કષ્ટ પહોંચાડે છે, એટલું જ નહિ, પણ કોઈપણ પ્રાણીના પ્રત્યે દુર્ભાવના કે દુષ્ટ વિચાર લાવવો પણ હિંસા છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આચાર્ય ઉમાસ્વાતિએ હિંસાની પરિભાષા આ રીતે આપી છે - 'प्रमत्तयोगात् प्राण-व्यपरोपणं हिंसा' તત્ત્વાર્થ, અધ્યાય-૭, સૂત્ર-૮ પ્રમત્તયોગથી થનારો પ્રાણવધ હિંસા છે. ઉક્ત પરિભાષામાં બે અંશ છે. પહેલો અંશ છે - પ્રમત્ત યોગ - અર્થાત્ રાગ-દ્વેષ યુક્ત કે અસાવધાન પ્રવૃત્તિ. બીજો અંશ છે - પ્રાણવધ. જેનો અર્થ છે જે પ્રાણ-વધ પ્રમત્ત યોગથી થાય, તે હિંસા છે. પ્રશ્ન થાય છે કે સામાન્ય રીતે પ્રાણ વ્યપરોપણને હિંસા માનવામાં આવે છે પછી ‘પ્રમત્ત યોગ’ શબ્દ જોડવાનું શું પ્રયોજન છે ? અવિરતિ (અવ્રત) ૫૫૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ આનું સમાધાન એ છે કે હિંસા-અહિંસાની સદોષતા કે નિર્દોષતાનો આધાર પ્રાણવ્યપરોપણ રૂપ બાહ્ય ક્રિયા નથી, પણ એની સાથે જોડાયેલી ભાવના છે. અનેક એવા પ્રસંગ થાય છે કે જેમાં પ્રાણ-વધની ભાવના ન હોવા છતાંય પ્રાણોનું વ્યપરોપણ થઈ જાય છે. જેમ કે કોઈ ચિકિત્સક શુદ્ધ ભાવથી રોગીની શલ્ય ચિકિત્સા કરે છે અને રોગીને આરામ પહોંચાડવાની ભાવનાથી એના પર શલ્ય-ક્રિયા કરે છે, એનાથી રોગીને પીડા પહોંચે છે અને કેટલીયે વાર રોગી જીવ પણ છોડી દે છે. અહીં રોગીના પ્રાણોનો વ્યપરોપણ તો થયો, પરંતુ એના માટે શુભાશયવાળા ચિકિત્સકને હિંસાનો દોષી નથી માની શકાતો. કારણ કે એનો આશય રોગીને મારવાનો નહિ, પણ આરામ પહોંચાડવાનો હોય છે. જો પ્રાણ-વ્યપરોપણ માત્રથી હિંસા માનવામાં આવે તો એ શુભાશય ચિકિત્સકને પણ હિંસાનો ભાગી માનવો પડશે, પરંતુ એ સંગત નથી. આ અસંગતિને દૂર કરવા માટે ‘પ્રમત્ત યોગ' અંશ પરિભાષામાં જોડવામાં આવ્યો છે. કેટલીક વાર પ્રાણવધની ભાવના ન હોવા છતાંય અજાણતા કે ભૂલથી કોઈ પ્રાણીના પ્રાણોનો નાશ થઈ જાય છે. જેમ કે જોઈને સાવધાનીપૂર્વક ચાલતાં પણ પગના નીચે દબાઈને કીડીઓના પ્રાણોનો વ્યપરોપણ થઈ જાય છે. ત્યારે આને હિંસાની સદોષ કોટિ(શ્રેણી)માં માનવો કે નહિ, એ પ્રશ્ન થાય છે. આનું સમાધાન પણ આપણને આ ‘પ્રમત્ત યોગ' અંશથી મળે છે. છતાં સાવધાનીપૂર્વક ચાલતાં કીડીના પ્રાણોનો વ્યપરોપણ થયો છે, પરંતુ અહીં પ્રમત્ત યોગ ન હોવાથી એને હિંસાની સદોષ કોટિમાં નથી રાખવામાં આવતો. એક પ્રશ્ન એ પણ થાય છે કે અહિંસાના માનનારા પણ જીવન-ધારણ કરે છે અને જીવન-ધારણ કરવામાં ક્યાંક ને ક્યાંક હિંસા અવશ્ય થાય છે. એવી સ્થિતિમાં અહિંસાનું પાલન વ્યવહાર્ય કેવી રીતે થઈ શકે છે ? આખો સંસાર જીવોથી વ્યાપ્ત છે - જળમાં વિષ્ણુ છે, સ્થળ(જમીન)માં વિષ્ણુ છે, વાયુમાં વિષ્ણુ છે, અગ્નિમાં વિષ્ણુ છે - આખું જગત વિષ્ણુમય છે, તો એમની અહિંસા કઈ રીતે પાળી શકાય છે ? કહ્યું છે - નને વિષ્ણુ: સ્થને વિષ્ણુ:, વિષ્ણુ: પર્વતમસ્તજે । ज्वालमालाकुले विष्णुर्:, विष्णुः सर्व जगन्मयः ॥ - વિષ્ણુપુરાણ ઉક્ત પ્રશ્નનું સમાધાન પણ આ ‘પ્રમત્ત યોગ' અંશ દ્વારા આપવામાં આવ્યું છે. આનું તાત્પર્ય એ છે કે પ્રમાદપૂર્વક અસાવધાનીથી રાગ-દ્વેષયુક્ત થઈને જે પ્રાણ-વ્યપરોપણ થાય છે તે હિંસા છે. જેમાં પ્રમત્ત યોગ નથી, તે પ્રાણવધ હિંસાની સદોષ કોટિ(શ્રેણી)માં નથી આવતો. તે માત્ર દ્રવ્ય હિંસા છે - ભાવ હિંસા નથી. શાસ્ત્રકારે આ વાતને વધુ સ્પષ્ટ કરતાં લખ્યું છે - જિણધમ્મો ૫૫૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ जयं चरे जयं चिट्ठे, जयं आसे जयं सए । નયં મુંનંતો, માસન્તો, પાવળાં ન બંધ ॥ દશવૈકાલિક, અધ્યયન-૪, ગાથા ૮ અર્થાત્ - યતનાપૂર્વક સાવધાની સાથે ચાલતા, ઊભાં રહેતાં, બેસતાં, ઊંઘતા, ખાતાં અને બોલતાં જીવ પાપકર્મનો બંધ નથી કરતો. સ્પષ્ટ છે કે આ ક્રિયાઓમાં યોગોની પ્રવૃત્તિ હોવાથી કર્મોનો આસ્રવ થાય છે, પરંતુ શાસ્ત્રકાર ફ૨માવે છે કે - “યતનાપૂર્વક કરવામાં આવ્યાના કારણે આ ક્રિયાઓથી કર્મનો બંધ નથી થતો.' અર્થાત્ યતનાપૂર્વક કરવામાં આવતી ક્રિયાઓથી પ્રાણવધ થઈ જવાથી પણ તે હિંસાની સદોષ શ્રેણીમાં નથી આવતો. કારણ કે પ્રમત્ત યોગ નથી. એના વિપરીત જ્યાં પ્રાણ વ્યપરોપણ ભલે ન હોય, પરંતુ પ્રમત્ત યોગ છે, તો તે હિંસાની સદોષ શ્રેણીમાં આવી જશે. જેમ કોઈ વ્યક્તિ કોઈને મારવા માટે બાણ ચલાવે છે, તે નિશાન ચૂકી જાય છે અને એનો પ્રાણ વ્યપરોપણ નથી થતો. અહીં પ્રાણ વ્યપરોપણ ન હોવા છતાંય પ્રમત્ત યોગ હોવાથી હિંસાનું પાપ એને લાગે જ છે. શાસ્ત્રકથામાં તંદુલ મચ્છનું ઉદાહરણ આવે છે. તંદુલ મચ્છ સમુદ્રમાં રહેનાર હજાર યોજનની અવગાહનાવાળા મચ્છની આંખોની ભ્રમર પર રહે છે. તંદુલ મચ્છ ખૂબ જ નાનો જીવ હોય છે. એ મોટા મચ્છના શ્વાસથી જળ સાથે હજારો માછલીઓ મચ્છ(મગર)ના મુખમાં ખેંચાઈ જાય છે અને ઉચ્છ્વાસ છોડવાથી પાછો નીકળી (જાય) આવે છે. આ દશ્ય જોઈને તંદુલ મચ્છ વિચારે છે કે - જો આ મચ્છના સ્થાને હું હોત અને મારા મુખમાં આટલી માછલીઓ આવી ગઈ હોત તો હું એક પણ માછલીને પાછી નીકળવા ન દેતો, બધાને ખાઈ લેતો.' છતાં તે નાનો જીવ તંદુલ મચ્છ શરીરથી કઈ નથી કરી શકતો, એણે માત્ર હિંસાની ભાવના જ કરી, છતાંય એને સાતમા નરકમાં જઈને અસંખ્ય વર્ષો સુધી દુઃખ ઉઠાવવું પડે છે, કારણ કે એણે પ્રમત્ત યોગથી માનસિક હિંસા કરી. પ્રશ્ન : જો પ્રમત્ત યોગ જ હિંસાની સદોષતાનું મૂળ બીજું છે તો હિંસાની વ્યાખ્યા એટલી જ યાપ્ત હશે કે - ‘પ્રમત્ત યોગ હિંસા છે.' અને જો એવું છે તો આ પ્રશ્ન સ્વાભાવિક જ ઊઠે છે કે પછી હિંસાની વ્યાખ્યામાં પ્રાણ-વ્યપરોપણને સ્થાન કેમ આપવામાં આવ્યું છે ? જવાબ : તાત્ત્વિક રૂપથી તો પ્રમત્ત યોગ જ હિંસા છે, પણ સમુદાય દ્વારા સંપૂર્ણતઃ અને બીજા ઘણાય અંશોમાં એનો ત્યાગ કરવો સંભવ નથી. એના વિપરીત સ્થળ હોવા છતાંય પ્રાણવધનો ત્યાગ સામુદાયિક જીવન હિત માટે વાંછનીય છે અને આ ઘણા અંશોમાં સંભવ પણ છે. પ્રમત્ત યાંગ ન પણ છૂટો હોય પણ સ્થૂલ પ્રાણવધ - વૃવત્તના ઓછા થઈ જવાથી પણ પ્રાયઃ સામુદાયિક જીવનમાં સુખ શાંતિ રહે છે. અહિંસાના વિકાસ ક્રમ અનુસાર 'વ્ર સમુદાયમાં પહેલાં સ્કૂલ પ્રાણનાશનો ત્યાગ અને પછી ધીરે-ધીરે પ્રમત્ત યાંગનો ત્યાગ સંભવ થાય છે. તેથી આધ્યાત્મિક વિકારામાં સહાયક રૂપમાં પ્રમત્ત યોગ રૂપ હિંસાનો ત્યાગ ઇષ્ટ હોવા છતાય સામુદાયિક જીવનની દૃષ્ટિથી હિંસાના સ્વરૂપના અંતગત સ્થૂલ પ્રાણનાશને અવિરતિ (અવ્રત) ૫૫૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્થાન આપવામાં આવ્યું છે તથા એના ત્યાગને પણ અહિંસાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. પ્રાણ વ્યપરોપણ સ્થૂલ હિંસા છે અને પ્રમત્ત યોગ ભાવ હિંસા છે - સૂક્ષ્મ હિંસા છે. સ્થૂલ હિંસાની નિવૃત્તિ કરતાં-કરતાં ભાવ હિંસા કે સૂક્ષ્મ હિંસાથી નિવૃત્તિની શ્રેણીમાં પહોંચી શકાય છે. તેથી ‘પ્રમત્ત યોગ’ પ્રાણ વ્યપરોપણ હિંસા આ કથન યથાર્થ જ છે. હિંસાની પરિભાષામાં ‘પ્રમત્ત યોગ’ કહેવામાં આવ્યો છે. ‘પ્રમત્ત યોગ શું છે,' આ પણ સમજી લેવું જરૂરી છે. 'प्रमोदो ज्ञान संशय विपर्ययरागद्वेष स्मृति-भ्रंश योग-दुष्प्रणिधान धर्मानादर भेदादष्ट विधः ' ધર્મસંગ્રહ, અધિ.-૩ અર્થાત્ - અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ-દ્વેષ, સ્મૃતિ-ભ્રંશ, યોગ દુષ્પ્રણિધાન અને ધર્મના અનાદરના ભેદથી પ્રમાદ આઠ પ્રકારના છે. ઉક્ત આઠ પ્રકારના પ્રમાદના કારણે જે પ્રાણ વ્યપરોપણ થાય છે, તે હિંસા છે. પ્રાણ વ્યપરોપણનો અર્થ છે પ્રાણોનો વિનાશ કરવો. પ્રાણ દસ છે, યથા - पंचेन्द्रियाणि त्रिविधं बलंच, उच्छ्वास निश्वास मथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्ताः तेषां वियोजीकरणं तु हिंसा ॥ પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયા રૂપી ત્રણ બળ, ઉચ્છ્વાસ, નિઃશ્વાસ અને આયુ - એ દસ પ્રાણ કહેવામાં આવ્યા છે, એમનો નાશ કરવો હિંસા છે. ઉપર બતાવેલા આઠ પ્રકારના પ્રમાદથી કોઈપણ પ્રકારના પ્રમાદવાળા યોગથી ઉક્ત દસ પ્રાણોમાંથી કોઈપણ પ્રાણનો વિનાશ કરવો હિંસા છે. અગર કોઈ કોઈના મનને પીડિત કરે છે તો તે પણ હિંસા છે, કોઈ કોઈના વચનનો વધ કરે છે તો તે પણ હિંસા છે. વિચારો પર કે ભાષણ પર બલાત રોક લગાવવી મન અને વચનનો વધ છે. માત્ર કોઈના શ્વાસોચ્છ્વાસને રોકી દેવો એ જ હિંસા નથી પરંતુ પાંચ જ્ઞાનેન્દ્રિયો, ત્રણ યોગ, શ્વાસોચ્છ્વાસ અને આયુ જે જીવને જન્મ લેતા જ પ્રાપ્ત થાય છે, એમને બલાત્ નિયંત્રિત કરી લેવો, દુષ્ટાશયથી એમની પ્રવૃત્તિ સ્વતંત્ર રૂપથી ન થવા દેવી - હિંસા છે. શુભ ભાવનાથી બાળક વગેરે અબોધ વ્યક્તિઓ પર અનુશાસનાત્મક નિયંત્રણ કરવું હિંસા નથી, પરંતુ દુષ્ટ આશયથી બલાત્ નિયંત્રણ કરવું હિંસા છે. ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે હિંસાના બે-ભેદ છે - દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. કોઈને કષ્ટ આપવું કે મારી નાખવું દ્રવ્ય હિંસા છે. બીજાને કષ્ટ પહોંચાડવા કે મારી નાખવાના ભાવ મનમાં લાવવા ભાવ હિંસા છે. લૌકિક દૃષ્ટિથી સાર્વજનિક શાંતિ માટે સાધારણતઃ દ્રવ્ય હિંસાને રોકવી આવશ્યક સમજવામાં આવે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે ખરાબ ભાવ રાખવા છતાંય જ્યાં સુધી એમને કાર્યરૂપમાં પરિણત નથી કરતા ત્યાં સુધી એ ભાવોથી વિશેષ લૌકિક હાનિ નથી માનવામાં આવતી અને ન એને અપરાધી જ માનવામાં આવે છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં ભાવોની પ્રધાનતા છે. તેથી કહ્યું છે - ૫૦ જિણધમ્મો Page #58 -------------------------------------------------------------------------- ________________ “નઃ પર્વ મનુષ્યUT, TRUT વન્યુ-મોક્ષયોઃ” કર્મ બંધ અને મુક્તિનું મુખ્ય કારણ મન જ છે. હિંસાનો મુખ્ય આધાર પણ મન છે. મનથી બીજાનું ખરાબ વિચારવું હિંસા છે. મનમાં ખરાબ વિચારો લાવવા આત્મ હિંસા છે. અસત્ સંકલ્પ કરવો આત્મવંચના છે. પાતંજલ યોગ સૂત્ર'ના વ્યાસ ભાષ્યમાં કહ્યું છે - હિંસા ભૂતનામાનદ્રોદ' અર્થાત્ પ્રાણીઓના પ્રત્યે દ્રોહ ન કરવો અહિંસા છે. આનો અર્થ છે કે પ્રાણીઓના પ્રત્યે દ્રોહ કરવો હિંસા છે. બીજા માટે કે પોતાના માટે અસત્ વિચાર કરવો દ્રોહ છે. દ્રોહનો અર્થ છે - દ્વેષ. આ ષભાવના જ હિંસાનું મૂળ હોવાથી હિંસા છે. હિંસા બધાં પાપોની જનની છે, તેથી આત્મ કલ્યાણના અભિલાષીઓને સ્વ-પર હિંસાથી બચવાની સાવધાની રાખવી જોઈએ. હિંસાથી બચવા માટે વિવેક-શક્તિને જાગૃત કરવી આવશ્યક છે. સાધકને પોતાના વિવેકથી એ નિર્ણય લેવો પડશે કે કઈ ક્રિયામાં અલ્પ પાપ છે અને કઈ ક્રિયામાં વિશેષ પાપ છે. વિવેકપૂર્વક ક્રિયા કરવાથી જીવ હિંસાની સદોષતાથી બચી શકે છે. પ્રાયઃ જોવા મળે છે કે ભોગ-વિલાસની અધિકાંશ સામગ્રી ખૂબ જ પાપમય રીતે તૈયાર કરવામાં આવે છે, તેથી પાપભીરુ વ્યક્તિને જોઈએ કે તેઓ પાપમય સામગ્રીનો ઉપભોગ ન કરે અને જીવનને સાદગી સાથે વિતાવે. જીવનમાં જેટલી તડક-ભડક થશે એટલી વધુ હિંસા થશે અને જીવનમાં જેટલી સાદગી હશે એટલી હિંસા પણ ઓછી થશે. તેથી અહિંસાના આરાધકને જીવનમાં સાદગી લાવવી જોઈએ અને પોતાની આવશ્યકતાઓને ઓછી કરવી જોઈએ. જેટલી આવશ્યકતાઓ ઓછી હશે, જીવન એટલું જ અનારંભી અને અહિંસક બનશે. આવશ્યકતાઓને વધારવી હિંસાને વધારવી છે, તેથી સ્થૂલ જીવનની તૃષ્ણા તથા એનાથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષ વગેરે દોષોને ઓછા કરવાનો હલ કરતા રહેવું જોઈએ. હિંસાના કારણે ચિત્તની કોમળતા ઘટે છે અને કઠોરતા વધે છે. સ્થૂલ જીવનની તૃષ્ણાના કારણે હિંસાને પીઠબળ મળે છે. તેથી ચિત્તમાં કોમળતાને વધારવા સહજ પ્રેમમય વૃત્તિ પેદા કરવી, જીવનને સાદું અને અંતર્મુખ બનાવવું વગેરે એવા ઉપાય છે જેમના દ્વારા વ્યક્તિ હિંસાના દોષથી બચી શકે છે. અસત્ય : પાંચ મોટાં અવ્રતોમાંથી દ્વિતીય અવ્રત છે - જૂઠું બોલવું. જૂઠા(ખોટા)ની વ્યાખ્યા કરતાં તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે - . માથાનકનૃતમ્' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૭, સૂત્ર-૯ અસત્ કથન કરવું જૂઠ છે. જો કે આ વ્યાખ્યામાં અસત્ કથનને અસત્ય કહેવામાં આવ્યું છે, છતાંય એનો ભાવ વ્યાપક છે. અસત્ કથનની જેમ અસત્ ચિંતન અને અસત્ આચરણ પણ અસત્યના અંતર્ગત આવી જાય છે. જેમ કે હિંસાની વ્યાખ્યામાં પ્રમત્ત યોગ'નો પ્રયોગ (અવિરતિ (અવ્રત) જ છે. જો પ૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ થયો છે એમ જ અહીં પણ આ વિશેષણ સમજી લેવું જોઈએ. તેથી પ્રમત્ત યોગથી જે અસતુ કથન કરવામાં આવે છે, તે અસત્ય છે. જે વસ્તુ જે રૂપમાં નથી અથવા જે છે જ નહિ, એને સંતુ કહેવું કે અન્યથા રૂપથી કહેવું અસત્ય છે. સત્ય હોવા છતાંય જે વચન પરપીડાકારી છે, તે બોલવું પણ અસત્ય છે. આ રીતે અસત્ય ભાષણનાં બે રૂપ પ્રતિફલિત થાય છે - (૧) પદાર્થને અન્યથા રૂપમાં કહેવું અને (૨) સત્ય રૂપ હોવા છતાંય પરપીડાકારી વચન બોલવા. નીતિકાર કહે છે કે - “સત્ય જૂથાત્ પ્રિયં વ્યા, ગૂંથાત્ સત્યપ્રિયમ્ ” એવાં જ વચન બોલવાં જોઈએ જે સત્ય હોય અને પ્રિય હોય. સત્ય હોવા છતાંય જે વચન અપ્રિય લાગતાં હોય એમને ન બોલવાં જોઈએ. આગમથી પણ આ જ વાતની પુષ્ટિ છે. ‘અચ'સાં કહ્યું છે - “તદેવ [vi a[[ત્તિ, પંડમાં પંડાત્તિ વા | वाहियं वावि रोगित्ति, तेणं चोरति नो वए ॥" - દશવૈકાલિક કાંણાને કાંણો કહેવો, નપુંસકને નપુંસક કહેવો, વ્યાધિગ્રસ્તને રોગી કહેવો, ચોરને ચોર કહેવો, સત્ય હોવા છતાંય અસત્ય છે, કારણ કે એનાથી બીજાના હૃદયને દુઃખ થાય છે. શંકિત ભાષાના સમાન કઠોર ભાષા, સત્ય હોવા છતાંય લોકમાં પ્રાણીઓનો ઘાત કરનાર અર્થાત્ અત્યંત અનર્થકારી હોય છે. તેથી કટુ, સત્યનો પણ પ્રયોગ ન કરવો જોઈએ. “મનસ્મૃતિ'માં પણ કહ્યું છે - "हीनांगानतिरिक्तान् विद्याहीनान् वयोऽधिकान् । रूप द्रव्यविहीनांश्च जातिहीनाश्च नाक्षिपेत् ॥" હીન અંગવાળાને કાંણો, લૂલો વગેરે, વધુ અંગવાળાને છ આંગળીવાળા વગેરે, અવિદ્વાનને મૂર્ખ, વધુ આયુવાળાને વૃદ્ધ - ડોસો વગેરે, રૂહીનને કુરૂપ, દ્રવ્યહીનને કંગાળ, હીન જાતિવાળાને નીચ વગેરે શબ્દોથી ન કહેવું જોઈએ. છતાં એ બાપા યથાર્થ છે, પરંતુ શબ્દોથી સાંભળનારનું હૃદય દુઃખે છે, તેથી એવું સત્ય સત્ય નથી. યોગ દર્શન’ના ભાષ્યમાં વેદ વ્યાસજીએ કહ્યું છે - ___“एषा सर्वभूतोपकारार्थ प्रवृत्ता न भूतोपघातायः यदि चैवमप्यभिधीयमाना ભૂતપધાતાય પરંવ યાત્, સત્ય મવેત્ ?' અર્થાત્ વાક્યોનો પ્રયોગ આ રીતે કરવો જોઈએ, જેનાથી જીવોનું મંગલ (સારું) થાય, કોઈને પણ દુઃખ ન થાય. જે વાક્યના ઠીક ઉચ્ચારણથી પણ બીજાને દુઃખ થાય તે સત્ય નહિ પણ અસત્ય છે. ‘દશવૈકાલિક સૂત્ર'ના ચોથા અધ્યયનની ટીકામાં મૃષાવાદ (જૂઠ) ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે - સદ્ભાવ પ્રતિષેધ, અસદ્દભાવોભાવન, અર્થાત્તર અને ગહાં. (પકર)))))))))) ))( જિણધમો) Page #60 -------------------------------------------------------------------------- ________________ સભાવ પ્રતિષેધ એ જૂઠને કહે છે, જેના દ્વારા કોઈના હૃદયમાં સ્થિત (રહેલા) સારા ભાવોને ખરાબ બતાવવામાં આવે અથવા વિદ્યમાન વસ્તુને અવિદ્યમાન કહેવામાં આવે. જે વસ્તુ નથી, એનું વિધાન કરવું અસભૂતોભાવન અસત્ય કહેવાય છે. જેમ કે જીવને ન મારવામાં ધર્મ છે. પરંતુ મરતા જીવને બચાવવામાં પાપ બતાવવું, કે કોઈની કોઈ રીતે સહાયતા કરવામાં, માતા-પિતા-પતિની સેવા કરવામાં અને વિનય કરવામાં પાપ બતાવવું તથા એમને કુપાત્ર સમજવાના ભાવ ભરવા વગેરે. અર્થાન્તર એ જૂઠને કહે છે, જેનાથી કોઈ વાત, પુસ્તક, વસ્તુ વગેરેના વાસ્તવિક અર્થ કે ગુણ વગેરેની જગ્યાએ અવાસ્તવિક ગુણ, અર્થ વગેરે બતાવવામાં આવે. જેમ કે ગાયને ઘોડો બતાવવો, અમૃતને વિષ કે વિષને અમૃત બતાવવું. શાસ્ત્રના સાચા અર્થને છોડીને બીજો જ અર્થ કરવો. એ કાર્ય, વાત કે વિચારને ગઈ જૂઠ કહે છે, જેનાથી કોઈની નિંદા થાય કે કોઈના હૃદયને દુઃખ પહોંચે. અસત્ય ભાષણનાં કારણો : “પ્રાયઃ મનુષ્ય ચાર કારણોથી વશીભૂત થઈને મિથ્યા ભાષણ કરે છે - ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. અસત્ય ભાષણના મૂળમાં જો આપણે જઈએ તો આપણને ઉક્ત ચાર કારણોમાંથી કોઈ કારણ રહેલું મળશે. પરસ્પર લડતાં-ઝઘડતાં, દ્વેષ, ક્લેશ કે આવેશમાં લગભગ મનુષ્ય ખોટું (જૂઠું) બોલે છે. લોભથી વશીભૂત થઈને બીજાને છેતરવા માટે, ઠગવા માટે, હંમેશાં જૂઠું બોલવામાં આવે છે.” સત્ય વાત કહેવાથી મને સજા મળશે, મારી પ્રતિષ્ઠાને આંચ આવશે, મારું માન-સન્માન ઓછું થશે વગેરે દંડ કે માનભંગથી ડરીને પણ વ્યક્તિ જૂઠનો સહારો લે છે. હસી-મજાક, હાસ્ય-વિનોદમાં પણ જૂઠું બોલવામાં આવે છે ? અનેક મતાગૃહી વ્યક્તિ જ્ઞાની ન હોવા છતાંય જ્ઞાની કહેવડાવવાના લોભથી મિથ્યા પ્રરૂપણાઓ કરે છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં મિથ્યા ભાષણના વિષયમાં માર્મિક વિવેચન કરતા કહ્યું છે - “બીજું આસ્રવ દ્વાર મિથ્યા ભાષણ છે. આ મિથ્યા ભાષણ ગુણ-ગૌરવથી હીન વ્યક્તિઓ દ્વારા સેવન કરવામાં આવે છે. આ ભય, દુઃખ, અકીર્તિ અને વેરને વધારે છે. પારલૌકિક વિષયોથી અરતિ (દ્રષ) અને સાંસારિક વિષયોથી રતિ (રાગ) કરાવનાર છે. રાગ-દ્વેષ અને ક્લેશનું કારણ છે. મિથ્યા ભાષણ કરવાથી મનુષ્યનો વિશ્વાસ નથી રહેતો, એનાથી પ્રાણીઓની હિંસા પણ થાય છે. આ મિથ્યા ભાષણના કારણે પ્રાણીને વારંવાર સંસારમાં જન્મ-મરણ કરવું પડે છે. આ અનાદિ કાળથી ચાલતા સંસારમાં પ્રાણીઓ સાથે હંમેશાં ચાલતું આવ્યું છે. આનું પરિણામ ખૂબ ભયંકર આવે છે. આ અધર્મનું બીજું દ્વાર છે.” ( અવિરતિ (અવ્રત) ૨૨૨૦૦૦ (૫૬૩) Page #61 -------------------------------------------------------------------------- ________________ કેટલું યથાર્થ અને માર્મિક ચિત્રણ છે આ અસત્યનું. અસત્ય અસ્વાભાવિક, અવાસ્તવિક અને કૃત્રિમ વસ્તુ છે. મનુષ્યને અસત્ય એ જ રીતે શીખવું પડે છે જેમ કે ઠગ કે ચોર કોઈને પોતાનો ગુરુ બનાવીને એનાથી શનૈઃ શનૈઃ ચોરી અને ઠગાઈની કળા શીખે છે. શીખતાં પહેલાં મનુષ્યમાં એ દુર્ગુણ નથી હોતા, એ જ રીતે મનુષ્યના સ્વચ્છ હૃદયમાં અસત્ય પણ નથી હોતું, અસત્ય શીખવું પડે છે. મહાભારત'ના શાંતિપર્વમાં કહ્યું છે - “નાસ્તિ સત્યા-રો થઈ:, નાનૃતાત્ પાતૐ પરમ્ | स्थितिहिं सत्यधर्मस्य, तस्मात्सत्यं न लोपयेत् ।" સત્યના સમાન ધર્મ નથી અને અસત્યના સમાન કોઈ પાપ સત્યના આશ્રયથી ધર્મ ટકે છે, તેથી સત્યનો લોપ કદી ન કરવો જોઈએ. સત્ય અને અસત્યની વિશેષ વ્યાખ્યા વ્રત પ્રકરણમાં કરવામાં આવશે. અહીં એટલું સમજી લેવું જોઈએ કે અસત્ય ભાષણ બીજા અવ્રતનું દ્વાર છે. એનાથી બચવું જોઈએ. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા રાખવી જોઈએ. પ્રમાદથી વશીભૂત થઈને દુર્ભાવથી ન તો અપ્રિય વિચારવું જોઈએ, ન અપ્રિય બોલવું જોઈએ અને ન અપ્રિય આચરણ કરવું જોઈએ. અદત્તાદાન (ચોરી) : અવ્રતનું ત્રીજું દ્વાર અદત્તાદાન કે ચોરી છે. આની પરિભાષા કરતાં “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે - સત્તાવાનસ્ તેયમ્' - તત્ત્વાર્થ, અધ્ય-૭, સૂત્ર-૧૦ આપ્યા વગર લેવું તેય (ચોરી) છે. જે વસ્તુ પર કોઈ બીજાનું સ્વામિત્વ હોય, ભલે તે વસ્તુ તૃણવત્ મૂલ્ય રહિત હોય, એના સ્વામીની આજ્ઞા વગર ચૌર્ય-બુદ્ધિથી ગ્રહણ કરવું ચોરી છે. મન, વચન, કાયા દ્વારા બીજાના હકોનું સ્વયં હરણ કરવું, બીજાથી હરણ કરાવવું કે એનું અનુમોદન કરવું ચોરી છે. જેના પર પોતાનો વાસ્તવિક રીતથી અધિકાર નથી, એના પર એના સ્વામીની આજ્ઞા વગર અધિકાર કરવાને, એને પોતાના કામમાં લેવા અને એનાથી લાભ ઉઠાવવાને ચોરી કહે છે. મનમાં બીજાના હકો હરણ કરવાનો સંકલ્પ-વિકલ્પ કરવો માનસિક ચોરી છે. વચન દ્વારા બીજાના હકોનું હરણ કરવું કે બીજાની વાણીને છુપાવવી વાચિક ચોરી છે. આમ, જે કાર્યોને કરવાથી બીજાના હકોને આઘાત પહોંચાડે છે, બીજાના હકોને જે કાર્યો દ્વારા અપહરણ કરવામાં આવે છે કે બીજા પોતાના હકોથી વંચિત રહે છે, એ બધાં કાર્યોની ગણના કાયિક ચોરીમાં છે. (પ૬૪) જે છે તે છે કે જે જિણધમો) Page #62 -------------------------------------------------------------------------- ________________ ચોરી મુખ્યત્વે બે પ્રકારની હોય છે - એક તો વાસ્તવિક માલિકની અનુપસ્થિતિમાં કે એની અસાવધાનીમાં જેમ સેંધ લગાવીને, ખિસું કાપીને, તાળું તોડીને ચોરી કરવી વગેરે. બીજી વાસ્તવિક માલિકની ઉપસ્થિતિમાં કે સાવધાનીમાં પણ જેમ કે - ધાડ પાડીને, માર્ગમાં લૂંટ કરીને ચોરી કરવી વગેરે. સેંધ લગાવીને, ખિસું કાપીને, ધાડ પાડીને, માર્ગમાં લૂંટી-ઠગીને, નકલી નોટો, હૂંડી બનાવીને, ખોટો દસ્તાવેજ બનાવીને, રાજ્યના મહેસૂલ (કર) ચોરીને, ગ્રાહકથી કપટ દ્વારા વધુ ફાયદો (નફો) લઈને, પડેલી ચીજ બીજાની માલિકીની જાણતા હોવા છતાં ઉઠાવવા વગેરે વગેરે ઉપાયોથી બીજાના હકોનું અપહરણ કરવું અને લાભ ઉઠાવવો ચોરી છે. આ રીતે વસ્તુમાં સંમિશ્રણ કરવું, એક વસ્તુ બતાવીને બીજી દેવી કે લેવી, ઓછું આપવું, વધુ લેવું - લાંચ લેવી - આપવી પણ ચોરી છે. એવા બીજા અનેક ઉપાયોથી ચોરી કરવામાં આવે છે. લૌકિક દૃષ્ટિથી ચોરીની ગણનામાં એ જ કાર્ય આવે છે, જેમના કરવાથી શાસકીય નિયમાનુસાર દંડની વ્યવસ્થા છે. પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં એ બધાં કાર્યો ચોરીના અંતર્ગત આવે છે, જેમના દ્વારા બીજાના ન્યાયોચિત અધિકારોનું અપહરણ થતું હોય. લૌકિક કાનૂનમાં ચોરીનું ક્ષેત્ર સંકુચિત છે, પરંતુ ધાર્મિક કાનૂનમાં ચોરીનું ક્ષેત્ર ખૂબ જ વ્યાપક છે. આજના ભૌતિક અને સભ્ય કહેવાતા યુગમાં ચોરીની જૂની પદ્ધતિઓ ઓછી થઈ ગઈ છે, પરંતુ નવી-નવી અનેક પદ્ધતિઓ શોધી કાઢવામાં આવી છે. સેંધ લગાવવા, ધાડ પાડવી, ખિસું કાપવું વગેરે રાજ્ય નિગમથી દંડનીય ઉપાયો દ્વારા ચોરી કરનાર ભલે નાની કે બે-ચાર રૂપિયાની ચીજ ચોરે, છતાંય તે ચોર કહેવાય છે અને રાજ્ય નિયમાનુસાર દંડિત થાય છે. પરંતુ સભ્ય ઉપાયો દ્વારા ચોરી કરનાર હજારો, લાખો અને કરોડો રૂપિયાની ચોરી કરીને પણ શાહુકારો જ બની રહે છે અને રાજ્ય દંડથી બચ્યા રહે છે. પરંતુ આધ્યાત્મિક શાસનના કાયદા અનુસાર તે ચોરની ગણતરીમાં આવે છે અને એ અચૌર્ય કર્મનું ફળ એમને કર્મના ન્યાયાલયમાં મળશે જ. તેથી ભલે એ ચોરીની સભ્ય પદ્ધતિઓ લૌકિક કાનૂનમાં દંડનીય ન હોય છતાંય આત્મકલ્યાણના અભિલાષીઓએ એમનાથી બચવું જ જોઈએ. કારણ કે સમાજ માટે એ ચોરીની સભ્ય પદ્ધતિઓ વધુ ઘાતક હોય છે. સામાન્ય ચોરોથી તો લોકો સાવધાન રહે છે, પરંતુ સભ્ય ઉપાયોથી ચોરી - ઠગાઈ કરનાર નામધારી શાહો અને શાહુકારોથી જનતા સાવધાન નથી રહી શકતી. તે ચોર લોકો રાતમાં, એકાંતમાં, લોકોની નજરોથી બચીને પોતાનું કામ કરે છે, જ્યારે એ નામધારી શાહ કે શાહુકાર બજારમાં બેસીને પોતાનું કાર્ય ચતુરાઈથી કરી લે છે. આ પ્રકારની ચતુરાઈપૂર્ણ ચોરીના કેટલાક નમૂના આ પણ છે. અનેક વ્યક્તિ વ્યાપારમાં સ્થિતિનો ખોટો રોબ (પ્રભાવ) જમાવીને લોકોથી માલ ઉધાર લાવે છે, વ્યવહાર કરે છે અને બીજાના રૂપિયા પોતાની પાસે જમા રાખે છે. આમ, બીજાનું ધન ખેંચીને ખોટું જમા-ઉધાર કરીને પછી અચાનક દેવાળું કાઢી દે છે. (અવિરતિ (અવ્રત) 00000000000000 [૫૫] Page #63 -------------------------------------------------------------------------- ________________ અનેક વેપારી પોતાની સંપત્તિના બળથી બજારોમાં એકદમથી વસ્તુનો ભાવ ઘટાડી કે વધારી દે છે અને આમ, આખા બજાર પર પોતાનું આધિપત્ય જમાવીને બીજાના હકોનું અપહરણ કરે છે. અનેક વ્યક્તિ અભણ ઉધાર લેનાર ગરીબ લોકોને એકસો રૂપિયા આપીને એક શૂન્ય વધારીને એક હજારનો દસ્તાવેજ લખાવી લે છે. આ પ્રકારે વ્યાજ, સવા, દોઢા વગેરેમાં પણ છળથી બેગણું-ત્રણગણું કરી લે છે. અનેક બધું કોઈ સાર્વજનિક સંસ્થા કે લોકોપયોગી કાર્ય માટે ધન એકત્રિત કરીને કાં તો એકદમથી દાબી રાખે છે, કે નામ માત્ર માટે થોડું ઘણું ખર્ચ કરીને બાકીનું ધન હજમ કરી લે છે. કોઈ-કોઈ એવી સંસ્થા કે કાર્યને થોડા સમય સુધી જ્યાં સુધી કે એના નામ પર ધન પ્રાપ્ત થતું રહે છે, ચલાવતા પણ રહે છે અને એનાથી પોતાનો મતલબ (સ્વાર્થ) પણ પાર પાડે છે. અનેક વ્યક્તિઓએ વિજ્ઞાપનબાજીને ચોરીનું સાધન બનાવી રાખે છે. સમાચારપત્રો, હેંડબિલો વગેરે દ્વારા વિજ્ઞાપન કરીને લોકોથી ઓર્ડર કે ઇનામ (કિંમત) લે છે, પરંતુ વિજ્ઞાપન અનુસાર ન તો માલ આપે છે અને ન કાર્ય કરે છે. આજના પ્રચારપ્રસારના યુગમાં વિજ્ઞાપનબાજી દ્વારા ભયંકર ચોરી કરવામાં આવી રહી છે. દુઃખનો વિષય છે કે આજકાલના વેપાર અને વ્યવસાયમાં આ પ્રકારની ચતુરાઈપૂર્ણ ચોરી ઘણી રીતે કરવામાં આવી રહી છે. આજકાલના વેપારીઓમાં દ્રવ્યની લોલુપતા ખૂબ જ વધારે વધી ગઈ છે. રાતની રાતમાં લખપતિ-કરોડપતિ બનવાની ધૂન વ્યાપારી પર સવાર છે, જેના કારણે ઉપભોકતાઓની ખુલ્લી લૂંટ થઈ રહી છે, તસ્કરી અને કાળા બજાર કરવામાં આવી રહ્યા છે, ખોટા હિસાબ-કિતાબ રાખવામાં આવે છે, સરકારી અફસરોને લાંચ આપીને શાસકીય નિયમોને નેવે મૂકી બે નંબરનો વ્યવસાય અને તસ્કરી (લૂંટફાટચોરી) વ્યવસાય છ ગદ્દારો સાથે કરવામાં આવી રહ્યો છે. શાસનની આંખોમાં ભલે ધૂળ નાખી શકાય છે, પરંતુ કર્મના શાસનમાં આ પ્રકારની ગદ્દારી નથી ચાલી શકતી. આધ્યાત્મિક શાસન એમને ચોરીનો અપરાધી જાહેર કરે છે અને આગળ-પાછળ એ ચોરીનો દંડ એમને ભોગવવો જ પડશે, કારણ કે કર્મના ધર્મ શાસનમાં કોઈ લાંચ નથી ચાલતી, કોઈ ઓળખાણ કામ લાગતી નથી. ત્યાં સ્પષ્ટ ન્યાય થાય છે. તેથી આત્માનો ડર રાખતાં એવી સભ્ય ચોરીઓથી બચવું જરૂરી છે. દ્રવ્યની લોલુપતા ઘટાડીને ન્યાયપૂર્વક આજીવિકા કરવી જોઈએ. “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં બીજાં અનેક કાર્યોને ચોરીના અંતર્ગત માનવામાં આવ્યા છે. ત્યાં કહેવામાં આવ્યું છે - અદત્તાદાન વિરમણ વ્રતને ધારણ કરનાર બીજાની નિંદા ન કરે, બીજાના દોષ ન કાઢે, બીજાથી દોષ ન કરે, બીજાના નામ પર લાવેલી વસ્તુ સ્વયં ન ભોગવે, બીજાને સુકૃત, સચરિત્રતા અને ઉપકારનો નાશ ન કરે, બીજાને દાન આપવામાં વિઘ્ન ન કરે તથા બીજાના ગુણ સાંભળીને અસહનશીલ ન બને, કારણ કે એવું કરવું ચોરી છે.” “દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે - [પ૬૬) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો ) Page #64 -------------------------------------------------------------------------- ________________ "तव तेणे वयतेणे, रूवतेणे य जे नरे । સાવાર માવ તેને ય, બૈરું દેવિિબ્રાં ?' જે વ્યક્તિ તપ, અવસ્થા, આચાર અને ભાવને છુપાવે છે, બીજાઓ દ્વારા પૂછવાથી સ્પષ્ટ નથી કહેતો, તે સાધુ હોવા છતાંય કિલ્પિષ (નીચ) દેવની યોનિમાં ઉત્પન્ન થાય છે. “ગીતામાં કહ્યું છે - “સ્નેત્તા ન પ્રાપ્યો મુંવત્તે તેના પુત્ર સં: ” પોતાના ઉપર જેનો ઉપકાર છે, જેનાથી પોતાને સહાયતા મળે છે, એનો બદલો ન ચુકાવવો ચોરી છે. કોઈ વસ્તુની કમીથી (ન હોવાથી) બીજાને હાનિ પહોંચે છે, તે વસ્તુનું આવશ્યકતાથી વધુ સંચય કરવું કે ઉપભોગ કરવો એ પણ એક પ્રકારની ચોરી છે. કારણ કે એવું કરવાથી બીજાઓને એ વસ્તુના ઉપભોગથી વંચિત થવું પડે છે. આમ, ઘણાંય કાર્યોની ગણના ચોરીમાં કરવામાં આવી છે. ચોરીનાં કારણો : ચોરી કરવાનું મુખ્ય કારણ દ્રવ્ય લોલુપતા છે. વ્યક્તિ જ્યારે વિષયોની લાલચી બને છે, ભોગો માટે લાલાયિત રહે છે ત્યારે તે એને પ્રાપ્ત કરવા માટે ચોરી કરવામાં પણ સંકોચ નથી કરતો. ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૨મા અધ્યયનમાં કહ્યું છે - વે તિરે પરિદિગ્નિ, સોવત્તો ન વે સુદ્દેિ ! अतुट्ठि दोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥" - ગાથા-૨૯ અર્થાતુ રૂપ અને રૂપવાનના પરિગ્રહમાં જે અત્યંત આસક્ત છે, જેને આના સંગ્રહની હંમેશાં લાલસા રહે છે, તે લોભનો મારેલો તથા અસંતોષના વેગથી વ્યાકુળ બનીને બીજાની ચોરી કરે છે. આ જ વાત શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ માટે પણ કહી છે. અર્થાત્ જે આનો લાલચુ બની જાય છે તે ચોરી કરવામાં સંકોચ નથી કરતો. વિષયસુખનો લોભ અને આસક્તિ ચોરીનું અંતરંગ કારણ છે. ચોરીનાં બાહ્ય કારણોમાંથી મુખ્ય-મુખ્ય કારણ આ પ્રમાણે બતાવી શકાય છે. વ્યક્તિ જ્યારે આર્થિક સ્થિતિથી મજબૂર થઈ જાય છે અને એની પાસે કોઈ રોજગાર નથી હોતો તો તે ચોરી કરવા માટે મજબૂર થઈ જાય છે. સામાજિક વિષમતા આના માટે થોડી હદ સુધી જવાબદાર કહી શકાય છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે - ___ 'बुभुक्षितः किं न करोति पापम्' (અવિરતિ (અવ્રત) STD ૫૬) Page #65 -------------------------------------------------------------------------- ________________ ભૂખ્યો મનુષ્ય કયું પાપ નથી કરતો ! ભૂખથી અને બેકારીથી પીડિત વ્યક્તિ અપરાધમય વૃત્તિની તરફ વળી જાય છે. અનેક ભૂખ્યા અને બેકાર લોકો સાત્ત્વિક વૃત્તિના અભાવમાં ચોરી વગેરે અનૈતિક કાર્ય કરવામાં લાગી જાય છે. નકામો ખર્ચ અને દુર્વ્યસનોના ચક્કરમાં ફસાયેલી વ્યક્તિ પણ ચોરી કરવા લાગે .છે. જુગાર, સટ્ટો, દારૂ, ગાંજો, ભાંગ, વેશ્યાગમન વગેરે દુર્વ્યસનોમાં પડેલી વ્યક્તિને જ્યારે પૈસાની તંગીનો અનુભવ થાય છે ત્યારે પણ તે ચોરી કરવા લાગે છે. કેટલીક સામાજિક કૂપ્રથાઓ પણ ખોટો ખર્ચ અને અપવ્યયને પ્રોત્સાહિત કરે છે. એમના ચક્કરમાં પડીને વ્યક્તિ અનૈતિક ઉપાયોથી ધનાર્જન કરવા ઉત્સાહિત થઈ જાય છે. એમાં ચોરી પણ સામેલ છે. કેટલાક લોકો માન-પ્રતિષ્ઠા અને કીર્તિની લાલચમાં પડીને પણ ચોરી કરે છે. જેમ કે કેટલાક લેખક કે કવિઓ બીજાના લેખ કે કવિતાઔને ચોરીને પોતાના નામથી પ્રકાશિત કરાવે છે. આ કીર્તિની કામનાથી કરવામાં આવે છે. એ જ રીતે કેટલાક લોકો અનૈતિક રીતોથી ધન એકઠું કરીને એને વિવાહ-લગ્ન, મહેમાનગતિ, ભ્રમણ (ફરવા) વગેરેમાં ખર્ચ કરીને પોતાની મોટાઈ પ્રદર્શિત કરવા માંગે છે. કેટલાક લોકો કીર્તિની ચાહતમાં પોતાને એવું બતાવવા માંગે છે. જેમ કે વાસ્તવમાં તે નથી હોતા. કોઈ સાધુ આચારવાન ન હોવા છતાંય પણ સ્વયંને આચારવાન, વિદ્વાન ન હોવા છતાંય સ્વયંને વિદ્વાન, તપસ્વી ન હોવા છતાંય સ્વયંને તપસ્વી બતાવવા માટે આડંબર કે પ્રદર્શનનો સહારો લે છે. આ બધા ચોરીના જ રૂપ છે. ‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર’માં આ વિષયને લઈને સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે જે આ રીતે છે : બીજાનું ધન હરણ કરવામાં દક્ષ, એના માટે અવસરને જાણીને સાહસ કરનારા અને હાથની સફાઈવાળા લોકો ચોરી કરે છે. પોતાના સ્વરૂપને છુપાવીને, વાતોનું આડંબર બનાવીને, મીઠું-મીઠું બોલીને, બીજાને છેતરનાર ચોર હોય છે. જેનો આત્મા તુચ્છ છે, જેની ધન-લાલસા વધેલી છે, જે દેશ કે સમાજથી તિરસ્કૃત છે, જેને મર્યાદાભંગ કરવામાં સંકોચ નથી, જે જુગાર ૨મે છે, ચોરીમાં અડચણ દેનારને કે જેનાથી ધન મળવાની આશા છે, એની ઘાત કરવામાં જેને ભય કે સંકોચ નથી થતો, પોતાના સાથીઓનો ઘાત કરવામાં પણ જે નથી ડરતો, જે ગામ, નગર, જંગલ વગેરેને સળગાવી દે છે, તે ચોરી કરે છે. જે ઋણ લઈને પછી પાછું આપવાનું નથી જાણતો, જે સંધિભંગ કરે છે, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકામાં જે ભેદ નાખે છે ચોરી કરનારને એના કાર્યમાં કોઈપણ રૂપમાં સહાયતા કરે છે, તે ચોર છે. ચોર લોકો જબરદસ્તી અને ગુપ્ત રહીને વશીકરણ વગેરે મંત્રોનો પ્રયોગ કરીને ગાંઠ કાપીને તથા બીજા પણ ઉપાયોથી બીજાનું ધન, સ્ત્રી, પુરુષ, દાસ-દાસી, ગાય, ઘોડા વગેરે હરણ કરી લે છે. આમ, રાજ્ય ભંડાર તોડીને પણ ધન હરણ કરે છે. આ જ રીતે બીજાના ધનને હરણ કરવાના પ્રત્યાખ્યાન રહિત, વિપુલ બળ ૫૬૮ જિણધમ્મો Page #66 -------------------------------------------------------------------------- ________________ પરિવારવાળા, પોતાના ધનમાં સંતોષ ન માનનારા અને બીજાના ધનનો લોભ રાખનારાઓ ઘણાયે રાજાઓ બીજા રાજાઓના દેશોને નષ્ટ કરીને ધન હરણ કરવા માટે, યુદ્ધના નિમિત્ત ચતુરંગિણી સેના સજાવીને વિજયનો દર્પ રાખનારા યોદ્ધાઓને લઈને યૂહરચના કરીને બીજાના બળને નષ્ટ કરીને એનું હરણ કરે છે. ‘અનુકંપા અને પરલોકના ડરથી રહિત ચાર લોકો, ગામ-નગર-ખોતમ (ખદાન) -આશ્રમ વગેરે તથા સમૃદ્ધ દેશોને લૂંટી લે છે અને એમને નષ્ટ કરી નાખે છે. ચોરી કરવામાં લાગેલા દારુણ બુદ્ધિવાળા નિર્લજ્જ લોકો અન્યનાં ઘરોમાં અવસર જોઈ ઘરમાં રાખેલું ધન વગેરે હરણ કરી લે છે અને સૂતા કે ગાફેલ લોકોને લૂંટી લે છે. એવા લોકો ધનની ખોજમાં કાળઅકાળ અને જાણે-અજાણનો યોગ્ય સ્થાનનો વિચાર નથી કરતા. જ્યાં લોહીનું કીચડ (કાદવ) થઈ રહ્યું છે, મૃતકોના શબ લોહીથી લથપથ પડ્યા છે, પ્રેત-ડાકિની-શાલિની જ્યાં ફરે છે, શિયળ-ઘુવડ વગેરે જ્યાં ભયંકર શબ્દ કરે છે, એવાં ઘોર સ્મશાનોમાં, એકલા (સુના) મકાનોમાં, પર્વતની ગુફાઓમાં તથા જ્યાં સાપ વગેરે ભયાનક જાનવર રહે છે, એવા વિષમ જંગલોમાં રહીને ઠંડી-તાપની પીડા સહન કરે છે અને એ જ ચિંતા કરે છે કે કોઈનું ધન હરણ કરે. એવાં સ્થાનોમાં રહેતા લોકો ભણ્ય-અભક્ષ્યનું સેવન કરે છે. જેમ ચિત્તો શિકારની શોધમાં અહીં-તહીં ઘૂમે-ફરે છે, એ જ રીતે ચોર લોકો બીજાના ધનની શોધમાં અહીં-તહીં ઘૂમતા ફરે છે અને નરક-તિર્યંચ યોનિમાં થનારાં કષ્ટોને અહીં જ ભોગવે છે. ચોરી કરનાર લોકો સજ્જનોથી નિંદનીય છે, પાપી છે, રાજાજ્ઞાના ભંજક છે, પ્રાણીઓને દુઃખ આપનારા છે, અને માનસિક ચિંતાઓ તથા સેંકડો દુઃખોથી યુક્ત છે. ચોરી કરનારાઓની વૃત્તિઓ એટલી ખરાબ થઈ જાય છે કે સંસારના કોઈપણ નીચ કાર્યથી એને ધૃણા નથી થતી. એની વૃત્તિઓ નિરંતર પાપમાં જ લાગેલી રહે છે. પ્રેમ, દયા, અહિંસા વગેરે ગુણ ચોરી કરનારા પાસે નથી હોતા. ચોરી કરનારાઓની કીર્તિ નષ્ટ થઈ જાય છે. એવી વ્યક્તિનો વિશ્વાસ કરવો તો દૂર રહ્યો, લોકો એની પાસે ઊભા રહેવું પણ પસંદ નથી કરતા, એને ધૃણાની નજરથી જુએ છે. ચોરી કરનારાઓની આલોક અને પરલોકમાં ભારે (મોટી) દુર્ગતિ થાય છે. ચોરીનું ફળ ખૂબ દારુણ છે. આ મોટા પાપનો પ્રવાહ છે, તેથી અવ્રત રૂપ આમ્રવનું દ્વાર છે. સ્થૂલ અદત્તાદાન-વિરમણ વ્રત, એના અતિચાર, સંપૂર્ણ અદત્તાદાન વિરમણ રૂપ મહાવ્રત વગેરેનો વિચાર, વ્રતના પ્રકરણમાં કરવામાં આવશે. અહીં અવ્રતના પ્રકરણમાં અદત્તાદાનના વિશે યત્કિંચિત્ વર્ણન કરવામાં આવ્યું છે. આને ધ્યાનમાં લઈને અદત્તાદાન રૂપ અવ્રતથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. દ્રવ્યની લોલુપતા પર અંકુશ રાખીને ન્યાયોપાર્જિત ચિત્તથી જીવન વ્યવહાર ચલાવવાની સાવધાની રાખવી જોઈએ. અબ્રહ્મ : - કામ-રાગજન્ય નર-નારીની ચેષ્ટાઓને અબ્રહ્મ કહે છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં “મૈથુનબ્રહ્મ કહેવામાં આવી છે. મિથુનની પ્રવૃત્તિને મૈથુન કહેવામાં આવે છે. મિથુન' શબ્દ સામાન્ય (અવિરતિ (અવ્રત) , , , , , , , ,પ૬૯) Page #67 -------------------------------------------------------------------------- ________________ રીતે સ્ત્રી-પુરુષની જોડીના અર્થમાં પ્રસિદ્ધ છે. આ સ્થૂલ દષ્ટિથી માનવામાં આવેલો અર્થ છે. જોડી સ્ત્રી-પુરુષની, પુરુષ-પુરુષની કે સ્ત્રી-સ્ત્રીની પણ હોઈ શકે છે. આ સજાતીય અથવા વિજાતીયનો પણ હોઈ શકે છે. એવી જોડીની કે એક વ્યક્તિની પણ કામ-રાગના આવેશથી ઉત્પન્ન માનસિક, વાચિક અથવા કાયિક કોઈપણ પ્રવૃત્તિ અબ્રહ્મ છે. કામ-રાગજન્ય ચેષ્ટાઓને અબ્રહ્મ કહેવાનું વિશેષ પ્રયોજન છે. જે બ્રહ્મ ન હોય તે અહ્મ છે. બ્રહ્મનો અર્થ છે - જેના પાલન અને અનુસરણથી સગુણોની વૃદ્ધિ થાય. જે તરફ જવાથી સગુણોમાં વૃદ્ધિ ન થાય પણ દોષોનું જ પોષણ થાય, તે અબ્રહ્મ છે. મૈથુન-પ્રવૃત્તિ એવી છે કે એમાં પડતાં જ બધા દોષોનું પોષણ ને સદ્ગણોના હાસનો પ્રારંભ થઈ જાય છે. તેથી મૈથુનને અબ્રહ્મ કહ્યો છે. અબ્રહ્મ અવ્રત હોવાથી આમ્રવનું દ્વાર છે. આ આમ્રવનું મહાદ્વાર છે. આને આસ્રવનું મહાદ્વાર કહેવાનો અભિપ્રાય એ છે કે આ અવ્રતના ખુલ્લા રહેવાથી અન્ય અવ્રતોનો આરવ પણ અવશ્યભાવી છે. જો આસવનું આ મહાદ્વાર બ્રહ્મવ્રતની આરાધના દ્વારા બંધ કરી દેવામાં આવે છે તો અન્ય આસ્રવ પણ રોકાઈ જાય છે. આ મહાદ્વારના ખુલ્લા રહેવાથી નાનાં કારોને બંધ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. શાસ્ત્રકારોએ અબ્રહ્મને મહાદોષ બતાવ્યો છે, એ જ કારણ છે કે અબ્રહ્મથી વિરતિ કરવાને મોટું વ્રત માનવામાં આવે છે. આ અવ્રતની એક વિશેષતા એ છે કે એમાં કોઈ અપવાદ નથી રાખવામાં આવ્યો. અન્ય અવ્રતોમાં અપવાદ છે - છૂટ છે, પરંતુ અબ્રહ્મમાં કોઈ અપવાદ નથી. હિંસા-ખોટું (જૂઠું) વગેરેમાં પ્રમત્ત યોગ હોવાથી સદોષતા આવે છે, પરંતુ અબ્રહ્મ તો પ્રમત્ત ભાવમાં જ થાય છે. અપ્રમત્ત દશામાં અબ્રહ્મ સંભવ નથી. જેમ કે કહ્યું છે કે - "न वि किंचि अणुण्णायं पडिसिद्धं एगंतओ जिणवरिंदेहिं । मोत्तूण मेहुणभावं न तं बिणा राग-दोसेहिं ॥" જિનેશ્વર દેવોએ એકાંત રૂપથી ન તો કોઈની અનુજ્ઞા જ કરી છે અને ન નિષેધ કર્યો છે, પરંતુ મૈથુન ભાવનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે તે રાગ-દ્વેષ વગર સંભવ જ નથી. આ કથનથી પણ અબ્રહ્મ - અવ્રતની ભયાનકતા પ્રગટ થાય છે. અબ્રહ્મનો અવ્રત વિશેષ રૂપથી ઘાતક અને મારક છે, કારણ કે આ ઉપરથી વધુ રમણીય અને લોભામણું લાગે છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં ૩૨મા અધ્યયનમાં કહ્યું છે - "जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य भुज्जमाणा । ते खुड्डए जीविय पच्चमाणा, एओवमा कामगुणा विवागे ॥" - ગાથા-૨૦ જે રીતે કિંપાક ફળ વર્ણ અને રસથી મનોરમ અને સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ ખાવાથી મૃત્યુને પ્રાપ્ત થવું પડે છે. આ રીતે કામભોગ ભોગવવામાં તો સારા લાગે છે, પરંતુ એમનું પરિણામ ખૂબ જ દુઃખદાયક હોય છે. (પ૦૦) 000000000000000 જિણધો] Page #68 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર’માં અબ્રહ્મને ચતુર્થ - અધર્મ દ્વાર બતાવતાં કહ્યું છે કે - “હે જંબૂ ! ચોથું અધર્મ દ્વાર અબ્રહ્મચર્ય છે. દેવ, અસુર, મનુષ્ય વગેરે આ અબ્રહ્મરૂપી કાદવમાં ફસાયેલા છે. આ કાદવની જેમ ફસાવનાર, લીલની જેમ લપસાવનાર અને જાળની જેમ બાંધનારા છે. આ વેદોદયનું કારણ છે. તપ, સંયમ અને બ્રહ્મચર્ય માટે વિઘ્નરૂપ છે અર્થાત્ આને નષ્ટ કરનાર છે. આ વિષય-કષાય વગેરે પ્રમાદોનું મૂળ છે. આ કાયર તથા કાપુરુષો દ્વારા સેવિત છે, સજ્જનો દ્વારા નિંદિત છે. આ ત્રિલોકમાં અપ્રતિષ્ઠિત તથા જરા-મૃત્યુ-રોગ-શોકની વૃદ્ધિ કરનાર છે. વધ, બંધન અને આઘાતનો હેતુ છે, દર્શન તથા ચારિત્ર મોહનીય કર્મનું કારણ છે, ચિરકાળથી સંસારી પ્રાણી આના અભ્યસ્ત છે, તેથી આનો અંત કરવો મુશ્કેલ છે. મોટી-મોટી ઋદ્ધિવાળા ચક્રવર્તી તથા માંડલિક રાજાઓની પણ આનાથી અતૃપ્તિ રહી છે. મૈથુન સંજ્ઞામાં આસક્ત અને બ્રહ્મચર્યના મહત્ત્વને ન સમજનારાઓ અજ્ઞાની લોકો પરસ્પર એકબીજાનો ઘાત કરે છે. વિષ આપીને મારી નાખે છે. જો પરદારા થઈ તો એ સ્ત્રીનો પતિ જાર-પતિનો ઘાત કરે છે. આમ, અબ્રહ્મચર્ય મૃત્યુનું કારણ છે. અબ્રહ્મચર્યથી ધન અને સ્વજનનો નાશ થાય છે. મોહાસક્ત પુરુષ અને પશુ સ્ત્રી-મોહમાં પડીને પરસ્પર લડીને મરી જાય છે અને પોતાના સંતાન સુધીનો ઘાત કરી નાખે છે. અબ્રહ્મચર્યના કારણે મિત્રોમાં વેરભાવ ઉત્પન્ન થાય છે. અબ્રહ્મના કારણે ચારિત્રરૂપી મૂળગુણનું ભેદન થઈ જાય છે, એના કારણે દુનિયામાં અપયશ અને અકીર્તિ પ્રાપ્ત થાય છે. એના કારણે શરીર રોગી બની જાય છે અને તરત જ મૃત્યુના મુખમાં પડવું પડે છે. પરસ્ત્રીગમનના કારણે કેટલાય જીવો બંધનમાં પડી જાય છે અને માર્યા જાય છે. અબ્રહ્મચર્યના કારણે મોટા-મોટા સંગ્રામ સ્ત્રીઓના નિમિત્તથી લડાયા છે. આ અબ્રહ્મ આ લોકમાં બંધનકારી અને પરલોકમાં અનિષ્ટકારી છે. આ મહામોહ રૂપ અંધકારનું સ્થાન છે. આ ચતુર્ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરાવનાર મોહનીય કર્મના વર્ધક છે. આ મહાભયનું સ્થાન છે અને દારુણ-કર્કશ અને ચીકણાં કર્મોને બાંધનારા છે.” ‘ગીતા’માં અબ્રહ્મચર્યના વિષયમાં કહ્યું છે - नाशनमात्मनः । ત્રિવિધ नरकस्येदं, द्वारं कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत् ॥” - ગીતા, અધ્યાય-૧૬ કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકનાં દ્વાર છે. એ આત્માનું અકલ્યાણ કરનાર છે, તેથી આ ત્રણેયને ત્યાગી દેવા જોઈએ. ‘ગીતા'માં પણ કહ્યું છે - ‘મનુષ્યને પાપના રસ્તે લઈ જનારાઓ તથા રજોગુણથી ઉત્પન્ન થનારાઓ કામ અને ક્રોધ છે. એ મહાપાપનાં કારણ અને વેરીરૂપ છે. જેમ આગ ધુમાડાથી ઢંકાઈ રહે છે, કાચ મેલથી મલિન દેખાય છે, ગર્ભસ્થ બાળક આવરણ (ઝિલ્લી)થી ઢંકાયેલો છે, એમ જ આખો ૫૧ અવિરતિ (અવ્રત) Page #69 -------------------------------------------------------------------------- ________________ સંસાર કામથી ઢંકાયેલો છે. હે અર્જુન! ક્યારેય ન તૃપ્ત થનારી આ કામરૂપી આગ આત્માનો હિંમેશાં વેરી છે. જ્ઞાનીઓના જ્ઞાનને પણ એ ઢાંકી દે છે. આ કામની રોકવાની જગ્યા ઇન્દ્રિયમન તથા બુદ્ધિ છે. આ એમના સહારે જ્ઞાનને ઢાંકીને મનુષ્યને મોહિત કરે છે.” અબ્રહ્મચર્યથી હિંસાનું મહાન પાપ પણ થાય છે. “ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરવાથી ભગવાન મહાવીરે ફરમાવ્યું છે - “જે રીતે રૂથી ભરેલી નળીમાં ગરમ લોખંડની સળી નાખવાથી રૂનો નાશ થઈ જાય છે, એમ જ કામાચાર સેવન કરનાર સ્ત્રીયોનિના જીવોનો નાશ કરે છે. એ જંતુ સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે અને એમની સંખ્યા વધુમાં વધુ નવ લાખ છે. આ નવ લાખ જીવોના સિવાય સંમૂર્ણિન જીવોની તો ગણતરી જ નથી. આમ, એક વખતના મૈથુનથી અનેક જીવોની હિંસાનું પાપ થાય છે. સ્ત્રી-યોનિમાં જીવ હોય છે. આ વાતને અન્ય લોકોએ પણ માન્યું છે. “વાત્સાયન કામસૂત્ર'ના ટીકાકાર અને રતિહાસ્યના કર્તા પણ સ્ત્રી-યોનિમાં જીવ હોવાનો સ્વીકાર કરે છે. સ્ત્રી-યોનિમાં જીવ છે, તો મૈથુનથી એમનો નાશ થવો અને હિંસાનું પાપ લાગવું અનિવાર્ય છે. તેથી અહિંસા વતની રક્ષાની દૃષ્ટિએ પણ અબ્રહ્મ વર્જનીય છે. અબ્રહ્મની નિંદા અને બ્રહ્મચર્યની પ્રશંસામાં જૈન અને જૈનેત્તર શાસ્ત્ર ભરેલાં પડ્યાં છે. બધાએ બ્રહ્મચર્યને સર્વશ્રેષ્ઠ વ્રત પ્રતિપાદિત કર્યું છે. તવેવી ૩ત્તમ વંમર” બધાં તપોમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ તપ છે. પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે - "जम्मिय आराहियम्मि आराहियं वयमिणं सव्वं । सीलं तवो य विणयो य संजमो ય વતી, મુત્તી, મુત્ત, તહેવ રૂદ તો-પાર-તોડ઼ય ગરે ય વિત્તી ય પથ્થો ય ?” બ્રહ્મચર્યની આરાધનાથી બધાં વ્રત આરાધિત થાય છે. તપ, શીલ, વિનય, સંયમ, ક્ષમા, ગુપ્તિ અને મુક્તિ સિદ્ધ થાય છે. આ લોક અને પરલોકમાં યથા કીર્તિ તથા વિશ્વાસનો વિજયધ્વજ ફરકાવે છે. બ્રહ્મચર્યના મહિમાને સમજીને અબ્રહ્મરૂપી અવ્રતથી બચવાનો નિરંતર જાગૃત રહીને પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મચર્યના વિશે વિશેષ જાણકારી વ્રત-પ્રકરણમાં આપવામાં આવશે. પરિગ્રહ : પાંચમું અવ્રત અથવા પાંચમું અધર્મ-દ્વાર પરિગ્રહ છે. આ પરિગ્રહ બધાંથી મોટું બંધન છે, જે આત્માને સંસારમાં મજબૂતીથી બાંધી રાખે છે, જેમ જળમાં રહેલો ગ્રાહ (મગર) હાથી જેવાં મોટાં પ્રાણીઓને પણ પોતાની તરફ ખેંચી લે છે, એમ જ આ પરિગ્રહ સંસારના લોકોને પોતાની જાળમાં ફસાવી લે છે. જેમ શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહ અનિષ્ટકારી છે, તેમ જ આ પરિગ્રહ મુમુક્ષુ આત્માઓ માટે ખૂબ જ અનિષ્ટકારી છે. “આચારાંગ સૂત્રમાં કહ્યું છે - (૫૨) Oછે જે છે તે છે જિણધમો) Page #70 -------------------------------------------------------------------------- ________________ “વસિ મદમયં ભવ' - આચારાંગ, અ-૫, ઉદ્દે-૨ આ પરિગ્રહ સંસારવર્તી જીવો માટે મહાભય રૂપ હોય છે. કનક-કામિનીના મોહક પાશમાં બંધાયેલ પ્રાણી નરક વગેરે અધમ ગતિઓમાં જાય છે અને ત્યાં ભયંકર યાતનાઓને ભોગવે છે, તેથી પરિગ્રહને શાસ્ત્રકારોએ મહામય રૂપ કહ્યું છે. પરંતુ મોહની કેવી વિડંબના છે કે સંસારી જીવ ભય રૂપ વસ્તુને જ અભય અને શરણ રૂપ માની બેઠો છે. મોહના કારણે તે સંસારી જીવ દિવસ-રાત ધન એકઠું કરવામાં લાગ્યો રહે છે. યેનકેન પ્રકારેણ વધુમાં વધુ દ્રવ્ય સંચય કરવું જ એનું ધ્યેય થઈ જાય છે. તે ધર્મને ખૂટી પર રાખી દે છે, હિંસાજૂઠ-કપટ-ચોરી તથા માયાજાળ રચે છે, ભયંકરથી ભયંકર કર્મ કરવામાં ડરતો નથી. યુદ્ધ લડવું, ધાડ પાડવી, સટ્ટો-જુગાર ખેલવો, બેઇમાની કરવી એના માટે મામૂલી કામ છે. તે ધન માટે મોટા-મોટા દુસ્સાહસ કરે છે, દેશ-વિદેશોમાં ભ્રમણ કરે છે, સમુદ્રી અને હવાઈ યાત્રાઓ કરે છે અને પ્રાણોને હથેળીમાં લઈને પણ ધન માટે પ્રયત્ન કરે છે. તે પરિગ્રહના ચક્કરમાં પડીને હંમેશાં આકુળ-વ્યાકુળ રહે છે. છતાં લાખ પ્રયત્નો પછી પણ મળે તો એટલું જ છે, જેટલું લાભાંતરાયનો ક્ષયોપશમ હોય છે. છતાં તે સંતોષ તથા શાતાથી લાખો કોસ દૂર રહે છે. આશાઓનો ક્યાંય અંત નથી હોતો અને પ્રાપ્ત વસ્તુઓમાં એને સંતોષ નથી મળતો. પણ આ બધા બાહ્ય પદાર્થોનું અંતિમ પરિણામ શું છે? એ પદાર્થો શું છેવટ સુધી સુખ આપશે ? શું ઉપાર્જિત વિશાળ ધનરાશિમાંથી થોડો અંશ પણ એની સાથે જાય છે! આ વાત જાણવા છતાં મોહની પ્રબળતાના કારણે જીવને એના પર પ્રતીતિ નથી થતી. મોહનો મદિરા (દારૂ) સાચે જ અભુત છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં પરિગ્રહને વૃક્ષનું રૂપક આપતાં કહ્યું છે કે – “પરિગ્રહ રૂપી વૃક્ષનું મૂળ (જડ) તૃષ્ણા છે. પ્રાપ્ત વસ્તુની રક્ષા ચાહવી અને અપ્રાપ્ત વસ્તુની કામના કરવી પરિગ્રહ વૃક્ષનું મૂળ છે. ક્રોધ-માન-માયા-લોભ એના સ્કન્ધ છે. પ્રાપ્તની રક્ષા અને અપ્રાપ્તની ઇચ્છાથી કરવામાં આવેલી અનેક પ્રકારની ચિંતાઓ એ વૃક્ષની ડાળીઓ છે. ઇન્દ્રિયોના કામ-ભોગ આ વૃક્ષનાં પત્તાં, ફૂલ તથા ફળ છે. અનેક પ્રકારના શારીરિક તથા માનસિક ક્લેશ આ વૃક્ષનું કંપન છે. આ રીતે પરિગ્રહ એક વૃક્ષ સમાન છે. અર્થ જ અનર્થનું મૂળ છે. સમસ્ત પાપકાર્ય અને ઘણા પરિગ્રહનાં કારણો હોય છે. આ બધાં પાપોનું મૂળ અને અનર્થોની ખાણ છે. સાચે જ કનક અને કામિનીની લોલુપતાએ સંસારને નરક બનાવી દીધો છે. ધનની લાલસા દુનિયામાં અશાંતિ ફેલાવી રહી છે. પૈસા માટે પરસ્પર લડાઈ-ઝઘડાઓ થાય છે, હજારો મનુષ્યોનું લોહી વહાવવામાં આવે છે. ઇતિહાસ સ્પષ્ટ બતાવી રહ્યો છે કે જ્યારથી માનવ સમાજમાં સંગ્રહ-પરાયણતા જાગી છે ત્યારથી સંસારની દયનીય દશાનો આરંભ થયો છે. ધન વ્યાવહારિક કાર્યોનું એક સાધન છે, પરંતુ પ્રાયઃ અધિસંખ્ય લોકોએ આ સાધનને સાધ્ય સમજી લીધું છે અને તેઓ આની પ્રાપ્તિમાં આખું જીવન ખર્ચી નાખે છે. તેઓ આ વાતનો વિચાર નથી કરતા કે ધન એમના માટે છે કે તેઓ ધનના માટે છે. તેઓ સમજે (અવિરતિ (અવ્રત) ૫૦૩) Page #71 -------------------------------------------------------------------------- ________________ છે કે આપણે તિજોરીમાં ધનને કેદ કરી લીધું છે, પરંતુ માનો ધન સમજે છે કે એણે આટલા મોટા ધનવાનને પોતાનો રખેવાળ બનાવી (બેસાડી) દીધો છે. જ્ઞાનીપુરુષોએ તૃષ્ણાતુર અને ધનલોલુપજનોને ચેતવણી આપતાં કહ્યું છે – “તમે પોતાની કૃપણતાના કારણે ધનનો વ્યય નથી કરી શકતા, પરંતુ ધન તમારા પ્રાણોનો પણ વ્યય કરી શકે છે. તમે ધનને ભલે ગમે તેટલો પ્રેમ કરો, પ્રાણોથી પણ વધુ એની રક્ષા કરો, એના માટે ભલે જીવ આપી દો, પરંતુ ધન અંતમાં તમારું નહિ રહે - નહિ રહે, તે બીજાઓનું બની જશે. તમે ધનનો ત્યાગ ન કરો તો ધન તમારો ત્યાગ કરી દેશે. આ સત્ય એટલું સ્પષ્ટ અને ધ્રુવ છે કે આમાં લેશમાત્ર પણ શંકા નથી કરી શકાતી. એવી સ્થિતિમાં તમે જ ત્યાગની પહેલ કેમ નથી કરતા ? કેમ નથી મમત્વના દોરા(લાગણી)ને તોડીને ફેંકી દેતા ?’’ ‘આગમ’માં કહ્યું છે - વિત્તેન તાળું ન તમે પમત્તે'' - ઉત્તરા., અ.-૪, ગાથા-પ પ્રમાદી પુરુષ ધનથી ત્રાણ-રક્ષણ નથી મેળવી શકતો. ધન કોઈને મૃત્યુથી નથી બચાવી શકતું તે દુઃખોનું સર્જન કરે છે. દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે. કીડીથી લઈને ચક્રવર્તી સુધી બધા જીવ તૃષ્ણાની પાછળ ભાગી રહ્યા છે. એ દોડનો ક્યાંય અંત નથી, ક્યાંય વિરામ નથી. તૃષ્ણાની મંજિલ (લક્ષ્ય) ક્યારેય નક્કી નથી થઈ શકતું. એનું નક્કી હોવું શક્ય પણ નથી, કારણ કે લક્ષ્ય સ્થિર નથી. પહેલાં નિશ્ચિત કરેલા લક્ષ્ય ઉપર પહોંચવા લાગ્યા કે લક્ષ્ય બદલીને આગળ વધી જાય છે. આમ, સંસારમાં દોડા-દોડી કરે છે. જ્ઞાનીજન તૃષ્ણાની પાછળ નથી દોડતા. તેઓ જાણે કે તૃષ્ણાની પૂર્તિ માટે કોઈ કેટલોય પ્રયત્ન કરે, પણ તે પૂરી થતી નથી. જેમ પોતાનો પડછાયો પકડવો સંભવ નથી એમ તૃષ્ણાની પૂર્તિ સંભવ નથી. પોતાના પડછાયાની પાછળ કોઈ કેટલુંયે દોડે, તે આગળ-આગળ દોડતો રહેશે, પકડમાં નહિ આવે. જ્યારે મનુષ્ય પોતાના પડછાયાથી વિમુખ થઈ જાય છે, ત્યારે તે ફરીને એનો પીછો કરવા લાગે છે. આ રીતે તૃષ્ણાથી વિમુખ થતાં જ ધન-સંપત્તિ એની પાછળ ભાગવા લાગે છે. પરંતુ જ્યારે તે એવો નિરુપમ સંતોષ-સુખનો અનુભવ કરવા લાગે છે કે ધન-સંપત્તિ એને તુચ્છ લાગવા માંડે છે. તૃષ્ણાને વધારવી દુઃખો અને પરેશાનીઓને વધારવા જેવું છે. અને તૃષ્ણાથી વિમુખ થવું સુખ-શાંતિને બોલાવવા જેવું છે. તેથી પરિગ્રહ રૂપી વૃક્ષના મૂળ તૃષ્ણાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિગ્રહની પરિભાષા : ‘આગમ’માં પરિગ્રહની પરિભાષા કરતાં કહ્યું છે કે “મુચ્છા પરિવાહો વૃત્તો’ દશવૈકાલિક, અધ્ય.-૬, ગા-૨૧ મૂર્છા - આસક્તિને પરિગ્રહ કહ્યો છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં પણ કહ્યું છે - ‘‘મૂછો પરિગ્રહ:” મૂર્છા જ પરિગ્રહ છે. ૫૦૪ જિણધમ્મો Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત આગમ-સંમત પરિભાષા અનુસાર પરિગ્રહનો માર્ગ બહુ જ વિશાળ, વ્યાપક અને ઉદાર બની જાય છે. જેમની પાસે ધન-ધાન્ય, સોનું-ચાંદી, હાટ-હવેલીઓ નથી, જે અકિંચનું છે, ભિખારી છે; પરંતુ જેની મૂચ્છ એમના પર પડેલી છે, જે આને મેળવવા માટે લાલાયિત છે, તે પોતાની પાસે કંઈ ન હોવા છતાંય પરિગ્રહી છે. એનાથી વિપરીત જેની પાસે બધુંય છે - વિશાળ સમૃદ્ધિ છે, રાજ્ય છે, સત્તા છે, વૈભવ છે; પરંતુ જે આસક્તિ રહિત છે - મૂચ્છ રહિત છે તે એની અપેક્ષા અપરિગ્રહી છે. આ અનાસક્ત સ્થિતિને સમજવા માટે શીશમહેલમાં કેવલ્ય પ્રાપ્ત ભરત ચક્રવર્તીનું ઉદાહરણ સામે રાખવામાં આવે છે. વૈદિક શ્રુતિઓ અનુસાર વિદહ રાજા જનક આ અનાસક્ત યોગનું ઉદાહરણ છે. સર્વથા પરિગ્રહનો ત્યાગ કરીને અપરિગ્રહી બનેલા નિગ્રંથ મુનિરાજ પણ વસ્ત્ર, પાત્ર, કામળો, રજોહરણ વગેરે બાહ્ય ઉપકરણ રાખે છે, પરંતુ આ ઉપકરણોના કારણે એમને પરિગ્રહી નથી કહેવામાં આવતા, કારણ કે એમને એ વસ્તુઓ પર મમત્વ કે મૂર નથી થતી. અહીં સુધી કે એમને પોતાના શરીર પર પણ મૂર્છા નથી થતી આવતી). તેથી મૂચ્છના અભાવમાં ઉપકરણોને રાખવા છતાંય તેઓ પરિગ્રહી નથી, પણ અપરિગ્રહી છે. જેમ કે દશવૈકાલિક સૂત્ર'માં વીતરાગ પરમાત્માનાં વચનોને ઉધૂત કરતાં કહ્યું છે - जंपि वत्थं व पायं वा, कम्बलं पाय-पुंछणं । तंपि संजम-लज्जट्ठा, धारन्ति परिहरन्ति य ॥ न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ નિગ્રંથ મુનિરાજ જે વસ્ત્ર-પાત્ર-કામળો-રજોહરણ વગેરે ધારણ કરે છે તે સંયમ અને લજ્જાનું નિમિત્ત ધારણ કરે છે. તેથી તે પરિગ્રહની શ્રેણીમાં નથી આવતા. જ્ઞાતપુત્ર મહાવીરે એને પરિગ્રહ નથી બતાવ્યો. એ મહર્ષિ મહાવીરે મૂચ્છને પરિગ્રહ કહ્યો છે. મૂચ્છ અને ઇચ્છા પરિગ્રહનાં બે રૂપ છે - પ્રાપ્ત વસ્તુઓ પર મમત્વ ભાવ રાખવો મૂચ્છ છે અને અપ્રાપ્ત વસ્તુઓની આકાંક્ષા કરવી ઇચ્છા છે. મનની ચંચળતા અને ઇન્દ્રિયોની સ્વચ્છંદતાથી ઇચ્છાનો જન્મ થાય છે. ઇચ્છાની સાથે જ મૂચ્છનો પણ જન્મ થાય છે. ઇચ્છા અને મૂચ્છનો અવિનાભાવ સંબંધ છે. જેમ જ્યાં ધુમાડો છે, ત્યાં આગ પણ છે, એવી જ રીતે જ્યાં (મોહજન્ય) ઇચ્છા છે, ત્યાં મૂચ્છ છે, અને જ્યાં મૂચ્છ છે, ત્યાં ઇચ્છા તો છે જ. જેમ એક તરંગ બીજા તરંગને જન્મ આપે છે અને એ ઘટના સરોવરના એક કિનારાથી બીજા કિનારા સુધી ચાલતી રહે છે, એ જ રીતે એક ઇચ્છા બીજી ઈચ્છાને જન્મ આપે છે. બીજી ઇચ્છા ત્રીજી ઇચ્છાને પેદા કરે છે. આમ ઇચ્છાઓનું ચક્ર, ઇચ્છાઓની પરંપરા ઘણા સમય સુધી ચાલતી રહે છે - અને એનો ક્યાંય અંત પરિલક્ષિત નથી થતો. માટે “આગમ'માં કહ્યું છે - (અવિરતિ (અવૃત) છે. આ પ૦૫) Page #73 -------------------------------------------------------------------------- ________________ “ફચ્છા હું મા'ITHસમાં મuiતિયા'- ઉત્તરા., અ.-૯, ગાથા-૪૮ જેમ આકાશનો ન આર છે ન પાર, તે અનંત છે. એ જ રીતે ઇચ્છા પણ આકાશના સમાન અનંત છે. શાસ્ત્રમાં એના માટે કેતન(ચાળણી)ની ઉપમા આપવામાં આવી છે. જેમ ચાળણીમાં ગમે તેટલું પાણી ઉલેચવામાં આવે, તે ખાલી જ રહે છે. સમુદ્રનું બધું પાણી ચાળણીમાં નાખી દેવામાં આવે તો પણ તે ખાલી જ રહે છે. એ જ રીતે મનુષ્યનું મન પણ ચાળણી સમાન છે. આ મન ભલે ગમે તેટલી સમૃદ્ધિ કે ભોગપભોગની સામગ્રી મળવા છતાંય અતૃપ્ત જ રહે છે. માનવના મનની તૃપ્તિ એ જ રીતે દુ:શક્ય છે, જેમ ચાળણીમાં પાણીનું ભરવું અને ટકવું. આ વાતને “આચારાંગ સૂત્ર'માં આમ વ્યક્ત કરવામાં આવ્યું છે - "अणेगचिते खलु अयंपुरिसे, ये केयणं अरिहए पूरित्तए । से अण्णवहाए, अण्णपरियाबाए, अण्णपरिग्गहाए, जणवयवहाए, जणवयपरियावाए, जणवय પરિહા ” - આચારાંગ સૂત્ર-૩, ઉદ્દે-૨ સંસાર-સુખાભિલાષી પુરુષ અનેક સંકલ્પ-વિકલ્પોવાળો હોય છે. તે મૃગતૃષ્ણાના જળ સમાન સુખની પાછળ દોડે છે અને ચાળણીની અંદર સમુદ્રને ભરવાનો પ્રયત્ન કરે છે લોભરૂપી સમુદ્રને પાટ આપવાની મિથ્યા આશા કરે છે. એના માટે તે બીજાને મારવા માટે, સતાવવા માટે અને બીજાઓ ઉપર અધિકાર ચલાવવા માટે તૈયાર રહે છે. એટલું જ નહિ તે દેશને ડુબાડી દેવા, પરેશાન કરવા અને એમના ઉપર શાસન કરવા તૈયાર રહે છે. પ્રત્યેક પ્રાણી સુખ ચાહે છે, પરંતુ એ નથી જાણતો કે ખરેખર સુખ શું છે અને સુખનું ઉદ્ગમ ક્યાં છે ? સુખનું સરોવર ક્યાં લહેરાય છે? આ એક એવું પાસું છે, જેનો ઘણા વિરલા પ્રાણીઓને વિચાર થાય છે. ઘણાઓની એવી ભ્રામક માન્યતા છે કે ધન તથા કામભોગોથી સુખ પ્રાપ્ત થાય છે. ધનવાળાઓ અને વિષયીજનોથી પૂછીને જુઓ કે - “શું તેઓ સુખી છે?' એમનો જવાબ હશે - “આપણે સુખ માટે તરસીએ છીએ. આપણને સુખની ઝલક પણ પ્રાપ્ત નથી થઈ.” યુનાનના બાદશાહ સિકંદરે સંસારના એક મોટા ભાગ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી લીધું હતું. એણે દેશ-વિદેશોથી અપાર ધનરાશિ એકત્રિત કરી હતી. એને પોતાના સામ્રાજ્ય અને ધનનો ગર્વ હતો. પરંતુ જ્યાં અંતિમ સમય નજીક આવ્યો ત્યારે સિકંદરને વિચાર થયો કે - “આ વિશાળ ભૂ-ભાગમાંથી એક પણ ઇંચ જમીન અને આ અઢળક ધનસંપત્તિ(રાશિ)માંથી એક પાઈ પણ મારી સાથે નહિ આવે. હું ખાલી હાથે જઈશ.” સિકંદરે ખૂબ જ મનન કર્યું. આખરે એણે પોતાના સેવકને કહ્યું કે - “મારા મર્યા પછી જ્યારે મારી ઠાઠડી (લાલ) કાઢવામાં આવે તો મારા બંને હાથોને કફનથી ઢાંકવામાં ન આવે, એમને ખુલ્લા રાખવામાં આવે અને જ્યારે લોકો એનું કારણ પૂછે તો એમને મારો અંતિમ સંદેશ સંભળાવશો કે - “મેં ઘણી લડાઈઓ લડી, મેં લગભગ બધો સમય સંસાર ઉપર વિજય મેળવવા અને અઢળક ધન-સંપત્તિ એકઠી કરવામાં લગાવ્યો, પરંતુ તમે બધા જોઈ લો કે (૫૬) છે છે છે જે આજે છે જે જિણધમો) Page #74 -------------------------------------------------------------------------- ________________ એમાંથી કોઈ ચીજ મારી સાથે નથી જઈ (આવી) રહી.' મારા બંને હાથ ખાલી છે. મારું કરેલું બધું વ્યર્થ ગયું.' મારા ઉદાહરણથી બાકી લોકો શિક્ષણ (શિખામણ) ગ્રહણ કરે.” સિકંદર મહાનની ઇચ્છાનુસાર એવું જ કરવામાં આવ્યું અને લોકોએ જોયું કે - ‘સિકંદર જબ ગયા દુનિયા સે, દોનોં હાથ ખાલી થે.' સિકંદરનું ઉદાહરણ સંસારના લોભી-લાલચુઓ માટે તે લાલબત્તી છે. લાલબત્તી ખતરાનો સંકેત છે. આ સંકેતને સમજીને કુશલાર્થીઓએ સાવધાન થઈ જવું જોઈએ. ધન, વૈભવ અને સામ્રાજ્યમાં સુખ માનવું એ મૃગ-તૃષ્ણાની સમાન છે, જેની પાછળ જેમ-જેમ દોડવામાં આવે છે તેમ-તેમ નિરાશ થવું પડે છે તથા અંતમાં પોતાનું સ્વત્વ સુધી ખોઈ દેવું પડે છે. આ મોહક લોભામણીમાં ફસાઈને પ્રાણી વિવિધ પ્રકારના સંકલ્પવિકલ્પોમાં પતંગની જેમ ઊડ્યા કરે છે. તે ક્યારેક વિશાળ સામ્રાજ્યનું સ્વપ્ન જુએ છે, ક્યારેક અપાર ધન-સંપત્તિ ઉપાર્જન કરી ધનકુબેર કહેવડાવવા માંગે છે, ક્યારેક મનુષ્યોના પરિશ્રમ અને ગૃહ-ઉદ્યોગોને નષ્ટ કરીને મોટાં-મોટાં કારખાનાં ખોલીને ધનવાન બનવા માગે છે. આ સંકલ્પોની પૂર્તિ કરવાનો તે નિષ્ફળ પ્રયાસ કરે છે કારણ છે કે એક સંકલ્પ બીજા સંકલ્પોની હારમાળાને જન્મ આપતો રહે છે, જેને પૂરો કરવો ચાળણીમાં સમુદ્ર ભરવા સમાન છે. ‘આચારાંગ’ના ઉક્ત ઉદ્ધરણમાં સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે કે - “પરિગ્રહની વૃત્તિથી હિંસાનો જન્મ થાય છે. આ લોભવૃત્તિથી પ્રાણી અન્ય પ્રાણીઓનો વધ કરે છે. છળ-કપટથી એમના ગળા ઉપર છરી ચલાવે છે, એમને પરેશાન કરે છે અને એમને ગુલામ બનાવે છે. આ વૃત્તિથી વ્યક્તિનો જ નહિ પણ દેશનો નાશ કરે છે, દેશને ગુલામ બનાવે છે, દેશને પરેશાનીમાં નાખે છે.” આ લોભવૃત્તિના કારણે ભયંકર યુદ્ધ લડવામાં આવે છે, જેનાથી કરોડો મનુષ્યોનો સંહાર થાય છે. એવા ભયંકર નરસંહારનું એક ઉદાહરણ શાસ્ત્રમાં કોણિક ચેડા સંગ્રામના રૂપમાં ઉલ્લેખિત છે. કોણિક રાજાએ હાર અને હાથી માટે પોતાના ભાઈઓથી ભયંકર યુદ્ધ કર્યું, જેમાં એક કરોડ એંસી લાખ મનુષ્યોનો સંહાર થયો. અન્ય પ્રાણીઓનો કેટલો સંહાર થયો હશે એ આ નરસંહારથી સમજી શકાય છે. કોણિકે હાર-હાથી માટે એટલો નરસંહાર કર્યો અને પોતાના ભાઈઓ સામે લડ્યો, પરંતુ એના હાથમાં શું આવ્યું ? હાથી મરી ગયો અને હાર દેવતાઓ લઈ ગયા. નિરર્થક લોભવૃત્તિના કારણે આટલો ભીષણ-લોમહેર્ષક નરસંહાર થયો. કોણિકને લોભવૃત્તિને કારણે પોતાના ભાઈઓના જીવનની અપેક્ષાએ હાર અને હાથીએ વિશેષ કીમતી લાગ્યા. કોણિકને ભાગલામાં રાજ્ય મળ્યું હતું અને એના ભાઈ બહિલકુમારને રાજ્યમાં ભાગ ન મળ્યો, માત્ર હાર - હાથી એને મળ્યા હતા. બહિલકુમાર એમાં જ સંતુષ્ટ હતો. પરંતુ કોણિકના લોભી-માનસમાં એની રાણી પદ્માવતીની પ્રેરણાથી બાહિલકુમારને પ્રાપ્ત હાર અને હાથી પડાવી લેવાની લોભવૃત્તિ પેદા થઈ, જેની પરિણતિ આટલા મોટા નરસંહારના રૂપમાં થઈ. શું આ શાસ્ત્રીય ઉદાહરણ લોભી અને લાલચુ લોકોની આંખો ખોલનાર નથી ? લોભવૃત્તિનું આ કેટલું અનિષ્ટ પરિણામ છે. આની આટલી ભયંકર પ અવિરતિ (અવ્રત) Page #75 -------------------------------------------------------------------------- ________________ દારુણતાને લક્ષ્યમાં રાખીને જ શાસ્ત્રકારોએ લોભને - પરિગ્રહને પાપનો બાપ કહ્યો છે અને એનાથી દૂર રહેવાનો વારંવાર ઉપદેશ આપ્યો છે. પરિગ્રહ પરિમાણ વ્રત, એના અતિચાર, સર્વથા અપરિગ્રહત્વ વગેરે વિશે વ્રતના પ્રકરણમાં વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવશે. આમ, હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ રૂપ પાંચ અવ્રતોનું વિવરણ આપવામાં આવ્યું છે. હિંસાથી લઈને પરિગ્રહ સુધીનાં પાંચેય અવ્રતોનું સ્વરૂપ ઉપર-ઉપરથી અલગ પ્રતીત થાય છે, પરંતુ સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરવાથી એમાં કોઈ વિશેષ ભેદ નથી રહેતો. હિંસા દોષની વ્યાપક વ્યાખ્યામાં અસત્ય વગેરે બધા દોષો આવી જાય છે. એ જ રીતે અસત્ય કે ચોરી વગેરે કોઈપણ દોષની વ્યાપક વ્યાખ્યામાં બાકી બધા દોષો આવી જાય છે. આ જ કારણ છે કે અહિંસાને પ્રધાનતા આપનાર હિંસા દોષમાં અસત્ય વગેરે બધા દોષોનો સમાવેશ કરી લે છે અને હિંસાના ત્યાગમાં અન્ય બધા દોષોનો ત્યાગ પણ સમજી લે છે. સત્યને પરમ ધર્મ માનનારા અસત્યમાં બાકી બધા દોષોને ઘટિત કરી લે છે. આ જ રીતે બ્રહ્મચર્ય, સંતોષ વગેરેને પ્રધાન ધર્મ માનનારાઓ પણ અબ્રહ્મ અને લોભમાં બધા દોષોનો સમાવેશ કરી લે છે. રાગ-દ્વેષજન્ય પ્રવૃત્તિઓમાં હિંસા-અસત્ય વગેરે મુખ્ય છે. માટે આ હિંસા વગેરે પ્રવૃત્તિઓને મુખ્ય રૂપથી પાંચ ભાગોમાં વિભાજિત કરીને પાંચ અવ્રતોનું કથન કરવામાં આવ્યું છે. (પ્રમાદ-આસ્રવ) લોક ભાષામાં પ્રમાદ’ શબ્દથી આળસનો અર્થ લેવામાં આવે છે, પરંતુ જૈન સિદ્ધાંતમાં પ્રમાદ' શબ્દનો પ્રયોગ ખૂબ જ વ્યાપક અર્થોમાં થાય છે. પૂર્વે માન્યતા પ્રમાઃ' જેના કારણથી જીવ વિશેષ રૂપથી બેભાન થઈ જાય છે, હિતાહિતના વિચારથી શૂન્ય બની જાય છે તથા આત્મ-સ્વરૂપ જ્ઞાન-દર્શન તથા ચારિત્રમાં શિથિલ થઈ જાય છે, એને પ્રમાદ કહે છે. ધર્માચરણમાં યત્ન ન કરવો એ પણ પ્રમાદ છે. વિષયોમાં નિમગ્ન રહેવું પ્રમાદ છે. આ સંસાર અનેક દુઃખોની આગથી સળગી રહ્યો છે, છતાં એની ઉપેક્ષા કરીને જે સંસારથી નીકળવાનો પ્રયાસ નથી કરતો અને વીતરાગ પ્રણીત ધર્મ ચિંતામણિને પામવાનો ઉદ્યમ નથી કરતો, તે જીવ પ્રમાદવશવર્તી હોય (થાય) છે - તેને પ્રમત્ત કહેવામાં આવે છે. મદ્ય, વિષય વગેરે પ્રમાદનાં કારણોને પણ પ્રમાદ કહેવામાં આવે છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી પ્રમાદનાં કારણોને પ્રમાદ કહેવામાં આવ્યો છે. આ અપેક્ષાથી પ્રમાદના પાંચ ભેદ છે - ૧. મદ્ય, ૨. વિષય, ૩. કષાય, ૪. નિદ્રા અને ૫. વિકથા. કહ્યું છે - मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भाणिया । एए पंच पमाया, जीवं पाडेन्ति संसारे ॥ (૫૮ જ છે છે જ જિણધર્મોો) Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવને સંસારસમુદ્રમાં પાડનાર મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા રૂપ પાંચ પ્રકારના પ્રમાદ છે. આ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સંસારમાં પરિભ્રમણ કરાવવાનું મૂળ કારણ પ્રમાદ છે. ‘આચારાંગ સૂત્ર'માં કહ્યું છે उदाहुवीरे अप्पमाओ महामोहे, अलं कुसलस्स पमाएणं । આચારાંગ અધ્યયન-૨, ઉદ્દેશક-૪ શ્રી વર્ધમાન સ્વામીએ દૃઢતાપૂર્વક ફરમાવ્યું છે કે કંચન અને કામિની મહામોહના નિમિત્ત છે, તેથી એમાં પ્રમાદ ન કરવો જોઈએ. અપ્રમાદથી મોક્ષ અને પ્રમાદથી મરણ થાય છે. ઉક્ત પાંચ પ્રકારના પ્રમાદનું દારુણ ફળ બતાવતાં કહેવાયું છે श्रेयो विषमुपभोक्तुं क्षमं भवेत् क्रीडितुं हुताशनेन । संसार बन्धनगतैर्न तु प्रमादः ક્ષમ: તુમ્ ॥શા अस्यामेव हि जातौ नर मुपहन्याद्विषं हुताशो वा । आसेवितः प्रमादो, हन्याज्जन्मान्तर તાનિ રા " यन्न प्रयान्ति पुरुषा: स्वर्ग यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चित मिदं मे ॥ ३ ॥ संसार बन्धनगतो, जाति जरा ब्याधि मरण दुःखार्ताः । द्विज सत्त्वः सोप्यपराधः પ્રમાણ્ય ॥૪॥ કદાચ વિષ-ભક્ષણ કરવું અને આગથી ખેલવું સારું હોઈ શકે છે, પરંતુ સંસારનાં બંધનોમાં પડેલા જીવોને પ્રમાદ કરવો કોઈપણ સ્થિતિમાં ઉચિત નથી થઈ શકતું. વિષ અને અગ્નિ તો એક જન્મમાં જ પ્રાણીઓના પ્રાણોનો નાશ કરી શકે છે, પરંતુ પ્રમાદનું આચરણ કરવાથી સેંકડો જન્મ-જન્માંતરમાં મરણનું દુઃખ ઉઠાવવું પડે છે. જે પુરુષ સ્વર્ગ વગેરે ઉચ્ચ ગતિઓમાં નથી જતા અને નરક વગેરે અધોગતિઓમાં જાય છે, એનું મુખ્ય કારણ એ દુષ્ટ પ્રમાદ છે, એવો આચાર્યનો નિશ્ચિત મત છે. સંસારી-પ્રાણી બંધનોમાં ફસાય છે, જન્મ-મરણ વ્યાધિથી પીડિત થાય છે અને વિવિધ પ્રકારનાં કષ્ટોને ઉઠાવે છે, આ બધું પ્રમાદનું પરિણામ છે. બીજું પણ કહ્યું છે - पवज्जं विज्ज पिव, साहंतो होइ जो पमाइल्लो । तस्स न सिज्झइ एसा, करेइ गरुयं च अवगारं ॥ જેમ કોઈ વિદ્યાનો સાધક જો સાધનામાં પ્રમાદ કરે છે, તો તે વિદ્યા એમને ફળવતી થવી તો દૂર રહ્યું, અપકાર અને અનર્થને પેદા કરે છે. આમ, પ્રવ્રજ્યા લઈને પણ જે પ્રમાદ કરે છે, તો એના માટે તે પ્રવ્રજ્યા ફળદાયી નથી થતી, પણ લાંબી (મોટી) દુર્ગતિ(ભવભ્રમણ)નું કારણ બને છે. તેથી પ્રવ્રજ્યા ગ્રહણ કરીને પણ હંમેશાં અપ્રમત્ત રહેવું જોઈએ. આ પ્રમાદની અપાત્રતા-અનિષ્ટકારિતાનું પ્રતિપાદન સમજવું જોઈએ. પ્રમાદ-આવ ૫૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોક્ત પાંચ પ્રમાદોનું સ્વરૂપ આ પ્રકારે જાણવું જોઈએ ? ૧. મધ પ્રમાદ : મદિરા (દારૂ) વગેરે નશો ઉત્પન્ન કરનારા પદાર્થોનું સેવન કરવું મધ પ્રમાદ કહેવાય છે. માદક વસ્તુઓનું સેવન કરવાથી હિતાહિતનો વિચાર કરવાની શક્તિ જતી રહે છે, જેનાથી પ્રાણી બેભાન થઈ જાય છે. એનાથી અશુભ પરિણામોની ઉત્પત્તિ થાય છે અને શુભ પરિણામોનો નાશ થાય છે. એના સિવાય મદિરામાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ થવાથી મદિરાપાન કરનાર ઘોર હિંસાનો ભાગી બને છે. મદિરાપાનનો દોષ આ લોક અને પરલોકમાં ભયંકર અનર્થોને જન્મ આપે છે. આ લોકમાં થનારા દોષ તો પ્રત્યક્ષ જ છે. સાત દુર્બસનોમાં મદિરાપાનને પ્રથમ ગણાવ્યો છે. દારૂના નશામાં ધુત્ત (ચકચૂર) બનેલા લોકોને સડકોના કિનારે, ગટરોની પાસે પડેલા અને કૂતરાં દ્વારા એમના મુખને ચાટવાનાં દેશ્ય પણ જોવા મળે છે. અનેક દારૂડિયાઓ દ્વારા પોતાની પત્ની અને બાળકો પર અત્યાચાર અને હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. હજારો પરિવાર દારૂના કારણે બરબાદ થઈ રહ્યા છે - મુસીબતોમાં ફસાઈ રહ્યા છે. મજૂર વર્ગની ગરીબીનું મુખ્ય કારણ દારૂની લત છે. આજ કાલ સભ્ય કહેવાતા લોકો પણ દારૂના નશાને ફેશનના નામ પર અપનાવી રહ્યા છે, જે ભયંકર ખરાબ પરિસ્થિતિનો દ્યોતક છે. અનેક ઉચ્ચ જાતિના લોકો ચોરી-છૂપી પણ આનું સેવન કરવા લાગ્યા છે. આ ખૂબ જ અનર્થકારી સ્થિતિ છે. દારૂ પીવાથી તેજસ્વિતા, લક્ષ્મી, બુદ્ધિ અને સ્મરણશક્તિનો વિનાશ થાય છે. મદિરા વિવેકબુદ્ધિને હરી લે છે અને પાપોમાં પ્રવૃત્તિ કરાવે છે, તેથી વિવેકી પુરુષોએ મદિરા(દારૂ)નું તથા અન્ય માદક દ્રવ્ય ગાંજો-ભાંગ વગેરેનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. એ યાદ રાખવું જોઈએ કે માદક દ્રવ્ય અનેક દોષોનું પોષણ કરનાર હોય છે. માદક દ્રવ્યોનું સેવન કરવું મધ-પ્રમાદ છે. આ ઉભયલોક વિરુદ્ધ હોવાથી વર્જનીય છે. ૨. વિષય પ્રમાદ : રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ રૂપ ઇન્દ્રિયોના વિષય સેવનને વિષય પ્રમાદ કહે છે. શાસ્ત્રકારોએ વિષયોને વિષના સમાન ભાવ પ્રાણોના નાશક બતાવ્યા છે. એ વિષય વિષાદ રૂપ હોવાથી વિષય કહેવાય છે. એક-એક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત હાથી, મૃગ (હરણ) વગેરે પશુ-પક્ષી પોતાના પ્રાણોને ખોઈ બેસે છે, તો જે પાંચેય ઇન્દ્રિયોના વિષયોને વશ વર્તે છે, એમની દુર્દશાનો શું પાર છે? વિષયોની આવી વિચિત્રતા છે કે જેમ-જેમ એમનું સેવન કરવામાં આવે છે તેમ-તેમ ભોગની લાલસા વધતી જાય છે. વિષય-ભોગ અતૃપ્તિકારક છે, તેથી પ્રાણીના ચિત્તને હંમેશાં વ્યાકુળ કરતાં રહે છે. જે વિષયોનો ઉપભોગ કરીને અભિલાષાને શાંત કરવા માગે છે, તે માનો સાંજની આગળ વધતી છાયાને પકડવાનો પ્રયાસ કરે છે. જેમ-જેમ છાયાને પકડવા માટે વ્યક્તિ આગળ ભાગે છે તેમ-તેમ છાયા આગળ-આગળ વધતી જાય છે. આમ, પ્રાણી ભોગોને ભોગવીને (છાયડો) જેમ-જેમ અભિલાષાની તૃપ્તિ કરવા માંગે છે તેમ-તેમ ભોગ-લાલસા વધતી જાય છે. કહ્યું છે - (૫૮૦) છે કે તે જ છેજે જ જે તે જિણધો] Page #78 -------------------------------------------------------------------------- ________________ उपभोगोपायपरो वांछति यः शमयितुं विषय तृष्णाम् । धावत्याक्रमितुमसौ, पुरोऽपराह्न निजच्छायाम् ॥ સંસારના ભોગોપભોગનાં સમસ્ત સાધનો જો એક વ્યકિતને આપવામાં આવે તો પણ એની અભિલાષા અને તૃષ્ણાની શાંતિ નથી થઈ શકતી. ત્રણે લોકનો વૈભવ અને અપ્સરાઓ સમાન સુંદરીઓ કોઈને મળી પણ જાય તો પણ શાંતિ સંભવ નથી. જેમ બળતણ (લાકડું) નાખવાથી આગ નથી ઓલવાતી એમ ભોગોથી અભિલાષા શાંત નથી થતી. બીજા શબ્દોમાં એમ કહી શકાય છે કે - મોના અવતા: વયમેવ અવતા:” અર્થાત્ ભોગી જીવ ભોગોને નથી ભોગવતો, પણ ભોગ જ એને ભોગવે છે. “ગીતા'માં કહ્યું છે - न जातु कामः कामानामुपभोगान शाम्यति । हविषा कृष्ण वर्मेव भूय एवाभिवर्धते ॥ જેમ આગમાં ઘીની આહુતિ આપવાથી તે વધે છે, એમ જ કામ-ભોગોનું સેવન કરવાથી ભોગ-લાલસા વધે છે. ઉપભોગથી કામ શાંત નથી થતો. તેથી વિવેકશીલ પ્રાણીઓએ ભોગોથી નિવૃત્તિ કરવી જોઈએ. એ વિષય કિંપાક ફળના સમાન રમણીય અને લોભામણાં લાગે છે. પરંતુ એમનું પરિણામ મહાભય રૂપ છે. આ જાણીને વિષયોથી વિરક્ત થવું પ્રત્યેક વિચારશીલનું કર્તવ્ય છે. જે વ્યક્તિ વિષયોની લાલસાને પોતાની મનોભૂમિથી ઉખાડી ફેંકે છે, તે નિરાકુલ થઈને સાચા સુખનો અનુભવ કરે છે. એ જ અપૂર્વ તૃપ્તિનું આસ્વાદન કરે છે. એ જ આ લોકમાં સુખી અને પરલોકમાં પરમ આનંદનું પાત્ર બને છે, તેથી વિષય પ્રમાદનો પરિત્યાગ કરવો જોઈએ. ૩. કષાય પ્રમાદ : ક્રોધ-માન-માયા-લોભના વશીભૂત થઈને વિવેકને ભૂલી જવો કષાય પ્રમાદ છે. કષાય પ્રમાદ સંસારરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરનાર છે. ક્રોધની ભયંકરતા, દર્પ(માન)નો સાપ, માયાની કુટિલતા અને લોભનો વિસ્તાર કર્મ-બંધનનાં પ્રધાન કારણો છે. તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે - ___ "सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते स बन्धः" - તત્ત્વાર્થ સૂત્ર, અ.-૮, સૂ-૨ કષાયના યોગથી જીવ કર્મનાં યોગ્ય પુગલોને ગ્રહણ કરે છે, તે બંધ છે. બંધના અન્ય હેતુઓના હોવા છતાંય આચાર્ય ઉમાસ્વાતિએ કષાયના બંધ હેતુના રૂપમાં ઉલ્લેખ કરીને એ સૂચિત કર્યું છે કે - “બંધના હેતુઓમાં કષાયની પ્રધાનતા છે.” જેમ દીવો બત્તી દ્વારા ( પ્રમાદ-આસ્રવ છે છે તે છે પ૮૧) Page #79 -------------------------------------------------------------------------- ________________ તેલને ગ્રહણ કરીને એને પ્રકાશના રૂપમાં પરિણત કરે છે, એમ જ જીવ કાષાયિક વિકારથી પુદ્ગલોને ગ્રહણ કરીને એમને કર્મરૂપમાં પરિણત કરી લે છે. યોગના નિમિત્તથી કર્મ પુદ્ગલોની ખેંચતાણ માત્ર થાય છે, એમાં ફળ આપવાની શક્તિ અને એમની સ્થિતિ કષાય પર અવલંબિત છે. કર્મોનો અનુભાગ અને એમની સ્થિતિ કષાય પર નિર્ભર છે. તેથી કષાયને જ કર્મોનું મૂળ અને અન્ય શબ્દોમાં સંસારનું મૂળ કહેવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ સંસારની વૃદ્ધિ થાય છે અને જે કર્મબંધનું પ્રધાન (મુખ્ય) કારણ છે, તે આત્માનું વિભાવ પરિણામ ‘કષાય’ કહેવાય છે. આ આત્માનો પ્રબળ વેરી છે. જેમ પિત્તળના પાત્રમાં રાખેલું દૂધ તૂરું (ખાટું) અને વિષાક્ત થઈ જાય છે, ફેંકવા લાયક થઈ જાય છે, એ જ રીતે કષાયરૂપી દુર્ગુણથી આત્માના સદ્ગુણો નષ્ટ થઈ જાય છે. આ જ કારણે એને ‘કષાય’ કહેવામાં આવે છે. કષ+આય = કષાય. ‘કષ’નો અર્થ છે સંસારનું પાપ. જેના દ્વારા સંસાર કે પાપની વૃદ્ધિ (આવક) થાય, પ્રાપ્તિ થાય તે કષાય છે. કષાયના ચાર ભેદ છે - ક્રોધ, માન, માયા અને લોભ. (૧) ક્રોધ : આ અત્યંત તીવ્ર આવેશનો હેતુ છે. આ પ્રકૃતિને ક્રૂર અને નિષ્ઠુર બનાવી દે છે. ક્રોધ એ આગ છે જે સ્વયં પણ સળગે છે અને બીજાઓને પણ સળગાવે છે. શ્રી ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં ક્રોધને સળગતી આગની ઉપમા આપવામાં આવી છે. 'संपज्जलियाघोरा अग्गी चिट्ठइ गोयमा ।' ઉત્તરા., અધ્ય.-૨૩, ગાથા-૫૦ શ્રી કેશી સ્વામીએ કહ્યું - “હે ગૌતમ ! સળગતી ભયંકર આગ હૃદયમાં પડેલી છે. આ આગ બીજું કોઈ નહિ, ક્રોધની જ આગ છે. જ્યારે આ આગ ભડકી ઊઠે છે તો ક્ષમા, દયા, શીલ, સંતોષ, તપ, સંયમ, જ્ઞાન વગેરે ઉત્તમોત્તમ ગુણોને સળગાવીને ભસ્મ કરી દે છે. ક્રોધના આવેશમાં વ્યક્તિ પાગલ, ક્રૂર, કૃતઘ્ન અને વિવેકહીન બની જાય છે. ક્રોધમાં ઉચિત-અનુચિતનો વિવેક નથી રહેતો. પ્રાણી ક્રોધના આવેશમાં પાગલ થઈ જાય છે. તે સ્વયંનું સારું-ખોટું પણ વિચારી શકતો નથી. જેમ પાગલ વ્યક્તિ યુદ્ધા-તદ્ધા બોલે છે, એ જ રીતે ક્રોધિત વ્યક્તિ અશોભનીય અને મર્મભેદી વચન બોલે છે. તે સ્વયં આગમાં સળગે છે અને બીજાઓને પણ સળગાવે છે. ક્રોધના આવેશમાં વ્યક્તિ ઘોરાતિઘોર અનિષ્ટ કરી બેસે છે. કોઈ પાણીમાં ડૂબીને આત્મહત્યા કરી લે છે. કોઈ તેલ રેડીને આગથી સળગી મરે છે, કોઈ ફાંસીનો ફંદો ગળામાં લગાવીને પ્રાણાંત કરી દે છે, કોઈ એવા મર્મભેદી વચન બોલે છે જેને કારણે પરિવારોના પરિવારો મોતના મુખમાં ચાલ્યા જાય છે. ક્રોધનું વિષ સાપના વિષથી વધુ ભયંકર હોય છે. શાસ્ત્રકારોએ ક્રોધની ખૂબ જ કઠોર શબ્દોમાં ભર્ત્યના (જાટકણી) કરી છે. એમણે ક્રોધને ચંડાળ કહ્યો છે. ક્રોધી વ્યક્તિનો લાલઘૂમ ચહેરો ખૂબ જ ભયંકર લાગે છે. એની લાલ-લાલ આંખો ડરામણી લાગે છે, એની ચડેલી ભ્રમરો, લલાટે પડેલી કરચલીઓ અને ફડફડતા હોઠ ખૂબ જ વિકરાળ લાગે છે. ક્રોધી વ્યક્તિ આખા ખુશનુમા વાતાવરણને ગમગીન બનાવી દે છે. પ્રીતિ, સ્નેહ, સદ્ભાવ, સૌમ્યતા વગેરે સાત્ત્વિક ગુણોને નષ્ટ કરનાર ૫૮૨ જિણધમ્મો Page #80 -------------------------------------------------------------------------- ________________ આ રૌદ્ર સ્વરૂપી ક્રોધથી બચવું જોઈએ. શાસ્ત્રકાર કહે છે કે - “ો પીછું પUસે ક્રોધ પ્રીતિને નષ્ટ કરે છે. તેથી સુખાભિલાષી વ્યક્તિએ ક્રોધથી દૂર રહેવું જોઈએ. (૨) માન (સન્માન) : સ્વયંને મહાન અને બીજાને લઘુ સમજવાની વૃત્તિને માન કહે છે. આ અભિમાન રૂપ કષાય વિનયગુણનો નાશક છે. શાસ્ત્રકાર ફરમાવે છે - “માનો વિUTય નાસો .” અર્થાત્ માનકષાય વિનયગુણને નષ્ટ કરનાર છે. શાસ્ત્રકાર “વિUTયમૂનો થપ્પો' અર્થાત્ ધર્મનું મૂળ વિનય ફરમાવે છે. આ વિનયગુણનો ઘાત કરનાર આ કષાય અધર્મનો જનક છે. આ કષાયના વશીભૂત થયેલો જીવ પોતાના અણુ માત્ર ગુણને પર્વતના સમાન બતાવીને પ્રશંસા પ્રાપ્ત કરવા માંગે છે અને બીજાના પર્વત સમાન ગુણોને તુચ્છ સમજે છે. ગુણીજનોનો તિરસ્કાર કરે છે. અભિમાની વ્યક્તિ આત્મ-પ્રશંસાના પુલ બાંધે છે. જેના કારણે તે શિષ્યજનોમાં આદરણીય નથી થતો. માનો વ્યક્તિ અવગુણગ્રાહી હોય છે. તે બીજાનાં છિદ્રો જુએ છે. તે નિરંતર દુર્બાનમાં લીન રહે છે. જ્યાં માન હોય છે ત્યાં ક્રોધ અવશ્ય જોવા મળે છે. કારણ કે માની વ્યક્તિને પદ-પદ પર પોતાના અપમાનની આશંકા રહે છે જેનાથી તે કુદ્ધ થઈ જાય છે. શાસ્ત્રકારોએ માન (મદ) માટે આઠ કારણ બતાવ્યાં છે - યથા - (૧) જાતિ, (૨) કુળ, (૩) લાભ, (૪) ઐશ્વર્ય, (૫) બળ, (૬) રૂપ, (૭) તપ અને (૮) શ્રત. માતૃપક્ષને જાતિ અને પિતૃપક્ષને કુળ કહે છે. અનેક અભિમાની વ્યક્તિ જાતિ અને કુળનું અભિમાન કરે છે. હું ઉચ્ચ કુળનો છું, મારી જાતિ ઉચ્ચ છે; તું નીચ કુળનો નીચ જાતિનો છે.” આ રીતે ગર્વ કરવો જાતિમદ એ કુળમદ છે. શાસ્ત્રકાર ફરમાવે છે કે - “આ જીવે બધી જાતિઓ અને યોનિઓમાં જન્મ ગ્રહણ કર્યો છે, તો કોણ ઊંચો છે અને કોણ નીચો ? “ના હો, તો મક્તિ કોઈ નીચો નથી અને કોઈ ઊંચો નથી, જાતિ-કુળથી ન કોઈ ઊંચો હોય છે અને ન કોઈ નીચો. માટે કુળ કે જાતિનું અભિમાન કરવું નિરર્થક છે. આમ, લોભ, ધન, વૈભવ કે સત્તા, બળ, રૂપ, તપ અને જ્ઞાનનું અભિમાન કરવું પણ નિરર્થક છે, કારણ કે વિશ્વમાં એકથી એક ચડિયાતા વિદ્યમાન છે. અભિમાની વ્યક્તિ કયા ખેતરનો મૂળો છે ? પોતાનાથી દુર્બળ અને નિમ્ન શ્રેણીવાળાઓના સામે એનું અભિમાન ચાલી શકે છે, પરંતુ જેમ એનાથી ઉચ્ચ શ્રેણીવાળો સામે આવે છે એમ જ એનો ગર્વ ખંડિત થઈ જાય છે. તેથી વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી જેના પર કોઈ વ્યક્તિ અભિમાની બની શકે. માત્ર આત્માની આધ્યાત્મિક શક્તિનો વિકાસ જ સારભૂત તત્ત્વ છે અને જેણે આ સારભૂત તત્ત્વને હસ્તગત કરી લીધું છે, તે અભિમાની હોઈ જ શકતો નથી. તે આત્માના અનંત વૈભવને પ્રગટ કરી ગૌરવાન્વિત થાય છે, પરંતુ અભિમાની નહિ. અભિમાની વ્યક્તિ ગુણગ્રાહી નથી હોતી, તેથી તે ગુણોનો સંચય નથી કરી શકતી અને ગુણહીન થઈને ખોટા અભિમાનના કારણે પરાભવનું પાત્ર થાય છે. ( પ્રમાદ-આસ્રવ 2000000000000 ૫૮૩) Page #81 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકાર ફરમાવે છે કે - “જે જે વસ્તુનું અભિમાન કરે છે તે આગામી ભવમાં એની હિનતાને પ્રાપ્ત કરે છે.” જાતિનું અભિમાન કરનાર નીચ જાતિમાં પેદા થાય છે, વગેરે બધા માઁના વિષયમાં સમજી લેવું જોઈએ. આ રીતે અભિમાનનાં દુષ્પરિણામોને જાણીને માન કષાયથી દૂર રહેવું જોઈએ. (૩) માયા મનની કુટિલતા કે પ્રકૃતિની વક્રતાને માયા કહે છે. બોલચાલની ભાષામાં આને “કપટ' કહેવામાં આવે છે. જે ચેષ્ટા વિશેષ દ્વારા બીજાઓને છેતરવામાં આવે છે, ઠગવામાં આવે છે, તે માયા છે. એ બધાં આચરણ અને ક્રિયાઓ માયા અંતર્ગત આવે છે. જેમનાથી બીજી વ્યક્તિ છેતરાય છે. વિશ્વાસઘાત, દગાબાજી, મિથ્યા-પ્રદર્શન, આડંબર, ઢોંગ, વંચના, છળ, કપટ વગેરે બધાં માયાનાં રૂપ છે. મનની કુટિલતા કે પ્રકૃતિની વક્રતા શલ્ય(કાંટા)ની જેમ આત્માને દુભવે છે, જેનાથી આત્માની શાંતિ નષ્ટ થઈ જાય છે. માયાચારીનો દુનિયામાં વિશ્વાસ નથી રહેતો. આ અવિશ્વાસનું પાત્ર થાય છે. તે મિત્રો અને આત્મીયજનો પ્રત્યે પણ માયાનું આચરણ કરે છે. જેનાથી એના પ્રતિ સદ્ભાવના નષ્ટ થઈ જાય છે અને અવિશ્વાસની ભાવના પેદા થઈ જાય છે, તેથી શાસ્ત્રકાર ફરમાવે છે - “માયા મિત્તાન ના” માયાચાર મિત્રતાને નષ્ટ કરે છે. તે મિત્રોના પ્રત્યે દ્રોહ કરે છે. શાસ્ત્રકારોએ માયાને વિષની વેલ બતાવી છે. માયા દ્વારા તિર્યંચ યોનિમાં જન્મ લેવો પડે છે. એટલું જ નહિ, શાસ્ત્રકાર એ પણ બતાવે છે કે માયાવીને આગલા જન્મોમાં બોધિની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ જાય છે. માયા એ ગૂઢ ગાંઠ છે, જે બહારથી દેખાતી નથી પરંતુ અંદર-અંદર જ વધતી રહે છે. જેમ કેન્સરની ગાંઠ અંદર હોય છે અને તે ખૂબ જ ઘાતક હોય છે, એમ જ ગૂઢ માયા અત્યંત ઘાતક અને આત્માની શાંતિ માટે બાધક હોય છે. શાસ્ત્રકારોએ ત્રણ શલ્યોમાંથી માયાને એક શલ્ય માન્યો છે. વ્રતી હોવા માટે આવશ્યક શરત છે - શલ્ય રહિત હોવું. આચાર્ય ઉમાસ્વાતિએ ફરમાવ્યું છે - “નિઃ શન્યો ત્રસ્તી” - તત્વાર્થ સૂત્ર, અધ્ય-૭, સૂત્ર-૧૩ જે શલ્ય રહિત હોય છે, એ જ વતી હોય છે. આનો અર્થ એ છે કે જો માયાપૂર્વક તપ-સંયમનું પણ આચરણ કરવામાં આવે તો તે યથોચિત ફળપ્રદ નથી હોતું. સાચો વતી એ જ કહેવાય છે જે શલ્ય (માયા) રહિત હોય. જેમ શરીરમાં વાગેલો કાંટો નિરંતર વ્યથા આપતો રહે છે, એમ જ આ ભાવશલ્ય -માયા આત્માને ઘોર પીડા આપનાર છે. શાસ્ત્રકાર એ પણ ફરમાવે છે કે - “તપ સંબંધિત, વ્રત સંબંધિત, રૂપ-સંબંધિત, આચાર સંબંધિત તથા ભાવ સંબંધિત માયાચાર કરનાર સાધુ પણ કિલ્વિષિકત્વ(નીચ દેવયોનિ)ને પ્રાપ્ત કરે છે અને આગળના જન્મોમાં બકરા વગેરે મૂક પશુના રૂપમાં જન્મ લે છે. તથા એમની બોધિની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ જાય છે. માયાનું કેટલું ભયંકર દુષ્ટપરિણામ છે આ. (૫૮૪) છે જે છે તે છે છે તે છે જે તે જિણો Page #82 -------------------------------------------------------------------------- ________________ મનમાં બીજી વાત, વચનમાં બીજી વાત અને કાયચેષ્ટાથી અન્ય વાત; આ રીતનું આચરણ કરવું યોગવક્રતા છે - માયાચાર છે. મન-વચન-કર્મની એકરૂપતા રાખતાં હૃદયની કુટિલતાને દૂર કરી ઋજુતા - આર્જવભાવ પેદા કરવો જોઈએ. આ રીતે ઋજુતાથી માયા પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. (૪) લોભ : ધન વગેરેની લોલુપતા રાખવી લોભ કષાય છે. આ કષાય બધાં પાપોનો બાપ માનવામાં આવે છે. લોભનો વિસ્તાર આકાશ સમાન અનંત છે. શાસ્ત્રકારે આને સર્વ વિનાશક કહ્યો છે. આનાથી એની ભયંકરતા સમજી શકાય છે - “નોદ સત્ર વિUIT' લોભ સર્વ વિનાશક છે. ધનની લોલુપતાના કારણે ઘણાં બધાં પાપ કરવામાં આવે છે. પરિગ્રહ-અવ્રતના વર્ણનની સાથે આ વિષયમાં પર્યાપ્ત લખાઈ ચૂક્યું છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં કપિલ બ્રાહ્મણની કથા આવે છે. તે માત્ર બે માશા (તોલા) સોનું લેવા માટે ચાલ્યો હતો, પરંતુ જ્યારે રાજાએ એને ઈચ્છાનુસાર માંગવાનું કહ્યું તો તે ઇચ્છા વધતાં-વધતાં એટલી વધી ગઈ કે રાજાનું આખું રાજ્ય માંગી લેવાની ભાવના થઈ ગઈ. “આગમ'માં કહ્યું છે - जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढ इ । दो मासकयं कज्जं, कोडीए वि ण णिट्ठियं ॥ - ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૮, ગાથા-૧૭ જેમ-જેમ લોભ થાય છે એમ-એમ લોભ વધે છે. લાભથી લોભ વધે છે. બે તોલા સોનાનું કામ કરોડોની રાશિ(સંખ્યા)થી પણ પૂરું ન થયું. અર્થાત્ પ્રારંભમાં માત્ર બે તોલા સોનાની ઇચ્છા હતી, તે વધતાં વધતાં કરોડોની લાલસાથી પણ તૃપ્ત ન થઈ. આ લોભના વિસ્તારને બતાવનારી કથા છે. ઇચ્છાઓ આકાશના સમાન અનંત છે. ઇચ્છા-પૂર્તિ અસંભવ છે. માટે સંતોષ દ્વારા ઇચ્છાઓ અને લોભ કષાય પર નિયંત્રણ મેળવવું જોઈએ. આમ, એ ચારેય કષાય સંસારના મૂળનું સિંચન કરે છે, તેથી સંસારથી મુક્ત થનારા મુમુક્ષુઓને આ કષાય પ્રમાદનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. કષાયોના ભેદ-પ્રભેદ અને એમના સંબંધમાં વિશેષ જ્ઞાતવ્ય વિષય કષાયના સ્વતંત્ર પ્રકરણમાં પ્રતિપાદિત કરવામાં આવશે. ૪. નિદ્રા પ્રમાદ : ઊંઘવાની એ ક્રિયા જેનાથી ચેતના અવ્યક્ત થઈ જાય છે, નિદ્રા કહેવાય છે. શરીર માટે આવશ્યક નિદ્રાના સિવાય અનાવશ્યક રૂપથી ઊંઘ લેવી જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં રોક લાવનાર છે. અતિ નિદ્રાવાળો ન સ્વાધ્યાય કરી શકે છે અને ન ચારિત્રની સમ્યગુ આરાધના. જે સાધક ગફલતના કારણે ઊંઘતો રહે છે, તે સંયમમાં પુરુષાર્થ નથી કરી શકતો. જ્ઞાન તથા ચારિત્રની સાધનામાં વિદનભૂત હોવાથી નિદ્રાને પ્રમાદ કહેવામાં આવે છે. મુમુક્ષુઓ માટે નિદ્રા પ્રમાદનો ત્યાગ કરવો અનિવાર્ય છે. (પ્રમાદ-આસ્રવ છે અને જે છે તે પ૮૫) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫. વિકથા પ્રમાદ : અનાવશ્યક વાતો કરવી વિકથા પ્રમાદ છે. જે વાતો સંયમની આરાધનામાં રોક લગાવે છે, એમનો ત્યાગ કરવો જોઈએ. વિકથાના ચાર ભેદ છે - (૧) સ્ત્રીકથા, (૨) ભત્તકથા, (૩) દશકથા અને (૪) રાજકથા. સાધકો માટે રાગવર્ધક કે વિષયવર્ધક સ્ત્રીઓની કથા કરવી મોહોત્પત્તિનું કારણ હોઈ શકે છે. એનાથી લોકમાં નિંદા પણ થાય છે અને સંયમમાં વિદન પેદા થાય છે. ભોજન સંબંધિત વાર્તાલાપ કરવાથી જિદ્વાની લોલુપતા વધે છે અને તજ્જન્ય આરંભ વગેરેનો ભાગી થવું પડે છે. તેથી ભા(ભોજન)કથા વર્જનીય છે. વિવિધ દેશોમાં પ્રચલિત રીતિ-રિવાજોની ચર્ચા કરવી, રાજનૈતિક વાતો કરવી, દેશકથા છે. આ કથા કરવાથી સ્વાધ્યાય વગેરે વિદન પડે છે તથા સંયમમાં દોષોત્પત્તિની સંભાવના રહે છે. તેથી તે ત્યાજ્ય છે. રાજા કે રાજ્ય સંબંધી વાતો કરવાથી અનેક અનર્થ થઈ શકે છે. રાજ્યાધિકારીઓને શંકા થઈ શકે છે. આ રીતે અન્ય પણ અનર્થોની સંભાવના થઈ શકે છે. તેથી રાજકથાનો પણ ત્યાગ કરવો જોઈએ. એ ચારેય પ્રકારની કથાઓ સંયમની સાધનાની પ્રતિકૂળ છે, સંયમના માટે વિન્નકારિણી છે. જે વાર્તાલાપ સંયમનો વિઘાતક છે, તે વર્જનીય છે. આ રીતે આ પાંચેય પ્રકારના પ્રમાદોમાં ન ફસવું જોઈએ. આ પ્રમાદોનો ત્યાગ મોક્ષનું કારણ છે. અપ્રમત્ત ભાવથી સંયમની સાધના સફળ થાય છે. પ્રવચન સારોદ્વાર ટીકા'માં પ્રમાદના આઠ ભેદ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે - "पमाओ य मुणीन्देहि भणिओ अट्ठभेयओ । अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेण य ॥१॥ रागो दोसो सइब्भंसो, धम्मम्मि य अणायरो । નો IT સુપ્પનિ, અઠ્ઠા વઝિબૂમો રા” મોક્ષમાર્ગના પ્રતિ ઉદ્યમમાં શિથિલતા લાવવી પ્રમાદ કહેવામાં આવે છે. તીર્થકરોએ આઠ પ્રકારના પ્રમાદ બતાવ્યા છે - યથા - (૧) અજ્ઞાન અર્થાત મૂઢતા, (૨) સંશય - શંકાશીલતા, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) કેષ, (૬) સ્મૃતિભ્રંશ - વિસ્મરણશીલતા (૭) અહંન્ત પ્રરૂપિત ધર્મમાં અનાદર - અનુઘમ અને (૮) યોગોનું દુષ્પણિધાન - મન, વચન, કર્મને અશુભની તરફ પ્રવૃત્ત કરવો. આ આઠ પ્રકારના પ્રમાદ કર્મબંધના હેતુ હોવાથી ત્યાજ્ય છે. તેથી પ્રમાદનો સાવધાનીપૂર્વક પરિહાર કરવો જોઈએ. કષાય આસવઃ કષાય, જન્મ-મરણની પરંપરાના મૂળને સીંચનાર, આત્માના સગુણોને કડવા (તૂરો) કરનાર, કર્મરૂપી ક્ષેત્રમાં સુખ-દુઃખનું અનાજ (પાક) ઉગાડનાર અને આત્માને કલુષિત કરનાર હોય છે. જેમ કે પ્રજ્ઞાપના સૂત્ર'ના ૧૩મા પદની ટીકામાં કહ્યું છે - "सुह-दुक्ख बहु सहियं, कम्मखेतं कसंति जं जम्हा । નુસંતિ ર વં, તે સારૂ તિ વુડ્વતિ ” કર્મરૂપી ખેતરને જોતરીને શુભાશુભ ફળરૂપ સુખ-દુઃખના પાકને પેદા કરવાના કારણે તથા જીવને કલુષિત કરવાના કારણે કષાયોને કષાય કહેવામાં આવે છે. (૮૬) જિણધર્મોો] Page #84 -------------------------------------------------------------------------- ________________ ‘કષ’ ધાતુનો અર્થ હિંસા કરવી, પીડિત કરવો, દંડિત કરવો થાય છે. ષ્યન્તે बाध्यन्ते प्राणिणोऽनेनेति कषं कर्म भवो, वा, तदायो लाभ एषां यतस्ततः कषायाः ોધાવ:' જેના દ્વારા પ્રાણી પીડિત કરવામાં આવે છે, તે કર્મ કે સંસાર છે. એની પ્રાપ્તિ જેમના કારણે થાય છે તે ક્રોધ વગેરે કષાય કહેવામાં આવે છે. અથવા જેમ કસોટી પર સોનું વારંવાર ઘસવામાં આવે છે, એમ જ જેમના કારણે પ્રાણીને વારંવાર સંસારમાં ઘસેડવામાં આવે છે. અટકતો રહે છે, તે કષાય છે. કષાય સંસારનું મૂળ છે અને જન્મમરણની પરંપરાનો હેતુ છે, આ વાત નિમ્ન આગમિક પ્રમાણથી પુષ્ટ થાય છે - कोहो य माणो य अणिग्गहिया, माया य लोहे य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥ દશવૈકાલિક, અધ્ય-૮, ગાથા-૪૦ - અનિયંત્રિત ક્રોધ અને માન, વધતાં માયા અને લોભ એ ચાર કષાય પુનર્ભવ(સંસાર)ના મૂળને સીંચે છે. આનું તાત્પર્ય એ છે કે સંસારનું મૂળ કારણ કષાય છે. કષાય છે ત્યાં સુધી સંસાર છે અને કષાયથી મુક્ત થવું જ મુક્તિ છે. કહ્યું છે 'कषायमुक्तिः किल मुक्तिरेव' કષાયોથી છુટકારો મેળવવો જ મુક્તિ છે - મોક્ષ છે - નિર્વાણ છે. - આત્માને પોતાના મૌલિક સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર અને બધાં કર્મોનો રાજા મોહનીય કર્મ છે. મોહ કર્મનાં બે રૂપ છે અર્થાત્ આ બેધારી (બે ધારવાળી) તલવાર છે, જે એક બાજુ તો આત્માના દર્શનગુણનો ઘાત કરે છે, અને બીજી બાજુથી આત્માના ચારિત્રગુણને નષ્ટ કરે છે. માટે મોહનીય કર્મના બે ભેદ થઈ જાય છે - દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. મિથ્યાત્વ દર્શન મોહનીય રૂપ છે અને કષાય ચારિત્ર મોહનીય રૂપ છે. ચારિત્ર મોહનીયના ૨૫ ભેદ કહેવામાં આવે છે, જે બધા કષાયથી સંબંધિત છે. કષાયના મૂળ ૪ ભેદ છે - ક્રોધ, માન, માયા અને લોભ. એ ચારેય કષાય તરતમતાના ભેદથી ચાર-ચાર પ્રકારના થઈ જાય છે. જેમ - અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને સંજ્વલન ક્રોધ. આ રીતે માન પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલનના ભેદથી ચાર પ્રકારના થઈ જાય છે. આ રીતે માયાના ૪ ભેદ અને લોભના ૪ ભેદ - આમ, કષાય મોહનીયના ૧૬ ભેદ થઈ જાય છે. કષાયોને ઉત્તેજિત કરવાના કારણે કે એમાં સહયોગી થવાથી (હોવાથી) હાસ્ય અને નવ પ્રકૃતિઓને નવ કષાય કહેવામાં આવે છે. ‘નો’ શબ્દ અહીં અંશનો વાચી છે. અભાવનો વાચક નથી. જે પૂર્ણ કષાયાત્મક તો ન હોય, પરંતુ કષાયોને ઉત્તેજિત કરતો હોય, તેઓ ‘નો’ કષાય છે. નો કષાયના નવ ભેદ કહેવામાં આવે છે - (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરિત, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ અને (૯) નપુંસકવેદ. આ રીતે ૧૬ કષાય અને ૯ નો કષાય - મળીને ૨૫ ભેદ ચારિત્ર મોહના હોય છે, જે પ્રકારાંતરથી કષાયના જ ભેદ છે. પ્રમાદ-આગવ ૫૨૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ અનંતાનુબંધી ઃ જે કષાય અત્યંત તીવ્ર હોય, જેના કારણે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરવું પડે, તે કષાય અનંતાનુબંધી કહેવામાં આવે છે. એ અનંતાનુબંધી ક્રિોધ, માન, માયા, લોભ સમ્યકત્વના ઘાતક અને બાધક હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ જે કષાય એટલા તીવ્ર હોય કે વિરતિનો ઘાત કરી શકે, તેઓ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ છે. એમના કારણે આત્મા વિરતિને ગ્રહણ નથી કરી શકતા. એ કષાય વિરતિના પ્રતિબંધક છે. પ્રત્યાખ્યાનાવરણ : જે કષાય એટલા જ તીવ્ર હોય કે દેશ વિરતિનો પ્રતિબંધ ન કરીને માત્ર સર્વ વિરતિનો જ પ્રતિબંધ કરી શકે, તેઓ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયાલોભ છે. એમના કારણે આત્મા સર્વ વિરતિને ગ્રહણ નથી કરી શકતા, અર્થાત્ એ કષાય સર્વ વિરતિના પ્રતિબંધક છે. સંજવલન ઃ જે કષાય એટલા મંદ હોય કે એમના કારણે સર્વ વિરતિનો પ્રતિબંધ તો ન હોય, પરંતુ એમાં ખૂલન અને માલિન્ય આવી જાય, તેઓ સંજ્વલન ક્રોધ-માન-માયાલોભ છે. એમનાં કારણે યથાખ્યાત ચારિત્રનો પ્રતિબંધ થાય છે, અર્થાત્ એમના રહેવાથી યથાખ્યાત ચારિત્ર નથી થઈ શકતા. ઉક્ત અનંતાનુબંધી વગેરે કષાયોની તીવ્રતાની તરતમતાને બતાવનાર ઉપમાઓ આ રીતે છે - जलरेणु पुढविपव्वय-राइ-सरिसो चउव्विहो कोहो । तिणिसलया कट्ठडट्ठिअ, सेल थंभोवमो माणो ॥ मायावलेहिगोमुत्ति-मिंढ़सिंग घणावंसमूल समा । लोहो हलिद्द-खंजण-कद्दम-किसिराग सारित्थो ॥ ઉક્ત ગાથાઓમાં પશ્ચાદાનુપૂર્વી ક્રમથી સંજ્વલન, પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી ક્રોધ વગેરે કષાયોની ઉપમાઓ બતાવવામાં આવી છે. ઉક્ત ગાથાઓનો ભાવાર્થ તથા સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ક્રોધના કારણે દિલ ફાટી જાય છે, તિરાડ પડી જાય છે, તેથી ક્રોધને તિરાડની ઉપમા આપી છે. અનંતાનુબંધી ક્રોધ પર્વતમાં પડેલી તિરાડના સમાન છે. જેમ પર્વતમાં પડેલી તિરાડ નથી મટતી (નષ્ટ થતી), એ જ રીતે જે ક્રોધ આટલો તીવ્ર હોય કે તે જન્મભર ઉપશાંત જ ન હોય, તે અનંતાનુબંધી ક્રોધ છે. જેમ પૃથ્વીમાં પડેલી તિરાડ ચાતુર્માસમાં પાણી પડવાથી મટી (નષ્ટ થઈ) જાય છે. આમ, જે ઉદયાગત ક્રોધ મોટી મુશ્કેલીથી અપશાંત થાય તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ છે. જેમ રેતમાં ખેંચેલી રેખા હવાના કારણે થોડા સમયમાં નષ્ટ થઈ જાય છે, એમ જ જે ક્રોધ ઉત્પન્ન થવાના થોડા સમય પછી ઉપશાંત થઈ જાય, તે પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ છે. જેમ જળમાં ખેંચેલી રેખા તત્કાળ મટી જાય છે, એમ જ જે ક્રોધ ઉત્પન્ન થયા પછી જલદી જ ઉપશાંત થઈ જાય છે, તે સંજ્વલન ક્રોધ કહેવાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ માનમાં અક્કડપણું હોય છે, એમાં નમ્રતા નથી હોતી, તેથી માનને સ્તબ્ધતા(કઠોરતા)ની તરતમતાથી બતાવવામાં આવી છે. જેમ પથ્થરના સ્તંભને ક્યારેય નથી નમાવી શકાતો એમ જે માન ક્યારેય જીવનપર્યત દૂર ન હો, તે અનંતાનુબંધી માન છે. જેમ હાડકાંને ઘણી મુશ્કેલીથી નમાવી શકાય છે, એ જ રીતે જે માન ખૂબ મુશ્કેલીથી દૂર થાય, તે અપ્રત્યાખ્યાનાવરણ માન છે. જેમ લાકડીના થાંભલાને થોડા પ્રયત્નો પછી નમાવી શકાય છે, એ જ રીતે જે માન થોડી મુશ્કેલીથી દૂર થાય, તે પ્રત્યાખ્યાનાવરણ માન છે. જેમ સળિયાને નમાવવામાં કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, તે આસાનીથી નમાવી શકાય છે, એ જ રીતે જે માન બહુ જ આસાનીથી થઈ જાય, તે સંજ્વલન માન છે. માયામાં કુટિલતા હોય છે, વક્રતા હોય છે, તેથી વક્રતાની તરતમતાને બતાવનાર ઉદાહરણ આપવામાં આવ્યાં છે. જેમ નિબિડ વાંસના મૂળની કુટિલતા-વક્રતા અગ્નિ દ્વારા સળગાવવાથી પણ બની રહે છે, દૂર નથી થતી, એમ જ જે માયા જીવનભર બની રહે, ક્યારેય દૂર ન થાય, તે અનંતાનુબંધી માયા છે. જેમ સાબરના શિંગડાની વક્રતા (આડા-અવળા) ખૂબ જ મુશ્કેલીથી દૂર કરી શકાય છે, એમ જ જે માયા ખૂબ જ પ્રયત્નો દ્વારા ખૂબ મુશ્કેલીથી મટે, તે અપ્રત્યાખ્યાનાવરણ માયા છે. જેમ માર્ગમાં ચાલતા બળદના મૂત્રધારા આડી-અવળી હોય છે, તે ધૂળ ઊડવાથી થોડા પ્રયત્નથી મટી જાય છે, એમ જ જે માયા ઉદિત થવાથી અલ્પ પ્રયાસથી મટાડી શકાય છે, તે પ્રત્યાખ્યાનાવરણ માયા છે. જેમ વાંસના છોતરાનું અવળાપણ (વક્રતા) સરળતાથી નષ્ટ કરી શકાય છે, એમ જ જે માયા ઉત્પન્ન થયાના તરત પછી આસાનીથી દૂર થઈ જાય, તે સંજ્વલન માયા છે. મનુષ્યના મગજ પર લોભનો રંગ ચડેલો રહે છે. તેથી લોભની તરતમતાના ઉદાહરણથી ઘટિત કરવામાં આવે છે. જેમ કિરમજી રંગથી રંગેલા રેશમી વસ્ત્રનો રંગ ક્યારેય નથી છૂટતો, એ જ રીતે જે લોભ જીવનપર્યત ન છૂટે, તે અનંતાનુબંધી લોભ છે. જેમ વસ્ત્ર પર લાગેલો ગાડીનો કર્દમ (કાળાશ) ખૂબ જ મુશ્કેલીથી દૂર થાય છે, એ જ રીતે જે લોભ ખૂબ જ પ્રયત્નો પછી ખૂબ મુશ્કેલીથી દૂર થાય, તે અપ્રત્યાખ્યાનાવરણ લોભ છે. જેમ દીવા વગેરેનું કાજળ વસ્ત્ર પર લાગવાથી થોડી જ મહેનતથી દૂર કરી શકાય છે એમ જ જે લોભ થોડા પ્રયાસથી દૂર થઈ જાય, તે પ્રત્યાખ્યાનાવરણ લોભ છે. જેમ હળદરનો રંગ વસ્ત્ર પર લાગી જાય તો તે સરળતાથી છૂટી શકે છે, એ જ રીતે જે લોભ સરળતાથી દૂર થઈ જાય, તે સંજ્વલન લોભ છે. સ્થૂળ વ્યવહાર નયને લક્ષ્યમાં રાખીને આ કષાયોની સ્થિતિનો ઉલ્લેખ નિમ્ન ગાથામાં કરવામાં આવ્યો છે - ( પ્રમાદ-આસ્ટવ છે, જે પ૮૯) Page #87 -------------------------------------------------------------------------- ________________ जा जीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा । सम्माणु सव्वविरई, अहक्खाय चरितधायकरा ॥ અનંતાનુબંધી કષાયોની સ્થિતિ માવજીવન હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયોની સ્થિતિ એક વર્ષની છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયની સ્થિતિ ચાર માસની છે અને સંજ્વલન કષાયની સ્થિતિ એક પક્ષની છે. અનંતાનુબંધી કષાયવાળો જીવ પ્રાયઃ નરક ગતિમાં જાય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયવાળો જીવ પ્રાયઃ તિર્યંચ ગતિમાં જાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયવાળો જીવ પ્રાયઃ મનુષ્ય ગતિમાં જાય છે. સંજ્વલન કષાયવાળો જીવ પ્રાયઃ દેવગતિમાં જાય છે. - ઉક્ત બંને કથન વ્યવહાર નયની અપેક્ષાથી સમજવા જોઈએ. કારણ કે બાહુબલિ મુનિને સંજવલન માનની સ્થિતિ એક પક્ષથી વધુ હોવી જ પ્રસિદ્ધ છે. અનેક અન્ય સંયતિઓ વગેરેના પ્રત્યાખ્યાનાવરણ-અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી કષાયોનો ઉદય અંતર્મુહૂર્ત માત્ર પણ સંભળાય છે. અનંતાનુબંધી કષાયથી નરકમાં જવું કહ્યું છે, પરંતુ કોઈ અનંતાનુબંધીના ઉદયવાળા મિથ્યા દૃષ્ટિ જીવ રૈવેયક વિમાનમાં પણ જાય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદયવાળા અવિરત સમ્યગુ દેષ્ટિ તિર્યંચ, મનુષ્ય અને અસુરોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા દેશ-વિરત દેવગતિમાં જાય છે. સંજ્વલન કષાયના ઉદયવાળા સમ્યગુ દેષ્ટિ જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. તેથી ઉત કથનને વ્યવહાર નયની અપેક્ષાથી જાણવું જોઈએ. આ વાત પૂર્વમાં કહેવામાં આવી ચૂકી છે કે અનંતાનુબંધી કષાય સમ્યકત્વના ઘાતક છે, અપ્રત્યાખ્યાનાવરણ કષાય વિરતિના ઘાતક છે, પ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વવિરતિના ઘાતક છે અને સંજ્વલન કષાય યથાખ્યાત ચારિત્રના ઘાતક છે. અન્ય અપેક્ષાઓથી કષાયના અનેક ભંગ થઈ જાય છે. જેમ કે ક્રોધ વગેરે કષાયના ૪ ભેદ - (૧) આભોગ નિર્વર્તિત, (૨) અનાભોગ નિવર્તિત, (૩) ઉપશાંત, (૪) અનુપશાંત. પુષ્ટ આલંબન હોવાથી જે કષાય કરવામાં આવે છે, તે આભોગ નિર્વર્તિત છે. જેમ બીજાના અપરાધને જાણીને કોપનું કારણ હોવાથી અન્યને શિક્ષા દેવાના ઉદ્દેશ્યથી જે કષાય કરવામાં આવે છે, તે આભોગ નિર્વતિત છે. જે કષાય ગુણદોષની વિચારણાથી શૂન્ય થઈને, પરવશ થઈને કરવામાં આવે છે તે અનાભોગ નિર્વિતિત છે. અનૂદય અવસ્થામાં રહેલા કષાય ઉપશાંત છે અને ઉદય અવસ્થામાં રહેલા કષાય અનુપશાંત છે. ક્રોધ વગેરે ચાર કષાયોને ઉકત ચાર ભંગોથી ગુણિત કરવાથી ૧૬ ભંગ થયા. અન્ય વિવેક્ષાથી ક્રોધ વગેરે કષાય ચાર પ્રકારના છે - (૧) આત્મ પ્રતિષ્ઠિત, (૨) પર પ્રતિષ્ઠિત, (૩) ઉભય પ્રતિષ્ઠિત અને (૪) અપ્રતિષ્ઠિત. પોતાના ઉપર જે ક્રોધ વગેરે ઉત્પન્ન થાય છે, તેઓ આત્મ પ્રતિષ્ઠિત છે. બીજાઓના કારણથી જે કષાય ઉત્પન્ન થાય છે તેઓ પર પ્રતિષ્ઠિત છે. કેટલાક અંશોમાં પોતાના કારણે અને કેટલાક અંશોથી પરના નિમિત્તથી (૫૯૦)000 900 900 જિણધમો Page #88 -------------------------------------------------------------------------- ________________ જે કષાય પેદા થાય છે, તેઓ ઉભય પ્રતિષ્ઠિત છે. વગર કારણે જ નિરર્થક જે કષાય પેદા થઈ જાય છે તે અપ્રતિષ્ઠિત છે. ઉપર્યુક્ત ૧૬ ભંગોને આ ચાર ભંગોથી ગુણિત (ગુણ્યા) કરવાથી ૬૪ ભંગ થાય છે. આ ૬૪ ભંગોને ૨૪ દંડક* અને એક સમુચ્ચય - આમ ૨૫થી ગુણવાથી ૧૬૦૦ ભંગ બની જાય છે. અન્ય વિવક્ષાથી કષાયના અન્ય ભંગ પણ થાય છે. જેમ કે - જીવ આ ક્રોધ વગેરે કષાયોથી આઠ કર્મ પ્રકૃતિઓના દલિકોને (૧) એકત્ર કરે છે, (૨) ઉપચય કરે છે - જમાવે છે, (૩) બંધ કરે છે, (૪) વેદન કરે છે, (૫) ઉદીરણા કરે છે, (૬) નિર્જરા કરે છે. આ છ અંગોને વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળની અપેક્ષાથી ગુણ્યા (ગુણવાથી) ૬૪૩ = ૧૮ ભેદ થયા. એમને સ્વ અને પરની અપેક્ષાથી ગુણ્યા કરવાથી ૧૮x૨ = ૩૬ ભંગ થયા. અને ૩૬ ભંગોને ક્રોધ વગેરે ૪ થી ગુણ્યા કરવાથી ૩૬ ૪૪ = ૧૪૪ ભેદ થયા. એમને ૨૪ દંડક તથા ૧ સમુચ્ચય એમ ૨૫ ગુણથી ગુણ્યા કરવાથી ૧૪૪x૨૫ = ૩૬૦૦ ભેદ થયા. આ ૩૬૦૦ ભેદોને પૂર્વોક્ત ૧૬૦૦ ભેદોની સાથે જોડવાથી પ૨૦૦ ભંગ થઈ જાય છે. આ રીતે કષાયોનો ખૂબ વિસ્તૃત પરિવાર થઈ જાય છે. કષાયોને સંસારના મૂળ માનીને તથા એમને મહાનાગની સમાન ભયંકર સમજીને એનાથી દૂર રહેવાનો પ્રયાસ પ્રત્યેક વ્યક્તિના માટે આવશ્યક છે. આ બતાવવામાં આવી ચૂક્યું છે કે ચાર પ્રકારના કર્મબંધોમાંથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગના નિમિત્તથી થાય છે અને સ્થિતિ બંધ તથા અનુભાગ બંધ કષાયના નિમિત્તથી થાય છે. સારાં-ખોટાં કર્મોના રસ - શુભ કે અશુભ ફળ અને એમની દીર્ઘ કે હૃસ્વ સ્થિતિ કષાયના કારણથી બને છે. આચાર્ય શિવશર્મા કહે છે - નો પતિપર્વ તિ અUTમારાં સાયો ” - યોગના નિમિત્તથી પ્રકૃતિ પ્રદેશ બંધ અને કષાયના નિમિત્તથી સ્થિતિ તથા અનુભાગ બંધ થાય છે, કર્મબંધનું વિશેષ દાયિત્વ કષાયો પર અવલંબિત છે, તેથી કષાયોથી બચવું ખૂબ આવશ્યક છે. શાસ્ત્રકાર ફરમાવે છે કે કષાયોની તીવ્ર હાજરીમાં કરેલું તપ તથા સંયમનું આચરણ ગજ-સ્નાનની જેમ નિરર્થક થાય છે. - કહ્યું છે - जस्स वि दुष्पणिहिआ, होति कसाया तवं चरंतस्स । सो बाल तवस्सी विव र यण्हाण परिस्समं कुणइ ॥ सामण्णमणचरंतस्स, कसाया जस्स उक्कडा होति । मन्नामि उच्छुफलं व णिप्फलं तस्स सामण्णं ॥ જે તપનું આચરણ કરતાં-કરતાં કષાયોને ઉત્કૃષ્ટ રાખે છે, તે બાળ-તપસ્વીના સમાન છે. જેમ - હાથીનું સ્નાન નિરર્થક છે, એમ જ એનું તપ નિષ્ફળ હોય છે. સાધુત્વનું * ચોવીસ દંડક આ પ્રકાર છે - સાત નારકીના ૧ દંડક, દસ ભુવનપતિ દેવોના ૧૦ દંડક, પાંચ સ્થાવરોના ૫ દંડક, ત્રણ વિકસેન્દ્રિયોના ૩ દંડક, એ ૧૮ દંડક થયા. ૨૦મા તિર્યંચ પંચેન્દ્રિયના, ૨૧માં મનુષ્યના, ૨૨મા વાણવ્યંતર દેવોના, ૨૩માં જ્યોતિષી દેવોના અને ૨૪મા વૈમાનિક દેવોના. (પ્રમાદ-આસ્ત્રવ છે. ૧૯૧) Page #89 -------------------------------------------------------------------------- ________________ પાલન કરવાથી પણ જેના કષાય તીવ્ર થાય છે, એનું સાધુત્વ સાંઠેના ફૂલની જેમ નિષ્ફળ અને નિરર્થક હોય છે. તેથી - उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । माया मज्जव भावेण, लोभं संतोसओ जिणे ॥ દશવૈકાલિક સૂત્ર ક્રોધને શાંતિથી, માનને મૃદુતાથી, માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતવો જોઈએ. કષાય આસવનું મહાદ્વાર છે, તેથી તે દ્વારને બંધ કરવું ખૂબ જ આવશ્યક છે. Glo જૈનાચાર નિરૂપણ ઃ આગાર ધર્મ વ્રત નિરૂપણ : પાપના પ્રવાહને વેગ આપનાર આસ્રવનાં દ્વારોને બંધ કરવા ખૂબ જ આવશ્યક હોય છે. આ આસ્રવ દ્વારોને બંધ કરવા માટે જે ઉપાય કરવામાં આવે છે, તેઓ વિરતિ રૂપ હોવાના કારણે વ્રત કહેવામાં આવે છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આચાર્ય ઉમાસ્વાતિએ વ્રતની વ્યાખ્યા કરતાં કહ્યું છે - “हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् ” તત્ત્વાર્થ સૂત્ર, અ.-૭, સૂત્ર-૧ હિંસા, જૂઠ, ચોરી અબ્રહ્મ અને પરિગ્રહ રૂપ પાપોથી વિરત થવું વ્રત છે. પાપ-દ્વારોને વિહિત (બંધ) કરવો અર્થાત્ પાપોનું આચરણ ન કરવાની પ્રતિજ્ઞા લેવી વ્રત છે. પાપોને દોષ રૂપ જાણીને એમનો પરિત્યાગ કરવો વિરતિ છે અને એ જ વ્રત છે. વ્રતની ઉક્ત પરિભાષામાં યદ્યપિ વિરતિને વ્રત કહેવામાં આવ્યું છે, છતાં એનો અભિપ્રાય પાપ-નિવૃત્તિની સાથે જ સત્કાર્યોમાં પ્રવૃત્તિ કરવું પણ છે. પાપ-પ્રવૃત્તિને રોકવાથી સત્પ્રવૃત્તિમાં સ્વયંમેવ ગતિ થઈ જાય છે તથા સત્પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી પાપ-પ્રવૃત્તિથી સ્વયમેવ નિવૃત્તિ થઈ જાય છે. પાપ નિવૃત્તિ અને સત્કાર્ય પ્રવૃત્તિ એક જ સિક્કાની બે બાજુ છે. એક હોવાથી બીજાનું હોવું સ્વયમેવ સિદ્ધ છે. જૈન પરિભાષા અનુસાર પાપ-નિવૃત્તિને ગુપ્તિ કહેવામાં આવે છે અને સત્પ્રવૃત્તિને સમિતિ કહેવામાં આવે છે. ગુપ્તિ અને સમિતિ બંને વ્રત રૂપ છે. સમ્યગ્ દર્શનના પ્રકરણમાં કહ્યું છે કે - “ધર્મનું દ્વાર સમ્યક્ત્વની પ્રાપ્તિની સાથે જ ખૂલે છે અર્થાત્ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જ આત્મા એ માર્ગ પર આવી જાય છે, જ્યાંથી મોક્ષની મંજિલ(ધ્યેય)નો આરંભ થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિના પૂર્વ આત્મા અહીં-તહીં ભટકતો રહે છે અને તે સાચા માર્ગ પર નથી પહોંચી શકતો. સાચા માર્ગ પર પહોંચવું જ સમ્યક્ત્વ છે. આ જ મોક્ષનું પ્રવેશદ્વાર છે, અહીંથી મુક્તિના માર્ગનો આરંભ થાય છે. આ માર્ગ પર આવ્યા પછી આત્મા જેમ-જેમ વિરતિ રૂપ વ્રતનાં પગલાં આગળ વધારવામાં આવે છે એમ-એમ તે મુક્તિની મંજિલને સન્નિકટ કરે છે. વિરતિની સર્વોત્કૃષ્ટ પરિણતિ જ મુક્તિ છે. માટે સમ્યક્ત્વની પ્રાપ્તિના અનંતર વ્રતની ભૂમિકાનો પ્રારંભ થાય છે. ૫૯૨ જિણધમ્મો Page #90 -------------------------------------------------------------------------- ________________ માર્ગ પર ગતિ કરનારાઓની યોગ્યતા અને ક્ષમતા એક સમાન નથી હોતી. બધાની યોગ્યતા અલગ-અલગ થાય છે. કીડી પોતાની ગતિથી ચાલે છે અને સસલું પોતાની ગતિથી ભાગે છે. કાચબાની ગતિ મંથર હોય છે, તો મૃગ (હરણ) છલાંગો ભરે છે. આમ, વિરતિના માર્ગ ઉપર પણ બધા સાધક સમાન ગતિથી નથી ચાલી શકતા. આત્માઓના વિકાસમાં તરતમતા હોય છે. તેથી ત્યાગમાર્ગ પર ચાલનારા સાધકોની યોગ્યતા અને ક્ષમતાને લક્ષ્યમાં રાખી ભૂમિકાઓનો ભેદ કરવામાં આવ્યો છે. આ ભૂમિકાના ભેદથી વિરતિના સાદા રૂપથી બે ભેદ કરવામાં આવ્યા છે. “તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - શર્વતો[Hહતી” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૭, સૂત્ર-૨ અલ્પ અંશમાં વિરતિ અણુવ્રત અને સર્વાશમાં વિરતિ મહાવ્રત છે. શલ્ય રહિત થઈને વિરતિને ધારણ કરનાર વ્રતી કહેવાય છે. વ્રતી હોવાની પ્રાથમિક યોગ્યતા નિઃશલ્યત્વ છે. તેથી કહ્યું છે - “નાલ્યો વ્રતી” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૭, સૂત્ર-૧૩ વ્રતોનું ગ્રહણ કરી લેવા માત્રથી કોઈ વતી નથી થઈ શકતો. વતી બનવાની સૌથી પહેલી શરત એ છે કે શલ્યોનો ત્યાગ કરવામાં આવે. જૈન સિદ્ધાંતમાં શલ્યના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે - (૧) માયા શલ્ય, (૨) નિદાન શલ્ય અને (૩) મિથ્યાદર્શન શલ્ય. (૧) માયા શલ્ય : કપટ ભાવ રાખવો માયા શલ્ય છે. દંભ-કપટ, ઢોંગ, આડંબર, વંચકતા વગેરે માયાના અંતર્ગત છે. કપટપૂર્વક આલોચના કરવી, અતિચારનું સેવન કરી ગુરુની સમક્ષ અન્યથા રૂપમાં કથન કરવું વગેરે માયા શલ્ય છે. માયા શલ્યનો ત્યાગ કરીને વ્રત ગ્રહણ કરવું જોઈએ. (૨) નિદાન શલ્ય ભોગોની લાલસા રાખવી નિદાન શલ્ય છે. સ્વર્ગ વગેરેનાં વૈષયિક સુખોની અભિલાષા અને આકાંક્ષા કરવી નિદાન શલ્ય છે. (૩) મિથ્યાદર્શન શલ્ય : સત્ય તત્ત્વ પર રુચિ અને શ્રદ્ધા ન રાખવી મિથ્યાદર્શન શલ્ય છે. મિથ્યાત્વ, નિદાન અને માયાને છોડવાથી વ્રત ગ્રહણ સાર્થક થાય છે. આ ત્રણેય શલ્યોના કારણે આત્મા વ્યાકુળ અને અશાંત બની રહે છે. કાંટાની જેમ એમની ચોંટ (પીંડા) તન-મનને અસર કરે છે. એનાથી આત્માને એકાગ્રતા અને શાંતિ નથી મળતી. શલ્યયુક્ત આત્મા જો વ્રત ગ્રહણ કરી પણ લે તો તે એનું પાલન નથી કરી શકતો. માટે વ્રત ગ્રહણની પહેલી શરત છે કે પહેલાં શલ્યોને છોડવામાં આવે. નિઃશલ્યતા આવવાથી જ વ્રત ગ્રહણ સાર્થક થાય છે. પ્રત્યેક વ્રતધારીની યોગ્યતા સમાન નથી હોતી. માટે યોગ્યતાની તરતમતાના કારણે વતીના બે ભેદ કરવામાં આવે છે . અગારી અને અનગાર. જે અણુવ્રતોનો ધારક હોય છે તે અગારી કે દેશવિરત કહેવામાં આવે છે અને જે મહાવ્રતોને ધારણ કરે છે તે અનગાર કે સર્વવિરત કહેવામાં આવે છે. જેનાચાર-શ્રાવકાચાર : ભૂમિકા અનુસાર વ્રતધારીઓનું વર્ણન કરવામાં આવે છે. વીતરાગ પરમાત્માના શ્રુતચારિત્ર રૂપ ધર્મનો અંગીકાર કરનાર વ્યક્તિને સગૃહસ્થ બનવાની નૈતિક મર્યાદાઓને ( જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ છે. આ૫૩) Page #91 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર કરવાની હોય છે. આ યોગ્યતા આવવાથી જ તે વ્યક્તિ ધર્માધિકારી બની શકે છે. આને શાસ્ત્રકારોએ માર્ગાનુસારી થવું કહ્યું છે. માર્ગાનુસારીના ૩૫ ગુણ, ધર્મની પૂર્વ ભૂમિકાના રૂપમાં સ્વીકાર કરવા જોઈએ. માગનુસારીના ગુણો : આચાર્ય હેમચંદ્ર પોતાના યોગશાસ્ત્ર' ગ્રંથમાં ધર્માધિકારી માટે આવશ્યક ૩૫ ગુણોનું વર્ણન આ રીતે કર્યું છે - न्याय सम्पन्न विभवः शिष्टाचार प्रशंसकः । कुलशील समैः सार्द्ध कृतोद्वाहोऽ न्यगोत्र जैः ॥१॥ पापभीरुः प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ॥२॥ अनतिव्यक्त गुप्ते च स्थाने सुप्राति वेश्मि के । अनेक निर्गमद्वार विवर्जित निकेतनः ॥३॥ कृत संगः सदाचारै र्मातापित्रोश्च पूजकः । त्यजन्नपप्लुतं स्थानमप्रवृत्तश्च गहिंते ॥४॥ व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः । अष्टभिर्धीगुणैयुक्तः श्रृण्वानो धर्मभवन्महम् ॥५॥ अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः । अन्योन्या प्रतिबन्धेन, त्रिवर्गमपि साधयन् ॥६॥ यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत । सदानभिनिविष्टश्च, पक्षपाती गुणेषु च ॥७॥ अदेशाकालयोश्चर्या त्यजन् जानन् बलाबलम् । वृत्तस्थज्ञान वृद्धानां पूजकः पोष्य पोषकः ॥८॥ दीर्घदर्शी विशेषज्ञः कृतज्ञो लोक वल्लभः । सलज्जः सदयः सौम्यः परोपकति कर्मठः ॥९॥ अन्तरंगारिषड्वर्ग परिहार परायणः । वशीकृतेन्द्रिय ग्रामो गृहिधर्माय कल्प्ते ॥१०॥ (૧) ન્યાયસંપન્ન વિભવતઃ ગૃહસ્થજીવનમાં ધનનું પોતાનું મહત્ત્વ છે, માટે સૌથી પહેલાં એ બતાવવામાં આવ્યું છે કે એક સગૃહસ્થ કયા ધનનું ઉપાર્જન કરે. ધનના મહત્ત્વની સાથે જ એ પણ મહત્ત્વપૂર્ણ છે કે એ ધનનું ઉપાર્જન કઈ રીતે કરવામાં આવે. એક અનિંદિત ગૃહસ્થને માટે એ આવશ્યક છે કે તે પોતાની આજીવિકા ન્યાયસંગત ઉપાયોથી કરે. કોઈ પણ સદગૃહસ્થ માટે ધન જરૂરી છે, પરંતુ ન્યાય-નીતિ એનાથી પણ વધુ જરૂરી છે. ધનની લાલચમાં પડીને ન્યાય-નીતિને ભુલી જવું કોઈ સગૃહસ્થનો આચાર નથી હોઈ શકતો. - જે સ્વામીના આશ્રિત પોતાની આજીવિકા ચાલતી હોય એના પ્રતિ દ્રોહ કરવો, એને જાણી-જોઈને હાનિ પહોંચાડવી, એની સંપત્તિને હડપ કરી લેવી, એ જ રીતે મિત્ર પ્રત્યે [erwwwwwwwwwwwwwwww real) Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્રોહ કરવો, વિશ્વાસઘાત કરવો, વિશ્વાસ કરનારને ઠગવો, ચોરી કરવી, તસ્કરીનો ધંધો કરવો, બે નંબરનો વ્યવસાય કરવો, વ્યાપારિક રીતિ-નીતિની અવહેલના કરવી, જુગાર-સટ્ટો રમવો, અમર્યાદિત નફાખોરી અને કાળાબજાર કરવો - એ બધાં ધનોપાર્જનનાં અનૈતિક સાધન છે. એક સગૃહસ્થ એનાથી દૂર રહીને પ્રામાણિકતાપૂર્વક પોતાનો વ્યવસાય કરવો જોઈએ. નોકરી દ્વારા આજીવિકા કરનારાઓએ પોતાનું કામ પ્રામાણિકતાથી કરવું જોઈએ. સરકારી અધિકારીઓએ રુશવતખોરીની ખોટી આવકથી દૂર રહેવું જોઈએ. કહેવાનો અભિપ્રાય એ છે કે ધનની લાલચમાં પડીને નિંદનીય ઉપાયોનું અવલંબન ન લેવું જોઈએ. સાધારણતઃ જે કોઈ રીતે દીન-ગરીબોનું શોષણ થતું હોય, જે આચરણથી બીજી વ્યક્તિ છેતરાતી હોય, જે આચરણથી બીજી વ્યક્તિ પોતાના ન્યાય-સંગત સ્વત્વોથી વંચિત થતી હોય, તે બધા અન્યાયની અંતર્ગત છે. તેથી સગૃહસ્થનું આ પ્રથમ દાયિત્વ (ફરજ) છે કે તે ન્યાયોચિત રીતિથી ધનોપાર્જન કરે. ધન આજીવિકાનું સાધન છે, તે સાધ્ય નથી. આજકાલ લોકોએ ધનને સાધ્ય સમજી લીધું છે અને એની પાછળ આંધળા બનીને ધર્મ-કર્મ, નીતિ-ન્યાય, ઉચિત-અનુચિતનો વિવેક વગેરે સત્કર્તવ્યોને ભુલાવી દીધાં છે. વ્યવસાયમાંથી નીતિ પ્રાયઃ નીકળી ગઈ છે. આ જ કારણ છે કે આ જ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે, કોઈ વસ્તુ શુદ્ધ નથી મળતી, દવાઓ પણ નકલી નીકળે છે, ખાન-પાનની ચીજોમાં ભયંકર રીતે ભેળસેળ થઈ રહી છે. આ બધી ભયંકર નફાખોરીના કારણે કરવામાં આવે છે. ધન ! ધન ! ધન !! બધાના દિમાગ ઉપર હાવી છે અને એના કારણે ભયંકરથી ભયંકર અપરાધ કરવામાં આવે છે. સદગૃહસ્થ માટે આ આચરણ નીંદનીય છે. જે વ્યક્તિ ન્યાયોપાર્જિત વૈભવની ભૂમિકા પર સ્થિત નથી, જો તે શ્રુત-ચારિત્ર ધર્મની વાત કરે છે તો માત્ર દેખાવ છે. એ યાદ રાખવું જોઈએ કે નીતિના પાયા પર ધર્મનો મહેલ ઊભો થાય છે. શ્રુત-ચારિત્ર ધર્મનો પ્રાસાદ નીતિના પાયા પર ટકે છે. તેથી શ્રુત-ચારિત્ર રૂપ ધર્મના અધિકારી બનવા માટે આરંભમાં નીતિના નિયમોનું પાલન આવશ્યક છે. “ન્યાયોપાર્જિત વિત્ત’ ગૃહસ્થની નીતિનો પ્રથમ પાઠ છે. ન્યાયપૂર્વક આજીવિકા કરવી ઈહલોક અને પરલોકમાં હિતકારી હોય છે. અન્યાયનો આશ્રય લેવાથી આ લોકમાં અવિશ્વસનીયતા હોય છે, બંધ અને વધની યાતના ભોગવવી પડે છે, સરકારી દંડનો ભાગી બનવું પડે છે, લોકમાં નિંદા પણ થાય છે. કદાચ પાપાનુબંધી પુણ્યના કારણે અન્યાયોપાર્જિત દ્રવ્યથી તત્કાળ થતાં હાનિ ન પણ દષ્ટિગોચર થાય છતાં એનું અનિષ્ટ પરિણામ આવ્યા વિના નથી રહેતું. કહ્યું છે - पापेनैवार्थरागान्धः फलमाप्नोति यत् क्वचित् ।। वडिशाभिषक्तत्रमविनाश्य न जीर्यति ॥ ધનની લાલચમાં આંધળી બનેલી વ્યક્તિ પાપ કર્મ દ્વારા જે ધનાર્જન કરે છે, તે એ વ્યક્તિને નષ્ટ કર્યા વગર નથી રહેતી. જેમ મછવાના કાંટા પર લાગેલું માંસ માછલીને નષ્ટ કરનાર હોય જ છે. અન્યાય દ્વારા કમાયેલું ધન દસ વર્ષ સુધી કદાચ સ્થાયી થઈ શકે છે. અગિયારમું વર્ષ લાગતાં જ તે મૂળ સહિત નષ્ટ થઈ જાય છે. પરલોકમાં એનું ફળ નરક વગેરે ગતિઓમાં ભોગવવું પડે છે - (જૈનાચાર નિરૂપણ - આગાર ધમાં જ પલ્પ) Page #93 -------------------------------------------------------------------------- ________________ अन्योपार्जितं द्रव्यं, दशवर्षाणि तिष्ठति । प्राप्ते त्येकादशे वर्षे समूलं च विनश्यति ॥ તેથી ધનની લાલચથી દૂર રહીને ન્યાયોચિત રીતે જ ધનનું ઉપાર્જન કરવું સગૃહસ્થનો પ્રથમ આચાર કહેવામાં આવ્યો છે. આ આચારનું પાલન કર્યા વગર જો કોઈ વ્યુતચારિત્ર રૂપ ધર્મનું આચરણ કરવાનો દાવો કરે તો તે એ જ રીતે હાસ્યાસ્પદ છે, જેમ કોઈ પાઘડીને છોડ્યા પહેલાં ધોતીને છોડી દે. તેથી સગૃહસ્થ માર્ગાનુસારી પ્રથમ આચાર “ન્યાયોપાર્જિત વિભવત્વ બતાવવામાં આવ્યો છે. (૨) શિષ્ટાચાર પ્રશંસક સજ્જન પુરુષોના વ્યવહારને શિષ્ટાચાર કહે છે. કહ્યું છે - लोकापवाद भीरुत्वं दीनाभ्युद्धरणादरः । कृतज्ञता सुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तितः ॥ લોકાપવાદથી ડરવું, દીનોના ઉદ્ધારમાં રુચિ રાખવી, કૃતજ્ઞતા, ઉદારતા વગેરે સદ્ગણોનું આચરણ કરવું સદાચાર કહેવામાં આવે છે. એવા સદાચાર અને સદાચારીઓની પ્રશંસા કરનાર માગનુસારી હોય છે. એ જ વ્યક્તિ સદાચાર અને સદાચારીઓની પ્રશંસા કરી શકે છે, જે સદ્ગણોને સારા સમજે છે અને એમાં આદરભાવ રાખે છે. સદાચાર અને સદાચારીઓની પ્રશંસા કરવાથી ગુણોનું અને ગુણીઓનું બહુમાન થાય છે અને ગુણો પ્રત્યે આદર પ્રગટ થાય છે. અધમ પ્રકૃતિના લોકો ગુણો અને ગુણવાનોમાં મત્સરભાવ રાખે છે, તેઓ એમના ગુણોનો ઉપહાસ કરે છે, એમની નિંદા કરે છે. એવા અધમ લોકો સ્વયં દુર્ગુણી હોય છે અને ગુણવાનો પ્રત્યે દ્વેષભાવ રાખે છે. આ અધમ વૃત્તિથી બચવા પર જ માર્ગનુસારીત્વ પ્રાપ્ત થઈ શકે છે. સદાચારની પ્રશંસાથી સદાચારને પ્રોત્સાહન મળે છે અને સદાચારનો પ્રચાર-પ્રસાર થાય છે. જે સદાચારનો પ્રશંસક હોય છે તે કાલાંતરમાં સ્વયં પણ સદાચારી બની જાય છે. સજ્જનોની પ્રશંસામાં કહ્યું છે - विपद्युच्चें स्थेयं पदमनुविधेयं च महतां, प्रिया न्याय्या वृत्ति मलिनमसुभंगेप्यसुकरम् । असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यस्तनुधनः, सत्तां केनोद्दिष्टं विषममसिधारा व्रतमिम् ॥ વિપત્તિઓમાં પોતાના મનોબળને ઊંચો રાખવો, મહાપુરુષોનું અનુકરણ કરવું, ન્યાયયુકત પ્રિયકારી વૃત્તિ (આજીવિકા) અપનાવવી, પ્રાણ ભલે ચાલ્યા જાય પરંતુ ક્યારેય પાપનું આચરણ ન કરવું, દુર્જનોથી યાચના ન કરવી, નિર્ધન, સ્વજન મિત્રોથી કંઈ જ ન માંગવું વગેરે સજ્જનોનું કઠોર વ્રત છે. તલવારની ધારની સમાન મુશ્કેલ આ વ્રતોને જે ધારણ કરે છે તે સંપુરુષ ધન્ય છે. આ રીતે સંતો અને ગુણીજનોના આચારની પ્રશંસા કરવી માગનુસારીનું કર્તવ્ય છે. (૩) વિવાહ વિવેક : મોક્ષની પ્રાપ્તિની ભૂમિકા બનવાથી સગૃહસ્થના માટે વિવાહજીવનનું લક્ષ્ય નથી રહેતું, પરંતુ કર્મોદય તથા પુરુષાર્થની કમીના પરિણામસ્વરૂપ વિવાહ સંબંધમાં આબદ્ધ થવાના પૂર્વ ગૃહસ્થ એતદ્ વિષયક વિવેક કરે છે. તે વિચારે છે કે - “જેની (૫૯૬)D OOOOOOX જિણધામો) Page #94 -------------------------------------------------------------------------- ________________ સાથે વિવાહ સંબંધ સ્થાપિત કરવામાં આવે તે પરિવાર (વ્યક્તિ) સમાન કુળશીલવાળો હોવો જોઈએ. જેમાં ચરમ લક્ષ્યની સિદ્ધિમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે. આ વ્રત ત્યારે સંભવે છે જ્યારે વ્યક્તિ ગુણોની દૃષ્ટિએ જાતિ સંપન્ન તથા કુળસંપન્ન હોય. જાતિ સંપન્નતાથી તે ગુણ અપેક્ષિત છે, જે માતૃપક્ષથી આનુવંશિક રૂપમાં પ્રાપ્ત થાય, અર્થાત્ જેનો માતૃપક્ષ બધી રીતે ઉજ્વળ રહ્યો હોય. આ રીતે કુળથી પૈતૃક પક્ષની ઉજ્વળતા ગ્રહણ કરવામાં આવે છે. “કુળ” શબ્દમાં સામાન્યતઃ ઉભય પક્ષ ગ્રહીત કરવામાં આવે છે. જેનું સંતાન ઉભય પક્ષની પવિત્રતાથી સંપન્ન થાય તે ક્યારેય પણ તુચ્છ મનોવૃત્તિથી જીવનનો અપવ્યય ન થવા દેતાં તથા માનવીય જીવનના અભીષ્ટ લક્ષ્યથી પ્રતિકૂળ વ્યવહારને ત્યાજ્ય માને છે. શીલથી વ્યક્તિના સ્વભાવની શ્રેષ્ઠતા અપેક્ષિત છે, કારણ કે તે એના સમગ્ર જીવનને સ્પર્શિત કરનાર હોય છે. એના અંતર્ગત આત્મિક સિદ્ધિનું લક્ષ્ય તથા તદનુરૂપ વ્યવહાર તથા માનસિક વૃત્તિઓનો પણ સમાવેશ છે. એવી શીલવાળી વ્યક્તિને સમાન શીલની સંજ્ઞા આપી શકાય છે. એવા સમાન કુળશીલવાળી અન્ય ગોત્રીય વ્યક્તિ સાથે વિવાહ-સંબંધના વિવેકનો સંકેત આપવામાં આવ્યો છે. ગોત્રનું તાત્પર્ય અનેક રીતે લેવામાં આવે છે. અહીં અન્ય ગોત્રથી અર્થ, આનુવંશિક સંસ્કારોથી અલગ આનુવંશિક સંસ્કારોવાળા પરિજન ગ્રહણ કરવા, પ્રકરણ સંગત લાગે છે. (૪) પાપ ભીરુ પાપનું તાત્પર્ય સ્વ-પર હનનથી છે. જે કાર્ય સ્વ-પરની ઘાત કરનાર છે. જે બધા માટે દુઃખદાયી છે, બધાને અશાંતિ આપનાર, ઉદ્વિગ્નતાથી ઓતપ્રોત કરી દેનાર છે, એવું કાર્ય મારાથી ન બને એ પ્રકારે ભાવના રાખનારને પાપભીરુની સંજ્ઞા આપી શકાય છે. સગૃહસ્થ પાપથી ડરનાર હોવો જોઈએ. ચોરી, પરસ્ત્રીસેવન, ધૂત-રમણ વગેરે પાપ સકળ લોકમાં વિડંબનાનું કારણ માનવામાં આવે છે, એમનાથી સદ્ગૃહસ્થને બચવું જોઈએ. આ રીતે મદ્ય-માંસ વગેરેનું સેવન વગેરે શાસ્ત્ર નિરૂપિત નરક વગેરે યાતનાનાં કારણભૂત પાપોથી સગૃહસ્થ જરૂર દૂર રહેવું જોઈએ. પાપભીરુ હોવાથી ધર્માધિકારિત્વની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિને પાપોથી ડર નથી હોતો, તે ધર્મના સામે નથી થઈ શકતો. આ દૃષ્ટિથી પાપ ભીરુતાને માર્ગાનુસારીનું કર્તવ્ય માનવામાં આવે છે. (૫) પ્રસિદ્ધ દેશાચારનો પાલક : આમાં પ્રસિદ્ધ અને દેશાચાર” એ બે શબ્દો વ્યવહત થયા છે. દેશાચારનું તાત્પર્ય - દેશમાં વસનારા બધા માનવોના હિતકર વ્યવહારથી લેવું જોઈએ. દેશ હિતકારી આચાર સંહિતા જ પ્રસિદ્ધિ પામે છે. તેથી એવા આચારનું પાલન કરવામાં તત્પર થવું. જે દેશમાં જે પ્રકારનો આચાર-વિચાર, ખાન-પાન, વેશભૂષા, રીતિરિવાજ, શિષ્ટ-સજ્જન પુરુષો દ્વારા આચરણ હોય, એમનું પાલન કરવું સગૃહસ્થનું કર્તવ્ય છે. એનાથી વિપરીત આચરણ કરવાથી ક્ષેત્રીય જનતાનો વિરોધ થઈ શકે છે. જેનાથી અનિષ્ટની સંભાવના રહે છે. તેથી એનાથી બચવા હેતુ પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવું માર્ગાનુસારીનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. (૬) અવર્ણવાદી ન હોવું માર્ગાનુસારી સગૃહસ્થ પરાઈ નિંદાથી બચવું જોઈએ. કોઈનો પણ અવર્ણવાદ (નિંદા) કરવી બહુદોષનું કારણ હોય છે. શાસ્ત્રકારોએ પર-નિંદા અને આત્મા પ્રશંસાને નીચ ગોત્રના બંધનું કારણ કહ્યું છે. જેમ કે - (જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ છે ૫૯૦) Page #95 -------------------------------------------------------------------------- ________________ परपरिभव परिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभव कोटि दुर्मोचम् ॥ પર-નિંદા દ્વારા બાંધેલું નીચ ગોત્ર સેંકડો ભવોમાં પણ નથી છૂટતું. માટે સામાન્ય જનની પણ નિંદા ન કરવી જોઈએ, તો વિશિષ્ટ સન્માનનીય લોકોની નિંદા તો બહુ જ અનિષ્ટકારી હોય છે. ધર્મની સામે થનારા ગૃહસ્થને પર-નિંદાથી અવશ્ય બચવું જોઈએ. પર-નિંદાથી આ લોકમાં પણ અનેક આપત્તિઓની સંભાવના રહે છે. પરલોકમાં તો તે અનિષ્ટકારી છે જ. (૭) સારા પડોશીવાળા સુવિધાયુક્ત મકાનમાં નિવાસ : ગૃહસ્થ માટે સારા પડોશવાળા અને સુવિધાવાળા નિવાસસ્થાનનું ખૂબ મહત્ત્વ હોય છે. કારણ કે ઘરની શાંતિનો થોડો ઘણો આધાર પડોશી અને મકાનથી સંબદ્ધ સુવિધાયુક્ત મકાનમાં નિવાસ કરવાથી ગૃહસ્થને શારીરિક અને માનસિક શાંતિ રહે છે. ગૃહસ્થજીવન સંબંધિત શાંતિ માટે સારા પડોશીનું હોવું પણ જરૂરી છે. જો પડોશી સારો અને સંસ્કારી હોય છે તો ક્લેશથી બચાવ થાય છે તથા બાળકો અને કુટુંબના અન્ય સભ્યો ઉપર સારા સંસ્કારો પડે છે. જો પડોશી અનિષ્ટ હોય છે તો રાત-દિવસની ઝંઝટો ઊભી થાય છે અને સંસ્કાર પણ ખરાબ પડે છે. તેથી ગૃહસ્થ મકાન નક્કી કરવામાં સારા પડોશીનો પણ વિચાર કરવો જોઈએ. કુસંસ્કારી લોકોના પડોશીનો પ્રભાવ ગુણની હાનિ કરનાર હોય છે. તેથી ગૃહસ્થ સંબંધિત શાંતિના અભિલાષી મનુષ્ય સારા પડોશમાં અને સુવિધાયુક્ત મકાનમાં નિવાસ કરવો જોઈએ. આ પ્રકારનો વિવેક રાખવો ગૃહસ્થ માટે આવશ્યક છે. (૮) સત્સંગતિવાળો : સંગતિનો ખૂબ વ્યાપક પ્રભાવ પડે છે. વ્યક્તિ જે પ્રકારની સંગતિમાં રહે છે, એનાથી એના સ્વભાવની ઓળખ થઈ જાય છે. સગૃહસ્થ માટે એ આવશ્યક છે કે તે સારી વ્યક્તિઓના સંસર્ગમાં રહે. વ્યક્તિ જેવા લોકો સાથે રહે છે એવી જ બની જાય છે. તેથી સજ્જનોની સંગતિ કરવી ગૃહસ્થ માટે જરૂરી છે. દુર્જનોની સંગતિથી બચવું અને સજ્જનોની સંગતિ કરવી ગૃહસ્થનો સદાચાર છે. કહ્યું છે - संगः सर्वात्मना त्याज्यः, सचेत्त्यक्तुं न शक्यते । स सद्भिः सह कर्त्तव्यः सन्तः संगस्य भेषजम् ॥ એમ તો સંગ ન કરવો જોઈએ, પરંતુ જો સંગ કરવો જ હોય તો સજ્જનોનો સંગ કરવો જોઈએ. સજ્જન વ્યક્તિ સંગની ઔષધિ છે. અર્થાત્ સજ્જનોની સંગતિ દોષ રૂપ નથી. સત્સંગ કરવાથી ઉત્થાન અને કુસંગ કરવાથી પતન અવશ્યભાવી છે. તેથી ગૃહસ્થને હંમેશાં સદાચારીઓ અને પુરુષોની સંગતિમાં રહેવું જોઈએ. માર્ગાનુસારિતાનો આ આચાર છે. (૯) માતૃ-પિતૃ-ભક્ત : સગૃહસ્થ માતા-પિતાની સેવા કરનાર હોવો જોઈએ. શાસ્ત્રકારે ફરમાવ્યું છે કે - માતા-પિતાના ઉપકારથી ઉઋણ હોવું ખૂબ મુશ્કેલ છે. એમને ધર્મમાર્ગમાં સ્વેચ્છાએ લગાવવાથી તથા એમને ધર્મમાર્ગની પ્રાપ્તિ કરાવી દેવાથી પુત્ર એમના ઋણથી મુક્ત થઈ શકે છે. સંતતિ પર માતા-પિતાનો અનન્ય ઉપકાર હોય છે, તેથી તે વંદનીય અને આરાધનીય હોય છે. ભારતીય પરંપરામાં માતા-પિતાનું સ્થાન ખૂબ ઊંચું છે. વૈદિક ધર્મમાં કહ્યું છે - “માતૃ દેવો ભવ, પિતૃ તેવો ભવ ” (પ૯૮ છે જિણધર્મો) Page #96 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિની ભોગવાદી સભ્યતામાં માતા-પિતા વગેરે પરિવારનું મહત્ત્વ નગણ્ય છે. ત્યાં સ્વચ્છંદતાવાદી સભ્યતા છે. આજે ભારતમાં પણ એ જ ભોગવાદી સભ્યતાનું વધુ પ્રચલન રહ્યું છે અને જૂની મર્યાદાઓ તૂટતી જઈ રહી છે. એની સાથે જ આજની સંગતિમાં માતા-પિતા પ્રત્યે ભક્તિ ભાવનો અભાવ જોવા મળે છે. આ શોચનીય સ્થિતિ ભારતીય લોકો માટે સંકટનું કારણ બની રહે છે. કારણ કે આ ભોગવાદી સંસ્કૃતિને કારણે ધર્મ-કર્મ, નીતિરીતિ, રહેણી-કરણી, આચાર-વિચાર વગેરે બધા પ્રભાવિત થઈ રહ્યા છે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં પણ ઉત્કૃખલતાઓ વધતી જાય છે. માતા-પિતા-ગુરુ વગેરે શ્રેષ્ઠ જનો પ્રત્યે આદરભાવ ઘટતો જઈ રહ્યો છે. સદ્ગૃહસ્થનો આ આચાર છે કે તે માતા-પિતા-ગુરુ વગેરે શ્રેષ્ઠજનોનું સન્માન કરે એ પ્રકારની સન્માન-ભાવના થવાથી ધર્મ-શ્રવણની યોગ્યતા પ્રાપ્ત થાય છે. (૧૦) ઉપદ્રવ્યગ્રસ્ત સ્થાનનો ત્યાગી : જે સ્થાન સ્વચક્ર, પરચક્ર વગેરેના કારણે અશાંતિગ્રસ્ત હોય ત્યાં લડાઈ-ઝઘડા ભડકતા (થતાં) હોય, જ્યાં દુર્ભિક્ષ કે મહામારીનો પ્રકોપ હોય, જ્યાં પોતાના વિરોધમાં જન-આંદોલન થાય એ સ્થાનને, ગામ કે નગરને છોડી દેવું જોઈએ. નહિ છોડવાની સ્થિતિમાં પૂર્વાર્જિત ધર્માર્થકામનાં સાધનોનો વિનાશ થઈ શકે છે અને નવીન ઉપાર્જનની સંભાવના નથી રહેતી, માટે ઉભય દૃષ્ટિથી આ સ્થાનને છોડી દેવું સારું છે. સદ્ગૃહસ્થ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાની ઉપેક્ષા નથી કરી શકતો. તેથી સુરક્ષાની દૃષ્ટિથી સંકટગ્રસ્ત સ્થાનનો પરિત્યાગ કરી દેવો જોઈએ. (૧૧) નિંધ પ્રવૃત્તિનો ત્યાગ : વિચારવાન ગૃહસ્થ દેશ-જાતિ અને કુળની દૃષ્ટિથી જે કર્મ નિંદિત સમજવામાં આવે છે, એમાં પ્રવૃત્તિ નથી કરતો. જેમ બ્રાહ્મણ-જૈન વગેરે કુળોમાં મદિરાપાન વર્જનીય છે, તો કોઈપણ વિવેકવાન બ્રાહ્મણ કે જૈનના માટે મદિરાપાન ઉચિત નથી થઈ શકતું. દેશ-જાતિકુળના વિરુદ્ધ આચરણ કરનાર જો અન્ય ધર્મક્રિયાઓ કરે છે તો તે પણ ઉપહાસનો વિષય બની જાય છે. તેથી ધર્મારાધનને યોગ્ય બનવા હેતુ નિંદનીય પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો આવશ્યક છે. (૧૨) આયોજિત વ્યય : ચતુર અને કુશળ સદ્ગૃહસ્થ પોતાના વ્યયની મર્યાદાને આવકના અનુપાતમાં સંતુલિત રાખે છે. જે ગૃહસ્થ આવકથી વધુ વ્યય કરે છે, તે શીઘ્ર જ દેવાળિયો થઈ જાય છે. પ્રાયઃ ગૃહસ્થ જૂઠી (ખોટી) પ્રશંસા મેળવવા માટે કે મિથ્યા આડંબર બતાવવા માટે આવકની ચિંતા ન કરતા મર્યાદાની બહાર ખર્ચ કરે છે. એવા ગૃહસ્થ થોડા સમય પછી પોતાની પ્રતિષ્ઠા ખોઈ બેસે છે. કારણ કે એમને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. બીજાઓથી ઋણ લેવું પડે છે, વ્યાજ ભરવું પડે છે અને સ્થિતિ એવી બની જાય છે જ્યારે એમને હાથ ઊંચા કરી દેવા પડે છે. જાય છે પ્રતિષ્ઠા મેળવવા અને પરિણામ આવે છે પ્રતિષ્ઠાની હાનિ. માટે પોતાની આવકના અનુપાતમાં ખર્ચની સીમા રાખવી જોઈએ. લૌકિક કહેવત છે - તે તે પાઁચ વસરિયે, ખેતી લાવી સૌર ' જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ ૫૯૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ પોતાની ચાદર અનુસાર પગ ફેલાવવા જોઈએ. ચાદર ટૂંકી હશે અને પગ ફેલાવવામાં આવશે તો નિશ્ચિત જ પગ ખુલ્લા રહેશે. ઠંડીમાં ઠરશે. બીજું પણ કહ્યું છે - आय-व्यय मनालोच्य यस्तु वैश्रवणायते । चिरेणैव कालेन सो उनैव श्रमणायते ॥ આવક-જાવકનો વિચાર કર્યા વગર જે કુબેરના સમાન ધન લૂંટાવે છે, તે થોડા જ સમયમાં ભિખારી બની જાય છે. એને બીજા પાસે યાચના કરવાનો સમય આવી જાય છે. જેમ શરીરમાં રોગ ઘૂસવાથી તે શરીરને ક્રશ કરી નાખે છે, એ જ રીતે આવકથી વધુ વ્યય થવાનો રોગ ગૃહસ્થના વૈભવને ક્ષીણ કરી દે છે. માટે નીતિકાર કહે છે - "लाभोचियदाणे, लाभोचिय भोगे, लाभोचिय निहिकरे सिया" અર્થાતુ પોતાની આવકને લક્ષ્યમાં રાખીને દાન, ભોગ અને સંગ્રહ કરવો જોઈએ અર્થાત્ આવકનો અમુક ભાગ દાન માટે, અમુક ભાગ જીવન-યાવનનિર્વાહ માટે અને અમુક ભાગ ભવિષ્ય માટે સંગ્રહ રૂપમાં રાખવો જોઈએ. કોઈક નીતિકારોનો મત છે કે - पादमायान्निधिं कुर्यात् पादं वित्ताय खट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं कर्तव्य पोषणे ॥ પોતાની આવકનો ચોથો ભાગ સંગ્રહ માટે, ચોથો ભાગ વેપાર માટે, ચતુર્થ ભાગ ધર્મ અને જીવનનિર્વાહ માટે અને ચતુર્થ ભાગ આશ્રિતોના પોષણ માટે લગાવવો જોઈએ. તાત્પર્ય એ છે કે એ જ ગૃહસ્થ આર્થિક દૃષ્ટિથી સુખી થઈ શકે છે, જે પોતાના વ્યય(ખર્ચ)ને આવકની સીમાની અંદર રાખે. કુશળ ગૃહસ્થ માટે આ આવશ્યક આચાર છે. (૧૩) વિજ્ઞાનુસાર વેશઃ ગૃહસ્થજીવનમાં વેશનું પણ મહત્ત્વ છે. વેશથી વ્યક્તિત્વની ઓળખ થાય છે. પોતાની આર્થિક સ્થિતિ, વય, દેશ, કાળ અને કુળાચારને ધ્યાનમાં રાખીને વેશ ધારણ કરવો જોઈએ. ઉક્ત મર્યાદાઓને ધ્યાનમાં ન રાખવાથી લોકમાં ઉપહાસનું પાત્ર થવું પડે છે. આર્થિક સ્થિતિ સારી હોવાથી કંજૂસીના કારણે ફાટેલાં-જૂનાં-મેલાં કપડાં ધારણ કરવા પોતાની મજાક કરાવવા (સમાન) જ છે. એ જ રીતે વૈભવ બતાવવા માટે ચમકતા-ભડકીલા વસ્ત્ર ધારણ કરવા પણ અનુચિત છે. ચમકતાં-ભડકીલાં વસ્ત્ર તુચ્છતાને પ્રગટ કરે છે. વેશભૂષામાં સાત્ત્વિકતા, સ્વચ્છતા અને સુરુચિતા હોવું અલગ વાત છે. વય અનુસાર પહેરવેશમાં પણ અંતર હોવું જોઈએ. વસ્ત્ર ધારણ કરતા સમયે પોતાની મર્યાદાઓને ન ભૂલવી જોઈએ. વિદેશી પહેરવેશોની નકલ, ફેશનના કારણે પારદર્શક કે ચુસ્ત પોશાકને ધારણ કરવો, ઉત્તેજક અને ભડકીલાં કપડાં પહેરવાં, પોતાના કુળાચારથી વિપરીત વસ્ત્ર ધારણ કરવાં વગેરે એક સગૃહસ્થ માટે ઉચિત નથી. એનાથી અનેક પ્રકારની મર્યાદાઓનો ભંગ થાય છે. આજકાલ લગભગ સ્ત્રીપુરુષો અને વિશેષઃ યુવક-યુવતીઓ વસ્ત્રોની મર્યાદાઓને ઓળંગતી નજરે પડે છે. આ વિષયમાં સગૃહસ્થોએ વિવેક રાખવો આવશ્યક [૬૦૦) જેવી છે. આજે જે છે તેમ જિણધમો) Page #98 -------------------------------------------------------------------------- ________________ છે. વિવેકવાન સદ્ગૃહસ્થ માટે પોતાની વેશભૂષા સાત્ત્વિક, સ્વચ્છ અને સુરુચિપૂર્ણ રાખવી જોઈએ. ધર્મ-અભિમુખ થવાની યોગ્યતા પ્રાપ્ત કરવાનો આ પણ એક માનદંડ છે. (૧૪) બુદ્ધિના આઠ ગુણોથી સંપન્ન : બુદ્ધિના આઠ ગુણ આ પ્રકારે બતાવવામાં આવ્યા છે - शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । हो पोहोऽर्थ विज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ : શાસ્ત્ર વગેરે સાંભળવાની ઇચ્છા. (૧) શુશ્રુષા (૨) શ્રવણ (3) ગ્રહણ (૪) ધારણ : શાસ્ત્ર વગેરે સાંભળવું. : શાસ્ત્રના અર્થને સમજવો. : શાસ્ત્રના અર્થને સ્મરણમાં રાખવો, વિસ્મૃત ન કરવો. : તર્ક-વિતર્ક દ્વારા વિચારણા કરવી, સામાન્ય જ્ઞાન કરવું. (૫) ઊહ (૬) અપોહ : અયુક્ત-અસંગત અર્થનો ત્યાગ કરવો. વિશેષ જ્ઞાન કરવું. (૭) અર્થ વિજ્ઞાન : ઊહાપોહ દ્વારા જ્ઞાન વિષયક સંદેહ, મોહ કે વિપર્યયનો ત્યાગ કરવો. (૮) તત્ત્વ જ્ઞાન : ઊહાપોહ જ્ઞાન દ્વારા વિશુદ્ધ નિશ્ચયાત્મક જ્ઞાન કરવું. બુદ્ધિના આ આઠ ગુણોથી સગૃહસ્થે સંપન્ન થવું જોઈએ, જે ગૃહસ્થ બુદ્ધિના આ આઠ ગુણોથી સંપન્ન થાય છે, તે અકલ્યાણમાં કદી પ્રવૃત્તિ નથી કરી શકતો. ઉક્ત આઠ ગુણો દ્વારા જેની બુદ્ધિ પ્રકર્ષને પ્રાપ્ત થઈ છે તે અસદાચારથી દૂર રહીને સદાચારમાં જ પ્રવૃત્તિ કરશે. (૧૫) પ્રતિદિન ધર્મશ્રવણ : સદ્ગૃહસ્થને જોઈએ કે તે પ્રતિદિન ધર્મનું શ્રવણ કરતો રહે. જે ધર્મ-શ્રવણમાં રુચિ રાખે છે તે અવશ્ય જ પાપ ભીરુ હોય છે. તે પાપ પ્રવૃત્તિઓ અને નીંદનીય વ્યવહારોથી બચતો રહે છે. ધર્મ શ્રવણ કરવાથી કલ્યાણમાર્ગનો બોધ થાય છે અને માનસિક અશાંતિ દૂર થાય છે. સંસારના તાપથી સંતપ્ત પ્રાણીઓને ધર્મશ્રવણ શાંતિ પ્રદાન કરે છે, વ્યાકુળતાને દૂર કરે છે અને ચિત્તને સ્થિર બનાવે છે. પ્રતિદિન ધર્મશ્રવણ કરવાથી ઉત્તરોત્તર સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિના ગુણોમાં જે શ્રવણત્વ બતાવવામાં આવ્યું છે તે માત્ર સાંભળવા માત્રથી સંબંધિત છે, જ્યારે અહીં પ્રતિપાદિત ધર્મશ્રવણ ઉત્તરોત્તર ગુણોની સ્વીકૃતિના સાધનના અર્થમાં છે. અર્થાત્ શબ્દને સાંભળવો માત્ર જ બુદ્ધિના ગુણોમાં આવેલા ‘શ્રવણ’થી અભિપ્રેત છે. જ્યારે ધર્મશ્રવણથી વિશેષ વિશાળ અર્થ અભિપ્રેત છે. જે શ્રવણથી ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય તે ધર્મશ્રવણ છે. પ્રતિદિન ધર્મશ્રવણ કરનાર ગૃહસ્થ ઇહલોક-પરલોકને સુધારવાનો અભિલાષી હોય છે. ધર્માભિમુખ હોવા માટે એ આવશ્યક આચાર છે. (૧૬) અજીર્ણ હોવાથી ભોજનનો ત્યાગી : વિવેકવાન સદ્ગૃહસ્થે પોતાના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. અસ્વસ્થ શરીરવાળો ધર્મ સાધના નથી કરી શકતો. નીતિકાર કહે છે કે - જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ ૬૦૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ “શરીરમાદ્યું હતુ ધર્મ-સાધનમ્ ધર્મની સાધના માટે નીરોગી શરીર હોવું આવશ્યક છે. રોગી વ્યક્તિ શાંતચિત્તે ધર્મારાધના નથી કરી શકતી. ‘સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ હોય છે.’ આ લોકોક્તિ ઉપેક્ષણીય નથી. તેથી વિવેકી ગૃહસ્થ પોતાના શરીરના રોગોથી બચાવવાનો પ્રયત્ન કરે છે. તે પોતાની ખાણી-પીણી એ રીતની રાખે છે જેનાથી રોગ એની પાસે ન ફરકે. તે હિતમિત અને પથ્યનું સેવન કરે છે. કદાચ અજીર્ણ હોવાથી ભોજનનો ત્યાગ કરી દે છે. ખાવાની લાલચથી અનેક અવિવેકી જન અજીર્ણ થવાથી પણ ખાવાનો લોભ નથી છોડતા. એનાથી અન્ય અનેક વ્યાધિઓ પેદા થઈ જાય છે. કહ્યું છે - અનીર્ન પ્રભવા રોગ' લગભગ અજીર્ણથી રોગ ઉત્પન્ન થાય છે. ખાન-પાનની અનિયમિતતા અને અપચાના કારણે વિવિધ પ્રકારના રોગ પેદા થઈ જાય છે, એવું વૈદ્યોનું માનવું છે. વૈધશાસ્ત્ર અનુસાર અજીર્ણનાં લક્ષણો આ પ્રકારે છે - मलवातयो विंगन्धो विड्भेदो गात्र गौरवभरुच्यम् । अविशुद्ध श्चोद्गारः षडजीर्णव्यक्त लिंगानि ॥ મળ અને અપાન વાયુમાં દુર્ગંધ આવવી, મળમાં છીછરાપણું હોવું, શરીર ભારે થવું, અરુચિ થવી, ખાટા ઓડકાર આવવા, એ છ અજીર્ણના સ્પષ્ટ બાહ્ય ચિહ્ન છે. લુકમાન હકીમથી કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું કે - “કોડરુક નીરોગ કોણ છે ?’ લુકમાન હકીમે ટૂંકમાં જવાબ આપ્યો - “હિતમુ‚ મિતમુ” જે પથ્ય સેવન કરે છે અને પરિમિત ભૂખથી ઓછું ખાય છે, તે નીરોગી રહે છે. હિતકારી-પથ્ય ભોજન અને પરિમિત ભોજન સ્વસ્થ રહેવાનું નાનું સૂત્ર છે. નીતિકારને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે - “સુખી થવાનો સરળ ઉપાય શું છે ?’’ એમણે નાનું સૂત્ર આપ્યું - 'कम खाना, गम खाना और नम जाना' સુખી રહેવાનો કેટલો સરળ ઉપાય છે. ભૂખથી ઓછું ખાવું, સહિષ્ણુ બનવું અને નમ્રતા ધારણ કરવી - આ ત્રણ સૂત્રીય સિદ્ધાંત સુખ મેળવવાનો આસાન માર્ગ છે. આ ત્રિસૂત્રી સિદ્ધાંતમાં પ્રથમ સૂત્ર ‘ઓછું ખાવું’ છે. વૈદ્યક-શાસ્ત્ર, નીતિ-શાસ્ત્ર અને ધર્મ-શાસ્ત્ર બધાં એક સ્વરથી હિત-મિત ભોજનના મહત્ત્વને પ્રતિપાદિત કરે છે. (૧૭) સમય પર ભોજન : સ્વાસ્થ્ય માટે એ પણ જરૂરી છે કે ભૂખ લાગવાથી અને નિત્ય (રોજ) સમય પર જ ભોજન કરવામાં આવે. સ્વાદ માટે કે લાલચના કારણે સમય જિણધમ્મો ૬૦૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ અસમય દિવસભર ચરતા રહેવું આરોગ્ય માટે હાનિકારક છે. સ્વાદના વશીભૂત થઈને વધુ ભોજન કરવાથી વમન, વિરેચન અને અજીર્ણ વગેરે વ્યાધિઓ થઈ જાય છે. પોતાની પાચનશક્તિનો વિચાર કરી, ભૂખથી ઓછું અને નિયમિત સમય પર પથ્યકારી ભોજન કરવાથી પ્રાયઃ બીમારીઓથી બચી શકાય છે. વૈદ્યકમાં કહ્યું છે - વો મિતં મુક્ત સ બંદુ મત્તે” જે પરિમિત ભોજન કરે છે તે પરિપૂર્ણ ભોજન કરે છે. ભૂખ લાગવાથી જ ભોજન કરવું જોઈએ. વગર ભૂખે ખાધેલું અમૃત્તોપમ ભોજન પણ વિષરૂપ થાય છે. તેથી ભૂખ લાગવાથી જ ભોજન કરવું જોઈએ. ધન વગેરેના લોભમાં પડીને ભોજનકાળનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. જેમ અગ્નિ ઓલવાઈ ગયા પછી બળતણ નાખવું વ્યર્થ હોય છે, એમ જ ભોજન વેળાને ઓળંગવાથી જ્યારે સુધાગ્નિ શાંત થઈ જાય છે ત્યારે ભોજન કરવું પણ નિરર્થક હોય છે. ગૃહસ્થ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એની પ્રકૃતિ અનુકૂળ કયા ખાદ્ય પદાર્થ છે અને કયા પ્રતિકૂળ? પોતાની પ્રકૃતિ અનુકૂળ જ ખાદ્ય-પેય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. આ મોટો ભ્રમ છે કે બળવાન માટે બધું પથ્ય જ છે. શું બળવાન વ્યક્તિ વિષ ખાશે તો નહિ મરે ? અવશ્ય મરશે જ. વિષ તંત્રને જાણનાર વ્યક્તિ વિષ સેવનથી મરે જ છે. તેથી સદગૃહસ્થને ભોજન સંબંધી વિવેક હોવો જ જોઈએ. સમય પર જ ખાવું, ઓછું ખાવું, પથ્ય ખાવું, પ્રકૃતિના અનુકૂળ ખાવું, શાંતિ સાથે ખાવું, લક્ષ્યાભઢ્યનો વિવેક રાખવો વગેરે આરોગ્યના અભિલાષી ગૃહસ્થ માટે આવશ્યક છે. હિત-મિતભોજી ગૃહસ્થ નીરોગી રહીને ધર્મારાધનનું પાત્ર બને છે. (૧૮) અબાધિત ત્રિવર્ગ-સાધન ત્રિવર્ગ-સાધનમાં અનેક અભિપ્રાયો સન્નિહિત છે. મન-વચન-કાયાના રૂપમાં એ ત્રણ યોગ પણ ત્રિ-વર્ગની સંજ્ઞાથી કહી શકાય છે. માર્ગાનુસારી માટે એ ત્રિવર્ગ સાધનામાં બાધક ન બને તે ત્રણેયની વિસંગતિને રોકીને વ્યવસ્થિત સાધનાની ગતિ-વિધિમાં યથાસ્થાન ઉપયોગ કરતા ગૃહસ્થ ગૃહસ્થાશ્રમની અનિવાર્ય આવશ્યક ભૂમિકાનું વહન કરી શકે છે. આ પ્રકારની સાધના અબાધિત ત્રિવર્ગની સાધના કહી શકાય છે. ત્રિવર્ગથી રત્નત્રયની સાધના પણ લઈ શકાય છે. માર્ગાનુસારી વ્યક્તિ આ પ્રકારની કોઈ સાધના ન કરે જેનાથી રત્નત્રય (જ્ઞાન-દર્શન-ચારિત્ર) રૂપ ત્રિવર્ગ બાધિત થાય. તે જો બાધિત - દૂષિત થઈ જાય છે તો એમનો માગનુસારી ગુણ નથી રહી શકતો. તેથી પ્રત્યેક કાર્ય ત્રિવર્ગ-રત્નત્રયની યથા યોગ્ય સાધનાથી અબાધિત હોય. કેટલાક વિવેચક ત્રિવર્ગને ધર્મ-અર્થ-કામની દૃષ્ટિથી વિવેચિત કરે છે. એમાં વિચારણીય વિષય એ છે કે ગૃહસ્થાવસ્થામાં રહેતા-રહેતા વ્યક્તિ મોક્ષને સામે રાખીને ધર્મ તથા અર્થની સાધના તો કરી શકે છે, કારણ કે એ બંને યથાયોગ્ય ઉપાર્જિત કરવાના વિષયો છે. પરંતુ કામને સાધના કહેવી કેવી રીતે સંગત હશે? જો કામ-વાસનાને સાધનાના રૂપમાં સમજવામાં દૂ જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ જામક૦૩) Page #101 -------------------------------------------------------------------------- ________________ આવે તો માગનુસારિત્વ ગુણની ક્ષતિ સંભાવિત છે, જે કે વિકાસશીલ વ્યક્તિ માટે હિતાવહ નથી કહી શકાતું કામને આતુર વ્યક્તિની સીમાતીત ઉન્માર્ગ પ્રવૃત્તિને રોકવા માટે કદાચ ઔષધિના રૂપમાં કહી શકાય છે, પરંતુ સાધના નહિ. સાધના જીવનની ઊર્જાને ઊર્ધ્વગામી બનાવનારી હોય છે, ન કે અધોગામી-વિનષ્ટતાની તરફ લઈ જનારી. જે વ્યક્તિ કામ-વાસનાને સાધના માનીને ચાલે છે, જીવન-ઊર્જાને હાસની તરફ લઈ જાય છે. કામ પ્રવાહમયી ક્રિયા છે, જ્યારે સાધના વિષયોથી પ્રતિશ્રોતગામિની હોય છે. તેથી કામને સાધના નથી કહી શકાતી. આ વિશે સુજ્ઞ પુરુષોનું યથાર્થ ચિંતન મુક્તિની અવાપ્તિ માટે અપેક્ષિત છે. (૧૯) અતિથિ, સાધુ અને દીનોને દાન દેનાર દાન દેવું ગૃહસ્થનું ભૂષણ છે. જેના આવવાની તિથિ નિશ્ચિત ન હોય અથવા જેના માટે બધા દિવસ સમાન હોવાથી પર્વ વગેરેનો વિભાગ ન હોય તે અતિથિ કહેવાય છે. કહ્યું છે - तिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥ જે મહાભાગ્યશાળી મહાપુરુષોએ તિથિ, પર્વ, ઉત્સવ વગેરેનો ત્યાગ કરી દીધો હોય અર્થાત્ જેમના માટે બધા દિવસો સમાન હોય, તે અતિથિ કહેવાય છે. શેષ યાચકવૃંદોને અભ્યાગત જાણવો જોઈએ. એવાં અતિથિ નિગ્રંથ સાધુ-સાધ્વીઓને યથોચિત રીતિથી કલ્પનીય આહાર-પાણી વગેરેનું દાન કરવું ગૃહસ્થનો ધર્મ છે. સાથે દીન-અનાથોને અનુકંપા બુદ્ધિથી દાન દેવું - એમને આવશ્યક વસ્તુઓ આપવી ગૃહસ્થનો આચાર છે. એ યાદ રાખવું જોઈએ કે દાન આપતા સમયે ઔચિત્યનું ઉલ્લંઘન ન થાય. અપમાન કરતા કે તિરસ્કારસૂચક વચન કહેતાં-કહેતાં દાન આપવું, દાનનું દૂષણ છે. કયી વ્યક્તિ કયા દાનને પાત્ર છે અને એને કયા પ્રકારે અને કઈ વસ્તુ આપવી જોઈએ, એનો વિવેક રાખવો ઔચિત્યની પરિધિમાં આવે છે. ઔચિત્યનું ધ્યાન રાખવું આવશ્યક છે. કારણ કે ઔચિત્યના અભાવમાં ગુણ પણ દોષ રૂપ થઈ જાય છે. કહ્યું છે - औचित्यमेकमेकत्र गणानाँ कोटिरेकतः । विषायते गुणग्रामः, औचित्यपरिवर्जतः ॥ એક તરફ કરોડો ગુણ હોય અને બીજી તરફ ઔચિત્યનું મહત્ત્વ વિશેષ હોય છે, કારણ કે ઔચિત્યના અભાવમાં ગુણ-સમુદાય દોષ રૂપ વિકૃત થઈ જાય છે. ઉકત રીતિથી ઔચિત્યનો નિર્વાહ કરતાં સાધુઓ અને દીન-અનાથોને દાન આપવું ગૃહસ્થ ધર્મનો આચાર અને ભૂષણ છે. (૨૦) હંમેશાં અભિનિવેશ રહિત હોવું ? સાચો ગૃહસ્થ દુરાગ્રહથી રહિત હોય છે. ન્યાયસંગત ન હોવાથી પણ બીજાઓને નીચું દેખાડવા માટે જે કાર્ય કરવામાં આવે છે તે અભિનિવેશ છે. સાચો ગૃહસ્થ આ પ્રકારના અભિનિવેશથી દૂર રહે છે. હઠાગ્રહિતા, મિથ્યા (૦૪) ODO 0 0 0 0 0 0 0 0 0 જિણધમો) Page #102 -------------------------------------------------------------------------- ________________ પકડ, દુરાગ્રહ વગેરે અભિનિવેશની પર્યાય છે. પ્રાયઃ વ્યક્તિ અભિમાનના કારણે દુરાગ્રહી થઈ જાય છે અને એવા કામ કરે છે, જેનાથી બીજાને તિરસ્કાર કે અપમાન થાય. આ વૃત્તિ કોઈને માટે ઉચિત નથી. અનાગ્રહી વ્યક્તિ જ ધર્મની અધિકારી હોય છે. ક્યારેક-ક્યારેક ધૂર્ત લોકો પણ અનાગ્રહી હોવાનું નાટક કરે છે. એમનો વ્યવચ્છેદ કરવા માટે “સદા અનાગ્રહી' કહેવામાં આવે છે. અર્થાત્ સહસ્થ ક્યારેય પણ દુરાગ્રહી નથી હોતો. હંમેશાં અનાગ્રહી હોય છે કે સત્યનો આગ્રહી હોય છે. (૨૧) ગુણોમાં પક્ષપાત હોવો ગુણોમાં, ગુણવાનોમાં, સજ્જનોમાં, ધાર્મિક જનોમાં અનુકૂળ પ્રવૃત્તિ રાખવી, એમનું બહુમાન કરવું, એમની પ્રશંસા કરવી, એમને યથોચિત સહાયતા કરવી, એમને પ્રોત્સાહિત કરવા સહસ્થનું કર્તવ્ય છે. જે-જે ગુણો અને ગુણીઓનો સમાદર કરે છે તે પુણ્યરૂપી અવંધ્ય બીજનું સિંચન કરે છે, જેના કારણે આ લોક-પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને ગુણરૂપી સંપદા(સંપત્તિ)ના અંકુર પ્રફુટિત થાય છે. ગુણીજનો પ્રત્યે જે આદર રાખે છે તે સ્વયં ગુણી બની જાય છે. શાસ્ત્રકારોએ ચાર ભાવનાઓ પરમ કલ્યાણકારી બતાવી છે. એમાં “નિષ પ્રમવું' - ગુણીઓમાં પ્રમોદ ભાવ રાખવો પણ છે. ગુણીઓ પ્રત્યે દ્વેષ કે માત્સર્ય ભાવ રાખવો દુષ્ટતા છે અને ગુણીઓના ગુણોમાં પ્રમોદ ભાવ લાવવો સજ્જનતાનો સૂચક છે. સગૃહસ્થ ગુણપક્ષપાતી હોવું જોઈએ. (૨૨) અયોગ્ય દેશ-કાળનો ત્યાગ ઃ સહસ્થ વ્યવહાર કુશળ હોય છે, તેથી તે પ્રતિષિદ્ધ સ્થાન અને પ્રતિષિદ્ધ સમયમાં ગમનાગમન નથી કરતો. પ્રાયઃ કરીને નિષિદ્ધ સ્થાનોમાં તથા નિષિદ્ધ સમયમાં ચોર, લૂંટારું, ગુંડા વગેરે ફરે છે અને તે પોતાના શિકારની શોધમાં રહે છે. એનાથી અયોગ્ય સ્થાનમાં અને અયોગ્ય કાળમાં વિચરણ કરવાથી ઉપદ્રવ્યની સંભાવના રહે છે. તેથી ચતુર અને કુશળ સહસ્થ નિષિદ્ધ સ્થાનોમાં ન તો જાય છે અને ન નિષિદ્ધ સમયમાં અકાળમાં ઘરથી બહાર નીકળે છે. સુરક્ષા અને સન્માનની દૃષ્ટિએ અયોગ્ય ક્ષેત્ર અને અયોગ્ય કાળનો પરિહાર કરવો ગૃહસ્થ માટે ઉચિત હોય છે. (૨૩) સ્વ-પરના બળાબળનો જ્ઞાતાઃ એ જ વ્યક્તિ સુખી થઈ શકે છે જે કોઈ કાર્યનો આરંભ કર્યા પહેલાં પોતાની શક્તિ, યોગ્યતા અને સામર્થ્યને તોલી (માપી) લે છે. આ રીતે બીજાથી વ્યવહાર કરતાં એની શક્તિ, યોગ્યતા અને ક્ષમતાને સમજી લેવા પણ વ્યાવહારિક દૃષ્ટિથી ઉચિત હોય છે. સ્વ-પરના બળાબળને જાણ્યા વગર જે કાર્ય આરંભ કરી દેવામાં આવે છે, તે લગભગ સફળ નથી થતો. શક્તિ અનુસાર જ કાર્ય કરવું જોઈએ. બીજાની દેખા-દેખી કરીને શકિત બહારનું કામ કરવું દુઃખદાયી હોય છે. વેપાર હોય કે વ્યવસાય, સામાજિક રિવાજ હોય કે કૌટુંબિક આચાર હોય, સર્વત્ર પોતાની શક્તિને તોલીને આચરણ કરવું જોઈએ. અનેક લોકો પોતાની સંપત્તિ અને કાર્યકુશળતાની સીમાથી બહાર જઈને વેપારધંધાનું જોખમ ઉઠાવે છે, પરંતુ થોડા સમય પછી તેમને એ વેપાર વચ્ચે જ ઠપ્પ (બંધ) કરી દેવો પડે છે, જેનાથી આર્થિક પરેશાની પણ ઉઠાવવી પડે છે. નીતિકાર કહે છે - [ રૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ છે ઉ૫) Page #103 -------------------------------------------------------------------------- ________________ स्थाने शमवतां शक्त्या, व्यायाम वृद्धिरंगिनाम् । अयथा बलमारम्भो निदानं क्षय सम्पदः ॥ વ્યાયામ શરીરને પુષ્ટ બનાવનાર હોય છે, પરંતુ તે વ્યાયામ પણ શક્તિ અનુસાર જ કરવો જોઈએ. શક્તિથી બહારનો વ્યાયામ શરીરના ક્ષયનું કારણ બને છે. આ રીતે શક્તિથી બહાર કોઈપણ કામ કરવું આપત્તિને બોલાવવા સમાન છે. માટે ચતુર સગૃહસ્થ બીજાની દેખા-દેખી ન કરીને પોતાની શક્તિને તોલીને જ કોઈ કાર્ય કરે છે. સ્વ-પરના બળાબળને જાણીને કરેલું કાર્ય સફળ થાય છે, અન્યથા અસફળ થાય છે. (૨૪) વૃત્તસ્થ જ્ઞાનીઓના પૂજક : સગૃહસ્થ આચાર-સંપન્ન જ્ઞાનીજનોના પૂજક હોય છે. અનાચારના ત્યાગી અને સમ્યમ્ આચારના પાલક “વૃત્તસ્થ' કહેવાયા છે. એવા સદાચારી જ્ઞાનવૃદ્ધોની પૂજા કરવી, એમની સેવા કરવી, એમને આસન પ્રદાન કરવું, એમના સન્માનમાં ઊભા થઈ જવું વગેરે રીતિથી જ્ઞાનીઓ અને અનુભવીઓને આદર દેવો જોઈએ. ચારિત્ર-સંપન્ન જ્ઞાનીઓની સેવાભક્તિ કરવાથી તે કલ્પતરુની જેમ સદુપદેશરૂપી ફળનું દાન કરે છે. જ્ઞાનીઓની ભક્તિ કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને હિતાહિતની ઓળખ પ્રાપ્ત થાય છે. (૨૫) પોણ-પોષક : ગૃહસ્થની આ પ્રાથમિક જવાબદારી છે કે તે પોતાના આશ્રિત રહેલા પારિવારિક સભ્યો માતા-પિતા, પત્ની, પુત્ર-પુત્રી, નોકર-નોકરાણી વગેરેને યોગ-ક્ષેમ કરીને પાલન-પોષણ કરે. જે ગૃહસ્થ આ પ્રાથમિક જવાબદારીને સારી રીતે નથી નિભાવતા તે સહસ્થ નથી કહી શકાતા અને ન એવી વ્યક્તિ ધર્મનો યોગ્ય અધિકારી બની શકે છે. આશ્રિતોનું પોષણ કરવું માગનુસારી ગૃહસ્થનો મુખ્ય આચાર છે. (૨૬) દીર્ઘદર્શી ઃ ગૃહસ્થને દીર્ઘદર્શી હોવું જોઈએ. જે ગૃહસ્થ આગળ-પાછળની, દૂરની વાતોને સારી રીતે વિચારી શકે છે તે સફળ ગૃહસ્થ થાય છે. આગળ-પાછળ, દૂરદૃષ્ટિથી જોયા વગર જે કામ કરી નાખે છે, એને પછતાવું પડે છે. તેથી દીર્ઘદર્શી-દૂરદર્શી હોવું, વિચારપૂર્વક કામ કરવું ગૃહસ્થ માટે આવશ્યક હોય છે. અનેક લોકો વગર વિચાર્યું આવેશમાં અચાનક કોઈ કામ કરી બેસે છે, જેનું પરિણામ સારું નથી આવતું. તેથી દીર્ઘદર્શીત્વને માર્ગાનુસારીનો આચાર બતાવવામાં આવ્યો છે. (૨૭) વિશેષજ્ઞ : વસ્તુ-અવસ્તુ કાર્ય-અનાર્ય, હેય-ઉપાદેય, સ્વ અને પર વગેરેમાં અંતર વિવેક કરનાર વિશેષજ્ઞ કહેવાય છે. જેમાં આ વિશેષતા નથી હોતી, તે વિવેકહીન વ્યક્તિ પશુતુલ્ય માનવામાં આવે છે. અથવા ગૃહસ્થને પોતાનાં સારાં-ખોટાં કામોમાં ભાન હોવું જોઈએ. એને એ વિચાર થવો જોઈએ કે એણે આજ શું સારું કે ખરાબ કાર્ય કર્યું છે. આમ, આત્મ નિરીક્ષણ કરવું પણ ગૃહસ્થ માટે ઉન્નતિનું કારણ બને છે. કહ્યું છે - प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः । किन्नुमे पशुभिस्तुल्यं किन्नु सत्पुरुषैरिति ॥ (૬૬) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધામો) Page #104 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ ગૃહસ્થ પ્રતિદિન (રોજ) પોતાનું નિરીક્ષણ કરવું જોઈએ કે એણે આજે જે આચરણ કર્યું છે તે પશુઓ જેવું છે કે પુરુષો જેવું. આ આત્મ નિરીક્ષણ વ્યક્તિને સગુણી બનાવે છે. (૨૮) કૃતજ્ઞ : ગૃહસ્થ કૃતજ્ઞ- ઉપકારીનો ઉપકાર માનનાર હોવો જોઈએ. જે ઉપકારીના ઉપકારને ભૂલી જાય છે તે કૃતદની બહુપાપી થાય છે. કૃતજનીના પાપનો કોઈ વિસ્તાર કે છુટકારો નથી. કહ્યું છે - “તન્ને રાતિ નિતિઃ” નમકહરામનું કલ્યાણ નથી થતું. એના મહાપાપનો ઉદ્ધાર નથી. નમકહરામીને ખૂબ જ નીચ માનવામાં આવે છે. ઉપકારી પ્રત્યે આભાર વ્યક્ત કરવા સામાન્ય શિષ્ટાચાર છે, પરંતુ જે વ્યક્તિ આ સામાન્ય શિષ્ટાચારને ભુલાવીને ઉપકારીનો ઉપકાર નથી માનતી તે વ્યાવહારિક દૃષ્ટિથી પણ દુષ્ટ માનવામાં આવે છે. એવી કૃતની વ્યક્તિ ધર્મ માટે અપાત્ર હોય છે. માટે ધર્માભિલાષી સગૃહસ્થ કૃતજ્ઞ બનવું જ જોઈએ. કૃતજ્ઞતા ગૃહસ્થનો સદાચાર છે. (૨૯) લોકપ્રિયતા : સગૃહસ્થનો આચાર-વ્યવહાર એ પ્રમાણે હોવો જોઈએ જેનાથી તે જનતાને પ્રિય અને વિશ્વસનીય લાગે. કઈ ગુણવાન વ્યક્તિ જનપ્રિય નહિ હોય? ગુણ-સુગંધથી ભમરો આકૃષ્ટ થાય છે. જે ગૃહસ્થ ધર્માનુષ્ઠાનને પણ લજ્જિત કરે છે અને બીજાઓ માટે બોધિલાભના ભ્રંશનું કારણ બને છે. લોકપ્રિય સગૃહસ્થ સ્વયં પણ આદરણીય બને છે અને પોતાના ધર્મને પણ જનતામાં આદરણીય બનાવે છે. તેથી લોકપ્રિયતા અને લોક-વિશ્વસનીયતા પણ ગૃહસ્થ માટે આવશ્યક છે. લોકપ્રિય ગૃહસ્થ ધર્માધિકાર માટે યોગ્ય પાત્ર હોય છે. (૩૦) સલજ્જતા : ભારતીય પરંપરામાં લજ્જાને સગુણ માનવામાં આવ્યો છે. સ્ત્રીપુરુષો માટે લજ્જા ભૂષણરૂપ છે. જેની આંખોમાં લજ્જા છે, શરમ છે, તે વ્યક્તિ પાપ કરીને પણ પુનઃ (સાચા) માર્ગે આવી જાય છે, પરંતુ જે બેશરમ બની જાય છે, નિર્લજ્જ થઈ જાય છે, એના સુધારની આશા નથી કરી શકાતી. આજકાલ નર-નારીઓમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી અથવા અતિ-આધુનિકતાના કારણે લજ્જાહીનતા વધી રહી છે. તે લજ્જાહીનતાને ચુસ્તી અને તેજી (Smartness) સમજે છે, પરંતુ આ ભ્રમ છે. જે વ્યક્તિની પોતાની ભૂલ પર લજ્જા અનુભવ નથી થતી અથવા જે વ્યક્તિ પોતાના સન્માનનીય મોટા પુરુષોના સામે લજ્જાવનત નથી થતા, એમની સામે ધૃષ્ટતા પ્રદર્શિત કરે છે, તે અવશ્ય પાપમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેથી સગૃહસ્થ નર-નારી માટે લજ્જા આભૂષણ રૂપ માનવામાં આવે છે. “આગમ'માં કહ્યું છે - “નના વથા સંગમ વંમર” એમાં પણ લજ્જાને દયા, સંયમ અને બ્રહ્મચર્ય માટે આવશ્યક અંગ કહ્યું છે. કહ્યું છે - [ જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ 0000 0.00 0.0(૬૦૦) Page #105 -------------------------------------------------------------------------- ________________ लज्जा गुणौध जननी जननीमिवार्यामसत्यन्त शुद्ध हृदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसूनपि सन्त्यज्यन्ति-सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥ લજ્જા ગુણોના સમુદાયને ઉત્પન્ન કરનાર માતા છે. એવી શુદ્ધ હૃદયવાળી લજ્જાનું અનુસરણ કરનાર તેજસ્વી સ્ત્રી-પુરુષ પોતાના પ્રાણોનું વિસર્જન કરી દે છે, પરંતુ સત્ય પર દઢ રહેનાર, દઢ પ્રતિજ્ઞ એ નર-નારીઓ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ, પોતાની મર્યાદાનો ત્યાગ ક્યારેય નથી કરતા. (૩૧) દયાળુતા જેમ આદ્ર (ભીની) માટીમાં બીજ અંકુરિત થાય છે એમ જ ધર્મનો અંકુર પણ દયાથી આર્દ્ર હૃદયમાં પ્રસ્ફટિત થાય છે. ગૃહસ્થને સહદય અને સદય હોવું જોઈએ. બીજાનાં દુઃખોને દૂર કરવાની ભાવનાને દયા કહે છે. દયાના જળથી જે ગૃહસ્થનું હૃદય આદ્ધ થાય છે, એ જ વ્યક્તિ ધર્મના આચરણની અધિકારી થાય છે. નિષ્ફરતા, ક્રૂરતા, નિર્દયતા, નૃશંસતા વગેરે કઠોર વૃત્તિવાળા હૃદયમાં ધર્મનો અંકુર એ જ રીતે પ્રગટ નથી થઈ શકતો. જેમ કે પથ્થરમાં અંકુર નથી નીકળી શકતું. માટે કરુણા, દયા અને સહૃદયતાથી સંપન્ન દયાળુ વ્યક્તિને ધર્મની અધિકારી માનવામાં આવી છે. ધર્મનું મૂળ દયા છે. કહેવાયું છે - दया धर्म का मूल है, पाप मूल अभिमान । तुलसी दया न छोडिये, जब लग घट में प्रान ॥ બીજું પણ કહ્યું છે - प्राणा यथात्मनोऽभीष्टा भूतानामपि ते तथा । आत्मोपम्येन भूतानां दयां कुर्वीत मानवः ॥ જેમ વ્યક્તિને પોતાના પ્રાણ પ્રિય છે એમ જ અન્ય વ્યક્તિઓને પણ પોત-પોતાના પ્રાણ પ્રિય છે. તેથી અન્ય પ્રાણીઓને પોતાની સમાન સમજીને એની પર દયા કરવી જોઈએ. દયામૂલક ધર્મનો અધિકારી સદય વ્યક્તિ હોઈ શકે છે, નિર્દય કદી નહિ. (૩૨) સૌમ્ય જેના મુખ-મંડળથી શાંતિ ઝરે છે તે સૌમ્ય કહેવાય છે. વ્યાવહારિક લોકોક્તિ છે. “મા તો વસતિ' અર્થાત્ ગુણોની અસર આકૃતિ પર થાય છે. જેના હૃદયમાં દયા છે, સદ્ભાવ છે એની મુખાકૃતિ ક્રૂર નથી હોઈ શકતી. એના ચહેરા પર શાંતિ અને પ્રસન્નતા છલકે છે. જેના હૃદયમાં કઠોરતા કે આપરાધિક વૃત્તિ હોય છે, એનો ચહેરો ભયાનક અને દૂર દેખાય છે. એ ભયાનક અને કૂર ચહેરાને જોઈને લોકોને ઉગ અને ભય પેદા થાય છે. તેથી ગૃહસ્થ પોતાની વૃત્તિઓ સાત્ત્વિક રાખવી જોઈએ, જેનાથી એના મુખમંડળ પર શાંતિ અને પ્રસન્નતાની આભા છલકતી રહે. એની પ્રશાંત મુખમુદ્રાને જોઈને એના સંપર્કમાં આવનારા લોકોને આનંદની અનુભૂતિ થવી જોઈએ. ચહેરાની નિર્દોષ મુસ્કાન (હાસ્ય) અને પ્રસન્ન મુદ્રા બીજાના હૃદયમાં પણ સભાવ પેદા કરે છે. તેથી ગૃહસ્થને સૌમ્ય હોવું જોઈએ. (૬૮) છે જOOT જિણધમો) Page #106 -------------------------------------------------------------------------- ________________ (૩૩) પરોપકાર-પરાયણ : માનવનો મહિમા પરોપકારનું કારણ માનવામાં આવે છે. પરોપકાર દ્વારા માનવનું વ્યક્તિત્વ સન્માનનીય અને પૂજનીય બને છે. સ્વાર્થ તો પ્રાણીમાત્રમાં વિદ્યમાન છે. પશુ-પક્ષી પણ પોતાના સ્વાર્થ સાધનામાં લીન રહે છે. માનવની આ જ વિશેષતા છે કે તે સ્વાર્થ સાધના સાથે પરમાર્થની સાધના પણ કરે છે. જે ગૃહસ્થ પરોપકારમાં રુચિ નથી રાખતો અને સ્વાર્થમાં જ લીન રહે છે, તો તે પશુથી શ્રેષ્ઠ કહેડાવવાનો અધિકારી નથી થઈ શકતો. કવિવર મૈથિલીશરણ ગુખે કહ્યું છે . आभरण नर देह का बस एक पर-उपकार है । हार को भूषण कहे, उस बुद्धि को धिक्कार है ॥ स्वर्ण की जंजीर बांधे श्वान फिर भी श्वान है । धूलि धूसर भी कहीं पाता सदा सम्मान है ॥ માનવદેહનો અલંકાર પરોપકાર છે. તેથી સગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર પરોપકાર-પરાયણ હોવો જોઈએ. જે વ્યક્તિ પરોપકાર-પરાયણ હોય છે તે બધાને પ્રિય લાગે છે. જેમ આંખમાં અમૃતમય અંજનનું આંજવું બધાંને પ્રિયકર હોય છે, એમ જ પરોપકારી વ્યક્તિ બધાંને સારી લાગે છે. તેથી સગૃહસ્થ પરોપકાર-પરાયણ હોવો જોઈએ. પરોપકાર ગૃહસ્થનું ભૂષણ છે. (૩૪) અંતરંગ પબ્રેરીઓનો ત્યાગી ? કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ અંતરંગ શત્રુ છે. ગૃહસ્થ જો કે આ છ અંતરંગ શત્રુઓને સર્વથા નથી જીતી શકતો, એ તો યતિઓ અને સંયમીઓનો આચાર છે, છતાં ગૃહસ્થને આ છ અંતરંગ શત્રુઓ પર કે થોડા અંશો સુધી નિયંત્રણ કરવું જોઈએ. ગૃહસ્થ માટે પૂર્ણતઃ કામનો ત્યાગ દુશક્ય છે, છતાંય જેની સાથે જગત-સાક્ષીથી વિવાહ થયો છે, એના સિવાય સંસારની સ્ત્રીઓનો ત્યાગ કરી દેવો જોઈએ અને પોતાની પત્ની સાથે પણ મર્યાદા રાખવી જોઈએ. નીતિસંગત મર્યાદાઓનું પાલન કરવું ગૃહસ્થનો આચાર છે. તેથી એ અમર્યાદિત કામ-વાસનાવાળો ન હોવું જોઈએ. એ જ રીતે એણે અમર્યાદિત ક્રોધી ન હોવું જોઈએ. અમર્યાદિત લોભી ન હોવું જોઈએ, ધન વગેરેના મદથી બચવું જોઈએ અને અપ્રશસ્ત હર્ષોન્માદથી ઉન્મત્ત ન બનવું જોઈએ. ઘૂત વગેરેમાં પ્રાપ્ત લક્ષ્મી જે બીજાઓને દુઃખી કરે છે - એને મેળવીને ખૂબ ખુશ થાય છે, એ અપ્રશસ્ત હર્ષોન્માદ છે. સગૃહસ્થનું કર્તવ્ય છે કે તે જ્યાં સુધી બની શકે, આ અંતરંગ છ વેરીઓનો સ્વ-મર્યાદાનુસાર પરિહાર કરે. (૩૫) ઇન્દ્રિયો ઉપર વિજય : ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવો જો કે યતિઓ અને સંયમીઓનો આચાર છે, છતાં ગૃહસ્થને મર્યાદિત રૂપમાં ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. આ યતિઓનો આચાર છે એવું માનીને ગૃહસ્થને ઇન્દ્રિયોનો ગુલામ ન બનવું જોઈએ. ગૃહસ્થને એ સમજવું જોઈએ કે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ નરક વગેરે આપત્તિઓનું કારણ છે, તેથી એમના પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પરંતુ એનું આ સામર્થ્ય નથી કે તે સંપૂર્ણ રૂપમાં ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરી શકે. એવું સમજીને ગૃહસ્થ ઇન્દ્રિયો K જેનાચાર નિરૂપણ - આગાર ધર્મ બ૦૯) Page #107 -------------------------------------------------------------------------- ________________ પર મર્યાદિત અંકુશ રાખે છે. તે પોતાની ઇન્દ્રિયોને સ્વછંદ થઈને મનમાની (જબરદસ્તી) કરવા નથી દેતો. તે એમના પર આંશિક અંકુશ લગાવે છે. પોતાની કમજોરી માનીને ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત નથી કરી શકતો છતાં તે ઇન્દ્રિય-વિજયને પોતાનું લક્ષ્ય માને છે અને યથાશક્તિ ઇન્દ્રિયો પર અંકુશ લગાવે છે. તે માને છે કે - आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः । तज्जयः सम्पदां मार्गो येतेष्टं तेन गम्यताम् ॥ તત્ત્વજ્ઞાનીઓએ બે રસ્તા બતાવ્યા છે - (૧) ઇન્દ્રિયોનો અસંયમ એ માર્ગ છે, જે આપત્તિઓને બોલાવે છે અને (૨) ઇન્દ્રિયોનો વિજય એ માર્ગ છે, જે સંપત્તિઓને આમંત્રિત કરે છે. બંને રસ્તાઓ ખુલ્લા છે - જેને જ્યાં જવું હોય પોતાની ઇચ્છા પર નિર્ભર છે. ઇન્દ્રિયરૂપી ઘોડા ઉન્માર્ગમાં દોડે છે, એમને તત્ત્વજ્ઞાનની લગામથી વશમાં રાખવો જોઈએ. ધર્માભિમુખ હોવા માટે ઇન્દ્રિયો ઉપર આંશિક (થોડા) અંકુશ લગાવવો તો જરૂરી છે. ઉક્ત રીતિથી ઉપર્યુક્ત ૩૫ ગુણોથી યુક્ત વ્યક્તિ, શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો અધિકારી હોય છે. શ્રાવક બન્યા પહેલાં પૂર્વ ભૂમિકાના રૂપમાં આ ગુણોને ધારણ કરવાથી ધર્મની પાત્રતા પ્રાપ્ત થાય છે. શ્રાવકના ૨૧ ગુણ : પ્રવચન સારોદ્વારમાં શ્રાવક ધર્મ અંગીકાર કરનારાના માટે ૨૧ ગુણોને પૂર્વ ભૂમિકાના રૂપમાં અંગીકાર કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. તે એકવીસ ગુણ આ પ્રકાર છે - धम्मरयणस्स जोग्गो, अक्खहो रूववं पगईसोम्मो । लोयप्पिओ, अकूरो, भीरू असढो सुदक्खिन्नो ॥ लज्जालुओ दयालू, मज्झत्थो सोम्मदिट्ठी गुणरागी । सक्कह सपक्ख जुत्तो, सदीह दंसी विसेसन्नू ॥ वुड्ढाणुओ विणीओ कयन्पुओ परहिअत्थकारी अ । तह चेव लद्धलक्खो, एकवीसगणो हवई सड्ढो ॥ - પ્રવચન સારોદ્ધાર (૧) અદ્ર જે તુચ્છ પ્રકૃતિનો ન હોય, ગંભીર ન હોય તે શ્રાવક ધર્મને પાત્ર હોય છે. ગંભીર હોવાના કારણે તે વિરતિ ધર્મને સારી રીતે સમજીને એનું યથોચિત રૂપથી પાલન કરી શકશે. તુચ્છ પ્રકૃતિવાળી વ્યક્તિ ધર્મની મહત્તાને ઉપહાસ વગેરે દ્વારા ઓછી કરનાર હોય છે. તેથી વિરતિની અભિલાષી વ્યકિત માટે અશુદ્ર - ગંભીર હોવું આવશ્યક છે. (૨) રૂપવાન ? એમ તો રૂપનો સંબંધ ધર્મની સાથે અવિનાભાવી નથી. કારણ કે હરિકેશી વગેરે કુરૂપ હોવા છતાંય આદર્શ સંયમી થયા છે. છતાં રૂપથી અહીં પરિપૂર્ણ (૧૦) 000000000000000023 જિણધમો ] Page #108 -------------------------------------------------------------------------- ________________ અંગવાળો અર્થ પણ અપેક્ષિત છે. આ અર્થની દૃષ્ટિથી હરિકેશી પરિપૂર્ણ અંગવાળા તો હતા જ. સુંદર રૂપનું હોવું પણ અપેક્ષિત વાત છે. તેથી સામાન્ય રૂપથી રૂપવાનનો અર્થ એટલો જ છે કે તે બીભત્સ અને ધૃણા ઉત્પન્ન કરનાર ન હોય. જે વ્યક્તિ આકૃતિ સંપન્ન હોય છે, તે કદાચ વિરતિ ધર્મનો અંગીકાર કરે છે, તો તે વિશેષ પ્રભાવ જનમાનસ પર છોડે છે, તે અનુભવ સિદ્ધ વાત છે. (૩) સૌમ્ય પ્રકૃતિવાળો : જે શાંત સ્વભાવવાળો હોય, જેની વૃત્તિમાં સૌમ્ય ભાવ હોય છે, એની ઝલક આકૃતિ પર આવી જ જાય છે. સૌમ્ય મુખાકૃતિવાળા અને સૌમ્ય સ્વભાવવાળા અચાનક પાપ-વેપારમાં નિઃશંક પ્રવૃત્તિ નથી કરતો. એના આચરણમાં ઉગ્રતા નથી હોતી. ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ પ્રાયઃ જલદી પાપ-વેપારમાં પ્રવૃત્ત થઈ જાય છે, તેથી ધર્માભિલાષી માટે પ્રકૃતિની સૌમ્યતા હોવી જરૂરી છે. (૪) લોકપ્રિય પોતાના સગુણોના કારણે જે વ્યક્તિ જનતાની પ્રિય અને વિશ્વસનીય હોય છે, તે ધર્મના (માટે) પાત્ર માનવામાં આવે છે. જે વ્યક્તિ પરલોકથી અવિરુદ્ધ તથા લૌકિક પરમાર્થનું કાર્ય કરે છે, તે બધાની પ્રીતિપાત્ર બની જાય છે. એવી લોકપ્રિય વ્યક્તિનું ધર્માચરણ સામાન્ય જનમાનસ ઉપર સારો પ્રભાવ પાડે છે. (૫) અક્રૂર ક્લિષ્ટ અધ્યવસાયવાળી વ્યક્તિ ધર્માધિકારી નથી હોઈ (થઈ) શકતી. છિદ્રાન્વેષી, લંપટ (લુચ્ચો), લુષિત ચિત્તવાળી વ્યક્તિ બાહ્ય ધર્મક્રિયા કરતા-કરતા પણ એનું ફળ પ્રાપ્ત કરી શકતી નથી. તેથી ક્રૂરતાને છોડીને કોમળ સ્વભાવને ધારણ કરનાર વ્યક્તિ જ ધર્મનું પાત્ર થાય (હોય) છે. (૬) ભીરુ : ઇહલૌકિક અને પારલૌકિક પાપોથી ડરનાર હોય. (૭) અશઠ : વંચકતા રહિત હોય. વંચક વ્યક્તિ પ્રપંચ કરવામાં ચતુર હોવાથી લોકોની અવિશ્વસનીય બની જાય છે. તેથી કપટથી રહિત થઈને પ્રામાણિકતાપૂર્વક સવ્યવહાર કરનાર અશઠ વ્યક્તિને ધર્માધિકારી બતાવવામાં આવી છે. (૮) દાક્ષિણ્યયુક્ત પોતાનું કામ છોડીને પણ બીજાનું કામ કરનાર ઉપકાર-પરાયણ વ્યક્તિ દાક્ષિણ્યયુક્ત હોય છે. એવી ઉપકારી વ્યકિત કોના માટે અનુકરણીય નથી હોતી? (૯) લજ્જાળુ જે પાપાચારથી લજ્જિત થતી હોય અર્થાત્ પાપાચાર કે દુરાચારથી શરમનો અનુભવ કરતી હોય. (૧૦) દયાળુ દુઃખીઓના દુ:ખને જોઈને જે દ્રવિત થઈ જતી હોય અને એમને દૂર કરવાનો પ્રયત્ન કરતી હોય. (૧૧) મધ્યસ્થ જે બધાના માટે સમાન રૂપથી વિશ્વસનીય હોય અર્થાત્ જે ન કોઈનો પક્ષપાતી હોય કે ન કોઈનો દ્વેષી હોય. તટસ્થ ભાવથી વ્યવહાર કરનાર વ્યક્તિ નિષ્પક્ષ થઈને વિચાર કરી શકે છે. [ જેનાચાર નિરૂપણ - આગાર ધર્મ છે . ઉ૧૧) Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સૌમ્ય દૃષ્ટિ : જેની આંખોથી નિર્મળ સ્નેહ ટપકતો હોય. જેનું હૃદય શુદ્ધ અને ગુણગ્રાહી હોય છે, એની આંખોમાં સ્નેહ ભરેલો હોય છે. દુષ્ટ પ્રકૃતિના લોકોનાં નેત્રોથી, ચહેરાથી ક્રૂરતા ટપકે છે. ક્રૂર દૃષ્ટિવાળી વ્યક્તિ ધર્મને અડી પણ નથી શકતી. (૧૩) ગુણાનુરાગી : ગુણ અને ગુણવાનો પ્રત્યે આદર અને પ્રમોદભાવ રાખનાર હોય. (૧૪) સત્યકથક : ધર્મ અને સદાચારની વાતો કરનાર હોય, અથવા ધર્મ કથા સાંભળવામાં રુચિ રાખનાર હોય અથવા સુપક્ષયુક્ત હોય, સત્યનો પક્ષ લેનાર હોય અથવા, જેનો પરિવાર ધર્મમાં બાધક ન હોય, એવી વ્યક્તિ ઉન્માર્ગમાં ગમન ન કરતાં સન્માર્ગમાં જ પ્રાયઃ પ્રવૃત્ત થાય છે. કોઈ-કોઈ સત્યકથક અને સુપક્ષયુક્તને અલગ-અલગ ગુણ માને છે. એમના મતાનુસાર મધ્યસ્થ અને સૌમ્ય દૃષ્ટિમાંથી કોઈ એક ગુણ માનવામાં આવે છે. (૧૫) સુદીર્ઘદર્શી : વિચારપૂર્વક કાર્ય કરનાર. પ્રત્યેક કાર્યને દીર્ઘદૃષ્ટિથી વિચાર કરનાર, અચાનક કોઈ કામ ન કરનાર હોય. અચાનક કામ કરવાથી બહુ જ અનિષ્ટ થઈ જવાની સંભાવના રહે છે. જે વિચારપૂર્વક કામ કરતો હોય તે ધર્મનો યોગ્ય અધિકારી છે. (૧૬) વિશેષજ્ઞ : હિતાહિતમાં વિવેક કરનાર હોય. ગુણ-દોષના અંતરને સમજનાર હોય. સારું-ખોટું જાણનાર હોય. (૧૭) વૃદ્ધાનુગ : જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ પુરુષોનું અનુસરણ કરનાર હોય. એવી વ્યક્તિ પ્રાયઃ વિપત્તિનો ભાગી નથી હોતો. (૧૮) વિનીત : ગુરુજનો અને પૂજ્ય પુરુષોનો વિનય કરનાર હોય. (૧૯) કૃતજ્ઞ : ઉપકારીના ઉપકારને માનનારો હોય. (૨૦) પરહિતકારી : બીજાનું હિત કરવામાં તત્પર હોય, સુદાક્ષિણ્યથી કહેવાથી કે પ્રાર્થના કરવાથી પરહિત કરનાર અર્થ અભિપ્રેત છે, જ્યારે એમાં સ્વયમેવ પરહિતમાં પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ અંતર્નિહિત છે. એ જ બંનેમાં અંતર સમજવું જોઈએ. (૨૧) લબ્ધ લક્ષ્ય : જે ધર્મ-ક્રિયાઓનો સારો અભ્યાસી હોય અર્થાત્ ધર્મના પૂર્વ સંસ્કારોના કારણે જે ધર્માનુષ્ઠાનોને તરત જ સમજી અપનાવી લેતો હોય. માર્ગાનુસારીના ૩૫ ગુણ અને શ્રાવકના ૨૧ ગુણમાં ખૂબ જ સામાન્ય - સમાન વાતો છે. આ ગુણોને અપનાવ્યા પછી જ દેશ વિરતિ કે સર્વ વિરતિની યોગ્યતા આવે છે. કહ્યું છે - जह चिन्तामणि रयणं, सुलहं न होइ तुच्छ विहवाणं । गुण विहव वज्जियाणं जियाण तह धम्मरयपि ॥ જે રીતે દરિદ્ર વ્યક્તિને ચિંતામણિ રત્નની પ્રાપ્તિ નથી થઈ શકતી, એ જ રીતે જે વ્યક્તિ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ કે શ્રાવકના એકવીસ ગુણરૂપી વૈભવથી રહિત હોય છે એને ૬૧૨ જિણધમ્મો Page #110 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ પ્રણીત દેશ વિરતિ કે સર્વ વિરતિ રૂપ ધર્મરત્નની પ્રાપ્તિ નથી થઈ શકતી. બીજું પણ કહ્યું છે - धम्मरयणत्थिणा तो पढमं एयज्जणम्मि जइयव्वं । जं सुद्धभूमिगाए, रेहइ चित्तं पवित्तं पि ॥ જેમ સુંદર ચિત્ર પણ શુદ્ધ ભૂમિકા પર હોવાથી જ શોભા આપે છે, અશુદ્ધ ભૂમિકા પર અંકિત ચિત્ર એટલું મનોહર નથી લાગતું. આ રીતે ઉક્ત એકવીસ ગુણો દ્વારા શુદ્ધ થઈ થયેલી ભૂમિકામાં ધર્મરૂપી રત્ન સુશોભિત થાય છે. તેથી ધર્મરૂપી રત્નના અભિલાષીને આ એકવીસ ગુણોના ઉપાર્જનમાં યત્ન કરવો જોઈએ. આગળ કહ્યું છે : दुविहं पि धम्मरयणं, तरइ नरोधित्तुभविगलं सो उ । जस्सेगवीसगुणंस्यण संयमा सुत्थिया अस्थि ॥ જે વ્યક્તિએ ઉક્ત એકવીસ ગુણરત્નોની સંપત્તિને સ્થિર કરી લીધી હોય એ જ વ્યક્તિ દેશ વિરતિ-સર્વ વિરતિ રૂપ બંને પ્રકારના ધર્મરત્નને અવિકળ રૂપથી પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ શકે છે. આમ, માર્ગાનુસારીના ૩૫ ગુણ અને શ્રાવકના ૨૧ ગુણ ધર્મરત્નની પૂર્વભૂમિકાના રૂપમાં અપનાવવાથી ચારિત્ર ધર્મની આરાધનામાં સરળતા અને સુવિધા હોય છે. આ તે પીઠિકા છે, જેના પર ચારિત્રની દેશ વિરતિ અને સર્વ વિરતિનો ભવ્ય પ્રાસાદ ઊભો થાય છે. તેથી વિરતિના અભિલાષી મુમુક્ષુઓને ઉક્ત ગુણોના ઉપાર્જન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વિરતિનો પ્રારંભ આ ગુણોના અર્જન પછી થાય છે. દર્શન શ્રાવક ઃ શ્રાવક' શબ્દની વ્યુત્પત્તિ અને એના અર્થના વિષયમાં કહ્યું છે - सम्मत्तदंसणाहं, पइदियहं जइ जणा सुणेई य । सामाचारिं परमं जो खलु तं सावकं बिन्ति ॥ જેણે સમ્યગું દર્શન પ્રાપ્ત કરી લીધું છે એવો અવિરત સમ્યગ્ દષ્ટિ અને જેણે અણુવ્રત વગેરે ગ્રહણ કર્યા છે એવા દેશ વિરતિ, પ્રતિદિન સાધુજનોથી શ્રેષ્ઠ સમાચારીને સાધુ શ્રાવક સંબંધી આચાર ગોચરને સાંભળે છે એને શ્રાવક કહે છે. અથવા “શ્રાતિ-પતિ નિષ્ઠ નતિ તત્ત્વાર્થ શ્રદ્ધાનમિતિ શ્ર:' - જે યથાર્થ તત્ત્વ શ્રદ્ધાને પુષ્ટ કરે છે તે “શ્રા” છે. જે ગુણવત ક્ષેત્રમાં, યોગ્ય સ્થાનોમાં ધન રૂપી બીજને વાવે છે તે ‘વ’ છે તથા જે ક્લિષ્ટ કર્મ રૂપી રજને દૂર કરે છે તે “ક” છે. આનું સમુચ્ચય શ્રાવક કહેવામાં આવે છે. જે શ્રદ્ધાને પુષ્ટ કરે છે, યોગ્ય ક્ષેત્રોમાં દાન આપે છે અને અશુભ કર્મોને કાપે છે તે શ્રાવક છે. “આવશ્યક ટીકા'માં કહ્યું છે - “નિનશાસન વત્તાદ દસ્થ શ્રાવળદ મળ્યો” અર્થાત્ જૈનશાસનના ભક્ત ગૃહસ્થોને શ્રાવક કહે છે. “નિશીથ ચૂર્ણિ'માં શ્રાવકના બે ભેદ બતાવ્યા છે . ( જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ જડ૧૩) Page #111 -------------------------------------------------------------------------- ________________ "सावगा गहिताणुव्वता, अग्गहिताणुव्वता वा" શ્રાવક બે પ્રકારના છે - એક એ જે અણુવ્રતાદિધારી છે અને બીજા એ જે અણુવ્રત વગેરેના ધારક નથી પરંતુ દઢ શ્રદ્ધાવાળા છે. જે શુક્લ પાક્ષિક છે, જેમનો સંસાર કાળ અપાઈ પુગલ પરાવર્તનની અંદર છે. તાત્પર્ય એ છે કે અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી જે વ્રત વગેરે વિરતિને ધારણ નથી કરી શકતો, પરંતુ જેની શ્રદ્ધા નિશ્ચલ છે, જે જૈન શાસનના પ્રત્યે દૃઢ નિષ્ઠાવાળા છે, શ્રી જિનેન્દ્ર દેવની પ્રત્યે જેની ઊંડી આસ્થા છે, જે નિગ્રંથ પ્રવચનને સત્ય, સર્વોત્તમ, પ્રતિપૂર્ણ, ન્યાયયુક્ત અને શુદ્ધ માને છે, એના પ્રત્યે પૂરી શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખે છે, જે એનું મંગલ રૂપ-શરણ રૂપ માને છે, તે દર્શન શ્રાવક કહેવામાં આવે છે. એને જિનેન્દ્ર પ્રવચન પ્રત્યે ઊંડી નિષ્ઠા હોય છે, જેને કારણે તે વિરતિને ઉપાદેય અને ઉપકારક જાણવા છતાંય પોતાની કમજોરીના કારણે એને અંગીકાર નથી કરી શકતો. એનું સમ્યગું જ્ઞાન અને સમ્ય દર્શન રૂપ શ્રતધર્મ એટલો પ્રબળ હોય છે કે એના ઉત્કૃષ્ટ રસાયણથી તે તીર્થકર નામ કર્મ સુધીનું ઉપાર્જન કરીને ત્રીજા ભવમાં તીર્થકર બની શકે છે. શ્રીકૃષ્ણ-વાસુદેવ અને મગધેશ્વર મહારાજા શ્રેણિક એવા જ દર્શન શ્રાવક હતા. જ્ઞાતા સૂત્ર'ના ૮મા અધ્યયનમાં કહ્યું છે - ચારિત્ર મોહનીયના પ્રગાઢ ઉદયથી જીવ, વિરતિને આત્મ કલ્યાણ માટે ઉપકારક માનવા છતાં પોતાના જીવનમાં ઉતારી નથી શકતો. તે ત્યાગ ભાવના રાખવા છતાંય અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી અવિરત હોય છે, છતાં દર્શન-વિશુદ્ધિ એટલી પ્રબળ હોય છે કે જેના દ્વારા અરિહંત સિદ્ધ, નિગ્રંથ પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, તપસ્વી વગેરેની સેવા-ભક્તિ, બહુમાન, હિત કામના વગેરેથી તથા વિશુદ્ધ શ્રદ્ધાન, શ્રુત ભક્તિ અને પ્રવચનપ્રભાવનાથી તીર્થકર નામ કર્મનું ઉપાર્જન કરીને ત્રીજા ભવમાં તીર્થકર થઈ શકે છે. અવિરત સમ્યગુ દૃષ્ટિ, જેમાં દર્શન શ્રાવક પણ સમાવિષ્ટ છે, ચતુર્થ ગુણસ્થાનવર્તી હોય છે. ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવોમાં પરિણામોની પરિણતિ અલગ-અલગ પ્રકારની હોય છે. બધી અવિરત સમ્યગુ દૃષ્ટિ એક જેવી સ્થિતિવાળી નથી હોતી. એમાં તરતમતા જોવા મળે છે. જેમ મનુષ્યત્વ સમાન હોવા છતાંય મનુષ્ય-મનુષ્યમાં અંતર હોય છે - કોઈ રાજા છે તો કોઈ રંક. આ જ રીતે ક્ષાયોપથમિક સમ્યક્ત્વવાળા જીવો અલગ શ્રેણીઓમાં હોય છે. એક અવિરત સમ્યગુ દષ્ટિ જીવ અશુભ લેશ્યાવાળો નારક પણ છે તો અન્ય શુક્લ લેશ્યાવાળો દેવ પણ, એક બાજુ આસક્ત દેવેન્દ્ર અને નરેન્દ્ર પણ છે, તો બીજી બાજુ પ્રશાંત મોહવાળા સર્વાર્થસિદ્ધિના દેવ પણ છે. ક્ષાયિક સમ્યકત્વી બધા જીવ પ્રાયઃ પરિણતિમાં સમાન હોય છે. આ રીતે ઉપશમ સમ્યકત્વી પણ પરિણતિથી પ્રાયઃ પરસ્પરમાં સમાન હોય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં આ તરતમતા હોય છે. માટે ક્ષાયોપથમિક સમ્યકત્વના આરાધકોના ત્રણ ભેદ થઈ જાય છે - (૧) જઘન્ય, (૨) મધ્ય અને (૩) ઉત્કૃષ્ટ. ક્ષાયિક સમ્યકત્વવાળા જીવ દર્શનના ઉત્કૃષ્ટ આરાધક હોય છે. '૧૮ ના રોજ જાહેર જિણધર્મો Page #112 -------------------------------------------------------------------------- ________________ “શ્રી ભગવતી સૂત્રના ૮મા શતકના ૧૦મા ઉદ્દેશકમાં કહ્યું છે કે - “ઉત્કૃષ્ટ દર્શન આરાધનાવાળો કાં તો એ જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે કે બે ભવ કરીને ત્રીજા ભવમાં તો અવશ્ય મુક્ત થઈ જાય છે. મધ્યમ દર્શન આરાધનાવાળો જીવ એ જ ભવમાં તો સિદ્ધ નથી થતો, પરંતુ ત્રીજા ભવમાં સિદ્ધ થઈ જાય છે. જઘન્ય દર્શન આરાધનાવાળો જીવ કાં તો ત્રીજા મનુષ્ય ભવમાં અન્યથા સાત-આઠ ભવ કરીને સિદ્ધ થઈ શકે છે. આ કથન ચારિત્રયુક્ત જ્ઞાન-દર્શન આરાધના વિશે સમજવું જોઈએ. જેમ કે કહ્યું છે - “અટ્ટમવીર વન્તિ” ચારિત્રયુક્ત જ્ઞાન-દર્શન આરાધનાનું ફળ “આઠ ભવ’ બતાવવામાં આવ્યું છે. શ્રત સમ્યકત્વ અને દેશ વિરતિના ભવ તો અસંખ્ય પણ હોઈ શકે છે - આઠ જ નહિ. અવિરત સમ્યગુ દષ્ટિ જીવ, જેમાં દર્શન શ્રાવક પણ છે, વિરતિની વિવક્ષાથી “બાલ કહેવામાં આવ્યા છે, કારણ કે તે જરા પણ વિરતિ નથી કરતા. જેમ કે કહ્યું છે - “મવિરહું પડુડ્ઝ વાને” અવિરતિની અપેક્ષાથી બાલ કહેવામાં આવ્યો છે. આ બાબત મિથ્યા દષ્ટિમાં પણ છે અને સમ્યમ્ દષ્ટિમાં પણ છે. બાલત્વ સમાન હોવા છતાંય બંનેમાં એટલું જ અંતર છે જેટલું દિવસ અને રાતમાં છે. જેમ મનુષ્યત્વ તુલ્ય હોવા છતાંય સમ્યમ્ દૃષ્ટિ અને મિથ્યા દૃષ્ટિના વિકાસમાં રાત-દિવસનું અંતર સમજવું જોઈએ. આ વિશિષ્ટ સમ્યકત્વનો પ્રભાવ છે કે સમ્યકત્વધારી મનુષ્ય કે તિર્યચ, જો એણે સમ્યકત્વ પ્રાપ્તિ પૂર્વે અન્ય ગતિનું આયુષ્ય ન બાંધ્યું હોય તો નરક-તિર્યંચ વગેરે અશુભ ગતિઓનું તથા સ્ત્રીવેદ, નપુંસકવેદ વગેરે અશુભ વેદનો બંધ નથી કરતો. કહ્યું છે - तिर्यग् नरकयोद्वारे दृढ़ा सम्यक्त्वमर्गला । देवमानव निर्वाण सुखद्वारैक कुन्विका ॥ - યોગશાસ્ત્ર ટીકા સમ્યકત્વ, તિર્યંચ અને નરકનાં દ્વાર માટે અર્ગલાની સમાન છે તથા દેવ, મનુષ્ય અને નિર્વાણના સુખરૂપી તારની ચાવી છે. સમ્યગુ દર્શનની ઉપલબ્ધિ એક મહાન ઉપલબ્ધિ છે. આનો સાધક કૃષ્ણ પક્ષીથી શુક્લ પક્ષી બની જાય છે. એનો અનંત સંસાર પરિમિત થઈ જાય છે. તે નિશ્ચિત જ મુક્તિનો અધિકારી થઈ જાય છે. સમ્યકત્વ રત્નનો મહિમા અવર્ણનીય છે. આ દુર્લભ રત્નને ખૂબ જ સંભાળીને રાખવું જોઈએ. સમ્યકત્વની દુર્લભતાને બતાવતા સમ્બોધ પ્રકરણમાં કહ્યું છે - लब्भइ सुरसामित्तं, लब्भइ पहुयत्तणं न संदेहो । વાં ને વર ન મટ્ટ, કુન્તરય ર સન્મત્ત - સંબોધ પ્રકરણ કરોડો દેવોનું સ્વામિત્વ - ઇન્દ્ર પદ પ્રાપ્ત કરવું સરળ છે અને પ્રભુત્વ પ્રાપ્ત કરવું પણ સહજ છે, પરંતુ સમ્યકત્વરૂપી રત્નની પ્રાપ્તિ થવી ખૂબ જ દુર્લભ છે. આ દુર્લભ સમ્યકત્વ રત્ન જેને પ્રાપ્ત થયું હોય, તે કેટલો ભાગ્યશાળી છે ? એના ઐશ્વર્યની સામે રાજા, સમ્રાટ અને ઇન્દ્રની સમૃદ્ધિ પણ કઈ વિસાતમાં છે? સમ્યકત્વ રત્નનો સ્વામી ભવિષ્યમાં પરમાત્મ પદ પ્રાપ્ત કરનાર મહાપુણ્યશાળી જીવ હોય છે. ( જૈનાચાર નિરૂપણ - આગાર-ધર્મ 00000000000(૧૫) Page #113 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વની પ્રાપ્તિ કરીને જે આત્મા બીજા જીવોને સમ્યકત્વ પ્રાપ્ત કરવામાં સહાયક હોય છે, એમના મહિમાનો ઉલ્લેખ કરતા શ્રી હરિભદ્ર સૂરિએ કહ્યું છે - सयलं वि जीवलोए, तेण इह घोसिओ अमाघाओ । इक्कं पि जो दुहत्तं सन्तं बोहेइ जिणवयणे ॥ सम्मत्त दायगाणं, दुप्पडियारं भवेसु बहुएसु । सव्वगुण मिलियाहिं वि, उवयारसहस्स कोडिहिं । જે ભવ્યાત્મા કોઈ એક પણ દુઃખા જીવને શ્રી જિન-પ્રવચનમાં પ્રતિબોધિત કરે, તો એ જીવે સમસ્ત સંસારમાં અમારિ-ઘોષણા કરાવવાનું કાર્ય કર્યું છે એવું માનવું જોઈએ. કારણ કે તે પ્રતિબોધિત જીવ અહિંસક બનીને જીવો અભયદાન આપનાર હોય છે. ઘણા ભવોમાં, કરોડો પ્રકારના ઉપકાર કરવા છતાંય સમ્યકત્વ પ્રાપ્ત કરાવનાર પરમોપકારીના એ પરમોપકારનો પ્રત્યુપકાર હોવું અત્યંત દુષ્કર છે. સમ્યકત્વનું દાન સમસ્ત ઉપકારોમાં મહાન ઉપકાર છે. અવિરત સમ્યગુ દષ્ટિ જીવ ભલે સ્વયં વિરતિ સ્વીકાર નથી કરી શકતો, પરંતુ તે વિરતિને ઉપાદેય માને છે અને અન્ય લોકોને વિરતા હોવાની પ્રેરણા કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી વિરતિ ન ધારણા કરી શકવા છતાંય તે એવી આકાંક્ષા રાખે છે કે તે દિવસ ધન્ય હશે, જ્યારે હું વિરતિના પથ પર ચાલી શકીશ. આ પ્રકારની ભાવના અને સમ્યકત્વની દઢતાના કારણે એવી સ્થિતિ એક દિવસ આવી જાય છે કે અપ્રત્યાખ્યાનાવરણનો ઉદય રોકાઈ જાય છે કે ક્ષયોપશમ થઈ જાય છે, જેનાથી જીવ દેશ વિરતિ અને સર્વ વિરતિની તરફ આગળ વધે છે અને એમને અંગીકાર કરી લે છે. દેશ વિરતિ : સમ્યકત્વની પ્રાપ્તિ પછી આધ્યાત્મિક વિકાસ કર્મ અનુસાર દેશ વિરતિ અને સર્વ વિરતિનો આરંભ થાય છે. ભલે દેશ વિરતિ હોય કે સર્વ વિરતિ હોય, સમ્યકત્વનું હોવું તો અનિવાર્ય છે. સમ્યકત્વના હોવાથી જ વ્રત સાર્થક થાય છે, અન્યથા નિરર્થક. સમ્યકત્વ અને એના અતિચારોના વિષયમાં વિસ્તારપૂર્વક સમ્યગુ દર્શનના પ્રકરણમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, તેથી એને અહીં નથી દોહરાવતા, પરંતુ આ અવશ્ય જ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે સમ્યકત્વપૂર્વક કરેલું વ્રતારાધન જ ચારિત્રની પરિધિમાં આવે છે. સમ્યકત્વ રહિત વ્રતાચરણ કાયક્લેશ માત્ર છે, ગૃહસ્થનાં વ્રતોનો ઉલ્લેખ કરતાં “યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર કહે છે - सम्यक्त्वमूलानि पंचाणव्रतानि गणान्त्रयः । शिक्षा पदानि चत्वारि व्रतानि गृह मेधिनाम् ॥ - યોગશાસ્ત્ર પ્રકાર-૨ (૧૬) છે. 2000 2000 જિણધો] Page #114 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ શ્રાવકના સમ્યક્ત્વ મૂલક બાર વ્રત કહેવામાં આવ્યાં છે . પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત શ્રાવક માટે આ બાર વ્રત આચરણીય છે. જ્યારે મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કોટાકોટિ સાગરોપમની સ્થિતિમાંથી થોડું ઓછું એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિ શેષ રહી જાય છે ત્યારે જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. આ બચેલી સ્થિતિમાંથી જ્યારે બેથી લઈને નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ઓછી થઈ જાય છે ત્યારે જીવને દેશ વિરતિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી પલ્યોપમ પૃથક્ વીત્યા પછી જીવને દેશ વિરતિની પ્રાપ્તિ થાય છે. સંખ્યાત્ સાગરોપમ વીત્યા પછી સર્વ વિરતિની પ્રાપ્તિ થાય છે. જેમ કે કહ્યું છે કે - “सम्मत्तम्मि उलद्धेपलिय पुहुत्तेण सावओ होज्ज ति” સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી પલ્ય પૃથક્ક્ત્વ કાળ વ્યતીત થવાથી આત્મા શ્રાવક ધર્મને પ્રાપ્ત કરે છે. શ્રાવકના પાંચ અણુવ્રત ઃ विरतिं स्थूलहिंसादे द्विविध त्रिविधादिना । अहिंसादीनि पन्चाणु व्रतानि जगदुर्जिनाः ॥ યોગશાસ્ત્ર દ્વિતીય પ્રકાશ “બે કરણ ત્રણ યોગથી સ્થૂલ હિંસા વગેરે પાંચ દોષોથી વિરતિ કરવી અહિંસા વગેરે પાંચ અણુવ્રત છે,” એવું જિનેશ્વર દેવોએ કહ્યું છે. શ્રાવકના પાંચ અણુવ્રત આ પ્રકાર છે - (૧) સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત (૩) સ્થૂળ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્થૂળ મૈથુન વિરમણ વ્રત અને (૫) પરિગ્રહ પરિમાણ વ્રત. (૧) સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત : હિંસા જગતમાં ભીષણતમ પાપ છે. સંસારની અશાંતિનું મૂળ હિંસા છે. સંસારમાં જે કંઈપણ સારું છે તે હિંસાનું કારણ છે અને જે કંઈ ખોટું છે તે બધું હિંસાનું કારણ છે. આત્મા પણ જેટલા-જેટલા અંશોમાં હિંસાથી વિરત છે, એટલું-એટલું ઉન્નત છે અને જેટલા-જેટલા અંશોમાં હિંસક છે એટલાએટલા અંશોમાં અવનત છે. તાત્પર્ય એ છે કે આત્મા અને જગતની શાંતિ માટે અહિંસા અમૃતોપમ છે અને હિંસા વિષતુલ્ય છે. તેથી જગતના સમસ્ત મનીષીઓ અને મહર્ષિઓએ અહિંસાને પરમ ધર્મ અને હિંસાને પરમ પાપ માન્યું છે. જૈન સિદ્ધાંત અહિંસાનો સર્વાધિક પ્રમુખ પ્રવક્તા છે. એણે અહિંસા સંબંધમાં અત્યધિક ઊંડાણપૂર્વક વિવેચન પ્રસ્તુત કર્યું છે. તેથી જો જૈન સિદ્ધાંતને મુખ્ય રૂપથી અહિંસા સિદ્ધાંત કહેવામાં આવે તો કોઈ અત્યુક્તિ નહિ કહેવાય. જૈન સિદ્ધાંતે અહિંસા અને હિંસાની સમ્યગ્ વિવેચના કર્યા પછી અને વ્યાવહારિક સ્વરૂપ પ્રદાન કરવા માટે અલગ-અલગ ભૂમિકાઓ અને અલગ-અલગ માપદંડ નિર્ધારિત કર્યાં છે. જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ ૬૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની પરિપૂર્ણ સાધનાને ચારિત્રની પરિપૂર્ણ સાધના માનવામાં આવી છે અને અહિંસાની ન્યૂનાધિકતાથી ચારિત્રની ન્યૂનાધિકતા માનીને વિરતિની વિવિધ કક્ષાઓ અને શ્રેણીઓ નિર્ધારિત કરી છે. વિરતિનો પ્રારંભ પાંચમા ગુણસ્થાનથી થઈને ચૌદમા ગુણસ્થાનમાં એની પરિપૂર્ણતા થાય છે. આ સાથે અધ્યવસાયોની દૃષ્ટિએ સંખ્યાતીત તરતલાઓ હોય છે. પરંતુ સ્થૂળ દૃષ્ટિને સામે રાખીને વિરતિના બે ભેદ કરવામાં આવ્યા છે - દેશ વિરતિ અને સર્વ વિરતિ. હિંસા વગેરે પાપોથી આંશિક રૂપથી વિરત થવું દેશ વિરતિ છે અને સર્વાશમાં વિરત હોવું સર્વ વિરતિ છે. જે સાધક, ઘર-બાર, કુટુંબ-પરિવાર, ધન-દોલત છોડીને અણગાર બની જાય છે તે ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસા વગેરે પાપોના સર્વાશમાં ત્યાગી હોવાથી સર્વ વિરતિ કહેવાય છે. જે સાધકોમાં આટલી શક્તિ નથી હોતી, તે ઘર-ગૃહસ્થીમાં રહીને, આંશિક રૂપથી હિંસા વગેરે પાપોથી વિરતિ થાય છે તે દેશ વિરત કહેવાય છે. સર્વ વિરતનાં વ્રતોને મહાવ્રત કહેવાય છે અને દેશ વિરતનાં વ્રતોને અણુવ્રત કહેવામાં આવે છે. પાંચ અણુવ્રતોમાં પહેલું અણુવ્રત સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ છે. સ્થૂળ હિંસા ન કરવી સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ છે. “શૂળ' શબ્દથી અહીં બે અર્થ અભિપ્રેત છે. એક તો એ કે જે હિંસા અન્ય દર્શનીઓમાં પણ હિંસા રૂપમાં માન્ય કરવામાં આવી છે એવી મોટી હિંસા. બીજો અર્થ છે સ્થૂળ અર્થાત્ મોટા (સ્થાવરોની અપેક્ષાથી મોટા ત્રસ) જીવોની હિંસા ન કરવી. અહીં અપાયેલો “સ્થળ” શબ્દ ઉપલક્ષણ છે. એનાથી નિરપરાધ તરફ સંકલ્પપૂર્વક કરવામાં આવતી હિંસાનો પણ ત્યાગ કરવો અભિપ્રેત છે. તાત્પર્ય એ થયું કે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનો ધારક શ્રાવક નિરપરાધ ત્રસ જીવોની સંકલ્પપૂર્વક નિષ્કારણ કરવામાં આવતી હિંસાનો ત્યાગ કરે છે. જેમ કે આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિએ કહ્યું છે – जीवा थूला सुहुमा संकप्पारंभओ भवे दुविहा । सावराह निरवराहा, सविक्खा चेव निरविक्खा ॥ - સંબોધ પ્રકરણ અર્થાત્ જીવ બે પ્રકારના છે – સૂક્ષ્મ (સ્થાવર) અને સ્થૂળ (ત્રસ). સ્થૂળ જીવની હિંસા બે પ્રકારની છે - સંકલ્પના અને આરંભળા. સંકલ્પના હિંસાના બે ભેદ છે - સાપરાધી સંકલ્પજા હિંસા અને નિરપરાધની સંકલ્પના હિંસા. નિરપરાધની હિંસા બે પ્રકારથી થાય છે - સકારણ અને નિષ્કારણ. જે સંપૂર્ણ અહિંસાની અભિલાષી હોય છે તે કોઈપણ પ્રકારની હિંસા નથી કરતા. એ ન તો સ્થાવર જીવોની હિંસા કરે છે અને ન ત્રસ જીવોની. એ ન સંકલ્પજા હિંસા કરે છે અને ન આરંભના. એ ન સાપરાધીની હિંસા કરે છે, ન નિરપરાધની. એ ન સકારણ હિંસા કરે છે, ન નિષ્કારણ જ. અર્થાત્ એ સંપૂર્ણ હિંસાનો ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ કરે છે. તે ધન, મન, વચન, કાયાથી ન સ્વયં કોઈ પ્રકારની હિંસા કરે છે, ન બીજાઓથી કરાવે છે અને ન કોઈ પ્રકારની હિંસાનું અનુમોદન જ કરે છે. એવો સર્વાશથી હિંસાનો ત્યાગી (૧૮) એ કે જે છે જિણધમો) Page #116 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરત મહાવ્રતધારી અણગાર હોય છે. પરંતુ ગૃહસ્થ આ પ્રકારે સંપૂર્ણ હિંસાનો ત્યાગ નથી કરી શકતો, તેથી ગૃહસ્થના હિંસાત્યાગની કેટલીક મર્યાદાઓ છે, જે ઉપરના શ્લોકમાં બતાવવામાં આવી છે. ગૃહસ્થ શ્રાવક માત્ર ત્રસ જીવોની હિંસા કરવાની પ્રતિજ્ઞા કરે છે. સ્થાવર જીવોની હિંસાથી તે વિરત નથી થતો. જીવનનિર્વાહ માટે તથા કુટુંબપાલન માટે એને પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયનો વિવિધ રીતે ઉપભોગ અને ઉપયોગ કરવો પડે છે. જેમાં આ સ્થાવર જીવોની હિંસા અનિવાર્ય થઈ જાય છે. જીવનનિર્વાહ માટે ખેતી વગેરે કાર્યમાં, ભોજન બનાવવામાં તથા અન્ય અનેક પ્રયોજનોમાં સ્થાવર જીવોનો આરંભ થાય છે. એનાથી પૂરી રીતે બચવું શક્ય નથી. તેથી તે પોતાના વ્રતમાં સ્થાવર જીવોની હિંસાને સંયુક્ત ન કરીને માત્ર ત્રસ જીવોની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરે છે. છતાં તે સ્થાવર જીવોની પણ રક્ષા કરવા માંગે છે, પરંતુ વ્યવહારમાં એને નથી ઉતારી શકતો. ન ત્રસ જીવોની રક્ષા કરવા અને હિંસા ન કરવાની ભાવના હોવા છતાંય કૃષિ કર્મ કરતા, ભૂમિ ખોદતા, જળને ઉલેચતાં, સીંચતા, અગ્નિ સળગાવતાં, ઓલવતાં, ઝાડવું - સાફ કરવું, વનસ્પતિને ઉખાડતાં-રોપતા, મકાન વગેરે બનાવતાં, વેપાર-ધંધાનાં અનેક કાર્યોમાં અનાયાસ જ ત્રસ જીવોનો ઘાત થઈ જાય છે. આ પ્રકારની હિંસા આરંભજન્ય હિંસા કહેવાય છે. શ્રાવક આ પ્રકારની આરંભજા હિંસાનો ત્યાગ કરવામાં સમર્થ નથી હોતો (થતો), તેથી તે પોતાના વ્રતમાં એવી હિંસાની છૂટ રાખે છે. માત્ર સંકલ્પ કરીને જાણી-જોઈને મારવાની બુદ્ધિથી મારવાનો ત્યાગ કરે છે. જો કે શ્રાવકના આ અણુવ્રતમાં આરંભજા હિંસાનો ત્યાગ નથી, છતાં એને આ વાતની પૂરેપૂરી સાવધાની રાખવી પડે છે કે અકારણ ત્રસ જીવોની હિંસા ન થઈ જાય. અર્થાત્ સાવધાની અને વિવેક રાખતા જેટલી ત્રસ જીવોની હિંસા બચાવી શકાય છે એટલી હિંસાથી બચવું જોઈએ. સાવધાની રાખવા છતાંય એવી હિંસા થઈ જાય છે, તો શ્રાવકના વ્રતમાં મુશ્કેલી નથી આવતી, કારણ કે તે સંકલ્પજા હિંસાનો ત્યાગી હોય છે, આરંભજા હિંસાનો નહિ. વ્રતધારી શ્રાવકને પ્રત્યેક કાર્યમાં વિવેકને પ્રધાનતા આપવી જોઈએ. વિવેક દ્વારા તે ઘર-બાર અને ગૃહસ્થમાં રહેવા છતાં ઘણા આરંભ(હિંસા)થી બચી શકે છે. દૈનિક ઉપયોગમાં આવનારી વસ્તુઓને જો ધ્યાનપૂર્વક જોઈ લેવામાં આવે તો અનેક જીવોની રક્ષા થઈ શકે છે. ભોજન બનાવવું ગૃહસ્થજીવનની એક દૈનિક ક્રિયા છે. એમાં અગ્નિ સળગાવવો પડે છે. લાકડી અને કંડોમાં ઘણાય ત્રસ જીવ હોય છે. જો સાવધાની ન રાખવામાં આવે તો તે પણ આગમાં સળગી જાય છે. ધાન્ય અને દાળોમાં તથા મસાલાઓમાં પણ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, તેથી જો વગર દેખે એમને કામમાં લેવામાં આવે તો એ જીવોની હિંસા થઈ જાય છે. વસ્તુઓને અસાવધાનીથી લેવા-ઉઠાવવા કે રાખવામાં પણ ત્રસ જીવોની હિંસા થઈ જાય છે. ગાળ્યા વગરના પાણીને કામમાં લેવાથી કે ગાળ્યા પછી ગળણીમાં રહેલા ત્રસ જીવોની યતના ન કરવાથી એમની હિંસા થઈ જાય છે. આમ, અવિવેકના કારણે ઘણાય ૬૧૯ જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ Page #117 -------------------------------------------------------------------------- ________________ ત્રસ જીવોની હિંસા ગૃહસ્થાશ્રમી દ્વારા કરવામાં આવે છે. વિવેક અને ઉપયોગ રાખવાથી આ પ્રકારની નિરર્થક હિંસાથી બચી શકાય છે. વીતરાગ પરમાત્માએ વિવેકમાં ધર્મ બતાવ્યો છે. “આગમ સૂક્ત'માં બતાવ્યું છે - “વિવેને ઘ| મહિયે” અહિંસાના આરાધકે પ્રત્યેક કાર્યમાં વિવેક રાખવો જોઈએ. સંકલ્પના હિંસા એ છે જે જીવોને જાણી જોઈને મારવાની ભાવનાથી કરવામાં આવે છે. અણુવ્રતધારી શ્રાવક એવી સંકલ્પના હિંસાનો ત્યાગ કરે છે. સંકલ્પના હિંસા પણ બે પ્રકારની છે - સાપરાધ જીવોની હિંસા અને નિરપરાધ જીવોની હિંસા. શ્રાવક નિરપરાધ જીવોની સાંકલ્પિક હિંસાનો ત્યાગી હોય છે. સાપરાધ જીવોની હિંસાનો તે ત્યાગી નથી હોતો. કારણ કે ગૃહસ્થ પર અનેક પ્રકારની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ હોય છે. એના પર પોતાના સ્વયંની રક્ષા તથા કુટુંબની રક્ષાનો ભાર હોય છે. એ કર્તવ્યને નિભાવવા માટે એને હિંસા કરવી પડે છે. અત્યાચારીઓ, લૂંટારુઓ, ગુંડાઓ અને અસામાજિક તત્ત્વોથી સ્વયંને અને પોતાના પરિવારને બચાવવું ગૃહસ્થનું પ્રાથમિક અને નૈતિક કર્તવ્ય હોય છે. એના નિર્વાહ માટે શ્રાવકને મજબૂર થઈને હિંસાનો સહારો લેવો પડે છે, તેથી તે પોતાના વ્રતમાં સાપરાધનો દંડ આપવાની છૂટ રાખે છે. કોઈ ન્યાયાધીશ અપરાધીને સજા આપે છે, પોલીસ વગેરે રક્ષાધિકારી જન સુરક્ષા માટે અપરાધીઓના પ્રત્યે કઠોર વ્યવહાર કરે છે, કોઈ સત્તાધીશ પોતાના દેશની સુરક્ષા માટે આક્રમણકારી પર સુરક્ષાત્મક કાર્યવાહી કરે છે - યુદ્ધ લડે છે તો તે સાપરાધ હિંસા છે. એવું કરવાથી એના અહિંસામય-વ્રતમાં મુશ્કેલી નથી આવતી. ગૃહસ્થ નિરપરાધ ત્રસ જીવોને મારવાની બુદ્ધિથી મારવાનું પ્રત્યાખ્યાન કરે છે, તેથી તે નિરપરાધ સંકલ્પના હિંસાનો ત્યાગી હોય છે, સાપરાધની હિંસાનો ત્યાગી નહિ. કર્તવ્ય નિર્વાહની દૃષ્ટિથી અને મજબૂરીથી તે પ્રતિકારાત્મક કાર્યવાહી કરવાની છૂટ રાખે છે. નિરપરાધ સંકલ્પજા હિંસાના પણ બે ભેદ છે - સાપેક્ષ અને નિરપેક્ષ, જે નિરપરાધ સંકલ્પજા હિંસા કોઈ પ્રયોજન વિશેષને લઈને કરવામાં આવે છે, તે સાપેક્ષ હિંસા છે, ગૃહસ્થ સાપેક્ષ હિંસાનો ત્યાગી નથી હોતો. જે હિંસા નિપ્રયોજન માત્ર મનોરંજન અને વિલાસિતા માટે કરવામાં આવે છે તે નિરપેક્ષ હિંસા છે. તાત્પર્ય એ થયું છે કે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનો આરાધક નિરપરાધ ત્રસ જીવોને કોઈ પ્રયોજન વગર મારવાની બુદ્ધિથી મારવાનો ત્યાગી હોય છે. જેમ કે આચાર્ય હેમચંદ્રે કહ્યું છે - पंगुकुष्टि कुणित्वादि दृष्ट्वा हिंसा फलं सुधीः । निरागस्त्रस जन्तूनां हिंसां संकल्पतस्त्यजेत् ॥ લંગડો, કોઢવાળો અને કુણિત્વ વગેરે હિંસાનાં ફળોને જાણીને વિવેકવાન પુરુષ ઓછામાં ઓછું મારવાની બુદ્ધિથી નિરપરાધ ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો ત્યાગ કરે. (૨૦) છે અને તેના જિણધમો) Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપર્યુક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે શ્રાવક સ્કૂળ હિંસાનો ત્યાગ કરતી વખતે સંકલ્પી હિંસાનો ત્યાગ કરે છે. તે કોઈ પ્રયોજન વગર નિરપરાધીને મારવાની બુદ્ધિથી મારવાનો ત્યાગ કરે છે. માની લો કોઈ ખેડૂત શ્રાવક ખેતી કરે છે. એમાં અનેક કીડા-મકોડા-કીડીઓ વગેરે ત્રસ જીવ પણ મરી જાય છે. પરંતુ આ સંકલ્પી હિંસા નથી, કારણ કે જો તેને કોઈ કહે કે - “આ કીડી છે, એને મારી દો, હું તમને હજાર રૂપિયા આપીશ.” તો એ ખેડૂત શ્રાવક એને કદી નહિ મારે, કારણ કે મારવાના સંકલ્પથી જો તે એક પણ સ્થળ જીવને મારે છે, સતાવે છે, પીડા આપે છે તો તે સંકલ્પી હિંસા થઈ જાય છે. શ્રાવક એવી સંકલ્પી હિંસાનો ત્યાગી હોય છે. શિકાર વગેરે માટે નિર્દોષ નિરપરાધ પશુ-પક્ષીઓને મારવું સંકલ્પી હિંસા છે. શ્રાવક એનો ત્યાગી હોય છે. લૌકિક દૃષ્ટિએ પણ સંકલ્પી હિંસાને વધુ દંડનીય અપરાધ માનવામાં આવે છે. માની લો એક વ્યક્તિ નિશાન લગાવવાનું શીખવા માટે ગોળી ચલાવે છે, સંયોગવશ એ ગોળીથી કોઈ આદમી મરી જાય છે, તો એ ગોળી ચલાવવાવાળાનો અપરાધ તો છે, તે દંડ(સજા)ને પાત્ર પણ છે, પરંતુ એવો દંડ (સજા) પાત્ર નથી. જેમ કે મારવાના ઇરાદાથી ગોળી ચલાવનાર. જાણી-જોઈને ઈરાદાપૂર્વક કોઈની હત્યા કરનાર વધુ દંડનો ભાગી હોય છે. વગર ઇરાદાથી કે આત્મ રક્ષાર્થ કરવામાં આવેલી હત્યાનો દંડ એટલો નથી હોતો જેટલો જાણી-જોઈને કરવામાં આવેલી હત્યાનો હોય છે. તેથી સંકલ્પી હિંસા મહાહિંસા છે - મોટી હિંસા છે, શ્રાવક એનો ત્યાગી હોય છે. શ્રાવકની અહિંસા સવા વિસ્વા : એક કાલ્પનિક ગણિત અનુસાર શ્રાવકની અહિંસાને સવા વિસ્તા માનવામાં આવી છે. સર્વાશમાં હિંસાનો ત્યાગ કરનાર અણગારોની અહિંસાને વીસ વિસ્તા માનવામાં આવી છે. વિસ્વા એક ભૂમિનું માપ છે, જે વિઘાનો વસમો ભાગ છે. વીસ વિસ્વા પૂર્ણતાનો વાચક છે. અણગારોની અહિંસા પૂર્ણ અહિંસા છે, તેથી એને વીસ વિસ્વા માનવામાં આવી છે. અણગારની વીસ વિસ્વાદિયાના અનુપાતમાં શ્રાવકની દયા સવા વિસ્વા હોય છે, જેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે - શ્રમણ નિગ્રંથોની પરિપૂર્ણ અહિંસાને વીસ વિસ્વા માને છે. એમાંથી શ્રાવક, સ્થાવર કાયના જીવોની હિંસાનો ત્યાગ નથી કરતો. તે ત્રસ જીવોની જ હિંસાનો ત્યાગ કરે છે. તેથી એની અહિંસા અડધી ઓછી થઈ ગઈ. તે દસ વિસ્વા જ રહી ગઈ. શ્રાવક બધા ત્રસ જીવોની હિંસાનો ત્યાગ નથી કરતો. તે આરંભના અને સંકલ્પના હિંસામાંથી માત્ર સંકલ્પજા હિંસાનો ત્યાગ કરે છે, આરંભનાનો નહિ, તેથી તે દસ વિસ્તા દિયા અડધી રહીને પાંચ વિસ્તા રહી ગઈ. શ્રાવક સંકલ્પજન્ય હિંસાનો પણ સર્વથા ત્યાગ ન કરીને માત્ર નિરપરાધની હિંસાનો ત્યાગ કરે છે. સાપરાધની હિંસા એની ખુલ્લી રહે છે, તેથી પૂર્વોક્ત પાંચ વિસ્વા દયા પણ અડધી થઈને અઢી વિસ્તા રહી જાય છે. [ જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ આ જ ક૨૧) Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક નિરપરાધ જીવોની હિંસાનો ત્યાગ પણ પૂર્ણ રૂપથી નથી કરતો. તે સાપેક્ષ નિરપરાધ જીવોની હિંસાનો ત્યાગી નથી હોતો, માત્ર નિરપેક્ષ નિરપરાધ જીવોની હિંસાનો ત્યાગી હોવાના કારણે પૂર્વોક્ત અઢી વિસ્વા દયા ઘટાડી સવા વિસ્વા જ રહી જાય છે. આ પરિગણના શ્રાવકના પ્રથમ અણુવ્રતની અપેક્ષાથી છે. શ્રાવકની આ ૧.૨૫ વિસ્તા દયા સાધુની અપેક્ષાથી સોળમો ભાગ છે, છતાં એમાં પણ સજાગ અને વિવેકી શ્રાવક અનંત જીવોની હિંસાથી બચી જાય છે. આ વ્રતની પરિધિમાં પણ અનંત જીવોનો સમાવેશ થઈ જાય છે. શ્રાવક પ્રથમ વ્રતથી આગળ વધીને જેમ-જેમ પોતાની અહિંસાની પરિધિને વધારતો જાય છે, તેમ-તેમ એની અહિંસાનું ક્ષેત્ર વિસ્તૃત થઈ જાય છે. જ્યારે શ્રાવક બાર વ્રત અંગીકાર કરે છે, એ સ્થિતિમાં એની અહિંસા ૧૮.૭૫ વિસ્વા થઈ જાય છે. માત્ર સવા વિસ્વા હિંસા જ ખુલ્લી રહે છે. એની ગણના આ પ્રકારે સમજી શકાય છે : જ્યારે શ્રાવક “દિશા પરિમાણ' નામનું છઠું વ્રત ગ્રહણ કરે છે ત્યારે તે દિશાઓની મર્યાદા કરે છે અર્થાત્ મર્યાદિત ક્ષેત્રથી બહાર ન જવાનું વ્રત લે છે. આ સ્થિતિમાં મર્યાદિત ક્ષેત્રથી બહારના બધા જીવોની હિંસાનો ત્યાગ સ્વયમેવ થઈ જાય છે. અર્થાતુ પ્રત્યેક દિશામાં અસંખ્ય યોજનમાં રહેલા ત્રાસ-સ્થાવર જીવોની હિંસાથી વિરતિ થઈ જાય છે. પ્રથમ વ્રતમાં ત્રસ જીવોની હિંસાથી વિરતિને ૧૦ વિસ્વા દયા માની છે અને ૧૦ વિસ્વા હિંસા માની છે. જો છઠ્ઠા વ્રતમાં વધેલી અહિંસાની મર્યાદાને ત્રણ સ્થાવર જીવોની હિંસાના ત્યાગને ૫ વિસ્વા માની લેવામાં આવે તો દયાની માત્રા ૧૫ વિસ્થા અને હિંસાની માત્રા ૫ વિસ્વા બાકી રહી જાય છે. એનાથી વધીને જ્યારે ભોગપભોગની મર્યાદા કરવા રૂપ સાતમા વ્રતને શ્રાવક અંગીકાર કરે છે ત્યારે દિશા વ્રતમાં રાખેલી સચિત્ત વસ્તુઓના ઉપભોગની છૂટને પણ શ્રાવક મર્યાદિત કરી લે છે અર્થાતુ થોડા સચિત્ત પદાર્થોના ઉપભોગની છૂટ રાખીને બાકીનો ત્યાગ કરી લે છે, જેના ફળસ્વરૂપ તે હિંસાના પાપથી બચી જાય છે. આ હિંસા નિવૃત્તિને જો ૨.૫૦ વિસ્વા માનવામાં આવે તો શ્રાવકની દયાની માત્રા ૧૭.૫૦ વિસ્વા થઈ જાય છે અને હિંસા વિસ્તાર ૨.૫૦ વિસ્તા રહી જાય છે. એનાથી આગળ વધીને જ્યારે શ્રાવક અનર્થદંડ વિરમણ વ્રતનો સ્વીકાર કરે છે ત્યારે અડધી હિંસા ઓછી થઈ ગઈ અને અહિંસાની સીમા વધી ગઈ અર્થાત્ ૧૮.૭પ વિસ્વા થઈ ગઈ, ૧.૨૫ વિસ્વા હિંસા રહી ગઈ. જે શ્રાવક દશાવકાશિક વ્રત અંગીકાર કરે છે કે પ્રતિદિન ચૌદ નિયમ સ્વીકાર કરે છે, તે મેરુના સમાન હિંસાના ભારથી વધારે કંઈક નિવૃત્ત થઈ જાય છે અને રાઈના સમાન અલ્પ હિંસા જ એની ખુલ્લી રહે છે. સામાયિક અને પૌષધની સ્થિતિમાં બે કરણ, ત્રણ યોગથી તો વિરતિ જ છે. આ પ્રકારની ગણના-તુલ્યતા શ્રાવક વ્રત ગ્રહણ કરનારાઓની અપેક્ષા સમજવી જોઈએ. (૨૨) Os) છે. છે તે છે. જિણધો] Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત રીતિથી વિચાર કરવામાં આવે તો શ્રાવક પણ બહુતાંશમાં હિંસાથી નિવૃત્ત થઈ જાય છે. બાર વ્રતધારી શ્રાવકની હિંસા બહુ જ સીમિત રહી જાય છે. આ જ અભિપ્રાયથી શ્રાવકને “સવ્વપાળભૂય નીવ સત્તેહિં ઘેમ રે' સમસ્ત પ્રાણભૂત જીવસત્ત્વને ક્ષેમકારી કહેવામાં આવ્યો છે. શ્રાવકની અહિંસાના વિકલ્પો ઃ અણગાર-સાધુના ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસાનો ત્યાગ થાય છે. જ્યારે શ્રાવકના હિંસા ત્યાગની મર્યાદા વિવિધ રૂપોથી થાય છે. બહુલતાથી શ્રાવકની વિરતિ બે કરણ, ત્રણ યોગથી થાય છે. ક્વચિત્ પ્રતિભાપ્રતિપક્ષ શ્રાવક જે પ્રવ્રુજિત થનાર જ છે, તે ત્રણ કરણ, ત્રણ યોગથી વિરતિના પ્રત્યાખ્યાન કરે છે. પરંતુ આ ક્વચિત્ કદાચિત્ જ થાય છે, તેથી એની વિવક્ષા નથી કરી શકાતી. એમ એક કરણ, એક યોગથી પણ વિરતિ થઈ શકે છે. તેથી શ્રાવકની અહિંસા(વિરતિ)ના વિકલ્પ શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કર્યાં. એમ કરણ અને યોગને લઈને શ્રાવકની વિરતિના ૪૯ ભંગ બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે - ૧.૧ એક કરણ એક યોગની અપેક્ષાથી ૯ ભંગ થાય છે. જેમ કે - (૧) હિંસા કરવી નહિ મનથી. (૨) હિંસા કરવી નહિ વચનથી. (૩) હિંસા કરવી નહિ કાયાથી. (૪) હિંસા કરાવવી નહિ મનથી. (૫) હિંસા કરાવવી નહિ વચનથી. (૬) હિંસા કરાવવી નહિ કાયાથી. (૭) હિંસા કરનારનું અનુમોદન ન કરવું મનથી. (૮) હિંસાનું અનુમોદન ન કરવું વચનથી. (૯) હિંસાનું અનુમોદન ન કરવું કાયાથી. ૧.૨ એક કરણ બે યોગની અપેક્ષાથી ૯ ભંગ આ પ્રમાણે છે - (૧) હિંસા કરવી નહિ મનથી, વચનથી. (૨) હિંસા કરવી નહિ મનથી, કાયાથી. (૩) હિંસા કરવી નહિ વચનથી, કાયાથી. (૪) હિંસા કરવી નહિ મનથી, વચનથી. (૫) હિંસા કરાવવી નહિ મનથી, કાયાથી. (૬) હિંસા કરાવવી નહિ વચનથી, કાયાથી. (૭) હિંસાનું અનુમોદન કરવું નહિ મનથી, વચનથી. (૮) હિંસાનું અનુમોદન કરવું નહિ મનથી, કાયાથી. (૯) હિંસાનું અનુમોદન કરવું નહિ વચનથી, કાયાથી. જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ ૨૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧.૩ એક કરણ ત્રણ યોગની અપેક્ષાથી ત્રણ ભંગ થાય છે. જેમ કે - (૧) કરવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૨) કરાવવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૩) અનુમોદન કરવું નહિ મનથી, વચનથી, કાયાથી. ૨.૧ બે કરણ એક યોગથી ૯ ભંગ થાય છે. જેમ કે - (૧) કરવું નહિ કરાવવું નહિ મનથી. (૨) કરવું નહિ કરાવવું નહિ વચનથી. (૩) કરવું નહિ કરાવવું નહિ કાયાથી. (૪) કરવું નહિ અનુમોદન કરવું નહિ મનથી. (૫) કરવું નહિ અનુમોદન કરવું નહિ વચનથી. (૬) કરવું નહિ અનુમોદન કરવું નહિ કાયાથી. (૭) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ મનથી. (૮) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ વચનથી. (૯) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ કાયાથી. ૨.૨ બે કરણ બે યોગથી ૯ ભંગ થાય છે. જેમ કે - (૧) કરવું નહિ કરાવવું નહિ, મનથી, વચનથી. (૨) કરવું નહિ કરાવવું નહિ, મનથી, કાયાથી. (૩) કરવું નહિ કરાવવું નહિ, વચનથી, કાયાથી. (૪) કરવું નહિ અનુમોદન કરવું નહિ, મનથી, વચનથી. (૫) કરવું નહિ અનુમોદન કરવું નહિ, મનથી, કાયાથી. (૬) કરવું નહિ અનુમોદન કરવું નહિ, વચનથી, કાયાથી. (૭) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ, મનથી, વચનથી. (૮) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ, મનથી, કાયાથી. (૯) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ, વચનથી, કાયાથી. ૨.૩ બે કરણ ત્રણ યોગથી ૩ ભંગ થાય છે. યથા - (૧) કરવું નહિ કરાવવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૨) કરવું નહિ અનુમોદન કરવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૩) કરાવવું નહિ અનુમોદન કરવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૨૪) જિણધમો) Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩.૧ ત્રણ કરણ એક યોગથી ત્રણ ભંગ થાય છે. યથા - (૧) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ મનથી. (૨) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ વચનથી. (૩) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ કાયાથી. .૨ ત્રણ કરણ બે યોગથી ૩ ભંગ થાય છે. યથા - (૧) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ, મનથી, વચનથી. (૨) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ, મનથી, કાયાથી. (૩) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ, વચનથી, કાયાથી. 3.૩ ત્રણ કરણ ત્રણ યોગથી એક ભંગ થાય છે. યથા - (૧) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ, મનથી વચનથી, કાયાથી. ઉક્ત રીતિથી ૯+૯+૩+૯+૯+૩+૩+૩+૧ = ૪૯ ભંગ થઈ જાય છે. આ ૪૯ ભંગોને* ભૂતકાળનું પ્રતિક્રમણ (નિંદા) વર્તમાનકાળનું સંવર અને ભવિષ્યકાળના પ્રત્યાખ્યાનના ત્રણ વિકલ્પોથી ગુણિત કરવાથી ૪૯*૩=૧૪૭ ભંગ થઈ જાય છે. જેમ કે યોગ શાસ્ત્ર ટીકામાં કહ્યું છે - सेयालं भंग सयं पच्चक्खाणम्मि जस्स उवलदधं । सो खलु पच्चक्खाणे कुसलो सेसा अकुसलाओ ॥ શ્રાવકની વિરતિ આ ૧૪૭ ભંગોમાંથી કોઈપણ ભંગથી કરી શકાય છે. જે આ ૧૪૭ ભંગોને સમજી લે છે, એ જ પ્રત્યાખ્યાન કરવામાં કુશળ હોય છે, શેષ અકુશળ હોય છે. શ્રાવકની અહિંસા(વિરતિ)ના ઉપર્યુક્ત રીતિથી ૧૪૭ વિકલ્પ થઈ જાય છે. જો કે શ્રાવક એક કરણ, એક યોગથી પણ હિંસાનો ત્યાગ કરી શકે છે અને શ્રમણભૂત પ્રતિભામાં ત્રણ કરણ ત્રણ યોગથી પણ. પરંતુ બહુલતાની અપેક્ષાથી શ્રાવકનો અધિકાંશ ત્યાગ બે કરણ ત્રણ યોગથી થાય છે. અર્થાતુ શ્રાવક ધૂળ હિંસા વગેરે પાપ ન તો સ્વયં કરે છે અને ન કરાવે છે. પરંતુ અનુમોદનનો ત્યાગ એ નથી કરી શકતો. કારણ કે તે પરિવાર વગેરેની સાથે રહે છે અને એમની સાથેના સંબંધને એણે નથી છોડ્યો. એવી સ્થિતિમાં એમનાં કાર્યોની અનુમોદનાનું પાપ એને લાગે જ છે. અનુમોદનાના પાપથી એ બચી નથી શકતો, તેથી એ બે કરણ ત્રણ યોગથી જ વિરતિ ગ્રહણ કરે છે. એક અન્ય વિવક્ષા અનુસાર હિંસાના ૨૪૩ ભેદ કહેવામાં આવ્યા છે. યથા - પાંચ સ્થાવરકાય અને ચાર ત્રસકાય. આ ૯ની મન, વચન અને કાયાના ત્રણ યોગોથી હિંસા કરવામાં આવે છે. તેથી ૯ પ્રકારના જીવોની ત્રણ યોગો દ્વારા હિંસા કરવાથી ૯૪૩ = ૨૭ ભેદ થયા. એમને ત્રિકરણ-કરવું, કરાવવું, અનુમોદન કરવાથી ગુણ્યા કરવાથી ૨૭૪૩ = ૮૧ * ચિંતાન પહુપન્ન સંવધિ મUTયં વિશ્વામિ ત્તિ !' [જેનાચાર નિરૂપણ - આગાર ધર્મ ક૨૫) Page #123 -------------------------------------------------------------------------- ________________ ભેદ થાય છે. એમને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાથી ૮૧૪૩ ગુણવાથી ૨૪૩ ભેદ થઈ જાય છે. અવિરત જીવોને ઉક્ત બધા ભેદોથી હિંસાનું પાપ લાગે છે. જે શ્રાવક બે કરણ ત્રણ યોગથી ત્રસ હિંસાનો ત્યાગ કરે છે તે ત્રસ જીવોની હિંસાના ૭૨ ભેદોથી બચી જાય છે. એમના હૃદયમાં સ્થાવર જીવોની પણ અનુકંપા હોય છે. તે સ્થાવર જીવોની નિરર્થક હિંસાથી પણ બચતા રહે છે, તેથી એમના સ્થાવર જીવોની હિંસાના ૧૩૫ ભેદોમાંથી સક્રિય આરંભ કરવા - કરાવવાની પ્રવૃત્તિ અલ્પ (સીમિત) ક્ષેત્રમાં થાય છે, શેષ જીવોની પ્રત્યે એ ક્ષેત્રનો ઇચ્છુક થાય છે. એની ભાવના થાય છે કે સ્થાવરકાયના જીવોની પણ વિરાધના ન હોય તો સારું છે. આ પ્રકારની પ્રશસ્ત ભાવના રાખતાં શ્રાવક પ્રશસ્ત માનવામાં આવે છે. જેમ કે યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્રે કહ્યું છે - निरर्थिकां न कुर्वीत, जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसा धर्मज्ञः, काड्क्षन्मोक्षमुपासकः ॥ - યોગપ્રકાશ, પ્રકાશ-૨, શ્લોક-૨૧ અહિંસા ધર્મના મર્મને સમજનારો શ્રાવક મોક્ષની આકાંક્ષા રાખતા-રાખતા સ્થાવર જીવોની પણ નિરર્થક હિંસા ન કરે. હિંસાને મહાપાપકારી અને અધોગતિનું કારણ સમજીને શ્રાવકે યથાસંભવ હિંસાથી બચવું જોઈએ. (૬૮ અહિંસા-વિવેક કેમ કે અહિંસા જૈન ધર્મ અથવા દર્શનનો પ્રાણ છે અને એનો પ્રભાવ જીવનના પ્રત્યેક વ્યવહાર પર પડે છે. તેથી જીવન વ્યવહારના સંદર્ભમાં તથા સ્થૂલ અહિંસા વ્રતના પરિ પ્રેક્ષ્યમાં અહિંસાની કેટલીક વિસ્તૃત તથા સ્પષ્ટ વિવેચના વધુ પ્રાસંગિક થશે. શ્રાવક માટે શાસ્ત્રોમાં સ્થાને-સ્થાને “અલ્પારંભી', “અલ્પપરિગ્રહી’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એનાથી એ પ્રગટ થાય છે કે શ્રાવકને આરંભની હિંસાની જો કે છૂટ છે, છતાં એનો એ અર્થ નથી કે તે આરંભોથી ખૂલીને રમે છે. શ્રાવકનું કર્તવ્ય એ છે કે તે પોતાના વિવેકથી વધુ ને વધુ આરંભોથી બચે. જે આરંભ જીવનનિર્વાહ, કર્તવ્યપાલન અને જવાબદારીઓના નિર્વાહ માટે અપરિહાર્ય હોય, એમના માટે જ મજબૂરીના કારણે છૂટ આપવામાં આવી છે. આરંભ તો આરંભ જ છે, તે હેય જ છે, એ જાણતો શ્રાવક યથાશક્તિ વિવેકપૂર્ણ આરંભોથી દૂર રહે છે. વિવેકી ગૃહસ્થ શ્રાવક પોતાના રોજ-બ-રોજના ઉપયોગ માટે માત્ર એ જ પદાર્થોનો ઉપયોગ કરે છે, જે ઓછામાં ઓછા આરંભ દ્વારા નિષ્પાદિત હોય. જે વસ્તુઓના નિર્માણમાં બહુ વધુ આરંભ હોય છે, એમનો ઉપયોગ ધર્મભીરુ વિવેકી શ્રાવક નથી કરતો. આ જ ૨૬) છે જે જિણધમો) Page #124 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિથી શ્રાવકને અલ્પારંભી અને અલ્પપરિગ્રહી કહેવામાં આવ્યો છે. અનેક વાર વ્યક્તિ પ્રત્યક્ષમાં પોતાના સ્વયંના દ્વારા થનારી આરંભજનિત હિંસાની તરફ જ દેખે છે. તે આ વાતનો વિચાર પણ નથી કરતા કે જે વસ્તુઓનો તે ઉપયોગ કરી રહ્યો છે, એમના નિર્માણમાં કેટલો મહારંભ થયો છે. એ સમજે છે કે હું તો આરંભ નથી કરી રહ્યો, હું તો બની-બનાવેલી વસ્તુનો ઉપભોગ કરી રહ્યો છું, તેથી મને હિંસાનો દોષ શું લાગશે? પરંતુ એનું આ વિચારવું ભ્રમપૂર્ણ છે. બીજાના દ્વારા મહારંભથી નિષ્પાદિત વસ્તુઓનો ઉપભોગ કરનાર ગૃહસ્થ એ મહારંભનો ભાગી અવશ્ય હોય છે. કારણ કે ઉપભોક્તાઓને દૃષ્ટિગત રાખીને જ નિર્માતા લોકો મહારંભ દ્વારા એ વસ્તુઓનું ઉત્પાદન કે નિર્માણ કરે છે. જો ગૃહસ્થ એમનો ઉપયોગ ન કરે તો નિર્માતા એ હિંસક પદાર્થોનું ઉત્પાદન કે નિર્માણ કરવાનું સાહસ નથી કરી શકતા. ઉપભોક્તા ગૃહસ્થ જ નિર્માતાને નિર્માણ માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરે છે, તેથી સાચા અર્થોમાં મહારંભજન્ય વસ્તુઓના ઉપભોક્તા ગૃહસ્થ વર્ગ જ હિંસક પદાર્થોની ઉત્પત્તિના પ્રેરક હોય છે, તેથી તે મહારંભની હિંસા(પાપ)ના ભાગી હોય છે. | માની લો કૉડ લીવર ઑઈલની બંધ શીશી છે. માછલીઓને મારીને એમના લીવરથી એ તૈયાર કરવામાં આવે છે. એની નિર્માતા કંપની એને બનાવવામાં લાખો માછલીઓની હિંસા કરે છે. એટલા મહારંભથી તૈયાર થયેલી એ કૉડ લીવર ઑઈલની શીશીને જોઈને જો કોઈ શ્રાવક વિચારે કે - “મેં તો એના નિર્માણમાં કોઈ હિંસા નથી કરી, કોઈપણ માછલીને નથી મારી, આ વર્તમાનમાં અચિત્ત છે, હું તો અચિત્ત વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છું, તો મને એના સેવનથી હિંસા કેમ કરી લાગશે ?' એવું વિચારનાર શ્રાવક મહાન ભૂલ કરી રહ્યો છે, પર્વત જેવી મોટી ભૂલ કરી રહ્યો છે. કારણ કે ભલે એણે સ્વયં (પોતે) કૉડ માછલીની પ્રત્યક્ષ હિંસા નથી કરી, પરંતુ જો તે કૉડ લીવર ઑઈલનો ઉપયોગ કરે છે, તો તે એ મહાઆરંભ(મહાહિસા)ને પ્રોત્સાહિત કરનાર અને પ્રેરણા આપનાર તથા અનુમોદન આપનાર બને છે. જો લોકો એનું સેવન ન કરે તો કોઈપણ કંપની કે વ્યક્તિ એનું નિર્માણ કેમ કરશે ? નિર્માતાનો પ્રાણ ઉપભોક્તા જ હોય છે. જો ઉપભોકતા ન હોય તો નિર્માતા જીવી નથી શકતા. તેથી મહારંભજન્ય વસ્તુઓનો ઉપભોગ કરનાર ગૃહસ્થ એના મહાપાપથી બચી નથી શકતા. કારણ કે ઉપભોક્તાઓને લક્ષ્યમાં રાખીને જ એનું નિર્માણ થાય છે. નિષ્કર્ષ એ છે કે શ્રાવકને પોતાના રોજ-બ-રોજના ઉપભોગમાં આવનારી વસ્તુઓના સંબંધમાં એ સારી રીતે વિચારવું જોઈએ કે - “આ વસ્તુ અલ્પારંભજન્ય છે, વધુ આરંભજન્ય છે કે મહારંભજન્ય છે ? જે વસ્તુ સંકલ્પપૂર્વક પંચેન્દ્રિય જીવોના વધથી તથા અસંખ્ય ત્રસ જીવોની હત્યાથી નિષ્પન્ન થઈ છે, તે મહારંભજન્ય સમજવામાં આવે છે. જે વસ્તુ એકેન્દ્રિય જીવોના વધથી નિષ્પન્ન થઈ હોય તે સામાન્ય રીતે અલ્પારંભજન્ય માનવામાં આવે છે. જે વસ્તુ સ્વયં મરેલા ત્રસ જીવોથી નિષ્પન્ન થઈ છે, એને પણ અલ્પારંભમાં માનવામાં આવે છે. દૂ અહિંસા-વિવેક છે જે છે છે જે છે તે છે ક૨૦) Page #125 -------------------------------------------------------------------------- ________________ અભારંભ - મહારંભ મીમાંસા : વિવેક સંપન્ન ગૃહસ્થ શ્રાવક પોતાના મગજના ત્રાજવા ઉપર પહેલાં એ બોલે છે કે - એ વસ્તુ અલ્પારંભ જન્ય છે, વધુ આરંભ જન્ય છે કે મહારંભ જન્ય છે ?' આ વિવેકનું ત્રાજવા પર તોલ્યા પછી જ એ અલ્પારંભથી નિષ્પન્ન પદાર્થોનો ઉપભોગ કરે છે. તે પોતાના વિવેકની આંખને હંમેશાં ખુલ્લી રાખે છે. તે પોતાને આ અંધારામાં નથી રાખતો કે મેં તો સ્વયં એના નિર્માણમાં હિંસા નથી કરી, તો મને એના ઉપયોગથી હિંસા કેમ કરવી? ભલે જ એના ઉપયોગથી વર્તમાનમાં પ્રત્યક્ષ હિંસા ન દેખાતી હોય, પરંતુ તે પરોક્ષમાં મહાહિંસાનું કારણ છે, એવું માનીને મહારંભજન્ય પદાર્થોનો ઉપયોગ વિવેક સંપન્ન શ્રાવકે ન કરવો જોઈએ. અલ્પારંભ અને મહારંભના વિશે સમાજમાં અનેક રીતની ભ્રાંત ધારણાઓ બનેલી છે. કેટલાક લોકો માત્ર પ્રત્યક્ષ હિંસાનો જ વિચાર કરે છે, તે એ વસ્તુના નિર્માણની પ્રક્રિયામાં થનારી હિંસાની ઉપેક્ષા કરી દે છે. એમની દલીલ એ છે કે - “અમે તો તૈયાર બની બનાવેલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, અમે એના માટે આરંભ-સમારંભ નથી કરતા. વર્તમાનમાં તે અચિત્ત છે, તેથી એના ઉપયોગમાં હિંસાના ભાગીદાર અમે કેવી રીતે હોઈ શકીએ છે ?' શ્રાવક બે કરણ ત્રણ યોગથી હિંસાનો ત્યાગ કરે છે. હિંસા સ્વયં ન કરવી અને બીજાને ન કરાવવી, એટલી જ એની વ્રત-મર્યાદા છે. અનુમોદનનું પાપ એના માટે ખુલ્લું છે. અનુમોદનથી તે બચી નથી શકતો. તેથી બની-બનાવેલી અચિત્ત વસ્તુઓના ઉપભોગ માટે તે સ્વતંત્ર છે. એને આ ઊંડાઈમાં જવાની કોઈ આવશ્યકતા નથી કે એ વસ્તુના નિર્માણમાં પહેલાં કેટલી હિંસા થઈ છે ? શ્રાવક પ્રત્યક્ષ હિંસાનો ત્યાગી હોય છે, અપ્રત્યક્ષ હિંસાનો નહિ. એવી ધારણાને કારણે કૃષિ વગેરેને મહારંભ અને વ્યાજના વ્યવસાયને અલ્પારંભ સમજવામાં આવે છે. ફૂલોની માળાને મહારંભ અને મોતીઓની માળા અલ્પારંભ માનવામાં આવે છે. કરોડો જીવોની હિંસાથી નિર્મિત રેશમી વસ્ત્રોને પહેરવામાં મોટાઈ સમજવામાં આવે છે. નિર્દયતાપૂર્વક લાખો પંચેન્દ્રિય પ્રાણીઓના વધથી નિર્મિત કૂમ લેધર કે કૉફ લેધરના ચમકીલા અને મુલાયમ ચામડાની ચીજોનો ખૂબ પ્રયોગ કરવામાં આવે છે. અગણિત પંચેન્દ્રિય જીવોની હિંસાથી બનેલી ઔષધિઓનો નિઃશંક થઈને ઉપયોગ કરવામાં આવે છે. - પ્રત્યક્ષ હિંસા સંબંધિત ઉક્ત ધારણા અને વિચારણા સર્વથા ભ્રાંતિપૂર્ણ અને શાસ્ત્ર પ્રતિકૂળ છે. શ્રાવક મોટી હિંસાનો ત્યાગી હોય છે, ભલે જ તે મોટી હિંસા પ્રત્યક્ષમાં હો કે પરોક્ષમાં. પ્રત્યક્ષમાં દેખાતી હિંસા અલ્પહિંસા થઈ શકે છે અને પરોક્ષમાં થનારી ન દેખાતી હિંસા મહાહિંસા થઈ શકે છે. તેથી એ મહત્ત્વપૂર્ણ નથી કે હિંસા પ્રત્યક્ષમાં થઈ રહી છે કે પરોક્ષમાં ? મહત્ત્વપૂર્ણ વાત એ છે કે થનારી હિંસા સ્થળ હિંસા છે કે સૂક્ષમ હિંસા છે? શ્રાવક મહાહિંસા (ધૂળ હિંસા)નો ત્યાગી હોય છે. તેથી એને એ જોવાનું હોય છે કે તે જે વસ્તુઓનો ઉપભોગ કે ઉપયોગ કરી રહ્યો છે તે મહાહિંસાથી નિષ્પન્ન તો નથી ? (૨૮) છે જિણધમો) Page #126 -------------------------------------------------------------------------- ________________ હિંસાની ભયંકરતા કે સદોષતા એની પ્રત્યક્ષતા-અપ્રત્યક્ષતા પર એટલી આશ્રિત નથી, જેટલી એની સ્કૂલતા કે સૂક્ષ્મતા પર આધારિત હોય છે. તેથી શ્રાવકને આ વાતનો અવશ્યમેવ વિચાર કરવો જોઈએ કે તે જે વસ્તુઓનો ઉપયોગ કે ઉપભોગ કરતો હોય, તે અલ્પારંભથી નિષ્પન્ન થઈ હોવી જોઈએ, મહારંભથી નહિ. “અપ્રત્યક્ષ હિંસાથી અમારો કોઈ સંબંધ નથી.' એ માનવું સ્વયંને વિશ્વાસઘાત કરવા સમાન છે, આત્મવંચના છે. જેમ તેતરો તોફાન આવવાથી રેતમાં મોં નાખી સમજી લે છે કે તોફાન આવ્યું જ નથી, એવું માની લેવા માત્રથી તોફાનને નકારી નથી શકતા. તે એ મહારંભના મહાપાપના ભાગી થશે જ. શ્રાવક અહિંસાનો ઉપાસક અને આરાધક હોય છે. અહિંસાને તે ઉપાદેય અને વધુમાં વધુ અંશોમાં પોતાની શક્તિ અનુસાર આચરણીય માને છે. તે હિંસાથી દૂર રહેવાની યથાસંભવ કોશિશ કરે છે. તે માત્ર એ જ હિંસાનું અવલંબન લાચારીવશ કરે છે, જે એના જીવનનિર્વાહ વગેરે માટે અત્યંત આવશ્યક અને અપરિહાર્ય હોય. એવી સ્થિતિમાં એના માટે એ આવશ્યક થઈ જાય છે કે તે આ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખે કે એનો જીવનનિર્વાહ પણ થઈ જાય અને તે મહારંભથી પણ બચી જાય. ' ખોરાક (ખાવું) જીવનનિર્વાહ માટે જરૂરી છે, પણ શ્રાવક આ વાતનો વિચાર રાખે છે કે ખાદ્ય પદાર્થ એવા હોય અને આ ઢંગથી નિષ્પાદિત હોય, જેમાં ઓછામાં ઓછો આરંભ અને હિંસા થઈ હોય. શ્રાવક સાત્ત્વિક અને અલ્પ આરંભજન્ય ખાદ્ય પદાર્થોને જ કામમાં લે છે, તે તામસિક અને મહારંભથી જન્ય ખાદ્ય પદાર્થોનું સેવન નથી કરી શકતો. તેથી શ્રાવક માંસ, ઈંડા, માછલીઓ વગેરેનું સેવન નથી કરી શકતો, કારણ કે એ પંચેન્દ્રિય જીવોની હિંસાથી નિષ્પન્ન છે. ભલે શ્રાવકે સ્વયં આ જીવોને મારીને એ વસ્તુઓ તૈયાર ન કરી હોય, પરંતુ એ પંચેન્દ્રિયના ક્લેવરથી મહારંભથી બનેલી છે, ધૃણાસ્પદ છે, એમના ખાવાથી હૃદયની દયા ભાવના સમાપ્ત થઈ જાય છે. આ રીતે અલ્પારંભી શ્રાવકને પશુઓનાં માંસ, લોહી, હૃદય કે અન્ય અંગોથી બનેલી દવાઓ અને ઈજેશન વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે એ પ્રાણીઓની હિંસા કરીને બનાવવામાં આવે છે. માંસ વગેરે આહાર પ્રત્યેક રૂપમાં, પ્રત્યેક સ્થિતિમાં વર્જનીય છે. કહી શકાય છે કે ડૉક્ટરોના પરામર્શથી બીમારીની દશામાં એમનું સેવન શ્રાવક કરી શકે છે કે નહિ ! એના વિશે એ જ કહી શકાય છે કે પ્રબળ ઇચ્છા શક્તિવાળા શ્રાવકને યથાસંભવ એનો ઉપયોગ ન કરવો જોઈએ. એનાથી પરહેજ (મનાઈ) કરવી. કારણ કે શરીરથી વ્રત કે ધર્મ વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. ખાવાનો ઉદ્દેશ્ય પ્રાણનિર્વાહ છે, સ્વાદ નહિ. તેથી સ્વાદના ચક્કરમાં પડીને વિવિધ પ્રકારના આરંભ, સમારંભ અને મહારંભનો આશ્રય લેવો શ્રાવક માટે વર્જનીય છે. તેથી શ્રાવક એવા જ ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે, જે સાત્ત્વિક અને મહારંભથી જન્ય ન હોય. આમ, શ્રાવકના વસ્ત્ર પહેરવાનો ઉદ્દેશ્ય લજ્જા નિવારણ કે ઠંડી-ગરમીથી શરીરને બચાવવું હોય છે. આ ઉદ્દેશ્યને લઈને શ્રાવક પોતાની વેશભૂષા એવી રાખે છે, જે અલ્પારંભથી નિષ્પન્ન હોય. જે વસ્ત્રોના નિર્માણમાં વધુ ત્રસ જીવોની હિંસા થતી હોય, જે વસ્ત્રોમાં પશુઓની [ અહિંસા-વિવેક)) ) )), (૨૯) Page #127 -------------------------------------------------------------------------- ________________ ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હોય, જે વસ્ત્રોના નિર્માણમાં મજૂરો અને અન્ય લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાના કારણે શોષણ થતું હોય, એ વસ્ત્રોનો ઉપયોગ કરવો શ્રાવક માટે ઉચિત નથી. આજકાલ વસ્ત્ર પહેરવાનો ઉદ્દેશ્ય જ લુપ્ત થઈ ગયો હોય એવું લાગે છે. લોકોએ વસ્ત્રને લજ્જા નિવારણ કે ઠંડી-ગરમીથી સંરક્ષણનું સાધન ન માનીને મોટાઈ અને વૈભવના પ્રદર્શનનું સાધન સમજી લીધું છે. રેશમી વસ્ત્ર ધારણ કરવું, ચમકતાંભડકીલાં અને પારદર્શક વસ્ત્રો ધારણ કરવાં, આજ મોટાઈ માનવામાં આવે છે. “પાતળું ખાવું અને પાતળું પહેરવું' આજની સભ્યતા બની ગઈ છે. પરંતુ આ સભ્યતા લોકોના ધર્મરૂપી ધનનો કેટલો વિનાશ કરી રહી છે, એ ખૂબ જ ગંભીરતાથી વિચારવાની વાત છે. એવાં વસ્ત્રોના નિર્માણમાં કેટલી હિંસા થાય છે અને આ ફેશનપરસ્તીનું કેટલું ઘાતક સામાજિક દુષ્પરિણામ આવે છે, એ ઘણા બધા લોકો નથી સમજી શકતા. સાંભળ્યું છે કે એક ગજ (મીટર) અસલી રેશમ તૈયાર કરવામાં ચાલીસ હજાર રેશમના કીડાઓને મારવામાં આવે છે. રેશમના કીડાઓની લાળ (તાંતણા)થી રેશમ બને છે. આ કીડાઓને ઉકાળતાં ગરમ પાણીની કડાઈમાં નાખવામાં આવે છે, જેનાથી તે લાંબી લાળ છોડે છે. કેટલી નિર્દયતાપૂર્વક લાખો કીડાઓની હિંસા કરવાથી રેશમ બને છે. એવા હિંસક રેશમને કોઈ પાપભીરું શ્રાવક કેવી રીતે ધારણ કરી શકે છે ? કેટલાંક વસ્ત્રોને ચમકીલા (ચમકતાં) અને મુલાયમ બનાવવા માટે પશુઓની ચરબીનો પણ પ્રયોગ કરવામાં આવે છે. એવાં વસ્ત્રો ધારણ કરનાર શ્રાવકોચિત અહિંસાનો પાલક કેવી રીતે કહી શકાય છે? મિલના ચરબી લગાવેલા મુલાયમ વસ્ત્રો અથવા અત્યંત કીમતી અને પારદર્શક બારીક વસ્ત્ર જેમાં અંગ-અંગ દેખાતું હોય, શું વસ્ત્ર પરિધાનનો ઉદ્દેશ્ય પૂર્ણ કરે છે ? શું આ પ્રકારના વધુ આરંભથી બનેલાં વસ્ત્રોનો ઉપયોગ અલ્પારંભજીવી શ્રાવક માટે કરવો ઉચિત છે ? આજકાલ પારદર્શક આકર્ષક વસ્ત્રોના પહેરવેશનો પ્રવાહ ચાલી નીકળ્યો છે, જે મહારંભજન્ય હોવાના કારણે હિંસક તો છે જ, સાથે સામાજિક દુષ્યભાવ પેદા કરવાના કારણે સામાજિક તથા નૈતિક હિંસાનું પણ કારણ બની રહ્યું છે. ચુસ્ત, પારદર્શક તથા આકર્ષક પહેરવેશ કામુકતા અને દુરાચારનું નિમિત્ત બને છે, જેના કારણે અનેક સામાજિક અસ્તવ્યસ્તતાઓ તથા છિન્ન-ભિન્નતાઓ પેદા થાય છે, મર્યાદાઓ તૂટે છે અને અનેક રૂપોમાં હિંસાને જન્મ આપે છે. તેથી અહિંસક શ્રાવકને પોતાની રહેણી-કરણી સાદગીમય બનાવવી જોઈએ. સાદગીમય જીવન જ અલ્પારંભવાળું થઈ શકે છે. તડક-ભડકનું વિલાસી જીવન મહારંભનું પોષક હોય છે. શ્રાવકને મહારંભથી બચવું જ જોઈએ. મોતીઓનાં આભૂષણોની આજના વૈભવપ્રિય સમાજમાં મોટી પ્રતિષ્ઠા છે. ફૂલોની માળા પહેરીને કોઈપણ શ્રાવક ધર્મસ્થાનકમાં પ્રવેશ નથી કરી શકતો, કારણ કે ફૂલોની માળા વનસ્પતિ કાયિક એકેન્દ્રિય જીવોના આરંભથી જ નિષ્પન્ન થાય છે અને સજીવ પણ છે. પરંતુ મોતીઓની માળા જે પંચેન્દ્રિય પ્રાણીઓના વધથી નિષ્પન્ન થાય છે, પહેરીને લોકો ખૂબ શાનથી (૩૦) 2000 2000 જિણધમો Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનમાં પ્રવેશ કરે છે. પરંતુ સાચા અર્થોમાં તે મોતીઓની માળાની ધારક વ્યક્તિ વિશેષ હિંસાના મહારંભની પોષક હોય છે. કારણ કે મોતીઓની પ્રાપ્તિ ખૂબ મોટી હિંસા પછી મળે છે. મોતીઓની ઉપલબ્ધિ માટે ખૂબ મોટી હિંસા થાય છે. બિચારા મરજીવાઓ સમુદ્રની ઊંડાઈમાં ડૂબકી લગાવે છે. ત્યાં કિલ્લોલ કરતી નિર્દોષ માછલીઓને પકડીને ટોકરો (ટોપલીઓ)માં ભરે છે અને મુશ્કેલીથી મગર વગેરે હિંસક જળ-જંતુઓથી પોતાના પ્રાણ બચાવીને સમુદ્રથી બહાર આવે છે. ટોપલીઓમાં ભરેલી માછલીઓનો ઢગલો કરી દે છે. તે માછલીઓ પાણી વગર તરફડી-તરફડીને મરી જાય છે, પછી એને બદામની જેમ ફોડવામાં આવે છે. એમાંથી કોઈ-કોઈ માછલીમાંથી મોતી નીકળે છે. તેથી તો અસલી મોતી મોંધું (પડે) છે. અનેકાનેક માછલીઓની હત્યા થાય છે, ત્યારે જઈને ક્યાંક બે-ચાર મોતી નીકળે છે. મોતી માટે થનારી મત્સ્ય હિંસામાં તે બધા ગૃહસ્થ પાપના ભાગી છે, જે મોતીનો પ્રયોગ કરે છે, તે લોકો પણ ઓછાવત્તા રૂપથી પાપના ભાગીદાર છે,જે મોતીનો ક્રય-વિક્રય કરે છે, દલાલી કરે છે, મોતી પહેરનારાને સારો કે ભાગ્યશાળી સમજે છે. વિવેકવાન પાપભીરુ અહિંસાની ઉપાસના અને આરાધના કરનાર શ્રાવક-શ્રાવિકાઓ પંચેન્દ્રિય હિંસાથી નિર્મિત મોતીઓની માળાને કેવી રીતે પહેરી શકે છે ? મુલાયમ ચામડું પ્રાપ્ત કરવા માટે જાનવરોની પ્રત્યે ભયંકર ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. ચામડું અને એનાથી બનનારી વસ્તુઓના નિર્માતા પહેલાં પશુઓને ખરીદી લે છે, એમને કેટલાય દિવસો સુધી ભૂખ્યા રાખીને એમની ચામડી ગળાવી દે છે. પછી ઊકળતું ગરમ પાણી છાંટીને લઠ્ઠાઓના મારથી ખૂબ મારે છે, જેનાથી એમનું શરીર રોટલીની જેમ ફૂલી જાય છે. અંતમાં એ નિર્દયી લાલચુ લોકો કતલ કરવાનાં મશીનોની આગળ લીલુંલીલું ઘાસ નાખે છે. બિચારાં અનેક દિવસોનાં ભૂખ્યા-તરસ્યાં અબોધ પશુ પોતાના પેટની તીવ્ર જ્વાળા શાંત કરવા જેવાં ખાવા માટે એમાં મોટું નાખે છે કે તરત મશીનની મોટી અને ચમકતી તેજ છરી કર૨૨ કરતી એમની ગર્દનોને ધડથી અલગ કરી દે છે. તરફડતાં એ પ્રાણીઓનાં શરીરથી નીકળતી લોહીની ધારાઓ અને નાચતી એમની કીકીઓને જોઈને કયો પથ્થરદિલ કાંપી નહિ ઊઠે ? એવા ભયંકર હત્યાકાંડ દ્વારા મુલાયમ ચામડું પ્રાપ્ત કરવામાં આવે છે. ક્રૂમ લેધર કે કૉફ લેધર પશુઓને નિર્દયતાપૂર્વક મારીને મેળવવામાં આવે છે. લોકો મોજ-શોખ માટે ચમકતાં મુલાયમ ચામડાંના બૂટ કે અન્ય ચામડાંની સામગ્રીનો પ્રયોગ કરતા જોવા મળે છે, પરંતુ કદાચ તેઓ નથી જાણતા કે આ પ્રકારનાં મુલાયમ ચામડાં માટે કેટલા નૃશંસ તથા ક્રૂરતાપૂર્ણ હત્યાકાંડ કરવામાં આવે છે. આ બધું જાણ્યા પછી કઈ એવી વિવેકવાન વ્યક્તિ હશે જે એવા હિંસાપ્રધાન ચામડાથી બનેલી વસ્તુઓનો ત્યાગ નહિ કરી દે? વિવેકવાન શ્રાવકને હિંસામય ચામડાથી બનેલી વસ્તુઓનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. દેશી ચામડાથી બનેલી વસ્તુઓ, જે મૃત્યુથી મરેલાં જાનવરોના ચામડાથી બને છે, તે અપેક્ષાકૃત અલ્પારંભજન્ય હોય છે. સુંદર તથા મુલાયમ ચામડું મહારંભજન્ય હોવાથી શ્રાવક માટે વર્જિત છે. [ અહિંસા-વિવેક છે. જો કે, ૩૧) Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પોતાના જીવનનિર્વાહ માટે અલ્પ આરંભજન્ય વસ્તુઓનો ઉપયોગ કે ઉપભોગ કરે છે, તે શ્રાવક વ્રતની દૃષ્ટિથી સ્વતંત્ર છે. પરંતુ પોતાના મોજ-શોખ માટે મૂક પ્રાણીઓનો વધ કરવો કે એમનો વધ કરનારાઓને એમના દ્વારા નિર્મિત હિંસક વસ્તુઓને ખરીદીને પ્રોત્સાહિત કરવા ભયંકર પાપકર્મ છે. માતાના સ્તનથી બાળક દૂધ પીએ છે, આ એનો સ્વાભાવિક આચાર છે. પરંતુ જે બાળક માતાના દૂધની જગ્યાએ સ્તનનું લોહી પીવા માંગે છે, શું એને કોઈ બાળક કે પુત્ર કહેશે? ના, એ તો ઝેરીલો કીડો કહેવાશે. આ રીતે આ પ્રકૃતિ ગાય, ભેંસ, બકરી વગેરેથી દૂધ અપાવે છે. જગતને એનાથી મોટો ઉપકાર થાય છે, પરંતુ નિર્દયી લોકો આ ઉપકારી પશુઓની હિંસા કરીને વધુ દિવસો સુધી દૂધ આપનારાં આ પશુઓને મારીને દૂધના સ્ત્રોતને બંધ કરી દે છે, અર્થાત્ પ્રકૃતિ માતાનાં આ સ્તનોનું લોહી પી જાય છે. આ અબોધ અને મૂક પશુઓના પોકાર અને ચિત્કારને સાંભળનાર કોણ છે ? આજના આ યુગમાં પશુઓની ભયંકર હિંસા થઈ રહી છે. મોટાં-મોટાં યાંત્રિક કતલખાનાંઓમાં લાખો ગાયો, ભેંસો, બકરા-બકરીઓ અને વાછરડાંઓની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી રહી છે. આ મહાપાપના તે બધા ભાગીદાર છે, જે કોઈપણ રૂપમાં આ હત્યારાઓને જાણ્યે-અજાણ્યે પ્રોત્સાહિત કરે છે. પ્રાયઃ વિલાસ અને મોજ-શોખ માટે ઉપયોગમાં આવનારી વસ્તુઓ એવા મહારંભથી નિષ્પન્ન થાય છે. સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ પણ મહારંભજન્ય હોય છે, તેથી વિવેકવાન ગૃહસ્થ મહારંભજન્ય વસ્તુઓનો કદીયે ઉપયોગ નથી કરતો. એ પોતાના જીવનને યથાસંભવ અલ્પારંભથી જ ચલાવે છે. વિવેકવાન સુશ્રાવકને આ સૂત્ર યાદ રાખી લેવું જોઈએ કે જીવનમાં જેટલી તડક-ભડક હશે, જીવનમાં વિલાસિતાનું જેટલું સ્થાન હશે, જેટલું વૈભવ અને મોટાઈનું પ્રદર્શન હશે, એટલી જ હિંસા થશે અને જેટલા અંશોમાં જીવનમાં સાદગી આવશે એટલા અંશોમાં જીવન અહિંસક બનશે. આ સૂત્ર અનુસાર વિવેકવાન સુશ્રાવક પોતાના જીવનમાં વધુમાં વધુ સાદગીને અપનાવીને હિંસાના મહાદોષથી પોતાને અલગ રાખી શકે છે. કૃત-કારિત અને અનુમતિમાંથી વધુ પાપ શેમાં? પહેલાં કહેવાયું છે કે શ્રાવક પ્રાયઃ બે કરણ, ત્રણ યોગથી વ્રત ગ્રહણ કરે છે, જે ગાઈશ્ય જીવનના દાયિત્વથી હટીને પ્રતિભાધારી ઉત્કૃષ્ટ શ્રાવકનું દાયિત્વ લઈ લે છે. તે ત્રણ કરણ, ત્રણ યોગથી પણ વત ગ્રહણ કરી શકે છે, પરંતુ જેના પર અત્યારે ગૃહસ્થાશ્રમનો ભાર છે, તે ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ નથી કરી શકતા. હા, તે સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યવધના ત્રણ કરણ, ત્રણ સપ્ત યોગથી ત્યાગ કરી શકે છે. કારણ કે ત્યાં સુધી કોઈ મનુષ્ય પહોંચી જ નથી શકતો. અન્ય સ્થિતિઓમાં આંશિક (થોડા) શ્રાવક બે કરણ ત્રણ યોગથી જ હિંસા, અસત્ય વગેરે પાપોનો ત્યાગ કરી શકે છે, અનુમોદનાનો ત્યાગ તે કરી શકતા નથી, કારણ કે એને અનેક એવા લોકોથી પણ પોતાનો સંબંધ રાખવો પડે છે, જે માંસાહારી હો અથવા અન્ય પાપોનો ત્યાગ ન કરેલો હોય. એના પરિવારમાં પણ કોઈ એવી વ્યકિત હોય તો એની સાથે એને રહેવું પડે છે. તેથી સંવાસાનુમતિ અને મનસાનુમતિ બંને પ્રકારની (૩૨) 2000 2000 2000 જિણધમો] Page #130 -------------------------------------------------------------------------- ________________ અનુમતિની છૂટ તે રાખે છે. જો કે તે પોતાના સંબંધીને વચનથી અને કાયાથી કોઈ પાપની અનુમતિ નથી દેતો, પરંતુ એની સાથે રહેવા, પરિચિત થવા કે એના સંબંધી હોવાના નાતે એની મૂક અનુમતિ તો થઈ જ જાય છે. તે સ્વયં સ્થૂલ હિંસા વગેરે નથી કરતો, બીજાઓથી પણ નથી કરાવતો, પરંતુ ગાઈથ્યનો ત્યાગી ન હોવાના કારણે એને પોતાના પરિવારથી મમત ભાવનું છેદન નથી કર્યું, તેથી પરિવારમાં પુત્ર-પૌત્ર કે કોઈ પરિજન હિંસા વગેરે કરતો હોય તો તે એને ન તો અચાનક સ્વયં છોડી શકે છે, ન એની સાથે પરિચયનો પણ અચાનક (તરત) ત્યાગ કરી શકે છે. જો કે ગૃહસ્થ શ્રાવક પોતાની સાથે રહેનાર પુત્ર-પૌત્ર વગેરેને હિંસા વગેરે કરવાનું કહેતો નથી. ન હિંસા કરાવે છે, છતાં એમની સાથે રહેવાના કારણે એમના દ્વારા કરવામાં આવેલી હિંસા વગેરેનો સંસર્ગ દોષ જ નથી લાગતો. ક્યારેક-ક્યારેક એને ગૃહસ્થ સંબંધિત કાર્ય માટે પ્રેરણા પણ આપવી પડે છે. ઉદાહરણ, સ્વરૂપ - બે કરણ ત્રણ યોગથી વ્રત સ્વીકાર કરનારે કોઈને કહ્યું - “ઊઠો, ભોજન કરી લો.” પરંતુ ખાનાર રાજ્યાધિકારી છે અને અભક્ષ્યભોજી છે, અને તે સાત્વિક ભોજન ખવડાવીને પોતાની તરફ ખેંચી શકે છે. આ રીતે કોઈ રાજ્યાધિકારી છે, તે ઉક્ત શ્રાવકના ઘેર રોકાયો છે, ભોજન કરવા માટે તે સ્વયં હોટલમાં જઈને અભક્ષ્ય પદાર્થ ખાય છે કે અપેય પદાર્થ પીએ છે, હવે જો તે શ્રાવક એની સાથે સર્વથા સંબંધ તોડી જ દે તો ક્લેશ-વૃદ્ધિની સંભાવના છે. સંબંધ રાખીને તો એને સન્માર્ગ પર લાવી પણ શકાય છે. સંબંધ તોડી દેવાથી તો એનું વધુ પાપી થવું સંભવ છે. આમ, અનુમોદનનો ત્યાગ કરવામાં શ્રાવક માટે અડચણ તો આવે છે, પણ વ્યાવહારિક કાર્યો રોકાતાં નથી અને અહિંસક શ્રાવકના સંપર્કથી હિંસક વ્યક્તિ પણ સુધરી જાય છે. મગધના મહામંત્રી અભયકુમારે કાળ સૌકરિકના પુત્રથી મિત્રતાનો સંબંધ જોડ્યો હતો. અભયકુમાર શ્રાવક હતો. તે જાણતો હતો કે એનો પિતા કસાઈ છે અને કસાઈપણું છોડી નથી શકતો, છતાં પણ કાળ સૌકરિકના પુત્રમાં જીવન સુધારની લગન જોઈને એનાથી સંબંધ હંમેશાં ચાલુ રાખ્યો. પરિણામસ્વરૂપ એનું જીવન સુધરી ગયું. ઉપાસક “દશાંગ સૂત્ર'માં મહાશતક શ્રાવકનું વર્ણન છે. એની તેર પત્નીઓમાંથી રેવતી અત્યંત ક્રૂર હતી. એણે પોતાની સખીઓને વિષપ્રયોગ અને શસ્ત્રપ્રયોગથી મારી નાખી હતી. રેવતી જેવી ક્રૂર સ્ત્રી મળી જવાથી શ્રાવક વ્રતધારી પુરુષ શું કરી શકે છે? થોડી ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. વર્તમાન યુગમાં પ્રાયઃ અવિવેકી લોકો એવી સ્ત્રીને કાં તો મારી નાખે છે કે ઘરથી બહાર કાઢી મૂકે છે અથવા એને જાતિથી બહિષ્કૃત કરી દે છે. પછી ચાહે તે વિધર્મી બનીને કે દુરાચારિણી બનીને એનાથી પણ વધુ પાપકર્મ કેમ ન કમાય ! પરંતુ મહાશતક દૂરદર્શી શ્રાવક હતો. એણે રેવતીનાં બધાં કારસ્તાનની ખબર હતી, પણ એ સમયની સામાજિક પરિસ્થિતિ અનુસાર મહાશતકે ન તો એને મારી કે ન એને ઘરથી બહાર કાઢી. મહાશતકે વિચાર્યું કે - “રેવતી હિંસક હોવા છતાંય વ્યભિચારિણી નથી. મારી પ્રત્યે એની ભકિત છે, કે એનો વધ તો કરી જ નથી શકતો, કારણ કે બે કરણ, ત્રણ યોગથી હિંસાનો [ અહિંસા-વિવેક અને બીજા અને ૬૩૩) Page #131 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કર્યો છે. જો આને ઘરથી કાઢી મૂકવામાં આવે તો સંભવ છે કે તે વ્યભિચારિણી બની જાય અને વધુ હિંસક પણ બની જાય. ત્યારે તો બંને કુળોને બદનામ કરશે.” સંભવ છે, આ વિચારથી મહાશતકે રેવતીને ઘરથી કાઢી મૂકી નહિ હોય. એમણે સ્વયં જ વિરક્ત થઈને શ્રાવક પ્રતિમા ગ્રહણ કરી લીધી. પછી પણ તે ગૃહસ્થાશ્રમને ત્યાગી ન શક્યા, રેવતીના સાથે રહેવાથી સંવાસાનુમોદન પાપથી તે બચી શકતા નહોતા. તેથી બે કરણ, ત્રણ યોગથી જ એમણે વ્રત લીધું. ગૃહસ્થ શ્રાવક પોતાની જાતિથી સર્વથા સંબંધ- વિચ્છેદ નથી કરી શકતો અને ન જાતિના યોગથી તે આ વાતની જવાબદારી લઈ શકે છે કે તે લોકો ન છૂળ હિંસા કરશે કે ન કરાવશે. જે હિંસા કરે - કરાવે છે, એમની સાથે સંબંધ રાખવાથી અનુમોદનનું પાપ લાગે જ છે. આ વાતને લક્ષ્યમાં રાખીને ગૃહસ્થ બે કરણ, ત્રણ યોગથી ત્યાગ કરે છે. આ પ્રકારનો ત્યાગ કરવાથી ગૃહસ્થના સંસાર-વ્યવહારમાં મુશ્કેલી નથી આવતી. પ્રાથમિકતાની દૃષ્ટિથી શ્રાવક પહેલાં હિંસા વગેરે પાપ સ્વયં કરવાનો ત્યાગ કરે છે, પછી કરાવવાનો ત્યાગ કરે છે, અને અનુમોદન કરવાની છૂટ રાખે છે. પાપનું આચરણ સ્વયં કરવાની સ્થિતિમાં સંમ્પિષ્ટતાની સંભાવના વિશેષ થઈ શકે છે. બીજાઓ દ્વારા હિંસા વગેરે કાર્ય કરાવવામાં પરિણામોમાં એટલી વધુ તીવ્રતા કે સંક્લિષ્ટતાની સંભાવના પ્રાયઃ નથી રહેતી. અનુમોદનમાં આ તીવ્રતા વધુ - ઓછી થઈ જાય છે. આ દૃષ્ટિથી શાસ્ત્રકારોએ પ્રાથમિકતાનો ઉક્ત ક્રમ નિર્ધારિત કર્યો છે. પરંતુ આ કોઈ સાર્વત્રિક નિયમ નથી. અલ્પ પાપ કે મહાપાપનો આધાર કરવા - કરાવવા કે અનુમોદન ઉપર એટલો નિર્ભર નથી જેટલો વિવેક કે અવિવેક ઉપર નિર્ભર છે. જ્યાં વિવેક છે, ત્યાં અલ્પ પાપ છે અને જ્યાં વિવેક નથી ત્યાં વધુ પાપ છે. અલ્પ પાપ અને વધુ પાપ વિવેક-અવિવેક પર અવલંબિત છે. જૈન જગતના મહાન જ્યોતિર્ધર સ્વર્ગીય શ્રી જવાહરાચાર્યના સમયમાં સમાજમાં આ પ્રશ્ન ઊઠ્યો હતો કે મીઠાઈવાળા ત્યાંથી સીધી વસ્તુઓ (મીઠાઈઓ) લાવીને ખાવામાં ઓછું પાપ છે કે ઘરમાં બનાવીને ખાવામાં ઓછું પાપ છે ? આરંભ કરવામાં વધુ પાપ છે કે કરાવવામાં વધુ પાપ છે કે – “અનુમોદનમાં વધુ પાપ છે ? સ્વર્ગીય આચાર્યશ્રીએ આ વિષયમાં પ્રતિપાદિત કર્યું કે આ વિષયમાં કોઈ એકાંત પક્ષ ન હોઈ શકે. ક્યારેક કરવામાં વધુ પાપ થઈ જાય છે, ક્યારેક કરાવવામાં વધુ પાપ થઈ જાય છે અને ક્યારેક અનુમોદનમાં વધુ પાપ થઈ જાય છે. અલ્પ પાપ કે મહાપાપનો આધાર વિવેક-અવિવેક અને ભાવનાઓ પર આધારિત છે.” સ્વ. શ્રી જવાહરાચાર્યે આ વિશે સ્પષ્ટ કરતાં પ્રતિપાદિત કર્યું કે - “જે કામ મહારંભથી થાય છે, એ જ કામ વિવેક હોવાથી અલ્પારંભથી પણ થઈ શકે છે, અને જે કામ અલ્પારંભથી થઈ શકે છે એ જ અવિવેકીના કારણે મહારંભનો બની જાય છે. આ વિષયમાં સ્વ. આચાર્યશ્રીએ પોતાના ગૃહસ્થાવસ્થાના એક પ્રસંગનો ઉલ્લેખ આ પ્રકાર કર્યો. “જ્યારે મારી ઉંમર લગભગ દસ-બાર વર્ષની હતી એ સમયની આ ઘટના છે. મારું ગામ મકાઈ પ્રધાન ક્ષેત્ર હતું. જ્યારે સારી મકાઈની ખેતી (પાક) થતી તો એ ક્ષેત્રના લોકો Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નતા પ્રગટ કરતા હતા. ગોઠ-ગુગરિયા (મેળાવડો) કરતા હતા. આ સંદર્ભમાં ગામમાં પ્રતિષ્ઠિત લોકોએ મળીને ગોઠનું આયોજન કર્યું. મકાઈના ભુજિયા બનાવવાનો વિચાર કર્યો. સાથે ભાંગના ભુજિયા પણ બનાવવાની વાત થઈ ગઈ. મારા મામાજીએ મને કહ્યું હતું કે - “વાડામાં ભાંગના છોડ ઊભા છે, એમાંથી ભાંગના પત્તા તોડી લાવ.” એ સમયે ભાંગના વિષયમાં આજ જેવો કાયદો ન હતો. તેથી દરેક જગ્યાએ એના છોડ રોપેલા મળતા. મારા મામા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, રાજ્યમાં પણ એમનું સન્માન હતું અને તે ધર્મનો પણ વિચાર રાખતા હતા. એમના કહેવાથી હું દોડી ગયો અને ખોળો ભરી લગભગ શેર ભાંગ તોડી લાવ્યો. તે મને કહેવા લાગ્યા કે - “આટલી ભાંગ કેમ તોડી લાવ્યો ? થોડાની જ જરૂર હતી?” આમ થોડીની જગ્યાએ વધુ ભાંગ લાવવાના કારણે તે મને બોલવા લાગ્યા. પરંતુ વાસ્તવમાં એમાં મારો જ ગુનો હતો કે એમનો પણ? તે વધુ પાપ મને જ થયું કે એમને પણ? હું બાળક હતો, જેથી મારામાં વિવેક નહોતો અને ન એમણે કહ્યું હતું કે આટલું લાવ? આમ ન તો એમણે વિવેક આપ્યો અને ન બાળક હોવાના કારણે મારામાં વિવેક હતો. આ રીતે વધુ પાપના કારણે અવિવેક રચ્યો. જો વિવેક હોત તો તે વધુ પાપ કેમ થાત ? તેથી પત્તાં તોડવાનું કાર્ય કરવાને બદલે કરાવવામાં વધુ પાપ થયું, કારણ કે તે પોતાના હાથથી પત્તાં તોડી લાવતા તો જેટલી જરૂર હતી એટલું જ લાવતા, વધુ નહિ. વિવેકના અભાવમાં, અલ્પ પાપ થવાની જગ્યાએ મહાપાપ થવાનાં બીજાં પણ અનેક ઉદાહરણ આપી શકાય છે. કોઈ શેઠ શ્રાવક જંગલમાં ગયા. ત્યાં નોકરને પાણી ભરીને લાવવાનું કહ્યું. તે લીલી વનસ્પતિ, ફૂલો વગેરે કચડતો દોડ્યો એ લોટો માંજીને (ઘસીને) જળાશયમાં ધોઈને જેવુંતેવું ગાળેલું-ન ગાળેલું પાણી ભરી લાવ્યો. હવે આ વધુ પાપ કોને થયું ? શું આ પાપ કરનારને જ થયું, કરાવનારને નહિ ? જો શેઠ સ્વયં પાણી ભરી લાવ્યા હોત તો અને વિવેકથી કામ લીધું હોત તો કેટલું પાપ ટળી શકતું હતું ? તે નોકર શેઠનો મોકલેલો હતો, તેથી શું શેઠને એનું પાપ ન લાગ્યું ? આ રીતે કરવાની અપેક્ષા બીજાથી કરાવવામાં વધુ થઈ ગયું. જૈન ધર્મના પ્રવર્તક ક્ષત્રિય હતા અને આ ધર્મ એટલો વ્યાપક છે કે પ્રત્યેક વર્ગની વ્યક્તિ એનું પાલન કરી શકે છે. આ ધર્મને રાજ્ય કરનાર શાસક પણ પાળી શકે છે. ઉદાયન રાજા સોળ દેશનું રાજ (શાસન) કરતા હતા, છતાંય તે અલ્પારંભી કહેવાયા છે. આટલું મોટું રાજ્ય સંભાળવા છતાં તે અલ્પારંભી રહ્યા, એનું કારણ શું છે ? એનું કારણ એ જ છે કે તે શ્રાવક હોવાના કારણે વિવેકથી કામ લેતા હતા. ભગવાને વિવેકમાં ધર્મ બતાવ્યો છે. જો એવું ન હોત તો ધર્મ માત્ર વાણિયાઓનો જ રહી જત, ક્ષત્રિયોના પાલન યોગ્ય ન રહેત. વિવેકપૂર્ણ કર્તવ્યપાલન કરતો રાજા પણ અલ્પારંભી થઈ શકે છે. આમ, ક્યારેક કરવામાં વધુ પાપ થઈ જાય છે, ક્યારેક કરાવવામાં વધુ પાપ થઈ જાય છે અને ક્યારેક અનુમોદનમાં વધુ પાપ થઈ જાય છે. વિવેક ન રાખવામાં, કરવા-કરાવવામાં પણ એટલું પાપ નથી લાગતું જેટલું અનુમોદનાથી થઈ જાય છે. આ વાત નીચે ઉદાહરણથી સ્પષ્ટ થઈ જાય છે. [ અહિંસા-વિવેક અ ૬૩૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ માની લો એક રાજા જેન છે. એના સમયે એક એવો અપરાધી લાવવામાં આવ્યો જેણે ફાંસીની સજાના યોગ્ય અપરાધ કર્યો હતો. તે રાજા વિચારવા લાગ્યો કે - “હું ચાહું છું કે આ અપરાધી ન મરે, પરંતુ જો એના અપરાધની ભયંકરતાને જોતાં ફાંસીની સજા નહિ આપું તો ન્યાયનું ઉલ્લંઘન થશે.” આમ, એણે ન્યાયના રક્ષણ-હેતુ ખૂબ સંકોચ સાથે એ અપરાધીને ફાંસીની સજા સંભળાવી. ફાંસી લગાવનાર એ અપરાધીને ફાંસીના સ્થાને લઈ ગયો. તે પણ મનમાં વિચારતો હતો કે - “ફાંસી લગાવવાનું કામ ખરાબ છે. હું નથી ચાહતો કે કોઈને ફાંસી લગાવું, પરંતુ રાજ્યની નોકરી કરું છું, તેથી એની આજ્ઞા માનવી મારું કર્તવ્ય છે. રાજા પણ ન્યાયથી બંધાયેલા છે, હું પણ કર્તવ્યથી બંધાયેલો છું, તેથી મજબૂર થઈને આ કામ કરવું પડે છે.' ત્યાં એક ત્રીજી વ્યક્તિ ઊભી હતી. એને કોઈ પ્રકારનો આદેશ આપવાનો અધિકાર નહોતો, એની આજ્ઞા ચાલી પણ શકવાની નહોતી, છતાં ઊભો-ઊભો ખૂબ ઉમંગવશ કહે છે - “શું જુએ છે? લગાવને એને ફાંસી? કેમ વાર કરે છે? આને તો ફાંસી પર ચડાવવો જ સારો છે ?” હવે ઉક્ત ત્રણેય વ્યક્તિઓમાંથી વધુ પાપ કોને થયું? રાજા અને ફાંસી લગાવનાર ફાંસીનું કામ કરવા - કરાવનાર પર પણ એ ફાંસીના કામની પ્રશંસા નથી કરતા, પણ પેલો ત્રીજો વ્યક્તિ નકામો જ ફાંસી લગાવવાના કામની પ્રશંસા કરીને વગર જોઈતી આજ્ઞા આપીને મહાપાપ કરી રહ્યો છે. ફાંસી લગાવવાના સ્થાન પર બીજા પણ દર્શક લોકો હતા. એમાંથી જે વિવેકી હતા, તે તો વિચારતા હતા કે - “આ બિચારો પાપના કારણે જ ફાંસી પર ચઢી રહ્યો છે. જો આણે અપરાધ ન કર્યો હોત તો શું ફાંસી લાગત? તેથી આપણે પણ પાપથી બચવું જોઈએ.' જે દર્શક અવિવેકી હતા, તે કહી રહ્યા હતા કે – “સારું થયું છે કે આને ફાંસી મળી. આ ખૂબ જ દુષ્ટ હતો, પણ ચતુર નહોતો. આપણે કેવા ચતુર છીએ કે અપરાધ પણ કરી લઈએ છીએ અને રાજ્ય કે અન્ય કોઈની પકડમાં પણ નથી આવતા.” ઉક્ત બંને પ્રકારના દર્શકોમાંથી મહાપાપી કોણ અને અલ્પપાપી કોણ? સ્પષ્ટ છે કે અવિવેકી દર્શકોએ મહાપાપનો બંધ કર્યો છે. એનાથી એ અર્થઘટન ન કરવું જોઈએ કે કરાવવાથી જ મહાપાપ થાય છે, કરવા અથળા અનુમોદનથી નહિ કે કરવાથી જ મહાપાપ થાય છે, કરાવવા કે અનુમોદનથી નહિ. નિષ્કર્ષ એ નીકળે છે કે જ્યાં અવિવેક છે ત્યાં મહાપાપ છે અને જ્યાં વિવેક છે ત્યાં અલ્પ પાપ છે. એક ઉદાહરણ દ્વારા આ વાત વધુ સ્પષ્ટ થઈ જાય છે. એક ડૉકટર ઑપરેશન કરવામાં કુશળ છે, પણ તે કહે છે કે - “મને ધૃણા થાય છે, તેથી હું તો ઓપરેશન નથી કરતો.” અથવા પ્રમાદવશ તે કંપાઉન્ડરને ઓપરેશન કરવા માટે કહે છે. કંપાઉન્ડર અનાડી છે, અકુશળ છે. એવી હાલતમાં તે ડૉક્ટર સ્વયં ઓપરેશન ન કરીને કંપાઉન્ડરથી કરાવે તો એ ડૉક્ટરને કરાવવામાં જ મહાપાપ લાગશે, એક બીજો જે સ્વયં પરેશન કરવાનું જાણતો નથી કે ઓછું જાણે છે, તે કોઈ બીજા કુશળ ડૉક્ટરથી (૬૩૬ છે અને તે જ જિણધર્મોો] Page #134 -------------------------------------------------------------------------- ________________ પરેશન કરવાનું કહે છે, તો એને કરાવવામાં પણ અલ્પ પાપ લાગશે. ઑપરેશન તો બંનેએ બીજાથી કરાવ્યું, બંનેએ પોતે ન કર્યું, પરંતુ પહેલાં ડૉક્ટરને મહાપાપ લાગશે અને બીજાને અલ્પ લાગશે. આ રીતે કોઈ ત્રીજી વ્યક્તિ સ્વયં પરેશન કરવાનું નથી જાણતો, છતાંય જે જાણે છે, એને રોકીને સ્વયં ઑપરેશન કરે તો એને મહાપાપ લાગશે. એવી અજાણ અનાડી વ્યક્તિ દ્વારા કરેલું ઓપરેશન કદાચ સુધરી પણ જાય, તો પણ તે પાપનો ભાગી હશે અને અનધિકૃત કામ કરવાના કારણે સરકાર પણ એને અપરાધી માનશે. એ પહેલા ડૉક્ટરને કરાવવાથી પણ મહાપાપ લાગ્યું, બીજાને કરાવવામાં પણ અલ્પ પાપ લાગ્યું અને ત્રીજાને સ્વયં કરવામાં પણ મહાપાપ લાગ્યું. આનું કારણ એ જ છે કે આ ત્રણેયમાં વિવેકનું અંતર છે. બીજું ઉદાહરણ લો. એક મહિલા વિવેકરહિત અને બીજી વિવેકી છે. વિવેકી મહિલા વિચારે છે કે - “ભોજન બનાવવામાં પાપ લાગે છે, પરંતુ સ્વયં ખાવા અને કુટુંબીઓને ખવડાવવાની જવાબદારીથી તે મુક્ત નથી. આ માટે તે બીજી મહિલાને ભોજન બનાવવાના કામમાં લગાવે છે. તે બીજી મહિલા વિવેકી નહોતી. અસાવધાનીથી એનાં કપડાંમાં આગ લાગી ગઈ, તે બળી ગઈ. એવી સ્થિતિમાં તે કામમાં લગાવનાર વિવેકી મહિલા પ્રસન્ન થશે કે અપ્રસન્ન? તે વિચારશે કે - “નકામી, મેં આને ભોજન બનાવવાના કામમાં લગાવી. જો હું જ વિવેકથી કરતી તો આ અનર્થ ન થાત.” આ સ્પષ્ટ જ જ્ઞાન થઈ જાય છે કે કરવાની અપેક્ષા કરાવવામાં વધુ પાપ થયું. આ રીતે એક મહિલા સ્વયં તો વિવેક રાખતી નથી અને વિવેકી મહિલાને કરવા પણ નથી દેતી અને સ્વયં કરવા બેસી જાય, તો કરવામાં વધુ પાપ થશે કે નહિ ? આ રીતે જ્યાં વિવેક છે, ત્યાં કરવામાં પણ વધુ અલ્પ પાપ છે અને કરાવવામાં પણ અલ્પ પાપ છે. પણ જ્યાં વિવેક નથી, ત્યાં કરવા છતાંય મહાપાપ છે અને કરાવવામાં પણ મહાપાપ થાય છે. આ વિવેકની અપેક્ષાથી વાત થઈ. હવે કરવા - કરાવવા અને અનુમોદનમાંથી કોનામાં વધુ પાપ થઈ શકે છે, આ વિચારીએ. કોઈ વ્યક્તિ સ્વયં હાથે આરંભ કરવા લાગે તો કેટલું પણ કરે, તે મર્યાદિત હશે. પણ કરાવવામાં તો લાખો-કરોડોથી પણ કરવા માટે કહી શકાય છે. કરવામાં તો બે જ હાથ લાગે છે, પરંતુ કરાવવામાં લાખો-કરોડો હાથ લાગી શકે છે. કરવાનો તો સમય પણ મર્યાદિત હશે, પરંતુ કરાવવામાં તો સમયનો પણ વિચાર નથી રહેતો. કરવાનું ક્ષેત્ર પણ મર્યાદિત હશે, પરંતુ કરાવવાનું ક્ષેત્ર વ્યાપક હોય છે. આ રીતે કરવાનું દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ મર્યાદિત હોય છે જ્યારે કરાવવાનું દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ખૂબ વ્યાપક હોય છે. આ કારણે સ્વયં કરવાની અપેક્ષા કરાવવાથી પાપ વધુ ખુલ્લું રહે છે. હવે અનુમોદનને લો. કામ કરાવવામાં પણ કોઈ વ્યક્તિ જોઈએ જ, પરંતુ અનુમોદન તો અહીં બેઠેલાં જ બધાં જગતનાં પાપોના થઈ શકે છે. એક આદમીએ મહેલ બનાવ્યો ત્યારે પણ તે આરંભની પ્રશંસા નથી કરતો, પણ એ મહેલને જોનારો કહે છે કે - “શું ભવ્ય મહેલ બનાવ્યો છે ! અમર નામ કરી દીધું.” વગેરે. આ સ્થિતિમાં મહેલ બનાવનાર તો અલ્પ પાપી રહ્યો, પરંતુ એનું અનુમોદન કરનાર વધુ પાપી બન્યો. ( અહિંસા-વિવેક ] Page #135 -------------------------------------------------------------------------- ________________ આજના વિજ્ઞાપનબાજીના યુગમાં અહીં બેઠેલા જ દુનિયાભરનાં કામોની અને આરંભોની અનુમોદના કરી શકાય છે. ભલે તે વસ્તુ ઉપલબ્ધ ન હોય, છતાં એની પ્રશંસા કે અનુમોદના તો કરી શકાય છે. આ રીતે અનુમોદનનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કરવા-કરાવવાથી પણ વધી જાય છે. અનુમોદનનું પાપ એવું લાગે છે કે કંઈ કર્યા વગર જ મહારંભનું પાપ થઈ જાય છે. એના માટે “ભગવતી સૂત્ર'ના ૨૪મા શતકમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ અવગાહનવાળા તંદુલમચ્છનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તંદુલમચ્છ સ્વયં માછલીઓની હિંસા નથી કરી, નથી કરાવી, પણ એણે માત્ર દુર્ભાવના કરી - “જો આ મસ્થની જગ્યાએ હું હોત તો બધી માછલીઓને ખાઈ જાત, એકને પણ બહાર નીકળવા ન દેત.” આવી દુષ્ટ ભાવનાના કારણે તે નાનો મત્સ્ય, માછલીઓની હિંસા ન કરવા, ન કરાવવા છતાંય હિંસાના અનુમોદનના કારણે સાતમા નરકમાં ગયો. આમ, કરવા-કરાવવાની અપેક્ષા અનુમોદનાનું ક્ષેત્ર મોટું છે. કર્મબંધનનો મુખ્ય આધાર મન હોય છે. ક્રિયા સમાન હોવા છતાંય મનોભાવનામાં અંતર રહે છે. એક વ્યક્તિ જે નેત્રોથી પોતાની બહેનને જુએ છે, એ જ નેત્રોથી પોતાની પત્નીને પણ જુએ છે, પરંતુ મનોભાવનાનું અંતર રહે છે. બિલાડી પોતાના મોંઢામાં પોતાના બચ્ચાને પણ પકડે છે અને ઉંદરને પણ પકડે છે, પરંતુ બંનેની પકડમાં મનોભાવનાનું અંતર રહે છે. તેથી કર્મબંધનો મુખ્ય આધાર મનોભાવના છે - અધ્યવસાય છે. કહી શકાય છે કે શાસ્ત્રકારોએ તો મન-વચન-કાયા ત્રણેયને કર્મબંધનું કારણ કહ્યું છે, છતાં મનને જ કેમ મુખ્ય આધાર માનવામાં આવે ? એનું સમાધાન એ છે કે – “વચન અને કાયા સાથે પણ મન રહે છે, તેથી મનની મુખ્યતા માનવામાં આવે છે.” સારાંશ એ છે કે – “કોઈ સમયે કરવામાં પાપ વધુ લાગે છે અને કરાવવામાં ઓછું લાગે છે. ક્યારેક કરાવવામાં વધુ થાય છે. આ વાત વિવેક-અવિવેક પર નિર્ભર છે.” હા, એ આવશ્યક છે કે કરવાની અપેક્ષા કરાવવાનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વધુ છે અને કરાવવાની અપેક્ષા અનુમોદનાનું વધારે છે. એ જ વાત પુણ્ય અને ધર્મના માટે પણ છે. પ્રત્યેક કામમાં વિવેકની આવશ્યકતા છે. વિવેક ન હોવાથી અવિવેકના કારણે અલ્પારંભ પણ મહારંભ બની જાય છે. કોઈ એ પણ પ્રશ્ન કરી શકે છે કે જ્યારે પાપના કારણે અવિવેક રોકાયો ત્યારે જો કરનાર અને જેનાથી કરાવવામાં આવે તે બંને જ વિવેકી અને એ દશામાં સ્વયં ન કરીને એ બીજાથી જે વિવેકી છે, કરાવવામાં આવે તો શું આપત્તિ છે? એ દશામાં તો કરાવવામાં વધુ પાપ ન થાય? પછી ચાહે કરાવવામાં આવે કે કરવામાં આવે, તો સમાન જ હશે ? એનો જવાબ એ છે કે વિવેકની અપેક્ષા તો કરાવવામાં વધુ પાપ નહિ લાગે, પણ કરાવવામાં કરવાની અપેક્ષા જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વધુ ખુલ્યો છે, એનું પાપ તો વધુ લાગશે જ. આ વિષયમાં વિશેષતઃ વિવેક અને મનના ભાવો પર જ વધુ આશ્રિત રહેવું પડે છે. એક પ્રશ્ન એ થઈ શકે છે કે ગૃહસ્થ જ્યારે સામાયિકમાં બેસે છે ત્યારે તે કરવા - કરાવવાનું પાપ ત્યાગે છે. જ્યારે અનુમોદનાનું પાપ વધુ છે તો એનો ત્યાગ કેમ નથી કરતા? (૬૩૮ , , , , , , , , જિણામો) Page #136 -------------------------------------------------------------------------- ________________ મોટા પાપનો ત્યાગ કેમ નથી કરવામાં આવતો? આનો જવાબ એ છે કે અનુમોદનાનું પાપ ત્યાગવાની શક્તિ ન હોવાના કારણે જ આનો ત્યાગ નથી કરાવવામાં આવતો. પ્રત્યેક કામ પોતાની શક્તિ અનુસાર જ થાય છે. પરંતુ આનો એ અર્થ નથી કે કરવા-કરાવવાની અપેક્ષા અનુમોદનાનું પાપ નાનું છે. તેથી એકાંત આગ્રહને છોડીને તટસ્થ ભાવથી વસ્તુતત્ત્વનો વિચાર કરવો જોઈએ. શ્રાવક અને વ્યવસાયઃ ગૃહસ્થ અવસ્થામાં રહેતાં પ્રત્યેક શ્રાવકને પોતાનું, પોતાના પરિવાર તથા પોતાના આશ્રિતોનું પાલન-પોષણ કરવા તથા એમનો નિર્વાહ કરવા માટે કંઈક ને કંઈક ઉદ્યોગધંધા કે નોકરી અથવા કર્મ કરવું જ પડે છે. જીવિકોપાર્જન કરવું ગૃહસ્થનું મહત્ત્વપૂર્ણ દાયિત્વ છે. એના વગર એનું ગૃહસ્થજીવન ચાલી નથી શકતું. જીવનનિર્વાહની મૂળભૂત ચીજોની પૂર્તિ થયા પછી જ માનવને ધર્મ-કર્મ, ભકિત, કલા, સાહિત્ય કે સંસ્કૃતિ વગેરેના વિશે વિચાર કરવાનો અવસર મળે છે. ભૂખ્યા આદમી માટે ધર્મ-કર્મ વગેરે કોઈ મહત્ત્વના નથી. ભૂખની સમાન બીજી કોઈ વેદના નથી. સુધાનો પરિષહ પ્રથમ અને મુખ્ય પરિષહ માનવામાં આવ્યો છે. ભૂખથી પીડિત વ્યક્તિ કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર નથી કરતી. ભૂખ્યો માણસ શું પાપ નથી કરતો ! ભૂખ્યાને પહેલાં ભોજન જોઈએ, ભજન નહિ કહ્યું છે - बुभुक्षितैर्व्याकरणं न भुज्यते, पिपाक्षितैः काव्यरसो न पीयते । એક માણસ ભૂખ્યો છે, એવી સ્થિતિમાં વ્યાકરણથી એનું પેટ નહિ ભરાય. તરસ્યો વ્યક્તિ કાવ્યરસથી પોતાની તરસ નથી બુઝાવી શકતો. એમને તો ભોજન અને પાણી જોઈએ. ભૂખથી વ્યાકુળ પર શું વીતે છે એ ભકતભોગી જ જાણી શકે છે. તેથી મનુષ્યોની સુધાને શાંત કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયોનો આવિષ્કાર અને એમનો પરિષ્કાર કરવામાં આવ્યો છે. યુગલિક કાળમાં કલ્પવૃક્ષોથી બધા પ્રકારની જરૂરિયાતોની પૂર્તિ થઈ જતી હતી. તેથી મનુષ્ય સમાજની સામે જીવનનિર્વાહની કોઈ સમસ્યા નહોતી. પરંતુ જ્યારે કાળ સ્વભાવથી કલ્પવૃક્ષોએ ફળ આપવાં બંધ કરી દીધાં, તો માનવ-સમાજના સામે જીવનનિર્વાહની કઠિનતમ સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ. માનવજાતિના મહાન સૌભાગ્યથી આદિ તીર્થકર ભગવાન ઋષભદેવે તત્કાલીન માનવ-સમાજને જીવનનિર્વાહની રીતિઓ, નીતિઓ અને વિધિઓ બતાવી. એમણે કરુણાથી આપ્લાવિત થઈને જન-સમુદાયને કૃષિ, મષિ અને અસિનું શિક્ષણ આપ્યું, કલાઓ શીખવાડી, સમાજ-વ્યવસ્થા સ્થાપિત કરી અને અંતમાં ધર્મ પ્રરૂપિત કરી મોક્ષમાર્ગની સ્થાપના કરી. અત્યંત ઋણી છે માનવજાતિ એ આદિનાથ ભગવાનની. જીવનની મૂળભૂત અન્ન-વસ્ત્ર વગેરે સંબંધિત આવશ્યકતાઓની પૂર્તિ-હેતુ ગૃહસ્થ શ્રાવકને જીવિકોપાર્જનનો કોઈ ઉપાય અપનાવવો પડે છે. વ્યવસાય કે નોકરીનું અવલંબન એને લેવું પડે છે. પરંતુ વિવેકવાન શ્રાવક પોતાના વ્યવસાય કે જીવિકોપાર્જનનાં સાધનોને અપનાવતાં પૂર્વ આ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે તે જીવિકોપાર્જનનું સાધન સાત્ત્વિક હોય, નીતિસંમત હોય, અલ્પારંભી હોય, કોઈ અન્યનું શોષણ કરનાર ન હોય. વિવેકી શ્રાવક [ અહિંસા-વિવેક છે. તે છે, જે સ૩૯) Page #137 -------------------------------------------------------------------------- ________________ એવો વ્યવસાય કે ધંધો નથી કરતો જે મહારંભી હોય, જેમાં ખૂબ વધુ સ્થળ હિંસા થતી હોય, જે નીતિસંમત ન હોય, જે રાષ્ટ્ર કે સમાજ-વિરોધી હોય. શ્રાવક જે પણ વ્યવસાય કે ધંધો કરશે, એને ખૂબ જ વિવેકપૂર્વક સાવધાનીથી કરશે. છતાંય લાચારીવશ ક્યાંક સ્થળ હિંસા થઈ જાય તો તે ઉદ્યોગી હિંસા છે, અને એનાથી શ્રાવકનું અહિંસાવ્રત ભંગ નથી થતું. ઉદ્યોગી હિંસાનો એ મતલબ નથી કે શ્રાવક ચાહે જે ધંધો કરવા માટે સ્વતંત્ર થઈ ગયો હોય. શ્રાવક એવો વ્યવસાય તો કદી નથી કરી શકતો, જે અનૈતિક હોય, ત્રસ જીવોના વધથી નિષ્પન્ન થયેલી ચીજોનો હોય, દેશ અને સમાજના માટે હાનિકારક હોય. તે એવા ઉદ્યોગ-વ્યવસાય તો કદી નહિ કરે, જેમાં પ્રત્યક્ષ કે સ્થૂળ હિંસા થતી હોય, જેમ કે - માંસ, માછલી, ઈંડાંમરઘી, ખાલ, ચામડી, હાડકાં, કસાઈખાનું, શરાબખાનું, નશીલી ચીજોનો ઉદ્યોગ કે વેપાર. પંદર કર્માદાન : ભગવાન મહાવીરે શ્રાવક માટે કેટલાક વ્યવસાયોને કર્માદાનમાં પરિગણિત કર્યા છે અને એમને શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય બતાવ્યા છે. કર્માદાન સંજ્ઞક વ્યવસાય એટલા માટે શ્રાવક માટે સર્વથા વર્જનીય છે કે એમાં ત્રસ જીવોની પ્રાયઃ જાણીને-જોઈને હિંસા થાય છે. સ્થાવર જીવોનો પણ પ્રચુર પ્રમાણમાં ઘમસાણ થાય છે, નૈતિક દૃષ્ટિથી પણ એમાં અનેક વ્યવસાયો અત્યંત ધૃણિત તથા અનાચરણીય છે. રાષ્ટ્ર તથા સમાજની દૃષ્ટિએ પણ અનેક વ્યવસાય ઘાતક છે. અનેક વ્યવસાયોમાં ગરીબોનું અત્યધિક શોષણ અને જીવોની ઉત્પન્ન થાય છે. તે પંદર પ્રકારના કર્માદાન (વ્યવસાય) આ પ્રકારે છે : (૧) ઇંગાલ કમે (અંગાર કર્મ) : મોટાં-મોટાં જંગલો સળગાવીને લાકડાંઓના કોલસા બનાવી, એમને વેચવાનો વ્યવસાય કરવો. (૨) વણ ઉમે (વન કર્મ) : મોટાં-મોટાં જંગલોનાં હક લઈને લાકડાંઓ કપાવવા તથા વેચવાનો ધંધો કરવો. (૩) સાડી કમે (શકટ કર્મ) ગાડી-ગાડાં વગેરે બનાવવા - વેચવાનો વ્યવસાય કરવો. (૪) ભાડી કમે (ભાટક કર્મ) ઊંટ, ઘોડા, બળદ, ગધેડા, ખચ્ચર વગેરે પશુઓ પર અતિ બોજ (વજન) લાદીને એનાથી ભાડું કમાવું. (૫) ફોડી કર્મો (સ્ફોટ કર્મ) પથ્થર વગેરે તોડવા તથા ખાણ વગેરે ખોદવા માટે બૉમ્બ પાથરીને દારૂખાનાથી ફોડવા. (૬) દંત વાણિજ્જ (દંત વાણિજ્ય) ઃ હાથી વગેરેના દાંત, નખ, કેશ, ચંવરી, ગાયના બાલ, ખાલ વગેરે ત્રસ જીવોનાં અંગોને વેચવાનો વેપાર કરવો. (૭) લકખ વાણિજ્જ (લાક્ષા વાણિજ્ય) ઃ લાખ, પેન્સિલ વગેરેનો વેપાર કરવો. (૮) રસ વાણિજે (રસ વાણિજ્ય) : દારૂ, મધ, ચરબી વગેરે વેચવાનો વ્યવસાય કરવો. (૪૦) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0X જિણધમો) Page #138 -------------------------------------------------------------------------- ________________ (૯) કેસ વાણિજ્જ (કેશ વાણિજ્ય) : કેશવાળી દાસીઓ તથા અન્ય દ્વિપદ, ચતુષ્પદ પશુ-પક્ષી વેચવાનો વ્યવસાય કરવો. (૧૦) વિસ વાણિજ્જ (વિષ વાણિજ્ય): વિષ, શસ્ત્ર વગેરે પ્રાણઘાતક વસ્તુઓને વેચવાનો વેપાર કરવો. (૧૧) જંતપીલન કમે (યંત્ર પીડન કર્મ) : મોટાં-મોટાં યંત્રોથી તલ, શેરડી વગેરે પીલવાનો વ્યવસાય કરવો. (૧૨) ણિલંછણ કમે (નિલાંછન કર્ય) ઃ જાનવરોને બધિયા (ખસી) કરવી, ડામ દેવો, નાક વીંધવું વગેરે અંગછેદનનો વ્યવસાય કરવો. (૧૩) અસઇજણ પોસણયા કર્મો (અસતીપોષણ કર્મ) કુલટા સ્ત્રીઓને રાખીને એમના દ્વારા ધન કમાવું. (૧૪) દવગ્નિદાવણયા કમે (દવદાવ કર્મ) : જંગલમાં આગ લગાવીને એને સળગાવવાનો વ્યવસાય કરવો. (૧૫) સરદહતલાય સોસણયા કર્મો (સરઢંહતડાગ શોષણ કર્મ) : તળાવ, સરોવર, ઝરણું વગેરેને સૂકવવાનો ધંધો કરવો. ઉક્ત ૧૫ કર્માદાન (પાપ કર્મના સ્ત્રોત) વિશેષ હિંસાકારી તથા મહારંભી ધંધા છે, તેથી શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય છે. વિવેકી શ્રાવકને કદીયે આ કર્માદાનોનું સેવન (વ્યવસાય) ન કરવું જોઈએ. જીવનમાં નાની-મોટી હિંસા તો અપરિહાર્ય છે, આજીવિકાના ક્ષેત્રમાં પણ એનાથી પૂરી રીતે બચી નથી શકાતું. છતાંય ઉદ્યોગ-ધંધાઓમાં વિવેક હોવો જોઈએ, અન્યથા અવિવેકના કારણે ઉદ્યોગિની હિંસા પણ મહારંભી બની શકે છે. શાસ્ત્રમાં મહારંભને નરકનું દ્વાર બતાવવામાં આવ્યું છે, તેથી શ્રાવકને પોતાની આજીવિકાના નિર્ધારણ તથા નિર્વાહ આ રીતે વિવેકના ત્રાજવામાં તોલીને કરવો જોઈએ, જેમાં મહારંભ ન હોય. જે વ્યવસાય અલ્પારંભવાળો હોય, જે સમાજ કે દેશ માટે અહિતકર ન હોય, જેમાં બીજાઓનું શોષણ ન થતું હોય, એવો સાત્ત્વિક વ્યવસાય જીવનનિર્વાહ હેતુ તથા સમાજ સેવાર્થ કરવો શ્રાવક માટે ઉચિત છે. મહારંભી ધંધા જેમાં ત્રસ વગેરે સ્થૂલ જીવોની પ્રચુર તથા પ્રત્યક્ષ હિંસા થતી હોય, જે દુર્વ્યસનોના પ્રેરક હોય, જે સમાજ કે દેશ માટે ઘાતક હોય, જે અનૈતિક હોય, એવા ધંધાઓથી શ્રાવકે દૂર રહેવું જોઈએ. વ્યવસાયનો ઉદેશ્ય : - શ્રાવકના વ્યવસાયનો ઉદ્દેશ્ય જીવનનિર્વાહ માત્ર હોય છે. પોતાનું અને પોતાના આશ્રિત રહેલા પરિવાર વગેરેના ભરણ-પોષણ તથા યોગ-ક્ષેમ કરવો શ્રાવકનું દાયિત્વ હોય છે. આ દાયિત્વના નિર્વાહ-હેતુ તે વ્યવસાય કરે છે, ન કે ધનની લાલચના કારણે. જે વ્યવસાયમાંથી જીવનનિર્વાહનો ઉદ્દેશ્ય નીકળી જાય છે અને ધનોપાર્જનની લોલુપતા તથા સંગ્રહવૃત્તિનો [ અહિંસા-વિવેકી જે છે છે કે જે ૧૪૧) Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ થઈ જાય છે, ત્યાં વ્યવસાયની શુદ્ધિ નથી રહી શકતી. ધનની લોલુપતા વ્યવસાયને અપ્રામાણિક, અનૈતિક તથા પાપમય બનાવી દે છે. વ્યવસાયમાં ઘૂસેલી વધુ નફાખોરી, સંગ્રહખોરી, કાળાબજારી, બેઈમાની, વિશ્વાસઘાત, શોષણવૃત્તિ વગેરે ખરાબીઓ ધનલોલુપતાનું પરિણામ છે. આ ધારણા અત્યંત ભ્રમપૂર્ણ છે કે બેઈમાની કે જૂઠ વગર પેટ નથી ભરાતું કે વેપારમાં બધું ચાલે છે. સાત્ત્વિક વ્યવસાયથી આસાનીથી પેટ ભરી શકાય છે. હા, પેટી કે તિજોરી નથી ભરી શકાતી. શ્રાવકના વ્યવસાયનો ઉદ્દેશ્ય પેટ ભરવું (જીવનનિર્વાહ) થાય છે, પેટી ભરવી (ધનસંગ્રહ) નહિ. તેથી શ્રાવકને અલ્પારંભવાળો સાત્ત્વિક વ્યવસાય ઈમાનદારીપૂર્વક પ્રામાણિકતાથી, સમાજસેવાની ભાવનાથી કરવો જોઈએ. શું સટ્ટો, જુગાર કે વ્યાજ અહિંસક વ્યવસાય છે ? વ્યવસાયના વિષયમાં લોકોમાં અનેક પ્રકારના ભ્રમ અને ખોટી ધારણાઓ ઘર કરી ગઈ છે. સાધારણ લોકો સમજે છે કે ખેતી વગેરે ઉત્પાદક અને પરિશ્રમમૂલક વ્યવસાયોમાં તો જીવોની હિંસા થોડા-ઘણા અંશોમાં થાય જ છે, પણ સટ્ટામાં, જુગારમાં અને વ્યાજના ધંધામાં કોઈ પ્રકારની જીવહિંસા નથી થતી, તેથી એ ધંધા શ્રાવક માટે ઉચિત છે. સટ્ટામાં માત્ર જબાન(મોઢા)થી સોદો કરવાનો હોય છે, એમાં હાજર માલની કોઈ ઝંઝટ નથી રહેતી, માલ ઉઠાવવો-મૂકવો, તોલવો-સ્ટૉક કરવામાં પ્રપંચ નથી રહેતો. એમાં જીવોની પ્રત્યક્ષ હિંસા પણ નથી થતી. જુગારમાં બસ તાશનાં પત્તાંઓના બળે જ માલ-માલ થઈ જાય છે. ક્યાંય કોઈ ઝંઝટ કે જીવહિંસા નથી થતી. આ જ રીતે વ્યાજમાં પણ કોઈ આરંભ કે જીવહિંસા નથી થતી. તેથી જીવહિંસાથી બચવા માટે સટ્ટો, જુગાર કે વ્યાજનો વ્યવસાય કરવો, ખેતી, વેપાર વગેરે ધંધાઓની અપેક્ષા શું સારો નથી ? ઉપર-ઉપર જોવાથી તો એવું લાગે છે કે સટ્ટા, જુગાર કે વ્યાજના વ્યવસાયમાં પ્રત્યક્ષ જીવહિંસા નથી થતી, પરંતુ થોડા ઊંડાણમાં ઊતરીને વિચારવામાં આવે તો પ્રતીત થશે કે ઉક્ત કાર્યોમાં ભયંકર હિંસાના બીજ રહેલાં છે. સાધારણ લોકોની દૃષ્ટિ ઉપર-ઉપરની વસ્તુ જ જોઈ શકે છે, જ્યારે શાસ્ત્રકાર અને તત્ત્વદર્શી, મહોપકારી, મહાપુરુષ, સૂક્ષ્મદર્શી, દૂરદર્શી અને ઊંડાણમાં ઊતરીને મળેલા સત્યને પ્રગટ કરનાર હોય છે. એ બધા તત્ત્વચિંતકો અને મનીષીઓએ પોતાના સૂક્ષ્મ ચિંતનથી એ જાણ્યું અને પ્રતિપાદિત કર્યું છે કે જુગારસટ્ટો-વ્યાજમાં ભલે ઉપર-ઉપરથી જીવહિંસા થતી દેખાતી ન હોય, પરંતુ એમના અંદર ભયંકર અને ઘોર મહાહિંસાનાં બીજ રહેલાં છે, જે સમય જોઈને અત્યંત ઘાતક રૂપમાં સામે આવે છે. નાના વડના બીજને જોઈને એ કલ્પના નથી કરી શકાતી કે કાલાંતરમાં આ વિશાળ વટવૃક્ષનું રૂપ લેશે, પરંતુ આ એક સત્ય છે. આ જ રીતે સટ્ટા-જુગારમાં ભલે હિંસા, બીજ જેવી નાની દેખાતી હોય, પરંતુ એ નાની નથી. એ સમય જોઈને વટવૃક્ષની જેમ વિશાળ રૂપ ધારણ કરી લે છે અને અત્યંત વિકરાળ રૂપમાં સામે આવે છે. તેથી શાસ્ત્રકાર અને નીતિકારે આ વ્યવસાયોની નિંદા કરી છે. એ વ્યવસાય અલ્પારંભી નથી, મહારંભી છે. જો કે એમાં બહારથી કોઈ હિંસા દેખાતી નથી પણ અંદર હિંસાનો ઊંડો ડાઘ છે, જે દૂર-દૂર જિણધો ૪૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ સુધી ન જાણે કેટલાય પરિવારોને નષ્ટ કરી દે છે. નીતિકારોએ જે સાત દુર્વ્યસન બતાવ્યાં છે, એમાં જુગાર-સટ્ટો પ્રથમ છે. જુગારીઓ અને સટોડિયાનું અંતઃકરણ સંક્લેશમય અને હંમેશાં વ્યાકુળ રહે છે. આ વ્યવસાયના કારણે સમાજમાં અને વ્યક્તિના જીવનમાં અનેક દોષો પ્રવેશ કરી દે છે, એમનું પરિણામ ખૂબ જ ભયંકર રૂપમાં સામે આવે છે. એ કહેવું કે - ‘સટ્ટા-જુગારના ધંધામાં જીવહિંસા નથી થતી, ભયંકર અજ્ઞાન છે.' આ ધંધામાં એટલી વધુ ભયંકર હિંસા થાય છે, જેનું વર્ણન નથી થઈ શકતું. આ ધંધો હજારો પરિવારો અને એમના લાખો સભ્યોને બરબાદીમાં નાખીને એમની ક્ષણ-ક્ષણ હિંસા કરી રહ્યા છે. સટ્ટા-જુગારમાં હારેલી અનેક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે. સટોડિયાઓ અને જુગારીઓનાં બાળકો અને પત્નીઓ ખૂબ મુસીબતોમાં ફસાયેલી રહે છે. એમની ખૂબ દુર્દશા થાય છે. શું આ ઓછી ભયંકર હિંસા છે ! હજારો પરિવારોની દુર્દશા અને બરબાદીનું કારણ આ જુગાર-સટ્ટાનું દુર્વ્યસન છે. એમાં જીવહિંસા ન થવાની વાત કરવી અગ્નિને શીતળ બતાવવા સમાન છે. જુગાર અને સટ્ટાની આવક પણ અનર્થકારી છે અને નુકસાનકર્તા પણ, અનિષ્ટ પેદા કરનાર હોય છે. બંને સ્થિતિઓ અનર્થોને જન્મ આપે છે, તેથી આ બેધારી તલવારની જેમ ભયંકર અને ઘાતક છે. જ્યારે કોઈ વ્યક્તિ સટ્ટા-જુગારમાં કમાય છે ત્યારે તે એ પ્રાપ્ત ધનરાશિને મોજશોખમાં ઉડાવી દે છે,. એશોઆરામમાં ખર્ચી નાખે છે, તે રાશિ (રકમ) એને અનાયાસ, પરસેવા પાડ્યા વગર, મફતમાં જ પ્રાપ્ત થાય છે; તેથી તે એને ખર્ચ કરવામાં બેજવાબદાર બની જાય છે. એ મફતની કમાઈના સાથે અનેક દુર્વ્યસન પણ આવી જાય છે. અનેક અનૈતિક કાર્યો અને દુરાચારોનો એ શિકાર બની જાય છે. એ અનીતિ અને મફતની કમાઈ એની બુદ્ધિને વિકૃત બનાવી દે છે, અને વિકૃત બુદ્ધિ અનેક દુર્ગુણોને આમંત્રિત કરે છે. એ કમાઈ વધુ દિવસો સુધી નથી ટકતી અને પછી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સટ્ટા-જુગારની કમાઈ વિલાસિતાને વધારે છે અને ધર્મધર્મને હાનિ કરે છે. તેથી સટ્ટા-જુગારની કમાઈને પણ નીતિકારોએ અનર્થકારી બતાવી છે. સટ્ટા-જુગારમાં થનારી હાનિ એટલી અનિષ્ટકારી હોય છે કે અનેક વાર વ્યક્તિ આત્મહત્યા સુધી કરી નાખે છે એવા સેંકડો ઉદાહરણ સાંભળવાં મળે છે. જુગાર-સટ્ટાના ધંધામાં કર-સંપત્તિની વિશેષ જરૂરિયાત ન હોવાથી અમર્યાદિત નફો-નુકસાન થઈ જાય છે. એ પરિસ્થિતિમાં હોશ-હવાસ ઊડી જાય છે અને વ્યક્તિ આર્તધ્યાનથી ગ્રસ્ત થઈ જાય છે. આર્તધ્યાન માનસિક હિંસાનો સ્રોત છે. એક પ્રસિદ્ધ સંતે ઉલ્લેખ કર્યો છે કે - “એમની પાસે એક વ્યક્તિ આવી અને કહેવા લાગી : “મહારાજ ! અત્યાર સુધી હું ખેતીનો ધંધો કરતો હતો. ખૂબ દુ:ખી હતો અને મહારંભના કારણે સમય પણ નહોતો મળતો. હવે ચાંદીનો સટ્ટો કરું છું. કોઈ ઝંઝટ નથી. જમીનો વેચી દીધી છે. ખૂબ સમય મળે છે અને ખૂબ મજામાં છું.” બે મહિના પછી એ અહિંસા-વિવેક ૪૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ જ ગૃહસ્થ એક દિવસ એ સંતના પાસે ઉદાસ થઈને આવ્યો અને કહેવા લાગ્યો : “મહારાજ ! બધું ખોઈ દીધું. બધી સંપત્તિ ચાલી ગઈ. કોઈ કામનો ના રહ્યો.” આ ઉલ્લેખથી આંખો ખૂલી જવી જોઈએ અને સમજી લેવું જોઈએ કે સટ્ટો-જુગાર કેટલો ઘાતક અને અનર્થકારી છે. ખરા અર્થોમાં સટ્ટો-જુગાર કોઈ વ્યવસાય નથી, છતાં એક સામાજિક અને રાષ્ટ્રીય અપરાધ છે. આ વ્યવસાયમાં કંઈક નવું ઉત્પાદન નથી થતું, પણ ધનની હેરાફેરી માત્ર થાય છે. પૈસો એકના ખિસ્સાથી નીકળીને બીજાના ખિસ્સામાં ચાલ્યો જાય છે. નવું કંઈ પેદા નથી થતું અને ખર્ચ તો થાય છે આમ, અનુત્પાદક વ્યવસાય સમાજ અને રાષ્ટ્રને માટે અહિતકર અને હાનિકારક છે. માટે સરકાર પણ આને અપરાધ માને છે. સમાજ કે રાષ્ટ્રની કોઈ વ્યક્તિ જો પોતાના શ્રમથી કંઈક ઉત્પાદન નથી કરતી કે કોઈ સમાજ દેશ માટે હિતકારી પ્રવૃત્તિ નથી કરતો તો તે દેશ કે સમાજ માટે ભારરૂપ થાય છે. માટે નૈતિક, ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય, પારિવારિક અને વૈયક્તિક બધી દષ્ટિઓથી સટ્ટો-જુગાર-વ્યાજનો ધંધો વર્જનીય અને ત્યાજ્ય છે. વ્યાજનો વ્યવસાય શોષણ-વૃત્તિનો પ્રતીક છે. વ્યાજખોર વ્યક્તિ ગરીબ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલે છે. વ્યાજખોરની માનવીય દયા સમાપ્ત થઈ જાય છે, એનું હૃદય કઠોર થઈ જાય છે. વ્યાજખોરમાં ધનની લાલસા તીવ્ર થઈ જાય છે. પ્રાયઃ ગરીબ લોકો જ ઊંચા વ્યાજના શિકાર બને છે. જેની પાસે પહેલાંથી અર્થની તંગી છે, એમના પાસેથી વધુ વ્યાજ વસૂલવું નિર્દયતા અને કઠોરતા નથી તો શું છે? વ્યાજખોરોના કારણે હૃદય ખૂબ નાનું અને કઠોર બની જાય છે. માટે વ્યાજની જીવિકા શોષણ અને કઠોરતાની સૂચક છે. વ્યાજની આવક પસીનાની કમાઈ નથી. તે એક પ્રકારની મફતખોરી (મફતિયું) છે. વ્યાજથી પણ નવું કંઈ જ ઉત્પાદન નથી થતું, તેથી રાષ્ટ્રીય દષ્ટિએ એ કોઈ વ્યવસાય નથી, પણ સંગ્રહખોરીનો પુરસ્કાર માત્ર છે. - નિષ્કર્ષ એ છે કે જુગાર-સટ્ટો કે વ્યાજનો વ્યવસાય દ્રવ્ય હિંસાજનક ન હોવા છતાંય ભાવ હિંસાજનક છે. એમાં બીજાને ઈરાદાપૂર્વક ચૂસવાની વૃત્તિ હોય છે, માટે શ્રાવકને એવા નિંદ્ય વ્યવસાય ન કરવા જોઈએ. શું કૃષિ મહારંભ છે ? કૃષિ કર્મ મહારંભ નથી. જેમ કે કંઈક જૈન ધર્માનુયાયી જ ભ્રાંત ધારણાને વશીભૂત થઈને કહે છે. કૃષિ પોતાની સાથે કરુણા અને અહિંસાનો સંદેશ લઈને યુગ વગેરે પ્રવર્તક પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ દ્વારા પ્રવર્તિત થઈ છે. આ ખૂબ દુઃખ અને વિસ્મયનો વિષય છે કે ભગવાન ઋષભદેવના કથિત અનુયાયી જ જગતની સુધાને અહિંસક રીતે શમન કરનાર કૃષિ કર્મને મહારંભનું કાર્ય બતાવે છે. કલ્પના કરો એ સ્થિતિની જો ભગવાન આદિનાથ, એ કાળમાં કૃષિ કર્મનું શિક્ષણ પ્રદાન નથી કરતા ત્યારે શું થાત? કલ્પવૃક્ષોએ ફળ દેવું બંધ કરી દીધું હતું, અને તત્કાલીન માનવ-સમાજની સામે સુધાને શાંત કરવાની જ્વલંત (૪૪) છે છે છે તે જિણધમો) Page #142 -------------------------------------------------------------------------- ________________ સમસ્યા ઊભી થઈ ગઈ હતી. જો ભગવાન ઋષભદેવ એ સમયે લોકોને કૃષિ વગેરેનું શિક્ષણ ન આપતા તો માનવ-સમાજ સુધાતુર થઈને પ્રાણીઓને અને પોતાની જાતિને જ ખાવા લાગત. એ સ્થિતિમાં કેટલી ભયાનક હિંસા થાત ! આ વાતની પુષ્ટિમાં અન્ય પ્રમાણની આવશ્યકતા નથી, પ્રત્યક્ષ પ્રમાણ આ વાતને સિદ્ધ કરે છે. પ્રભુ ઋષભદેવની આ કૃષિમય સંસ્કૃતિ જ્યાં નથી પહોંચી ત્યાં આજે પણ પ્રાણીઓનું માંસ જ સુધાની નિવૃત્તિનું સાધન બની રહ્યું છે. જ્યાં કૃષિ નથી હોતી, ત્યાં માંસાહાર જ પ્રચલિત છે. ત્યાં કૃષિના અભાવમાં કેટલી ભીષણ હત્યા પ્રચુર માત્રામાં થઈ રહી છે, આ ખૂબ ગંભીરતાથી વિચારણીય વિષય છે. પ્રભુ ઋષભદેવે કૃષિકાર્યનું શિક્ષણ આપીને જગતને મહાન હિંસાના માર્ગથી હટાવ્યું છે અને માનવજાતિને અહિંસક રીતિથી જીવનનિર્વાહની વિધિ બતાવી છે. આ અહિંસક વિધિને મહારંભનું કાર્ય બતાવવું ભગવાન ઋષભદેવની આશાતના કરે છે. આચાર્ય સમંત ભદ્ર ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતાં કહ્યું છે - શરીર ધ્યાતિષ શર્મ પ્રજ્ઞા:” - બૃહસ્વયંભૂ સ્તોત્ર ભગવાન ઋષભદેવના કોમળ હૃદયમાં અપાર કરુણાનું ઝરણું વહ્યું. એમણે જોયું કે આખી જનતા ભૂખથી પીડિત થઈને નષ્ટ થઈ જશે. પરસ્પર લડી-લડીને મરી જશે, લોહીની ધારાઓ વહેવા લાગશે, તો ભગવાને એ અકર્મ પ્રજાને કર્મની પુરુષાર્થની ચેતના આપી. કિંકર્તવ્યમૂઢ પ્રજાને દેશ-કાળાનુસાર કર્મભૂમિમાં અવતરિત કરી અને ભૂખની સમસ્યાને કૃષિકર્મના શિક્ષણ દ્વારા હલ કરી. જો કોઈ એ કહે કે ભગવાને જ્યારે અસિ-મષિ-કૃષિની કલાઓ શીખવાડી હતી ત્યારે તે ભગવાન નહોતા. તે છમસ્થ હતા. પરંતુ એવું કહેનાર શું એ નથી જાણતા કે એ સમયે તે ભગવાન મતિ-શ્રુત-અવધિ આ ત્રણ જ્ઞાનથી સંપન્ન હતા. એમનું અવધિ જ્ઞાન લૂલ-લંગડું કે ભૂલે-ભટકેલું (વિભંગ જ્ઞાન) નહોતું. આ વિશાળ અવધિ જ્ઞાન હતું. એ સ્થિતિમાં એમણે જે જ્ઞાન આપ્યું, જે કલાઓ શીખવાડી, તે મહારંભવાળી કેવી રીતે કહી શકાય છે ? જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ'માં પાઠ છે કે - “પાદિયા ૩વસિર્ફ ” ભગવાને પ્રજાના હિત માટે, સુખ-સુવિધા માટે કૃષિ વગેરેનો ઉપદેશ આપ્યો. એવું સ્પષ્ટ તથા સચોટ પ્રમાણ હોવા છતાંય કૃષિને મહારંભનું કાર્ય બતાવવું તીર્થકર દેવની અવમાનના અને આશાતના છે. જૈન સિદ્ધાંત અનુસાર મહારંભ નરકનું દ્વાર છે. જો કૃષિ કર્મ મહારંભ હોત તો શ્રી ઋષભદેવ ભગવાન જનતાને કૃષિ કર્મનું શિક્ષણ કેમ આપતા ? શું તે જનતાને નરકમાં મોકલવા માંગે છે? એક તરફ ભગવાનને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન અને પરમ કૃપાળુ માનવા અને બીજી તરફ એમના દ્વારા પ્રવર્તિત કૃષિ કર્મને મહારંભી બતાવીને એના કારણે નરકની ભૂમિકાને તૈયાર કરનાર બતાવવું કેટલું અસંગત અને પરસ્પર વિરોધી કથન છે? શું કોઈ [ અહિંસા-વિવેક છે. મજ૫) Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈને એ કહેવાનું સાહસ કરી શકે છે કે - “ભગવાન ઋષભદેવે જનતાને નરકમાં જવાનો રસ્તો બતાવ્યો છે !' કદી નહિ. તો એની સાથે એણે એ પણ માનવું પડશે કે ભગવાન ઋષભદેવે જનતાને ભૂખથી બચાવવા માટે જે કૃષિ કર્મ બતાવ્યું, એ મહારંભનું કાર્ય નથી, પણ અલ્પારંભનું કાર્ય છે. ભગવાન ઋષભદેવ તત્કાલીન જનતાને મહારંભથી અલ્પારંભની તરફ લઈ ગયા, મહાહિંસાથી અલ્પહિંસાની તરફ લઈ ગયા, નિર્દયતાથી દયાની તરફ લઈ ગયા. જો ભગવાન એવું ન કરતા તો જગતમાં સર્વત્ર માંસાહારનું જ પ્રચલન હોત. માંસાહારના વ્યાપક પ્રચલનને રોકવાની દૃષ્ટિથી પ્રભુએ કૃષિની પરંપરા ચલાવી. જ્યાં કૃષિની પરંપરા ચાલી અને અનાજનું ઉત્પાદન થયું ત્યાં આર્યતા બની અને અલ્પારંભ થયો. જ્યાં કૃષિની પરંપરા નથી ચાલી ત્યાં અનાર્યતા વિકસી, ક્રૂરતા જાગી અને પશુઓને મારીને ખાવાની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. નિષ્કર્ષ એ છે કે કૃષિ અહિંસાનું પ્રતીક છે. જ્યાં પણ કૃષિ અગ્રેસર થઈ ત્યાં અહિંસાનો સિદ્ધાંત પણ અગ્રેસર થયો. જ્યાં કૃષિ છે ત્યાં પશુપાલન પણ છે. આ રીતે કૃષિ અહિંસાના પથને પ્રશસ્ત કરતી રહી નથી. એવા કૃષિ કર્મને મહારંભ બતાવવામાં આવ્યો છે તે મોટો અફસોસ થાય છે. જિંદગીની મુખ્ય બે જ આવશ્યકતાઓ છે - અનાજ અને કપડાં. એ બંને કૃષિથી પ્રાપ્ત થાય છે. આ કેવી વિડંબના છે કે જીવન માટે અનાજનો ઉપયોગ તો કરવામાં આવે છે, પરંતુ જે અનાજ ઉપર જનજીવન નિર્ભર છે, એને ઉત્પન્ન કરનારા તો મહાપાપી કે મહારંભી કહેવામાં આવે છે ? જૈન તીર્થકરો દ્વારા પ્રરૂપિત જૈન ધર્મ અહિંસા પ્રધાન ધર્મ છે. તે વિશ્વમાં સર્વત્ર અહિંસાનો પ્રચાર અને પ્રસાર કરવા માંગે છે. એ ત્યારે જ સંભવ છે કે જ્યારે માંસાહારના પ્રત્યે લોકોમાં ધૃણા પેદા થાય. ધૃણિત અને હિંસક માંસાહાર ત્યારે જ છોડાવી શકાય છે જ્યારે વિકલ્પના રૂપમાં શાકાહારના પ્રત્યે આકર્ષણ અને એના લાભો એમને બતાવવામાં આવે. વિશ્વમાં વધતા માંસાહારના પ્રચલનને રોકવા માટે શાકાહાર એક સશક્ત વિકલ્પ છે. શાકાહારના પ્રત્યે રુચિ પેદા કરીને લોકોને માંસાહારના મહાપાપથી બચાવી શકાય છે. શાકાહારની પ્રચુર ઉપલબ્ધિ માટે કૃષિ કર્મ આવશ્યક છે. આ રીતે કૃષિ કર્મ, માંસાહારની વિકૃતિ અને એનાથી થનારા હિંસામય પાપ કર્મના વિરુદ્ધ એક સશક્ત વિકલ્પ અને પડકાર છે. હિંસાના વિરુદ્ધ આ પડકારને મહારંભ કહેવો કોઈ રીતે સંગત નથી. અહિંસાના પ્રચારક જૈન આચાર્યોએ લોકોને સમજાવ્યું છે કે - “પ્રકૃતિએ ધાન્ય, શાકભાજી, ફળ વગેરે અનેકવિધ સાત્ત્વિક ખાદ્ય પદાર્થ માનવને પ્રદાન કર્યા છે, તો માનવ કેમ અખાદ્યમાંસાહારનો ઉપયોગ કરે છે? પ્રકૃતિ અને કૃષિ દ્વારા પ્રદત્ત સાત્ત્વિક ખાદ્ય-સામગ્રીને છોડીને માંસાહાર કરવો માનવીય સહજ પ્રકૃતિનું પ્રતિકૂળ આચરણ કરવું છે. તાત્પર્ય એ છે કે પ્રકૃતિ અને કૃષિ દ્વારા પ્રદત્ત શાકાહારી સામગ્રીની વિપુલતા હોવા છતાંય લોકોનો માંસાહાર છોડાવી શકાય છે. આ રીતે કૃષિ મહારંભ રૂપ ન થતાં અહિંસાની સાધિકા સિદ્ધ થાય છે. (૪૬) એ છે કે જિણધમો Page #144 -------------------------------------------------------------------------- ________________ ‘જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ’ના બીજા વક્ષસ્કારમાં વર્ણન આવે છે કે - છઠ્ઠા આરામાં બધાં વૃક્ષો સમાપ્ત થઈ જશે. એ સમયના મનુષ્યો ગુફાઓમાં ચાલ્યા જશે અને મહાદુ:ખી થશે. ઉત્સર્પિણી કાળનો પહેલો આરો પણ આજ દુઃખમય અવસ્થામાં વીતી જશે અને જ્યારે બીજો આરો લાગશે ત્યારે વિવિધ મેઘ વરસશે અને પૃથ્વી પણ તપેલ ગોળા સમાન ગરમ થઈ ગઈ હતી, શાંત થઈ જશે અને આખી પૃથ્વી વનસ્પતિથી હરીભરી થઈ જશે. ત્યારે દરવાળા જીવ બહાર નીકળશે. એમના શરીરમાં માંસ ખાતાં-ખાતાં કુષ્ઠ-ખરજવું વગેરે બીમારીઓ થઈ ગઈ હતી, એ ઠંડી હવા લાગવાથી અને વૃક્ષોના ફળ ખાવાથી, દવા મળવાથી દૂર થઈ જશે. ત્યારે તે જનતાને ભેગા કરીને કહેશે કે જુઓ - ‘આપણા માટે પ્રકૃતિની કૃપા થઈ ગઈ છે અને એટલા સુંદર-સુંદર ફળ, ફૂલ અને વનસ્પતિઓ થઈ ગઈ છે. આજથી બધા પ્રણ કરો કે કોઈ માંસ નહિ ખાય. અગર કોઈ માંસ ખાશે તો આપણે એના પડછાયાને પણ સ્પર્શ નહિ કરીએ.’ આગમનો ઉક્ત પાઠ કહે છે કે - ‘માંસાહારના મહારંભે શું કર્યું અને શાકભાજી વગેરે વનસ્પતિએ શું ચમત્કાર બતાવ્યો ?’ શાકભાજી વગેરે વનસ્પતિએ ચાલ્યા આવતા માંસાહારના મહારંભને છોડાવી દીધો. વનસ્પતિઓ અને ખેતીવાડીથી પ્રાપ્ત ધાન્ય વગેરે કર્મભૂમિના પ્રારંભમાં પણ મહારંભથી બચાવે છે અને જ્યારે ઉત્સર્પિણીનો બીજો આરો લાગે છે ત્યારે પણ એ જ મહારંભથી બચાવે છે. ફળ, પત્તાંઓ અને વનસ્પતિઓ અલ્પારંભના પ્રતીક છે અને મહારંભને રોકવાનું ચિહ્ન છે. આમ, અહીં અને ત્યાં બંને જગ્યાએ જ્યારે વનસ્પતિઓ થઈ જાય છે અને ખેતી થાય છે તો માનવ-સમાજ-મહાહિંસાથી બચે છે. મહાહિંસાથી બચાવનાર કૃષિ કર્મ મહાહિંસા રૂપ કેવી રીતે હોઈ શકે છે ? કૃષિ સ્ફોટ કર્મ નથી : કૃષિને મહારંભ માનનારાઓનો મુખ્ય તર્ક છે કે કૃષિમાં જમીનને તોડવા(ચીરવા)માં આવે છે, તેથી તે સ્ફોટ કર્મ (ફોડી કમ્મ) નામના કર્માદાનની અંતર્ગત આવે છે. કર્માદાન પ્રચુર કર્મોના સ્રોત છે તેથી મહારંભ છે તથા શ્રાવક માટે વર્જનીય છે. આ તર્ક ખૂબ જ તુચ્છ અને સારહીન છે. એવું કહેનાર વ્યક્તિઓ ‘ફોડી કમ્મે’ના વાસ્તવિક અર્થને સમજતી નથી. ‘ફોડી’ શબ્દ સંસ્કૃતના ‘સ્ફોટ’ શબ્દથી બનેલ છે, જેનો અર્થ છે ધમાકો થવો કે ધડાકો થવો. જ્યારે પહાડ ખોદીને એમાં દારૂખાનું ભરવામાં આવે છે તો ધડાકો થાય છે અને પહાડો ટુકડા-ટુકડા થઈને અહીં-તહીં ઉછળી પડે છે. જ્યારે તે ઉછળે છે તો દૂર-દૂર સુધીના પ્રદેશમાં રહેલાં જાનવરો અને માણસો સુધી પણ ક્યારેક ક્યારેક મરી જાય છે કે ઘાયલ થઈ જાય છે. અનેક નિર્દોષ પ્રાણીઓના પ્રાણપંખેરું ઊડી જાય છે. ખાણો ખોદવા માટે આ પ્રમાણે દારૂખાનું લગાવી પહાડો તોડવામાં આવતા હતા. અને આજે પણ તોડવામાં આવે છે. આમ, વિસ્ફોટ દ્વારા પહાડો તોડવાનો વ્યવસાય ‘ફોડી કમ્મે’ કહેવાય છે. દારૂખાના દ્વારા ધડાકો કરવો વિસ્ફોટ કે સ્ફોટ કહેવાય છે. અહિંસા-વિવેક ૪૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ ખેતીમાં આ પ્રકારનો વિસ્ફોટ નથી કરવામાં આવતો. ખેતરોમાં દારૂખાનું ભરીને આગ નથી લગાવવામાં આવતી અને ન દારૂખાનાથી જમીન ખેડવામાં આવે છે. જમીન હળથી ખેડવામાં આવે છે સ્ફોટ નથી કરવામાં આવતો. સાધારણ રીતે એક બાળક પણ જાણે છે કે ખેતી માટે જમીન ખેડવામાં આવે છે, ફોડવામાં આવતી નથી. હળ ચલાવવાના કામને જમીન ખેડવી' કહેવામાં આવે છે, જમીન “ફોડવી' નહિ. હળથી જમીનને ફોડવી તો દૂર રહ્યું, જમીન ખોદવામાં પણ નથી આવતી. ખોદવું ત્યારે કહેવાય છે જ્યારે ઊંડો ખાડો કરવામાં આવે. હળથી જમીન ખેડવામાં, ખોતરવામાં આવે છે, તેથી “ફોડી કમે'ના અંતર્ગત નથી માનવામાં આવતી. કૃષિ” શબ્દ પણ “કૃષ' ધાતુથી બને છે, જેનો અર્થ થાય છે વિલેખન (ખોતરવું). વ્યાકરણના આચાર્યોએ સર્વત્ર કૃષનો અર્થ વિલેખન કરવો જ કહ્યો છે. કૃષિમાં જમીનનું વિલેખન થાય છે. હળ ચલાવવાથી ન તો જમીનનો સ્ફોટ થાય છે અને ન એમાં ખાડા જ થાય છે. એવી સ્થિતિમાં કૃષિને સ્ફોટ કર્મના અંતર્ગત બતાવવું ખૂબ મોટી ભ્રાંતિ (બ્રમ) છે. જૈનાચાર્યોએ દારૂખાનાથી વિસ્ફોટ કરવાને કર્યાદાન બતાવ્યું છે, કારણ કે સ્ફોટોથી પંચેન્દ્રિય જીવોની હિંસાનું પણ ઠેકાણું નથી રહેતું. ક્યારેક-ક્યારેક જોરદાર ધમાકાથી પહાડો પણ ખસકી જાય છે અને અનેક લોકો દબાઈને મરી જાય છે. ક્યારેક-ક્યારેક લોકો ગુફાઓમાં ઘૂસે છે ત્યારે ગેસ પેદા થઈ જાય છે તો અંદરના અંદર જ એમનો દમ લૂંટાઈ જાય છે. ખાણોમાં કામ કરતા સમયે જમીન ધસી પડવાથી અનેક લોકો અનેક વાર દબાઈને મરી જાય છે, તેથી એવા સ્ફોટ કર્મને મહાહિંસા કે મહારંભ કહેવામાં આવ્યો છે એ કર્માદાનમાં એને ગણાવવામાં આવ્યો છે. કયાં દારૂખાનાના વિસ્ફોટથી થનારી પંચેન્દ્રિય પ્રાણીઓની મહાહિંસાના કારણભૂત “ફોડી કમ્મ” કર્માદાન અને ક્યાં જગતની સુધાને સાત્ત્વિક ઢંગથી શાંત કરવા માટે ધાન્ય વગેરે પેદા કરનાર કૃષિ કર્મ. એકમાં છે પંચેન્દ્રિય પ્રાણીઓના દૂર વધની તીવ્ર સંભાવનાનું મહાપાપ અને બીજામાં છે પ્રાણીઓની ભૂખને નિર્દોષ ઢંગથી શાંત કરવાની અપાર કરુણા. ક્યાં તો શાસ્ત્રકથિત વિસ્ફોટમય ફોડ કમે અને ક્યાં ખેતીને ફોડી કમે માનવાની ભ્રાંત ધારણા. બંનેમાં આકાશ-પાતાળનું અંતર છે. કૃષિને સ્ફોટ કર્મ માનવાની મિથ્યા ધારણાવાળા તથા કૃષિને મહારંભી કહેનારાઓ મોટો અનર્થ પેદા કરી રહ્યા છે. કદાચ તે એને નથી સમજી શકતા. પરંતુ આનો અર્થ એ થાય છે કે એમણે ખેતી કરનારાઓને કસાઈઓની શ્રેણીમાં રાખી દીધા. તે સમજે છે કે આપણે કૃષિની આજીવિકાને ગહિત બતાવી રહ્યા છે, પણ તે વાસ્તવમાં કતલખાનાની આજીવિકાની ભયાનકતા અને ગહિતતાને ઓછી કરી રહ્યા છે. કારણ કે એને તે કૃષિની બરાબરીમાં રાખી રહ્યા છે. એક કૃષક અને એક કસાઈ જ્યારે એ સાંભળે છે કે કૃષિ પણ મહારંભ છે અને કતલખાનું ચલાવવું પણ મહારંભ છે, તો કૃષક શ્રમસાધ્ય કૃષિને છોડીને કતલખાનાંઓની જીવિકા કેમ નહિ ચલાવવા લાગે ? અને કસાઈ પોતાની જીવિકાને કૃષક (ખેડૂત) કોટિમાં મેળવીને શું સંતોષનો અનુભવ નહિ કરે ? શું આ કથનને સાંભળીને તે પોતાની પાપમય (૪૮) , , , , , , , , જિણધમો) Page #146 -------------------------------------------------------------------------- ________________ આજીવિકા છોડવાની પ્રેરણા પ્રાપ્ત કરશે ? ક્યારેય નહિ. તો કૃષિને મહારંભી કહેનારાઓ કેટલો અનર્થ કરી રહ્યા છે, એ એમના ગંભીર વિચારનો વિષય છે. શું આ પ્રકારની ખોટી વિવેચનાઓ કરવાથી પ્રભુ મહાવીરના ઉપદેશોની પ્રતિષ્ઠા નથી ઘટતી ?* અહીં ક્યાંય કૃષિનું નામ નથી. જમીન ફોડવાનો ધંધો કૃષિ કર્મ નથી. કૃષિ કર્મ અન્નોત્પત્તિનો વ્યવસાય છે. ‘દશવૈકાલિક સૂત્ર’ની પ્રથમ ચૂલિકા ગાથા-૧૪ના બીજા ચરણના તહાવિદ્ પ્રસંનમ વધુ’ની અવસૂરિના ‘તથાવિયં ત્વા સંયમ ધ્યાવિ સ્વયં વધું અસંતોષાત્પ્રભૂતં’નું ઉદ્ધરણ લેખકે આપ્યું છે, એનાથી કૃષિ મહારંભ રૂપથી કેવી રીતે સિદ્ધ થાય છે ? અહીં તો એ કહેવામાં આવ્યું છે કે - ‘અસંતોષના કારણે જે વ્યવસાય અમર્યાદિત રૂપથી કરવામાં આવે છે, એનાથી બહુ જ અસંયમ થાય છે.' આ કથન તો પ્રત્યેક વ્યવસાય પર લાગુ પડે છે, જે અસંતોષના કારણે ખૂબ માત્રામાં કરવામાં આવે છે. શું લેખક એવો વ્યવસાય બતાવી શકે છે, જેમાં અસંયમ ન હોય ! જ્યારે વ્યવસાય માત્ર અસંયમ છે તો કૃષિથી દ્વેષ કેમ ? જે બધાને અલ્પારંભી ભોજન પ્રદાન કરે છે. શું લેખક મહોદય આ રીતે અલ્પારંભી ધાન્ય વગેરેની ઉત્પત્તિને મહારંભ અને કર્માદાન બતાવીને માંસાહારની વકીલાત નથી કરી રહ્યા? લેખકે ‘ભગવતી’ શતક-૮, ઉર્દૂ-૯ની ટીકાનો ઉલ્લેખ કર્યો છે - ‘મહાગંમયાક્ તિ અપરિમિત વ્યાઘ્રારમ્ભતયેત્વર્થ:' અહીં પણ અપરિમિત - અમર્યાદિત કૃષિને મહારંભ કહ્યો છે ન કે મર્યાદિત કૃષિને અમર્યાદિત પ્રત્યેક વ્યવસાય મહારંભ જ છે-કૃષિ જ કેમ ? * સૈલાનાથી પ્રકાશિત ‘મોક્ષમાર્ગ’ના લેખકે સ્ફોટની ટિપ્પણીમાં (પૃષ્ઠ. ૧૮૬ ઉ૫૨) કૃષિને સ્ફોટ કર્મ માનવાની નાદાની ભરી ભૂલ કરી છે. એમણે જે ઉદ્ધરણો આ વિષયમાં પૂર્વાચાર્યો ઉદ્ધૃત કર્યા છે, એમાંથી ક્યાંય કૃષિનો ઉલ્લેખ નથી. એમણે જમીન ફોડવા અને ખેતીને એક માની લીધું છે. જ્યારે ખેતીમાં જમીન ફોડવામાં નથી આવતી, ખેડવામાં આવે છે. સ્ફોટ કર્મમાં એ જ વ્યવસાય આવે છે, જેમાં જમીન ઊંડાઈ સુધી ફોડવામાં આવે છે. જેમ કે ખાણ ખોદવી, દારૂખાનું વગેરે લગાવી પથ્થર તોડવા વગેરે. આ મહાશયને એ જ્ઞાત હોવું જોઈએ કે કર્માદાન વ્યવસાયના નિમિત્તથી થાય છે. જે લોકો સુરંગ વગેરેથી પથ્થર કે જમીનને ફોડવાનો ધંધો કરે છે કે જે હળ-કોદાળીથી ઊંડાઈ સુધી જમીનને ફોડે છે એમનો જ વ્યવસાય સ્ફોટ કર્મ છે. ખેતી જમીન ફોડવાનો વ્યવસાય નથી પણ અલ્પારંભથી કરોડો લોકોને ભોજન આપનાર ધાન્યોત્પત્તિનો વ્યવસાય છે. જે સાધારણ રૂપથી જમીન ખોદવા માત્રથી સ્ફોટ કર્મ હોત તો મકાન વગેરેના નિર્માણમાં પણ જમીન પાયા માટે ખોદવી પડે છે, તો શું એ પણ કર્માદાનમાં આવશે ? શ્રાવક પોતાના માટે મકાન બનાવે તો શું તે પણ કર્માદાન હશે ? ખેડૂત પોતાની જીવિકા માટે અનાજ પેદા કરે, એમાં ભૂમિનું વિદારણ હોવાથી જો તે સ્ફોટ કર્મ છે, તો મકાન બનાવવું પણ સ્ફોટ કર્મ હશે. લેખક મહોદયે ટીકાકાર શ્રી અભયદેવ સૂરિનું નિમ્ન વાક્ય ઉષ્કૃત કર્યું છે - "" "फोड़ी कम्मे ति स्फोटि: भूमै स्फोटनं हल कुदालादिभिः सैव कर्म स्फोटि कर्म ભગવતી સૂ. શ.-૮, ઉર્દૂ-૫ અર્થાત્ જમીનને હળ-કોદાળી વગેરેથી ફોડવાનું કામ (વ્યવસાય) કરવું સ્ફોટી કર્મ છે. અહિંસા-વિવેક - ૬૪૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ઉદ્ધરણ લેખકે શ્રીમખ્વાહિરાચાર્યના તત્ત્વાવધાન'માં સંપાદિત “સૂત્રકૃતાંગ સૂત્ર'ની ટીકાનું આપ્યું છે - "प्राणिनः कृषीबलादयः 'एके' आरम्भे प्राण्युपमर्दन कारिणि व्यापारे नि:श्रिता आसक्ताः अध्युपपन्ना ते च संरंभ समारंभराभैः कृत्वा उपादायं स्वयमात्मना पापमशुभ प्रकृति रूपं असातोदय फलं तीव्र तदनुभव स्थानं वा नरकादिकं तियच्छंतीति" । આ કથનમાં ક્યાંક કૃષિને મહારંભ કે કર્માદાન નથી બતાવવામાં આવ્યું. અહીં તો સામાન્ય રીતે કહેવામાં આવ્યું છે કે ખેડૂત વગેરે પ્રાણી આરંભ-સમારંભમાં આસક્ત થઈને અશુભ કર્મ પ્રકૃતિ રૂપ દુઃખનો અનુભવ કરે છે. જે પણ પ્રાણી આસક્તિવશ આરંભ-સમારંભ કરે છે, તે અશુભ કર્મ પ્રકૃતિનો બંધ કરે છે. આ સામાન્ય વાત કહેવામાં આવી છે અને આસક્તિનો નિષેધ કર્યો છે. શું લેખકના મતથી માત્ર ખેડૂત જ આરંભ-સમારંભ કરે છે અને કસાઈ, જુગારી, સટોડિયા, વ્યાજખોર આરંભ-સમારંભથી મુક્ત છે ? લેખક દ્વારા આપવામાં આવેલા ઉક્ત ઉદ્ધરણમાં કૃષિબળના સાથે માત્ર “આરંભ' શબ્દ આપવામાં આવ્યો છે, ન કે મહારંભ. આ પાઠ જ એમના મંતવ્યને ખંડિત કરી રહ્યો છે. એમના દ્વારા આપવામાં આવેલું ઉદ્ધરણ જ એમની વાતને ખંડિત કરી રહ્યું છે. લેખકે એ ટીકા(ટિપ્પણી)માં “મનસ્મૃતિ'નો ઉલ્લેખ કરતાં જે બે શ્લોક આપ્યા છે, તે બ્રાહ્મણ અને ક્ષત્રિયના માટે કહેવામાં આવ્યા છે. કારણ કે વૈદિક ધર્મમાં વર્ણાશ્રમોની વ્યવસ્થા છે, તેથી ત્યાં કૃષિને વૈશ્યનું કામ માનવામાં આવ્યું છે, બ્રાહ્મણ ક્ષત્રિયનું નહિ. આ કથનને અહીં ઉદ્ધત કરવું પોતાની અજ્ઞાનતાનો જ પરિચય આપવો છે. લેખક મહોદય લખે છે કે – “કૃષિ કર્મ અનંત સ્થાવર અને અસંખ્ય જીવોનો ઘાતક છે.” તે એ ભૂલી જાય છે કે શ્રાવક સંકલ્પી હિંસાનો ત્યાગી હોય છે, આરંભી હિંસાનો નહિ. પાણીના એક ગ્લાસમાં અસંખ્ય જીવોનો આરંભ થાય છે. અનાજના દાણાઓમાં અસંખ્ય જીવોનો આરંભ થાય છે, તો શું પાણી પીવું અને અન્નાહાર કરવો મહારંભ છે ? શું લોહી પીવું અને માંસાહાર કરવો અલ્પારંભ છે ? કેટલી મૂર્ખતાભરી માન્યતા છે આ ? એવા અધકચરા લેખક ભગવાન મહાવીરના સિદ્ધાંતને ખોટી રીતે (રૂપમાં) પ્રસ્તુત કરી જૈન ધર્મને લજ્જિત કરે છે અને જૈનશાસન તથા વીતરાગ દેવના પ્રતિ દ્રોહ કરે છે, એમની ઘોર આશાતના કરે છે. લેખક કેવી વિચિત્ર વાત લખે છે કે – “જો કોઈ શ્રાવક પોતાના ચાલુ કૃષિ કર્મને નથી છોડી શકતો અને એને પોતાની લાચારી માને છે, તો તે કૃષિ કર્મ કરતા-કરતા પણ શ્રાવક રહી શકે છે.” લેખક મહોદય કૃષિને કર્માદાન અને મહારંભ માને છે અને એવી સ્થિતિમાં કૃષિ (ખેતી) કરતી કોઈ વ્યકિત શ્રાવક કેવી રીતે થઈ શકે છે ? શ્રાવક માટે તો કર્માદાન અને મહારંભનો સર્વથા ત્યાગ અનિવાર્ય હોય છે. કર્માદાન અને મહારંભ અતિચાર નથી અનાચાર છે. એમના રહેતાં વ્રત નથી રહી શકતું. તેથી સિદ્ધ થાય છે કે કૃષિ ન તો મહારંભ છે અને ન કર્યાદાન જ. (૫૦) 0 0 0 0 0 0 02007 જિણધર્મોો] Page #148 -------------------------------------------------------------------------- ________________ કૃષિ આર્ય કર્મ છે : ખેતી આર્ય કર્મ છે. એના માટે શાસ્ત્રીય પ્રમાણોને શોધવાની જરૂર નથી. તે પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. એમનો ઉલ્લેખ કર્યા પહેલાં સ્વાંતઃકરણના વિવેકના પ્રકાશમાં જે અનુભવ થાય છે, એને જ પ્રગટ કરવો સમુચિત લાગે છે. ખેતી આર્ય કર્મ છે કે નહિ, આ પ્રશ્ન પર વિચાર કરવા માટે સૌ પ્રથમ પોતાના અંતઃકરણથી જ જવાબ માંગવો જોઈએ. જે ખેડૂત દિવસભર ચોટીથી એડી સુધી પરસેવા વહાવે છે, અર્નાજ ઉત્પન્ન કરીને સંસારને આપે છે, પોતાનો બધો સમય, પરિશ્રમ અને જીવન એની પાછળ લગાવી દે છે, એવા અજ્ઞોત્પાદક અને અન્નદાતાને તો અનાર્ય કર્મી કહેવામાં આવે અને એને ખાઈને એશ-આરામથી જિંદગી વિતાવનારા આર્ય કર્મી હોવાનો દાવો કરે, આ અટપટી વાત અંતઃકરણ ક્યારેય સ્વીકાર કરી શકે છે ? વિવેકનો ગજ કામમાં લઈએ તો તમે સાચું માપ કાઢી શકશો. કોઈપણ સંતુલિત મગજવાળી વ્યક્તિ આ કેવી રીતે સ્વીકાર કરશે કે અનાજને ઉત્પન્ન કરનાર તો અનાર્ય કર્મી છે અને અનાજને ખાનાર આર્ય કર્મી છે ? શાસ્ત્રમાં ક્યાંય કૃષિને અનાર્ય કર્મ કે મહારંભ નથી બતાવવામાં આવ્યું, પણ એને આર્ય કર્મના રૂપમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં ઉલ્લેખ છે કે - જે સાધક પોતાનું જીવન સાધનામાં વ્યતીત કરે છે, જે સત્કર્મના માર્ગ પર ચાલે છે અને શુભ ભાવનાઓ રાખે છે, તે પોતાનું આયુષ્ય સમાપ્ત કરીને દેવલોકમાં જાય છે. દેવલોકના જીવન પછી એની શું સ્થિતિ થાય છે, એ બતાવવા માટે ત્યાં કહેવામાં આવ્યું છે - खित्तं वत्थु हिरण्णं च, पसवो दास पोरुसं । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ मित्तवं णाइवं होइ, उच्चागोए य वण्णवं । अम्पायंके महापण्णे, अभिजाए जसो बले ॥ જે સાધક દેવલોકમાં જાય છે તે જીવનનો પુનઃ પ્રકાશ મેળવવા માટે એવાં સ્થાનોમાં જન્મ લેશે જ્યાં ખેતી લહેરાતી હશે. ઉક્ત ગાથાઓમાં સૌથી પહેલું પદ એ આવ્યું છે કે એ સાધકને ખેતરની પ્રાપ્તિ થશે. સોના-ચાંદીથી પણ પહેલાં ખેતરનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આનો અભિપ્રાય એ છે કે ખેતીવાડી, ખેતર અને જમીનનું મળવું પુણ્યનું ફળ છે. જો ખેતીવાડી અને ખેતર વગેરે પાપનાં ફળ હોત તો શાસ્ત્રકાર એને પુણ્યનું ફળ કેમ કહેતા ? ભગવાન મહાવીરે કૃષિ કર્મ કરનારી વ્યક્તિઓને વૈશ્ય બતાવી છે. પ્રાચીન જૈન અને જૈનેત્તર સાહિત્ય સ્પષ્ટ બતાવે છે કે - ખેતી કરવી વૈશ્યનું કાર્ય હતું. આજે તે શૂદ્રો કે અનાર્યોનું કાર્ય બતાવવામાં આવે છે.' આ કેટલું મોટું અસત્ય છે ? ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ટીકાકાર વાદિ-વૈતાલ શાંત્યાચાર્ય, જે વિક્રમની અગિયારમી શતાબ્દીમાં થયા છે, એમણે ‘મુળા વસો વ' પદ પર ટીકા કરતા કહ્યું છે અહિંસા-વિવેક ૫૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ “कृषि पशुपालन वाणिज्यादिकर्मणा वैश्यो भवति" કૃષિ, પશુપાલન, વાણિજ્ય વગેરે કાર્યના કારણે વૈશ્ય કહેવામાં આવે છે. ભગવદ્ ગીતા'માં પણ આ જ વાત સ્પષ્ટ રૂપથી કહી છે - fષ નોરક્ષ વાચં વૈશ્ય ર્મ સ્વમાવિષ” ખેતી, ગૌરક્ષા, વાણિજ્ય વગેરે વૈશ્યનાં સહજ કર્યો છે. ભગવાન મહાવીરના ઉપાસક અને વ્રતધારી જે પ્રમુખ શ્રાવકોનું વર્ણન ‘ઉપાસક દશાંગ સૂત્ર'માં આવે છે, એમાંથી કોઈપણ એવું નહોતું કે જે શ્રાવક અવસ્થામાં ખેતીવાડીનો ધંધો ન કરતો હોય ! અહીં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બાર વ્રતધારી શ્રાવકની ભૂમિકા સુધી ખેતીનો કંઈ જ નિષેધ નથી. એના ઉપરની ભૂમિકા પ્રતિભાધારી શ્રાવકની ભૂમિકા છે. ક્રમશઃ પહેલી, બીજી, ત્રીજી વગેરે પ્રતિમાઓને સ્વીકાર કરતાં-કરતાં શ્રાવક જ્યારે આઠમી પ્રતિમાનો અંગીકાર કરે છે ત્યારે આરંભનાં કાર્યોનો ત્યાગ કરતા સમયે કૃષિનો ત્યાગ કરે છે. આ સંબંધમાં બધી શ્વેતાબંર-દિગંબર પરંપરાના આચાર્ય એક મત છે. તેઓ કહે છે - आरम्भः कृष्यादिकर्म, स त्यागं करोति* અર્થાતુ અહીં આરંભથી કૃષિ કર્મ વગેરે સમજવું જોઈએ. એનો ત્યાગ આઠમી પ્રતિમામાં થાય છે. આ રીતે પ્રતિમાપારી શ્રાવક આઠમી પ્રતિમામાં સ્વયં કૃષિ વગેરે આરંભ કરવાનો ત્યાગ કરે છે અને નવમી પ્રતિમામાં કરાવવાનો પણ ત્યાગ કરી દે છે. શાસ્ત્રોનું આટલું સ્પષ્ટ વિવરણ હોવા છતાંય અને ત્યાગનો ક્રમ પણ સ્પષ્ટ રૂપથી બતાવવા છતાંય કેટલાક લોકો ભ્રમમાં પડેલા છે. જે વાત આગળની ભૂમિકામાં છોડવાની છે, એને પહેલાની ભૂમિકામાં છોડી દેવાનો આગ્રહ કરવામાં આવે છે અને જે પહેલાની ભૂમિકામાં ત્યાગવા યોગ્ય છે, એનું ક્યાંય ઠેકાણું જ નથી. ધોતીની જગ્યાએ પાઘડી અને પાઘડીની જગ્યાએ ધોતી લપેટીને એવા લોકો દુનિયાની દૃષ્ટિમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે. વિક્રમની બીજી કે ત્રીજી શતાબ્દીના લગભગ આચાર્ય ઉમાસ્વાતિ થયા, જેમણે ‘તત્ત્વાર્થ સૂત્ર' પર સ્વોપજ્ઞ ભાષ્ય લખ્યું છે. એમણે કર્યાયની વ્યાખ્યા કરતાં લખ્યું છે - "कार्याः जन-याजनाध्ययनाध्यापन प्रयोग कृषि वाणिज्य योनि पोषण वृत्तयः" પૂજા-પાઠ, પઠન-પાઠન, કૃષિ-વ્યાપાર વગેરે સાત્ત્વિક આજીવિકાવાળા કર્ય છે. ઉક્ત કથનમાં સ્પષ્ટ રૂપથી કૃષિને આર્ય કર્મ કહ્યું છે. આચાર્ય અકલંક તત્ત્વાર્થ રાજવાર્તિક'માં કૃષિ, વેપાર, લેખન-અધ્યાપન વગેરે ધંધાઓને સાવદ્ય આર્ય-કર્મ બતાવ્યાં છે. આનું કારણ બતાવતા તેઓ કહે છે - षड्प्यतेऽविरति प्रवणत्वात् सावध कार्याः * સમંતભદ્રકૃતિ “રત્નકરપ્ટશ્રાવકાચાર” અને “પ્રવચનસારોદ્ધાર'ની સિદ્ધસેનીય વૃત્તિ. (૫૨) છે કે જે જિણધમો) : દવે Page #150 -------------------------------------------------------------------------- ________________ આ છ પ્રકારનાં કાર્યો અવિરતિના કારણે સાવદ્ય કર્માર્ય છે. અર્થાત્ વતી શ્રાવકની ભૂમિકાના પહેલાં એ સાવદ્ય કર્માર્ય છે, પરંતુ વતી શ્રાવક હોવાથી જે મર્યાદાબદ્ધ ખેતી વગેરે કર્મ કરે છે, લખવા-વાંચવાનો ધંધો કરે છે, તો તે અલ્પારંભની ભૂમિકામાં છે. તાત્પર્ય એ છે કે શ્રાવકની ભૂમિકા અલ્પારંભની જ ભૂમિકા છે. શ્રાવકમાં વિવેક હોય છે. તે જે પણ કામ કરશે એમાં વિવેકની દૃષ્ટિ રાખશે. શ્રાવકની ભૂમિકા એ ભૂમિકા છે, જેમાં વિવેકનો જાદૂ છે. આ જ જાદૂ એના કાર્યને અલ્પારંભવાળો બનાવી દે છે. શ્રાવક આનંદનું જીવન એક આદર્શ શ્રાવકના રૂપમાં “ઉપાસક દશાંગ સૂત્ર'માં વણિત છે. તે શ્રાવક હોવા છતાંય ખેતી કરતો હતો. એના ઘેર ચાલીસ હજાર ગાયો હતી. એણે ખેતરોથી ઘર સુધી લાવવા માટે પાંચસો ગાડાંઓની મર્યાદા કરી હતી. તે વ્રતધારી અને અલ્પારંભી હતો. જો ખેતીમાં મહારંભ હોત તો આનંદ શ્રાવકને અલ્પારંભી કેવી રીતે માની શકતા? પરંતુ આનંદ શ્રાવકનો અલ્પારંભત્વ પ્રસિદ્ધ છે. એનાથી ફલિત થાય છે કે કૃષિનું કામ મહારંભમાં પરિગણિત નથી. જો કોઈ એ કહે કે - “આનંદ મહારંભી હતો અને એના પરિવારમાં પરંપરાથી ખેતીનો ધંધો ચાલ્યો આવતો હતો. શ્રાવક બન્યા પછી એણે ખેતીની જમીનની મર્યાદા કરીને બાકીનો ત્યાગ કરી દીધો હતો.” આ કથનનો અભિપ્રાય એ થયો કે ખેતી મહારંભ તો છે પણ એની મર્યાદા કરી શકાય છે. આ કથન અસંગત છે. કારણ કે મહારંભની મર્યાદા નથી કરવામાં આવતી, એનો ત્યાગ કરવામાં આવે છે. મહારંભની મર્યાદા કરનાર અણુવ્રતી શ્રાવકની કોટિમાં નથી આવતો. અણુવ્રતી શ્રાવકનું પદ પ્રાપ્ત કરવા માટે મહારંભનો સંપૂર્ણ ત્યાગ કરવો આવશ્યક હોય છે. જો કોઈ એવી મર્યાદા કરે કે - હું ચારથી વધુ કતલખાનાં, જુગારના અડ્ડા, વેશ્યાલય કે દારૂની ભઠ્ઠીઓ નહિ ચલાવું.' તો એવી મર્યાદા કરનાર શું અણુવ્રતી શ્રાવક થઈ શકે છે ? એવું કદી સંભવ નથી. યુગાદિ દેવ ભગવાન ઋષભદેવે તત્કાલીન જનતાને જે કલાઓ શીખવાડી એમને મહારંભ કદીયે માનવામાં નથી આવતા. જો એમાં મહારંભ હોત તો, ભગવાન ઋષભદેવ કોઈપણ સ્થિતિમાં જનતાને એ માર્ગ ન બતાવતા. તે જનતાના પરમોપકારી મહાપુરુષ હતા. મહારંભનો માર્ગ બતાવીને તે જનતાને નરકના મહેમાન કેવી રીતે બનાવી શકતા હતા ? મહારંભથી નરક ગતિ જ મળે છે. ભગવાને પ્રજાના હિત માટે કૃષિ વગેરે કર્મનું શિક્ષણ આપ્યું. આ જ સ્વયંમાં એ વાતનું દઢ પ્રમાણ છે કે કૃષિ મહારંભ નથી. મહારંભને રોકનારી હોવાથી તે અહિંસાની સાધિકા છે અને અલ્પ આરંભવાળી ઔદ્યોગિક હિંસાના અંતર્ગત આવે છે. ઉક્ત પ્રતિપાદનનો અભિપ્રાય એ નથી કે કૃષિમાં હિંસા નથી થતી. અન્ય વ્યવસાયોની જેમ એમાં પણ હિંસા થાય છે, પરંતુ એ હિંસા મહારંભ રૂપ નથી હોતી, પણ તે ઔદ્યોગિક હિંસા છે, જે શ્રાવકના માટે અનિવાર્ય રૂપથી વર્જનીય નથી. કારણ કે શ્રાવક ઉપર કુટુંબ વગેરેનું દાયિત્વ હોય છે, તેથી એને જીવનનિર્વાહ હેતુ કોઈ ને કોઈ ઉદ્યોગ કરવો જ પડે [ અહિંસા-વિવેક અને બીજી જ જો આ૫૩) Page #151 -------------------------------------------------------------------------- ________________ છે અને એ ઉદ્યોગમાં કંઈક ને કંઈક હિંસા થઈ જવી અનિવાર્ય છે. તેથી શ્રાવક ઔદ્યોગિક હિંસાથી બચી શકતો નથી. તે સંકલ્પી હિંસાનો ત્યાગી હોય છે. કૃષિમાં થનારી હિંસા ઔદ્યોગિક હિંસા છે, તેથી તે મહારંભ રૂપ નથી. ખેડૂત જાણી-જોઈને મારવાની ભાવનાથી કોઈ જીવને નથી મારતો, કે સંકલ્પી હિંસા નથી કરતો. શ્રાવક સંકલ્પી હિંસાનો ત્યાગી હોય છે. તેથી કૃષિ કર્મ કરનાર શ્રાવક મહારંભી નથી હોતો. ફળસ્વરૂપ કૃષિને મહારંભ રૂપ નથી માનવામાં આવતો, તે અલ્પારંભ રૂપ છે. હા, જો એ જ કૃષિ (ખેતી) તમાકુ વગેરે નશીલી રાષ્ટ્રઘાતક ચીજોની કરવામાં આવતી હોય કે જેમ-તેમ અસીમ-મર્યાદા અનાવશ્યક અવિવેકપૂર્વક કરવામાં આવતી હોય, તે મહારંભ થઈ (હોઈ) શકે છે. કૃષિ જ કેમ બધી આજીવિકાઓ જો ઉપર્યુક્ત દૂષણોથી યુક્ત હોય, તો તે પણ સંકલ્પી હિંસામાં પરિગણિત થઈ શકે છે. આ જ રીતે બીડી, સિગારેટ, દારૂ, ભાંગ, માંસ, જુગાર, સટ્ટો વગેરે વ્યવસાયનો ઉદ્યોગ પણ રાષ્ટ્રઘાતક અને સમાજના સ્વાથ્ય તથા ધર્મને નષ્ટ (બરબાદ) કરનાર હોવાથી ઉદ્યોગિની હિંસામાં નથી આવી શકતા. તેથી શ્રાવકે એવા વ્યવસાયોથી બચવું જોઈએ. રોજી-રોટીના સંબંધમાં વિવેકઃ જીવનની ચારે તરફ નાની હિંસા અને મોટી હિંસા, અલ્પારંભ અને મહારંભ વ્યાપ્ત છે. શ્રાવકની ભૂમિકા પર આરૂઢ વ્યક્તિને એમાં જ પોતાનો માર્ગ પસંદ કરવાનો છે અને જોવાનું છે કે આત્મા અને શરીર બંનેને આઘાત ન પહોંચે, ન આત્માની હત્યા થાય કે ન શરીરનું, બંનેને એક સાથે ખોરાક આપી શકાય. શરીરના ખોરાક માટે રોજી અને રોટી બે માધ્યમ છે. આ બંને સુધી પહોંચવાના બે રસ્તા છે - એક રસ્તો એ છે જેના પર ચાલવા માટે મહારંભના દ્વારથી ગુજરવું પડે છે, જેમાં બીજાંઓનું શોષણ છે, મહાહિંસાનું નગ્ન તાંડવ છે, ખૂનથી (લોહીથી) હાથ રંગેલા હોય છે. ધાડ પાડવી, લૂંટ-ફાટ કરવી, મારામારી, ગુંડાગર્દી વગેરે થાય છે. બીજો પથ છે - ગૃહસ્થના અનુરૂપ અહિંસાનો, જે અનુસાર અલ્પ હિંસાથી, વિવેક-વિચાર-યન્ત્રાચાર સાથે ચાલીને રોજી-રોટી પ્રાપ્ત કરવામાં આવે છે, કોઈનું શોષણ, અન્યાય, અત્યાચાર કે હત્યા નથી કરવી પડતી. તે રોજી-રોટી જેની પાછળ અન્યાય અને અનીતિ છે, છળ-કપટવિશ્વાસઘાત બનાવટ છે, આત્માના ખોરાક સાથે નથી રહી શકતા. જે રોટી લોહીથી રંગેલી આવી રહી છે, તે રોટી ઝેર છે. તે રોટી વ્યક્તિનું પણ પતન કરશે અને જે પરિવારમાં એવી રોટી આવે છે એ પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું પણ પતન કરશે. ત્યાં ન સાધુનો ધર્મ ટકશે અને ન ગૃહસ્થનો ધર્મ જ રહેશે. ત્યાં ધાર્મિક જીવનની કડીઓ તૂટીને પડી જશે. જ્યાં આ દાગ ઓછામાં ઓછા હશે, તે રોટી અમૃત બનશે. તે જીવનનો રસ લઈને આવશે. એનાથી આત્મા અને શરીર બંનેનું પોષણ થશે. અલ્પારંભથી આવનારી રોટી પવિત્રતાનું રૂપ લેશે અને એ જ અમૃત ભોજન બનશે. ભલે તે સૂકો ટુકડો હશે, ત્યારે પણ તે અમૃતનું ભોજન હશે. (૫૪) છે જે છે કે જે છે છે તેનો જ જિણધર્મોો] Page #152 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ શ્રાવક માટે એ બહુ જ દુષ્કર છે કે તે ખેતીવાડી, વેપાર-ધંધા કે નોકરી વગેરે પ્રવૃત્તિઓને બંધ કરીને જીવનપથ પર ચાલ્યા. અકર્મણ્ય અને આળસુ જીવન જીવીને ધર્મારાધના નથી થઈ શકતી. શ્રાવકને પોતાનાં દાયિત્વો નિભાવવા માટે સાત્વિક આજીવિકાઓ અપનાવવી પડે છે. એવી સ્થિતિમાં જૈન ધર્મ વતી શ્રાવકે કહ્યું છે - આજીવિકા માટે સાત્ત્વિક પ્રવૃત્તિઓ ભલે જ હોય, પણ એમાં જે ઝેરનો ભાગ (આવરણ) છે, એને હટાવી દો. પ્રવૃત્તિઓની પાછળ શુદ્ર સ્વાર્થ, આસક્તિ અને મોહ, લોભ અને તૃષ્ણાની જે વિષાક્ત વૃત્તિઓ છે, એમને કાઢી છે. તમે જે પણ વ્યવસાય કે નોકરી કરો એમાં અંધાધુંધ પ્રવૃત્તિ ન કરો. એમાંથી અવિવેકનું ઝેર કાઢી દો. પોતાના ઉત્પાદિત અથવા સંગૃહીત અનાજને ઊંચા ભાવે વેચવા માટે દુષ્કાળ પડવાની દુર્ભાવના ન કરો. પોતાના માલના ભાવોમાં તેજી આવી જવા માટે યુદ્ધ થઈ જવાનો દુર્વિકલ્પ ન કરો, પણ એવા આકસ્મિક સંકટના સમયે બીજાઓના જીવનનિર્વાહમાં સહાયક બનવાની કરુણામયી ભાવના રાખો. અન્યાય-અનીતિબેઈમાની, મિલાવટ, વિશ્વાસઘાત વગેરેથી ધન કમાવવાની કોશિશ ન કરો. કોઈ ગરીબને ચૂસવાની વૃત્તિ ન રાખો. બીજાઓને મૂંડવા તથા વિશ્વાસઘાતની દુર્ભાવના મનમાંથી કાઢી દો. બીજાઓની રોજી-રોટી પડાવીને પોતાનું પેટ ન ભરો. તેથી જે રોજી-રોટી અલ્પારંભથી પ્રાપ્ત થઈ છે, સ્વયંના શ્રમથી પ્રાપ્ત છે, સાત્ત્વિક છે, સ્વ-પરહિત કારક છે, આત્મા અને શરીર બંને માટે પોષક છે, એ જ શ્રાવકની અહિંસાની મર્યાદામાં છે. ભગવાન ઋષભદેવે પ્રજાના હિત માટે એવી જ રોજી-રોટી પ્રાપ્ત કરવાનું શિક્ષણ આપ્યું હતું. આધુનિક શ્રાવક વર્ગને સાત્ત્વિક રોજી-રોટી પ્રાપ્ત કરવાની દિશામાં વિશેષ સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે વર્તમાન યુગમાં વિવિધ કારણોથી અને વિવિધ પરિસ્થિતિઓથી વ્યવસાયની શુદ્ધિની ભાવના ખૂબ ગૌણ થઈ ગઈ છે. શ્રાવક વર્ગને એવા સંકટના સમયમાં પણ પોતાના વિવેકના દીવાને પ્રજ્વલિત રાખવો જોઈએ અને સાત્વિક રીતિથી પ્રામાણિકતાપૂર્વક વ્યવસાય કરવો જોઈએ. પ્રતિકારાત્મક હિંસા : ગૃહસ્થ શ્રાવક અહિંસામાં અતૂટ આસ્થા રાખે છે, પરંતુ સ્થળ ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરતા સમયે એની સામે એ સવાલ સહજ જ થઈ આવે છે કે અગર કોઈ ઉદંડ વ્યકિત અકારણ જ એના પર, એની પત્ની કે બાળકો પર આક્રમણ કરે છે, એના ધન-માલને પડાવવાનો પ્રયત્ન કરે છે, એની બહેન-બેટીઓના શીલ પર હુમલો કરે છે, લૂંટવા-મારવાનો પ્રયત્ન કરે છે, નિર્દય શત્રુ એના પરિવાર, નગર, દેશ કે ધર્મ સંઘ પર હુમલો કરે છે વગેરે સ્થિતિઓમાં એનું શું કર્તવ્ય થઈ જાય છે ? એણે ચુપચાપ એ અન્યાય સહન કરી લેવો જોઈએ કે એનો પ્રતિકાર કરવો જોઈએ? સૌમ્ય (સામ-દામ-ભેદ રૂ૫) પ્રતિકાર સફળ ન થાય તો તે સશસ્ત્ર પ્રતિકાર કરે કે નહિ ? કોઈ રાજા જૈન શ્રાવક છે, એના રાજ્ય પર કોઈ બીજો શત્રુ રાજા ચઢાઈ કરે છે, ત્યારે તેણે પ્રતિકારસ્વરૂપ યુદ્ધ કરવું જોઈએ કે ચુપચાપ હાથ પર હાથ ધરી બેસી રહેવું જોઈએ? એક રાજા શ્રાવક ધર્મનું પાલન કરતાં કરતાં ચોર-લૂંટારાઓ અને આતતાયીઓ કે અપરાધીઓને દંડિત કરી શકે છે કે નહિ? [ અહિંસા-વિવેક છે તે છે , ૫૫) Page #153 -------------------------------------------------------------------------- ________________ કોઈ શ્રાવક ધર્મનું પાલન કરનાર ન્યાયાધીશ અપરાધીને સજા આપી શકે છે કે નહિ ? શ્રાવક આત્મરક્ષા માટે સશસ્ત્ર પ્રતિકાર કરી શકે છે કે નહિ? વગેરે પ્રશ્નોનું સમાધાન કરતાં જૈન ધર્મ કહે છે કે - “શ્રાવકની અહિંસા મર્યાદિત હોય છે, તેથી એમાં નિરપરાધીને સંકલ્પપૂર્વક ન મારવાની પ્રતિજ્ઞા હોય છે. અપરાધીને દંડ દેવાની અને એમનો નિગ્રહ કરવાની છૂટ એના મર્યાદિત હિંસાનાં પ્રત્યાખ્યાનોમાં થાય છે. અર્થાત્ શ્રાવક અપરાધીને દંડિત કરવા માટે પોતાના અહિંસા વ્રતમાં છૂટ રાખે છે. અહિંસામાં અતૂટ શ્રદ્ધા રાખવા છતાં શ્રાવક પોતાના કૌટુંબિક અને વિવિધ સામાજિક રાષ્ટ્રીય દાયિત્વોને નિભાવવાની દૃષ્ટિથી પોતાના વ્રતમાં આંશિક છૂટ રાખે છે. સાપરાધીનો સશસ્ત્ર પ્રતિકાર કરતાં-કરતાં શ્રાવક પોતાના વ્રતનો ભંગ નથી કરતો. કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય કર્તવ્યોના પરિપાલનના સંદર્ભમાં થનારી હિંસા અપ્રત્યક્ષ રૂપમાં અહિંસાને બળ આપનારી હોય છે, ન્યાયનીતિને પ્રતિષ્ઠાપિત કરનારી હોય છે. સામાજિક તથા રાષ્ટ્રીય મર્યાદાઓને બચાવનારી અને શાંતિને મજબૂત કરનારી હોય છે.” અહિંસાવાદી જૈન ધર્મ અત્યાચારીને ન્યાયોચિત દંડ આપવાનો અધિકાર ગૃહસ્થને આપે છે. શ્રાવકની ભૂમિકા પર રહેલો ગૃહસ્થ અન્યાયી, અત્યાચારી, રાષ્ટ્રદ્રોહી, સમાજદ્રોહી, આતતાયી (સતાવેલો) ગુંડાઓને યથોચિત દંડ આપવાનો અધિકાર રાખે છે. ત્યાં રાગદ્વેષની ભાવના ન હોવી જોઈએ, પણ કર્તવ્યની ભાવના અપેક્ષિત છે. વિરોધીના પ્રતિ હિતબુદ્ધિ રાખતાં એને ન્યાયપથ પર લાવવા માટે દંડ આપવો અનુચિત નથી માનવામાં આવતું. અહિંસા કાયરતા નથી? જૈન ધર્મ પ્રતિપાદિત અહિંસા, કાયરતાનું શિક્ષણ નથી આપતો. તે અહિંસા પોતાની કાયરતાને છુપાવવાનું બહાનું નથી. તે લંગડો નથી. તે શૂરવીરોનું ભૂષણ છે. વિભિન્ન શ્રેણીઓ અને ભૂમિકાઓ પર સ્થિત વ્યક્તિઓ માટે જૈન ધર્મે અહિંસાની મર્યાદાને નિશ્ચિત કરી છે. દુર્ભાગ્યનો વિષય છે કે લોકોએ અને સ્વયં કેટલાક જૈનોએ પણ આ ભૂમિકા ભેદને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન નથી કર્યો. આ જ કારણ છે કે જનમાનસમાં જૈનોની અહિંસાને લઈને અનેક ગેરસમજો વ્યાપ્ત છે. કોઈ કહે છે : “જૈન ધર્મની અહિંસા લંગડી છે અને એણે દેશને કાયર અને ગુલામ બનાવી દીધો છે. પરંતુ આ આરોપ નિરધાર અને અસત્ય છે. જૈન ધર્મ દ્વારા કાયરતાને ક્યારેય પ્રોત્સાહિત નથી કરવામાં આવી. અનીતિ અને અત્યાચારનો પ્રતિકાર ન કરવાની વાત જૈન-અહિંસા નથી કહેતી. પણ તે અનીતિ અને અત્યાચારની વિરુદ્ધ સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે. આ વિષયમાં “ભગવતી સૂત્ર'માં વર્ણિત કોણિક-ચેટકનું યુદ્ધ ઉદાહરણના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. વૈશાલી ગણતંત્રના અધિપતિ મહારાજા ચેટક હતા. તે પ્રભુ મહાવીરના બાર વ્રતધારી શ્રાવક હતા. રાજગૃહીનો રાજા કોણિક એમનો દોહિત્ર હતો. કોણિકે પોતાના ભાઈ બહિલકુમારથી એના ન્યાયોચિત આધિપત્યમાં રહેલા હાર તથા હાથીને પકડવાનો પ્રયાસ કર્યો. તાકાતના બળ પર કોણિક પોતાના ભાઈના પ્રત્યે અન્યાય કરવા તૈયાર થયો. (૫) જિણધમો) Page #154 -------------------------------------------------------------------------- ________________ બહિલકુમારે પોતાના દાદા (નાના) ચેટકની સહાયતા લીધી. ચેટકે બહુ પ્રયત્ન કર્યો કે કોણિક પોતાની અનુચિત જિદ્દ છોડી દે અને અન્યાયનો માર્ગ ન અપનાવે. એમણે કોણિકને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કોણિકે ન માન્યું. ત્યારે ચેટકે વિચાર્યું - “કોણિક અન્યાય કરી રહ્યો છે. તે નીતિની મર્યાદાને ઓળંગી રહ્યો છે. તાકાતના બળે તે ન્યાયની હત્યા કરી રહ્યો છે, શું આ અત્યાચારને સહન કરી લેવો જોઈએ ? શું આ અન્યાય સામે ઝૂકી જવું જોઈએ ? શું હાર અને હાથી કોણિકને સોંપીને યુદ્ધની હિંસાને ટાળી દેવી જોઈએ?' ઊંડા ચિંતન પછી મહારાજ ચેટક, જે બાર વ્રતધારી શ્રાવક હતા, એ નિષ્કર્ષ પર પહોંચ્યા - પ્રશ્ન હાર અને હાથીને સોંપી દેવાનો નથી, પરંતુ પ્રશ્ન એ છે કે શું અન્યાય અને અનીતિને પ્રશ્રય આપવો જોઈએ ? વિવેકી શ્રાવક ચેટકે નિર્ણય લીધો કે - “અન્યાય અને અનીતિને પ્રશ્રય આપવો રૂપાંતરમાં મહાહિંસા જ છે. હું યુદ્ધ નથી ચાહતો, હું નથી ચાહતો કે યુદ્ધમાં ભયંકર નરસંહાર થાય, કરોડો લોકો અને પશુ મરી જાય, લાખો સુહાગણો વિધવા થઈ જાય, લાખો પરિવાર બરબાદ થઈ જાય. યુદ્ધની આ ભયાનક બરબાદી મને ઇષ્ટ નથી, પરંતુ આ આધાર પર અન્યાય અને અનીતિની સામે આત્મ સમર્પણ કરી દેવું એનાથી પણ ભયંકર હશે. સંસારમાં અન્યાય અને અનીતિની પ્રતિષ્ઠા વધી જશે, જે પરંપરાથી ખૂબ ઘાતક હશે. તેથી અન્યાયના પ્રતિકાર માટે શસ્ત્ર ઉઠાવવું, આ સ્થિતિમાં મારું કર્તવ્ય છે.” આ નિર્ણય પછી કોણિક અને ચેટકનો ભયાનક સંગ્રામ થયો. વ્રતધારી શ્રાવક હોવા છતાંય ચેટક મહારાજાએ યુદ્ધના પડકારનો સ્વીકાર કર્યો અને અન્યાયનો પ્રતિકાર કર્યો. ચેટક મહારાજ ચાહતે તો બહિલકુમારને કહીને હાર અને હાથી કોણિકના હવાલે કરાવી દેતા અને એ ભીષણ નરસંહારને રોકી શકતા હતા. પરંતુ એવું કરવું એમણે પોતાના કર્તવ્યના વિરુદ્ધ સમજ્યુ. અન્યાય અને અત્યાચારનો પ્રતિકાર કરવો શ્રાવક ધર્મથી વિપરીત નથી. આ સંદર્ભમાં “ભગવતી સૂત્ર'માં વર્ણનાગનતુઓનું વર્ણન મળે છે. એ વ્રતધારી શ્રાવક હતો. તે ખૂબ તપ કરતો હતો. તે સેનાપતિ હતો. ન્યાયની રક્ષા માટે યુદ્ધમાં જવા માટે એને પોતાના સ્વામી રાજાનો આદેશ મળ્યો. વર્ણનાગનતુઆ શાસ્ત્રથી સુસજ્જિત થઈને કવચ વગેરે ધારણ કરીને તેની તપશ્ચર્યા સ્વીકાર કરીને રણક્ષેત્રમાં પહોંચ્યા. શત્રુપક્ષના સૈનિકોની તરફથી જ્યારે શસ્ત્રનો પ્રહાર પ્રારંભ થયો ત્યારે એણે શસ્ત્ર ચલાવવું શરૂ કર્યું. એ યુદ્ધમાં તે વીરતાપૂર્વક લડ્યો, સમર ભૂમિમાં યુદ્ધના સમયે શ્રાવક પોતાની વીરતા દેખાડવામાં ક્યારેય પાછી પાની કરતો નથી. પરંતુ પોતાના સંધ્યાકાલીન પ્રતિક્રમણ વગેરે નિત્ય નિયમને પણ નથી છોડતો. ગુજરાતનો જૈન સેનાપતિ મૂ વ્રતધારી શ્રાવક હતો. રાજા પોતાના રાજ્યથી બહાર ગયેલો હતો. શત્રુએ મોકો જોઈને પાછળથી આક્રમણ કરી દીધું. રાણીએ સેનાપતિને શસ્ત્રથી યુદ્ધ કરવા મોકલ્યો. સંધ્યા સમયે યુદ્ધ બંધ થયા પછી સેનાપતિ પ્રતિક્રમણ કરી રહ્યો હતો. તે “ફરિયાવદિય' પાઠમાં વર્ણિત એકેન્દ્રિય વગેરે જીવોની પણ સંકલ્પપૂર્વક હિંસા ન કરવાની પ્રતિજ્ઞા દોહરાવી રહ્યો હતો. સેનાના બીજા અધિકારીઓના મનમાં સેનાપતિની વીરતાના [ અહિંસા-વિવેક છેજે છે તેમ છે જે ૫૦) Page #155 -------------------------------------------------------------------------- ________________ વિષયમાં સંદેહ થયો. એમણે રાણી પાસે ઘટનાનો ઉલ્લેખ કર્યો. રાણી પણ સંદિગ્ધ થઈ ગઈ અને સેનાપતિને બોલાવીને કહ્યું : “આમ, સૂક્ષ્મ અહિંસાનું પાલન કરશો તો યુદ્ધમાં વીરતા કેવી રીતે દેખાડશો ?’' સેનાપતિ આમૂએ કહ્યું : “મહારાણીજી ! હું જૈન ધર્મી શ્રાવક છું. અકારણ અને અનાવશ્યક એક પણ નિરપરાધ એકેન્દ્રિય જીવની પણ હું હિંસા કરવા નથી માંગતો, જો લાચારીવશ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરું છું, પરંતુ રાષ્ટ્ર અને સમાજની સુરક્ષા માટે યુદ્ધ અનિવાર્ય રૂપમાં આવી પડે તો હું તૈયાર રહીશ. એ મારું રાષ્ટ્રીય કર્તવ્ય હશે.’’ મહારાણીને સેનાપતિની શૂરવીરતા પર વિશ્વાસ બેઠો અને એની સૈદ્ધાંતિક દૃઢતાથી તે ખૂબ પ્રભાવિત થઈ. સેનાપતિ આમૂના નેતૃત્વમાં સેના લડી અને વિજયશ્રી પ્રાપ્ત કરી. તાત્પર્ય એ છે કે આમ તો શ્રાવક એક કીડીને પણ મારવા માટે તૈયાર નહિ થાય પણ જ્યારે ન્યાય અને સુરક્ષાનો સવાલ સામે હોય તો તે રણમેદાનમાં જવાથી પણ નહિ ડરે. યુદ્ધ કરવા છતાં વિરોધીના પ્રત્યે મનમાં દ્વેષ, શેષ કે ઘૃણા નહિ રાખે. એનો ઉદ્દેશ્ય શત્રુનો સંહાર નહિ હોય, પણ અન્યાય અત્યાચારને નષ્ટ કરવાનો હોય છે. એમાં સાપરાધી વિરોધીની હિંસા થાય છે, જે શ્રાવકની અહિંસાની મર્યાદામાં થાય છે. જો ઊંડાણપૂર્વક જોવા જઈએ તો સમગ્ર ‘રામાયણ’ અને ‘મહાભારત' અન્યાય અને અનીતિના વિરુદ્ધ લડાયેલા યુદ્ધની કથા છે. મર્યાદા પુરુષોત્તમ રામે રાવણ સાથે યુદ્ધને ટાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ રાવણે પોતાની જિદ્દ પકડી રાખી, જ્યારે કોઈ બીજો રસ્તો ન રહ્યો તો રામને યુદ્ધનો સહારો લેવો પડ્યો. પણ શા માટે ? શું એક સીતા માટે ? ના, ત્યાં એક સીતાનો પ્રશ્ન નહોતો, હજારો સતીઓના નૈતિક જીવનને બરબાદ ક૨વાની ભયંકર હિંસાનો પ્રશ્ન હતો. જો યુદ્ધ ન થયું હોત તો અને ચુપચાપ અન્યાય સહન કરી લેત તો સંસારમાં ન્યાય-નીતિની પ્રતિષ્ઠા જ સમાપ્ત થઈ જાત, ભવિષ્યમાં વધુ અન્યાય ફેલાત. આ જ વાત કૌરવ-પાંડવોના યુદ્ધની હતી. ત્યાં પણ શ્રીકૃષ્ણે પાંચ ગામ લઈને સમાધાન કરવા કહ્યું, પરંતુ દુર્યોધન ટસનો મસ ન થયો. યુદ્ધ વગર સોયની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર ન થયો, ત્યારે શ્રીકૃષ્ણને લાચાર થઈને દુર્યોધનના અન્યાયના વિરુદ્ધ મહાભારત યુદ્ધ કરવું પડ્યું. આ યુદ્ધ દુર્યોધન દ્વારા લાદવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણે સંહાર માટે યુદ્ધ નહોતા લડ્યા, પણ ન્યાય-નીતિની સુરક્ષા માટે યુદ્ધ કરવું પડ્યું. તેથી શ્રાવકને અન્યાય-અત્યાચારનો ન્યાયોચિત પ્રતિકાર કરવો પડે તો અવશ્ય કરે છે, પણ તે અહિંસાને નથી ભૂલતો. ઉપર એ બતાવવામાં આવ્યું છે કે શ્રાવકની મર્યાદિત અહિંસામાં સાપરાધીને દંડ આપવાની છૂટ છે, પરંતુ શ્રાવકને ખૂબ જ સાવધાની સાથે સાપરાધી અને નિરપરાધીનો નિર્ણય કરવો જોઈએ. એણે પૂરી સાવધાની રાખવી જોઈએ કે ક્યાંક નિરપરાધી દંડિત ન થઈ જાય. કેટલીક વાર ભ્રાંત ધારણાઓને વશીભૂત થઈને લોકો નિરપરાધીને પણ સાપરાધી માની લે છે. કેટલીયે વાર પશુઓના વિષયમાં તો આખીને આખી જાતિને અપરાધી જિણધમ્મો ૬૫. Page #156 -------------------------------------------------------------------------- ________________ માની લેવામાં આવે છે. જેમ કે સાપ, સિંહ, વીંછી, વાઘ વગેરે જાનવરોને જોતાં જ લોકો એમને અપરાધી સમજી લે છે અને પૂરી જાતિને નષ્ટ કરવાની દુર્ભાવના રાખે છે. એમણે ભૂતકાળમાં કોઈને માર્યો છે કે આ ભવિષ્યમાં મારી શકે છે, એટલા માત્રથી કોઈ જીવ અપરાધી નથી થઈ જતો. કહી શકાય છે કે સિંહ-સાપ વગેરે હિંસક પ્રાણી છે, એમને કેમ મારવામાં ન આવે ? આનો જવાબ એ છે કે જે સિંહ કે સાપ કોઈના પર આક્રમણ કરી રહ્યો હોય એની વાત તો અલગ છે, કારણ કે આત્મરક્ષાર્થ સાપરાધીની હિંસાનો ત્યાગ શ્રાવકને નથી થતો, પરંતુ સમગ્ર સિંહ કે સર્પ વગરેની જાતિને મારી નાખવાનો નિર્ણય કરી નાખવો અન્યાય છે, અત્યાચાર છે. વિચાર કરવા જેવો છે કે મનુષ્ય - મનુષ્યની હિંસા વધારે કરે છે કે સિંહ-સાપ વગે૨ે ? મનુષ્યને વધુ ભય કોનાથી છે ? મનુષ્યથી કે સિંહ - સાપ વગેરેથી? નિઃસંદેહ કહી શકાય છે કે મનુષ્ય, સિંહ-સાપ વગેરેની અપેક્ષાએ મનુષ્યની વધુ હિંસા કરે છે. મનુષ્યને મનુષ્ય જાતિથી વધુ ભય છે, તો શું સમગ્ર માનવ જાતિને નષ્ટ કરી નાખવાનો નિર્ણય કરી શકાય છે ? જવાબ હશે - ના. આ રીતે સિંહ, સાપ વગેરે પશુઓની જાતિના વિશે પણ સમજવું જોઈએ. સિંહ કે સાપ વગેરે એકાંત રૂપથી હિંસક જ હોય છે, એ સમજવું પણ ભૂલ છે. પ્રાયઃ જોવામાં આવે છે કે સિંહ-સાપ વગેરે પણ ત્યાં સુધી કોઈના પર આક્રમણ નથી કરતા, જ્યાં સુધી તે પોતાને સંકટમાં પડેલા નથી માનતા. જો મનુષ્યનું હૃદય નિર્દેર અને નિર્ભય છે તો સિંહના સામેથી નીકળી જવા છતાંય તે કંઈ નથી કરતો. સાપના વિષયમાં પણ કહેવાય છે કે તે અચાનક કોઈને નથી કરડતો. જ્યારે તે આઘાત જુએ છે ત્યારે જ કરડે છે. કોઈકોઈક પ્રસંગોમાં તો સાપે મનુષ્ય પર છત્રછાયા કરી છે, એવું કહેવાય છે. માધવજી સિંધિયા જ્યારે પેશવાના નોકર હતા ત્યારે સાપે એમના ઉપર આવીને છત્રછાયા કરી હતી, તેથી સિંધિયા રાજ્યની રાજમુદ્રા ઉપર સાપનું ચિહ્ન અંકિત છે. નિષ્કર્ષ એ છે કે ગમે તેવું પ્રાણી કેમ ન હોય બધાં પર દયાભાવ રાખવો જોઈએ. અગર જો આટલું ન થાય તો ઓછામાં ઓછું નિરપરાધ જીવોની હિંસાથી તો બચવું જ જોઈએ. આજના યુગમાં હિંસાનું ખૂબ જ વધુ પ્રચલન થઈ ગયું છે. આપણા દેશમાં પણ યાંત્રિક કતલખાનાં ખૂલી ગયાં છે, જેમાં લાખો ગાયો, ભેંસો, બકરાં વગેરે રોજ કપાય છે. શહેરોમાં નગરપાલિકાઓ કૂતરાંઓને ઝેરના લાડવાઓ ખવડાવીને મારી નાખે છે. પશુઓના પ્રત્યે નિર્દયતા વધી રહી છે, આ ખૂબ વિચારણીય છે. અનેક લોકો માંકડ-મચ્છરોને પણ મસળીને મારી નાખે છે. પહેલાં તો અવિવેકના કારણે એમની ઉત્પત્તિનાં કારણો પ્રત્યે બેદરકારી કરવામાં આવે છે અને જ્યારે એ પેદા થઈ જાય છે તો એમને સાપરાધી માનીને મારી નાખવામાં આવે છે. આ પણ અનુચિત છે. પોતાની બેદરકારીનો દંડ એ બિચારા નિર્દોષ - અબોધ જીવોને કેમ આપવો જોઈએ ? આ વિશે પણ શ્રાવક પૂરી સાવધાની રાખે છે. અહિંસા-વિવેક ૫૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ કોઈ સુંદર સ્ત્રીને પામવામાં બીજો મુસીબત બન્યો, પોતાના અન્યાય-અત્યાચાર અને બેઈમાનીને રોકવા માટે કોઈકે પ્રયત્ન કર્યો, પોતાનાં દુર્વ્યસનોને છોડાવવા માટે કોઈએ પ્રયત્ન કર્યો, પોતાની ભૂલોને સુધારવાનો કોઈએ પ્રયત્ન કર્યો, પોતાનાં ખોટાં કામો, અનુશાસનહીનતા, અનૈતિકતા કે હિંસાવૃત્તિની વિરુદ્ધ કોઈએ રોકટોક કરી, એને વિરોધી કે અપરાધી સમજવો ભૂલ હશે. વિદ્યાર્થી પરીક્ષામાં નકલ (ચોરી) કરે છે, નિરીક્ષક એને રોકે છે, પરંતુ વિદ્યાર્થી નિરીક્ષકને શત્રુ સમજીને મારપીટ કરે છે. આ ભયંકર ભ્રમ છે. શ્રાવકે વિરોધી અને અપરાધીને સમજવામાં એવી આત્મઘાતી ભયંકર ભ્રાંતિઓનો શિકાર ન થવું જોઈએ. એનાથી વધીને વધુ ભ્રાંતિ શું થઈ શકે છે કે એક ધર્મવાળા, બીજા ધર્મવાળાને, એક જાતિવાળા બીજી જાતિવાળાને, એક ભાષાવાળા બીજી ભાષાવાળાને, એક પ્રાંતવાળા બીજા પ્રાંતવાળાને અને એક દેશવાળા બીજા દેશવાળાને શત્ર, વેરી કે કાફિર (દુશ્મન) માની લે છે. ભારત તથા યુરોપનો ઇતિહાસ ધર્મના નામ પર થયેલાં યુદ્ધો અને સંઘર્ષોથી ભરેલો પડ્યો છે. ધર્મ, જાતિ કે રાષ્ટ્ર વગેરેના નામ ઉપર આવી સંકલ્પી હિંસા અને પાપ ધર્મના આવરણમાં થયાં છે, તેથી શ્રાવકને એવી ભયંકર સંકલ્પી હિંસાને પ્રતીકારાત્મક વિરોધી હિંસા માનવાની ભૂલ કદીયે ન કરવી જોઈએ. યથાર્થમાં જે અપરાધી છે, એને જ વિરોધી સમજવો જોઈએ. વસ્તુતઃ અપરાધી અને નિરપરાધીને પારખવાની કુશળતા શ્રાવકમાં હોવી જોઈએ. શું બધા જીવોની હિંસા સમાન છે? વિશ્વમાં અનંત જીવ છે. આ અનંત જીવ રાશિના અનેક આધારો પર જૈન ધર્મે વર્ગીકરણ કર્યું છે. ઇન્દ્રિયોના આધારથી વર્ગીકરણ કરવાથી સમસ્ત જીવ રાશિ પાંચ ભેદોથી સમાવિષ્ટ થાય છે, યથા - એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. સ્થૂળતા અને સૂક્ષ્મતાના આધારે પણ જીવોમાં ભેદ છે. કોઈ સ્થૂળ શરીરવાળો છે, જેમ કે હાથી, ઊંટ, હજાર યોજનના મત્સ્ય વગેરે. કોઈ સૂક્ષ્મ શરીરવાળો છે, જેમ કે - નિગોદના જીવ જે સોયની અણી બરાબર જગ્યામાં અનંત-અનંત રહે છે. ઇન્દ્રિયોની દૃષ્ટિથી જે વર્ગીકરણ થયું છે, તે એ જીવોના શરીરની બનાવટ અને એમની ચેતના શક્તિના વિકાસની તરતમતાના આધાર પર છે. જેમ કે - જેમ ઇન્દ્રિયોની સંખ્યા વધતી જાય છે, તેમ-તેમ જીવોની ચેતનાનો વિકાસ પણ વધુમાં વધુ થતો જાય છે. આ એ જીવોની વાત થઈ જેમની હિંસા કરવામાં આવે છે. આ રીતે હિંસા કરતા સમયે હિંસક પણ બધા એકરૂપ નથી હોતા. કોઈમાં હિંસાની ભાવના ઉગ્ર હોય છે, ક્રોધની જ્વાળા ખૂબ તીવ્ર હોય છે, કેષની ભાવના બળવતી હોય છે, કોઈમાં હિંસાવૃત્તિ મધ્યમ હોય છે, કોઈમાં મંદ હોય છે અને કોઈમાં હિંસાની ભાવના હોતી જ નથી. આમ, હિંસ્ય અને હિંસકની વિવિધ ભૂમિકાઓ છે અને આ બંનેના યોગથી હિંસાની નિષ્પત્તિ થાય છે. એવી સ્થિતિમાં સ્વભાવતઃ એ પ્રશ્ન ઊભો થાય છે કે શું બધી હિંસાઓ એક જ કોટિની હોય છે કે એમાં કોઈ અંતર છે? જો હિંસા માત્ર એક જ કોટિની છે તો શાસ્ત્રકારોએ સ્થૂળ હિંસા અને સૂક્ષ્મ હિંસા, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા વગેરે હિંસાના (૬૦) છે, જે છે તે જિણધો) Page #158 -------------------------------------------------------------------------- ________________ ભેદ કેમ બતાવ્યા ? બધી હિંસાઓને એક કોટિમાં માનવાથી શાકાહાર અને માંસાહાર એક જ કોટિમાં આવી જશે. જો એવું નથી અને હિંસામાં તારતમ્ય છે તો એનો આધાર શું છે ? કયા ગજથી હિંસાનું મોટાપણું કે નાનાપણું માપવું ? શું મરનાર જીવોની અલ્પતા કે અધિકતા પર હિંસાનો અલ્પતા અને અધિકતા નિર્ભર છે ? અથવા જીવોના શરીરની સ્થૂળતાસૂક્ષ્મતા પર હિંસાની અધિકતા કે હીનતા અવલંબિત છે ? અથવા હિંસામયી વૃત્તિની તીવ્રતા મંદતા પર હિંસાની અધિકતા-ન્યૂનતા આધારિત છે ? આખરે તે કયો આધાર છે જેનાથી હિંસાને સાચા રૂપમાં માપી શકાય ? કોઈ કહે છે કે – “બધા જીવ બરાબર છે, શું એકેન્દ્રિય અને શું પંચેન્દ્રિય ! પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને વનસ્પતિના જીવ પણ જીવ છે, એમના પણ પ્રાણ છે, એમને પણ જીવવાનો હક છે. એમની હિંસામાં પણ એટલું જ પાપ છે, જેટલું પંચેન્દ્રિય જીવોની હિંસામાં. જીવહિંસામાં નાના જીવ કે મોટા જીવોનો ભેદ ન હોવો જોઈએ. હિંસા ચાહે નાના જીવની હોય કે મોટાની, હિંસા જ છે. નાના જીવોની હિંસામાં ઓછું પાપ માનવું અને મોટા જીવોની હિંસામાં વધુ પાપ માનવું પક્ષપાતપૂર્ણ છે.’ એવી માન્યતા તેરાપંથ સંપ્રદાય*ની છે. આ માન્યતાના આધારે જ તે તરસ્યાને પાણી પીવડાવાવમાં, ભૂખ્યાને ભોજન કરાવવામાં અને દયા-દાનનાં કામોમાં પાપ બતાવે છે. એમની દૃષ્ટિ એ છે કે પાણીના એક બુંદ(ટીપા)માં અસંખ્ય જીવ છે. તરસ્યાને પાણી પિવડાવવામાં તે અસંખ્ય જીવ મરી જાય છે અને માત્ર એક વ્યક્તિ બચે છે. એ એક વ્યક્તિને બચાવવામાં અસંખ્ય જીવોની હિંસા થાય છે, તો એનાથી પુણ્ય કેવી રીતે થશે ? પરંતુ ઉક્ત દૃષ્ટિકોણ સાચો નથી. જૈન ધર્મને એ ઇષ્ટ નથી કે જીવોને ગણીને હિંસાનો હિસાબ લગાવવામાં આવે. શાસ્ત્રકાર જીવોની ગણતરીને મહત્ત્વ નથી દેતો, તે તો ભાવોને મહત્ત્વ આપે છે. હિંસાને માપવાનો ગજ જીવોની સંખ્યા નથી. ભાવનાઓના ગજથી જ હિંસાનું મંદત્વ કે તીવ્રત્વ માપવામાં આવે છે. શાસ્ત્રમાં તંદુલ મત્સ્યનું ઉદાહરણ આવે છે. તે એક પણ માછલીને નથી મારતો, છતાંય શાસ્રકારે એને ઘોર હિંસાનો ભાગી બતાવ્યો છે. જો વધુ જીવોની હિંસા જ વધુ હિંસાનું કારણ હોત તો શાસ્ત્રકાર તંદુલ મત્સ્યનું ઉદાહરણ ન આપત. વસ્તુતઃ એવો જૈન ધર્મનો સિદ્ધાંત નથી. આ તો હસ્તી તાપસોની માન્યતા છે, પરંતુ ભૂલથી અથવા આભિનિવેષિક દૃષ્ટિથી એક જૈન પંથે (તેરા પંથે) આને અપનાવી લીધો. ‘સૂત્રકૃતાંગ’માં વર્ણન આવે છે કે - ‘પહેલાં કોઈ એવા પણ તપસ્વી હતા જે ઘોર તપસ્યા કરતા હતા અને પારણાનો દિવસ આવતો તો વિચાર કરતા કે જો આપણે વનના ફળ ખાઈશું તો અસંખ્ય જીવ મરશે, અનાજના દાણાઓમાં પણ અસંખ્ય જીવ હોય છે. શેર-અડધો શેર અનાજ ખાઈએ તો કેટલા અસંખ્ય જીવોની હિંસા થાય છે ? પછી કેમ કોઈ સ્થૂલ કાય જીવને મારી નાખવામાં આવે, જેને આપણે પણ ખાઈએ અને બીજાને પણ ખવડાવીએ. આ * તેરાપંથ સંપ્રદાયની અનુકંપા સંબંધિત માન્યતા માટે જુઓ - सद्धर्म मण्डनम् एवं अनुकम्पा विचार । અહિંસા-વિવેક ૬૬૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ વિચારીને તે જંગલમાં એક હાથીને મારી નાખતા અને કેટલાય દિવસો સુધી એને ખાતા. એમનું માનવું હતું કે એવું કરીને તે ઓછી હિંસા કરે છે,' પણ ભગવાન મહાવીરે કહ્યું કે - “આ સમજવું ખોટું છે.’’ જીવોની ગણતરી હિંસાનો આધાર નથી. પાણી અને વનસ્પતિમાં અસંખ્ય જીવ છે તો હિંસા વધુ થશે અને એક હાથીને મારી નાખવામાં આવે તો હિંસા ઓછી થઈ ગઈ - એ માનવું ખોટું છે. કારણ કે એકેન્દ્રિયની હિંસાના સમય ભાવોમાં તીવ્રતા નથી હોતી, ભાવોમાં નિર્દયતા કે કઠોરતા નથી હોતી, તીવ્ર દ્વેષ ભાવ નથી હોતો. પણ જ્યારે પંચેન્દ્રિય જીવની હિંસા કરવામાં આવે છે તો અંતઃકરણની સ્થિતિ બીજા જ પ્રકારની હોય છે. ત્યાં ભાવોની તીવ્રતા, ક્રૂરતા અને નિર્દયતા ઘણી વધારે રહે છે. ભગવાને પ્રતિપાદિત કર્યું કે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવની હિંસાના ભાવ એક જેવા નથી રહેતા. એકેન્દ્રિયની અપેક્ષા દ્વીન્દ્રિય જીવની હિંસામાં પરિણામ વધુ ઉગ્ર હશે અને માટે હિંસા પણ વધુ થશે. દ્વીન્દ્રિયથી ત્રીન્દ્રિયમાં વધુ, આ જ ક્રમથી વધતાં-વધતાં પંચેન્દ્રિય જીવોની હિંસામાં વધુ તીવ્ર સંક્લિષ્ટ પરિણામ થશે, ફળસ્વરૂપ વધુ પાપમય હિંસા થશે. પંચેન્દ્રિયમાં પણ બીજાઓની અપેક્ષાએ મનુષ્યને મારવામાં વધુ હિંસા થાય છે. આ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે જે પ્રાણીની ચેતના જેટલી વધુ વિકસિત હશે એને દુઃખ, સંવેદન તથા આર્તધ્યાન-રૌદ્રધ્યાન એટલી જ તીવ્રતા સાથે થશે અને તે જીવ પોતાના બચાવ માટે જેટલો પ્રયત્ન કરશે. જે જીવ પોતાના બચાવ માટે જેટલો પ્રયત્ન કરશે, મારનારાઓને પણ એટલો જ તીવ્ર પ્રયત્ન મારવા માટે કરવો પડશે. આ જ કારણ છે કે એની હિંસા મોટી હિંસા કહેવાય છે અને વધુ પાપોનું કારણ થાય છે. આ જ દૃષ્ટિથી ‘ભગવતી' અને ‘ઔપપાતિક સૂત્ર'માં નરકગમનનાં કારણોમાં પંચેન્દ્રિય વધ ગણાવવામાં આવ્યો છે, એકેન્દ્રિય વધ નહિ. જો બધા જીવોની હિંસાને સમાન માનવામાં આવે છે તો એમની દૃષ્ટિમાં એક ગ્લાસ પાણી પીવું અને એક ગ્લાસ મનુષ્યનું લોહી પીવું સમાન કેમ નથી કહેવાતું ? (છતાં અહીં એ ધ્યાન દેવા યોગ્ય વાત છે કે ગૃહસ્થના સંકલ્પી હિંસાનો ત્યાગ થાય છે, આરંભી હિંસાનો નહિ. આરંભનું પાપ તો એનું નિરંતર ચાલુ છે. એવી સ્થિતિમાં જો કોઈ ગૃહસ્થ કોઈ તરસ્યાને દયાથી પ્રેરિત થઈને પાણી પીવડાવે છે તો એને પાણીના જીવોની આરંભી હિંસા લાગે છે, જે એમ પણ લાગી જ રહી છે. તેથી એને કરુણા અને દયા ભાવનાનો પુણ્ય લાભ થઈ રહ્યો છે, તે વધારાનો લાભ જ છે.) એમની દૃષ્ટિમાં વનસ્પતિ આહાર અને માંસાહાર એક સમાન કેમ નહિ માનવામાં આવે ? શું કોઈ વિવેકી વ્યક્તિ એ માનવા માટે તૈયાર થશે કે બકરાનું માંસ ખાવું વનસ્પતિ આહારની અપેક્ષા ઓછા પાપનું કામ છે ? કોઈ બુદ્ધિમાન વ્યક્તિ એવું માની શકે છે ? કદી નહિ. તેથી જૈન ધર્મમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવ સુધીની દ્રવ્ય અને ભાવ હિંસામાં ક્રમશઃ તરતમતા માનવામાં આવી છે. તરતમતાનું કારણ હિંસકનું સંક્લેશ પરિણામ છે. જ્યાં કષાયની તીવ્રતા જેટલી વધુ હશે એટલી વધુ હિંસા થશે. પંચેન્દ્રિય જીવોના વધમાં સંક્લેશ પરિણામ અતિ ઉત્કટ માત્રામાં હોય છે, તેથી એકેન્દ્રિય વગેરે જીવોની અપેક્ષા પંચેન્દ્રિય વધમાં વિશેષ પાપ માનવામાં આવ્યું છે અને એને નરકનું કારણ કહેવામાં આવ્યું છે. ૨ જિણધમ્મો Page #160 -------------------------------------------------------------------------- ________________ ભગવાન નેમિનાથનું જીવન આ વાતનું જીવતું જાગતું પ્રમાણ છે. ભગવાન નેમિનાથ દયાના સાગર હતા. જ્યારે એમને વિવાહ માટે મનાવી લીધા અને જાનની તૈયારી થવા લાગી ત્યારે એમને સ્નાન કરાવવામાં આવ્યું. ફૂલોની માળાઓ પહેરાવવામાં આવી. આ બધું થતું રહ્યું પરંતુ એમણે એ સમયે એ ન કહ્યું કે - “મારા વિવાહ માટે આટલી હિંસા થઈ રહી છે.' એક ટીપામાં અસંખ્ય જીવ છે અને એક પાંખડીમાં (કળીમાં) અસંખ્ય કે અનંત જીવ હોઈ શકે છે. પણ એ સમયે એમણે કોઈ વિરોધ ન કર્યો. જાન રવાના થઈ ગઈ. જ્યારે તે ઉગ્રસેન મહારાજના ત્યાં પહોંચ્યા, તોરણ પર આવ્યા તો એક વાડામાં પશુ-પક્ષીઓને ઘેરેલાં જોયાં. એમનો કરુણ પોકાર એમના કાનોમાં સંભળાયો. પૂછ્યું તો ખબર પડી કે - “એ પશુઓ એમના વિવાહ પ્રસંગ પર ભોજનાર્થે મારવા માટે બાંધવામાં આવ્યા છે.” સારથીની વાત સાંભળતાં જ નેમિનાથ ભગવાનના અંતઃકરણમાં દયા ઊમટી પડે છે. એમણે સારથીની તરફ કરુણાભરી દૃષ્ટિ નજરે જોયું. સારથીએ એમને છોડી દીધાં તો એમણે સારથીને પોતાનાં અમૂલ્ય આભૂષણ ખુશીથી ઇનામ આપી દીધાં. ભગવાન તોરણથી પાછા વળી ગયા. એમણે વિવાહ ન કર્યો. ભગવાન નેમિનાથના આ આદર્શ ઉદાહરણથી યાદવ જાતિ જાગી ઊઠી. એને ધ્યાન થયું કે વિવાહના સમયે જે પશુઓની હિંસા કરવામાં આવે છે, તે કેટલું મોટું અનર્થ છે. ભગવાન નેમિનાથે સ્નાન કરતા સમયે જલકાયના અસંખ્ય એકેન્દ્રિય જીવોની હિંસા જાણવા છતાંય વિવાહનો ત્યાગ ન કર્યો. પરંતુ વાડામાં બંધ કરેલાં ગણતરીનાં પંચેન્દ્રિય પ્રાણીઓને જોઈને અને દયાથી દ્રવિત થઈને વિવાહ કરવાનો અસ્વીકાર કરી દીધો. એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે જો નેમિનાથ ભગવાન એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની હિંસાને સમાન સમજતા તો સ્નાન કરતા સમયે જ એનો વિરોધ કરતા અને વિવાહ કરવો અસ્વીકાર કરી દેતા, કારણ કે ત્યાં અસંખ્ય જીવોની હિંસા થઈ રહી હતી. જો એ સમયે વિવાહનો ત્યાગ ન કર્યો તો પંચેન્દ્રિય પ્રાણીઓની હિંસાથી દ્રવિત થઈને એ સમયે પણ વિવાહનો ત્યાગ ન કરતા. એનાથી નિષ્કર્ષ એ જ નીકળે છે કે એકેન્દ્રિય અને પંચેન્દ્રિય હિંસા સમાન નથી. એક ગૃહસ્થ વનસ્પતિ પર ચાકૂ ચલાવે છે અને બીજો કોઈ મનુષ્ય કે પશુની ગરદન પર ચાકૂ ચલાવે છે. હવે અંતઃકરણને સાક્ષી બનાવીને પૂછવું જોઈએ કે - “શું બંને સમાન પાપના ભાગી છે? બંનેની હિંસા સમાન કોટિની છે?' જે લોકો એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની હિંસાને સમાન માને છે, તે ગૃહસ્થ શું એકેન્દ્રિયની સમાન પંચેન્દ્રિયનો પણ વધ કરે છે? જો તે એવું ન કરતા તો દુનિયાને ચક્કરમાં નાખવા માટે શું એવી સમાનતાનું પ્રતિપાદન કરે છે? બધાં પ્રાણીઓની હિંસા સમાન હોવાની તો વાત જ શું, મનુષ્ય-મનુષ્યની હિંસામાં પણ અંતર હોય છે. હિંસ્ય વ્યક્તિની સ્થિતિ અને ગરિમાના કારણે પણ પાપમાં તરતમતા હોય છે. જેમ કોઈ વ્યક્તિ એક અદના આદિવાસીને ઝાપટ મારે છે, એક વ્યક્તિ જનતા દ્વારા ચૂંટાયેલી સન્માનનીય વ્યક્તિને લાફો મારે છે, ત્રીજી મંત્રીને, ચોથી પ્રધાનમંત્રી અને પાંચમી રાષ્ટ્રપતિને નુકસાન પહોંચાડે છે તો સ્પષ્ટ છે કે ઉત્તરોત્તર વ્યક્તિઓની ગરિમા [ અહિંસા-વિવેક છે , ૩) Page #161 -------------------------------------------------------------------------- ________________ અને જન પ્રતિનિધિત્વની દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ હોવાથી ઉત્તરોત્તર વ્યક્તિઓના અપરાધની માત્રા ગંભીર થઈ જાય છે, કારણ કે તે વ્યક્તિ ઉત્તરોત્તર વધુ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી એમના ઉપર પ્રહાર કરવો એ બધા સમુદાયો પર પ્રહાર છે, જેનું તે પ્રતિનિધિત્વ કરે છે. એમના અપરાધોની ભયંકરતા ઉત્તરોત્તર વધતી જાય છે. તેથી બધાં પ્રાણીઓની હિંસા સમાન છે.” આ નથી માની શકાતું. અહિંસા અને હિંસાનો પ્રધાનો આધારકર્તાની ભાવના છે, તેથી એને જ હિંસાની અલ્પતા કે અધિકતાનો આધાર માનવો જોઈએ. જીવોની ગણતરી દ્વારા આંકવું ભયંકર ભૂલ છે - અને જૈન સિદ્ધાંતથી વિપરીત છે. શું જીવદયા માટે હિંસા ઉચિત છે? કેટલાક આધુનિક વિદ્વાન એ તર્ક ઉઠાવે છે કે - “જે પ્રાણી બહુ કષ્ટમાં છે, જેની બીમારી અસાધ્ય છે, દવા કરાવવા છતાંય નથી મટી શકતી, જે વેદનાથી છટપટી રહ્યું છે, એને એ કષ્ટ અને વેદનાથી છોડાવવા માટે જો ઇજેશન વગેરે દ્વારા મારી નાખવામાં આવે તો તે કોઈ અપરાધ ન હોવો જોઈએ. અર્થાતુ એમની દૃષ્ટિમાં એવા બીમારોને મારી દેવા પાપ નથી. એમનાં તર્ક છે કે એવા બીમારને મારી દેવાથી તે પીડાથી છૂટી જાય છે, તેથી આ જીવદયા છે, હિંસા નહિ ? આમ, વિચાર અને તર્ક બહુ જ અનર્થકારી છે. પ્રાણી કે મનુષ્ય જ્યાં સુધી પોતાના સ્વાભાવિક મોતથી નથી મરતો એના પહેલાં એને મારી નાખવો કોઈપણ સ્થિતિમાં ઉચિત નથી કહી શકાતું. ત્યાં એની હિંસા કરવી જ પડશે. એવું પ્રાણી કે મનુષ્ય સ્વસ્થ નહિ થઈ શકે, આ નિર્ણય આખરે કયા આધાર પર કરી શકાય છે? ક્યારેક-ક્યારેક એવા રોગી પણ બચી જાય છે, જેમના બચવાની કોઈ સંભાવના નથી હોતી. અનેક ઘટનાઓ તો એવી પણ સાંભળવા મળે છે કે રોગીને મરેલો સમજીને તેને અગ્નિદાહ માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં એના શરીરમાં ચેતનાનાં ચિહ્નો નજર આવવાં લાગ્યાં. તે સ્વસ્થ થઈ ગયો અને વર્ષો સુધી જીવતો રહ્યો. એવી સ્થિતિમાં કોણ નિશ્ચયપૂર્વક કહી શકે છે કે અમુક રોગી બચશે કે નહિ? આયુષ્યની પ્રબળતા હોવાથી રોગી દુ:સાધ્ય રોગ હોવાથી પણ બચી શકે છે. તેથી રોગથી વ્યાકુળ વ્યક્તિને અને દુઃખી જીવને દયાભાવથી પ્રેરિત થઈને મારી નાખવો ઉચિત નથી. સાથે આ પ્રકારની પરંપરા ચાલી આવવાથી લોકો આ પ્રકારની દવાના બહાને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે કોઈ અપ્રિય જનને મારી નાખવા લાગશે. લોકોમાંથી સેવા-સુશ્રુષાની ભાવના લુપ્ત થઈ જશે, જે ખૂબ જ અનર્થકારી છે. ધન વગેરેના લોભના કારણે પણ લોકોની હત્યા કરવાનું આ એક સરળ બહાનું બની જશે. અનેક ઘાતક પરિણામોની સંભાવના હોવાથી કોઈપણ વ્યક્તિને એના સ્વાભાવિક મોતના પહેલાં મારી નાખવી દયા નથી, પણ અજ્ઞાન તથા હિંસા જ છે. શાસ્ત્રકાર અને અનુભવીઓનું કથન છે કે કોઈપણ પ્રાણી ભલે તે કેટલું પણ દુઃખી કેમ ન હોય, મરવા માંગતું નથી. (૪) 0000000000000 જિણધમો) Page #162 -------------------------------------------------------------------------- ________________ " सव्वे जीवा वि इच्छंति जीविडं न मरिज्जिउं ।” . દશવૈકા. અ.-૬, ગા-૧૧ બધા જીવો જીવવા માંગે છે, મરવા કોઈ માંગતું નથી, તેથી કોઈપણ જીવને એના મૃત્યુના પહેલાં મારી નાખવો એની હિંસા કરવી જ છે. અહિંસા વ્રતના અતિચાર : શ્રાવકના પ્રથમ અહિંસા વ્રતનું સમગ્ર સ્વરૂપ આ પ્રકાર હોય છે - ‘હું જાણી જોઈને મન-વચન-કાયાથી કોઈ નિર્દોષ ત્રસ જીવની હિંસા નહિ કરું અને ન કરાવીશ. હું સ્થાવર જીવોની પણ નિરર્થક હિંસા નહિ કરું.' આ શ્રાવકના પ્રથમ વ્રતનું સ્વરૂપ છે. જો કે આ પ્રતિજ્ઞામાં જીવની હિંસા (પ્રાણાતિપાત) ન કરવાની મર્યાદા કરવામાં આવી છે, છતાં શ્રાવકને નીચે લખેલાં કાર્યોથી બચવું જોઈએ, કારણ કે એના કરવાથી વ્રત તૂટતું તો નથી, પણ આ મલિન અવશ્ય થઈ જાય છે. શાસ્ત્રીય ભાષામાં વ્રતને મલિન કે દૂષિત કરનાર કાર્યોને અતિચાર કહેવામાં આવ્યો છે. પ્રથમ વ્રતના પાંચ અતિચાર આ પ્રકારે છે . (૧) બંધે : જીવોને નિર્દયતાપૂર્વક કઠોર બંધનથી બાંધવા. (૨) વહે : જીવોને નિર્દયતાથી મારવા-પીટવા. (૩) છવિચ્છેએ : જીવોને અંગ-ભંગ કરવા. (૪) અઇભારે : જીવો પર એમના સામર્થ્યથી વધુ ભાર લાદવો. (૫) ભત્ત પાણ વિચ્છેએ ઃ જીવોને ભોજન પાણી વગર ભૂખ્યા કે તરસ્યા રાખવા. (૧) બંધન : અહિંસા વ્રતનો પ્રથમ અતિચાર ‘બંધન’ છે. એનો અર્થ ‘બાંધવું’ થાય છે. એના બે ભેદ છે - દ્વિપદ બંધ અને ચતુષ્પદ બંધ. દાસ-દાસી, નોકર-ચાકર, પુત્ર વગેરે દ્વિપદમાં ગણવામાં આવે છે અને ગાય, ભેંસ, બકરી વગે૨ે ચતુષ્પદમાં. આનો બંધ બે રીતે કરવામાં આવે છે. અઠ્ઠાણુ, અનાÇ હૈં । અર્થ-પ્રયોજન વિશેષથી અને નિષ્પ્રયોજન. કોઈને નિષ્પ્રયોજન બાંધીને કષ્ટ આપવું હિંસા છે, શ્રાવકે આ ન કરવું જોઈએ. અર્થ-પ્રયોજન વિશેષથી બંધના પણ બે ભેદ છે - (૧) નિરપેક્ષ અને (૨) સાપેક્ષ. (૧) નિરપેક્ષ બંધ એ છે જે નિર્દયતાપૂર્વક બેદરકારીથી બાંધવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે પશુ વગેરેને એ રીતે બાંધવો કે તે હાથ-પગ પણ ન હલાવી શકે, એ નિરપેક્ષ બંધ છે. આ શ્રાવકના માટે સર્વથા વર્જનીય છે. સાવધાની રાખીને અનુશાસન વગેરે માટે કોઈને બાંધવામાં આવે છે, તો તે સાપેક્ષ બંધ છે. એવો સાપેક્ષ બંધ અતિચાર નથી. નિર્દયતાપૂર્વક, ક્રોધ વગેરેને વશીભૂત થઈને કોઈને ગાઢ બંધનમાં બાંધવો અતિચાર છે. શાસ્ત્રકાર કહે છે કે - “પશુ વગેરેને આ રીતે બેદરકારી સાથે ન બાંધે કે કોઈ આકસ્મિક સંકટના સમયે (અગ્નિ કાંડના સમયે) એમને આસાનીથી ન ખોલવામાં આવે.’ પશુઓની સુરક્ષા માટે એમને બાંધવું કે ખોલવું અતિચાર નથી. અનુશાસનની દૃષ્ટિએ ઉદંડ પુત્ર વગેરેને અંદરની કરુણા રાખતાં જો અહિંસા-વિવેક ૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક બાંધે છે તો એને અતિચાર નથી લાગતો. આ જ રીતે રાજા વગેરે શ્રાવક અપરાધીને બંધની સજા આપતાં અતિચારના ભાગી નથી થતા, પણ બેશક એમાં શ્રેષની ભાવના ન હોય. કોઈ અપરાધીને બંધની સજા આપતાં રાજા વગેરેને એ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે એની ભૂખ-તરસ કે અન્ય શારીરિક આવશ્યકતાઓમાં નિર્દયતાનું આચરણ ન હોય. ઉક્ત વાતો દ્રવ્ય બંધનની અપેક્ષાથી બતાવવામાં આવી છે. આ રીતે ભાવ બંધન માટે પણ સમજી લેવું જોઈએ. અર્થાતુ જાતિ બંધનના રીત-રિવાજો આ પ્રકારના ન હોય કે જેમાં બંધાઈને ગરીબ વ્યક્તિ રિબાઈ રિબાઈને મરી જશે. આ રીતે મજબૂરીના માર્યા લોકોથી આ પ્રકારનો દસ્તાવેજ લખાવીને એમને બાંધી લેવો, જેનાથી તે બિચારો ભયંકર રૂપથી શોષિત થઈ જાય, વગેરે બંધનની બીજી પણ પદ્ધતિઓ હોઈ શકે છે. આધુનિક યુગમાં બંધન'ની રીતો (પદ્ધતિઓ) બદલાઈ ગઈ છે, તેથી વ્રતનો આશય સમજીને એને મલિન કરનાર અતિચારથી બચવું જોઈએ. (૨) વધ : વધનો સાધારણતઃ અર્થ જાનથી મારવાનો થાય છે. પરંતુ એ અર્થ અહીં સંગત નથી. અહીં વધનું તાત્પર્ય છે - કોઈપણ વ્યક્તિને નિર્દયતાપૂર્વક પીટવો. એના પણ બે ભેદ છે - અનર્થ અને સાર્થ. વગર પ્રયોજને રસ્તે ચાલતાં કોઈ નિર્દોષ પ્રાણી કે વ્યક્તિને ડંડાથી, ચાબુકથી કે પથ્થર વગેરેથી ઘાવ (હાનિ) પહોંચાડવો અનર્થ વધ છે. સાર્થ વધ બે પ્રકારના છે - સાપેક્ષ અને નિરપેક્ષ. નિર્દયતાપૂર્વક અર્થાત્ મર્મસ્થાન વગેરેનો વિચાર કર્યા વગર જ જે મારપીટ કરવામાં આવે છે તે નિરપેક્ષ વધ છે. સુધાર માટે અંતવૃત્તિમાં દયાની ભાવના રાખતાં જે હાનિ પહોંચાડવામાં આવે છે તે સાપેક્ષ વધે છે. અથવા ઊલટા રસ્તે જનારા પશુને સાચા રસ્તે ચલાવવા માટે જે સાવધાનીપૂર્વક પ્રહાર કરવામાં આવે છે તે પણ સાપેક્ષ છે. માતા-પિતા વગેરે ગુરુજન સુધાર અને શિક્ષણની દૃષ્ટિથી પુત્ર વગેરેને તાડે છે, તે સાપેક્ષ વધે છે. એવો સાપેક્ષ વધ અતિચાર નથી. નિરપેક્ષ ક્રૂરતાપૂર્વક કરવામાં આવતો વધ કે નિપ્રયોજન કરવામાં આવતો વધ અતિચાર છે. ગરીબ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને અનૈતિક રૂપથી એમનું શોષણ કરવું, એક રીતે એમનો વધ કરવા સમાન જ છે. (૩) છવિચ્છેદ : કોઈપણ પ્રાણીનાં અંગોપાંગોનું છેદન કરવું છવિચ્છેદ નામનો અતિચાર છે. એના બે ભેદ છે - સાર્થ અને અનર્થ. પ્રયોજન વગર કુતૂહલવશ કોઈ મનુષ્ય કે પશુ-પક્ષીનાં અંગોપાંગને છેદવું અનર્થ છવિચ્છેદ છે. શ્રાવકના માટે એ વર્જનીય છે. સાથે છવિચ્છેદના બે ભેદ છે – સાપેક્ષ અને નિરપેક્ષ. કરુણારહિત થઈને નિર્દયતાપૂર્વક કોઈની ચામડી કે અન્ય અંગોપાંગોને કાપવો નિરપેક્ષ છવિચ્છેદન છે, આ વર્જનીય છે. કરુણાની ભાવનાથી કોઈ રોગીનું ઓપરેશન કરવું સાપેક્ષ છવિચ્છેદન છે. એવું કરતાં શ્રાવક પોતાના વ્રતને દૂષિત નથી કરતો. હા, જે પ્રયોગ માટે નિરપરાધ પ્રાણીને ચીરી નાખે છે તે અવશ્ય વ્રતના ઘાતી છે. પરંતુ રોગીના રોગને મટાડવા માટે જે ઑપરેશન કરવામાં આવે છે, તે સાપેક્ષ છવિચ્છેદન છે, તે અતિચાર નથી. (૬) 00 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો ) Page #164 -------------------------------------------------------------------------- ________________ (૪) અતિયાર કોઈ પ્રાણી કે મનુષ્ય ઉપર એની શક્તિથી વધુ ભાર લાદવો અતિભાર નામનો અતિચાર છે. ગાડી-ઘોડા, બળદ વગેરે ઉપર ભાર લાદીને ભાડું કમાવું તો કર્માદાનના અંતર્ગત વર્જનીય છે જ, પરંતુ એમ પણ યાત્રા વગેરે પ્રસંગથી જે વાહનોને પ્રાણી જીવધારી પશુ કે મનુષ્ય ચલાવે છે, એમાં વધુ ભારારોપણ કરવું નિર્દયતા છે. અતિભારારોપણથી પશુ અને મનુષ્યના શરીરને અને મનને બહુ ક્ષતિ પહોંચે છે. બળદ-ગાડા અને ભારવાહી મનુષ્યોના પગ-પીઠ વગેરે અંગો તૂટી જાય છે અને એમની જીવની શક્તિ ક્ષીણ થઈ જાય છે. અનેક નાનાં-મોટાં બાળકો પણ ગરીબીથી તંગ આવીને સ્ટેશનો કે બસ સ્ટેન્ડ પર કે અન્ય સ્થાનોમાં બોજ ઉઠાવવાની મજૂરી કરે છે. એ બાળકો ઉપર દયા રાખવી જોઈએ અને એમને એટલો જ બોજો ઉઠાવવા આપવો જોઈએ જેટલો તે આસાનીથી તે ઉઠાવી શકે. એ બાળકને દયા ભાવથી ઉચિત મજૂરી પણ આપવી જોઈએ. ગરીબીથી લાચાર થઈને અનેક લોકો પગથી રિક્ષા ચલાવવાની મજૂરી છે. એમાં એની શક્તિને ધ્યાનમાં રાખીને ઓછી સવારી જ બેસાડવી જોઈએ. ભલે તે રિક્ષાચાલક પોતાની મરજીથી વધુ બેસાડવા માંગે તો પણ વતી શ્રાવકે એવું ન કરવા દેવું. કારણ કે તે વ્યક્તિ તો લાચારીવશ દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે એવું કરે છે. અતિ ભારારોપણ કરવાથી દયાની ભાવના નષ્ટ થઈ જાય છે. કોઈ અક્ષમ વ્યક્તિ પર એની યોગ્યતા અને શક્તિથી વધુ જવાબદારી નાખી દેવી એ પણ અતિભારારોપણ અતિચાર છે. આમ, આને સામાજિક અને રાષ્ટ્રીય સંદર્ભમાં પણ સમજવું જોઈએ. નાની ઉંમરનાં બાળક-બાળકીઓ ઉપર વિવાહની જવાબદારી નાખી દેવી પણ અતિભારારોપણ છે. વૃદ્ધ અને અમેલ વિવાહ પણ અતિભાર જ છે. પ્રજા પર વધુ કર અને ઓક્ટ્રોયનું આરોપણ કરવું પણ શાસકો માટે અતિભારારોપણ છે. અયોગ્ય વ્યક્તિઓ પર સંઘ, સમાજ કે શાસન સંચાલનની જવાબદારી નાખી દેવી પણ અતિ ભારારોપણ છે. જે પશુઓ એ મનુષ્યોની વતી શ્રાવકે પોતાના કામમાં લગાવી રાખ્યા છે એમને ઉચિત વિશ્રામ ન આપવો, શકિતથી વધુ સમય સુધી કામ લેવું એમને ઉચિત વેતન કે વૃત્તિ ન આપવી એ અતિભારારોપણ નામનો અતિચાર અંતર્ગત આવે છે. વર્તમાનમાં શાસને આ દિશામાં કાનૂન બનાવ્યા છે. શ્રાવકને પોતાના વિવેક દ્વારા સ્વયં જ આ પ્રકારના અતિચારથી બચવું જોઈએ. (૫) ભક્તપાન વિચ્છેદ : નિર્દયતાથી કોઈ પ્રાણી કે મનુષ્યને ભૂખ્યો-તરસ્યો રાખવો ભતપાન વિચ્છેદ નામનો અતિચાર છે. એના બે ભેદ છે - અનર્થ અને સાર્થ. કોઈ પ્રાણી કે વ્યકિતને નિષ્કારણ કુતૂહલવશ ભૂખ્યો-તરસ્યો રાખવો અનર્થ ભક્તપાન વિચ્છેદ છે. રોગ વગેરે કારણોથી કરણાની ભાવનાથી એના હિતને દૃષ્ટિમાં રાખીને આહાર વગેરે ન આપવો, સાપેક્ષ ભક્તપાન વિચ્છેદ છે. જેમ કોઈ વ્યક્તિ રોગી છે અને વૈધે એને ભોજન ન આપવાનું કહ્યું છે. કારણ કે રોગી અવસ્થામાં વિવેકપૂર્વક ભૂખ્યા રહેવું રોગને ભૂખ્યા રાખવા સમાન છે. તેથી શ્રાવકના વ્રતમાં અડચણ નથી આવતી. કોઈને સુધારવા માટે અંતરમાં દયાભાવ રાખતા “રોટલી ન આપવાનો ભય બતાવવો' સાપેક્ષમાં પરિગણિત છે. [ અહિંસા-વિવેક કે નકક) Page #165 -------------------------------------------------------------------------- ________________ પરંતુ બેદરકારીથી કે લોભ-લાલચથી પોતાના આશ્રિત મનુષ્ય કે પશુ-પક્ષી વગેરેને સમય પર ભોજન-પાણીની સુવિધા ન આપવી, ક્રૂરતાથી કોઈની રોજી-રોટી છીનવી લેવી, પોતાના નોકર-ચાકરો અને પશુ-પક્ષીઓને પર્યાપ્ત જીવનનિર્વાહના સાધન ઉપલબ્ધ ન કરાવવા નિરપેક્ષ ભક્તપાન વિચ્છેદ છે. આ ક્રૂરતા છે, તેથી અતિચારમાં સમાવિષ્ટ છે. વતી શ્રાવકને સાવધાની સાથે અતિચારથી બચવું જોઈએ. ગર્ભવતી સ્ત્રી ઉપવાસ કરીને જો ગર્ભને ભૂખ્યા રાખે છે તો તે પણ આ અતિચારમાં સમાવિષ્ટ છે. ઉકત અતિચારો પર દષ્ટિપાત કરતાં એ પ્રતીત થાય છે કે આમનો વિશેષ સંબંધ પશુઓ સાથે છે. એ આ વાતનો દ્યોતક છે કે પૂર્વ કાળમાં ગૃહસ્થજીવનના સાથે પશુઓનો નજીકનો સંબંધ રહ્યો છે. પશુપાલન એ સમયની ખાસ પરંપરા હતી. પશુઓને ગૃહસ્થ પોતાના પરિવારનો જ સભ્ય માનતો હતો. આજના યુગમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, તેથી ઉક્ત અતિચારોને ઉપલક્ષણ અને પ્રતીક માનીને એના અભિપ્રાયને આત્મસાત્ કરતાંકરતાં વિવેકની સાથે અતિચારોની સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી કે અન્ય કોઈ પદ્ધતિઓથી ધૂળ અહિંસા વ્રતને પરિપાલનમાં મલિનતા આવવાની સંભાવના હોય, એમનાથી શ્રાવકને બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિરતિચાર વ્રતપાલનથી વ્રતોની સાર્થકતા અને આત્માનું કલ્યાણ થાય છે. શ્રાવકને વિવેકપૂર્વક સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું નિરતિચાર પાલન કરવું જોઈએ. અતિચાર સંબંધિત શંકા સમાધાનઃ શંકા ઃ શ્રાવક પોતાના સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં હિંસા કરવાનો ત્યાગ કરે છે, તે બંધ, તાડન, છ વિચ્છેદ વગેરેનો ત્યાગ નથી કરતો તો બંધ અને વધ વગેરે કરવાથી એના વ્રતમાં અડચણ કેવી રીતે આવે છે? પ્રાણાતિપાતથી વિરતિ તો એની અખંડ રહે છે. જો કહેવામાં આવે કે એના વધ વગેરેનો પણ પ્રત્યાખ્યાન થાય છે તો એના કરવાથી વ્રતભંગ જ માનવું જોઈએ, કારણ કે વિરતિનું ખંડન થઈ જાય છે. બીજી વાત એ છે કે જો બંધવધ વગેરેને પણ એના પ્રત્યાખ્યાન માનવામાં આવે તો વ્રતોની જે સંખ્યા માનવામાં આવે છે તે નથી બની શકે કારણ કે પ્રત્યેક વ્રતમાં અતિચાર છે અને તે વ્રતોમાં ગણવામાં આવશે. એવી સ્થિતિમાં બંધ, વધ વગેરેને અતિચાર કેવી રીતે માની શકાય છે ? સમાધાન શ્રાવક પોતાના મૂળ પ્રાણાતિપાત (હિંસા)ને જ પ્રત્યાખ્યાન કરે છે. પરંતુ અર્થતઃ એના બંધ-વધ વગેરેના પણ પ્રત્યાખ્યાન થઈ જાય છે, કારણ કે તે પણ પ્રાણાતિપાતના ઉપાય જ છે. એવી સ્થિતિમાં એવું કહેવામાં આવ્યું કે - “જો વધ-બંધ વગેરેના પણ એના પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય છે તો એમના કરવાથી વ્રતભંગ જ થશે, અતિચાર નહિ.” એમનું સમાધાન એ સમજવું જોઈએ કે વ્રત બે પ્રકારથી લેવાય છે - અનાવૃત્તિથી અને બહિવૃત્તિથી. જ્યારે મારવાનો સંકલ્પ તો નથી, પરંતુ ક્રૂરતાના સાથે બંધ વધ વગેરેમાં એ પ્રવૃત્તિ કરે છે પરંતુ હિંસા નથી થતી. એવી સ્થિતિમાં ક્રૂરતાના કારણે અંતરંગ દૃષ્ટિથી તો એના વ્રતનો (૬૮) ( 0 0 0 0 0 0 જિણો ) Page #166 -------------------------------------------------------------------------- ________________ ભંગ થાય છે, પરંતુ હિંસા ન હોવાના કારણ બાહ્ય દૃષ્ટિથી વ્રતનું પાલન થાય છે. આ રીતે અંગથી વ્રતનું પાલન અને અંશથી વ્રતનો ભંગ થવાથી એ અતિચાર કહેવામાં આવે છે. જેમ કે પૂજ્યોએ કહ્યું છે - मृत्योरभावान्नियमो ऽस्ति तस्य, कोपादिदयाहीनतया तु भग्नः । देशस्य भंगादनुपालनाच्च पूज्या अतिचारमुदाहरन्ति ॥ શ્લોકનો ભાવ ઉપર આપવામાં આવી ગયો છે. જે એ કહે છે કે બંધ વગેરેનો પ્રત્યાખ્યાન માનવાથી વ્રતોની સંખ્યા નથી બની શકવાની, એ અયુક્ત છે, કારણ કે વિશુદ્ધ અહિંસાના સદ્ભાવમાં બંધ-વધ વગેરે થઈ જ નથી શકતા.' - અથવા વધ-બંધ વગેરે જ્યારે જાણી-જોઈને કરવામાં આવે છે ત્યારે વ્રતનો ભંગ સમજવો જોઈએ અને જ્યારે અજ્ઞાનથી, અજાણતા કે ઉપયોગ ન રહેવાથી થઈ જાય છે, ત્યાં અતિચાર સમજવું જોઈએ. અથવા અતિક્રમ, વ્યતિક્રમ વગેરેની તરતમતાની અપેક્ષાથી અતિચારતા સમજવી જોઈએ. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ વ્રતની ઉત્તરોત્તર દોષ-પૂર્ણ સ્થિતિઓ છે. એમને સમજવા માટે એક ઉદાહરણ લઈ લો. આધા કર્મ આહાર ગ્રહણ ન કરવો. વ્રત છે. આધાકર્મ આહાર ગ્રહણ કરવા માટે નિમંત્રિત કરવાથી એને સારો સમજવો, અતિક્રમ છે. એને ગ્રહણ કરવા માટે આગળ વધવું વ્યક્તિક્રમ છે. આધાકર્મ ગ્રહણ કરી લેવો અતિચાર છે અને એ આધાકર્મને ખાઈ લેવો અનાચાર છે. આ ઉદાહરણથી વ્રતની દોષપૂર્ણ સ્થિતિઓને સમજી શકાય છે. આમ, શ્રાવકની અહિંસાની મંજિલ અને એની તરફ ચાલવાના માર્ગમાં પડનારી વિધિપડાવોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેથી શ્રાવક વર્ગ પોતાના અહિંસા વ્રતની મર્યાદાને ખરા રૂપમાં સમજીને હૃદયંગમ કરી શકે. જે શ્રાવક નિરતિચાર પોતાના સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતની આરાધના કરશે તે આત્મ કલ્યાણના માર્ગ ઉપર અગ્રેસર થઈ શકશે. ૬૯ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત અહિંસા-અણુવ્રતનો સ્વીકાર કર્યા પછી શ્રાવક સત્ય અણુવ્રતને અંગીકાર કરે છે, કારણ કે અહિંસાની આરાધના સત્ય વગર નથી થઈ શકતી. અહિંસા અને સત્ય આ રૂપમાં મળેલાં છે કે સત્ય વગર અહિંસા અધૂરી છે અને અહિંસા વગર સત્ય અપૂર્ણ છે. અહિંસાની ઉર્વર ભૂમિમાં જ સત્યનો છોડ ઊગી શકે છે - વિકસિત થઈ શકે છે, એ જ રીતે સત્યના પાયા પર જ અહિંસા વગેરે વ્રતોનો પ્રાસાદ (મહેલ) સુદૃઢ રૂપમાં ચિરસ્થાયી થઈ શકે છે. જેમ વિસ્તૃત નીલ ગગનમાં ઊડવા માટે પક્ષીની બંને પાંખોનું મજબૂત હોવું જરૂરી છે, એમ જ વિસ્તૃત આધ્યાત્મિક જીવન-ગગનમાં ઊડવા માટે મનુષ્ય પાસે અહિંસા અને સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત SSC Page #167 -------------------------------------------------------------------------- ________________ સત્યરૂપી બે પાંખોનું સુદઢ તથા સુરક્ષિત હોવું જરૂરી છે. અહિંસા અને સત્ય જીવનની બે પાંખો છે. શું સાધુજીવન અને શું ગૃહસ્થજીવન, પ્રત્યેક જીવનમાં આ બંને પાંખોનું હોવું જરૂરી છે. લોકો અહિંસાના પાલનનું તો નાટક કરી લે છે, પરંતુ સત્યાચરણના દ્વાર પર આવતાં જ એમના પગ ધ્રૂજવા લાગે છે. ભગવાન મહાવીરનું કથન છે કે - “સાધકના પગ જેટલા અહિંસાની તરફ વધ્યા, એટલા જ સત્યની તરફ પણ વધવા જોઈએ.” સત્યને ઠોકર મારી કોરી (ખાલી) અહિંસાને અપનાવવું, પ્રકાશને છોડીને તેલથી ભરેલી દિવેટને અપનાવવા સમાન છે. એ જ રીતે કોરા સત્યના પ્રતિ આગ્રહશીલ હોવું જો એની પાછળ અહિંસા, કરુણા અને પ્રેમ ન હોય, તો જીવનમાં પ્રકાશ નથી આપી શકતો. સત્ય અને અહિંસા - એ બે જ જગતની સર્વાધિક મૂલ્યવાન વસ્તુઓ છે. સત્યનો મહિમા : સત્યનું મહત્ત્વ બતાવતાં “આચારાંગ'માં કહ્યું છે . àમિધિરૂં બૈદ સ્થિોવ મેઢાવી સબંપાવં મૅ સોસફ ” - આચારાંગ, પ્રથમ શ્રુત, અ. હે સાધકો ! સત્યમાં ધૃતિ અને સ્થિતિ કરો. સત્યમાં સંલગ્ન મેધાવી બધાં પાપકર્મોને સળગાવી નાખે છે. બીજું પણ કહ્યું છે - માઈIII સક્રિો મેદાવી મારે તર” સત્યની આજ્ઞામાં ઉપસ્થિત રહેનાર મેધાવી જન્મ-મરણને પાર કરી જાય છે. “મહાભારત'માં સત્યનો મહિમા બતાવનાર અનેક મુક્તાકણ છે - “નાસ્તિ સત્યાન પર થ:' - મહાભારત-શાંતિ પર્વ સત્યથી વધીને કોઈ ધર્મ નથી - ત્યેનોસ્પદ ઘ, રીવાનેન વર્ધતે' ધર્મની ઉત્પત્તિ સત્યથી થાય છે અને તે ધર્મ દયાદાનના દ્વારા વિકસિત થાય છે. “सत्यं स्वर्गस्य सोपानं, पारावरस्य नौरिव" - મહાભારત-ઉદ્યોગ પર્વ સત્ય સ્વર્ગની સીડી છે અને સંસાર-સાગરથી પાર કરનારી નાવ છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સત્યની પ્રશંસામાં કહ્યું છે કે - “મંત્ર, ઔષધિ અને વિદ્યાઓનું સાધન સત્યથી થાય છે.” ચારણ (લબ્ધિસંપન્ન મુનિ વિશેષ) તથા શ્રમણોની આકાશ-ગમન વગેરે વિદ્યાઓ સત્યના પ્રભાવથી સિદ્ધ થાય છે. સત્ય, મનુષ્યોના વંદનીય, દેવતાઓના અર્ચનીય, અસુરગણોના પૂજનીય અને અનેક વ્રતધારીઓ દ્વારા સ્વીકાર કરાયેલું સારભૂત તત્ત્વ છે. ક્ષુબ્ધ ન હોવાના કારણે તે મહાસમૃદ્ધથી પણ વધુ ગંભીર વિચલિત ન થનાર મેરુ પર્વતથી વધુ સ્થિર, સંતાપને દૂર કરવાના કારણે ચંદ્રમંડળથી વધુ સૌમ્ય, વસ્તુ સ્વરૂપનો (૭૦) છે જે તે જિણધમો) Page #168 -------------------------------------------------------------------------- ________________ યથાર્થ પ્રકાશક હોવાથી સૂર્યમંડળથી પણ વધુ તેજસ્વી, અતિનિર્દોષ હોવાના કારણે આકાશમંડળથી વધુ સ્વચ્છ અને સત્ય પ્રેમીઓનાં હૃદયોને વશમાં રાખવાના કારણે ગંધમાદન પર્વતથી પણ વધુ સુગંધિત છે.” - પ્રશ્ન વ્યાકરણ-સંવરદ્વાર આના વિશે ભર્તુહરિએ કહ્યું છે - “સત્યં વેત્તા ૨ લિંક ?” જો સત્ય વિદ્યમાન છે તો તપ કરે તો શું અને ન કરે તો શું? અર્થાત્ તપથી સત્યનો પ્રભાવ વધુ છે. સત્ય સ્વયં જ તપ છે. અન્યત્ર કહેવામાં આવ્યું છે - सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रविः । सत्येन वाति वायुश्च, सर्व सत्ये प्रतिष्ठितम् ॥ સત્યે જ પૃથ્વીને ધારણ કરી રાખી છે, સત્યથી જ સૂર્ય તપે છે, સત્યથી જ હવા ચાલે છે અને બધું સત્યથી જ સ્થિર છે. એનાથી વધીને સત્યના મહિમાનું બીજું વધુ શું વ્યાખ્યાન થઈ શકે છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં “તે સä મયવં” કહેવામાં આવ્યું છે. અર્થાત્ “સત્ય” જ ભગવાન છે. સત્યની મહત્તાના વિષયમાં એનાથી વધુ બીજું કંઈ કહેવાની જરૂર નથી રહેતી. સત્યની પરિભાષા : સત્યની વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે - “ત: ભાવ: સત્યમ્” અથવા “સખ્યો દિતમ્ સત્યમ્' વસ્તુમાં યથાર્થતાનું હોવું સત્ય છે અથવા સજ્જનો માટે જે હિતકારી હોય તે સત્ય છે. આનો સીધો અર્થ છે સાકરમાં મીઠાશ સત્ય છે, ફૂલમાં સુગંધ સત્ય છે, જળમાં શીતળતા સત્ય છે, અગ્નિમાં ઉષ્ણતા સત્ય છે, સાધુમાં સાધુત્વ સત્ય છે, શ્રાવકમાં શ્રાવકત્વ સત્ય છે. આ વ્યાખ્યા અનુસાર સત્ય આખા વિશ્વનો મૂળાધાર છે. સત્ય વગર સંસારનો કોઈ પણ પદાર્થ ટકી શકતો નથી. માટે સત્યથી અલગ જે પણ છે તે શૂન્ય છે, મિથ્યા છે. જો સાકરમાં મીઠાશ નથી, ઘીમાં સ્નિગ્ધતા નથી, જળમાં શીતળતા નથી, અગ્નિમાં ઉષ્ણતા નથી; તો એ જ કહેવાશે કે એમાંથી સત્ય નીકળી ગયું છે. સત્યનું નીકળી જવું શરીરમાં પ્રાણોનું નીકળી જવું છે. જેમ શરીરમાં પ્રાણોનું મૂલ્ય સૌથી વધુ છે, એમ જ સમસ્ત સદ્ગુણોમાં સત્યનું મૂલ્ય સર્વાધિક છે. સત્યના અભાવમાં મનુષ્યની સ્થિતિ પ્રાણશૂન્ય શરીર જેવી થઈ જાય છે. જ્યાં સત્ય છે, ત્યાં જ આત્માનો આનંદ છે. સત્ય એ સંજીવની શક્તિ છે, જે બધા સગુણોને જીવન પ્રદાન કરે છે. સત્યના અભાવમાં સાધુત્વ કે શ્રાવકત્વ કે અન્ય ગુણ એ જ રીતે નિષ્પભ થઈ જાય છે જેમ પ્રાણ નીકળી જવાથી શરીર. મૃતક (મડદું) લડી નથી શકતો, તે સડે છે, એ જ રીતે સાધુજીવન કે શ્રાવકજીવનમાંથી જ્યારે સત્ય નીકળી જાય છે ત્યારે તે જીવન પણ મૃતવત્ થઈ જાય છે. સત્યના અભાવમાં [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત કહ૧) Page #169 -------------------------------------------------------------------------- ________________ એમાં તેજ નથી રહેતું. તે દંભ, ધૂર્તતા, કપટ કે આત્મવંચનાથી સડે છે. કોઈ વ્યક્તિ બહારથી ચાહે ગમે તેટલો દેખાવ કરી લે, આડંબર કરી લે, જોરદાર પ્રચાર કરી લે, પરંતુ સચ્ચાઈની સંજીવની વગર એ બધા વિકાર છે, રોગ છે. ધુમાડાનાં વાદળો વરસતાં નથી, વિખરાય છે. મૃત શરીરમાં ઘા થઈ જાય તો તે સડે છે, ભરાતો નથી. પ્રાણયુક્ત શરીરમાં ઘા થઈ જવાથી તે ભરાય છે. એ જ રીતે સાધકના જીવનમાં પણ સત્ય રહે છે તો ભૂલો સુધારી શકે છે. હિંસા, કામ, ક્રોધ, લોભ વગેરે સાધકજીવનના ઘા છે. અગર સત્ય છે તો એ બધા ઘા ભરાઈ જાય છે. અન્યથા એ ઘા અંદર-અંદર જ વધીને જીવનને પોલું (ખોખરું) બનાવી દે છે. શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે – “જો કોઈ સાધુ દ્વારા કોઈ ભયંકર ભૂલ થઈ ગઈ છે, મોહ કર્મવશ કોઈ મહાવ્રત ભંગ થઈ ગયો છે, પરંતુ જો તે સીધો આચાર્ય કે ગુરુના પાસે આવીને જેમ કોઈપણ સ્થિતિમાં ભૂલ થઈ હોય, આલોચના કરી લે, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ જાય તો તે સાધુ જો યોગ્ય હોય તો એને આચાર્ય, ઉપાધ્યાય કે ગણી વગેરે પદ પણ આપી શકાય છે.” મહાવ્રત ભંગ જેમ ભયંકર ઘાને પણ સત્યના મલમથી ઠીક કરી શકાય છે. સાધુ જો અહિંસા, અચૌર્ય અને બ્રહ્મચર્યના વ્રતનો ભંગ કરી દે છે, પરંતુ સત્ય વ્રત સુરક્ષિત રાખે છે તો તે સુધરી શકે છે. પરંતુ સત્ય વ્રતને ભંગ કરનારાને સુધરવાનો અવકાશ નથી રહેતો. સત્યની ઉપાસના કરનાર કંઈપણ કરી લેશે, ત્યારે પણ કહેશે કે મારાથી ભૂલ થઈ ગઈ છે. પાપનો સ્વીકાર કર્યા વગર શુદ્ધિ કેવી રીતે થઈ શકે છે? તેથી કહેવામાં આવ્યું છે કે – “અન્ય વ્રતોનો ભંગ કરનાર પુનઃ ધર્મનો આરાધક અને અધિકારી બની શકે છે. પરંતુ અસત્ય બોલનારાઓને આચાર્ય વગેરે પદના યોગ્ય નથી માનવામાં આવ્યા.' આત્મા ઉપર લાગેલા ક્રોધ, માન, માયા, લોભ કે રાગદ્વેષના ઘા ભલે ગમે તેટલા ઊંડા થઈ ગયા હોય, જો રોગી સત્ય-સત્ય (સાચું-સાચું) બતાવી દે છે તો એની મલમપટ્ટી કરી શકાય છે, પુનઃ એને સાચી રાહ (માર્ગ) પર લાવી શકાય છે. એનાથી વિરુદ્ધ જો સાધક ભૂલ કર્યા પછી સત્ય-સત્ય નથી કહેતો, એટલે કે સત્યને છુપાવે છે, પોતાની ભૂલને ભૂલના રૂપમાં સ્વીકાર કરવા તૈયાર નથી, તો ભૂલ ભલે નાની હોય કે મોટી, દોષનો ઘાવ ભલે ઊંડો હોય કે મામૂલી, તે મટતો નથી. તે દોષ અંદર-અંદર જ વધુ ઊંડો થતો જશે. એ વ્યક્તિનું જીવન સડતું જશે. માટે આધ્યાત્મિક સાધનામાં શુદ્ધિ માટે સત્ય અનિવાર્ય અને પ્રાથમિક ગુણ માનવામાં આવ્યું છે. જેમ ગંભીર તથા દુઃસાધ્ય (અસાધ્ય) રોગોની શિકાર વ્યક્તિ ડૉક્ટરની સામે પોતાની બીમારીનું વર્ણન સત્ય રૂપમાં કહી દે છે તો એનું તરત નિદાન થઈ જાય છે. ડૉક્ટર એ રોગીની પ્રત્યે એનાં ખોટાં કાર્યોના કારણે ધૃણા નથી કરતો, પણ દયા બતાવે છે, કડવી દવા પણ પીવડાવે છે, ઓપરેશન પણ કરે છે. એમ જ કોઈ ખોટા કામને કરનાર અધ્યાત્મણ સાધક પણ જ્યારે ગુરુની સામે પોતાના અધ્યાત્મ રોગનું યથાર્થ વર્ણન કરી દે છે તો ચિકિત્સકની સમાન ગુરુ એના પ્રત્યે ધૃણા નહિ, દયા ભાવ રાખીને એના રોગ માટે દંડ-પ્રાયશ્ચિત્ત વગેરેનો યથોચિત ઉપચાર કરીને એના રોગને મટાડે છે. તેથી સત્ય એક Page #170 -------------------------------------------------------------------------- ________________ મૌલિક ગુણ છે. એના રહેવાથી જ અન્ય ગુણો સ્વયં જ ચાલ્યા આવે છે. જેમ આકાશમાં એક ચંદ્રમા ઉદિત થવાથી બધું અંધારું દૂર થઈ જાય છે, એમ જ એકમાત્ર સત્યના ઉદિત થવાથી દુર્ગુણોનું અંધારું દૂર થઈ જાય છે, શરત છે સત્ય સાચા રૂપમાં જીવનના આકાશમાં ઉદિત થયો હોય. માનવજીવનમાં સત્યનું બળ સૌથી વધારે હોય છે. જેમાં સત્યનું બળ આવી જાય છે તે વ્યક્તિ નિર્ભય થઈ જાય છે. જે તોપો કે મશીનગનોના નામથી મનુષ્ય કાંપી ઊઠે છે, એમની સામે સત્યવાદી-સત્યાગ્રહી છાતી ખોલીને ઊભો થઈ જાય છે. હિરણ્યકશિપુના વિરુદ્ધ પ્રલાદની પાસે કઈ શક્તિ હતી ? રાવણની વિરુદ્ધ સીતાની પાસે શું તાકાત હતી ? દુર્યોધનની વિરુદ્ધ દ્રૌપદી પાસે શું બળ હતું ? ચંડકૌશિક અથવા સંગમ દેવની વિરુદ્ધ મહાવીર પાસે કર્યું અલૌકિક સામર્થ્ય હતું? સુદર્શન અને કામદેવ શ્રાવક કઈ શક્તિના બળે સંકટો પર વિજયી બની શક્યા? તે શક્તિ એક માત્ર સત્યની શક્તિ હતી. સાથે જ સત્ય મહાન છે અને પરમ શક્તિશાળી છે. શ્રાવકના સત્યની મર્યાદા: આત્મ કલ્યાણના પથ ઉપર ચાલનારા પ્રત્યેક સાધકે સત્યનું બળ લઈને ચાલવાનું હોય છે. સત્ય વગર આ પથ પર એક પગલું પણ ચાલી શકાતું નથી. સત્ય વગર કોઈપણ વ્રત, નિયમ, ત્યાગ, તપ, પ્રત્યાખ્યાન વગેરે સાર્થક નથી થતાં. સંસારના વ્યવહાર ત્યાં સુધી કે દૈનિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં, ભલે તે સામાજિક હોય કે આર્થિક, નૈતિક હોય કે રાજનૈતિક, ધાર્મિક હોય કે આધ્યાત્મિક, સત્ય અનિવાર્ય છે. તેથી સત્યનું પાલન પ્રત્યેક વ્યક્તિએ કરવું જોઈએ. સત્યની સાધનાનો માર્ગ બધા માટે ખુલ્લો છે. સત્ય એક બાજુ અખંડ છે, પરંતુ એને સાધવાની ક્ષમતા બધી વ્યક્તિઓમાં સમાન નથી હોતી. સાધુ પણ સત્યની સાધનાના પથ પર ચાલે છે અને ગૃહસ્થ શ્રાવક પણ. પરંતુ વ્યક્તિની શક્તિ અને ક્ષમતા અનુસાર એની સાધનામાં અંતર હોય છે. મર્યાદાઓમાં ભિન્નતા હોય છે. આગમ'માં સાધુ માટે બતાવવામાં આવ્યું છે કે - “એ ત્રણ કરણ, ત્રણ યોગથી યાની કૃત, કારિત અને અનુમતિ રૂપમાં મન, વચન અને કાયાથી અસત્યનો સર્વથા ત્યાગ કરો.” તેથી તે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર, કાળ, ભાવથી અસત્યને છોડે છે. તે ક્રોધ, લોભ, ભય અને હાસ્યવશ સાવદ્ય ભાષાનો પ્રયોગ નથી કરતો. તે કર્કશ, કઠોર, છેદનકારી, ભેદનકારી, હિંસાકારી, નિશ્ચયકારી ભાષા નથી બોલતો. તે ભાષા સમિતિ અને વાકગુપ્તિથી અનુપ્રાણિત હોય છે. પરંતુ આ પ્રકારની ત્રિકરણ, ત્રણ યોગની સત્ય સાધના ગૃહસ્થ શ્રાવક માટે દુઃશક્ય (અશક્ય) હોય છે. તેથી જેમ તે સર્વથા હિંસાથી નથી બચી શકતો, એતાવતા એના માટે માત્ર સ્કૂલ હિંસાથી બચવાનું વિધાન કરવામાં આવ્યું છે અને એને સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણ વ્રત કહેવામાં આવ્યું છે, એ જ રીતે ગૃહસ્થ શ્રાવક માટે સૂક્ષ્મ અસત્યનો ત્યાગ કરવો મુશ્કેલ હોય છે, તેથી એના માટે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું વિધાન કરવામાં આવ્યું છે. [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત) છે જે આજે ૬૦૩) Page #171 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થની સાધના સાધુની સાધના જેટલી ઉત્કૃષ્ટ નથી હોતી. એના ઉપર પારિવારિક, સામાજિક તથા રાષ્ટ્રીય જવાબદારી(દાયિત્વ)નો બોજ હોવાના કારણે તે એટલા સૂક્ષ્મ સત્યનું પાલન નથી કરી શકતો. છતાંય એવા જૂઠથી તે અવશ્ય બચે છે, જે લોક વ્યવહારમાં અસત્ય માનવામાં આવે છે, જેનાથી બીજાનું અહિત થતું હોય, જેનાથી રાજ્ય શાસન દ્વારા તે દંડિત હોય, સમાજમાં નિંદિત હોય અને દુનિયામાં અવિશ્વાસનું પાત્ર બને. આ દૃષ્ટિએ શ્રાવક માટે સત્ય અણુવ્રતની મર્યાદા આ પ્રકારે નિર્ધારિત કરવામાં આવી છે . थूलाओ मुसावायाओ वेरमणं दुविहेणं तिविहेणं मणेणं, वायाए काएणं । શ્રાવકના બે કરણ, ત્રણ યોગથી સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરે. અર્થાત્ મન, વચન, કાયાથી તે સ્વયં સ્થૂલ મૃષાવાદનું સેવન ન કરે અને બીજાઓથી સેવન ન કરાવે. જો શ્રાવક પૂર્ણ કે કોઈ અંશમાં સૂક્ષ્મ મૃષાવાદથી પણ બચી શકે તો કોઈ ખરાબ વાત નથી, પણ શાસ્ત્રકારોએ એના માટે સ્થૂલ મૃષાવાદનો ત્યાગ જ આવશ્યક બતાવ્યો છે. કારણ કે સૂક્ષમ મૃષાવાદનો ત્યાગ એની સાંસારિક સ્થિતિમાં સંભવ નથી હોતો. તેથી ગૃહસ્થની ભૂમિકા તથા ક્ષમતાને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રકારોએ એના માટે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું વિધાન કર્યું છે. કેટલાક લોકો કહે છે કે - “શ્રાવકોને મૃષાવાદનો સર્વથા ત્યાગ કરવાનો જ ઉપદેશ આપવો જોઈએ. એને સૂક્ષ્મ - પૂલના ભેદ ન સમજાવવા જોઈએ, કારણ કે એવું કરવાથી સૂક્ષ્મ અસત્યનું અનુમોદન થાય છે.” પણ એવું કહેનારાઓ જૈનશાસ્ત્રના ઊંડા વિચારોમાં અનભિજ્ઞ (અજાણ) છે. જૈન શાસ્ત્રો આવી વાતનો નિષેધ નથી કરતાં, જેમના વગર મનુષ્યોનું કાર્ય ચાલી શકતું ન હોય. એવી અવસ્થામાં એ શ્રાવકોને જે સાંસારિક કાર્યો કરતાંકરતાં સત્યનું પાલન કરવા માંગે છે, જો સ્કૂલ અને સૂક્ષમ જૂઠના ભેદ ન બતાવવામાં આવ્યા તો તે સત્યનું પાલન કેવી રીતે કરી શકે છે? સૂમ અસત્યથી તો ગૃહસ્થ શ્રાવક સર્વથા બચી નથી શકતો અને લોક વ્યવહારમાં જે જૂઠને જૂઠ કહેવામાં આવે છે, તે જૂઠ સ્થૂલ જૂઠની સીમામાં આવી જાય છે, એનો ત્યાગ શ્રાવકથી થઈ જ જાય છે. તેથી બુદ્ધિમાન લોકો અસત્યના સૂમ અને સ્થૂલ રૂપમાં બે ભેદ બતાવવાની વાતને નથી માની શકતા. વ્રત પ્રત્યાખ્યાન સાધકની ક્ષમતા અનુસાર કરાવવામાં આવે છે. જે જેટલી સીમા સુધી વ્રતને અંગીકાર કરી શકે છે, અને એટલા અંશમાં વ્રત કરાવવામાં આવે છે, પરંતુ આનો અર્થ એ નથી કે શેષના (બાકીના) અવ્રતની અનુમોદના થઈ જાય છે. પ્રત્યાખ્યાન કરાવનાર એ નથી ચાહતો કે તે વ્યક્તિ અદ્યતનું સેવન કરે. તે તો વ્રતની જ ભાવના રાખે છે, તેથી એને અનુમોદનનો દોષ નથી લાગતો. જો દોષ લાગતો હોત તો ભગવાન દેશવિરતિનું વિધાન જ ન કરતા. ઉપાસક દશાંગ સૂત્ર'માં આનંદ વગેરે દસ શ્રાવકોના જીવનનો ઉલ્લેખ છે. એમણે ભગવાન મહાવીર સમક્ષ શ્રાવકનાં વ્રતોમાં સત્યની પ્રતિજ્ઞા લીધી તો પોતાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ લીધી હતી. સાધુજીવન અને ગૃહસ્થજીવનની મર્યાદાઓ અલગ-અલગ (૪) SOOOOOOOOOM જિણધો ) Page #172 -------------------------------------------------------------------------- ________________ છે. શાસ્ત્રકાર પણ એ મર્યાદાઓ ઉપર દૃષ્ટિ રાખે છે અને એમના આધાર પર જ સત્યનું વિધાન કરે છે. આનંદ શ્રાવકે જ્યારે સત્ય અણુવ્રતનો અંગીકાર કર્યો તો તે પોતાની જવાબદારીઓ અને કમજોરીઓને સમજી રહ્યા હતા. ગૃહસ્થજીવનની અનેક સમસ્યાઓ છે, તેથી એમણે સત્યને મર્યાદિત રૂપમાં સ્વીકાર કરીને સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કર્યો. તે જેટલું પાલન કરી શકતા હતા, એટલી મર્યાદા એમણે પોતાના માટે સ્વીકાર કરી. સ્થૂલ મૃષાવાદનું સ્વરૂપ : સત્યના સૂક્ષ્મ અને સ્થૂલ બે ભેદ બતાવી દીધા પછી સામાન્ય રીતે જ પ્રશ્ન થાય છે કે સ્કૂલ સત્ય અને સૂક્ષ્મ સત્યની વિભાજક રેખા શું છે ? કોને સૂક્ષ્મ સત્ય માનવામાં આવે અને કોને સ્થૂલ ? આચાર્યોએ સૂક્ષ્મ સત્ય અને સ્થૂલ સત્યના વિભેદને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે - “જે વાત, વિચાર કે કાર્ય લોક વ્યવહારની દૃષ્ટિથી અસત્ય માનવામાં આવે છે, જે રાજ્ય દ્વારા દંડનીય, સમાજ દ્વારા નિંદનીય-ગહનીય છે, જેનાથી કોઈ જીવની અકારણ જ હિંસા થતી હોય, દુઃખ પહોંચતું હોય, એ વાત, વિચાર કે કાર્ય સ્થૂલ અસત્ય છે. એનાથી વિપરીત જે હોય તે સ્થૂલ સત્ય છે. શાસ્ત્રમાં શ્રાવકના માટે સ્થૂલ સત્યના ગ્રહણ અને સ્થૂલ અસત્યના ત્યાગને સ્થૂલ મૃષાવાદ વિરમણ કહેવામાં આવ્યું છે. જેમ અહિંસા વ્રતમાં શ્રાવક માટે પ્રમાદ અને કષાયના યોગથી સંકલ્પી હિંસાનો ત્યાગ આવશ્યક છે, એ જ રીતે સત્ય વ્રતમાં પણ શ્રાવક માટે પ્રમાદ કષાયના યોગથી સંકલ્પી અસત્યનો ત્યાગ આવશ્યક છે. એક આચાર્યએ સૂક્ષ્મ અસત્ય એને કહ્યું છે - “જે ગૃહસ્થોને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરેનો ઉપયોગ કરવા માટે વચન બોલવા પડે છે. સંસાર-વ્યવહાર ચલાવવા માટે એવું બોલવું અનિવાર્ય હોય છે. એવા એકેન્દ્રિય જીવ હિંસાની સંભાવના સૂચક વચનને સૂક્ષ્મ અસત્ય કહેવામાં આવ્યું છે.” જે વચનમાં પોતાની, પોતાના પરિવારની કે અન્ય કોઈપણ ત્રસ જીવની હિંસા થવાની સંભાવના હોય, એવી સંકટમય સ્થિતિમાં અસત્યની ભાવના ન હોવા છતાંય જીવનરક્ષાની દૃષ્ટિએ બોલવામાં આવેલું અસત્ય, સ્થૂલ અસત્યમાં પરિગણિત નથી કરવામાં આવ્યું. ‘રતનકરણ્ડશ્રાવકાચાર'માં આચાર્ય સમંતભદ્રે ગૃહસ્થ શ્રાવકના સત્યની મર્યાદાનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે - स्थूलमलीकं न वदति, न परान् वादयति सत्यमपिविपदे । यत्तद् वदन्ति સન્તઃ, स्थूलमृषावादवैरमणं ॥ ગાથા-૫૫ ગૃહસ્થ શ્રાવક સ્થૂલ અસત્ય સ્વયં ન બોલે, ન બીજાઓથી બોલાવે. સાથે એવું સત્યભાષણ પણ ન કરે, જેનાથી બીજા પર મુસીબત આવી પડે. બીજાઓ પર મુસીબતનો પહાડ ઢોળી દેનાર વચન હિંસાકારક હોવાથી સત્યની કોટિમાં નથી આવતો. સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત ૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ માટે સત્યની જે મર્યાદાઓ બતાવવામાં આવી છે તે પોતાના સ્વાર્થ માટે, મોજ-શોખમાં વિઘ્ન આવવાની આશંકાથી, કોઈ ભયથી કે વેપાર-ધંધામાં નફો, તસ્કરી (લૂંટ) વગેરે કરવાની દૃષ્ટિથી નથી. પણ તથાકથિત ગૃહસ્થ શ્રાવક વેપાર વગેરેમાં બોલાતા અસત્યને અલ્પ જૂઠમાં સામેલ કરવાની ભૂલ કરી રહ્યા છે. સ્વાર્થ-સિદ્ધિ માટે તે ગમે તેવું અસત્ય બોલવાથી નથી ડરતા. પરંતુ આ વ્રતની મર્યાદામાં પૈસાની લેવડ-દેવડ, સ્વાર્થ-સિદ્ધિ કે કોઈ સાધારણ લાભ માટે અસત્ય બોલવું વર્જિત છે. આ જ રીતે કરચોરી, તસ્કરી, કાળાબજારી, હેરાફેરી વગેરે સ્થૂલ અસત્યમાં સામેલ છે. સંકલ્પપૂર્વક સ્વાર્થ-સિદ્ધિ માટે બોલવામાં આવેલું જૂઠ અલ્પ જૂઠ કેવી રીતે માની શકાય ? પોતાના સ્વાર્થ માટે સત્યને છોડી દેવું અનુચિત છે. જો કોઈ એ કહે કે - “આપણું (અમારું) સાંસારિક કાર્ય જૂઠ વગર માત્ર સત્યના આધારથી નથી ચાલી શકતું,” તો એ એનો ભ્રમ છે. સંસારમાં સંભવતઃ કેટલાક લોકો એવા પણ મળશે જે પોતાનું કામ સત્યથી ચલાવે છે, જૂઠને નજીક પણ ફરકવા નથી દેતા. જો સત્યથી કામ નથી ચાલી શકતું તો જૂઠ જ જૂઠથી પણ કાર્ય નથી ચાલી શકતું. જો કોઈ મનુષ્ય સત્ય બોલવાની જ પ્રતિજ્ઞા લઈ લે તો એનાં કાર્યોમાં અડચણ ન આવતાં તે નિર્વિઘ્ન પોતાની પ્રતિજ્ઞા પર દૃઢ રહી શકે છે. પરંતુ જો કોઈ એ પ્રતિજ્ઞા કરી લે કે હું જૂઠું જ બોલીશ, તો એનું કામ થોડા કલાકો માટે પણ નથી ચાલી શકવાનું. ઉદાહરણ માટે - ભૂખ લાગી હોય અને કોઈ કહે કે - “મારું પેટ ભરેલું છે,” તો એવું ક્યાં સુધી ચાલી શકશે ? પેટ દુ:ખતું હોય અને કોઈ એને પગ દુઃખવાનું બતાવે તો શું હાલત થશે ? સારાંશ એ છે કે એકાંત સત્ય બોલવાથી તો કામ ચલાવી શકાય છે, પરંતુ એકાંત જૂઠ બોલવાથી કામ નથી ચાલી શકતું. એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે જૂઠ ક્યારેય પોતાના રૂપમાં પોતાના બળ પર નથી ચાલી શકતું. તે સત્યનું રૂપ બનાવીને જ, સત્યના બળ પર જ ચાલે છે. તેથી એ સમજી લેવું જોઈએ કે જૂઠમાં સ્વયંની કોઈ શક્તિ નથી, તે સત્યની ઓટ(આડ)માં જ ચાલી શકે છે. ‘જૂઠ વગર આપણું કામ નથી ચાલી શકતું.' આ ભ્રમના કારણે લોકો ક્ષણે-ક્ષણે જૂઠ અને અન્યાયનો સહારો લઈ રહ્યા છે. ક્ષુદ્ર પૈસાની લાલચમાં જૂઠ અને અન્યાયનો સહારો લઈ રહ્યા છે. અનેક વકીલ-બૅરિસ્ટર પણ ખોટા મુકદ્દમા (કેસ) લઈને જૂઠનું બળપ્રદાન કરે છે. એવા લોકોને ગાંધીજીના જીવનની એ ઘટનાથી શિખામણ લેવી જોઈએ કે જ્યારે બૅરિસ્ટરના નાતે દક્ષિણ આફ્રિકામાં ખોટા કેસનો પક્ષ કરવા ઇનકાર (મનાઈ) કરી દીધો હતો. એમણે પોતાના પક્ષકાર અબ્બાસ તૈયબજીને સત્ય વાત કહેવા માટે રાજી કરી લીધા અને એ સત્યના પ્રભાવથી એ પક્ષકારને લાભ જ થયો. સાચા વકીલોને એ ધ્યાન રાખવું જોઈએ કે બુદ્ધિબળથી અસત્યને સત્ય કે સત્યને અસત્ય સિદ્ધ કરી દેવું ગૌરવ કે મહત્ત્વની વાત નથી, પણ બૌદ્ધિક વ્યભિચાર કે દુરાચાર છે. શ્રાવકના વ્રતમાં જે મર્યાદિત સત્યનું કથન કર્યું છે તે કોઈ સ્વાર્થની દૃષ્ટિથી નથી, પણ એનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ વિરાટ અને શુદ્ધ ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. એનાં કેટલાંક ઉદાહરણ આ પ્રકારે સમજી શકાય છે. S७५ જિણધો Page #174 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનની આ ઘટના છે. એક હિંદુ-પરિવારના પડોશમાં એક મુસ્લિમ ઘર હતું. એમાં બે વ્યક્તિ રહેતી હતી એક વૃદ્ધ અને એક વૃદ્ધા. બંને પરિવારોમાં સારા પડોશીઓના સંબંધ હતા. હિંદુસ્તાન-પાકિસ્તાનના વિભાજનના સમયે કેટલાક મુસલમાન ઉપદ્રવીઓ દ્વારા હુમલો થવાની શંકા થઈ તો એમણે હિંદુમહિલાઓને પોતાના ઘરમાં છુપાવી લીધી. થોડા સમય પછી હુમલાખોર ગુંડા આવ્યા અને પૂછતાછ કરવા લાગ્યા - “ક્યાં છે તમારા ઘરની સ્ત્રીઓ અને છોકરીઓ ?” એમણે કહી દીધું - “તે અહીં નથી.” તે ગુંડા પડોશી મુસલમાનના ઘેર પહોંચ્યા. એમને પૂછ્યું - “તમે જે હિંદુ સ્ત્રીઓને છુપાવી રાખી છે, તે ક્યાં છે ? સાચે-સાચું બતાવી દો.” વૃદ્ધ તરત કુરાન ઉઠાવીને કહ્યું : “જુઓ, અમારા માટે કુરાનથી વધીને કોઈ પાક (પવિત્ર) વસ્તુ નથી, હું કુરાન ઉઠાવીને કહું છું કે અહીં કોઈ હિંદુ-સ્ત્રીઓ નથી.” વૃદ્ધના એ શબ્દો શાબ્દિક દૃષ્ટિથી અસત્ય હતા, પણ એવા અસત્યના વિષયમાં તમારું અંત:કરણ શું કહેશે? શું એના એ શબ્દો અસત્યના પાપથી દૂષિત છે કે મનુષ્યના પ્રાણ અને સન્માનને બચાવનારા હોવાથી પુણ્ય અને ધર્મથી ઓતપ્રોત છે? થોડી જ વારમાં હિંદુસ્તાનની તરફથી હિંદુઓને સુરક્ષિત સ્થાન પર પહોંચાડનારી મિલેટરીની બસ આવી અને એ બધાની રક્ષા થઈ ગઈ. વૃદ્ધ-વૃદ્ધા એ સ્ત્રીઓને વિદાય કરતી વખતે રડવા લાગ્યાં : “કુરાન ઉઠાવીને અને ખુદાની સોગંધ ખાઈને અમારે જૂઠું બોલવું પડ્યું, છતાંય અમને વિશ્વાસ છે કે અમે પોતાના અને બીજાઓના પ્રત્યે સાચાં રહ્યાં છીએ. અમારી મંશા (ભાવના) માત્ર મનુષ્યના પ્રાણ બચાવવાની જ હતી, પોતાનો સ્વાર્થ-સિદ્ધ કરવાની બિલકુલ નહિ, તેથી ખુદા અમને માફ કરી દેશે.” જો વૃદ્ધ શાબ્દિક સત્યની મૃગતૃષ્ણામાં પડીને એ હિંદુ-સ્ત્રીઓને બતાવી દેત તો શું તે સત્યની આરાધના હોત? કદી નહિ. અહીં એ વૃદ્ધ શાબ્દિક અસત્યનો સહારો લીધો, પરંતુ તે મનુષ્યોની સુરક્ષાની વિશાળ અને વિરાટ ભાવનાથી લીધો, તે જૂઠ હોવા છતાંય શ્રાવક માટે સત્યવત્ છે. એવી અપવાદની સ્થિતિમાં શ્રાવક માટે અસત્યની છૂટ છે. | માની લો કે એક ગૃહસ્થ એવી જગ્યાએ રહે છે, જ્યાં એની રક્ષાનો પૂરો પ્રબંધ નથી. હુમલાખોર એકદમ આવી ગયા અને એ ગૃહસ્થથી પૂછપરછ કરવા લાગ્યા કે - “બતાઓ ધન ક્યાં છે? ઘરેણાં ક્યાં રાખ્યાં છે ? ઘરની સ્ત્રીઓ ક્યાં છે અને મૂલ્યવાન વસ્તુઓ ક્યાં છે ?” એવી સ્થિતિમાં કોઈપણ ગૃહસ્થ સત્ય-સત્ય નથી કહી શકતો. ગૃહસ્થની ભૂમિકા એટલી ઊંચી નથી કે તે ચોર, ડાકુ, ગુંડાઓ કે હુમલાખોરોને બધું સાચે-સાચું બતાવી દે, આક્રમણકારીઓના સામે ઘરની સ્ત્રીઓને પ્રસ્તુત કરી દે. જો કોઈ અવિવેકી કે તથાકથિત સત્યનો આગ્રહી એવું કરી પણ દે તો પછી એના મનમાં જે આર્ત-રૌદ્રધ્યાનના દુ:સંકલ્પ પેદા થશે, તે સત્ય બોલવાના તથાકથિત પુણ્યથી અનેકગણા વધીને પાપ-પુંજના ઉત્પાદક હશે. એવા પ્રસંગોમાં જૈન ધર્મ સત્યના વિષયમાં ગૃહસ્થની મર્યાદાઓ બતાવે છે અને એવું કરવું ઉચિત પણ છે. [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત) છે જે છo] Page #175 -------------------------------------------------------------------------- ________________ જો કોઈ નાગરિક કોઈ શત્રુ દેશમાં પકડાઈ જાય અને શત્રુ દેશનો કોઈ સેનાધ્યક્ષ કે સૈન્ય અધિકારી અને દેશની ગુપ્ત વાતો પૂછે તો શું તે નાગરિક બધું સાચું-સાચું કહી દે? જો તે પોતાના દેશની ગુપ્ત વાતો ખોલીને બતાવે છે તો એના પર કે એના દેશ પર મુસીબત આવી શકે છે. સત્ય બોલવાથી દેશ મુસીબતમાં પડે છે અને જૂઠું કહેવાથી વ્રત મુસીબતમાં પડે છે. એવા સંકટના સમયમાં શાસ્ત્ર ગૃહસ્થ શ્રાવકના સત્યની મર્યાદાનો ઉલ્લેખ કરી સાફ-સાફ કહે છે કે - “આ સત્ય વ્રતનો અતિચાર છે.” હા, જો એના મૃત્યુને સ્વીકાર કરવાની તૈયારી છે તો તે સાફ-સાફ કરી દેશે કે મને મોત મંજૂર છે, પરંતુ દેશની ગુપ્ત વાત બતાવવી કદી મંજૂર નથી. જો એ ગૃહસ્થની ભૂમિકા એટલી ઉચ્ચ નથી, એના માટે સત્યની સીમા બાંધી દે છે કે તે જેટલું ચાલી શકે એટલું જ ચાલે. પરંતુ એ ગૃહસ્થ માટે તે તથ્ય-કથન પણ અસત્ય થઈ જશે, જો તે ભયંકર પરિણામ લાવનાર, હજારોની જિંદગીને મુસીબતમાં પાડનાર અને વિગ્રહ ઊભો કરી દેનાર સત્યનો પ્રયોગ કરે છે. તાત્પર્ય એ છે કે એ જ સત્ય સત્યમાં પરિગણિત થાય છે, જે અહિંસાનો બાધક ન હોય, જે કોઈના માટે ઉગ કે દુઃખનું કારણ ન હોય. “ગીતા”માં આ જ કહ્યું છે - अनुद्वेग करं वाक्यं सत्यं प्रियहितं च यत् । સ્વાધ્યાયાખ્યસન શૈવ, વાંમયે તપ ૩ષ્યતે || - ગીતા, અ-૧૬ જે સાંભળનારાના મનમાં ઉગ કરનાર ન હોય, સત્ય અને પ્રિય હોય, સ્વાધ્યાયનો અભ્યાસી હોય, તે વચન વાણીનું તપ છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં સાવદ્ય સત્ય બોલવાનો નિષેધ કરતાં કહ્યું છે - कोहे माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भए मोहरिए, विकहासु तहेव य ॥ एयाइं अट्ठ ठाणाइं परिवज्जितु संजए । असावज्जं मियं काले भासं भासिज्ज पण्णवं ॥ - ઉત્તરા., અ-૨૪, ગા-૯/૧૦ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથાને છોડીને બુદ્ધિમાન વ્યક્તિ સમય પર એવી નિદૉષ વાણીનો પ્રયોગ કરે જેનાથી કોઈને કષ્ટ ન થાય. નીતિશાસ્ત્ર કહે છે - पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् । मूढैः पाषाण खण्डेषु, रत्न संज्ञा विधीयते ॥ પૃથ્વી પર ત્રણ જ રત્ન છે - જળ, અન્ન અને પ્રિય વચન, પરંતુ મૂર્ખાઓ પાષાણના ટુકડાને રત્નની સંજ્ઞા આપી દીધી છે - (૮) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધર્મોો] Page #176 -------------------------------------------------------------------------- ________________ प्रिय वाक्यं प्रदानेन, सर्वं तुष्यन्ति जन्तकः । तस्मात्तदेव वक्तव्यं, वचने का दरिद्रता ॥ મધુર વચન બોલાવાથી બધા જીવો સંતુષ્ટ થાય છે, તેથી મીઠાં વચન બોલવાં જ યોગ્ય છે. મધુર વચન બોલવામાં કંઈ ખર્ચ તો થતો નથી, પછી એમાં દરિદ્રતા કેમ ? આ કથનનું તાત્પર્ય એ નથી કે કોઈને ખુશ કરવા માટે એની ચાટુકારી (ચાપલુસી) કરવામાં આવે. શાસ્ત્ર અપ્રિય સત્યને ત્યાજ્ય કહ્યું છે, પરંતુ પ્રિય જૂઠને ગ્રાહ્ય નથી કહ્યું. તેથી શ્રાવકને સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતને ધારણ કરવું જોઈએ. એના ધારણ કરવાથી શ્રાવક અનેક પાપો અને દુર્વ્યસનોથી મુક્ત થઈ શકે છે. આ વિશે એક ઉદાહરણ મનનીય છે - એક ધનવાન યુવક કુસંગતિમાં પડીને અનેક દુર્વ્યસનોનો શિકાર થઈ ગયો. દારૂ, વેશ્યાગમન વગેરે અનેક દોષો એમાં હતા. જ્યારે એનાં માતા-પિતા સમજાવતા-સમજાવતા થાકી ગયાં તો તે એ યુવકને લઈને એક મહાત્માના શરણમાં લઈ ગયા. મહાત્માએ ખૂબ પ્રેમથી સમજાવીને એ યુવકને કહ્યું : “મારા કહેવાથી માત્ર એક વાત માની લે અને તે એ કે જૂઠું ન બોલવું.'' યુવકે જોયું કે એવું કરવાથી એનાં વ્યસનોમાં અડચણ નથી આવતી, તો પછી જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા લઈ લઉં. એણે જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા લઈ લીધી. સ્વભાવાનુસાર તે દારૂ પીવા ચાલ્યો, પરંતુ તરત જ એને વિચાર થયો કે - જો મને કોઈ પૂછશે - તું ક્યાં ગયો હતો ?' તો હું શું જવાબ આપીશ ? જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા તો લઈ લીધી હતી. માટે દારૂ પીવા ન ગયો અને બેસી રહ્યો. આમ, જૂઠું ન બોલાવની પ્રતિજ્ઞાથી એનાં બધાં દુર્વ્યસનો છૂટી ગયાં અને તે શુદ્ધ થઈ ગયો. આમ, સત્ય વ્રતની આરાધનાથી સાધક નિર્દોષ રૂપથી અન્ય વ્રતોનું પાલન કરી શકે છે. એનાં અન્ય વ્રતોની સાર્થકતા એમનું સચ્ચાઈપૂર્વક પાલન કરવામાં રહેલી છે, અન્યથા એમની આરાધના સાચી આરાધના નથી માની શકાતી. સત્ય વ્રતના અપવાદોનો ખૂબ જ પ્રજ્ઞાપૂર્વક વિચારી-સમજીને આશ્રય લેવો જોઈએ. અપ્રિય અને સાવઘ સત્યને છોડીને પ્રિય અને હિતકારી સત્યને અપનાવવું જોઈએ. સ્થૂલ અસત્યના પ્રકાર : શ્રાવકને અસત્યનાં એ બધાં રૂપોથી બચવું જોઈએ, જે સ્થૂલ અસત્યની કોટિમાં (શ્રેણીમાં) આવે છે. શાસ્ત્રકારોએ શ્રાવકોનું વિશેષ રૂપથી ધ્યાન આકર્ષિત કરવા માટે સ્થૂલ અસત્યનાં મુખ્ય પાંચ કારણો બતાવ્યાં છે, તે આ પ્રકારે છે थूलगं मुसावायं समणोवासओ पच्चक्खाइ, से य मुसावाए पंच विहे पण्णत्ते સંનહા-ન્નાલીદ્ ગોવાતીર્, મોમાલીદ્, શાસાવારે, ડ્યૂડવિશ્વને । શ્રમણોપાસક સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરે છે. તે સ્થૂલ મૃષાવાદ પાંચ પ્રકારના છે - (૧) કન્યાના સંબંધમાં જૂઠું, (૨) ગાયના સંબંધમાં જૂઠ, (૩) ભૂમિ વિષયક જૂઠ, (૪) ધરોહર સંબંધિત જૂઠ અને (૫) ખોટી સાક્ષી આપવા રૂપ જૂઠ. સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત goe Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧) કન્યા સંબંધિત અસત્યઃ કુમારી કન્યા માનવજાતિમાં પવિત્ર માનવામાં આવે છે. તેથી કન્યાના વિષયમાં અસત્ય બોલવું, અસત્ય વિચાર કરવો કે અસત્યાચરણ કરવું સૌથી વધુ નિંદ્ય માનવામાં આવે છે. બીજી વાત એ છે કે કન્યાથી જ ભવિષ્યમાં મનુષ્યની ઉત્પત્તિ થાય છે. અર્થાત્ કન્યા મનુષ્યજાતિનું મૂળ છે. જ્યારે મૂળના વિષયમાં જૂઠ બોલવાનો ત્યાગ બતાવવામાં આવ્યો છે ત્યારે એની ડાળી, પત્તાં વગેરેના વિષયમાં અસત્યનો ત્યાગ સ્વતઃ જ થઈ જાય છે. નિષ્કર્ષ એ છે કે કન્યા માટે જૂઠું બોલવાના નિષેધથીઉપલક્ષણથી આખી મનુષ્યજાતિના વિષયમાં જૂઠું બોલવાનો ત્યાગ સમજવો જોઈએ. જેમ કે ટીકાકારોએ કહ્યું છે - "तेन सर्वमनुष्यजातिविषयमलीकमुपलक्षितम् " - આવશ્યક સૂત્ર ટીકા તેથી શું બાળક, શું સ્ત્રી, શું પુરુષ, શું પ્રૌઢ, શું વૃદ્ધ તથા મનુષ્યજાતિના વિષયમાં અસત્ય બોલવું ત્યાજ્ય અને વર્જનીય છે. મનુષ્યજાતિમાં કન્યાને પ્રધાનતા આપવામાં આવી છે. પાશ્ચાત્ય દેશોમાં પણ એ નિયમ છે કે જ્યારે ક્યારેક તોફાન કે અન્ય કારણોથી જહાજ વગેરેમાં બેઠેલા યાત્રીઓ ઉપર સંકટ આવી પડે તો એ સ્થિતિમાં સર્વપ્રથમ કન્યાઓ, પછી બાળકો, પછી સ્ત્રીઓ અને ત્યાર પછી પુરુષોની ક્રમશઃ રક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે કન્યા પુરુષની રત્નની ખાણ અને સંતાનની માતા છે. વિપગ્રસ્ત સ્થિતિમાં કન્યાનો પહેલાં ઉદ્ધાર કરવામાં આવે છે, આનો અર્થ એ નથી કે અન્ય પુરુષો વગેરેની રક્ષા ન કરવામાં આવે ! આ રીતે કન્યાલીકનો અર્થ એ નથી કે માત્ર કન્યાના જ વિષયમાં અસત્ય ન બોલવામાં આવે. કન્યાનો મુખ્ય નિર્દેશ કરીને મનુષ્યમાત્રના વિષયમાં અસત્ય ન બોલવાનું વિધાન કરવામાં આવ્યું છે. જે મનુષ્ય કન્યાના સંબંધમાં અસત્ય આચરણ કરે છે, તે માતૃ-જાતિનો ઘોર વિરોધ કરે છે. આ મહાપાપથી બચવા માટે શાસ્ત્રમાં કન્યાલીકમાં વિવેક કરવા હેતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી કન્યાના નિમિત્ત અસત્યનો ત્યાગ બતાવ્યો છે. દ્રવ્યથી તાત્પર્ય છે - કન્યા રૂપવતી હોય, અંગોપાંગોમાં કોઈ પ્રકારનો દોષ ન હોય, ઉચ્ચ વર્ગની હોય, પરંતુ સ્વાર્થવશ કે અન્ય કોઈ કારણવશ એને કુરૂપા, અંગહીન, નીચ વર્ગની યથાર્થની વિપરીત કે ન્યૂનાધિક બતાવી દેવી અથવા કોઈ પ્રકારથી કન્યામાં દોષ હોવા છતાંય એને પ્રગટ ન કરીને નિર્દોષ બતાવી દેવી. ક્ષેત્રથી તાત્પર્ય છે - કન્યા છે તો કોઈ બીજા જનપદની, નગરની કે ગામની, પરંતુ એનો કોઈ બીજા જનપદ, નગર કે ગામની બતાવી દેવી. કાળથી તાત્પર્ય છે - કન્યા ઉંમરમાં ઘણી મોટી હોય કે નાની, એને ઓછી ઉંમરની કે વધુ ઉંમરની બતાવવી. ભાવથી તાત્પર્ય છે - ચતુર કન્યાને ગાંડી કે ગાંડીને ચતુર બતાવવી અથવા કન્યામાં જે ગુણ કે અવગુણ હોય, એમને છુપાવીને ન્યૂનાધિક કે વિપરીત બતાવવા. (૮૦) અને જિણધમો) Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત રીતિથી કન્યાની જેમ વરના વિષયમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેની દૃષ્ટિથી જૂનાધિક બતાવવો પણ કન્યાલીક છે. જેમ વર કુરૂપ હોય, કાણો - લૂલો-લંગડો હોય, વૃદ્ધ હોય, અશિક્ષિત હોય; એને સુંદર, સાંગોપાંગ, યુવક અને શિક્ષિત બતાવવો. આમ, અન્ય સ્ત્રીઓ કે પુરુષોના વિષયમાં દ્રવ્ય, કાળ, ભાવથી જૂઠું બોલવું પણ કન્યાલીકના અંતર્ગત સમજવું જોઈએ. વર-કન્યાના સંબંધમાં જે જૂઠ બોલવાની પ્રવૃત્તિ થઈ રહી છે, એના કારણે સમાજમાં ક્યાંક વિધવાઓની સંખ્યા વધી રહી છે, ક્યાંક પારિવારિક ક્લેશ થઈ રહ્યો છે, ક્યાંક પરિવારના લોકો દ્વારા છોકરીને પરેશાન કરવામાં આવે છે, ક્યાંક આત્મહત્યાઓ થઈ રહી છે, ક્યાંક દંપતીમાં પરસ્પર અસંતોષ અને છૂટાછેડા સુધીની પરિસ્થિતિ આવી જાય છે. પૈસાની લાલચમાં વિવાહના દલાલો પોતાની ક્ષુદ્ર સ્વાર્થપૂર્તિ માટે કન્યા-વરના સંબંધમાં લોકોને ભ્રમિત કરીને અનેક યુવક-યુવતીઓના જીવનને બરબાદ કરી નાખે છે, એવા મૃષાવાદી લોકો સમાજમાં ભયંકર અવસ્થા અને પાપાચાર વધારનાર હોય છે. એવી કન્યાના વિશે જૂઠું બોલનાર લોકો મોટા પાપ કર્મનું ઉપાર્જન કરી લે છે. કેટલાક લોકો એ કહે છે કે – “કન્યાનો વિવાહ કરવો તો આવશ્યક હોય છે, તેથી જો કન્યા કુરૂપ હોય કે બીજા કોઈ દોષવાળી હોય, તો જૂઠું બોલીને કામ કઢાવી લેવામાં શું વાંધો છે ?” આ વિચારણા ભ્રાંતિપૂર્ણ છે. આજકાલ લોકો દલાલોના ભરોસે ન રહીને સ્વયં વર-કન્યાને જુએ છે, છોકરો-છોકરી એકબીજાને જોઈને વિવાહની સ્વીકૃતિ આપે છે, તેથી આ પ્રકારનું જૂઠ તો પહેલાં તો ચાલી શકતું જ નથી. જો કદાચ આ પ્રકારના દોષનો પહેલાં ખ્યાલ ન આવે તો વિવાહ પછી એની અસલિયત ખબર પડવાથી છોકરી પર ભયંકર સંકટ આવી પડવાનો પ્રસંગ આવી જાય છે. એને પરેશાન કરી આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવે છે. તેથી કન્યા માટે બોલવામાં આવેલું જૂઠ ભયંકર પરિણામ લાવનાર સિદ્ધ થાય છે. વર-કન્યાના વિષયમાં દોષને છુપાવીને વિવાહ કરવાની જગ્યાએ સાચેસાચી સ્થિતિ પહેલાંથી જ બતાવી દેવાથી વધુ સારું પરિણામ આવે છે. આમ, કન્યાના સંબંધમાં જૂઠું બોલવું ખૂબ જ ઘાતક પરિણામ લાવનાર હોય છે, તેથી એની ગણના સ્થૂલ મૃષાવાદમાં કરવામાં આવી છે. (૨) ગાય સંબંધિત અસત્ય : બીજું સ્થૂલ અસત્ય છે ગાયના વિષયમાં અસત્ય કથન કરવું. જેમ કન્યાના સંબંધમાં અસત્ય બોલવાના ઉપલક્ષણથી આખી મનુષ્યજાતિના સંબંધમાં અસત્ય સમજવામાં આવે છે, એમ જ ગાયના સંબંધમાં જૂઠું બોલવાથી સમસ્ત પશુ-જગતના વિષયમાં જૂઠું બોલવાનો ત્યાગ સમજવો જોઈએ. જેમ મનુષ્યજાતિમાં કન્યા ઉત્તમ માનવામાં આવી છે, એમ પશુઓમાં ગાય પ્રધાન છે. તેથી ગાયના મુખ્ય રૂપથી નિર્દેશ કરીને સમસ્ત પશુ-જગતના સંબંધમાં જૂઠું બોલવાને સ્થૂલ મૃષાવાદ માનવામાં આવે છે. [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રતો છે આજે છે જ૮૧) Page #179 -------------------------------------------------------------------------- ________________ ગાય પશુઓમાં ઉત્તમ માનવામાં આવે છે. તે માનવ જાતિ માટે વિશેષ રૂપથી ઉપયોગી અને આધારભૂત છે. આનંદ, કામદેવ વગેરે મોટા-મોટા શ્રમણોપાસક પોતાના ત્યાં ગાયોના અનેક વ્રજ - ગોકુળ રાખતા હતા. “ઉપાસક દશાંગ સૂત્રથી આ વાત સિદ્ધ થાય છે. પશુપાલન એ સમયની મુખ્ય પરિપાટી હતી. ગૃહસ્થ લોકો પશુપાલન કરવું પોતાનું કર્તવ્ય માનતા હતા. પૈસા આપીને બજારથી દૂધ લાવવાની પ્રથા એ સમયે નહોતી. દૂધ વેચવું એ સમયે પુત્ર વેચવા સમાન માનવામાં આવતું હતું. ઘાસ ખાઈને બદલામાં ઘી-દૂધ આપનાર દુધાળું પશુ માનવ જાતિના કેટલા ઉપકારક છે. કૃષિપ્રધાન દેશમાં પશુઓની ઉપયોગિતા આર્થિક પાસાથી પણ મહત્ત્વપૂર્ણ હતી અને છે. ખેતી માટે ઉપયોગી બળદ અને ખાતર ગાયથી પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ભારતમાં ગાયને માતા તુલ્ય આદર આપવામાં આવતો હતો. આ અત્યંત ખેદનો વિષય છે કે ગાયને માતા માનનારા દેશમાં ગાયોનો કતલખાનાંઓમાં વધ થાય છે. આખા દેશમાં ગૌવધ ઉપર મનાઈ કરવી દેશહિત માટે બધાં દૃષ્ટિબિંદુઓથી ઉપયોગી છે. સારાંશ એ છે કે ગાય સર્વોત્કૃષ્ટ પશુ છે. આને લઈને સમસ્ત પશુઓ માટે પણ અસત્ય ન બોલવાનું શાસ્ત્રીય વિધાન કરવામાં આવ્યું છે. પૂર્વ વર્ણિત કન્યાના સમાન જ ગાયના વિષયમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસત્યનો ત્યાગ કરવો જોઈએ. દ્રવ્યથી સારી કે ખોટી ગાયને ખોટી કે સારી બતાવવી, આ રીતે ઓછું કે વધારે દૂધ આપનારી ગાયને વધુ કે ઓછું દૂધ આપનારી બતાવવી, એક દેશની ગાયને બીજા દેશની બતાવવી, સીધી કે મારનાર ગાયને મારનાર કે સીધી બતાવવી વગેરે સ્થૂલ અસત્યનો ત્યાગ કરવો જોઈએ. આ જ રીતે ઘોડા, ઊંટ, ભેંસ, બકરી વગેરે પશુઓના વિષયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દૃષ્ટિથી મન-વચન-કાયાથી અસત્યાચરણ કરવું સ્થૂલ મૃષાવાદ છે. એનો ત્યાગ શ્રાવકે કરવો જોઈએ. (૩) ભૂમિના વિષયમાં અસત્ય : ગૃહસ્થ માટે ભૂમિ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. એના માટે સ્વાર્થ, લોભ, છળ, કપટ, અહંકાર વગેરેથી પ્રેરિત થઈને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસત્ય બોલવું ભૂમિ સંબંધિત અલીક (જૂઠ) છે. અહીં ભૂમિ ઉપલક્ષણ છે, એનાથી એ બધી વસ્તુઓનું ગ્રહણ થઈ જાય છે. જે ભૂમિથી ઉત્પન્ન થાય છે કે ભૂમિ પર સ્થિત છે, ભૂમિ આધાર છે અને એનાથી ઉત્પન્ન પદાર્થ કે એના પર સ્થિત વસ્તુઓ આધેય છે. આધારના ગ્રહણથી આધેયનું ગ્રહણ સ્વતઃ થઈ જાય છે. સોનું, ચાંદી વગેરે ધાતુઓ, પથ્થર, અભ્રક, મકાન, દુકાન, મહેલ, વૃક્ષ, ફળ વગેરે જે ભૂમિથી ઉત્પન્ન થાય છે કે ભૂમિ પર સ્થિત છે તે બધા ભૂમિ સંબંધિત જાણવા જોઈએ. એના વિશે બોલવામાં આવેલું અસત્ય ભૂમેલીક છે. મતલબ એ છે કે શ્રાવક ભૂમિથી સંબંધી પદાર્થોના વિષયમાં અસત્ય ભાષણ નહિ કરે. તે કોઈ બીજાની જમીન ઉપર પોતાનો અધિકાર કરવાનો પ્રયત્ન નહિ કરે. તે સોનું, ચાંદી, રત્ન વગેરે બહુમૂલ્ય પદાર્થોમાંથી નકલીને અસલી અને અસલીને નકલી બતાવવાનો પ્રયત્ન નહિ કરે. તે ભૂમિજન્ય પદાર્થોના વિષયમાં કોઈની સાથે વિશ્વાસઘાત નહિ કરે. ભૂમિ સંબંધિત જૂઠને સ્થૂલ જૂઠ સમજીને શ્રાવક માટે એનો ત્યાગ આવશ્યક છે. (૮૨) 0.00 0.00 000 જિણધામો) Page #180 -------------------------------------------------------------------------- ________________ (૪) ધરોહરના વિષયમાં અસત્ય : ચોથું સ્થૂલ અસત્ય છે - ધરોહર સંબંધિત જૂઠ. લોભ એવો ભયંકર દુર્ગુણ છે કે તે સંબંધ, ઘરોબો વગેરે બધાને ભુલાવી દે છે. વિશ્વાસના પાયા પર કોઈ વ્યક્તિ કોઈની પાસે ધરોહર (અમાનત) રાખે છે. એ ધરોહર ઉપર લલચાઈને ધરોહરથી મોઢું ફેરવી લેવું, એને ચોરી લેવું, ઓછું-વધુ બતાવવું, સારાના બદલે ખરાબ આપવું વગેરે ધરોહર વિષયક સ્થૂલ અસત્ય છે. આ જ રીતે ધરોહર ન રાખવા છતાંય એને માંગવું, ધરોહર વિષયક સ્થૂલ જૂઠ છે. ધરોહરને ન રાખવા છતાંય માંગવું અને ધરોહર રાખીને એને પાછું આપવાની મનાઈ કરવી ધરોહર વિષયક અસત્ય છે. જૈનાચાર્યોએ ધરોહર પડાવી લેવાને સ્થૂલ જૂઠ ગણ્યું છે, કારણ કે મિથ્યા ભાષણ દ્વારા એવું કરવામાં આવે છે. ગૌણ રૂપથી એવું કરવું ચોરી પણ છે. ‘મનુસ્મૃતિ’માં ધરોહર હજમ કરવાને ચોરી બતાવી છે. યથા - यो निक्षेपं नार्पयति यश्चानिक्षिप्य याचते । तावुभौ चौरवच्छास्यौ दाप्यौ वा समं दमं ॥ જે પોતાના ત્યાં રાખેલી ધરોહરને ન આપે અથવા જે વગર રાજ્યે જ માંગે, એ બંનેને ચોરની જેમ દંડિત કરવા જોઈએ. બંનેને સમાન દંડ આપવો જોઈએ. ધરોહરના વિષયમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરી લેવો જોઈએ. જેમ કોઈએ ધરોહરના રૂપમાં ઉત્તમ સોનું રાખ્યું હોય, એને સામાન્ય બતાવી દેવું કે સામાન્ય સોનું રાખ્યું હોય અને ઉત્તમ માંગવું દ્રવ્ય ન્યાસાપહાર છે. ધરોહરના રૂપમાં સ્થાપિત વસ્તુ દેશી હોય તો એને વિદેશી બતાવવાની કે દેશી વસ્તુ રાખીને વિદેશી માંગવી વગેરે ક્ષેત્રથી ન્યાસાપહાર છે. ન્યાસ રાખનાર જૂની વસ્તુને નવી બતાવે કે ન્યાસી નવી વસ્તુને જૂની બતાવે વગેરે કાળ ન્યાસાપહાર છે. અસલી વસ્તુના બદલે નકલી વસ્તુ આપી દેવી કે નકલી વસ્તુ ધરોહર રાખીને અસલી વસ્તુ માંગવી ભાવ ન્યાસાપહાર છે. ધાર્મિક અથવા સાર્વજનિક સંસ્થાઓની ચલ-અચલ સંપત્તિ, ટ્રસ્ટના રૂપમાં જેમના પાસે છે, એમાંથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી અનુચિત લાભ ઉઠાવવો, એ સંપત્તિને લઈ લેવી કે એમાં અનુચિત હેરાફેરી કરવી વગેરે ન્યાસાહારની અંતર્ગત આવે છે. તેથી ટ્રસ્ટીગણનું કર્તવ્ય છે કે એ સંપત્તિને પવિત્ર ધરોહર માને અને કોઈપણ રૂપમાં ન્યાસાપહારના દોષનું સેવન ન કરે. વિવેકવાન ટ્રસ્ટી શ્રાવક પોતાની વિશ્વસનીયતાને પ્રામાણિકતા સાથે રાખે છે. ટ્રસ્ટની અવ્યવસ્થા પણ ન્યાસાપહાર જેવું જ કાર્ય છે. શ્રાવકજનોને ન્યાસાપહારને સ્થૂલ મૃષાવાદ માનીને એનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. (૫) ખોટી (જૂઠી) સાક્ષી : જૂઠી સાક્ષી, અસત્યનું બહુ મોટું અંગ છે. આજકાલ આનું બજાર ગરમ છે. ફૂટ સાક્ષીનો અર્થ છે - કોઈ પ્રલોભન, ભય, દબાવ કે સ્વાર્થ-વશ જૂઠી સાક્ષી આપવી. કોઈ બીજા કે પોતાના લાભ માટે અથવા બીજાની હાનિ માટે ન્યાયાધીશ, પંચાયત, સંઘ વગેરે સમક્ષ જે મિથ્યા ભાષણ કરવામાં આવે છે કે ખોટું બોલવામાં આવે છે, જૂઠી પ્રશંસા કરવામાં આવે છે, જૂઠું (ખોટું) સમર્થન આપવામાં આવે છે, ખુશામત સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત ૬૮૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે, તે બધું કૂટ સાક્ષીમાં સમાવિષ્ટ છે. અહીં ઘોરાતિઘોર પાપ છે, બહુ મોટું જૂઠ છે. શ્રાવક માટે આ ઘોર સ્થૂલ અસત્યને છોડવું જરૂરી છે. મનુસ્મૃતિ'માં ખોટી સાક્ષી આપનારને સર્વસ્વૈન (બધા પ્રકારનો ચોર) કહેવામાં આવ્યો છે. वाच्यार्थ नियताः सर्व, वांगमूला वाग्विनिःसृता । तास्तु यं स्तेन चद्वाच्यः स सर्वस्तेय कृन्नरः ॥ અર્થાતુ શબ્દોમાં જ વાચ્ય, ભાવથી નિયત છે. શબ્દોનું મૂળ વાણી છે. કારણ કે બધી વાતો શબ્દોથી જાણવામાં આવે છે જે વાણીને ચોરે છે અર્થાતુ અન્યથા કે જૂનાધિક કહે છે, તે બધી રીતે ચોરી કરનાર હોય છે. બીજું પણ કહ્યું છે - ब्रह्मघ्नो ये स्मृताः लोकाः ये च स्त्रीबाल घातिनः । मित्रद्रुहः कृतघ्नस्य, ते ते स्यु बुवतो मृषा ॥ બ્રાહ્મણ, સ્ત્રી અને બાળકના હત્યારા, કૃતદન તથા મિત્રદ્રોહીની જે ગતિઓ થાય છે એ જ ખોટી સાક્ષીના રૂપમાં જૂઠું બોલનારાની થાય છે. જે મનુષ્ય ઉપર જનતા વિશ્વાસ રાખે છે, તે જો કોઈ વ્યક્તિ કે પદાર્થમાં દોષ હોવા છતાંય એના ગુણોના રૂપમાં વધી-ચડીને પ્રશંસા કરે છે, એને પ્રતિષ્ઠા આપે છે કે એનું સમર્થન કરે છે, તો એક પ્રકારની ફૂટ સાક્ષી છે. આ રીતે પોતાના સ્વાર્થ માટે કે પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા માટે શાસ્ત્રોના અર્થોને તોડી-મરોડીને પ્રમાણના રૂપમાં પ્રસ્તુત કરે છે, તો તે પણ ફૂટ સાક્ષી છે. કૂટ સાક્ષીના વિષયમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને દૃષ્ટિથી વિચારીને એનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આજકાલ અદાલતો અને ન્યાયાલયોમાં ખોટી સાક્ષી આપનારાઓનો ઢગલો છે. ચારપાંચ રૂપિયા આપવાથી આસાનીથી તૈયાર સાક્ષી મળી જાય છે. એવા જૂઠ અને કૃત્રિમ સાક્ષીઓના આધારે ન્યાયનું ત્રાજવું અસંતુલિત થઈ જાય છે. ન્યાય અન્યાય બની જાય છે અને અન્યાય ન્યાય બની જાય છે. એવું જઘન્ય કાર્ય કરવું શ્રાવક માટે વર્જનીય છે. કોઈ પ્રકારના પ્રલોભન, ભય કે દબાવમાં આવીને જૂઠી સાક્ષી આપવી મોટું જૂઠ છે. તેથી શ્રાવક એનાથી સાવધાનીપૂર્વક બચે. આમ, કન્યાલીક, ગવાલીક, ભૂમેલીક, ન્યાસાપહાર અને કૂટ સાક્ષી એ પાંચ સ્થૂલ મૃષાવાદ શ્રાવક માટે વર્જનીય છે. સત્ય વ્રતના અતિચાર : સત્યાગુ વ્રતના આરાધક શ્રાવકને પૂર્વોક્ત કન્યાલીક વગેરે સ્થૂલ મૃષાવાદથી સર્વથા બચવા સાથે જે અન્ય પ્રમુખ વાતોથી બચવું જોઈએ એમનો નિર્દેશ શાસ્ત્રકારે અતિચારના રૂપમાં કર્યો છે. એ અતિચાર વ્રતને પૂર્ણતઃ ખંડિત તો નથી કરતો, પરંતુ એને દૂષિત કરી દે છે. (૮૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો Page #182 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય ભાષામાં વ્રતભંગના સંકલ્પથી લઈને વ્રતભંગ થવાની સ્થિતિ સુધી ચાર કક્ષાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર કહેવામાં આવ્યા છે. વ્રતી વર્લ્ડનીય કાર્ય કરવાનો સંકલ્પ (વિચાર) કરે છે, તો તે અતિક્રમ કહેવામાં આવે છે. એના પછી તે એ વિચાર અનુસાર સાધન એકત્રિત કરે છે, તે વ્યતિક્રમ છે. વ્રતભંગની તૈયારી લગભગ થઈ ગઈ હોય, પરંતુ જ્યાં સુધી વ્રતભંગ કરી લેવામાં ન આવે ત્યાં સુધી તે અતિચાર છે અને જ્યાં વ્રતભંગ કરી લેવામાં આવે છે તો તે અનાચાર થઈ જાય છે. આ ક્રમમાં અતિચારનો ત્રીજો નંબર છે. તાત્પર્ય એ થયું કે અતિચારોથી વ્રત પૂર્ણતઃ ભંગ તો નથી થતું, પરંતુ એની તૈયારી થઈ જાય છે. તેથી શાસ્ત્રકારોએ અતિચારોથી બચવા માટે પુનઃ પુનઃ નિર્દેશ આપ્યો છે. શાસ્ત્રકારે ‘આવશ્યક સૂત્ર'માં સત્યાણુ વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે, તે આ પ્રકારે છે - थूलगमुसावाय वेरमणस्स समणोवसएणं इमे पंच अइयारा जाणियव्वा न સમાયરિયવ્વા સંગહા-સહસ્સેમાળે, રહસ્યમવાળે, સવાર-મંત-મેપ, મોસોવણ્યે, कूडलेह करणे । આવશ્યક સૂત્ર શ્રાવકે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ, પરંતુ એમનું આચરણ ન કરવું જોઈએ. તે પાંચ અતિચાર આ પ્રકાર છે - (૧) સહસાભ્યાખ્યાન, (૨) રહસ્યાભ્યાખ્યાન, (૩) સ્વદાર મંત્ર ભેદ, (૪) મૃષોપદેશ અને (૫) ફૂટ લેખકરણ. શ્રાવકે આ પાંચેય અતિચારોથી બચવું આવશ્યક છે. (૧) સહસાભ્યાખ્યાન ઃ સત્યાસત્યનો નિર્ણય કર્યા વગર આવેશ, પૂર્વાગ્રહ, દ્વેષ, ક્રોધ, અહંકાર કે લોભને વશ કોઈ વ્યક્તિ પર અકસ્માત દોષારોપણ કરી દેવું, ખોટું કલંક લગાવી દેવું સહસાભ્યાખ્યાન નામનો અતિચાર છે. જેમ કોઈ સતી કે પતિવ્રતા નારીને કુલટા કહેવી અથવા કોઈ વ્યક્તિ પર ચોરી, વ્યભિચારી કે અન્ય કોઈ પ્રકારનું દોષારોપણ કરવું. ઘણી વાર આંખે દેખેલી વાત પણ અસત્ય નીકળે છે, ઘણી વાર લોકો કોઈના દ્વારા સાંભળેલી વાત ઉપરથી કોઈપણ નિર્ણય કર્યા વગર તરત જ એ વ્યક્તિ પર કલંક લગાવી દે છે, કે એની નિંદા કે ચાપલુસી કરવાનું શરૂ કરી દે છે. અનેક વ્યક્તિ પોતાની કલ્પનાના સહારે ખોટી વાતો ઘડી કાઢે છે. કેટલીક વ્યક્તિ સંત-મહાત્માઓ ઉપર પણ કોઈ ચોક્કસ પુરાવા વગર ખોટું દોષારોપણ કરી દે છે. સાચો રસ્તો તો એ છે કે જો કોઈને કોઈ વ્યક્તિ વિશે કોઈ પ્રકારની શંકા હોય તો એ જ વ્યક્તિને એ વિષયમાં હિતબુદ્ધિથી સ્પષ્ટીકરણ કરી લેવું જોઈએ. એવું ન કરીને પોતાની ખોટી અને અનિર્ણિત વાત કોઈ બીજાથી કહેવી, બીજાનું ત્રીજાને કહેવું, આમ ખોટી વાતની પરંપરા ચાલી નીકળે છે, જે સંબંધિત વ્યક્તિના પ્રત્યે ગંભીર અન્યાય કરે છે. એવું કરવું બહુ મોટું અસત્ય છે. એનાથી અનેકવાર કુલીન વ્યક્તિ મિથ્યા કલંકને સહન ન કરી શકવાના કારણે આત્મહત્યા કરી બેસે છે. સંભવતઃ કોઈ કારણવશ કોઈ વ્યક્તિથી કોઈ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત ૬૮૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ દોષ થઈ ગયો હોય તો એને નમ્રતાપૂર્વક સૂચિત કરીને ભવિષ્ય માટે સાવધાન કરવામાં આવે, પણ એના બદલે બીજાના દોષોનો ઢંઢેરો પીટતા ફરવું કે મીઠું-મરચું નાખીને તલને તાડ બતાવવું, પરસ્પર એકબીજાને ભીડાવવાનું કાર્ય કરવું કે ચાપલુસી કરતા રહેવું નીચતાપૂર્ણ કાર્ય છે. આજના પ્રચારના યુગમાં કોઈ વ્યક્તિને લોકોની નજરોમાં પાડવા માટે એના પર ખોટું દોષારોપણ કરવાનું કામ ખૂબ આસાન થઈ ગયું છે અને આ પ્રવૃત્તિ વધી પણ રહી છે. પરંતુ આ બહુ ઘાતક છે. તલવારનો ઘા તો મલમપટ્ટીથી સારો થઈ શકે છે, પરંતુ ખોટા કલંકનો ઘા એટલો ઊંડો તથા ભયંકર હોય છે કે જિંદગીભર તે નથી મટતો. તેથી કોઈ પર ખોટું કલંક લગાવવું બહુ ધૃણિત કાર્ય છે. સત્ય વ્રતધારી શ્રાવકને આ દોષથી અવશ્ય બચવું જોઈએ. આખો સંસાર એવું કરે છે, એ વિચારવું ખોટું છે. સંસાર સુધરે કે ન સુધરે, શ્રાવકે પોતાના કર્તવ્યનું પાલન કરતા રહેવું જોઈએ. શ્રાવકે એ વિચારવું જોઈએ કે - “આ સાધારણ વ્યક્તિ નથી, વ્રતધારી શ્રાવક છે.” તેથી એણે તો ખૂબ સાવધાન રહીને આ દોષથી બચવું જ જોઈએ. સામાન્ય માણસની જેમ એણે કોઈના પ્રત્યે દોષારોપણ ન કરવું જોઈએ. (૨) રહસ્યાભ્યાખ્યાન : કેટલીક વ્યક્તિ એકાંતમાં બેસીને કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વિચાર કરી રહી હોય, એ સમયે ખોટું અનુમાન બાંધીને કે કલ્પનાના સહારે આ ટકળબાજી લગાવીને એનો ઢંઢેરો પીટવો કે એ તો અમુક વ્યકિત વિશે કે અમુક વાત પર ગુપ્ત મંત્રણા કરી રહ્યા હતા. અનુમાન અનેક વાર ખોટું સાબિત થાય છે. જ્યાં સુધી કોઈ વિષયમાં પૂરો નિર્ણય ન કરી લેવામાં આવે ત્યાં સુધી એના વિષયમાં ખોટી ધારણા બનાવી લેવી, મનમાં પૂર્વાગ્રહની ગાંઠ બાંધી લેવી કે લોકોમાં ખોટી વાતો ફેલાવવી, અસત્યનો ભયંકર દોષ છે. આજકાલ ઘણા લોકોમાં આ આદત છે કે જ્યારે તે કોઈ સ્ત્રી-પુરુષને, ચાહે તે પરસ્પર ભાઈ-બહેન જ હોય, કોઈ વાર્તાલાપ કરતાં દેખાય તો એના પ્રતિ સંદેહ કરવા લાગે છે, ખોટી વાતો ઉડાવવામાં પણ તે ડરતા નથી, એમના પર કલંક લગાવી નીચું દેખાડવાની અવધિ સુધી તેઓ પહોંચી જાય છે. પણ વિચારશીલ વ્યક્તિઓએ એમના ચક્કરમાં ન આવવું જોઈએ કે ન સ્વયં એવા કુવિચાર કે મિથ્થા સંદેહ કરવો જોઈએ. પ્રશ્ન થઈ શકે છે કે પ્રથમ અતિચારમાં પણ કલંક લગાવવાની વાત કહી છે અને આમાં પણ લગભગ એ જ વાત છે, તો એમાં શું અંતર છે? જવાબ એ છે કે પહેલા અતિચારમાં એકદમ દોષારોપણ કરવામાં આવે છે અને આ બીજા અતિચારમાં કોઈ પ્રકારનો સંદેહ કરીને દોષારોપણ કરવામાં આવે છે. વ્રતધારી શ્રાવકને જોઈએ કે તે કોઈને એકાંતમાં ચર્ચા કરતા જોઈને એમના ઉપર કોઈ પયંત્ર કરવાનું દોષારોપણ ન કરે અથવા એમના પ્રત્યે સ્વયં સંદેહ ન કરે અને ન કોઈ પ્રકારનું કલંક લગાવે. કોઈની ગુપ્ત વાતને પ્રગટ કરવી પણ આનો અર્થ મનાય છે. (૮) છે જે છે તે જ છે તે છે કે જિણો ) Page #184 -------------------------------------------------------------------------- ________________ (૩) સ્વદાર મંત્ર ભેદ : પતિ-પત્નીનો સંબંધ વૈયક્તિક સંબંધ છે અને એવા વૈયક્તિક સંબંધમાં અનેક એવી વાતો હોય છે, જે એ બંને સુધી જ સીમિત રાખવી જોઈએ. પતિપત્નીની ગોપનીય વાતોને, મમભરી ઘટનાને પ્રગટ કરી દેવી, સ્વદાર મંત્ર ભેદ નામના અતિચાર છે. એવી મર્મભરી વાતોને પ્રગટ કરી દેવાથી લજ્જા કે અપમાનથી ડરીને આત્મહત્યા સુધીના પ્રસંગો આવી જાય છે. ભયંકર અનર્થ પરંપરાનું કારણ હોવાથી પોતાની સ્ત્રી કે પોતાના પતિની મર્મભરી ગોપનીય વાતો, ભલે તે સાચી હોય, પ્રગટ કરી દેવી મોટો દોષ છે, તેથી એને સત્યનું દૂષણ માનવામાં આવ્યું છે. પુરુષ વગેરેએ સમજવું જોઈએ કે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓનું પણ એ જ મહત્ત્વ છે, જે પુરુષોનું છે. તેથી સ્ત્રીઓને સમજવી, એમને એમના ન્યાયોચિત અધિકારોથી વંચિત કરવી કે એમને અપમાનિત કરવી સામાજિક અન્યાય છે. શાસ્ત્રકારોએ સ્ત્રીઓને સાક્ષાત્ દેવી અને લક્ષ્મી કહી છે તથા ઇન્દ્ર દ્વારા પણ તે સંસ્કૃત થઈ છે. મનુએ કહ્યું છે કે - “જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતા રમણ કરે છે અર્થાત્ તે ઘર સ્વર્ગ બની જાય છે.” દામ્પત્યજીવનમાં પતિ-પત્નીને પરસ્પર વિશ્વાસ હોવો જ જોઈએ અને એવા વિશ્વાસની ભૂમિ પર જ એમાં કોઈ છુપાવ કે દુરાવ નથી હોતી. તેથી અનેક ગોપનીય વાતો તે એકબીજાને કહે છે. એમને પ્રગટ કરવી વિશ્વાસઘાત છે. મહિલાઓની ઉચ્ચતા, લજ્જા (શરમ) અને કોમળતાને દૃષ્ટિગત રાખીને શાસ્ત્રકારોએ એમની ગોપનીય વાતોને એકબીજાથી કહેવાની મનાઈ જ કરી છે. “ચાણક્ય નીતિ'માં કહેવામાં આવ્યું છે - अर्थनाशं मनस्तापं, गृहिणीचरितानि च । वचनं चापमानंच, मतिमान्न प्रकाशयेत् ॥ ધનની હાનિ, મનનો સંતાપ, ગૃહિણીનું ચારિત્ર (ગૃહિણીની વાત), ઠગાઈ અને અપમાનની વાત બુદ્ધિમાન કોઈને સામે પ્રગટ નથી કરતો. સાર મંત'નો એક અર્થ પત્ની સહિત પુત્ર વગેરે પરિવારની ગોપનીય વાતને પ્રગટ કરવી પણ કરવામાં આવે છે. શ્રાવક અને શ્રાવિકાને આ અતિચારથી બચવું જોઈએ. (૪) મિથ્યા ઉપદેશ : બીજાને મિથ્યા ઉપદેશ આપવો પૃષોપદેશ કહેવાય છે. અસત્યના ઉપદેશનો મતલબ છે જૂઠું બોલવા, ચાલાકી કરવા, તોલ-માપમાં ગરબડ કરવા ઠગવું, બેઈમાની કરવાની પ્રેરણા આપવી, ટ્રેનિંગ આપવી, પ્રોત્સાહિત કરવું. મિથ્યા ઉપદેશ આ જ અવસ્થામાં અતિચાર હોય છે. જ્યારે તે અસાવધાનીથી આપવામાં આવે. પરંતુ જ્યારે આ પ્રકારનો મિથ્થોપદેશ ધડલ્લેને સાથ આપવામાં આવે છે, વારંવાર આપવામાં આવે છે ત્યારે તે અનાચાર થઈ જાય છે. અર્થાત્ એનાથી વ્રતનો સર્વથા ભંગ થઈ જાય છે. કોઈ વ્યક્તિ કોઈ સંકટના સમયે સલાહ લેવા આવ્યો હોય તો એને એ કહેવું કે - “મેં તો અમુક સમય પર આ પ્રકારે મિથ્યાભાષણ કરીને કામ બનાવ્યું હતું. જો કે એવું કહેનાર કોઈ મિથ્યા વાત નથી કરતો, પરંતુ સાંભળનાર વ્યક્તિ એના મોઢેથી મિથ્યા [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત) 0 0 0 0 0 ૮૦) Page #185 -------------------------------------------------------------------------- ________________ ભાષણ દ્વારા કામ બનાવવાની વાત સાંભળીને મિથ્યા પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ જાય છે, તેથી આ સત્ય વ્રતનો અતિચાર છે. આજ કાલ મિથ્યા ઉપદેશ આપવાની પ્રવૃત્તિ પણ બહુ દષ્ટિગોચર થઈ રહી છે. અનેક વ્યક્તિ સ્પષ્ટ રૂપથી તો મિથ્થોપદેશ નથી આપતા, પણ ઘુમાવી ફરાવીને એ રીતે કહેશે કે સાંભળનારને એનાથી તેમ કરવાની પ્રેરણા મળી જાય. અનેક વ્યક્તિ આ વાતનો વિચાર નથી કરતા કે હું જે કંઈ કહી રહ્યો છું, એનો પ્રભાવ સાંભળનારા ઉપર કેવો પડશે, એનું પરિણામ શું આવશે ? જેમ એક આદમીએ બીજાથી કહ્યું : “મને ખાવાનું બરાબર હજમ નથી થતું, આ કારણે હું ગેસની બીમારીથી પીડિત છું.” એના જવાબમાં સાંભળનારે કહ્યું: યાર, મારી પણ આ જ હાલત હતી. મેં તો થોડો દારૂ રોજ લેવાનું શરૂ કર્યો, ત્યારથી મારું પેટ બરાબર રહે છે, કોઈ ફરિયાદ નથી.” આમ, દારૂ પીવાનો સીધો ઉપદેશ ન આપીને આ રીતે કહી દીધો કે તે દારૂ પીવે છે. આ પ્રકારે કોઈ કહે કે – “હું ખૂબ ગરીબ હતો પરંતુ જૂઠું બોલીને કે જુગાર રમીને માલદાર બની ગયો.” આ પ્રકારના ઉપદેશ દ્વારા બીજી વ્યક્તિને ભટકાવી દેવો, સન્માર્ગથી વિમુખ કરી દેવો, સત્ય વ્રતનો અતિચાર છે. અનેક ગજેડી-ભંગડી ભાંગ-ગાંજાનો ઉપદેશ આપીને દુર્વ્યસનીઓની સંખ્યા વધારતા રહે છે. અનેક લોકો પોતાની શેખી વધારવા માટે લોકોને ગુમરાહ (ભડકાવે) કરે છે. તાત્પર્ય એ છે કે એવો ઉપદેશ જેમનાથી અસત્ય પ્રવૃત્તિની પ્રેરણા મળતી હોય, મનુષ્ય ગુમરાહ થઈ જતો હોય, તે પૃષપદેશ કહેવાય છે. શ્રાવકે ન તો કોઈને ખોટી કે જૂઠી સલાહ આપવી જોઈએ અને ન કોઈ જૂઠા ઉપદેશકના ચક્કરમાં જ આવવું જોઈએ. (૫) કૂટ-લેખકરણ : ખોટા દસ્તાવેજ, નકલી હૂંડી, નકલી બિલો, નકલી નોટો, નકલી સિક્કા બનાવવા, નકલી લેખ, નકલી હસ્તાક્ષર, નકલી સિક્કા-છાપ વગેરે બનાવવું કૂટ લેખકરણ છે. શ્રાવક કદાચ આ ભ્રમમાં રહે કે મેં મોઢાથી સ્થૂલ જૂઠ ન બોલવાનું વ્રત લીધું છે, હાથથી લખવાનો તો ત્યાગ નથી કર્યો. આ સમજથી જો તે ખોટા લેખ, ખોટા દસ્તાવેજ અને અસત્ય વિજ્ઞાપન, અસત્ય સમાચાર વગેરે સમાચારોમાં પ્રકાશિત કરાવે છે, તો આ સત્યાગુ વ્રતનો અતિચાર છે. આ દોષ અતિચારની શ્રેણીમાં ત્યાં સુધી રહે છે ત્યાં સુધી ઉક્ત કાર્ય સાવધાનીથી કે ભ્રમથી થઈ જાય. જાણી જોઈને ઉક્ત કૂટલેખ વગેરેનાં કાર્ય કરવામાં આવે તો તે અનાચારની શ્રેણીમાં જતા રહે છે. એમનાથી વ્રતનો ભંગ થઈ જાય છે. આ પ્રકાર વહીખાતાઓ (ચોપડાઓ) કે દસ્તાવેજોમાં ખોટી પ્રવિષ્ટીઓ કરવી, ખોટા જમા-ખર્ચ લખવા, પરીક્ષામાં નકલ (ચોરી) કરવી વગેરે પણ કૂટ લેખકરણ છે. આજના યુગમાં કૂટ લેખકરણની પ્રવૃત્તિ ખૂબ વધી રહી છે. ખોટા લેખ અને ખોટા દસ્તાવેજ બનાવીને કેટલાક લોકો સમજે છે કે અમે (આપણે) કયું અસત્ય બોલ્યા? પરંતુ લોભના કારણે એમની બુદ્ધિ ઉપર એવો પડદો પડી જાય છે કે તે સત્યાસત્યનો વિચાર નથી કરતા. ચોપડાઓમાં ખોટો જમા-ઉધાર કરવાથી કે ખોટા દસ્તાવેજ બનાવવાની ભલે મોઢેથી જૂઠું ન બોલવામાં આવતું હોય, પરંતુ કાયાથી-મનથી અસત્ય લેખનનું કાર્ય થયું Page #186 -------------------------------------------------------------------------- ________________ છે. તે ભયંકર જૂઠ છે. આમ સંસ્થાને ખર્ચ લખતા સમયે જેટલો ખર્ચ થયો હોય એનાથી વધુ લખીને બાકીની રકમ (પૈસા) હજમ કરી જવી જૂઠ અને ચોરી બંને છે. સમાચારપત્રોમાં ખોટા સમાચાર પ્રકાશિત કરાવવા પણ ફૂટ લેખકરણ છે. તાત્પર્ય એ છે કે એવાં બધાં લેખનકાર્યથી બચી જવાય તો સત્યની સીમામાં રહે છે. આમ, પ્રત્યેક ધર્મનિષ્ઠ શ્રાવકને અસત્યનાં ઉક્ત કાર્યોથી મન-વચન-કાયાથી સ્વયં બચવું જોઈએ. બીજાઓને પણ મન-વચન-કાયાથી અસત્યની તરફ પ્રેરિત ન કરવા જોઈએ. સત્ય જ જીવનનો પરમ ઉદ્દેશ્ય છે, એ જ આરાધ્ય છે - ‘તું સચ્ચે મયવ' સત્ય ભગવાન છે, આ વાતને ધ્યાનમાં રાખતા જીવનમાં અસત્ય પ્રતીત થનારા વિચારો, વચનો અને કાર્યોથી પોતાના આત્માની રક્ષા કરવી જોઈએ. શ્રાવકે અતિચાર રહિત વ્રતનું પાલન કરવું જોઈએ. જેમ રાજ્યની સીમા હોય છે, એમ જ વ્રતની સીમા અતિચાર છે. આ સીમાઓનું ઉલ્લંઘન કરવું વ્રતનું ઉલ્લંઘન છે. વ્રતનું પાલન ત્યારે સમજાય છે, જ્યારે એમાં અતિચાર ન હોય. તેથી શ્રાવકને પૂર્વ પ્રતિપાદિત સત્યાણુ વ્રતના અતિચારોને સૂક્ષ્મતાપૂર્વક સમજીને એનાથી બચવું જોઈએ અને નિર્દોષ રૂપથી સત્યાણુ વ્રતની પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવો જોઈએ. જે પોતાના જીવનમાં સત્યને અપનાવી લે છે તે અન્ય પાપોથી પણ બચી જાય છે અને એના આત્માનું હંમેશાં કલ્યાણ જ થાય છે. too સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત શ્રાવકનું ત્રીજું અણુવ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે. અદત્તાદાનનો અર્થ થાય છે વગર અનુમતિએ, વગર આપ્યું કોઈ વસ્તુ ન લેવી. આ સૂક્ષ્મ અદત્તાદાન છે; જે ત્રણ કરણ, ત્રણ યોગથી મહાવ્રતધારી, ત્યાગી અણગાર અંગીકાર કરે છે. એવા અણગાર સંપૂર્ણ અદત્તાદાન વિરમણ વ્રતનો અંગીકાર કરતા પ્રતિજ્ઞા કરે છે - “समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते, अपसू परदत्त कोइपाव कम्म णो करस्सामि त्ति समुट्ठाए सव्वं भंते । अदिन्नादाणं पच्चक्खामि ।” આચારાંગ દ્વિ,શ્રુ. ૧૯મો અધ્યાય અર્થાત્ “હે પૂજ્ય ! હું ગૃહ, ધન, પશુ, પુત્ર વગેરેને ત્યાગીને બીજાને અપાયેલ ભોગનાર અણગાર બનું છું. હું સાવધાન થઈને પ્રતિજ્ઞા કરું છું કે હું અદત્તાદાનનું પાપ નહિ કરીશ, પરંતુ એ જ ચીજો ભોગવીશ, જે બીજાએ મને આપી હોય.” ઉક્ત પ્રતિજ્ઞા અનુસાર સંયમી સાધક વગર અપાયેલી કોઈપણ વસ્તુનો ઉપયોગ નથી કરતા. જે વસ્તુ પર કોઈનો અધિકાર નથી કે જે વસ્તુ સાર્વજનિક છે, સાધુ એનો ઉપયોગ પણ કોઈની આજ્ઞા વગર નથી કરી શકતા. સૂક્ષ્મ અદત્તાદાનથી વિરત થનાર સાધક સર્વથા પરદત્ત ભોગી હોય છે. ગૃહસ્થ શ્રાવક જો સૂક્ષ્મ વ્રત ધારણ કરે તો સાર્વજનિક ચીજ તો સ્થૂલ અદત્તાદાન વિસ્મણ વ્રત ૮૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ શું ઘરની પણ એ ચીજોને નથી લઈ શકતો, જેના પર ઘરના કોઈ બીજા માણસનો કિંચિત્ પણ અધિકાર છે. તેથી જ્યાં સુધી તે ગૃહસ્થ છે ત્યાં સુધી સૂક્ષ્મ અદત્તાદાન વિરમણ વ્રતનું પાલન કરવાથી એનું ગૃહસ્થજીવન નથી નભી શકતું. આ વાતનો વિચાર કરીને શાસ્ત્રકારોએ ગૃહસ્થ શ્રાવકો માટે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત બતાવ્યું છે. યથા - “थूलग अदत्तादाणं समणोवासओ पच्चक्खाई, से अदिन्नादाणे दुविहे पन्नते तंजए - सचित्तादाणे अचित्तादाणे य ।" આવશ્યક સૂત્ર “तयाणंतरं च णं थूलग अदिन्नादाणं पच्चक्खाई, जावज्जीवाए दुविहं तिविहेणं न करेई, न कारवेइ मणसावयसा-कायसा" ઉપાસક દશાંગ, અધ્ય-૧ “શ્રમણોપાસક સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ કરે છે. તે સ્થૂલ અદત્તાદાન બે પ્રકારના છે - (૧) સચિત્ત અદત્તાદાન અને (૨) અચિત્ત અદત્તાદાન. “તત્પશ્ચાત્ આનંદ શ્રાવકે સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ બે કરણ, ત્રણ યોગથી કર્યો. અર્થાત્ એણે પ્રતિજ્ઞા કરી કે - “તે સ્થૂલ અદત્તાદાન ન તો સ્વયં મન, વચન, કાયાથી ગ્રહણ કરશે અને ન બીજાથી ગ્રહણ કરાવશે.'' સ્થૂલ અદત્તાદાનની વ્યાખ્યા કરતાં ટીકાકારે કહ્યું છે કે - “દુષ્ટ અધ્યવસાયપૂર્વક પોતાના અધિકારથી અલગ બીજાની વસ્તુને એના અધિકારીની આજ્ઞા વગર ગ્રહણ કરવી - સ્થૂલ અદત્તાદાન છે. તે અદત્તાદાન સચિત્ત-અચિત્તના ભેદથી બે પ્રકારના છે જીવ સહિત સ્ત્રી, પશુ વગેરે પદાર્થોને અનુમતિ વગર ગ્રહણ કરવા અચિત્ત અદત્તાદાન છે. શાસ્ત્રકારોએ શ્રાવકો માટે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતમાં એ ચોરીનો ત્યાગ બતાવ્યો છે, જેને લોક-વ્યવહારમાં ચોરી કહેવામાં આવે છે, જેના કરવાથી ચોર કહેવાય છે તથા જે લોકોમાં નિંદનીય અને ગર્હણીય સમજવામાં આવે છે. જે વસ્તુ પર કોઈ વ્યક્તિ વિશેષનો અધિકાર નથી, જે સાર્વજનિક છે, એને લેવા કે એનો ઉપભોગ કરવાનો ત્યાગ શ્રાવક માટે અનિવાર્ય નથી. તાત્પર્ય એ છે કે દુષ્ટ અધ્યવસાયપૂર્વક બીજાના હક્કોને હરણ કરવાની ક્રિયાથી વિરત થવું સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. આ વ્રતને ધારણ કરવાથી શ્રાવકનાં સાંસારિક કાર્યોમાં કોઈ અડચણ નથી આવતી. તે સ્થૂલ અદત્તાદાનના પાપથી પણ બચી જાય છે અને દુનિયામાં પ્રામાણિક તથા વિશ્વાસપાત્ર પણ માનવામાં આવે છે. કેટલાક લોકો સમજે છે કે ગૃહસ્થનું કામ ચોરી કર્યા વગર નથી ચાલી શકતું, પરંતુ આ એવી જ ભ્રાંતિ છે. જેમ કે નશાબાજને ભ્રાંતિ (ભ્રમ) થાય છે કે નશો કર્યા વગર એનું કામ નથી ચાલી શકતું. ચોરી કર્યા વગર જે કામ ચાલશે તે કામ ચોરી કરીને ચલાવવામાં આવેલા કામથી અસંખ્યગણ્યું શ્રેષ્ઠ હશે. ચોરીના મૂળમાં ધન-લોલુપતા રહેલી છે. ધનની લોલુપતાને વશીભૂત થઈને વ્યક્તિ ચોરી કરે છે, ઝૂંટવીને કે અન્ય અનૈતિક ઉપાયો-અપ્રામાણિકતા, છળકપટ કે બેઈમાનીથી ધન પ્રાપ્ત કરે છે, પરંતુ એવું કરવું ભયંકર સામાજિક અપરાધ છે અને આત્માને પાપના ટૂંકમાં ફસાવનાર છે. sed જિણધમ્મો Page #188 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય એ ધ્યાન રાખવું જોઈએ કે ધન મહપૂર્ણ નથી, ધર્મ અને શ્રેષ્ઠ કાર્ય મહત્ત્વપૂર્ણ છે. માનવની શ્રેષ્ઠતા ધનથી નહિ, ધર્મથી થાય છે, શ્રેષ્ઠ કાર્યોથી જાણવામાં આવે છે. સંસારમાં એવા પણ લોકો છે, જે ખૂબ ગરીબીમાં પડ્યા હતા, પરંતુ જીવનમાં નીતિ, પ્રામાણિકતા અને પવિત્ર જીવિકાને અપનાવીને તે લોકો માટે સ્પૃહણીય બન્યા, પ્રશંસાના પાત્ર બન્યા. મનુષ્યને સાચી શ્રમનિષ્ઠા, ઈમાનદારી અને પ્રામાણિકતાથી વિશ્વાસ, પ્રેમ અને આદર મળે છે. પરંતુ જ્યારે મનુષ્ય આ ગુણોની ઉપેક્ષા કરીને શ્રમ-નિષ્ઠા છોડીને બેઈમાની તથા આળસનો કુપથ પકડી લે છે, તો એનાથી સામાજિક જીવનમાં અવિશ્વાસ પેદા થાય છે, અનેક મુસીબતો પેદા થાય છે, વ્યક્તિ ચારિત્ર્યહીન બને છે. સામાજિક વ્યવસ્થા વિશ્વાસ અને શ્રમ-નિષ્ઠા વગેરે સગુણો પર નિર્ભર હોય છે, પરંતુ જ્યારે ચોર અને બેઈમાન લોકોની સંખ્યા વધુ થઈ જાય છે તો સમાજની વ્યવસ્થા બગડી જાય છે, તેથી સત્ય-અહિંસાની સાથે અસ્તેય વ્રતની જરૂર છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો અસ્તેય વ્રત માનવની આર્થિક મર્યાદા નિશ્ચિત કરે છે, જેનાથી સમાજને અસીમ (ભરપૂર) લાભ થાય છે. કારણ કે જ્યાં મર્યાદા આવે છે ત્યાં મનુષ્યના જીવનમાં સંયમ શરૂ થઈ જાય છે. સંયમથી આત્મા પણ વિશુદ્ધ બને છે અને સામાજિક લાભ પણ થાય છે. જે વ્યક્તિ પોતાના ઉપર આર્થિક અંકુશ રાખે છે કે પોતાની જરૂરિયાતો પર નિયંત્રણ રાખે છે, તો કેટલીક સીમા સુધી સમાજમાં આર્થિક વિષમતાને દૂર કરવામાં સહાયક થાય છે. જો વ્યક્તિ અસ્તેય ધર્મનું પાલન કરે છે તો એનો લાભ બધાને મળે છે. એના પાલનથી સ્વયંને સંયમનો લાભ અને સમાજને સમાનતા પ્રાપ્ત કરાવવામાં મદદના રૂપમાં લાભ, આ પ્રકારનો ડબલ (બેવડો) લાભ છે. અસ્તેય વ્રતનો મહિમા બતાવતાં કહ્યું છે - तमभिलषति सिद्धिस्तं वृणीते समृद्धिः । तमभिसरति कीर्तिर्मुन्चते तं भवातिः ॥ स्पृहयति सुगतिस्तं, नेक्षते दुर्गतिस्तं । परिहरति विपत्तियों न गृण्हात्यदत्तम् ॥ - સિજૂર પ્રકરણ જે અદત્ત ગ્રહણ નથી કરતો, સિદ્ધિ એની અભિલાષા કરે છે, સમૃદ્ધિ એનો સ્વીકાર કરે છે, કીર્તિ એની પાસે આવે છે, સાંસારિક પીડાઓ એનો પીછો છોડી દે છે, સુગતિ એની સ્પૃહા કરે છે, દુર્ગતિ એને જોતી પણ નથી અને વિપત્તિ એને છોડી દે છે. યોગદર્શન'માં અસ્તેય વ્રતને નિષ્ઠાપૂર્વકના પાલનને સર્વરત્ન પ્રદાતા તરીકે બતાવવામાં આવ્યો છે. જેમ કે - અસ્તેયપ્રતિષ્ઠા સર્વરત્નોuસ્થાનમ્ ? - યોગદર્શન સાધન પાદ [સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતો જ છે ક૯૧) Page #189 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં અસ્તેય પ્રતિષ્ઠિત થઈ જવાથી અસ્તેય વ્રતના પાલનથી સર્વરત્ન ઉપસ્થિત થઈ જાય છે, અર્થાત્ એને બધા પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ જાય છે. બધા મનુષ્યો સમાજ-શરીરનાં અંગ છે, તેથી સમાજના પ્રત્યે બેદરકારી કે ઉપેક્ષા નથી કરી શકાતા. બધાં અંગોનો સમાન વિકાસ થાય, પાલન-પોષણ કે સંરક્ષણ થાય, એ જરૂરી છે. આ સમાજ ધર્મનું પાલન કરવા માટે અસ્તેય વ્રતનું પાલન કરવું જરૂરી છે, જેનાથી જરૂરી વસ્તુઓનો અતિભોગ કે અતિઉપયોગ કોઈ ન કરે, કોઈ કોઈનું શોષણ ન કરે. આ ધર્મનું જ્ઞાન અસ્તેય વ્રત કરાવે છે. ભારતની સચ્ચાઈ અને ઈમાનદારી પ્રાચીન કાળમાં સંસારભરમાં પ્રસિદ્ધ રહી છે. કહેવાય છે કે ચંદ્રગુપ્તના યુગ સુધી અહીંના લોકો ઘરોમાં તાળાં નહોતા લગાવતાં, રસ્તામાં પડેલી ચીજને કોઈ સહજપણે નહોતું ઉઠાવતું. ચોરીનું કામ જ નહોતું. ઉપનિષદ્ કાળમાં રાજા અશ્વપતિએ કહ્યું હતું - "न मे स्तेनो जन पदे न कदा न च मद्यपः " “મારા રાજ્યમાં કોઈ ચોર લૂંટારું નથી, ન કોઈ ભ્રષ્ટાચારી છે, ન પણ છે અને ન દારૂડિયો છે.” ભારતીય ઇતિહાસનાં પાનાંઓમાં જ્યાં એવાં આદર્શ રત્નોની જેમ ચમકી રહ્યા છે એ જ વર્તમાનમાં ભારતીય જન-જીવનમાં વધતા જતા ભ્રષ્ટાચાર, અન્યાય, અનીતિ, બેઈમાની, ચોરી વગેરેના પ્રસંગ અત્યંત વિચારણીય અને ખેદજનક છે. “અસ્તેય' શબ્દ “સ્તેય'(ચોરી)નો વિરોધી છે. અસ્તેય વ્રતનો આરાધક બધા પ્રકારના ચૌર્ય કર્મથી નિવૃત્ત (હોય) થાય છે. ચોરીના વિવિધ પ્રકાર, ચોરીનાં કારણો અને ચોરીનાં દુષ્પરિણામો પર આસ્રવ પ્રકરણમાં પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે. એને અહીં દોહરાવવો અનાવશ્યક છે. અહીં એ જ બતાવવું પ્રાસંગિક છે કે શ્રાવકના અસ્તેય વ્રતની શું મર્યાદા છે ? અને એને કયા-કયા અતિચારોથી બચવું જોઈએ ? શ્રાવક સ્થૂલ અદત્તાદાનનો ત્યાગી હોય છે, સૂક્ષ્મ અદત્તાદાનનો નહિ. સ્થૂલ અદત્તાદાન એ છે જેના સેવનથી વ્યક્તિ દુનિયાની દૃષ્ટિએ ચોર માનવામાં આવે છે, રાજદંડને પાત્ર હોય છે અને શિષ્ટ પુરુષોમાં એને લજ્જિત થવું પડે છે. દુષ્ટ અધ્યવસાયથી કોઈના અધિકારોને પડાવી લેવા, સ્થૂલ અદત્તાદાન છે. ધ્યાન (સેંધ) લગાવવું, ખિસ્સ કાપવું, લૂંટ કરવી, માર્ગમાં ચાલનારને લૂંટવો, તાળું તોડીને માલ ચોરી લેવો, રસ્તામાં પડેલી વસ્તુના માલિકને ખબર હોવા છતાંય એને લઈ લેવી વગેરે સ્થૂલ અદત્તાદાન છે. શ્રાવક મન, વચન, કાયા દ્વારા એવાં કાર્યો ન તો સ્વયં કરે છે અને ન બીજાઓને કરવાની પ્રેરણા આપે. ઉપર સ્થૂલ અદત્તાદાનોનું વર્ણન કરતાં માત્ર એ જ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે, જે અશિષ્ટ ઉપયોગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આજકાલ ચોરી કરવાના અનેક નવા-નવા સભ્ય ઉપાયો પણ આવી ગયા છે, જેમનો આશ્રય લેવાથી ચોરી કરનારાઓ પણ શેઠ કે શાહુકાર કહેવાય છે. કાળાબજારી કરવી, વધુ નફાખોરી કરવી, લાંચ લેવી-આપવી, ધન રાખીને દેવાળિયો બનવું, (૯૨) 00000000000 જિણધમો ) Page #190 -------------------------------------------------------------------------- ________________ વસ્તુમાં ભેળસેળ કરવી, નકલી વસ્તુઓને અસલી બતાવીને વેચવી, ખોટાં વિજ્ઞાપનો દ્વારા બીજાઓના ધનનું હરણ કરવું, ઠગવું, ઓછું આપવું, વધુ લેવું; વગેરે સ્થૂલ અદત્તાદાન છે. કારણ કે એવું કરનારાઓ દુષ્ટ અધ્યવસાયથી બીજાઓનું દ્રવ્ય હરણ કરે છે. અસ્તેય-અણુવ્રતના અતિચાર : અસ્તેય વ્રતનું બરાબર પાલન ત્યારે જ થઈ શકે છે જ્યારે વ્રતપાલન કરતાં સમયે પ્રમાદ કે અસાવધાનીથી થનારા દોષોથી દૂર રહેવામાં આવે. વ્રતનું નિરતિચાર પાલન કરવાથી જ વ્રત ધારણ કરવાનો પૂર્ણ લાભ મળે છે. અતિચાર ત્યાં સુધી અતિચાર છે જ્યાં સુધી તે સંકલ્પપૂર્વક ન કરવામાં આવે. જો જાણી-જોઈને, સંકલ્પપૂર્વક આ કામોને કરવામાં આવે તો તે અતિચાર ન રહીને અનાચારની શ્રેણીમાં આવી જાય છે. અનાચારથી વ્રતભંગ થઈ જાય છે. ‘ઉપાસક દશાંગ સૂત્ર’માં અસ્તેય વ્રતના પાંચ અતિચારો આ પ્રકાર બતાવ્યા છે - थूलग-अदिन्नादाणं वेरमणस्स पंच अइयारा जाणिजव्वा, न समायरियव्वा तंजहाતેનાહડે, તવ પોતે, વિરુદ્ધજ્નામે, ડતુèડમાળે, તડિવાવવારે । અર્થાત્ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, આચરણ કરવાયોગ્ય નથી. તે અતિચાર આ પ્રકાર છે : (૧) સ્નેનાહત, (૨) તસ્કર પ્રયોગ, (૩) વિરુદ્ધ-રાજ્યાતિક્રમ, (૪) કૂટતુલ-ફૂટમાન અને (૫) તસ્મ્રુતિરૂપક વ્યવહાર. (૧) સ્નેનાહત : ચોર દ્વારા ચોરાયેલી વસ્તુને લોભવશ ગ્રહણ કરવી - ખરીદવી સ્નેનાહત અતિચાર છે. ચોરીનો માલ ખરીદવાનો અર્થ છે ચોરી અને ચોરને પ્રોત્સાહન આપવું. ચોરેલી વસ્તુઓ પ્રાયઃ સસ્તી વેચાય છે, તેથી જાણી-જોઈને લોભના વશીભૂત થઈને એવી સસ્તી વસ્તુઓ ખરીદવી ચોરીના સમાન જ પાપમય છે. રાજ્ય વ્યવસ્થામાં પણ જાણી-જોઈને ચોરીનો માલ ખરીદનારાને ચોરના સમાન દંડ આપવામાં આવે છે. જો અજાણતાં પણ ચોરીની વસ્તુ ખરીદી લેવામાં આવે છે તો રાજ્ય એનું મૂલ્ય ચૂકવ્યા વગર જ લઈ શકે છે. તેથી લોભવશ ચોરીનો માલ ક્યારેય ન ખરીદવો જોઈએ. બજારથી ખૂબ જ સસ્તી મળનારી વસ્તુના વિષયમાં પૂરી જાણકારી (અનુસંધાન) કરવી જોઈએ. કારણ કે લગભગ ચોરીનું હોવાની સંભાવના રહે છે. ચોરીનો માલ ખરીદનારા લોકો ગાળ બોલીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરે છે કે વેચનાર વ્યક્તિના માથા ઉપર ચોર લખેલું નથી હોતું, તેથી આ કેવી રીતે કહી શકાય કે અમુક વસ્તુ ચોરીની છે ? આ ખૂબ જ લૂલો બચાવ છે. આ સાચું છે કે ચોરના માથા ઉપર ચોર લખેલું નથી હોતું, પરંતુ વેપાર કરનાર ચતુર વેપારી જો લોભમાં ન પડીને તટસ્થ ભાવથી જાણવાની કોશિશ કરે તો આસાનીથી એ ખબર પડી શકે છે કે આ વસ્તુ ચોરીની છે કે નહિ ? વેચનાર સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત FEB Page #191 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિના હાવ-ભાવો અને ચેષ્ટાઓથી અંતઃકરણ એવો નિર્ણય કરી શકે છે. લોકોક્તિ છે કે “ચોરને પગ નથી હોતા.' અર્થાત્ ચોર હંમેશાં શંકાશીલ રહે છે, એમાં દેઢતા નથી હોતી. તેથી એવો નિર્ણય કરવો મુશ્કેલ નથી. વાસ્તવમાં મુશ્કેલ તો હોય છે સસ્તી મળનારી ચીજના લોભને રોકવો. ચોરીની વસ્તુ પાણીના ભાવે મળી જાય છે, તેથી લાલચું, ધનલોલુપ લોકો ચોરીની જાણીને પણ એને ખરીદી લે છે અને અપ્રત્યક્ષ રૂપથી ચોરને અને ચોરીને પ્રોત્સાહન આપે છે. માત્ર ખરીદવું જ નહિ, ચોરની ચોરાયેલી વસ્તુને પોતાના) ઘર કે દુકાનમાં રાખવી, ચોર-ડાકૂને પોતાના ઘરમાં કે અન્યત્ર આશ્રય આપવો, પણ માત્ર સરકારની દૃષ્ટિથી અપરાધ નથી, પણ આ અસ્તેય વ્રતનો અતિચાર પણ છે. કેટલીક વ્યક્તિઓ ડાકુઓ, ચોરો કે તસ્કરો દ્વારા લૂંટાયેલો, ચોરી કરેલો કે કરચોરીથી લાવેલો માલ તરત જ ખરીદી લે છે અને એવા લોકોને પહેલાંથી જ રૂપિયા આપીને એમના દ્વારા ઉક્ત રીતિથી લાવેલા માલને લેવાનો વાયદો કરી લે છે. આ એકદમ અનાચાર છે. આ વ્રતનો ભંગ છે, કારણ કે એમાં તો જાણી-જોઈને બેધડક દોષનું સેવન કરવામાં આવે છે. (૨) તસ્કર પ્રયોગ ઃ ચોરોને ચોરી કરવાની પ્રેરણા આપવી કે તસ્કરોને તસ્કરીથી માલ લાવવાની પ્રેરણા આપવી તસ્કર પ્રયોગ નામનો અતિચાર છે. ચોરી કરવામાં સહાયતા કરવી કે પ્રેરણા આપવી પણ ચોરીની સમાન જ અપરાધ છે. સાત પ્રકારની વ્યક્તિઓની ગણના ચોરોમાં કરવામાં આવી છે. (૧) ચોરી કરનાર (૨) ચોરીની પ્રેરણા કરનાર (૩) ચોરીની સલાહ આપનાર (૪) ચોરી માટે ભેદ બતાવનાર (૫) ચોરીનો માલ ખરીદનાર (૬) ચોરી કરવા માટે સાધન આપનાર (૭) ચોરને આશ્રય આપનાર. રાજ્ય નિયમાનુસાર પણ ચોરીની પ્રેરણા આપનાર પણ ચોરની જેમ દંડનીય માનવામાં આવે છે. કોઈ ચોરને જાણવા છતાંય જો એને શાહુકાર માનવામાં આવે છે કે એની શાહુકારના રૂપમાં પ્રશંસા કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પૈસાની લાલચમાં એને નિર્દોષ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે, તો એ પ્રકારાંતરથી ચોરની સહાયતા કરીને ચોરીની પ્રેરણા આપે છે, જે ચોરીના સમાન જ પાપ છે. તસ્કરી દ્વારા દેશ-વિદેશોથી લાવેલા પદાર્થોને ખરીદવાથી, કાળા બજારીઓથી માલ ખરીદવાથી એમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે છે. તેથી એનો માલ ખરીદવાથી શ્રાવકના વ્રતમાં અતિચાર લાગે છે. શ્રાવકે આ વિષયમાં સાવધાન રહેવું જોઈએ. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ : જે રાજ્ય પરસ્પર વિરોધી હોય, યુદ્ધરત હોય, શત્રુતા રાખતા હોય એમને વિરુદ્ધ રાજ્ય કહે છે. એવાં વિરોધી રાજ્યોની સીમાનું અતિક્રમણ કરવું અર્થાતુ એમના રાજ્યમાં વિશેષકર યુદ્ધની સ્થિતિમાં આવવું-જવું, વિરુદ્ધ રાજ્યોતિક્રમ અતિચાર છે. એવું કરવાથી રાજ્ય અને ધર્મ બંનેની મર્યાદા ભંગ થાય છે. (૯૪) 0 જિણધમો) Page #192 -------------------------------------------------------------------------- ________________ લડાઈના સમયે વ્યવસ્થા માટે વિરોધી રાજ્યોમાં વિરોધી નાગરિકોના આવાગમનનો નિષેધ રહે છે, કારણ કે એનાથી એક રાજ્યનો ભેદ બીજા રાજ્યને મળી જવાનો ભય રહે છે. માટે શ્રાવકે આ અતિચારથી બચવાની સાવધાની રાખવી જોઈએ. કેટલાય લોકો આ અતિચારનો અર્થ રાજાના વિરુદ્ધ કામ કરવું એવો લગાવે છે, પરંતુ આનો અર્થ એ નથી. કારણ કે કદાચ રાજા નીતિ વિરુદ્ધ અને પ્રજા હિતના વિરુદ્ધ સત્તાની લાલચમાં કોઈ આદેશ આપે તો એનું પાલન કરવું અને એનો અતિક્રમ (ઉલ્લંઘન) કરવો દોષ રૂપ નથી હોતો. એ તો કર્તવ્ય થઈ જાય છે. હા, રાજ્યની સુવ્યવસ્થાથી વિપરીત આચરણ કરવું, આવો અર્થ કરી શકાય છે. રાજા અને રાજ્યમાં અંતર હોય છે. રાજ્યની સુવ્યવસ્થા માટે બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવું - જેમ કે કર ન ચૂકવવો, વગર ભાડે શાસકીય વાહનોમાં યાત્રા કરવી, આયાત-નિયંતના નિયમોથી વિપરીત માલ લાવવો - લઈ જવો વગેરે વિરુદ્ધ રાજ્યાતિક્રમ અતિચાર છે. શ્રાવકે આ અતિચારથી બચવાની સાવધાની રાખવી જોઈએ. (૪) ફૂટતુલા-ફૂટમાન ઃ લોભને વશ થઈને વધુ લેવા અને ઓછું આપવાની દાનતથી તોલવાના બાટ અને માપવાના ગજ વગેરે ઓછા-વધુ રાખવા કે બાટ-માપ બરાબર હોવા છતાંય તોલવા-માપવામાં ચાલાકીથી કામ લેવું કૂટતુલા-કૂટમાન નામનો અતિચાર છે. ઓછુંવનું તોલવું-માપવું શાસકીય અપરાધ પણ છે. રાજ્યશાસનને માપ-તોલનાં સાધનોનું પ્રામાણીકરણ કરાવવાનો કાયદો બનાવ્યો છે. ન્યૂનાધિક બાટ-માપોને રાખવાં કે ન્યૂનાધિક તોલવું-માપવું દંડનીય અપરાધ છે. એવું કરવું ખૂબ જ નિંદ્ય માનવામાં આવે છે. ઓછુંવનું તોલવું-માપવું વ્યાપારિક સંહિતાના મૂળભૂત નિયમોને તોડવા સમાન છે, નીતિ વિરુદ્ધ કાર્ય કરે છે અને લોકોની સાથે વિશ્વાસઘાત કરે છે. જાણી-જોઈને એવું કરવું અનાચાર છે. ભૂલથી-અસાવધાનીથી ઓછું-વતું તોલવા-માપવાથી જ અતિચાર થાય છે. સંકલ્પપૂર્વક એવું કરવાથી, વ્રતનો ભંગ થાય છે. માટે શ્રાવકે માપવા-તોલવામાં પૂરી પ્રામાણિકતા રાખવી જોઈએ. માપ-તોલમાં અપ્રામાણિકતા કરવી, આપવા-લેવાના અલગ-અલગ બેવડા માપદંડ રાખવા, વ્યાવસાયિક ચોરી છે, ઠગાઈ છે, તેથી નૈતિક પતન છે. શ્રાવકે માપ-તોલની ગરબડથી સંપૂર્ણતઃ બચવું જોઈએ. જે વ્યકિત આટલી પણ પ્રામાણિકતા નથી રાખી શકતી તે ધર્મની અધિકારી કે શ્રાવક નથી કહેવાતી. તેથી, શ્રાવકે વ્યાવસાયિક, નૈતિક અને ધાર્મિક દષ્ટિબિંદુઓના ખોટા માપ-તોલથી દૂર રહેવું જોઈએ. (૫) તત્રતિરૂપકવ્યવહાર : કોઈ સારી વસ્તુમાં હલકી વસ્તુનું સંમિશ્રણ કરીને એને સારી કહીને વેચવી તથા નમૂનાની સારી વસ્તુને બતાવીને હલકી વસ્તુ આપવી તત્પતિ રૂપક વ્યવહાર નામનો અતિચાર છે. અજાણતામાં જો આવું કરવામાં આવે તો તે અતિચાર છે - અન્યતા તે અનાચાર થઈ જાય છે. આજકાલ ધનની લોલુપતાના કારણે જાણી-જોઈને મિલાવટનું પાપ કરવામાં આવે છે. આ જઘન્ય પાપ એટલું વધી ગયું છે કે માણસોની જિંદગી સુધી એના કારણે મુશ્કેલીમાં [સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતો જ ક૫) Page #193 -------------------------------------------------------------------------- ________________ પડી રહે છે. સોનું-ચાંદી વગેરે કીમતી ધાતુઓમાં તાંબુ વગેરે મિલાવીને એને ખરા(સાચા)ના રૂપમાં વેચવામાં આવે છે અને ગ્રાહકો સાથે ભયંકર છેતરપિંડી કરવામાં આવે છે. ખાદ્યપદાર્થોમાં મિલાવટનો ભયંકર સમય ચાલી રહ્યો છે. શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલ, ખોપરા(નારિયેળ)નું તેલ ભેળવવામાં આવે છે, તેલમાં ન જાણે કેટલી બધી ભેળસેળ કરવામાં આવે છે, તેથી શુદ્ધ ઘી તથા તેલની પ્રાપ્તિ દુર્લભ થઈ ગઈ છે. ચોખામાં સફેદ નાના-નાના કાંકરાઓ, ઘઉંમાં માટી, કાંકરા, મસાલાઓમાં રંગ, રંગમાં માટી, સિમેન્ટમાં રાખ, રબરમાં બ્લોટિંગ પેપર, દૂધમાં પાઉડર અને પાણી, કાળા મસ્સામાં એરંડા-કાકડીનાં બીજ જાણીજોઈને ધનની લોલુપતાથી મેળવવામાં આવે છે. અનેક અર્થ-પિશાચ માણસો જિંદગી માટે ઉપયોગી દવાઓમાં મિલાવટ કરે છે, નકલી દવાઓ આપે છે, કેપસૂલોમાં રાખ ભરીને વેચે છે, આ રીતે એ લાલચું-નિર્દયી લોકો માણસોની જિંદગી સાથે મજાક (ખેલ) કરે છે. એમને બસ ધન જોઈએ, ભલે સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ જાય ! જો કે સરકારે ખાદ્ય પદાર્થોમાં મિલાવટને રોકવા માટે કાયદા બનાવ્યા છે, પરંતુ ધનના બળે મિલાવટ કરનારા લોકો પોતાના બધા અપરાધોથી બચી જાય છે અને પોતાના ધૃણિત વ્યવસાય ચલાવતા રહે છે. પરંતુ આ ભયંકર પાપ છે. એનાથી જૂઠ, ચોરી અને હિંસાનાં ભારે પાપકર્મોનો બંધ થાય (બાંધે) છે. આના માટે શ્રાવકે મિલાવટના પાપથી હંમેશાં દૂર રહેવું જોઈએ. આ ચોરી છે, ઠગાઈ છે, બેઈમાની છે. રાજ્ય દ્વારા દંડનીય અપરાધ છે અને ધાર્મિક દૃષ્ટિથી આત્માનું ઘોર પતન કરનાર અને દુર્ગતિમાં લઈ જનાર છે. એવું સમજીને શ્રાવક તત્પતિરૂપકવ્યવહારથી ખૂબ-ખૂબ દૂર રહે. ધન, સંપત્તિ અને પોતાની વસ્તુઓ જીવને જીવન જેવી પ્રિય હોય છે. એમનું હરણ થઈ જવાથી જીવને ખૂબ દુઃખ થાય છે, માટે બીજાના દ્રવ્યનું હરણ કરવું ચોરી તો છે જ, સાથે હિંસા પણ છે. કોઈની પણ સંપત્તિનું અપહરણ કરનાર માત્ર સંપત્તિ જ નથી હરતો પણ એનો ધર્મ, કર્મ, વૈર્ય અને શાંતિ પણ હરી લે છે. જેની વસ્તુનું અપહરણ થાય છે તે એના શોકમાં ધર્મ-કર્મ ભૂલી જાય છે, અધીર તથા વ્યાકુળ બની જાય છે અને એની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તેથી ધન વગેરેનું હરણ કરનાર માત્ર ધન જ નહિ પણ ધર્મ-કર્મને પણ લૂંટનાર હોય છે, તેથી ચોરી કરવી ભયંકર પાપ અને હિંસા છે. એનાથી વેચવા માટે અસ્તેય વ્રત અંગીકાર કરવું જોઈએ. દ્રવ્યચોરીની જેમ ભાવચોરી પણ વર્જનીય છે. યશ-કીર્તિ અને પ્રશંસાની કામનાથી બીજાના ગુણોની ચોરી ન કરવી જોઈએ. દશવૈકાલિક સૂત્ર'માં તપનો ચોર, અવસ્થાનો ચોર, રૂપનો ચોર અને આચાર ભાવનો ચોર કિલ્વિષિક (નીચ) દેવની યોનિમાં ઉત્પન્ન થાય છે, એવું કહેવામાં આવે છે. ઉપકારીના ઉપકારને ન માનવો, ઉપકારીની ચોરી છે. બીજાઓની લખેલી કવિતા વગેરેને પોતાની બતાવી દેવી પણ ચોરી છે. જરૂરથી વધારે જીવનોપયોગી પદાર્થોનો સંગ્રહ પણ ભાવચોરી છે, કારણ કે એવું કરવાથી અન્ય લોકોને એ આવશ્યક વસ્તુથી વંચિત રહેવું પડે છે. અત્યધિક સંગ્રહ વૃત્તિ પણ ભાવચોરી છે. (૯૬) છે, જે જ છેજે જ છે. જે જિણધમો) Page #194 -------------------------------------------------------------------------- ________________ ચોરીનાં દારુણ પરિણામો આ ભવમાં પણ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય છે અને પરલોકમાં નરક ગતિના રૂપમાં ભોગવવાં પડે છે. ચોરના આત્માને કદી શાંતિ નથી મળતી. તે હંમેશાં ઊંઘતા-જાગતાં, દિવસમાં, રાતમાં ચિંતાતુર રહે છે. એને મનમાં કાંટાની જેમ હંમેશાં ખટકતું રહે છે. ચોરી કરનારાના ગુણોનો હ્રાસ થઈ જાય છે. દયા, પ્રેમ, કરુણા એનાથી કોસો (ગાઉ) દૂર રહે છે. તે ક્રૂર, નૃશંસ, નિર્લજ્જ (બેશરમ) અને હત્યારો થઈ જાય છે. તેથી આત્માની ઉન્નતિ ચાહનાર વ્યક્તિનો ત્યાગ કરે છે. તે અસ્તેય વ્રતની આરાધના કરીને આત્માને પવિત્ર બનાવી લે છે. ૧ સ્વદાર સંતોષ ઃ પરદાર વિરમણ વ્રત મોક્ષમાર્ગની આરાધના માટે ચારિત્ર ધર્મનાં અંતર્ગત જે પાંચ વ્રતો(યમો)નું વિધાન ભગવાન મહાવીરે કર્યું છે, એમાંથી બ્રહ્મચર્ય ચોથું વ્રત છે. મોક્ષપ્રાપ્તિ માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન આવશ્યક છે. બ્રહ્મચર્ય વ્રત વગર અન્ય વ્રત મોક્ષ માટે પૂર્ણતઃ સાર્થક નથી થઈ શકતું અને ન બ્રહ્મચર્ય વ્રતના અભાવમાં અન્ય વ્રતોની સમગ્ર આરાધના જ કરવામાં આવે છે. ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સુધી ચોવીસ તીર્થંકરોએ આચાર યોગમાં બ્રહ્મચર્યને સાધુ માટે મહાવ્રતના રૂપમાં અને ગૃહસ્થ માટે અણુવ્રતના રૂપમાં સ્વીકાર કરેલ છે. કોઈપણ વ્રત કે નિયમના પાલન માટે, ધર્મની સાધના માટે, જપ-તપની સાધના માટે કે ધ્યાન વગેરે માટે મનની પવિત્રતા આવશ્યક છે. મનની પવિત્રતા બ્રહ્મચર્યથી આવે છે. મનુષ્યનું મન પવિત્ર ન હોય, તો અહીં-તહીં વાસનાઓની ગલીઓમાં ભટકતું રહેશે, વિવિધ વાસનાઓ અને ઇન્દ્રિય વિષયોનાં આકર્ષણોમાં ફરતું રહેશે તો એમાં એકાગ્રતા નહિ આવે, તે વિશૃંખલિત રહેશે. વિશૃંખલિત મન કોઈપણ સાધનાને સારી રીતે નથી કરી શકતું. તેથી બ્રહ્મચર્ય શુદ્ધ સાધનાનું સિંહદ્વાર છે. બ્રહ્મચર્યનો વાસ્તવિક અર્થ આત્મામાં રમણ કરવું છે. આ આત્મ-રમણ અંતર્ધ્યાન અને અંતર્નાનથી થઈ શકે છે. અંતર્ધ્યાન અને અંતર્રાન માટે બાહ્ય પદાર્થો અને વાસનાઓથી વિમુખ થવું જરૂરી છે. જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં આસક્તિ રહે છે ત્યાં સુધી અંતર્ધ્યાન અને અંતર્ભાન નથી થઈ શકતું. તેથી આત્મ-રમણ માટે બાહ્ય પદાર્થો અને વાસનાઓની તરફ દોડનાર મન અને ઇન્દ્રિયોને સંયમી કરવા અનિવાર્ય હોય છે. બધી ઇન્દ્રિયોનું મન, વાણી અને કાયા દ્વારા બધાં ક્ષેત્રો અને કાળમાં સંયમ કરવો જ બ્રહ્મચર્ય છે. ગાંધીજીએ પણ આ જ અર્થ કર્યો છે. તેઓ કહે છે - “બ્રહ્મચર્યનો અર્થ છે બધી ઇન્દ્રિયો અને સંપૂર્ણ વિકારો ઉપર પૂર્ણ અધિકાર કરી લેવો. બધી ઇન્દ્રિયોને તન-મન-વચનથી બધા સમયો અને બધાં ક્ષેત્રોમાં સંયમિત થવાને બ્રહ્મચર્ય કહે છે. સ્વદાર સંતોષ ઃ પરદાર વિરમણ વ્રત se Page #195 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યનો મહિમા જેમ સંગૃહીત અને નિયંત્રિત બાષ્પથી રેલના એન્જિન કે સ્ટીમર ચાલે છે, જો એ બાષ્પ, બાષ્પયંત્રમાં એકત્રિત ન કરવામાં આવે અને એને હવામાં ફેલાવવામાં આવે તો એ ફેલાયેલા બાષ્પથી એન્જિન કે સ્ટીમર નથી ચાલી શકતા; એવી જ રીતે જો મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિયોની શક્તિઓને કેન્દ્રિત કરી લેવામાં આવે તો એનાથી સ્વપર કલ્યાણનાં મહાન અને અદ્દભુત કાર્ય કરી શકાય છે. જો ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને ચિત્ત વિવિધ વિષયોમાં ભટકતા રહે છે, તો એમની શક્તિ વિખરાઈ (બેકાર) જાય છે. વિખરાયેલી શક્તિઓ, શક્તિઓ નથી રહેતી, તે વ્યર્થ ચાલી જાય છે. મન, ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર બ્રહ્મચર્ય વ્રત દ્વારા જ સંયમ કરી શકાય છે. તેથી આચારાંગ વગેરે જૈન આગમોમાં અને ઋગ્વદ જેવાં પ્રાચીન વૈદિક ધર્મશાસ્ત્રોમાં બ્રહ્મચર્યનો સવિસ્તાર ઉલ્લેખ મળે છે. સંસારના બધા આસ્તિક ધર્મો અને ધર્મશાસ્ત્રોએ બ્રહ્મચર્યનું યશોગાન કર્યું છે. “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં કહ્યું છે - ___ "पउम सर तलाग पालिभूयं, महासगड अरगतुंबभूयं, महाविडिमरुक्खक्खंधभूयं पागार कवाड़ फलिहभूयं रज्जुपिणिद्धो व्व इंदकेऊ, विसुद्धाणेग गुण संपिणद्धं जम्मि य भग्गंम्मि होइ सहसा सव्वं संभग्गमहियचुण्णिय कुसल्लिय पलट्ट पडिय खंडिय परिसडिय विणासियं विणय-सील तव णियम गुण समूहं ।" “બ્રહ્મચર્ય ધર્મરૂપ પદ્મ સરોવરની પાળ સમાન રક્ષક છે. આ દયા-ક્ષમા વગેરે ગુણોના આધારભૂત તથા ધર્મની શાખા(ડાળી)ઓનો આધારસ્તંભ છે. આ ધર્મરૂપ મહાનગરનો કોટ છે - રક્ષાદ્વાર છે. બ્રહ્મચર્યના ખંડિત થવાથી બધા પ્રકારના ધર્મ પહાડથી પડેલા ઘડાના સમાન ચૂર-ચૂર થઈ જાય છે. પ્રશ્ન વ્યાકરણ'માં એ પણ કહ્યું છે - “! પ્રો ય વંખે ઉત્તમ તવ નિયમ-ના-સંસUT વરિત સમ્મત્ત વિમૂત્ત, यमणियम गुणप्पहाणजुत्तं, हिमवंत महंततेयमंतं पसत्थ गंभीर थिमिय मझं।" “હે જંબૂ! આ બ્રહ્મચર્ય, તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યકત્વ અને વિનયનું મૂળ છે. યમ-નિયમ વગેરે ગુણોનો આધાર છે. જેમ પર્વતોમાં હિમવાનું પ્રધાન છે, એ જ રીતે યમ-નિયમોમાં બ્રહ્મચર્ય પ્રધાન છે. તેજોમય છે, પ્રશસ્ત છે અને ગંભીર છે. બ્રહ્મચર્ય વ્રતનું આરાધન કરવાથી તપ, વિનય, ક્ષમા, મુક્તિ ગુપ્તિ વગેરેની આરાધના થઈ શકે છે. બ્રહ્મચર્ય આ લોક અને પરલોકમાં યશ, કીર્તિ અને વિશ્વાસનું કારણ છે. આ સદ્ગણોનું મૂળ છે.” સૂયગડાંગ સૂત્ર'માં કહેવામાં આવ્યું છે - “તવે વા ઉત્તમં વમવેર” - - સૂય, સૂ-૧, અ-૬, ગા-૨૩ બધાં તપોમાં બ્રહ્મચર્ય સર્વોત્તમ છે. આ આગમ-વાક્ય બ્રહ્મચર્યની મહત્તા માટે પર્યાપ્ત છે. (૯૮) 000000000000000 જિણધમો ) Page #196 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય ધર્મનું આવશ્યક અંગ છે. આ બતાવતાં તથા બ્રહ્મચર્યના મહિમાનું વર્ણન કરતાં એક મુનિએ કહ્યું છે - "पंचमहव्वय-सुव्वयमूलं, समणमणाइल साहुसुचिण्णं । वेरविरामण पज्ज वसाणं सव्व समुद्ध महोदहितित्थं ॥१॥ तित्थ करेहिं सुदेसियमग्गं, नरगतिरिच्छ विवज्जियमग्गं ।। सव्व पवित्त सुनिम्मयसारं, सिद्धि विमाण अवंगुयदारं ॥२॥ देव नरिन्द नमंसिय पूइयं, सव्व जगुत्तम मंगल मग्गं । दुद्धरिसं गुण नायकमेक्कं, मोक्ख पह सवर्डिसग भूयं ॥३॥" અર્થાતું “બ્રહ્મચર્ય પાંચ મહાવ્રતનું મૂળ છે, તેથી ઉત્તમ વ્રત છે. શ્રાવકોમાં સુવ્રતોનું પણ બ્રહ્મચર્ય મૂળ છે. આ દોષ રહિત છે, સાધુ-જનો દ્વારા સુચરિત છે, વેરાનુબંધનો અંત કરનાર છે, સ્વયંભૂ રમણ મહોદધિ સમાન દુસ્તર સંસારથી તરવાનો ઉપાય છે. (૧) આ બ્રહ્મચર્ય તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ છે. આ નરક-તિર્યંચ ગતિના માર્ગને રોકનાર છે, સિદ્ધ ગતિ અને સ્વર્ગ વિમાનોના દ્વારને ખોલનાર છે અને આ સર્વોત્કૃષ્ટ પવિત્ર અને સારભૂત છે. (૨) આ બ્રહ્મચર્ય દેવેન્દ્ર-નરેન્દ્રોથી પૂજિતો દ્વારા પણ પૂજનીય છે. સમસ્ત લોકમાં સર્વોત્તમ મંગળનો માર્ગ છે. આ સર્વ ગુણોનો નાયક છે અને મોક્ષમાર્ગનું ભૂષણ છે. (૩) વેદોમાં પણ બ્રહ્મચર્યને ઉત્તમ તપ માનવામાં આવ્યું છે. વેદમાં કહ્યું છે - “તો વૈ બ્રહ્મચર્યમ્ - બ્રહ્મચર્ય જ તપ છે.” સ્મૃતિઓમાં કહ્યું છે - ___ “समुद्रतरणे यद्वद उपायो नैः प्रकीर्तिता । संसार तरणे तद्वत् ब्रह्मचर्यं प्रकीर्तितम् ॥" સમુદ્રથી પાર ઊતરવા માટે જેમ નાવડી શ્રેષ્ઠ સાધન છે, એવી રીતે સંસારસાગરથી પાર ઊતરવા માટે બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ સાધન છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિએ કહ્યું છે - વિરપુષ: સુસંસ્થ ના દ્રઢ સંદનના નર: | તેષસ્વિનો મહાવીર્યાઃ મવે, બ્રાવર્ચતઃ '' - યોગશાસ્ત્ર બ્રહ્મચર્યના પ્રતાપથી વ્યક્તિ ચિરાયુ, સુંદર, સુદૃઢ, તેજસ્વી અને મહાપરાક્રમી બને છે. “વૈદ્યક ગ્રંથોમાં કહ્યું છે - "ब्रह्मचर्य परं ज्ञानं ब्रह्मचर्य परं बलं । જરર્યમયો થાત્મા બ્રહ્મચર્યેવ તિતિ છે' બ્રહ્મચર્ય, સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે - બ્રહ્મચર્ય સર્વશ્રેષ્ઠ બળ છે. આ આત્મા નિશ્ચય રૂપથી બ્રહ્મચર્યમય છે અને બ્રહ્મચર્યથી જ શરીરમાં સ્થિત છે.” [ સ્વદાર સંતોષઃ પરદાર વિરમણ વ્રત છે ક૯૯) Page #197 -------------------------------------------------------------------------- ________________ યોગદર્શનમાં બ્રહ્મચર્યના પરમ લાભના વિષયમાં કહ્યું છે - બ્રહ્મચર્ય પ્રતિષ્ઠયાં વીર્ય નમ:' જ્યારે સાધકમાં બ્રહ્મચર્યની પૂર્ણતઃ સુદઢ સ્થિતિ થઈ જાય છે, ત્યારે એના મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને શરીરમાં અપૂર્વ શક્તિનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. બ્રહ્મચર્ય શક્તિનો મૂળ સ્ત્રોત છે, જીવનની આધારશિલા છે. તેથી કહ્યું છે કે - "मरणं बिन्दुपातेन, जीवनं बिन्दू धारणात्" મહાપુરુષોએ બ્રહ્મચર્યને જીવન અને અબ્રહ્મચર્યને મૃત્યુ કહ્યું છે. બ્રહ્મચર્ય અમૃત છે, અબ્રહ્મચર્ય વિષ (ઝેર) છે. બ્રહ્મચર્ય શાંતિનો સ્ત્રોત છે, જ્યારે વાસના અશાંતિ તથા દુઃખનો અપાર સાગર છે. બ્રહ્મચર્યનો શુદ્ધ પ્રકાર છે, જ્યારે વાસના કાલિમા (કલંક) છે. બ્રહ્મચર્ય ઉત્તમ તપ-નિયમ વગેરેનું મૂળ છે, જ્યારે અબ્રહ્મચર્ય અજ્ઞાન, ભ્રમ, અશ્રદ્ધા, ભોગ અને રોગનું મૂળ છે. મનુષ્યનું જીવન એટલું મૂલ્યવાન છે કે એનાથી સ્વર્ગની ખેતી થઈ શકે છે, હીરાઝવેરાત પેદા કરી શકાય છે. બ્રહ્મચર્ય એક એવી સાધના છે, જેનાથી તન પણ શક્તિશાળી બને છે, મન પણ બળવાન બને છે અને આત્મા પણ બળવાન બને છે. બ્રહ્મચર્ય અંદર અને બહાર બંને સાધનોને ઠીક (બરાબર) રાખે છે. જ્યારે બહારનાં સાધનો પોલાં થઈ જાય છે ત્યારે અંદરનાં સાધનો પણ કામ નથી આપતાં - ન પવિત્ર તથા ઊંચા (ઉત્તમ) વિચારો આવે છે, ન વાણી વજનદાર થાય છે, ન આચરણના ક્ષેત્રમાં પગ ચાલે છે. જીવન સૂનું સૂનું અને ભારભૂત લાગવા માંડે છે - બ્રહ્મચર્યના અભાવમાં. માનવશરીર વાસનાઓની આગમાં પડીને નષ્ટ કરવા માટે નથી, વિવેકભ્રષ્ટ થઈને વિકારોના ઉત્પથ ઉપર દોડવા માટે પણ નથી, પણ સર્વેન્દ્રિય સંયમ દ્વારા ઉત્તમોત્તમ આત્મગુણોનું ઉપાર્જન કરવા માટે છે. આ જ સોનાની ખેતી છે અને રત્નોની ખાણ છે. - બ્રહ્મચર્યની નિષ્ઠા પ્રાપ્ત કરવાથી વીર્ય(શક્તિ)નો લાભ તો થાય જ છે, મનુષ્ય પણ દેવત્વ (દિવ્યતા) પ્રાપ્ત કરી લે છે. બ્રહ્મચર્ય સાધના પરિપક્વ થઈ જવાથી પરમગતિની પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ બ્રહ્મચારી માટે સંસારમાં કંઈ જ અસાધ્ય નથી. તે હિમાલયને હલાવી શકે છે, આંધીને પકડી શકે છે, તોફાનને રોકી શકે છે. બ્રહ્મચર્યનો મહિમા અપાર છે. દેવોની શક્તિ, ઋદ્ધિ અને ચમત્કાર અચિંત્ય છે, પરંતુ તે પણ બ્રહ્મચારી સામે નતમસ્તક થઈ જાય છે. “જૈનશાસ્ત્ર' કહે છે - "देवदाणव गंधव्वा, जक्ख-रक्खस किन्नरा । बंभयारिं नमसंति, दुक्करं जे करेंति ते ॥" - ઉત્તરા, અ-૧૬, ગા-૧૬ જે મહાન આત્મા દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, એનાં ચરણોમાં દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર વગેરે દેવ ભકિતપૂર્વક નમસ્કાર કરે છે. (૦૦૦ , , , , , , જિણધમો) Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવનમાં બ્રહ્મચર્ચની મર્યાદા ઃ બ્રહ્મચર્ય માનવજીવનનો મેરુદંડ છે. માનવ માત્ર માટે બ્રહ્મચર્ય ઉપાદેય અને આવશ્યક છે, તેથી ભગવાન મહાવીરે સદ્દગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવાનું વિધાન કર્યું છે. મનુષ્યભવ શરીર અને મન અન્ય સર્વ પ્રાણીઓથી ઉત્તમ છે અને દેવ દુર્લભ છે. માનવેતર અન્ય યોનિઓ પ્રાયઃ ભોગયોનિઓ છે, જ્યાં કર્મોનું ફળ ભોગવામાં આવે છે, પરંતુ માનવજન્મ જ એવો દુર્લભ અવસર છે, જ્યાં ધર્મ-ધન અને આત્મિક ગુણરત્નોનું ઉપાર્જન કરી શકાય છે. અન્ય દેવ વગેરે યોનિઓમાં આ સુઅવસર નથી. તેથી માનવજન્મની સાર્થકતા બ્રહ્મચર્યપાલન કરવામાં છે, ન કે વિષયોપભોગ કરવામાં. બ્રહ્મચર્ય રૂપ ધર્મનું પાલન કરવા જ મનુષ્ય સમસ્ત પ્રાણીઓથી ઉત્તમ થઈ શકે છે. અમર્યાદિત રૂપથી વિષયોપભોગ કરવા કે અબ્રહ્મચર્ય સેવન કરવામાં મનુષ્યની શ્રેષ્ઠતા નથી. એ જ કારણ છે કે આદિ તીર્થંકર ઋષભદેવ ભગવાને પોતાના ૯૮ પુત્રોને ઉપદેશ આપતાં કહ્યું હતું - “પુત્રો ! દેવ દુર્લભ આ મનુષ્યતન દુઃખદાયક વિષયભોગોના ઉપભોગને યોગ્ય નથી, કારણ કે દુઃખદાયી વિષયભોગ તો અશુદ્ધિ ખાનાર તિર્યંચ જીવોને પણ મળી જાય છે. તેથી આ શરીર દિવ્ય તપમાં લગાવવું શ્રેયસ્કર છે, જેનાથી અંતઃકરણ શુદ્ધ થાય અને અનંત આત્મસુખ પ્રાપ્ત થાય.” ભગવાનનો ઉત્તમ ઉપદેશ વિશ્વના બધા માનવપુત્રો-અમૃતપુત્રો માટે છે. તેથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવું માનવજન્મને સાર્થક કરવું છે અને મોક્ષરૂપી ઉત્તમ ફળને પ્રાપ્ત કરવા સમાન છે. કેટલાક લોકોનું એ કહેવું છે કે - “ગૃહસ્થજીવન તો બ્રહ્મચર્ય પાલન માટે નથી હોતું. જો બ્રહ્મચર્યનું જ પાલન કરવું હોત તો ગૃહસ્થજીવનનો સ્વીકાર કેમ કરવામાં આવત? ગૃહસ્થજીવન તો ભોગવિલાસ માટે છે. પરંતુ આ એક ભ્રમ છે, જે જન-સાધારણમાં વ્યાપ્ત છે. વાસ્તવમાં જોવામાં આવે તો સાધુ હોય કે ગૃહસ્થ, બંનેનું ધ્યેય, બંનેનો દૃષ્ટિકોણ, બંનેના જીવનની સાર્થકતા બ્રહ્મચર્યની આરાધના દ્વારા આત્માને અનંત શક્તિમાન સિદ્ધ-બુદ્ધ તથા મુક્ત બનાવવામાં છે. એ વાત બીજી છે કે સાધુજીવનમાં જેમ પૂર્ણ બ્રહ્મચર્યની આરાધના કરવામાં આવે છે, એવું કરવામાં ગૃહસ્થ સમર્થ ન હોય અને તે મર્યાદિત બ્રહ્મચર્યની આરાધના કરે. પરંતુ બંનેની મંજિલ એક છે. બંનેને બ્રહ્મચર્યના ઉચ્ચ શિખર ઉપર પહોંચવું છે, બંનેને મુક્ત બનવું છે, બંનેનો પથ એક છે. ભગવાન મહાવીરે સાધુ અને ગૃહસ્થ બંને માટે બ્રહ્મચર્યની આરાધનાનો માર્ગ બતાવ્યો. બંનેના બ્રહ્મચર્યને ચારિત્ર ધર્મ, અનુત્તર યોગ, આર્ય ધર્મ અને ઉત્તમ માર્ગ કહ્યો છે. અંતર માત્ર ચાલવાનું છે. ગૃહસ્થાશ્રમ ભોગ માટે નથી : ગંતવ્ય સ્થાન - મોક્ષ એક છે, બ્રહ્મચર્ય-પથ પણ એક છે, પરંતુ બ્રહ્મચર્ય પાલનના નિયમોપનિયમમાં શક્તિની તરતમતાને કારણ તથા કક્ષાભેદના કારણે અંતર છે. ગૃહસ્થ [ સ્વદાર સંતોષઃ પરદાર વિરમણ વ્રત કરે છે. ૦૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ સાધક એ જ બ્રહ્મ-પથ ઉપર ધીમી ગતિથી રસ્તામાં વિશ્રામ લેતાં-લેતાં ચાલે છે, જ્યારે સાધુ એ જ બ્રહ્મ-પથ ઉપર તીવ્રગતિથી વિશ્રામની અપેક્ષા રાખ્યા વગર ચાલે છે. પરંતુ એ તો માનવું જ પડશે કે ગૃહસ્થાશ્રમનો અંતિમ આદર્શ પૂર્ણ બ્રહ્મચર્ય છે. એનો સાધના-હેતુ પતિ-પત્ની બંને મળીને એકબીજાને સંયમના માર્ગમાં પ્રેરિત કરતાં, સધ્યોગ આપતાં બ્રહ્મચર્યના ઉચ્ચ શિખર પર પહોંચે છે. ગૃહસ્થાશ્રમની લગભગ મર્યાદાઓ બ્રહ્મચર્ય પાલન માટે છે. ગૃહસ્થાશ્રમ, પૂર્ણ બ્રહ્મચર્યની મંજિલની વચ્ચેનો પડાવ છે, વિશ્રામ સ્થળ છે, ત્યાં અલ્પ સમય માટે રોકાવું પડે છે અને એ પણ મંજિલની તરફ વધવા માટે વધુ શક્તિ મેળવવાના ઉદ્દેશ્યથી જ. ગૃહસ્થાશ્રમ અમર્યાદિત વિષય-સેવનનું લાયસન્સ (અનુમતિપત્ર) નથી. ગૃહસ્થાશ્રમ પણ બ્રહ્મચર્યાનુલક્ષી હોવું જોઈએ, વાસનાનુલક્ષી નથી. રૂસના મહાત્મા ટૉલ્સ્ટોયે કહ્યું છે કે – “ગૃહસ્થાશ્રમનો અંતિમ આદર્શ બ્રહ્મચર્ય છે. એને જ સાધવા માટે દામ્પત્ય મર્યાદાઓ છે.” એનો અર્થ છે કે બ્રહ્મચર્યના માર્ગ ઉપર ચાલતાં ચાલતાં જ્યાં થોડો થાક લાગે, ત્યાં ગૃહસ્થાશ્રમ વિશ્રામ રૂપ છે. વૈદિક ધર્મ અનુસાર માનવજીવનને ચાર ભાગોમાં વિભક્ત કરવામાં આવ્યું છે, જેમને ચાર આશ્રમોની સંજ્ઞા આપવામાં આવી છે. પહેલાં બ્રહ્મચર્યાશ્રમમાં ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કરતાં-કરતાં જીવનનો પાયો મજબૂત કરવા સાથે અધ્યયન કરવું નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. એના પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું વિધાન છે, જેમાં પતિ-પત્ની બંનેની પરસ્પર નિષ્ઠા અને વિકાસ હોય, આ રીતિથી સંયમિત રહેવાની વાત સૂચિત કરવામાં આવી છે. માત્ર સંતાન પ્રાપ્તિ હેતુથી જ સ્ત્રી સહવાસ, બાકીના સમયે બ્રહ્મચર્યનું લક્ષ્ય રાખવાનું હોય છે. ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ આવે છે. એમાં પણ સમાજનિષ્ઠાની સાથે બ્રહ્મચર્યને અનિવાર્ય રૂપથી જોડવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે ગૃહસ્થાશ્રમની આધારશિલા પણ બ્રહ્મચર્ય છે. મન, વચન અને કાયા દ્વારા પરિપૂર્ણની આરાધના કરવી મુનિધર્મ છે. આ કોટિએ પહોંચનાર વિરલ વ્યક્તિઓ જ હોય છે. ગૃહસ્થ શ્રાવકના જીવનનું લક્ષ્યબિંદુ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન હોય છે, પરંતુ પોતાની કમજોરીના કારણે એ મર્યાદિત બ્રહ્મચર્ય સ્વીકાર કરે છે. સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન ન કરી શકવાના કારણે તે અબ્રહ્મની મર્યાદા કરે છે. પોતાની વિવાહિતા પત્નીની સાથે મર્યાદિત સહવાસની છૂટ રાખીને સંસારભરની સમસ્ત નારીઓથી અબ્રહ્મ સેવનનો ત્યાગ કરે છે. તે સ્વ-પત્ની સંતોષ વ્રત અંગીકાર કરે છે, અને પોતાની પત્નીની સાથે પણ મર્યાદિત અબ્રહ્મનો પરિત્યાગ કરે છે. શ્રાવકના વિવાહનો ઉદ્દેશ્ય વિષયવાસના કે ભોગ-વિલાસ કરવો નથી હોતો, પણ પોતાની નિરંકુશ વિષયેચ્છા પર અંકુશ લગાવવો જ એનો પવિત્ર ઉદ્દેશ્ય હોય છે. આ ઉચ્ચ આશયથી વિવાહના સંબંધમાં બંધાઈને તે પોતાની વિષયેચ્છાને અત્યંત મર્યાદિત કરી લે છે અને સંપૂર્ણ બ્રહ્મચર્યના લક્ષ્યબિંદુ ઉપર પહોંચવાની શક્તિ પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરે છે. Koo૨) જિણધામો) Page #200 -------------------------------------------------------------------------- ________________ દેશ વિરતિ રૂપ બ્રહ્મચર્યને અંગીકાર કરનાર સગૃહસ્થ આ પ્રકારે પ્રતિજ્ઞા લે છે કે - "सदार संतोसिए अवसेसं मेहुणं पच्चक्खामि जावज्जीवाए देव देवी संबंधी दुविहं तिविहेणं न करेमि, न कारवेमि, मणसा-वयसा-कायसा, मनुष्य-तिर्यंच संबंधी વિદં વિદેvi = fમ વાયા ” અર્થાત્ “હું દેશવિરતિ રૂપ બ્રહ્મચર્ય વ્રતમાં સ્વદાર-સંતોષના સિવાય બાકીની સમસ્ત સ્ત્રી જાતિની પ્રત્યે મૈથુનનું પ્રત્યાખ્યાન કરું છું. વાવજીવ સુધી, દેવ-દેવી સંબંધિત મૈથુનના બે કરણ, ત્રણ યોગથી (અર્થાત્ અબ્રહ્મ સેવન નહિ કરું, ન કરાવીશ મનથી, વચનથી અને કાયાથી) આમ, મનુષ્ય તિર્યંચ સંબંધિત મૈથુન સેવનનું એક કારણ એક યોગથી (અર્થાત્ કાયાથી કરવાનો) ત્યાગ કરું છું.” ગૃહસ્થ જીવનમાં બ્રહ્મચર્ય વ્રતની આ પ્રતિજ્ઞાથી વાસનાનું ઝેર કેટલું ઓછું થઈ જાય છે ! માની લો, ઝેરથી પરિપૂર્ણ એક કળશ છે. એમાંથી બધું ઝેર નીકળી જાય અને માત્ર એક બુંદ (ટપુ) ઝેર રહી જાય, તો એ પણ કેટલી ઉચ્ચ સ્થિતિ છે. જો કે એક ટીપું જે ઝેર રહી જાય છે, એનો પણ ઉપયોગ તે ખૂબ વિવેકપૂર્વક કરે છે. ઔષધના રૂપમાં તે એનો ઉપયોગ કરે છે. તેથી કહેવું પડશે કે - “ગૃહસ્થજીવનમાં પણ એવા મર્યાદિત બ્રહ્મચર્યધારી શ્રાવક વિશ્વમાં પવિત્રતાની લહેર ઉત્પન્ન કરે છે. તે ઘર, બહાર, કુટુંબ-પરિવારની કે સમાજમાં જ્યાં પણ જાય છે, સર્વત્ર પવિત્ર મન, પવિત્ર નેત્ર, પવિત્ર શ્રવણ, પવિત્ર હૃદય રાખે છે. એની દૃષ્ટિમાં પોતાની વિધિવત્ વિવાહિતા પત્ની સિવાય સંસારભરની સમસ્ત મહિલાઓની પ્રત્યે માતૃભાવ અને ભગિનીભાવનું પવિત્ર નિર્ઝર પ્રવાહિત થતું રહે છે. સંસારના કોઈ ખૂણામાં ચાલ્યો જશે, ત્યારે પણ તે માતૃજાતિની પ્રત્યે એ જ નિર્મળ દૃષ્ટિ રાખશે. એ સદ્ગૃહસ્થની આ કેટલી ઉચ્ચ ભૂમિકા છે, કેટલું ઝેર એણે છોડી દીધું છે. કેટલીક વ્યક્તિઓ કહે છે - “વિવાહ તો બ્રહ્મચર્યનો ભંગ છે.” જ્યારે કોઈ વ્યક્તિ વિવાહના ક્ષેત્રમાં ઊતરે છે તો વાસનાની દૃષ્ટિ લઈ બ્રહ્મચર્યથી નીચે ઊતરે છે. જૈન ધર્મ જેવા નિવૃત્તધારી ધર્મ વિવાહનું સમર્થન કેવી રીતે કરી શકે છે ? અથવા સ્વદાર-સંતોષ પણ સ્વકીય પત્નીના સાથે મૈથુનપરક હોવાથી એનું વિધાન પણ કેવી રીતે કરી શકે છે? આ પ્રશ્નને હલ કરવા માટે વિવાહ પ્રથાના આરંભિક ઇતિહાસ પર દૃષ્ટિપાત કરવો પડશે. જૈન ઇતિહાસની દૃષ્ટિએ યુગલિક ધર્મ નિવારક, ધર્મ તીર્થની આદિ કરનાર ભગવાન આદિનાથે સૌપ્રથમ વિવાહના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. યુગલિક પદ્ધતિમાં જ્યારે વિકૃતિ આવવા લાગી તો એમણે સર્વપ્રથમ સમાજની સાક્ષીએ વિધિવત્ પાણિગ્રહણ કર્યું, જેને એમણે વિવાહવિધિનું નામ આપ્યું. એમણે તત્કાલીન જનતાને કહ્યું કે - “આગળથી જીવનયાત્રાના સંગી સાથી પસંદ કરવા માટે વિવાહવિધિને અપનાવવી પડશે. વિવાહવિધિ વગર જે સ્ત્રી-પુરુષના સંબંધ થશે તે વૈદ્ય નહિ માનવામાં આવે. પશુઓની જે ઉછૂખલ સંબંધોમાં નૈતિકતા નથી હોતી, પ્રત્યુત અનૈતિકતા અને વ્યભિચાર થાય છે. [ સ્વદાર સંતોષ પરદાર વિરમણ વ્રત છે. જે અoo૩) Page #201 -------------------------------------------------------------------------- ________________ એનાથી એ સમજાય છે કે ભગવાન ઋષભદેવ જેવા જ્ઞાની પુરુષોએ વિવાહપ્રથાને પ્રચલિત કરીને વાસનાના વ્યાપક ઝેરને અત્યંત અલ્પ કરવાની વિધિ બતાવી છે. એમણે કર્મભૂમિના આદિકાળમાં ગૃહસ્થજીવનમાં વિવાહ કરવાની વાત કહીને જીવનની બહુ મોટી અનૈતિકતાને દૂર કરી દીધી. એમણે વિવાહ કરનારાઓને બહુ મોટું પાપ કરનાર નથી કહ્યા. એમણે આ રૂપમાં ગૃહસ્થને પોતાની જીવનયાત્રાને પવિત્રતાપૂર્વક નક્કી કરવાનું શીખવાડ્યું છે. ગૃહસ્થ પોતાની જીવનયાત્રા નક્કી કરતા સમયે વિવાહના રૂપમાં વાસનાનું નાનું દ્વાર ખુલ્લું રાખીને બાકી વાસના-સમુદ્રને બંધ કરી દે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસનાના લહેરાતા સમુદ્રને ગ્લાસમાં બંધ કરી દે છે. કુશળ એન્જિનિયર બંધ બાંધતી વખતે વધુ પાણીની સંભાવનાને ધ્યાનમાં રાખીને કબાટની વ્યવસ્થા કરે છે, જેથી જ્યારે પાણી બંધમાં ન સમાઈ શકે તો કબાટ (તાર) ખોલીને પાણી બહાર વહાવી દેવાય. એનાથી બંધની સુરક્ષા થાય છે. આ જ રીતે માનવ સ્વભાવના કુશળ પારખી ભગવાન ઋષભદેવે કામ-વાસનાના ઊકળતા પ્રવાહને રોકવા માટે બ્રહ્મચર્ય રૂપી બંધ બનાવ્યો. જો વ્યક્તિની ક્ષમતા છે તો તે વાસનાઓ પર પૂરું નિયંત્રણ કરે અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે. પરંતુ જે વાસનાઓના તોફાની પ્રવાહને પૂરી રીતે રોકવાની ક્ષમતા નથી રાખતો, એના માટે વિવાહના રૂપમાં એક કબાટ છોડવામાં આવ્યું છે, જેનાથી વાસનાનો વધારાનો પ્રવાહ પતિ-પત્નીના રૂપમાં વિહિત અને નિયતા માર્ગમાં વહી જાય. એ વાસનાઓનો ઊકળતો પ્રવાહ બ્રહ્મચર્યના બંધને તોડી ન દે, તેથી કબાટના રૂપમાં વિવાહની છૂટ આપવામાં આવી છે. એવું કરવાથી સામાજિક મર્યાદા રૂપી બંધની દીવાલના તૂટવાનો અવસર નથી આવતો અને જીવનની પવિત્રતા એમની એમ રહે છે. આમ, વિવાહ પ્રથાના પ્રચલનની પાછળ ગૃહસ્થની અમર્યાદિત વાસનાને એકપત્નીની સાથે વિધિવત્ સંલગ્ન કરીને મર્યાદિત કરવાનો અભિપ્રાય રહ્યો છે. જો એવું ન કરવામાં આવે તો માનવની જિંદગી પશુઓ જેવી બની જાત. આ પ્રકારે એના મૂળમાં શ્રાવક માટે આંશિક બ્રહ્મચર્ય વ્રતની પ્રેરણા છે. વિવાહના વિધાનમાં પણ મૂળ આશય બ્રહ્મચર્ય-રક્ષાનો છે, બ્રહ્મચર્ય-ભંગનો નહિ. આનાથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે વિવાહ વધુમાં વધુ વિષયોપભોગનું સાધન નથી, પણ કામવાસનાને નિયંત્રિત કરવાનું સાધન છે. આ એક પ્રકારનો મલમ છે અને એનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે, જ્યારે શરીરમાં ઘા થઈ ગયો હોય. મલમ કોઈ શોખથી લગાવવાની ચીજ નથી. એ જ રીતે વિવાહ કામ-વિકારોના પ્રબળ રોગની શાંતિ માટે ક્ષણિક ઉપાય છે. તે ભોગ વિલાસના કલ્પિત સુખ માટે નથી. માટે વિવાહ પછી પણ દંપતીના જીવનમાં અમર્યાદિત સહચાર ન હોવો જોઈએ. કોઈ મર્યાદાહીન ક્રિીડા ન હોવી જોઈએ. જો કે વિવાહના ક્ષેત્રમાં બંને ચીજો છે - વાસના પણ છે અને બ્રહ્મચર્ય પણ. એવું હોવા છતાંય જોવું પડશે કે વિવાહમાં બ્રહ્મચર્યનો અંશ વધુ કે વાસનાનો? વિવેકવાન વતી શ્રાવકની (૦૪)0000000000000000 જિણધમો ) Page #202 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ તો બ્રહ્મચર્યની જ થશે જ્યારે અવિવેકી અને ગતાનુગતિકની દૃષ્ટિ વાસનાની હશે. ગુલાબના છોડમાં ગુલાબનાં ફૂલ પણ હોય છે અને કાંટા પણ. એકની દષ્ટિ ફૂલોની સુંદરતા પર જાય છે અને બીજાની દૃષ્ટિ અણીદાર કાંટાઓની તરફ. આ તો દૃષ્ટિનું અંતર છે. આજ કાલ કેટલાક લોકોની એવી માન્યતા બની રહી છે કે આપણે વિવાહ કરીને કેમ બંધનમાં પડીએ? કેમ કોઈ એક સ્ત્રી કે પુરુષની સાથે આજીવન બંધાઈને સંતાનના પાલનપોષણ અને સ્ત્રીના સ્થાયી વ્યયમાં પડીએ? આનાથી તો એ સારું છે કે થોડા સમય માટે કોઈ સ્ત્રી કે પુરુષથી સંબંધ સ્થાપિત કરી લેવામાં આવે. સ્વસ્ત્રી કે પરસ્ત્રી અથવા સ્વપતિ તલ ૧૨૬ની સાથે સહવાસ કરવામાં ૧૯તો એક સમાન જ લાગે છે, પછી વાહન બંધનમાં નાહક કેમ પડીએ ? એવા વિચારના લોકો પ્રથમ તો વિવાહના ઉદ્દેશ્યથી જ અનભિજ્ઞ છે, બીજા તે બ્રહ્મચર્યના મહિમા અને ઉપયોગિતાને પણ નથી સમજી શક્યા. તે માનો એવું સમજી બેઠા છે કે વિવાહનું પ્રયોજન માત્ર વિષયોપભોગ છે. પોતાની આ ભૂલભરેલી માન્યતા પર તે દૂરદર્શિતાથી વિચાર નથી કરતા. જે સ્ત્રી-પુરુષ નૈષ્ઠિક બ્રહ્મચારી રહીને આજીવન બ્રહ્મચર્યપૂર્વક જીવનયાપન કરવા માંગે છે, એમના માટે વિવાહિત જીવનની આવશ્યકતા નથી. આ વાતથી બધાં ધર્મશાસ્ત્રો સંમત છે. પરંતુ જે નૈષ્ઠિક બ્રહ્મચારી તો નથી રહેવા માંગતા, પણ વિવાહ ન કરીને સ્વેચ્છાચારથી જીવન વિતાવવા માંગે છે, વિવાહ વ્યવસ્થાને પરતંત્રતા માનીને એનો ભંગ કરે છે, તે બંને તરફથી ચૂકી જાય છે. એક બાજુ તે પોતાનું નૈતિક પતન કરે છે, બીજી તરફ ભાવિ સંતતિને પ્રાપ્ત થનારા સુસંસ્કારો તથા દાયિત્વો(જવાબદારીઓ)ની પણ હત્યા કરે છે. સમાજશાસ્ત્રી એવી સ્વતંત્રતાને બિલકુલ સ્વચ્છંદતા માને છે. સમાજ માટે આ સ્વરાચાર, આ સ્વચ્છંદતા, આ મર્યાદાહીનતા અત્યંત ઘાતક છે. એવી વિચારધારા માનવતાને પશુતાની તરફ લઈ જનાર છે. 1 વિવાહ પ્રથાનું સ્થાન સ્ત્રી-પુરુષ વૈરાચાર લઈ લેવાથી સ્ત્રી-પુરુષોનું સાંસારિક જીવન નીરસ, નિરુદ્દેશ્ય, કમનસીબ અને રૂક્ષ થઈ જાય છે, ત્યારે તો જીવનનો ઉદ્દેશ્ય ધર્મપાલન દ્વારા આત્મોન્નતિ કે મુક્તિ ન થઈને સારામાં સારા વસ્ત્ર, ખાન-પાન વગેરે તથા સુંદરમાં સુંદર સ્ત્રી કે વધુ સુરૂપ પુરુષ સાથે સ્વચ્છંદતાપૂર્વક કામભોગ સેવન કરવું જ હોય છે. પશુઓની જેમ રાત-દિવસ એ જ ભોગ-વિલાસનાં સાધનોની શોધમાં મનુષ્ય બેલગામથઈને ભટકતો. તેથી વિવાહનું પ્રયોજન જો સ્ત્રી-પુરુષ સ્વચ્છંદ સહવાસ માનવામાં આવે તો જીવનની શાંતિ, સ્વસ્થતા, સ્વસ્થ સાંસ્કૃતિક પરંપરા, પારિવારિક સ્નેહશીલતા વગેરે બધું નષ્ટ થઈ જાય છે. તેથી જૈન ધર્મ કહે છે કે - “જો વિવાહ નથી કરવો તો પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરો, પરંતુ દુરાચાર કે સ્વચ્છંદાચારમાં પ્રવૃત્ત ન થાઓ.” જૈન શાસ્ત્રોમાં દુરાચાર પ્રવૃત્તિનો નિષેધ વિવાહિત તથા અવિવાહિત બંને પ્રકારના જીવન માટે કર્યો છે. જે પરસ્ત્રીગમન કે વેશ્યાગમન કરે છે, તે વિવાહિત હોય કે અવિવાહિત, દુરાચારી માનવામાં આવે છે. પણ વિવાહિત થઈને [ સ્વદાર સંતોષ: પરદાર વિરમણ વ્રત) છે , છo૫) Page #203 -------------------------------------------------------------------------- ________________ પરસ્ત્રીગમન કે વેશ્યાગમનથી બચનાર વ્યક્તિને દુરાચારી નથી કહેતા, પણ શીલવાન કે સદાચારી કહે છે. તેથી વૈરાચાર અને નિરંકુશ વિષય-વાસનાને પ્રતિબંધિત કરવા માટે તથા સામાજિક તથા કૌટુંબિક સ્વસ્થ પરંપરાઓને અકબંધ રાખવા માટે વિવાહવિધિ અપનાવવામાં આવે છે, જેનું અંતિમ લક્ષ્ય બ્રહ્મચર્યની સાધના જ છે. કેટલીક વ્યક્તિઓનું કથન છે કે - “જના હfધનાન” કે “સત્તાના મૈથુન” અનુસાર સંતાનોત્પત્તિની દૃષ્ટિથી સ્ત્રી-પુરુષે અવશ્ય વિવાહ કરવો જોઈએ. જો બધા લોકો બ્રહ્મચારી થવા લાગશે તો જગતનો અંત થઈ જશે.' એવા લોકોની શંકા નિર્મૂળ છે. સંસાર અનાદિ અનંત છે. આનો ન ક્યારેય અંત આવી શકે છે અને ન બધા બ્રહ્મચર્ય જ પાળી શકે છે. કદાચ એવું માની પણ લઈએ તો સંસારના ઉચ્છેદની તમને ચિંતા કેમ ? જોવું એ જોઈએ કે આપણું કલ્યાણ વિવાહ કરીને પ્રજાવૃદ્ધિ કરવાથી છે કે બ્રહ્મચર્ય પાલનથી છે ? મહાત્મા ગાંધીએ કહ્યું છે કે - “આદર્શ બ્રહ્મચારીને કામેચ્છા કે સંતાનેચ્છાથી ક્યારેય નથી ઝઝૂમવું પડતું. એવી ઈચ્છા એને થતી જ નથી.” ભીષ્મ પિતામહે આજન્મ બ્રહ્મચારી રહીને શું પાપ કર્યું? ના. તેથી ઉક્ત વાત મિથ્યા છે. તાત્પર્ય એ છે કે જે સ્ત્રી-પુરુષ પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની ક્ષમતા રાખતા હોય, એમને અવિવાહિત રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. વિવાહ બંધનમાં બંધાવું એમના માટે કોઈ આવશ્યક નિયમ નથી. એ જ લોકો માટે વિવાહની મર્યાદા બાંધવામાં આવી છે જે પૂર્ણ બ્રહ્મચર્ય પાળવામાં અસમર્થતાનો અનુભવ કરતા હોય. એવી વ્યક્તિ દુરાચારી અને મર્યાદાહીન ન બને, તેથી એમના માટે વિવાહનું વિધાન છે. સ્વપત્ની સંતોષની નિષ્ઠાઃ શ્રાવકના બ્રહ્મચર્યાણુવ્રતની મર્યાદા એ છે કે વિવાહ થયા પહેલાં સુધી સમસ્ત સ્ત્રીઓને માતા કે બહેન સમજો. વિવાહબદ્ધ થઈ ગયા પછી પુરુષે એ બધી સ્ત્રીઓની પ્રત્યે કોઈપણ પ્રકારની કામવાસના કે મૈથુન ભાવનાને મન, વચન, કાયાથી ત્યાગ કરવો આવશ્યક છે, જે સ્ત્રી એની સાથે વિધિવત્ વિવાહિત નથી, જે સ્ત્રીનું એની સાથે વિધિવત્ પાણિગ્રહણ નથી થયું કે સ્ત્રી ચાહે કુમારિકા હોય, વિધવા હોય, વેશ્યા હોય કે ઉપપત્ની હોય અથવા ગમે તેટલી સુંદરી કેમ ન હોય, તે પરસ્ત્રી જ માનવામાં આવે છે. એ જ રીતે બ્રહ્મચર્યાણુવ્રતધારી સ્ત્રીઓ માટે પોતાના પતિ સિવાય બધા પુરુષો પર-પુરુષ માનવામાં આવે છે. તેથી આ વ્રતનું નામ શાસ્ત્રકારોએ સ્વદાર-સંતોષ (સ્ત્રીઓ માટે સ્વપતિ સંતોષ) વ્રત રાખ્યું છે. એમાં પરસ્ત્રીની સાથે સર્વ પ્રકારથી મૈથુન સેવનનો ત્યાગ કરવામાં આવે છે. સ્વદાર-સંતોષ વ્રતની નિષ્ઠા ત્યારે જ સમજી જાય છે, જ્યારે એકપુરુષ એકપત્નીવ્રતનું અને સ્ત્રી એકપતિવ્રતનું પાલન કરે. શ્રાવક પોતાની પત્નીના પ્રતિ પણ અમર્યાદિત નથી થતો, તો પરસ્ત્રીનું સેવન તો તે કરી જ કેવી રીતે શકે છે? પરસ્ત્રી સેવન કરવું ભીષણત્તમ અપરાધ છે. આ સામાન્ય નૈતિક નિયમોથી વિપરીત છે. આ મહાન પાપના સેવનથી આ લોક અને (૦૬) OOOOOOOOOX જિણધો] Page #204 -------------------------------------------------------------------------- ________________ પરલોકમાં વિભિન્ન વિપત્તિઓનો શિકાર બનવું પડે છે. રાવણ જેવો મહાપરાક્રમી યોદ્ધો પણ આ મહાન પાપની અભિલાષા કરવા માત્રથી માર્યો ગયો અને નરકનો અતિથિ બન્યો. આજ સુધી એનો અપયશ વ્યાપ્ત છે અને દર વર્ષે એનું પૂતળું સળગાવવામાં આવે છે. પરસ્ત્રીગામી પુરુષનું જીવન કલંકિત, દૂષિત અને પાપપૂર્ણ હોય છે. એમાં બળ, સાહસ અને શૈર્ય સમાપ્ત થઈ જાય છે. પ્રાયઃ બધા સગુણો એક-એક કરીને વિદાય થઈ જાય છે. એને ભય, ક્રોધ, રોગ, શોક, અપમાન, દૈન્ય વગેરે દુઃખ ઘેરી લે છે. તે હંમેશાં રાજદંડ અને લોકનિંદાના ભયથી આશંકિત અને ચિંતિત રહે છે. ધમ્મપદમાં પરસ્ત્રીગામીનાં ચાર ફળ બતાવ્યાં છે - (૧) અપયશ, (૨) નિદ્રાનાશ, (૩) ચિંતા અને (૪) નરક. મહાત્મા ગાંધીએ પરસ્ત્રીગામીને રોગનું ઘર કહ્યું છે. પરસ્ત્રીગમન દુઃસાધ્ય રોગોનું કારણ હોય છે. આ દૂષણજન્ય રોગ પેઢી દર પેઢી ચાલતો રહે છે. પરસ્ત્રીગામીના આ ભયંકર દૂષણનું ફળ ભાવિ સંતાનને પણ ભોગવવું પડે છે. પરસ્ત્રીગામીનો પરિવાર હંમેશાં દુઃખી રહે છે. “કુટલ'માં કહ્યું છે : “મનુષ્યની શ્રેષ્ઠતા કયા કામની, જ્યારે તે વ્યભિચારજન્ય શરમનો જરાય વિચાર ન કરીને પરસ્ત્રીગમન કરે છે. આ દારુણ પરિણામને જોઈને પરસ્ત્રીના સંગનો સર્વથા પરિહાર કરવો જોઈએ. - સ્વદાર-સંતોષ વ્રતનો સ્વીકાર કરનાર પુરુષ અસીમ કામ-વાસનાના પાપથી બચી જાય છે. તે બધી જગ્યાએ વિશ્વસનીય હોય છે. એનું શરીર અને મન સ્વસ્થ રહે છે. એનો પરિવાર ખુશ રહે છે. એનું દામ્પત્યજીવન સુખમય અને શાંતિમય રહે છે. ભાવિ સંતાન સંસ્કારોથી સંપન્ન થાય છે. “મનુસ્મૃતિ'માં કહ્યું છે - વારે ચર્ચ સન્તોષ:, પરંવાર વિવર્ણનમ્ | अपवादोऽपि नो यस्य, तस्य तीर्थफलं गृहे ॥" અર્થાતુ જે પુરુષ પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહે છે અને પરસ્ત્રી-સેવનથી વિરત થઈ જાય છે, એની કોઈ નિંદા નથી કરતું, ન કોઈ પ્રકારનો અપવાદ થાય છે. ઘરમાં જ એને તીર્થનું ફળ મળી જાય છે.” શ્રાવક સ્વપત્ની-સંતોષ વ્રતમાં એટલો દઢ હોય છે કે જો એની સામે ઉર્વશી કે રતિની સમાન સૌંદર્યથી સુશોભિત સુંદરી ઊભી થઈને રતિની યાચના કરે તો પણ તે પોતાના વ્રતથી વિચલિત નથી થતો. આ જ રીતે શ્રાવિકા સ્વપતિ સંતોષ વ્રતમાં એટલી દઢ હોય છે કે કામદેવની સમાન રૂપવાન અને ઇન્દ્રની સમાન ઐશ્વર્યવાન પરપુરુષની સ્વપ્નમાં પણ કામના નથી કરતી. શ્રાવક અને શ્રાવિકા પોતાના પ્રાણોની આહુતિ પ્રદાન કરી શકે છે, પરંતુ પોતાના આ વ્રતથી વિચલિત નથી થઈ શકતાં. આદર્શ શ્રાવક સુદર્શનનું ઉદાહરણ એમની સામે છે. સુદર્શને ફાંસી પર ચડવું સ્વીકાર કર્યું પણ પોતાના વ્રતને ભંગ થવા ન દિીધું. એના પુણ્ય પ્રતાપથી ફાંસી પણ સિંહાસનના રૂપમાં બદલાઈ ગઈ. આ છે બ્રહ્મચારીના બ્રહ્મચર્યનો પ્રભાવ ! આ છે વ્રતધારીના વ્રતપાલનનો ચમત્કાર !! [ સ્વદાર સંતોષઃ પરદાર વિરમણ વ્રત . જે પ૦૦) Page #205 -------------------------------------------------------------------------- ________________ પાંચ અતિચાર સ્વદાર-સંતોષ વ્રતનું પાલન કરનાર ગૃહસ્થે પાંચ અતિચારોથી બચવું આવશ્યક છે. ‘આવશ્યક સૂત્ર'માં કહ્યું છે "सदार संतोसिए पंच अइयारा जाणिजव्वा न समायरिव्वा तंजहा - इत्तरिय परिग्गहिया गमणे, अपरिग्गहियागमणे, अनंग क्रीडा, परविवाह करणे, कामभोग तिव्वाभिलासे ।” સ્વદાર-સંતોષ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે : (૧) ઇત્વરિકા પરિગૃહીતા ગમન, (૨) અપરિગૃહીતા ગમન, (૩) અનંગ ક્રીડા, (૪) પરિવવાહકરણ અને (૫) કામભોગની તીવ્ર અભિલાષા. (૧) ઇત્વરિકા પરિગૃહીતા ગમન : થોડા સમય માટે પૈસા આપીને કે બીજી કોઈ રીતે પોતાના ત્યાં રાખેલી સ્ત્રીથી ગમન કરવું ઇત્વરિકા પરિગૃહીતા ગમન છે. અનેક લોકો આ વ્રત લઈને પણ આ શક્યતા બતાવવા લાગે છે કે અમે સ્વદારનો આગાર રાખ્યો છે, તેથી જો કોઈ સ્ત્રીને થોડા સમયને માટે રૂપિયા-પૈસા આપીને કે અન્ય કોઈ પ્રકારે પોતાની બનાવી લેવામાં આવે અને એની સાથે સ્વપત્નીની જેમ વ્યવહાર કરવામાં આવે, ગમન કરવામાં આવે તો શું દોષ છે ? એ લોકોનું આ વિચારવું ભ્રમપૂર્ણ છે. શાસ્ત્રકારે ‘સ્વદાર’ એને કહ્યો છે જે વિધિવત્ પંચો કે સમાજની સમક્ષ પાણિગૃહીતા છે. કોઈ પ્રલોભન કે ભય દ્વારા અથવા અન્ય રીતે થોડા સમય માટે પોતાની બનાવી લેવાથી તે સ્ત્રી વિધિવત્ વિવાહિતા પત્ની નથી થઈ જતી. તેથી એવી ઇત્વર-પરિગૃહીતાની સાથે સહવાસ કરવા માટે તૈયાર થઈ જવું અતિચાર છે, પણ એની સામે મૈથુન સેવન કરી લેવું અનાચાર છે. આનો એક અર્થ એ પણ થાય છે કે જે ઇત્વરિકા એટલે કે અલ્પવયસ્ક પાણિગૃહીતા પત્ની છે, જે હજુ બાળકી છે, સંભોગ યોગ્ય નથી, એની સાથે સહવાસ કરવા માટે તૈયાર થવું અતિચાર છે. કારણ કે એવું કાર્ય બળપૂર્વક કરવામાં આવે છે. બાલવિવાહના કારણે એવો પ્રસંગ આવે છે. (૨) અપરિગૃહીતા ગમન ઃ જે કોઈની પત્ની ન હોય તેને અપરિગૃહીતા માનવામાં આવે છે. વેશ્યા, વિધવા, પરિત્યક્તા, કુમારિકા વગેરે જે વર્તમાનમાં કોઈની પત્ની નથી, એમની સાથે ગમન કરવું અપરિગૃહીતા ગમન નામનો અતિચાર છે. કેટલાક લોકો પરદાર વિરમણનો અર્થ એ લગાવે છે કે - જે બીજાની વિવાહિત પત્ની છે, એનાથી નિવૃત્ત થવું.’ પરંતુ પૂર્વોક્ત વેશ્યા વગેરે વર્તમાનમાં કોઈ પત્ની નથી, કોઈના દ્વારા પરિગૃહીત નથી, તેથી એમની સાથે ગમન કરવામાં આવે તો શું આપત્તિ છે ?' એમની આ માન્યતા મિથ્યા છે, કારણ કે પરસ્ત્રીત્યાગમાં એ બધી સ્ત્રીઓનો ત્યાગ થઈ જાય છે, જે વિધિવત્ એની સાથે વિવાહિત ન હોય. આ ભ્રમના વશીભૂત થઈને વેશ્યા વગેરે સાથે ગમન કરવાનો ૭૦૦ જિણધો Page #206 -------------------------------------------------------------------------- ________________ વિચાર અપરિગૃહીતા ગમન નામનો અતિચાર છે. પરંતુ જ્યારે એવી સ્ત્રીઓથી ગમન કરી લેવામાં આવે છે તો તે અનાચાર થઈને વ્રતનો ભંગ થઈ જાય છે. વેશ્યાગમન જઘન્ય અપરાધ અને અનાચાર છે. આ એવું નિંદ્ય કામ છે કે એની ગણના મહાદુર્વ્યસનોમાં કરવામાં આવી છે. વેશ્યાગામી પુરુષ દુર્વિષય-લાલસામાં વૃદ્ધ થવાના કારણે વેશ્યાની પાછળ પોતાનું બધું ખોઈ બેસે છે. વેશ્યાની પાછળ મોટા-મોટા ધનવાન અથવા ધન-વૈભવ ખોઈને કંગાળ બની ગયા છે. મોટા-મોટા પરિવારો વેશ્યાના કારણે નિઃસહાય થઈ જાય છે. મોટા-મોટા બળવાન વેશ્યાના સંગથી બળહીન થઈ જાય છે. આટલું હોવા છતાંય જે વેશ્યાની પાછળ આ બધું થાય છે તે કોઈપણ પુરુષની નથી થતી. ભર્તુહરિએ કહ્યું છે - “વફાડી મનન્નાના, રૂપેન્શનર્સfથતા कामिभिर्यत्र हूयन्ते यौवनानि धनानि च ॥" “વેશ્યા એ કામાગ્નિની જ્વાળા છે, જે રૂપ રૂપી બળતણથી સમૃદ્ધ છે. કામી (કામુક) લોકો આ કામાગ્નિની જ્વાળામાં પોતાના યૌવન અને ધનની આહુતિ આપે છે.” વેશ્યાગામી પુરુષ આ લોકમાં નિંદિત અને પરલોકમાં દંડિત થાય છે, તેથી શ્રાવકે વેશ્યાગમનના મહાન અનાચારથી કોસો (ગાઉ) દૂર રહેવું જોઈએ. અપરિગૃહીતા ગમનનો એક અર્થ એ પણ છે - જે કન્યાની સાથે સગાઈ તો થઈ ગઈ છે, પણ હજુ સુધી પંચ સાક્ષીથી વિધિવત્ વિવાહ નથી થયો, એની સાથે ગમન કરવું. એવી સ્ત્રી સ્વદાર હોવા છતાંય અપરિગૃહીતા છે. આ અપેક્ષાથી આને અતિચાર માનવામાં આવ્યો છે. (૩) અનંગ ક્રીડા : કામસેવન માટે જે અંગે પ્રાકૃતિક નથી, તેને અનંગ કહેવામાં આવે છે. એનાથી કામક્રીડા કરવી અનંત ક્રીડા છે, જેમ હસ્તમૈથુન, ગુદામૈથુન અનંત ક્રીડાઓ કરવી ઉદ્દામ લાલચનો દ્યોતક છે. શ્રાવક લાલસા કે વાસનાનો કીડો નથી હોતો, તેથી તે એવી ચેષ્ટાઓથી બચે છે. સ્વસ્ત્રીની સાથે પણ એવી ચેષ્ટાઓ કરવી વ્રતને દૂષિત કરે છે. (૪) પરવિવાહકરણ : મર્યાદિત બ્રહ્મચર્યાણુવ્રતનો ચોથો અતિચાર પરવિવાકરણ છે. આનંદ શ્રાવકની જેમ પોતાની સ્ત્રીનું નામ લઈને સ્વદાર-સંતોષ વ્રત સ્વીકાર કરનાર માત્ર પોતાની એ જ સ્ત્રી પર સંતોષ કરવાની પ્રતિજ્ઞા લે છે, જે પ્રતિજ્ઞા કરતી વખતે હાજર છે અને જેની સાથે વિધિવત્ વિવાહ થઈ ગયો છે. એવું હોવા છતાંય પણ કેટલાય લોકો આ શક્યતા કાઢવા લાગે છે. અમે સ્વસ્ત્રી-સંતોષ વ્રત લીધું છે, તેથી જો કોઈ અવિવાહિતા સ્ત્રીથી વિવાહ કરીને એને પોતાની જ બનાવી લે તો કોઈ વાંધો નથી. એવું કરવાથી અમારા વ્રતમાં દૂષણ ન આવે. વાસ્તવમાં એવું કરવું પ્રતિજ્ઞા વિરુદ્ધ છે. જ્યાં સુધી આ કાર્ય અતિચારની સીમામાં છે ત્યાં સુધી તો વ્રત દૂષિત જ થાય છે, પણ અનાચારની સીમા સુધી પહોંચવાથી વ્રત ભંગ થઈ જાય છે. એ વાત બીજી છે કે કોઈ પોતાની ઇચ્છાનુસાર વ્રત [ સ્વદાર સંતોષ : પરદાર વિરમણ વ્રત) ૦૯) Page #207 -------------------------------------------------------------------------- ________________ લે, પણ આનંદની જેમ સ્વદાર-સંતોષ વ્રત લેવાથી પુનઃવિવાહનો અધિકાર નથી રહેતો. આ વ્યાખ્યાના વિષયમાં આચાર્ય હરિભદ્ર સૂરી કૃત ધર્મ બિંદુ' પ્રમાણ છે. આ અતિચારનો બીજો અર્થ પોતાના સંતાન સિવાય બીજાઓનો વિવાહ કરવો - કરાવવો પણ હોય છે. ઘણા લોકો વિવાહને ધર્મ કે પુણ્યનું કામ સમજીને બીજા લોકોના વિવાહ કરવાકરાવવા લાગે છે. “મેરેજ બ્યુરો વગેરે ખોલીને વ્યાવસાયિક દૃષ્ટિથી વિવાહ કરાવે છે, પણ વ્રતધારી માટે એવું કરવું નિષિદ્ધ છે. એવું કરવાથી એનું વ્રત દૂષિત થાય છે. (૫) કામભોગ તીવાભિલાષા : પાંચમો અતિચાર કામભોગની તીવ્ર અભિલાષા છે. સ્વદાર-સંતોષ વ્રત કામભોગની અભિલાષાને મંદ કરવા માટે જ લેવામાં આવે છે, અને તેથી એના નામમાં “સંતોષ' પદ લાગેલું છે. એવું હોવા છતાંય અનેક લોકો કામભોગની અભિલાષાને તીવ્ર કરવાની ચેષ્ટા કરે છે. વાજીકરણ વગેરે ઔષધિઓનું સેવન કરે છે, કામોદ્દીપનની ચેણ કરે છે અને સમજે છે કે એનાથી અમારા વ્રતમાં કોઈ હાનિ નથી પહોંચતી. પણ એવું કરવાથી સ્વદારના સેવનમાં સંતોષ નથી રહેતો, પણ અસંતોષ વધી જાય છે. જેના ફળસ્વરૂપ અસમયમાં, વિપરીત પરિસ્થિતિમાં રુણ-અસ્વસ્થ કે અસહમત પત્નીથી પણ સહવાસ કરવા માટે તત્પર થઈ જાય છે. એવા લોકો વારંવાર સ્ત્રી-પ્રસંગ કરે છે. આ કામભોગની તીવ્ર અભિલાષાને સૂચિત કરે છે. આ વ્રતનો અતિચાર છે. વિવેકવાન શ્રાવકે આ અતિચારથી બચવું જોઈએ અર્થાતુ પોતાની ભોગાભિલાષાને મંદ કરતાં રહેવું જોઈએ. ઉક્ત પાંચ અતિચારોને જાણીને એનાથી બચવું દેશવિરતિ બ્રહ્મચારી માટે આવશ્યક છે. ઉપર જે અતિચારો બતાવવામાં આવ્યા છે એની રોશની(સામે)માં “વૃદ્ધ વિવાહ' શબ્દ જ અટપટો લાગે છે. વૃદ્ધાવસ્થા વિવાહ માટે નથી, પણ પરલોક માટે રસ્તો તૈયાર કરવા માટે છે. આ અવસ્થામાં વિવાહનો વિચાર કરવો કામુકતાની નિશાની છે. જે લોકો ઢળતી ઉંમરમાં વિવાહ કરે છે, તે સામાજિક અને ધાર્મિક દ્રોહ કરે છે. વિધવાઓની સંખ્યા વધારવાનું પ્રધાન કારણ વૃદ્ધ-વિવાહ છે. પૈસાના પ્રલોભનમાં ફસાઈને વૃદ્ધ શ્રીમંત સોળ વર્ષની કન્યાઓના જીવનને બરબાદ કરે છે અને થોડા જ સમય પછી એની પર વૈધવ્યની અમિટ છાપ લગાવીને પરલોક માટે પ્રયાણ કરી જાય છે. આ કેટલો મોટો સામાજિક દ્રોહ છે ! શ્રાવક વિષય-વાસનાને જીતવા માટે, એને અંકુશમાં રાખવા માટે, વિવાહ સંબંધ સ્વીકાર કરે છે, તેથી તે ઉત્તરોત્તર વાસનાને ઘટાડે છે. વૃદ્ધાવસ્થામાં વિવાહ કરવાનો વિચાર સુધી એને ન આવવો જોઈએ. પત્નીના અવસાન પછી બીજો વિવાહ કરવાની ઇચ્છા તે બરાબર એ જ રીતે નથી કરતો, જેમ કે પત્ની પતિના મરી ગયા પછી પુનર્વિવાહની ઇચ્છા નથી કરતી. વૃદ્ધાવસ્થામાં વિવાહના વિચારને છોડીને સમાજ અને ધર્મની આરાધનામાં વધુમાં વધુ સમય લગાવવો જોઈએ. આમાં જ વૃદ્ધાવસ્થાની શોભા છે અને આત્માનું કલ્યાણ છે. આ વ્રતની નિર્મળ આરાધના માટે નીચે લખેલી વાતો પર પર્યાપ્ત લક્ષ્ય આપવાની આવશ્યકતા છે, જેનાથી વ્રતના પાલનમાં સરળતા થાય. (૧૦ M જિણામો) Page #208 -------------------------------------------------------------------------- ________________ બહાચર્ય માટેની સાવધાનીઓ : (૧) આહાર : શ્રાવકે આહાર એવો કરવો જોઈએ જે વિષય-વિકારોને ઉત્તેજિત કરનાર ન હોય. આ વ્રતની સાથે આહારનો ઘનિષ્ઠ સંબંધ છે. આહાર જો સાત્ત્વિક હોય છે તો વિચાર પણ સાત્ત્વિક આવે છે. તામસિક આહાર વિચારોને તામસિક બનાવી દે છે, તેથી શ્રાવક મધ, માંસ, માદક પદાર્થ અને વિષયોને ભડકાવનારી ઔષધીઓનું ક્યારેય સેવન ન કરે. એણે હંમેશાં સાત્ત્વિક ભોજન જ લેવું જોઈએ. (૨) ફેશન : ફેશન સદાચારને નષ્ટ કરનાર ડાકણ છે. એના વશમાં પડેલી વ્યક્તિ સદાચારરૂપી રત્નને ખોઈ બેસે છે. અનેક યુવક અને યુવતીઓ ફેશનના ચક્કરમાં પડીને પોતાના પવિત્ર જીવનને કલંકિત કરી લે છે. તેથી ફેશનને છોડીને જીવનમાં સાદગી અપનાવવી જોઈએ. સાદગી પવિત્રતાની જનની છે. (૩) વિચાર ઃ કામની ઉત્પત્તિ વિચારો અને સંકલ્પોથી થાય છે, તેથી મનમાં ક્યારેય ખોટા (ખરાબ) ભાવ ન લાવવા જોઈએ. ક્યારેય નિષ્ફર અને નકામા ન બેસવું જોઈએ. નકામા બેસી રહેવાથી મનમાં ખરાબ વિચારો ઘર કરી જાય છે, તેથી હંમેશાં કાર્યમાં લાગ્યા રહેવું જોઈએ. મનમાં પવિત્ર વિચાર રાખવા જોઈએ, એવું કરવાથી કામવાસનાનો જન્મ જ નથી થઈ શકતો. (૪) વાતાવરણ : વિષય-વિકારોને ઉત્તેજિત કરનાર વાતાવરણથી દૂર રહેવું જોઈએ. વાતાવરણનો જીવન પર મોટો પ્રભાવ પડે છે, તેથી સ્વસ્થ વાતાવરણમાં રહેવું જોઈએ. (૫) દષ્ટિની પવિત્રતા : કોઈપણ પરસ્ત્રીને ખરાબ ભાવનાથી ન જોવું જોઈએ. સ્વપત્નીને છોડીને બધી સ્ત્રીઓ માતા, બહેન કે પુત્રીની ભાવના રાખવી જોઈએ. કામુકતા હિંસા છે, અપરાધ છે, આત્માને અવનત કરનાર છે. તેથી શ્રાવક એનાથી હંમેશાં બચીને રહે છે. તે સ્વપત્ની સંતોષવ્રત લઈને ઉત્તરોત્તર વાસનાને ઘટાડી પૂર્ણ બ્રહ્મચર્યની તરફ અગ્રેસર થતો જાય છે. આ શ્રાવકનું ચતુર્થ વ્રત છે. ( પરિગ્રહ-પરિમાણ વ્રત પાપ અને સાપ બને જ જગતમાં ભયંકર માનવામાં આવે છે. બંનેથી બચીને ચાલવું વિવેકી મનુષ્ય માટે અનિવાર્ય છે. પ્રભુ મહાવીરે જે મહાપાપોથી બચવા માટે વ્રતોનું વિધાન કર્યું છે, એમાં પાંચમું વ્રત પરિગ્રહથી વિરત થવું બતાવ્યું છે. પરિગ્રહ એક પ્રકારનું પાપ છે, કારણ કે તે મનુષ્યને પતનના ઊંડા ખાડામાં નાખી દે છે. પરિગ્રહ એ ભયંકર ગ્રાહ છે, જેણે સમસ્ત સંસારને ખોટી રીતે પકડી રાખ્યો છે. આ એ બંધન છે, જેનાથી આખી દુનિયા બંધાઈને પરેશાન થઈ રહી છે. આત્મિક શાંતિ અને વિશ્વ શાંતિ માટે આ અત્યંત બાધક અને ઘાતક છે. તેથી જૈન ધર્મે આધ્યાત્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી પરિગ્રહને પાપ બતાવીને અપરિગ્રહને વ્રતોમાં સ્થાન આપ્યું છે. [ પરિગ્રહ - પરિમાણ વ્રત છેજે છે તે છે પહ૧૧) Page #209 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ પાપનાં બે રૂપ છે - ઇચ્છા અને મૂર્છા. ઇચ્છામાં અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની કામના હોય છે અને મૂર્છામાં જે પ્રાપ્ત છે એના પર તીવ્ર મમત્વ ભાવ કે આસક્તિ હોય છે. જગતમાં ઇચ્છા રૂપ પરિગ્રહનો વિસ્તાર ખૂબ વધારે છે. કારણ કે ઇચ્છાઓ આકાશની જેમ અનંત અને અસીમ છે. ઇચ્છાઓનો ક્યારેય અંત નથી આવતો. મનુષ્યના આયુષ્યનો તો એક દિવસ અંત આવી જાય છે, પરંતુ ઇચ્છાઓનો અચાનક અંત નથી આવતો. મનુષ્યનો દેહ વૃદ્ધ થઈ જાય છે, પરંતુ ઇચ્છા-તૃષ્ણા ને આશા ક્યારેય વૃદ્ધ થતી નથી. ઇચ્છાઓ પાણીમાં ઊઠતા તરંગો સમાન છે. એક પૂરી થઈ નહિ કે સો બીજી ઇચ્છાઓ પેદા થઈ જાય છે. જે રીતે સ્થિર શાંત સરોવરમાં કોઈ વ્યક્તિ કાંકરો કે માટીના ઢગલા ફેંકે છે તો તરત એમાં લહેરો ઊઠવા લાગે છે. એ કાંકરા અને માટીના ઢગલાઓના વજન અને એને ફેંકવાની ગતિના અનુરૂપ જ તીવ્ર-મંદ લહેરો ઊઠ્યા કરે છે. ઠીક એ જ રીતે મનુષ્યના મનમાં જેમ કોઈ ઇચ્છા પ્રવિષ્ટ થાય છે, એમ જ એની તીવ્ર-મંદ ગતિ અને પ્રબળતા-નિર્બળતાને અનુરૂપ માનસમાં લહેરો ઊઠવા લાગે છે. અર્થાત્ તે મૂળ ઇચ્છા અનેક નાના-મોટા તરંગોને જન્મ આપે છે. આ રીતે શાંત તથા સ્થિર મન-મસ્તિષ્કમાં તોફાન ઊઠવા લાગે છે, હલચલ મચી જાય છે, તે અશાંત અને ચંચળ થઈ જાય છે. મનુષ્ય ઇચ્છાઓનું પૂતળું છે. એના વ્યાવહારિક જીવનમાં પ્રતિક્ષણ અનેક ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે. ક્યારેક ધનની, ક્યારેક સત્તાની, ક્યારેક સ્વાસ્થ્યની, ક્યારેક સ્ત્રીની, ક્યારેક પુત્રની, ક્યારેક યશની, ક્યારેક પદ-પ્રતિષ્ઠાની કામના ઉદિત થાય છે. ઇચ્છાના વિવિધ કાલ્પનિક ચિત્ર માનસમાં ઉભરાવા લાગે છે. અનેક કલ્પનાઓ મનુષ્યના મસ્તિષ્કમાં ઘોડાદોડ લગાવવા માંડે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં મહર્ષિ કપિલના જીવનની ઝાંકીમાં ઇચ્છાઓને પ્રતિક્ષણ બદલતા, નવાં-નવાં રૂપોને પ્રગટ કરતાં એમના ઇશારાઓ પર નાચનાર મનુષ્યની મનોવૃત્તિનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. સંસારમાં ધન સીમિત છે, પરંતુ ઇચ્છાઓ અસીમ છે. ઇચ્છાઓના ખાડા સીમિત ધનની ટેકરીઓથી કદીયે ભરી શકાતા નથી. સંત સુંદરદાસજીએ ઇચ્છાઓની અસીમતાનું ચિત્રણ કરતાં કહ્યું છે - जो दस बीस पचास भये, सत होई हजार हूँ लाख मंगेगी । कोटि अरब्ब खरब्ब असंख्य, पृथ्वीपति होने की चाह जगेगी ॥ स्वर्ग पाताल को राज करौं, तृष्णा अधिकी अति आग लगेगी । ‘મુન્નર' જ સંતોષ વિના શત, तेरी तो भूख कबु न भगेगी ॥ સંસારની બધી સંપત્તિ મળી ગયા પછી પણ મનુષ્યની ઇચ્છાની ભૂખ ક્યારેય શાંત થનારી નથી. રાજસ્થાનમાં આ વિષયક ગુરુ-શિષ્યનો એક રોચક સંવાદ પ્રસિદ્ધ છે. એક સંત વિચરણ કરતા-કરતા એક ગામમાં પહોંચ્યા. ત્યાં એમણે એક લોભી મનુષ્યને જોયો, જેની પાસે અથાહ જિણધર્મો ૦૧૨) Page #210 -------------------------------------------------------------------------- ________________ (ઘણું) ધન હોવા છતાંય વિવિધ પ્રકારની ઇચ્છાઓને કારણે તે પરેશાન હતો. સંતે એની ઇચ્છાઓની લાંબી-લચક સૂચી સાંભળી અને એની પૂર્તિ હેતુ એને વ્યગ્ર જોયો. સંત પાછા ગયા. એમણે પોતાના શિષ્યને રૂપકની ભાષામાં કહ્યું - “રેવી, રે ચેત્ના વિન પાત્ર સરવર” અર્થાત્ - “હે શિષ્ય ! આજ મેં એક એવા સરોવરને જોયું, જેનો કોઈ આરો-ઓવારો નહોતો.” શિષ્ય બુદ્ધિમાન હતો. એણે ગુરુજીના ભાવોને સમજીને જવાબ આપ્યો - રૂછી ની બિન પાત્ર સરવર' અર્થાત્ - “ગુરુજી ! આપે જે વગર પાળનું સરોવર જોયું છે, તે ઇચ્છાનું સરોવર છે અને સરોવરને તો પાળ હોય છે, કિનારો હોય છે, પણ ઇચ્છાનું સરોવર એવું છે જેનો ક્યારેય આરો-ઓવારો નથી હોતો.” ગુરુએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું: “વત્સ! તે બરાબર કહ્યું છે. તારું કથન યથાર્થ છે.” નિષ્કર્ષ એ છે કે ઇચ્છાઓની પૂર્તિ ઇચ્છાઓને શાંત કરવાનો માર્ગ નથી. આ ઉપાયથી ઇચ્છાની આગ બૂઝતી નથી, વધે છે. જેમ આગમાં ઘી નાખવાથી તે બુઝતી (ઓલવાતી) નથી, પ્રજ્વલિત થાય છે, એમ જ ઈચ્છાની પૂર્તિથી ઈચ્છા વધુને વધુ પ્રજ્વલિત થાય છે. મનુષ્યની અસીમિત ઇચ્છાઓ હંમેશાંથી સંઘર્ષનું કારણ રહી છે. દુનિયામાં થનારાં ભીષણ મહાયુદ્ધોના મૂળમાં એ જ ઉદ્દામ ઇચ્છાઓ રહેલી છે. ભલે તે મહાભારતનું યુદ્ધ હોય, ચાહે તે કોણિક-ચેડાનો સંગ્રામ હોય, ચાહે આજના યુગમાં લડાયેલાં વિશ્વયુદ્ધો હોય, બધાના મૂળમાં ધન અને સત્તાની ઉદ્દામ લાલસા, અસીમ અભિલાષા અને અમર્યાદિત ઇચ્છાઓ છે. લાખો લોકોની હત્યા, ભીષણ નરસંહાર, લૂંટફાટ, ચોરી, લૂંટ, છળ-પ્રપંચ, બેઈમાની વગેરે બધાં પાપોના મૂળમાં પરિગ્રહનો પિશાચ કામ કરી રહ્યો છે. અનિયંત્રિત ઇચ્છાઓના કારણે જ સંસારમાં બધાં પાપ થઈ રહ્યાં છે. પ્રશ્ન વ્યાકરણ'માં આ વાતને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે - “પરિગ્રહના કારણે લોકો હિંસા કરે છે, અસત્ય ભાષણ કરે છે, મોટી-મોટી ચોરીઓ, લૂંટો, પરિગ્રહના કારણે થાય છે. ભેળસેળ, તોલમાપમાં ગરબડ, બેઈમાની, બનાવટ, વ્યભિચાર, અપહરણ, બળાત્કાર વગેરે પાપ પરિગ્રહના કારણે થાય છે.” આમ, શાસ્ત્રકારોએ સમસ્ત પાપોનું ઉત્પત્તિસ્થાન પરિગ્રહને બતાવ્યું છે. કોઈપણ એવું પાપકર્મ નથી, જે પરિગ્રહના નિમિત્તથી ન થતું હોય. પાપોનું કેન્દ્ર પરિગ્રહ : પરિગ્રહ પાપ-બંધનું કારણ છે. “ભગવતી'ના બીજા શતકમાં ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે : “ગૌતમ ! ઇચ્છા, મૂચ્છ અને ગૃદ્ધિથી ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર કષાયોનો તાદામ્ય સંબંધ છે. જ્યાં [ પરિગ્રહ - પરિમાણ વ્રત કે ૧૩) Page #211 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ હોય છે ત્યાં ક્રોધ વગેરે ચાર કષાયો અવશ્ય હોય છે. અને જ્યાં ક્રોધ વગેરે ચાર કષાયો હોય છે ત્યાં પરિગ્રહ વગેરે પાપ અવશ્ય હોય છે. આ રીતે પરિગ્રહ ક્રોધ, માન, માયા અને લોભ - પાપાનુબંધ - ચતુષ્ચનો જનક છે. પરિગ્રહ સમસ્ત પાપોનું કેન્દ્ર છે. સમસ્ત પાપ પરિગ્રહથી ઉત્પન્ન થાય છે. પોતાની નિકૃષ્ટ ઇચ્છાઓ, ખોટી મહત્ત્વાકાંક્ષાઓ તથા વસ્તુની પ્રત્યે આસક્તિ તથા મોહ-મમતાને લઈને સંસારમાં મોટાં-મોટાં પાપો થાય છે. જ્યાં ઇચ્છા મૂર્છા નથી હોતી કે સીમિત હોય છે, ત્યાં લગભગ પાપકર્મ નથી થતું. સંગ્રહ બુદ્ધિ વિષમતાનું કારણ : પદાર્થો પ્રત્યે ઇચ્છા અને મૂર્છા થાય છે, ત્યારે એમને સંગ્રહ કરવાની બુદ્ધિ થાય છે. ઇચ્છા મૂર્છા હોવાથી એ પદાર્થ તરફ સંતુષ્ટિ નથી થતી, ભલે તે પદાર્થ ચાહે ગમે તેટલી સંખ્યામાં કે માત્રામાં મળી જાય, તૃપ્તિ એનાથી નથી થતી. સંસારમાં આજે જે દુઃખની પ્રચુરતા છે, તે પ્રાયઃ સંગ્રહ બુદ્ધિનું ફળ છે. માનવ શરીર ત્યાં સુધી સ્વસ્થ રહે છે જ્યાં સુધી એના પ્રત્યેક અવયવને લોહીનો પ્રવાહ મળતો રહે છે. જ્યારે શરીરના કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ બંધ (રોકાઈ) થઈ જાય છે, ત્યારે શરીરમાં દુઃખાવો થવા લાગે છે. શું આજના સમાજનો દુઃખાવો પણ આ નથી ? જ્યાં સુધી ગૃહસ્થ સમાજના પ્રત્યેક અવયવ સુધી ધનનો પ્રવાહ પહોંચે છે, ત્યાં સુધી સમાજ પીડિત નથી થતો. જ્યારે આ ધન-પ્રવાહ કેટલાક લોકો સુધી જ પહોંચીને બંધ થઈ જાય છે કે એકની પાસે ભેગો થઈ જાય છે તો સમાજમાં પીડાનો પ્રારંભ થઈ જાય છે. આજના સમાજની પીડા છે - ધનનું કેટલાક હાથોમાં એકત્રિત થઈ જવું. એ માનવું પડશે કે એક બાજુ પહાડ હશે તો બીજી બાજુ ખાઈ હશે. સંપત્તિ જ્યારે કેટલાંક (થોડાં જ) સ્થાનો પર સંગૃહીત થશે તો બીજા લોકોને એનાથી વંચિત રહેવું પડશે. સામાજિક વિષમતાનું આ જ કારણ છે. એક બાજુ પદાર્થોની ભરમાર છે, એમને આટલા પદાર્થોની આવશ્યકતા નથી. બીજી તરફ એવા લોકો પણ છે, જેમની પાસે એ પદાર્થોનો અભાવ છે, તે એ પદાર્થોના ઉપભોગથી વંચિત છે. કેટલાક લોકોની પાસે ધનનો વધુ સંગ્રહ છે, જ્યારે બીજા લોકો એક-એક પૈસા માટે વલખાં મારે છે. એક બાજુ વધુ અનાજ કોઠારોમાં ભરેલું છે, જ્યારે બીજી બાજુ અનાજના એક દાણાના અભાવમાં હાહાકાર મચ્યો છે. એક બાજુ પેટીઓ ભરીને વસ્ત્રો સડી રહ્યાં છે, એમને ઊંધઈ ખાઈ રહી છે, બીજી બાજુ લોકો ઠંડીથી થથરી (મરી) રહ્યા છે. કેટલાક પાસે મર્યાદાથી વધુ જમીન છે, કેટલાક લોકો પાસે જમીન જ નથી. આમ, વિષમતા સંગ્રહખોરી કે જમાખોરીની દેન છે. સંગ્રહથી મુખ્યત્વે બે દુર્ગુણો જન્મ લે છે - વિલાસ અને ક્રૂરતા. જ્યારે સંગ્રહના રૂપમાં પરિગ્રહ વધી જાય છે તો આળસ, અકર્મણ્યતા, બીજાના શ્રમ પર લહેર કરવાની વૃત્તિ, વિલાસિતા વગે૨ે દુર્ગુણ આવી જાય છે. પરિગ્રહી વ્યક્તિ ચાહે છે કે એના માર્ગમાં કોઈ ૧૪ જિણઘો Page #212 -------------------------------------------------------------------------- ________________ બાધક ન બને. બીજા ભલે મરે કે જીવે, એને કોઈ મતલબ નથી હોતો. એને બીજાઓનાં સુખ-દુઃખની જરાય પરવા નથી હોતી. રોમન સમ્રાટ નીરો આ પ્રકારની ફૂર વ્યક્તિ હતી. કહેવાય છે કે રોમ સળગી રહ્યું હતું ત્યારે પણ તે પોતાના જ મોજ-શોખમાં લીન હતો. સંગ્રહ બુદ્ધિની પાછળ મૂળ આશય એ રહે છે કે એ સંગૃહીત પદાર્થ વ્યક્તિને સુખ આપે છે. પરંતુ આ ધારણા નિર્મળ અને ભ્રમપૂર્ણ છે. તત્ત્વદર્શી પુરુષોનું ચિંતન અને અનુભવ એનાથી વિપરીત છે. તે તો કહે છે કે – “પરિગ્રહ અનર્થોનું મૂળ છે, અશાંતિનું કારણ છે, દુઃખ રૂપ છે, બંધનરૂપ છે, પાપનું કારણ છે, દુર્ગતિનો હેતુ છે.” એમણે ધન અને પરિગ્રહને અભિશાપ માન્યો છે. કહ્યું છે - "दुःखमेव धन-व्याल विष विध्वस्त चेतसाम् । अर्जने रक्षणे नाशे पुंसां तस्य परिक्षये ॥" ધનરૂપી વિષધરના વિષથી જેમનું ચિત્ત ખરાબ થઈ ગયું છે, એ લોકોને હંમેશાં દુઃખ જ રહે છે. એમને ધનોપાર્જનમાં દુઃખ થાય છે, રક્ષા કરવામાં પણ દુઃખ થાય છે અને ધનનો નાશ કે વ્યયમાં પણ દુઃખ થાય છે. મહાકવિ શેક્સપિયરે કહ્યું છે - “મનુષ્યોના આત્મા માટે સોનું નિકૃષ્ટતમ વિષ છે. આ દુઃખમય વિશ્વમાં ધનનું વિષ અન્ય વિષોની અપેક્ષાએ વધુ મારક અને સંહારક હોય છે.” મહાન દાર્શનિક લૂથરે કહ્યું છે કે - “હે પરમાત્મા! હું તમારો આભારી છું કે જે તમે મને નિર્ધન બનાવવાની કૃપા કરી. એવું ન કરતા તો મને તમારી ઉપસ્થિતિનું ભાન ન થાત.” સંસારના ધનકુબેર હેનરી ફોર્ડે પોતાન, ડાયરીમાં લખ્યું છે - “ધનનો અભિશાપ તો હું આ જ જીવનમાં ભોગવી રહ્યો છું. ધનની અધિકતાના કારણે આખું જીવન અનિયંત્રિત વાસનાઓ અને કામનાઓ વીતવાથી આજ મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે વિપુલ સંપત્તિ હોવા છતાંય મને ચા સિવાય કંઈપણ લેવાનું ડૉક્ટરોએ મનાઈ કરી છે.” અત્યધિક સંગ્રહ કરવાના કારણે અનેક પ્રસંગોમાં વ્યક્તિને જન-આક્રોશનો શિકાર થવું પડે છે. એની જિંદગી અને ધન-સંપત્તિ હંમેશાં સંકટમાં રહે છે. કોઈપણ ક્ષણ તે લૂંટી શકાય છે. રાજ્ય શાસન દ્વારા છીનવી લઈ શકાય છે કે અન્ય રીતે એ વ્યક્તિને એનાથી વંચિત થવું પડે છે અને કેટલીયે વાર એને કારણે પ્રાણ ખોવા પડે છે. તેથી પરિગ્રહને, ધનસંપદાને સુખનું કારણ સમજવું ભ્રમ જ છે. ભગવાન મહાવીર તો સ્પષ્ટ ફરમાવે છે કે - વા તપ ન પમ” - ઉત્તરા, અ-૪,ગા-૫ પ્રમત્ત વ્યક્તિ ધન-સંપદાને ત્રાણ રૂપ-શરણ રૂપ માને છે, પરંતુ તે ધન એના માટે ત્રાણ રૂપ નથી હોતું. તેથી એ માનવું કે ધન કે પરિગ્રહ મનુષ્યને સુખી બનાવે છે, તે બહુ મોટો ભ્રમ છે. જો એવું હોત તો સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ ન રાજપાટ, ધન-વૈભવ વગેરે છોડતા કે ન અપરિગ્રહનો ઉપદેશ જ આપતા. [ પરિગ્રહ - પરિમાણ વ્રત છે છે તે છે જે ૧૫] Page #213 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા સરોવર અને પરિમાણની પાળઃ વગર આરા-ઓવારાની ઇચ્છાથી અનિષ્ટકારિતા અને અરમણીયતાને દૂર કરવા માટે એની ચારેય બાજુ પરિમાણની પાળ બાંધી દેવી જોઈએ. એવું કરવાથી એ સરોવરની અનિષ્ટકારિતા પણ દૂર થઈ જાય છે અને એના સ્વરૂપમાં રમણીયતા પણ આવી જાય છે. માટે ભગવાન મહાવીરે પરિગ્રહની અનિષ્ટતાને દૂર કરવા માટે શ્રાવકોની ઇચ્છા વિધિ પરિમાણ કરવાનો નિર્દેશ અને ઉપદેશ આપ્યો છે. પ્રભુ મહાવીર દ્વારા શ્રાવકો માટે ઉપદિષ્ટ ઇચ્છા પરિમાણ વ્રતનો આશ્રય લેવાથી પરિગ્રહની વિષાક્તતા ઓછી થઈ જાય છે. આ એ મણિ છે જે પરિગ્રહના વિષને દૂર કરી દે છે. આ વ્રતનો સ્વીકાર કરવાથી ગૃહસ્થ શ્રાવકનું કોઈપણ વ્યાવહારિક કાર્ય રોકતું નથી, ન વિકાસ કાર્યમાં કોઈ અડચણ (રોક) આવે છે. પણ આત્મચિંતન, ભગવદ્ભક્તિ, ધર્મધ્યાન વગેરે કાર્ય નિશ્ચિતતાપૂર્વક કરી શકે છે. તે નિરાકુલતાની સાથે ગાઉથ્ય જીવન સુખ-શાંતિપૂર્વક ચલાવી શકે છે. ઈચ્છાઓ અને તૃષ્ણાઓના ભારથી આક્રાંત વ્યક્તિનું જીવન અશાંત, ચિંતાતુર અને મશીનની જેમ વ્યસ્ત રહે છે. પરંતુ જેણે ઇચ્છાઓ અને તૃષ્ણાઓના પરિમાણની પાળ દ્વારા નિયંત્રણ કરી લીધું હોય, તે વ્યક્તિ ઉક્ત બધી પરેશાનીઓથી બચી જાય છે અને અત્યંત સુખ-શાંતિ પૂર્ણ છે, ન નિરાકુલતામય જીવન આનંદપૂર્વક જીવે છે. અમર્યાદિત ઈચ્છાઓવાળી વ્યક્તિ ન તો શાંતિથી ખાઈ-પી શકે છે કે ન નિશ્ચિતતાથી જીવનયાપન કરી શકે છે, અને ન પ્રભુ ભક્તિ કે આત્મ કલ્યાણ જ કરી શકે છે. એની પાસે આખા સંસારનો વૈભવ આવી જાય તો પણ તે અશાંત જ રહેશે. આ અશાંતિને હટાવવાનો એક જ માર્ગ છે અને તે છે - ઈચ્છાઓનું પરિમાણ કરવું. ઈચ્છા પરિમાણ વ્રત સ્વીકાર કરી લેવાથી બધા પ્રકારની અશાંતિ દૂર થઈ જાય છે. ઇચ્છા પરિમાણ વ્રત સ્વીકાર કરનાર મહા પરિગ્રહથી બચી જાય છે. કારણ કે એણે ઈચ્છાઓને સીમિત કરી દીધી છે. આ કારણે જેટલા અંશમાં એની ઇચ્છા બાકી (શેષ) છે, એટલા અંશના પરિગ્રહ સિવાય, બાકીના સમસ્ત પરિગ્રહથી તે નિવૃત્ત થઈ જાય છે. એને સંપૂર્ણ પરિગ્રહની ક્રિયા નથી લાગતી, પણ જેટલા અંશમાં પરિગ્રહ રહ્યો છે એની જ ક્રિયા લાગે છે. તેથી તે મહાપરિગ્રહી ન રહીને અલ્પ પરિગ્રહી થઈ જાય છે. જેટલો પરિગ્રહ શેષ છે, એમાં પણ તે જળ-કમળવત્ નિર્લેપ રહે છે, તો એ જ ભવમાં નહિ તો સાત-આઠ ભાવોમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જો કે એણે પૂર્ણતઃ પરિગ્રહ નથી ત્યાગ્યો છતાં આંશિક રૂપથી પરિગ્રહ ત્યાગ તથા ઈચ્છા પરિમાણ કરી છે, તેથી એટલા અંશોમાં તે જન્મ-મરણનાં કષ્ટોથી છૂટી જાય છે. નીચ ગતિનો પથિક હોવાથી બચી જાય છે, કાં તો તે સુગતિમાં જાય છે કે મુક્તિ પથનો પથિક થઈ જાય છે. ઇચ્છા પરિમાણ વ્રત સ્વીકાર કરનાર વ્યક્તિ ક્યારેય આ વાતથી ચિંતિત કે દુઃખી નથી થતી કે એની વસ્તુ કોઈ છીનવી લેશે, ચોરી લેશે કે નષ્ટ કરી દેશે. વસ્તુઓની પ્રત્યે (૧૬) 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધમો) Page #214 -------------------------------------------------------------------------- ________________ એની આસક્તિ સહજ રૂપથી ઓછી થઈ જાય છે, તેથી એને માટે દુઃખનું કોઈ કારણ નથી રહેતું. આ વિપરીત મહાપરિગ્રહી વ્યક્તિ મૃત્યુના સમય કે પુણ્યની હીનતાથી એ વસ્તુઓને છૂટતી જાણી ઘોર કષ્ટનો અનુભવ કરે છે. શાસ્ત્રના કથનાનુસાર મહાપરિગ્રહોને મરતા સમયે આર્તરૌદ્ર ધ્યાન આવે છે, જે દુર્ગતિનું કારણ છે. ઇચ્છા પરિમાણ વ્રતી શ્રાવકની પાસે એવું દુઃખ ક્યારેય નથી ફરકતું. એક સઘન (ઘટાદાર) વૃક્ષ છે. એનો સહારો એક વાંદરો પણ લે છે અને એક પક્ષી પણ. પક્ષી પોતાની પાંખોના આશ્રયે રહે છે, વૃક્ષની સાથે એનો લગાવ નથી હોતો, તેથી વૃક્ષના પડી જવાથી પક્ષીને દુ:ખ નથી થતું, પરંતુ વાંદરો વૃક્ષને પોતાનું માનીને રહે છે, તેથી વૃક્ષના પડવાથી વાંદરાને બહુ દુઃખ થાય છે. આ જ અંતર-ઇચ્છા પરિમાણ વ્રતધારી શ્રાવકમાં અને વ્રત ન લેનાર પરિગ્રહમાં થાય છે. ઇચ્છા પરિમાણ કરનારને પોતાની મર્યાદામાં ગૃહીત પદાર્થોનો આધાર છૂટી જવા છતાંય પક્ષીની જેમ દુઃખ નથી થતું, કારણ કે તે એ પદાર્થો પર પણ એટલી મમતા નથી રાખતો જેનાથી દુ:ખ થાય. ઈચ્છા પરિમાણ ન કરનારને પદાર્થોના છૂટી જવાથી વાંદરાની જેમ ખૂબ દુઃખ થાય છે. ઇચ્છા પરિમાણનો અર્થ : ઇચ્છા પરિમાણ વ્રતનો અર્થ છે ! ધન-ધાન્ય વગેરે પદાર્થોની ઇચ્છાને મર્યાદિત કરવી, સીમિત કરવી. સંપૂર્ણ અપરિગ્રહ વ્રતને અંગીકાર કરનાર તો સંસારના સમસ્ત પદાર્થો પરથી ઇચ્છા અને મૂચ્છનો ત્યાગ કરે છે, પણ ઇચ્છા પરિમાણ વ્રતધારીને સંસારના સમસ્ત પદાર્થો પરથી ઇચ્છા-મૂચ્છનો ત્યાગ નથી કરવો પડતો. એને એ જ પદાર્થો પરથી ઇચ્છામૂચ્છનો ત્યાગ કરવો પડે છે, જે પદાર્થ મહાપરિગ્રહમાં માનવામાં આવે છે કે જે પદાર્થોની ઇચ્છા નિકૃષ્ટ છે, બીજાઓ માટે ઘાતક છે. ઇચ્છા પરિમાણ વ્રતના ગ્રહણકર્તાને આ વાતનો સંકલ્પ કરવો પડે છે કે તે આ પદાર્થોથી વધુ પદાર્થો પર સ્વામિત્વ કે મમત્વ નહિ રાખે, ન એ પદાર્થો સિવાય કોઈ પદાર્થની ઇચ્છા કરશે. આંશિક રૂપથી પરિગ્રહથી વિરત થઈને મહાપરિગ્રહી ન હોવાની જે પ્રતિજ્ઞા લેવામાં આવે છે, એને પણ ઇચ્છા પરિમાણ વ્રત કહે છે. ઇચ્છા પરિમાણ વ્રતનો ઉદ્દેશ્ય દુનિયાભરના સમસ્ત પદાર્થોની વિસ્તૃત ઇચ્છાઓથી પોતાના મનને ખેંચીને એક સીમિત મર્યાદામાં કરી લે છે. ઇચ્છા પરિમાણમાં મર્યાદા જેટલી ઓછી હશે એટલું જ દુઃખ અને સંસારભ્રમણ ઓછું થશે. કારણ કે એનું ધ્યેય એક દિવસ પરિગ્રહ કે ઈચ્છાનો સર્વથા ત્યાગ કરવાનો હોય છે. તે પોતાના લક્ષ્ય સુધી ત્યારે જ પહોંચી શકે છે, જ્યારે ઈચ્છા-મૂચ્છને ન્યૂનથી ન્યૂનતમ કરી દેશે. શ્રાવકનો ઉદ્દેશ્ય ઇચ્છા અને મૂચ્છની સાથે-સાથે આવશ્યકતાઓમાં પણ અંકુશ કરવો છે, ત્યારે જ તે એક દિવસ નિષ્પરિગ્રહી નિગ્રંથના લક્ષ્ય પર પહોંચી શકશે. દૂ પરિગ્રહ - પરિમાણ વ્રત આ 6૧૭) Page #215 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ પરિમાણ ગ્રહણ વિધિઃ જે વ્યક્તિ સંસારના સમસ્ત પદાર્થોથી પોતાનું મમત્વ હટાવી લે છે અને માત્ર આત્મ સાધના માટે જીવનનિર્વાહ-હેતુ પોતાની કલ્પ મર્યાદા અનુસાર અલ્પથી અલ્પ બાહ્ય, સાધન ગ્રહણ કરે છે, તે અપરિગ્રહી છે. અપરિગ્રહી માટે મૂચ્છનો સર્વથા ત્યાગ આવશ્યક છે. સાધુ, વસ્ત્ર-પાત્ર વગેરે રાખવા છતાંય એમાં મૂર્છા ન હોવાથી અપરિગ્રહી કહેવામાં આવે છે. જૈન ધર્મે અણગાર સાધુઓ માટે સર્વથા અપરિગ્રહી હોવું આવશ્યક બતાવ્યું છે. ગૃહસ્થો માટે પણ પરિગ્રહની મર્યાદા કરવા અને ઉત્તરોત્તર પરિગ્રહને ઓછું કરવાનું વ્રત બતાવ્યું છે, આ જ પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે. શાસ્ત્રકારોએ પરિગ્રહના બે પ્રકાર બતાવ્યા છે - બાહ્ય પરિગ્રહ અને આત્યંતર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારના છે અને આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારના છે. ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ આ ચૌદ ભેદ આત્યંતર પરિગ્રહના છે. આમ, પરિગ્રહ પરિમાણ વ્રત નવ પ્રકારના બાહા પરિગ્રહોની મર્યાદા કરીને, ગ્રહણ કરવામાં આવે છે, પરંતુ એ ધ્યાન રાખવા યોગ્ય વાત છે કે પરિગ્રહ મુખ્યત્વે ઇચ્છા તથા મૂચ્છથી થાય છે. ઇચ્છા અને મૂચ્છનો સંબંધ મનથી છે અને મનનો સંબંધ આત્યંતર પરિગ્રહની સાથે છે. આત્યંતર પરિગ્રહ જેટલી-જેટલી માત્રામાં ઓછો હશે એટલી-એટલી માત્રામાં બાહ્ય પરિગ્રહથી ઇચ્છામૂર્છા ઓછી થતી જશે. બાહ્ય પરિગ્રહ તો પદાર્થો પર ઇચ્છા-મૂચ્છ હોવાના કારણે જ પરિગ્રહ કહેવાય છે, તેથી વ્યક્તિ જ્યારે આત્યંતર પરિગ્રહથી વિરત થશે તો પદાર્થ પાસે હોવા છતાંય પરિગ્રહ નહિ રહે. સંસારમાં જેટલા પણ પદાર્થો છે, એમને બે ભાગોમાં વહેંચી શકાય છે - એક એ છે કે સચેતન છે અને બીજો એ છે અચેતન સચેતનમાં દ્વિપદ-નર-નારી, દાસ-દાસી, પક્ષી વગેરે અને ચતુષ્પદ-ઘોડા, બળદ-ગાય વગેરે પશુ તથા અપદ-વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. અચેતનમાં સમસ્ત નિર્જીવ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, સિક્કા, નોટ, વસ્ત્ર, વાસણ, ઘર, દુકાન વગેરે - સચેતન પદાર્થોની ગણના સચિત્ત પરિગ્રહમાં થાય છે અને અચેતન પદાર્થોની ગણના અચિત્ત પરિગ્રહમાં થાય છે. પરિગ્રહની મર્યાદા કરનાર શ્રાવક સંસારના સમસ્ત સચેતન કે અચેતન પદાર્થોના વિષયમાં (જે એના જીવનનિર્વાહ માટે આવશ્યક કે ઉપયોગી છે.) આ પ્રકારનો નિયમ કરશે કે હું અમુક પદાર્થ આટલી માત્રા કે સંખ્યાથી વધુ પોતાના સ્વામિત્વમાં નહિ રાખું, અમુક પદાર્થો ઉપરથી સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરું છું, અથવા અમુક પદાર્થની અમુક માત્રા કે સંખ્યાથી વધુની ઇચ્છા-મૂચ્છ પણ નહિ કરું. પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરવામાં સુવિધા માટે સચિત્ત-અચિત્ત રૂપ બાહ્ય પરિગ્રહને શાસ્ત્રકારોએ નવ ભાગોમાં વિભક્ત કરી દીધા છે. તે નવ ભેદ બાહ્ય પરિગ્રહના રૂપમાં પ્રસિદ્ધ છે, તે આ પ્રકારે છે : (૧૮) જે છે તે છે જિણધમો) Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧) ક્ષેત્ર - (ખેતર વગેરે ખુલ્લી જમીન) (૨) વસ્તુ - (નિવાસ યોગ્ય સ્થાન, મકાન, દુકાન, નેસડો વગેરે) (૩) હિરણ્ય - (ચાંદી) (૪) સુવર્ણ - (સોનું) (૫) ઘન - (સોના-ચાંદીમાં મઢેલા - પાણી ચડાવેલા સિક્કા, ઘરેણાં, નોટ વગેરે મુદ્રા, વૃત તથા અન્ય બહુમૂલ્ય પદાથો) (૬) ધાન્ય - (ઘઉં, ચોખા, ચણા વગેરે અનાજ) (૭) દ્વિપદ - જેમના બે પગ હોય, (જેમ કે મનુષ્ય, પક્ષી વગેરે) (૮) ચતુષ્પદ - ચાર પગા જાનવરો (ગાય, બળદ, ઘોડો, ભેંસ વગેરે) (૯) કપ્ય - (વસ્ત્ર, વાસણ, ઘરેલું સામાન ફર્નિચર, કબાટ, મોટર, પંખા, તિજોરી વગેરે (સમગ્ર પદાર્થો જે પૂર્વોક્ત આઠ પ્રકારના પરિગ્રહમાં સમાવિષ્ટ નથી.) ઉપર્યુક્ત નવ પ્રકારોમાં સમસ્ત સંસારના સચિત્ત-અચિત્ત, સ્થાવર કે જંગમ બધા પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. એ જ નવ પ્રકારના પદાર્થોને ગ્રહણ કરવાની મનુષ્યની ઇચ્છા કે મમતા હોય છે. તેથી ઉક્ત નવ પ્રકારના પરિગ્રહોનું પરિમાણ કરવું, સંખ્યા કે માત્રાની સીમા નિશ્ચિત કરી લેવી પરિગ્રહ પરિમાણ વ્રત કે ઇચ્છા પરિમાણ વ્રત કહેવાય છે. ક્ષેત્રમાં એ બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે, જે ઉપજાઉ તથા ખુલ્લી (સિંચાઈની અને વગર સિંચાઈની) જમીન હોય. એમાં ખેતર, ચરવાનું સ્થાન, બગીચા, પહાડ, ખાણ, જંગલ તથા સમસ્ત ખુલ્લી જમીન આવી જાય છે. આ વ્રતના ગ્રહણકર્તાને ક્ષેત્ર સંબંધમાં પરિગ્રહની મર્યાદા કરવી જોઈએ કે - “હું આટલી ખુલ્લી જમીનથી વધુ ભૂમિ પોતાના સ્વામિત્વમાં નહિ રાખું. ન એનાથી વધુ ભૂમિની ઇચ્છા-મૂચ્છ જ કરીશ.' બીજા ભેદ વાસ્તુમાં મકાન, પછી ભલે તે જમીનના અંદર હોય કે જમીનના ઉપર હોય, નિવાસ માટે હોય કે નેસડો હોય, દુકાન હોય, અતિથિગૃહ હોય, કારખાનાનું હોય, બંગલો હોય, હવેલી હોય - આના વિષયમાં પરિમાણ કરવું કે - “હું આટલા અને અમુક-અમુક મકાનો - (જે એટલાથી વધુ લાંબા-પહોળાં, ઊંચા નહિ હોય, જેમનું મૂલ્ય વર્તમાનના મૂલ્ય અનુસાર એટલાથી વધુ નહિ હોય)થી વધુ મકાન પોતાના સ્વામિત્વમાં નહિ રાખું, ન એમનાથી વધુની ઈચ્છા-મૂચ્છ કરીશ.” હિરણ્યનો અર્થ ચાંદી છે. ચાંદીના સંબંધમાં મર્યાદા કરવી કે - “હું એટલા વજન કે એટલા મૂલ્ય(વર્તમાનના ભાવ અનુસાર)થી વધુની ચાંદી કે ચાંદીથી બનેલાં આભૂષણ-બટન, વાસણ વગેરે વસ્તુઓ નહિ રાખું.” સુવર્ણનો અર્થ સોનું છે. સોનાના સંબંધમાં પણ એવું જ પરિમાણ કરવું કે - “હું એટલા વજન કે એટલા મૂલ્યથી વધુનું સોનું તથા સોનાથી બનાવેલાં આભૂષણ, ઘડિયાળ, વીંટી વગેરે ન રાખીશ કે ન ઇચ્છા-મૂચ્છ કરીશ.” [ પરિગ્રહ - પરિમાણ વ્રત 200 200 2000 (૧૯) Page #217 -------------------------------------------------------------------------- ________________ પાંચમો ભેદ ધન છે. ધન અંતર્ગત સિક્કા, નોટ, રત્ન, હીરા, નીલમ, પુખરાજ, પન્ના, માણેક, મોતી, આભૂષણ, ઘડિયાળ વગેરે બહુમૂલ્ય પદાર્થ તથા ઘી, ગોળ, ખાંડ વગેરે વધુ મૂલ્યવાન પદાર્થ આવી જાય છે. એના વિષયમાં પરિમાણ કરવું કે - “અમુક-અમુક પદાર્થ એટલા વજન, સંખ્યા, માત્રાથી વર્તમાન સમય અનુસાર એટલા મૂલ્યથી વધુના નહિ રાખીશ, ન વધુ ઇચ્છા-મૂર્છા કરીશ.” છઠ્ઠો ભેદ ધાન્ય છે. જેમ ઘઉં, ચણા, જવ, મગ, મઠ, ચોખા વગેરે બધાં અનાજ આવી જાય છે. આ બધાંના વિષયમાં પરિમાણ કરવું કે - “હું અમુક ધાન્ય એટલા વજન, એટલી માત્રાથી કે વર્તમાન મૂલ્યાનુસાર એટલા મૂલ્યથી વધુનું નહિ રાખીશ, ન વધુની ઇચ્છામૂચ્છ કરીશ.” આ રીતે દ્વિપદમાં પોતાની સ્ત્રી, મનુષ્ય, દાસ-દાસી, નોકર-ચાકર, મુનીમ, ગુમાસ્તા, કર્મચારી વગેરેના વિષયમાં તથા મોર, સારસ, કબૂતર, પોપટ, હંસ વગેરે બધાં પક્ષીઓના વિષયમાં મર્યાદા કરવી કે - “એટલા જ વધુ નહિ રાખીશ કે ન વધુની ઇચ્છા-મૂચ્છ કરીશ.” એ જ રીતે, ચતુષ્પદમાં આવનારાં હાથી, ઘોડા, બળદ, બકરા, ગાય-ભેંસ, ઊંટ વગેરેના વિષયમાં પરિમાણ કરવું કે - “એટલાથી વધુ ન તો પોતાના સ્વામિત્વમાં રાખીશ કે ન એટલાથી વધુની ઇચ્છા-મૂચ્છ જ કરીશ.” નવમો ભેદ છે. એમાં એ પદાર્થો કે ધાતુઓ(લોખંડ, તાંબુ, પિત્તળ, કાંસુ વગેરે)ની ગણના થાય છે. જે પૂર્વોક્ત આઠ ભેદોમાં ન આવ્યા હોય. ઘરેલુ બધા પ્રકારની સામગ્રીનો અંતર્ભાવ કુષ્યમાં થઈ જાય છે. એના અંતર્ગત વાસણ, વસ્ત્ર, સોફાસેટ, ટેબલ, ખુરશી, પલંગ, કબાટ, પંખો, રેડિયો, મોટર, સ્કૂટર, સાઇકલ, બળદગાડી તથા ઘરની સમસ્ત નાનીમોટી ચીજો જેને બોલચાલની ભાષામાં ઘર-વખરી કે ગૃહસ્થીનો સામાન કહે છે, - મર્યાદા કરવામાં આવે છે કે - “અમુક વસ્તુ, એટલી સંખ્યા તોલ કે માપ કે મૂલ્યથી વધુની પોતાની માલિકી નહિ રાખીશ. અને ન વધુની ઇચ્છા-મૂચ્છ કરીશ.' ઉક્ત રીતિથી નવ પ્રકારના બાહ્ય પરિગ્રહોના સંબંધમાં પૃથક-પૃથક મર્યાદા કરવી જ ઇચ્છા પરિમાણ વ્રત કે પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે. આ વ્રતને ત્રણ કરણ (કરવું, કરાવવું, અનુમોદના) તથા ત્રણ યોગો(મન-વચનકાયા)માંથી પોતાની ઇચ્છાનુસાર ગ્રહણ કરી શકાય છે. સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદા પણ વ્રતધારી પોતાની ઈચ્છાનુસાર કરી શકે છે. પછી પણ શ્રાવક ગૃહસ્થીમાં રહેતાં રહેતાં પોતાના સંતાનને વેપાર-ધંધામાં પ્રવૃત્ત કરવા-હેતુ અથવા અન્ય ધનાર્જનનાં કાર્યો માટે પ્રેરણા દેવી પડે છે, અનેક વાર એનો કાર્યભાર લાચાર થઈને સંભાળવો પડે છે, અથવા સાથે રહેવાના કારણે સંતાનના પરિગ્રહ સંબંધિત પ્રવૃત્તિને સંવાસાનુમતિ પણ આપવી પડે છે, તેથી થઈ શકે તો જ બે કરણ - ત્રણ યોગથી પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકાર કરવું જોઈએ, અન્યથા એક કરણ - ત્રણ યોગથી જ સ્વીકાર કરવું જોઈએ. (૦૨૦) જે છે જિણધમો) Page #218 -------------------------------------------------------------------------- ________________ આ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધમાં પણ એવી મર્યાદા કરવી જોઈએ કેદ્રવ્યથી હું અમુક-અમુક વસ્તુ સિવાય વધુની ઇચ્છા નહિ કરું, ન એના સિવાય બીજી વસ્તુ પોતાના સ્વામિત્વમાં રાખીશ. ક્ષેત્રથી હું અમુક ક્ષેત્રતી બહારની કોઈ વસ્તુ ન પોતાની મર્યાદામાં રાખી ન અમુક ક્ષેત્રથી બહારની વસ્તુની ઇચ્છા જ કરીશ, કાળથી હું એટલા દિવસ, સપ્તાહ, પક્ષ, માસ વર્ષ કે જીવનભર આ - આ વસ્તુઓથી વધુની ન તો ઇચ્છા કરીશ કે ન પોતાના સ્વામિત્વમાં રાખીશ. ભાવથી મર્યાદિત વસ્તુઓથી વધુની ઇચ્છામૂર્છા નહિ કરું. આ મર્યાદાને વધુ નહિ વધારીશ પણ વધુમાં વધુ ઘટાડવા કે સંકુચિત કરવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આ વ્રતનો ઉદ્દેશ્ય પોતાની ઇચ્છાઓ, લાલસાઓ, મૂર્છાઓ, મમતાઓ અને આસક્તિઓને વધુમાં વધુ ઘટાડવી છે, તેથી મર્યાદાઓ યથાસંભવ સંકુચિત રાખવી જોઈએ, વિસ્તૃત નહિ. મર્યાદા જેટલી સંકુચિત હશે સાધક એટલો જ શીઘ્ર પરિગ્રહ સમુદ્રને પાર કરીને અપરિગ્રહી બની શકશે. જો કે શ્રાવકના ત્રણ મનોરથોમાંથી એક છે આનંદ વગેરે. શ્રાવકોએ સંપત્તિની એટલી જ મર્યાદા કરી હતી, જેટલી એમના પાસે એ સમયે હતી. ઘણાય લોકો વ્રત ગ્રહણ કરતાં સમયે આ વિચારીને કે આપણી પાસે આટલી વધુ સંપત્તિ હોવાથી તો રહી, પોતાના પાસે થોડી-ઘણી મિલકત હોવા છતાંય એનાથી અનેકગણી વધુ સંપત્તિ મર્યાદામાં રાખી લે છે. પરંતુ જ્યારે ભાગ્યવશ ઉક્ત મર્યાદાથી વધુ મિલકત થવા લાગે છે તો તે વ્રતમાં કપટ ચલાવે છે. પોતાની વધેલી મિલકતને તે પોતાની સ્ત્રી કે સંતાનના નામ પર કરી દે છે, કે વિવાહ વગેરે ખર્ચ ખાતામાં અમાનત (જમા) કરી લે છે, પરંતુ આ એકદમ વ્રત ભંગ છે. ઇચ્છા પરિમાણ વ્રત સ્વીકાર કરવાથી શ્રાવકના ગૃહસ્થ જીવનમાં કોઈ પ્રકારની અડચણ કે મુશ્કેલી નથી આવતી અને એની ઇચ્છા-તૃષ્ણા પણ અસીમ નથી રહેતી. આ વ્રતનો સ્વીકાર કરનાર વ્યક્તિ અવ્રતી અને મહાપરિગ્રહી નથી રહેતી, પણ એની ગણના ધર્માત્મા શ્રાવકોમાં થાય છે, તે મહાપાપથી બચીને મોક્ષમાર્ગનો પથિક થઈ જાય છે. પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર : ઇચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. જેમ કે ઉપાસક દશાંગ'માં કહ્યું છે - इच्छा परिमाणस्स समणोवासएणं पंच अइयारा जाणियव्वा न समायरियव्वा तंजहा- खेत्त-वत्थु पमाणाइक्कमे, हिरण्ण सुवण्ण पमाणाइक्कमे धणघन्न पमाणाइक्कमे, दुप्पय चउप्पय पमाणाइक्कमे कुविय पमाणाइक्मे । " ઇચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરવા યોગ્ય નથી. એ અતિચાર આ પ્રમાણે છે : પરિગ્રહ - પરિમાણ વ્રત ૭૨૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧) ક્ષેત્ર-વાસ્તુ પરિમાણાતિક્રમ, (૨) હિરણ્ય - સુવર્ણ પરિમાણાતિક્રમ, (૩) ધન - ધાન્ય પરિમાણાતિક્રમ, (૪) દ્વિપદ - ચતુષ્પદ પરિમાણાતિક્રમ અને (૫) કુષ્ય પરિમાણાતિક્રમ. ખેતર, ગૃહ વગે૨ે નવ પ્રકારના બાહ્ય પરિગ્રહોના વિષયમાં કરાયેલા પરિમાણનું આંશિક અને વ્રત સાપેક્ષ ઉલ્લંઘન કરવું ક્ષેત્ર, વાસ્તુ વગેરે પરિમાણનો અતિચાર છે. પ્રશ્ન થઈ શકે છે કે ધન-ધાન્ય વગેરેના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી તો વ્રતનો સર્વથા ભંગ થવો જોઈએ, અતિચાર નહિ ? આનું સમાધાન એ છે કે કરેલા પરિમાણનું પૂર્ણતઃ ઉલ્લંઘન કરવાથી વ્રત ભંગ થાય છે. અહીં જે ઉલ્લંઘન બતાવવામાં આવ્યું છે તે વ્રત સાપેક્ષ, અર્થાત્ બંધન, ભાવ, ગર્ભ, યોજના અને દાનની અપેક્ષા હોવાથી અતિચાર રૂપ છે. તાત્પર્ય એ છે કે અહીં પાંચ અતિચારોમાં ક્રમશઃ પાંચ સાપેક્ષતાઓ છે. જેમ કોઈએ ધન-ધાન્યનું જે પરિમાણ રાખ્યું છે, તે ઋણની વસૂલી કરવાથી એનાથી વધુ થઈ જાય છે, તેથી દેણદારથી કહેવું : “આ ધન-ધાન્ય હજુ પોતાની પાસે રહેવા દો, પછી લઈ લઈશ.’ આમ, બંધન કરવાથી અતિચાર લાગે છે, કારણ કે એ ધન્ય-ધાન્ય ઉપર તે પોતાનું સ્વામિત્વ સ્થાપિત કરી ચૂક્યો છે છતાંય સાક્ષાત્ ન લઈને સમજે છે કે મારું વ્રત ભંગ નથી થયું. વાસણ મર્યાદાથી વધુ થઈ જવાથી નાનાં વાસણોને તોડાવીને મોટાં બનાવી લેવાં અને સંખ્યાને બરાબર કરી લેવી ભાવ સાપેક્ષ અતિચાર છે. પશુઓની સંખ્યા મર્યાદાથી વધુ થઈ જવાથી એમના ગર્ભની કે નાના વાછરડા વગેરેની અમુક સમય સુધી ગણતરી ન કરવી, ગર્ભ સાપેક્ષ અતિચાર છે. ખેતરોની સંખ્યા વધુ થઈ જવાથી વચ્ચેનો શેઢો (પાળ) તોડીને બે ખેતરોને એક બનાવી લેવાની યોજના સાપેક્ષ અતિચાર છે. આ જ રીતે સોના-ચાંદીનું પરિમાણ વધુ થઈ જવાથી થોડો ભાગ બીજાઓને રાખવા માટે આપી દેવો, દાન સાપેક્ષ અતિચાર છે. અથવા અતિચારનું એક રૂપ એ પણ થઈ શકે છે કે જે મર્યાદાની છે, એનું વિસ્મરણ થઈ જવાથી કે અજાણતામાં એ મર્યાદાથી વધુ પદાર્થો થઈ જવાથી પણ એ સમજવું કે જે પદાર્થ મારા અધિકારમાં છે, તે મર્યાદામાં જ છે. એ પણ એક પ્રકારનો અતિચાર છે. પાંચ વિક્ષેપ : આચાર્ય સમંતભદ્રે રત્નકરેંડ શ્રાવકાચારમાં આ પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ વિક્ષેપ બતાવ્યા છે - "अतिवाहनातिसंग्रह - विस्मय लोभातिभार वहनानि । परिमित परिग्रहस्य च विक्षेपाः पंच लक्ष्यन्ते ॥" ગાથા-દર અર્થાત્ “અતિવાહન, અતિસંગ્રહ, વિસ્મય, લોભ અને અતિભાર વહન એ પાંચ પરિગ્રહ પરિમાણના વિક્ષેપ છે - અંતરાય છે. જે પુરુષની પાસે વાહનો બહુ હોય, તે એમને છોડવા કે મર્યાદિત કરવામાં ગભરાય છે. એ જ રીતે અતિસંગ્રહ પણ વ્રતમાં વિક્ષેપ નાખે છે. અતિસંગ્રહના કારણે મનુષ્ય ત્યાગની જિણધમ્મો ૦૨૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ તરફ ઝૂકવામાં ગભરાય (અચકાય) છે. આ જ રીતે ચક્રવર્તી, ધનકુબેર કે વૈભવ સંપન્નની ઋદ્ધિ અને ઠાઠ-બાઠ જોઈને વિસ્મયમાં પડેલ વ્યકિત અચાનક પરિગ્રહની મર્યાદા કરવાથી ગભરાય છે. જેની લોભ વૃત્તિ વધેલી છે, તે પણ પરિગ્રહની સીમા કરવામાં અચકાય છે, તથા જે આદમી અનેક પ્રકારની જવાબદારીઓ ઓઢી લે છે કે કોઈ પ્રકારના અહેસાન (ઋણ)ના ભારથી દબાયેલો છે, તે પણ પરિગ્રહ પરિમાણ કરવામાં આનાકાની કરે છે અથવા જેનું જીવન અત્યંત ખર્ચાલું છે તે એ ખર્ચની પૂર્તિ-હેતુ પરિગ્રહમાં વૃદ્ધિ કરશે, ઘટાડશે નહિ. તેથી વ્રતધારીનું જીવન સરળતા, સાદગી અને મિતવ્યયિતાથી ઓતપ્રોત હોવું જોઈએ. આ પાંચ વિક્ષેપોથી સ્વયંને બચાવીને ચાલવું જોઈએ. સાચો ગૃહસ્થ અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી હોય છે. એવી ધન લાલપુતા એટલી વધેલી નથી હોતી કે તે એની પાછળ ન્યાય-નીતિ અને ધર્મને હારી જાય. આ બધી વાતોનું ધ્યાન રાખતા-રાખતા શ્રાવકે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. કહ્યું છે - - “અમર વિંરાયને, સંતોષી યસ્ય ભૂષણમ્ ” સંતોષી માટે દેવ પણ કિંકર તુલ્ય છે. આ ગૃહસ્થનું પાંચમું અણુવ્રત છે. આનું નિરતિચાર પાલન કરવાથી અદ્ભુત શાંતિ, નિરાકુળતા અને આનંદની અનુભૂતિ સાથે આત્માનું પરમ કલ્યાણ થાય છે. (ત્રણ ગુપ્તવત) શ્રાવકજીવનમાં અપનાવવામાં આવતાં બાર વ્રતોમાંથી પાંચ અણુવ્રત તો મૂળ વ્રત છે અને બાકી સાત વ્રત ગુણવ્રત અને શિક્ષાવ્રત છે. ગુણવ્રત અણુવ્રતોમાં વિશેષતા પેદા કરનાર છે. અણુવ્રત સોનું છે, તો ગુણવ્રત એ સોનાની ચમક-દમક વધારવા માટે પૉલિશ સમાન છે. ત્રણ ગુણવ્રત પાંચ અણુવ્રતોમાં શક્તિનો સંચાર કરે છે, એમાં વિશેષતા પેદા કરે છે, એમને સ્વચ્છ રાખે છે. કહ્યું છે - "दिग्वतमनर्थदण्ड व्रतं च भोगोपभोग परिमाणं । अनुवृंहणाद् गुणानामाख्यान्ति गुणव्रतान्यार्याः ॥" - રત્નકરંડાવકાચાર ગાથા-૬૭ અર્થાત્ - “દિશા પરિમાણ વ્રત, ભોગપભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરમણ વ્રત - એ ત્રણ ગુણવ્રત છે. આ ગુણવ્રત અણુવ્રતોના ગુણોમાં વૃદ્ધિ કરે છે, તેથી શ્રેષ્ઠજનોએ એમને ગુણવ્રત કહ્યો છે. કેટલાક આચાર્યોએ આ સાત ઉપવ્રતોને શીલવ્રત કહ્યું છે. એમનું કહેવું છે કે - “જેમ પરકોટા નગરની રક્ષા કરે છે, એમ જ શીલવ્રત અણુવ્રતોની રક્ષા કરે છે.” કહેવાય છે કે [ ત્રણ ગુપ્તવ્રત ) 00 00 0 0 0 0 0 0 079(૨૩] Page #221 -------------------------------------------------------------------------- ________________ "परिधय इव नगराणि व्रतानि किल पालयन्ति शीलानि ।" - પુરુષાર્થ સિદ્ધયુપાય મોક્ષમાર્ગનો પથિક શ્રાવક પાંચ અણુવ્રતોનો અંગીકાર કરીને જ રોકાઈ ન જાય, આગળના ધ્યેય પર ચાલવાની શક્તિ એમાં પેદા થાય. આ દૃષ્ટિએ શાસ્ત્રકારોએ અણુવ્રતોની સાથે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોની યોજના કરી. આ ગુણવ્રતો તથા શિક્ષાવ્રતોને અપનાવવાથી ગૃહસ્થ શ્રાવક પણ મહાવ્રતી સાધુની જેમ જીવન જીવવાનો ક્યારેક-ક્યારેક અભ્યાસ કરીને સંપૂર્ણ ત્યાગની દિશામાં આગળ વધી શકે છે. સાગારધર્મામૃતમાં કહેવાયું છે કે – "गुणार्थमणुव्रतानामुपकारार्थं व्रतं-गुणव्रतम्, दिग्विरत्यादीन नणुव्रताननुबंहणार्थत्वात्। तथा भवति शिक्षाव्रतम् । शिक्षायै अभ्यासाय व्रतं देशावकाशादीनां प्रतिदिवसाभ्यसनीयत्वात् । अतएव गुणव्रतादस्य भेदः । गुणवतं हि प्रायोयावज्जीविकमाहु ।" - સાગાર ધર્મામૃત ટીકા - ૪-૪ અર્થાત્ “અણુવ્રતો માટે ઉપકારી હોવાથી દિગ્વિરતિ વગેરેને ગુણવ્રત કહેવામાં આવે છે. જે વ્રત પ્રતિદિન અભ્યાસ કરવા યોગ્ય છે, તેને શિક્ષાવ્રત કહેવામાં આવે છે. ગુણવ્રત પ્રાયઃ ચાવજીવ માટે હોય છે, જ્યારે શિક્ષાવ્રત પ્રતિદિવસીય હોય છે. અણુવ્રતોની પુષ્ટિ-હેતુ ત્રણ ગુણવ્રત બતાવવામાં આવ્યા છે - (૧) દિશા પરિમાણ વ્રત, (૨) ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત અને (૩) અનર્થદંડ વિરમણ વ્રત. આ ત્રણેય ગુણવ્રતો દ્વારા અણુવ્રતોની મર્યાદામાં વધુ સંકોચ કરવામાં આવે છે. અણુવ્રતોમાં કરવામાં આવેલી મર્યાદાથી બહાર જે હિંસા વગેરે આસ્ત્રવોના બહુલાશ ખુલ્લા રહી જાય છે, એમને અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી બંધ કરવામાં એ ગુણવ્રત સહાયક હોય છે. જેમ દિશા પરિમાણ વ્રતમાં “છએ દિશાઓમાં ગમનાગમનની મર્યાદા કરી લીધા પહેલાં જે સર્વત્ર હિંસા, અસત્ય વગેરે અમુક અંશમાં ખુલ્લા હતા, તે આ છએ દિશાઓમાં ગમન-મર્યાદા કરવાથી ઉક્ત મર્યાદા બહાર ગમન ન કરવાથી તે દ્વાર બંધ થઈ જાય છે. આ જ રીતે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં પણ ઉપભોગ્ય-પરિભોગ્ય વસ્તુઓના ઉપભોગ-પરિભોગની સીમા થઈ જાય છે. ઉક્ત સીમાના બહારની સમસ્ત વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ બંધ થઈ જાય છે. આ જ રીતે અનર્થ દંડ વિરમણ વ્રતમાં જે સાર્થક દંડ અમુક સીમા સુધી છે, એમના સિવાય જેટલા પણ અનર્થ (નિરર્થક) દંડ છે, એમના પાપથી શ્રાવક બચી જાય છે.” તાત્પર્ય એ છે કે એ ત્રણ ગુણવ્રત, અણુવ્રતોમાં વધુ શક્તિનો સંચાર કરી દે છે. આ ગુણવ્રતોની આરાધનાથી વૃત્તિમાં સંકોચ આવી જાય છે. વૃત્તિમાં સંકોચ આવવાથી ચિત્તની શાંતિ વધે છે અને નિરાકુળતામાં વૃદ્ધિ થાય છે. જ્યાં સુધી વૃત્તિનો સંકોચ નથી થતો ત્યાં સુધી ચિત્તમાં વ્યગ્રતા અને વ્યાકુળતા રહે છે. આ પ્રકારની આકુળતા અને અશાંતિને મટાડવા માટે વૃત્તિનો સંકોચ આવશ્યક છે. ગુણવ્રતોના પાલનથી આ પ્રકારની વૃત્તિનો સંકોચ સહજ (૨) છે અને તે છે જિણધમો) Page #222 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે જેના કારણે શ્રાવક ઘણાં બધાં પાપોથી બચી જાય છે. એના જીવનમાં ત્યાગમાર્ગ પર ચાલવાની દઢતા આવી જાય છે અને તે મોક્ષની મંજિલ પર આગળ વધતો રહે છે. (૧) દિશા પરિમાણ વ્રત ઃ ત્રણ ગુણવ્રતોમાંથી પહેલું ગુણવ્રત દિશા પરિમાણ વ્રત છે. આ વ્રત લોભ વૃત્તિ અને એના કારણે થનારી હિંસા, અસત્ય, બેઈમાની, ચોરી, પરિગ્રહ વૃત્તિ વગેરે પાપોને, કે જે વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલાં હતાં, ચાહે તે અણુવ્રતની સીમામાં જ હતાં, સીમિત કરી દે છે. તે લોભના વધતા સાગરને એક ગાગરમાં સીમિત કરી દે છે. આચાર્ય હેમચંદ્ર આ દિગ્વિરતિ વ્રતનો મહિમા બતાવતાં કહ્યું છે - जगदाक्रममाणस्स प्रसरल्लोभ वारिधेः । स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृतः ॥ चराचराणां जीवानां विमर्दन-निवर्तनात् । तप्तायोगोलकल्पस्य सद् वृत्तं गृहिणोप्यदः ॥ - યોગશાસ્ત્ર, પ્ર-૩, શ્લો-૩-૨ અર્થાત્ - “જે મનુષ્ય દિગ્વિરતિ વ્રત અંગીકાર કરી લીધું એણે જગત ઉપર આક્રમણ કરવા માટે અભિવૃદ્ધિ લોભરૂપી સમુદ્રને આગળ વધવાથી રોકી દીધો.” જેમ તપાવેલા લોખંડના ગોળાને ક્યાંય પણ રાખવાથી જીવોની હિંસા થાય છે, એમ જ મનુષ્યના ચાલવા-ફરવાથી (પછી તે ઊડીને ગમન કરે કે સ્ટીમર દ્વારા પાણી ઉપર તરીને ગમન કરે કે સડકો ઉપર, રેલ, બસ વગેરેથી ચાલે.) ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થતી રહે છે. પરંતુ દિ૫રિમાણ વ્રતના કારણે આવાગમન મર્યાદિત થઈ જવાથી જીવોનો વિનાશ ઓછો થઈ જાય છે.” | નિષ્કર્ષ એ છે કે તૃષ્ણાને ઘટાડવા માટે ને અપરિગ્રહની દઢતા સાથે તથા લોભ વગેરેના કારણે થનારી હિંસા વગેરે દોષોને ઓછા કરવા માટે આ વ્રતની આવશ્યકતા છે. વસ્તુતઃ શ્રાવક જે પાંચ અણુવ્રતનો સ્વીકાર કરે છે એ વ્રતોમાં સ્થિર રહેતા-રહેતા ધ્યેયની તરફ આગળ વધવું એનું લક્ષ્યબિંદુ હોય છે, પરંતુ ચિત્તમાં શાંતિ ન હોય તો ધ્યેય માર્ગમાં સ્થિર રહી શકાતું નથી, પછી આગળ વધવું તો ઘણું દૂરની વાત છે. ચિત્તની શાંતિ માટે વૃત્તિનો સંકોચ આવશ્યક છે, જે આ દિશા પરિમાણ વ્રત દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. ચિત્તની ચંચળતાથી ગમનાગમન થવું સ્વાભાવિક છે. જ્યારે દિશાઓમાં ગમનાગમન મર્યાદિત કરી દેવામાં આવે છે, તો સહજ જ ઘણા પાપો પર રોક લાગી જાય છે. તેથી વ્રતધારી શ્રાવક માટે આ ઉચિત છે કે તે પોતાની સામાન્ય આવશ્યકતાઓને જોતાં દિશાઓમાં ગમનાગમની મર્યાદા કરવા હેતુ દિશા પરિમાણ વ્રતને અંગીકાર કરે. દિગ્વિરતિની આવશ્યકતા : શ્રાવકનું જીવન ધર્મ-પ્રધાન હોય છે, અર્થ-પ્રધાન નહિ. ગૃહસ્થ શ્રાવક માટે એકાંત અર્થ અને કામ ત્યાજ્ય છે. કાં તો ધર્મ અને મોક્ષ એના જીવનમાં હોય કે પછી વ્યાવહારિક ગાઈશ્ય જીવનમાં ધર્મયુક્ત અર્થ અને કામ હોય. શ્રાવકનું જીવન અર્થ-પ્રધાન કે કામ-પ્રધાન નથી [ ત્રણ ગુપ્તવ્રત છે જે રીતે ૨૫) Page #223 -------------------------------------------------------------------------- ________________ હોતું, પરંતુ જ્યારે વ્યક્તિ અર્થ-પ્રધાન કે ભોગ-પ્રધાન બની જાય છે તો તે અર્થ અને ભોગની શોધમાં દૂર-સુદૂર ક્ષેત્રોમાં ગમનાગમન કરે છે. તે વાયુયાન (વિમાન) દ્વારા આકાશને ઓળંગતો હજારો માઇલ દૂર વસેલા વિદેશોમાં જાય છે, સ્ટીમરો દ્વારા પાણીને ચીરતો દેશ-વિદેશોમાં ભ્રમણ કરે છે. રેલો, બસો કે અન્ય વાહનો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળ સુધી સુદૂરવર્તી ક્ષેત્રોમાં ભટકે છે. આખરે આટલી ઉખાડ-પછાડ કેમ ? દેશ-વિદેશમાં આટલી દોડા-દોડ કેમ ? માત્ર એટલા માટે કે વ્યક્તિએ પોતાના જીવનને અર્થ-પ્રધાન અને ભોગ-પ્રધાન બનાવી દીધું છે? શ્રાવકનું લક્ષ્ય અર્થ અને ભોગ નથી. એનું જીવન ધર્મપ્રધાન જીવન હોય છે, તેથી તે સાદું-સીધું, સંતોષી જીવન વ્યતીત કરે છે. એની પાયાની જરૂરિયાતોની પૂર્તિ સીમિત ક્ષેત્રમાં રહીને પણ થઈ શકે છે. તેથી તે શું કામ દેશ-વિદેશમાં જવાની ખટપટ અને દોડાદોડ કરે? આ જ દૃષ્ટિકોણથી શ્રાવક માટે દિશાઓમાં ગમનાગમન કરવાની મર્યાદાને નિર્ધારિત કરનાર દિશા પરિમાણ વ્રત બતાવવામાં આવ્યું છે. આ વ્રતને ગ્રહણ કરવાથી ગૃહસ્થના સાંસારિક જીવન વ્યવહારમાં કોઈ વ્યવધાન (મુસીબતઅડચણ) નથી આવતું અને ધર્મારાધન પણ વ્યવસ્થિત રૂપે થતી રહે છે. મનની શાંતિ માટે અને ધર્મની આરાધનામાં અનુકૂળતાની દૃષ્ટિએ આ દિશામાં પરિમાણ વ્રતને અંગીકાર કરવો બહુ આવશ્યક છે. સુખ-શાંતિનો મૂળાધાર સંતોષ છે, સત્તા કે સંપત્તિ નહિ. સત્તા કે સંપત્તિની અમર્યાદિત લાલસાના કારણે સુભૂમ ચક્રવર્તી સેના સહિત સમુદ્રના ખોળામાં સમાઈ ગયો. જિનરક્ષિતની દુર્ગતિ થઈ. આ જ અમર્યાદિત લાલસાના કારણે લોકો દેશ-વિદેશોમાં પોતાનો વેપાર-ધંધો ફેલાવે છે, અનેક સત્તાપિપાસુ લોકો બીજા દેશો ઉપર આધિપત્ય જમાવે છે, દિગ્વિજય થવા નીકળે છે અને મહારંભ મહાપરિગ્રહના પાપથી ભારે બનીને અધોગતિનો માર્ગ તૈયાર કરે છે. અતિ લાલસાનું પરિણામ ભયંકર જ હોય છે. તેથી શ્રાવક માટે એ આવશ્યક થઈ જાય છે કે તે પોતાની લાલસાઓને સીમિત કરે અને એને માટે દિશા પરિમાણ વ્રત અંગીકાર કરે. આ વ્રત અંગીકાર કરવાને કારણે મર્યાદિત ક્ષેત્રથી બહારના બધા આસ્ત્રવોનો - બધાં પાપોનો સ્વયંસેવ પરિત્યાગ થઈ જાય છે. દિશા પરિમાણનું સ્વરૂપ રત્નકરંડશ્રાવકાચાર'માં દિશા પરિમાણનું સ્વરૂપ બતાવતાં કહેવામાં આવ્યું છે કે - "दिग्वलयं परिगणितं कृत्वतोऽहं बहिर्न यास्यामि । इति संकल्पो दिग्वतमामृरवणुपापविनिवृत्यै ॥ मकराकर सरिदटवी गिरिजन पद योजनानि मर्यादाः । प्राहुर्दिशां दशानां प्रतिसंहारे प्रसिद्धानि ॥" - રત્નકરંડ શ્રાવકાચાર - ૬૮-૬૯ અર્થાત્ દિશાઓમાં ગમનાગમન કરવા વિશે જે મર્યાદા કરવામાં આવે છે કે – “હું અમુક સ્થાન, નદી, પર્વત, વૃક્ષ, સમુદ્ર, જનપદ, ગામ કે નગરથી અમુક-અમુક દિશામાં (૨૬) 00 0 0 0 0 0 0 0 0 0 જિણધમો ) Page #224 -------------------------------------------------------------------------- ________________ કે બધી દિશાઓમાં એટલા યોજન, કોસ (ગાઉ), માઇલ કે કિલોમીટર વગેરે સુધી જઈશ. એનાથી આગળ નહિ જાઉં, આ પ્રકારની મર્યાદા કરવા, સ્વૈચ્છિક સીમા-પ્રતિબંધ કરવાને, દિશા પરિમાણ વ્રત કહે છે.” | દિશાઓ મુખ્યત્વે ત્રણ માનવામાં આવી છે - (૧) ઊર્ધ્વ દિશા, (૨) અધોદિશા અને (૩) ત્રાંસી દિશા. ત્રાંસી (તિર્યક) દિશાના આઠ ભેદ છે - (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) ઉત્તર (૪) દક્ષિણ. એ ચાર દિશાઓ અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એ ચાર વિદિશાઓ, કુલ આઠ ત્રાંસી દિશાના ભેદ છે. કુલ મળીને દસ દિશાઓ થઈ જાય છે. એ દસે દિશાઓમાં ગમનાગમન કરવાની મર્યાદા કરવી દિશા પરિમાણ વ્રત છે. | દિશા પરિમાણ વ્રતનો સ્વીકાર કરવા માટે શ્રાવકે કોઈ એક સ્થાનને કેન્દ્ર બનાવીને એ સ્થાનથી પ્રત્યેક દિશા માટે આ મર્યાદા કરવી જોઈએ કે હું અમુક દિશામાં આ સ્થાનથી આટલા દૂરથી વધુ નહિ જાઉં. જેમ ઊર્ધ્વ દિશાની મર્યાદા આ પ્રકારની કરી શકાય છે - “હું અમુક કેન્દ્રસ્થાનથી વૃક્ષ, પહાડ, ઘર કે મહેલ ઉપર અથવા વિમાન દ્વારા કોઈ રીતે ઉપરની તરફ આટલી દૂરીથી (અંતરથી) વધુ દૂર નહિ જાઉં.” આમ, અધોદિશાની મર્યાદા આ પ્રકારની કરી શકાય છે . “હું અમુક કેન્દ્રસ્થાનથી નીચેની તરફ જળ-સ્થળ, ખાણ, ભૂમિ-ગૃહ વગેરેમાં આટલા અંતરથી વધુ નીચે નહિ જાઉં.” તિર્ધક દિશાની મર્યાદા કરતાં સમયે એવો સંકલ્પ કરવો જોઈએ કે - “હું પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓ અને ઈશાન વગેરે વિદિશાઓમાં અમુક કેન્દ્રસ્થાનથી આટલા અંતરથી વધુ નહિ જાઉં.” આ વિધિથી ગમનાગમનના ક્ષેત્રને સીમિત કરવાનું પ્રણ કે સંકલ્પ લેવો દિશા પરિમાણ વ્રત કહેવાય છે. દિશા પરિમાણ વ્રત સ્વીકાર કરનાર ગમનાગમનની મર્યાદા આ રીતે પણ કરી શકે છે કે - “હું અમુક દિશામાં, અમુક દેશ, પ્રદેશ, નગર, ગામ, પહાડ, નદી, વન, ઝરણું વગેરેથી આગળ નહિ જાઉં.” અથવા આ રીતે પણ કરી શકીએ છીએ કે - “હું પોતાના મનોનીત કેન્દ્રસ્થાનથી અમુક દિશામાં આટલા દિવસ, પક્ષ કે માસમાં કે આટલા સમયમાં પગપાળા કે અમુક સવારીથી જેટલા દૂર થઈ શકીશ, એનાથી આગળ નહિ જાઉં.” ગમનાગમનની મર્યાદા કોસ (ગાઉ), માઇલ, કિલોમીટર, ફર્ભાગ, ગજ, ફૂટ, હાથ, ઇંચ વગેરેના રૂપમાં પણ કરી શકાય છે. આ વ્રત સ્વીકાર કરનારની ઇચ્છા પર નિર્ભર છે કે તે કોઈપણ ક્ષેત્રને કેન્દ્ર માનીને વ્રત ગ્રહણ કરે. તે આ વાત માટે પણ સ્વતંત્ર છે કે અમુક દિશામાં આવાગમનનું ક્ષેત્ર ઓછું રાખે અને અમુક દિશામાં વધુ રાખે. શ્રાવકે પોતાની પરિસ્થિતિનો વિચાર કરી ગમનાગમન માટે આવશ્યક ક્ષેત્ર ખુલ્લું રાખીને શેષ (બાકીના) ક્ષેત્રમાં ગમનાગમન કરવાનો ત્યાગ કરી લેવો જોઈએ. એ ધ્યાન રાખવું જોઈએ કે દિશા પરિમાણ વ્રતનો સંકલ્પ જીવનભર માટે કરવામાં આવે છે, એક દિવસ-રાત કે ઓછા સમય માટે નહિ. આ વાતને દૃષ્ટિગત રાખીને જ [ ત્રણ ગુપ્તવ્રતા છે. આ જ છે ૨૦) Page #225 -------------------------------------------------------------------------- ________________ જીવનભર માટે બધી દિશાઓમાં ગમનાગમનની સીમા કરવી જોઈએ. માત્ર દિવસ-રાત (અહોરાત્રિ) કે ઓછા સમય માટે કરવામાં આવેલી ગમનાગમનની મર્યાદાની ગણના દેશાવકાશિક વ્રતમાં થાય છે. જે મેદાનમાં ફૂટબોલની રમત રમાય છે, એમાં ખેલાડીઓએ સાવધાની રાખવી પડે છે કે ક્યાંક ફૂટબોલ મેદાનની સીમાથી બહાર ન ચાલ્યો જાય. જો ફૂટબૉલ રમતના મેદાનથી બહાર ચાલ્યો જાય તો ફાઉલ થઈ જાય છે. એમ જ જીવનની રમતનું જે મેદાન શ્રાવકે નિશ્ચિત કર્યું છે, એમાં જ એને ખેલાડી બનીને રમવાનું છે. જેમ મેદાનથી બહાર દડો નિર્ધારિત થાંભલાઓ સિવાય અન્ય સ્થાનથી નીકળવાથી આઉટ થઈ જાય છે. એમ જ વ્રતની સીમાનું અતિક્રમણ હોવાથી અતિચાર અને અનાચાર બંને થઈ શકે છે. અર્થાત્ જેમ દડાને નિર્ધારિત સીમાથી બહાર નીકળી જવાથી આઉટ અને ગોલ બંને થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જીવન ક્ષેત્રના ખેલાડી શ્રાવકને પોતાના મન, વચન, કાયાના દડાને સ્વેચ્છાથી નિશ્ચિત કરેલી સીમાથી બહાર ન જવા દેવો જોઈએ. દિશા પરિમાણ વ્રત એક પ્રકારની લક્ષ્મણ રેખા છે. જેમ સીતાએ (રાવણના સાધુ વેશથી પ્રભાવિત થઈને) લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું તો એના માટે મુસીબત પેદા થઈ ગઈ, એ જ રીતે શ્રાવક જો પોતાની જ ખેંચેલી દિશા મર્યાદા રૂપ લક્ષ્મણ રેખાનું અતિક્રમણ કરશે તો એના જીવનમાં ખતરો પેદા થઈ શકે છે. તેથી વ્રતધારી શ્રાવકને આ વાતની સાવધાની રાખવી જોઈએ કે એ સીમા રેખાનું અતિક્રમણ ન થાય. આ દિશા વ્રત બે કરણ, ત્રણ યોગથી ગ્રહણ કરવામાં આવે છે. અર્થાતુ પ્રત્યેક દિશામાં ગમનની જે મર્યાદા નિશ્ચિત કરી છે, એનાથી આગળ સ્વયં ગમન ન કરવું અને બીજાઓને પણ મર્યાદિત અંતરથી આગળ ન મોકલવું. મન, વચન, કાયાથી આ વ્રતના આચરણથી વૃત્તિ સંકોચ અને મમત્વનો ત્યાગ સહજ બની જાય છે. સાથે ઉત્તરોત્તર વધુ ત્યાગ કરવાની ક્ષમતા વધી જાય છે. દિવ્રતનાં અન્ય વ્રતોનો પ્રભાવ: દિશા પરિમાણ વ્રતના ધારણ કરવા અને સાવધાનીપૂર્વક એનું પાલન કરવાથી શ્રાવકનું આત્મબળ અને ત્યાગબળ વધી જાય છે. સાથે એની દ્વારા ગ્રહીત પાંચેય અણુવ્રતોમાં વધુ તેજસ્વિતા અને ચમક આવી જાય છે. આચાર્ય સમતભદ્ર કહે છે - "अवधेर्बहिरणपापं प्रतिविरतेर्दिग्व्रतानि धारयताम् । पंच महाव्रत परिणतिमणुव्रतानि प्रपद्यन्ते ॥" - - રત્નકરં શ્રાવકાચાર, શ્લો-૭૦ અર્થાત્ “દિશા પરિમાણ વ્રત ધારણ કરનાર શ્રાવકો દ્વારા પ્રત્યેક દિશામાં મર્યાદિત ભૂમિની બહાર સૂક્ષ્મ-સૂક્ષ્મ બધાં પાપોથી નિવૃત્તિ થઈ જવાના કારણે એના પાંચ અણુવ્રત પણ પંચ મહાવ્રતના રૂપમાં પરિણત થઈ જાય છે.” (૨૮) 00000000000 જિણધમો) Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જ્યારે સ્થૂલ અહિંસાણુવ્રત ગ્રહણ કરે છે, તો એને સૂક્ષ્મ આરંભજા, ઉદ્યોગિની તથા વિરોધિની હિંસાનો આગાર રાખ્યો છે. પણ આગાર (છૂટ)ની સ્થૂલ અહિંસા વ્રતમાં સીમા નથી કરી, પણ દિશા પરિમાણ વ્રત સ્વીકાર કરી લેવાથી આ આગારની પણ સીમા થઈ જાય છે. તાત્પર્ય એ છે કે પ્રથમ અણુવ્રતમાં શ્રાવકે જે ત્રણ પ્રકારની સ્થૂલ હિંસા ખુલ્લી રાખી છે, તે પણ દિશા પરિમાણ વ્રત સ્વીકાર કરવાથી સીમિત થઈ જાય છે. અર્થાત્ મર્યાદિત સીમાથી બહારના ક્ષેત્રમાં તે હિંસા પણ બિલકુલ બંધ થઈ જાય છે, એનાથી અહિંસા વતની મર્યાદા વિસ્તૃત થઈ જાય છે, અને આગારમાં રાખેલી આરંભા હિંસાનું ક્ષેત્ર સીમિત થઈ જાય છે. શ્રાવકે સત્યાણુવ્રત સ્વીકાર કરતા સમયે જે સૂક્ષ્મ અસત્યની છૂટ રાખી છે, તે આ દિશા પરિમાણ વ્રતને ધારણ કરી લેવાથી સીમિત થઈ જાય છે, અર્થાતું મર્યાદિત દિશાઓના બહારનાં ક્ષેત્રોમાં તે સૂક્ષમ અસત્યની છૂટ પણ બંધ થઈ જાય છે. આમ, શ્રાવકના સત્યાણુવ્રતમાં આ દિશા વ્રતના કારણે પણ એનો ત્યાગ થઈ જાય છે. શ્રાવકનું ત્રીજું અણુવ્રત સ્થૂલ અદત્તાદાનથી નિવૃત્ત થયું છે. શ્રાવક પૂલ ચોરીનો ત્યાગ તો બધાં ક્ષેત્રો માટે કરે છે, પણ સૂક્ષ્મ ચોરી બધાં ક્ષેત્રો માટે ખુલ્લી છે. દિશા પરિમાણ વ્રત ધારણ કરવાથી તે સૂક્ષ્મ ચોરી પણ એટલા જ ક્ષેત્રમાં સીમિત થઈ જાય છે, જેટલું ક્ષેત્ર શ્રાવકે ગમનાગમન માટે પ્રત્યેક દિશામાં ખુલ્લું રાખ્યું છે. બાકીનાં બધાં ક્ષેત્રોમાં જઈને સૂક્ષ્મ ચોરીનો ત્યાગ થઈ જાય છે. શ્રાવકનું ચોથું અણુવ્રત સ્વદાર-સંતોષ - પરદાર વિરમણ વ્રત કહેવાય છે. શ્રાવક આ વ્રતને પણ એક કારણ, એક યોગથી અર્થાત્ આંશિક રૂપથી જ ગ્રહણ કરે છે. પરસ્ત્રીનો ત્યાગ તો એને માટે બધાં ક્ષેત્રોમાં થાય છે, પરંતુ સ્વસ્ત્રીનો ત્યાગ એને માટે ખુલ્લો છે. તે બધાં ક્ષેત્રો માટે ખુલ્લો છે. પરંતુ દિશા પરિમાણ કરી લેવાથી સ્વસ્ત્રીનું ક્ષેત્ર પણ સીમિત થઈ જાય છે. મર્યાદિત ક્ષેત્રથી બહાર જઈને ન તો તે સ્વસ્ત્રીની સાથે દામ્પત્ય વ્યવહાર કરી શકે છે, ન કોઈને પોતાની પત્ની જ બનાવી શકે છે. આમ, દિશા પરિમાણ વ્રતથી આ ચોથા અણુવ્રતમાં પણ વિશેષતા આવી જાય છે. શ્રાવકનું પાંચમું વ્રત છે પરિગ્રહ પરિમાણ વ્રત. આ અણુવ્રતમાં શ્રાવકે જે પરિગ્રહની મર્યાદા કરી છે, તે બધાં ક્ષેત્રો માટે ખુલ્લી છે. જ્યારે શ્રાવક દિશા પરિમાણ વ્રત ધારણ કરી લે છે, તો તે મર્યાદિત ક્ષેત્રમાં જ સીમિત થઈ જાય છે. મર્યાદિત ક્ષેત્રથી બહાર તો મર્યાદાકૃત અને અમર્યાદાકૃત બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ દિશા પરિમાણ વ્રતીને થઈ જાય છે. આના સિવાય જ્યાં સુધી દિશા પરિમાણ વ્રતનો સ્વીકાર નથી કરવામાં આવતો ત્યાં સુધી તૃષ્ણા ક્ષેત્ર પણ સીમિત નથી હોતું અને ક્ષેત્ર સીમિત ન હોવાથી તૃષ્ણા વધતી જ જાય છે. માટે પંચમ અણુવ્રતમાં પણ દિશા પરિમાણ વ્રતના ગ્રહણ કરવાથી પ્રશસ્તતા આવી જાય છે. K ત્રણ ગુપ્તવ્રતો છે જ છે આજે ૨૯) Page #227 -------------------------------------------------------------------------- ________________ આમ, દિશા પરિમાણ વ્રત પાંચેય અણુવ્રતોમાં એક વિશેષતા, એક ચમક અને ત્યાગ વૃદ્ધિની પ્રગતિ પેદા કરી દે છે. દિશા પરિમાણ વ્રતના અતિચારો : આ વ્રતના આરાધકે પાંચ અતિચારોથી બચવું જોઈએ. શાસ્ત્રીય ભાષામાં આ પાંચ અતિચાર આ પ્રકાર છે - _ उड्ढदिसि पमाणाइक्कम्मे, अहोदिसि पमाणाइक्कम्मे, तिरियदिसि पमाणाइक्कम्मे, खेत्त वुड्ढी, सइअंतरद्धा । અર્થાતુ - દિશા પરિમાણ વ્રતના પાંચ અતિચારો જાણવા યોગ્ય છે, આચરણ કરવા યોગ્ય નહિ. તે પાંચ અતિચારો આ પ્રકાર છે - (૧) ઊર્ધ્વ દિશા પ્રમાણતિક્રમ, (૨) અધોદિશા પ્રમાણાતિક્રમ, (૩) તિર્ય દિશા પ્રમાણતિક્રમ, (૪) ક્ષેત્ર વૃદ્ધિ અને (૫) ઋત્યન્તર્ધાન. (૧) ઊર્ધ્વદિશામાં ગમનાગમન માટે જે ક્ષેત્ર મર્યાદામાં રાખ્યું છે, એ ક્ષેત્રનું અજાણતાં ભૂલથી ઉલ્લંઘન થઈ જવું, ઊર્ધ્વદિશા પરિમાણાતિક્રમ છે. (૨) નીચી દિશામાં ગમનાગમન માટે જે ક્ષેત્ર મર્યાદામાં રાખ્યું છે, એ ક્ષેત્ર મર્યાદાનું અજાણતામાં ઉલ્લંઘન થઈ જવું, અધોદિશા પરિમાણાતિક્રમે છે. (૩) ચારેય દિશાઓ ને ચારેય વિદિશાઓમાં ગમનાગમનનું જ ક્ષેત્ર પરિમાણ કર્યું છે, એ ક્ષેત્ર મર્યાદાનું અસાવધાનીથી અજાણતા અતિક્રમણ કરવું, તિર્યમ્ દિશા પરિમાણાતિક્રમ છે. (૪) ચોથું અતિચાર ક્ષેત્ર વૃદ્ધિ છે. આનો અર્થ એ છે કે એક દિશા માટે કરવામાં આવેલી સીમાને ઓછી કરીને બીજી દિશાની સીમામાં જોડીને બીજી દિશાની સીમા વધારી દેવી. જેમ કોઈ વ્યક્તિએ વ્રત લેતાં સમયે પૂર્વ દિશામાં ગમનાગમન કરવાની સીમા ૧૦૦ કોસ(ગાઉ)ની રાખી હોય, પરંતુ કેટલાક દિવસોના અનુભવ પછી એને જ્ઞાત થાય છે કે પૂર્વ દિશામાં એને સો કોસ સુધી જવાની આવશ્યકતા નથી અને પશ્ચિમ દિશામાં એને મર્યાદિત ક્ષેત્રથી વધુ જવાનું કામ પડે છે. તેથી પૂર્વદિશા માટે નિયત મર્યાદામાં પચીસ કોસ ઓછું કરીને પશ્ચિમ દિશાની નિયત મર્યાદામાં જો તે વૃદ્ધિ કરે છે, તો આ ક્ષેત્ર વૃદ્ધિ નામનો અતિચાર છે. વ્રતધારી એવું સમજે છે કે એણે એક દિશાનું ક્ષેત્ર ઘટાડી દીધું છે, પછી અતિચાર કેમ લાગશે? જો કે એને પોતાના મર્યાદિત ક્ષેત્રને ઘટાડવાનો અધિકાર તો છે, પરંતુ બીજી તરફની દિશામાં કરવામાં આવેલી મર્યાદાને વધારવાનો એને અધિકાર નથી. છતાં બીજી દિશામાં કરવામાં આવેલી વૃદ્ધિથી વ્રતનો ભંગ થવાની શંકા કરી શકાય છે, પરંતુ આ વૃદ્ધિ અન્ય દિશાની મર્યાદામાં કરવામાં આવેલી કમીપૂર્વક છે, તેથી વ્રતની સાપેક્ષતા હોવાથી તે વૃદ્ધિ વ્રત ભંગ નથી પણ વ્રતનો અતિચાર માનવામાં આવી છે. (૩૦) છે. જ જે જિણધામો) Page #228 -------------------------------------------------------------------------- ________________ (૫) આ વ્રતનો પાંચમો અતિચાર છે સ્મૃતિનું લુપ્ત થઈ જવું. કેટલીક વાર વ્રતધારી પ્રત્યેક દિશામાં નિયત કરેલી પોતાની ક્ષેત્ર મર્યાદાને ભૂલીને મર્યાદિત ક્ષેત્રથી આગળ ચાલ્યો જાય છે, અથવા કદાચ હું મર્યાદિત ક્ષેત્ર સુધી તો આવી ગયો છું, આ પ્રકારની સંદિગ્ધ અવસ્થામાં પણ આગળ વધતા જવું, સ્મૃતિ-અંતર્ધ્યાન નામનો અતિચાર છે. પ્રત્યેક દિશા પરિમાણ વ્રતધારી શ્રાવકને ઉક્ત પાંચ અતિચારોથી સાવધાનીપૂર્વક બચવું જોઈએ. એને નિરતિચાર રૂપથી આ વ્રતની આરાધના કરવી જોઈએ. નિરતિચાર રૂપથી આ વ્રતની આરાધના કરનાર સદ્ગૃહસ્થ શ્રાવક પોતાનાં મૂળ અણુવ્રતોમાં વિશેષતા લાવી શકે છે. ૪ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત શ્રાવકનું બીજું ગુણવ્રત ઉપભોગ-પરિભોગ, પરિમાણ વ્રત છે. આ વ્રતમાં રોજ-રોજ ઉપયોગમાં આવતી વસ્તુઓની મર્યાદા કરવામાં આવી છે. વિવેકવાન સદ્ગૃહસ્થ શ્રાવક રોજબરોજના ઉપયોગમાં આવતી પદાર્થોની એક મર્યાદા નિશ્ચિત કરી લે છે અને એના સિવાય બધા ઉપભોગ-પરિભોગ યોગ્ય પદાર્થોનો ત્યાગ કરી દે છે. આમ, સ્વેચ્છાથી ઉપભોગ્ય તથા પરિભોગ્ય પદાર્થોની મર્યાદા કરી લેવી ઉપભોગ-પરિભોગ-પરિમાણ વ્રત કહેવાય છે. મનુષ્યનું જીવન ભોગોપભોગ માટે નથી. સાચા અર્થોમાં આ માનવજીવન મોક્ષની સાધના માટે પ્રયત્ન કરવા હેતુ છે. તેથી વિવેકી શ્રાવક ભોગોની પાછળ આંધળો થઈને નથી દોડતો, પણ પોતાની પરિસ્થિતિ, શક્તિ, રુચિ, હેસિયત અને આર્થિક ક્ષમતાનો વિવેક કરીને ભોગોની મર્યાદા કરે છે. તેથી એને માટે ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત આવશ્યક બતાવવામાં આવ્યા છે. શ્રાવક જે-જે પદાર્થોનો ઉપભોગ-પરિભોગ કરે છે, એની પાછળ એની દૃષ્ટિ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થઈને એમને પોષતાં રહેવાની ન હોવી જોઈએ. સામાન્ય રીતે સાંસારિક પદાર્થોના ઉપભોગ બે કારણોથી થાય છે - એક તો શરીર૨ક્ષા માટે અને બીજું ભોગવિલાસોની પ્રાપ્તિ માટે. આ બંને કારણોમાંથી શ્રાવકે બીજા કારણથી ઉપભોગ-પરિભોગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. અનિવાર્ય શરીરરક્ષા માટે કરવામાં આવતા ઉપભોગપરિભોગ વિશે પણ આ મર્યાદા રાખવી જોઈએ કે હું અમુક-અમુક પદાર્થોનો જ ઉપભોગપરિભોગ કરીશ, બાકીનો નહિ. આ વ્રતનો ઉદ્દેશ્ય શ્રાવકને જીવન જીવવાની એવી કળા શીખવાડે છે, જેનાથી તે અનિવાર્ય કારણવશ સેવન કરનાર પદાર્થોનો પણ વિવેકપૂર્વક મર્યાદાપૂર્વક ઉપભોગ કરતાં-કરતાં પોતાનું જીવન સુખ-શાંતિપૂર્વક વિતાવી શકે. સંસારમાં મુખ્યત્વે લોકો બે રીતનું જીવન જીવે છે : એક તો ઇન્દ્રિયજન્ય વિષયોની પૂર્તિ માટે અંધાધુંધ, અવિવેકપૂર્વક પદાર્થોનો ઉપભોગ કરીને અને બીજું વિવેકપૂર્વક ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત ૩૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ શરીરરક્ષા માટે અનિવાર્ય પદાર્થોનો ઉપભોગ કરીને. બીજા પ્રકારથી જીવન જીવનારી વ્યક્તિઓ સાતમું વ્રત ગ્રહણ કરીને પોતાના જીવનના કલાકાર બને છે. તે પોતાના જીવનને મિતવ્યયી, ર્તિમાન તથા સ્વસ્થ-સશક્ત બનાવીને યથાશક્તિ તપ, ત્યાગ તથા ચારિત્ર પાલન દ્વારા પૂર્ણ આત્મિક વિકાસની તરફ લઈ જાય છે. ઓછો ઉપભોગ વધુ સુખ : મનુષ્યજીવનની જે પ્રાથમિક અને અનિવાર્ય આવશ્યકતાઓ છે, એમની પૂર્તિ માટે વિચાર કરતા સમયે ગૃહસ્થ આ સ્વર્ણિમ સૂત્રને યાદ રાખવું જોઈએ કે - “જેટલો ઓછો ઉપભોગ, એટલું જ વધુ સુખ.” એને ચિંતન કરવું જોઈએ કે વસ્તુઓ અસીમ છે, પદાર્થોની કોઈ ગણતરી નથી, વ્યક્તિ એકલી છે, એકલી વ્યકિતને આટલી બધી ચીજોની આવશ્યકતા પણ નથી. એ વસ્તુઓ જે એના સ્વાથ્ય, ધર્મ અને નીતિને નષ્ટ કરનાર છે, દારૂ, માંસ વગેરે તો સર્વથા ત્યાજ્ય છે. એમનો ત્યાગ તો અનિવાર્ય છે અને પછી તે ચીજો, જે એના દૈનિક જીવનમાં કામ નથી આવતી, એમને પણ ઉપભોગ્ય વસ્તુઓની સૂચીમાંથી કાઢી દેવી જોઈએ. એ પછી જેટલા પ્રકારની વસ્તુઓ રહે, તે પણ બધી ઉપભોગમાં નથી આવતી. તેથી એનો પણ ત્યાગ કરીને એ ચીજોની સંખ્યા કે માત્રા નિયત (નક્કી) કરી લે. એ રીતે શ્રાવક અનેક પ્રકારની વસ્તુઓનો પ્રચુર માત્રા કે સંખ્યામાં ત્યાગ કરીને પછી નિયત વસ્તુઓનો નિશ્ચિત માત્રા કે સંખ્યામાં ઉપભોગ કરે છે, તો એના જીવનમાં જ્ઞાન તથા વિવેકનો પ્રકાશ વધતો જાય છે. એની સ્વાશ્ય તથા સુખ-શાંતિનો લાભ પણ મળે છે. બીજી વ્યક્તિ પણ એ પદાર્થોથી વંચિત નથી રહેતી. જો ઊંડાણપૂર્વક વિચારવામાં આવે તો ભોગોથી જે સુખ મળે છે, તે વિદ્યુતની જેમ ચંચળ અને ક્ષણિક છે, જ્યારે ત્યાગનું સુખ સૂર્યના પ્રકાશની સમાન સ્થિર હોય છે. કેટલાક પદાર્થ - તો મનુષ્યને પ્રાપ્ત ન હોય ત્યાં સુધી રમણીય અને આકર્ષક લાગે છે, પ્રાપ્ત થઈ ગયા પછી એમાં ગ્લાનિ તથા અરુચિ થવા લાગે છે. ખૂજલીને ખણવાની જેમ કામજન્ય ભોગ પ્રારંભમાં સુખકર પ્રતીત થાય છે, પરંતુ એનું પરિણામ દુષ્કર હોય છે, કામ-ભોગોથી મનુષ્યને અરુચિ થવા લાગે છે અને તેને પોતાના જીવનથી રસ ઉડી જાય છે. “આગમ'માં કહેવામાં આવ્યું છે - "खणमित्त सुक्खा बहुकाल दुक्खा, पगामदुक्खा, अणिगामसुक्खा ।। संसार-मोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ काम भोगा ॥" - ઉત્તરા, અ-૧૪, ગા-૧૩ ભોગ ક્ષણમાત્ર માટે જ સુખકારક છે, પરંતુ પછી તે લાંબા કાળ સુધી દુઃખદાયી હોય છે. ભોગોમાં બહુ અધિક દુઃખ છે, અલ્પ સુખ છે. ભોગ સંસારમુક્તિનો શત્રુ છે અને અનર્થની ખાણ છે.” ભોગપૂર્ણ જીવનમાં ક્યારેય સંતોષ અને સુખ નથી હોતું. અસંતોષનું પરિણામ દુઃખ જ હોય છે. તેથી ભગવાન મહાવીરે શ્રાવકોને ઉપભોગ-પરિભોગ-પરિમાણ વ્રતનો સ્વીકાર (૩૨) છે જે તે જિણધમો) Page #230 -------------------------------------------------------------------------- ________________ કરીને, ભોગોની મર્યાદા કરીને, સુખ-શાંતિ તથા સંતોષથી યુક્ત જીવન વિતાવવાનો સંદેશ આપ્યો છે. ભારતીય તત્ત્વવિદોએ કહ્યું છે કે - “અમે ભોગોનો ઉપભોગ નથી કર્યો, ભોગોએ જ અમારો ઉપભોગ કરી નાખ્યો.” આ અનુભવ સિદ્ધ તથ્ય છે કે - “જ્યારે મનુષ્ય ભોગોનો ગુલામ બની જાય છે, પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈને નચાવે એમ નાચે છે, ત્યારે તે પોતાના સ્વરૂપને ભૂલીને ભોગોનું આકંઠ સેવન કરવા માંગે છે, તે કેટલું કરી શકે છે, એ તો ચિંતનીય જ છે, છતાંય ભોગોની ભૂખ તો મટતી જ નથી. તે મનુષ્યને એનાં સમસ્ત શુભ કાર્યોને તથા ગુણોને લઈ ડૂબે છે. ભોગના અતિ સેવનથી વ્યક્તિ કર્મબંધન કરી લે છે અને જ્યારે એના ફળને ભોગવવાનો પ્રસંગ (સમય) આવે છે ત્યારે એને ખબર પડે છે કે ભોગોને મેં શું ભોગવ્યો, ભોગોએ જ મને પોતાનો શિકાર બનાવી લીધો છે.' ભગવાન મહાવીર ફરમાવે છે કે – “જો તમે પોતાના જીવનના બાદશાહ બનવા માંગતા હોવ તો શરીર, ઇન્દ્રિયો અને મનના વિષયભોગોના ગુલામ ન બનો. ભોગોના ગુલામ બનશો તો ઇન્દ્રિયો, શરીર અને મન ઉપર આધિપત્ય કરવાને બદલે, એ ત્રણેય તમારા ઉપર આધિપત્ય કરવા લાગશે.” આ ત્રણેય ઉપર આધિપત્ય કરવાનું જ નામ છે - પોતાના જીવનના બાદશાહ બનવું. જીવનના બાદશાહ બનવાનો સૌથી આસાન રસ્તો છે - ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના પાલનનો અભ્યાસ કરવો. ત્યારે તમે ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થોના ગુલામ ન બનીને એમને પોતાના આધીન બનાવી શકશો. દેવાનુપ્રિયો ! આ સાંસારિક કામભાગોના ગુલામ બનીને પોતાની જિંદગીને બરબાદ ન કરો, દુઃખી ન બનાવો. પોતાની આત્મશક્તિને પ્રગટ કરો. ત્યાગથી જ આત્મશક્તિ પ્રગટ થશે. પોતાના જીવનના બાદશાહ બનો. ભોગોની ગુલામીથી ભોગ તમારા પર હાવી થઈ જશે તો એ તમારી દુર્દશા કરી નાખશે. તમે સમર્થ હોવા છતાંય ભોગોની ગુલામીની મનોવૃત્તિના કારણે પોતાની શક્તિને નહિ ઓળખી શકો અને કંઈપણ નહિ કરી શકો. જે ભોગોના ગુલામ છે તે જીવનના સ્વામી કે બાદશાહ નથી થઈ શકતા. એમની હંમેશાં એ જ ફરિયાદ રહે છે કે - “શરીર મારી આજ્ઞામાં નથી ચાલતું, આ ઇન્દ્રિયો મારું કહેવું નથી માનતી. કાન મારા વશમાં નથી, આંખો મારા આદેશનું પાલન નથી કરતી. મને મારી વાત નથી માનતું.' આત્મશકિતનો સાચો વિકાસ પદાર્થોના ઉપભોગમાં નથી, ત્યાગમાં છે. ત્યાગની શક્તિ જેટલી વધશે એટલી જ પદાર્થની પરાધીનતાથી છુટકારો મળશે અને એટલી જ આત્મશક્તિ વધશે. તેથી પદાર્થોના ત્યાગ દ્વારા આત્મશકિત વધારવાનો સર્વોત્તમ ઉપાય સાતમું વ્રત છે. ઉપાસક દશાંગ સૂત્ર'માં આનંદ શ્રમણોપાસકની જીવનચર્યાનું સ્પષ્ટ વર્ણન છે. બાર કરોડ સ્વર્ણ મુદ્રાઓના સ્વામી આનંદ શ્રમણોપાસક કેટલી સાદી-સીધી અને જીવન માટે ઉપયોગી અલ્પથી અલ્પ વસ્તુઓ પોતાના ઉપભોગ-પરિભોગ માટે રાખે છે. આ એક સ્પષ્ટ (મજબૂત) સત્ય છે કે જે મનુષ્ય પોતાના આત્માનો વિકાસ ચાહે છે, આત્મશક્તિ વધારવા માગે, એના માટે આવશ્યક છે કે તે ઓછામાં ઓછી ચીજોનો સંગ્રહ અને ઉપભોગ કરે. દૂ ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત ૦૩૩) Page #231 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાતોને સીમિત કરી લેવાથી જીવનમાં ઘણી શાંતિ મળે છે. મર્યાદાથી બહારના કોઈ પદાર્થના ઉપભોગ-પરિભોગની લાલસા નથી રહેતી. જેની જરૂરિયાતો જેટલી વધુ હશે, એને એમની પૂર્તિ માટે એટલું જ વધુ પાપ, પ્રવૃત્તિ કે આરંભ કરવો પડશે. એનાથી વિપરીત જેની જરૂરિયાતો જેટલી ઓછી હશે, એને એટલી પ્રવૃત્તિ કે આરંભ નહિ કરવો પડે, તે ધર્મકાર્ય માટે પર્યાપ્ત સમય બચાવી શકશે. વધુ પાપ કે આરંભથી પણ તે પોતાને બચાવી શકશે. આ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનો ઉદ્દેશ્ય એ છે કે શ્રાવકનું જીવન મર્યાદિત વિવેક સંપન્ન, સાદું અને સંયમ પોષક થાય. મૂળ વ્રતોમાં પ્રશસ્તતા આ વ્રતનો સ્વીકાર કરવાથી મૂળ વ્રતોનો વિકાસ થાય છે. પાંચ મૂળ વ્રતોના ધારક શ્રાવકને એ વ્રતોની સુરક્ષા અને વૃદ્ધિના ઉદ્દેશ્યથી વૃત્તિનો સંકોચ કરવો આવશ્યક છે. આ હેતુથી છઠ્ઠા દિગ્પરિમાણ વ્રત લીધું છે આ વ્રતથી મર્યાદિત ક્ષેત્રથી બહારનું ક્ષેત્ર તથા ત્યાંના પદાર્થ વગેરેથી તો શ્રાવક વિરત થઈ જાય છે, પરંતુ મર્યાદિત ક્ષેત્રના અંતર્ગત પદાર્થોનો ઉપભોગ-પરિભોગ તો સર્વથા ખુલ્લો રહે છે, એમની સીમા નથી રહેતી, જેનાથી જીવન અનિયંત્રિત રહે છે. અસંયમિત જીવનવાળાનાં મૂળ વ્રતો નિર્મળ નથી રહી શકતાં. આ વાતને દૃષ્ટિગત રાખીને આ સપ્તમ્ વ્રત બતાવ્યું છે. એનો સ્વીકાર કરવાથી મર્યાદિત ક્ષેત્રાંતર્ગત પદાર્થોના ઉપભોગ-પરિભોગની મર્યાદા થઈ જાય છે. આમ, મૂળ વ્રતોનો સ્વીકાર કરવાથી જે અવ્રત શેષ રહી જાય છે, તે દિગ્પરિમાણ વ્રત ધારણ કરવાથી ક્ષેત્રથી અને ઉપભોગ-પરિભોગ પરિમાણના સ્વીકારથી-દ્રવ્યથી સંકુચિત થઈ જાય છે. આમ, મૂળવ્રત એના કારણે પ્રશસ્ત બને છે. તેથી ભગવાન મહાવીરે ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થો તથા વ્યવસાયોની મર્યાદા-હેતુ આ સાતમું વ્રત બતાવ્યું છે. વર્તમાન યુગમાં ભોગોની વધતી જતી લાલસા, ઉચ્છંખલતા, સંયમહીનતા, અનુશાસનહીનતા, સ્વાદવૃત્તિ તથા સ્વેચ્છાચારિતાને જોતાં-જોતાં આ સંબંધમાં સ્વેચ્છાકૃત મર્યાદાની કેટલી આવશ્યકતા છે, આ સહજ જ સમજી શકાય છે. જે મનુષ્ય પોતાના ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થો તથા વ્યવસાયના સંબંધમાં મર્યાદાબદ્ધ છે, એનું જીવન સુખી, વિશ્વસનીય અને પરમાર્થનિષ્ઠ થાય છે. સ્વરૂપ અને પ્રકાર ઉપભોગ-પરિભોગનો સામાન્ય અર્થ થાય છે - જીવનનિર્વાહ માટે અથવા શરીરધારણ કે શ૨ી૨૨ક્ષા માટે પદાર્થોની મર્યાદા કરવી અર્થાત્ નિયત માત્રમાં એમનું સેવન કરવું. ‘આવશ્યક વૃત્તિકાર’ ઉપભોગ-પરિભોગની પરિભાષા આ પ્રકાર કરે છે ७३४ ૩૫મો: મોઃ स चाशनपानानुलेपनादीनाम् । परिभोगस्तु पुनर्पुनः भोग्यः स चासन- वसन-शयन वनितादीनाम् ॥” જિણધો Page #232 -------------------------------------------------------------------------- ________________ - એક પદાર્થ એક વાર સેવન કર્યા પછી તત્કાળ કે સમયાંતરમાં જે પુનઃ સેવન ન કરી શકાય એને “ઉપભોગ” કહે છે. જેમ કે ભોજન, પાણી, અંગ, વિલેપન વગેરે. એનાથી વિપરીત જે વસ્તુ એક વારથી વધુ વાર પણ સેવન કરી શકાય છે, એને “પરિભોગ' કહે છે. જેમ કે આસન, પથારી, વસ્ત્ર, વનિતા વગેરે. રત્નકરંડશ્રાવકાચારમાં ઉપભોગપરિભોગના બદલે ભોગ અને ઉપભોગ શબ્દ પ્રયુક્ત થાય છે, જેમનો અર્થ પણ પૂર્વવત્ જ છે. એવા ઉપભોગ અને પરિભોગના યોગ્ય પદાર્થોના વિષયમાં એવી મર્યાદા કરવી કે અમુક-અમુક પદાર્થોના સિવાય શેષ પદાર્થોનો ઉપભોગ-પરિભોગ નહિ કરું, આ મર્યાદાને “ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત' કહે છે. શાસ્ત્રકારોએ આ વ્રતને ગ્રહણ કરવામાં સુવિધાની દૃષ્ટિએ ૨૬ પ્રકારના ઉપભોગપરિભોગ પદાર્થોની એક સૂચી આપી છે. આ સૂચીના આધારે વ્રતધારી એ પ્રકારના પદાર્થોના ઉપભોગ-પરિભોગની મર્યાદા કરે છે કે - “અમુક-અમુક પદાર્થોનું સેવન ન કરું. અમુક પદાર્થ એટલી વારથી વધુ વાર કામમાં નહિ લઉં, એટલા સમયથી પૂર્વ કે પશ્ચાત્ બનેલી ચીજનો ઉપભોગ નહિ કરું, અમુક સમય પર જ અમુક પદાર્થ કામમાં લઈશ, અમુક પદાર્થ આટલા સમય સુધી જ કામમાં લઈશ, એના પછી નહિ. આ રીતે પદાર્થોના ઉપભોગ કે પરિભોગ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી મર્યાદા કરવી જ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત છે. શાસ્ત્રકાર દ્વારા બતાવવામાં આવેલા ૨૬ બોલઃ (૧) ઉલ્લણિયા વિહિ: પ્રાતઃકાળ ઊઠતાં જ શૌચક્રિયા વગેરેથી નિવૃત્ત થઈને હાથ-મોં ધોયા પછી એને સાફ કરવા માટે વસ્ત્રની જરૂરિયાત થાય છે, જેને રૂમાલ, ટુવાલ, અંગરખુ વગેરે કહે છે. એની મર્યાદા કરવી “ઉલ્લણિયા વિહિ પરિમાણકહેવાય છે. (૨) દંતવણ વિહિ ? રાત્રિમાં ઊંઘતા સમયે મોંમાં થોસાચ્છવાસના વાયુ દ્વારા જે નિકૃષ્ટ પુગલ એકત્રિત થઈ જાય છે, એમને દૂર કરવા અને મુખશુદ્ધિ માટે દાતણ કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં લોકો બાવળ, લીમડા, મુળેઠીની લાકડીથી દાતણ કરતા હતા. આજકાલ લગભગ બધા દંતમંજન કે ટૂથપેસ્ટથી દાતણ કરે છે. દંતધાવનથી સંબંધિત પદાર્થોના, વિષયમાં મર્યાદા કરવી દંતવણ વિહિ પરિમાણ' કહેવાય છે. (૩) ફલ વિહિઃ દાતણ કર્યા પછી વાળ અને માથાની સ્વચ્છતા માટે પૂર્વકાળમાં આંબળા, અરીઠા વગેરે ફળનો ઉપયોગ કરવામાં આવતો હતો. વર્તમાન સમયમાં સાબુ વગેરે દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. વાળ તથા માથાની સ્વચ્છતા-હેતુ આવશ્યક પદાર્થોની મર્યાદા કરવી “ફલ વિહિ પરિમાણ” છે. (૪) અભંગણ વિહિઃ ત્વચા (ચામડી) સંબંધિત વિકારોને દૂર કરવા અને શરીરમાં રકતસંચાર કરવા હેતુ જે તેલ વગેરે દ્રવ્યોથી શરીર ઉપર માલિશ કરવામાં આવે છે, એ દ્રવ્યોની મર્યાદા કરવી તે “આભંગણ વિધિ પરિમાણ' છે. [ ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત કરે છે, છ૩૫) Page #233 -------------------------------------------------------------------------- ________________ (૫) ઉવટ્ટણ વિહિ ? શરીર પર જામેલા મેલને હટાવવા તથા શરીરમાં ર્તિ તથા શક્તિ લાવવા માટે પીઠી લગાવવામાં આવે છે. આ પીઠી વિશે મર્યાદા કરવી વિટ્ટણ વિહિ પરિમાણ છે. (૬) મwણ વિહિઃ સ્નાનના સંબંધમાં મર્યાદા કરવી કે - “હું આટલી વારથી વધુ વાર કે અમુક પ્રકારના આટલા જળથી વધુ જળનો વ્યય નહિ કરું,” આ “મજ્જણ વિહિ પરિમાણ છે. (૦) વત્થ વિહિઃ વસ્ત્રના સંબંધમાં મર્યાદા કરવી કે - “હું અમુક પ્રકારના આટલા વસ્ત્રથી વધુ વસ્ત્ર ધારણ નહિ કરું.” આ પ્રકારની વસ્ત્ર સંબંધી મર્યાદા કરવી “વત્થ વિહિ પરિમાણ છે. (૮) વિલવણ વિહિઃ શરીરમાં શીતળતા પ્રદાન કરનાર ચંદન વગેરે સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરવામાં આવે છે. એ દ્રવ્યોની મર્યાદા કરવી ‘વિલવણ વિહિ પરિમાણ' છે. (૯) પુષ્ક વિહિ ? પુષ્પોની મર્યાદા કરવી કે - “અમુક વૃક્ષનાં આટલાં પુષ્પોના સિવાય અન્ય તથા વધુ ફૂલ ઉપયોગમાં નહિ લઉં.” આ “પુષ્ક વિહિ પરિમાણ છે. આજકાલ પુષ્પના બદલે અત્તર, ગુલાલ (ફુલેલ) નું પ્રચલન છે. એમની મર્યાદા પણ એના અંતર્ગત સમજવી જોઈએ. (૧૦) આભરણ વિહિ ઃ શરીર પર ધારણ કરવામાં આવતાં આભૂષણોની મર્યાદા કરવી કે - “હું આટલા મૂલ્ય કે આટલા વજનના અમુક આભૂષણ સિવાય અન્ય આભૂષણોનો ઉપયોગ નહિ કરું.’ આ “આભરણ વિહિ પરિમાણ” છે. (૧૧) ધૂપ વિહિ : નિવાસ વગેરે સ્થાનોમાં સ્વાથ્યની દૃષ્ટિએ વાયુશુદ્ધિ માટે ધૂપ વગેરેના ઉપયોગનું પરિમાણ કરવું “ધૂપ વિહિ પરિમાણ છે. - ઉક્ત અગિયાર બોલ એવી ચીજોથી સંબંધિત છે, જે શરીરની રક્ષા માટે છે અથવા જેનાથી શરીરમાં સ્ફર્તિ કે સ્વસ્થતા આવે છે. એનાથી આગળના ૧૦ બોલોમાં એવી વસ્તુઓની વિધિનું પરિમાણ સૂચિત કરવામાં આવ્યું છે, જે શરીરને શક્તિ પ્રદાન કરનાર છે. (૧૨) પેન્જ વિહિ : પ્રાતઃકાળે નાસ્તાના સમયે જે પેય પદાર્થ લેવામાં આવે છે, એ પેય પદાર્થો (દૂધ, શરબત, મધ્રો વગેરે)નું પરિમાણ કરવું “પેન્જ વિહિ પરિમાણ છે. (૧૩) ભખણ વિહિઃ નાસ્તાના સમયે જે પદાર્થ ખાવામાં આવે છે, જેમ કે મીઠાઈ, બિસ્કિટ વગેરે, એમનું પરિમાણ કરવું ‘ભખણ વિહિ પરિમાણ' છે. (૧૪) ઓદણ વિહિ ? ઓદનમાં એ દ્રવ્યોનો સમાવેશ છે, જે વિધિપૂર્વક અગ્નિ ઉપર બનાવીને ખાવામાં આવે છે. જેમ કે ચોખા, થુલી, ખીચડી વગેરે. એવી ચીજોની મર્યાદા કરવી “ઓદણ વિહિ પરિમાણ' છે. (૧૫) સૂપ વિહિ : સૂપમાં એ ભોજ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. જે દાળ, સૂપ વગેરેના રૂપમાં રોટલી કે ભાતના સાથે ખાવામાં આવે છે. એવી વસ્તુઓની મર્યાદા કરવી સૂપ વિહિ પરિમાણ” છે. (૩૦) જિણધમો) Page #234 -------------------------------------------------------------------------- ________________ (૧૬) વિગચ વિહિ ઃ વિગયમાં એ પદાર્થો છે, જે ભોજનને પૌષ્ટિક બનાવે છે. વિગય પાંચ માનવામાં આવ્યા છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ (ખાંડ કે ખાંડ વગેરેથી બનાવેલી મીઠાઈ). આ પાંચેય વિકૃતિ ઉત્પન્ન કરનાર હોવાથી વિગય કહેવાય છે. એમની મર્યાદા કરવી વિગય વિહિ' છે. મધ અને માખણ વિશેષ વિકૃતિ પેદા કરનાર હોવાથી વિશેષ વિગય છે. વિશેષ કારણ વગર શ્રાવકને એમનું સેવન ન કરવું જોઈએ. મધ અને માંસ વિગયા (બહુ જ વિકૃતિ પેદા કરનાર) છે. એનાથી બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય છે અને એ ત્રસ જીવોના ઘાતથી ઉત્પન્ન થાય છે, તેથી એ શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય છે. (૧૦) સાગ વિહિ : ભોજનના સાથે વ્યંજનના રૂપમાં ખાવામાં આવતા પદાર્થોને શાક કે સાગ કહે છે. એ લીલાં અને સૂકાં બંને પ્રકારનાં હોય છે. શાકના વિષયમાં મર્યાદા કરવી “સાગ વિહિ પરિમાણ” છે. (૧૮) માહુર વિહિ ? મધુર તથા લીલાં-સૂકાં ફળોની મર્યાદા કરવી “માહુર વિહિ પરિમાણ છે. મધુર લીલાં ફળોમાં કેરી, કેળાં, દાડમ, દ્રાક્ષ વગેરે છે, સૂકાં ફળોમાં બદામપિસ્તા-કિસમિસ વગેરે સૂકા મેવા છે. ' (૧૯) જીમણ વિહિ? જે પદાર્થ ભોજનના રૂપમાં સુધા નિવારણાર્થ ખાવામાં આવે છે. જેમ કે રોટલી, પૂરી, પરોઠા, બાટી વગેરે તે જીમણ કહેવાય છે. આ પ્રકારનાં દ્રવ્યોની મર્યાદા કરવી “જીમણ વિહિ પરિમાણ' છે. (૨૦) પાણી વિહિ ઃ વિવિધ પ્રકારના પેય જળોની મર્યાદા કરવી. પાણીના ઉષ્ણોદક, શીતોદક, વરસાદનું જળ, ખારું-મીઠું વગેરે અનેક ભેદ છે. “અમુક સ્થાનના, અમુક નામના, અમુક પ્રકારના, અમુક પ્રમાણમાં જળનો ઉપયોગ કરીશ, અન્ય પાણીનો નહિ.” આ પ્રકારની મર્યાદા કરવી “પાણી વિહિ પરિમાણ' છે. (૨૧) મુખવાસ વિહિ ? મુખવાસમાં એ પદાર્થોની ગણના કરવામાં આવે છે જે ભોજન પછી મુખશુદ્ધિ માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે સોપારી, પાન, એલચી. આ પ્રકારના મુખવાસના સંબંધમાં પરિમાણ કરવું “મુખવાસ વિહિ પરિમાણ' છે. (૨૨) વાહન વિહિ ? વાહનમાં એ પદાર્થોની ગણના કરવામાં આવે છે. જેના ઉપર ચડીને ભ્રમણ કે પ્રવાસ કરવામાં આવે છે. જેમ કે હાથી, ઘોડા, ઊંટ, બળદગાડી, રથ, પાલખી, નાવ, વિમાન, રેલવે (રેલગાડી), મોટર વગેરે. ઉક્ત સવારીથી મર્યાદા કરવી “વાહણ વિહિ પરિમાણ છે. (૨૩) ઉવાણહ વિહિ : ઉપાનહમાં એ ચીજોની ગણના કરવામાં આવે છે, જે પગોની રક્ષા માટે પગમાં પહેરવામાં આવે છે. જેમ કે બૂટ, ચંપલ, સેન્ડલ, ખડાઉ, મોજા વગેરે. આ બધાની યથાવશ્યક મર્યાદા કરવી “ઉપાણહ વિધિ પરિમાણ” છે. (૨૪) શયણ વિહિ : શયનમાં એ બધી ચીજોનો સમાવેશ થાય છે, જે ઊંઘવાબેસવાના કામમાં આવે છે. જેમ કે પલંગ, ખાટલો, પાટ, આસન, ગાદી, ગાદલું, પાથરણું, [ ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત છે. જે ૩૦) Page #235 -------------------------------------------------------------------------- ________________ ટેબલ, ખુરશી, સોફા, બાજોઠ વગેરે. આ પદાર્થોની યથાવશ્યક મર્યાદા કરવી ‘શયણ વિહિ પરિમાણ' છે. (૨૫) સચિત્ત વિહિ : એમાં સચિત્ત (સજીવ) પદાર્થોની મર્યાદા કરવામાં આવે છે. જે અચિત્ત કર્યા પછી જ ખાવામાં આવે છે, જેમના સ્પર્શથી મુનિ બચે છે. વાસ્તવમાં શ્રાવકને જ્યાં સુધી સંભવ હોય, સચિત્ત પદાર્થના ઉપભોગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તે શ્રમણોપાસક છે. શ્રમણોપાસકનો અર્થ શ્રમણોની ઉપાસના કરનાર હોય છે. શ્રમણોની ઉપાસના તે એમને અચિત્ત (પ્રાસુક) આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર વગરે આપીને જ કરી શકે છે. જો તે જ સચિત્ત ભોજી હશે તો સાધુ-સાધ્વીઓને અચિત્ત ભોજન ક્યાંથી આપી શકશે ? તેથી શ્રાવકે અચિત્ત ભોજી હોવું જોઈએ. એવું સંભવ ન હોય તો સચિત્ત પદાર્થોની મર્યાદા કરી લેવી જોઈએ. (૨૬) દવ્ય વિહિ : ઉપર્યુક્ત બોલોમાંથી જે સચિત્ત કે અચિત્ત ખાદ્ય પદાર્થોની જે મર્યાદા કરવામાં આવી છે, એ પદાર્થોની દ્રવ્ય રૂપમાં ગણતરી કરીને આ પ્રકારની મર્યાદા કરવી કે - એક દિવસમાં કે એક સમયમાં કે આયુષ્યભરમાં આટલા દ્રવ્યથી વધુ દ્રવ્યનું સેવન નહિ કરું,' સ્વાદની ભિન્નતાની દૃષ્ટિએ જેટલી વસ્તુઓ અલગ-અલગ દ્રવ્યોના સંયોગના સાથે મોંમાં નાખવામાં આવશે, એમની ગણના પૃથક્-પૃથક્ દ્રવ્યોમાં થશે. આમ, યથાસંભવ દ્રવ્યોના સેવનની મર્યાદા કરવી દવ્ય વિહિ પરિમાણ' છે. ઉક્ત છવ્વીસ પ્રકારના પદાર્થોની યથાવિધિ મર્યાદામાં એ બધા ઉપભોગ્ય-પરિભોગ્ય, પદાર્થોનું પરિમાણ આવી જાય છે જે જીવનનિર્વાહ માટે કે શરીર ધારણ માટે આવશ્યક છે. ઉક્ત ૨૬ વાતોની સૂચી એટલા માટે બતાવી છે કે સર્વ સાધારણથી લઈને રાજા-મહારાજા સુધી આ વ્રતને આસાનીથી ધારણ કરી શકે. શાસ્ત્રકારે પોતાની તરફથી બધી વાતોનો સંકેત કરી દીધો છે, જે વ્યક્તિને જે પદાર્થની જરૂર ન હોય તે એનો સર્વથા ત્યાગ કરી શકે છે. શ્રાવકને પોતાની શક્તિ, પરિસ્થિતિ તથા યોગ્યતા વગેરે જોઈને યથાવિધિ ઉપભોગ્યપરિભોગ્ય પદાર્થોનો ત્યાગ કે મર્યાદા કરી લેવી જોઈએ. મર્યાદાની મર્યાદા ઃ શ્રાવક પોતાના જીવનમાં સપ્તમ્ વ્રત ગ્રહણ કરીને જ્યારે ઉપભોગ્ય-પરિભોગ્ય વસ્તુઓની મર્યાદા કરે છે, ત્યારે જ એને એ પદાર્થ મર્યાદાના ઔચિત્યને પાંચ કારણોની કસોટી ઉપર મૂકીને સ્પષ્ટ કરી લેવી જોઈએ. જો એના દ્વારા મર્યાદામાં રાખેલી વસ્તુ પાંચ દોષોથી યુક્ત છે, તો એ વસ્તુનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. આચાર્ય અકલંકે ગૃહસ્થ સાધક માટે ઉપભોગ-પરિભોગ્ય વસ્તુઓના ઉપયોગ કર્યા પહેલાં પાંચ કારણોની કસોટી પર એમને ચકાસવાની જરૂરિયાત બતાવી છે. ઉપભોગ-પરિભોગને પારખવાનાં પાંચ કારણો : તે પાંચ કારણો આ પ્રકાર છે - (૧) ત્રસ વધ, (૨) બહુ વધ, (૩) પ્રમાદ, (૪) અનિષ્ટ અને (૫) અનુપસેવ્ય. જિણધર્મો ७३८ Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧) ત્રસ વધઃ જે કોઈપણ વસ્તુનો ઉપભોગ-પરિભોગ કરવો હોય, એના વિષયમાં શ્રાવકે વિચારવું જોઈએ કે આ હાલતાં-ચાલતાં (ત્રણ) પ્રાણીઓના નાશથી તો તૈયાર નથી થઈ ને ? જો તે ત્રસ જીવોની હત્યાથી તૈયાર થઈ છે તો શ્રાવકે એ વસ્તુનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. જેમ કે માંસ, ચરબી, પશુઓને મારીને તૈયાર કરવામાં આવેલું ચામડું, રેશમના કીડાના વધથી તૈયાર થયેલું રેશમી વસ્ત્ર, માછલી કે અન્ય જીવોના અવયવોથી તૈયાર થયેલી દવાઓ વગેરે. ત્રસ વધ-જન્ય વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ સર્વથા ત્યાજ્ય સમજવો જોઈએ. (૨) બહુ વધ ઃ જે પદાર્થ ત્રસ જીવોના સંહારથી તો નિષ્પન્ન નથી થયો, પરંતુ એને બનાવવામાં ત્રસ જીવ પેદા થઈ જાય છે અથવા વિપુલ પ્રમાણમાં સ્થાવર જીવોની હિંસા થાય છે, એવા બહુ વધજન્ય પદાર્થોનો ઉપભોગ-પરિભોગ શ્રાવક માટે ત્યાજ્ય છે. જેમ કે મધ, ત્રસ જીવોના વધથી તો નથી બનતું પરંતુ એના બનાવવાની પ્રક્રિયા એવી છે કે એને સડાવવામાં અનેક ત્રસ જીવ પેદા થઈ જાય છે, તે મરી જાય છે, તેથી મધ બહુ વધજન્ય હોવાથી વર્જનીય છે. ગુંદા (ઉમળો) કે વડના ફળમાં અનેક ત્રસ જીવ હોય છે, તેથી વર્જનીય છે. જે મધ મધમાખીઓના મધપૂડાઓ પર ધુમાડો કરીને નિષ્પન્ન થાય છે, એને પણ વર્જનીય સમજવું જોઈએ. (૩) પ્રમાદ : જે વસ્તુના સેવનથી પ્રમાદ વધતો હોય, જે કામોત્તેજક હોય, જે અતિ ગરિષ્ઠ હોય, જે તામસિક હોય, જે પ્રકૃતિને ઉગ્ર અને અવિવેકી બનાવી દેતો હોય તે પદાર્થ ત્યાજ્ય છે. શ્રાવકને આહાર-વિહારના વિષયમાં બહુ સતર્ક (જાગૃત) રહેવું જોઈએ. અતિભોજન પણ આળસ લાવે છે, ગરિષ્ઠ ભોજન કામોત્તેજના લાવે છે. એવા કામોત્તેજક અને આળસવર્ધક આહારથી શ્રાવકે દૂર રહેવું જોઈએ. ગદગદતું (ડલ્લોપ) શયન-આસન કે વિકારોત્તેજક વસ્ત્ર તથા અન્ય કામવર્ધક પદાર્થ શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય છે. (૪) અનિષ્ટ : જે વસ્તુ શરીર કે જીવન માટે હાનિકારક છે, જેમનાથી સ્વાથ્ય બગડતું હોય, એવા માદક પદાર્થો તથા ધૂમ્રપાન અનિષ્ટ છે. કેટલાય અનાજ કે ખાદ્ય પદાર્થ અડધા પાકેલા કે વધુ પાકેલા હોવાથી હાનિકારક થાય (હોય) છે, એમને પણ અનિષ્ટમાં સમજવા જોઈએ. (૫) અનુપસેવ્ય : જે વસ્તુનું સેવન શિષ્ટ સંમત નથી, ધૃણિત છે, તે અનુપસેવ્ય છે. પૂર્વજ શિષ્ટ પુરુષોએ જેમનો ઉપભોગ વર્જનીય માન્યો હોય તે પણ અનુપસેવ્ય છે. જેમ કે અજાણ્યા ફળો, ઈંડાં વગેરે. આહારશુદ્ધિ અને સ્વાદ વૃત્તિઃ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત મુખ્યત્વે ખાદ્ય પદાર્થોથી સંબંધિત છે. ગૃહસ્થ સાધકના ખાવાનો ઉદ્દેશ્ય જીવનનિર્વાહ હોય છે. તે જીવવા માટે ખાય છે, ન કે ખાવા માટે જીવે છે. તેથી એને આહાર-વિહારમાં બહુ જ વિવેકથી કામ લેવું જોઈએ. આહાર-પ્રાણ-ધારણ માટે K ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત જ , છ૩૯) Page #237 -------------------------------------------------------------------------- ________________ હોય છે ને કે સ્વાદ માટે. તેથી શ્રાવકે આહારની સાત્ત્વિકતા, આહારની શુદ્ધિ પર પર્યાપ્ત ધ્યાન આપવું જોઈએ અને અસ્વાદ વૃત્તિને વિકસિત કરવી જોઈએ. જે સાધક, ભલે તે સાધુ હોય કે શ્રાવક, સ્વાદના ચક્કરમાં પડી જાય છે તે પોતાની સાધનાને ખોઈ બેસે છે. ખાદ્ય પદાર્થોના વિષયમાં વ્રતી શ્રાવકની દૃષ્ટિ સુધા નિવારણની હોય છે. જેમ કે ઔષધ રોગ નિવારણાર્થ લેવામાં આવે છે, જીભને સારું લગાડવાની દૃષ્ટિએ નહિ; એ જ રીતે આહારનું સેવન પણ સુધા નિવારક ઔષધની જેમ હોવું જોઈએ ન કે સ્વાદવૃત્તિના પોષણ માટે. “આરુણિકોપનિષદ્દમાં કહ્યું છે - શૌષધવત્ શને આવરે” અર્થાત્ ઔષધની જેમ આહારનું સેવન કરો. ઔષધ (દવા) લેવાનો અર્થ રોગ મટાડવો અને સ્વાથ્ય સુરક્ષિત રાખવું થાય છે. આ જ દૃષ્ટિએ સુધા રોગને મટાડવા માટે ઔષધ રૂપમાં આહાર કરવો જોઈએ. જ્યાં સ્વાદ વૃત્તિ મુખ્ય હોય છે ત્યાં પ્રમાણ અને પ્રકારનું વિશેષ ધ્યાન નથી રહેતું, પરંતુ ઔષધ વૃત્તિની ખાવાતી પ્રમાણ તથા પ્રકાર પણ નિયંત્રિત થઈ જાય છે. જ્યારે કોઈ સાધક રસપૂર્વક વસ્તુનું સેવન કરે છે તો એનું પરિણામ વધુ માત્રામાં સેવન કરવામાં થાય છે, વધુ ખાવાની આદત પડી જાય છે, જે હાનિકારક હોય છે. શરીર ધારણની દૃષ્ટિ હોવાથી સાધક અયોગ્ય, અખાદ્ય, અનાવશ્યક, અહિતકર, પ્રકૃતિની પ્રતિકૂળ, અતિમાત્રામાં પદાર્થ સેવન કરવો છોડી દે છે. એનાથી વધુ સારી વસ્તુઓનો મોહ ખતમ (નષ્ટ) થઈ જાય છે. મન સ્વાદના બંધનથી મુક્ત થઈ જાય છે. ફળસ્વરૂપ પૂલસૂમ બંને પ્રકારનો વિકાસ ક્ષીણ થઈ જાય છે, ચિત્તવૃત્તિ આત્માની તરફ ફરવા (ઝૂકવા) માંડે છે. સાધકની વૃત્તિ અંતર્મુખી થઈ જાય છે. આહારશુદ્ધિના વિષયમાં “છાંદોગ્ય ઉપનિષદ'માં કહ્યું છે - ____आहार शुद्धौ सत्व शुद्धिः सत्व शुद्धौ स्मृतिः । स्मृतिलभ्भे सर्व ग्रन्थीनां विप्रमोक्षः ॥" આહાર શુદ્ધ, સાત્ત્વિક તથા ન્યાય પ્રાપ્ત હોય તો સત્ત્વશુદ્ધિ કે અંતઃકરણની શુદ્ધિ થાય છે. અંતઃકરણની નિર્મળતાથી સ્મૃતિ-લાભ થાય છે. આત્મ-સ્મરણ હંમેશાં રહે છે. એનાથી હૃદયની સમસ્ત ગ્રંથીઓ ખૂલી જાય છે. અર્થાત્ અજ્ઞાનની ગાંઠો નષ્ટ થઈ જાય છે. આમ, ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના કારણે ગૃહસ્થ સાધક ઉત્તરોત્તર અંતર્મુખી થતાં-થતાં મોક્ષમાર્ગમાં અગ્રેસર થતો રહે છે. ઉપભોગ-પરિભોગ વિરમણ સપ્તમ વ્રતના અતિચારો : ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત બે પ્રકારના છે. જેમ કે - "उवभोग परिभोग परिमाण वए दुविहे पन्नते, तं जहा-भोयणाओ य कम्मओ य।" અર્થાત્ ઉપભોગ-પરિભોગ-પરિમાણ વ્રત બે પ્રકારના છે, યથા-ભોજનથી અને કર્મ - (વૃત્તિ-વેપાર)થી. [૦૪૦) જિણધો] Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત પાઠમાં “ભોજન' શબ્દ ઉપલક્ષણ છે. એનાથી સમસ્ત ઉપભોગ્ય અને પરિભોગ્ય પદાર્થોનું ગ્રહણ સમજી લેવું જોઈએ. ભોજન સંબંધિત વ્રતના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. તે અતિચાર આ પ્રમાણે છે - (૧) સચિત્તાવારે, (૨) સચિત્તપડિબદ્ધાહારે, (૩) અપ્પોલિઓસહી ભખણયા, (૪) દુપ્પોલિઓસહી ભખણયા અને (૫) તુચ્છો સહિ ભખણયા. (૧) સચિરાહાર : ભોજન સંબંધિત પાંચ અતિચારોમાંથી પ્રથમ અતિચાર સચિત્તાવાર છે. સચિત્ત પદાર્થોનો આહાર કરવો સચિત્તાહાર કહેવાય છે. સચિત્ત અર્થાત્ સજીવ. જેમ કાચું લીલું શાક, ગોટલી સહિત પાકેલું ફળ, વગર પાકેલું અનાજ, અંકુર ઉત્પન્ન થવાની શક્તિવાળા બીજ, ગરમ કર્યા વગરનું કે વગર ધોયેલું અપ્રાસુક અસંસ્કૃત પાણી વગેરે સચિત્ત છે. શ્રાવક યથાસંભવ સચિત્ત પદાર્થોના ઉપભોગ-પરિભોગનો ત્યાગ કરે. એવું કરવાથી જ તે શ્રમણની ઉપાસનાને યોગ્ય શ્રમણોપાસક થઈ શકે છે. શ્રાવક અચિત્ત ભોજી (ભોગી) હશે તો જ એને અચિત્ત ભોજી સાધુ નિગ્રંથોને કલ્પનીય-એષણીય આહાર પ્રતિલાભિત કરવાનો અવસર મળી શકશે અને તે અતિથિ સંવિભાગ નામના બારમા વ્રતનો આરાધક થઈ શકશે. સચિત્તાહારને અહીં આ વ્રતનો અતિચાર બતાવવામાં આવ્યો છે. આ ત્યારે જ સંભવ છે જ્યારે એ શ્રાવકે સચિત્ત આહારનો ત્યાગ કર્યો હોય કે અમુક સચિત્ત પદાર્થના વિષયમાં કોઈ મર્યાદા હોય અને એ પદાર્થને અચિત્ત થયા વગર જ ભૂલથી સચિત્ત રૂપમાં ખાઈ લીધો હોય. આ અતિચારની વ્યાખ્યા કરતાં-કરતાં આચાર્ય હરિભદ્ર “આવશ્યક ટીકા'માં લખે છે - "कृत्त सचित्ताहार प्रत्याख्यानस्य कृत तत्परिमाणस्य वाऽनाभोगादि प्रत्याख्यानं सचेतनं भक्षयतस्तद्वा प्रतीत्यातिक्रमादौ वर्तमानस्य ।" અર્થાત્ જે સચિત્ત આહારનો ત્યાગ કર્યો છે, અથવા જેના વિશે કોઈ મર્યાદા-વિશેષ કરી છે, ભૂલથી એ પદાર્થને ખાવો સચિત્તાવાર નામનો અતિચાર છે. (૨) સચિત્ત પડિબદ્ધાહાર : આહાર તો સચિત્ત ન હોય, પરંતુ એ આહાર કોઈ સચિત્ત વસ્તુ પર રાખેલો હોય, સચિત્ત વસ્તુથી સંલગ્ન હોય, કે સચિત્ત ગોટલી વગેરેથી યુક્ત હોય, એનો ઉપભોગ કરો તો બીજો સચિત્ત પ્રતિબદ્ધાહાર દોષ લાગે છે. જેમ લીલા પત્તાના પડિયામાં દહીં કે મીઠાઈ રાખેલી હોય તો તે અચિત્ત હોવા છતાંય સચિત્ત પત્તાંઓથી સંબદ્ધ હોવાથી સચિત્ત પ્રતિબદ્ધ દોષથી દૂષિત છે. પાકેલી કેરીને ગોટલી સહિત ચૂસીને ખાનાર વ્યક્તિ અચિત્ત કેરી રસને ખાવા છતાંય સચિત્ત ગોટલીથી યુકત આહાર કરી રહ્યો છે. અથવા રોટલીની થાળી સચિત્ત પાણીના વાસણ કે લીલી શાકભાજી પર રાખેલી છે, એને જો શ્રાવક ખાઈ રહ્યો છે, તો તે પણ અચિત્ત પ્રતિબદ્ધાહાર છે. | (૩) અપક્વોષધિ ભક્ષણતા : જે વસ્તુ પૂરી રીતે પાકેલી નથી, એવી અધકચરી (અડધી પાકેલી) ચીજ સચિત્ત પણ નથી તો અચિત્ત પણ નથી, તે મિશ્ર છે, શંકાસ્પદ અને દૂ ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત છે ,૦૪૧) Page #239 -------------------------------------------------------------------------- ________________ હાનિકારક છે. એનું સેવન કરવું શ્રાવક માટે અતિચાર છે. સાધુ પણ એવી અપક્વ ખાદ્ય વસ્તુને સચિત્તની શંકાને કારણે નથી લેતા. (૪) દુષ્પક્વૌષધિ ભક્ષણતા : જે આહાર અત્યધિક (વધુ) પાકી ગયો છે, જેનો સ્વાદ અને રસ નષ્ટ થઈ ગયો છે, વધુ પાકવાના કારણે જેમાં સડો પેદા થઈ ગયો છે, એવો દુષ્પક્વ આહાર અચિત્ત હોવા છતાંય ખાવો, આ વ્રતનું દૂષણ માનવામાં આવે છે, કારણ કે એવો આહાર શરીર અને ધર્મ બંને માટે હાનિકર હોય છે. (૫) તુચ્છૌષધિ ભક્ષણતા : તુચ્છ આહાર એ છે જેમાં સુધા નિવારક કે પોષક તત્ત્વ તો ઓછું હોય, વ્યર્થનો સારહીન ભાગ વધુ હોય. શ્રાવક માટે એવો સારહીન, પોષક તત્ત્વ રહિત તુચ્છ આહાર સેવન કરવા યોગ્ય નથી, કારણ કે એનાથી આહાર કરવાનું લક્ષ્ય પૂરું થતું નથી. તેથી એવી તુચ્છ વસ્તુઓનો આહાર કરવો શ્રાવક માટે અતિચાર માનવામાં આવ્યો છે. સપ્તમ વ્રતના આ પાંચ અતિચારો ભોજનથી સંબંધિત છે, પરંતુ ઉપ-લક્ષણથી એમને અન્ય ભોગોપભોગ યોગ્ય પદાર્થોના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. આચાર્ય સમંતભદ્ર “રત્નકરંડ શ્રાવકાચાર'માં ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના પાંચ અતિચાર બીજી રીતે બતાવ્યા છે. તેઓ કહે છે - "विषयविषतोऽनु प्रेक्षाऽनुस्मृति रति लोल्यमतितृषानुभवौ । भोगोपभोग परिमाण व्यतिक्रमाः च कथ्यन्ते ॥" - રત્નકરંડ ૩/૪૪ વિષયરૂપી વિષય પ્રત્યે આદર રાખવો, વારંવાર ભોગ્ય પદાર્થોનું સ્મરણ કરવું, પદાર્થો પ્રત્યે અત્યધિક લોલુપતા રાખવી, ભવિષ્યના ભોગોની અત્યંત લાલસા રાખવી અને ભોગોમાં અત્યધિક તલ્લીન થવું - એ પાંચ ભોગપભોગ પરિમાણ વ્રતના અતિચારો છે. નિઃસંદેહ ભોગોની પ્રત્યે આદર રાખવાથી કે રાત-દિવસ એનું ચિંતન કરતા રહેવાથી, એમની લાલસા અને તલ્લીનતાથી શ્રાવક બાહ્ય રૂપથી વ્રત ગ્રહણ કરી લેવાથી પણ અંદરથી પોલું હોય છે. તેથી શ્રાવકે ભોગપભોગ પરિમાણ વ્રતને ગ્રહણ કરતા સમયે આ વાતોનો સૂક્ષ્મતાથી વિચાર કરવો જોઈએ, તથા આ અતિચારોથી બચવામાં સાવધાન રહેવું જોઈએ. આ વ્રતનો બીજો પ્રકાર Hો ય’ છે, કર્મથી અભિપ્રાય અહીં વેપાર-ધંધો છે. શ્રાવક પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે વ્યવસાય કે વૃત્તિ અંગીકાર કરશે તે પણ મહારંભ રૂપ નહિ હોય. આ ઠીક છે કે શ્રાવક આરંભનો પૂર્ણતઃ ત્યાગી નથી, એની આજીવિકામાં યત્કિંચિત્ આરંભ થાય જ છે, છતાં શ્રાવક એ જ આજીવિકાને અપનાવશે જેમાં અલ્પ પાપાંશ હોય. એવી આજીવિકા ધર્મ આજીવિકા કહેવાય છે. જેમ ચંદ્રમા થોડો કાળો હોવાના કારણે કાળો નથી કહેવાતો એમ જ શ્રાવકના અલ્પ પાપવાળો વ્યવસાય પાપમય નથી માનવામાં આવતો. અલ્પારંભ અને અલ્પ પરિગ્રહવાળો શ્રાવક ધાર્મિક માનવામાં આવે છે, કારણ કે એણે મહારંભ અને મહાપરિગ્રહ રૂપ મહાપાપનો ત્યાગ કરી દીધો છે. તેથી ભગવતી સૂત્ર'માં શ્રાવકનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે - (૪૨) 0.00 0.00 0.00 .00 .| જિણધમો) Page #240 -------------------------------------------------------------------------- ________________ “અપ્પારમા, અપ્પપરિહા, થમ્બિયા, ધમ્માળુના, ધમ્મિટ્ઠા, ધમ્મવાર્ફ, ધમ્મપ્પલોયા, धम्म पज्जलणा, धम्म समुदायारा, धम्मेण चेव विर्तिकप्पेमाणा विहरंति । ” અર્થાત્ શ્રાવક અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધર્માનુસારી, ધર્મિષ્ઠ, ધર્મખ્યાતિ, ધર્મ પ્રલોકિત, ધર્મ પ્રજ્વલક ધર્મ સમુદાચાર યુક્ત હોય છે. તે ધર્મથી જ આજીવિકા ચલાવતા જીવનયાપન કરે છે. શ્રાવક અને વ્યવસાયના પ્રકરણમાં સારી રીતે બતાવી દીધું છે કે શ્રાવક એ વ્યવસાય નથી કરી શકતો જેમાં મહારંભ અને મહાપાપ હોય. પંદર કર્માદાનોમાં જે વ્યવસાય બતાવવામાં આવ્યા છે તે મહાપાપમય છે, તેથી શ્રાવક માટે વર્જનીય છે. પંદર કર્માદાન અને એમના અર્થ પૂર્વમાં બતાવવામાં આવ્યા છે. એ પંદર કર્માદાન ઉપલક્ષણો છે. એમના સિવાય પણ જે વ્યવસાય મહારંભવાળા છે, બહુ હિંસક છે, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિથી નિષિદ્ધ છે, જે કુવ્યસનોના પોષક છે, તે બધા શ્રાવક માટે ત્યાજ્ય છે. શ્રાવક પોતાની ન્યૂનતમ (નાનામાં નાની) જરૂરિયાતો માટે એવો જ વ્યવસાય કરશે જે અલ્પ આરંભમય હોય, જે છળ-કપટ, બેઈમાની, વિશ્વાસઘાત, ભેળસેળ અને શોષણથી રહિત હોય. આ રીતે ધર્મથી આજીવિકા કરતાં-કરતાં શ્રાવક, પ્રશસ્ત અને ધાર્મિક માનવામાં આવે છે. ઉક્ત રીતિથી ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના ૫ અતિચારો તથા ૧૫ કર્માદાનોથી બચીને શ્રાવકે સાતમા વ્રતનું નિરતિચાર પાલન કરવું જોઈએ. ૫ અનર્થદંડ વિરમણ વ્રત શ્રાવકનું આઠમું વ્રત તથા ત્રીજું ગુણવ્રત અનર્થદંડ વિરમણ વ્રત છે. શ્રાવક જ્યારે પોતાની આવશ્યકતાઓ અને વ્યવસાય પર પહેરેદારી રાખે છે તો ઘણા બધા આસ્રવોથી બચી જાય છે, છતાં પણ એના જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ એવી રહી જાય છે, જે ન તો ઉપભોગપરિભોગની મર્યાદામાં આવે છે અને ન વ્યવસાયની મર્યાદામાં. શ્રાવકને એવી પ્રવૃત્તિઓમાં સાર્થક-નિરર્થકનું વિશ્લેષણ કરીને સાર્થક પ્રવૃત્તિઓ રાખીને નિરર્થક પ્રવૃત્તિઓને છોડી દેવી જોઈએ. નિરર્થક પ્રવૃત્તિઓને છોડી દેવા માટે પ્રભુ મહાવીરે શ્રાવક માટે આઠમા અનર્થદંડ વિરમણ વ્રતનું વિધાન કર્યું છે. શ્રાવકે પાંચ મૂળ અણુવ્રતોને અંગીકાર કરતા સમયે જે-જે વસ્તુની છૂટ રાખી છે, એનો ઉપભોગ કરતાં સમયે સાર્થક અને નિરર્થકનું અંતર સમજીને નિરર્થક ઉપભોગથી બચવું જરૂરી છે. જેમ સુઘડ નારી ઘઉં વગેરે અનાજના કણોની સાથે મળેલા કાંકરાઓ વીણીને અલગ કરી દે છે, એ જ રીતે સુજ્ઞ શ્રાવકે અશુભ આસ્રવજન્ય દંડરૂપ પ્રવૃત્તિઓમાંથી નિરર્થક પ્રવૃત્તિઓને વીણીને અલગ કરી લેવી અને સાર્થકને રાખવી. અનર્થદંડ વિરમણ વ્રત ૪૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ જેમ બુદ્ધિમાન વ્યક્તિ દૂધ આપનારી ગાયની લાત સહન કરી લે છે, પણ કોઈ દૂધ ન આપતી ગાય વ્યર્થમાં જ લાત મારતી હોય તો તે અસહ્ય હોય છે. આ જ રીતે અનુભાસ્સવજન્ય દંડ રૂપ બધી પ્રવૃત્તિઓ ત્યાજ્ય હોય છે, પરંતુ ગૃહસ્થજીવનને પોતાનું ગૃહ કાર્ય ચલાવવા તથા જીવનનિર્વાહ કરવા માટે થોડી પ્રવૃત્તિઓ કરવી પડે છે. જ્યારે દંડરૂપ પ્રવૃત્તિઓ કરવી જ પડે છે, તો તે જ પ્રવૃત્તિઓ કરો જેમનાથી કંઈક પ્રયોજન સિદ્ધ થતું હોય. જે પ્રવૃત્તિઓથી કંઈક પ્રયોજન સિદ્ધ થતું હોય એમનો દંડ શ્રાવક સહન કરી લે છે, પરંતુ જેમનાથી કોઈ લાભ નથી થતો, કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું, એમનો દંડ નિરર્થક હોવાથી એને સહન ન કરવું જોઈએ. શ્રાવકે પાંચ અણુવ્રતો દ્વારા ઘણી દંડરૂપ પ્રવૃત્તિઓ બંધ કરી દીધી, એના પછી દિશાઓમાં ગમનાગમનની મર્યાદા કરીને એ પ્રવૃત્તિઓને ક્ષેત્રથી સીમિત કરી દીધી, એના પછી ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત દ્વારા બીજી પણ અનેક પ્રવૃત્તિઓ ઓછી કરી દીધી, પરંતુ પછી પણ કાયાથી સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ તથા મન-વચનથી સંબંધિત અધિકાંશ પ્રવૃત્તિઓ હજુ બાકી રહે છે. હવે જોવાનું એ છે કે એ અવશિષ્ટ દંડરૂપ પ્રવૃત્તિઓમાં કઈ અર્થદંડ રૂપ છે અને કઈ અનર્થદંડ રૂપ છે? એમ તો એમના માપવાનું કોઈ એક થરમૉમિટર નથી. પોતાનો વિવેક જ એના માપવાનું માપદંડ કે થરમૉમિટર છે. પ્રત્યેક વ્યક્તિની પરિસ્થિતિ એક સરખી નથી હોતી, તેથી અલગ-અલગ પરિસ્થિતિને કારણે એક જ નિર્ણય નથી કરી શકાતો કે આ અર્થદંડ અને આ અનર્થદંડ છે. એનો નિર્ણય તો વ્યક્તિ સ્વયં પોતાના વિવેકથી કરી શકે છે. અનર્થદંડની વ્યાખ્યા : આચાર્ય ઉમાસ્વાતિએ અનર્થદંડમાં ‘અર્થ-અનર્થ' શબ્દની વ્યાખ્યા આ પ્રકાર કરી છે - “उपभोग परिभोगौ अस्यागारिणोऽर्थः । तद्व्यतिरिक्तोऽनर्थः ।" । - તત્ત્વાર્થ ભાષ્ય - ૭/૧૬ જેનાથી ઉપભોગ-પરિભોગ થાય છે, તે શ્રાવક માટે અર્થ છે અને એનાથી અલગ હોય - અર્થાત્ જેનાથી ઉપભોગ-પરિભોગ ન થતો હોય, તે અનર્થ છે. ઉપભોગ-પરિભોગના પ્રયોજન વગર જે મન, વચન, કાયાની દંડરૂપ પ્રવૃત્તિ હોય, તે અનર્થદંડ છે. એનો ત્યાગ અનર્થદંડ વિરતિ નામનું વ્રત છે. વાસ્તવમાં અનર્થદંડ વિરતિ વ્રતની ઉપયોગિતા એ છે કે શ્રાવક પોતાની પ્રત્યેક પ્રવૃત્તિના ફળાફળ પર વિચાર કરવાનું શીખે અને જે પ્રવૃત્તિઓથી હાનિના બદલે લાભ ઓછો હોય, પુણ્યની અપેક્ષા પાપ વધુ હોય, એમનો ત્યાગ કરો. અહિંસા વગેરે વ્રતોના વર્ણનમાં જે હિંસા વગેરેના અપવાદો બતાવવામાં આવ્યા છે, એમનો દુરુપયોગ ન થઈ જાય, એને માટે અનર્થદંડ વિરતિ છે. વ્રતોના સંરક્ષક તથા મૂળ વ્રતોમાં વિશેષતા પેદા કરનાર હોવાથી આ ગુણવ્રત છે. (૦૪૪ છેજિણધમો) Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક અણુવ્રત સંબંધમાં સાર્થક-નિરર્થક દંડનો વિચાર કરવો જોઈએ. જેમ અહિંસા-અણુવ્રતમાં શ્રાવકે આરંભજા, ઉદ્યોગિની અને વિરોધિની હિંસા ખુલ્લી રાખી છે તથા સ્થાવર જીવોની હિંસા પણ ખુલ્લી છે. છતાં દિશાવ્રત અને ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતને ગ્રહણ કરવાથી એમની હિંસા પણ સીમિત થઈ જાય છે, છતાંય ખુલ્લી તો છે જ. આમ, ખુલ્લી હિંસામાં નિષ્ઠયોજન હિંસા (આરંભ સમારંભ) કરવી અનર્થદંડ છે. જેમ કે વિવિધ વિવાહ વગેરેના પ્રસંગો ઉપર દેખાવ કરવા માટે વધુ પડતી લાઇટ (રોશની) વગેરે લગાવવી, મોટા-મોટા ભોજન-સમારંભો યોજવા વગેરે અનર્થદંડ છે. કૃષિ વગેરે ઉદ્યોગિની હિંસાની છૂટના નામ પર તીડ વગેરેનો સફાયો કરવો, આગ સળગાવીને એમને હોમી દેવા, વાંદરાઓ વગેરેને જાનથી મારી નાખવા વગેરે. અથવા મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ થઈ જવાય છતાંય અવિવેક કે લોભવશ અનેક ઉદ્યોગ-ધંધા ખોલવા, જેમાં ઘણાયે જીવોનું ઉપમર્દન થતું હોય વગેરે અનર્થદંડ છે. વિરોધી હિંસાની છૂટના નામ પર સાપ કે વિછી વગેરેને જોતાંવેત જ મારી નાખવા અનર્થદંડ છે. આ રીતે નિષ્કારણ ત્રણ-સ્થાવર જીવોને કષ્ટ દેવું અનર્થદંડ છે. શ્રાવકે હિંસામાં જે છૂટ રાખી છે એનો ઉપયોગ માત્ર સાર્થક કાર્યોમાં જ કરી શકે છે, નિરર્થક કાર્યોમાં નહિ. સત્ય વ્રતમાં પણ શ્રાવકે સ્થૂળ અસત્યનો ત્યાગ કર્યો છે, દિમ્પરિમાણ વ્રતમાં ક્ષેત્ર સીમિત કરી લીધું છે, છતાંય સૂમ મૃષાવાદ ખુલ્લો છે. શ્રાવક એનો દુરુપયોગ કરીને જો કોઈની નિંદા, ચાપલૂસી કરે, વ્યર્થનો વિવાદ કે બકબક કરે, બીજાને બદનામ કરવા માટે ચખાચખ કરે, અહીં-તહીંનું જોડીને બે વ્યક્તિઓને પરસ્પર ભીડાવી દે કે પરસ્પર મારામારી કરાવી દે, અથવા કોઈને પાપજનક પ્રેરણા આપે - એ બધા વ્યવહારો મૃષાવાદ સંબંધિત અનર્થદંડ છે. એનાથી વ્યર્થ જ જૂઠનો દોષ લાગે છે. શ્રાવકે અસ્તેય અણુવ્રતમાં સૂક્ષ્મ ચોરીનો ત્યાગ નથી કર્યો તથા એના નામ પર જો નિપ્રયોજન સૂક્ષ્મ ચોરી પણ કરે છે તો તે અનર્થદંડ છે. જેમ બીજાની વસ્તુનો એની આજ્ઞા વગર ઉપયોગ કરવો અનર્થદંડ છે, કારણ કે એવું કર્યા વગર પણ શ્રાવકનું કામ ચાલી શકે છે. શ્રાવકે ચતુર્થ વ્રતમાં જે છૂટ રાખી છે એનું નિષ્ઠયોજન સેવન કરવું, એ બ્રહ્મચર્ય સંબંધી અનર્થદંડ છે. જેમ અમર્યાદિત અબ્રહ્મચર્ય-સેવન અનર્થદંડ જ છે. કામોત્તેજક ઘટનાઓવાર્તાઓ, નવલકથા, ખેલ-નાટક (તમાશા) ચલચિત્ર, શૃંગારિત ચિત્ર કે પુસ્તકોને જોવા, વાંચવાં, સાંભળવાં વગેરે અનર્થદંડ છે. અશ્લીલ હાસ્ય-મજાક, નશીલી વસ્તુઓનું સેવન, અશ્લીલ કામચેષ્ટાઓ વગેરે અનર્થદંડ છે. પરિગ્રહ પરિમાણ વ્રતમાં રાખેલી છૂટમાં નિમ્પ્રયોજન અનુપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવો અનર્થદંડ છે. મોટાઈના પ્રદર્શન માટે પોતાના ઘરમાં અનુપયોગી અનાવશ્યક (બિનજરૂરી જૂની ચીજોને સંગૃહીત કરવી તથા એમને સજાવીને પ્રદર્શન માટે રાખવી વગેરે. એ બધી ચીજો રાખ્યા વગર પણ શ્રાવકનું કામ ચાલી શકે છે, તેથી એ નિમ્પ્રયોજન હોવાથી K અનર્થદંડ વિરમણ વ્રત ) જ ન છ૪૫) Page #243 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડની અંતર્ગત છે. શ્રાવકે પોતાની પરિસ્થિતિ અનુસાર સ્વયં તટસ્થ દૃષ્ટિથી ઊહાપોહ કરીને અર્થદંડ, અનર્થદંડનો નિર્ણય કરી લેવો જોઈએ. આચાર્ય અભયદેવે અનર્થદંડને માત્ર હિંસાથી સંબંધિત માન્યો છે. એમણે “ઉપાસક દશાંગ'ની ટીકામાં લખ્યું છે - “અર્થ: પ્રયોગન” | ગૃહસ્થસ્થ ક્ષેત્ર-વાર્તા-ધન-ધાન્ય-શરીર પત્નિના વિષયં, तदर्थे आरम्भे भूतोपमर्दोऽर्थदण्डः । दण्डो, निग्रहो, यातना, विनाश इति पर्यायाः । अर्थेन प्रयोजने दण्डोऽर्थदण्डः । स चैवम्भूत उपमर्दनलक्षण दण्डः । क्षेत्रादि प्रयोजनमपेक्ष माणोऽर्थदण्डः उच्यते । तद्विपरीतोऽनर्थदण्डः ।" અર્થાતુ ગૃહસ્થ પોતાના ખેતર, ઘર, ધન, ધાન્ય કે શરીર પાલન વગેરે પ્રવૃત્તિઓ માટે જે આરંભ દ્વારા પ્રાણીઓનું ઉપમર્દન કરે છે તે અર્થદંડ છે. દંડ, નિગ્રહ, યાતના અને વિનાશ - એ ચારેય એકાર્થક છે. એનાથી વિપરીત અર્થાતુ નિષ્પયોજન જ પ્રાણીઓનું વિઘાત કરવું અનર્થદંડ છે. પ્રમાદ, કુતૂહલ, અવિવેક વગેરેને વશ થઈને જીવોને કષ્ટ આપવું અનર્થદંડ છે. - ઉક્ત વ્યાખ્યા અનુસાર અનર્થદંડની મુખ્ય ધારા હિંસાથી સંબંધિત છે. છતાં અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય તથા પરિગ્રહથી પણ અનર્થદંડની ધારાઓ પ્રવાહિત થાય છે. તેથી શ્રાવકે પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં પહેલાં એ વિચાર કરવો જોઈએ કે પ્રવૃત્તિ એના માટે આવશ્યક છે કે નહિ? એનું એ કાર્ય સાર્થક છે કે નિરર્થક? શું એ કાર્યને કર્યા વગર કોઈ છૂટકો નથી? એ કાર્ય એના કયા પ્રયોજનની પૂર્તિ કરે છે ? આ પ્રકારનો વિવેક કરીને શ્રાવકે એ કાર્યોથી બચવું જોઈએ જે નિરર્થક હોય. અનર્થદંડના ચાર આધાર સ્તંભઃ શાસ્ત્રકારોએ પાંચ આસ્ત્રવોથી અનુપ્રાણિત મન-વચન-કાયાથી થનારો અનર્થદંડ રૂપ પ્રવૃત્તિઓના ચાર આધાર સ્તંભ બતાવ્યા છે, તે આ પ્રકારે છે - “तयाणंतरं च चउव्विहं अणट्ठादंडं पच्चक्खाइ । तंजहा अवज्झाणाचरियं, पमायाचरियं, हिंसप्पयाणे, पावकम्मोवएसे ।" । - ઉપાસક દશાંગ ૧/૪૩ એના પછી આનંદ શ્રાવકે ચાર પ્રકારના અનર્થદંડનું પ્રત્યાખ્યાન કર્યું. તે આ પ્રકારે છે : (૧) અપધ્યાનાચરિત, (૨) પ્રમાદાચરિત, (૩) હિંઅપ્રદાન અને (૪) પાપોપદેશ. આચાર્ય સમતભદ્ર વગેરેએ અનર્થદંડને પાંચ ભાગોમાં વિભક્ત કર્યો છે - પાપ-હિંસાવાનાપધ્યાન-રુશ્રુતી: પંઘ . पाहुः प्रसादचर्यामनर्थदण्डान दण्डधराः ॥" - રત્નકરંડ શ્રાવકાચાર-૭૫ (૪૬) 0000000000000 જિણધમો) Page #244 -------------------------------------------------------------------------- ________________ (૧) પાપોપદેશ, (૨) હિંસાદાન, (૩) અપધ્યાન, (૪) પ્રમાદચર્યા અને (૫) દુઃશ્રુતિ. જ એ પાંચ અનર્થદંડ છે. એવું પ્રતીત થાય છે કે પહેલાં દુઃશ્રુતિ નામના અનર્થદંડને અલગથી ન માનીને પ્રમાદચર્યામાં જ એને સમાવિષ્ટ કરી લેવામાં આવતો હતો. પછી એની આવશ્યકતા પ્રતીત થવાથી આચાર્ય સમંતભદ્ર વગેરેએ આનું પૃથક્ (અલગ) વિધાન કર્યું. ‘દુઃશ્રુતિ’નો અર્થ છે - એવી વાતો કે કથાઓ, નવલકથાઓ, નાટકોને સાંભળવાં કે વાંચવા, જેમનાથી મનમાં કામ વગેરે વિકાર પેદા થાય છે. આ દુઃશ્રુતિનો અંતર્ભાવ વિકથા નામની પ્રમાદચર્ચામાં થઈ જાય છે. (૧) અપધ્યાનાચરિત ઃ અનર્થદંડનો સર્વ પ્રથમ આધાર સ્તંભ અપધ્યાનનું આચરણ છે. અપધ્યાનનો અર્થ છે અપ્રશસ્ત ધ્યાન. એમ ધ્યાનના ચાર પ્રકાર છે - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આ ચારમાંથી પ્રથમનાં બે ધ્યાન અશુભ ધ્યાન છે અને અંતનાં બે ધ્યાન શુભ ધ્યાન છે. અનર્થદંડની અંતર્ગત આદિના બે ધ્યાન - આર્ત અને રૌદ્ર માનવામાં આવ્યાં છે. નિરર્થક ખોટા વિચારોમાં ચિત્તને લગાવવું માનસિક અનર્થદંડ છે. મનુષ્ય જ્યારે દુઃખ કે વિપત્તિમાં હોય છે, ત્યારે કેટલાયે પ્રકારના વિકલ્પો મનમાં ઉભરાય છે. શાસ્ત્રકારોએ આર્તધ્યાની વ્યક્તિના મનના વિકલ્પોનું વિશ્લેષણ કરીને એનાં ચાર પ્રકાર બતાવ્યા છે - - (૧) અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થવાથી, (૨) ઇષ્ટ વસ્તુ કે વસ્તુનો વિયોગ થવાથી, (૩) રોગ વગેરે થવાથી અને (૪) ઇષ્ટની પ્રાપ્તિ માટે ચિંતા ઉત્પન્ન થવી અથવા અપ્રાપ્ત ભોગોને પ્રાપ્ત કરવાની લાલસાથી તીવ્ર સંકલ્પ (નિદાન) કરવો - એ ચાર પ્રકારના આર્તધ્યાન અનર્થદંડ છે. બીજું અપધ્યાન રૌદ્રધ્યાન છે, જે આર્તધ્યાનથી પણ ભયંકર છે. આર્તધ્યાનમાં તો વ્યક્તિના વ્યર્થના ખોટા (ખરાબ) વિચાર કરીને પોતાના આત્માનું જ અહિત કરે છે, પરંતુ રૌદ્રધ્યાનમાં પોતાના આત્માના અહિતની સાથે-સાથે બીજાઓનું અહિત કરવાનું દુચિંતન કરે છે. જેનું માનસ અત્યંત ક્રૂર, અતિક્રોધી, અતિલોભી, અતિમોહી અને અતિસ્વાર્થી હોય છે, તે ‘રુદ્ર' કહેવાય છે. એ રુદ્ર અર્થાત્ ભયંકર વ્યક્તિનું ધ્યાન, રૌદ્ર ધ્યાન કહેવાય છે. ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, અભિમાન વગે૨ે મનોવિકારોથી પ્રેરિત થઈને બીજાઓ માટે અનિષ્ટ ચિંતન કરવું રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાની અત્યંત ક્રૂર હોય છે. થોડા નિમિત્તથી એના તન-બદનમાં આગ લાગી જાય છે, નાની ભૂલ પર બીજાઓનું ભયંકર નુકસાન કરનાર હોય છે. રૌદ્રધ્યાનના શાસ્ત્રકારોએ ચાર પ્રકાર બતાવ્યા છે - (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી (૩) સ્તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુબંધી. અનર્થદંડ વિરમણ વ્રત ७४७ Page #245 -------------------------------------------------------------------------- ________________ (૧) હિંસાનુબંધી : કોઈની હિંસા થતી જોઈને પ્રસન્ન થવું અને કોઈને મારવુંપીટવું, સતાવવું વગેરે હિંસારૂપ ઘોર પ્રવૃત્તિ માટે મનમાં કલ્પના કરવી હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. અમુક જીવને કેવી રીતે મારવામાં આવે, કેવી રીતે બાંધવામાં આવે, કેવી રીતે હેરાન-પરેશાન કરવામાં આવે, કોના દ્વારા આ કામ કરાવવામાં આવે વગેરે હિંસા સંબંધિત ભયંકર વિચારોમાં મન-મસ્તિષ્કને એકાગ્ર કરવું હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી : પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા તથા બીજાની સાચી વાતને ખોટી સિદ્ધ કરવાનો ઉપાય વિચારવો, ખોટું પ્રપંચ રચવું, ખોટા શાસ્ત્રો વગેરે રચવાની યોજના વિચારવી, બીજાઓને ઠગવા માટે ખોટા આડંબરની જાળ બિછાવવાની યોજના કરવી વગેરેમાં મન-મસ્તિષ્કને એકાગ્ર કરવું મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (૩) સ્તેયાનુબંધી : ચોરી કરવાની યોજના બનાવવી, ચોરી લૂંટ-અપહરણ વગેરેના ઉપાય વિચારવા, સભ્ય-અસભ્ય વગેરેના ઉપાય વિચારવા, તસ્કરી-ચોર બજારીની નવીનવી રીતો અપનાવવી, ચોરીની ગડમથલમાં ડૂબ્યા રહેવું સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાન છે. (૪) સંરક્ષણાનુબંધી : જે ભૂમિ, સંપત્તિ, મકાન, બાગ-બગીચા, સ્ત્રી વગેરે પરિવાર, પદ, પ્રતિષ્ઠા સત્તા કે વૈભવ જે પ્રાપ્ત છે, એને બીજાઓથી બચાવવા માટે અહર્નિશ ચિંતાતુર રહેવું સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. કોઈ એમને છીનવી ન લે, અપહરણ ન કરી લે, પોતાના કબજામાં ન કરી લે, એ હંમેશાં મારા અધિકારમાં કેવી રીતે રહે ? હું જ એમનો સ્વામી કેવી રીતે બની રહું, એમાં કોઈ બીજો ભાગ ન માંગી લે વગેરે પ્રકારની અસંખ્ય ચિંતાઓમાં મન-મસ્તિષ્કને વ્યગ્ર રાખવું સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. એ બંને આર્તધ્યાન-રૌદ્રધ્યાન શ્રાવક માટે ત્યાજ્ય છે. પ્રશ્ન થઈ શકે છે કે શ્રાવક ઉપર કુટુંબ વગેરેની જવાબદારી છે, તેથી તે સંપત્તિ વગેરેની રક્ષાના વિષયમાં ઉપાય વિચારશે જ, આ અનર્થદંડ કેવી રીતે થઈ શકે છે ? સમાધાન એ છે કે રક્ષા કરવી કે એના માટે ઉપાય વિચારવો એક વાત છે અને રાત-દિવસ મોહ-આસક્તિપૂર્વક ‘હાય ધન ! હાય સ્ત્રી ! હાય પરિવાર, હાય ધન-દોલત !' આ પ્રકારની ચિંતાથી વ્યગ્ર રહેવું બીજી વાત છે. રાત-દિવસ હિંસા સંબંધી કે સંરક્ષણ સંબંધી ચિંતાઓમાં ડૂબ્યા રહેવું રૌદ્રધ્યાન છે. આ જ કારણથી આચાર્ય હેમચંદ્રે ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે - વરિયાતો, નરેન્દ્રત્વ પુરધાતા નવીપને । खेचरत्वाद्यपध्यानं मुहूर्तात्परतस्त्यजेत् ॥” યોગશાસ્ત્ર-૭૫ ‘વેરીની ઘાત કરું, રાજા થઈ જાઉં, નગરનો નાશ કરી દઉં, આગ લગાવી દઉં, આકાશમાં ઉડવાની વિદ્યા પ્રાપ્ત કરીને આકાશમાં ઊડું, વિદ્યાધર બની જાઉં’ વગેરે દુર્ધ્યાન કદાચ આવી જાય તો એને એક મુહૂર્તથી વધુ ન ટકવા દો. પહેલાં તો આ રીતનો વિચાર મનમાં પેદા જ ન થવા જોઈએ, કદાચ એવા વિચાર આવી જાય તો એમને વધુ સમય ટકવા ન દો. જિણધમ્મો ૪૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતાચંદ્રાચાર્યે પુરુષાર્થસિદ્ધયુપાય'માં અપધ્યાનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે – “पापविजय-पराजय-समर-परदार गमन चौर्याधाः ।। न कदाचनापि चिन्त्यां पाप फल केवलं यस्मात् ॥" - પુરુષાર્થ સિદ્ધયુપાય પાપની, ઋદ્ધિની જય-પરાજય, યુદ્ધ કરવા, પરસ્ત્રીગમન કરવા, ચોરી વગેરે પાપકર્મ કરવાનું ચિંતન (અપધ્યાન) કદી ના કરવું જોઈએ, કારણ કે એમનું ફળ હંમેશાં પાપરૂપ હોય છે. શ્રી સમતભદ્રાચાર્યે અપધ્યાનની વ્યાખ્યા આ પ્રકારે કરી છે. તેઓ કહે છે - બન્થ-વથ-છેવા - દ્રાક્ષ્ય પરત્નત્રાઃ | आध्यानमपध्यानं शासति जिनशासने विशदाः ॥" - રત્નકરંડ શ્રાવકાચાર-૭૮ રાગ-દ્વેષ-વશ કોઈ પ્રાણીના વધ, બંધ, છેદન વગેરેના તથા પરસ્ત્રીને પોતાની બનાવવી વગેરેનું સર્વતોમુખી ધ્યાન કરવાનું જિનશાસનના શ્રતધર અપધ્યાન કહે છે. જો શ્રાવક વિચાર કરે તો તે અપધ્યાનથી બચી શકે છે. ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ સંયોગ, રોગ વગેરેની ચિંતા તથા નિદાનકરણ વગેરે પ્રસંગોમાં રાગ, દ્વેષ, મોહ, ક્રોધ વગેરે ઉત્પન્ન થાય ત્યારે નિમિત્તની અપેક્ષા ઉપાદાનનો વિચાર કરીએ તો મન એકાગ્ર તથા શાંત રહી શકે છે. નિમિન્સ તો નિમિત્ત માત્ર છે, આખો ખેલ તો ઉપાદાનનો છે. તેથી ઉપાદાનનો વિચાર કરીએ તો વ્યક્તિ દુર્ગાનથી બચીને સુધ્યાનમાં સ્થિત થઈ શકે છે. - અશુભ વિચાર જીવનમાં અશુભ સંસ્કારને વધારે છે. ખોટા વિચાર તો સિંહ અને વાઘથી પણ વધુ ભયંકર છે, તે આત્માનું ખૂબ જ અહિત કરનાર શત્રુ છે. તેથી અશુભ વિચારોના કેન્દ્રભૂત આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી શ્રાવકે બચવું જોઈએ. (૨) પ્રમાદાચરિત : અનર્થદંડનો બીજો આધાર સ્તંભ પ્રમાદાચરણ છે. પ્રમાદયુક્ત આચરણનું નામ પ્રમાદાચરણ છે. પ્રમાદ જીવન માટે જીવતું જાગતું મરણ છે. આ મનુષ્યને આળસ, વિષય, કષાય, નિદ્રા, વિકથા વગેરે દુર્ગુણોમાં લુપ્ત કરીને અધમરો બનાવી દે છે. તે જીવનનું સત્ત્વ ચૂસી લે છે. જ્યારે મનુષ્ય નકામો અને આળસુ બનીને બેસે છે, તો એનું ખાલી મગજ અનેક નકામા વિચારોથી ગ્રસ્ત થઈને શેતાનનું કારખાનું બની જાય છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામી જેવા શિષ્ય સમક્ષ અનેક વાર “સમર્થ રોય ! માં પમાયા' - ઉત્તરા. આ.-૧૦ ગાથા-૧નું સ્વર્ણ સૂત્ર દોહરાવ્યું છે. પ્રમાદ પતનનું મૂળ છે, જે સમયને નષ્ટ કરે છે. સમય એ મનુષ્યનો વિનાશ કરી દે છે. ભગવાન મહાવીર ફરમાવે છે . “ના ના વડું ચાલે, ન સા નિયત | ખે પામી| સપના નંતિ રાફડ્યો છે” - ઉત્તરા, અ-૧૪, ગાથા-૨૫ [ અનર્થદંડ વિરમણ વ્રત)TO DOOOOO TI૪૯) Page #247 -------------------------------------------------------------------------- ________________ જે-જે રાતો વીતે છે, તે વળીને પાછી આવતી નથી. જે એ રાતોમાં ધર્માચરણ કરી લે છે, એની એ રાતો સફળ થઈ જાય છે. મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા - આ પાંચ પ્રકારના પ્રમાદોનું સેવન કરવાથી જીવ સંસાર-સાગરમાં પડે છે. આચાર્ય હેમચંદ્રે પ્રમાદાચરણની વ્યાખ્યા આ પ્રકારે કરી છે - कुतूहलाद्गीत - नृत्य - नाटकादि निरीक्षणम् । कामशास्त्र प्रसक्तिश्च द्यूत मद्यादि सेवने ॥७८॥ जलक्रीडाऽऽन्दोलनादि विनोदो जंतु यो धनं । रिपोः सुतादिना वैरं भक्त स्त्री देशराट् कथा ॥ ७६ ॥ रोग मार्ग श्रमौ मुक्त्वा, स्वापश्च सकलां निशाम् । एवमादि परिहरेत् प्रमादाचरणं सुधीः ॥८०॥ યોગ શાસ્ત્ર અર્થાત્ કુતૂહલવશ અશ્લીલ ગીત, નૃત્ય, નાટક વગેરે જોવાં, કામશાસ્ત્ર વાંચવામાં આસક્તિ, જુગાર રમવું, મદ્યપાન કરવું, નિરર્થક જળક્રીડા કરવી, નિષ્પ્રયોજન મોટા હિંડોળામાં ઝૂલવું, ક્લેશવર્ધક વિનોદ કરવો, સાંઢ-મરઘાં (કૂકડાં) વગેરે પ્રાણીઓને પરસ્પર લડાવવું, શત્રુના પુત્ર વગેરે સાથે વેર-વિરોધ રાખવો, એમનાથી બદલો લેવો, ભોજન સંબંધી, સ્ત્રી સંબંધી, રાજા સંબંધી અને દેશ સંબંધી નિરર્થક કથા-વાર્તા કરવી છે, રોગ કે થાક સિવાય વ્યર્થ ઊંઘ્યા રહેવું વગેરે પ્રમાદાચરણનો બુદ્ધિમાન પુરુષે ત્યાગ કરી દેવો જોઈએ. આચાર્ય સમંતભદ્રે પ્રમાદચર્યાની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - "“क्षिति सलिल दहन पवनारम्भं विफलं वनस्पतिच्छेदं । सरणं सारणमपि च प्रमादचर्यां प्रभाषन्ते ॥" રત્નકરેંડ શ્રાવકાચાર, શ્લોક-૮૦ નિરર્થક જમીન ખોદવી, વ્યર્થ પાણીનો આરંભ કરવો, વ્યર્થ અગ્નિ પ્રજ્વલિત કરવી, નિષ્કારણ હવાનો આરંભ કરવો, વ્યર્થમાં ઝાડ-છોડ, ફૂલ-પત્તા વગેરે વનસ્પતિનું છેદન, ઘી-તેલ વગેરેનાં વાસણ ખુલ્લાં છોડી દેવાં, લાકડી-પાણી વગેરેને વગર જોયે કામમાં લેવાં પ્રમાદચર્યા છે. શ્રાવકે જાગૃત અને સતર્ક રહીને બધી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એની થોડી અસાવધાનીથી મોટો અનર્થ થવાની સંભાવના (રહે) છે. તેથી આ પ્રકારના અનર્થદંડથી બચવું જોઈએ. (૩) હિંસ્ત્રપ્રદાન : અનર્થદંડનો ત્રીજો આધાર સ્તંભ હિંન્નપ્રદાન છે. આનો અર્થ છે હિંસામાં સહાયક ઉપકરણ કે સાધનને બીજાઓને આપવાં. દિગંબર પરંપરામાં આનું નામ હિંસાદાન છે. હિંસા કરવા માટે, સાધનો આપવાં હિંસાદાન છે. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે હિંસા કરવા માટે શસ્ત્ર વગેરે પદાર્થોને આપવા હિંન્નપ્રદાન છે, ન કે હિંસાની ૫૦ જિણધમ્મો Page #248 -------------------------------------------------------------------------- ________________ સંભાવનાવાળા પદાર્થોને આપવા. વાસ્તવમાં આ અનર્થદંડ ત્યારે જ થાય છે, જ્યારે હિંસા માટે શસ્ત્ર વગેરે પદાર્થ કોઈને આપવામાં આવે. જેમ કે યુદ્ધ માટે દેશોને હથિયાર આપવાં, બૉમ્બ વગેરે આપવાં, કોઈને વધ કરવા માટે તલવાર, છરી, પિસ્તોલ વગેરે આપવા. આચાર્ય હેમચંદ્ર “યોગશાસ્ત્રમાં કહ્યું છે - "यंत्र-लांगल-शस्त्राग्नि मूशलो दूखलादिकम् । दाक्षिण्या विषये हिंसां नार्पयेत् करुणा परः ॥" - યોગશાસ્ત્ર ૩/૭૭ અર્થાત્ કરુણા પરાયણ શ્રાવક યંત્ર, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ખુરપી વગેરે વસ્તુઓને પારસ્પરિક વ્યવહાર (ભલાઈ)ના વિષયમાં છોડીને પ્રદાન ન કરો. કેટલાક લોકો આ અનર્થદંડને બરાબર સમજતા નથી. કલમ સુધારવા માટે ચાકૂ (ચપ્પ) આપવું હિંચ્ચપ્રદાન નથી. રસોઈ બનાવવા માટે આગ વગેરેનું દેવું હિંસ્ત્ર પ્રદાન નથી, કારણ કે અહીં ચાકૂ કે આગને આપવાનો અભિપ્રાય હિંસા કરવી કે સળગાવવું નથી. ઉપાસક દશાંગ સૂત્ર'ના ટીકાકારે આ વિષયમાં લખ્યું છે - "हिंसाहेतुत्वादायुधानल विषादयो हिंसोच्यते, तेषां प्रदानं अन्यस्मै क्रोधाभिभूताय अनभिभूताय प्रदानं परेषां समर्पणम् ।" જેમનાથી હિંસા થાય છે એ અસ્ત્રો, શસ્ત્રો, આગ, ઝેર વગેરે હિંસાનાં સાધનોને ક્રોધાવિષ્ટ અથવા ક્રોધાવેશ સહિત વ્યક્તિને આપવાં હિં×પ્રદાન છે. તાત્પર્ય એ છે કે હિંસા કરવા માટે દુષ્ટ ભાવનાથી શસ્ત્ર વગેરે સાધન બીજાઓને આપવાં હિંન્નપ્રદાન નામનો અનર્થદંડ છે. (૪) પાપોપદેશ : પાપકારી પ્રવૃત્તિ કરવા માટે બીજાઓને સલાહ, સૂચના કે પ્રેરણા આપવી પાપોપદેશ નામનો અનર્થદંડ છે. જે કાર્ય પાપરૂપ છે, એને કરવાની સલાહ આપવી પાપોપદેશ છે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી એવી વાત કરવી, જેનાથી બીજી વ્યક્તિ પાપકારી પ્રવૃત્તિ કરવામાં લાગી જાય - એ પાપોપદેશ છે. જેમ દારૂડિયો દારૂના ગુણ બતાવીને બીજા લોકોને દારૂ પીવા માટે પ્રોત્સાહિત (ભરમાવે) છે. આ પાપોપદેશ છે. દુર્વ્યસની લોકો ગાંજો, ભાંગ, સિગારેટ, બીડી વગેરેના ખોટા ગુણ બતાવીને જાહેરાત દ્વારા લોકોને એમના સેવનાર્થ પ્રેરણા આપે છે. આ બધા પાપોપદેશમાં સમાવિષ્ટ છે. અનેક લોકો સાધારણ ભોળા લોકોને ખોટી સલાહ આપીને ભાઈ-ભાઈમાં ઝઘડો કરાવી દે છે, પતિ-પત્નીમાં મનદુઃખ પેદા કરી દે છે, જાતિ-સમાજમાં કડવાશ (વિરોધ) કરી દે છે, લડાઈ કરાવી દે છે, હિંસા ભડકાવી દે છે, હિંસક આંદોલન અને તોડફોડને પ્રોત્સાહિત કરે છે - આ બધા પાપોપદેશ છે. અથવા બકરા મારો, પશુબલિ ચડાવો - વગેરેની પ્રેરણા આપવી પાપોપદેશ નામનો અનર્થદંડ છે. [ અનર્થદંડ વિરમણ વ્રત ) Yo૫૧) Page #249 -------------------------------------------------------------------------- ________________ આમ, અનર્થદંડના ચાર આધાર સ્તંભ છે. શ્રાવકે એમને બરાબર સમજી લેવા જોઈએ અને એમનાથી બચવું જોઈએ. જે શ્રાવક પ્રત્યેક પ્રવૃત્તિનો પ્રારંભ કરતા પહેલાં અર્થઅનર્થનો વિવેક કરીને નિરર્થક કાર્યોથી બચે છે, તે અનર્થદંડના પાપથી પોતાના આત્માને બચાવી લે છે. અનર્થદંડ વ્રતના પાંચ અતિચારઃ શાસ્ત્રકારોએ અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે, જે જાણવા જેવા છે, પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે છે - (૧) કંદર્પ, (૨) કૌત્કચ્ય, (૩) મૌખર્ય, (૪) સંયુક્તાધિકરણ અને (૫) ઉપભોગપરિભોગાતિરિક્તતા. (૧) કંદર્પ : કામવાસનાને ઉત્તેજિત કરનારા, મોહોત્પાદક શબ્દોનો હાસ્ય કે વ્યંગ્યમાં બીજાઓના પ્રત્યે પ્રયોગ કરવો કે સાંભળવો કંદર્પ નામનો અતિચાર છે. અશ્લીલ નાટક કે સિનેમા જોનારા, ગંદી નવલકથા કે અશ્લીલ વાર્તાઓ વાંચનારા - સાંભળનારાઓ આ અતિચારથી કેવી રીતે બચી શકે છે ? બોધવર્ધક વિનોદ કરવો આ અતિચારમાં નથી. અશ્લીલ શબ્દ પ્રયોગથી કે અશ્લીલ કથા-વાર્તાઓને વાંચવા-સાંભળવાથી જો કે વ્રતનો ભંગ નથી થતો, પરંતુ વ્રતભંગની પ્રબળ સંભાવના રહે છે, તેથી કંદર્પને અતિચાર કહેવામાં આવ્યો છે. વ્રતની સુરક્ષા માટે શ્રાવકે આ અતિચારથી બચવું જોઈએ. (૨) કૌભુચ્ચ : આંખ, નાક, મોટું વગેરે અંગોને વાંકાચૂકાં, વિચિત્ર રૂપમાં વિકૃત બનાવીને ભાંડ કે વિદૂષકની જેમ ચેષ્ટા કરીને લોકોને હસાવવા, કુતૂહલ પેદા કરવું, બહુરૂપીની જેમ વિચિત્ર વેશ બનાવીને લોકોને વિસ્મયમાં નાખવાં, તે કૌત્કચ્ય નામનો અતિચાર છે. શ્રાવકે એનાથી બચવું જોઈએ. કૌસ્કુણ્ય પ્રવૃત્તિવાળો શ્રાવક સમાજમાં પ્રતિષ્ઠાનો ભાગી નથી બની શકતો. (૩) મોખર્ચ ઃ આનો મતલબ છે અકારણ જ વધુ બોલવું, નિમ્પ્રયોજન બડબડ કરવું, એકલા-એકલા બકવું, ગપ્પાં મારવાં, વાચાળતા શ્રાવક જીવન માટે અભિશાપ છે. વધુ નિરર્થક બોલનાર વ્યક્તિ પ્રતિષ્ઠા નથી પામતી. એનાં વચનોની કોઈ કિંમત નથી હોતી (થતી). ઓછું બોલનાર વ્યક્તિ સક્ષમ તથા ચિરંજીવી થાય છે. ભગવાને કહ્યું છે - “બહુાં મ ય ત્રિવે” અર્થાત્ વધુ ન બોલો. શ્રાવકે જીભ ઉપર સંયમ રાખવો અને મૌનની સાધના માટે આ અતિચારથી બચવું જોઈએ. (૪) સંયુક્તાધિકરણ : કૂટવા, દળવા તથા અન્ય ગૃહકાર્યનાં સાધનોનો વધુમાં વધુ નિમ્પ્રયોજન સંગ્રહ કરી રાખવો. જેમ ઉખાણુ (તાવિતો), સાંબેલુ, ઘંટી, ઝાડુ, પથ્થર, ખલ (ખાણિયો) વગેરે વસ્તુઓ આવશ્યકતાથી વધુ સંગૃહીત રાખવી, સંયુક્તાધિકરણ નામનો અતિચાર છે. અથવા કુહાડીમાં હાથો વગેરે લગાવીને તૈયાર રાખવું, ઉખાણું-સાંબેલું વગેરે કે હળ વગેરેને જોડી રાખવા પણ સંયુક્તાધિકરણ છે. આધુનિક યુગમાં પંખો, વિજળી તથા (૫૨) 0000000000000 જિણધમો ) Page #250 -------------------------------------------------------------------------- ________________ નળ વગેરેને નિમ્પ્રયોજન ચાલુ રાખવો પણ આ અનર્થદંડની અંતર્ગત આવે છે. આ અતિચારના સ્થાને ક્યાંક અસમીક્ષ્યાધિકરણ નામનો અતિચાર દૃષ્ટિગોચર થાય છે. આનો અર્થ થાય છે - વગર વિચાર્યું કોઈથી ક્લેશ કરી બેસવો, વાત-વાતમાં ઝઘડો કરી (વહોરી) લેવો, વગર વિચારે વ્યર્થની ઝંઝટ માથા પર લઈ લેવી થાય છે. (૫) ઉપભોગ-પરિભોગાતિરિક્તતા : જે પદાર્થ ઉપભોગ-પરિભોગ વ્રત સ્વીકાર કરતા સમયે મર્યાદામાં રાખે છે, એમાં અત્યધિક આસક્ત રહેવું, એમાં આનંદ માનીને પુનઃ પુનઃ (વારંવાર) એમનો ઉપયોગ કરવો - ‘ઉપભોગ પરિભોગાતિરિક્તતા છે. વસ્તુઓનો ઉપભોગ જીવનનિર્વાહ હેતુ કરવો જોઈએ. પરંતુ એવું ન કરતાં મોજ-શોખ કે સ્વાદ માટે એમનો વારંવાર ઉપયોગ કરવાથી આ અતિચાર લાગે છે. જેમ - પેટ ઠસાઠસ ભરેલું હોવા છતાંય સ્વાદના લોભમાં આવીને વધુ ખાઈ લેવું, કપડાંઓની જરૂર ન હોવા છતાંય માત્ર ફેશનની દૃષ્ટિએ એમને વારંવાર બદલવાં, નવી-નવી ડિઝાઈનવાળા કપડાં પહેરવાં, અનાવશ્યક વારંવાર સ્નાન કરવું વગેરે આ વ્રતના અતિચારો છે. શ્રાવકે ઓછામાં ઓછા પદાર્થોથી પોતાનો જીવનનિર્વાહ કરવો જોઈએ. ત્યારે જ તે આ અતિચારથી બચી શકે છે. તાત્પર્ય એ છે કે શરીરરક્ષા કે જીવનનિર્વાહ માટે ભોજન, વસ્ત્ર, શધ્યા (પથારી) વગેરે પદાર્થોનો ઉપભોગ અર્થદંડ છે. જ્યારે રસાસ્વાદ, ફેશન-વિલાસ, મોટાઈનું પ્રદર્શન કે મોજ-શોખ માટે ભોજન, વસ્ત્ર, શય્યા વગેરેનો ઉપભોગ કરવો અનર્થદંડ છે. અનર્થદંડ વિરમણ વ્રતથી શ્રાવકના જીવનમાં ઘણી જ શુદ્ધિ આવી જાય છે. જેમ ખેડૂત ખેતી કરતા પહેલાં ખેતરમાં ઊગેલા નિરર્થક ઘાસ-નિંદામણ, ઝાડ-ઝાંખરાંને ઉખાડી ફેંકે છે ત્યારે જ એમાં બીજ વાવવાથી સુંદર ખેતી થઈ શકે છે, એમ જ ગૃહસ્થ સાધકે સામાયિક વગેરેની સાધના કરતાં પૂર્વે અનર્થદંડના ઘાસ-ક્સને ઉખાડી ફેંકવા જોઈએ. ત્યારે જ સમભાવ વગેરેના બીજ હૃદયભૂમિમાં વાવવાથી આત્મવિકાસનો સુંદર પાક લહેરી ઊઠે છે. ( ચાર શિક્ષાવત - સામાયિક વ્રત) ગૃહસ્થ શ્રાવક પાંચ મૂળ અણુવ્રતોને અને એમને પુષ્ટ કરનાર ત્રણ ગુણવ્રતોનો સ્વીકાર કરીને પોતાના જીવનરૂપી વટવૃક્ષને હરિયાળું, પુષ્પિત, ફલિત, છાયાવાન અને રમણીય બનાવી લે છે. એના જીવનમાં આ આઠ વ્રતો દ્વારા ત્યાગ વૃત્તિ આવી જાય છે. પાંચ અણુવ્રતો દ્વારા તે હિંસા વગેરે આસ્ત્રવોના મહાપાપનો ત્યાગ કરી દે છે. ભૌતિક પદાર્થોમાં આનંદ માનવો છોડીને જીવનનિર્વાહ માટે સીમિત પદાર્થોનો ઉપભોગ-પરિભોગ સ્વીકાર કરે છે, ક્ષેત્ર મર્યાદિત કરે છે અને એમાં પણ નિરર્થક હિંસા વગેરેનો ત્યાગ કરે છે, પોતાની જરૂરિયાતોને સીમિત કરી દે છે. આ રીતે એના જીવનમાં ત્યાગ ભાવના સાકાર થઈ ઊઠે છે. પરંતુ આ ત્યાગ વૃત્તિ ત્યારે જ ટકી શકે છે, જ્યારે શ્રાવક આધ્યાત્મિક આનંદથી ઓતપ્રોત હોય, આત્મા-અનાત્માનો ભેદ વિજ્ઞાન હોય અને આત્માના નિજી (વ્યક્તિગત) ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત કરે છે જે પ૦૫૩) Page #251 -------------------------------------------------------------------------- ________________ ગુણોમાં જ તે વધુ પડતો મગ્ન રહેવાનો પ્રયત્ન કરે. વૈરાગ્ય ભાવના વગર ત્યાગ વૃત્તિ ટકતી નથી, એમાં સ્થિરતા નથી આવતી. આ જ દૃષ્ટિકોણથી શાસ્ત્રકારોએ સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ તથા અતિથિ સંવિભાગ - આ ચાર શિક્ષાવ્રતોનું વિધાન કર્યું. આ ચારેય વ્રતોનો જેટલો વધુ અભ્યાસ કરવામાં આવશે, એટલું જ શ્રાવક જીવન વ્યાપક તથા પ્રશસ્ત બનશે, પૂર્વોક્ત આઠ વ્રતોમાં ઉત્તરોત્તર શુદ્ધતા આવશે. આત્મિક આનંદની અનુભૂતિ હેતુ જેમનો વધુમાં વધુ અભ્યાસ કરવો આવશ્યક છે, તે વ્રત શિક્ષાવ્રત કહેવાય છે. સમભાવની પુષ્ટિ માટે સામાયિક વ્રત, સાંસારિક પ્રવૃત્તિઓથી આંશિક અવકાશ લેવા માટે દેશાવકાશિક વ્રત, આત્મચિંતન, આત્મશોધન તથા આત્મનિર્માણ માટે પૌષધવ્રત તથા ઔદાર્ય ગુણના વિકાસ માટે અતિથિ સંવિભાગ રૂપ ચાર શિક્ષાવ્રતોનું શાસ્ત્રકારોએ વિધાન કર્યું છે. ચાર શિક્ષાવ્રતોમાં પ્રથમ શિક્ષાવ્રત છે - સામાયિકની સાધના : સમતા-ભાવના વિકાસ અને અભ્યાસ માટે લીધેલાં વ્રતોની સ્મૃતિને તાજી રાખવા માટે અનાત્મભાવ પર આત્મભાવનો વિજય સિદ્ધિ માટે અને આત્મ-ચિંતન માટે પ્રતિદિન ૪૮ મિનિટ સુધી એકાંત-શાંત સ્થાનમાં બેસીને બધા પ્રકારના પાપમય વ્યાપારોનો પરિત્યાગ કરવો સામાયિક વ્રત છે. સામાયિક ઈશ્વરોપાસના તથા આત્મોપાસનાનું સર્વોત્તમ સાધન છે. આત્માનો સાક્ષાત્કાર કરવા અને એની અનુપમ વિભૂતિના દર્શન કરવાનો આ ચમત્કારિક પ્રયોગ છે. આ બાહ્ય સંસારના અશાંત વાતાવરણથી દૂર હટીને અંતર્જગતના સુરમ્ય નંદનવનમાં વિહાર કરવાનું પ્રવેશદ્વાર છે. અશાંતિની જ્વાળાઓમાં સળગતા જીવોને શાંતિ પ્રદાન કરવા માટે આ શીતળ મંદાકિની છે. સંસારના દુઃખ-દાવાનળની શાંતિ માટે આ મહામેઘની ધારા છે. આ મોહ - મહારોગને નિર્મૂળ કરી આધ્યાત્મિક જીવન પ્રદાન કરનાર સંજીવની છે. | સામાયિકનો મહિમા અપાર છે. આ એ લોકોત્તર રત્ન છે, જેની કિંમત નથી આંકી શકાતી. આખી દુનિયાની સંપત્તિ એકત્રિત કરવાથી પણ આને મૂલવી શકાતો નથી. મગધનો સમ્રાટ શ્રેણિક પોતાની અપરિમિત ધનસંપત્તિથી પણ પૂણિયા શ્રાવકના એક સામાયિકનો (કિંમત) ભાવ કરવામાં અસમર્થ રહ્યો. જેણે આ વ્રતની સાધના દ્વારા આત્માના અનુપમ સૌંદર્ય અને અલૌકિક ઐશ્વર્યનો અનુભવ કરી લીધો તે સંસારની સમસ્ત સંપત્તિને તૃણતુલ્ય તુચ્છ સમજે છે. આત્માના અનંત ઐશ્વર્યની આગળ (સામે) જડ ઐશ્વર્યનું શું મૂલ્ય? હીરાના આગળ કાચની શું કિંમત ? મૌકિતકની સામે ગુંદાની શું વિસાત? સામાયિકનો અર્થ અને મહત્ત્વ : જેમ સમસ્ત પદાર્થોનો આધાર આકાશ છે, એમ જ સમસ્ત સગુણોનો આધાર સામાયિક છે, કારણ કે સામાયિકથી રહિત ચારિત્રાદિ ગુણાંવિત નથી થઈ શકતા. જેમ કે કહ્યું છે(૦૫૪ મત જા જા જા જા જા જા જા જા જા જા જા જા જિણવો Page #252 -------------------------------------------------------------------------- ________________ સામાયિ: गुणानामाधारः खमिवसर्व भावनां । न हि सामायिक हीनाश्चरण गुणान्विता येन ॥” - અનુયોગ વૃત્તિ એ સાધના, એ વ્રત, એ અભ્યાસ એકમાત્ર સામાયિક જ છે, જેના બળ પર આત્મા વિશુદ્ધ બનીને લોકાલોક પ્રકાશક પૂર્ણ આત્મ વિકાસ રૂપ કેવળજ્ઞાન અને સર્વ કર્મક્ષયપૂર્વક મોક્ષ પ્રાપ્ત કરે છે. કહ્યું છે - "सामायिक विशुद्धात्मा सर्वथाघातिकर्मणः । क्षयात् केवलमाप्नोति, लोकालोक प्रकाशकम् ॥” એક અન્ય જૈનચાર્ય કહે છે - जे केवि गया भोक्खं, जे वि य गच्छंति जे गमिस्संति । सव्वे सामाइय पभावेण મુજ્ઞેયત્રં ॥ ते જે પણ સાધક, ભૂતકાળમાં મોક્ષે ગયા છે, વર્તમાનમાં જે મોક્ષે જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે મોક્ષે જશે, સમજવું જોઈએ કે તે બધા સામાયિકના પ્રભાવથી જ ગયા છે, જઈ રહ્યા છે અને જશે. એક અન્ય જૈનાચાર્યની અંતર્વાણી આ રૂપમાં પ્રસ્ફુટિત થઈ છે - सेयंबरो य आसंबरो य, बुद्धो व तहेव अन्नो य । समभाव भावियप्पालहइ भुक्खं ન સંવેદ્દો ॥ ચાહે કોઈ શ્વેતાંબર હોય, ચાહે દિગંબર, ચાહે બુદ્ધ હોય કે કોઈ અન્ય વેશનો સાધક હોય, જેનો આત્મા સમભાવથી વાસિત હશે, તે નિઃસંદેહ મોક્ષને પ્રાપ્ત કરી લેશે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૨૯મા અધ્યયનમાં સામાયિકથી થનારા લાભને પ્રશ્નોત્તર રૂપમાં આ રીતે બતાવવામાં આવ્યા છે - પ્રશ્ન : सामाइएणं भंते ! जीवे किं जणयइ ? उत्तर * सामाइएणं सावज्जजोग विरइ जणयइ । શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું : “ભગવાન ! સામાયિકથી જીવને શું લાભ થાય છે ?” જવાબમાં પ્રભુ મહાવીરે ફરમાવ્યું : “હે ગૌતમ ! સામાયિકથી આત્માને સાવધ યોગ-મન, વચન, કાયાની પાપયુક્ત પ્રવૃત્તિથી વિરતિ રૂપ મહાફળની પ્રાપ્તિ થાય છે. એક અન્ય આચાર્યે સામાયિકની વ્યાખ્યા કરતાં કહ્યું છે - "सामाइयं नाम सावज्ज जोग परिवज्जणं, निरवज्ज जोग पडिसेवणं च ।" સાવધ યોગનો પરિત્યાગ અને નિરવદ્ય યોગનું સેવન કરવું જ સામાયિક છે. સામાયિકનો અર્થ અને ઉદ્દેશ્ય પ્રાણીમાત્રને આત્મવત્ સમજતા સમત્વનો વ્યવહાર કરવો છે. સમ્, આય અને ઇક્ ત્રણેય મળીને સામાયિક શબ્દ બન્યો છે. ‘સમ’નો સમતા-સમભાવ. ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત ૭૫૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ સમતાનો લાભ જેનાથી થાય તે સામાયિક છે. બધા જીવો ઉપર મૈત્રીભાવ રાખવો સામ છે. સામનો લાભ થવો જ સામાયિક* છે. પાપમય પ્રવૃત્તિઓનો પરિત્યાગ અને નિરવદ્ય યોગનું આચરણ જીવનાં આ બે પરિણામોને સમ કહે છે. એની પ્રાપ્તિ જ સામાયિકમ છે. જ્ઞાન, દર્શન, ચારિત્રને સમ કહે છે. એમાં પ્રવૃત્તિ કરવી જ સામાયિક છે. ઉક્ત બધી વ્યુત્પત્તિઓનો આશય એક જ છે, તે છે સમતા. સમતા જ સામાયિક છે. સમભાવનું જ્ઞાન, સમભાવ પર શ્રદ્ધા તથા સમભાવનું આચરણ - એ ત્રણેય મળીને ભાવ સામાયિક છે. આચાર્ય ભદ્ર બાહુસ્વામી કૃત ‘આવશ્યક નિર્યુક્તિ'માં કહેવામાં આવ્યું છે - "जस्स सामाणिओ अप्पा, संजमे णियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवली भासियं ॥" જેનો આત્મા સંયમમાં, તપમાં, નિયમમાં હંમેશાં સંલગ્ન છે, એનું સામાયિક શુદ્ધ હોય છે, એવું કેવળી ભગવાને કહ્યું છે. આચાર્ય હરિભદ્ર “પંચાશક'માં લખ્યું છે - . जो समो सव्व भूएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ, इइ केवलि भासियं ॥ જે સાધક રસ અને સ્થાવર બધાં પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, એનું સામાયિક સાચા અર્થોમાં સામાયિક છે, એવું કેવળી ભગવાને કહ્યું છે. “समभवो सामाइयं तण-कंचण सत्तुमित्त विरूउति । નિરમíાં વિત્ત, વરિય પવિત્તિપ્રહાdi a ” ચાહે તૃણ હોય કે સ્વર્ણ, શત્રુ હોય ચાહે મિત્ર, સર્વત્ર પોતાના ચિત્તને રાગદ્વેષની પરિણતિથી રહિત, શાંત તથા મધ્યસ્થ રાખવું અને પાપરહિત ઉચિત (સમભાવયુક્ત) પ્રવૃત્તિ કરવી જ સામાયિક છે કારણ કે સમભાવ જ તો સામાયિક છે. દ્રવ્ય સામાયિક અને ભાવ સામાયિકઃ ઓછામાં ઓછા બે ઘડી (૪૮) મિનિટ માટે સ્વચ્છ નિરવદ્ય શાંત સ્થાનમાં આસન પાથરીને ગૃહસ્થ વેશનાં કપડાં ઉતારીને, મુખવસ્ત્રિકા લગાવીને, પૂજની લઈને એક જગ્યાએ બેસવું અને સમભાવનું ચિંતન-મનન કરવું, સમભાવના પરમ ઉપાસક વીતરાગ દેવના * समस्य-रागद्वेषान्तरालवर्तितया मध्यस्थस्य आयः लाभः समायः समाय एव सामायिकम् । + सर्व जीवेषु मैत्री साम, साम्नो आयः लाभः समायः स एव सामायिकम् । x समः सावद्य योग परिहारः निरवद्ययोगानुष्ठानस्य जीव परिणामः तस्य आयः लाभः समायः स एव सामायिकम् । : समानि ज्ञानदर्शनचारित्राणि तेषु अयनं गमनं समायः स एव सामायिकम् । Ko૫) તો જે છે તે જિણધમો) Page #254 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપનું ચિંતન કરવું, જપ કરવું, આનુપૂર્વી વગેરે વિવિધ માધ્યમોથી પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરવું, આત્મામાં સમભાવની જ્યોત જગાવવી, મન-વચન-કાયાની શુદ્ધિ કરવી, વિધિપૂર્વક સામાયિક ગ્રહણ કરીને સમભાવનો અભ્યાસ કરવો દ્રવ્ય સામાયિક છે. જ્યારે ભાવ સામાયિક છે - રાગ-દ્વેષના પ્રસંગો પર સમભાવ રાખવો, રાગ-દ્વેષ રહિત હોવાનો પ્રયત્ન કરવો, સાવદ્ય યોગથી આત્માને હટાવીને સ્વ-સ્વભાવમાં રમણ કરવું. એક આચાર્ય સામાયિકનું લક્ષણ બતાવતાં કહે છે - “समता सर्वभूतेषु संयमः शुभ भावना । માતૈદ્ર પરિત્યાપ્તિદ્ધિ સામયિાઁ વ્રતમ ” બધાં પ્રાણીઓ પર સમતા રાખવી, પાંચેય ઇન્દ્રિય વિષયોના નિમિત્ત મળવાથી રાગતેષ ન કરવો, સંયમ રાખવો, અંતર્હદયમાં મૈત્રી વગેરે શુભ ભાવના રાખવી અને આર્તરૌદ્રધ્યાનોનો પરિત્યાગ કરીને ધર્મધ્યાનનું ચિંતન કરવું સામાયિક વ્રત છે. આચાર્ય હેમચંદ્ર દ્રવ્ય પ્રધાન ભાવ સામાયિકનું લક્ષણ ‘યોગશાસ્ત્રમાં આ પ્રમાણે બતાવે છે . "त्वक्त्वार्तरौद्र ध्यानस्य, त्यक्तसावद्यकर्मणः । મુહૂર્ત સમતાવાતાં વિ: સામાયિક વ્રતમ્ ” ગૃહસ્થ શ્રાવકના બધા પ્રકારના આર્ત-રૌદ્ર ધ્યાન અને સાવદ્ય કાર્યોનો પરિત્યાગ કરીને એક મુહૂર્ત સુધી સમભાવમાં (આત્મ ચિંતન, સમત્વ ચિંતન તથા સ્વાધ્યાય વગેરેમાં) વ્યતીત કરવું જ ગૃહસ્થનું સામાયિક વ્રત છે. - નિષ્કર્ષ એ છે કે દ્રવ્ય ભાવયુક્ત સમત્વ સાધનાનો ઓછામાં ઓછો એક મુહૂર્ત સુધી અભ્યાસ કરવો સામાયિક છે. દ્રવ્ય સામાયિક બાહા ક્રિયાઓ તથા મન-વચન-કાયાની શુદ્ધતા સુધી સીમિત છે, જ્યારે વિષમ ભાવનો ત્યાગ કરીને સમભાવમાં સ્થિત થવું, પૌલિક પદાર્થોની મમતા હટાવીને આત્મ ભાવમાં લીન થવું ભાવ સામાયિક છે. દ્રવ્ય સાથે ભાવનો મેળ થવાથી ઉભય પક્ષીય સમ ભાવનાની સાધના પૂરી થાય છે. ત્યારે જ વ્યાવહારિક શુદ્ધિ તથા ક્રમશઃ આત્મવિકાસનું અંતિમ ધ્યેય (મંજિલ) મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. દ્રવ્ય સામાયિકની સાથે ભાવ સામાયિકનો યોગ જ સામાયિક વ્રતનું સાચું સ્વરૂપ છે. સામાયિકનાં ચાર રૂપો : સામાયિકમાં સમભાવની સાધના જ મુખ્ય છે. વારંવારના અભ્યાસથી સામાયિકની સાધનાને સુદઢ, પરિપુષ્ટ અને સંસ્કારબદ્ધ બનાવવા એનાં ચાર રૂપો ઉપર ધ્યાન રાખવું આવશ્યક છે. તે ચાર રૂપ છે - (૧) દ્રવ્ય સામાયિક, (૨) ક્ષેત્ર સામાયિક, (૩) કાળ સામાયિક અને (૪) ભાવ સામાયિક. [ ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત છે પ૦) Page #255 -------------------------------------------------------------------------- ________________ (૧) દ્રવ્ય સામાયિકનો અર્થ છે - સારા-ખોટા, મનોજ્ઞ-અમનોજ્ઞ, સજીવ કે નિર્જીવ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ, ન કરતાં સમભાવ રાખવો. (૨) ક્ષેત્ર સામાયિકનો મતલબ છે - કોઈપણ સ્થાન કે ક્ષેત્ર અનુકૂળ મળે કે પ્રતિકૂળ, બંને જ અવસ્થાઓમાં રાગ-દ્વેષ ન કરીને સમભાવ રાખવો. (૩) કાળ સામાયિકથી અભિપ્રાય છે - ગમે તેવો કાળ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ, પોતાનો સ્વભાવ ન છોડવો. વ્યક્તિના જીવનમાં કોઈ સમયે સુખ, શાંતિ, આનંદ અને ઉલ્લાસ આવે છે તો બીજા સમયમાં દુઃખ, શોક, અશાંતિ, સંઘર્ષ અને સંક્લેશ પણ આવી શકે છે. કોઈપણ જીવ એનાથી બચી શકતો નથી. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતાં જ રહે છે. સામાયિકનો સાધક આ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ન હર્ષિત થાય છે અને ન ઉદ્વિગ્ન થાય છે. સુખ-દુઃખનાં કારણોને પોતાના અંતઃકરણમાં શોધે છે, પરિસ્થિતિઓને શ્રેય કે દોષ નથી આપતો - વસ્તુતઃ સુખ-દુઃખ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઉપર નિર્ભર નથી, પણ મનોનુભૂતિ જન્ય હોય છે. સામાયિકનો સાધક પોતાના મનને એટલું પ્રબળ બનાવી લે છે કે તે ન તો અનુકૂળતાઓમાં હર્ષિત થાય છે કે ન પ્રતિકૂળતાઓમાં ઉદ્વિગ્ન જ. બંને સ્થિતિઓમાં તે પોતાનો સમભાવ સરખો રાખે છે. આ જ કાળ સામાયિક છે. પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવના સાધકને નીચે લખેલી સ્વર્ણ સૂત્ર સુંદર પ્રેરણા આપે છે : लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो जिंदा पसंसासु तहा माणावमाणओ ॥ - ઉત્તરા, અ.-૧૯, ગાથા-૯૧ લાભની પરિસ્થિતિ હોય કે અલાભની સુખમય સ્થિતિ હોય કે દુઃખમય, જીવન લાંબુ ચાલે કે આજે જ મૃત્યુ ઉપસ્થિત થઈ જાય, કોઈ નિંદા કરે કે પ્રશંસા, કોઈ સન્માન કરે કે અપમાન, બધી પરિસ્થિતિઓમાં સામાયિક સાધક સમ રહે, સ્વસ્થ અને મધ્યસ્થ રહે. (૪) ભાવ સામાયિક : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓથી પોતાના અંતઃકરણને આપ્લાવિત કરતા રહેવું ભાવ સામાયિક છે. આચાર્ય અમિત ગતિએ ચાર ભાવનાઓની વ્યાખ્યા કરતા કહ્યું છે - "सत्वेषु मैत्री, गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थभावं विपरीत वृत्तौ, सदा ममात्मा विदधातु देव ॥" - પ્રાર્થના પંચવિંશતિ -૧ હે પરમાત્મા ! મારી આ ભાવના છે કે મારો આત્મા હંમેશાં પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ભાવ, ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ, દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ અને વિપરીત આચરણ કરનારાં વિરોધી જીવ પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારણ કરે. પવિત્ર ભાવનાઓનો આત્મા પર મહાન પ્રભાવ પડે છે. આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા માટે એ ચાર વ્યાપક શુભ ભાવનાઓ છે, જે સામાયિકના સાધકને (૫૮) 000000000000000 જિણધમો Page #256 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક સુખ-શાંતિ પ્રદાન કરે છે તથા આત્માને વિશુદ્ધ બનાવવામાં સહાયક હોય છે. ઉક્ત ચાર ભાવનાઓ દ્વારા આત્મા સમભાવનો સાધક અને ઉપાસક બની જાય છે. આ ભાવ સામાયિક છે. આગાર સામાયિક અને અણગાર સામાયિક : આધ્યાત્મિક વિકાસની ભૂમિકામાં અંતર હોવાના કારણે સાધુ-શ્રાવકની વ્રત સાધનામાં અંતર રાખવામાં આવ્યું છે. “સ્થાનાંગ સૂત્ર'માં સાધુ અને શ્રાવકની સામાયિક સાધનાના વિષયમાં કહેવાયું છે - “મારામારૂચેવ, સTIR સીમાડ્રા ચેવ ” - સ્થાન-ર સામાયિક બે પ્રકારની છે - ગૃહસ્થની સામાયિક અને અણગાર-સાધુની સામાયિક. ગૃહસ્થની સામાયિક અલ્પકાલિક છે, જ્યારે સાધુની જીવન પર્યંત. સંપૂર્ણ સામાયિક વ્રતીના જીવનમાં પાપ-પ્રવૃત્તિ હોતી નથી. એનું સમગ્ર જીવન સામાયિકમય જ હોય છે. તે અહિંસા, સત્ય વગેરે વ્રતોનો સંપૂર્ણ પૂજારી હોય છે. આને શાસ્ત્રીય ભાષામાં પરિપૂર્ણ સામાયિક ચારિત્ર' કહેવામાં આવે છે. જે વ્યક્તિ એવું પરિપૂર્ણ, સામાયિક ચારિત્ર અંગીકાર નથી કરી શકતો તેણે ઈન્વરકાલિક સામાયિક વ્રત અંગીકાર કરવું જોઈએ. ૪૮ મિનિટના મર્યાદિત સમય સુધી કોઈ પ્રકારની પાપમય પ્રવૃત્તિ ન કરવાનું વ્રત લેવાથી એ જ્ઞાત થઈ જાય છે કે આજીવન પાપ પ્રવૃત્તિઓને છોડી દેવાનો મહિમા કેવો છે? અલ્પકાલીન વ્રત સ્વીકારથી પણ જીવનમાં શાંતિનો અનુભવ થવા લાગે છે તો યાવજીવન વ્રતનો સ્વીકાર કરવાથી મળનારી શાંતિનું તો કહેવું જ શું? ગૃહસ્થ પોતાના દૈનિક જીવન વ્યવહારમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી પડે છે. એનું જીવન પ્રાયઃ પ્રપંચમય હોય છે. તેથી એના માટે એ આવશ્યક છે કે તે થોડો સમય એવો કાઢે જેમાં તે પોતાના આધ્યાત્મિક જીવનનું પોષણ કરી શકે. જગતનાં કાર્યો માટે ઘણો બધો સમય કાઢવો પડે છે તો આત્મિક કાર્ય માટે ૪૮ મિનિટનો સમય કાઢવો શું અનિવાર્ય નથી? વિવેકશીલ શ્રાવક અવશ્ય જ આટલો સમય આત્માના વિકાસ માટે કાઢે છે. એટલા સમયમાં તે પોતાના હૃદયમાં એટલું આત્મબળ ભરી લે છે કે દુનિયાદારીનું કાર્ય કરવા છતાંય તે આત્માથી દૂર નથી થતો. એ કાર્યોમાં તે આસક્ત અને લિપ્ત નથી રહેતો. તપ્ત લોખંડ પદન્યાસની જેમ તે સકાય પ્રવૃત્તિ કરે છે. જેમ ઘડિયાળમાં એક વાર ચાવી ભરવાથી તે ચોવીસ કલાક સુધી ચાલ્યા કરે છે, એમ જ સામાયિક રૂપ આધ્યાત્મિક ચાવી આપવાથી દિવસભરની ક્રિયાઓમાં એની અસર થવી જોઈએ. જો એવું ન થાય તો સમજવું જોઈએ કે આપણી જીવન-ઘડિયાળમાં કોઈ ગરબડ છે. સામાયિક વ્રતનો ઉદ્દેશ્ય આ જ છે કે રોજના અભ્યાસથી આટલું આત્મબળ વિકસિત થઈ જાય, એટલો સમભાવ પેદા થઈ જાય કે તે આત્મા દુનિયાદારીની પ્રવૃત્તિઓને કરવા દૂ ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત કરે છેઆ હ૫૯) Page #257 -------------------------------------------------------------------------- ________________ ન છતાંય આધ્યાત્મિક દૃષ્ટિથી હીન અને ક્ષીણ ન થઈ જાય. એના પ્રત્યેક કાર્યમાં એક સમાન સંગતિ હોય. એનું આત્મિક જીવન અને વ્યાવહારિક જીવન પરસ્પર અસંગત ન હોય. વાસ્તવિક સામાયિકનો પ્રભાવ એના જીવનના બધાં ક્ષેત્રોમાં થયા વિના નથી રહેતો. જો સામાયિક કરતા સમયે જ એની અસર થાય અને પછી એનો પ્રભાવ ન પડતો હોય, તો એ સમજી લેવું જોઈએ કે તે અંતઃકરણની શુદ્ધ સામાયિક નથી. એ નિઃસંદેહ છે કે આ સ્થિતિ પ્રાપ્ત કરવી સાધારણ વાત નથી. છતાંય ઉદ્દેશ્ય અને લક્ષ્ય એ પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ. સમભાવની સાધના કરવી બાળકોનો ખેલ નથી, તેથી આને પ્રાપ્ત કરવા હેતુ પુનઃ પુનઃ પ્રયાસ કરવો જોઈએ. તેથી આ વ્રત શિક્ષા-વ્રત કહેવાય છે. શિક્ષાનો અર્થ છે અભ્યાસ. કોઈપણ વિષયમાં પ્રવીણતા કે નિપુણતા પ્રાપ્ત કરવા માટે એનો પુનઃ પુનઃ અભ્યાસ કરવો આવશ્યક હોય છે. ગણિતમાં નિપુણ હોવા માટે રોજ કેટલાય પ્રકારના પ્રશ્નો હલ કરવા પડે છે. સૈનિક કૃત્યોમાં દક્ષતા પ્રાપ્ત કરવા માટે કસરત(કવાયત) કરવી પડે છે. એ જ રીતે આત્મિક બળના વિકાસ માટે, સમભાવની સાધના માટે અને વિકારોની શાંતિ માટે પુનઃ પુનઃ અભ્યાસની આવશ્યકતા હોય છે. તેથી રોજ સામાયિક રૂપ આત્મિક અભ્યાસ કરવાનું વ્રત બતાવવામાં આવ્યું છે. આને શિક્ષા-વ્રત કહેવાનો આ જ અભિપ્રાય છે. આ સામાયિક વ્રતનો એટલો મહિમા છે કે આ વ્રતના સમયે ગૃહસ્થ સાધક પણ લગભગ ત્યાગી સાધકની કોટિમાં આવી જાય છે. માત્ર વ્યાપકતા અને પ્રમાણમાં અંતર રહી જાય છે. આચાર્ય જિનભદ્ર ગણિએ કહ્યું છે - सामाइयस्सिउकए समणो इव सावओ इवइ जम्हा । एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥ વિશેષાવશ્યક ભાષ્ય - ૨૬૯૦ અર્થાત્ સામાયિક કરવાથી શ્રાવક શ્રમણ તુલ્ય થઈ જાય છે, તેથી શ્રાવકને પ્રતિદિન અનેક વાર સામાયિક કરવું જોઈએ. આ જ વાત ‘પુરુષાર્થસિદ્ધયુપાય’માં આ પ્રમાણે કહેવામાં આવી છે - सामायिकं श्रितानां समस्त सावद्य-योग परिहारात् । भवति महाव्रतमेषामुदयेऽपि चारित्र मोहस्य ॥ (૧૬) ગૃહસ્થ શ્રાવક સામાયિકની સાધના કરતાં-કરતાં એક દિવસ સાંસારિક ધરાતલથી ઉપર ઊઠીને અધ્યાત્મના ઉચ્ચ શિખર ઉપર પહોંચી જાય છે. જોઈએ દૈનિક તથા નિયમિત રૂપથી સામાયિકનો અભ્યાસ. સામાયિકની પ્રતિજ્ઞાનો પાઠ : સામાજિક વ્રત અંગીકાર કરવા માટે જે પ્રતિજ્ઞા પાઠ બોલવામાં આવે છે, તે આ પ્રમાણે છે ७५० જિણધો Page #258 -------------------------------------------------------------------------- ________________ " करेमि भंते ! सामाइयं, सावज्जं जोगं पच्चक्खामि जावनियमं पज्जुवासामि दुविहं तिविहेणं न करोमि, न कारवेमि मणसा, वयसा, कायसा तस्स भंते ! પડિમામિ, નિમ્નમિ, રિહામિ, અપ્પાનું વોસિમિ !'' “હે ભગવાન ! આપના સાક્ષીથી હું સામાયિક કરું છું. સાવધ વેપારોનો હું ત્યાગ કરું છું. જ્યાં સુધી હું નિયમની ઉપાસના કરું. બે કરણ અને ત્રણ યોગથી મન-વચન અને કાયાથી હું સાવધ વેપાર સ્વયં નહિ કરું કે બીંજાથી નહિ કરાવીશ. એટલું જ નહિ, અતીતમાં જે પણ સાવધ કાર્ય કર્યાં હોય એ બધાનું પ્રતિક્રમણ કરું છું, આત્મ સાક્ષીથી નિંદા કરું છું. આપની કે ગુરુદેવની સાક્ષીથી ગર્યા કરું છું તથા એ ભૂતપૂર્વ મલિન આત્માને હટાવું છું અને નવું જીવન ગ્રહણ કરું છું.” ઉક્ત પ્રતિજ્ઞા પાઠથી પ્રતીત થાય છે કે સામાયિક એક પ્રત્યાખ્યાન રૂપ છે, સંવર રૂપ પણ છે અને સંકલ્પ રૂપ પણ. તેથી ઓછામાં ઓછા કે મુહૂર્ત માટે એ સમસ્ત પ્રવૃત્તિઓનો મન-વચન-કાયાથી ત્યાગ કરવામાં આવે છે, જેમના કરવાથી પાપકર્મનો બંધ થાય છે, આત્મામાં પાપકર્મનો સ્રોત આવે છે. અર્થાત્ હું મનથી દુચિંતન નહિ કરું, વચનથી અસત્ય કે દુષ્ટ વચન નહિ બોલું, કાયાથી દુષ્ટ આચરણ નહિ કરું. કેટલી મહત્ત્વપૂર્ણ પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞાને નિભાવવા માટે સામાયિકના સાધકને પ્રમાદ, રાગ-દ્વેષ કે સાંસારિક પ્રપંચોમાં ફસાવું ન જોઈએ. સામાયિક કરવું વિષમ મનની સાથે યુદ્ધ કરવા સમાન છે. વિષમ મનને સતત સમભાવમાં રાખવા માટે એને પ્રશસ્ત કાર્યોમાં લગાવવું જોઈએ. જેનાથી તે ઇન્દ્રિય વિષયોની તરફ ન દોડે, ન ઇન્દ્રિયો જ વિષયાસક્ત થાય. એના માટે ઉચિત એ છે કે સામાયિકના સમયે સિદ્ધાંતનું અધ્યયન, મનન, ચિંતન કરવું જોઈએ - અથવા જે મહાપુરુષોનું ધ્યાન કે સ્મરણ કરવાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે એમની ભક્તિ, ઉપાસના તથા ગુણગાનમાં મનને નિયોજિત કરી દેવું જોઈએ. એવું કરવાથી આત્મા સમત્વની ઉપાસના કરી શકશે. સામાયિકમાં ચિતની સ્થિરતા માટે શાસ્ત્રકારોએ પાંચ પ્રશસ્ત સાધન બતાવ્યાં છે - (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પર્યટના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મ કથા. સાધના અને ઉપાસના : સામાયિકના પ્રતિજ્ઞા પાઠમાં ‘અંતે !’ કે ‘પન્નુવાસામિ' એ બે શબ્દો એવા છે, જે સામાયિકની પ્રગતિ અને સુદૃઢતા માટે પૂર્ણ સમભાવી વીતરાગ પ્રભુની સમીપતા કે સાંનિધ્યને સૂચિત કરે છે. આ જ રીતે “સાવજ્ન્મનોનું પથ્વસ્વામિ તથા તસ્ક મંતે ! પડિવમામિ, નિવામિ, રિહામિ, અપ્પાનું વોસરામિ' એ શબ્દો સામાયિકની શુદ્ધતા અને પૂર્ણતા માટે આત્મશુદ્ધિ રૂપ સાધનાને સૂચિત કરે છે. આ રીતે સામાયિક ઉપાસના અને સાધના ઉભય રૂપે હોવાથી આત્માની પ્રગતિનું સર્વોત્તમ સાધન છે. ઉપાસનાનો અર્થ છે સમીપતા, પાસે બેસવું. આત્માનું પરમાત્માના સમીપ (નજીક) બેસવું જ ઉપાસના છે. સમીપતાનો લાભ અને આનંદ સર્વવિદિત છે. શ્રાવક માટે સમત્વના ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત ૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આરાધક વિતરાગ પરમાત્માનું સાંનિધ્ય પરમ આવશ્યક છે. વીતરાગ પરમાત્માની સમીપતાથી સામાયિકના સાધકને એમની અનંત શક્તિમત્તાની ગરમી મળે છે, જેનાથી એના આત્માનો આશ્ચર્યજનક વિકાસ થાય છે. ઉપાસનાની જેમ સાધના પણ આત્મિક પ્રગતિનું અનિવાર્ય અંગ છે. ઉપાસનામાં ભગવાનનું સ્મરણ મુખ્ય છે, જ્યારે સાધનામાં જીવન-શોધની પ્રધાનતા છે. જે વ્યક્તિ પોતાના જીવનને શુદ્ધ બનાવીને વીતરાગ પરમાત્માના સામે ઉપસ્થિત થાય છે, તે જ પ્રભુની વાસ્તવિક અર્ચના અને ભક્તિ કરવામાં સમર્થ હોય છે. સાધના ઉપાસનાનો પથ પ્રશસ્ત કરે છે. સાધના ભૂમિનું નિર્માણ કરવાની જેમ છે, જ્યારે ઉપાસના એમાં બીજ વાવવું છે. જમીન શુદ્ધ હોય તો એમાં બીજને ઉગવામાં સરળતા રહે છે. સામાયિકની ઉપાસના થોડા સમય(૪૮ મિનિટ)માં થઈ જાય છે, પરંતુ સામાયિકની સાધનામાં તો ચોવીસે કલાક નિરત રહેવું પડે છે. આ રીતે સામાયિક વ્રતને સાધના તથા ઉપાસના દ્વારા નિરંતર પુષ્ટ અને સુદઢ બનાવવું જોઈએ. શુદ્ધિ ચતુષ્ટય : સામાયિક કર્યા પહેલાં ભૂમિની શુદ્ધિ* હોવી (થવી) આવશ્યક છે. ભૂમિ શુદ્ધ હોય છે ત્યારે જ એમાં વાવેલું બીજ સુંદર ફળદાયક થાય છે. તેથી સામાયિક માટે આ ચાર પ્રકારની શુદ્ધિ અનિવાર્ય છે - (૧) દ્રવ્ય શુદ્ધિ, (૨) ક્ષેત્ર શુદ્ધિ, (૩) કાળ શુદ્ધિ અને (૪) ભાવ શુદ્ધિ. આ શુદ્ધિ ચતુષ્ટયની સાથે સામાયિક કરવામાં આવે છે, તો તે પર્યાપ્ત ફળદાયિની હોય છે. (૧) દ્રવ્ય શુદ્ધિ : સામાયિક સમભાવને વધારવા માટે છે, તેથી જે દ્રવ્યોથી સમભાવને આંચ લાગતી હોય, વિષમતા વધતી હોય, જે પંચેન્દ્રિય જીવોની હિંસાથી નિષ્પન્ન હોય, વિકારોત્પાદક હોય, જે માત્ર ફેશન અને સૌંદર્યવર્ધક હોય, સંયમ-વિઘાતક હોય, એ ઉપકરણોનો ઉપયોગ સામાયિકમાં ન કરવો જોઈએ. જેમ કે કોમળ ગદગદતો રંગબિરંગી અથવા ગંદા આસન, રંગ-બેરંગી રેશમી પૂંજની, મલિન મુખવસ્ત્રિકા, અશુદ્ધ ગંદા વસ્ત્ર, ગંદી માળા, અશ્લીલ કે ષવર્ધક ગંદુ સાહિત્ય, વ્યર્થનાં આભૂષણો વગેરે ઉપકરણ સામાયિકમાં ત્યાજ્ય છે. આસન, વસ્ત્ર, રજોહરણ, પૂંજની, માળા, મુખવસ્ત્રિકા, પુસ્તક વગેરે સામાયિકના ઉપકરણ શુદ્ધ, અહિંસક (અલ્પારંભી) તથા ઉપયોગી હોવાં જોઈએ. * “કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે - “सामाइयस्स करणे खेत्तं, कालं च आसणं विलओ । મન-વચન-વાય શુદ્ધિ પ્રાયવ્વા સુતિ સન્તવ ” સામાયિક કરતા સમયે ક્ષેત્ર, કાળ, આસન, સ્થાન, મન, વચન અને કાયા - આ સાતેયની શુદ્ધિ જાણી લેવી જોઈએ (૬૨) 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો ) Page #260 -------------------------------------------------------------------------- ________________ (૨) ક્ષેત્ર શુદ્ધિ : સામાયિક કરવાનું સ્થાન શુદ્ધ હોવું જોઈએ. ગંદા, અશાંત, કોલાહલપૂર્ણ, આવાગમનવાળા, વિકારવર્ધક, લેશોત્પાદક અને ચિત્તને ચંચળ બનાવનાર સ્થાન માટે સારું નથી. એકાંત અને શાંત સ્થાનમાં સામાયિક કરવું જોઈએ. ધર્મ સ્થાનક વગેરે સ્થાન સમાયિક સાધના માટે ઉપયુક્ત છે. (૩) કાળ શુદ્ધિ : સામાયિક માટે યોગ્ય સમય અને ઉપયુક્ત અવસરનો વિચાર કરવો આવશ્યક છે. સમય અને અવસરનો વિચાર ન રાખીને સામાયિક કરીને બેસવાથી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ હોઈ શકે છે અને ચિત્ત સ્થિર તથા શાંત નથી રહેતું. તેથી સામાયિકનો કાળ પણ શુદ્ધ હોવો જોઈએ. બીમારની સેવા વગેરે જવાબદારીથી છુટકારો મેળવવા માટે સામાયિકમાં બેસી જવું પણ ઠીક નથી. (૪) ભાવ શુદ્ધિ : ભાવ શુદ્ધિથી મતલબ છે મન, વચન અને કાયાની એકાગ્રતા જ્યાં સુધી તન, મન અને વચનની એકાગ્રતા ભંગ કરનારા અને મલિનતા પેદા કરનારા દોષોનો ત્યાગ નથી કરવામાં આવતો, ત્યાં સુધી ભાવ શુદ્ધિ નથી થઈ શકતી. ભાવ શુદ્ધિ માટે મન, વચન, કાયાથી લાગનારા સામાયિકના ૩૨ દોષોને જાણવા તથા એનાથી બચવું આવશ્યક છે. બત્રીસ દોષો : પૂર્વાચાર્યોએ સામાયિકમાં મન, વચન અને કાયાની શુદ્ધિ હેતુ ત્રણેયને કુલ ૩૨ દોષો બતાવીને એમનાથી બચવાનો નિર્દેશ કર્યો છે. આ ૩૨ દોષોમાંથી ૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના દોષ છે. મનના ૧૦ દોષોનું નિરૂપણ આ પ્રમાણે છે : “अविवेग-जसोकित्ती लाभत्थी गव्व-भय नियाणत्थी । संसय रोस अविणओ अबहुमाणए दोसा भणियव्वा ॥" (૧) અવિવેક સામાયિકમાં કોઈ પ્રકારના કાર્યાકાર્ય, ઔચિત્ય, અનૌચિત્ય, સમયઅસમયનો વિચાર ન રાખવો કે સામાયિકના સ્વરૂપને સારી રીતે ન સમજવું. (૨) યશ-કીર્તિ ઃ યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, આદર-સત્કાર વગેરેની લાલસાથી સામાયિક કરવું. (૩) લાભાર્થ : ધન, પદ, ભૂમિ, સાધન, વ્યાપારમાં કમાઈ, નોકરીમાં બઢતી વગેરે સાંસારિક લાભથી પ્રેરિત થઈને સામાયિક કરવું. (૪) ગર્વ : સામાયિકમાં પોતાની જાતિ, કુળ, બળ વગેરેનું અભિમાન કરવું અથવા સામાયિક ક્રિયાનો ગર્વ કરવો. જેમ કે - મારા જેવું સામાયિક કરનાર કોણ છે વગેરે. - (૫) ભય : કોઈ પ્રકારના લોકભય, રાજભય કે લેણદાર વગેરેના ભયથી સામાયિક કરવા બેસી જવું. (૬) નિદાન : સામાયિકનું કોઈ ભૌતિક ફળ ચાહવું. જેમ કે - સામાયિકના બદલે મને અમુક સામાયિક સુખની પ્રાપ્તિ થાય. ( ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત ૬૩) Page #261 -------------------------------------------------------------------------- ________________ (૭) સંશય : સામાયિકના ફળના વિષયમાં સંદેહ કરવો. જેમ કે - એ વિચારવું કે હું સામાયિક કરું છે, પરંતુ એનું ફળ મને મળશે કે નહિ વગેરે. (૮) રોષ : સામાયિકમાં ક્રોધ વગેરે કરવો કે લડી-ઝઘડીને કે રીસાઈને સામાયિક કરવું. (૯) અવિનય : સામાયિકના પ્રત્યે અનાદર કે દેવ-ગુરુ ધર્મનો અવિનય કરવો. (૧૦) અબહુમાન ઃ બેગાર સમજીને સામાયિક કરવું, હાર્દિક ભક્તિથી પ્રેરિત ન થઈને સામાયિક કરવું. ઉક્ત ૧૦ દોષ મનથી સંબંધિત છે. વચનના ૧૦ દોષો આ પ્રમાણે છે : कुवयण सहसाकारे, सच्छंद संखेव कलहं य । विगहा विहासोऽसुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस ॥ (૧) કુવચન : સામાયિકમાં કુત્સિત, ગંદા, અપશબ્દ બોલવા, મર્મસ્પર્શી કટાક્ષ કરવો. (૨) સહસાકાર : વગર વિચાર્યે અચાનક અસત્ય વચન બોલવા. (૩) સ્વચ્છંદ : સામાયિકમાં કામોત્તેજક, ઉચ્છંખલ, અશ્લીલ ગીત ગાવું કે ગંદી વાતો કરવી. (૪) સંક્ષેપ : સામાયિકના પાઠને સંક્ષિપ્ત કરીને બોલવો. (૫) ક્લેશ : સામાયિકમાં ક્લેશકારી-ક્લહકારી વચન બોલવાં. (૬) વિકથા : કોઈપણ સુદુદ્દેશ્ય વગર સ્ત્રીકથા, ભત્તકથા (ભોજન સંબંધિત ચર્ચા), રાજકથા અને દેશકથા કરવી. (૭) હાસ્ય : સામાયિકમાં હસી-મજાક કરવી. (૮) અશુદ્ધ : સામાયિકનો પાઠ અશુદ્ધ બોલવો. (૯) નિરપેક્ષ : સિદ્ધાંત વિરુદ્ધ એકાંત કે નિશ્ચયકારી વચન બોલવાં અથવા સાવધાની રાખ્યા વગર બોલવું. (૧૦) મુમ્મન : સામાયિકના પાઠ વગેરેનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરીને અસ્પષ્ટ ગણગણાટ કરતું ઉચ્ચારણ કરવું. ઉપરના ૧૦ દોષ વચનથી સંબંધિત છે. શરીરથી સંબંધિત ૧૨ દોષો આ પ્રમાણે છે : कुआसणं चलासणं चल टिट्ठी, सावज्जकिरियालंबणाकुंचण-पसारणं । સાતમ-મોકળ-મન-વિમાસળ, નિદ્રા-વેયાવત્તિ વારસ જાયોસા ॥ (૧) કુઆસન : સામાયિકમાં પગ પર પગ ચડાવીને કે અવિનયપૂર્વક કે અન્ય કુઆસનથી બેસવું. (૨) ચલાસન : સ્થિર આસનથી ન બેસતાં વારંવાર આસન બદલતાં રહેવું. (૩) ચલ દિદ્ઘિ : સામાયિકમાં દૃષ્ટિને સ્થિર ન રાખતાં વારંવાર અહીં-તહીં જોવું. જિણઘો lox Page #262 -------------------------------------------------------------------------- ________________ (૪) સાવધ ક્રિયાઃ શરીરથી પાપજનક ક્રિયા કરવી, ઇશારો કરવો, ઘરની દેખરેખ કરવી વગેરે. (૫) આલંબન : કોઈ કારણ વગર દીવાલ વગેરેનો સહારો લઈને બેસવું. (૬) આકુંચણ પ્રસારણ : કોઈ કારણ વગર હાથ-પગ સંકોચવા કે ફેલાવવા. (૦) આળસ : સામાયિકમાં બેઠેલાએ આળસ લેવી. (૮) મોડન : સામાયિકમાં હાથ-પગની આંગળીઓ ચટકાવવી. (૯) મળ દોષ : સામાયિકમાં બેઠા-બેઠા શરીર ઉપરથી મેલ ઉતારવો. (૧૦) વિમાસન : કપાળ પર હથેળી રાખીને શોકગ્રસ્તની જેમ બેસવું કે વગર પૂછે શરીર ખણવું. (૧૧) નિદ્રા : સામાયિકમાં ઊંઘ લેવી. (૧૨) વૈયાવૃત્ય કે કંપનઃ સામાયિકમાં બેઠેલા અકારણ જ બીજાથી સેવા કરાવવી અથવા સ્વાધ્યાય કરતા સમયે માથું હલાવવું કે ઠંડી-ગરમીના કારણે કાંપવું. આમ, મનના ૧૦ દોષો, વચનના ૧૦ દોષો અને શરીરના ૧૨ દોષો છે. આ ૩૨ દોષોથી બચવું સામાયિકના સાધક માટે આવશ્યક છે. આ મન-વચન-કાયાની શુદ્ધિથી સામાયિક વિશુદ્ધ થાય (તોય) છે. સામાયિક વ્રતના અતિચાર : સામાયિક વ્રતમાં શ્રાવકના સામે અનેક પડકારો પેદા થઈ શકે છે. એમનાથી એણે સાવધાન રહેવું જોઈએ. તે અતિચાર જે સામાયિકને દૂષિત કરનારા છે, એમનાથી બચવું જોઈએ. સામાયિક વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે : (૧) મન દુપ્પણિધાન, (૨) વચન દુપ્પણિધાન, (૩) કાય દુષ્પણિધાન, (૪) સામાયિક સ્મૃતિભ્રંશ અને (૫) સામાયિક નવસ્થિતિ. (૧) મન દુપ્રણિધાન : સામાયિકના ભાવોથી બહાર મનને દોડાવવું, સાંસારિક પ્રપંચો તથા કાર્યોનો દુર્વિકલ્પ મનમાં કરવો, તે મન દુપ્પણિધાન નામનો અતિચાર છે. (૨) વચન દુષ્મણિધાન : સામાયિકના સમયે કટુ, કર્કશ, નિષ્ફર કે અસભ્યઅપશબ્દ બોલવાં તે વચન દુષ્મણિધાન છે. (૩) કાયા દુપ્રણિધાન : સામાયિકમાં કાયાને વારંવાર હલાવવી, કાયાથી કુચેષ્ટા કરવી, અકારણ શરીરને સંકોચવું, ફેલાવવું વગેરે કાયા દુષ્પણિધાન છે. | (૪) સામાજિક સ્મૃતિ ભ્રંશ : સામાયિક ગ્રહણ કરી છે. આ વાતને ભૂલી જવી કે સામાયિક કરવી જ ભૂલી જવું. દૂ ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત છે જ છે જે ભos૫) Page #263 -------------------------------------------------------------------------- ________________ (૫) સામાયિકાનવસ્થિતિ : સામાયિક બેગાર સમજીને જેમ-તેમ અનાદરપૂર્વક કરવું, સામાયિકનો સમય પૂરો થયા પહેલાં જ અજાણતામાં સામાયિક પાર પાડવી, વારંવાર ઘડિયાળ જોવી કે વિચાર કરવો કે સામાયિક પૂર્ણ થઈ કે નહિ વગેરે રૂપથી કમને સામાયિક કરવો. ઉક્ત પાંચ અતિચારોથી દૂર રહીને શુદ્ધ સામાયિક કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. અનુપયોગથી જો ઉક્ત દોષ લાગી જાય તો અતિચાર છે. જો જાણી-જોઈને એવું કરવામાં આવે તો વ્રતનો ભંગ થાય છે. તેથી અતિચારોથી અને સામાયિકના બત્રીસ દોષોથી બચીને શુદ્ધ અંતઃકરણથી પ્રતિદિન સામાયિક કરવી જોઈએ. શુદ્ધ ભાવથી કરેલી સામાયિક હજારો ભવોનાં સંચિત કર્મોને નષ્ટ કરી દે છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ માટે સામાયિક વ્રતની નિર્મળ આરાધના કરવી અત્યંત ઉપયોગી અને કલ્યાણકારી છે. Loo દેશાવકાશિક વ્રત) શ્રાવકનાં બાર વ્રતોમાંથી દસમું અને શિક્ષાવ્રતોમાંથી બીજું વ્રત દેશાવકાશિક છે. શ્રાવક અહિંસા વગેરે પાંચ અણુવ્રતોને પ્રશસ્ત બનાવવા અને એમાં ગુણ ઉત્પન્ન કરવા માટે દિક્ પરિમાણ તથા ઉપભોગ-પરિભોગ પરિમાણ નામનું જે વ્રત સ્વીકાર કરે છે, એમાં તે પોતાની આવશ્યકતા અને પરિસ્થિતિ અનુસાર જે મર્યાદા રાખે છે તે જીવનપર્યત હોય છે. પરંતુ શ્રાવક એ બધાનો ઉપયોગ પ્રતિદિન નથી કરતો. તેથી એક દિવસ-રાત માટે એ મર્યાદાને ઘટાડી દેવી. આવાગમનના ક્ષેત્ર અને ભોગ્યોપભોગ્ય પદાર્થોની મર્યાદાને સંકુચિત કરી દેવું દેશાવકાશિક વ્રત છે. આંશિક અવકાશ : દેશાવકાશિક વ્રત સાધનાની અપેક્ષા રાખે છે. આ સાધનામાં વ્યક્તિને પોતાના શરીર અને શરીર સંબંધિત કાર્યો (વેપાર, નોકરી, શરીર, શૃંગાર, એશઆરામ, આળસ, વિલાસિતા, ઇન્દ્રિય-વિષયોની ભોગાસક્તિ વગેરે દૈનિક કૃત્યો)થી અવકાશ (રજા) લેવી પડે છે. દેશ” શબ્દ અંશનો વાચક છે, અને “અવકાશ' શબ્દ વર્તમાનમાં પ્રચલિત “રજા'નો વાચક છે. આમ, બંને શબ્દો મળી એ ભાવાર્થ થયો કે શરીરથી સંબંધિત કાર્યોથી આંશિક (એક દિવસ-રાતની કે એનાથી પણ ઓછી સમયની) રજા લઈને આત્મ-ચિંતન, આત્મગુણોના મનન, સ્વભાવ રમણ, સ્વરૂપ ચિંતન પાંચ આવોનો નિરોધ કરીને સંવરમાં સંલગ્ન થવું દેશાવકાશિક વ્રત છે. અધ્યાત્મનો બાજોટ : દેશાવકાશિક વ્રત અધ્યાત્મનો બાજોટ છે. જેમ કે ભોજન કરનાર બ્રાહ્મણ ભોજન કરતાં સમયે જ બાજોટ લગાવે છે અને એ બાજોટમાં કોઈ અપવિત્ર વસ્તુને ઘૂસવા નથી દેતા, એમ જ સગૃહસ્થ શ્રાવક પણ દેશાવકાશિક વ્રત રૂપી બાજોટ લગાવીને આત્મિક ભોજન Page #264 -------------------------------------------------------------------------- ________________ કરવા બેઠા, એ સમયે ભોજનકાળ પર્યંત પોતાના એ બાજોટમાં કોઈ આસ્રવને, કોઈ અપવિત્ર સાવધ વિચારને, અપવિત્ર વાણી કે અપવિત્ર કાય-ચેષ્ટાને ન ઘૂસવા દે. જો એ શ્રાવકના પવિત્ર આત્મિક બાજોટમાં અનાત્મિક વ્રત, વિચાર, વાણી કે ચેષ્ટાના રૂપમાં ઘૂસે છે, તો સમજવું જોઈએ કે એનો એ બાજોટ ભ્રષ્ટ થઈ ગયો. દેશાવકાશિક વ્રતની અવધિ : દેશાવકાશિક વ્રતમાં સાધક કેટલા સમયનો અવકાશ આત્મિક વેપાર માટે લેશે ? આ એક પ્રશ્ન છે. આનો જવાબ વિભિન્ન આચાર્ય અલગ-અલગ દૃષ્ટિકોણથી અલગ-અલગ પ્રકારે આપે છે. એક આચાર્યે આ વિષયમાં કહ્યું છે “दिग्व्रतं यावज्जीवं संवत्सर - चातुर्मासी परिमाणं वा । देशावकाशिकं तु दिवस - प्रहर- मुहूर्तादि परिमाणं ॥" અર્થાત્ દિશા પરિમાણ વ્રત જીવનભર, વર્ષભર કે ચાર માસ માટે સ્વીકાર કરવામાં આવે છે, પરંતુ દેશાવકાશિક વ્રત દિવસ પ્રહર (પહોર) કે મુહૂર્ત વગેરે સુધી પણ કરવામાં આવે છે. દેશાવકાશિક વ્રત પ્રહર, મુહૂર્ત વગેરે થોડા સમય માટે કરવામાં આવે છે, એને વર્તમાન યુગમાં ‘સંવર’ કહે છે. થોડા સમયનું દેશાવકાશિક વ્રત, જેને સંવર કહેવામાં આવે છે, એને જેટલા પણ ઓછા સમય માટે શ્રાવક ગ્રહણ કરવા માંગે, કરી શકે છે. પૂર્વાચાર્યોએ સામાયિક વ્રતનો સમય ઓછામાં ઓછો ૪૮ મિનિટનો નિશ્ચિત કરવામાં આવ્યો છે. જો કોઈ શ્રાવક ૪૮ મિનિટ સુધીનું દેશાવકાશિક રૂપ સંવર કરે છે, તો એની ગણના સામાયિકમાં થઈ જશે. ૪૮ મિનિટથી ઓછા સમય માટે કે કોઈ શ્રાવક પાંચ આસ્રવનો ત્યાગ કરે છે તો એ ત્યાગની ગણના સંવરમાં જ થશે. - ૧૪ નિયમ, આત્માનો ખોરાક : જે દેશાવકાશિક સંવર રૂપમાં અલ્પકાળ માટે ગ્રહણ કરવામાં આવે છે, એમાં ઉપભોગ્યપરિભોગ્ય વસ્તુઓથી સંબંધિત ૧૪ નિયમોનું ચિંતન કરવાની પણ પ્રથા છે. ચૌદ નિયમોનું ચિંતન આત્માનો ખોરાક છે, આત્મશક્તિવર્ધક ટૉનિક છે, આત્મશક્તિમાં જે છીજન થઈ ગઈ છે, એની પૂર્તિ કરનાર છે, નવી શક્તિ અને સ્ફૂર્તિ આપનાર છે. અર્થ એ છે કે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં જીવનભર માટે ભોગોપભોગ માટે, જે પદાર્થો રાખ્યા છે, એ બધાનો ઉપભોગ એ પ્રતિદિન નથી કરતો, તેથી તે એક દિવસરાત માટે એ મર્યાદાને ઘટાડી દે છે. ‘પુરુષાર્થસિદ્ધયુપાય'માં કહ્યું છે - अत्याज्येष्वपि सीमा कार्येक दिवानिशो च भोग्यतया । पुनरपि पूर्वकृतायां समीक्ष्य तात्कालिकीं निजशक्तिम् ॥ सीमन्यन्तरा सीमा प्रतिदिवसं भंवति कर्त्तव्या । इति यः परिमितभोगैस्संतुष्टस्त्य जतिबहुतरान् भोगान् ॥ પુરુષાર્થસિદ્ધયુપાય ૧૭૧-૧૭૨ ७५७ દેશાવકાશિક વ્રત Page #265 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સાતમા ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં જે ઉપભોગ-પરિભોગ્ય વસ્તુઓને અત્યાજય સમજી રાખ્યું છે, એ વસ્તુઓના સંબંધમાં પહેલી કરેલી સીમામાં એક દિવસરાત માટે પોતાની શક્તિ જોઈને પુનઃ સીમા કરવી જોઈએ. અર્થાત્ પૂર્વકૃત સીમામાં પણ પ્રતિદિન કમી (ઓછું) કરવી જોઈએ. આમ, જે પરિમિત ભોગોથી સંતુષ્ટ થઈ જાય છે, તે સહજ સ્વાભાવિક રૂપથી ઘણાયે ભોગોને (જે પ્રતિદિન ઉપભોગમાં નથી આવતા) છોડી દે છે. ઘણીયે ભોગપભોગ્ય વસ્તુઓને પ્રતિદિનના નિયમ ચિંતનપૂર્વક છોડવાથી એ પૌલિક વસ્તુઓની પરાધીનતા અને ગુલામી છૂટી જાય છે અને ગુલામી છૂટી જાય છે અને આત્મામાં સ્વતંત્ર જીવવાની શકિત સ્કુરિત થાય છે. આ પ્રકારની શકિત હુરિત કરવા તથા આત્મશક્તિ પ્રગટ કરવામાં પ્રતિદિન ચૌદ નિયમોની ચિંતનપૂર્વક સીમા નિર્ધારિત કરવાની પદ્ધતિ જે દેશાવકાશિક વ્રતથી ઉદ્ભૂત થાય છે, ખૂબ જ સહાયક છે. દેશાવકાશિક વ્રતમાં ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થોની મર્યાદા ઘટાડવાના “આવશ્યક સૂત્ર'ની વૃત્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે - "दिग्व्रत संक्षेप करणमणुव्रतादि संक्षेपकरणस्याप्युपलक्षणं दृष्टव्यम्, तेषामपि સંક્ષેપરચાવડ્યું ર્તવ્યત્વાન્ !' - આવશ્યક વૃત્તિ. અર્થાત્ દશાવકાશિક વ્રતમાં દિવ્રતની મર્યાદાનો સંક્ષેપ કરવો મુખ્ય છે, પરંતુ ઉપલક્ષણથી અન્ય અણુવ્રતોને પણ અવશ્ય સંક્ષેપ કરવો જોઈએ. આ કથનથી સ્પષ્ટ છે કે જે વ્રતમાં જે મર્યાદા રાખી છે, એ બધી મર્યાદાઓને ઓછી કરવી, આવશ્યકતાથી વધુ રાખેલી મર્યાદાને એક દિવસ-રાત માટે પરિમિત કરી લેવી, પણ દેશાવકાશિક વ્રત છે. ઉદાહરણાર્થ ચોથા અણુવ્રતમાં સ્વદાર વિષયક જે છૂટ રાખી છે, એને પણ હટાવવી, પહેલા, બીજા, ત્રીજા અણુવ્રતમાં રાખેલી સૂમ હિંસા, સૂક્ષ્મ અસત્ય, સૂક્ષ્મ ચોરીની છૂટનો પણ એક દિવસ-રાત માટે સર્વથા ત્યાગ કરવો, પાંચમા અને સાતમા વ્રતમાં રાખેલી મર્યાદાને ઘટાડવી. આમ, વ્રતગ્રહણના સમયે જે-જે મર્યાદા રાખી છે, એમને એક દિવસ-રાત માટે ન્યૂનતમ (ઓછામાં ઓછી) કરી નાખવી દેશાવકાશિક વ્રત છે. વિવેકી શ્રાવક પ્રતિદિન આ વાતનો મનોરથ કરે છે કે - “મારા આત્મામાં એટલી શક્તિ પેદા થઈ જાય કે હું આરંભ પરિગ્રહનો સર્વથા ત્યાગ કરી નિગ્રંથ અણગાર બનું. પરંતુ જ્યાં સુધી આટલી શક્તિ પ્રગટ ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછા એક દિવસ-રાત માટે ન્યૂનતમ આવશ્યકતાઓથી પોતાનું કામ ચલાવીને આત્મ-ચિંતન દ્વારા આત્મશક્તિ વધારવામાં વધુ સમય આપું. ગૃહસ્થાશ્રમમાં રહેતાં-રહેતાં પણ ત્યાગમાર્ગ અપનાવું.” આ ભાવના અનુસાર શ્રાવક વ્રતગ્રહણના સમયે રાખેલી મર્યાદામાં પ્રતિદિન કમી (ઓછી) કરે છે. આચાર્યોએ ચૌદ નિયમોના ચિંતનનો ક્રમ આ પ્રમાણે બતાવ્યો છે - - સવિત હેલ્થ-વા-પન્ની-તાંબુન્ન-વસ્થ-સુને ! વી-સUT-વિન્નેવ-વ-વિશિ-નહા-મત્તે શું છે (os) છે. જેની છેજિણધો] Page #266 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ - (૧) સચિત્ત વસ્તુ, (૨) દ્રવ્ય, (૩) વિગય, (૪) જૂતાં-પાવડી, (૫) મુખવાસ (પાન), (૬) વસ્ત્ર, (૭) પુષ્પ (સુગંધિત તેલ વગેરે), (૮) વાહન, (૯) શયન, (૧૦) વિલેપન, (૧૧) બ્રહ્મચર્ય, (૧૨) દિશા, (૧૩) સ્નાન, (૧૪) ભોજન - આ ચૌદ શરીર સંબદ્ધ ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થોની એક દિવસ માટે ઓછામાં ઓછી સીમા કરવી ચૌદ નિયમનું ચિંતન છે. (૧) સચિત્ત : સચિત્તથી મતલબ એ વસ્તુઓથી છે જે એકેન્દ્રિય સચિત વસ્તુઓ શ્રાવક ઉપભોગમાં લે છે, કારણ કે દીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના ત્રસ જીવોના માંસ, ઈંડાં, લોહી કે અંગોપાંગ વગેરેનો તો જિંદગીમાં કદી સેવન નથી કરતો, એમનો સર્વથા ત્યાગ થાય છે. રહ્યો એકેન્દ્રિય સ્થાવર જીવોનો ઉપભોગ, જે એને અનાજ, પાણી, શાકભાજી, ફળ વગેરેના રૂપમાં કરવો પડે છે, તે એકેન્દ્રિય સચિત્ત પાંચ પ્રકારના છે - ૧. પૃથ્વી : બધા પ્રકારની સચિત્ત માટી. ૨. પાણી : કાચું પાણી. 3. વનસ્પતિ : સાગ-શાકભાજી, ફૂલ, ફળ, પત્તાં, ધાન્ય, અનાજ, બીજ વગેરે ૪. વાયુ ? પંખો વગેરે અને ૫. અગ્નિ ઃ હીટર, ભઠ્ઠી, સગડી વગેરે. સચિત્ત વસ્તુઓનો યથાશક્તિ ત્યાગ કે અમુક મર્યાદા કરે કે હું આજ આટલાઆટલા સચિત્ત પદાર્થ અને આટલી માત્રા-વજનથી વધુ ઉપયોગમાં નહિ લઉં. (૨) દ્રવ્ય : દ્રવ્યનો અર્થ અહીં ભોજ્ય પદાર્થોથી છે. ભોજનના રૂપમાં જે પદાર્થ અચિત્ત બનાવીને તૈયાર કરવામાં આવે છે, તે દ્રવ્ય કહેવાય છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં મિલાવી દેવાથી પણ તે એક જ દ્રવ્ય કહેવાશે. જેમ કે દૂધ એક દ્રવ્ય છે, પરંતુ ખીર બનાવી લેવાથી એમાં ચોખા-ખાંડ વગેરે બીજાં દ્રવ્યો ભળી (મિલાવી દેવાથી) જવાથી પણ તે “ખીર” નામનું દ્રવ્ય માનવામાં આવશે. રોટલી, બાટી, પૂરી વગેરે અલગ-અલગ પ્રકારનાં દ્રવ્યો માનવામાં આવશે. આમ, દ્રવ્યોના વિષયમાં મર્યાદા કરીએ કે હું આ જ આટલાં દ્રવ્યોથી વધુ દ્રવ્યો કામમાં નહિ લઉં. આ મર્યાદા માત્ર ખાન-પાન વિષયક દ્રવ્યોની હોય છે. (૩) વિષય : જે પદાર્થ શરીરમાં વિકૃતિ પેદા કરે છે, એમને વિગય કહે છે. દૂધ, દહીં, ઘી, તેલ અને મીઠાઈ એ પાંચ સામાન્ય વિગય છે. આ પદાર્થોમાં જેટલાનો ત્યાગ કરી શકાય, એટલાનો કરો, અથવા મર્યાદા કરો કે હું અમુક-અમુક પદાર્થ કામમાં નહિ લઉં અથવા અમુક પદાર્થ આટલા વજનથી વધુ કામમાં નહિ લઉં. મધ અને માખણ એ બે વિશેષ વિગય છે. એમનો નિષ્કારણ ઉપયોગ કરવાનો ત્યાગ કરો અને સકારણ ઉપયોગ કરવાની મર્યાદા કરો. મધ તથા માંસ મહા વિગય છે – શ્રાવકે આમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. [ દેશાવકાશિક વ્રત છે છે ૬૯) Page #267 -------------------------------------------------------------------------- ________________ (૪) પત્ની : જે પગની રક્ષા માટે પહેરવામાં આવે છે, એને પન્ની કહેવાય છે. જેમ કે જૂતાં, બૂટ, પાવડી, ચંપલ, મોજાં વગેરે. આમની મર્યાદા કરો કે આજ એક જોડી જૂતાં, ચંપલ, મોજાં વગેરેથી વધુનો ઉપયોગ નહિ કરું. (૫) તાંબૂલ (મુખવાસ) : ભોજન કર્યા પછી મુખશુદ્ધિ માટે જે પદાર્થ કામમાં લેવામાં આવે છે, એ બધાની ગણના તાંબૂલ(મુખવાસ)માં થાય છે. પાન, સોપારી, એલચી, ચૂર્ણ વગેરે આના વિષયમાં મર્યાદા કરો. (૬) વસ્ત્ર ઃ પહેરવા-ઓઢવાનાં કપડાંના વિષયમાં મર્યાદા કરો કે આજ હું અમુક જાતિનાં પ્રકારનાં) વસ્ત્ર આટલાથી વધુ ઉપયોગમાં નહિ લઉં. (૦) કુસુમ : એ બધા સુગંધિત પદાર્થ કુસુમના અંતર્ગત આવે છે, જે સુગંધ માટે શરીર ઉપર લગાડવામાં આવે છે. જેમ કે ફૂલ, અત્તર, તેલ, સેંટ વગેરે. (૮) વાહન : હાથી, ઘોડા, ઊંટ, ગાડી, ઘોડાગાડી, મોટર, રેલવે, નાવ, જહાજ, વિમાન વગેરે સવારીનાં સાધનોની ભલે તે જળ-થલ કે નભોમાર્ગના હોય, એમની મર્યાદા કરો કે “આજે હું અમુક વાહનના સિવાય અને કોઈ વાહન કામમાં નહિ લઉં.” (૯) શયન ઃ શય્યા (પથારી), પલંગ, ખાટલો, બિસ્તરો વગેરેના વિષયમાં મર્યાદા કરો. (૧૦) વિલેપન : જે શરીર ઉપર લેપ કરવામાં આવે છે, એમને વિલેપન કહે છે. કેસર, ચંદન, તેલ, સાબુ, કાજળ, મંજન (ટૂથપેસ્ટ) વગેરે એમના સંબંધમાં પ્રકાર, વજન કે સંખ્યાની મર્યાદા કરો. (૧૧) બ્રહ્મચર્ય : યૂળ બ્રહ્મચર્ય (પુરુષ માટે સ્વદાર સંતોષ, પરદાર વિવર્જન તથા સ્ત્રી માટે સ્વપતિ સંતોષ, પરપુરુષ વર્જન રૂ૫) વ્રતની જે મર્યાદા રાખી છે, એમાં યથાશક્તિ સંકોચ કે ત્યાગ કરો. (૧૨) દિશિ દિશા પરિમાણ કરતા સમયે આવાગમન માટે પ્રત્યેક દિશામાં જે ક્ષેત્ર જીવનભર માટે રાખ્યું છે, એનો સંકોચ કરો અને એ સંકલ્પ કરો કે - “હું આજ આટલા અંતર (દૂર)થી વધુ પૂર્વ વગેરે દિશા, આગ્નેય વગેરે વિદિશા કે ઊર્ધ્વ અથવા અધો દિશામાં ગમનાગમન નહિ કરું.’ (૧૩) સ્નાન ઃ આજ હું દેશ કે સર્વ-સ્નાન એટલી વારથી વધુ નહિ કરું. શરીરના થોડા ભાગને ધોવા દેશ સ્નાન છે અને પૂરા ભાગને ધોવો સર્વ સ્નાન છે. (૧૪) ભત્ત ઃ ભોજન-પાણીના સંબંધમાં મર્યાદા કરો કે - “આજે હું આટલી માત્રાથી વધુ નહિ ખાઉં - ન પીઈશ.” ઉક્ત ચૌદ નિયમોના વિષયમાં ચિંતન કરવું દેશાવકાશિક વ્રત છે. કેટલાક લોકો આ ચૌદ નિયમોની સાથે અસિ, મષિ અને કૃષિ - આ ત્રણેયને મિલાવીને આના વિષયમાં પણ (૭૦૦) 0000000000000000 ( જિણધામો) Page #268 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા કરે છે. આ ત્રણેય આજીવિકા સંબંધી કાર્ય છે. સાતમા વ્રતમાં ૧૫ પ્રકારના કર્માદાન રૂપ આજીવિકાનાં કાર્યોનો તો શ્રાવકે સર્વથા ત્યાગ કરવો જ પડે છે. શેષ જે કાર્ય રહે છે, એમના વિષયમાં પણ પ્રતિદિન મર્યાદા કરો. દેશાવકાશિક વ્રતની બીજી વ્યાખ્યા : - જેમ ૧૪ નિયમોનું ચિંતન કરીને પ્રત્યેક નિયમના વિશે દૈનિક મર્યાદા નિશ્ચિત કરવામાં આવે છે, દ્રવ્ય અને ક્ષેત્રથી પણ છઠ્ઠા-સાતમા વ્રતમાં સ્વીકૃત મર્યાદામાં સંકોચ કરવામાં આવે છે, એ જ રીતે અણુવ્રતોની સ્વીકૃત મર્યાદામાં કાળની સીમા નક્કી કરીને એક દિવસ-રાત માટે પાંચ આસ્રવ સેવનનો ત્યાગ કરવો, પણ દેશાવકાશિક વ્રતમાં પરિગણિત થાય છે. આનું પ્રચલિત નામ દયા વ્રત કે છ કાયા વ્રત છે. દયા કે છ કાય વ્રત સ્વીકાર કરવા માટે કરવામાં આવતા પ્રત્યાખ્યાન જેટલા કરણ અને યોગથી ચાહે (જોઈએ) એટલા કરણ કે યોગથી કરવામાં આવે છે. કોઈ બે કરણ ત્રણ યોગથી પાંચ આસ્રવ દ્વારોનું સેવન કરવાનો ત્યાગ કરે છે. અર્થાત્ એ પ્રતિજ્ઞા કરે છે કે - “મન, વચન, કાયાથી પાંચ આર્ટ્સવોનું ન તો સેવન કરીશ, ન બીજાઓથી કરાવીશ.” આ પ્રકારની પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિએ જેટલા સમય માટે પ્રતિજ્ઞા લીધી છે, એટલા સમય સુધી તો સ્વયં જ વેપાર, કૃષિ કે અન્ય આરંભ-સમારંભનું કાર્ય કરી શકે છે અને ન અન્યથી કહીને જ કરાવી શકે છે. પરંતુ આ પ્રકારની પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિ માટે જે વસ્તુ બની છે, એ વસ્તુનો ઉપયોગ કરવાથી એની પ્રતિજ્ઞા નથી તૂટતી. આ વ્રતને એક કરણ ત્રણ યોગથી પણ સ્વીકાર કરી શકાય છે. જે વ્યક્તિ એક કરણ, ત્રણ યોગથી આ વ્રતનો સ્વીકાર કરે છે તે સ્વયં તો આરંભ-સમારંભ નથી કરી શકતા, પણ જો બીજાથી કહીને આરંભ-સમારંભ કરાવે છે. તો એવું કરવાથી એનો વ્રતભંગ નથી થતો, કારણ કે એણે બીજાઓથી આરંભ-સમાર મ કરાવવાનો ત્યાગ નથી કર્યો. આ વ્રતને એક કરણ અને એક યોગથી પણ સ્વીકાર કરી શકાય છે. એવા પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ શરીરથી જ આરંભ-સમારંભનું કાર્ય નથી કરી શકતી. મન અને વચનના સંબંધમાં તો એણે ત્યાગ જ નથી કર્યો, ન કરાવવા કે અનુમોદનનો જ ત્યાગ કર્યો છે. દેશ-પૌષધ : આચાર્યો આ વ્રતનો દેશ-પૌષધનું રૂપ આપ્યું છે. જે લોકો ચૌવિહાર ઉપવાસ સહિત પૌષધ કરે છે, એમનું તો અગિયારમું પ્રતિપૂર્ણ પૌષધોપવાસ વ્રત થઈ જાય છે, પરંતુ જે એવું ન કરીને તિવિહાર ઉપવાસ કરે છે અર્થાત્ ઉપવાસ કરીને સાથે દિવસના સમયે પ્રાસુક પાણીનો ઉપવાસ કરે છે, એમના આ દેશાવકાશિક વ્રતને દેશ-પૌષધ કહ્યો છે અને આને દસમા વ્રતમાં પરિગણિત કર્યું છે. પરંતુ જે નિરાહાર નથી રહી શકતા, તે આયંબિલ, એકાશન વગેરે કરીને પણ આ વ્રતનું પાલન કરે છે. જે કોઈ કારણવશ રસહીન ભોજન નથી કરી [ દશાવકાશિક વ્રત કરનારી ) Page #269 -------------------------------------------------------------------------- ________________ શકતા, તે એકાશન કરીને આ વ્રતનું પાલન કરે છે. પરંતુ એકાશનમાં ભોજન વિશેષ સ્વાદિષ્ટ અને ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર ન હોય, અન્યથા તે દયાવ્રત લોકોની દષ્ટિમાં ઉપહાસનો વિષય બની જાય છે. આ પ્રકારના દયા દ્રતને શાસ્ત્રકારોએ એક પ્રકારનું પૌષધ વ્રત જ માન્યું છે, કારણ કે થોડું ખાઈ-પીને શરીરને ભાડે આપીને પણ દયાવતી આસ્ત્રવોથી વિરત થઈને ધર્મનું પોષણ કરે છે, સામાયિક સાધના વગેરે ધર્મ-ધ્યાનમાં રત રહે છે, તેથી પૌષધની કોટિમાં આવી જાય છે, પૌષધની વ્યાખ્યા કરતાં “આવશ્યક સૂત્ર'ના વૃત્તિકારે કહ્યું છે - “पोषं पुष्टि प्रकर्षाद् धर्मस्य धत्ते करोतीति पौषधः" અર્થાત્ - જે પ્રકર્ષે રૂપથી ધર્મની પુષ્ટિ કે પોષણ કરે છે તે પૌષધ છે અથવા - पोसेइ कुसलधम्मे, जंताहारादि चागाणुट्ठाणं । इह पोसहोत्ति भण्णति, विहिणा जिणमासिण य ॥ આહાર વગેરે કરીને પણ એ પ્રાણાતિપાત વગેરેથી વિરમણના શુભ અનુષ્ઠાન દ્વારા કુશળ ધર્મનું પોષણ આપે છે, તેથી જિનેન્દ્ર ભાષિત વિધિથી આને પણ આચાર્ય પૌષધ કહે છે. પૂર્વકાળમાં આ પ્રકારનું પૌષધ હોવાનું પ્રમાણ “શ્રી ભગવતી સૂત્ર'ના ૧૨મા શતકના પ્રથમ ઉદ્દેશકમાં શંખજી અને પોખલીજી શ્રાવકના અધિકારમાં જોવા મળે છે. જેમણે આહાર કરીને પખી પૌષધ કર્યું હતું. આ પૌષધને કરવા માટે પાંચ આસ્રવ દ્વારના સેવનનો ત્યાગ કરીને સામાયિક વગેરેમાં સમય લગાવવો જોઈએ. દિવસ-રાતભરમાં ઓછામાં ઓછા ૧૧ અને વધુમાં વધુ યથા શક્ય સામાયિક કરવાની પરિપાટી છે. શ્રાવક એ દિવસ પૌષધ વ્રતીની જેમ જ પ્રતિલેખન, પ્રમાર્જન, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ સહિત પોતાની દિનચર્યા રાખે છે. એ દિવસ આહાર, નિહાર, શયન વગેરે બધી ચર્યા સાધુની જેમ યતનાથી કરે છે. રાત્રિની ચર્ચા પણ ચૌવિહાર કરીને સામાયિક, સ્વાધ્યાય, પ્રતિક્રમણ, આત્મચિંતન, યતનાપૂર્વક શયન અને પરમેષ્ઠી મંત્રનો જાપ વગેરેમાં વિતાવો. આમ, પાંચ અણુવ્રતોના પાલન, પાંચ આસ્ત્રવોના સેવનનો ત્યાગ તથા સંવર ગ્રહણ રૂપમાં પૂરા દિવસ-રાતના દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ છે. આ પ્રકારના દેશાવકાશિક વ્રતના પાલનથી એક પ્રકારનાં મહાવ્રતોની જેવી સાધના થઈ જાય છે, કારણ કે જેટલી ગમનાગમનની રાખી છે, એના ઉપરાંત શ્રાવકના સ્થૂળ-સૂક્ષ્મ બધાં પાપોનો ત્યાગ થઈ જાય છે. આ વાતને આચાર્ય સમતભદ્ર “રત્નકરંષ્ઠશ્રાવકાચાર'માં આ પ્રમાણે કહ્યું છે - “सीमान्तानां परतः स्थूलेतर पंच पाप संत्यागात् । ટેશાવાશન ૨ મહાવ્રતાનિ પ્રસાધ્યને !” - શ્લોક-૯૫ (oo૨) 00000 જિણધમો) Page #270 -------------------------------------------------------------------------- ________________ દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો જેમ હલેસા વગરની નાવ સમુદ્રમાં ચારે બાજુથી ટકરાઈને તૂટી જાય છે, એમ જ અતિચારોથી સાવધાની રાખ્યા વગર વ્રત રૂપી નાવ પણ તૂટી જાય છે. દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર શાસ્ત્રકારોએ આ પ્રમાણે બતાવ્યા છે : (૨) આળવળવોને, (ર) પેસવળપઓને, (રૂ) સાળુવાણ, (૪) સ્વવાળુવા, (५) बहिया पोग्गल पकखेवे । આવશ્યક સૂત્ર (૧) આનયન પ્રયોગ : આ વ્રતને ગ્રહણ કર્યા પછી દિશાઓનો સંકોચ કરી લેવાથી, આવશ્યકતા ઉત્પન્ન થવાથી મર્યાદિત ભૂમિથી બહાર રહેતાં સચિત્ત વગેરે પદાર્થ કોઈને મોકલીને મંગાવવા અથવા કોઈને મોકલીને મર્યાદિત ક્ષેત્રથી બહારના સમાચાર મંગાવવા. કારણ કે શ્રાવક આ વ્રતને બે કરણ, ત્રણ યોગથી ગ્રહણ કરે છે, એવી સ્થિતિમાં તે મર્યાદિત ભૂમિથી બહારની ચીજ કે સમાચાર કોઈને મોકલીને મંગાવી નથી શકતો. શ્રાવકની અસાવધાનીથી અજાણતા એવી ભૂલ થવાથી તે અતિચાર થઈ જાય છે. : (૨) પ્રેષ્ય પ્રયોગ ઃ પ્રયોજનવશ મર્યાદિત ભૂમિથી બહારની ભૂમિમાં કોઈને મોકલીને કોઈ પદાર્થ કે સંદેશ મોકલાવે છે, તો એને પ્રેષ્ય પ્રયોગ નામનો અતિચાર લાગે છે. પોતાનું પાપ ટાળવાના ઉદ્દેશ્યથી બીજાઓને એમની ઇચ્છા વિરુદ્ધ કાર્ય કરવાની આજ્ઞા આપવી કે બળજબરીપૂર્વક કામ કરાવવું પણ પ્રેષ્ય પ્રયોગ નામનો અતિચાર છે. (૩) શબ્દાનુપાત ઃ મર્યાદિત ક્ષેત્રથી બહારની ભૂમિથી સંબંધિત કાર્ય ઉપસ્થિત થવાથી શ્રાવક દ્વારા, મર્યાદિત ભૂમિમાં રહીને કોઈ સાંકેતિક શબ્દથી, ખોંખારો, ટિચકારી વગેરે અવ્યક્ત શબ્દોથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવો, જેથી બીજી વ્યક્તિ તે કાર્ય કરી દે, એવી સ્થિતિમાં શબ્દાનુપાત નામનો અતિચાર લાગે છે. (૪) રૂપાનુપાત : મર્યાદિત ભૂમિથી બહારનું કોઈ કામ આવી પડવાથી પોતાની આકૃતિ, ઇશારો, અભિનય કે હાથ-પગ વગેરેની ચેષ્ટા દ્વારા સંકેત કરીને બીજી વ્યક્તિને પોતાનો આશય સમજવાનો પ્રયત્ન કરવો રૂપાનુપાત નામનો અતિચાર છે. (૫) બાહ્ય પુદ્ગલ પ્રક્ષેપ ઃ મર્યાદિત ભૂમિથી બહારનું કામ આવી પડવાથી કાંકરા, ટેકરી વગેરે પદાર્થ મર્યાદિત ભૂમિથી બહાર ફેંકીને બીજાઓને પોતાનો આશય સમજાવવાનો પ્રયત્ન કરવાથી આ અતિચાર લાગે છે. એ પાંચેય ત્યાં સુધી જ અતિચાર છે, જ્યાં સુધી વ્રતપાલનની અપેક્ષા રાખતાં ભૂલથી અજાણતામાં થઈ જાય. જો એ ચેષ્ટાઓ જાણી જોઈને કરવામાં આવે તો અનાચારની કોટિમાં આવી જાય છે. અનાચારથી વ્રતભંગ થઈ જાય છે. તેથી ખૂબ જ સાવધાનીપૂર્વક આ અતિચારોથી બચવું જોઈએ. ત્યારે દેશાવકાશિક વ્રતમાં નિર્મળતા, નિશ્ચિંતતા આવશે અને વ્રતપાલન કરવાની સંતુષ્ટિ તથા પ્રસન્નતા થશે. દેશાવકાશિક વૃત 3 Page #271 -------------------------------------------------------------------------- ________________ Fo૮ (દેશાવકાશિક પૌષધ વ્રત : એક સમીક્ષા) દસમા દેશાવકાશિક પૌષધ તથા અગિયારમા પ્રતિપૂર્ણ પૌષધ વ્રતના વિષયમાં આગમિક સુસ્પષ્ટ વ્યાખ્યા ઉપલબ્ધ છે. પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરાથી એની તર્ક-પુરસ્સર વિવેચના તથા અનુપાલના ચાલી આવે છે, છતાં વર્તમાનમાં કેટલાક મહાનુભાવ દેશાવકાશિક પૌષધ તથા પ્રતિપૂર્ણ પૌષધના આગમ અભિપ્રાયના પ્રતિકૂળ મનઃ કલ્પિત વ્યાખ્યા કરતા રહે છે. એમની વિચારણા અનુસાર દસમું પૌષધ વ્રત નથી, તે માત્ર દેશાવકાશિક વ્રત છે. જે છઠ્ઠા વ્રતનો સંકોચ માત્ર છે. તેથી તિવિહાર ઉપવાસ કરનાર વ્યક્તિને પણ પ્રતિપૂર્ણ પૌષધ જ કરવો જોઈએ. દસમા પૌષધની સંજ્ઞાનું કોઈ પૌષધ વ્રત નથી હોતું. પરંતુ એમની આ વિચારણા આગમથી કિંચિત્ (રા) પણ સિદ્ધ નથી હોતી. તીર્થકર ભગવંતોએ શ્રાવક વ્રત નિરૂપણ પદ્ધતિમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અગિયારમા-દસમા બંને જ પૌષધ વ્રત બની શકે છે. - આ પ્રતિપાદનમાં અગિયારમા પૌષધ વ્રતના પ્રત્યાખ્યાન પાઠમાં આગળ પાંચ મર્યાદાઓ પર ધ્યાન આપવું અપેક્ષિત છે, જેમના પાલનથી જ અગિયારમું પૌષધ વ્રત થઈ શકે છે. તે પાંચ મર્યાદાઓ-પ્રતિજ્ઞાઓ નીચે મુજબ છે : | પહેલી પ્રતિજ્ઞા લઈ પvi gીફ 'ના ત્યાગની છે. બીજી અબ્રહ્મચર્ય સેવનથી નિવૃત્તિની છે. ત્રીજી અમુક મણિ સુવર્ણના ત્યાગની છે. ચોથી માળા વણગ વિલેપનના ત્યાગની છે અને પાંચમી પ્રતિજ્ઞા શસ્ત્ર-મૂસલ (સાંબેલું) વગેરે સાવદ્ય યોગના ત્યાગની છે. આ પાંચ પ્રતિજ્ઞાઓનો ઉલ્લેખ શ્રાવકના અગિયારમા વ્રતના મૂળ પાઠમાં સ્પષ્ટ છે. તેથી શાસ્ત્રાજ્ઞાની આરાધના કરનાર શ્રાવક પોતાની મનગમતી રીતથી આ પાંચ વાતોમાંથી કોઈનું પણ સેવન નથી કરી શકતો. જો કોઈ કહે કે પહેલી પ્રતિજ્ઞા, જે મસા પાઈ રવાન્ન સાફ'ની છે એમાં પાણીની છૂટ રાખીને અગિયારમાં પૌષધ વ્રતથી પ્રત્યાખ્યાન કરીએ તો શું આપત્તિ છે? પરંતુ આ પાણીની છૂટ શાસ્ત્રકારોએ નથી આપી, કોઈ પોતાની ઇચ્છાથી છૂટ કરે છે, તો મૂળ પાઠથી વિપરીત સ્થિતિ બને છે. જો એવી ઈચ્છાનુસાર છૂટ લેવા માંડે તો બીજી વ્યક્તિ કહેશે કે - “તમે મૂળ પાઠમાં છૂટ ન હોવા છતાંય પણ છૂટ રાખીને એ જ મૂળ પાઠમાં પૌષધ વ્રતનું પચ્ચકખાણ કર્યું.” તો જેમ તમને પાણીની છૂટ રાખી છે, એમ હું આહારની છૂટ રાખીને અગિયારમું પૌષધ વ્રત એ જ મૂળ પાઠથી પચ્ચકખાણ લઉં. ત્રીજો કહેશે કે - “તમે બંનેએ આહાર-પાણીની છૂટ રાખીને અગિયારમું પૌષધ પચ્ચખાણ તો હું ચારેય આહારની છૂટ રાખીને અગિયારમું પૌષધ કરી લઉં.” તો અન્ય કહેશે કે – “જ્યારે તમે લોકોએ આહારની છૂટ રાખીને પૌષધ પચ્ચકખાણ તો હું અબ્રહ્મચર્યની છૂટ રાખીને શું કામ અગિયારમું પૌષધ પચ્ચકખાણ લઉં !” Koo એ છે તે જિણધમ્મો Page #272 -------------------------------------------------------------------------- ________________ આમ, મૂળ પાઠની શરતોને ઇચ્છાનુસાર તોડી પ્રારંભ કરશે તો કોઈ શરત કે નિયમને તોડશે, તો કોઈ નિયમને તોડીને અગિયારમા પૌષધના પાઠથી પ્રત્યાખ્યાન કરશે. આમ, પ્રભુ દ્વારા પ્રતિપાદિત અગિયારમું વ્રત જ અસ્તવ્યસ્ત થઈ જશે. પછી તો ભગવાનના અભિપ્રાયના વ્રતમાં ન રહીને વ્યક્તિ પોતાના અભિપ્રાયાનુસાર વ્રતોની વ્યાખ્યા કરવા લાગશે. આ ચક્ર વધુ વધી જશે તો એવો તર્ક આપનાર પણ મળી જશે કે જ્યારે અગિયારમા વ્રતના નિયમોને સ્વેચ્છાથી તોડીને પૌષધ લઈ શકાય છે તો આપણે બાર વ્રતોના નિયમોને તોડીને સ્વેચ્છાથી વ્રત ગ્રહણ કરશે. આમ, બધી અસ્ત-વ્યસ્તતા તથા આગળ ચાલીને ઉસૂત્ર પ્રરૂપણની સ્થિતિ પણ બની જશે. જ્યારે જ્ઞાનીજનોનું કથન છેકે ભગવાનની વાણીના વિપરીત ઉસૂત્ર પ્રરૂપણથી વધીને કોઈ મોટું પાપ નથી. એવું કરવાની અપેક્ષા ઈમાનદારીનો નિયમ છે કે તે સ્વયં ભગવાનની આડ (સોગંધ) ન આપીને એ કહે કે હું મન કલ્પિત વાતો પર ચાલુ છું. તો છતાંય કેટલીક સચ્ચાઈ તથા નૈતિકતા તો રહેશે. પણ આડશ તો ભગવાનની આજ્ઞાની આપો અને કાર્ય પોતાની મન-કલ્પિત ધારણા અનુસાર કરીએ તો એવું કરવું સ્વયં તથા પર બંને સાથે વિશ્વાસઘાત કરવા સમાન છે. તેથી સુજ્ઞ પુરુષોએ દિવસ-રાત અહોરાત જેની સંજ્ઞા છે એની અનુસાર પાંચેય શરતોનું પાલન કરો એ જ અગિયારમા પ્રતિપૂર્ણ પૌષધથી પ્રત્યાખ્યાન કરીએ. ત્યારે જ ભગવદાશાની આરાધનાનો પ્રસંગ બનશે. રહ્યો પ્રશ્ન તિવિહાર ઉપવાસના રોજ પૌષધ પચ્ચખાણનું. એ પૌષધ માટે જ્ઞાનીઓએ દસમા દશાવકાશિક વ્રતના માધ્યમથી પચ્ચકખાણનું સ્વરૂપ ઉપસ્થિત કર્યું છે. જેમ પાણી પીવું છે એ જ રીતે કદાચ પ્રાસુક અન્નજળ લઈને કરવામાં આવતું પૌષધ (દયા વ્રત) પણ દસમા વ્રતની અંતર્ગત છે. “ભગવતી સૂત્ર'ના બારમા શતકના પ્રથમ ઉદ્દેશ્યમાં સ્પષ્ટ બે પૌષધનો ઉલ્લેખ છે. એક તો ખાતા-પીતા પૌષધનું અને બીજા અસણાદિકના ત્યાગના પૌષધનું. “ભગવતી સૂત્ર’ના મૂળ પાઠના અભિપ્રાયાનુસાર શ્રાવક વર્ગને ખાતા-પીતા દસમાંથી તથા અસણાદિક ત્યાગ રૂપ પૌષધને અગિયારમા વ્રતથી પચ્ચકખાણ લેવું શાસ્ત્ર સંમત છે. દસમા દશાવકાશિક વ્રતમાં ખાતાં-પીતાં પૌષધના અતિરિક્ત (સિવાય) ઘણા ત્યાગો પ્રત્યાખ્યાનોના પણ સમાવેશ છે. જેનું વિવેચન આચાર્ય શ્રી જવાહરલાલજી મ.સા.એ શિક્ષા વ્રતની વ્યાખ્યાના ઉપલક્ષ્યમાં પ્રતિપાદિત કર્યું છે. ત્યાંથી જોઈ શકાય છે કે, આ દસમું વ્રત માત્ર છઠ્ઠા વ્રતનો જ સંકોચ નથી. મુખ્યત્વે છઠ્ઠા અને સાતમા વ્રતનો સંકોચ છે અને ઉપલક્ષણથી પાંચેય અણુવ્રત અને ગૌણ રૂપથી આઠમા વ્રતનું પણ સંકુચન છે. આ વાતને પણ સ્પષ્ટ સમજી લેવું આવશ્યક છે કે જો પ્રભુ મહાવીરને દસમા વ્રતમાં સ્થૂળ તથા સૂક્ષ્મ હિંસા વગેરેના ત્યાગની સાથે-સાથે અન્ય પાપોના ત્યાગનો અભિપ્રાય નથી હોતો, માત્ર છઠ્ઠા વ્રતની દિશાના સંકોચનો જ અભિપ્રાય હોત તો આની ગણતરી છઠ્ઠા પછી સાતમા નંબર ઉપર થઈ જતી કે આઠમા પછી નવમા નંબર ઉપર થઈ જતી. સામાયિકનું દસમું તથા અગિયારમું પ્રતિપૂર્ણ પૌષધ વ્રત થઈ જતું. પણ એવું ભગવાને નથી કર્યું, પરંતુ ભગવાને શિક્ષાવ્રતની દષ્ટિએ ચાર વ્રતોનું પ્રતિપાદન કર્યું. એ પ્રતિપાદનથી સામાયિક વ્રત તથા દસમા [ દશાવકાશિક પૌષધ વ્રત એક સમીક્ષા શoo૫) Page #273 -------------------------------------------------------------------------- ________________ દેશાવકાશિક તથા અગિયારમુ પ્રતિપૂર્ણ પૌષધ વ્રત એ ત્રણેય સંવર વૃત્તિમય શિક્ષા રૂપથી પ્રતિપાદિત છે. નવમામાં અડતાલીસ મિનિટની સામાયિકમાં સાવદ્ય યોગનો ત્યાગ છે. દસમામાં જાવ અહોરાં એક દિવસ અને રાતની સાવદ્ય પ્રવૃત્તિઓના ત્યાગની સાથે-સાથે બાળક, વૃદ્ધ, યુવાન બધાનો સંવર વૃત્તિમાં પ્રવેશ થાય એ દૃષ્ટિએ પ્રાસુક અસણં પાછું વગેરેના ઉપભોગપૂર્વક પણ તે સાવદ્ય યોગોનો શક્યતાનુસાર ત્યાગ કરી શકે એનો સમાવેશ દસમા વ્રતમાં કરવામાં આવ્યો છે. એના પ્રત્યાખ્યાનનો જે પાઠ છે તે પાઠમાં ખાતા-પીતા પૌષધનો ફલિતાર્થ નીકળે છે. તે પાઠ આ છે - દસમા દશાવકાશિક દિન પ્રતિ પ્રભાતથી આરંભ કરીને પૂર્વાદિક છએ દિશાની જેટલી ભૂમિકાની મર્યાદા રાખી હોય એની ઉપરાંત આગળ જઈને પાંચ આસ્રવ સેવવાનું પચ્ચકખાણ 'जाव अहोरत्तं दुविहं तिविहेणं न करेमि न कारवेमि, मणसा वायसा જાયસી ' જેટલી ભૂમિકાની હદ રાખી છે એમાં જે દ્રવ્યાદિકની મર્યાદા કરી છે. એ ઉપરાંત ઉપભોગ-પરિભોગ ભોગ નિમિત્તથી ભોગવવાનું “áવવા નાવ મદોન્ન વર્લ્ડ तिविहेणं न करेमि मणसा, वयसा कायसा, तस्स भंते ! पडिक्कमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि । એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે દસમું વ્રત દિશાઓના સંકોચનું નથી. છઠ્ઠી દિશા સંબંધિત મર્યાદાનું વ્રત છે, તે દિશિવ્રત છે અને અહીં દેશાવકાશિક વ્રત છે. જો છઠ્ઠા વ્રતમાં જે દિશાઓ રાખી છે એ જ દિશાઓનો માત્ર સંકોચ થતો તો અહીં પણ દિશિવતનો ઉલ્લેખ થતો, પણ એવું નથી. અહીં દેશ અવકાશ છે. દેશનો અર્થ છે શ્રાવકે જે દેશ-વ્રત અંગીકાર કરી રાખ્યા છે એમાં જેટલી પણ સૂક્ષ્મ હિંસા વગેરે ખુલ્લી છે તથા સંસારનું કાર્ય કરતાં કરતાં એ બધામાં રચ્યું-પચ્યું રહે છે, તેથી એ રચ્યા-પચ્યાથી અવકાશ લેવો અર્થાત્ “અહોરાં' ૨૪ કલાક સુધી સ્થળ તથા સૂક્ષ્મ હિંસા, અસત્ય વગેરેનો પરિત્યાગ કરવો. એમાં કોઈની શક્તિ હોય તો તે આહાર-પાણી વગેરે કંઈ પણ ન લઈને ચૌવિહાર કરીએ તો અગિયારમા પ્રતિપૂર્ણ પૌષધથી પચ્ચકખાણ ગ્રહણ કરીએ. જો કોઈ વૃદ્ધ છે અથવા કમજોર છે અથવા અનેક વ્યક્તિઓના સુધા વેદનીય કર્મનો પ્રબળ ઉદય હોવાથી ચારેય આહારોનો ત્યાગ ન કરી શકવા છતાંય આત્મ-સાધના તો શક્તિ અનુસાર કરવા જ ચાહે છે, એ લોકો માટે દસમું પૌષધ* વ્રતનું પ્રાવધાન છે. આ વ્રતમાં હિંસા વગેરે બધાનો ત્યાગ મર્યાદિત સીમાની સાથે કરવામાં આવે છે. અર્થાત્ જે સાધક પ્રાસુક નિર્જીવ અન્ન-જળ વગેરેને ગ્રહણ કરીને ચોવીસ કલાક માટે સ્થળ અને સૂક્ષ્મ હિંસા વગેરેનો પરિત્યાગ કરી સાધનામાં રત * અમોલક ઋષિજી કૃત મુક્તિ સોપાન'માં પણ આને સ્પષ્ટ કર્યું છે - પ્રતિપૂર્ણ પોષા કરવાની શક્તિ ન હોય તો દેશાવકાશિક વ્રત ઉપર ક્યાંય પોષની વિધિ માફક જ ધારણ કરે નિરારંભ, નિર્મમત્વ વૃત્તિથી પ્રવર્તે, આ વ્રતમાં જે વિહારના પચ્ચકખાણ પૂર્વક ઉપવાસ વ્રત ધારણ કરીએ તો પ્રાસુક - નિર્જીવ ઉષ્ણ વગેરે પાણી ગ્રહણ કરે છે. આ દિવસોમાં સાંસારિક સર્વ પ્રકારનાં કામોથી અલગ રહે છે. પૃષ્ટ - ૭૫-૭૬ (666) S SOON) 0 0 0 0 0 0 0X જિણધામો) Page #274 -------------------------------------------------------------------------- ________________ રહે છે એના માટે આહાર કરે છે તો નિહારની પણ જરૂર પડી શકે છે. એ નિહારની મર્યાદાઓને નિર્ધારિત કરવા માટે એ કહેવામાં આવ્યું છે કે જેટલી ભૂમિકાની હદ રાખી છે અર્થાત્ બહાર પૂરું કરવા માટે આટલે દૂર પૌષધમાં જઈ શકે છે. આ મર્યાદામાં રહેતાંરહેતાં જે નિર્જીવ આહાર-પાણી ગ્રહણ કરે છે તો એ આહાર-પાણીના દ્રવ્યની પણ મર્યાદા કરે છે. એ દ્રવ્યોના ભોગોપભોગ નિમિત્તથી મર્યાદા ઉપરાંત ભોગવાનો ત્યાગ છે. આ ત્યાગ એના એક કરણ ત્રણ યોગથી ઉલ્લેખિત છે. તેથી તે સ્વયં તો પોતાની મર્યાદામાં સ્થિર રહે, પણ અન્ય સજ્જનગણ પણ એ જ ખાતા-પીતા પૌષધમાં બેઠા છે, તો એમને ખવડાવવા વગેરેની પ્રક્રિયા ખુલ્લી રહે છે. તેથી ખાતાં-પીતાં પૌષધ કરનારને આ ઉપર્યુક્ત પાઠથી પચ્ચકખાણ કરવાનો પ્રસંગ રહે છે. આજ કાલ તે દયા દ્રત (છ કાયા) વગેરેના નામથી પ્રસિદ્ધ છે. પૌષધ વ્રત : શ્રાવકનાં બાર વ્રતોમાંથી અગિયારમા તથા ચાર શિક્ષા વ્રતોમાંથી ત્રીજું શિક્ષાવ્રત પૌષધોપવાસ વ્રત છે. આ વ્રતને અંગીકાર કરવાથી આત્માને પ્રબળ પુષ્ટિ પ્રાપ્ત થાય છે, અનુપમ શાંતિની અનુભૂતિ થાય છે અને આત્માની બહિર્મુખતા મટીને અંતર્મુખતાનો વિકાસ થાય છે. આ વ્રતને અંગીકાર કરવાથી શ્રાવક આત્મરમણતાના શાંત સરોવરમાં અવગાહન કરીને સંસારના તાપથી મુક્ત થઈને પરમ શાંતિનું રસાસ્વાદન કરે છે. ગૃહસ્થ શ્રાવક માટે પૌષધોપવાસને વિશ્રાંતિ સ્થાન કહેવામાં આવ્યું છે. - “સ્થાનાંગ સૂત્ર'માં ગૃહસ્થ શ્રાવકને ભારવાહક શ્રમિકની ઉપમા આપી છે અને બતાવ્યું છે કે જેમ ભારવાહક શ્રમિક માટે થાક દૂર કરવા માટે ચાર વિશ્રાંતિ સ્થળ હોય છે, જ્યાં તે વિશ્રાંતિ લઈને તાજો-માજો થઈને પુનઃ પોતાના કાર્યમાં દ્વિગુણિત શક્તિથી પ્રવૃત્ત થાય છે, એમ જ ગૃહસ્થ શ્રમણોપાસકના માથા પર પણ ગૃહસ્થ કર્તવ્યોનો ખૂબ ભાર છે, જેને તે પણ ચાર વિશ્રાંતિ સ્થળો પર ઉતારીને વિશ્રામ મેળવે છે, થાક ઉતારે છે. ભારવાહક માટે વિશ્રાંતિનાં ચાર સ્થાનો છે : (૧) ભારને એક ખભાથી બીજા ખભા પર રાખતા સમયે, ભાર ખસેડી શકાય છે, ત્યારે થોડી વાર માટે વિશ્રાંતિ મળે છે. (૨) મળ-મૂત્ર ત્યાગવા કે ભોજન કરવા માટે, કંઈક વધુ સમય માટે પોતાના ખભાથી ભાર ઉતારીને નીચે રાખે છે, ત્યારે વિશ્રાંતિ મળે છે. (૩) જ્યારે રાત થઈ જાય છે તો ભારવાહક કોઈ ધર્મશાળા, વિશ્રામગૃહ વગેરે સ્થાનમાં રાતભર માટે ભાર ઉતારીને રાખે છે, ત્યારે એને શાંતિ મળે છે. (૪) ભારવાહક ચાલતાં-ચાલતાં જ્યારે પોતાના નિર્ધારિત સ્થાન ઉપર પહોંચી જાય છે અને ભાર ઉતારી દે છે, ત્યારે એને પૂરી વિશ્રાંતિ મળે છે. ઉક્ત ભારવાહકની જેમ ગૃહસ્થ શ્રાવક પણ ગાઈથ્ય-જીવનનો ભાર વહન કરી રહ્યો છે - તે ચાર સ્થાનો ઉપર વિશ્રાંતિ મેળવે છે. તે ચાર સ્થાનો આ પ્રમાણે છે : [ દશાવકાશિક પૌષધ વ્રત એક સમીક્ષા છે, એ છે કે આમ છo) Page #275 -------------------------------------------------------------------------- ________________ (૧) ભારવાહકના ખભા બદલવાની જેમ શ્રાવક માટે પહેલું વિશ્રાંતિ સ્થાન ત્યારે હોય છે, જ્યારે તે એ ભાવના કરે કે હું અણુવ્રત-ગુણવ્રત વગેરે વ્રત સ્વીકાર કરીને પૌષધોપવાસ કરતાં-કરતાં વિચરણ કરું. (૨) ભારવાહક દ્વારા ખભા ઉપર રાખેલા ભારને થોડા સમય માટે ઉતારવાની જેમ શ્રાવક માટે બીજું વિશ્રાંતિ સ્થાન ત્યારે થાય છે, જ્યારે તે સાવધ યોગના ત્યાગ અને નિરવદ્ય યોગ સ્વીકાર રૂપ સામાયિક લઈને ચિત્તને સમાધિભાવમાં પ્રવૃત્ત કરે છે. અથવા દેશાવકાશિક વ્રત સ્વીકાર કરીને પોતાના ઉપર આવી પડેલા ભારને થોડા સમય માટે ઓછું કરે છે. (૩) ભારવાહક દ્વારા કોઈ ધર્મશાળા વગેરેમાં ભાર ઉતારીને રાત્રિ વિશ્રામની જેમ શ્રાવક પણ ત્યારે વિશ્રાંતિ સ્થાન પામે છે, જ્યારે તે અષ્ટમી, ચતુર્દશી, પકખી વગેરે પર્વના દિવસે એક દિવસ-રાતના માટે પૌષધોપવાસ કરે છે. (૪) ભારવાહક દ્વારા નિર્દિષ્ટ સ્થાનમાં પહોંચવાથી વિશ્રામ મેળવવા સમાન શ્રાવક જ્યારે અંત સમયમાં સમસ્ત સાંસારિક કાર્યોથી નિવૃત્ત થઈને સંલેખના-સંથારો વગેરે કરીને શેષ જીવનને સમાધિ પ્રાપ્ત કરવામાં લગાવી દે છે, ત્યારે ચોથું વિશ્રાંતિ સ્થાન પ્રાપ્ત કરે છે. ઉક્ત ચારેય પ્રકારનાં વિશ્રાંતિ સ્થાનોમાંથી ભારવાહક માટે રાત્રિનિવાસ રૂપ ત્રીજા વિશ્રાંતિ સ્થાનની જેમ શ્રાવક માટે પૌષધોપવાસ ત્રીજા વિશ્રાંતિ સ્થાન રૂપ છે. ખરેખર શ્રાવક માટે પૂરા એક દિવસ-રાત ભર ગાહ પ્રપંચ તથા શારીરિક ખટપટથી દૂર રહીને નિરાહાર-નિર્જળ રહીને ધર્મારાધન તથા આત્મ-ચિંતનના રૂપમાં પૌષધોપવાસ કરવું અદ્ભુત વિશ્રાંતિનું સ્થાન છે. આ વ્રત આત્મવિકાસની સર્વોત્તમ સાધના છે. આત્મામાં અનંત શક્તિઓ છુપાયેલી પડી છે. આત્મ-ચિંતન દ્વારા એ શક્તિઓનાં દ્વાર ખોલવાથી અંદર ઊંઘેલ મહાપુરુષત્વ જાગી પડે છે. પ્રકાર અને વિધિઃ આવશ્યક સૂત્ર'ના વૃત્તિકારે પૌષધોપવાસનું લક્ષણ બતાવતાં લખ્યું છે - “पौषधे उपवसनं पौषधोपवासः नियमविशेषाभिधानं चेदं पौषधोपवासः" અર્થાતુ ધર્મ તથા અધ્યાત્મને પુષ્ટ કરનાર વિશેષ નિયમ ધારણ કરીને ઉપવાસ સહિત પૌષધમાં રહેવું પૌષધોપવાસ વ્રત છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આને વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે - "चतुष्पर्ध्या चतुर्थादि कुव्यापार निषेधनम् । બ્રહ્મવાિ નાનાહિત્ય: પૌષથ વ્રતમ્ ” અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાસ એ ચાર પર્વ દિવસ છે. એમાં ઉપવાસ વગેરે તપ કરવું, પાપમય કાર્યોનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને સ્નાન વગેરે શરીર શૃંગાર-પ્રસાધનનો ત્યાગ કરવો પૌષધ વ્રત કહેવાય છે. (૦૮) 200 OK જિણધો] Page #276 -------------------------------------------------------------------------- ________________ પૌષધ મુખ્યત્વે ચાર પ્રકારનું છે - (૧) આહાર પૌષધ, (૨) શરીર પૌષધ, (૩) બ્રહ્મચર્ય પૌષધ અને (૪) અવ્યાપાર પૌષધ. पासहोववासे चउव्विहे पण्णत्ते, तंजहा-आहार पोसहे, सरीर पोसहे, बंभचेरपोसहे, अव्वावार पोसहे । (૧) આહાર પૌષધઃ આહારનો ત્યાગ કરીને ધર્મનું પોષણ કરવું આહાર પૌષધ છે. ગૃહસ્થનો અધિકાંશ સમય આહાર અને તત્સંબંધી કાર્યોમાં નષ્ટ થઈ જાય છે, તેથી આહારની ઝંઝટથી અને એની ગુલામીથી મુક્ત થઈને ધર્મ-ધ્યાનમાં નિરત રહેવું આહાર પૌષધ કહેવામાં આવ્યો છે. પ્રતિદિન આહાર કરવાથી શરીર વિકારોનું ઘર બની જાય છે, અનેક પ્રકારના રોગો-અડ્ડો જમાવવા લાગે છે, જેનાથી ધર્મકાર્યમાં મુશ્કેલીઓ આવે છે. આહાર કરવાથી નિહાર પણ કરવો પડે છે. આહારની સામગ્રી લાવવા, બનાવવા, ખાવા, પચાવવામાં ઘણો સમય વ્યય થઈ જાય છે. ભર્યા પેટથી એટલું સારું આત્મ-ચિંતન નથી થઈ શકતું, જેટલો નિરાહાર તથા ખાલી પેટ રહેવાથી થઈ શકે છે. તેથી પૌષધ વ્રતમાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરીને ઉપવાસ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. આહાર ત્યાગ પૌષધ કરવાથી ધર્મ-ધ્યાનમાં આઠેય પહોર લગાવી શકાય છે. (૨) શરીર પૌષધ : સ્નાન, વિલેપન, લેપ, પુષ્પ, તેલ, ગંધ (સુગંધ), આભૂષણ વગેરેથી શરીરને સજાવવાનો ત્યાગ કરીને સ્વયંને ધર્માચરણમાં લગાવવું શરીર પૌષધ છે. (૩) બ્રહ્મચર્ય પૌષધ : બધા પ્રકારના મૈથુન(અબ્રહ્મ)નો ત્યાગ કરીને બ્રહ્મ(પરમાત્મા)માં રમણ કરવું, આત્મચિંતન કરવું બ્રહ્મચર્ય પૌષધ છે. (૪) અવ્યાપાર પૌષધ : આજીવિકા માટે કરવામાં આવતા વ્યવસાય તથા અન્ય સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો અવ્યાપાર પૌષધ કહેવાય છે. અગિયારમું વ્રત પ્રતિપૂર્ણ પૌષધ કહેવાય છે. પ્રાતઃકાળ સૂર્યોદય પછી જે સમયે પૌષધ સ્વીકાર કરવામાં આવે, બીજા દિવસે સૂર્યોદય પછી એ જ સમય સુધી પૌષધ વૃત્તિમાં રહેવું પ્રતિપૂર્ણ પૌષધ કહેવાય છે. અર્થાત્ આઠ પહોરનું પૌષધ જ પ્રતિપૂર્ણ પૌષધ હોય છે. પૌષધ ગ્રહણ કરવાનો શાસ્ત્રીય પાઠ પૌષધના સ્વરૂપ ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તે પાઠ આ પ્રમાણે છે - एगारसमं (ग्यारहवाँ) पडिपुण्णपोसहवयं, सव्वं असणं पाणं खाइमं साइमं चउव्विहंपि आहारं पच्चक्खामि, अबंभसेवणं पच्चक्खामि, अमुक मणिहिरण, सुवण्ण-माला-वण्णग-विलेवणं पच्चक्खामि सत्थ-मुसलादिसव्व सावज्जं जोगं पच्चक्खामि, जाव अहोरत्तं पज्जु-वासामि दुविहं तिविहेणं न करेमि, न कारवेमि, मणसा-वयसा-कायसा तस्स भंते ! पडिक्कमामि, निन्दामि, गरिहामि, अप्पाणं वोसिरामि । દેશાવકાશિક પૌષધ વ્રત :એક સમીક્ષા છ૯) Page #277 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ હે ભગવાન! હું અગિયારમું પ્રતિપૂર્ણ પૌષધ અંગીકાર કરું છું. સમસ્ત અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરું છું, અબ્રહ્મચર્ય સેવનનો ત્યાગ કરું છું, અમુક મણિ, સોનું, ચાંદી, માળા વર્ણક (ચૂર્ણ પાઉડર) વિલેપનનો ત્યાગ કરું છું, શસ્ત્ર-મૂસળ (સાંબેલુ) વગેરે સમસ્ત સાવઘ યોગનો ત્યાગ કરું છું. એ બધા ત્યાગ એક અહોરાત્રિ સુધીના માટે મન, વચન, કાયાથી કરું છું. એને હું સ્વયં નહિ કરું, ન બીજાઓથી કરાવીશ. ભગવન્! હું પૂર્વ કૃત પાપોનું પ્રતિક્રમણ કરું છું, નિંદા અને ગહ કરું છું, પોતાના આત્માને એનાથી અલગ કરું છું. ઉક્ત પ્રતિજ્ઞા પાઠથી એ પ્રતીત થાય છે કે આઠ પહોરનું પૌષધ જ પ્રતિપૂર્ણ પૌષધ કહેવામાં આવે છે. જો કોઈ સંપૂર્ણ આઠ પહોરનું સ-સામાયિક પૌષધ વ્રત ન કરીને ઓછા સમય માટે પૌષધ કરવા માંગે તો તે પ્રતિપૂર્ણ પૌષધ તો નથી કહી શકાતું, પરંતુ દસમાં વ્રતમાં સમ્મિલિત કરવામાં આવતા યોગ્ય પૌષધ થઈ શકે છે. પૌષધ વ્રતમાં પાંચેય આસ્ત્રવોનો ત્યાગ કરવાથી ગૃહસ્થ શ્રાવક પણ ઉપચારથી મહાવ્રતી થઈ જાય છે. માત્ર ચારિત્ર મોહના ઉદયના કારણે તે પૂર્ણ સંયમી નથી બની શકતો. પૌષધ વ્રતની પ્રશંસા કરતાં કરતાં આચાર્ય હેમચંદ્ર કહે છે - "गृहिणोऽपि हि धन्यास्ते पुण्यं ये पौषध व्रतम् । ૩:પાને પાનયજ્જૈવ યથા તે ગુનાપિતા ”યોગશાસ્ત્ર “પૌષધ વ્રતનું પાલન કરનાર ગૃહસ્થ પણ ધન્ય છે,” એમ કહીને આચાર્યો આ પૌષધ વ્રતનું અતિમાહાભ્ય સૂચિત કર્યું છે. આ વ્રતની અવસ્થામાં શ્રાવક એક દિવસ-રાત માટે સર્વ વિરત સાધુના સમકક્ષ થઈ જાય છે. તેથી સૂક્ષ્મ હિંસાથી બચવા માટે પણ એને પૂરો ઉપયોગ રાખવો પડે છે. એને શવ્યા, સંસ્કારક અને વસ્ત્ર વગેરેનું ધ્યાનપૂર્વક પ્રતિલેખન કરવું જોઈએ. જેથી એના પર જો કોઈ સૂમ જંતુ ચઢી જાય તો એમની હિંસા કે વિરાધના ન થાય એ રીતે શય્યા-સંસ્મારકનું પ્રમાર્જન કરવું જોઈએ. શૌચ વગેરે શારીરિક મુશ્કેલીની નિવૃત્તિ માટે યોગ્ય ભૂમિને પહેલાં જ જોઈ લેવી જોઈએ અને વિવેકપૂર્વક બધી ક્રિયાઓ કરવી જોઈએ. અહિંસાને પ્રબળ બનાવવા માટે અને આત્મિક વિકાસ હેતુ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓની આરાધનાનો અભ્યાસ કરવા માટે આ ત્રીજું પૌષધ નામનું શિક્ષાવ્રત અતિઉપયોગી છે. પૌષધ વ્રત સ્વીકાર કર્યા પછી શ્રાવક આજીવિકા, ખાન-પાન, શરીર-શુશ્રુષા તથા ગૃહકાર્યની ચિંતાથી સર્વથા મુક્ત થઈ જાય છે, તેથી એને અધિકાધિક સમય આત્મસાધના અને ધર્મસાધનામાં લગાવવો જોઈએ. એ રાત્રિના કાળ ધર્મ જાગરણામાં વિતાવવો જોઈએ. ધર્મ જાગરણાનો અર્થ છે - ચાર ભેદ, ચાર લક્ષણ, ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષાઓ સહિત ધર્મ-ધ્યાનમાં સમય અને ઉપયોગ લગાવવો. શ્રાવક પંચમ ગુણસ્થાનવર્તી હોવાથી એને શુક્લ ધ્યાન તો નથી થતું. આર્ત અને રૌદ્ર ધ્યાન એના માટે સર્વથા ત્યાજ્ય છે. એક માત્ર ધર્મ-ધ્યાન જ શેષ રહી જાય છે, તેથી એને રાત્રિકાળ ધર્મ-ધ્યાન દ્વારા જાગરણા કરતાં વિતાવવો જોઈએ. (૮૦) છે જે છે છે જિણધમો) Page #278 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાનના ચાર ભેદ એ છેઃ (૧) આશા વિચય, (૨) અપાય વિચય, (૩) વિપાક વિચય, (૪) સંસ્થાન વિચય. ધર્મ-ધ્યાનનાં ૪ લક્ષણો આ પ્રમાણે છે - (૧) આશા રુચિ, (૨) નિસર્ગ રુચિ, (૩) સૂત્ર રુચિ, (૪) અવગાઢ રુચિ. ધર્મ-ધ્યાનની ૪ અનુપ્રેક્ષાઓ આ પ્રમાણે છે : (૧) એકતાનુપ્રેક્ષા, (૨) અનિત્યાનુપ્રેક્ષા, (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સંસારાનુપ્રેક્ષા. ઉક્ત ભેદ લક્ષણ વગેરેની વ્યાખ્યા ધ્યાનના પ્રકરણમાં કરવામાં આવશે. વસ્તુતઃ ધર્મ-ધ્યાન જ પૌષધ વ્રતમાં આત્મ-ચિંતનનું મૂળ સ્ત્રોત છે. પ્રાચીનકાળના શ્રાવકોનું વર્ણન વાંચવાથી ખબર પડે છે કે રાત્રિનો પ્રથમ પહોર વ્યતીત થવાથી પ્રાયઃ શ્રાવક ધર્મજાગરણ કર્યા કરે છે. એ જ સમયે કોઈના પાસે દેવ આવ્યા. એણે સેવાની કે ઉપસર્ગ કર્યો અથવા શ્રાવકે અમુક ચિંતન કર્યું. પૌષધ વ્રતમાં સ્થિત શ્રાવક ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ તથા પરિષહ પણ આવે છે, એ સમયે એણે દૃઢતાપૂર્વક પોતાના વ્રતમાં સ્થિર રહેવું જોઈએ. જો અસહિષ્ણુ બનીને શ્રાવકે પૈર્ય ખોઈ દીધું તો એનો વ્રતભંગ થઈ જશે. તેથી શ્રાવકે પોતાનું પૌષધ વ્રત અખંડિત રાખવા માટે મરણાંત કષ્ટ પણ સમભાવપૂર્વક સહન કરવું જોઈએ. પૌષધના દોષો : &હતરીન એકટીબચવું જોઈએ નરી પ્રદૂષિત થઈ જાય છે ? ગ્રહણ કર્યા પૂર્વે લાગનારા ૬ દોષો અને પશ્ચાતું લાગનારા ૧૨ દોષો આ પ્રમાણે કુલ ૧૮ દોષો પૂર્વાચાર્યોએ બતાવ્યા છે. પૌષધ પૂર્વ લાગનારા દોષો આ છેઃ (૧) પૌષધ વ્રતના નિમિત્તથી સરસ આહાર કરવો, (૨) અબ્રહ્મ સેવન કરવું, (૩) કેશ-નખ કાપવા, (૪) વસ્ત્રો ધોવડાવવાં, (૫) શરીર મંડન કરવું અને (૬) સરળતાથી ન ખૂલી શકનારાં આભૂષણો પહેરવાં. પૌષધ ગ્રહણ પછી નીચેના ૧૨ દોષો લાગે છે : (૧) જે વ્રતધારી નથી, એમની વૈયાવચ્ચ કરવી અથવા એમનાથી વૈયાવચ્ચ કરાવવી. (૨) પસીનો થવાથી શરીરને ઘસીને મેલ કાઢવો. (૩) દિવસમાં ઊંઘ લેવી, રાતમાં એક પહોર રાત ગયા પહેલાં સૂઈ (ઊંઘી જવું અથવા પાછલી રાતને ધર્મનું જાગરણ ન કરવું. (૪) વગર પૂંજે શરીર ખણવું. (૫) વગર પૂજે પરઠવું. (૬) નિંદા કે વિકથા કરવી. (૭) ભય ખાવો કે ડરાવવું. (૮) સાંસારિક વાતચીત કરવી. (૯) સ્ત્રીના અંગોપાંગ જોવા (નિહારવાં). (૧૦) ખુલ્લા મોંઢે અયતનાથી બોલવું. (૧૧) ક્લેશ કરવો. (૧૨) કોઈ સાંસારિક સંબંધોથી કોઈને બોલાવવા. ઉક્ત ૧૮ દોષોથી બચીને પૌષધ વ્રતની આરાધના કરવી જોઈએ. [ દશાવકાશિક પૌષધ વ્રત :એક સમીક્ષા છે (૮૧) Page #279 -------------------------------------------------------------------------- ________________ પૌષધના પાંચ અતિચાર : ‘યોગશાસ્ત્ર'માં પૌષધ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે બતાવ્યા છે : (૧) ભૂમિને જોયા અને પ્રમાર્જન કર્યા વગર મળ-મૂત્રનો ઉત્સર્ગ કરવો. (૨) પાટ-ચોકી (બાજોટ), શય્યા વગેરે વસ્તુઓ જોયા અને પ્રમાર્જન કર્યા વગર રાખવા અને ઉઠાવવા. (૩) વગર જોયે, વગર પૂંજે બિસ્ત્રો-આસન બિછાવવું. (૪) પૌષધ વ્રત પ્રતિ અનાદર. (૫) પૌષધ વ્રતની વિસ્મૃતિ. उत्सर्गादानसंस्ताराननवेक्ष्याप्रमृज्य च । अनादरः स्मृत्यनुपस्थापनं चेति पौषधे ॥ - યોગશાસ્ત્ર, પ્ર.-૩, શ્લોક-૧૧૭ શાસ્ત્રકારે પૌષધના પાંચ અતિચારો આ પ્રમાણે બતાવ્યા છે : (૧) શધ્યા સસ્તારકનું અપ્રતિલેખન અને દુષ્પતિલેખન. (૨) શય્યા વગેરેનું અપ્રમાર્જન અને દુષ્પમાર્જન. (૩) શૌચ ભૂમિનું અપ્રતિલેખન-દુષ્પતિલેખન. (૪) શૌચ ભૂમિનું અપ્રમાર્જન-દુષ્પમાર્જન. (૫) પૌષધ વિધિનું સમ્યફ પાલન ન કરવું. ઉક્ત અતિચારોથી બચતાં-બચતાં પ્રાચીનકાળના શ્રાવકોની જેમ મહિનામાં ૬ દિવસ કે અમુક દિવસ નિશ્ચિત કરીને પૌષધ વ્રતની આરાધના કરવી જોઈએ, જેનાથી આત્મગુણોને પોષણ મળે અને આત્મશક્તિનો વિકાસ થાય. K ૦૯ અતિથિ સંવિભાગ વ્રત) શ્રાવકનું બારમું વ્રત અને ચતુર્થ શિક્ષાવ્રત અતિથિ સંવિભાગ દ્રત છે. આ વ્રતમાં શ્રાવકથી એ અપેક્ષા કરવામાં આવી છે કે તે ઔદાર્ય અને દાન ગુણથી વિભૂષિત થાય. ગૃહસ્થ શ્રાવક માટે આધ્યાત્મિક અને સામાજિક દષ્ટિબિંદુઓથી દાન, ધર્મ એ ઔદાર્ય ગુણની અનુપમ મહત્તા પ્રતિપાદિત કરવામાં આવી છે. આ ગુણના વગર શ્રાવકનું શ્રાવકત્વ સફળ નથી થતું. ગૃહસ્થ માટે દાન-ધર્મની આરાધના કરવી આવશ્યક છે. તેથી કહેવાય છે કે - वीतराग उपदेश में, धर्म चार प्रकार ।। दान शील तप भावना, शासन का शृंगार ॥ ઉક્ત દોહામાં ધર્મના ચાર પ્રકારોમાં દાન-ધર્મને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે સ્વાર્થની સંકીર્ણ ભાવના તો પશુઓમાં પણ સામાન્ય રીતે જોવા મળે (૮૨) ... જિણધામો Page #280 -------------------------------------------------------------------------- ________________ છે, મનુષ્યને તો આ સંકુચિત સીમાથી ઉપર ઊઠવું જોઈએ. તેથી સ્વાર્થની સંકીર્ણ ભાવનાને ઓછું કરવા અને પરાર્થ તથા પરમાર્થની ભાવનાનો વિકાસ કરવા માટે ગૃહસ્થમાં દાનનો ગુણ અવશ્ય હોવો જોઈએ. તેથી શ્રાવકના બારમા વ્રતમાં દાનને સ્થાન આપવામાં આવ્યું છે. વતી શ્રાવક બન્યા પછી પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતોના પાલનનો એના જીવન ઉપર કેવો અને કેટલો પ્રભાવ પડ્યો છે? શ્રાવકનું જીવન કેટલું ધર્મપરાયણ અને કર્તવ્યપ્રધાન બન્યું છે ? આ જાણવાનું થરમૉમિટર ચાર શિક્ષાવ્રત છે. આ ચોથું શિક્ષાવ્રત તો આને વિશેષ રૂપથી જાણવાનું માપક યંત્ર છે, કારણ કે અન્ય અગિયાર વ્રતોના પાલનનો પ્રત્યક્ષ લાભ પ્રાયઃ શ્રાવકને જ મળે છે, પરંતુ અતિથિ સંવિભાગ વ્રતના પાલનનો પ્રત્યક્ષ લાભ બીજાને પણ મળે છે. આ વ્રત શ્રાવકની આધ્યાત્મિક પ્રૌઢતાનું ચિહ્ન છે. એનાથી એનું પ્રતીત થાય છે કે સગૃહસ્થ શ્રાવકનું કેટલું વિશાળ તથા ઉદાર હૃદય છે? એમાં પરમાર્થની ભાવના કેટલી સાકાર થઈ છે ? જ્યારે શ્રાવકના જીવનમાં આધ્યાત્મિક પરિપક્વતા આવે છે તો તે સ્વતઃ પરમાર્થ, ઉદાર તથા વિશ્વબંધુત્વની ભાવનાથી ઓતપ્રોત થઈ જાય છે. દાન, કરુણા, સેવા તથા પરમાર્થનાં કાર્યોથી તત્કાળ આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. સત્કાર્ય કરતા સમયે અંતરાત્મામાં જે સંતોષ થાય છે, એનો આનંદ સાંસારિક સુખો કે લાભોની તુલનામાં ખૂબ જ ઉત્કૃષ્ટ શ્રેણીનો હોય છે. મનુષ્યના હૃદયમાં નિહિત સદ્દભાવનાઓનું પ્રમાણ એના દ્વારા કરવામાં આવતા પરમાર્થનાં કાર્યો જ છે. મનુષ્ય અને વિશેષતઃ વ્રતી શ્રાવક પુંગવની વિશેષતા તો એ છે કે તે અવસર આવતાં એની પાસે જે પણ સાધન છે, એમનાથી બીજાઓને પણ લાભાન્વિત કરીએ. આમ, બીજાઓને અપાયેલો લાભ કે પરિલાભ (પ્રતિલાભ) એના આત્માને સાચી શાંતિ પ્રદાન કરે છે. વ્રતધારી શ્રાવક પોતાના સંકીર્ણ સ્વાર્થથી ઉપર ઊઠીને પોતાના સામાજિક દાયિત્વને સમજીને પોતાની પાસે પ્રાપ્ત સાધનોમાંથી સમાજના વિભિન્ન વર્ગ માટે યથાશક્તિ યથાયોગ્ય સંવિભાગ કરીએ. ગૃહસ્થ શ્રાવક જે કંઈપણ સાધન પ્રાપ્ત કરે છે, એમાં એના પરિવાર પોષણ સિવાય સમાજના શિરોમણિ, માર્ગદર્શક, ત્યાગી વર્ગનો પણ હિસ્સો છે, સાધર્મી શ્રાવકનો પણ હિસ્સો છે, દીન-દુઃખી વગેરે દયાપાત્રોનો પણ હિસ્સો છે. શ્રાવકને ઉદારતાપૂર્વક પોતાનાં સાધનોમાંથી એમને યથાશક્તિ આપવું જોઈએ. અતિથિ સંવિભાગ વ્રતનો આ જ અભિપ્રાય છે. અતિથિ સંવિભાગ વ્રતમાં આવેલા “અતિથિ’ શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું છે - तिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथिः तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥ [ અતિથિ સંવિભાગ વ્રત અતિથિ સંવિભાગ છે જ છ૮૩) તા B ૮૩ IUS Page #281 -------------------------------------------------------------------------- ________________ જે મહાત્માઓએ નિયત તિથિ, પર્વ, મહોત્સવ વગેરેનો પરિત્યાગ કરી દીધો છે - અર્થાત્ જે હંમેશાં વૈરાગ્ય દશામાં નિમગ્ન રહે છે, જેમણે ઘર-બાર અને આરંભ-સમારંભનો ત્યાગ કરી દીધો છે, જે નિરંતર સ્વ-પર કલ્યાણમાં રત રહે છે અને જે સંયમ-દેહના નિર્વાહ માટે ભિક્ષાચારી કરે છે, એમને અતિથિ સમજવા જોઈએ. શેષને અભ્યાગત જાણવો જોઈએ. સ્વ-પરના કલ્યાણ નિમિત્ત બધા પ્રકારના આરંભનો ત્યાગ કરનારા ત્યાગી, તપસ્વી અને શુદ્ધ સંયમી મુનિઓએ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, સ્થાન વગેરે આવશ્યક પદાર્થ કલ્પાનુસાર, નિષ્કામ ભાવથી ભક્તિપૂર્વક પ્રદાન કરવું અતિથિ સંવિભાગ વ્રત કહેવામાં આવે છે. સંયમપાલનનો આધાર દેહ છે અને દેહના નિર્વાહ આહાર વગેરે વગર નથી થતો. તેથી સંયમીઓને એમની કલ્પના અનુસાર આહાર વગેરે પ્રદાન કરવા ગૃહસ્થનો ધર્મ છે. શાસ્ત્રકારોએ ગૃહસ્થને સંયમ માટે નિશ્રાસ્થાન (આધાર રૂપ-સહાયક) માન્યું છે. શુદ્ધ સંયમીઓને શુદ્ધ આહાર પ્રદાન કરનાર શ્રાવક સંયમમાં સહાયક હોવાના કારણે મહાનિર્જરાનો અધિકારી હોય છે. ગૃહસ્થને યથાસંભવ ત્યાગી મુનિરાજો તથા મહાસતીઓને આહાર વગેરે પ્રતિલાભિત કર્યા પછી ભોજન કરવું જોઈએ. જો એવું સંભવ ન હોય તો ભોજનની પૂર્વે એવી ભાવના કરવી જોઈએ કે - “તેઓ ધન્ય છે, જેમને એવા મુનિઓ અને મહાસતીઓને આહાર વગેરે આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, મને પણ એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો હું પણ શુદ્ધ આહાર વગેરે આપીને કૃતાર્થ થાઉં.' શાસ્ત્રોમાં આ વ્રતનું નામ “અહાસંવિભાગ પણ મળે છે. આવશ્યક સૂત્ર'ના વૃત્તિકાર એનો અર્થ કરે છે - ___ “यथा सिद्धस्य-स्वार्थे निर्वर्तितस्वेत्यर्थः अशनादिः समिति संगतत्वेन पश्चात्कर्मादि दोष परिहारेण विभजनं साधवे दान द्वारेण विभागकरणं यथा संविभागः ।" અર્થાત્ ગૃહસ્થ શ્રાવકે જે પોતાના માટે આહાર વગેરે બનાવ્યો છે કે સાધન પ્રાપ્ત કર્યા છે, એમાંથી એષણાસમિતિ (ભિક્ષાના ૪૨ દોષોના ત્યાગ રૂપ સમિતિ)થી યુક્ત નિઃસ્પૃહ સાધુ-સાધ્વીઓને કલ્પનીય તથા ગ્રાહ્ય આહાર વગેરે દાન આપવા માટે વિભાગ કરવો યથા સંવિભાગ છે. આ વ્રતને ગ્રહણ કરતા સમયે શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે - __ "कप्पइ मे समणे निग्गंथे फासुयएसणिज्जं असणं पाणं खाइमं साइमं वत्थं पडिग्गहं कंवलं पायपुंछणं पाडिहारिय पीढ-फलग-सिज्जा-संथारा-ओसहभेसज्जेणं पडिलाभेमाणे विहरित्तए ।" (oc૪) 2000 2000 જિણધામો) Page #282 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ (શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે) “મને શ્રમણ નિગ્રંથોને આધાકર્મ વગેરે સોળ ઉદ્ગમ દોષ અને અન્ય છવ્વીસ દોષ રહિત પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદ્ય, સ્વાઘ, વસ્ત્ર, પાત્ર, કામળો, પાદપોછન (રજોહરણ વગેરે), પીઠ (બેસવાનો નાનો પાટ), ફલક (સુવાના કામમાં આવનાર લાંબો પાટ), શય્યા (રોકાવાનું સ્થાન), સંસ્તારક (પાથરવા માટે દર્ભ વગેરે), ઔષધ અને ભેષજ - એ ચૌદ પ્રકારના પદાર્થ છે, જે એમના જીવનનિર્વાહમાં સહાયક છે, પ્રતિલાભિત કરતાં વિચરવા કલ્પ છે.” ઉક્ત પ્રકારની પ્રતિજ્ઞા કરવી અતિથિ સંવિભાગ વ્રત છે. દાનના ઉત્કૃષ્ટ પાત્ર મુનિ-મહાત્માઓને એમના કલ્પાનુસાર પ્રાસુક તથા એષણિક પદાર્થનું નામ એ જ શ્રાવક આપી શકે છે, જે સ્વયં પણ એવા પદાર્થો કામમાં લાવે છે. કારણ કે મુનિ-મહાત્મા એ જ પદાર્થ દાનમાં લઈ શકે જે દાનદાતાએ પોતાના કે પોતાનાં કુટુંબીઓ માટે બનાવ્યા છે. તેથી જે શ્રાવક અતિથિ સંવિભાગ વ્રતનું પાલન કરવા માટે મુનિને દાન આપવાની ઇચ્છા રાખતો હોય, એને પોતાનાં ખાન-પાન, રહેણી-કરણી વગેરે કામમાં એવી જ ચીજો લેવી જોઈએ, જેમાંથી મુનિ-મહાત્માઓને પણ પ્રતિલાભિત કરી શકાય. જે શ્રાવક એવું નથી કરતો તે દાન આપવાનો લાભ પણ નથી લઈ શકતો. ઉદાહરણ સ્વરૂપ કોઈ શ્રાવક પોતાના ખાવા-પીવામાં સચિત્ત તથા અપ્રાસુક પદાર્થ જ કામમાં લેતો હોય, રંગીન અને અતિ મહીન અથવા ચમકીલાં વસ્ત્રોનો ઉપયોગ કરતા હોય, અથવા ખુરશી - પલંગ, ટેબલ વગેરે એવી ચીજો જ ઘરમાં રાખતા હોય જે સાધુ-મુનિરાજોના ઉપયોગમાં નથી આવી શકતી તો તે શ્રાવક મુનિરાજોને અશન-પાન-ખાદ્ય, સ્વાઘ, વસ્ત્ર, પાત્ર, પાટ વગેરે કેવી રીતે પ્રતિલાભિત કરી શકે છે ? તેથી શ્રમણોના ઉપાસક શ્રાવકે આ વિષયમાં વિવેક અને ઉપયોગથી કામ લેવું જોઈએ. દાન આપવાના ચાર અંગો : અતિથિ સંવિભાગના માધ્યમથી દાન આપતી વખતે ચાર અંગોને ધ્યાનમાં રાખવા અનિવાર્ય બતાવવામાં આવ્યાં છે : (૧) વિધિ, (૨) દ્રવ્ય, (૩) દાતા અને (૪) પાત્ર. જેમ કે ‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહ્યું છે - ‘વિધિ-દ્રવ્ય-વાતૃ-પાત્ર વિશેષાત્ તદ્વિશેષઃ’ અ.-૬, સૂત્ર-૭૪ ઉક્ત ચારેય અંગોથી યુક્ત દાન જ ઉત્કૃષ્ટ સુપાત્ર દાન થઈ (હોઈ) શકે છે. વિધિ શુદ્ધ દાન એ કહેવાય છે જે અભ્યુત્થાન, સત્કાર વગેરે વિધિપૂર્વક આપવામાં આવે. અવિધિપૂર્વક-તિરસ્કાર-યુક્ત દાન, દાન-ફળથી શૂન્ય થાય છે. અતિથિ સંવિભાગ વ્રત ૮૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-શુદ્ધ દાન એ છે, જે દેય વસ્તુ* કલ્પનીયના તપ-સંયમમાં સહાયક તથા વર્ધક હોય. દાતા એ શુદ્ધ કહેવાય છે, જેમાં કોઈ સ્વાર્થ, લોભ, પ્રસિદ્ધિ કે પ્રતિફળની ભાવના ન હોય, જેના હૃદયમાં સાધુ-સંતો પ્રત્યે શ્રદ્ધા ભક્તિ હોય. પાત્ર એ શુદ્ધ છે, જે ઘરબાર-કુટુંબ વગેરેને છોડીને તપ-ત્યાગમય સંયમપૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યા હોય તથા સંયમ પાલન માટે જ દાન લેતા હોય. ઉકત રીતિથી ચાર અંગો સહિત સંયમી પુરુષોને દાન આપવા ઉત્કૃષ્ટ સુપાત્રદાન છે. આ પ્રકારના ઉત્કૃષ્ટ સુપાત્રદાનનું મહત્ત્વ જેનાગમોમાં અનેક સ્થળો પર બતાવવામાં આવ્યું છે. “સુખ વિપાક સૂત્ર'માં સુબાહુકુમાર દ્વારા સુમુખ ગાથાપતિના ભવમાં એવા ઉત્કૃષ્ટ સુપાત્રદાન આપવાનો ઉલ્લેખ છે. શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીરથી પૂછે છે - “ભગવન્! આ સુબાહુકુમાર મને ઇષ્ટ, કાંત, પ્રિય, સૌમ્ય, વલ્લભ અને સુંદર પ્રતીત થાય છે. બીજા મનુષ્યોને પણ એવું જ લાગે છે ! હે પ્રભુ! સુબાહુકુમારને એવી ઋદ્ધિ-સિદ્ધિ, માનવ-સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ ?” ભગવાન મહાવીરે સુબાહુકુમારના પૂર્વજન્મનું વર્ણન કરતાં કહ્યું - “ગૌતમ! સુબાહુકુમારે પોતાના પૂર્વજન્મમાં સુદત નામના અણગારને માસક્ષમણના પારણામાં શુદ્ધ ભાવથી ભક્તિપૂર્વક દાન આપ્યું હતું. એ દ્રવ્ય-શુદ્ધ, દાન-શુદ્ધ અને પાત્ર-શુદ્ધ દાનના ફળસ્વરૂપ સુબાહુકુમારને આશ્ચર્યજનક માનવીય સંપત્તિ પ્રાપ્ત થઈ છે.” * સાધુને યોગ્ય ચોદ પ્રકારનું દાન ઃ (૧) અશન . ખાવામાં આવતાં પદાર્થો, રોટલી વગેરે (૨) પાન પીવાયોગ્ય પદાર્થ, જળ વગેરે. (૩) ખાદિમ - મિષ્ઠાન્ન, મેવા વગેરે સુસ્વાદ પદાર્થ. (૪) સ્વાદિમ - મોઢાની સ્વચ્છતા માટે, લવિંગ-સોપારી વગેરે. (૫) વસ્ત્ર - પહેરવાયોગ્ય વસ્ત્ર. (૬) પાત્ર - કાષ્ઠ, માટી અને તુંમડા(તુંબડા)થી બનેલાં પાત્ર. (૭) કામળો - ઊન વગેરેનો બનેલો કામળો (૮) પાદપ્રોચ્છ- રજોહરણ, ઓઘા. (૯) પીઠે - બેસવા યોગ્ય બાજોટ વગેરે. (૧૦) ફલક - સુવા માટેનો પટ્ટો વગેરે. (૧૧) શય્યા - રોકાવા (રહેવા) માટે મકાન વગેરે. (૧૨) સંથારો - પાથરવા માટે ઘાસ વગેરે. (૧૩) ઔષધ - એક જ વસ્તુથી બનેલી ઔષધિ. (૧૪) ભેષજ - અનેક ચીજોના મિશ્રણથી બનેલી ઔષધિ. ઉપર જે ચૌદ પ્રકારના પદાર્થો બતાવવામાં આવ્યા છે, એમાં પ્રથમના આઠ પદાર્થ તો દાનદાતાથી એકવાર લીધા પછી પાછા નથી આપવામાં આવતા. બાકી છ પદાર્થો એવા છે, જેમને સાધુ પોતાના કામમાં લઈને પાછા પણ આપે છે. (બ્દો છે જ છે જે છે તે છે જે છે તે જિણધમો) Page #284 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં એવા ઉત્કૃષ્ટ સુપાત્ર મુનિનો યોગ મળવાથી ઉત્કૃષ્ટ ભાવોથી દાન આપવું કે દાન આપવાની ભાવનાનું શુભ ફળ શાસ્ત્રોમાં બતાવ્યું છે. એવા નિઃસ્પૃહ દાતા અને નિઃસ્પૃહ પાત્ર બંને સુગતિ પ્રાપ્ત કરે છે. જેમ કે કહ્યું છે 'मुहादाई मुहाजीवी, दो वि गच्छंति सुग्गइं ।' - - દશવૈકાલિક, ૫-૧-૧૦૦ મધ્યમ તથા જઘન્ય સુપાત્ર : બારમા વ્રતને શ્રેષ્ઠતમ આદર્શ તો ઉત્કૃષ્ટ સુપાત્ર શ્રમણ નિગ્રંથોને પોતાના નિયમાનુસાર પ્રાસુક-એષણીય આહાર વગેરે આપવાનો છે. એવા નિઃસ્પૃહ મહાત્માઓને વિધિવત્ દાન આપવાનું ફળ મહાન છે. પરંતુ વ્રતની નિયમિત આરાધના માટે એવા મુનિરાજોનો યોગ ન મળવા અથવા મળવા છતાંય મધ્યમ તથા જઘન્ય સુપાત્રોને યોગ તો એમને જ મળી શકે છે, જેમના ઘરના દ્વાર અભંગ (ખુલ્લા) રહે છે - અર્થાત્ દાન માટે કોઈના માટે દ્વાર બંધ નથી, બધા અતિથિઓ માટે ખુલ્લાં છે. જેમ કે બીજાં પક્ષીઓ માટે જુવારના દાણા નાખવાથી કદાચ એ પક્ષીઓ સાથે ઊડતાં-ઊડતાં રાજહંસ પણ આવી જાય છે, એમ જ મધ્યમ અને જઘન્ય સુપાત્રોને આપતાં રહેતાં અને પોતાના દ્વાર અભંગ રાખવાથી કદાચ મુનિરૂપી રાજહંસ પણ આવી શકે છે. તેથી શ્રાવક મધ્યમ સુપાત્ર સ્વધર્મી બંધુઓને માનીએ અને જઘન્ય સુપાત્ર સમ્યક્ત્વી કે માર્ગાનુસારીને માનીએ તથા પૂર્વોક્ત પ્રકારથી શુદ્ધ ભાવનાથી આ બંને મધ્યમ-જઘન્ય સુપાત્રોને પણ દાન આપે. જે વ્યક્તિ આ પ્રકારની કૃપણતા ધારણ કરી લે છે કે સાધુઓના સિવાય અન્ય કોઈને આપવું પાપનું કારણ છે, તે લોકો રોજ અતિથિ સંવિભાગ વ્રતનું નિયમિત પાલન કેવી રીતે કરી શકશે ? આજના ઘણાય શ્રાવકો બીજાનું હિત કરવા અને બીજાનાં દુઃખો મટાડવાના સમયે આરંભ-સમારંભનો પોકાર કરવા માંડે છે અને આ બહાને કૃપણતા તથા અનુદારતાનો વ્યવહાર કરે છે. પરંતુ આ મોટી ભૂલ છે. પોતાના ભોગ-વિલાસ તથા સુખ-સુવિધાના સમયે આરંભ-સમારંભની ઉપેક્ષા કરવી અને ગરીબોના દુ:ખ મટાડવાના સમયે આરંભસમારંભની આડ લેવી કેવી રીતે ઉચિત હોઈ શકે છે ? ‘ભગવતી સૂત્ર’(શતક-૨, ઉદ્દેશક૫)માં તુંગિયા નગરીના શ્રાવકોનું વર્ણન કરતાં બતાવ્યું છે કે - “એ શ્રાવકોનાં ઘર-દ્વાર ખુલ્લાં રહેતાં હતાં, તે ખૂબ જ આહાર-પાણી તૈયાર કરાવતા હતા અને ઘણાય લોકોને આપતા હતા. ઘણાંય દાસ-દાસી, ગાય, બકરી વગેરે પશુઓનું પાલન થતું હતું. તે અનુદાર અને કૃપણ નથી. અનેક મધ્યમ તથા જઘન્ય સુપાત્રોને પણ તે આહાર-પાણી તે સમજતા હતા કે આ પ્રમાણે આહાર-પાણીનું દાન મુક્ત હસ્તે (હાથે) દેવાથી કદાચ મુનિવર પણ આપણા ત્યાં પધારી જાય. અતિથિ સંવિભાગ વ્રત ७८७ Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રમણોપાસકનું વર્ણન આવે છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે - “આનંદ શ્રાવક નગરજનોના મેઢીભૂત, પ્રમાણભૂત, આલંબનભૂત, અશુભૂત હતો.” જો આનંદ શ્રાવક અનુદાર અને કૃપણ હોત તો તે સમાજ અને નગરમાં આટલી પ્રતિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત કરી શકતા હતા ? પૂણિયા શ્રાવકઃ ભગવાન મહાવીરનો એક પ્રતિષ્ઠિત શ્રાવક હતો પૂણિયા. તે પોતાના હાથથી પૂર્ણિયો બનતો હતો અને પોતાની આવશ્યકતાનુસાર ન્યાયનીતિપૂર્વક ધનોપાર્જન કરતો હતો. તે એટલો સંતોષી હતો કે જેટલી એને જરૂર હતી એટલું જ કમાતો હતો. એમાં એક વિશેષતા હતી કે અતિથિ સંવિભાગ વ્રતધારી હોવાથી તે ઉત્કૃષ્ટ સુપાત્રને દાન આપવાની પ્રતિદિન ભાવના કરતો રહેતો હતો. પરંતુ ઉત્કૃષ્ટ સુપાત્રનો યોગ મળે કે ન મળે, એનો નિયમ હતો કે તે પ્રતિદિન એક સ્વધર્મી બંધુને ભોજન કરાવતો હતો. ઘરમાં પતિ-પત્ની બે જ પ્રાણી હતાં. પૂણિયાની ધર્મપત્ની પણ એમ જ ઉદાર, સહિષ્ણુ અને ધર્મપરાયણા હતી. બંનેમાંથી એક દિવસ પૂણિયા ઉપવાસ કરતો અને એક દિવસ એની ધર્મપત્ની ઉપવાસ કરતી હતી. તે પોત-પોતાના ભાગનું બચેલું ભોજન ઉત્કૃષ્ટ સુપાત્રને આપી દેતા તથા એવો યોગ ન મળતો તો તે મધ્યમ સુપાત્રને તો ભોજન અવશ્ય કરાવતા હતા. આમ, પૂણિયા શ્રાવક અતિથિ સંવિભાગ વ્રતનું પાલન કરતો હતો. ભૂલ : કેટલાક લોકોનું એ કહેવું છે કે - “શ્રાવકના બારમા વ્રતનું પાલન પંચ-મહાવ્રતી સાધુસાધ્વીઓને આહાર વગેરે આપવાથી જ થઈ શકે છે. એમાં સાધુ-સાધ્વીઓ સિવાય અન્યને દાન આપવાનું વિધાન નથી.” “ઉપાસક દશાંગ સૂત્ર'માં અન્ય તીર્થિકોને આહાર વગેરે આપવાનો નિષેધ સ્પષ્ટતઃ પ્રતીત થાય છે. ઉક્ત કથન સર્વથા ભ્રમપૂર્ણ છે. બારમા વ્રતનો ઉદ્દેશ્ય એકાંતતઃ મુનિ-મહાત્માઓને દાન આપવાનું જ નથી, પણ શ્રાવકના જીવનને ઉદાર અને વિશાળ બનાવવો પણ છે. શ્રાવકનું જીવન અનેક દૃષ્ટિકોણોને લઈને ચાલે છે. તે એકાંગી નથી હોતો, એને અનેક અપેક્ષાઓથી વ્યવહાર ચલાવવો પડે છે. એને પોતાનો વ્યવહાર પક્ષ પણ સાધના હોય છે અને લોકોત્તર પક્ષ સાધના છે. જ્યાં સુધી લોકોત્તર પક્ષનો સવાલ છે ત્યાં સુધી તે ગુરુબુદ્ધિથી અન્ય તીર્થિકોને આહાર વગેરે પ્રદાન નથી કરતો, પરંતુ વ્યવહાર બુદ્ધિથી કે અનુકંપા બુદ્ધિથી તે દરેકને પણ દાન આપી શકે છે. “ઉપાસક દશાંક સૂત્ર'માં જે આનંદ શ્રાવકના સંદર્ભમાં અન્ય તીર્થિકોને આહાર વગેરે આપવાનો નિષેધ છે, તે ગુરુબુદ્ધિથી આપવાનો નિષેધ છે, અનુકંપા બુદ્ધિ કે વ્યવહાર બુદ્ધિથી આપવાનો નિષેધ નથી. શ્રાવક એટલો અનુદાર કે સ્વાર્થી નથી થઈ શકતો કે બીજા ધર્મ-સંપ્રદાયના સાધુ, સંત કે કોઈ ભક્ત, ગૃહસ્થ એના ત્યાં આવી જાય તો તે આહાર વગેરે ન આપે. (૮૮),MOTO GOOD MORNO (જિણધમો) Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપાસક દશાંક સૂત્ર'માં જ સકડાલ પુત્ર શ્રાવકના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે - “મંખલી પુત્ર ગોશાલકના પ્રશ્નોત્તર કર્યા પછી સકલાલપુત્રે ગોશાલકને પાટ વગેરે વસ્તુઓ આપી. આમ, ધર્મબુદ્ધિ કે ગુરુબુદ્ધિથી તો અન્યને દાન આપવાનો નિષેધ છે, પણ વ્યવહાર બુદ્ધિ કે અનુકંપા બુદ્ધિથી દાન આપવાનું શ્રાવક માટે ક્યાંય નિષેધ નથી. તેથી શ્રાવકનું કર્તવ્ય છે કે તે બધા અતિથિઓને દાન આપવા માટે પોતાના ઘરનાં દ્વાર ખુલ્લાં રાખે.” ઇતિહાસ-પ્રસિદ્ધ જગડુશાહ, ખેમાશાહ વગેરે જૈન શ્રાવકોએ દુષ્કાળના સમયે પોતાના અનાજના ભંડાર બધા માટે ખોલી દીધા હતા. તે ધનના દાસ નહિ, ધનના સ્વામી બનીને રહેતા હતા. તેથી શ્રાવકનું કર્તવ્ય છે કે એની પાસે જે પણ સાધન છે, એ બધા માટે યથાયોગ્ય સંવિભાગ કરીએ. અતિથિ સંવિભાગ વતના પાંચ અતિચારો : શાસ્ત્રકારોએ અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચારો બતાવ્યા છે. જેમનાથી બચવું શ્રાવક માટે આવશ્યક છે. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે - (૧) સચિત્ત નિક્ષેપણ (૨) સચિત્ત પિધાન, (૩) કાલાતિક્રમ, (૪) પરવ્યપદેશ અને (૫) માત્સર્ય. (૧) સચિત્ત નિક્ષેપ : જ્યારે શ્રાવક પોતાના અવિવેક કે કૃપતા વગેરે અન્ય કારણવશ અચિત્ત વસ્તુ જે કલ્પનીય, એષણીય તથા મુનિઓ માટે ગ્રાહ્ય છે. એમાં સચિત્ત વસ્તુ ભેળવી દે છે કે એ અચિત્ત વસ્તુના નજીક સચિત્ત નાખી દે છે, તો તે સચિત્ત નિક્ષેપ નામનો અતિચાર થાય છે. - (૨) સચિત્ત પિધાન : અચિત્ત પદાર્થના ઉપર સચિત્ત પદાર્થ ઢાંકી દેવો સચિત્તપિધાન નામનો બીજો અતિચાર છે. (૩) કાલાતિક્રમઃ જે વસ્તુના આપવાનો જે સમય છે, તે સમય ટાળી દેવો કાળાતિક્રમ નામનો બીજો અતિચાર છે. ઉદા. માટે કોઈ દેશમાં અતિથિને આહાર આપવાનો સમય દિવસનો બીજો પહોર છે. આ સમયને ટાળીને આપવું, અતિથિને આહાર આપવા માટે ઉદાત્ત ન હોવું, કાલાતિક્રમ અતિચાર છે. (૪) પરવ્યપદેશ વસ્તુ આપવી ન પડે આ ઉદ્દેશ્યથી પોતાની વસ્તુને બીજાને બતાવવી અથવા આપવામાં આવેલા દાનના વિષયમાં એ સંકલ્પ કરવો કે આ દાનનું ફળ મારા પિતામાતા, ભાઈ વગેરેને મળે એ પરોપદેશ કે પરવ્યપદેશ નામે ચોથો અતિચાર છે. (૫) માત્સર્ય : બીજાઓને દાન આપતાં જોઈને એની પ્રતિસ્પર્ધા કરવાની ભાવના રાખીને દાન આપવું. અર્થાત્ એ બતાવવા માટે કે હું એનાથી ઓછો નથી પરંતુ વધીને હું દાન આપવું માત્સર્ય નામનો પાંચમો અતિચાર છે. ઉક્ત પાંચ અતિચારો બારમા વ્રતને દૂષિત કરે છે. એમના સિવાય કેટલાંક અન્ય કાર્ય પણ છે, જેમનાથી વ્રતભંગ થઈ જાય છે. તે કાર્ય આ પ્રમાણે છે - दाणन्तराय दोसा न देई, दिज्जन्तयं च वारेइ । दिण्णेव व परितप्पइ इति किवणता भवे भंगी ॥ [ અતિથિ સંવિભાગ વ્રત જ છે જો છ૮૯) Page #287 -------------------------------------------------------------------------- ________________ અર્થાતુ - પૂર્વ સંચિત્ત દાનાંતરાય કર્મના દોષથી એવી કૃપણતા થાય છે કે સ્વયં પણ દાન નથી દેતો, બીજાને દાન આપવાથી રોકે છે અને દાન આપીને પરિતાપ (દુઃખ) પામે છે, દુઃખી થાય છે. આ પ્રકારની કૃપણતાથી અતિથિ સંવિભાગ દ્રત ભંગ થઈ જાય છે. અનેક લોકો કૃપણતાના કારણે દાન પણ નથી આપવા માંગતા અને પોતાની કૃપણતાને છુપાવીને ઉદારતા દેખાડવા તથા પાત્ર તથા અન્ય લોકોની દૃષ્ટિમાં ભલા રહેવા માટે નહિ પણ નથી કરતા. પરંતુ અતિચારોમાં વર્ણિત કાર્યોનું આચરણ કરવા લાગે છે. એટલે કે કાં તો અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ ભેળવી દે છે કે અચિત્ત પદાર્થ પર સચિત્ત પદાર્થ ઢાંકી દે છે કે ભોજન વગેરેનો સમય ટાળી દે છે અથવા પોતાની વસ્તુ બીજાઓની બતાવી દે છે. એવું કરીને તે કૃપણ લોકો પોતાની વસ્તુ પણ બચાવી લેવા ચાહે છે અને સાધુ-સંતોની દૃષ્ટિમાં ભક્ત અને ઉદાર પણ બની રહેવા માગે છે. એવું કરવું કપટ છે, અતિચાર છે અને વ્રતને દૂષિત કરવા સમાન છે. તેથી શ્રાવકને એવાં કાર્યોથી બચવું જોઈએ. શંકા કરી શકાય છે કે જેમાં દાન આપવાની ભાવના જ નથી એને આ વ્રત જ ક્યાં છે? જ્યારે વ્રત નથી તો અતિચાર કેવી? આનું સમાધાન એ છે કે આ વ્રત શ્રદ્ધારૂપ પણ હોય છે, પ્રરૂપણા રૂપ પણ હોય છે અને સ્પર્શના રૂપ પણ. સ્પર્શના રૂપ વ્રત તો મુનિ વગેરેનો યોગ મળવાથી જ થાય છે. પરંતુ શ્રદ્ધાપ્રરૂપણા રૂપ વ્રત તો બની રહે છે. માયાચાર કે કપટથી શ્રદ્ધા-પ્રરૂપણા રૂપ વ્રત પણ દૂષિત થઈ જાય છે. તેથી અતિચારમાં બતાવવામાં આવેલાં કામોથી શ્રાવકને સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. તેથી શ્રાવકને અત્યંત ઉદાર તથા વ્યાપક દૃષ્ટિ અપનાવીને પોતાનાં પ્રાપ્ત સાધનોનો યથાયોગ્ય સંવિભાગ કરીને અતિથિ સંવિભાગ વ્રતની સમ્યગુ આરાધના કરવી જોઈએ. આ બાર વ્રતોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવાથી એ સ્પષ્ટ પ્રતીત થઈ જાય છે કે એમાંથી પ્રત્યેક વ્રતમાં અહિંસા અને આત્મસંયમની ઊંડી ભાવના છે. એ ચારિત્ર અને આત્મિક કલ્યાણનો મૂલ્યવાન નિયમ છે. એમની નિર્મળ આરાધનામાં શાશ્વત કલ્યાણ અને મુક્તિપથ પર પ્રયાણ અંતનિહિત છે. [ ૮૦ (શ્રાવકની અગિયાર પ્રતિમાઓ શ્રાવક સમ્યકત્વપૂર્વક બાર વ્રત ધારણ કરે છે. પરંતુ તે આટલું કરીને જ નથી રોકાઈ શકતો. તે આ વ્રતોને નિરતિચાર પાલન કરવા માટે, વિશેષ રૂપથી અનુશીલન કરવા માટે અને એમાં ચોક્કસ દૃઢતા લાવવા માટે વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાઓ લે છે. શાસ્ત્રમાં આ પ્રકારની વિશેષ પ્રતિજ્ઞાઓને પ્રતિમા (પડિયા) કહેવામાં આવી છે. શાસ્ત્રકારો શ્રાવકની અગિયાર પડિમાઓનું નિરૂપણ કર્યું છે. એમનાં નામ અને સ્વરૂપ આ પ્રકારે છે - (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પૌષધોપવારા પ્રતિમા, (૫) કાયોત્સર્ગ પ્રતિમા, (૬) બ્રહ્મચર્ય પ્રતિમા, (૭) સચિત્ત ત્યાગ પ્રતિમા, (૮) (૯૦) રાજકોટ રાજકોટ જિણધમો) Page #288 -------------------------------------------------------------------------- ________________ આરંભ ત્યાગ પ્રતિમા, (૯) પ્રેષ્ય-ત્યાગ પ્રતિમા, (૧૦) અનુમતિ-ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા અને (૧૧) શ્રમણભૂત પ્રતિમાં. (૧) દર્શન પ્રતિમા ઃ એમ તો સમ્યગુદર્શન થયા પછી જ વાસ્તવિક શ્રાવક્ત આવે છે, તેથી બાર વ્રત ધારણ કરી લેવાથી સમ્યગ્દર્શનનો સ્વયમેવ એમાં અંતર્ભાવ થઈ જાય છે. એવી સ્થિતિમાં પુનઃદર્શન પ્રતિમા સ્વીકાર કરવાનું શું પ્રયોજન છે ? એનું સમાધાન એ છે કે વ્રત ગ્રહણથી પૂર્વ જે સત્ય તત્ત્વાભિરુચિરૂપ દર્શન થાય છે, એમાં અતિચારોને લાગવાની સંભાવના રહે છે. સમ્યગ્ગદર્શન અને વ્રત ગ્રહણ કર્યા પછી પણ દર્શનમાં મલિનતા રહી શકે છે, તેથી તેનું નિરાકરણ કરવા માટે અને પૂર્વગૃહીત સમ્યકત્વની શંકા-કાંક્ષા વગેરે અતિચારોથી સર્વથા દૂર રહીને શુદ્ધ રીતિથી પાલન કરવા માટે દર્શન પ્રતિમાનો સ્વીકાર કરવામાં આવે છે. આ પ્રતિમાનો સમય એક માસ છે. એક માસ પર્યત દર્શનમાં કોઈ પ્રકારની મલિનતા ન આવવા દેવી અને દર્શનને વિશિષ્ટ દઢતા પર પહોંચાડી દેવી આ પ્રતિમાનું પ્રયોજન છે. (૨) વૃત પ્રતિમા દર્શનની પરિપૂર્ણતા-દઢતા થઈ ગયા પછી વ્રતોને દઢ કરવા પડે છે, તેથી પૂર્વ સ્વીકૃત વ્રતોને વિશેષ દૃઢ કરવા માટે આ પ્રતિમા અંગીકાર થઈ જાય છે. ઘણાંય શીલવ્રત, ગુણવ્રત વગેરે વ્રતોનું નિર્મળ-નિરતિચાર રૂપથી પાલન કરવામાં આવે છે, પરંતુ સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું પાલન પહેલાંની જેમ જ કરવામાં આવે છે. અર્થાત્ આ બંને વ્રતોને છોડીને શેષ વ્રતોના અતિચાર રહિત નિર્મળ રીતિથી પાલન કરવામાં આવે છે. આ પ્રતિમાનો સમય બે માસનો છે. (૩) સામાયિક પ્રતિમા ઃ આ પ્રતિમામાં સામાયિક અને દેશાવકાશિક વ્રતનું પણ નિરતિચાર વિશુદ્ધ રીતિથી દઢતાપૂર્વક પાલન કરવામાં આવે છે. પરંતુ પૂર્વ તિથિઓ ઉપર કરવામાં આવતાં પૌષધ વ્રતનું નિરતિચાર પાલન કરવામાં શિથિલતા રહી જાય છે. આ પ્રતિમામાં પૌષધ વ્રતને છોડીને શેષ વ્રતોનું નિરતિચાર પાલન અને આરાધના કરવામાં આવે છે. આ પ્રતિમાનો સમય ત્રણ માસનો છે. (૪) પૌષધોપવાસ પ્રતિમા ઃ આ પ્રતિમામાં પૌષધ વ્રતનું પણ નિરતિચાર પાલન તથા આરાધન કરવામાં આવે છે. અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવસ્યાને ઉપવાસ યુક્ત પૌષધ વ્રતની નિર્મળ આરાધના કરવી એનું પ્રયોજન છે. આની અવધિ ચાર માસની છે. (૫) કાયોત્સર્ગ પ્રતિમા ઃ આ પ્રતિમામાં પૌષધની આખી રાત કાયોત્સર્ગ અવસ્થામાં વ્યતીત કરવામાં આવે છે. આ પ્રતિમાને ધારણ કરનાર ઉપાસક સર્વ સ્નાનનો ત્યાગ કરી દે છે, રાત્રિ ભોજનનો ત્યાગ કરી દે છે. ધોતીનો છેડો ખુલ્લો રાખે છે, દિવસમાં બ્રહ્મચારી રહે છે, રાતમાં બ્રહ્મચર્યની મર્યાદા કરે છે, પાંચ માસ પર્યત આ પ્રકારની આરાધના કરવામાં આવે છે. (૬) બ્રહ્મચર્ય પ્રતિમા : આ પ્રતિમામાં પૂર્ણતઃ બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. શેષ બધી આચાર-વિધિઓ પાંચમી પ્રતિમા સમાન છે. આની અવધિ છ માસની છે. [ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ ) 09 (૯૧) Page #289 -------------------------------------------------------------------------- ________________ (૭) સચિત્ત ત્યાગ : આ પ્રતિમામાં ઉપાસક સચિત્ત આહારનો ત્યાગ કરી દે છે. આની અવિધ સાત માસની છે. (૮) આરંભ ત્યાગ : આ પ્રતિમામાં ઉપાસક આરંભનો ત્યાગ કરી દે છે. તે સ્વયં કોઈ પ્રકારનો આરંભ (હિંસા) નથી કરતો. આની અવિધ આઠ માસની છે. (૯) પ્રેષ્ય ત્યાગ : આ પ્રતિમામાં ઉપાસક બીજાઓ દ્વારા આરંભ કરાવવાનો ત્યાગ કરી દે છે. તે નોકર-ચાકર વગેરે દ્વારા પણ આરંભનું કોઈ કામ નથી કરાવતો. આનો સમય નવ માસનો છે. (૧૦) અનુમતિ-ઉદ્દિષ્ટ ત્યાગ : આ પ્રતિમામાં ઉપાસક પોતાના ઉદ્દેશ્યથી તૈયાર કરેલા આહાર વગેરેનો પણ ત્યાગ કરી દે છે. તે ક્ષૌર મુંડન કરે છે અને શિખા ધારણ કરે છે. આ પ્રતિમાને ધારણ કરેલા ઉપાસકને જો એના સંબંધીઓ પૂછે કે જમીન વગેરેમાં સ્વર્ણ વગેરે દ્રવ્ય રાખેલું તમે જાણો છો ? જો તે જાણતો હોત તો ‘હું જાણું છું' અને જો ન જાણતો હોય તો ‘હું નથી જાણતો’ એટલું કહેવું માત્ર કલ્પતા છે. એના સિવાય એને વધુ ગૃહષ્કૃત્ય કરવું નથી કલ્પતા. જો તે એટલું પણ ન કરે તો કુટુંબીજનોની વૃત્તિનો છેદ થઈ જાય. તેથી આટલું ગૃહષ્કૃત્ય એના માટે ખુલ્લું છે. આની અવિધ દસ માસની છે. (૧૧) ' શ્રમણભૂત પ્રતિમા : આ પ્રતિમામાં શ્રાવક સાધુના સમાન થઈ જાય છે. તે માથાના (બાલ) વાળોનું મુંડન કરાવી લે છે કે લોચ કરે છે તે સાધુનો આચાર અને ભંડોપકરણ ગ્રહણ કરી સાધુના વેશમાં શ્રમણ-નિગ્રંથો માટે પ્રતિપાદિત ધર્મને સમ્યક્ રૂપથી કાયથી સ્પર્શ કરતાં-કરતાં પાલન કરતાં વિચરે છે. તે ચાલતા સમયે યુગમાત્ર પ્રમાણ ભૂમિને જોતાં-જોતાં યતનાપૂર્વક ગમન કરે છે તે પોતાની જ્ઞાતિ(જાતિ)નાં ઘરોમાં ભિક્ષાવૃત્તિ માટે જાય છે. ભિક્ષાવૃત્તિ માટે જતા કોઈ જો એ પૂછે કે - હે . આયુષ્મન્ ! તમે કોણ છો ?” ત્યારે એણે કહેવું જોઈએ કે - “હું પ્રતિમા-પ્રતિપન્ન શ્રમણોપાસક છું.” આ પ્રતિમાની અવધિ અગિયાર માસની છે. આ પ્રતિમામાં શ્રાવક લગભગ સાધુની કોટિમાં પહોંચી જાય છે. પાંચમી પ્રતિમાથી લઈને અગિયારમી પ્રતિમા સુધીની જઘન્ય કાળ અવિધ એક, બે, ત્રણ દિવસની કહેવામાં આવી છે. ઉત્કૃષ્ટ અવધિ પ્રત્યેક પ્રતિમાના સાથે બતાવવામાં આવી છે. જો આ ડિમાઓને ધારી શ્રાવક વર્ધમાન પરિણામના કારણે દીક્ષિત થઈ જાય કે આયુ પૂર્ણ કરી લે તો જઘન્ય કે મધ્યમ કાળની એની અવિધ સમજવી જોઈએ. જો બંનેમાંથી કંઈ પણ ન હોય તો પ્રતિમાનો કાળ ઉત્કૃષ્ટ સમજવો જોઈએ. બધી પ્રતિમાઓનો સમય કુલ મળીને સાડા પાંચ વર્ષ (૬૬ મહિના) થાય છે. ઉક્ત રીતિથી શાસ્ત્રોમાં ઉપાસકની અગિયાર પ્રતિમાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમાઓની યથાવિધિ આરાધના કરનાર ઉત્કૃષ્ટ શ્રાવક કહેવામાં આવે છે. શ્રાવકાચારની આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ સ્થિતિ ઉપર પહોંચેલો શ્રાવક શ્રાવકાચારની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી લે છે. એમાં શ્રાવકત્વની પરિપૂર્ણ આરાધના છે. એનું યથોક્ત રીતિથી આરાધન કરનાર શ્રાવક કૃતકૃત્ય થઈ જાય છે. ૦૯૨ જિણધર્મો Page #290 -------------------------------------------------------------------------- ________________ ૮૧ (સંલેખના: જીવનની સંધ્યા) શ્રાવક બાર વ્રત ધારણ કરીને જ સંતુષ્ટ નથી થઈ જતો. તે આધ્યાત્મિક વિકાસના માર્ગમાં આગળ વધતા શ્રાવકની પૂર્વોક્ત અગિયાર પ્રતિમાઓનું આરાધન કરે છે. શ્રાવક એટલા માત્રથી પણ સ્વયંને કૃતાર્થ નથી માની લેતો, તે આ પ્રકારના મનોરથો દ્વારા સાધનાના માર્ગમાં ઉત્તરોત્તર આગળ વધવાનો સંકલ્પ કરે છે. શ્રાવકના ત્રણ મનોરથ : (૧) એ દિવસ ધન્ય હશે જે દિવસ હું આરંભ અને પરિગ્રહથી મુકત થઈશ. એ ધન્ય દિવસ ક્યારે આવશે જ્યારે હું ધન-સંપત્તિનો ત્યાગ કરું. આ પરિગ્રહ મારા આત્મા માટે સૌથી મોટું બંધન છે. આ મમતાનું વિષ આધ્યાત્મિક જીવનને દૂષિત કરી રહ્યું છે. ધનનો સાચો ઉપયોગ સંગ્રહમાં અથવા સ્વાર્થના પોષણમાં નથી, પ્રત્યુત જનહિત માટે અર્પણ કરી દેવામાં છે. જે દિવસમાં હું પોતાની ધન-સંપત્તિને જનસેવા માટે ત્યાગ કરી પ્રસન્નતાનો અનુભવ કરીશ, મમતાના ભારથી હલકો બનીશ - તે દિવસ મારા માટે કલ્યાણનો હશે. (૨) તે ધન્ય ક્યારે થશે જ્યારે હું સંસારના મોહ, માયા અને વિષય વાસનાનો ત્યાગ કરીને સાધુ જીવન સ્વીકાર કરીશ? જે દિવસ હું મુનિ પદની ઉચ્ચ ભૂમિકા પર પહોંચીશ તે દિવસ મારે માટે મહાન કલ્યાણકારી હશે. (૩) તે ધન્ય દિવસ ક્યારે હશે, જ્યારે હું પોતાની સંયમયાત્રાને સકુશળ નિર્વિદન ભાવથી પૂર્ણ કરીને અંત સમયમાં આલોચના, નિંદના તથા ગર્વણા કરીને સંલેખના-સંથારો કરીશ. બધા પ્રકારની ઉપાધિ, આહાર અને જીવનની મમતાનો ત્યાગ કરી જે દિવસ હું પૂર્ણ રૂપથી પોતાને વીતરાગ ભગવાનની ઉપાસનામાં લગાવીશ, તે દિવસ મારા માટે મહાન કલ્યાણકારી હશે. ઉક્ત મનોરથોનું ચિંતન કરતાં શ્રાવક જીવનભર ઘર-ગૃહસ્થી અને સાંસારિક પ્રવૃત્તિઓની ઝંઝટોમાં ફસેલો નથી રહેતો. તે પોતાની સાંસારિક અને કૌટુંબિક જવાબદારીઓનો નિર્વાહ કરી તથા કુટુંબના ભારને પોતાના ઉત્તરાધિકારીને સોંપીને નિવૃત્ત થઈ જાય છે અને ધર્મમય જીવનની આરાધના કરે છે. તે શ્રાવકની પ્રતિમાઓનું આરાધન કરતાં કરતાં કાં તો પોતાના દ્વિતીય મનોરથ અનુસાર શ્રમણ બની જાય છે અને જો એવું ન કરી શકે તો ધર્મમય જીવન વિતાવતા સમાધિ-મરણની ભાવના રાખે છે. એ શ્રાવકના મનમાં એ ઉદાત્ત ભાવના રહે છે કે - “મારું અંતિમ જીવન વીતરાગ પરમાત્માના ધ્યાનમાં જ પૂરું થાય, હું વિતરાગ પ્રભુના નામ સાથે જ અંતિમ શ્વાસ લઉં. અંત સમયમાં મારી ભાવનાઓ શુદ્ધ બની રહે, મારું તન-મન જિનદેવનાં ચરણોમાં લીન બન્યું રહે.” આ ઉદાત્ત ભાવનાના કારણે તે પોતાનું શેષ જીવન આત્મદર્શન અને વિતરાગ ધર્મની આરાધનામાં પૂર્ણ કરે છે. [ સંલેખના જીવનની સંધ્યા છે છ૯૩) Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પોતાના જીવનનો સંધ્યાકાળ જાણીને સવિશેષ સાવધાન અને જાગૃત થઈ જાય છે. તે સમજે છે કે મૃત્યુ સમગ્ર જીવનનો નિચોડ છે. સાધુના જીવનભરની સાધનાની પરીક્ષા મૃત્યુના અવસર પર થાય છે. જો મૃત્યુ સમાધિપૂર્વક, પ્રસન્નતાથી થાય છે, આત્મશુદ્ધિપૂર્વક થાય છે, તો સમજી લો, સાધક આ પરીક્ષામાં પાસ થયો. પરંતુ જો અંતિમ સમયમાં વ્યક્તિ હાય-હાય કરે છે, રોવે-વિલસે છે, પોતાની માનેલી સજીવ કે નિર્જીવ વસ્તુઓના વિયોગની સંભાવનાથી ચિંતિત, ભયભીત, આતંકિત કે વ્યથિત થઈને આર્તધ્યાન કરે છે તો સમજવું જોઈએ કે તે સાધક પોતાની સાધનાના અભ્યાસમાં કાચો હોવાના કારણે અનુત્તીર્ણ થઈ ગયો. આખા જીવનનું લેખું-જોખું મૃત્યુના સમયે મનુષ્યના સામે આવી જાય છે. એ જ મનુષ્યના જીવનની હાર કે જીતની અંતિમ બાજી છે, એ જ માનવની સફળતા-અસફળતાની અંતિમ કસોટી છે. પોતાના જીવનમાં ભણેલા સારા-ખોટા પાઠની અંતિમ પરીક્ષા મૃત્યુના સમયે થઈ જાય છે. આ અંતિમ પરીક્ષામાં ઉત્તીર્ણ (પાસ)-વ્યક્તિ જ વાસ્તવમાં જીવનની સમગ્ર કળામાં પાસ તથા પારંગત સમજવામાં આવે છે. કેટલાય સાધકો જીવનના પૂર્વાર્ધમાં જીવનકાળમાં સિદ્ધહસ્ત તથા સફળ દેખાય છે, પરંતુ જીવનના ઉત્તરાર્ધમાં, મૃત્યુની નજીક આવવાથી તે એ પરીક્ષામાં અસફળ થઈ જાય છે, જ્યારે અનેક સાધકો જીવનના પૂર્વાર્ધમાં જીવનકાળમાં બિલકુલ પછાત, અન્ન અને પામર જોવા મળે છે, પરંતુ જીવનના ઉત્તરાર્ધમાં તે જ લોકો સંભાળી લે છે, પોતાના પાછલા અશુભ જીવનની આલોચના, પશ્ચાત્તાપ, ગર્તા અને પ્રાયશ્ચિત્તપૂર્વક કષાય અને શરીરને સંલેખનાની આગમાં નાખીને સો ટચ સોના-સમાન શુદ્ધ બનાવી લે છે અને પ્રસન્નતાપૂર્વક સમાધિમરણ સહિત મૃત્યુનું સહર્ષ આલિંગન કરે છે. તે મૃત્યુને પરાજિત કરી દે છે, મૃત્યુ એમને પરાજિત નથી કરી શકતી. અર્થાત્ તે પોતાની અંતિમ પરીક્ષામાં સફળ થઈ જાય છે. સાચો શ્રાવક પોતાના જીવનભરની સાધનાના શિખર ઉપર સુવર્ણ કળશ ચડાવવા હેતુ સમાધિ-મરણ માટે સંલેખના વ્રત સ્વીકાર કરે છે. સંખનાનો અર્થ છે - કૃશ કરવું, પાતળા બનાવવું. અર્થાત્ આત્માના કષાય વગેરે અંતર્ગત દુર્ગુણોને સર્વથા કૃશ કરીને શરીરને પણ ક્રશ કરી દેવું સંલેખના વ્રત કહેવાય છે. આ વ્રત જીવનના અંતિમ કાળમાં સ્વીકાર કરવામાં આવે છે. આની આરાધન વિધિ આ પ્રમાણે છે : સંલેખનાની વિધિઃ જ્યારે સાધક જાણી લે છે કે એનું શરીર એને દગો આપનાર છે, એનો અંતિમ સમય નજીક છે, ત્યારે તે એકાંતમાં પ્રાસુક ભૂમિનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે અને દર્ભની શય્યા પાથરીને એના ઉપર આરૂઢ થાય. પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ મુખ કરીને પથંક વગેરે આસનથી સ્થિત થઈને, હાથ જોડીને, મસ્તક ઝુકાવીને એવું બોલે - “અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો, ‘અહંત ભગવંતોને નમસ્કાર હો, મારા ધર્માચાર્યને નમસ્કાર હો, ઉપાધ્યાય અને સંતોને નમસ્કાર હો.” એના પછી તે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ તીર્થથી ક્ષમાયાચના કરે અને ત્યાર પછી સંસારનાં બધાં પ્રાણીઓથી ક્ષમાયાચના કરે. (૯૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધો] Page #292 -------------------------------------------------------------------------- ________________ એના પછી પહેલાં જે-જે વ્રત નિયમ લઈ રાખ્યા હોય અને એમાં જ ત્રુટીઓ થઈ હોય એમની આલોચના કરો, ત્રુટીઓ અને દોષો માટે આત્મનિંદા અને ગહ કરો. આમ, શુદ્ધ અને શલ્યરહિત થઈને પુનઃ નવીન વ્રત આ પ્રમાણે અંગીકાર કરો ઃ “હું સર્વથા બધા પ્રકારની જીવ-હિંસાનો ત્યાગ કરું છું. હું સર્વથા બધા પ્રકારના મૃષા ભાષણનો ત્યાગ કરું છું. હું સર્વથા બધા પ્રકારના અદત્તગ્રહણ(ચોરી)નો ત્યાગ કરું છું. હું સર્વથા સર્વવિધ અબ્રહ્મનો ત્યાગ કરું છું. હું સર્વથા બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરું છું. હું ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, અભ્યાખ્યાન, વૈશુન્ય,રતિ (હર્ષ), અરરિત (શોક), પર પરિવાદ (નિંદા), ગૂઢ માયા અને મિથ્યા દર્શન-શલ્યનો ત્યાગ કરું છું તથા હું બધા પ્રકારનાં અકર્તવ્ય કર્મોનો પરિહાર કરું છું. હું જીવન પર્યંત મન, વચન અને કાયાથી અકરણીય કર્મ નહિ કરું, ન કરાવીશ અને ન કરતાં અનુમોદન કરીશ. હું બધાં પ્રકારનાં પાપોનો ત્યાગ કરું છું અને સાથે અશન-પાન-ખાદ્ય-સ્વાઘ - આ ચારેય પ્રકારના આહારનો પણ જીવન પર્યંત માટે ત્યાગ કરું છું. જે શરીરનું મેં પૂરી રીતે સારસંભાળ કરી છે, જે મને ઇષ્ટ, કાંત, પ્રિય અને રમણીય લાગતાં હતાં, જે મૂલ્યવાન રત્નના કરંડિયા સમાન જણાતો હતો, જેને હું બધા પ્રકારનાં ઉપદ્રવ્યોથી બચાવીને રાખવા માંગતો હતો, હું એવા શરીરનું પણ મમત્વ છોડું છું.” આમ, બધાં પાપકર્મોનો ત્યાગ કરીને, બધા પ્રકારના આહારનો ત્યાગ કરી બધા પ્રકારના પરિગ્રહ અહીં સુધી કે શરીરની મમતાનો પણ ત્યાગ કરી અંતિમ શ્વાસ-પર્યંત આત્મ સ્વરૂપના ચિંતનમાં, વીતરાગના સ્તવનમાં અને સમાધિમાં લીન રહીએ. સંલેખના સ્વીકાર કરવાનો આશય પોતાને પૂર્ણતઃ વીતરાગ દેવના શરણમાં સમર્પિત કરી દેવું છે. આત્માના સર્વાધિક નજીક રહેનાર તનના ભાનથી પણ ઉપર ઊઠીને આત્મસ્વરૂપમાં તલ્લીનતા પ્રાપ્ત કરવી જ સંલેખનાનું પ્રયોજન છે. આ કોટિ પર પહોંચેલો સાધક ખાન-પાન વગેરેને આત્મ-લીનતામાં બાધક સમજે છે. તેથી તે દેહ શુશ્રૂષાના બધાં પ્રપંચોને છોડી દે છે. આમ, તે બાહ્ય સંસાર અને બાહ્ય પદાર્થોથી પોતાનો સર્વથા સંબંધ વિચ્છેદ કરી લે છે. બાહ્ય વસ્તુઓથી સંબંધ વિચ્છેદ કરી લેવાથી પણ આત્મામાં કીર્તિ, પ્રશંસા, સન્માન અને સ્વર્ગ વગેરેની કામના છુપી રહી શકે છે. તેથી આ વ્રતના સાધકને આ બાજુ વિશેષ સચેત રહેવાની જરૂર શાસ્ત્રકારોએ બતાવી છે. આ દૃષ્ટિકોણથી શાસ્ત્રકારે સંલેખના વ્રતના પાંચ અતિચારો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે : સંલેખનાના પાંચ અતિચારો : (૧) હનોનાસંસપ્પો૨ે - મને આ દુનિયાદારી સંબંધી લૌકિક સુખની પ્રાપ્તિ થાય, એવી ઇચ્છા કરવી. (૨) પરલોÉસપ્પોને - મને પરલોકમાં સ્વર્ગ વગેરે સુખોની પ્રાપ્તિ થાય, એવી ઇચ્છા કરવી. સંલેખના : જીવનની સંધ્યા ૯૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ (૩) નાવિલાસંસMો - સંથારાના કારણે મારો મહિમા (પ્રશંસા) થઈ રહ્યો છે, તેથી હું વધુ સમય સુધી જીવું તો સારું, એવી ઈચ્છા રાખવી. (૪) નરસિંખમો - સંલેખના-સંથારાની મુશ્કેલી સહન નથી થતી, તેથી જલદી મરી જાઉં તો સારું, એવી ઈચ્છા કરવી. (૫) TH-મોસંસMો - મને કામ-ભોગ વગેરેની પ્રાપ્તિ થાય, એ પ્રકારની અભિલાષા કરવી. ઉક્ત પ્રકારની ઇચ્છાઓ કરવાથી સાધકનું સંલેખના વ્રત દૂષિત થાય છે. સંખનાનો ઉચ્ચ આશય આ પ્રકારની ઇચ્છાઓ કરવાથી પૂરો નહિ થાય, તેથી સાધકે પોતાની કામનાઓ અને ઇચ્છાઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એને નિષ્કામ ભાવથી આત્મ સ્વરૂપમાં અને પ્રભુ ચિંતનમાં લીન રહેવું જોઈએ. આ વ્રતની અવસ્થામાં સાધક શ્રાવક આ કોટિ પર પહોંચી જાય છે કે એના માટે જીવન અને મરણ, નિંદા અને પ્રશંસા, માન અને અપમાન, સુખ અને દુઃખનો દ્વન્દ્ર જ મટી જાય છે. આમ, શ્રાવક પરમ શાંતિ અને સમાધિની સાથે પોતાની જીવનયાત્રા સમાપ્ત કરે છે. તે પરમ સમાધિમાં લીન થઈ જાય છે. સાગારી સંથારોઃ જ્ઞાની સમ્યગુદૃષ્ટિ સારી રીતે સમજે છે કે જે જન્મ્યો છે, એનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે. જે સૂર્ય પ્રાતઃકાળે ઉદિત થાય છે તે સંધ્યા સમયે અસ્ત થાય જ છે. જે ફૂલ ખીલે છે, તે અવશ્ય જ મૂરઝાય છે. એ જ રીતે મૃત્યુનું આગમન નિશ્ચિત છે, એનાથી ભાગવું કે છૂટવું અસંભવ છે. રાજા હોય કે રંક, ધનિક હોય કે નિર્ધન, સત્તાધારી હોય કે સત્તાહીન, પુણ્યવાન હોય કે પાપી, મૃત્યુ કોઈને નથી છોડતું. તે કોઈના સાથે છૂટ કે મૈત્રી નથી કરતું. તેથી શાસ્ત્રકાર કહે છે કે - "जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥" - ઉત્તરાધ્યયન, અ-૧૪, ગા-૨૭ “જે વ્યક્તિની મૃત્યુ સાથે મૈત્રી હોય, જે મૃત્યુથી દૂર ક્યાંક ભાગીને છૂટી શકતો હોય અથવા જેને આ નિશ્ચય થઈ જાય કે હું કદીયે નહિ મરું, તે ભલે સુખથી સૂઈ શકતો હોય કે આજનું કામ કાલ ઉપર છોડી શકે છે. પરંતુ ઉક્ત ત્રણેય વાતો અસંભવ છે. ચાહે તીર્થકર હોય, ચક્રવર્તી હોય, ઇન્દ્ર હોય, અહમિન્દ્ર હોય, ધન-કુબેર હોય કે અન્ય કોઈ વ્યકિત હોય, મૃત્યુ કોઈના સાથે દોસ્તી નથી રાખતું, ન કોઈના ભરમાવામાં આવે છે. મૃત્યુનું આગમન જેટલું નિશ્ચિત છે, એટલું જ મૃત્યુનો સમય અનિશ્ચિત છે, અનિયત છે. મૃત્યુ ક્યારે આવી પડશે, એની ખબર સર્વસાધારણ મનુષ્યને નથી પડતી. તેથી વિચારક તથા આરાધક સાધક અપ્રમત્ત તથા સતર્ક થઈને પહેલાંથી જ શરીર તથા તત્સંબંધી જડ(૦૯) , , , જિણધર્મોો] Page #294 -------------------------------------------------------------------------- ________________ ચેતન પદાર્થો પ્રત્યે મોહ-મમતાથી રહિત થવાનો સતત પ્રયત્ન કરે છે. તે પહેલાંથી જ જ્ઞાન, ધ્યાન, સમાધિ અને આત્મશુદ્ધિ માટે સાવધાન થઈ જાય છે. મૃત્યુનો કોઈ સમય નિશ્ચિત નથી. તે અકસ્માતે જ પ્રાણીઓ ઉપર હુમલો કરી દે છે અને એમના જીવનનું અપહરણ કરી લે છે. કેટલાક લોકો હંમેશાંની જેમ ઊંઘે છે અને ઊંઘતાઊંઘતા જ મૃત્યુનો ગ્રાસ (કોળિયો) બની જાય છે. એવી હાલતમાં ધર્મશીલ પુરુષોને હંમેશાં સાવધાન રહેવું જોઈએ. “કદાચ અચાનક મૃત્યુ આવી જાય તો આત્મા કોરો જ પરભવમાં ચાલ્યો જશે,' એવો ભય રાખીને રાતમાં ઊંઘતા સમયે ઇવર (સ્વલ્પ) કાળ માટે અર્થાત્ ઊંઘીને ઊઠવા સુધીના સમયે યથાયોગ્ય પ્રત્યાખ્યાન કરી લેવું જોઈએ એવા પ્રત્યાખ્યાનને સાગારી સંથારો કહે છે. આમ, કોઈ ઉપસર્ગ, આતંક, અસાધ્ય વ્યાધિ વગેરેના ઉપસ્થિત થવાથી મૃત્યુની અનિશ્ચિત અવસ્થામાં પણ સાગારી સંથારો કરવામાં આવે છે. મૂળાચારમાં બતાવવામાં આવ્યું છે કે - “જીવિત રહેવામાં સંદેહ હોવાની સ્થિતિમાં એવો સંકલ્પ કરીએ કે આ સ્થાનમાં, આ કાળમાં મારું જીવન બચી ગયું તો જ્યાં સુધી ઉપસર્ગ રહેશે ત્યાં સુધી મારા આહાર વગેરેનો ત્યાગ છે. ઉપસર્ગ દૂર થવાથી જો જીવિત રહ્યું તો પારણું કરીશ, અન્યથા નહિ. નીચેના દોહાના ઉચ્ચારણ દ્વારા પણ સાગારી સંથારો ગ્રહણ કરવામાં આવે છે. आहार, शरीर, उपधि, पचखू पाप अठार । मरण पाऊं तो वोसिरे, जीऊं तो आगार ॥ જ્યાં નિશ્ચય થઈ જાય કે આ ઉપસર્ગ વગેરેમાં હું જીવી શકીશ નહિ ત્યાં એવો ત્યાગ કરીએ કે - “હું બાહ્ય-આત્યંતર બંને પ્રકારના પરિગ્રહને તથા મન-વચન-કાયાથી પાપ ક્રિયાઓને છોડું છું. જે કંઈ મારા પાસે બાહ્ય-આત્યંતર પરિગ્રહ છે, એને તથા ચારેય પ્રકારના આહારોને તથા પોતાના શરીરને આજીવન છોડું છું.” સમાધિશરણઃ मृत्युमार्गे प्रवृत्तस्य वीतरागो ददातु मे । સમાધિ વીથ પાથેય, યાવન્મલિતપુરા પુર: | - મૃત્યુ મહોત્સવ “જેમ યાત્રા પર જતા સમયે કુટુંબીજન, જનારાના સાથે માર્ગમાં ખાવા-પીવાની સામગ્રી રાખી દે છે, જેનાથી માર્ગમાં જનારાને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય. એમ, હે વીતરાગ દેવ ! હું મૃત્યુમાર્ગ પર અગ્રેસર થઈ રહ્યો છું. મને મુક્તિરૂપી નગરીમાં પહોંચવું છે. મુક્તિપુરી સુધી સકુશળ પહોંચવા માટે મને સમાધિ અને બોધ રૂપ પાથેય આપો, જેનાથી મારી યાત્રા સાનંદ પૂર્ણ હોય.” મૃત્યુ તો બધા જીવોને અવશ્યભાવી છે, ચાહે તે જ્ઞાની હોય કે અજ્ઞાની, પરંતુ જ્ઞાની મૃત્યુની કળા જાણીને એને સફળ બનાવી લે છે, જ્યારે અજ્ઞાની મૃત્યુ કળાથી અજાણ હોવાના કારણે જીવન અને મરણ બંનેને અસફળ બનાવી લે છે. “ઉત્તરાધ્યયન સૂત્ર'માં અકામ મરણ અને સકામ મરણ વિશ્લેષણ કરતાં કહેવામાં આવ્યું છે - [ સંખના જીવનની સંધ્યા જ છ૯૦) Page #295 -------------------------------------------------------------------------- ________________ बालाणं ढ अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्कोसेण सइं भवे ॥ - ઉત્તરા, અ-૧,ગા-૩ અજ્ઞાની જીવ અકામ મૃત્યુથી મરે છે. એમને પુનઃ પુનઃ મરવું પડે છે. પરંતુ પંડિતજ્ઞાની પુરુષોનું સકામ મરણ થાય છે અને તે ઉત્કૃષ્ટ એક વાર થાય છે, એમને પછી મરવું નથી પડતું. તે મુક્ત થઈ જાય છે. - જે વ્યક્તિ મૃત્યુનો કોઈ વિચાર નથી કરતો, એ જ વિચારે છે કે – “હજુ તો હું ખૂબ જીવીશ, હજુ તો કામભોગોનું આસ્વાદન કરી લઉં. મૃત્યુ આવશે ત્યારે જોઈ લેવાશે.' કોણે પરલોક જોયો છે. કોઈ કહેવા પણ તો નથી આવતો હસ્તગત કામ-ભોગોને છોડીને પરલોકનાં કામ-સુખોની આશા કરવી વ્યર્થ છે. આમ, અજ્ઞાની જીવ નિઃશંક થઈને પાપકર્મોમાં રત રહે છે. જ્યારે એ અશુભ કર્મોના ફળસ્વરૂપ શરીરમાં વ્યાધિ કે કોઈ વિપત્તિ ઉપસ્થિત થાય છે તો તે હાય-તોબા મચાવે છે. જ્યારે મૃત્યુ સામે ઊભું હોય છે ત્યારે તે અજ્ઞાની ભયભીત થઈને રોવે-તડપે છે, પણ હવે શું થઈ શકે છે? આગ લાગવાથી કૂવો ખોદવાથી શું લાભ? તે અજ્ઞાની અકામ મરણથી મરે છે, અસમાધિમરણથી મરે છે. વારંવાર તે જન્મ-મરણ કરતો રહે છે. મૃત્યુથી પહેલાં કોઈ પ્રકારની તૈયારી ન કરવાનું આ દુષ્પરિણામ છે. જે સાધક એ જાણે છે કે મૃત્યુ આવવું નિશ્ચિત છે, તેથી એવું કાર્ય ન કરું, જેનાથી મૃત્યુના સમયે પછતાવું પડે. સાથે તે પોતાના સ્વીકૃત અણુવ્રત કે મહાવ્રત રૂપ આચારવિચારનું બરાબર પાલન કરે છે. વ્રત વિરુદ્ધ કોઈ આચરણ નથી કરતા, ક્રમશઃ શરીરના પ્રતિ મોહ ઓછો કરે છે. મરણાંત સમયમાં એવા શીલવાન તથા બહુશ્રુત જનજીવન અને મૃત્યુમાં સમાન રહે છે. આ કારણે તે શાંતિની સાથે, સમાધિની સાથે મૃત્યુનું વરણ કરે છે. તાત્પર્ય એ છે કે જ્યાં આત્મા, સુદેવ, સુગુરુ તથા સુધર્મની શ્રદ્ધાપૂર્વક આત્મધર્મમાં રહીને અંતિમ અવસર પર દેહત્યાગ કરો, એવું મૃત્યુ સમાધિમરણ છે. જ્યાં વિષય ભોગ, સ્વજન-કુટુંબ, ધન-સંપત્તિ વગેરે પદાર્થોમાં કે મોહમાયા યુક્ત સંસાર ભાવમાં રહેતા શરીર છૂટે છે તે અસમાધિમરણ છે. સંલેખના-સંથારાપૂર્વક થનારું મરણ સમાધિમરણ છે. સમાધિમરણ જો એકવાર પણ મળી ગયું તો અનંતકાળનું અસમાધિમરણ ટળી જાય છે. એવો છે સમાધિમરણનો અપૂર્ણ પ્રભાવ. અનાદિ કાળથી જીવે દેહ, સ્ત્રી, પુત્ર વગેરેમાં મમત્વભાવ રાખીને અસમાધિમરણ પ્રાપ્ત કર્યું. પ્રત્યેક વાર એવાં જીવ મૃત્યુના સમયે આ પ્રકારે બાજી હારતો ગયો. સમાધિમરણથી મરનાર સાધક-જીવન અને મરણ બંનેને સાર્થક અને સફળ રહે છે. એના માટે મૃત્યુ પણ મહોત્સવ છે અને જીવન પણ મહોત્સવ છે. સંખના કરનાર સાધક સમાધિ અને બોધનો પાથેય લઈને મુક્તિપુરીની તરફ પ્રયાણ કરે છે. (૯૮) 001 2002 2001 જિણધમો) Page #296 -------------------------------------------------------------------------- ________________ સંલેખના-સંથારાને લઈને પ્રશ્ન કરી શકાય છે કે આ રીતે જાણી-જોઈને મરવું આત્મઘાત કેમ નથી? આનો જવાબ એ છે કે આત્મઘાતમાં નિરાશા, કંટાળો, કષાયોની તીવ્રતા વગેરે મુખ્ય કારણ હોય છે. ક્રોધ, મોહ વગેરે વિકારોથી ગ્રસ્ત થઈને કે સ્થળ જીવનની નિરાશાથી કંટાળીને અવિવેકી જીવ આત્મવધની મૂઢતા કરી બેસે છે. પરંતુ સંલેખના સંથારામાં એવા વિકારોને કોઈ સ્થાન નથી. સંલેખનાપૂર્વક સમાધિમરણમાં આધ્યાત્મિક વિરતા છે. જો કૃત સતુ-પ્રતિજ્ઞાઓનો ભંગ કરવાનો પ્રસંગ આવે છે તો તે પ્રતિજ્ઞાભંગની અપેક્ષા પ્રતિજ્ઞાનું પાલન કરતાં પ્રસન્નતાપૂર્વક મરણનો સ્વીકાર કરે છે. એવી વ્યક્તિ મૃત્યુથી નિર્ભય રહે છે અને એના માટે હંમેશાં તત્પર રહે છે. સંલેખના મરણને આમંત્રિત કરવાની વિધિ નથી, પણ પોતાના ઉપર આવનારા મૃત્યુના સ્વાગત માટે નિર્ભયતાપૂર્વક તૈયારી છે. જેમ કે કહ્યું છે - मरण पडियार भूया, एसा एवं च ण मरणाणिमित्ता । जह गण्डच्छेय किरिया णो आय विराहणा रूपा ॥ સમાધિમરણની આ ક્રિયા મરણના નિમિત્તથી નથી પણ મરણના પ્રતિકાર માટે છે. જેમ કે ફોલ્લાના નતર લગાવવા આત્મ વિરાધના રૂપ નથી હોતું. સંલેખના દ્વારા સમાધિમરણ પ્રાપ્ત કરવામાં ન કોઈ ભયને સ્થાન છે, ન દબાણ કે પ્રલોભનને. વિષય કષાય અને દેહના મમત્વના ત્યાગમાં પ્રીતિ હોવાથી સંલેખના કરવામાં આવે છે. પ્રીતિ બળપૂર્વક નથી કરાવવામાં આવતી. તેથી શ્રાવક મરણના અંત સમયમાં થનારી સંખનાનું પ્રીતિપૂર્વક સેવન કરનાર હોય છે. તે પ્રીતિપૂર્વક સંખનાનો સ્વીકાર કરતાં સ્વયંને કૃત-કૃત્ય સમજે છે, પોતાના જન્મને સફળ માને છે, સ્વયંને ધન્ય સમજે છે. શ્રાવકની દિનચર્યા : જીવન નિર્માણ અને વિકાસ માટે નિયમિતતા અને વ્યવસ્થિતતા હોવી અનિવાર્ય છે. નિયમિત અને વ્યવસ્થિત જીવન પસાર કરનાર વ્યકિત જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. શ્રાવકનું જીવન પણ વ્યવસ્થિત તથા નિયમિત હોવું જોઈએ. તેથી ગ્રંથકારોએ શ્રાવકનાં દૈનિક કર્તવ્યોને બતાવનારી દિનચર્યાનું વર્ણન કર્યું છે. એ દિનચર્યા અનુસાર પોતાની દિનચર્યા રાખનાર શ્રાવક જીવન-ધ્યેયમાં સફળતા પ્રાપ્ત કરી કલ્યાણ અને નિર્વાણનો અધિકારી થાય છે. શ્રાવકની દિનચર્યા આ પ્રમાણે બતાવી છે - ब्राह्म मुहूर्ते उत्तिष्ठेत् परमेष्टिस्तुतिं पठन् । किंधर्मा किंकुलश्चास्मि किंव्रतोऽस्मीति च स्मरन् ॥ શ્રાવકે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ જવું જોઈએ. ઓછામાં ઓછી બે ઘડી રાત્રિ બાકી રહે ત્યારે અવશ્ય જાગૃત થઈ જવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તનું જાગરણ ધાર્મિક તથા શારીરિક દૃષ્ટિબિંદુઓથી અત્યંત ગુણકારી છે. આ સમયના વાયુમંડળમાં એવાં તત્ત્વો વિદ્યમાન રહે છે, જે તન અને મનને, હૃદય અને મસ્તિષ્કને પ્રેરણા, સ્કૂર્તિ, ઉત્સાહ તથા ચેતના પ્રદાન કરે છે. જે વ્યક્તિ એવા સમયને ઊંઘમાં ખોવે છે, તે પોતાના જીવનની સુવર્ણ ઘડીઓ ખોઈ દે છે. તેથી શ્રાવકે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ જવું જોઈએ. [ સંલેખના જીવનની સંધ્યા છે. સંલેખના : જીવનની સંધ્યા છ૯૯) LOGG Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકે પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરતાં જાગવું જોઈએ ત્યાર પછી શ્રાવકે આત્મ દર્શન અને કર્તવ્ય વિચાર કરવો જોઈએ. હું કોણ છું, મારો ધર્મ શું છે, મેં કયા કુળમાં જન્મ લીધો છે, મેં કહ્યું-કયું વ્રત સ્વીકાર કરી રાખ્યું છે, મારું કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય તથા ધાર્મિક કર્તવ્ય શું છે?' વગેરે વાતોનો એ સમયે વિચાર કરવો જોઈએ. એવું કરવાથી એ દિવસનાં કાર્યોની પૂર્વભૂમિકા બની જાય છે અને પોતાના વ્રત, ધર્મ, કુળ વગેરેની વિચારણાથી એની વિરુદ્ધ આચરણ કરવાથી બચવાની સહજ પ્રેરણા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એ દિવસ માટે કોઈ વિશેષ પ્રત્યાખ્યાન લેવું જોઈએ. ત્યાર પછી શારીરિક આવશ્યક ક્રિયાઓથી નિવૃત્ત થઈને ધર્મસ્તાનમાં જવું જોઈએ. ધર્મસ્થાનમાં જઈને વિધિવત્ સાધુ-સતીઓને વંદન કરવાં જોઈએ. ગુરુની પર્યાપાસનાથી વિશુદ્ધ થઈને શ્રાવક ગુરુના સન્મુખ પૂર્વગૃહીત પ્રત્યાખ્યાન પ્રકાશિત કરો અથવા ગુરુની સાક્ષીથી નવીન પ્રત્યાખ્યાન કરો. ત્યાર પછી પોતાનું શ્રાવકત્વ સાર્થક કરવા માટે ગુરુજનોથી જિનવાણીનું અનુરાગપૂર્વક શ્રવણ કરો. શ્રવણ કરતાં અર્થનું સમ્યક રીતિથી ચિંતન, મનન, નિદિધ્યાસન કરો. આગમવાણીથી જ્ઞાત થનારાં કર્તવ્યોનું યથાશક્તિ પાલન કરવું જોઈએ. સામાયિક, સંવર વગેરે શક્ય અનુષ્ઠાનોનું આચરણ કરવું જોઈએ અને દુઃશક્ય અનુષ્ઠાનોના આચરણની ભાવના રાખવી જોઈએ. જે વ્યક્તિ પોતાનાથી વધુ ઉચ્ચકોટિનાં અનુષ્ઠાનોનું આચરણ કરે છે, એમની પ્રશંસા કરવી જોઈએ. એવું કરવાથી ગુણોનું અનુમોદન થાય છે અને ગુણીઓને પ્રોત્સાહન મળે છે. ધર્મસ્થાનમાં બેસીને વિધિપૂર્વક સ્વાધ્યાય કરવો જોઈએ. તત્ત્વોનું ચિંતન કરવું જોઈએ. જે ગૂઢ પ્રશ્ન સમજમાં ન આવે તો ગુરુના સમીપ વિનયપૂર્વક પ્રશ્ન કરી એમનાથી સમાધાન મેળવવું જોઈએ. એવું કર્યા પછી શ્રાવકનું કર્તવ્ય છે કે તે ચતુર્વિધ સંઘ માટે હિતકારી અને કરવા યોગ્ય કાર્યની તરફ દૃષ્ટિપાત કરે. જ્ઞાનાભ્યાસી, રોગી, બાળ, વૃદ્ધ અને અન્ય સાધુઓને નિરવદ્ય આવશ્યક સામગ્રી સુલભ થાય, એનું ધ્યાન રાખો. સહધર્મી બંધુઓની સ્થિતિનો વિચાર કરો અને વિપક્ઝસ્તોની ઉચિત રીતિથી સહાયતા કરવાનો પ્રયત્ન કરો. કહ્યું છે - स्वाध्यायं विधिवत् कुर्यादुद्धरेच्च विपद्हतान् । पक्वज्ञानदयस्ये व गुणाः सर्वेऽपि सिद्धिदाः ॥ તદનંતર વ્યાવહારિક કાર્યો પ્રત્યે સજાગ રહેવું જોઈએ. આ પ્રવૃત્તિઓને કરતાં એ * હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ પ્રકારે નીતિ અને ધર્મનું ખંડન ન થાય. લૌકિક વ્યવહાર કરતાં શ્રાવકે નીચે મુજબની વાતો ઉપર ધ્યાન રાખવું જોઈએ : (૧) નીતિમય અથર્જન (૨) પાપમય આજીવિકાનો પરિહાર (૩) લોકાપવાદ ભીરુતા (૪) વિભવોચિત યોગ્ય ક્ષેત્રમાં દાન (૫) રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિનો પરિહાર (૬) સામાજિક સંસ્થાઓનું પોષણ (૭) દુઃખી જીવો ઉપર યથાશક્તિ દ્રવ્ય અને ભાવથી અનુકંપા (૮) પરોપકાર (૯) જિન શાસનની ઉન્નતિ કરનારી વિવિધ પ્રવૃત્તિઓ અને (૧૦) બહુગુણ-અલ્પદોષમય પ્રવૃત્તિ. ભોજનનો સમય હોવાથી નિયમિત રૂપથી સાત્ત્વિક ભોજન કરો. ભોજન કર્યા પછી પહેલાં નીચે મુજબની વાતોનું અનુષ્ઠાન કરવું ગૃહસ્થનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે, યથા (૮૦૦) $ $ $ $ 0. 0000 જિણધમો) Page #298 -------------------------------------------------------------------------- ________________ जिण पूजोचिय दाणं परियणसंभालणा उचियकिच्चं । ठाणुवेो य तहा पच्चक्खाणस्स संभरणं ॥ ભોજનથી પૂર્વ જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ, સાધુ-સાધ્વી, સહ-ધર્મી અને અન્ય યોગ્ય ક્ષેત્રમાં દાન આપવું, પોતાના ભાઈ-બંધુ વગેરે પરિજનોની સારસંભાળ, ઉચિત કાર્ય કરવું, યોગ્ય સ્થાન ઉપર બેસવું અને પ્રત્યાખ્યાનનું સ્મરણ કરવું વગેરે ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. ભોજનથી પૂર્વ આ ભાવના કરવી જોઈએ કે જો કોઈ સાધુ-મુનિરાજ, બ્રહ્મચારી, વિદ્યાર્થી કે અન્ય કોઈ પાત્ર વ્યક્તિ પધા૨ે તો એમને ભોજન વગેરે આપીને કૃતાર્થ થાઉં. ભોજન કરી દીધા પછી પુનઃ કોઈ પ્રકારનું પ્રત્યાખ્યાન કરો. બપોરે પુનઃ જિનદેવનું સ્મરણ અને સ્તવન્ કરો. ત્યાર પછી શિષ્ટ પુરુષોની સંગતિમાં બેસીને તત્ત્વચર્યા કરો. ત્યાર પછી કૌટુંબિક અને વ્યાવહારિક પ્રવૃત્તિ પ્રતિ સજાગ બનો. સૂર્યાસ્તની પૂર્વે ભોજન વગેરેથી નિવૃત્ત થઈને સાંધ્ય વિધિનું પાલન કરો. ધર્મસ્થાનમાં જઈને મુનિવંદન કરો અને દિવસભરમાં લાગેલા દોષોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરો. ત્યાર પછી સ્વાધ્યાય, ધ્યાન રૂપ યોગનું અવલંબન લઈને અંતઃકરણને શુદ્ધ બનાવો. સંસારની અનિત્યતાનું પર્યાલોચન કરો. મુક્તિની ભાવના કરો. સંસારના બધા જીવો સુખી થાઓ, બધાંનું કલ્યાણ થાય અને કોઈ દુઃખી ન થાય. સાથે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાનું ચિંતન કરો. ત્રણ મનોરથોની પ્રતિદિન ભાવના કરો. ઉક્ત રીતિથી સ્વાધ્યાય, ભાવના, ચિંતન અને મનોરથ કરવા પર વીતરાગ દેવનું સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. અર્હન્ત, અરિહંત પ્રરૂપિત ધર્મ, સિદ્ધ અને સાધુઓનું શરણ ગ્રહણ કરી, સાગારી સંથારા કરી અઢાર પાપોનો ત્યાગ કરી, શુદ્ધ ભાવના રાખીને શયન (સૂવું) જોઈએ. મધ્યમાં નિદ્રાભંગ થવાથી કોમ-ભોગની અસારતા, ભૂતકાલીન શ્રાવકોની દઢતા તથા અન્ય સદ્ભાવનાઓથી અંતઃકરણને ભાવિત કરવું જોઈએ. આ પ્રકારે અપ્રમત્ત રૂપથી દિનચર્યાનું પાલન કરનાર ગૃહસ્થ ધીરે-ધીરે ચારિત્રરૂપી પ્રાસાદ ઉપર આરૂઢ થઈને મુક્તિના અનુપમ અને શાશ્વત સૌખ્યનો અધિકારી થઈ જાય છે. ૮૨ સર્વ વિરતિ : અણગાર ધર્મ : વિહંગમ વ્યાખ્યા ઉપાસક સાધકોની ક્ષમતાને ર્દષ્ટિગત રાખીને પ્રભુ મહાવીરે ચારિત્ર ધર્મના બે ભેદ બતાવ્યા છે - (૧) અગાર ધર્મ અને (૨) અણગાર ધર્મ. અગાર ધર્મનું નિરૂપણ કરવામાં આવી ચૂક્યું છે. હવે ક્રમ પ્રાપ્ત અણગાર ધર્મનું પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે. બધા પ્રકારના સાવદ્ય યોગોથી સર્વથા વિરત થવું સર્વવિરતિ રૂપ અણગાર ધર્મ છે. અણગાર ધર્મનો સ્વીકાર કરનાર સાધક પ્રતિજ્ઞા કરે છે - "करेमि भंते ! सामाइयं सव्वं सावज्जं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि, करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । " સર્વ વિરતિ : અણગાર ધર્મ : વિહંગમ વ્યાખ્યા ૮૦૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ “ભગવન્! હું સર્વ સાવદ્ય યોગ-પ્રત્યાખ્યાન રૂપ સામાયિકનો અંગીકાર કરું છું, જીવન પર્યત માટે ત્રણ કરણ, ત્રણ યોગથી મન-વચન-કાયાથી સાવધ યોગનું સેવન નહિ કરું, ન કરાવીશ અને ન કરતાં અનુમોદન કરીશ. હે ભગવન્! હું પોતાના પૂર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું, એની ગુરુ-સાક્ષીથી નિંદા કરું છું, આત્મ સાક્ષીથી ગહ કરું છું. હું પોતાના પાપયુક્ત આત્માને છોડું છું.” ઉક્ત પ્રતિજ્ઞા કરતાં-કરતાં સાધક - ઉપાસક બધા પ્રકારનાં પાપોથી સ્વયંને પૃથક કરી લે છે. કોઈ પ્રકારનું પાપકર્મ કોઈપણ રૂપમાં ન કરવાની પ્રતિજ્ઞા કેટલી મહાન છે. આ મહાન પ્રતિજ્ઞાના કારણે જ આને “મહાવ્રતની સંજ્ઞા આપવામાં આવી છે. શ્રાવક દ્વારા અંગીકૃત વ્રતોમાં અનેક પ્રકારની છૂટ છે, તેથી તે અણુવ્રત છે. અણગાર દ્વારા સ્વીકૃત વ્રતોમાં કોઈ છૂટ ન હોવાથી “મહાવ્રત' કહેવાય છે. એવાં મહાવ્રતોનો સ્વીકાર કરનાર અણગાર સાચે જ મહાન છે, પૂજ્ય છે, વંદનીય છે અને અભિનંદનીય છે. चरित्त धम्मे दुविहे पण्णत्ते तंजहा-अगार चरित धम्मे चेव, अणगार चरित धम्मे चेव । - ઠાણાંગ સ્થાન ૨, ઉ. (૩) (દીક્ષા : એક પર્યવેક્ષણ) ચરિત્ર ધર્મની આ આરાધનામાં પ્રવેશને જૈન દર્શનમાં પ્રવ્રજ્યા” અથવા “દીક્ષા શબ્દથી અભિહિત કરવામાં આવી છે. દીક્ષા' શબ્દ ભારતીય સંસ્કૃતિની પ્રત્યેક ધારામાં વ્યવહત થયો છે. બધી ધારાઓએ પોત-પોતાના ઢંગથી પોતાના માન્ય રૂઢ અર્થોમાં આ શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ જૈન સંસ્કૃતિમાં દીક્ષા' શબ્દ ખૂબ મૌલિક અર્થોમાં પ્રયુક્ત થયો છે. તે દીક્ષાનો અર્થ છે - સત્યની ખોજ. માનવ જાતિના અત્યાર સુધીના ઇતિહાસમાં સત્યના ખોજની બે દિશાઓ રહી છે - એક દિશા બહાર છે, તો બીજી અંદર. એક બહિર્મુખ છે તો બીજી અંતર્મુખ. જ્યારે માનવ મસ્તિષ્ક બહારમાં સત્યને શોધવું આરંભ કર્યું, તો એણે જડ પ્રકૃતિ તત્ત્વને જોયું, તે એની ઊંડાઈમાં પહોંચ્યું તો પરમાણુ અને એની વિરાટ શક્તિની શોધ કરી. જ્યારે અંદર શોધ પ્રારંભ થઈ, તો પરમાત્મ-તત્ત્વને શોધી કાઢયું, બહારના વિશ્વથી પણ મોટું એક વિશ્વ માનવની અંદર છે. “પરીયાનું મહતો મહીયાન'ની એક અનંત જ્યોતિ આ દેહના મૃત્-પિંડમાં સમાયેલી છે, જેને આપણે આત્મા કહીએ છીએ. એનું જ અનંત વિશુદ્ધ રૂપ જ તો પરમાત્મ-તત્ત્વ છે. બંને પ્રકારનાં અન્વેષણ પોત-પોતાના પરિક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ છે, પરંતુ બહિર્લગતુનો પરિબોધ શબ્દ અભિવ્યંજના અને ભૌતિક ક્ષેત્ર સુધી જ સીમિત રહી જાય છે, જ્યારે અંતર્જગતમાં પરમાત્મ-તત્ત્વનો બોધ અનુભૂતિ બોધના ક્ષેત્રમાં આવે છે, શબ્દ બોધના ક્ષેત્રમાં નથી. (૮૦૨ - - શિણામો) Page #300 -------------------------------------------------------------------------- ________________ અનંત ઊર્જા મંડળમાં ઉન્મુક્ત ગગનમાં વિહાર કરનાર પક્ષીઓની જેમ પરમ-તત્ત્વની શોધમાં નીકળેલા યાત્રીઓના માર્ગ પણ અલગ-અલગ રહે છે. ચાહે તે પોતાની પૂર્ણતા પર ભલે એકરૂપ થઈ જાય, પણ વસ્તુતઃ આ યાત્રામાં જેટલા યાત્રી છે, એટલા જ પથ છે. આની ક્યારેય કોઈ એક નિયત (નક્કી-નિશ્ચિત) પરંપરા નથી રહી. “વિશ્વના ક્ષે મારા हैं तेते, सरग नखत तन रोओं जेते ।" વિશ્વ ઇતિહાસ પર દૃષ્ટિ નાખવાથી ખબર પડે છે કે પરમાત્મ-તત્ત્વની ખોજની કોઈ એક પરંપરા નથી રહી. છતાંય પરંપરાઓમાં એકત્વ અવશ્ય પરિલક્ષિત થાય છે. અનેકમાં એકનું દર્શન, અહીં પણ પ્રતિભાસિત થાય છે, અને તે છે દીક્ષાનું. દરેક ધર્મ અને દરેક દર્શનની પરંપરામાં દીક્ષા છે. સાધનાનું મૂળ સ્ત્રોત દીક્ષાથી જ પ્રવાહિત થાય છે. નિગ્રંથ શ્રમણ સંસ્કૃતિમાં દીક્ષાના કેટલાક મૌલિક અર્થ અભિવ્યક્ત થયા છે. વસ્તુતઃ ત્યાં “દીક્ષા' શબ્દને પરિભાષિત કરવો નિશ્ચય જ મુશ્કેલ છે. સ્થૂળ દૃષ્ટિથી ચંચળ ચિત્તની એકાગ્રતાને સાધવાની પ્રક્રિયાનું નામ જ દીક્ષા અથવા પ્રવ્રજ્યા છે. ભોગમય પથ ઉપર ચાલતાં-ચાલતાં શાંતિ અને સમાધિ નથી મળી, તો આવશ્યક થઈ ગયું કે પથ બદલી દેવામાં આવે. પથના આ પરિવર્તનને, જીવનની આ પ્રક્રિયાને અને જીવનના આ હીન સંસ્કારોને બદલી નાખવાની સાધનાને જ દીક્ષા કહેવામાં આવે છે. દીક્ષાનો અર્થ થોડી બાંધી-બંધાયેલી વ્રતાવલીને અપનાવી લેવાનો જ નથી, અમુક સંપ્રદાય વિશેષની પરંપરાગત કોઈક ક્રિયાઓ તથા વેશભૂષાઓમાં પોતાને આબદ્ધ કરી લેવું ભર નથી. હા, એ પણ પ્રારંભમાં નિતાંત આવશ્યક થાય છે, એની પણ અપેક્ષા હોય છે. દરેક સંસ્થાનો પોતાનો ગણવેશ હોય છે. પરંતુ પ્રભુ મહાવીર કહે છે, એ બધી તો બહારની વાતો છે. અંતરની અભિવ્યક્તિનાં સાધનો અને પ્રતીક છે. “નો ત્રિપ્રિયUાં ” તેથી દીક્ષાનો મૂળ ઉદ્દેશ્ય એ જ નથી, એનાથી કંઈક ઊંડો છે, અને એ છે, પરમ-તત્ત્વની ખોજ, બહારથી અંદર પેસવું. પોતાના સ્વરૂપને શોધવું - બહારનાં આવરણોને હટાવીને પોતાના અન્વેષણ અને સાચા રૂપમાં પોતાની ઉપલબ્ધિ. દીક્ષાર્થી પોતાના વિશુદ્ધ ચૈતન્ય દેવની ખોજ(શોધ)માં નીકળેલો એક અંતર્યાત્રી છે. અંતર્યાત્રી એટલા માટે કે એની યાત્રા બહાર નથી, અંતરમાં હોય છે. સાધક અંદર ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે અને આવરણોને તોડતો નિરંતર મૃત્યુથી અમરત્વની તરફ, અસતુથી સત્ની તરફ ગતિશીલ થાય છે. અંતમાં પોતાના પરમ ચૈતન્ય ચિદાનંદ સ્વરૂપ પરમાત્મતત્ત્વના અધિકાધિક નિકટ થતો જાય છે. શરીર, ઇન્દ્રિય અને મન વગેરેની અનેકાનેક સૂમ તથા સાથે સઘન પરતો(પડો)ની નીચે દબાયેલી અનંત ચેતનાનું જે અસ્તિત્વ છે, એની ઉપલબ્ધિ તથા અભિવ્યક્તિ જ સાધક જીવનનું સર્વોત્તમ લક્ષ્ય છે. એની ખોજ દીક્ષાર્થી પ્રશાંત મન-મસ્તિષ્કથી જ કરી શકે છે. આ એ સ્થિતિ છે જ્યાં પરિવાર કે સમાજને છોડવા કે એમના છૂટી જવાનો સારો કે ખરાબ કોઈપણ પ્રભાવ નથી પડતો. એની પ્રત્યે સારાખોટાનો વિકલ્પ જ મનમાં નથી રહેતો. [ દીક્ષા એક પર્યવેક્ષણ છે ૮૦૩) Page #301 -------------------------------------------------------------------------- ________________ પરમ ચેતનાની ખોજ માટે સાધુ જીવન એક અવસર છે. બાહ્ય જગતની દૃષ્ટિએ સાધુ જીવનનો ઉદ્દેશ્ય જનતામાં અશુભની નિવૃત્તિ તથા શુભની સ્થાપના છે. જનતાને દરેક પ્રકારના અંધવિશ્વાસોથી મુક્ત કરવી અને એને યથાર્થ સત્યનો પરિબોધ કરાવવો સાધુ જીવનનું સામાજિક કર્તવ્ય છે. સાધુ અંધકારનું નહિ, પ્રકાશનું પ્રતીક છે, અશાંતિનું નહિ, શાંતિનો સંદેશવાહક છે, ભ્રાંતિનો નહિ, સત્યનો પક્ષધર છે. તે સમાજના નિર્માતા છે. નિષ્કર્ષની ભાષામાં જીવનની શુદ્ર વિકૃતિઓથી ઉપર ઊઠીને “વસુર્થવ દુર્થવ'ની ઉદાત્ત ભાવના સાથે અંદરમાં પરમાત્મ-તત્ત્વની ખોજ અને એના અંગ સ્વરૂપ વિશ્વ માનવતાનું આત્મૌપમ્પ દેષ્ટિથી નવ નિર્માણ, એ જ છે મુનિ દીક્ષાનું “ર્વિવા સાધુતા'નો મંગલ આદર્શ. પ્રવજિત થવાનાં કારણો : નીચે મુજબનાં દસ કારણોથી પણ મનુષ્ય દીક્ષાનો સ્વીકાર કરે છે - छंदा रोसा परिजुण्णा, सुविणा पडिसुत्ता चेव । सारणिया रोगिणिया अणाढित्ता देवसण्णत्ती ॥ __ वच्छाणुबंधिता । (૧) છંદ - પોતાની કે બીજાની ઇચ્છાથી દીક્ષા લેવાને “છંદ' પ્રવ્રજ્યા કહે છે. (૨) રોષ - ક્રોધથી દીક્ષા લેવી. (૩) પરિપૂના - દારિદ્રય અર્થાતુ ગરીબીના કારણે લેવી. (૪) સ્વપ્ન - વિશેષ પ્રકારનું સ્વપ્ન આવવાથી દીક્ષા લેવી. (૫) પ્રતિઋત - પહેલા કરેલી પ્રતિજ્ઞાના કારણે દીક્ષા લેવી. (૬) સ્મરણ - સ્મરણ અર્થાત્ કોઈના દ્વારા સ્મરણ કરાવવાથી, કોઈ દશ્ય દેખવાથી જાતિ-સ્મરણ જ્ઞાન થવું અને પૂર્વભવને જાણીને દીક્ષા લઈ લેવી. (૦) રોગિણિકા - રોગના કારણે સંસારથી વિરક્તિ થઈ જવાથી લેવામાં આવેલી દીક્ષા. (૮) અનાદર - કોઈના દ્વારા અપમાનિત થવાથી લેવામાં આવેલી દીક્ષા અથવા મંદ ઉત્સાહથી લેવામાં આવેલી દીક્ષા. (૯) દેવ સંજ્ઞપ્તિ - દેવો દ્વારા પ્રતિબોધ આપવાથી લેવામાં આવેલી દીક્ષા. (૧૦) વત્સાનુબલ્પિકા - પુત્રસ્નેહના કારણે લેવામાં આવેલી દીક્ષા. દીક્ષાર્થીના સોળ ગુણ : દીક્ષા લેનાર વ્યક્તિમાં નીચે લખેલા સોળ ગુણો હોવા જોઈએ : (૧) આર્ય દેશ સમુત્પન્ન : પ્રાયઃ આર્ય દેશમાં ઉત્પન્ન વ્યક્તિ દીક્ષા યોગ્ય હોય છે. (૨) શુદ્ધજાતિ કુલાવિત ઃ જેની જાતિ અર્થાત્ માતૃપક્ષ અને કુળ અર્થાત્ પિતૃપક્ષ બંને શુદ્ધ હોય. પ્રાયઃ શુદ્ધજાતિ અને કુળવાળા સંયમનું નિર્દોષ પાલન કરે છે. કોઈ પ્રકારની ભૂલ થવાથી કુલીન હોવાના કારણે રથનેમિની જેમ સુધાર કરી લે છે. (૮૦૪ જિણધમો) Page #302 -------------------------------------------------------------------------- ________________ (૩) ક્ષીણપ્રાચશુભકમાં : જેના અશુભ અર્થાત્ ચારિત્રમાં મુશ્કેલી નાખનાર કર્મ પ્રાયઃ ક્ષીણ અર્થાત્ નષ્ટ થઈ ગયા છે. (૪) વિશુદ્ધધી ? અશુભ કર્મોના દૂર થઈ જવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ હોય. નિર્મળ બુદ્ધિવાળો ધર્મના તત્ત્વને સારી રીતે સમજીને એનું શુદ્ધ પાલન કરે છે. (૫) વિજ્ઞાત સંસાર નૈJય ઃ જે વ્યક્તિએ સંસારની નિર્ગુણતા(વ્યર્થતા)ને જાણી લીધી હોય. “મનુષ્ય જન્મ દુર્લભ છે, જેનો જન્મ થાય છે એનું મૃત્યુ અવશ્ય થાય છે, ધનસંપત્તિ ચંચળ છે, સાંસારિક વિષય દુઃખનાં કારણો છે, જેનો સંયોગ થાય છે એનો વિયોગ પણ અવશ્ય થાય છે.” આવી ચિમરણથી પ્રાણીઓનું મૃત્યુ, પ્રતિક્ષણ થતું રહે છે. આમ, સંસારના સ્વભાવને જાણનાર વ્યક્તિ દીક્ષાનો અધિકારી હોય છે. (૬) વિરક્ત ઃ જે વ્યક્તિ સંસારથી વિરક્ત થઈ ગઈ હોય, કારણ કે સાંસારિક વિષયભોગમાં ફસેલ વ્યક્તિ સંયમનું પાલન નથી કરી શકતી. () મંદ કષાયભાજક : જે વ્યક્તિના ક્રોધ, માન વગેરે ચારેય કષાયો મંદ થઈ ગયા હોય, સ્વયં અલ્પ કષાયવાળો હોવાના કારણે તે પોતાની અને બીજાની કષાય વગેરેને શાંત કરી શકે છે. (૮) અલ્પ હાસ્ય વગેરે વિકૃતિ ઃ જેના હાસ્ય વગેરે નો કષાય ઓછા થાય. વધુ હસવું વગેરે ગૃહસ્થો માટે પણ નિષિદ્ધ છે. (૯) કૃતજ્ઞ જે બીજાના દ્વારા કરેલા ઉપકારને માનનાર હોય. કૃતદન વ્યક્તિ લોકમાં નિંદા પ્રાપ્ત કરે છે, તેથી પણ તે દીક્ષાને યોગ્ય નથી હોતી. (૧૦) વિનચવિનીતઃ દીક્ષાર્થી વિનયવાન હોવો જોઈએ, કારણ કે વિનય જ ધર્મનું મૂળ છે. (૧૧) રાજ સમ્મત : દીક્ષાર્થી, રાજા, મંત્રી વગેરેને સંમત અર્થાતુ અનુકૂળ હોવી જોઈએ. રાજા વગેરે વિરોધ કરનારને દીક્ષા આપવાથી અનર્થ થવાની સંભાવના રહે છે. (૧૨) અદ્રોહી : જે ઝઘડાળુ તથા ઠગ, ધૂર્ત ન હોય. (૧૩) સુંદરાંગભૂત : સુંદર શરીરવાળો હોય, અર્થાત્ કોઈ અંગ હીન થયેલું ન હોવું જોઈએ, અપંગ કે નષ્ટ અવયવવાળી વ્યક્તિ દીક્ષા માટે યોગ્ય નથી હોતી. (૧૪) શ્રદ્ધા : શ્રદ્ધાવાળો. દીક્ષિત પણ જો શ્રદ્ધા રહિત હોય, તો અંગારમર્દકની સમાન તે ત્યાગવા યોગ્ય થઈ જાય છે. (૧૫) સ્થિર : જે અંગીકાર કરેલા વ્રતમાં સ્થિર રહ્યો. પ્રારંભ કરેલા શુભ કાર્યને વચ્ચે છોડનાર ન હોય. (૧૬) સમુપસંપન્ન ઃ પૂર્વોક્ત ગુણોવાળા થઈને પણ જે દીક્ષા લેવા માટે પૂરી ઈચ્છાથી ગુરુની પાસે આવ્યો હોય.. ઉપર્યુક્ત સોળ ગુણોવાળી વ્યક્તિ દીક્ષાને યોગ્ય હોય છે. - ધર્મસંગ્રહ અધિકાર-૩, શ્લોક-૬૩/૭૮ દીક્ષાર્થીમાં કાળ દોષથી બધા ગુણ ન હોય, તો પણ ઘણાયે ગુણ તો હોવી જ જોઈએ. K દીક્ષા એક પર્યવેક્ષણ છે. આ જ રીતે જ ૮૦૫) Page #303 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાદાતાની યોગ્યતા: દીક્ષા આપનારામાં નીચે લખેલા પંદર ગુણો હોવા જોઈએ (૧) વિધિપ્રપન્ન પ્રવૃજ્ય : દીક્ષા આપનાર ગુરુ એવા હોવા જોઈએ, જેણે સ્વયં વિધિપૂર્વક દીક્ષા લીધી હોય. (૨) આસેવિત ગુરુકમ : જેણે ગુરુની ચિરકાળ સુધી સેવા કરી હોય અર્થાત્ જે ગુરુની નજીક રહ્યો હોય. (૩) અખંડિત વ્રત ઃ વ્રતોનું અખંડ પાલન કરનાર હોય. (૪) વિધિ પઠિતાગમ ઃ સૂત્ર અર્થ અને તદુભય રૂ૫ આગમ જેણે ગુરુના પાસે રહીને વિધિપૂર્વક ભણેલા હોય. (૫) તત્ત્વવિદ્ ઃ શાસ્ત્રોના અધ્યયનથી નિર્મળ જ્ઞાનવાળો હોવાથી જે જીવાજીવ વગેરે તત્ત્વોને સારી રીતે જાણતો હોય. (૬) ઉપશાંત ઃ મનવચન અને કાયાના વિકાસથી રહિત હોય. (૦) વાત્સલ્યયુક્ત : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ સંઘમાં વત્સલતા અર્થાત્ પ્રેમ રાખનાર હોય. (૮) સર્વ સત્ત્વહિતાન્વેષી : સંસારનાં બધાં પ્રાણીઓનું હિત ચાહનાર હોય. (૯) આદેય : જેની વાત બીજા લોકો માનતા હોય. (૧૦) અનુવર્તક : વિચિત્ર સ્વભાવવાળા શિષ્યોને જ્ઞાન, દર્શન, ચારિત્રની શિક્ષા (શિક્ષણ) આપીને એમનું પાલન-પોષણ કરનાર હોય. (૧૧) ગંભીર : રોષ અર્થાત્ ક્રોધ અને તોષ અર્થાત્ પ્રસન્ન અવસ્થામાં પણ જેના હૃદયની વાતને કોઈ ન સમજી શકે. (૧૨) અવિષાદિ : કોઈપણ પ્રકારનો ઉપસર્ગ હોવાથી જે દીનતા ન દેખાડે અર્થાત્ ન ગભરાય. (૧૩) ઉપશમ લધ્યાદિયુક્ત ઉપશમ લબ્ધિ વગેરે લબ્ધિઓને ધારણ કરનાર હોય, જે લબ્ધિ અર્થાત્ શક્તિથી બીજાને શાંત કરી દેવામાં આવેલ એને ઉપશમલબ્ધિ કહે છે. (૧૪) સૂથાર્થ ભાષક : આગમોના અર્થને બરાબર બતાવનાર હોય. (૧૫) સ્વગુર્વનુજ્ઞાન ગુરુપદ પોતાના ગુરુથી જેને ગુરુ બનવાની અનુમતિ મળી ગઈ હોય. આ પંદરમાંથી જે ગુરુમાં જેટલા ગુણ ઓછા હોય તે એટલા ગુણોની અપેક્ષા મધ્યમ કે જઘન્ય ગુરુ કહેવામાં આવે છે. કાળદોષથી બધા ગુણ ન હોય તો ઘણા ગુણ તો એમાં હોવા જ જોઈએ. - ધર્મસંગ્રહ અધિકાર-૩, શ્લોક-૮૦-૮૪, પૃ-૭ પરિવાર વધારવાની અને આહાર-અપાણી વગેરેથી સેવા કરાવવાની દૃષ્ટિ ન રાખતાં, દિક્ષાર્થી પર અનુગ્રહ કરવા માટે અને પોતાનાં કર્મોની નિર્જરા માટે દીક્ષા આપવી જોઈએ. [૮૦૬), SO T TO DOOK જિણધામો) Page #304 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાર્થીની પરીક્ષા દીક્ષા લેનારાથી એનાં નામ, ગામ, કુળ-જાતિ, વ્યવસાય, આચરણ, સંરક્ષક, કારણ વગેરેનો પરિચય પ્રાપ્ત કરો. અર્થાત્ દીક્ષાર્થી કોણ છે, ક્યા ગામ-નગર વગેરેનો રહેનાર છે, એનું કુળ-જાતિ વગેરે ખાનદાન કેવું છે ? ગૃહસ્થાવાસના ચાલ-ચલણ કેવા છે? શું વેપાર (કાર્યો કરે છે ? દીક્ષા કેમ લે છે ? દીક્ષા લેવાનું શું કારણ છે ? એના સંરક્ષક કોણ છે ? વગેરે વાતોનો પરિચય એનાથી તથા એના પરિચિત વ્યક્તિઓથી પ્રાપ્ત કરો. જો આ વાતોથી એની દીક્ષા સંબંધી યોગ્યતાની ખબર પડી જાય, તો પછી એને મુનિમાર્ગની વાસ્તવિક મુસીબતોનો બોધ કરાવે. ભૌતિક પદાર્થોમાં આસક્ત, કાયર પુરુષો માટે મુનિમાર્ગ અત્યંત મુશ્કેલ છે, પણ આરંભથી નિવૃત્તિ ભૌતિક પદાર્થોની લાલસાથી રહિત શૂરવીર પુરુષો માટે મુશ્કેલ નથી. તે ઉત્સાહપૂર્વક મુનિમાર્ગનું આચરણ કરીને પરમ પદની પ્રાપ્તિ કરી લે છે. દીક્ષાર્થીને દીક્ષા આપતાં પહેલાં વીતરાગ પ્રરૂપિત સાબુમાર્ગ, આચાર, ગોચર, પરિષદ, સમિતિ, ગુપ્તિ ભાવ, વિશુદ્ધિ વગેરેનું સ્વરૂપ સમજવું જોઈએ. સમજાવવાથી જો એની ધર્મ દઢતા અને સહનશીલતાની ખબર પડે તો એના પ્રમુખ પારિવારિક જનોની આજ્ઞા લઈને દીક્ષા આપવી જોઈએ. દીક્ષા લેતા સમયે દીક્ષાર્થીના કહેવાથી કે - “મને દીક્ષા આપો,' ત્યારે એને દેવ-ગુરુની વિધિવત્ વંદના કરાવીને “રિયાવહી, તરૂત્તર'નો પાઠ ઉચ્ચારણ કરીને કાયોત્સર્ગ કરાવીને વિધિપૂર્વક “મિ-મંતે'નો પાઠ ઉચ્ચારણ કરાવે. “ઠાણાંગ-૨, ઉદ્દેશ-૧'માં બતાવવામાં આવ્યું છે કે - “દીક્ષા આપનારનું અને દીક્ષા લેનારનું મોં પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ રહેવું જોઈએ.” અન્યત્ર ટીકામાં એ પણ લખ્યું છે કે - “દીક્ષાર્થી દીક્ષા આપનારના વામ ભાગમાં ઊભો રહે.” આ સ્થિતિ દીક્ષા આપનારનું મોં ઉત્તરની તરફ અને દીક્ષા લેનારનું મોં પૂર્વની તરફ રહે, તો સુગમતાથી બની શકે છે. દીક્ષાના અવસર ઉપર દીક્ષા લેનારના કલ્પાનુસાર જેટલા આવશ્યક હોય, એટલાં જ વસ્ત્રો-પાત્ર વગેરે ઉપકરણ લેવાં જોઈએ, વધુ નહિ. દીક્ષા આપ્યા પછી પણ જો કોઈ પરીક્ષા કરવી હોય, તો પ્રવચનની વિધિ અનુસાર જઘન્ય સાત દિવસ થાવ ઉત્કૃષ્ટ છ માસ સુધી પરીક્ષા કરી શકાય છે. દીક્ષાયોગ્ય ક્ષેત્રઃ ધર્મ-ધ્યાન કરવાના સ્થાનમાં અર્થાત્ જે સ્થાન ઉપર ભગવાન બિરાજેલા હોય, કે સાધુસાધ્વી રોકાયાં હોય, કે દેવાલયમાં, વાટિકામાં, વૃક્ષ વગેરેની નીચે રમણીય સ્થાનો દીક્ષાને યોગ્ય છે. સ્મશાન, શૂન્યગૃહ, દશ્યગૃહ, ભગ્નગૃહ (ખંડેર) વગેરે સ્થાન દીક્ષા આપવા માટે અયોગ્ય બતાવ્યાં છે. [ દીક્ષા એક પર્યવેક્ષણ છે જે તે (૮૦૦) Page #305 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું ફળ : દીક્ષા લઈને સિંહની જેમ શૂરવીરતા સાથે, શુદ્ધ સંયમનું પાલન કરવું સર્વશ્રેષ્ઠ છે. શુદ્ધ સંયમમાં લીન રહેનારા મુનિઓના સુખની સામે દેવલોકનું સુખ પણ ફિક્યું છે. “ભગવતી સૂત્ર' શતક-૧૪, ઉ.-૯માં બતાવવામાં આવ્યું છે કે – “એક મહિનાની પર્યાયવાળો સાધુ, વાણ-વ્યન્તર દેવોના સુખનું પણ અતિક્રમણ કરી જાય છે. અર્થાત્ તે વાણ-વ્યન્તર દેવોથી પણ વધુ સુખી છે. બે મહિનાની પર્યાયવાળા ભવનપતિ દેવો (ઇન્દ્રના સિવાય) સુખને, ત્રણ મહિનાની પર્યાયવાળા અસુરકુમારોના સુખને, ચાર મહિનાની પર્યાયવાળા ગ્રહ નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષી દેવોના સુખને, પાંચ મહિનાની પર્યાયવાળા જ્યોતિષીના ઇન્દ્ર, સૂર્ય અને ચંદ્રના, છ માસની પર્યાયવાળા સૌધર્મ અને ઈશાનવાસી દેવોના, સાત મહિનાની પર્યાયવાળા સનત્કુમાર અને માહેન્દ્રગત દેવોના સુખનો, આઠ મહિનાની પર્યાયવાળો બ્રહ્મલોક અને લોકાર્તવાસી દેવોના, નવ મહિનાની પર્યાયવાળા મહાશુક્ર અને સહસ્ત્રાર દેવોના સુખને, દસ મહિનાની પર્યાયવાળા આનત, પ્રાણત, આરણ અને અય્યત દેવોના સુખને, અગિયાર મહિનાની પર્યાયવાળા રૈવેયક દેવોના સુખને અને બાર મહિના સુધી ચારિત્રનું યથાતથ્ય પાલન કરનાર નિગ્રંથ, અનુત્તર વિમાનવાસી દેવોનાં સુખોથી પણ વધુ સુખી થઈ જાય છે. એનાથી વધુ સમય સુધી શુદ્ધ સંયમનું પાલન કરનારનું સુખ ક્રમશઃ વધતું રહે છે. યાવત્ તે સિદ્ધ-બુદ્ધ થઈને સમસ્ત દુઃખોનો અંત કરી દે છે. એ જ આત્મિક સુખોની પ્રાપ્તિ માટે તીર્થકર, ચક્રવર્તી, બળદેવ વગેરે અતુલ સાંસારિક સુખ-સંપત્તિ અને રાજપાટને છોડીને દીક્ષિત હોય, ભિક્ષુ પદ અંગીકાર કરે છે. દેવલોકનાં સુખોમાં રહેલા પણ સમ્યદૃષ્ટિ દેવ તથા અહમિ વગેરે આ ભિક્ષ પદની આકાંક્ષા કરે છે, તેથી પ્રત્યેક ભિક્ષુને શાસ્ત્રોક્ત નિગ્રંથાચારનું પાલન કરવું જોઈએ. દીક્ષા અંગીકાર કરીને જે શુદ્ધ સંયમનું પાલન નથી કરતા અને એમાં તલ્લીન નથી રહેતા, એમને સંયમ જે સુખોનું સ્થાન છે, મહાનરક સમાન દુઃખદાયી લાગે છે. જે પૌદ્ગલિક સુખો માટે સંયમથી પતિત થઈ જાય છે અથવા સંયમમાં શિથિલ બની જાય છે, સંયમનું પાલન નથી કરતા, એમનું સંસાર પરિભ્રમણ નથી ઘટતું. તે આત્મિક સુખોથી વંચિત રહે છે. એમને સુગતિ પ્રાપ્ત હોવું દુર્લભ છે. જેમ કે કહ્યું છે - सुहसायगस्स समणस्स, सायाउल्लगस्स निगामसाइस्स । उच्छोलणा पहोयस्स, दुल्लहा सुगई तारिसगस्स ॥ - દશવૈકાલિક, અ-૪,ગા-૨૬ સુખમાં આસક્ત રહેનારા, સુખ માટે વ્યાકુળ રહેનારાઓ, અત્યંત ઊંઘનાર, શરીરની વિભૂષા કરનારાઓ અને હાથ-પગ વગેરે ધોનારા સાધુને સુગતિ મળવી દુર્લભ છે. શુદ્ધ સંયમનું પાલન કરનારને સુગતિ સુલભ થાય છે - तवोगुणपहाणस्स, उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ॥ . - દશવૈકાલિક, અ-૪, ગા-૨૭ (૮૦૮) 00 0.00 000 00 000 % જિણધમ્મો ) Page #306 -------------------------------------------------------------------------- ________________ તપરૂપી ગુણથી પ્રધાન, સરળ બુદ્ધિવાળા, ક્ષમા અને સંયમમાં તલ્લીન પરિષહોને જીતનારા સાધુને સુગતિ, મોક્ષ મળવો મુશ્કેલ છે. તપ સંયમમાં અનુરક્ત, સરળ પ્રકૃતિવાળા તથા બાવીસ પરિષદોને સમભાવપૂર્વક સહન કરનાર સાધક માટે સુગતિ પ્રાપ્ત થવી સરળ છે. पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । जेसि पिओ तवो संजमो य, खंती य बंभचेरं च ॥ - દશવૈકાલિક, અ-૪, ગા-૨૮ જેમને તપ અને સંયમ તથા ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, એવા સાધક જો પાછલી અવસ્થામાં પણ અર્થાત્ વૃદ્ધાવસ્થામાં પણ ચડતાં પરિણામોથી સંયમ સ્વીકાર કરે છે, તો તે તરત જ સ્વર્ગ અથવા મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. દીક્ષાને અયોગ્યઃ तओ णो कप्पंति पव्वावेत्तए, तं जहा-पंडए वाईए कीवे । - ઠાણાંગ-૩, -૪ તથા બૃહકલ્પ ઉ-૪ ત્રણને દીક્ષા આપવી નહિ કલ્પતા છે. યથા - પંડક (નપુસંક), વાતિક અને ક્લીબ. (૧) પંડક (નપુંસક) - જેને સ્ત્રી અને પુરુષ બંનેની અભિલાષા હોય એને નપુંસક કહે છે. (૨) વાતિક ઃ જે નગ્ન સ્ત્રી વગેરેને જોઈને વીર્યને ન રોકી શકે, એને વાતિક કહે છે, અથવા વ્યાધિત અર્થાત્ રોગી. . (૩) ક્લીબ : અસમર્થ અર્થાત્ જે સ્ત્રી વગેરેને જોઈને, એમના શબ્દો સાંભળીને અથવા એમનાથી નિમંત્રણ વગેરે મેળવીને પોતાના બ્રહ્મચર્યની રક્ષા ન કરી શકે, એને ક્લીબ કહે છે. આ ત્રણને દીક્ષા આપવી નહિ કલ્પતા છે, કારણ કે એમના ઉત્કૃષ્ટ વેદના ઉદય થવાથી એ દીક્ષા પાળવામાં અસમર્થ છે. જો ખબર પડ્યા વગર, અજાણતામાં એમને દીક્ષા આપી દીધી હોય, તો પછી મુંડિત કરવું, શિક્ષણ આપવું, મોટી દીક્ષા આપવી, સાથે આહાર કરવો વગેરે નહિ કલ્પતા છે. ઉપર્યુક્ત મૂળ પાઠથી ટીકાકારે ટીકામાં તથા “પ્રવચનસારોદ્ધાર” અને “ધર્મસંગ્રહ'માં અઢાર પ્રકારના પુરુષોને તથા વીસ પ્રકારની સ્ત્રીઓને દીક્ષાને અયોગ્ય બતાવ્યા છે. તે આ પ્રમાણે છે - बाले बुड्ढ़े नपुंसे य, जडे कीवे य वाहिए । तेणे रायावगारी य उम्मत्ते य अदंसणे ॥१॥ दासे दुढे य मूढ़े य, ऋणत्ते जंगिए इय ।। ओबद्धए य भयए, सेहनिप्फेडिया इय ॥२॥ गुविणी बालवच्छाया, पव्वावेउं न कप्पइ । ( દીક્ષા એક પચવેક્ષણ છે જો આ૦૯) Page #307 -------------------------------------------------------------------------- ________________ (૧) બાળક ઃ જન્મથી લઈને આઠ વર્ષ સુધી બાળક કહેવામાં આવે છે. બાળ સ્વભાવના કારણે તે દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રને અંગીકાર નથી કરી શકતું. (૨) વૃદ્ધઃ સિત્તેર વર્ષથી ઉપર વૃદ્ધાવસ્થા માનવામાં આવે છે. શારીરિક અશક્તિના કારણે વૃદ્ધ પણ દીક્ષાને યોગ્ય નથી હોતા. કેટલાક આચાર્ય સાઠ વર્ષથી ઉપર વૃદ્ધાવસ્થા માને છે. આ વાત ૧૦૦ વર્ષની ઉંમરને લક્ષ્ય કરીને કહેવામાં આવી છે. (૩) નપુંસક ઃ જેને સ્ત્રી અને પુરુષ બંનેની અભિલાષા હોય, એને નપુંસક કહે છે. પ્રાયઃ અશુભ ભાવનાવાળો તથા લોકનિંદાને પાત્ર હોવાના કારણે તે દીક્ષાને અયોગ્ય હોય છે. (૪) ક્લીવઃ પુરુષની આકૃતિવાળો હોવા છતાંય સ્ત્રીના સમાન હાવ-ભાવ અને કટાક્ષ કરનાર એ પણ દીક્ષાને યોગ્ય નથી હોતો. (૫) જડ : જડ ત્રણ પ્રકારના હોય છે - ભાષા જડ, શરીર જડ અને કરણ જડ. (ક) ભાષા જડના ત્રણ ભેદ છે : જળમૂક, મન્મનમૂક અને એકમૂલક. જે વ્યક્તિ પાણીમાં ડૂબેલા સમાન માત્ર બુડબડ કરે, કાંઈપણ સ્પષ્ટ નથી કહી શકતો, એને જળમૂક કહે છે. બોલતા સમયે જેના મોંમાંથી કોઈ શબ્દ સ્પષ્ટ ન નીકળે, માત્ર અધૂરા અને અસ્પષ્ટ શબ્દો નીકળતા રહે, એ મન્મનમૂક કહે છે. જે વ્યક્તિ ઘેટાં કે બકરી સમાન શબ્દ કરે છે, એને એકમૂલક કહે છે. જ્ઞાનગ્રહણમાં અસમર્થ હોવાના કારણે ભાષા જડ દીક્ષાને યોગ્ય નથી. (ખ) શરીર જડઃ જે વ્યક્તિ ખૂબ મોટા હોવાના કારણે વિહાર, ગોચરી, વંદના વગેરે કરવામાં અસમર્થ છે, એને શરીર જડ કહે છે. (ગ) કરણ જડ : જે વ્યક્તિ સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પ્રત્યુપ્રેક્ષણ, પડિલેહના વગેરે સાધુ માટે આવશ્યક ક્રિયાઓને નથી સમજી શકતા કે નથી કરી શકતા, તે કરણ જડ (ક્રિયા જડ) છે. ત્રણેય પ્રકારની જડ દીક્ષા માટે યોગ્ય નથી હોતા. (૬) વ્યાધિત : કોઈ મોટા રોગવાળી વ્યક્તિ દીક્ષા માટે યોગ્ય નથી હોતી. () સ્તન ખાત ખણવું, માર્ગમાં ચાલનારને લૂંટવું વગેરે કોઈ પ્રકારથી ચોરી કરનાર વ્યક્તિ દીક્ષાને યોગ્ય નથી હોતી, એના કારણે સંઘની નિંદા તથા અપમાન થાય છે. (૮) રાજાપકારી : રાજા, રાજપરિવાર, રાજ્યના અધિકારી કે રાજ્યની વ્યવસ્થાનો વિરોધ કરનાર દીક્ષાને યોગ્ય નથી હોતો. એને દીક્ષા આપવાથી રાજ્યની તરફથી પણ સાધુઓ ઉપર રોષ હોવાનું કારણ રહે છે. (૯) ઉન્મત્ત : યશ, નામના વગેરેના આવેશ કે મોહના પ્રબળ ઉદયથી જે કર્તવ્યને ભૂલીને પરવશ થઈ જાય છે અને પોતાની વિચારશક્તિને ખોઈ દે છે, તે ઉન્મત્ત કહેવાય છે. (૧૦) અદર્શનઃ દષ્ટિ અર્થાત્ આંખો વગરનો આંધળો અથવા દેષ્ટિ અર્થાત્ સમ્યકત્વથી રહિત (પ્રગટ રૂપથી શ્રદ્ધાહીન) તથા સ્યાનગૃદ્ધિ નિદ્રાવાળો. આંધળો માણસ જીવની રક્ષા નથી (૧૦) 000000000000000000 જિણધમો) Page #308 -------------------------------------------------------------------------- ________________ કરી શકતો અથવા શ્રદ્ધાહીન, બીજાઓને શ્રદ્ધાહીન બનાવવાનો પ્રયત્ન કરે છે અને ત્યાનગુદ્ધિવાળાથી નિદ્રામાં અનેક પ્રકારના ઉત્પાત થઈ જવાનો ભય રહે છે, તેથી એ દીક્ષાને યોગ્ય નથી હોતો. (૧૧) દાસ : ઘરની દાસીથી ઉત્પન્ન થયેલો અથવા દુર્મિક્ષ વગેરેમાં ધન આપીને ખરીદેલો કે જેના પર કર્જનો ભાર હોય, એને દાસ કહે છે. એવી વ્યક્તિને દીક્ષા આપવાથી એનો માલિક પાછો છોડાવવાનો પ્રયત્ન કરે છે, તેથી તે પણ દીક્ષાનો અધિકારી નથી હોતો. (૧૨) દુષ્ટ : દુષ્ટ બે પ્રકારનાં હોય છે - કષાય દુષ્ટ અને વિષય દુષ્ટ. જે વ્યક્તિના ક્રોધ વગેરે કષાય ખૂબ ઉગ્ર હોય, એને કષાય દુષ્ટ કહે છે અને કામભોગોમાં અત્યંત ગૃઢ વ્યક્તિને વિષય દુષ્ટ કહે છે. (૧૩) મૂઢ : જેમાં હિતાહિતનો વિચાર કરવાની શક્તિ ન હોય. (૧૪) ત્રણાર્ત ઃ જેના ઉપર રાજ્ય વગેરેનું ઋણ હોય. (૧૫) જુગિત : જુગિતનો અર્થ છે દૂષિત કે હીન. જંગિત ત્રણ પ્રકારના હોય છેજાતિ જુગિત, કર્મ બુંગિત અને શરીર જુગિત. (ક) જાતિ ગિતઃ ચંડાળ, કોલિક, ડોમ વગેરે અસ્પૃશ્ય જાતિના લોકો જાતિ જંગિત છે. (ખ) કર્મ જંગિત : કસાઈ, શિકારી, માછીમાર, ધોબી વગેરે નિંદ્ય કર્મ કરનાર કર્મ જુગિત છે. (ગ) શરીર જંગિત હાથ, પગ, કાન, નાક, હોઠ આ અંગોથી રહિત, લંગડો, કુબડો, કાણો, કોઢવાળો વગેરે શરીર જુગિત છે. ચમાર, કાપડ બનાવનાર (વણકર) વગેરે નિમ્ન કોટિના, શિલ્પથી આજીવિકા કરનાર શિલ્પ જુગિતનો ચોથો પ્રકાર પણ છે. એ બધા અયોગ્ય છે. એમને દીક્ષા આપવાથી લોકમાં અપયશ થવાની સંભાવના રહે છે. (૧૬) અવબદ્ધ : ધન લઈને નિયત કાળ માટે જે વ્યક્તિ પરાધીન બની ગઈ છે, તે અવબદ્ધ કહેવાય છે. આમ, વિદ્યા ભણવાના નિમિત્તથી જેણે નિયત કાળ સુધી પરાધીન રહેવું સ્વીકાર કરી લીધું છે, તેને પણ અવબદ્ધ કહેવામાં આવે છે. એવી વ્યક્તિને દીક્ષા આપવાથી ક્લેશ વગેરેની શંકા રહે છે. (૧૦) ભૂતક : નિયત અવધિ માટે વેતન (પગાર) ઉપર કાર્ય કરનાર વ્યક્તિ મૃતક કહેવાય છે. એને દીક્ષા આપવાથી માલિક અપ્રસન્ન થઈ શકે છે. (૧૮) શૈક્ષ નિસ્ફટિકા : માતા-પિતાની મરજી વગર જે દીક્ષાર્થ ભગાડીને લાવવામાં આવ્યો હોય, કે ભાગીને આવ્યો હોય, તે પણ દીક્ષાને અયોગ્ય હોય છે. એને દીક્ષા આપવાથી માતા-પિતાના કર્મ બંધ સંભવ છે તથા સાધુ અદત્તાદાનના દોષનો ભાગી થાય છે.* * ઉપરોક્ત અઢાર બોલ ઉત્સર્ગ માર્ગને લક્ષ્યમાં રાખીને કહેવામાં આવ્યા છે. અપવાદ માર્ગમાં ગુરુ વગેરે એ દીક્ષાર્થીની યોગ્યતા જોઈને સૂત્રવ્યવહાર અનુસાર દીક્ષા આપી શકે છે અને આગમવ્યવહારીઓ પર તો ઉપરોક્ત નિયમ લાગુ પડતો જ નથી. [ દીક્ષા એક પચવેક્ષણ છે . (૮૧૧) Page #309 -------------------------------------------------------------------------- ________________ પુરુષોની જેમ ઉક્ત અઢાર પ્રકારની સ્ત્રીઓ પણ ઉક્ત કારણોથી દીક્ષાના અયોગ્ય બતાવવામાં આવી છે. એમના સિવાય ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી, નાનાં બાળકોવાળી સ્ત્રીઓ પણ દીક્ષાને અયોગ્ય છે. આમ, દીક્ષાને અયોગ્ય સ્ત્રીઓ કુલ વીસ છે. - પ્રવચનસારોદ્ધાર-૧૦૮,ગા-૭૯૨ તથા ધર્મસંગ્રહ, અધિ.-૩, શ્લોક-૭૮, પૃ-૩ અયોગ્ય દીક્ષાનો નિષેધ : जिणवयणे पडिकुटुं, जो पव्वावेइ लोभदोसेणं । चरणट्ठिअसे तवस्सी, लोवेइ तमेव उ चरितं ॥ - પંચવસ્તુ, ગા.-૨૭૪ જિનવચનમાં નિષિદ્ધ અર્થાતુ ઉપર્યુક્ત અયોગ્ય વ્યક્તિઓમાંથી કોઈને પણ જે મુનિ લોભના વશીભૂત થઈને દીક્ષા આપી દે, તો તે મુનિ ચારિત્રનું ઉલ્લંઘન કરે છે. "जे भिक्खू णायगं वा अणायगं वा उपासयं वा अणुवासयं वा अणलं पव्वावेइ पव्वावेंतं वा साइज्जई" - નિશીથ ઉદ્દેશક-૧૧ જે સાધુ નાયક સ્વજન અથવા જાણકારને તથા અનાસક્ત-અસ્વજન અથવા અજાણકારને તથા ઉપાસક, શ્રાવક, સમદષ્ટિ તથા અનુપાસક, અશ્રાવક કે મિથ્યાષ્ટિ, એમાંથી કોઈપણ હોય, પરંતુ તે દીક્ષાને અયોગ્ય હોય, અથવા અયોગ્ય થઈ ગયો હોય, તો એ અયોગ્યને દીક્ષા આપો, અપાવો અને આપનારને સારુ જાણો તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેથી કોઈ અયોગ્યને દીક્ષા ન આપવી જોઈએ. ( આણગાર ધર્મની મહત્તા) સમસ્ત આસ્તિક દર્શનોના પરમ અને ચરમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે. મોક્ષની પ્રાપ્તિ હેતુ જૈન ધર્મના ઉપદેખા તીર્થકર ભગવાને સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક ચારિત્રને મુખ્ય સાધનના રૂપમાં નિરૂપિત કર્યું છે. સમ્યગુ દર્શન અને સમ્યગું જ્ઞાન હોવા છતાંય જ્યાં સુધી સમ્યક ચારિત્રની પરાકાષ્ઠા નથી હોતી, ત્યાં સુધી મોક્ષ નથી થતો. એનાથી એ પ્રતિફલિત થાય છે કે મોક્ષપ્રાપ્તિનું અનંતર સાધન સમ્યફ ચારિત્ર છે અને સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન પરંપરા સાધન છે. હા, એટલું આવશ્યક છે કે સમ્યક ચારિત્ર ત્યારે જ આવે છે, જ્યારે એના પૂર્વ સભ્ય દર્શન અને સમ્યગું જ્ઞાન હોય. જ્ઞાન દર્શનમાં સમ્યકપણું હોવાથી જ ચારિત્રમાં સમ્યકત્વ આવે છે. જ્ઞાન દર્શનની સાર્થકતા અને સફળતા ત્યારે થાય છે જ્યારે એનું ફળ વિરતિના રૂપમાં, ચારિત્રના રૂપમાં સામે આવે છે. તેથી કહ્યું છે - "णाणस्स फलं विरई" જ્ઞાનનું ફળ વિરતિ છે. આ વિરતિ દ્વારા જ મોક્ષ-ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે - (૮૧૨) છે જે છે તે છે કે જે છે તે છે કે તે આ જિણધમો ] Page #310 -------------------------------------------------------------------------- ________________ याता यान्तीह यास्यन्ति मुक्तिपुरी च ये समे । ते प्रव्रज्याप्रभांवाद्धि तस्यै कुर्मो नर्ति मुदा ॥ જે પણ ભવ્ય આત્માઓ મોક્ષમાં ગયા છે, જે જઈ રહ્યો છે અને જે જશે તે બધાં સર્વવિરતિ રૂપ પ્રવ્રજ્યાના પ્રભાવથી જ ગયા છે, જઈ રહ્યા છે અને જશે. એવી સર્વવિરતિ રૂપ પ્રવ્રજ્યાને આપણે સહર્ષ વંદન કરીએ છીએ. ઉક્ત શ્લોકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે મુક્તિની પ્રાપ્તિમાં અણગાર ધર્મની સ્વીકૃતિ આવશ્યક છે. એની સિવાય મુક્તિ થઈ શકતી નથી. અગાર ધર્મથી પરિપૂર્ણ મોક્ષ નથી મળી શકતો. જે આત્માઓ અગાર વેશમાં જ મુક્તિના અધિકારિણી કહેવામાં આવે છે, એમણે પણ ભાવ ચારિત્રને પરિણામોમાં અપનાવ્યું હતું અને એ જ ભાવ ચારિત્ર એમની મુક્તિનો સાધક બન્યો. ભાવ ચારિત્ર વગર મુક્તિ નથી થતી, તે નિર્વિવાદ તથ્ય અને સત્ય છે. એનાથી સર્વવિરતિ રૂપ ચારિત્રની મહત્તા સ્પષ્ટ થઈ જાય છે. જો સર્વવિરતિ રૂપ ચારિત્ર વગર પણ મુક્તિ થઈ શકતી તો તીર્થંકર-ચક્રવર્તી વગેરે સાર્વભૌમ રાજ્ય ઋદ્ધિને છોડીને પ્રવ્રજિત ન થતા. શાસ્ત્રમાં કહ્યું છે - चइत्ता भारहं वासं, चक्कवट्टी महिड्ढ़िओ । संती संतिकरे लोए, पत्तो गइमणुत्तरं ॥ - ઉત્તરા., અ-૧૮, ગા-૩૮ શ્રી શાંતિનાથ તીર્થંકર ભગવાન પખંડની ચક્રવર્તીની ઋદ્ધિને ત્યાગીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા અને લોકમાં અનુપમ શાંતિનું પ્રવર્તન કરીને અનુત્તરગતિ મોક્ષને પ્રાપ્ત થયા. સમસ્ત તીર્થકર ભગવાન રાજ્ય ઋદ્ધિનો ત્યાગ કરે છે અને પ્રવૃજિત થઈને અનુત્તર ધર્મતીર્થની સ્થાપના કરે છે. એનાથી બરાબર સિદ્ધ થાય છે કે મોક્ષની પ્રાપ્તિમાં અણગાર ધર્મનું પ્રતિપાલન અનિવાર્ય રૂપથી આવશ્યક હોય છે. ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધનાને પરમ મુક્તિનું સાક્ષાત્ કારણ કહ્યું છે. સમ્યફ ચારિત્રને છાયાતરુની ઉપમા આપવામાં આવી છે. “અણગાર ધર્મામૃતમાં કહ્યું છે - सम्यग्दृष्टि सुभूमि वैभव लसद्विधाम्बुमाद्यद्दयामूलः सव्रत सुप्रकाण्डउदयद् गुप्त्यगुशाखाभरः । शीलो द्योद्विप्यः समित्युपतता सम्यद्गुणो-द्धोद्गमच्छेत्तुं जन्मपथक्लमं सुचरितच्छायातरुः श्रीयताम् ॥ - અણગાર ધમમૃત, ચતુર્થ અ-૧ સૂર્યની દિશા બદલાઈ જવા છતાંય જેનો છાંયડો એમ ને એમ રહે છે, એને છાયા તરુ કહે છે. સમ્યફ ચારિત્ર એવું જ છાયાવૃક્ષ છે. સમ્યગુ દર્શન અને સમ્યમ્ જ્ઞાનનું સારી રીતે વારંવાર આસેવન કરનારા મુમુક્ષુઓને જન્મરૂપી માર્ગનો થાક દૂર કરવા માટે સમ્યક ચારિત્ર રૂપી છાયાવૃક્ષનો આશ્રય લેવો જોઈએ. આ વૃક્ષનું મૂળ દયા છે. એ દયારૂપ મૂળ દર્શન વિશુદ્ધિરૂપી ઉત્તમ ભૂમિના પ્રભાવથી પોતાનું કાર્ય કરવામાં સમર્થ સમ્યફ શ્રુત જ્ઞાનરૂપી [અણગાર ધર્મની મહત્તા છે કે એક જ છે ૮૧૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ જળથી હર્યુંભર્યું છે. સમીચીન વ્રત એનું સ્કન્ધ (થડ) છે. ગુપ્તિરૂપી ઉન્નત શાખાઓથી તે શોભિત છે. શીલરૂપી વિટપ-વિસ્તાર છે. સમિતિરૂપી ઉપશાખાઓ છે. એમાં સંયમના ભેદપ્રભેદરૂપી સુંદર ફૂલ લાગેલાં છે. સર્વ સાવધ યોગથી વિરતિ રૂપ ચારિત્ર ધર્મ (સમ્યક્ ચારિત્ર) મુમુક્ષુઓ માટે ઉપાદેય હોય છે. સમ્યક્ ચારિત્ર કે અણગાર ધર્મની પ્રત્યે રુચિ ત્યારે જ થઈ શકે છે, જ્યારે સાંસારિક અને પૌદ્ગલિક સુખોની પ્રત્યે અરુચિ અને વિરકિત ઉત્પન્ન થાય. અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્માએ સંસારના સ્વરૂપને ખૂબ વિકરાળ અને ભયાનક બતાવ્યું છે. ‘ઔપપાતિક સૂત્ર’માં કહેવાયું છે : આ સંસારરૂપી સમુદ્ર મહા ભયંકર છે. એમાં જન્મ, જરા અને મૃત્યુરૂપ મહાન દુઃખોથી ભરેલું (ઊંડું) અથાગ અને ક્ષુબ્ધ પાણી છે. વિવિધ પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ અને વિયોગની ચિંતાથી એનો વ્યાપક વિસ્તાર છે. આ મહાર્ણવમાં વધ-બંધનાદિકની લહેર ઊઠી રહી છે અને કરુણાજનક શબ્દ થઈ રહ્યા છે. પારસ્પરિક સંઘર્ષ, અપમાન અને નિંદાના તરંગો છે. કઠોર કર્મરૂપી પહાડો (દીવાલો) છે. જેમની ટક્કરથી શિથિલ નાવો નષ્ટ થઈ જાય છે. આશા-તૃષ્ણાના ફેણ ઊઠે છે. મોહના ભયંકર આવર્ત (વમળો) ઊઠી રહ્યા છે. આ આવર્તોમાં ફસાઈને પ્રાણી ડૂબી જાય છે. પ્રમાદ અને અજ્ઞાનરૂપી મગર એમાં સંચરણ કરી રહ્યા છે. એમાં કર્મોનો એવો ચીકણો અને ભારે કાદવથી ભરેલો છે, એમાં ફસેલાને કાઢવો દુષ્કર થઈ જાય છે. એવા સંસારસાગરને મહાભંયકર માનીને ભવ્ય પ્રાણી નિગ્રંથ ધર્મરૂપી સુદૃઢ જહાજનો આશ્રય લઈને પાર ઊતરે છે. સંસારની ભીષણતાને બતાવતા પ્રભુ મહાવીરે કહ્યું છે - जम्मं दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतवो ॥ ઉત્તરાધ્યયન, અ.-૧૯, ગા-૧૬ સંસારમાં જન્મનું દુઃખ છે, વૃદ્ધાવસ્થાનું દુઃખ છે, વ્યાધિઓનું દુઃખ છે અને મૃત્યુનું દુઃખ છે. આ આખો સંસાર દુઃખમય જ છે. એમાં ફસીને જીવ ભયંકર દુઃખ પામે છે. જ્ઞાની આત્માઓની દૃષ્ટિમાં આ સંસાર ચારેય બાજુથી સળગી રહ્યો છે. ‘‘આખ઼િત્તેડ્યું નોર્ પત્તિત્તેડ્યું લોક્ ।” જેમ કે સળગતા ઘરમાંથી બુદ્ધિમાન વ્યક્તિ અસારને છોડીને સારભૂત લઈને તરત જ ઘરની બહાર નીકળી જાય છે, એમ જ બુદ્ધિમાન વ્યક્તિ આ સળગતા સંસારથી તરત જ બહાર થઈ જાય છે અર્થાત્ તે અગારીથી અણગાર બની જાય છે. - સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી સંત્રસ્ત થઈને વિચક્ષણ વ્યક્તિ શાશ્વત શાંતિની શોધમાં એ મહામાર્ગ ઉપર ચાલી નીકળે છે, જેના ઉપર ચાલીને ભૂતકાળમાં અનંત આત્માઓએ સંસારનાં દુઃખોથી મુક્તિ મેળવી છે, વર્તમાનમાં મેળવી રહ્યા છે અને અનંત ભવિષ્યકાળમાં મુક્તિ પ્રાપ્ત કરશે. શાસ્ત્રકાર કહે છે - ૮૧૪ જિણઘો Page #312 -------------------------------------------------------------------------- ________________ “HUTયા વીરા દીવહિં” - આચારાંગ શ્રુત-૧, અ.-૧, ઉ.-૩ અનેક મહાવીર આ ચરિત્ર ધર્મ રૂપી મહામાર્ગ પર ચાલ્યા છે. આ મહામાર્ગ ભૂતકાળમાં અનેક મહાવીર દ્વારા આસેવિત છે. આ મહામાર્ગ પરીક્ષિત અને અનુભૂત છે. આ માર્ગ ઉપર ચાલવાથી જ આત્માને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. આ વાત સંદેહ અને શંકાઓથી અલગ છે કે સંસારનાં દુઃખોનું મૂળ પૌગલિક પદાર્થોની પ્રત્યે અને વિષયોની પ્રત્યે રાગભાવ છે. પણ પદાર્થોની પ્રતિ આત્માનો રાગભાવ જ સંસારનું મૂળ છે. તેથી તત્ત્વજ્ઞ પુરુષ સર્વપ્રથમ આ રાગભાવને હટાવવા માટે વિરાગનો ઉપદેશ આપે છે. વિરાગના પછી જ વિરતિનું દ્વાર ખૂલે છે અને સર્વવિરતિ આત્માની સાચી શાંતિનો અનુભવ કરે છે. આ જ આશયને લઈને કહેવાયું છે કે તણખલાના સંથારા (આસન) પર બેઠેલો વીતરાગી મુનિ જે અનુપમ શાંતિ અને (આત્મિક) સુખનો અનુભવ કરે છે, તે ચક્રવર્તીને પણ નસીબ નથી હોતું. પ્રશમ રસમાં નિમગ્ન મુનિ જે સુખે. રાશિનો અનુભવ કરે છે, તે સુખ ચક્રવર્તી અને દેવોના અધિપતિ ઇન્દ્રને પણ પ્રાપ્ત નથી થતું. આમ, સંસારના કામભોગો અને વિષયોથી વિરકિત લઈને વિરતિના મહાપથ ઉપર ચાલનારા સાધક મુક્તિ-શ્રીનું વરણ કરી લે છે. સાગાર' અને “અણગાર'નો સામાન્ય અર્થ ઘર સહિત અને ઘર રહિત હોય છે, પરંતુ અહીં એટલો જ અર્થ અભિપ્રેત નથી. એ ઉક્ત બંને શબ્દોથી કંઈક વિશિષ્ટ અર્થ લેવામાં આવે છે. જે વ્યક્તિને ઘર-બાર, કુટુંબ-પરિવાર વગેરેથી આસક્તિ તથા લગાવ હોય છે તે વ્યક્તિ “સાગાર' માનવામાં આવે છે અને જે વ્યક્તિ ઘરબારની મમતા છોડીને, કુટુંબપરિવારની આસક્તિને તિલાંજલિ આપીને, મોહ-માયાને છોડીને આત્મ-સાધનામાં લીન થઈ ગયો છે તે “અણગાર' કહેવાય છે. ઘર-બાર, હાટ-હવેલી, ઋદ્ધિ-સિદ્ધિ, ધન-દોલત, સત્તા અને ઐશ્વર્ય હોવા છતાંય જો એમાં આસક્તિ નથી, તો તે અનાસક્ત વ્યક્તિ ઘરમાં રહેવા છતાંય ભાવાત્મક દૃષ્ટિથી અણગાર છે. જેમ ભરત ચક્રવર્તી અરીસા ભવનમાં વિરક્તિ અને વિરતિને પ્રાપ્ત થયા. એનાથી વિપરીત જે વ્યક્તિએ સંસાર-વ્યવહાર, ઘર-બાર, કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ વગેરે છોડીને મુનિવેશ ધારણ કરી લીધો છે, પરંતુ એવા અંદર એ પૌદ્ગલિક પદાર્થો અને પરિવારના પ્રત્યે આસક્તિ (બનેલી) છે, મમતાની ભાવના અને અપનત્વના સંસ્કાર કામ કરી રહ્યા છે, તો તે “અણગારકહેવા છતાંય “સાગાર' છે. તેથી “અણગાર' શબ્દનો “ઘર-બાર રહિત એટલો જ અર્થ નથી, પણ ઘર-બારની આસક્તિ રહિત ત્રણ કરણ, ત્રણ યોગથી બધાં પાપકર્મોનો ત્યાગ કરનાર પંચ મહાવ્રતધારી “સાધુ' અર્થ સમજવો જોઈએ. [અણગાર ધર્મની મહત્તા જે જ૮૧૫) Page #313 -------------------------------------------------------------------------- ________________ ૮૫ (પંચ મહાવત) सर्वसावद्ययोगानां त्यागश्चारित्रमिष्यते । कीर्तितं तदहिंसादिवतभेदेन पंचधा ॥ अहिंसा सूनृतास्तेयब्रह्मचर्यापरिग्रहाः । पंचभिः पंचभिर्युक्ता भावनाभिर्विमुक्तये ॥ - યોગશાસ્ત્ર છે, શ્લોક-૧૮/૧૯ સમ્યક ચારિત્ર રૂપી રત્નની ઉત્કૃષ્ટ આરાધના માટે પાંચ મહાવ્રતોની અનુપાલના અને એમનું નિરતિચાર અનુશીલન અત્યંત આવશ્યક હોય છે. મહાવ્રતોની સમ્યગુ આરાધના વિના યથાખ્યાત ચારિત્ર પૂર્ણ નથી થતું અને યથાખ્યાત ચારિત્રની પૂર્ણતા વિના મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી. તેથી પાંચ મહાવ્રતોની નિર્મળ આરાધના ચારિત્રની આરાધનાની સુદૃઢ પીઠિકા છે. મોહરૂપી અંધકારના દૂર થવાથી સમ્યગુ દર્શનના લાભ સાથે જ સમ્યગુ જ્ઞાનને પ્રાપ્ત કરીને સાધક રાગદ્વેષની નિવૃત્તિ માટે ચારિત્રને ધારણ કરે છે. તે ચારિત્ર સામ્યભાવ રૂપ સામાયિક ચારિત્ર છે. એની પુષ્ટિ માટે સાધક પાંચ મહાવ્રતોને ધારણ કરે છે. એવું થવાથી સર્વ-સાવદ્ય યોગની નિવૃત્તિરૂપ સામાયિક ચારિત્ર પરિપૂર્ણ થતાં ક્રમશઃ સૂમ સંપરાયની અંતિમ સીમાને પ્રાપ્ત કરીને યથાખ્યાત રૂપ થઈ જાય છે. જો કે યથાખ્યાત ચારિત્ર અગિયારમા ગુણસ્થાનના પ્રારંભમાં જ પ્રગટ થઈ જાય છે. તથાપિ (છતાંય) એની પરિપૂર્ણતા ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનના અંતિમ સમયમાં થાય છે. આમ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાવ્રત મોક્ષ-મહેલના શિખર ઉપર ચડવા હેતુ સોપાન-તુલ્ય છે. એ મહાવત કેમ છે ? ઉક્ત અહિંસા વગેરે પાંચ વ્રતોને મહાવ્રત કહેવામાં આવે છે. એનું કારણ બતાવતાં “જ્ઞાનાર્ણવ'ના ૧૮મા પ્રકરણમાં કહ્યું છે - आचरितानि महा द्भिर्यच्च महान्तं प्रसाधयन्त्यथम् । स्वयमपि महान्ति यस्मान्महाव्रतानीत्यतस्तानि ॥ - જ્ઞાનાર્ણવ પૃ-૧૮૮ એ પાંચેય મહાવ્રત અનંત જ્ઞાન વગેરે રૂપ મહાફળને પ્રદાન કરે છે અર્થાત્ એમને ધારણ કરવાથી જ અનંત જ્ઞાન વગેરે રૂપ મહાફળની પ્રાપ્તિ થાય છે. મહાફળની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી એ મહાવ્રત કહેવામાં આવે છે. બીજી ઉપપત્તિ એ છે કે ગણધર વગેરે મહાપુરુષ પણ એ વ્રતોને પાળે છે કે મહાન ઇન્દ્ર વગેરે એમને પૂજે છે, કારણ કે (૧૦) 000000000000000 જિણધર્મોો] Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્રતધારીઓની પૂજાથી સમ્યગુ દર્શનમાં વૃદ્ધિ થાય છે. ત્રીજું કારણ એ છે કે એ મહાવ્રત સ્વયં મહાન છે, કારણ એમાં ધૂળ અને સૂક્ષ્મ બધા પ્રકારની હિંસા, અસત્ય, અદત્તદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો સર્વથા ત્યાગ થાય છે. મહાસુખ સ્થાન અર્થાત્ મુક્તિના કારણભૂત હોવાના કારણે પણ એમને મહાવ્રત કહેવામાં આવે છે. કહ્યું છે - "महासुखज्ञान निबन्धनानि महाव्रतानीति सतां मतानि" - જ્ઞાનાર્ણવ, ૧૮-૧ ઉત્તરોત્તર સારી રીતે કરેલા અભ્યાસ દ્વારા આ વ્રતોના સંપૂર્ણ હોવાથી નિર્વાણરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રકારોએ પાંચ મહાવ્રત બતાવ્યા છે. તે આ પ્રમાણે છે : (૧) બધા પ્રકારની હિંસાથી સર્વથા વિરતિરૂપ અહિંસા મહાવ્રત. (૨) બધા પ્રકારના અસત્ય ભાષણથી સર્વથા વિરતિરૂપ સત્ય મહાવ્રત. (૩) બધા પ્રકારના અદત્તાદાનથી સર્વથા વિરતિરૂપ અસ્તેય મહાવ્રત. (૪) બધા પ્રકારના અબ્રહ્મથી સર્વથા વિરતિરૂપ બ્રહ્મચર્ય મહાવ્રત. (૫) બધા પ્રકારના પરિગ્રહથી સર્વથા વિરતિરૂપ અપરિગ્રહ મહાવ્રત. ઉક્ત પાંચ મહાવ્રતોની રક્ષા માટે રાત્રિભોજન વિરતિ નામનું વ્રત તથા પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ આઠ પ્રવચન માતા તથા વિભિન્ન ભાવનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમ કે કહ્યું છે - तेसिं चेव वयाणं रक्खत्थं राइभोयण नियत्ती । अट्ठ य पवयण मायाओ, भावणाओ सव्वाओ ॥ - ભગવતી આરાધના - ૧૧૮૫ વ્રતોની ઉપાદેયતા : વ્રતોના સંબંધમાં એક સવાલ પેદા થાય છે કે વ્રતોનો સમાવેશ કયા તત્ત્વના અંતર્ગત હોય છે? વ્રતોના આચરણથી પુણ્ય બંધ થાય છે અને તે શુભ આશ્રવરૂપ છે તો શું વ્રતોને શુભ આશ્રવના અંતર્ગત માનવો જોઈએ? અથવા સંવરના કારણ હોવાથી એમને સંવર તત્વમાં સમાવિષ્ટ કરવો જોઈએ ? આ સંબંધમાં કેટલાક પૂવચાર્યોનું કથન છે કે અવ્રત પાપ બંધનું કારણ છે તો વ્રત પુણ્ય બંધનું કારણ છે. તેથી જો અવતની જેમ વ્રત પણ ત્યાજ્ય છે, પરંતુ અવ્રત સર્વપ્રથમ છોડવા યોગ્ય છે અને એમને છોડવા માટે વ્રતોને સ્વીકાર કરવા આવશ્યક છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યા અને અપરિગ્રહને સ્વીકાર કર્યા વિના હિંસા, અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહના પાપથી નથી બચાવી શકાતું અને એમનાથી બચ્યા વગર આત્માનો ઉદ્ધાર નથી થતો. શાસ્ત્રકાર કહે છે કે પરમ પદ પ્રાપ્ત હોવાથી વ્રતોને પણ છોડી દે. પરમ પદ [ પંચ મહાવ્રત , 200.00 T૮૧૦) Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કર્યા વગર પુણ્ય બંધના ભયથી વ્રતોને સ્વીકાર ન કરવાથી તો પાપમાં જ પડવું પડશે. માત્ર સમ્યગ્ દર્શન અને સમ્યગ્ જ્ઞાનથી પરમ પદ પ્રાપ્ત નથી થઈ શકતું. એના માટે તો સમ્યક્ ચારિત્ર જ કાર્યકારી છે અને સમ્યક્ ચારિત્રનો પ્રારંભ વ્રતોથી જ થાય છે. એ વ્રત જ છે જે ઇન્દ્રિયોને વશમાં કરવામાં સહાયક હોય છે અને ઇન્દ્રિયોના વશમાં હોવાથી જ મનુષ્ય આત્માની તરફ સંલગ્ન થઈને પરમ પદ પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. તેથી વ્રતોને અપનાવ્યા વગર સંસારસાગરને પાર નથી કરી શકાતો. કેટલાક આચાર્યોનું મંતવ્ય છે કે વ્રતોના આસ્રવનો હેતુ બતાવવો ઉચિત નથી. એમનો અંતર્ભાવ તો સંવરનાં કારણોમાં હોય છે. જો કે સંવર નિવૃત્તિ રૂપ હોય છે અને વ્રતોમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે, છતાં એ વ્રત ગુપ્તિ વગેરે સંવરનાં સાધનોનાં પરિકર્મ છે. જે વ્યક્તિ વ્રતોમાં અભ્યસ્ત થઈ જાય છે તે સુખપૂર્વક સંવર કરે છે. તેથી ‘તત્ત્વાર્થ સૂત્ર'માં વ્રતોનું વર્ણન આસ્રવ કે સંવરમાં ન કરીને પૃથક્ રૂપથી કરવામાં આવે છે. ઉક્ત બંને મંતવ્યોનો નિષ્કર્ષ એ છે કે ભલે વ્રતોનો શુભ આસ્રવ માને કે સંવરના પરિકર્મ (સાધન) માને એમની ઉપાદેયતા હર હાલતમાં સિદ્ધ છે. વ્રતોને અંગીકાર કર્યા વિના સમ્યક્ ચારિત્રની સિદ્ધિ નથી થઈ શકતી, એ નિઃસંદેહ સત્ય છે. કેટલાક સુવિધાભોગી સ્વયંને આત્મજ્ઞાની બતાવીને વ્રત વગેરેને વિષવત્ ત્યાજ્ય માનીને લોકોને વ્રત વગેરેથી વિમુખ બનાવવામાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે એવું કરીને અવ્રતને જ ઉત્તેજન આપી રહ્યા છે. વ્રતોની વિમુખતાથી પરમ પદની પ્રાપ્તિ ક્યારેય નથી થઈ શકતી, તેથી વ્રતોની ઉપાદેયતા અને ગ્રાહ્યતા સંદેહાતીત સત્ય છે. મહાવ્રતોની સંખ્યામાં ભેદ : કાળના પ્રભાવ જીવોના પરિણામ, વિચારધારા, સ્વભાવ અને શરીર વગેરે અનેક વાતો ઉપર પડે છે. તથાવિધ કાળ વગેરેના પ્રભાવથી પ્રથમ તીર્થંકરના સમયના જીવ ઋજુ, જડ અને અંતિમ તીર્થંકરના સમયના જીવ વક્ર જડ હોય છે જ્યારે મધ્યવર્તી બાવીસ તીર્થંકરના સમયના જીવ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે. તેથી એમને લક્ષ્યમાં રાખીને તીર્થંકર દેવ એમના માટે અલગ-અલગ યમો(વ્રતો)નો ઉપદેશ કરે છે. મધ્યવર્તી તીર્થંકરોના સમયે ચાતુર્યામ ધર્મ હોય છે અને પ્રથમ-અંતિમ તીર્થંકરના સમયે પંચયામ ધર્મ હોય છે. ચાતુર્યામ ધર્મમાં બ્રહ્મચર્યને અપરિગ્રહ વ્રતમાં સમ્મિલિત કરી લેવામાં આવે છે, કારણ કે સ્ત્રી વગેરેને ગ્રહણ કરવાથી જ એનો ઉપભોગ થાય છે. તેથી પરિગ્રહની વિરતિથી અબ્રહ્મની વિરતિ પણ સમજી લેવામાં આવે છે.પરંતુ વક્રજડ લોકો માટે બ્રહ્મચર્યને અલગથી વ્રત બતાવીને એના મહત્ત્વને સમજાવવામાં આવ્યું છે, તેથી વ્રતોની સંખ્યામાં ભેદ હોવાથી પણ અભિપ્રાયમાં કોઈ અંતર નથી. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના કેશી-ગૌતમ સંવાદમાં આ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. ૮૧૮ જિણઘો Page #316 -------------------------------------------------------------------------- ________________ c અહિંસા મહાવ્રત સમસ્ત વ્રતોના શિરોમણિ, વ્રત ચૂડામણિ, વ્રત-રત્નોની ખાણ, જિન-પ્રવચનનું માખણ, સર્વ વ્રતોમાં પ્રધાન અને મહાન અહિંસા મહાવ્રત છે. આ અહિંસા ભગવતીની આરાધના માટે જ અન્ય બધાં વ્રત, નિયમ, જપ-તપ, વિધિ-વિધાન અને પ્રત્યાખ્યાન છે. અહિંસા ભગવતીની સ્તુતિ કરતાં ‘અણગાર ધર્મામૃત’માં કહેવામાં આવ્યું છે - सम्यक्त्व प्रभु शक्ति सम्पदमल - ज्ञानामृतांशु द्रुतिनिःशेषव्रतरत्नखानिरखिलक्ले शाहितार्थ्याहतिः । आनन्दामृत सिन्धुरद्भुत गुणामर्त्याग भोगावतीश्रीलीलावसतिर्यशः प्रसवभूः प्रोदत्यहिंसा सताम् ॥ અણગાર ધર્મામૃત-ચતુથ, અ.-૩૫ અહિંસા સમ્યગ્ દર્શન રૂપી રાજાની શક્તિ રૂપ સંપત્તિ છે, નિર્મળ જ્ઞાનરૂપી ચંદ્રમાનો સાર છે, સમસ્ત વ્રત રત્નોની ખાણ છે, સમસ્ત ક્લેશ રૂપી સાપો માટે ગરુડનો આઘાત છે, આનંદ રૂપી અમૃતનો સમુદ્ર છે, અદ્ભુત ગુણરૂપી કલ્પવૃક્ષો માટે ભોગભૂમિ છે. લક્ષ્મીના વિલાસ માટે ઘર છે અને યશની જન્મભૂમિ છે. ઉક્ત આઠ વિશેષણોથી વિશિષ્ટ અહિંસા અસાધારણ રૂપથી શોભાયમાન થાય છે. આગળ કહ્યું છે - सर्वेषां समयानां हृदयं गर्भश्च सर्वशास्त्राणाम् । व्रतगुणशीलादीनां पिण्डः सारोऽपि चाहिंसा ॥ અહિંસા સમસ્ત સિદ્ધાંતોનું હૃદય છે, સર્વ શાસ્ત્રોનો ગર્ભ છે, વ્રત-શીલ વગેરેનો પિંડ છે. આ રીતે અહિંસા સારભૂત છે. આગમ-શાસ્ત્ર આ જ ઉદ્ઘોષણા કરે છે કે - एवं खु नाणिणो सारं जं न हिंसइ कंचणं । अहिंसा समयं चेव एयावन्तं विजाणिया ॥ નિર્મળ જ્ઞાનનો સાર અહિંસા જ છે. સમસ્ત સિદ્ધાંતોનો સાર અહિંસા જ છે. અહિંસાથી જ અન્ય વ્રતોનો વિકાસ થાય છે, તેથી બધા મહાવ્રતોમાં પહેલું મહાવ્રત અહિંસા મહાવ્રત છે. અહિંસા મહાવ્રતનું સ્વરૂપ ઃ ‘દશવૈકાલિક સૂત્ર’માં પહેલાં અહિંસા મહાવ્રતનું સ્વરૂપ આ પ્રમાણે પ્રરૂપિત કરવામાં આવ્યું છે - "पढमे भन्ते ! महव्वर पाणाइवायाओ वेरमणं । सव्वं भंते ! पाणाइवायं પદ્મસ્વામિ । સે સુન્નુમ વા, વાવરવા, તસં વા, થાવર વા, નેવ સયં પાળે अइवाइज्जा, नेवऽन्नेर्हि पाणे अइवायाविज्जा, पाणे अइवायन्तेऽवि अण्णे ण समणु અહિંસા મહાવ્રત ૮૧૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ जाणेज्जा, जावज्जीवाए, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि, करतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निन्दामि, गरिहामि, अप्पाणं वोसिरामि । पढमे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥" - દશવૈકાલિક અ-૪ પ્રથમ મહાવ્રતમાં બધા પ્રકારના પ્રાણાતિપાતથી નિવૃત્ત થાય છે. સાધક પ્રતિજ્ઞા કરે છે કે - “હે ભગવન્! હું બધા પ્રકારના પ્રાણાતિપાતનો ત્યાગ (પ્રત્યાખ્યાન) કરું છું. જીવ ચાહે તે સૂક્ષ્મ હોય કે બાદર, ત્રસ હોય કે સ્થાવર, હું કોઈ પ્રાણીના પ્રાણોનો અતિપાત (હત્યા) સ્વયં નહિ કરું, બીજાથી નહિ કરાવું અને પ્રાણાતિપાત કરતાં કરતાં અન્ય કોઈ જીવને સારો નહિ સમજું. વાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી પ્રાણાતિપાત નહિ કરું, નહિ કરાવીશ અને ન કરનારને સારો માનીશ. હે ભગવન્! ભૂતકાળમાં કરેલા પ્રાણાતિપાત માટે હું પશ્ચાત્તાપુ (પ્રતિક્રમણ) કરું છું, એની હું નિંદા કરું છું, ગહ કરું છું અને એ પાપયુક્ત આત્માને છોડું છું. આ પ્રમાણે હે ભગવન્! હું બધા પ્રકારના પ્રાણાતિપાત વિરમણ રૂપ પ્રથમ મહાવ્રતને અંગીકાર કરું છું.” અણગાર ધર્મને અંગીકાર કરવા હેતુ ઉદ્યત થયેલો સાધક આ મહાપ્રતિજ્ઞા કરું છું કે - “હું ત્રણ લોકમાં અને ત્રિકાળમાં રહેલા કોઈપણ જીવના પ્રાણોનો અતિપાત નહિ કરું અર્થાત્ કોઈપણ જીવની હિંસા નહિ કરું.” જીવ હિંસા પાપ કેમ? અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે સમસ્ત આસ્તિક દર્શનો અનુસાર આત્મા (જીવ) અજરઅમર છે. આત્માનો વિનાશ નથી થતો. જેમ કે “ગીતામાં કહ્યું છે - "नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो नैनं शुष्यति मारुतः ॥" “આત્માને શસ્ત્ર છેદી નથી શકતું, અગ્નિ સળગાવી નથી શકતી, પાણી ગળાવી નથી શકતું અને હવા સૂકવી શકતી નથી. એવી સ્થિતિમાં જીવની હિંસા સંભવ જ નથી તો જીવ હિંસાને પાપ અને જીવરક્ષાને ધર્મ કેવી રીતે માની શકાય છે? અને કેમ કરીને જીવ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે વિભાગ પરિણત આત્મા અનાદિકાળથી પૌગલિક શરીર અને ઇન્દ્રિય વગેરેથી સંબદ્ધ છે. આત્મા અને પુગલ પરિણામ રૂપ શરીરનો એવો પ્રગાઢ સંબંધ થઈ ગયો કે એકબીજા વગર તે કોઈ ક્રિયા સંપાદિત નથી કરી શકતા. ન આત્મા શરીરના સહયોગ વગર એકલા કંઈ કરી શકે છે અને ન જડ શરીર આત્મા વગર કંઈ કરી શકે છે. જીવ અને શરીરની આ સાપેક્ષતાને લઈને શાસ્ત્રકારોએ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણનું પ્રતિપાદન કર્યું છે. ચિત્તસામાન્યના અનુસરણ કરનાર પુગલના (૮૨૦ જ સ જ જિણધો) Page #318 -------------------------------------------------------------------------- ________________ પરિણામને દ્રવ્ય પ્રાણ કહે છે અને પુગલ સામાન્યનું અનુસરણ કરનાર ચેતનના પરિણામે ભાવ પ્રાણ કહે છે. પાંચ ઇન્દ્રિય બળ પ્રાણ, મનોબલ પ્રાણ, વચન બળ પ્રાણ, કાય બળ પ્રાણ, શ્વાસોચ્છ્વાસ બળ પ્રાણ અને આયુ બળ પ્રાણ - એ દસ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર ભાવ પ્રાણ છે. સમસ્ત સંસારી જીવ આ બંને પ્રકારના પ્રાણોથી યુક્ત છે. ઉક્ત પ્રાણોનો આત્મા સાથે એવો સંબંધ થઈ ગયો કે આત્મા એમને પોતાના માનીને એમના પ્રતિ અત્યંત આસક્તિ રાખવા લાગે છે. એ જ કારણ છે કે પ્રત્યેક જીવને પોતાના પ્રાણ અત્યંત પ્રિય લાગે છે, પોતાના શરીર, પોતાની ઇન્દ્રિયો, પોતાનું મન, પોતાના વચન અને પોતાનું જીવન (આયુષ્ય) અત્યંત વલ્લભ અને પ્રિય લાગે છે. શરીર વગેરે પ્રાણોમાં થનારી પીડાને આત્મા પોતાની પીડા માને છે, તેથી પ્રાણોના અતિપાતથી આત્મા દુઃખનો અનુભવ કરે છે. જેમ કે - આગમમાં કહેવાયું છે - सव्वे जीवा वि इच्छन्ति, जीविडं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥ દશવૈકાલિક, અ.-૬, ગા-૧૧ બધાં પ્રાણીઓ જીવવા માંગે છે, કોઈ મરવા નથી માંગતું. પ્રાણોનો અતિપાત બધાને અપ્રિય છે, તેથી નિગ્રંથ અણગાર કોઈપણ પ્રકારના ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર જીવોના પ્રાણોનો વધ નથી કરતા. નિગ્રંથ અણગાર બધા પ્રકારના પ્રાણીવધનો સર્વથા ત્યાગ કરે છે. તેથી શાસ્ત્રકારોએ જીવાત્માની હિંસા ન કહીને જીવના પ્રાણોના વ્યપરોપણને હિંસા કહી છે. પ્રાણોની સાથે પ્રાણીનો અભેદ સંબંધ હોય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને પ્રાણીવધ કે જીવવધ કહેવામાં આવે છે. વસ્તુતઃ આત્માને દસ પ્રકારના પ્રાણોથી વિમુક્ત કરવા, એ પ્રાણોનો અતિપાત કરવો જ હિંસા છે. એની સાથે જ એ પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે માત્ર પ્રાણોના અતિપાત જ હિંસા નથી અને પ્રાણોનો અતિપાત ન હોવો જ અહિંસા નથી. એ બતાવવામાં આવી ગયું છે કે જૈન સિદ્ધાંતમાં પ્રમત્ત યોગથી થનારા પ્રાણીઘાતને હિંસા કહેલ છે. પ્રમત્ત જીવને મન-વચનકાયા રૂપ યોગથી અથવા કષાયયુક્ત આત્મ-પરિણામના યોગથી ત્રસ અને સ્થાવર પ્રાણીઓના દ્રવ્ય અને ભાવ રૂપ પ્રાણોનો ભાવ કરવાથી, તેને હિંસા કહે છે. પરમાર્થથી તો પ્રમત્ત યોગ જ હિંસા છે. પ્રાણોનો ઘાત થઈ જવા છતાંય જો વ્યક્તિમાં રાગ-દ્વેષ અને મોહની પરિણતિ નથી, તો તે અહિંસક છે અને પ્રાણોનો ઘાત ન હોવા છતાંય જો તે પ્રમાદ વગેરેથી યુક્ત છે, તો એને અહિંસક કહી શકાય છે. સંસારમાં સર્વત્ર જીવ જોવા મળે છે અને તે પોતાના નિમિત્તથી મરે પણ છે. છતાંય જૈન સિદ્ધાંત આ પ્રાણીઘાતને હિંસા નથી કહેતો. હિંસારૂપ પરિણામ જ હિંસા છે. પ્રમત્ત યોગથી થનારા પ્રાણીઘાત હિંસા છે. પ્રમત્ત યોગ હોવાથી ચાહે પ્રાણીઘાત ન પણ હોય તો પણ તે હિંસા છે અને પ્રાણોનો ઘાત થઈ જવાથી પણ જો પ્રમત્ત યોગ નથી તો તે હિંસા નથી. આગમમાં કહ્યું છે કે - “ઇર્યાસમિતિ પૂર્વક ચાલતાં સાધુના પગની નીચે જો કોઈ ક્ષુદ્ર જંતુ આવી જાય ૮૨૧ અહિંસા મહાવ્રત Page #319 -------------------------------------------------------------------------- ________________ તો તે એના પગથી દબાઈને મરી જાય તો એ સાધુને જંતુના ઘાતના નિમિત્તથી થનારા પાપકર્મનો બંધ નથી થતો.” શું અહિંસાનો સર્વાંશમાં પાલન સંભવ છે ? અણગાર ધર્મનો સ્વીકાર કરનાર સાધકને ત્રણ કરણ, ત્રણ યોગથી કોઈપણ સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેવી પડે છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ભોજન, ગતિ-સ્થિતિ, હલન-ચલન, શ્વાસોચ્છ્વાસ વગેરે ક્રિયાઓ અનિવાર્ય છે. અંતે આ ક્રિયાઓથી સ્થાવર અને સૂક્ષ્મ જીવોની હિંસા થવી પણ અપરિહાર્ય છે કારણ કે આખું લોક જીવોથી ભરેલું પડ્યું છે. એવી સ્થિતિમાં સર્વાંશમાં અહિંસાનું પાલન કેવી રીતે સંભવ છે ? અને અણગારના પ્રથમ મહાવ્રતનું પાલન સાચા રૂપમાં કેવી રીતે થઈ શકે છે ? ઉક્ત પ્રશ્નનું સમાધાન પણ ‘“પ્રમત્તયોનાત્ પ્રાળ-વ્યપોપળ હિંસા” (તત્ત્વાર્થ સૂત્રઅ-૭, સૂ-૮) આ હિંસાની વ્યાખ્યા દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે સાધક પ્રમત્ત યોગથી છૂટી જાય છે, અર્થાત્ હિંસાનાં પરિણામોથી વિરત થઈ જાય છે ત્યારે સૂક્ષ્મ જીવોની હિંસક અર્થાત્ એમના પ્રાણોનો અતિપાત હોવા છતાંય એને હિંસાનું પાપ નથી લાગતું. એનાથી વિપરીત પ્રાણોના અતિપાત ન હોવા છતાંય હિંસક પરિણામોથી (પ્રમત્ત યોગથી) પાપનો બંધ થાય છે. જ્યારે સાધુ ઇર્યાસમિતિ વગેરે સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત હોય છે અને ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરે છે ત્યારે તે એ પ્રવૃત્તિઓને કરતા હોવા છતાં પાપકર્મનો બંધ નથી કરતો. એ વાત શાસ્ત્રકારોએ સ્પષ્ટ રૂપથી પ્રતિપાદિત કરી છે. ‘દશવૈકાલિક સૂત્ર’માં મુમુક્ષુ આત્માએ એવો જ પ્રશ્ન કર્યો છે “તું રે હું ચિત્તે, તમામે હું સર્ । कहं भुंजंतो भासतो, पावकम्मं न बंधई ॥" - - દશવૈકા. અ-૪, ગા-૭ કેવી રીતે ચાલવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે બેસવું કે સૂવું જોઈએ અને કેવી રીતે ખાવું અને બોલવું જોઈએ. આ ક્રિયાઓને કેવી રીતે કરતાં કરતાં જીવ પાપકર્મનો વધ નથી કરતા ? શાસ્રકારે ઉક્ત પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે “નયં ો નયં વિદ્ધે, નવમાસે નયં ણ્ । નવં મુંનંતો માસંતો, પાવમાંં ન વંધ ' દશવૈકા. અ-૪, ગા-૮ અર્થાત્ યતનાપૂર્વક, ઉપયોગપૂર્વક, અપ્રમત્ત ભાવથી ઉક્ત ક્રિયાઓને કરતાં જીવ પાપકર્મનો બંધ નથી કરતો. ઉક્ત શાસ્ત્રીય સંદર્ભથી એ પ્રમાણિત થાય છે કે જો વ્યક્તિ અપ્રમત્ત ભાવવાળી છે તો તે અહિંસક છે અને જો તે પ્રમત્ત ભાવવાળી છે તો હિંસક છે. આ જ અભિપ્રાયથી ઉપયોગપૂર્વક જિણધમ્મો ૮૨૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ સમિતિક ગુપ્તિનું ધ્યાન રાખતાં ક્રિયા કરનાર સાધુને અહિંસક અણગાર કહેવામાં આવ્યો છે. તેથી સર્વાશમાં અહિંસાનું પાલન અવ્યવહાર્ય નથી, અપિતુ વ્યવહાર્ય છે. આમ, ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનાર અણગાર પ્રથમ મહાવ્રતમાં લેવામાં આવેલી સવ્વામી પાUTIફવાયા વેરમપની પ્રતિજ્ઞાનો પાલક હોય છે. પ્રથમ મહાવતનો દ્રવ્ય વગેરેથી વિચાર : આ પ્રથમ મહાવ્રત ઉપર જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિચાર કરવામાં આવે છે તો દ્રવ્યની અપેક્ષા આનો વિસ્તાર સંપૂર્ણ જીવ દ્રવ્ય સુધી છે, અર્થાત્ સમસ્ત જીવ આ મહાવ્રતના વિષયો છે. જગતમાં જેટલા પણ પ્રકારના જીવ છે, ભલે તે એકેન્દ્રિય હોય, દ્વીન્દ્રિય હોય, ત્રીન્દ્રિય હોય, ચતુરિન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, ભલે તે સૂક્ષ્મ હોય કે બાદર, ત્રસ હોય કે સ્થાવર, સ્ત્રી હોય કે પુરુષ હોય કે નપુંસક હોય અને બીજા પણ જીવ પ્રકરણમાં જે જે જીવનિકાયના ભેદ બતાવ્યા છે, તે બધા આ મહાવ્રતના વિષય છે. અર્થાત્ ષજીવ નિકાયમાંથી કોઈપણ જીવ આ મહાવ્રતની પરિધિથી બહાર નથી. તેથી જીવમાત્ર આ મહાવ્રતનો વિષય છે. જેમ કે કહ્યું છે - पढमम्मि सव्व जीवा, बीए चरिये य सव्वदव्वाइं । सेसा महव्वया खलु, तदेकदेसेण दव्वाणं ॥ - વિશેષાવશ્યક, ભા. ૨૬૩૭-ગા. પહેલાં અહિંસા મહાવ્રતમાં બધા જીવો અને બીજા તથા અંતિમ મહાવ્રતમાં બધાં દ્રવ્યો લેવામાં આવ્યાં છે. શેષ બે મહાવ્રત દ્રવ્યોના એકદેશને લઈને થાય છે. ક્ષેત્રની અપેક્ષાથી આ મહાવ્રતનો વિષય સંપૂર્ણ લોક છે. સંપૂર્ણ લોકમાં લોકના કોઈપણ ભાગમાં રહેલા કોઈપણ જીવના પ્રાણોનો અતિપાત ન કરવો. ક્ષેત્રની દૃષ્ટિથી આ મહાવ્રતનો વિષય છે. દિવસ હોય કે રાત કોઈપણ સમયમાં કોઈ જીવના પ્રાણોનો અતિપાત ન કરવો કાળ સંબંધી પ્રથમ મહાવ્રત છે. ન માત્ર સ્થૂળ દેષ્ટિથી અપિતુ રાગ-દ્વેષથી રહિત થઈને અપ્રમત્ત ભાવથી અહિંસા વ્રતનું પાલન કરવું ભાવ અહિંસા મહાવ્રત છે. જીવ હિંસાથી વિરત થવા માટે જીવ અને એના ભેદોનું જ્ઞાન હોવું આવશ્યક છે. તેથી અણગાર થયા પહેલાં ષટુ જીવનિકાયનું જ્ઞાન કરાવવામાં આવે છે. કારણ કે ત્યાં સુધી એમની હિંસાથી વિરતિ નથી થઈ શકતી. તેથી કહેવામાં આવ્યું છે - पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्व संजए । अण्णामी कि काही, किंवा नाही सेय पावगं ॥ - દશવૈકા. અ-૪, ગા-૧૦ [ અહિંસા મહાવ્રત 200000002૨૩) Page #321 -------------------------------------------------------------------------- ________________ પહેલાં ષટુ જીવનિકાયનું જ્ઞાન હોવું (થવું) જોઈએ. એના પછી જ એ જીવનિકાયની દયા કરી શકાય છે. આ બધી સંયતી-વર્ગની માન્યતા છે. અજ્ઞાની આત્મા શું સંયમનું પાલન કરશે અને કલ્યાણ-અકલ્યાણને ધર્મ-અધર્મને શું સમજશે ? ઉક્ત આગમ વાક્ય અનુસાર વ્રતના અભિલાષીને પહેલાં ષટુ જીવનિકાયનો બોધ કરાવવામાં આવે છે. તીર્થંકર પરમાત્માએ જીવોના ભેદોમાં સમાવિષ્ટ કર્યો છે. (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેજસ્કાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય. આ ષનિકાયમાં સમસ્ત સંસારવર્તી જીવોનો સમાવેશ થઈ જાય છે. જીવ તત્ત્વના નિરૂપણની અંતર્ગત જીવના ભેદો-પ્રભેદોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણન અહીં પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ષટુ જીવનિકાયના સ્વરૂપ અને ભેદો સમજવા માટે જીવ તત્ત્વકરણ જુઓ. | બધા પ્રકારની હિંસાનાં ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગી અણગાર ઉક્ત ષજીવનિકાયને સ્વયં દંડિત ન કરે, બીજાઓ દ્વારા દંડિત ન કરાવે તથા દંડિત કરનારનું અનુમોદન ન કરે. અહિંસા મહાવ્રતના અંતર્ગત ષકાયના જીવોની પ્રતિ દંડ સમારંભનો ત્યાગ કરવામાં આવે છે. જેમ કે આગમમાં કહ્યું છે - इच्चेसिं छहं जीवनिकायाणं नेव सयं दण्डं समारंभेज्जा, नेवन्नेहिं दण्डं समारम्भावेज्जा, दण्ड समारंभन्तेऽवि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, करंतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि। - દશવૈકા. અ-૪ ષટુ જીવનિકાચની હિંસાનું પ્રત્યાખ્યાન : ષટુ જીવનિકાયના વિષયમાં સમુચ્ચય રૂપથી દંડ સમારંભ ન કરવાનો નિર્દેશ આપ્યા પછી શાસ્ત્રાકારે પૃથક પૃથક રૂપથી પૃથ્વીકાય વગેરે ષકાયના વિષયમાં કઈ રીતે હિંસા વગેરેનો પરિહાર કરવો જોઈએ અને કઈ રીતે એમના વિષયમાં સંયમ કરવો જોઈએ. આનો દિશા નિર્દેશ “દશવૈકાલિક સૂત્ર'માં કર્યો છે. તે ખૂબ ઉપયોગી હોવાથી સંક્ષેપમાં એનો સારાંશ આપવામાં આવી રહ્યો છે. - પૃથ્વીકાયની હિંસાનું પ્રત્યાખ્યાન : સંયત, વિરત, પ્રતિહત્ત-પ્રત્યાખ્યાત પાપકર્મ ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાતમાં, એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતાં, પૃથ્વી (સચિત્ત-માટી-કાંકરા) ભિન્ન (નદી-પર્વત વગેરેની તિરાડ), પથ્થર, ઢગલા, સચિત્ત રજથી સંસૃષ્ટ કાય અથવા સચિત્ત રજથી સંસ્કૃષ્ટ વસ્ત્રને હાથ, પગ, કાષ્ઠ, વાસની ખપરચી, આંગળી, શલાકા (સળી) કે શલાકા સમૂહથી ન આલેખન કરે, ન વિલેખન કરે, ન ઘટ્ટન કરે અને ન ભેદન કરે. બીજાથી ન આલેખન કરાવે, ન વિલેખન કરાવે, ન ઘટ્ટ ન કરાવે અને ન ભેદન કરાવે, અને આલેખન, વિલેખન, ઘટ્ટન કે ભેદન કરનારનું અનુમોદન ન કરે. માવજીવન (૨૪) એ જ છે કે આ જ છે જિણધમ્મો, Page #322 -------------------------------------------------------------------------- ________________ માટે ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી નહિ કરું, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. અંતે ! હું અતીતના પૃથ્વી-સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું. સત્તર પ્રકારના સંયમમાં સારી રીતે અવસ્થિત સાધકને “સંત” કહે છે. પાપોથી નિવૃત્ત ભિક્ષુ-વિરત કહેવાય છે. અથવા વિવિધ પ્રકારના તપમાં રતને ‘વિરત' કહે છે. જેણે જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોમાંથી પ્રત્યેકને હત કર્યા હોય તે પ્રતિહત પાપકર્યા છે. જે આસ્રવદ્વારને નિરુદ્ધ કરી ચૂક્યો હોય તે પ્રત્યાખ્યાત પાપકર્યા છે. અથવા ઉક્ત ચારેય શબ્દ એકાર્થક પણ થઈ શકે છે. પાંચ મહાવ્રત અને રાત્રિ ભોજન વિરમણ વ્રતને અંગીકાર કરી લીધા પછી વ્યક્તિ ભિક્ષુ” કહેવાય છે. મહાવ્રત ગ્રહણ કરવાની પ્રક્રિયામાં ત્રણ વાતો રહે છે - (૧) અતીતનાં પાપોનું પ્રતિક્રમણ. (૨) ભવિષ્યનાં પાપોનું પ્રત્યાખ્યાન. (૩) વર્તમાનમાં મન-વચન-કાયાથી પાપ ન કરવાં, ન કરાવવાં, ન અનુમોદન કરવાની પ્રતિજ્ઞા. ભિક્ષુ-ભિક્ષુણી સંબંધમાં પ્રયુક્ત ઉક્ત ચાર શબ્દોમાં મહાવ્રત ગ્રહણ કર્યા પછી વ્યક્તિ કઈ સ્થિતિમાં પહોંચે છે, એનું સરળ-સાદું ચિત્ર છે. પ્રતિહત પાપકર્મા' તે એટલા માટે છે કે અતીતનાં પાપોથી પ્રતિક્રમણ, નિંદા, ગહ દ્વારા નિવૃત્ત થઈને તે પોતાના આત્માનાં પાપોનો વ્યુત્સર્ગ કરી ચૂક્યો છે. તે પ્રત્યાખ્યાત પાપકર્મા' એટલા માટે છે કે એણે ભવિષ્ય માટે બધાં પાપનો પરિત્યાગ કર્યો છે. તે સંયત-વિરત એટલા માટે છે કે જે વર્તમાન કાળમાં કોઈ પ્રકારનાં પાપ કોઈ પ્રકારથી નથી કરતો, એમનાથી તે નિવૃત્ત છે. અહીં સંયત અને વિરત શબ્દ એકાર્થક છે. અથવા પાપથી નિવૃત્ત થયા પછી વિવિધ તપોમાં રત રહેવાના કારણે તે વિરત કહેવાય છે. ઉક્ત ચારેય વિશેષણોથી યુક્ત શ્રમણ માટે દિવસ અને રાતનું કોઈ અંતર નથી હોતું અથવા તે અકરણીય કર્મને જેમ દિવસમાં નથી કરતો એમ રાતમાં પણ નથી કરતો. જેમ પરિષદમાં નથી કરતો એમ એકાંતમાં પણ નથી કરતો. જેમ જાગતાને નથી કરતો એમ શયન કાળમાં પણ નથી કરતો. જે વ્યક્તિ દિવસમાં પરિષદમાં કે જાગૃત દશામાં બીજાઓના સંકોચવશ પાપથી બચે છે તે બહિરુદૃષ્ટિ છે - આધ્યાત્મિક નથી. શ્રમણ બીજાની શરમથી નહિ પણ આત્મ-પતનના ભયથી બચે છે. તેથી શ્રમણ પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રત્યેક સ્થાનમાં અને પ્રત્યેક સમયમાં પાપથી બચે છે. પૃથ્વી, ભિતિ, પથ્થર, ઢગલા, સચિત્ત રજ વગેરે પૃથ્વીકાયિક જીવોના ભારે રૂપમાં ઉદાહરણ છે હાથ, પગ, કાષ્ઠ વગેરે પણ સાધારણથી ઉપકરણ છે અને આલેખન-વિલેખન, ઘટ્ટન-ભેદન અને હિંસાની ક્રિયાઓ પણ ખૂબ સાધારણ છે. એનો અર્થ એ છે કે ભિક્ષુ સાધારણથી સાધારણ પૃથ્વીકાયિક જીવોની સાધારણથી ઉપકરણો દ્વારા સાધારણ રૂપમાં પણ હિંસા નથી કરી શકતો તો પછી ક્રૂર સાધનો દ્વારા કે સ્થૂળ ક્રિયાઓ દ્વારા હિંસા કરવાનો [ અહિંસા મહાવ્રત છે આ પ૮૨૫) Page #323 -------------------------------------------------------------------------- ________________ તો પ્રશ્ન જ નથી ઊઠતો. અહીં ભિક્ષુને એ વિવેક આપવામાં આવ્યો છે કે તે દરેક સમયે, દરેક સ્થાનમાં, દરેક અવસ્થામાં કોઈપણ પૃથ્વીકાયિક જીવની હિંસા ન કરે. અપકાયિક જીવોની હિંસાનું પ્રત્યાખ્યાનઃ સંયત-વિરત-પ્રતિહત, પ્રત્યાખ્યાત પાપકર્મા, ભિક્ષુ અથવા ભિક્ષુણી, દિવસમાં કે રાતમાં, એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતાં - ઉદક, ઝાકળ, હિમ, ધુમાડો, કરા, ભૂમિને ભેદીને નીકળેલા જળબિંદુ, શુદ્ધ ઉદક (અંતરિક્ષનું જળ), જળથી ભીંજાયેલું શરીર અથવા જળથી ભીંજેલાં વસ્ત્ર, જળથી સ્નિગ્ધ શરીર અથવા જળથી સ્નિગ્ધ વસ્ત્રનો સ્પર્શ ન કરે, સંસ્પર્શ ન કરે, ન આપીડન કરે, ન પ્રપીડન કરે, ને આસ્ફોટન કરે, ન પ્રસ્ફોટન કરે, ન આતાપન કરે, ન પ્રતાપન કરે, બીજાઓથી ન સ્પર્શ કરાવે, ન સંસ્પર્શ કરાવે, ન આપીડન કરાવે, ન પ્રપીડન કરાવે, ન આસ્ફોટન કરાવે, ન પ્રસ્ફોટન કરાવે, ન આતાપન કરાવે, ન પ્રતાપન કરાવે. સ્પર્શ-સંસ્પર્શ, આપીડન-પ્રપીડન, આસ્ફોટન, પ્રસ્ફોટન, આતાપનપ્રતાપન, કરનારનું અનુમોદન ન કરે. યાવજીવન માટે, ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી, ઉક્ત કર્મ ન કરીશ, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના જળ સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું. જળ બે પ્રકારનું હોય છે - ભૌમ અને અંતરિક્ષ. અંતરિક્ષ(આકાશ)ના જળને શુદ્ધોદક કહેવામાં આવે છે. એના ચાર પ્રકાર છે - ધારાજળ, કરકજળ, હિમજળ, તુષારજળ. ઝાંકળજળ આંતરિક્ષ જળ છે. ભૂમિન્ન સ્ત્રોતોમાં વહેનાર જળને “ભૌગજળ' કહે છે. આ ભોમજળના માટે “ઉદક’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અર્થાત્ નદી, તળાવ, સ્ત્રોત વગેરેને જળ “ઉદક' કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારના જળકાયના જીવોની હિંસાથી શ્રમણ-શ્રમણીને હંમેશાં દૂર રહેવું જોઈએ. તેજસ્કાયની હિંસાનો પરિહાર : સંયત-વિરત-પ્રતિકત-પ્રત્યાખ્યાત-પાપકર્મા ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાતમાં, એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતાં અગ્નિ (લોખંડ પિંડ પ્રવિષ્ટ અગ્નિ), અંગારા, મુર્ખર (ભસ્મગત વિરલ અગ્નિ કણ), અર્ચિ (મૂળ અગ્નિથી વિચ્છિન્ન જ્વાળા કે દીપશિખાનો અગ્રભાગ), જ્વાળા (પ્રતિબદ્ધ અગ્નિશિખા), અલાત (અડધી સળગેલી લાકડી), શુદ્ધ (ઇંધણ રહિત), અગ્નિ અથવા ઉલ્કા (વિદ્યુત વગેરે)નો ન ઉત્સચન (પ્રદીપન) કરે, ન ઘર્ષણ કરે, ન ભેદન કરે, ન ઉજ્વલન કરે અને ન બુઝાવે, ન બીજાઓથી ઉત્સુચન કરાવે, ન ઘટ્ટન કરાવે, ન ઉવાલન કરાવે અને ન નિર્વાણ કરાવે, ઉભેચન, ઘટ્ટન, ઉજ્જવાલન કે નિર્વાણ કરનારનું અનુમોદન ન કરે. યાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી નહિ કરીશ, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના અગ્નિ સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું. (૮૨) , , , , જિણધમો) Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત રીતિથી તેજસ્કાયના જીવોનો કોઈપણ પ્રકારથી આરંભ-સમારંભ કરવા-કરાવવા તથા અનુમોદન કરવાની મનસા, વાચા, કર્મણા, શ્રમણ કે શ્રમણી વર્ગ પરિત્યાગ કરે છે. આ પ્રતિજ્ઞાના અંતર્ગત શ્રમણ-શ્રમણી વર્ગ માટે વિદ્યુતચાલિત ધ્વનિ વિસ્તારક યંત્ર વગેરેનો ઉપયોગ વર્જનીય અને નિષિદ્ધ થાય છે વિદ્યુત સચિત્ત છે - આગમિક તથા વૈજ્ઞાનિક દૃષ્ટિઃ કારણ કે યંત્રવાદિતાના આ યુગમાં વિદ્યુતની સચિત્તતા તથા અચિત્તતાનો પ્રશ્ન એક જ્વલંત રૂપથી લઈ ચૂક્યો છે, તેથી પ્રસ્તુત તેજસ્કાયના સંદર્ભમાં આનું વિસ્તૃત તથા સ્પષ્ટ વિવેચન વધુ ઉપોયગ થશે - जे दीहलोग-सत्थस्स खेयण्णे, से असत्थस्स खेयण्णे । जे असत्थस्स खेयण्णे, से दीहलोग-सत्थस्स खेयण्णे ॥ - આચારાંગ, પ્ર.આ. પંચ સ્થાવરકાય જીવલોકમાં વનસ્પતિકાય જીવલોકને દીર્ઘલોક' કહેવામાં આવ્યો છે. અહીં દીર્ઘ શબ્દ અવગાહનાથી સંબંધિત છે. પાંચ સ્થાવર એકેન્દ્રિય કહેવાય છે. એમાં ચારની અવગાહના આંગળીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને વનસ્પતિની અવગાહના જઘન્ય, આંગળીના (અંગુલના) અસંખ્યાતમા ભાગ તથા ઉત્કૃષ્ટ એક હજાર યોજનથી વધુ માનવામાં આવી છે. (પ્રજ્ઞાપના અવગાહના પદ). વનસ્પતિની વિશ્વમાં ખૂબ પ્રચુરતા છે. એ પ્રચુરતાના કારણે આગમમાં એને દીર્ઘલોક કહ્યો છે. એ દીર્ઘલોક વનસ્પતિકાયના શસ્ત્ર અગ્નિકાયિક (તેજસ્કાય) જીવ હોય છે. જે લીલી વનસ્પતિને પણ સળગાવીને રાખ કરી દે છે, તો અન્ય વિશ્વવર્તી પ્રાણીઓનું તો શું કહેવું? અર્થાત્ અગ્નિ શસ્ત્ર વિશ્વનાં બધાં પ્રાણીઓનો ઘાતક છે. તે અતિ તીક્ષ્ણ તથા પ્રચંડ છે. એના સંતાપથી બધાં પ્રાણીઓ કેટલો ખેદ અનુભવે છે, તે સ્વઅનુભૂતિથી જાણી શકાય છે. કોઈપણ વ્યક્તિને થોડી પણ અગ્નિ - તણખો લાગી જાય છે, તો તે બૂમ પાડી દે છે. જે સ્થાનને તે તણખો અડે છે, એ સ્થાન પર ફોડલા થઈ જાય છે. ઘણા સમય સુધી એની પીડાથી તે ખેદ થાય છે. આટલો તણખો પણ વ્યક્તિને કેટલો વિહ્વળ બનાવી દે છે, એની અનુભૂતિ એ સ્વયં કરે છે. આ જ અનુભૂતિના આધારે વિચારી શકાય છે કે અગ્નિ શસ્ત્ર (તેજસ્કાય) જગતવર્તી બધાં પ્રાણીઓ માટે અત્યંત ભયાનક પીડાથી પીડિત કરનાર તથા મૃત્યુ સુધી પ્રાપ્ત કરાવનાર છે. તેથી એ ખૂબ સારી રીતે સુસ્પષ્ટ છે કે એનાથી ભયંકર અથતુ એના સમાન જગતમાં બીજું કોઈ શસ્ત્ર નથી. પ્રભુ મહાવીરે “ઉત્તરાધ્યયન સૂત્ર'માં સ્પષ્ટ કહ્યું છે - “ન્જિનોને સન્થ, તપ્તનોખું જ વીવ! ” - અ.-૩૫, ગા-૧ ર જ્યોતિ-અગ્નિ(જાજ્વલ્યમાન તેજસ્કાય)ના સમાન બીજું કોઈ શસ્ત્ર નથી, તેથી અગ્નિનું પ્રજ્વલન ન કરો. [ અહિંસા મહાવ્રત અ પૈસા મહાવત ને ૮૨૦] ૮૨૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ જેમ પ્રલયંકર શસ્ત્ર અગ્નિકાય છે. ઠીક એનાથી વિપરીત અગ્નિકાય(તેજસ્કાય)ના અસમારંભ રૂપ સંયમ છે. સંયમથી વધીને અન્ય કોઈ અશસ્ત્ર નથી થઈ શકતું અર્થાત્ અગ્નિકાય શસ્ત્ર (તેજસ્કાય) જેમ વિશ્વવર્તી સમગ્ર પ્રાણીલોક માટે ઘાતક તથા ભયાનક છે. એમ જ સમગ્ર પ્રાણીલોક માટે અભયંકર, પ્રાણરક્ષક સંયમ રૂપ અશસ્ત્ર છે. આ સંયમ રૂપ અશસ્ત્રને જેણે બરાબર જાણ્યું છે, માન્યું છે, સ્વીકાર્યું છે, એણે સમસ્ત વિશ્વનાં પ્રાણીઓની બધી વેદનાઓને જાણી છે. અને આત્મીય ભાવનાની સાથે કોઈપણ પ્રાણીને કિંચિત્ માત્ર પણ કોઈપણ પ્રકારથી કષ્ટ પરિવેદના ન આપવી, ન અપાવવી અને ન આપનારને સારો સમજવો. મન, વચન, કાયાથી, ત્રણ કરણ, ત્રણ યોગની સાથે એવા દૃઢ સંકલ્પી પુરુષ વિશ્વના નાનાં-મોટાં બધાં પ્રાણીઓના ખેદને જાણનાર હોય છે. તેથી તે ‘ખેદજ્ઞ' કહેવાય છે, જે ખેદજ્ઞ હોય છે, પ્રાણીઓનાં ખેદોત્પાદક મોટામાં મોટાં શસ્ત્રોને જાણે છે, તેથી ઉપર્યુક્ત સૂત્રમાં તીર્થેશ, પ્રભુ મહાવીરે કહ્યું છે - जे दीहलोग सत्थस्स खेयण्णे આચારાંગ જે દીર્ઘલોકશાસ્ર અગ્નિ (તેજસ્કાય) તથા એનાથી થનારા સમારંભ તથા એનાથી થનારા પ્રાણીઓના ખેદ પરિતાપને જાણનાર હોય છે, એ જ અશસ્ત્ર રૂપ સંયમને જાણનાર હોય છે. જે અશસ્ર રૂપ સંયમને જાણનારો હોય છે તે દીર્ઘલોક શસ્ત્ર અગ્નિ(તેજસ્કાય)ને જાણનાર હોય છે. આમ, આ સૂત્રમાં હેતુહેતુમદ્-ભાવ સન્નિહિત છે. જિજ્ઞાસા : પ્રસ્તુત સૂત્રમાં અગ્નિ(તેજ)ને ‘દીર્ઘલોક' શબ્દથી કેમ કહેવામાં આવ્યો ? મૂળ સૂત્રમાં અગ્નિ કે તેજસ્કાય શબ્દનો જ કેમ પ્રયોગ ન કરવામાં આવ્યો ? અથવા શું કોઈ પ્રયોજનને લક્ષ્ય કર દીર્ઘલોક' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે ? સમાધાન : જિજ્ઞાસા સમીચીન છે. પ્રસ્તુત જિજ્ઞાસાનું સમાધાન ટીકાકારે આ પ્રકારે કર્યું છે - अत्रोच्यते : प्रेक्षापूर्व कारितया, न निरभिप्रायमेतत्कृतमिति । यस्मादयमुत्पाद्यमानो ज्वाल्यमानो वा हव्यवाहः समस्त भूतग्रामघाताय प्रवर्तते, वनस्पतिदाहप्रवृतस्तु बहुविधसत्वसंहतिविनाशकारी विशेषतः स्यात्, यतो वनस्पतौ कृमिपिपीलिका भ्रमरकपोतश्वापदादयः सम्भवति, तथा पृथ्विव्यपि तरुकोठर व्यवस्थिता स्यात् आपोप्यवश्यायरूपाः वायुरपीषच्चं चलस्वस्थिताभाव कोमल किशलयानुसारी सम्भाव्यते, तदेवमग्निसमारम्भ प्रवृत्तः एतावतो जीवान्नाशयति, अस्यार्थस्यसूचनाय दीर्घलोकशस्त्रग्रहणमकसेत्, सूत्रकार इति । तथा चोक्तं : ૦૨૮ जायतेयं न इच्छन्ति, पावगं जलइत्तए । तिक्खमन्नयरं सत्थं, सव्वओ वि दुरासयं ॥ पाईणं पडिणं वावि, उडं अणुदिसामवि । अहे दाहिणओ वावि, दहेउत्तरओ विय ॥ भूयाणमेसमाघाओ, हव्ववाहो न संसओ । तं पईवपयावट्ठा, संजओ किंचि नारंभे ॥ જિણધમ્મો Page #326 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ(તેજસ્કાય)ને સૂત્રકારે દીર્ઘલોક શસ્ત્ર કહ્યું છે. તે પ્રેક્ષાપૂર્વક જ કહ્યો છે, નિરતિપ્રાય નહિ. કારણ કે તે અગ્નિ (તેજ) ઉત્પન્ન થાય છે, સળગતી દરેક પ્રાણીઓના ઘાત માટે પ્રવર્તિન થાય છે. | વનસ્પતિ કાયના દાહ સાથે તો આ અગ્નિ અન્ય જીવો માટે વિશેષ રૂપથી દાહકારી હોય છે. કારણ કે વનસ્પતિના આશ્રિત કૃમિ, પિપીલિકા ભ્રમર, કપોત, શ્વાપદ વગેરે અનેક જીવ રહે છે. પૃથ્વી પણ વૃક્ષની કોટરમાં હોવું સંભવ છે. પાણી પણ ઓસ રૂપમાં હોઈ શકે છે. કેટલાક ચંચળ કોમળ નવાં પત્તાની પાસે વાયુ પણ હોય છે. આમ, અગ્નિનો સમારંભ કરનાર પકાયિક જીવોની હિંસા કરે છે. આ વાતને સૂચિત કરવા માટે “અગ્નિ' (તેજસ્કાય) શબ્દનો પ્રયોગ ન કરીને દીર્ઘલોક શસ્ત્ર શબ્દ’નું ગ્રહણ કરવામાં આવ્યું છે. કહ્યું પણ છે - અગ્નિ(તેજસ્કાય)ને સળગાવવાની ઈચ્છા ન કરો. કારણ કે એનાથી વધીને તીક્ષ્ણ તથા દુરાશ્રય શસ્ત્ર કોઈપણ નથી. આ જ્યારે પ્રજ્વલિત થાય છે તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ, અધો, દિશા, અનુદિશામાં નિવાસ કરેલા પ્રાણીઓ માટે આઘાતકારી હોય છે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. તેથી સંયતિ પુરુષ આનો આરંભ ન કરવો જોઈએ. આગળ ટીકાકારે લખ્યું છે - .... अतो दीर्घलोकः पृथिव्यादिस्तस्य शस्त्र अग्निकायस्तस्य 'क्षेत्रज्ञो' निपुणः अग्निकायं वर्णादितो जानातित्यर्थः "खेदज्ञो-वा" खेदः तद् व्यापारः सर्वसत्वानां दहनात्मकः पाकाद्यनेकशक्तिकलापोपचितः प्रवरमणिरिव जाज्वल्यमानो लब्धाग्निव्यपदेशः यतीनाममनारम्भणीयाः, तमेवंविधं खेदम्-अग्नि व्यापारं जानातीति खेदज्ञः, अतो य एव दीर्घलोक शस्त्रस्य खेदज्ञः स एव 'अशस्त्रस्य' सप्तदश-भेदस्य संयमस्य खेदज्ञः, संयमो हि न कंचिज्जीवं व्यापादयति अतो शस्त्रम् एवमनेन संयमेन सर्वसत्वाभयप्रदायिना अनुष्ठीयमानेनाग्निजीवविषयः समारम्भश्शक्यः परिहर्तु पृथिव्यादिकाय समारम्भश्चेत्येवमसौ संयमे निपुणमतिर्भवति, ततश्च निपुणमतित्वाद्विदितपरमार्थोग्नि समारम्भाद्वयावृत्य संयमानुष्ठाने प्रवर्तते । ___ इदानीं गत-प्रत्यागतलक्षणेनाविनाभावित्व प्रदर्शनार्थ विपर्ययेण सूत्रावयव परामर्श करोति । जे असत्यस्सेत्यादि, यश्चाशस्त्रे-संयमे निपुणः स खलु दीर्घलोकशस्त्रस्य अग्नेः क्षेत्रज्ञः खेदज्ञो वा, संयमपूर्वकं-ह्यग्निविषयखेदज्ञत्वम्, अग्निविषयखेदज्ञतापूर्वक च संयमानुष्ठानम् अन्यथा तदसम्भव एवेत्येतद्गत-प्रत्यागतफलमाविर्भावितं भवति। તેથી જે દીર્ઘલોક પૃથ્વી વગેરેના શસ્ત્ર અગ્નિ(તેજસ્કાય)ને જાણે છે - “ક્ષેત્રજ્ઞ છે તે અગ્નિના વર્ણ વગેરેને જાણે છે. અથવા તે ખેદજ્ઞ' હોય છે. અગ્નિના કાર્યદહન, પાચન વગેરે અનેક પ્રકારનાં છે. પ્રવર મણિની જેમ તે જાજ્વલ્યમાન થાય છે. તેથી, સંયતિને ( અહિંસા મહાવ્રત તે જ ૮૨૯) Page #327 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ(તેજ)નો સમારંભ ન કરવો જોઈએ. આમ, જે અગ્નિના વેપારને જાણે છે તે અગ્નિ(તેજસ્કાય)નો ખેદજ્ઞ' હોય છે. તે દીર્ઘલોક શસ્ત્રનો ખેદજ્ઞ “અશસ્ત્ર' અર્થાત્ સત્તર પ્રકારના સંયમનો ખેદજ્ઞ હોય છે. સંયમ કોઈ જીવનું વ્યાપાદન નથી કરતું, તેથી અશસ્ત્ર છે. આમ સંયમ દ્વારા બધાં પ્રાણીઓને અભય પ્રાપ્ત થાય છે. એનું અનુષ્ઠાન કરનારાઓ સંયમીની નિપુણ મતિ હોય છે. એ મતિથી પૃથ્વી વગેરેના સમારંભ સ્વરૂપ અગ્નિના વેપારને પરિહાર કરે છે. તેથી નિપુણ મતિવાળો હોવાથી એણે પરમાર્થને જાણી લીધો તે અગ્નિ(તેજસ્કાય)ના સમારંભથી વ્યાવૃત્ત થઈને સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. જે અશસ્ત્ર સ્વરૂપ સંયમમાં નિપુણ છે તે નિશ્ચય જ દીર્ઘલોક શસ્ત્ર - અગ્નિકાય શસ્ત્ર(તેજસ્કાય)નો ક્ષેત્રજ્ઞ છે. આ અહિંસા અને સંયમ પરસ્પર અવિનાભાવ સંબંધવાળા છે. અસંયમી ક્યારેય અહિંસક નથી હોઈ શકતા અને હિંસક ક્યારેય સંયમી નથી હોઈ શકતા. અગ્નિ' શબ્દ તેજસ્કાયના અંતર્ગત અનેક ભેદોમાંથી એક ભેદ છે. તેજસ્કાયના સમસ્ત ભેદ શસ્ત્ર રૂપમાં છે. આનું દ્યોતના દીર્ઘલોક શસ્ત્રના શબ્દથી સૂત્રકારે કર્યું છે. શાસ્ત્રકારોએ તેજસ્કાયની ભયંકરતા સંબંધમાં વિવેચન પ્રસ્તુત કર્યું છે. તેજસ્કાય અને દીર્ઘલોક શસ્ત્રના અંતર્ગત સમગ્ર ભેદ-વિભેદ સન્નિહિત થઈ જાય છે . જેમાં મુખ્યત્વે વિદ્યુત’ને તેજસ્કાય સ્વીકૃત કરવામાં આવે છે. વિધુતની સચિત્તતા આગમના પરિપ્રેક્ષ્યમાં ઃ (૧) “શ્રી પન્નાવણા સૂત્રના પ્રથમ પદમાં તેઉકાયના વર્ણનમાં બાદર તેઉકાય અનેક પ્રકારની બતાવવામાં આવી છે. જેમાં વીજળી વિધુત’ તથા (સંઘરિસ સમુદ્ધિએ) સંઘર્ષથી સમુત્પન્ન થયેલી અગ્નિને પણ બાદર તેઉકાયમાં ગ્રહણ કરી છે. યાવા તદMIT'ના પાઠથી બીજી પણ અનેક પ્રકારની એવી અગ્નિઓ ગ્રહણ કરવામાં આવી છે. વિજળી સંઘર્ષથી ઉત્પન્ન થાય છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬મા અધ્યયનમાં “વિષ્ણુ” શબ્દથી વિદ્યુતને અગ્નિમાં લીધી છે. (બાદર તેઉકાયના રૂપમાં લીધી છે.) (૩) “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'માં પૃ-૨૩૪૭ પર “તેઉકાય' શબ્દની વ્યાખ્યામાં પિંડ નિયુક્તિ, ઓઘ નિયુક્તિ, આવશ્યક મલયગિરિ, કલ્પ-સુબોધિકા, બૃહકલ્પ વૃત્તિથી ઉદ્ધરણ છે. જેનાથી અગ્નિકાય ત્રણ પ્રકારની - (૧) સચિત્ત, (૨) અચિત્ત, (૩) મિશ્ર બતાવી છે. સચિત્ત બે પ્રકારની ૧. નિશ્ચય અને ૨. વ્યવહાર. ૧. નિશ્ચય સચિત્ત અગ્નિ ઃ ઈંટો પકવવાની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી વગેરે ભઠ્ઠીઓની વચ્ચેનો અગ્નિ વગેરે નિશ્ચય અગ્નિકાય હોય છે. ૨. વ્યવહાર સચિત્ત અગ્નિ ? અંગાર (જ્વાળા રહિત અગ્નિ) વગેરે. ૩. મિશ્ર તેજસ્કાય ? મુર્ખર (તણખાઓ) વગેરે. (૩૦ આ જિણધમો) Page #328 -------------------------------------------------------------------------- ________________ ૪. અચિંત્ત તેજસ્કાય ઃ અગ્નિ દ્વારા બનાવેલું ભોજન, શાકભાજીઓ, પેય પદાર્થ તથા અગ્નિ દ્વારા તપાવીને તૈયાર કરેલી સોય, કાતર વગેરે ગૃહસામગ્રી તથા રાખ, કોલસા વગે૨ે અચિત્ત તેજસ્કાય છે. એમાં વીજળીને અચિત્ત નથી માન્યો. (૪) ‘સૂત્રકૃતાંગ સૂત્ર’ના દ્વિતીય શ્રુત સ્કંધના તૃતીય અધ્યયનમાં - ત્રસ અને સ્થાવર પ્રાણીઓનાં સચિત્ત તથા અચિત્ત શરીરોમાં પૃથ્વી, અપ્, તેઉકાય વગેરે રૂપોમાં પ્રાણી પૂર્વકૃત કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, એવો ઉલ્લેખ છે. એનાથી એ સિદ્ધ થાય છે કે બૅટરી, દીવાસળી, તાંબાના તારોમાં સચિત્ત તેઉકાય ઉત્પન્ન થાય છે. (૫) ‘ભગવતી સૂત્ર’ના પાંચમા શતકના બીજા ઉદ્દેશકમાં માત્ર સચિત્ત અગ્નિના મૃત શરીરને અચિત્ત અગ્નિ કહ્યો છે. (બનાવટી) કૃત્રિમ વિદ્યુત વગેરેની અગ્નિને નહિ. (૬) ‘ભગવતી સૂત્ર’ના સાતમા શતકના વીસમા ઉદ્દેશકમાં અચિત્ત પ્રકાશક તાપક પુદ્ગલમાં માત્ર ક્રોધાયમાન સાધુની તેજોલેશ્યાને ગૃહીત કર્યું છે, પરંતુ વીજળીને નહિ. તેજસ્કાયની સજીવતા ઃ અગ્નિ જ જેનું શરીર હોય, એને તેજસ્કાય કહે છે. રાતમાં આગિયાનું શરીર ચમકે છે, પ્રકાશ આપે છે, તે પ્રકાશ જીવની શક્તિનું પ્રત્યક્ષ ફળ છે. આમ, અગ્નિમાં પણ અલગ-અલગ પ્રકારની પ્રકાશ શક્તિઓ જોવા મળે છે. એનાથી પણ વિભિન્ન પ્રકારનો પ્રકાશ નીકળે છે. તે પ્રકાશ જીવનમાં સંયોગ વગર નથી નીકળી શકતો. આ અનુમાનથી અગ્નિમાં જીવત્વ પ્રમાણિત થાય છે. તાવ આવવાથી જીવિત શરીર અંગારાની જેમ ગરમ થઈ જાય છે. આ ઉષ્ણતા (ગરમી) જીવના સંયોગ વગર નથી થઈ શકતી, કારણ કે મૃત શરીરમાં આ ઉષ્ણતા ઉપલબ્ધ નથી થતી (હોતી). મનુષ્યનું શરીર આહાર વગેરેની સંપ્રાપ્તિથી વૃદ્ધિ પામે છે, અને એની અપ્રાપ્તિથી કૃશ થવા લાગે છે. એ જ રીતે અગ્નિ (તેજસ્કાય) પણ ઇંધણની સંપ્રાપ્તિથી બળે છે અને ઇંધણભાવમાં શનૈઃ શનૈઃ શાંત થવા લાગે છે. વૈજ્ઞાનિક વિવેચન ઃ જેમ મનુષ્ય ઑક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. હવાના અભાવમાં જીવ (શ્વાસ) ઘૂંટાય છે ત્યાં સુધી કે જીવન દીપ નિર્વાણ(બુઝાઈ)ને પણ પ્રાપ્ત થઈ જાય છે. આમ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ અગ્નિ પણ શ્વાસ લેવામાં ઑક્સિજન ગ્રહણ કરે છે અને છોડવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. જ્યારે આગમિક દૃષ્ટિએ શ્વાસોચ્છ્વાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને એમને શ્વાસોચ્છ્વાસ રૂપમાં પરિણત કરીને છોડે છે. અર્થાત્ અગ્નિ (તેજસ્કાય) હવામાં જ જીવિત રહે છે - સળગે છે. કોઈ વાસણમાં ઢાંકી દેવા કે હવા મળવાના સાધનના અભાવમાં આગ તત્કાળ બુઝાઈ જાય છે. પ્રાચીન બંધ કૂવામાં અથવા ભૂમિગૃહમાં જે કેટલાંય વર્ષોથી બંધ હોય, એમાં સળગતો દીવો રાખી દેવામાં આવે તો તરત બુઝાઈ જાય છે. આનું કારણ જીવિત રહેવા માટે આવશ્યક પ્રાણવાયુનો અભાવ છે. પણ આનું એ તાત્પર્ય નથી કે તેજસ્કાયના અંતર્ગત તેજસ્કાયના ૮૩૧ અહિંસા મહાવ્રત Page #329 -------------------------------------------------------------------------- ________________ બધા ભેદ ઑક્સિજન જ ગ્રહણ કરે અને ન જ એવો નિયમ છે. આ વિષયક સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવનાર છે. અગ્નિકાય(તેજસ્કાય)ના જીવોના શરીરની પ્રકૃતિ ઉષ્ણ છે, તેથી અતિ ઉષ્ણતામાં જીવિત રહી શકે, એમાં આશ્ચર્ય જેવી કોઈ વાત નથી, ફિનિક્સ પક્ષી અગ્નિમાં પડીને નવજીવન પ્રાપ્ત કરતું જોવામાં આવે છે. આજની પ્રચલિત ‘વિદ્યુત-બલ્બ’માં પણ પોલારની સ્થિતિ રહી છે. એ પોલારમાં પણ વાયુ વિદ્યમાન છે. તાર વગેરે વિદ્યુતીય બધાં ઉપકરણોના અંતર્ગત પણ વાયુ વિદ્યમાન છે. તેથી વિદ્યુતીય અગ્નિમાં પણ શ્વાસોચ્છ્વાસનો પ્રસંગ બની જાય છે. બહાર સળગતા તેજસ્કાયનો ખાદ્ય પદાર્થ લાકડી, ઘાસ, કેરોસીન વગેરે છે. બલ્બમાં સળગતા વિદ્યુતનો ખાદ્ય પદાર્થ ટંગસ્ટનના તાર વગેરે છે. તે સળગતા રહે છે. કદાચ કોઈ કહે કે એક જ જાતિનાં પ્રાણીઓમાં એક જ પ્રકારનો આહાર અને એક જ પ્રકારનો શ્વાસોચ્છ્વાસ હોવો જોઈએ. પરંતુ એમનું આ કથન યથાર્થ નથી. કારણ કે આ વિશ્વમાં રહેનાર જીવોની જાતિઓ વિવિધ પ્રકારની છે. એમાં એક જ જાતિના અવાંતર અનેક ભેદ માનવામાં આવ્યા છે અને એ ભેદોમાં આહાર તથા શ્વાસની પણ ભિન્નતા રહે છે. સર્વ પ્રથમ મનુષ્યને જ લઈ લો. મનુષ્ય જાતિના અવાંતર અનેક ભેદ છે. એ ભેદોમાં હિમાલયમાં વસિત મનુષ્યોને પણ અંતર્ભાવ થઈ જાય છે. હિમ-પ્રદેશમાં જન્મ લેનાર મનુષ્ય ત્યાંની ઠંડી તથા ઠંડીથી સંયુક્ત વાયુને ગ્રહણ કરવામાં સમર્થ હોય છે; જ્યારે રેગિસ્તાન, રાજસ્થાન વગેરે પ્રદેશના માનવ સ્વઅનુકૂળ હવાના અભાવમાં ત્યાં (હિમ-પ્રદેશ) રહેવામાં અસમર્થ છે. સાંભળ્યું છે કે અન્ય પ્રદેશોની વ્યક્તિ જ્યારે હિમ પ્રદેશમાં જાય છે તો ઊનનાં વસ્ત્રોની સાથે એક અંગરખું પણ પોતાના શરીર પર બાંધે છે. એના સિવાય વનસ્પતિ જાતિમાં પણ વિચિત્રતા જોવા મળે છે. કોઈ વનસ્પતિઓ તો જેટલું વધુ પાણી વરસે છે એટલી જ વધુ અંકુરિત, પલ્લવિત, પુષ્પિત, ફલિત થાય છે, પરંતુ જવાસા નામની વનસ્પતિ એટલી જ વધુ કરમાય છે. જો કે વનસ્પતિ જાતિની અપેક્ષાઓ સમાન છે, છતાંય જળવાયુ, આહાર વગેરેની અપેક્ષાએ એમાં ભિન્નતા જોવા મળે છે. આગમમાં અગ્નિની સાત લાખ યોનિઓ તથા ત્રણ લાખ કુલ કોટિ કથિત છે. એનું સમર્થન આધુનિક વિજ્ઞાનથી થાય છે. વૈજ્ઞાનિકોએ અગ્નિના અગણિત પ્રકારોનો સ્વીકાર કર્યો છે અને એનું વર્ગીકરણ ચાર મુખ્ય ભાગોમાં કર્યું છે (૧) કાગળ અને લાકડા વગેરેમાં લાગનારી આગ. (૨) આગ્નેય-તરલ પદાર્થ તથા ગૅસની આગ. (૩) વિદ્યુત તારોમાં લાગનારી આગ. (૪) જ્વલનશીલ ધાતુ-તાંબુ, સોડિયમ અને મેગ્નેશિયમમાં લાગનારી આગ. અગ્નિના પ્રકારોની ભિન્નતાથી પણ સ્પષ્ટ થાય છે કે અગ્નિને પ્રજ્વલિત કરનાર કારણોમાં પણ મૌલિક વિભિન્ન રાસાયણિક તત્ત્વોનું મળવું, લાકડાનું પાયરોલિસેસ પાણી ૮૩૨ જિણઘો Page #330 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા, રેડેશિયમ હીટ-ટ્રાન્સફર પવન, પ્રસંગ વગેરે આગના પ્રકારોની ભિન્નતાના કારણે જ પ્રત્યેક પ્રકારની આગ બુઝાવવાના ઉપાય પણ અલગ-અલગ કામમાં લેવામાં આવે છે. એમાં સામાન્યતઃ આગ પાણીથી બુઝાઈ જાય છે, પરંતુ જો વીજળીથી લાગેલી આગને પાણીથી બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એનાથી બુઝાવનારને મોટો ધક્કો લાગે છે. કારણ પાણી વીજળીનો સુચાલક (Conductor - કન્ડક્ટર) હોય છે. પેટ્રોલિયમ વગેરે જ્વલનશીલ તરલ પદાર્થો ઉપર પાણી નાખવામાં આવે છે, તો આગ બુઝાવવાના બદલે વધુ ફેલાઈ જાય છે. એ જ કારણ છે કે આ પ્રકારની આગ પાણી નાખીને નહિ, પણ રેત વગેરે અન્ય પદાર્થ નાખીને બુઝાઈ જાય છે. ચૂના ઉપર પાણી પડવાથી એનું ભડકી ઊઠવું તથા એનાથી એની વાહક ટ્રક વગેરેના સળગી જવાની ઘટનાઓ પણ સાંભળવામાં આવે છે. લોખંડના ઇંડોના - પ્રસંગથી બરફમાં પણ આગ લાગતી જોવા મળે છે. વૈજ્ઞાનિકોમાં આગ બુઝાવવા માટે વિભિન્ન રાસાયણિક તત્ત્વોનું અન્વેષણ કર્યું છે. જ્વલનશીલ તરલ પદાર્થોનું આગ બુઝાવવા માટે પોટૅશિયમ બાયકાર્બોનેટ કે પર્પિલના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. મોનો એમોનિયમ ફૉસ્ફટ પણ આગને વધતો રોકવાની ક્ષમતા રાખે છે. કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે – “વીજળી અગ્નિ નથી, એક શક્તિ છે, ઊર્જા છે. ઊર્જા અને અગ્નિ એ બંને એકબીજાથી પૂર્ણતઃ ભિન્ન ભૌતિક પદાર્થો (દ્રવ્ય) છે.” પરંતુ આ પ્રકારનું કથન કરનાર મહાનુભાવ જૈન દર્શનના તત્ત્વ જ્ઞાનથી અજાણ છે. “વીજળી અને અગ્નિ” એ બંને તેજસ્કાયના ભેદો છે. બંને સ્વતંત્ર પદાર્થો છે અને શક્તિયુક્ત પદાર્થો છે. શક્તિ-ઊર્જા આ પદાર્થનો ગુણ છે, જે પદાર્થથી ક્યારેય પણ પૂર્ણતઃ ભિન્ન નથી રહી શકતો. જેમ કે સૂર્યનાં કિરણો સૂર્યની ઊર્જા છે, તે ક્યારેય સૂર્યથી પૂર્ણતઃ અલગ નથી થઈ શકતા. જો કિરણો પૂર્ણતઃ ભિન્ન થઈ જાય તો કિરણો, કિરણો નહિ રહે અને સૂર્ય, સૂર્ય રહેશે નહિ. એમ જ અગ્નિમાં ઉષ્ણતા તાપ એ એની શક્તિ છે. ઉષ્ણતા-તાપ અગ્નિથી પૂર્ણતઃ ભિન્ન નથી રહી શકતી. ઊર્જાને અગ્નિથી પૂર્ણતઃ ભિન્ન માનવી, તાત્ત્વિક દૃષ્ટિની અનભિજ્ઞતા પ્રગટ કરે છે. વૈજ્ઞાનિકો અનુસાર આત્મા કંઈક ક્વાંટમ કણોનો સમૂહ છે. ક્વાંટમ કણ ઊર્જાના સંવાહકના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યાં છે અને એમ માનવામાં આવે છે કે તાપ, વિધુત અને પ્રકાશ વગેરે બધાનું મૂળ એકમ, એ ક્વાંટમ કણો છે. - હિંદુસ્તાન, ૧૮-૪-૮૨ તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્પષ્ટ પ્રમાણિત થઈ જાય છે કે “ઊર્જા અને અગ્નિ સર્વથા ભિન્ન દ્રવ્ય નથી. જો એમ કહેવામાં આવે કે - “વીજળી અદેશ્ય ઊર્જા છે, કારણ કે તે એના મૂળ સ્વરૂપમાં આંખોને દેખાતી નથી.” જેનું મૂળ સ્વરૂપ આંખોથી જોઈ ન શકાય તે ઊર્જા છે, આ કથન પણ યુક્તિથી ખૂબ દૂર છે. [ અહિંસા મહાવ્રત આ છે કે આ જ છે જ છે. આ જ છે (૮૩૩) Page #331 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનની દૃષ્ટિએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે અરૂપી દ્રવ્ય આંખોથી નથી જોઈ શકાતાં, તો શું તે બધા ઊર્જા રૂપ છે, દ્રવ્યો નથી. જૈન દર્શનનો સ્વલ્પ જ્ઞાતા પણ અરૂપી દ્રવ્યોનો સ્વીકાર નથી કરી શકતો અર્થાત્ અરૂપી દ્રવ્યોને ગુણસંપન્ન માને જ છે. વાયુકાય આંખોથી નથી જોવામાં આવતો છતાં ગુણસંપન્ન વાયુકાય જીવ દ્રવ્ય રૂપમાં સ્વીકૃત છે જ. જેમ મનુષ્ય શરીરનો આત્મા પણ મૂળ સ્વરૂપમાં આંખોથી નથી દેખાતો, છતાં એના જ જ્ઞાન વગેરે ગુણની અભિવ્યક્તિથી ઊર્જા સંપન્ન આત્મ દ્રવ્ય માનવામાં આવે છે. જેમ આત્માની શક્તિ, ઊર્જા, આત્માથી ભિન્ન (અલગ) નથી રહેતી, એમ જ વીજળી-વિદ્યુતના અદેશ્ય થવા છતાંય મૂળ સ્વરૂપમાં આંખોથી નથી જોઈ શકાતી છતાંય તે દ્રવ્ય નથી, એમ નથી કહી શકાતું. કારણ કે ઝટકો (કરંટ) લાગવો એ વિદ્યુત-દ્રવ્યનો ગુણ છે. એની ઊર્જા શક્તિથી અન્ય માધ્યમ મળવાથી પ્રકાશ અને તાપ અભિવ્યક્ત થાય છે. પ્રકાશ અને તાપ એ ગુણ છે. ગુણ-ગુણી (દ્રવ્ય) વગર નથી રહી શકતા. માત્ર આંખોથી અદેશ્ય પદાર્થને ઊર્જા માની લેનારા મહાનુભાવ, પ્રાચીનકાળના નાસ્તિકોનો હાસ્યાસ્પદ પાર્ટ અદા કરે છે. કેટલાક વિદ્વાનોનું કથન છે કે - વીજળી વાહક તારને સ્પર્શ કરે, તો ઝટકો લાગે છે અને આપણને એના અસ્તિત્વનો અનુભવ થાય છે, પરંતુ તે દેખી શકાતો નથી.” આ કથન પણ વદતોવ્યાઘાત તુલ્ય છે. વિદ્યુતનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકાર ના કરનાર વ્યક્તિ એના અસ્તિત્વનો અનુભવ કરે છે. તેથી એ સિદ્ધ થાય છે કે જેનું અસ્તિત્વ છે, તે દ્રવ્ય છે અને ઊર્જા એનો ગુણ છે. જો કોઈ એવું કહે કે - “ઝાડ ઉપર વીજળી પડે તો ઝાડ સળગીને રાખ નથી થતું, સુકાય છે, મરે છે.” તો આ કથન સર્વથા અયોક્તિક છે. એમને એટલું પણ ધ્યાન નથી કે વીજળીની માત્રા ઓછી હોવાથી સુકાય છે, પણ વધુ માત્રા હોવાથી તો ઝાડ જ બળીને રાખ થઈ જાય છે. જેમ કે બે તારોમાં પરસ્પર ઘર્ષણ થવાથી તાર બળીને રાખ થઈ જાય છે. એવા પ્રસંગો પ્રાયઃ દૃષ્ટિગોચર થાય જ છે. તાર વનસ્પતિથી વધુ સખત (કઠણ) છે. જ્યાં વધુ મજબૂત વસ્તુની પણ રાખ થઈ જાય છે, તો વીજળીની વધુ માત્રા હોવાથી ઝાડની રાખ કેમ ન થાય ? સાંભળવા મળે છે કે મોટાં-મોટાં શહેરોમાં લાકડાના અભાવમાં મનુષ્યોને અગ્નિ સંસ્કાર વિદ્યુતથી કરવામાં આવે છે અને એની રાખ થઈ જાય છે. આ કથનથી પણ એ જ સિદ્ધ થાય છે કે વીજળીમાં રાખ કરવાની ક્ષમતા છે. પણ વિદ્યુતની માત્રા ઓછી હોવાથી ઝાડ બળીને રાખ નથી થઈ શકતું. આગની પણ માત્રા ઓછી થશે તો તે કોઈને રાખ નહિ કરી શકે, પણ સૂકવી દેશે. પ્રખ્યાત વૈજ્ઞાનિક સર જે. જે. ટોમસને હિસાબ લગાવીને બતાવ્યું કે - “જો કોઈ પરમાણુની અંદર જે શક્તિ સંગઠિત છે, તે વિખરાઈ જાય, તો ક્ષણાંશમાં જ લંડન જેવા ભરચક વસેલાં ત્રણ મોટાં શહેરો રાખ થઈ જાય. આ વિદ્યુત અણુઓની શક્તિ પર આધારિત (૮૩૪ , જે એક છેજો જિણધમો) Page #332 -------------------------------------------------------------------------- ________________ ગણના હતી. હવે સમજાય છે કે આ વિદ્યુત અણુઓની મૂળ એકમ અતિ સૂક્ષ્મ પ્રકાશાણું છે. એમની શક્તિ અનેકગણી વધારે છે. આ ઉદ્ધરણથી પણ સિદ્ધ થાય છે કે રાખ કરવી વિદ્યુત અણુઓની માત્રા પર નિર્ભર છે. પરંતુ એટલા માત્રથી વીજળી તેજસ્કાય નથી એ કથન અસમીચીન છે. આ કથન પણ છે કે – “વીજળી, અગ્નિ, ઉષ્ણતા, પ્રકાશ - એ ચારેય એકબીજાથી અલગ છે.” તત્ત્વોની સર્વથા અજાણતાં જ સૂચિત કરે છે. જો અલ્પાંશમાં પણ તત્ત્વનું સ્વરૂપ સમજ્યા હોત તો ઉષ્ણતા અને પ્રકાશને અગ્નિ કે વિધુતથી ભિન્ન ક્યારેય ન હતા. કારણ કે ઉષ્ણતા અને પ્રકાશ પદાર્થના ગુણ છે. અગ્નિ અને વિદ્યુત બને તેજસ્કાય પદાર્થો છે. તેથી ઉષ્ણતા અને પ્રકાશ એ બંને અગ્નિ અને વિદ્યુતના ગુણો છે. ગુણ, ગુણીથી સર્વથા ભિન્ન નથી રહેતો. એ વિષયક ઉલ્લેખ તથા વૈજ્ઞાનિક પ્રમાણ પહેલાં અપાઈ ચૂક્યું છે. આકાશીય વિદ્યુત અને પ્રયોગશાળાની વિદ્યુત બંને વિદ્યુત જાતિ તેજસ્કાય છે. વૈજ્ઞાનિક પણ આકાશ તથા પ્રયોગશાળાની વિદ્યુતને એક માને છે. આ કથન એટલું સરળ છે કે વિજ્ઞાનનું અધ્યયન કરનાર એક સાધારણ વિદ્યાર્થી પણ એનાથી અજાણ નથી રહી શકતો. ડૉ. ડી. એસ. કોઠારીએ પણ સ્પષ્ટ કર્યું કે - “જે અગ્નિ (તેજસ્કાય) આમજનતાની દૃષ્ટિમાં દષ્ટ છે, તે જો શાસ્ત્રીય પરિભાતથી સચિત્ત છે, તો વિદ્યુત નિશ્ચિત સચિત્ત છે.” જો એમ કહેવામં આવે છે કે - “જ્યાં જ્વલન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં જ અગ્નિ હોય છે, અને આ પ્રક્રિયાને પ્રાણવાયુ(ઓકિસજન)નું મળવું ખૂબ જરૂરી છે.” આ કથન ઉપયુક્ત છે, પરંતુ પ્રાણવાયુનો અગ્નિ જાતિના વિષયમાં માત્ર ઑક્સિજન હવાનું જ માનવું યુક્તિયુક્ત નથી. અલગ-અલગ જાતિના પ્રાણીવર્ગમાં અલગ-અલગ પ્રાણવાયુ અપેક્ષિત રહે છે. દીવા વગેરેની અગ્નિ માટે કદાચ ઑક્સિજન પ્રાણવાયુ છે, પરંતુ અન્ય અગ્નિ માટે અન્ય પ્રાણવાયુ પણ થઈ શકે છે. શાસ્ત્રીય દૃષ્ટિથી તો બધાં પ્રાણીઓ માટે પ્રાણવાયુ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલ જ હોય છે. તેથી શાસ્ત્રકારોએ ઑક્સિજન વગેરે વાયુ-વિશેષનું નામ ન લઈને માત્ર પ્રાણવાયુનો ઉલ્લેખ કર્યો છે. જો શાસ્ત્રકારોની દૃષ્ટિમાં કોઈ વાયુ-વિશેષ જ તેજસ્કાયના અંતર્ગત બધા ભેદો માટે પ્રાણવાયુ હોત તો તે સામાન્ય પ્રાણવાયુનો ઉલ્લેખ ન કરી સ્પષ્ટતઃ તેજસ્કાયને માટે ઑક્સિજન વગેરે વાયુ-વિશેષને જ પ્રાણવાયુ કહી દેત. પણ એવું કથન નથી અને એ થવું શક્ય પણ નથી. કારણ કે પ્રત્યક્ષમાં પરિદષ્ટ છે - મનુષ્ય માટે પ્રાણવાયુ ઑક્સિજનની આવશ્યકતા તથા વનસ્પતિ માટે કાર્બન પ્રાણવાયુની આવશ્યકતા. તેથી જલન પ્રક્રિયા માટે માત્ર પ્રાણવાયુ ઑક્સિજનનું જ મળવું જરૂરી નથી, વિજળીના બલ્બમાં પોલાર રહે છે અને આ પોલારમાં વિભિન્ન પ્રાણવાયુ પણ વિદ્યમાન રહે છે. જો જરા પણ વાયુ ન રહે તો બલ્બ સંકોચાઈને તૂટી જશે. [ અહિંસા મહાવ્રત છે, ૮૩૫) Page #333 -------------------------------------------------------------------------- ________________ જો કોઈ કહે કે - “વીજળીની સ્વિચ ઑન કરે છે, એનાથી બલ્બ પ્રવજ્વલિત થાય છે. આપણને પ્રકાશ મળે છે. દસ-પંદર મિનિટ પછી બલ્બ ગરમ પણ લાગવા માંડે છે. આ રીતે જ્યાં પ્રકાશ છે, ત્યાં ઉષ્ણતા છે. પરંતુ શું બલ્બમાં જ્વલન ક્રિયા થઈ રહી છે? બિલકુલ નહિ.” પરંતુ આ કથન તો “પટ્ટટયા પ્રમાત’ ન્યાયનું અનુસરણ કરે છે. પૂર્વમાં જ કહ્યું કે વિધુત, પ્રકાશ અને ઉષ્ણતા ભિન્ન છે. એનું ખંડન આ જ વાક્યમાં ઉપદર્શિત છે. જો વિધુતનો ગુણ પ્રકાશ અને ઉષ્ણતા નથી હોતી તો સ્વિચ ઓન કરવાથી પ્રકાશ નથી થતો, પ્રત્યુત્ પ્રકાશને અન્ય તત્ત્વનો અન્વેષણ અપેક્ષિત હોત. પરંતુ એવું થતું નથી. વિદ્યુતથી પ્રકાશનો આવિર્ભાવ થયો. એનાથી એ સ્પષ્ટ છે કે વિદ્યુત તેજસ્કાયિક દ્રવ્ય છે અને પ્રકાશ એનો ગુણ છે. તત્કાળ બલ્બ ગરમ પણ થવા માંડે છે. ગરમ થવું વિદ્યુતનો ઉષ્ણતા ગુણ છે. હવે રહ્યો પ્રશ્ન જ્વલનનો આની પર જો મીમાંસા કરવામાં આવે તો બલ્બની અંદર ટંગસ્ટન (એક ખનીજ દ્રવ્ય) તારનું જ્વલન થઈ રહ્યું છે અને જો ત્યાં દીર્ઘ સમય સુધી જ્વલન થતું રહે તો ઉષ્ણતાથી તાપમાનની વૃદ્ધિથી અન્ય પદાર્થ પણ સળગી શકે છે. જીવડાં એ જ બલ્બની ઉષ્ણતામાં મૂચ્છિત થઈને ચાર-પાંચ વખત ટક્કર ખાઈને મરી જાય છે. બલ્બની અંદર ભલે ઓક્સિજન ન હોય, પણ અન્ય વાયુ તો વિદ્યમાન રહે જ છે અને તે એ તેજસ્કાયની માટે પ્રાણવાયુનું કામ કરે છે. અન્યથા જ્વલનક્રિયાના અભાવમાં પ્રકાશ અને ગરમી પણ સમાપ્ત થઈ જશે. જો કોઈ કહે કે - “વિશ્વમાં કેટલાંક દ્રવ્યો એવાં છે, જે વીજળીના ઉત્તમ વાહક... કેટલાંક દ્રવ્યો વીજળીના દુર્વાહક છે. ઉત્તમ વાહકથી વિજળી પ્રવાહિત થઈ શકે છે, દુર્વાહકથી નહિ. દરેક વસ્તુ ધાતુ... પાણી... શરીર.. ક્ષાર, અમ્લ, પૃથ્વી (જમીન) વગેરે વીજળીના ઉત્તમ વાહકો છે. લાકડું એબોનાઇટ, કાચ, લાખ, તેલ, ગંધક, ખાંડ, માટી, રબર, પ્લાસ્ટિક વગેરે વીજળીના દુર્વાહકો છે. ક્ષારયુક્ત પાણી વીજળીના ઉત્તમ વાહક હોવાથી એ બંને માનો પરસ્પર મિત્ર છે. એનાથી વિપરીત પાણી અને અગ્નિ એ બંને પરસ્પર શત્રુ છે. ઉપર્યુક્ત તર્ક પણ મહાનુભાવ મીમાંસાની કસોટી પર બરાબર ઊતરતા તો આ તુલના આવશ્યકતા ન રહેતી. કાષ્ઠ વગેરે વિજળીના દુર્વાહક છે. આ વાત વીજળી તત્ત્વના અપૂર્ણ જ્ઞાતા સાધારણ બુદ્ધિજીવી જ કહી શકે છે, વિદ્યુત તત્ત્વનો વિશેષજ્ઞ નહિ. વિશેષજ્ઞનું કથન છે કે સામાન્ય પાવરની વીજળી માટે કાષ્ઠ વગેરેની દુર્વાહક થઈ શકે છે, પણ વિશિષ્ટ પાવરવાળી વીજળી માટે કાષ્ઠ વગેરે પણ દુર્વાહક તો શું ભસ્મીભૂત થતાં જોવા મળ્યો છે. પાણીમાં પણ વડવાનલ વિસ્તૃત થતો જોવા મળ્યો છે તથા દુર્વાહક (દુવાહક) શબ્દ જ અર્થ સ્પષ્ટ કરી રહ્યો છે કે કાષ્ઠ વગેરે પદાર્થ વાહક તો થઈ શકે છે પરંતુ કઠિનતાથી. ઉપર્યુક્ત કથન કરનાર વ્યક્તિ જો વિદ્યુત તથા અગ્નિ વિષયનો પરિપૂર્ણ જ્ઞાતા હોય તો તે આ કુતર્કથી જનસામાન્યને ભ્રમિત નથી કરતો. એવાં પણ તત્ત્વો વિશ્વમાં વિદ્યમાન (૮૩) નો , , જિણધમો) Page #334 -------------------------------------------------------------------------- ________________ જય હે છે કે અગ્નિના સુવાહક તથા જ્વલનશીલ પદાર્થોની સત્તા હોવાથી પ્રતિબંધક તત્ત્વની વિદ્યમાનતાથી આગ પણ એ “સુવાહક તત્ત્વથી પ્રવાહિત નથી થઈ શકતી તથા દહનીય તત્ત્વને દિગ્ધ પણ નથી કરી શકતી. ઉદા., માટે હાઈડ્રોજન તથા ઑક્સિજન બંને ગેસ છે. બંને જ જ્વલનશીલ છે. પરંતુ જ્યારે આ જ બંને મળીને એક થઈ જાય છે, તો ન માત્ર તે ગેસથી તરલ સ્થિતિમાં આવી જાય છે, અપિતુ સળગાવવાની અપેક્ષા એનો ગુણ બુઝાવવાનો થઈ જાય છે. આ સ્થિતિમાં જ્વલનશીલતા નષ્ટ નથી થતી, પ્રત્યુત એ અંદર રહીને પોષણ અને શક્તિનો આધાર બની જાય છે. ચંદ્રકાંત મણિની સામે (સમીપ) આગને કાપસ પર રાખી દેવાથી પણ એને પ્રજ્વલિત કરવામાં સમર્થ નથી થઈ શકતી. કાષ્ટ પણ પાસે પડ્યો રહે તો પણ અગ્નિ એમાં પ્રવેશ નથી કરી શકતી. એટલા માત્રથી અગ્નિની જ્વલનશીલતાનો નિષેધ નથી કરતા. પ્રતિબંધક(ચંદ્રકાંત મણિ)ની વિદ્યમાનતાથી અથવા પાવરની ન્યૂનાધિકતાથી જ્વલનક્રિયા ક્યાંક નથી પણ બનતી અને ક્યાંક બની પણ જાય છે. બે વિભિન્ન પ્રકારની ધાતુઓ અથવા ધાતુ મિશ્રણના તારોની ઉપર જો પીગળાવીને જોડી દેવામાં આવે અને એમના છેડાને વિભિન્ન તાપમાન ઉપર રાખવામાં આવે તો એમાં વિદ્યુત ધારા પ્રવાહિત થવા લાગશે, આ તાર વિધુત છે. બે તારોના પરસ્પર સંઘર્ષથી ધાતુના તાર પણ ભસ્મીભૂત થઈ જાય છે. જ્વાળાઓ દષ્ટિગત થાય છે. આ પ્રત્યક્ષ દશ્યોથી પણ બરાબર સિદ્ધ થાય છે કે વિદ્યુત જ્વલનશીલ છે, પછી દુર્વાહક સુવાહક સાધનોનું નામ લઈને વિધુતના ઉષ્ણ તથા પ્રકાશ ગુણને અલગ માનવા-છુપાવવા “માતા બે વચ્યા'ની જેમ પ્રલાપ માત્ર છે. - જો કોઈ કહે કે - “પાણી અને વીજળીનો પ્રવાહ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે, તો નપાણી ઊડે છે અને નવીજળી બુઝાય છે.” કેટલું નિરાશ મસ્તિષ્ક! જેમ વીજળીની હીટથી પાણી બાષ્પ બનીને ઊડી જાય છે, એમાં માધ્યમ કામ કરે છે. પરંતુ માધ્યમમાં બાષ્પ બનાવવાની ક્ષમતા નથી. એમ જ વિદ્યુતનું માધ્યમ ન હોય તો એમાં પણ પ્રકાશ પ્રગટ નથી થઈ શકતો. સ્વયં પાણીથી પણ તડ-તડ કરનારી એ વિધુતના સ્ફલિંગોને સમાપ્ત કરવામાં આવે છે. તેથી પાણી અને વીજળીની તુલના કરવી અને પાવરના અનુપાતનો ખ્યાલ ન રાખવો સુશો માટે અશોભનીય છે. - જો કોઈ કહે કે - “વીજળી એક ક્ષણમાં દુનિયાના એક છોરથી બીજા છોર સુધી પહોંચી શકે છે. અગ્નિમાં આ ગુણધર્મ નથી.” આ તર્ક પણ કેટલો અસંગત છે. એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જવા માત્રથી દ્રવ્યનો નિષેધ કરવો અસંગત છે. પરમાણુ તો દ્રવ્ય કહેવાય છે, તે પણ એક ક્ષણમાં વિશ્વ(૧૪ રન્ધાત્મક લોક)ના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જાય છે. આમ, ગતિથી દ્રવ્યની તુલના વિસ્મૃતિ મતિનું પ્રદર્શન છે. આ પૂર્વે કહેવાઈ ગયું છે કે – “કોઈપણ પદાર્થની ગતિવિગતિમાં માધ્યમ આવશ્યક છે. એક વ્યક્તિ માધ્યમની અનુકૂળતાથી એક સ્થળેથી બીજા સ્થળ ઉપર શીઘ્રતાથી પહોંચી જાય છે, જ્યારે બીજી વ્યક્તિ માધ્યમની પ્રતિકૂળતાથી તરત [ અહિંસા મહાવ્રત ૮૩૦) Page #335 -------------------------------------------------------------------------- ________________ ગતિ નથી કરી શકતી. એટલા માત્રથી એકને સજીવ અને બીજાને નિર્જીવ નહિ કહી શકાતા. એક વિચારવાન સ્વયં સમજી શકે છે કે શિશુ તથા તરુણની ગતિ-મંદતા અને ત્વરિત ગતિથી સજીવ-નિર્જીવનો વિભેદ નથી કરી શકાતો. વિદ્યુતનું પ્રચંડ સ્વરૂપ તથા ત્વરિત ગતિ નિશ્ચિત તેજસ્કાયને સિદ્ધ કરે છે. છાણ વગેરેની અગ્નિ (વ્યવહાર સચિત્ત અગ્નિ) વગેરે વિષયક અભિધાન રાજેન્દ્ર કોષના પ્રમાણ પણ ઉપર આપવામાં આવ્યા છે. ઘર્ષણથી વીજળીના ઉદ્ભવની જેમ અગ્નિનો પણ ઉદ્ભવ થાય છે. યથા એરણની લાકડીના પરસ્પર ઘર્ષણથી, પથ્થર અને ચકમકના ઘર્ષણથી, માચીસ (પેટી) અને દીવાસળીના ઘર્ષણથી હા, ઘર્ષણની ન્યૂનાધિકતાથી તત્કણ ચમકનું અલક્ષિત થવું, અગ્નિનું રૂપ ન લેવું અથવા વિદ્યુતનું પૂર્ણ પ્રગટ ન થવું આ અલગ વાત છે. પણ, ઘર્ષણની પૂર્ણતા તથા તજનિત તત્વને બળવાનું માધ્યમ હોય તો ત્યાં અગ્નિ અને વિદ્યુત બંને જ જોવા મળે છે. જનરેટર કેટલું પણ તેજ ચાલતું હોય પણ જો ઘર્ષણથી ઉત્પન્ન વિદ્યુતને બળવાનું માધ્યમ ન હોય તો ત્યાં વિદ્યુત પણ દૃષ્ટિગત નથી થતું. જેમ વર્ષાકાળમાં નદીનું પાણી અતિ વેગથી પ્રવાહિત થાય છે. મોટા-મોટા પહાડોથી સંઘર્ષ કરે છે, પણ વેગ અને સંઘર્ષના પરિણામથી બળનાર માધ્યમ ન હોવાથી વીજળીનો પ્રવાહ દૃષ્ટિગત નથી થતો. આમ, તટસ્થ બુદ્ધિથી પ્રત્યેક સ્થળના વિષયને હૃદયંગમ કરવાથી જ વસ્તુસ્થિતિનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે. જ્યાં અગ્નિ છે ત્યાં ઉષ્ણતા હોય છે, કારણ કે ઉષ્ણતા એનો ગુણ છે. પરંતુ જ્યાં અગ્નિજન્ય ઉષ્ણતા છે, ત્યાં સચિત્ત અગ્નિ નથી, પણ અચિત્ત અગ્નિ તો છે જ. જેમ ભઠ્ઠીના કિનારે પડેલી ઈંટ ભઠ્ઠીમાં પ્રજ્વલિત સચિત્ત અગ્નિની સામીપ્યતાથી ઈંટમાં ઉષ્ણતા આવી. પરંતુ એટલી ઉષ્ણતા નથી કે એના સંપર્કથી અન્ય વસ્તુ બળી ઊઠે. પણ તે ઉષ્ણતા પણ અગ્નિનો જ ગુણ કહેવાશે. ઈંટના સંપર્કથી અગ્નિ નિર્જીવ થઈ ગઈ, તેથી એની પાછળ વિશેષણ લાગશે - નિર્જીવ અગ્નિની ઉષ્ણતા'. એ જ પ્રકારે વીજળી રૂપ તેજસ્કાયના સંપર્કથી બલ્બમાં ઉષ્ણતા આવી અને બલ્બની ઉષ્ણતા જ્યાં સુધી અન્ય પદાર્થને દગ્ધ કરવામાં સમર્થ નથી ત્યાં સુધી નિર્જીવ વીજળીની ઉષ્ણતા' કહેવાશે. એ બલ્બની ઉષ્ણતા પણ “નિર્જીવ (અચિત્ત) તેજસ્કાયના અંતર્ગત જ છે. આને અગ્નિ (તેજસ્કાય) નથી, એવું નથી કહી શકાતું. જ્યાં પ્રકાશ હશે ત્યાં એનો આધાર અગ્નિ કે વિદ્યુત હશે જ, પણ સ્વયં પ્રકાશ અગ્નિ કે વિદ્યુત ધર્મ નથી, કારણ કે ઉષ્ણતાની જેમ પ્રકાશ પણ અગ્નિ-વિધુતનો ગુણ છે. 1 ચમકને પ્રકારાન્તરથી પ્રકાશ પણ કહી શકાય છે, પરંતુ આ ચમક રૂપ પ્રકાશ અગ્નિ કે વિદ્યુતનો ગુણ નથી કહી શકાતો. જેમ આગિયામાં ચમક છે, પણ તે તેજસ્કાયનો ગુણ નથી. કારણ કે એનું શરીર ઉદ્યોત નામ-કર્મના ઉદયથી ચમકે છે. રેડિયમ ધાતુ વગેરે પણ ચમકવાળા અવશ્ય છે, પણ એમાં તેજસ્કાયનો ગુણ નથી. આ વિવેચનથી એ બરાબર સ્પષ્ટ છે કે અગ્નિકાય જેમ બાદર તેજસ્કાયનો ભેદ છે, એમ વિજળી પણ બાદર તેજસ્કાયનો ભેદ છે. લક્ષણની સમાનતા હોવાથી જ્વલન વગેરે કાર્ય પણ અગ્નિની અપેક્ષાએ વિદ્યુતથી અનેકગણા વધારે હોય છે. આ વિષયક વૈજ્ઞાનિક અનુસંધાનના પ્રમાણ ઉપર ઉલ્લેખિત થયેલા છે. એ પ્રમાણોથી વિદ્યુતની ભયંકરતા પણ સુસ્પષ્ટ છે. (૩૮) જિણધો] Page #336 -------------------------------------------------------------------------- ________________ તેથી “આચારાંગ સૂત્ર'માં તીર્થેશ પ્રભુ મહાવીરે તેજસ્કાયને “દીર્ઘલોક શસ્ત્ર'ના રૂપમાં બતાવ્યો છે. દીર્ઘલોક શસ્ત્રની અંતર્ગત તેજસ્કાય બધા ભેદોનો સમાવેશ થઈ જાય છે. આમ, અગ્નિ(તેજસ્કાય)ની સજીવતા સ્વયં જ સિદ્ધ છે. પ્રકાશ, ઉષ્ણતા એ અગ્નિ(તેજ)ના ગુણો છે. ગુણ, ગુણીથી સર્વથા ભિન્ન નથી રહેતો. “વિન્ગ સંસિ સgિ' શબ્દથી તથા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અગ્નિના ચાર વિભાગોમાંથી ત્રીજો વિભાગ વિદ્યુત તારાઓમાં લાગનારી આગથી અગ્નિ, લાઇટ, પંખો, ધ્વનિ, ક્ષેપક વગેરે વિધુતથી સંચાલિત વસ્તુઓમાં રહેનારી અગ્નિની સજીવતા સ્પષ્ટ પ્રમાણિત થાય છે. તેથી પરિપૂર્ણ મહાવ્રતધારી સાધક પ્રથમ મહાવ્રતની સુરક્ષા ત્યારે કરી શકે છે જ્યારે દીર્ઘલોક શસ્ત્રથી થનારાં પ્રાણીઓના મારણાંતિક ખેદને જાણતા થયેલો બાદર અગ્નિકાય (તેજસ્કાય) સંબધી શસ્ત્રોનો સર્વથા (ત્રણ કરણ, ત્રણ યોગથી) પરિત્યાગ કરે છે. વાયુકાયની હિંસાના પ્રત્યાખ્યાન : “સંયત-વિરત-પ્રતિહત-પ્રત્યાખ્યાત-પાપકર્મા ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાતમાં એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતા, ચામર, પંખા, વીજણો, પત્ર, શાખા (ડાળી), શાખાના ટુકડા, મોરપીંછ, મોર-પાંખ, વસ્ત્ર, વસ્ત્રના પાલવ, હાથ કે મોથી પોતાના શરીર અથવા બહારના પગલોને ફેંકી દ, હવા ન કરે, બીજાઓથી ફૂંક ન દેવડાવે, હવા ન કરાવે, ફૂક દેનારા કે હવા કરવાવાળા અનુમોદન ન કરે, યાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી - મનથી, વચનથી, કાયાથી નહિ કરીશ, નહિ કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના વાયુ સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.” આ પ્રકારે શ્રમણ-શ્રમણી વર્ગ વાયુકાયના જીવોને સમારંભથી સદા માટે દૂર રાખે છે. વનસ્પતિકાયની હિંસાનો પરિત્યાગ સંયતુ - વિરત - પ્રતિહત - પ્રત્યાખ્યાત - પાપકર્મા ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાત્રિમાં, એકાંતમાં કે પરિષદમાં, સૂતાં કે જાગતાં, બીજો પર કે બીજો પર રાખવામાં આવેલ વસ્તુઓ પર, સ્ફટિત બીજો પર, સ્ફટિત બીજો પર રાખવામાં આવેલ વસ્તુઓ પર, પત્તા આવવાની અવસ્થાવાળી વનસ્પતિ પર, પત્તા આવવાની અવસ્થાવાળી વનસ્પતિ પર સ્થિત વસ્તુઓ પર, હરિત પર રાખેલ વસ્તુઓ પર, છિન્ન વનસ્પતિનાં અંગો પર, છિન્ન વનસ્પતિનાં અંગો પર રાખવામાં આવેલ વસ્તુઓ પર સચિત્ત કોલ-અંડો કે કાષ્ટ-કીટ-(ધુળ)થી, યુક્ત કાષ્ઠ આદિ પર, ન ચાલે, ન ઊભા રહે, ન બેસે, ન સૂએ, બીજાને ન ચલાવે, ન ઊભા કરે, ન બેસવા દે, ન સૂવા દે,ચાલવા-ઊભા રહેવાબેસવા કે સૂવાવાળાને અનુમોદન ન કરે,યાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી, ન કરીશ, ન કરાવીશ અને કરવાવાળાને અનુમોદન પણ નહિ કરું. અંતે ! અતીતના વનસ્પતિ સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.” ઉક્ત રીતિથી શ્રમણ-શ્રમણી વર્ગને વનસ્પતિના સમારંભથી બચવું જોઈએ. [ અહિંસા મહાવ્રત છે ૮૩૯) Page #337 -------------------------------------------------------------------------- ________________ ત્રસકાચની હિંસાનો પરિહાર : સંયત-વિરત-પ્રતિકત-પ્રત્યાખ્યાત-પાપકર્મા ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાતમાં, એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતાં - જીવન જંતુ, કુંથુ કે પિપીલિકા, હાથ, પગ, ખભા, ઉરુ, ઉદર, માથું, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ગોચ્છગ, ન્દિક (સ્પંડિલ પાત્ર), દંડક, પીઠ, ફલક, શય્યા, સંસ્તારક તથા એ જ પ્રકારના કોઈ અન્ય ઉપકરણ ઉપર ચડી જાય તો સાવધાનીપૂર્વક ધીમે-ધીમે પ્રતિલેખન કરી, પ્રમાર્જન કરી એમને ત્યાંથી હટાવીને એકાંતમાં રાખી દે, પરંતુ એમનો સંઘાત ન કરે - પરસ્પર એકબીજા પ્રાણીને પીડા પહોંચે એવું ન કરે. આમ, અહિંસા મહાવ્રત ધારક શ્રમણ કે શ્રમણી પાંચ સ્થાવર કાયની અને ત્રસ કાયની હિંસાનો સર્વથા ત્યાગ કરે છે. આમ અહિંસા મહાવ્રતની રક્ષા માટે અન્ય મહાવ્રત ગ્રહણ કરે છે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, કષાયોને જીવે છે અને મન, વચન તથા કાયાનો સંયમ કરે છે. અહિંસાના સંપૂર્ણ પાલનના માટે આવશ્યક સંપૂર્ણ નિયમોનું જે આમ પાલન કરે છે, એમનાથી કદાચ જીવ વધ થઈ પણ જાય તો તે હિંસાનાં કાર્યો ન હોવાથી હિંસાના પાપથી લિપ્ત નથી થતાં. કહ્યું છે - जलमज्झे जहा नावा सव्वओ निपरिस्सवा । गच्छंती चिट्ठमाणा वा न जलं परिगिण्हई ॥ एवं जीवाउले लोगे, साहू संवरियासवो । गच्छंतो चिट्ठमाणो वा पावेहि नोपरिगेण्हई ॥ જેમ છેદ રહિત નાવમાં ભલે તે જળ રાશિમાં ચાલી રહી હોય કે રોકાઈ રહી હોય, જળપ્રવેશ નથી મેળવતી, એમ જ આસ્રવ રહિત સંવૃતાત્મા શ્રમણમાં, ભલે જ તે જીવોથી પરિપૂર્ણ લોકમાં ચાલી રહ્યો હોય કે રોકાયેલો હોય, પાપ પ્રવેશ નથી મેળવતો. જેમ છેદ રહિત નાવ પાણીમાં રહેવા છતાંય ડૂબતી નથી અને તેનાથી ચલાવવા માટે પાર પહોંચાડે છે, એમ જ આ જીવાકુળ લોકમાં યતનાપૂર્વક ગમન વગેરે કરતાં સંવૃતાત્મા ભિક્ષુ કર્મ બંધન નથી કરતો અને સંસારસમુદ્રને પાર કરે છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓઃ જેમ વિવિધ ભાવનાઓથી (પુટોથી) ભાવિત કરવાથી ઔષધિઓ રસાયણ બનીને પુષ્ટિદાયક થઈ જાય છે, એમ શાસ્ત્રકારોએ અહિંસા મહાવ્રતની પુષ્ટિ માટે પાંચ ભાવનાઓ પ્રતિપાદિત કરી છે. તે ભાવનાઓ આ પ્રમાણે છે - १. इरिया समिए से णिग्गंथे णो इरिया असमिए त्ति पढ़मा भावणा । २. मणं परिजाणति से णिग्गंथे जे य मणे अपावए त्ति दोच्चा भावणा ॥ ३. वइं परिजाणड से णिग्गंथे जाय वह अपाविए त्ति तच्चा भावणा । ४. आयाण भंड निक्खेवणा समिए से णिग्गंथे णो आयाण भंड णिक्खेवणा असमिए त्ति चउत्था भावणा । ५. आलोइयपाणभोयणभोई से णिग्गंथे णो अणालोइअपाणभोयणभोइ त्ति पंचमा भावणा । - આચારાંગ, હ્યુ-૨, અ-૧૫ (૮૪૦ કરો તો પિતા જિણધો) Page #338 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રાણાતિપાત વિરમણ રૂપ પ્રથમ મહાવ્રતની રક્ષા માટે સાધુને ઇર્ષા સમિતિથી સમિત હોવું જોઈએ. અર્થાત્ એને ગમનાગમન તથા સ્થાનના વિષયમાં આ પ્રકારે પ્રવૃત્તિ કરવી જોઈએ, જેનાથી કોઈપણ ત્રાસ-સ્થાવર જીવની હિંસા ન થાય, એમને કષ્ટ કે પીડા ન પહોંચે. યુગ પ્રમાણ (સાડા ત્રણ હાથ જેટલી) ભૂમિને સારી રીતે જોઈને ગમનાગમન કરવું જોઈએ. સ્વપર અને પ્રવચનના ઉપઘાતના બચતાં યતનાપૂર્વક ગમનાગમન કરવું જોઈએ. જેનાથી કોઈ ત્ર-સ્થાવર જીવને કષ્ટ ન પહોંચે. ત્રાસ-સ્થાવર જીવોની દયાની ભાવનાથી ઓતપ્રોત થઈને યતનાપૂર્વક ચાલનાર, સ્થિત થનારા અણગાર ઈર્ષા સમિતિથી સમિત થાય છે. આમ, ઈર્યા સમિતિનું ધ્યાન રાખીને ચાલનાર અણગાર પોતાના અહિંસા મહાવ્રતને પરિપુષ્ટ બનાવે છે. તેથી ઇર્ષા સમિતિથી સમિત હોવું અહિંસા મહાવ્રતની પ્રથમ ભાવના છે. (૨) અહિંસા મહાવ્રતને પુષ્ટ બનાવવા માટે અણગારને જોઈએ કે તે પોતાના મનમાં કોઈ પ્રકારના સંક્લિષ્ટ પાપકારી, અશુભ અને હિંસાકારી વિચાર ન આવવા દે. જે અણગાર પોતાના મનમાં પાપકારી, હિંસક, અશુભ અને અહિતકારી વિચારોને સ્થાન નથી દેતા એ જ વિશુદ્ધ મનવાળો અણગાર અહિંસા વ્રતનું પાલન કરી શકે છે. મન સમિતિથી સમિત અણગાર જ અહિંસાનો પાલક હોય છે, તેથી અહિંસા વ્રતની આરાધના અને પરિપાલના માટે અણગારને મનઃ સમિતિથી સમિત હોવું જોઈએ. મન સમિતિથી સમિત હોવું બીજી ભાવના છે. (૩) અહિંસાના આરાધક અણગારને નૃશંસ, ક્રૂર અને દારુણ વચન ન બોલવાં જોઈએ. જે ભાષા ક્લેશ કરાવનારી હોય, બીજાના મનને છેદનારી હોય, પરનિદા કારી હોય અને સાવદ્ય હોય, તે કદીયે ન બોલવી જોઈએ. આમ, ભાષા સમિતિથી સમિત અણગાર જ અહિંસાનું પાલન કરી શકે છે. તેથી અહિંસા મહાવ્રતની પુષ્ટિ હેતુ અણગારને વચન સમિતિનું પાલન કરવું જોઈએ. વચન સમિતિનું પાલન કરવું અહિંસા મહાવ્રતની ત્રીજી ભાવના છે. (૪) વસ્તુઓને ઉઠાવવામાં અને રાખવામાં સાવધાની રાખવી, બરાબર જોઈને અને પ્રમાર્જન કરી એમને ઉઠાવવું અથવા રાખવું આદાન નિક્ષેપણ સમિતિ ભાવના છે. અહિંસાના પાલકને એ ધ્યાન રાખવું જોઈએ કે વસ્તુઓને ઉઠાવવામાં કે રાખવામાં કોઈ રસ કે સ્થાવર જીવની હિંસા ન થઈ જાય. અયતનાથી વસ્તુઓને રાખવા કે ઉઠાવવામાં હિંસાની સંભાવના રહે છે, તેથી અણગારને અહિંસા વ્રતના પરિપાલન અને પરિરક્ષણ માટે આદાન નિક્ષેપ સમિતિથી સમિત હોવું જોઈએ. એ અહિંસા મહાવ્રતની ચોથી ભાવના છે. (૫) ખાવા-પીવાની વસ્તુની બરાબર દેખભાળ કરી લેવી અને પછી પણ દેખભાળ કરી ખાવું-પીવું આલોકિત પાન ભોજન ભાવના છે. અણગારને આ વાતની પૂર્ણ સાવધાની વરતવી રાખવી) જોઈએ કે ખાન-પાનની વસ્તુને લેવામાં કોઈ પ્રકારની પ્રાણીહિંસા ન થાય. ખાદ્ય કે પેય પદાર્થોને ગ્રહણ કર્યા પછી પણ એમને પ્રકાશમય આલોકિત સ્થાનમાં અને આલોકિત પાત્રમાં બરાબર જોઈને ઉપયોગમાં લો. કારણ કે આ વિષયમાં બેજવાબદારી કરવાથી જીવહિંસા થઈ જવાની સંભાવના રહે છે. આ સંભાવિત હિંસાને ટાળવા માટે આલોકિત પાન-ભોજન નામની ભાવના બતાવવામાં આવી છે. આચારાંગ સૂત્ર અનુસાર ઉક્ત પાંચ ભાવનાઓ બતાવવામાં આવી છે. “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં પ્રથમની ત્રણ ભાવનાઓ તો એ જ કહેવામાં આવી છે, પરંતુ ચોથી ભાવનાના રૂપમાં [ અહિંસા મહાવ્રત ) જે છે ? ૮૪૧) Page #339 -------------------------------------------------------------------------- ________________ એષણા સમિતિથી સમિત હોવું બતાવવામાં આવ્યું છે. અર્થાતુ અહિંસાના આરાધક અણગારને જીવનયાપન માટે નિર્દોષ રીતિથી આહારની ગવેષણા, આહારની ગ્રહણતા અને આહારની પરિભોગતા પર ધ્યાન આપવું જોઈએ. એને ૪૨ દોષ રહિત શુદ્ધ સાત્ત્વિક આહારની ગવેષણા કરવી જોઈએ. નિર્દોષ રીતિથી એમને ગ્રહણ કરવું જોઈએ અને રાગ-દ્વેષ રહિત થઈને એમનો ઉપભોગ કરવો જોઈએ. આહાર સંબંધિત યતના કરનારા અણગાર એષણા સમિતિથી સમિત હોય છે. એષણા સમિતિથી સમિત હોવું ચોથી ભાવના છે. આદાન નિક્ષેપ ભાવનાને પાંચમી ભાવનાના રૂપમાં પ્રતિપાદિત કરવામાં આવી છે. - તત્ત્વાર્થ સૂત્ર'ના ભાષ્યમાં ઇર્ષા સમિતિ, મનો ગુપ્તિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને આલોકિત પાન ભોજન એ પાંચ, અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ કહેવામાં આવી છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે - मनोगुप्त्येयषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाहिंसा भावयेत् सुधीः ॥ - યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ, લોક-૨૬ (૧) મનોગુપ્તિ (૨) એષણા સમિતિ (૩) આદાન નિક્ષેપ સમિતિ (૪) ઇર્ષા સમિતિ અને (૫) દૃષ્ટાન્નપાન ગ્રહણ - એ પાંચ મહાવ્રતની ભાવનાઓ કહેવામાં આવી છે. તત્ત્વાર્થ ભાષ્ય' અને યોગશાસ્ત્રમાં વચન સમિતિને નથી લેવામાં આવતી ત્યાં વચન સમિતિને બીજા મહાવ્રતની ભાવનામાં લેવામાં આવે છે. દિગંબર આમ્નાય”ના “અણગાર ધર્મામૃત'માં એ પાંચ ભાવનાઓ આ રૂપમાં કહેવામાં આવી છેઃ (૧) વચનગુપ્તિ, (૨) મનો ગુપ્તિ, (૩) ઇર્ષા સમિતિ, (૪) આદાન નિક્ષેપ સમિતિ અને (૫) આલોકિત પાન ભોજન - આ પાંચ ભાવનાઓથી ભાવિત અહિંસા વ્રત સ્થિર થઈને ઉત્કૃષ્ટ માહાભ્યને પ્રાપ્ત કરે છે. ઉક્ત કથન “આચારાંગ સૂત્ર'માં વર્ણિત ભાવનાઓને અનુરૂપ છે. તાત્પર્ય એ છે કે ઉક્ત ભાવનાઓથી અહિંસાની પુષ્ટિ થાય છે. વચનનો વિરોધ કરવાથી કઠોર વગેરે વચનથી થનારી હિંસા નથી થતી. મનનો નિરોધ હોવાથી દુર્વિચારથી થનારી હિંસા નથી થતી. ઇર્ષા સમિતિપૂર્વક ચાલવાથી માર્ગમાં ચાલવાથી થનારી હિંસા નથી થતી. જોઈને ઉપકરણોને ગ્રહણ કરવાથી અને જોઈને રાખવાથી ઉઠાવવા-ધરવામાં થનારી હિંસા નથી થતી. જોઈને દિવસમાં ખાન-પાન કરવાથી ભોજન સંબંધી હિંસાનો બચાવ થાય છે. સાધુને એટલી ક્રિયાઓ તો કરવી જ પડે છે. જો પ્રમાદનો યોગ ન હોય તો હિંસા નથી થતી. તેથી અપ્રમત્ત થઈને પ્રવૃત્તિ કરવી જોઈએ. ત્યારે જ અહિંસાનું પાલન પૂરી રીતે સંભવ છે. અહિંસા મહાવતના ભંગ : (૧) પ્રાણ (તીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિજિય), (૨) ભૂત (વનસ્પતિ), (૩) જીવ (પંચેન્દ્રિય) અને (૪) સત્ત્વ(પૃથ્વી વગેરે ૪ સ્થાવર)ની હિંસા નવ કોટિ, ત્રણ કરણ, ત્રણ (૮૪૨ છેજે છે આ જિણધમો) Page #340 -------------------------------------------------------------------------- ________________ યોગથી ન કરવાની અપેક્ષાથી પ્રથમ મહાવ્રતના ૪ X ૯ = ૩૬ ભંગ બને છે. અથવા સૂક્ષ્મ, બાદર, ત્રસ અને સ્થાવર - આ ચાર પ્રકારના જીવોની નવ કોટિથી હિંસા ન કરવાની અપેક્ષાથી પણ ૯૪૪=૩૬ ભંગ થઈ શકે છે. પૂર્વોક્ત ૩૬ ભંગો, ૧ દિવસમાં, ૨ રાતમાં, ૩ એકાંતમાં, ૪ સમૂહમાં, પ ઊંઘતા અને ૬ જાગતાં હિંસા ન કરવાની અપેક્ષાથી ૩૬૪૬=૨૧૬ ભંગ બની જાય છે. બીજી દૃષ્ટિથી (૧) પૃથ્વી, (૨) પાણી, (૩) અગ્નિ, (૪) વાયુ, (૫) વનસ્પતિ, (૬) દ્વીન્દ્રિય, (૭) ત્રીન્દ્રિય, (૮) ચતુરિન્દ્રિય અને (૯) પંચેન્દ્રિય એમને નવ કોટિથી ગુણાકાર કરવાથી ૯૪૯=૮૧ ભેદ બની જાય છે. આ ૮૧ ભેદોને પૂર્વોક્ત દિવસ, રાત, દિવસ ૬ વિકલ્પોથી ગુણિત કરવાથી ૮૧૪૬= ૪૮૬ ભંગ પ્રથમ મહાવ્રતના બની જાય છે. ઉક્ત રીતિથી જૈન શ્રમણ-શ્રમણી વર્ગ ત્રણ કરણ, ત્રણ યોગથી પ્રાણાતિપાત વિરમણ રૂપ પ્રથમ મહાવ્રતની મહાપ્રતિજ્ઞાને અંગીકાર કરે છે અને એની યથાવિધિ આરાધના અને પરિપાલના કરતા મોક્ષ પથની તરફ ઉત્તરોત્તર ગતિશીલ થતો રહે છે. ८७ સત્ય મહાવ્રત જૈન શ્રમણ અહિંસા મહાવ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી બીજી પ્રતિજ્ઞા કરે છે કે “હું યાવજ્જીવન માટે સર્વથા ત્રણ કરણ, ત્રણ યોગથી બધા પ્રકારના મૃષાવાદનો ત્યાગ કરું છું.” એની બીજી મહાપ્રતિજ્ઞાનું પ્રારૂપ આ પ્રમાણે છે - अहावरे दोच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं । सव्वं भंते ! मुसावायं पच्चक्खामि - से कोहा वा, लोहा वा, भया वा, हासा वा नेव सयं मुखं वएज्जा नेवन्नेहिं मुसं वायाविज्जा, मुसं वयंते वि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं न करोमि, न कारवेमि करंतंपि अन्नं न समजाणामि । तस्स भंते ! पडिक्कमामि, निन्दामि गरिहामि अप्पाणं दोसिरामि । દશવૈકાલિક અ.-૪ - “ભંતે ! બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરતિ થાય છે. ભંતે ! હું સર્વ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું. ક્રોધથી કે લોભથી, ભયથી કે હસવામાં, હું સ્વયં અસત્ય નહિ બોલું, બીજાઓથી અસત્ય નહિ બોલાવીશ અને અસત્ય બોલનારાઓનું અનુમોદન પણ નહિ કરું. યાવજ્જીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી ન કરીશ, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના મૃષાવાદથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.” ઉક્ત રીતિથી જૈન અણગાર બધા પ્રકારનાં અસત્ય ભાષણ કે યાવજ્જીવન માટે ત્યાગ કરું છું. અસત્ય ભાષણ ભયંકર પાપ છે, તેથી અણગાર એનો સર્વથા પરિહાર કરે છે. શાસ્ત્રકારોએ મૃષાવાદ વિરતિ અર્થાત્ સત્યને સાક્ષાત્ ભગવાન કહ્યો છે- ‘“સખ્ખું ઘુ માવં’ સત્ય મહાવ્રત ૮૪૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ કહીને આગમમાં સત્યની પ્રશંસા કરવામાં આવી છે. સત્યની આરાધના હેતુ જૈન શ્રમણ બીજા મહાવ્રતમાં બધા પ્રકારના અસત્ય ભાષણથી વિરતિ કરે છે. ‘દશવૈકાલિક સૂત્ર'માં કહેવામાં આવ્યું છે - मुसावाओ य लोगम्मि, सव्व साहूहिं गरिहिओ । अविस्साओ य भूयाणं, तम्हा मोसं विवज्जए ॥१२॥ अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसं बूया, नोवि अन्नं वयावए ॥१३॥ - દશવૈકાલિક, અ.-૬, ગા-૧૨/૧૩ સમસ્ત લોકમાં બધા શિષ્ટ જનોએ મૃષાવાદની નિંદા કરી છે. આ મૃષાવાદ જીવોના અવિશ્વાસનું કારણ હોય છે. તેથી મૃષાવાદનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. નિગ્રંથ પોતાના માટે અથવા બીજાઓ માટે ક્રોધથી અથવા ભયથી અસત્ય ન બોલે તથા પીડાકારી સત્ય પણ ન બોલે અને બીજાઓથી પણ ન બોલાવે. આત્મ કલ્યાણના અભિલાષી માટે એ આવશ્યક છે કે તે સત્યવ્રતને અંગીકાર કરે. કારણ કે સત્યવ્રત વિના કોઈપણ વ્રતનું ઈમાનદારીથી પાલન થઈ શકતું નથી. બધાં વ્રતોના પાલનનો આધાર સત્ય વ્રત છે. સત્ય છે તો અન્ય વ્રતોનું પાલન સંભવ છે, અન્યથા પ્રામાણિકતાની સાથે એ વ્રતોનું પાલન નથી થઈ શકતું. સત્યના અભાવમાં લીધેલી પ્રતિજ્ઞાઓનું પાલન નથી થઈ શકતું. અસત્ય બધાં વ્રતોનું અપકારી છે, તેથી બધા શિષ્ટ જનો દ્વારા તે નિંદિત છે, ગહિત છે. સામાન્ય લોક વ્યવહારમાં પણ મિથ્યાવાદીનો કોઈ વિશ્વાસ નથી કરતો, તેથી મિથ્યા ભાષણ લૌકિક દૃષ્ટિએ પણ ત્યાજ્ય અને નિંદ્ય છે, તો જે આત્માના કલ્યાણનો અભિલાષી મુમુક્ષુ છે, એને માટે તો અસત્ય ભાષણનો પરિહાર અનિવાર્ય છે જ. તેથી બીજા મહાવ્રતમાં શ્રમણ નિગ્રંથ બધા પ્રકારના અસત્ય ભાષણનો ત્યાગ કરે છે. મૃષાવાદના પ્રકાર : મૃષાવાદ ચાર પ્રકારના હોય છે - (૧) સભાવ પ્રતિષેધ, (૨) અસદ્ભાવ ઉભાવન, (૩) અર્થાતર અને (૪) ગોં. (૧) સભાવ પ્રતિષેધ : જે વસ્તુ સતુ રૂપ છે, એના વિષયમાં કહેવું કે આ નથી. જેમ જીવ છે, એના વિષયમાં કહેવું કે જીવ નથી વગેરે. (૨) અસભાવ-ઉભાવન ઃ જે નથી એના વિષયમાં કહેવું કે એ છે. જેમ આત્મા સર્વવ્યાપી નથી, છતાં એને સર્વવ્યાપી કહેવો વગેરે. (૩) અથર્વતર : એક વસ્તુને બીજી કહેવી. જેમ ગાયને ઘોડો કહેવો વગેરે. (૪) ગહ : સત્ય હોવા છતાંય જે પર પીડાકારી હોય એવું વચન બોલવું ગઈ અસત્ય છે. જેમ કાણાને કાણો કહેવું. ઉક્ત રીતિએ ચાર પ્રકારના મૃષાવાદ કહ્યા છે. (૮૪૪) DOOOOOOOOOOOOX જિણધમો) Page #342 -------------------------------------------------------------------------- ________________ મિચ્છા ભાષણનાં કારણો : મૃષાવાદ વિરમણના પાઠમાં મૃષાવાદનાં ચાર કારણ બતાવવામાં આવ્યાં છે - “ોદ્દા વા, તોહા વા, ભયા વા, હાસા વા ।' ક્રોધ, લોભ, ભય અને હાસ્ય - આ ચાર કારણોથી પ્રાયઃ મિથ્યા ભાષણ કરવામાં આવે છે. મૂળ પાઠમાં જો કે આ ચારેયનું સાક્ષાત્ ગ્રહણ કરવામાં આવ્યું છે. છતાં ક્રોધના કથન દ્વારા માનને તથા લોભના કથન દ્વારા માયાને પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે. ભય અને હાસ્યના ગ્રહણથી “રાગ-દ્વેષ, ક્લેશ, અભ્યાખ્યાન વગેરેનું પણ ગ્રહણ થાય છે. આમ, મૃષાવાદ અનેક કારણોથી બોલવામાં આવે છે. પરંતુ અહીં જે ચાર કારણો બતાવ્યાં છે તે ઉપલક્ષણ માત્ર છે. પ્રાયઃ મિથ્યાભાષણમાં એમની મુખ્યતા રહે છે. ચૂર્ણિ અને ટીકા અનુસાર મુખ્યતાની દૃષ્ટિએ મૃષાવાદ છ પ્રકારે છે : (૧) ક્રોધ હેતુક મૃષાવાદ : જેમાં “તું દોસ્ત છે” આમ કહેવું. (૨) માન હેતુક મૃષાવાદ : જેમ અબહુશ્રુત હોવા છતાંય સ્વયંને બહુશ્રુત કહેવો. (૩) માયા હેતુક મૃષાવાદ : જેમ ભિક્ષાટનથી બચવા માટે ‘પગમાં પીડા છે’ એવું કહેવું. (૪) લોભ હેતુક મૃષાવાદ : સરસ ભોજનની પ્રાપ્તિ થતી જોઈ એષણીય નીરસ આહારને અનેષણીય કહેવું. (૫) ભય હેતુક મૃષાવાદ : જેમ દોષ સેવન કરીને પ્રાયશ્ચિત્તના ભયથી એનો સ્વીકાર ન કરવો. (૬) હાસ્ય હેતુક મૃષાવાદ : હસી-મજાક કે કુતૂહલવશ જૂઠું બોલવું. નિગ્રંથ અણગાર કોઈપણ કારણથી પોતાના માટે કે બીજાઓ માટે મિથ્યાભાષણ ન કરવું. હિંમમાં ન બૂયા : શાસ્ત્રકારે કહ્યું છે કે - “જે સત્ય પર-પીડાકારી હોય, તે બોલવું નહિ, એ જ સત્ય બોલવું જોઈએ જે હિતકારી હોય. કાણાને કાણો કહેવો જો કે તથ્ય છે છતાં તે પ્રયોજન નથી, કારણ કે એનાથી બીજી વ્યક્તિને પીડા પહોંચે છે. જેમ વનમાં કોઈ શિકારી કોઈ મૃગની પાછળ પડ્યો હોય અથવા પીછો કરી રહ્યો હોય. તે મૃગ ભાગતો ભાગતો અહીંથી નીકળ્યો. મુનિએ એને જોયો. શિકારી દ્વારા એ પૂછવાથી કે - “મહારાજ ! મૃગ અહીંથી નીકળ્યું ?” મુનિ એ નહિ કહે કે - “હા નીકળ્યું.” કારણ કે આ કથન સત્ય હોવા છતાંય પર પીડાકારી હોવાથી સાવધ સત્ય છે. તેથી અપ્રયોજ્ય જ છે. જિનદાસ મહત્તરે પોતાની ‘દશવૈકાલિક ચૂર્ણિ’માં લખ્યું છે - "हिंसगं नाम जेण सच्चेण भणिएण पीडा उप्पज्जइ तं हिंसगं ण पस्सामित्ति, सच्चमेवतं अपि, अपिच न तच्च वचनं सच्चमतच्चवचनं न च, (यद् भूतहितमत्यन्तं तत्सत्यमितरं मृषा) '. - “જે સત્ય વચનના કહેવાથી પીડા ઉત્પન્ન થાય છે, તે હિંસક સત્ય છે. મૃગને જોનારો જો એ કહે છે કે - “નથી જોયું” એ પણ (અપવાદિક) સત્ય છે. કારણ કે ન તો તથ્ય સત્ય મહાવ્રત ૪૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ વચન સત્ય છે અને ન અતથ્ય વચન જ સત્ય છે. જે પ્રાણીઓ માટે અત્યંત હિતકર હોય તે વચન સત્ય છે, શેષ મિથ્યા છે.” તેથી સત્ય વ્રતના આરાધકે પર-પીડાકારી અને સાવદ્ય સત્ય ન બોલવું. એને એ જ સત્ય બોલવું જોઈએ જે હિત હોય અને પ્રિય હોય. કહ્યું છે - सत्यं प्रियं हितं चाहुः सूनृतं सूनृतव्रताः । तत्सत्यमपि नो सत्यमप्रियं चाहितं त यत् ॥ . - અણગાર ધર્મામૃત, અ-૪, શ્લોક-૪૨ જેમણે સત્ય બોલવાનું વ્રત લીધું છે તે સત્ય, પ્રિય અને હિત વચનને સત્ય વચન કહે છે . જે અપ્રિય અને અહિતકર છે તે સત્ય પણ સત્ય નથી. સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ : શાસ્ત્રકારોએ સત્ય મહાવ્રતને પુષ્ટ કરવા હેતુ પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કર્યું છે. તે પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે : (૧) અનુવચિ ભાષણ, (૨) ક્રોધ પ્રત્યાખ્યાન, (૩) લોભ પ્રત્યાખ્યાન, (૪) ભય પ્રત્યાખ્યાન અને (૫) હાસ્ય પ્રત્યાખ્યાન. (૧) અનુવીચિ ભાષણ : વિચારપૂર્વક, સમ્યગુ જ્ઞાન સહિત, નિર્દોષ, મધુર, સત્ય, પથ્ય વચન બોલવાં, જેનાથી કોઈને દુઃખ ન થાય, ખોટું ન લાગે, એ અનુવીચિ ભાષણ નામની પ્રથમ ભાવના છે. સત્ય વ્રતના આરાધકે વગર વિચારે, અચાનક અવિવેકયુક્ત વચન ન બોલવા જોઈએ. મારાં વચનો ક્યાંય મિથ્યા ન હોય, પર પીડાકારી ન હોય, સાવદ્ય ન હોય, ગહિત ન હોય, કર્કશ કે કઠોર ન હોય, અપ્રિય ન હોય, એવું પર્યાલોચન કર્યા પછી બોલવાથી અસત્ય ભાષણની સંભાવના નથી રહેતી, તેથી વિચારપૂર્વક, વિવેકપૂર્વક બોલવું સત્ય મહાવ્રતની પ્રથમ ભાવના છે. (૨) ક્રોધ પ્રત્યાખ્યાન ઃ ક્રોધથી અભિભૂત થઈને વ્યક્તિ મિથ્યા બોલે છે, તેથી સત્યના આરાધકે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. ક્રોધના આવેશમાં વ્યક્તિ દ્વા-તલા બોલવા લાગે છે, તે ભાષાના સંયમને ખોઈ બેસે છે, તેથી જ્યારે ક્રોધના આવેશ હોય ત્યારે ભાષણ ન કરવું, ક્ષમા અને મૌન ધારણ કરવું જોઈએ. આમ, ક્રોધનું પ્રત્યાખ્યાન સત્ય મહાવ્રતની બીજી ભાવના છે. (૩) લોભ પ્રત્યાખ્યાન : લોભ-લાલચને વશીભૂત થઈને જૂઠું બોલવામાં આવે છે, તેથી જ્યારે લોભનો ઉદય થાય ત્યારે મૌન ધારણ કરીને સંતોષનું અવલંબન લેવું જોઈએ. આમ, સત્યના અભિલાષીને લોભવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. લોભ ઉપર અંકુશ લગાવવાથી ઘણાં બધાં જૂઠોથી બચી શકાય છે, તેથી લોભ પ્રત્યાખ્યાનને સત્ય મહાવ્રતની ત્રીજી ભાવના કહી છે. (૪) ભય પ્રત્યાખ્યાન ભયથી અભિભૂત થઈને પણ વ્યક્તિ લગભગ જૂઠનો સહારો લે છે. તેથી સત્ય વક્તાએ ભય ઉપર વિજય મેળવવો જોઈએ. ભયભીત વ્યક્તિ કદી સત્યવાદી (૮૪૬) 2000 2001 2000 2000 ( જિણધમો ) Page #344 -------------------------------------------------------------------------- ________________ નથી થઈ શકતી. ભયનો ઉદ્રક હોવાથી મૌન રાખવું, પૈર્ય ધારણ કરવું જોઈએ. ભયને જીતી લેવાથી સત્ય ભાષણમાં સરળતા આવી જાય છે, તેથી ભય પ્રત્યાખ્યાનને સત્ય મહાવ્રતની ચોથી ભાવના કહેવામાં આવી છે. (૫) હાસ્ય પ્રત્યાખ્યાન : હાસ્ય-વિનોદમાં લગભગ જૂઠું બોલવામાં આવે છે. સત્ય વતી માટે હાસ્યનું પ્રત્યાખ્યાન આવશ્યક છે. હાસ્યનું પ્રત્યાખ્યાન હોવાથી ઘણાં બધાં જૂઠોથી સ્વયમેવ બચાવ થઈ જાય છે, તેથી હાસ્ય પ્રત્યાખ્યાનને આ સત્ય મહાવ્રતની પાંચમી ભાવનાના રૂપમાં કહેવામાં આવી છે. મિથ્યા ભાષણનાં કારણોને બતાવતાં અન્યત્ર કહેવામાં આવ્યું છે - "रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतमिति ।" રાગથી, દ્વેષથી અને મોહસ્થી મિથ્યા ભાષણ કરવામાં આવે છે. જ્યારે કારણોનો અભાવ થઈ જાય છે તો કાર્યનો પણ અભાવ થાય છે. તેથી મિથ્યા ભાષણનાં કારણોનું પ્રત્યાખ્યાન કરવાથી મિથ્યા ભાષણ રૂપ કાર્યનો અભાવ થાય છે. તેથી મિથ્યા ભાષણનાં કારણોનાં પ્રત્યાખ્યાનોને સત્ય મહાવ્રતની ભાવનાઓના રૂપમાં નિરૂપિત કરવામાં આવ્યું છે. ઉક્ત પાંચ ભાવનાઓનું અવલંબન લેવાથી સત્ય મહાવ્રતમાં પુષ્ટિ આવે છે, તેથી શ્રમણ નિગ્રંથ ઉક્ત પાંચ ભાવનાઓને હંમેશાં અપનાવતા રહે છે. સત્ય મહાવ્રતના આરાધક માટે ભાષા સમિતિનો પૂરેપૂરો વિવેક રાખવો આવશ્યક હોય છે. ભાષાની શુદ્ધિ માટે સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષાનું તથા દસ પ્રકારનાં સત્યોનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ બધાનું પ્રતિપાદન ભાષા સમિતિના વર્ણન સાથે કરવામાં આવશે. આ એટલું જ અભિપ્રેત છે કે સત્ય વતી અણગાર સત્ય ભાષા અને વ્યવહાર ભાષાનો યથાવસર અને યથા સમયે વિવેક સાથે ઉપયોગ કરો. કહ્યું છે કે - मौनमेव सदा कुर्यादार्यः स्वार्थैकसिद्धये । स्वैकसाध्ये परार्थे वा ब्रूयात् साध्याविरोधतः ॥ - અણગાર ધમાકૃત, અ.-૪, ગ-૪૪ સાધુજનોએ મુખ્યત્વે મૌન જ રાખવું જોઈએ. જો બોલવું પડે તો આત્મહિતની વિરુદ્ધ ન બોલવું જોઈએ. અન્યત્ર કહેવાયું છે - मौनमेव हितं पुंसां शश्वत्सर्वार्थसिद्धये । वचो वातिप्रियं तथ्यं सर्वसत्वोपकारि यत् ॥ धर्मनाशे क्रियाध्वंसे स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टैरपि वक्तव्यं तत्स्वरूपप्रकाशने ॥ સર્વ અર્થોની સિદ્ધિ માટે પુરુષોને હંમેશાં મૌન જ હિતકર છે. જો મૌન શક્ય ન હોય તો એવું અતિપ્રિય સત્ય બોલવું જોઈએ, જે બધાં પ્રાણીઓનો ઉપકારક હોય. જો ધર્મનો [ સત્ય મહાવ્રત D O 000000000000 (૮૪૦] Page #345 -------------------------------------------------------------------------- ________________ નાશ થતો હોય, ક્રિયાકાંડ ધ્વંસ થતો હોય, પોતાના સિદ્ધાંતના અર્થમાં બગાડ થતો હોય, તો એમનું સ્વરૂપ પ્રકાશિત કરવા માટે પૂછ્યા વગર પણ બોલવું જોઈએ. સારાંશ એ છે કે - સત્ય મહાવ્રતીએ મુખ્યત્વે મૌનનું અવલંબન લેવું જોઈએ પરંતુ બોલવું આવશ્યક હોય તો સત્ય, પ્રિય, નિરવ અને હિતકારી વચન જ બોલવું જોઈએ. એવું કરવાથી જ બીજા મહાવ્રતની સમ્યમ્ આરાધના થઈ શકે છે. સત્ય મહાલતના ભંગ: જૂઠના કારણભૂત ક્રોધ, લોભ, ભય અને હાસ્યને કૃત, કારિત, અનુમોદન તથા મનવચન-કાયારૂપ નવ કોટિથી ગુણ્યા કરવાથી ૪૪૯=૩૬ ભંગ બીજા મહાવ્રતના હોય છે. પૂર્વોક્ત દિવસમાં, રાતમાં, એકલામાં, સમૂહમાં, ઊંઘતા સમયે અને જાગતા સમયે આ છે વિકલ્પોથી ગુણ્યા કરવાથી ૩૬૮૬=૨૧૬ ભંગ પણ થાય છે. ઉક્ત રીતિથી બધા પ્રકારના મૃષાવાદથી વિરતિ રૂપ સત્ય મહાવ્રતના સમ્યગુ રૂપથી આરાધન કરનાર મુનિ સંસારસાગરથી પાર થઈ જાય છે. K AT (અસ્તેય મહાવત) નિગ્રંથ શ્રમણ જે પાંચ મહાપ્રતિજ્ઞાઓનો અંગીકાર કરે છે, એમાંની ત્રીજી પ્રતિજ્ઞા છે - “સળા વન્નાલાપITો વેરમUT ” તે એ પ્રતિજ્ઞા કરે છે કે તે કોઈપણ પ્રકારની વસ્તુને ત્યાં સુધી ગ્રહણ નહિ કરે, જ્યાં સુધી તે એના સ્વામી દ્વારા દત્ત ન હોય કે અનુજ્ઞાત ન હોય. એની આ મહાપ્રતિજ્ઞાનું પ્રારૂપ આ પ્રમાણે __ अहावरे तच्चे भंते ! महव्वए अदिन्नादाणाओ वेरमणं । सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि-से गामे वा नगरे वा रणे वा अप्पं वा बहुं वा अणुंवा थूलं वा चितमन्तं वा अचित्तमन्तं वा, नेव सयं अदिन्नं गेण्हेज्जा, नेवन्नेहिं अदिन्नं गेण्हावेज्जा, अदिन्नं गेण्हते वि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि, करंतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि। ભંતે ! ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનની વિરતિ થાય છે. ભંતે ! હું સર્વ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરું છું. ગામમાં, નગરમાં કે અરણ્યમાં ક્યાંય પણ અલ્પ કે વધારે, સૂક્ષ્મ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત, કોઈપણ અદત્ત વસ્તુને હું સ્વયં ગ્રહણ નહિ કરું, બીજાઓથી અદત્ત વસ્તુને ગ્રહણ નહિ કરું અને અદત્ત વસ્તુને ગ્રહણ કરનારાઓનું અનુમોદન પણ નહિ કરું. વાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી - મનથી, વચનથી, કાયાથી નહિ કરીશ, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના અદત્તાદાનથી નિવૃત્ત થાઉં છું. એની નિંદા કરું છું. ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું.” (૮૪૮) , , , જિણામો) Page #346 -------------------------------------------------------------------------- ________________ અણગારની ઉક્ત પ્રતિજ્ઞામાં અદત્તાદાન વિરતિનું ક્ષેત્ર તથા સંદર્ભ બહુ વ્યાપક અને અતિ સૂક્ષ્મતાને માટે છે. અદત્તાદાનનો સામાન્ય અર્થ ‘ચોરી’ થાય છે, જેનો ત્યાગ તો ગૃહસ્થ શ્રાવક જ નહિ, માર્ગાનુસારી પણ કરે છે. સાત કુવ્યસનોના ત્યાગમાં ચોરી કરનારનો ત્યાગ આવી જ જાય છે. તેથી મહાવ્રતધારી માટે જે અચૌર્ય મહાવ્રતનું વિધાન કરવામાં આવ્યું છે તે અનેક વિશેષતાઓને માટે છે. માર્ગાનુસારી અથવા ગૃહસ્થ શ્રાવકની ‘ચોરી’ની વ્યાખ્યા સ્થૂળ અર્થ સુધી જ સીમિત છે, અર્થાત્ ત્યાં માત્ર એવી ચોરીનો ત્યાગ છે જેમાં પકડાઈ જવાથી સરકાર દ્વારા દંડિત થાય છે અને જનતામાં નિંદિત થાય છે પરંતુ અણગાર માટે ચોરીની વ્યાખ્યા ખૂબ વ્યાપક થઈ જાય છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ ચોરીનો પણ એણે ત્યાગ કરવો પડે છે. એના અચૌર્ય અને અદત્તાદાનની સીમા ખૂબ વિસ્તૃત થઈ જાય છે. તે ન માત્ર સ્થૂળ ચોરીનું પણ સૂક્ષ્મથી સૂક્ષ્મ ચોરીનો મનથી, વચનથી, કાયાથી, કરવા-કરાવવા કે અનુમોદન કરવાનો ત્યાગ કરે છે. આ સીમામાં તે માનસિક ચોરીઓ પણ આવી જાય છે, જેમને સામાન્ય રૂપથી ચોરી નથી માનવામાં આવતી. તેથી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં અચૌર્ય સંવરના અધિકારમાં કહેવામાં આવ્યું છે કે - “કોઈપણ વસ્તુને ચાહે તે મૂલ્ય અથવા પ્રમાણમાં, અલ્પ હોય કે બહુ હોય, નાની હોય કે મોટી હોય, ગામમાં હોય કે નગરમાં હોય કે જંગલમાં હોય; કોઈપણ સ્થાન પર હોય, આપ્યા વગર કે સ્વામીની આજ્ઞા લીધા વિના ગ્રહણ કરવું અચૌર્ય મહાવ્રતીને માટે નિષિદ્ધ છે.” અચૌર્ય મહાવ્રતી સાધુને ઉપાશ્રયમાં રાખેલી વસ્તુનું ગ્રહણ કે ઉપયોગ પણ ત્યાંના સ્વામી કે અધિકારીની પ્રતિદિન આજ્ઞા વિના ન કરવી જોઈએ. સાધુઓની પ્રતિ અપ્રીતિ રાખનારાને ત્યાંથી આહાર વગેરે કે અન્ય ધર્મોપકરણ વગેરે સામગ્રી લેવી પણ ઉચિત નથી. જે સાધુ બીજાઓની નિંદા કરે છે કે બીજાઓની સામે મિથ્યા ગપ્પા મારે છે, બીજાઓના દોષો જુએ છે, કે દોષોની ચર્ચા કરે છે, જે આચાર્ય ગ્લાન-વૃદ્ધ વગેરે બીજા સાધુઓના બહાને કે એમની ઓટમાં મનોજ્ઞ વસ્તુઓ સ્વયં લઈ લે છે, જે પારસ્પરિક સંબંધનો નાશ કરાવી દે છે, જે બીજાના સુકૃતનો અપલાપ કરે છે, દાન આપવામાં અંતરાય નાખે છે, ચાપલુસી કરે છે, ઈર્ષ્યાથી બળતો રહે છે, જે આહાર વગેરે કે અન્ય વસ્ત્ર પાત્ર-પીઠ લક વગેરેનો સાધુઓ સાથે યથોચિત સંવિભાગ નથી કરતો, જે ગચ્છના માટે ઉપયોગી કલ્પનીય વસ્તુઓને પ્રાપ્ત કરવામાં રુચિવાળો નહિ, જે તપનો ચોર છે, વચનનો ચોર છે, રૂપનો ચોર છે, આચારનો ચોર છે, ભાવનો ચોર છે, જે રાતે જોર-જોરથી બોલે છે, જે સંઘમાં કે વ્યક્તિઓમાં ક્લેશ પેદા કરે છે, લડાવે છે, વેર-વિરોધ કરે છે, વિકથાઓ કરે છે, ચિત્તમાં અસમાધિ ઉદ્વેગ પેદા કરે છે, જે પ્રમાણથી વધુ ભોજન કરે છે, જે હંમેશાં વેરભાવ સ્થિર રાખે છે અને જે તીવ્ર ક્રોધી છે, તે અચૌર્ય મહાવ્રતનો આરાધક નથી. અચૌર્ય મહાવ્રતનો આરાધક એ જ હોઈ શકે છે જે ઉક્ત દોષોથી રહિત હોય. ‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર’ના આ કથનથી સ્પષ્ટ થઈ જાય છે કે નિગ્રંથ અણગારના અદત્તાદાન વિરતિનું ક્ષેત્ર કેટલું વ્યાપક અને વિશાળ છે. એમાં તે બધા માનસિક-વાચિક અને કાયિક અસ્તેય મહાવ્રત ૮૪૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ દુર્ભાવ ચોરીના અંતર્ગત આવી જાય છે, જે દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા દ્વારા અનુજ્ઞાત નથી. તીર્થકર દેવોએ જેમને કરવાની અનુમતિ નથી આપી, તે બધાં તીર્થકર દ્વારા અદત્ત છે. એમને કરવું અદત્તાદાન છે. ચાર પ્રકારના અદત્તઃ સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં ચાર પ્રકારના અદત્ત કહેવામાં આવે છેઃ (૧) સ્વામી અદત્ત, (૨) જીવ અદત્ત, (૩) તીર્થકર અદત્ત અને (૪) ગુરુ અદત્ત. (૧) સ્વામી અદત્ત ઃ જે વસ્તુના માલિક દ્વારા ન આપવામાં આવ્યા હોય કે એના દ્વારા જે અનુજ્ઞાપિત ન હોય, એને ગ્રહણ કરવું સ્વામી અદત્ત છે. (૨) જીવ અદત્ત : સ્વામી દ્વારા આપવાથી પણ અનુજ્ઞાપિત કરવાથી પણ જો જીવના દ્વારા દત્ત કે અનુજ્ઞાત ન હોય તો તે જીવ અદત્ત છે. જેમાં માતા-પિતા દ્વારા પોતાના પુત્રને સાધુને આપી દેવાથી પણ જો તે પુત્ર સ્વયં નથી રહેવા માંગતો તો તે જીવ અદત્ત છે. અથવા જીવ દ્વારા પોતાના પ્રાણ ન દેવા છતાંય એના પ્રાણોનું હરણ કરવું જીવ અદત્ત છે. (૩) તીર્થકર અદત્તઃ તીર્થંકર પરમાત્માએ જેના માટે અનુમતિ ન આપી હોય, એનું આચરણ કરવું કે એને ગ્રહણ કરવું તીર્થકર અદત્ત છે. (૪) ગુરુ અદત્ત ઃ તીર્થંકર પરમાત્મા દ્વારા અનુજ્ઞાત હોવા છતાંય જો ગુરુની આજ્ઞા ન હોય તો એને ગ્રહણ કરવું ગુરુ અદત્ત છે. આમ, તીર્થકર અને ગુરુની આજ્ઞાથી વિપરીત આચરણ કરવું, પોતાના મનોભાવોને છુપાવવા, બીજાઓના સારાપણાને છુપાવવા અથવા કોઈના પૂછવાથી વચનથી ઘુમાવીફરાવીને આમ બોલવું, જેનાથી અસત્ય પણ પ્રગટ ન થાય અને અસલી વાતને પણ છુપાવી લેવામાં આવે. જેમ કોઈના એ પૂછવાથી કે - “શું તમે જ માસક્ષમણના તપસ્વી છો?” તરત જવાબમાં કહેવું કે - “સાધુ તો ક્ષપણક તપસ્વી જ હોય છે.” વગેરે માનસિક ચોરીમાં આવે છે. આમ, વચનથી દાન-શીલ-તપ વગેરે ધર્મો કે સુકૃત્યોનો નિષેધ કરે, “એમાં શું રાખ્યું છે” આ પ્રમાણે ઉપેક્ષા બતાવે કે સિદ્ધાંતથી વિપરીત જાણી-જોઈને કોઈ વાતની પ્રરૂપણા કરે તો એ વાક ચોરી છે. કારણ કે આ બધા શાસનપતિ ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો અપલાપ છે. બીજાના અધિકારોનું અપહરણ કરવું, બીજાઓની ચીજને અનુમતિ વગર પોતાના કામમાં લેવું, કોઈની પડી ગયેલી, વિસ્મૃત કે ખોવાયેલી વસ્તુને પોતાના કબજા (હક)માં કરવી, બીજા માટે કરેલાં કાર્ય કે ઉપકાર પર પોતાના નામની છાપ લગાવવી, ઉપકારને ભૂલી જવું કે એનું નામ છુપાવવું વગેરે કાયિક ચોરી છે. આમ, અણગારને મન, વચન અને કાયાથી અદત્તાદાનનું કૃત-કારિત અને અનુમતિથી પણ સર્વથા ત્યાગ કરવાનો હોય છે. (૮૫૦ છે જો જિણધો] Page #348 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર'માં અદત્તાદાન વિરતિના સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છ चित्तमंतमचितं वा, अप्पं वा जइ वा बहुं । दंतसोहणमित्तंपि उग्गहंसि अजाइया ॥ तं अप्पणा न गिण्हंति नो विगिण्हावए परं । अन्नं वागिण्हमाणं पि नाणुजाणंति संजया ॥ - દશવૈકા, અ.-૬, ગા-૧૩/૧૪ સંયમી મુનિ સચિત્ત કે અચિત્ત, અલ્પ કે બહુ દંત-શોધન માત્ર વસ્તુનો પણ એના સ્વામીની આજ્ઞા વગર ગ્રહણ નથી કરતો, બીજાઓથી ગ્રહણ નથી કરાવતો અને અન્ય ગ્રહણ કરનારને અનુમોદન પણ નથી કરતો. નિગ્રંથ શ્રમણ સર્વથા અપરિગ્રહી હોવાના કારણે સોનું, ચાંદી, મણિ-મુક્તા, રૂપિયાપૈસા કે અન્ય કોઈ બહુમૂલ્ય પદાર્થ પોતાની પાસે નથી રાખતો, તે તૃણ અને મણિમાં, સોના અને માટીના ઢગલામાં સમભાવ રાખે છે, તે કંચન-કામિનીનો સર્વથા ત્યાગી હોય છે, તેથી એમને પોતાની પાસે રાખવા કે લેવાનો તો સવાલ જ નથી રહેતો, પરંતુ સંયમની સાધના હેતુ જે પણ નાની-મોટી આવશ્યક વસ્તુઓ અને ધમપકરણ છે, એમને પણ તે કોઈની અનુમતિ વગર ન સ્વયં ગ્રહણ કરે છે, ન બીજાઓથી ગ્રહણ કરાવે છે, અને ન ગ્રહણ કરનારનું અનુમોદન જ કરે છે. ત્યાં સુધી કે જો મુનિને દંત શોધન માટે તણખલાની આવશ્યકતા હોય તો તે પણ કોઈને આપ્યા વગર કે કોઈની અનુમતિ વગર તે ગ્રહણ નથી કરતો. એટલી વ્યાપક અને વિસ્તૃત છે જૈન શ્રમણની અદત્તાદાન વિરતિ રૂપ અચૌર્ય મહાવ્રતની મર્યાદા. સાધુ સચિત્ત અર્થાત્ દ્વિપદ-ચતુષ્પદ તથા અપદને અને અતિત અર્થાત્ વસ્ત્ર વગેરે પદાર્થને ચાહે તે મૂલ્યમાં અને પ્રમાણમાં અલ્પ હોય કે વધારે હોય, ચાહે તે વનમાં હોય કે ગામનગરમાં હોય, ક્યાંય પણ હોય, સ્વામીની આજ્ઞા વગર એને ગ્રહણ ન કરો. આ અચૌર્ય મહાવ્રતનું સ્વરૂપ છે. અચોર્ચ મહાવ્રતની પાંચ ભાવનાઓઃ અચૌર્ય મહાવ્રત અથવા દત્તાનુજ્ઞાત નામ તૃતીય સંવર દ્વારને પુષ્ટ બનાવવા માટે, એની સુરક્ષા માટે શાસ્ત્રકારે પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કર્યું છે. “આચારાંગ સૂત્ર અનુસાર તે પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે : (૧) અનુવીચિમિતાવગ્રહ યાચન ઃ સમ્યક વિચાર કરીને ઉપયોગ માટે આવશ્યક અવગ્રહ-સ્થાનની યાચના કરવી અનુવચિમિતાવગ્રહ યાચન ભાવના છે. દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધર્મિકના ભેદથી પાંચ પ્રકારના અવગ્રહ કહેવામાં આવે છે. એમાંથી પૂર્વ પૂર્વનો બાધ્ય છે અને ઉત્તર ઉત્તરનો બાધક છે. એમાંથી જે જ્યાં સ્વામી હોય એનાથી યાચના કરવી જોઈએ અર્થાત્ એની આજ્ઞા લેવી જોઈએ. જો સાધર્મિક સાધુ પહેલાં રોકાયેલાં હોય તો પહેલાં એમની આજ્ઞા લેવી જોઈએ. જો સાધર્મિક સાધુ રોકાયેલો નથી [ અસ્તેય મહાવ્રત જ૮૫૧) Page #349 -------------------------------------------------------------------------- ________________ તો જે એ સ્થાનનો વ્યવસ્થાપક હોય, અધિકૃત વ્યક્તિ હોય એની આજ્ઞા લેવી જોઈએ. એના અભાવમાં કુટુંબના સ્વામીની, એના અભાવમાં રાજાની અને એનાથી પણ અભાવમાં શકેન્દ્રજીની આજ્ઞા આજ્ઞા લેવી જોઈએ. વન વગેરે નિર્જન સ્થાનોમાં જ્યારે કોઈ રાજા આપનાર ન હોય તો નિર્ભમી વસ્તુ શકેન્દ્રજીની આજ્ઞાથી ગ્રહણ કરી શકાય છે. જે-જે વસ્તુના ગ્રહણમાં જે-જે સ્વામીથી માંગવામાં વિશેષ ઔચિત્ય પ્રતીત હોય એનાથી યાચના કરવી જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને અવગ્રહની યાચના કરવી અચૌર્ય મહાવ્રતની પહેલી ભાવના છે. (૨) અનુજ્ઞાપિત પાન ભોજન શાસ્ત્રીય વિધિપૂર્વક પ્રાસુક અને એષણીય (કલ્પનીય) આહાર-પાણી લાવીને આલોચનાપૂર્વક ગુરુને દેખાડીને એમની આજ્ઞાથી મંડળીમાં બેસીને એકાકી એનો ઉપયોગ કરવો અનુજ્ઞાપિત પાન ભોજન નામની બીજી ભાવના છે. (૩) એતાવત અવગ્રહાલધારણ : અનુજ્ઞાન સ્થાનમાં પણ અમુક અમુક એટલાંએટલાં સ્થાન જ ઉપયોગમાં લેવામાં આવશે, એનાથી વધુ નહિ. આમ, અવગ્રહનું અવધારણ કરવું, એની મર્યાદાનો સ્વીકાર કરવો એતાવત્ અવગ્રહાલધારણ છે. એનાથી સ્થાનદાતાને અરુચિ કે અસુવિધા નથી થતી. (૪) અભીક્ષ્ણ અવગ્રહ યાચન : એકવાર સ્વામી દ્વારા આજ્ઞા આપવા છતાંય દાતાના ચિત્તની અરુચિને દૂર કરવા હેતુ પુનઃ પુનઃ અવગ્રહની યાચના કરવી જોઈએ. ઉપાશ્રયમાં રહેવા છતાં જે-જે વસ્તુઓની આવશ્યકતા હોય એમના ઉપયોગ માટે પુનઃ પુનઃ આજ્ઞા લેવાથી અદત્તનો દોષ નથી લાગતો. (૫) સાધર્મિક અવગ્રહ ચાચન : સમાનધર્મી સાધુઓ દ્વારા પૂર્વ પરિગૃહીત ક્ષેત્રમાં રોકાવા માટે એમની અનુમતિ લેવી આવશ્યક છે. એમની અનુમતિ લેવાથી જ ત્યાં રોકાવું જોઈએ, અન્યથા અદત્તનો દોષ લાગે છે. પોતાના સાધર્મિકની પણ કોઈ વસ્તુ લેવી હોય તો એની આજ્ઞા અવશ્ય લેવી જોઈએ. ઉક્ત પાંચ ભાવનાઓનું પાલન કરતાં-કરતાં અણગાર અચૌર્ય મહાવ્રતનો સમ્યમ્ આરાધક હોય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આ મહાવ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે બતાવી છે - (૧) વિવિક્ત વસતિવાસ, (૨) અનુજ્ઞાત સંસ્તારક ગ્રહણ, (૩) શય્યા પરિક્રમ વર્જન, (૪) અનુજ્ઞાત ભક્ત વગેરે ભોજન અને (૫) સાધમિકોમાં વિનય. (૧) વિવિક્ત વસતિવાસ : સાધુએ એવા સ્થાનમાં રહેવું જોઈએ જે પૃથ્વી, જળ, બીજ, લીલો ધરો, ઘાસ વગેરેથી રહિત હોય, ત્રસ જીવોથી રહિત હોય, સ્ત્રી વગેરેના નિવાસથી રહિત હોય, જેને ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે બનાવ્યો હોય, એવા એકાંતશાંત-પ્રશસ્ત-ઉપાશ્રયમાં નિવાસ કરવો યોગ્ય છે. જે સ્થાન સાધુના નિમિત્તથી બનાવવામાં આવ્યું હોય - અડધા કર્મદોષથી દૂષિત હોય, જ્યાં પાણી છાંટવામાં આવ્યું હોય, લીલું ઘાસ (૯૫૨) છે જે છે તે છે કે છે તે છે જિણધમો) Page #350 -------------------------------------------------------------------------- ________________ વગેરેને ઉખાડીને ઝાડું-પોતું કરીને સાફ કરવામાં આવ્યું હોય, વંદનવાર, ચોકપુરણ વગેરેથી સજાવવામાં આવ્યું હોય, છાણ વગેરેથી લીપવામાં આવ્યું હોય, વારંવાર લીંપવામાં આવ્યું હોય, જેમાં ઠંડી દૂર કરવા આગ સળગાવી હોય, રોશની માટે ઘરનાં સામાન એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ જમાવવામાં આવ્યો હોય, જ્યાં અંદર અને બહાર જીવોની વિરાધના સાધુઓના નિમિત્ત હોય, એવા શાસ્ત્ર નિષિદ્ધ ઉપાશ્રયને સાધુ વર્જનીય સમજે. આમ, દોષોથી રહિત, નિર્દોષ, વિવિક્ત વાસવસતિ રૂપ સમિતિથી ભાવિત અણગાર પાપકર્મથી વિરત થતાં થતાં દત્તાનુજ્ઞાત અવગ્રહ રુચિવાળો હોય છે. (૩) શય્યા પરિકર્મ વર્જન : સાધુ જે ગૃહસ્થના ઉપાશ્રય સ્થાનમાં નિવાસ કરે, ત્યાં જ પીઠફલક શય્યા સંસ્મારકની ગવેષણા કરો. શય્યા (પથારી) માટે ઉબડ-ખાબડ વિષમ જગ્યાને સમતલ ન કરો. હવાને બંધ કરવા કે એને આવવા માટે ઉત્સુકતા ન બતાવો, માંકડ-મચ્છરોના ઉપદ્રવથી ન ગભરાઓ, મચ્છર વગેરેને ભગાવવા માટે આગ ન સળગાવો, ધુમાડો ન કરો. આમ, શય્યાના વિષયમાં નિર્દોષ પ્રવૃત્તિ કરનાર અણગાર દત્તાનુજ્ઞાત રુચિવાળો હોય છે. (૪) અનુજ્ઞાત ભક્ત વગેરે ભોજન ઃ સર્વ સાધારણ સાધુઓ માટે સામૂહિક ભોજન, વસ્ત્ર-પાત્ર વગેરે વસ્તુઓ વિધિપૂર્વક પ્રાપ્ત થવાથી સાધુએ એનો ઉપભોગ સમ્યમ્ વિધિપૂર્વક કરવો જોઈએ. પ્રાપ્ત સામૂહિક ભોજનમાંથી સ્વાદિષ્ટ અને મનોજ્ઞ વસ્તુ જ વધુ અને જલદી-જલદી ન ખાઓ, ચંચળતાપૂર્વક શરીરના અવયવોને હલાવતા હલાવતા ન કરો, એકદમ ભોજન ઉપર તૂટી ન પડો, બીજાઓને પીડા પહોંચાડનારા અને સાવદ્ય-પાપયુક્ત ભોજન વગેરેનું સેવન ન કરો. સામૂહિક ભોજન વગેરેને પ્રાપ્ત થવાથી સાધુને એનો એ પ્રમાણે ઉપભોગ કરવો જોઈએ. જેનાથી સૂક્ષ્મ રૂપમાં જરા પણ અદત્તાદાન વિરમણ વ્રતના નિયમનો ભંગ ન થાય. આમ સાધારણ પિંડપાતના લાભના વિષયમાં સમ્યક પ્રવૃત્તિ કરનાર અણગાર દત્તાનુજ્ઞાત રુચિવાળો હોય છે. (૫) સાધર્મિક વિનય : સાધર્મિક સાધુઓની પ્રત્યે વિનયનો પ્રયોગ કરવો જોઈએ. રોગ વગેરે અવસ્થામાં સેવા દ્વારા સાધુનો ઉપકાર કરવામાં તથા તપસ્યાના પારણામાં ઇચ્છાકાર વગેરે રૂપ વિનય કરવો જોઈએ. સૂત્ર વગેરેનો પાઠ વાંચવામાં તથા ભણેલા પાઠની આવૃત્તિ કરવામાં વંદન વગેરે રૂપ વિનયનું આચરણ કરવું જોઈએ. ઉપાશ્રયથી બહાર નીકળતા અને પ્રવેશ કરતા સમયે “ગાવસ્કૂદિ નિમ્નદિ દ્વારા વિનય કરવો જોઈએ. સાધર્મિક સાધુઓમાં પરસ્પર વ્યવહાર વિનયથી જ થઈ શકે છે. નાના સાધુ મોટા સાધુની પ્રત્યે વિનય કરે અને મોટા સાધુ નાનાની પ્રત્યે સ્નેહિલ રહે. એના અભાવમાં નાના સાધુ ગુરુની આજ્ઞા વિના જ ગૃહસ્થના ત્યાંથી સારી વસ્તુ લાવીને એકલા જ એનો ઉપભોગ કરી લેશે. આ પ્રચ્છન્ન વૃત્તિ ચોરી છે. પરસ્પર વિનય વ્યવહારથી સાધુઓમાં પરસ્પર સૌહાર્દ, વાત્સલ્યભાવ, સહયોગ વગેરે ગુણ વધે છે. તેથી સાધુઓને પરસ્પરમાં વિનય-વ્યવહાર કરવો [ અસ્તેય મહાવ્રતો અને છે (૮૫૩) Page #351 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. વિનય પણ ધર્મ છે અને તપ પણ ધર્મ છે. આમ, સાધર્મીઓની પ્રત્યે વિનય-વ્યવહાર કરનાર અણગાર દત્તાનુજ્ઞાત રુચિવાળો હોય છે. ઉક્ત રીતિથી દત્તાનુજ્ઞાત રૂપ સંવર દ્વાર, ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત છે અને પ્રશસ્ત મંગલમય છે. અચૌર્ચ મહાવ્રતના ભંગઃ પૂર્વોક્ત અલ્પ, બહુ, અણુ, ધૂળ, સચિત્ત અને અચિત્ત - આ છ પ્રકારના પદાર્થોને નવ કોટિથી (મન-વચન-કાયાકૃત-કારિત-અનુમત)થી ગુણ્યા કરવાથી ૬૪૯=૫૪ ભંગ થાય છે. એમને દિવસ, રાત, એકલામાં, સમૂહમાં, ઊંઘતા-જાગતાં આ છ વિકલ્પોથી ગુણ્યા કરવાથી પ૪૪૬=૩૨૪ ભંગ ત્રીજા મહાવ્રતના થાય છે. આમ, સર્વથા અદત્તાદાન વિરતિ રૂપ અચૌર્ય મહાવ્રતનો આરાધક શ્રમણ-નિગ્રંથ આત્મ કલ્યાણના માર્ગ ઉપર ઉત્તરોત્તર આગળ વધતો રહે છે અને પોતાના પરમ પુરુષાર્થ સિદ્ધ કરી લે છે. KCC (બ્રહ્મચર્ય મહાવત) જેને શ્રમણ નિગ્રંથની ચોથી મહાપ્રતિજ્ઞા - “બ્રામો મેમો વેરા' બધા પ્રકારના અશીલ અને કુશીલથી નિવૃત્ત થઈને અખંડ બ્રહ્મચર્ય મહાવ્રતનો અંગીકાર કરવો છે. આધ્યાત્મિક વિકાસ માટે બ્રહ્મચર્ય મહાવ્રતનો મહિમા અને ગરિમાના વિષયમાં ચતુર્થ અણુવ્રતના પ્રકરણમાં પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવે છે. એની પુનરાવૃત્તિ ન કરતાં અહીં એટલો જ ઉલ્લેખ કરવો પર્યાપ્ત હશે કે બ્રહ્મચર્યની આરાધના કરવાથી બધાં વ્રતનિયમ-જપ-તપ વગેરે આરાધિત હોય છે અને એના ખંડનથી બધાં વ્રત વગેરે ખંડિત થઈ જાય છે. જેમ કે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં કહ્યું છે - जम्मि य भग्गम्मि होइ सहसा सव्वं संभग्गमद्दिय-मत्थिय-चुन्निय-कुसल्लियपव्वय-पडिय-खंडिय-परिसडिय विणासियं विणय सील तव नियम गुण समूह तं बंभं भगवंतं गहगण नक्खत्त तारगाणं वा जहा उड्डपती...एवमणेग गुणा अहीणाभंवंति एक्कम्मि बंभचेरे । जंमि य आराहियम्मि आराहियं वयमिणं सव्वं सीलं तवो य, विणओ य संजमो य, खंती, गुत्ती, मुत्ती तहेव इहलोइय-पारलोइय जसे य, कित्ती य, पव्वओ य । तम्हा निहुएण बंभचेरं चरियव्वं सव्वओ विसुद्धं વિશ્વવા, નાવ સેટ્ટિ સંન ત્તિ / - પ્રશ્ન વ્યાકરણ, ચતુર્થ સંવર દ્વાર બ્રહ્મચર્ય વ્રતનાં ભંગ થવાથી વિનય, શીલ, તપ વગેરે બધા ગુણ-સમૂહ માટીના ઘડાની સમાન એકદમ નષ્ટ થઈ જાય છે. દહીંના સમાન મર્દિત થઈ જાય છે, ચણાના સમાન પીસાઈ જાય છે, બાણથી વિધાયેલા શરીરના સમાન વીંધાઈ જાય છે, મહેલના શિખરથી પડેલા (૮૫૪ જિણધમો) Page #352 -------------------------------------------------------------------------- ________________ કળશના સમાન નીચે પડી જાય છે, લાકડીના દંડની સમાન તૂટી જાય છે, કોઢ વગેરેથી સડેલા શરીરની સમાન સડી જાય છે અને અગ્નિમાં બળીને ભસ્મ થયેલી લાકડીની રાખના સમાન પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. આમ, પ્રશસ્ત લક્ષણોથી યુક્ત આ ભગવાન બ્રહ્મચર્ય ગ્રહગણો, નક્ષત્રો અને તારાઓના વચ્ચે જ ચંદ્રમાની સમાન બધા વ્રતોની વચ્ચે સુશોભિત છે. - એકલા બ્રહ્મચર્ય વ્રતના હોવાથી અનેક ગુણ આત્માને અધીન થઈ જાય છે. આ બ્રહ્મચર્યની આરાધના કરવાથી સંપૂર્ણ મુનિ વ્રતોનું આરાધન થઈ જાય છે. શીલ-તપ-વિનયસંયમ-ક્ષમા-ગુપ્તિ-મુક્તિ (નિલભતા) તથા ઈહલોક-પરલોક સંબંધી યશ, કીર્તિ અને પ્રતીતિનું પાલન આ એક વ્રતથી થઈ જાય છે. તેથી શ્રેયાથી સંયતી જીવન પર્યત સ્થિર ચિત્ત થઈને મન-વચન-કાયાથી સર્વથા વિશુદ્ધ બ્રહ્મચર્યનું આચરણ કરે. ઉક્ત આગમિક વચનોથી બ્રહ્મચર્ય મહાવ્રતનો મહિમા અને ગરિમા સ્વયમેવ સ્પષ્ટ થઈ જાય છે. એવા મહામહિમામય મહાવ્રતની આરાધના હેતુ અણગાર પ્રવ્રજિત થતા સમયે આમ પ્રતિજ્ઞા અંગીકાર કરે છે - ____ "अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं । सव्वं भंते ! मेहुणं पच्चक्खामि से दिव्वं वा, माणुसं वा तिरिक्खजोणियं वा, नेव सयं मेहुणं सेवेज्जा, नेवन्नेहिं मेहुणं सेवावेज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं भणेण, वायाए, काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।" - દશવૈકાલિક, અ.-૪ ભંતે ! તદનંતર ચોથા મહાવ્રતમાં મૈથુનની વિરતિ થાય છે. અંતે ! આ બધા પ્રકારના મૈથુનનું પ્રત્યાખ્યાન કરું છું. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંચ સંબંધી મૈથુનનું હું સ્વયં સેવન નહિ કરું. બીજાઓથી સેવન નહિ કરું અને મૈથુન સેવન કરનારાઓનું અનુમોદન પણ નહિ કરું. માવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી-મનથી, વચનથી, કાયાથી ન કરીશ, ન કરાવીશ અને કરનારાનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના મૈથુન-સેવનથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું. બ્રહ્મચર્ય મહાવ્રતની આ મહાપ્રતિજ્ઞા સમસ્ત આધ્યાત્મિક સાધનાઓનું મૂળ છે. કારણ કે એના વિના અન્ય સાધનાઓની સાર્થકતા જ નથી રહેતી. તેથી ભારતીય ચિંતકોએ એક સ્વરથી બ્રહ્મચર્યની સાધના પર સર્વાધિક ભાર દીધો છે. વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં બ્રહ્મચર્યને બધાં વ્રતોમાં વિશિષ્ટ અને મોટું માનવામાં આવ્યું છે. કહ્યું છે – व्रतानां ब्रह्मचर्य हि, विशिष्टं गुरुकं व्रतम । तज्जन्यपुण्यसम्भारसंयोगाद् गुरुरुच्यते ॥ બ્રહ્મચર્ય બધાં વ્રતોમાં વિશિષ્ટ અને મોટું છે, કારણ કે એના પાલનથી પુણ્યોનો વિપુલ ઢગલો એકઠો થઈ જાય છે અને બીજું પણ કહ્યું છે - [બ્રહ્મચર્ય મહાવ્રત . (૮૫૫) Page #353 -------------------------------------------------------------------------- ________________ एकतश्चतुरो वेदा ब्रह्मचर्य च एकतः । एकतः सर्वपापानि मद्यं मांसं च एकतः ॥ ત્રાજવાના એક પલ્લામાં ચારેય વેદ રાખવામાં આવે અને બીજામાં બ્રહ્મચર્ય રાખવામાં આવે, એક તરફ બધાં પાપો રાખવામાં આવે અને બીજી તરફ મઘમાંસજન્ય પાપને રાખવામાં આવે તો પુણ્યમાં બ્રહ્મચર્યનું પલ્લું જ ભારે રહેશે અને બીજામાં પાપમાં મધ-માંસનું પાપ ભારે રહેશે. તાત્પર્ય એ છે કે ચાર વેદોમાંથી બ્રહ્મચર્યનું મહત્ત્વ વધુ છે. બ્રહ્મચર્યનો અર્થ : બ્રહ્મચર્ય' શબ્દમાં બે પદ છે - બ્રહ્મ અને ચર્ય. આનો સ્પષ્ટ અર્થ છે - “બ્રહ્મમાં વિચરણ કરવું.” બ્રહ્મનો અર્થ છે - આત્મા, પરમાત્મા, વિદ્યાધ્યયન, સેવા અને યોગ સાધના વગેરે. માત્ર વીર્યરક્ષા કે જનનેન્દ્રિય સંયમ બ્રહ્મચર્યનો અપૂર્ણ અર્થ છે - ઇન્દ્રિય વિષયો અને કામવાસનાઓને ઉત્તેજિત કરનારાં જેટલાં પણ કારણ છે, એમનાથી દૂર રહેવું બ્રહ્મચર્યનું નિષેધાત્મક રૂપ છે. બ્રહ્મચર્યનું વિધેયાત્મક રૂપ છે - આત્મા કે પરમાત્માની ઉપાસનામાં લાગવું. આ બંને વિધિ-નિષેધાત્મક રૂપોથી બ્રહ્મચર્યના બાહ્ય અને આત્યંતર એમ બે-બે ભેદ થઈ જાય છે. જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં રમણ કરે છે ત્યારે વિધેયાત્મક આત્યંતર બ્રહ્મચર્ય થાય છે. રાગદ્વેષથી રહિત હોવું, વિષયોની આસક્તિથી દૂર રહેવું, કષાય, મોહ, અજ્ઞાન, કામવાસના વગેરે આત્મ વિરોધી તત્ત્વોથી દૂર રહેવું નિષેધાત્મક આત્યંતર બ્રહ્મચર્ય છે. વીર્યરક્ષા કરવી, જનનેન્દ્રિયનો સંયમ કરવો, બ્રહ્મચર્યનું વિધેયાત્મક રૂપ છે स्मरणं कीर्तनं केलि प्रेक्षणं गुह्यभाषणम् । संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च ॥ एतन्मैथुनमष्टांगं प्रवदन्ति मनीषिणः ॥ મૈથનનું સેવન ન કરવું, મૈથુનનાં આઠ અંગોથી દૂર રહેવું કામોત્તેજક ખાન-પાન, રહેણીકરણી, વેશભૂષા વગેરે તથા અશ્લીલ દ્રવ્ય, શ્રાવ્ય, સ્પૃશ્ય, ખાદ્ય, પાઠ્ય, લેખ વગેરે તમામ વાતોથી દૂર રહેવું નિષેધાત્મક રૂપથી બ્રહ્મચર્ય છે. સાધુજીવનમાં આ બંને રૂપોનું મન, વચન, કાયાથી તથા કૃત-કારિત અને અનુમોદિત રૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવું જ બ્રહ્મચર્યનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. બ્રહ્મચર્યની પુષ્ટિ હેતુ પાંચ ભાવનાઓ: જૈન શ્રમણ-શ્રમણી માટે બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા અનિવાર્ય છે. અન્ય વ્રતોમાં અપવાદ કે છૂટ છે, પરંતુ આ બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ અપવાદ કે છૂટ નથી. જેમ કે કહ્યું છે - न वि किंचि अणुण्णायं न निसिद्धं जिण-वरिंदेहिं । _ भोत्तूण मेहुणभावं, (जम्हा) न तं विणा रागदोसेहि ॥ જિનેશ્વર દેવોએ મૈથુન ભાવને છોડીને અન્ય કોઈ વાતની ન તો એકાંતતઃ આજ્ઞા જ આપી છે અને ન નિષેધ જ કર્યો છે. અર્થાત્ મૈથુનસેવનનો તો એકાંતતઃ નિષેધ છે, કારણ કે મૈથુનસેવન રાગ ભાવ વિના નથી થતો. (૮૫) છે , જે છે તે છે , જે જિણઘો] Page #354 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકારે ત્યાં સુધી કહ્યું છે કે – “પ્રાણ ત્યાગ સ્વીકાર કરી લે, પરંતુ બ્રહ્મચર્ય વ્રત ખંડિત ન કર.” જ્યારે બ્રહ્મચર્યની રક્ષા પણ પ્રાણથી કરવી સાધુ માટે અનિવાર્ય છે, તો સાધકે એ જોવું પડશે કે અબ્રહ્મચર્યનાં સ્થાનો કયાં-કયાં છે? અથવા બ્રહ્મચર્યનાં વિઘાતક તત્ત્વોના મોરચા કયા-કયા છે? કામનો ચક્રવ્યુહ ક્યાં-ક્યાં અને કઈ-કઈ રીતે સાધકને ફસાવી લે છે? એમનાથી કેવી રીતે બચવું જોઈએ? આ પ્રશ્નોના જવાબમાં અને બ્રહ્મચર્યની સુરક્ષા માટે શાસ્ત્રકારોએ પાંચ ભાવનાઓનું પ્રરૂપણ કર્યું છે. એ પાંચ ભાવનાઓ સાધકને અબ્રહ્મચર્યના અડ્ડાઓની કે બ્રહ્મચર્ય વિઘાતક મોરચાની જાણકારી આપીને એમનાથી બચવાનો વારંવાર અભ્યાસ કરવાનો સંકેત આપે છે. એ પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે: (૧) સ્ત્રી કથા વિરતિ સમિતિ ભાવના, (૨) સ્ત્રી રૂપ વિરતિ સમિતિ ભાવના, (૩) પૂર્વરત વગેરે સ્મરણ ત્યાગ સમિતિ ભાવના, (૪) પ્રણીત સ્નિગ્ધ ભોજન વિવર્જન સમિતિ ભાવના અને (૫) સ્ત્રી સંસક્ત નિવાસ ત્યાગ સમિતિ ભાવના. (૧) સ્ત્રી કથા વિરતિ ભાવના બ્રહ્મચર્યની સાધના અને આરાધના કરનાર સાધકે સ્ત્રીમાં રાગ ઉત્પન્ન કરનારી કથા ન કરવી જોઈએ, અથવા સ્ત્રીઓથી રાગપૂર્વક વાર્તાલાપ ન કરવો જોઈએ. બ્રહ્મચર્ય વિઘાતક તત્ત્વોનો એક મોરચો છે. સ્ત્રી સંબંધી વર્ણન કે સ્ત્રીઓની રાગપૂર્વક વાર્તાલાપ. બ્રહ્મચર્યના ઉપાસકે એનાથી દૂર રહેવું જોઈએ. સાધુનો ઉપદેશ બધા માટે છે, પરંતુ સાધુ કામ કે મોહથી પ્રેરિત થઈને પોતાનો ઉપદેશ માત્ર સ્ત્રીઓની વચ્ચે બેસીને ન કરવા લાગે, વૈરાગ્યના ઉપદેશના સ્થાન પર કામવર્ધક વિચિત્ર વાતો ન સાંભળવા લાગે, સ્ત્રીઓના હાવ-ભાવ કે વિલાસથી યુક્ત વાર્તાઓ ન કહી બેસે, સ્ત્રીઓના મધુર, હાસ્યરસ કે શૃંગારરસની લૌકિક ઘટનાઓ ન કહેવા લાગે, મોહજનક વાતો ન બતાવવા લાગે, નવવિવાહિત વરવધૂનાં ચરિત્ર તથા વિવાહની ચર્ચા ન કરી બેસે, સ્ત્રીઓના સૌભાગ્યદુર્ભાગ્યની ભવિષ્યવાણી ન કરે અથવા સ્ત્રીઓના આલિંગન-ચુંબન વગેરેનું વર્ણન ન કરવા લાગે, વિભિન્ન વેશભૂષા કે રૂપ વગેરેનું વર્ણન ન કરે. આ દૃષ્ટિએ સ્ત્રી કથા વિરતિને બ્રહ્મચર્ય વ્રતની પ્રથમ ભાવનાના રૂપમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉક્ત પ્રકારની કે અન્ય પણ સ્ત્રીઓના શૃંગાર વગેરેથી સંબંધિત કામવર્ધક તથા તપ-સંયમ બ્રહ્મચર્યની વિઘાતક કથાઓ સાધુને ન તો કહેવી જોઈએ અને ન સાંભળવી જોઈએ. કામવર્ધક કથાઓ કરવામાં સાધુનું મન ચંચળ થઈ ઊઠે છે અને એના સંયમનું ખંડન થઈ જાય છે. જેમ કે “આચારાંગ સૂત્રમાં કહ્યું છે - ___“इत्थीणं कहं कहेमाणे संतिभेया संति विभंगा संति केवलिपण्णत्ताओ થમાનો ' સ્ત્રીઓની કથા કરનારા નિગ્રંથની શાંતિભંગ થઈ જાય છે, ચારિત્ર અને બ્રહ્મચર્યનું ખંડન થઈ જાય છે અને શાંતિરૂપ કેવળી પ્રરૂપિત ધર્મથી તે ભ્રષ્ટ પણ થઈ જાય છે. તેથી સાધુને બ્રહ્મચર્ય મહાવ્રત છે, ૮૫૦), Page #355 -------------------------------------------------------------------------- ________________ વિકારોત્તેજક સ્ત્રી કથાથી સર્વથા દૂર રહેવું જોઈએ. એવું કરવાથી જ સાધક બ્રહ્મચર્ય વ્રતમાં અડોલ અને સ્થિર રહી શકે છે. (૨) સ્ત્રી રૂપ વિરતિ ભાવના : બ્રહ્મચર્યનાં ઘાતક તત્ત્વોનો બીજો મોરચો છે - નારીના રૂપને આસક્તિપૂર્વક જોવું, એનું ચિંતન કરવું અને વાણી દ્વારા કથન કરવું. અણગાર સાધકે સ્ત્રીનાં રૂપ-લાવણ્ય વગેરેને રાગ ભાવનાપૂર્વક જોવાથી બચવું જોઈએ. આ રીતે સ્ત્રીઓનું મધુર હાસ્ય (મુસ્કાન), વિકારયુક્ત વચન, અંગ-પ્રત્યંગોની ચેષ્ટાઓ, કટાક્ષથી નિરીક્ષણ, આંખોનો વિલાસ, મદમસ્ત ચાલ, ક્રીડાઓ, કામોત્તેજક સંભાષણ, નૃત્ય ગીત, વાઘવાદન, શરીરની લંબાઈ, જાડાઈ, રંગ, લાવણ્ય, રૂપ, યૌવન, સ્તન-અધર, વસ્ત્રાલંકાર, શૃંગાર પ્રસાધન વગેરેને બ્રહ્મચર્યના સાધક મુનિ આંખોથી જોવાની ઇચ્છા ન કરે, ન મનથી એમનું ચિંતન કરે અને ન વાણીથી એનું વર્ણન કરે. તાત્પર્ય એ છે કે કામવિકાર પેદા કરનારી જેટલી પણ ચીજો છે, એમનાં દર્શન, ચિંતન અને વર્ણનથી બ્રહ્મચારી સાધક સર્વથા બચે. આમ સ્ત્રી રૂપ વિરતિ નામની ભાવનાથી સાધકની અંતરાત્મામાં બ્રહ્મચર્યના સુદૃઢ સંસ્કાર બદ્ધમૂળ થઈ જશે અને સાધક બરાબર બ્રહ્મચર્યની સુરક્ષા કરી શકશે. આ ભાવનાની ઉપેક્ષા કરીને જો સાધક નારીઓનાં અગોપાંગોને રાગભાવથી જોશે તો એના બ્રહ્મચર્યનો ભંગ થશે, ચારિત્રનું ખંડન થશે અને તે કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ પણ થઈ જશે. આ અનિષ્ટકારી સંભાવનાને નિરસ્ત કરવા માટે અણગાર સાધકે સ્ત્રી રૂપ વિરતિ નામ ભાવનાનો નિરંતર અભ્યાસ કરીને બ્રહ્મચર્યની સાધનાને સુસ્થિર અને સુદૃઢ બનાવવી જોઈએ. આ સ્ત્રી રૂપ વિરતિ નામ બીજી ભાવના છે. (૩) પૂર્વરત વગેરે સ્મરણ ત્યાગ ભાવના : અનેક વાર સાધકના સામે ન તો સ્ત્રી હોય છે અને ન કામોત્તેજક પદાર્થ. પરંતુ પૂર્વમાં ગૃહસ્થાવસ્થામાં કરવામાં આવેલી ક્રીડાઓ તથા કામસેવનની સ્મૃતિ થઈ જવાથી તે સાધક મનને વિકારી બનાવી લે છે. ક્યારેક રમત-ગમત, નટો, ભાંડો અને ખેલ બતાવનારાઓના અશ્લીલ દેશ્ય જોઈને, અશ્લીલ શબ્દોને જોઈને, અશ્લીલ શબ્દોને સાંભળીને તથા પૂર્વે જોએલ કે અનુભૂત વસ્તુઓનું સ્મરણ કરીને મનને મનાવે છે, પરંતુ આ અશ્લીલ મનોરંજન બહુ મોંઘું પડે છે. એની વર્ષોની કરાવેલી બ્રહ્મચર્યની સાધના એ મનોરંજનથી થોડી જ ક્ષણોમાં સમાપ્ત થઈ જાય છે. તેથી શાસ્ત્રકાર દિશાનિર્દેશ કરે છે કે - પહેલાં ગૃહસ્થાશ્રમમાં અનુભૂત કામક્રીડા, દ્યૂત વગેરે ક્રીડા તથા સાસરી પક્ષના સાળા-સાળી વગેરેથી થયેલા પરિચય, હાસ-પરિહાસનું સ્મરણ કરવું ઉચિત નથી. આમ, પૂર્વજીવનમાં વિવાહના સમયે કે અન્ય વિશિષ્ટ ઉત્સવોના પ્રસંગ પર શૃંગાર રસની ગૃહસ્વરૂપ, સુંદર વેશથી સુસજ્જિત, હાવભાવ-અંગ વિન્યાસ અને વિલાસપૂર્ણ ગતિથી શોભિત, અનુકૂળ પ્રેમવાળી સ્ત્રીની સાથે જે શયન-સહવાસ અનુભવ કર્યો હતો એનું સ્મરણ કરવું સાધુ માટે ખૂબ જ ઘાતક હોય છે. આમ, વિવિધ પ્રકારના ખેલ-રમતોવાળાના કે વાદ્ય વગાડનારાઓના કે નૃત્ય-ગીત કરનારાઓના અશ્લીલ મનોરંજનોને યાદ કરવા, એમને જોવા કે વર્ણન કરવા સાધુ માટે વર્જનીય છે. ૮૫૮ જિણધમ્મો Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત રીતિથી પૂર્વરત પૂર્વ ક્રિીડિત વિરતિ સમિતિની ભાવનાના પ્રકાશમાં સાધકનો અંતરાત્મા બ્રહ્મચર્યના સંસ્કારોથી સુસંસ્કૃત બનશે અને ત્યારે એનું મન બ્રહ્મચર્ય નિષ્ઠામાં ઓતપ્રોત થઈ જશે, એની ઇન્દ્રિય વિષયોથી વિમુખ થઈ જશે અને તે જિતેન્દ્રિય સાધુ બ્રહ્મચર્યનો સુરક્ષક બની જશે. (૪) પ્રણીતહાર વિરતિ સમિતિ ભાવના બ્રહ્મચર્ય ઉપર જેમ અશ્લીલ વાતાવરણ અને બાહ્ય પદાર્થોનો પ્રભાવ પડે છે એમ જ આહારનો પણ પ્રભાવ પડે છે. અન્ય ઇન્દ્રિયોને જીતવું તો સરળ છે, પરંતુ રસના ઈન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. કહ્યું છે - अक्खाण रसणी कम्माण मोहणी तह वयाण बंभं च । गुत्तीण मणगुत्ती चउरो दुक्खेण सिझंति ॥ અર્થાતુ ઇન્દ્રિયોમાં રસના, કમોંમાં મોહનીય, વ્રતોમાં બ્રહ્મચર્ય અને ગુપ્તિઓમાં મનો ગુપ્તિ - આ ચારેયને જીતવું ઘણું મુશ્કેલ હોય છે. ભાગવતું પુરાણમાં પણ કહ્યું છે કે - “નિતં સર્વે રસે નિત્તે” અર્થાત્ સ્વાદને જીતી લેવાથી બધું જીતી લેવાય છે. ઉત્તેજક, તામસી, ચટપટુ, સ્વાદિષ્ટ, ગરિષ્ઠ ભોજન પ્રતિદિન ઠાંસી-ઠાંસીને ખાઈએ અને બ્રહ્મચર્યનું મન-વચન-કાયાથી પૂર્ણતઃ પાલન કરવા માંગીએ, તે દુષ્કર વાત છે. મહર્ષિઓનું અનુભવયુક્ત કથન છે કે - जहा दवग्गी पउरिंधणे वणे, समारूओ नोवसमं उवेइ । एवेन्दियग्गी वि पगामभोइणो, न बंभयारिस्स हियाय कस्सवि ॥ અર્થાત્ - પ્રચુર ઇંધણ(બળતણ)થી યુક્ત વનમાં આગ લાગી હોય અને સાથે હવા આવતી હોય તો જેમ એ આગ ઓલવાતી નથી, એમ જ અતિભોજી કે અતિ વિષયભોગની તરફ ઝૂકેલી વ્યક્તિની ઇન્દ્રિયાગ્નિ પ્રજ્વલિત થવાથી વિષય-રૂપી બળતણ મળતું રહેવાથી ઓલવાતી નથી. સાચે જ વિષયાગ્નિ કોઈના માટે પણ હિતકારી નથી હોતો. સ્વાદિષ્ટ અને ગરિષ્ઠ તથા મસાલેદાર પદાર્થ ખૂબ માત્રામાં ખાવાથી ઇન્દ્રિયો પુષ્ટ થઈને મનને કામવાસનાના ભયાનક (નિર્જન) વનમાં ભટકાવી દે છે. બ્રહ્મચર્યથી પતિત થવા સિવાય સાધકનું ચિત્ત કેટલીય વાર વિક્ષિપ્ત અને વ્યાકુળ પણ થઈ જાય છે. તેથી શાસ્ત્રકાર નિર્દેશ આપે છે કે – “દૂધ, દહીં, ઘી, નવનીત વગેરે ગરિષ્ઠ ખાદ્ય પદાર્થોને વિકૃતિજનક સમજીને અથવા દર્પકારક કે મદકારક સમજીને એમનું સેવન ન કરો, રોજ સેવન ન કરો, દિવસમાં અનેક વાર સેવન ન કરો, વધુ માત્રામાં સેવન ન કરો.' સાધુનો આહાર સંયમયાત્રાના નિર્વાહ હેતુ હોય છે, ન કે સ્વાદ માટે. ગાડીની ધુંસરી (ધરી)માં તેલ આપવા સમાન ઘા ઉપર મલમ લગાવવા સમાન પરિમિત માત્રામાં જ એણે આહાર કરવો (લેવો) જોઈએ. કહ્યું છે - एवमन्भंगणलेवो सगउक्खाण जत्ति ओ होइ । इअ संजम भर वहणट्ठयाए साहूण माहारो ॥ (બ્રહાચર્ય મહાવ્રતો ૮૫૯) Page #357 -------------------------------------------------------------------------- ________________ આમ, પ્રણીતાહાર વિરતિ રૂપ સમિતિના પ્રકાશમાં સમ્યક પ્રવૃત્તિ કરવાથી સાધકનો અંતરાત્મા બ્રહ્મચર્યના પ્રકાશથી ઝગમગી ઊઠે છે. સ્વાદને જીતનાર અને મર્યાદિત-ભોજી સાધુ જ બ્રહ્મચર્યનો આરાધક થઈ શકે છે. ભોજનના પરિમાણને બતાવતાં કહ્યું છે - अद्धभसणस्स सव्वंजणस्स कुज्जा दगस्स दो भागे। ... वाउ पवियारणट्ठा छन्भायं ऊणगं - कुज्जा ॥ ભૂખનો અડધો ભાગ (હિસ્સો) વ્યંજન સહિત આહારથી કરવો જોઈએ. એક તૃતીયાંશ ભાગ પાણીથી ભરવો જોઈએ અને ષષ્ઠમાંશ (છઠ્ઠો) ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો જોઈએ. (૫) સ્ત્રી સંસક્ત નિવાસ ત્યાગ સમિતિ ભાવના : બ્રહ્મચારી સાધકે એવા સ્થાન પર રહેવું જોઈએ જ્યાં એના બ્રહ્મચર્યને કોઈ ખતરો ન હોય. વ્યક્તિના માનસ પર આસપાસના વાતાવરણનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. તેથી સાધુએ પોતાના નિવાસ હેતુ એવું સ્થાન નિશ્ચિત કરવું જોઈએ, જ્યાં સ્ત્રીઓનો સંસર્ગ ન હોય. બ્રહ્મચર્યની સુરક્ષા માટે સાધુએ એવા સ્થાન પર ન રહેવું જોઈએ જ્યાં સ્ત્રીઓ ઊંઘતી હોય, બેસતી હોય, ઘરના દરવાજાથી વારંવાર દૃષ્ટિ પડતી હોય, એવું ઊંચું સ્થાન જ્યાંથી ખૂબ દૂર સુધી ગૃહસ્થના ઘરની ચીજો કે સાંસારિક પ્રવૃત્તિઓ જોવા મળતી હોય, ઘરનો પાછળનો ભાગ જ્યાંથી સ્ત્રીઓ પર દૃષ્ટિ પડતી હોય. સ્નાનઘર, શૃંગારઘર વગેરે સ્ત્રીઓના અવરજવરના સ્થાને, વેશ્યાઓના સ્થાને (સ્થળે), વેશ્યાઓનો મહોલ્લો અને સ્ત્રીઓના આમોદ-પ્રમોદના સ્થાને એમને બ્રહ્મચર્યના વિઘાતક માનીને સાધુ એવાં સ્થાનોએ ન રહે. એવાં સ્થાનોમાં રહેવાથી બ્રહ્મચારીને બ્રહ્મચર્યમાં શંકા ઉત્પન્ન થઈ શકે છે, એનું ખંડન થઈ શકે છે અને તે કેવળી ધર્મથી ભ્રષ્ટ થઈ શકે છે. તેથી સ્ત્રી સંસક્ત સ્થાનના ત્યાગના પ્રકાશમાં સાધુ પોતાના અંતરાત્માને બ્રહ્મચર્યની ભાવનાથી સંસ્કારિત કરી લે છે. તે બ્રહ્મચર્યમાં લીન થઈ જાય છે અને વિષયવાસનાના નિર્જન (ભયાનક) વનમાં નથી ભટકતો. ઉક્ત રીતિથી શાસ્ત્રકારોએ બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ બતાવી છે. “દિગંબર આમ્નાય”ના “અણગાર ધર્મામૃત'માં પાંચ ભાવનાઓનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે - (૧) સ્ત્રી રાગ કથા શ્રવણ, (૨) એનાં મનોહર અંગોનું નિરીક્ષણ, (૩) પૂર્વમુક્ત ભોગોનું સ્મરણ, (૪) કામોદ્દીપક ભોજન અને (૫) શરીર સંસ્કાર. આ પાંચેયના ત્યાગ રૂ૫ ભાવનાથી બ્રહ્મચર્યને સ્થિર કરવું જોઈએ. ત્યાં કહેવામાં આવ્યું છે કે - - “હે સાધો ! જો તું સ્ત્રીમાં રાગ ઉત્પન્ન કરનારી અથવા સ્ત્રીથી રાગપૂર્વક કરવામાં આવતી કથાને સાંભળવામાં બહેરો છે, જો તું એના મુખ, સ્તન વગેરે મનોહર અંગોને જોવામાં આંધળો છે, જો તું પહેલાં ભોગવેલી સ્ત્રીના સ્મરણ કરવામાં અસંજ્ઞી છે, જો તું વીર્યવર્ધક ઇચ્છિત (૮૬૦) છે આજે જિણધો] Page #358 -------------------------------------------------------------------------- ________________ રસોના આસ્વાદમાં જિહ્વાહીન છે, જો તું પોતાના શરીરના સંસ્કાર કરવામાં વૃક્ષ છે (વૃક્ષો પોતાના સંસ્કાર નથી કરતા) તો તું બ્રહ્મચર્ય વ્રતમાં સિદ્ધ છે, સાચો બ્રહ્મચારી છે.” ઉક્ત કથનમાં બ્રહ્મચર્ય વ્રતની ભાવનાઓનો સમ્યક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવ વાડો : આ રીતિથી આ ભાવનાઓમાં નવવિધ બ્રહ્મચર્ય-ગુપ્તિનો સંગ્રહ કરી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે બ્રહ્મચર્યની સુરક્ષા માટે નવ પ્રકારની વાડોનું કથન છે. તે નવ વાડો આ પ્રમાણે છે : आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संथवो चेव णारीणं, तासिं इंदिय-दरिसणं ॥ कूइयं रुइयं-गीअं हास भुत्तासणाणि य । पणीयं भत्तपाणं च अइमायं पाणभोयणं ॥ गत्तभूषण मिळं च, कामभोगा य दुज्जया । णरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ - ઉત્તરા. આ.-૧૬, ગા-૧૧/૧૩ (૧) સ્ત્રી જનાકીર્ણ સ્થાન : જે સ્થાન પર બિલાડી રહેતી હોય એ જ સ્થાન પર ઉંદર રહે તો એનું આવી જ બને. કોઈપણ ક્ષણે એના પ્રાણોનો અંત આવી શકે છે. એ જ રીતે જે મકાન કે સ્થાનમાં દેવી, નારી કે તિર્યંચ સ્ત્રી અથવા નપુંસકનું નિવાસ હોય ત્યાં બ્રહ્મચારી પુરુષ રહે તો એના બ્રહ્મચર્યનો વિનાશ થઈ જાય છે. તેથી બ્રહ્મચારી પુરુષે પોતાના બ્રહ્મચર્યની રક્ષાહેતુ સ્ત્રી જનાકીર્ણ સ્થાનનાં પરિત્યાગ કરી દેવો જોઈએ. બ્રહ્મચર્ય વ્રતની રક્ષાહેતુ આ પ્રથમ વાડ છે. (૨) મનોરમ સ્ત્રી કથા : જેમ આંબલી, લીંબુ વગેરે ખાટા પદાર્થોનાં નામ લેતાં જ મોંમાંથી પાણી છૂટે છે, એ જ રીતે સ્ત્રીના સૌંદર્ય, શૃંગાર, લાવણ્ય, હાવભાવ વગેરેનું વર્ણન કરવાથી વિકાર ઉત્પન્ન થાય છે. તેથી મનોરમ સ્ત્રી કથાનો ત્યાગ કરવો બ્રહ્મચર્ય વ્રતની બીજી વાડ છે. (૩) સ્ત્રીઓનો પરિચય : જેમ ઘઉંના લોટમાં ભૂરું કોળું (પેઠા) રાખવાથી એનો બંધ નથી થતો અને ચોખાની પાસે નારિયેળ રહેવાથી એમાં વિકાર આવી જાય છે. એ જ રીતે સ્ત્રી-પુરુષ જો એક આસન ઉપર બેસે તો એમનું બ્રહ્મચર્ય ખંડિત થઈ જાય છે. તેથી બ્રહ્મચારીએ સ્ત્રીની સાથે એક આસન ઉપર બેસવાનો અને એના સાથે અતિસંસર્ગ કે સંપર્ક રાખવાનો ત્યાગ કરવો જોઈએ. (૪) રસીઓનાં આંગોપાંગ જેવાં ? જેમ સૂર્યની તરફ એકીટસે જોવાથી કાચી આંખોને નુકસાન થાય છે, એ જ રીતે સ્ત્રીઓનાં અંગોપાંગોને નીરખવાથી (જોવાથી) બ્રહ્મચર્યનો નાશ થાય છે. તેથી સ્ત્રીઓનાં અંગોપાંગોને રાગભાવથી ન જોવા જોઈએ. બ્રહ્મચર્ય મહાવ્રત છે. . જ૮૧) Page #359 -------------------------------------------------------------------------- ________________ (૫) સ્ત્રીઓના શબ્દ-ગીત વગેરે સાંભળવાં : જેમ મેઘની ગર્જના સાંભળવાથી મોરનું મન ડોલી ઊઠે છે, એ જ રીતે પડદો, દીવાલ વગેરેની બીજી તરફ ક્રીડા કરનારા દંપતીના શબ્દ, હાસ્ય-વિનોદ વગેરેને સાંભળવાથી બ્રહ્મચારીનું મન ડોલી ઊઠે છે. તેથી સ્ત્રીઓના કૂજિત, રુદિત, ગીત અને હાસ્ય વગેરેને ન સાંભળવાં જોઈએ. (૬) ભુક્ત ભોગોનું સ્મરણ ઃ એક વૃદ્ધાના ઘરની છાશ પીને કેટલાક મુસાફરો છ મહિના પછી ફરી એ જ વૃદ્ધાના ઘેર પાછા આવ્યા. ત્યારે વૃદ્ધાએ કહ્યું : “હું તમને જીવતાં જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ છું. કારણ કે તમારા ગયા પછી છાશના હાંડિયામાંથી સાપ નીકળ્યો હતો.’’ એ શબ્દો સાંભળતાં જ તે મુસાફરો મૃત્યુ પામ્યા. આ જ રીતે પૂર્વ ગૃહસ્થાવસ્થામાં સ્ત્રીની સાથે કરવામાં આવેલા ભોગ-વિલાસોનું સ્મરણ કરવાથી બ્રહ્મચર્યનો વિનાશ થાય છે. તેથી ભુક્ત ભોગોનું સ્મરણ ન કરવું જોઈએ. (૭) સરસ ભક્ત પાન ઃ જેમ સન્નિપાતના રોગીને દૂધ-સાકર ભેળવી આપવું ઘાતક થાય છે, એ જ રીતે હંમેશાં સરસ, પૌષ્ટિક, કામોત્તેજક ભોજન કરવું પણ બ્રહ્મચારી માટે ઘાતક થાય છે. તેથી સરસ ભક્ત પાનનો ત્યાગ કરવો જોઈએ. (૮) અતિમાત્રામાં ભક્તપાન : જેમ શેરના હાંડિયામાં સવા શેર ખીચડી વગે૨ે બનાવવાથી હાંડિયો ફૂટી જાય છે, એ જ રીતે મર્યાદાથી વધુ આહાર કરવાથી રોગની વૃદ્ધિ થાય છે અને વિકારની વૃદ્ધિ થવાથી બ્રહ્મચર્ય નષ્ટ થઈ જાય છે. તેથી બ્રહ્મચારીએ પ્રમાણોપેત આહાર કરવો જોઈએ. હંમેશાં ભૂખથી ઓછો આહાર (ખોરાક) લેવો જોઈએ. વાયુસંચાર માટે ભૂખ(પેટ)નો છઠ્ઠો ભાગ હંમેશાં ખાલી રાખવો જોઈએ. એનાથી બ્રહ્મચર્યના પાલનમાં સુવિધા થાય છે. (૯) શરીર શૃંગારનો પરિહાર : જેમ દરિદ્ર(ગરીબ)ની પાસે, ચિંતામણિ રત્ન નથી રહેતું, એમ સ્નાન, મર્દન, શૃંગાર વગેરે કરીને શરીરને સજાવનારનું બ્રહ્મચર્ય નષ્ટ થઈ જાય છે. શરીરની વિભૂષા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્યની સાધના નથી કરી શકતી અને તે ચીકણાં કર્મોનું બંધન કરતાં-કરતાં સંસારસાગરમાં એવો ડૂબે છે કે પછી નીકળવું એના માટે મુશ્કેલ થઈ જાય છે. કહ્યું છે - विभूसा वत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । સંસાર-મારે વોરે, जेणं पडइ दुरुत्तरे ॥ વૈદિક ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે - દશવૈકા. અ-૬, ગા-૬૬ सुखं शय्या, सूक्ष्म वस्त्र, ताम्बूलं स्नान भंजनं । दन्तकाष्ठं सुगन्धं च ब्रह्मचर्यस्य दूषणम् ॥ કોમળ શય્યા ઉપર ઊંઘવું, બારીક વસ્ત્રો પહેરવાં, પાન ખાવું, સ્નાન કરવું, અંજન (કાજળ) લગાવવું, દાતણ કરવું, સુગંધિત પદાર્થોનું લેપન કરવું, એ બધાં જ બ્રહ્મચર્યને દૂષિત કરે છે. ૮૬૨ જિણઘો Page #360 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચારી પુરુષે ઉક્ત સ્ત્રી જનાકીર્ણ સ્થાન વગેરે નવ વાતોને તાલપુટ વિષની સમાન ઘાતક સમજીને એમનાથી હંમેશાં બચતો રહે. જેમ ચતુર ખેડૂત ખેતીની રક્ષા માટે એની ચારેય તરફ વાડ લગાવે છે, એમ જ બ્રહ્મચારીએ બ્રહ્મચર્યના રક્ષણ માટે ઉક્ત નવ વાડોનું પાલન કરવું જોઈએ. પુરુષ માટે જે વાતો સ્ત્રીથી સંબંધિત કહેવામાં આવી છે બ્રહ્મચારિણી સ્ત્રી માટે એ જ વાતો પુરુષથી સંબંધિત સમજવી જોઈએ. ઉક્ત નવ વાડોમાંથી કોઈપણ વાડનો ભંગ કરનારા બ્રહ્મચારીને શંકા ઉત્પન્ન થઈ જાય છે કે તે બ્રહ્મચારીને પાળે કે નહિ. એના હૃદયમાં ભોગોની આકાંક્ષા ઉત્પન્ન થઈ જાય છે, એના ચિત્તમાં બ્રહ્મચર્યના ફળમાં સંદેહ રૂપ વિચિકિત્સા પેદા થઈ જાય છે. એના ફળ સ્વરૂપ તે બ્રહ્મચર્યને તોડી દે છે, એના તન-મનમાં ઉન્માદ પેદા થઈ જાય છે અને રોગોથી ગ્રસ્ત બનીને કેવળી પ્રરૂપિત સંયમ ધર્મથી ભ્રષ્ટ થઈને અનંત કાળ સુધી સંસાર-ભ્રમણ કરે છે. એવું જાણીને નિર્ગથ અણગાર નવ વાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્ય મહાવ્રતની આરાધના કરે છે. અખંડ બ્રહ્મચર્ય પાળનાર શ્રમણ નિગ્રંથ સુરાસુરો દ્વારા વંદનીય બનીને સંસારસાગરને પાર થઈ જાય છે. ચતુર્થ બહાચર્ય મહાવ્રતનો ભંગ: સ્ત્રી, પશુ, પંડગ આ ત્રણેયનાં નવ કોટિ(પ્રકારે)થી ગુણ્યા કરવાથી ૯*૩= ૨૭ ભેદ થાય છે. એમને દિવસ, રાત, એકલાને, સમૂહમાં, ઊંઘતા અને જાગતાં - આ છ વિકલ્પોથી ગુણ્યા કરવાથી ૨૭૪૬=૧૬૨ ભંગ ચોથા મહાવ્રતના બને છે. KGO (પરિગ્રહ વિરમણ મહાવત) શ્રમણ નિર્ગથ પોતાના મહાનિષ્ક્રમણના સમયે જે પાંચ મહાપ્રતિજ્ઞાઓ લે છે, એમાંથી ચારનું વર્ણન કરી ચૂક્યા છીએ. હવે ક્રમ પ્રાપ્ત પાંચમી મહાપ્રતિજ્ઞાનું વર્ણન કર્યું છે. શ્રમણ નિગ્રંથ અણગાર પોતાની પાંચમી પ્રતિજ્ઞામાં સંકલ્પ કરે છે કે - “તે બધા પ્રકારના પરિગ્રહથી સ્વયંને મુક્ત રાખશે.” એમની પ્રતિજ્ઞાનું પ્રારૂપ આ પ્રકારે છે. __ "अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं । सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि । से (गामे वा णयरे वा रण्णे वा) अप्पं वा, बहुं वा, अणुंवा, थूलं वा, चित्त मन्तं वा, अचित्त मन्तं वा, नेव सयं परिग्गहं परिगिण्हेज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हावेज्जा, परिग्गहंत परिगिण्हते वि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पड्डिक्कमामि निन्दामिगरिहामि अप्पाणं वोसिरामि ॥" - દશવૈકા.-.-૪ “ભંતે ! પાંચમા મહાવ્રતમાં પરિગ્રહથી વિરતિ થાય છે. હું બધા પ્રકારના પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. (ગામમાં, નગરમાં અથવા વનમાં ક્યાંય પણ.) થોડું અથવા વધારે, સૂમ, [પરિગ્રહ વિરમણ મહાવ્રત છે ૮૬૩) Page #361 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ અથવા ધૂળ, સચિત્ત અથવા અચિત્ત - કોઈપણ પરિગ્રહનું ગ્રહણ હું સ્વયં કરીશ નહિ. બીજાથી પરિગ્રહનું ગ્રહણ કરીશ નહિ અને પરિગ્રહના ગ્રહણ કરનારાઓનું અનુમોદન નહિ કરું. યાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી-મનથી, વચનથી, કાયાથી ગ્રહણ નહિ કરું, ન કરાવીશ અને કરનારાઓનું અનુમોદન પણ નહિ કરું. ભંતે! અતીતના પરિગ્રહથી નિવૃત્ત થાઉં છું, તેની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનું વ્યુત્સર્ગ કરું છું.” આ મહાપ્રતિજ્ઞામાં અણગાર સાધક બધા પ્રકારના પરિગ્રહના પ્રત્યાખ્યાન કરે છે. ભલે તે પરિગ્રહ મૂલ્ય અને પ્રમાણમાં થોડું અથવા વધુ હોય, તે સૂકમ હોય અથવા સ્કૂળ હોય, તે સજીવ હોય અથવા નિર્જીવ હોય. ભલે તે સાધક ગામમાં રહે અથવા નગરમાં, જંગલમાં રહે. ક્યાંય પણ રહેવા છતાં તે કોઈપણ પ્રકારના પરિગ્રહને ન તો સ્વયં ગ્રહણ કરે છે, ન બીજાને ગ્રહણ કરાવે છે, અને ગ્રહણ કરેલાને અનુમોદન પણ કરતો નથી. આ પ્રકારે ત્રણ કરણ, ત્રણ યોગથી તે પરિગ્રહનું સર્વથા પ્રત્યાખ્યાન કરે છે. અહીં એ પ્રશ્ન થાય છે કે નિગ્રંથ શ્રમણને પણ જીવનોપયોગી તથા સંયમોપયોગી પદાર્થોને ગ્રહણ કરવા પડે છે, તો તે પૂર્ણતયા પરિગ્રહનો ત્યાગી કેવી રીતે થઈ શકે છે? જીવનનિર્વાહ હેતુ તેને આહાર, પાણી તથા સંયમનિર્વાહ હેતુ વસ્ત્ર-પાત્ર-રજોહરણ વગેરે ઉપકરણ લેવા પડે છે, તો તે પૂર્ણતયા અપરિગ્રહી કેવી રીતે કહી શકાય? આ પ્રશ્નનું સમાધાન દ્વિતીય આસ્રવ દ્વારા અવ્રતમાં પરિગ્રહની પરિભાષાના પ્રસંગ પર આપવામાં આવ્યો છે તથાપિ તેને આગમિક આધારથી અહીં સ્પષ્ટ કરી દેવો ઉપયુક્ત રહેશે. આગમોક્ત પરિભાષા અનુસાર મૂચ્છ પરિગ્રહ છે, ન કે પદાર્થ. જિનદાસ મહત્તરની ચૂર્ણિમાં પણ કહેવાયું છે કે - "सो य परिग्गहो चेयणाचेयणेसु दव्वेसु मुच्छा निमित्तो भवइ ।" અર્થાત્ ચેતન-અચેતન પદાર્થોમાં મૂચ્છ ભાવને પરિગ્રહ કહે છે. શ્રમણ નિગ્રંથ જે વસ્ત્ર, પાત્રાદિ રાખે છે તે સંયમની સાધનામાં ઉપયોગી હોવાથી રાખે છે, મમત્વના કારણે રાખતા નથી. તેથી તે પરિગ્રહની પરિભાષામાં આવતું નથી. કેટલીક વ્યક્તિ ઘરબાર, જમીન-જાયદાદ, કુટુંબ-કબીલા વગેરે છોડીને એકાંત જંગલમાં જઈ બેસે છે. તેમની પાસે બાહ્ય વસ્તુના નામ પર એક લંગોટી પણ મુશ્કેલીથી હોય છે, પરંતુ જો તેમના અંતરમાં પરિગ્રહની ધમાચકડી મચી રહેતી હોય, ત્યાં પણ તેના મનમાં વિવિધ સાંસારિક વસ્તુઓને ગ્રહણ કરવાની પ્રબળ લાલસા ઊઠતી રહેતી હોય, તે મનમાં ને મનમાં તે મનોજ્ઞ વસ્તુઓને પામવા માટે લાલયિત રહેતા હોય, દેવી-દેવોની સ્તુતિ, જાપ, માનતા વગેરે કરતા રહેતા હોય તો સ્થૂળ દૃષ્ટિથી જોવાથી તે લગભગ અપરિગ્રહ જેવા લાગશે, પરંતુ લાલસાઓ અને મમત્વના ભાવના કારણે તે કદાપિ અપરિગ્રહી માની શકાતા નથી. કહેવાયું છે કે - वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुजंति, न से चाइत्ति वुच्चई ॥ - દ. અ-૨, ગા.-૨ (૮૪) 0 0 0 0 0 0 જિણધમો) Page #362 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર, સુગંધિત પદાર્થ, આભૂષણ, સ્ત્રીઓ, શયનીય પદાર્થો વગેરે જેને આધીન નથી, પરંતુ મનમાં ને મનમાં તેને મેળવવા માટે લાલાયિત રહે છે તો તેને પરિગ્રહનો ત્યાગી કહી શકાતો નથી. આ તો એક પ્રકારનો દંભાચાર છે કે બહારથી લોકોને બતાવવા માટે પાસે કશું નથી, પરંતુ અંદર ને અંદર એ ત્યક્ત પદાર્થોથી પણ અધિક પ્રાપ્ત કરવાની લાલસા અને કામના બનેલી હોય છે. તેથી પાસે કશુ ન હોવા છતાં પણ મૂર્છાભાવના કારણે તે પરિગ્રહી છે. બીજી બાજુ સંયમી સાધકની સાધનાને માટે વસ્ત્ર, પાત્ર, રજોહરણ વગેરે સામગ્રી રાખે છે, પરંતુ તેની પર મૂર્છાભાવ રાખતા નથી. તે માત્ર સંયમની રક્ષાહેતુ તેને ગ્રહણ કરે છે, ધારણ કરે છે અને ઉપયોગમાં લે છે. દશવૈકાલિક સૂત્ર'ની પૂર્વોક્ત ગાથામાં સંયમ અને લજ્જાની રક્ષા કરવા માટે વસ્ત્ર, પાત્ર, કામળો, પાદપ્રોછન રાખવાનો નિર્દેશ છે. શીતકાળમાં શીતથી પીડિત થઈને મુનિ અગ્નિ સેવન ન કરે તેના માટે વસ્ત્ર રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે. પાત્રના અભાવમાં સંસક્ત અને પરિશાટન દોષ લાગી શકે છે, તેથી પાત્રનું વિધાન કર્યું છે. પાણીના જીવોની રક્ષા કરવા માટે વસ્ત્ર રાખવાનું વિધાન કર્યું છે. લજ્જાના કારણે ચોલપટ્ટક રાખવાનું વિધાન છે. નિગ્રંથ અણગાર આ બધાં ધાર્મિક ઉપકરણો રાખવાં છતાં પણ મૂર્છાનો અભાવ હોવાથી પરિગ્રહી કહી શકાતો નથી. નિગ્રંથ અણગાર તો પોતાના શરીર સુધ્ધાંનું મમત્વ રાખતા નથી, તો ઉપાધિની તો વાત જ ક્યાં છે ? જેમ કે કહેવાયું છે કે - सव्वत्थुवहिणा बुद्धा, संरक्खण-परिग्गहे । अवि अप्पणोऽवि देहम्मि, नायरंति ममाइयं ॥ - દશવૈકા., અ.-૬, ગા.-૨૨ આચાર્ય હરિભદ્રની ટીકા અનુસાર આ ગાથાનો અર્થ આ પ્રકાર છે - “ઉચિત ક્ષેત્ર અને કાળમાં આગમોક્ત ઉપાધિ સહિત તત્ત્વજ્ઞ મુનિ છ જીવનિકાયના સંરક્ષણના માટે વસ્ત્ર વગેરેનું પરિગ્રહણ થવા છતાં પણ તેમાં મમત્વ રાખતા નથી. વધુ તો શું તેઓ પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી.’ ચૂર્ણિકારે આ ગાથાનો અર્થ બીજી રીતથી કર્યો છે. તે આ પ્રકારે અર્થ કરે છે : “બધા કાળ અને બધાં ક્ષેત્રોમાં તીર્થંકર ઉપધિ(એક દેવદૃષ્ય-વસ્ત્ર)ની સાથે પ્રવ્રુજિત થાય છે. પ્રત્યેક બુદ્ધ, જિનકલ્પિક વગેરે પણ સંયમની રક્ષાના નિમિત્તે ઉપધિ (રજોહરણ, મુખ-વસ્ત્ર વગેરે) ગ્રહણ કરે છે. તે ઉપધિ પર તો શું તેઓ પોતાના શરીર પર પણ મમત્વ રાખતા નથી.” ઉક્ત બંને અર્થોથી એ ધ્વનિત થાય છે કે - નિગ્રંથ અણગાર ઉપધિ-વસ્ત્ર-પાત્ર વગેરે રાખવા છતાં પણ પરિગ્રહી નથી, કારણ કે તેમને તેના પર મમત્વ હોતું નથી. વસ્તુતઃ મમત્વ જ પરિગ્રહ છે.’ પરિગ્રહ વિરમણ મહાવ્રત ૮૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર વગેરેને પરિગ્રહ કહેવાતું નથી ? વસ્ત્રને લઈને જૈન સંઘ વર્તમાનમાં બે પરંપરાઓમાં વિભક્ત છે. એક પરંપરા મુનિના માટે વસ્ત્ર ધારણને નિષેધ કરે છે અને બીજી પરંપરા તેનું વિધાન પ્રથમ પરંપરા* દિગંબર' નામથી એને બીજી પરંપરા “શ્વેતાંબર' નામથી પ્રસિદ્ધ છે. પરંતુ જો તટસ્થ ભાવથી ચિંતન કરવામાં આવે તો જૈનાગમોમાં સચેલ અને અચેલ બંને શબ્દોથી સવસ્ત્ર પરંપરાને જ સ્થાન પ્રાપ્ત છે. ઐતિહાસિક દૃષ્ટિથી પ્રભુ પાર્શ્વનાથની પરંપરામાં સ્પષ્ટ રૂપથી વસ્ત્ર વિધાન છે. આગમમાં મુનિની સચેલ અને અચેલ બંને અવસ્થાનો ઉલ્લેખ મળે છે. જિનકલ્પી મુનિ માટે શીત ઋતુ વીતી જવાથી અચેલ રહેવાનું પણ વિધાન છે, પરંતુ તે પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ તો રાખે જ છે. જેમ કે “આચારાંગ સૂત્ર'ના પ્રથમ શ્રુતસ્કંધના આઠમા અધ્યયનના ચતુર્થ ઉદ્દેશકમાં કહેવાયું છે કે - ___ "अह पुण एवं जाणिज्जा-उवाइक्कते खलु हेमंते गिम्हे पडिवन्ने अहापरिजुन्नाइं वत्थाइं परिट्ट विज्जा, अदुवा संतरूतरे, अदुवा ओमचेले अदुवा एगसाडे, अदुवा अचेले, लाघवियं आगममाणे तवे से अभिसमणागए भवइ, जमेयं भगवया पवे इयं तमेव अभिसमिच्चा सव्वओ सव्वताए सम्मत्तमेव समभि जाणिज्जा ।" અર્થાતુ જ્યારે સાધક મુનિ એ જાણી લે કે હેમંત ઋતુ ચાલી ગઈ છે અને ગ્રીષ્મ ઋતુ આવી ગઈ છે તો શીતને લક્ષ્યમાં રાખીને જે વસ્ત્ર ધારણ કર્યા હતાં, તેનો ત્યાગ કરી દે અને ઉપયોગી હોય તો યદા કદી આવશ્યકતાનુસાર તેનો ઉપયોગ કરે અથવા ત્રણ વસ્ત્ર હોય તો એકને છોડીને બે રાખે અથવા બેને છોડીને એક રાખે અથવા વિશેષ પ્રતિમા સ્વીકાર * દિગંબર : અહીં એ સમજી લેવું આવશ્યક છે કે વર્તમાનમાં પ્રચલિત દિગંબર પરંપરા જિનકલ્પથી સર્વથા ભિન્ન છે. કારણ કે પુલાક લબ્ધિ, આહારક શરીર, મન:પર્યય જ્ઞાન વગેરે દસ વાતોનો અંતિમ મુક્તાત્મા જંબૂસ્વામીની પછી વિચ્છેદ બતાવ્યો છે, તેમાં જે જિનકલ્પનો પણ વિચ્છેદ કહેવાયો છે. તેથી વર્તમાનમાં જિનકલ્પ તો આગમ પ્રમાણના આધાર પર અસંભવ છે. તેની અતિરિક્ત વ્યાવહારિક દૃષ્ટિકોણથી પણ જિનકલ્પની સાધના પદ્ધતિ અને વર્તમાન દિગંબર મનિઓની સાધના પદ્ધતિમાં - દીવા - રાત્રિવત અંતર છે. જિનકલ્પિક મનિ જંગલોમાં રહે છે, ઉપદેશ આપતા નથી, શિષ્ય બનાવતા નથી, કાંટા વગેરે કાઢતા નથી, સિંહના સમક્ષ આવી જવા છતાં માર્ગ બદલતા નથી, પરિષદના મધ્યમાં બેસતા નથી, પરિચિત વસતીમાં ભિક્ષાહેતુ જતા નથી તથા ઓછામાં ઓછા બે ઉપધિ મુખવસ્ત્રિકા અને રજોહરણ તો રાખે જ છે. અધોવસ્ત્ર પણ ઐચ્છિક રૂપથી સ્વીકાર કરે છે. જ્યારે વર્તમાનમાં પ્રચલિત દિગંબર પરંપરા જિનકલ્પીના ઉપર્યુક્ત નિયમોનું આંશિક પાલન પણ કરતા નથી. - વાસ્તવમાં ઐતિહાસિક દૃષ્ટિથી દિગંબર પરંપરાનો ઉદ્ભવ વિર નિર્વાણના ૬૦૦ વર્ષ પછી શિવભૂતિ નામના કુંભાર જે મુનિ બની ગયા હતા, તેમના દ્વારા વસ્ત્રના આગ્રહ પર થયો હતો. એનો તર્ક પૃષ્ટ પ્રમાણ એ છે કે પ્રભુ મહાવીર દ્વારા નિર્દિષ્ટ અંગ સાહિત્ય આજે પણ શ્વેતાંબર પરંપરાની પાસે જ ઉપલબ્ધ છે, અને તેને “તત્ત્વાર્થ સૂત્ર'ની પ્રસ્તાવનામાં વિશ્રુત વિદ્વાન શ્રી. પં. સુખલાલજી સંઘવીએ અનેક ઐતિહાસિક દ્રવ્યોથી સ્પષ્ટ તથા પ્રમાણિત કર્યા છે. અસ્તુ દિગંબર પરંપરાનો ઉદ્દભવ વિર નિર્વાણના ૬૦૯ વર્ષ પછીની દેન છે, આ નિર્વિવાદ રૂપથી માનવામાં આવે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ કરીને વસ્ત્ર રહિત થઈ જાય. આ પ્રકારે વસ્ત્રના ત્યાગ દ્વારા, લાઘવ ગુણ પ્રગટ થાય છે. અને તપની આરાધના થાય છે. આ જે ભગવાને પ્રરૂપિત કર્યું તેના રહસ્યને સમજીને વસ્ત્ર સહિત અને વસ્ત્ર રહિત બંને અવસ્થાઓમાં સમભાવ રાખવો. વર્તમાનમાં ઉપલબ્ધ જૈન સાહિત્યમાં ‘આચારાંગ પ્રથમ શ્રુત સ્કંધ' પોતાની ભાષા અને રચના શૈલીની દૃષ્ટિથી પ્રાચીનતમ આગમ પ્રમાણિત થઈ ચૂક્યો છે. એ આચારાંગ પ્રથમ શ્રુત સ્કંધથી ઉપર્યુક્ત પાઠ ઉષ્કૃત કરેલો છે. આમાં મુનિ માટે અચેલ-સચેલ બંને અવસ્થાઓ અનુજ્ઞાત છે. વાસ્તવમાં વસ્ત્ર રાખવું કે ન રાખવું વિવાદનો વિષય નથી. પરિસ્થિતિ ભેદથી સર્ચલતા અને અચેલતા બંને શાસ્ત્ર-સંમત છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે અચેલનો ઉત્કર્ષ ભાવ અને સચેલનો અપકર્ષ ભાવ લાવવો જોઈએ નહિ. અને આપસમાં એકબીજાની અવજ્ઞા કરવી જોઈએ. કારણ કે એક વસ્ત્રધારી, બે વસ્ત્રધારી, ત્રણ વસ્ત્રધારી અને વિશેષ પ્રતિમા સ્થિતિમાં નિર્વસ્ત્ર મુનિ - આ બધું જિનાજ્ઞામાં છે. આચાર્ય ઉમાસ્વાતિને બંને પરંપરાઓ પોતપોતાના આચાર્ય માને છે. એમણે ધર્મ દેહ, રક્ષાના નિમિત્ત અનુજ્ઞાતપિંડ, શય્યા વગેરેની સાથે વઐષણાનો ઉલ્લેખ કર્યો છે તથા* કલ્પ્યાકલ્પ્સની સમીક્ષામાં પણ વસ્રનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રકારે એષણા સમિતિની વ્યાખ્યામાં વસ્ત્રનો ઉલ્લેખ છે.‘ ‘સ્થાનાંગ સૂત્ર’માં પાંચ કારણોથી અચેલતાને પ્રશસ્ત બતાવી છે. તે છે ઃ (૧) અલ્પ પ્રતિલેખન, (૨) પ્રશસ્તું લાઘવિકતા, (૩) વિશ્વસ્ત રૂપ, (૪) અનુજ્ઞાત તપ (૫) વિપુલ ઇન્દ્રિય નિગ્રહ. ઉક્ત રીતિથી આગમ, સચેલતાનું જ સમર્થન કરે છે, જ્યાં પાણી અચેલ શબ્દ આવે છે, તે પણ અલ્પ વસ્રનું જ ઘોતક છે. યથા, અલ્પ વસ્રવાળા ભિખારીને નાગા કહે છે. રહ્યો પ્રશ્ન પરિગ્રહનો. તેના સંબંધમાં સૂત્રકારે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે - “સંયમ સાધના માટે જે વસ્ત્ર-પાત્રાદિ રાખવામાં આવે છે, તે ધર્મોપકરણ કહેવાય છે, તે પરિગ્રહ નથી. જો વસ્તુમાત્રને પરિગ્રહ માનવામાં આવે તો શરીર પણ પરિગ્રહની ગણનામાં આવશે. આવી સ્થિતિમાં શરીર રહેતા કોઈ અપરિગ્રહી નથી થઈ શકતું.” વસ્તુતઃ વસ્ત્ર પરિહાર અથવા વસ્ર સ્વીકારની ક્રિયાનું મહત્ત્વ નથી, પરંતુ તેની પાછળ રહેલી વૃત્તિની પ્રધાનતા છે. વસ્ત્ર છોડી દીધા પછી જો મમત્વ રહી જાય - શરીરની પ્રતિ આસક્તિ રહી જાય તો તેનાથી પ્રયોજન સિદ્ધ થતું નથી. આનાથી વિરુદ્ધ વસ્ત્ર હોવા છતાં પણ જો વૃત્તિમાં મમત્વ ન હોય, તો આ બંધન રૂપ હોતું નથી. મૂર્છા પરિગ્રહ છે. તેનું નિવારણ કરવું અભીષ્ટ છે. વસ્ત્રાદિનો પરિગ્રહ તો એક સાધન માત્ર છે. નિષ્કર્ષ એ છે કે નિગ્રંથ અણગાર જો વસ્ત્રાદિ ઉપકરણ રાખે છે, તે મૂર્છાના અભાવમાં પરિગ્રહ નથી. ★ पिण्डु शय्या वस्त्रैषणादि पात्रैषणादि यच्चान्यत् । कल्प्या कल्प्यं सद्धर्मदेहरक्षानिमित्तोक्तम् ॥ - प्र. प्र. १३८ + अन्नपानरजोहरणचीवरदीनां धर्मसाधनानामाश्रयस्य च । उद्गमोत्पादनैषणादोषवर्जनम् एषणा સમિતિ: ।। - તત્ત્વાર્થ માષ્ય ૧-પ્ ce પરિગ્રહ વિરમણ મહાવ્રત - Page #365 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય પરિગ્રહ નવ પ્રકારથી વર્ણિત છે. જેમ કે આચાર્ય હેમચંદ્રે ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે धनं धान्यं स्वर्णरूप्यकुप्यानि क्षेत्रवास्तुनी । द्विपाच्चतुष्पाच्चेति स्युर्नव बाह्याः परिग्रहाः ॥ યોગશાસ્ત્ર ૨-૧૧૫ની આવૃત્તિ અર્થાત્ ધન, ધાન્ય, સોનું, ચાંદી, કુષ્ય, ક્ષેત્ર, વાસ્તુ, દ્વિપદ અને ચતુષ્પદ આ નવ બાહ્ય પરિગ્રહ છે. દિગબંર પરંપરામાં બાહ્ય પરિગ્રહ દસ પ્રકારના માનવામાં આવ્યા છે. કહેવાયું છે : क्षेत्रं धान्यं धनं वास्तु कुप्यं शयनमासनम् । द्विपदा पशवो भाण्डं बाह्या दश परिग्रहाः ॥ સોમદેવ, ઉપાસક ૪૩૩ ખેતર, ધાન્ય, ઘર, વસ્ત્રાદિ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ, શયન, આસન અને ભાંડડ-મસાલા વગેરે આ દસ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. આત્યંતર અથવા અંતરંગ પરિગ્રહના ૧૪ ભેદ કહેવામાં આવ્યા છે : (૧) રાગ (૨) દ્વેષ (૩) ક્રોધ (૪) માન (૫) માયા (૬) લોભ (૭) મિથ્યાદર્શન (૮) હાસ્ય (૯) રતિ (૧૦) અતિ (૧૧) ભય (૧૨) શોક (૧૩) જુગુપ્સા (૧૪) વેદ. દિગંબર પરંપરામાં પણ આવ્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારના કહ્યા છે. પરંતુ તે અન્ય રીતથી કહેવામાં આવ્યા છે. જેમ કે : - मिच्छत्त वेद रागा, हस्सादीया य तह य छद्दोसा । चत्तारि तह कसाया चउदसब्भंतरा गंथा ॥ ભગવતી આરાધના, ૧૧૧૮ અર્થાત્ ઃ (૧) મિથ્યાત્વ (૨) સ્ત્રીવેદ (૩) પુરુષવેદ (૪) નપુંસકવેદ (૫) હાસ્ય (૬) ભય (૭) જુગુપ્સા (૮) રિત (૯) અરિત (૧૦) શોક (૧૧) ક્રોધ (૧૨) માન (૧૩) માયા અને (૧૪) લોભ - આ ચૌદ અંતરંગ પરિગ્રહ છે. મુનિ માટે બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના પરિગ્રહ છોડવા આવશ્યક છે. અહીં પ્રશ્ન થઈ શકે છે કે પરિગ્રહની વ્યાખ્યામાં ‘મૂર્છા’ને પરિગ્રહ કહેવાયું છે. મૂર્છા તો આપ્યંતર પરિગ્રહ રૂપ છે. ત્યારે બાહ્ય વસ્તુને પરિગ્રહ કેવી રીતે કહી શકાય ? આનું સમાધાન એ છે કે મુખ્ય રૂપથી તો આપ્યંતર પરિગ્રહ જ પરિગ્રહ છે, કારણ કે પાસે કશું ન હોવા છતાં પણ વ્યક્તિ સંકલ્પો અને લાલસાઓના કારણે પરિગ્રહી માનવામાં આવે છે. દીન-ભિખારીને અપરિગ્રહી માની ન શકાય, કારણ કે તેનામાં અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની લાલસા અને કામના હોય છે. જેના કારણે તેનું ચિત્ત વિપ્લવ બની રહે છે. સંકલ્પ-વિકલ્પોમાં તે ડૂબેલો રહે છે, તેથી અકિંચન હોવા છતાં પણ તે પરિગ્રહી છે. આ રીતથી મૂર્છા પ્રમુખ રૂપથી પરિગ્રહ છે. પરંતુ મૂર્છામાં કારણભૂત હોવાના કારણે બાહ્ય પદાર્થોને પણ બાહ્ય પરિગ્રહ માનવામાં આવે છે. કાર્યની નિત્તિમાં કારણ સહાયક હોય છે. મૂર્છામાં બાહ્ય ૮૬૮ જિણધો Page #366 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ કારણ હોય છે, તેથી તેના ત્યાગનું પણ વિધાન કરવામાં આવ્યું છે. કારણ કે નિવૃત્તિથી કાર્યની નિવૃત્તિ પણ થાય છે. બાહ્ય પદાર્થોના ત્યાગથી મૂર્છા નિવૃત્તિમાં સહાયતા મળે છે, આ દૃષ્ટિથી બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવો પણ આવશ્યક બતાવ્યો છે. કેટલાક સાધક અનાસક્તિના આવરણની નીચે પદાર્થોનો સંગ્રહ કરવાની પોતાની લાલસા છુપાવી શકે છે. તેઓ એ દંભ ભરે છે કે એમની પદાર્થોને વચમાં રહેવા છતાં પણ અનાસક્તિને કારણે અપરિગ્રહી છીએ. અનાસક્તિની સાધના ખૂબ કઠિન છે. તે સરળ નથી. અનાસક્તિ વૃત્તિઓમાં અને વ્યવહારમાં ઝળકવી જોઈએ, માત્ર વાણી-વિલાસ દ્વારા નહિ. દંભની સંભાવનાને નિરસ્ત કરવા માટે અને મૂર્છા ભાવને ત્યાગવામાં સુવિધાની દૃષ્ટિથી બાહ્ય પદાર્થોના પરિત્યાગને મુનિના માટે આવશ્યક બતાવ્યા છે. એક બીજી શંકા એ ઉઠાવી શકાય છે કે જો ‘હું અને મારા’નો સંકલ્પ પરિગ્રહ છે તો સમ્યગ્ જ્ઞાન વગેરે પણ પરિગ્રહ કહેવાશે. કારણ કે રાગ વગેરે પરિણામમાં મમત્વ ભાવ પરિગ્રહ કહી શકાય છે, તેમ સમ્યગ્ જ્ઞાન વગેરેમાં પણ મમત્વ ભાવ હોય છે. આનું સમાધાન એ છે કે જ્યાં પ્રમત્ત ભાવનો યોગ છે તે પરિગ્રહ છે. સમ્યગ્ જ્ઞાનાદિ પ્રમત્ત ભાવ નથી. બીજી વાત એ છે કે જ્ઞાનાદિ તો આત્માના સ્વભાવ છે, તેથી છોડી શકાતો નથી. તેથી તે પરિગ્રહમાં સમ્મિલિત નથી. પરંતુ રાગાદિ તો કર્મના ઉદયથી થાય છે તેથી છોડવા યોગ્ય છે. રાગાદિથી કર્મનો પરિગ્રહ થાય છે, તેથી તેને પરિગ્રહમાં સમ્મિલિત કરવામાં આવ્યા છે. જ્ઞાનાદિથી કર્મબંધ થતા નથી, તેથી તે પરિગ્રહરૂપ નથી. ઉક્ત રીતિથી બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના પરિગ્રહ શ્રમણ નિગ્રંથને માટે વર્ષનીય છે. અંતરંગ પરિગ્રહ વિશેષ ભયંકર છે : ‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં અપરિગ્રહ સંવર દ્વારા આરંભમાં જ અંતરંગ પરિગ્રહના ત્યાગની વાત મુખ્ય રૂપમાં કહી છે. ત્યાં કહ્યું છે - ‘‘નમ્બૂ ! અાિહ સંવુડે ય સમળે, આમ-પ—િહાતો વિસ્તે, વિસ્તે જોમાળ માયા-લોહા...' “હે જંબૂ ! જે મુનિ આરંભ અને પરિગ્રહથી નિવૃત્ત થાય છે તથા ક્રોધ, માન, માયા અને લોભથી વિરત થાય છે, તે જ સાધુ પરિગ્રહના ત્યાગી કહેવાય છે.’ ઉક્ત પાઠથી આ ફલિત થાય છે કે સોનું, ચાંદી, મકાન, વસ્ત્ર, પાત્ર વગેરે બાહ્ય રૂપ પદાર્થ જ પરિગ્રહ નથી, પરંતુ પરિગ્રહનું અંતરંગ રૂપ પણ છે. જે બાહ્ય પરિગ્રહથી કંઈ ગણા ભયંકર હોય છે. વસ્તુતઃ પરિગ્રહનો જન્મ જ અંતર્મનથી થાય છે. તેથી બાહ્ય પરિગ્રહ તો અંતરંગ પરિગ્રહના નિમિત્ત કારણ હોવાથી જ પરિગ્રહ કહેવાયું છે. સાધુ પ્રવ્રુજિત થતા સમયે ઘરબાર, કુટુંબ-કબીલો, જમીન-જાયદાદ તો છોડી જ દે છે. બાહ્ય પરિગ્રહ તેની પાસે નામમાત્ર પણ રહેતો નથી. સંયમયાત્રાના નિર્વાહ હેતુ જે ધર્મોપકરણ તેની પાસે હોય છે, તેનો તે પરિગ્રહ વિરમણ મહાવ્રત se Page #367 -------------------------------------------------------------------------- ________________ મૂચ્છ રહિત થઈને ઉપયોગ કરે છે, તેથી તે પણ પરિગ્રહમાં આવતા નથી. તેથી બાહ્ય રૂપથી અપરિગ્રહ બનેલો સાધુ સંભવતયા એમાં જ અપરિગ્રહની પૂર્ણતા માની લેવાની ભૂલ કરી શકે છે. તેથી સૂત્રકાર તેને સાવધાન કરતા કહે છે કે - “બાહ્ય રૂપથી હલકા-કુલકા સાધક પણ અંતરંગ પરિગ્રહના કારણે બોજારૂપ બને છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ તે અંતરંગ પરિગ્રહથી ગ્રસિત થઈ શકે છે. તેના જીવનમાં ક્રોધાદિ કષાયોની જ્વાળા ધધકતી રહી શકે છે, હાસ્યાદિ નવ-નવ કષાયો તેના ચિત્તને કલુષિત કરી શકે છે. મિથ્યાત્વ રૂપ પિશાચ તેને દબાવી દે છે. રાગ-દ્વેષની કાલિમા તેને મલિન બનાવી શકે છે અને ચૌદ પ્રકારના આ અંતરંગ પરિગ્રહ તેના સંયમના ધર્મને હરણ કરતા રહે છે.” આ જોખમથી સાધકને સાવધાન કરવા માટે સૂત્રકારે પ્રશ્ન વ્યાકરણના અપરિગ્રહ સંવર દ્વારમાં સર્વપ્રથમ અંતરંગ પરિગ્રહનું વિસ્તારથી વિવેચન કર્યું છે. એક પ્રકારના અસંયમથી લઈને તેત્રીસ બોલ સુધીના અંદર નિહિત તત્ત્વને સ્પષ્ટ કર્યું છે, જેને તેઓ અંતરંગ પરિગ્રહનું જ વિસ્તૃત રૂપ માને છે. આ તેત્રીસ બોલોમાંથી હેય-શૈય-ઉપાદેયનો વિવેક કરીને સાધકને જ્ઞ-પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી દેવો જોઈએ. આ પ્રકારે બાહા આત્યંતર રૂપથી જ્યારે સાધક અપરિગ્રહી બને છે ત્યારે તે પૂર્ણ રૂપથી અપરિગ્રહ નિષ્ઠ સાધુ કહેવાય છે. અહીં એ ધ્યાન દેવા યોગ્ય છે કે પરિવાર-ગૃહ-ધનાદિનો ત્યાગ મુનિ પૂર્વોક્ત ૧૪ અંતરંગ પરિગ્રહોમાંથી મિથ્યાત્વ વગેરે કોઈકનો તો સર્વથા ત્યાગ કરે છે, પરંતુ ચારિત્ર મોહની તરતમતાના કારણે કેટલાકનો સર્વાશમાં ત્યાગ ન હોવાથી પણ તેઓ તેના મુનિપદમાં બાધક બનતા નથી. ક્રોધાદિ કષાયોમાંથી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય તથા પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો મુનિજીવનમાં સર્વથા અભાવ હોવા છતાં પણ સંજ્વલન ક્રોધાદિનો ઉદય રહે છે. અર્થાત્ સંજ્વલન ક્રોધ, માન, માયા, અનિવૃત્તિકરણ નામનો નવમાં ગુણસ્થાન સુધી રહે છે તથા સંજ્વલન લોભ દસમા સૂક્ષ્મ સંપરાય નામના ગુણસ્થાન સુધી રહે છે. બીજી દષ્ટિએ વિચાર કરીએ તો અંતરંગ પરિગ્રહના ૫ ભેદ પણ છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) અશુભ યોગ. આ પાંચ કર્મબંધનનાં કારણ છે, તેથી તેમને આત્યંતર પરિગ્રહ માનવામાં આવ્યા છે. શાસ્ત્રકારોએ કર્યગ્રહણને પરિગ્રહ અને બંધ બતાવ્યા છે. બંને પ્રકારના પરિગ્રહોનું વિશ્લેષણ કરનારી નિમ્ન ગાથા મનનીય છે - पुढवाइसु आरंभो परिग्गहो धम्मसाहणं मोत्तुं । मुच्छा य तत्थ वज्झो इयरो मिच्छत्तमाइयो ॥ પૃથ્વીકાયાદિ જીવોનું આરંભ (હિંસા) કરવી પરિગ્રહ છે. ધર્મના સાધનભૂત પદાર્થોના અતિરિક્ત પદાર્થોને મૂચ્છ ભાવથી રાખવા બાહ્ય પરિગ્રહ છે, જ્યારે મિથ્યાત્વ વગેરે અંતરંગ પરિગ્રહ છે. સારાંશ એ છે કે શ્રમણ નિગ્રંથ બાહ્ય પરિગ્રહથી સર્વથા મુક્ત થઈને અંતરંગ પરિગ્રહથી મુક્ત થવાને માટે સતત પ્રયત્નશીલ રહે છે અને જ્યારે તે બાહ્ય આત્યંતર પરિગ્રહથી સર્વથા મુક્ત થઈ જાય છે ત્યારે સિદ્ધ, બુદ્ધ અને પરિનિવૃત્ત બની જાય છે. (૮૦૦) છે જિણધમો) Page #368 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ : અપરિગ્રહ મહાવ્રતની પુષ્ટિ અને સુરક્ષા માટે શાસ્ત્રકારે પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કર્યું છે. તે પાંચ ભાવનાઓ આ પ્રકાર છે : (૧) શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દોમાં રાગદ્વેષ ન કરવો. (૨) ચક્ષુ ઇન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં રાગદ્વેષ ન કરવો. (૩) ઘાણેન્દ્રિયની વિષયભૂત મનોજ્ઞ-અમનો ગંધોમાં રાગદ્વેષ ન કરવો. (૪) રસનેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ રસોમાં રાગદ્વેષ ન કરવો. (૫) સ્પર્શનેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ સ્પર્શીમાં રાગદ્વેષ ન કરવો. પરિગ્રહનો અર્થ મોટા ભાગે ગ્રહણ કરવાનો હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી પાંચેય ઇન્દ્રિયો અને મનના વિષયોને ગ્રહણ કર્યા વગર સાધકનું કામ ચાલી શકતું નથી. કદાચ ઇન્દ્રિયોને તે નિશ્રેષ્ટ કરીને બેસી જશે, પરંતુ મને તો ક્ષણભર માટે પણ ચિંતનમનન કર્યા વગર નથી રહી શકતું. મન કોઈ ને કોઈ ઇન્દ્રિયના વિષયમાં ચિંતન કરશે જ. ત્યારે સવાલ ઊઠે છે કે અહીં ઇન્દ્રિયો અને મન દ્વારા ગ્રહણ કરેલા વિવિધ વિષય પરિગ્રહ કહેવાશે અને ત્યાં અપરિગ્રહ માટે કૃત પ્રતિજ્ઞા સાધકને પરિગ્રહનો ત્યાગ કરવો આવશ્યક છે. આ મૂંઝવણ કેવી રીતે ઉકલે? આ મૂંઝવણને ભગવાન મહાવીરે ખૂબ જ સુગમ રીતિથી ઉકેલી છે. એમણે માર્ગ બતાવ્યો છે કે – “સાધકે જીવનમાં અનિવાર્ય ઇન્દ્રિય વિષયોને તો ગ્રહણ કરવા જ પડશે, પરંતુ તે સ્થિતિમાં તેને બે પ્રકારનો વિવેક કરવો પડશે. પહેલો એક જ વિષયમાં અનિવાર્ય નથી, તેને ચલાવીને ગ્રહણ ન કરવો. બીજો એ કે સાધુના સામે જ્યારે મનોજ્ઞ, રમણીય, અનુકુળ લાગનાર, આકર્ષક અને મનોરમ વિષય આવી જાય તો તેમાં રાગ ભાવ ન કરવા. આ રીતે જ્યારે અમનોજ્ઞ, અરમણીય, પ્રતિકૂળ અને ખરાબ લાગનારા વિષય આવી જાય તો તેનામાં દ્વેષભાવ ન કરવો. બસ, આ જ વિષયોને ગ્રહણ કરતા હોવા છતાં અપરિગ્રહી રહેવાની કૂંચી છે. કહેવાયું છે કે - जो सद्द-रूव-रस गंध मागए, फासे य संपप्प मणुण्ण पावए । गेही पओसं न करेज्ज पंडिए, स होइ दंते विरए अकिंचणे ॥ જે સાધુ અનાયાસ પ્રાપ્ત મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને મેળવીને ગૃદ્ધિ (આસક્તિ) કરતા નથી અને અમનોજ્ઞ અશુભ શબ્દાદિ મેળવી પ્રદ્વેષ કરતો નથી તે વાસ્તવમાં વિરત છે, પંડિત છે, દાનત છે, અપરિગ્રહી છે. આ છે પરિગ્રહ અને અપરિગ્રહની વિવેકની કૂંચી. જો સાધક મનોજ્ઞમાં રાગ અને અમનોજ્ઞમાં દ્વેષ કરે છે, તો તે અંતરંગ પરિગ્રહી થઈ જાય છે. વસ્તુતઃ વિષય પોતાનામાં સારા કે ખરાબ નથી. સાધકની દૃષ્ટિમાં જ્યારે રાગ અને દ્વેષનું ઝેર હોય છે, ત્યારે તે અંતરંગ પરિગ્રહ બની જાય છે. વિષયોમાં ત્યાં સુધી વિષ પેદા ન થાય ત્યાં સુધી તેમાં રાગ અથવા દ્વેષનો પુટ ન હોય. તેથી અપરિગ્રહી સાધકના માટે રાગ અને દ્વેષને છોડવા જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. અપરિગ્રહ મહાવ્રતની ઉક્ત પાંચ ભાવનાઓમાં આ જ વાત કહી છે. [પરિગ્રહ વિરમણ મહાવ્રત આ D D Do૮૦૧) Page #369 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર'માં શાસ્ત્રકાર ફરમાવે છે કે - આ તો સંભવ નથી કે ઇન્દ્રિયો પોતાના વિષયને ગ્રહણ ન કરે. આ સંભવ નથી કે નાક ગંધને ન સૂંઘ, આ સંભવ નથી કે ચક્ષુ રૂપને ન જુએ, આ સંભવ નથી કે સ્પર્શનેન્દ્રિય સ્પર્શ ગ્રહણ ન કરે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરશે જ. સાધુ કાન, આંખ, નાક, જીભ અને ત્વચાને બંધ રાખીને ચાલી શકતો નથી. આવી સ્થિતિમાં સાધુ માટે એક જ માર્ગ બાકી રહી જાય છે કે તે પાપના પરિગ્રહથી બચવા માટે એ વિષયોમાં રાગ-દ્વેષ ભાવ ન કરે. મનોજ્ઞ વિષયમાં આસક્તિ ન કરે અને અમનોજ્ઞમાં ઠેષ અથવા ધૃણા ન કરે. આ પ્રકારે આચરણ કરતા સાધક પરિગ્રહના પાપથી બચી જાય છે. “આચારાંગ સૂત્ર'નો તે પાઠ આ પ્રકારે છે - ण सक्का न सोउं सद्दा सोय विसयमागया । राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥१०६७॥ णो सक्का रुवमदर्छ, चक्खू विसयमागयं । राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥१०७०॥ णो सक्का गंधमग्धाउं, णासा विसयमागयं । राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥१०७३॥ णो सक्का रसमस्साउं जीहाविसयमागयं । 'राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥१०७६॥ णो सक्का फासमवेएउं, फास विषय मागयं । राग दोसा उ जे तत्थ ते भिक्खू परिवज्जए ॥१०७६॥ - આચારાંગ, દ્વિતીય શ્રત, અ.-૧૫ આ પ્રકારે અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ પુનઃ પુનઃ અભ્યાસથી સાધુ પૂર્ણતયા અપરિગ્રહનિષ્ઠ બની શકે છે. ઉક્ત પાંચ ભાવનાઓથી પંચમ અપરિગ્રહ મહાવ્રત સમ્યગુ રૂપથી આરાધિત અને વિતરાગ પરમાત્માની આજ્ઞા દ્વારા સાચા રૂપમાં અનુપાલિત થાય છે. અપરિગ્રહ મહાવતના ભંગઃ પૂર્વોક્ત પરિગ્રહના અલ્પ, ખૂબ, નાના, મોટા સચિત્ત, અચિત્ત આ છ ભેદોને ૯ કોટિ(કૃત-કારિત-અનુમોદિત x મન, વચન, કાયા)થી ગુણાકાર કરવાથી ૬૪૯= ૫૪ ભેદ થાય છે. એમને દિવસ, રાત, એકલામાં, સમૂહમાં, સૂતાં, જાગતા આ છ વિકલ્પોથી ગુણિત કરવાથી ૫૪૪૬=૩૨૪ ભંગ અપરિગ્રહ મહાવ્રતના હોય છે. અપરિગ્રહ સંવર વર પાદપ છે: પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આ અપરિગ્રહ મહાવ્રતને વર પાદપની શ્રેષ્ઠ ઉપમાથી ઉપમિત કરેલા છે. એના ભાવ આ પ્રકાર છે : અપરિગ્રહ વૃત્તિ સંવર દ્વારા શ્રેષ્ઠ વૃક્ષ છે. ભગવાન મહાવીરનાં શ્રેષ્ઠ વચનોથી કહેલી અનેક પ્રકારની પરિગ્રહ નિવૃત્તિ એ અપરિગ્રહ વૃક્ષનો ફેલાવો છે. સમ્યકત્વ તેનું મૂળ છે ધૃતિ તેનો કંદ (સ્કંધની નીચેનો ભાગ) છે, વિનય તેની વેદિકા છે. ત્રણે લોકોમાં વ્યાપ્ત (૮૨) જ છે. જિણધમો) Page #370 -------------------------------------------------------------------------- ________________ વિસ્તીર્ણ યશ એમના ગાઢ સ્કંધ છે. પાંચ મહાવ્રત તેની વિશાળ શાખાઓ છે. ભાવનાઓ તેની ત્વચા છે, શુભ-ધ્યાન-પ્રશસ્ત યોગ અને જ્ઞાન તેનાં પાંદડાં અને અંકુર છે. શીલ તેમની શોભા છે, સંવર તેનાં ફળ છે. બોધિ તેનું બીજ છે અને મેરુ શિખરની સમાન શૌચ રૂપ મોક્ષમાર્ગ તેનું શ્રેષ્ઠ શિખર છે. આ પ્રકારે આ અપરિગ્રહ સંવર શ્રેષ્ઠ વૃક્ષના સમાન અતીવ રમણીય શોભાવાળો છે. આવા મહત્ત્વપૂર્ણ અપરિગ્રહ મહાવ્રતનો જે સમ્ય રૂપથી આરાધક અને અનુપાલક થાય છે, તે શ્રમણ શીઘ જ મોક્ષસુખનો અધિકારી હોય છે. રાત્રિભોજન વિરમણ વ્રત મૂલગુણ છે અથવા ઉત્તરગુણઃ અહિંસાના આરાધક માટે રાત્રિભોજનનો પરિત્યાગ અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. તેના વગર અહિંસા વ્રતની આરાધના સંભવ નથી, તેથી રાત્રિભોજન વિરમણ વ્રતની મહત્તાનું પ્રતિપાદન શાસ્ત્રોમાં અનેક સ્થાનોમાં ઉલિખિત છે. આ સ્પષ્ટ જ છે કે રાત્રિભોજન વિરમણ વ્રતમાં અહિંસાની જ ભાવના સન્નિહિત છે. રાત્રે આલોકિત પાન ભોજન અને ઇર્યા સમિતિનું પાલન થઈ શકતું નથી, તથા રાત્રિમાં આહારનો સંગ્રહ કરવો અપરિગ્રહની મર્યાદાનાં બાધક છે. આ બધાં કારણોથી રાત્રિભોજનનો નિષેધ કર્યો છે. આલોકિત પાનભોજન અને ઇર્ષા સમિતિ અહિંસા મહાવ્રતની ભાવનાઓ છે. જૈન સિદ્ધાંતમાં રાત્રિભોજન વિરમણ વ્રતને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેટલા મહાવ્રતોનું જો કે તેને “મહાવ્રત'ની સંજ્ઞા આપી નથી. જૈન શ્રમણ માટે રાત્રિભોજન વિરમણ વ્રતનું પાલન એટલું જ અનિવાર્ય છે, જેટલું મહાવ્રતોનું પાલન. રાત્રિભોજન વિરમણ વ્રતનો કોઈ અપવાદ બતાવ્યો નથી. જેમ કે બ્રહ્મચર્ય મહાવ્રતમાં કોઈ અપવાદ નથી. રાત્રિભોજન વિરમણ વ્રતનું આટલું મહત્ત્વ જોતાં પ્રશ્ન ઊભો થાય છે કે આ વ્રતને મૂળગુણ માનવામાં આવે કે ઉત્તરગુણ? દશવૈકાલિક સૂત્રમાં પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞાની સાથે જ “મહાવરે છે મને ! વા વાયા વેરમા' કહીને મહાવ્રતોની સાથે જ રાત્રિભોજન વિરમણ વ્રત કહેવામાં આવેલ છે. આ રીતે આ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં શ્રમણને માટે જે અઢાર ગુણોની અખંડ સાધના કરવાનો વિધાન કર્યો છે, તેમાં સર્વપ્રથમ “વય છ' (છ વ્રતોનો ઉલ્લેખ છે. અને સર્વપ્રાણાતિપાત વિરમણ યાવત્ રાત્રિભોજન વિરમણ પર સમાન રૂપથી બળ દીધું છે. “ઉત્તરાધ્યયન સૂત્ર'ના ઓગણીસમા અધ્યયન માટે સાધુના અનેક કઠોર ગુણોનો (આચારો)નો ઉલ્લેખ કરતા પ્રાણાતિપાત વિરતિ વગેરે પાંચ સર્વ વિરતિઓની સાથે રાત્રિભોજન ત્યાગનો પણ ઉલ્લેખ થાય છે. અને એને મહાવ્રતોની જેમ જ દુષ્કર કહ્યા છે. આવી સ્થિતિમાં પ્રથમ પાંચ વિરમણોને “મહાવ્રત' કહેવામાં અને રાત્રિભોજન વિરમણને વ્રત' કહેવામાં આચરણની દૃષ્ટિથી કોઈ અંતર નથી, આ સ્પષ્ટ છે. બીજી બાજુ “દશવૈકાલિક સૂત્ર'માં પાંચ પ્રાણાતિપાત વિરમણ વગેરેને “મહાવ્રત' અને રાત્રિભોજન વિરમણને “વ્રત' કહ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના કેશી-ગૌતમ સંવાદમાં શ્રમણ ભગવાન મહાવીરના માર્ગને “પંચ કામ અને ભગવાન પાર્શ્વનાથના માર્ગને “ચતુર્યામ' કહ્યો છે. “આચારાંગ સૂત્ર'માં તથા “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં સંવરોના રૂપમાં માત્ર પાંચ મહાવ્રતો [પરિગ્રહ વિરમણ મહાવ્રત . . ૮૭૩) Page #371 -------------------------------------------------------------------------- ________________ અને એમની ભાવનાઓનો જ ઉલ્લેખ છે. ત્યાં રાત્રિભોજન વિરમણનો ઉલ્લેખ નથી. જ્યાં જ્યાં પ્રવ્રજ્યા ગ્રહણના પ્રસંગ છે, ત્યાં પ્રાયઃ સર્વત્ર પાંચ મહાવ્રત ગ્રહણ કરવાનો પણ ઉલ્લેખ છે. તેનાથી પ્રતીત થાય છે કે રાત્રિભોજન વિરમણ વ્રતને યામ અથવા મહાવ્રતના રૂપમાં માનવાની પરંપરા નથી. ઉક્ત પ્રશ્નનું સમાધાન ‘દશવૈકાલિક સૂત્ર’ ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તર તથા શ્રી અગસ્ત્યસિંહ સ્થવિરે આપ્યું છે. શ્રી જિનદાસ મહત્તર અનુસાર પ્રથમ અને ચરમ તીર્થંકરના મુનિ ઋજુ જડ અને વક્ર જડ થાય છે. તેથી તે મહવ્રતોની જેમ માનતા રાત્રિભોજન વિરમણનું પાલન કરવું. આ દૃષ્ટિથી આ વ્રતને મહાવ્રતોની સાથે બતાવ્યાં છે. મધ્યવર્તી તીર્થંકરોના મુનિઓ માટે આ ઉત્તરગુણ કહેવામાં આવ્યા છે, કારણ કે તે ઋજુપ્રજ્ઞ હોય છે, તેથી સરળતાથી રાત્રિભોજન છોડી દે છે. શ્રી અગસ્ત્યસિંહ સ્થવિર માને છે કે - “પાંચ મહાવ્રત, મૂળગુણ અને રાત્રિભોજન ઉત્તરગુણ છે. પછી પણ આ મૂળગુણોની રક્ષાનો હેતુ છે, તેથી મૂળગુણોની સાથે તેનું પ્રતિપાદન કર્યું છે.’’ ભાષ્યકાર શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે जम्हा मूलगुणाच्चिय न होंति तव्विरहियस्स पडिपुन्ना । मूलगुणग्गणे तग्गहणमिहत्थओ નેયં ॥ तो વિશેષાવશ્યક ૧૨૪૩ ગાથા રાત્રિભોજન વિરમણ મુનિનો મૂળગુણ છે, કારણ કે જો અહિંસા વગેરે પાંચ મહાવ્રતોમાંથી જો એક પણ ન હોય તો મહાવ્રત પૂર્ણ થતાં નથી, આ રીતે રાત્રિભોજન વિરતિના અભાવમાં પણ મહાવ્રત પૂર્ણ થતાં નથી. તેથી મૂળગુણો(મહાવ્રતો)ના ગ્રહણમાં રાત્રિભોજન વિરતિનું ગ્રહણ થઈ જ જાય છે. આ દૃષ્ટિએ રાત્રિભોજન વિરતિ મહાવ્રતના અંતર્ગત આવવાથી મુનિનું મૂળગુણ છે. દિગંબર પરંપરાના ગ્રંથ ‘ભગવતી આરાધના'ની વિજયોદયા ટીકા(ગાથા ૪૨૧)માં લખ્યું છે કે - “પ્રથમ અંતિમ તીર્થંકરના તીર્થમાં રાત્રિભોજન ત્યાગ નામનું છઠ્ઠું વ્રત છે.’ પં. આશાધરજીએ પણ પોતાની ટીકામાં અણુવ્રત નામથી આ છઠ્ઠા વ્રતનો નિર્દેશ કર્યો છે. પરંતુ પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધ (૭/૧) વ્રતોમાં વર્ણન કરતા રાત્રિભોજન નામના છઠ્ઠા મહાવ્રતનો નિષેધ કરતાં અહિંસા વ્રતની ભાવનામાં એનો અન્તર્ભાવ કહ્યો છે. તત્ત્વ દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગ વ્રતને મૂળગુણ માનવું જ અધિક સંગત અને યૌક્તિક પ્રતીત હોય છે. આગમોમાં જે શૈલીથી એનું પ્રતિપાદન પ્રાપ્ત થાય છે - તે એને મૂળગુણ માનવામાં જ બાધ્ય કરે છે. કારણ કે મહાવ્રત વિવેચનનું અનન્તર છઠ્ઠાવ્રતના રૂપમાં તેનું વિવેચન ઉપલબ્ધ થાય છે. જિજ્ઞાસા થઈ શકે છે કે જો આ મૂળગુણમાં જ અન્તર્ભાવિત છે તો આને પણ મહાવ્રતની સંજ્ઞા કેમ ન આપવામાં આવે. સમાધાન છે કે ગૃહસ્થ શ્રાવકનાં પાંચ અણુવ્રતોની અપેક્ષા જિણધમ્મો ८७४ Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રમણનાં અહિંસાદિ પાંચ વ્રતોને મહાવ્રત કહેવામાં આવ્યાં છે. જો કે રાત્રિભોજન શ્રાવકનાં અણુવ્રતોમાં પરિગણિત થયા નથી, તેથી તેને “મહાવ્રત' સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. તથાપિ તે મહાવ્રતના સમકક્ષ હોવાથી મહાવત જ છે. ઉપસંહાર : આગળ વર્ણવામાં આવેલ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાવ્રતોને પૂર્વવર્ણિત પચીસ ભાવનાઓની સાથે જે અણગાર, યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ સારી રીતે કાયા દ્વારા સ્પર્શ કરે છે, પાલન કરે છે, પાર પહોંચાડે છે, વિતરાગની આજ્ઞાનુસાર આરાધિત કરે છે, તે સર્વ કર્મબંધનોથી મુક્ત થતાં સિદ્ધ થઈ જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે, અને પોતાના પરમ અને ચરમ સાધ્યને સિદ્ધ કરી લે છે. Kc9 (ચાર ભાવનાઓ) વ્રત ભલે તે મહાવ્રત હોય અથવા અણુવ્રત, પુષ્ટિ અને સ્થિરતા માટે ભાવનાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પૂર્વમાં પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું પણ પ્રયોજન મહાવ્રતોની પુષ્ટિ અને સ્થિરતા છે. એ ભાવનાઓ સિવાય પણ વિવિધ ભાવનાઓનો ઉલ્લેખ તત્ત્વચિંતક પરમકૃપાળુ મનીષિઓએ કર્યો છે. બધાનું પ્રયોજન વ્રતોમાં બળ પ્રદાન કરવાનું છે. વ્રતો માટે સહકારી વિવિધ ભાવનાઓમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના - મુખ્યત્વે હિતકારી અને ઉપકારી છે. એને માટે કહેવાયું છે કે - एता मुनिजनानन्दसुधास्यन्दैकचन्द्रिकाः । ध्वस्तरागादिसंक्लेशा लोकाग्रपथदीपिकाः ॥ - જ્ઞાનાર્વાણ ૨૭-૧૫ આ મૈત્રી વગેરે ભાવનાઓ મુનિજનોમાં આનંદામૃતની વર્ષા કરનાર અપૂર્વ ચન્દ્રિકાની સમાન છે. આ રાગાદિ સંક્લેશોને ધ્વસ્ત કરનારી અને મોક્ષમાર્ગને પ્રકાશિત કરવા માટે દીપિકાની સમાન છે. ઉક્ત કથન અનુસાર મોક્ષમાર્ગમાં વિચરણ કરનાર વ્રતધારીઓ માટે મૈત્રી વગેરે ભાવનાઓનું ચિંતન પરમ ગુણકારી માનવામાં આવ્યું છે. મુમુક્ષુઓએ આ ભાવનાઓનું સતત ચિંતન કરવું જોઈએ. (૧) મૈત્રી ભાવના : પ્રાણીમાત્રને કોઈ પ્રકારનું દુઃખ ન હોય, આ પ્રકારની આંતરિક ભાવના મૈત્રી છે. કહેવાય છે - कायेन मनसा वाचा परे सर्वत्र देहिनि । अदुःखजननीवृत्तिमैत्री मैत्रीविदां मता ॥ [ ચાર ભાવનાઓ છે છે છે ૮૦૫) Page #373 -------------------------------------------------------------------------- ________________ કોઈ પ્રાણીને દુઃખ ન થાય, આ પ્રકારની મન, વચન, કાયાની પ્રવૃત્તિને મૈત્રી કહે છે. આખું જગત સુખી થાય, કોઈપણ જીવને દુઃખ ન થાય, આ પ્રકારની ભાવના રાખવી મૈત્રી ભાવના છે. અહિંસા વ્રતની આરાધનાના માટે આ મૈત્રી ભાવનાનો પુનઃ પુનઃ અભ્યાસ નિતાન્ત આવશ્યક છે. પ્રાણીમાત્રના પ્રતિ મૈત્રીભાવ હોય, ત્યારે પ્રત્યેક પ્રાણી પ્રતિ અહિંસક વર્તાવ કરી શકાય છે. આ મૈત્રીનો વિષય પ્રાણીમાત્ર છે. તેથી કહેવાયું છે - “સત્વેષ મૈત્રીમ” પ્રત્યેક પ્રાણી પ્રતિ મૈત્રીભાવ રાખવો અહિંસા વતી માટે પરમ ઉપયોગી અને હિતાવહ છે. વેરભાવનો વિરોધી ભાવમૈત્રી છે. મૈત્રી થવાથી વેરભાવ છૂટી જાય છે. વેરભાવને છોડવા માટે મૈત્રીભાવનાનું નિરંતર અનુચિંતન અને અનુશીલન કરવું જોઈએ. (૨) પ્રમોદ ભાવના : જે પોતાનાથી વિશિષ્ટ ગુણશાળી છે, તેને જોતાં જ મુખ પ્રફુલ્લિત થઈ જવું પ્રમોદભાવ છે. તપ વગેરે ગુણોથી વિશિષ્ટ પુરુષને જોઈને હાર્દિક પ્રેમ ઊમટી પડે છે, તે પ્રમોદ છે. કહેવાયું છે - तपोगुणाधिके पुंसि प्रश्रयाश्रयनिर्भरः । जायमानो मनोरागः प्रमोदो विदुषां मतः ॥ કેટલીક વાર વ્યક્તિને પોતાનાથી આગળ વધેલ વ્યક્તિને જોઈને ઈર્ષા થાય છે. જ્યાં સુધી આ ઈર્ષાવૃત્તિ બની રહે છે ત્યાં સુધી અહિંસા-સત્યાદિ વ્રત નિર્મળ થઈ શકતું નથી. તેથી ઈર્ષાના વિપરીત પ્રમોદ ગુણની ભાવનાને કહી છે. પોતાનાથી અધિક ગુણવાન વ્યક્તિ પ્રતિ આદર રાખવો અને તેના ઉત્કર્ષને જોઈને પ્રસન્ન થવું પ્રમોદ ભાવના છે. આ ભાવનાનો વિષય અધિક ગુણવાન વ્યક્તિ છે, કારણ કે તેના પ્રતિ ઈર્ષા અને અસૂયા વગેરે દુવૃત્તિઓ સંભવ છે. તેથી કહેવાયું છે - “TUાપુ પ્રમો” ગુણીઓ પ્રતિ પ્રમોદ ભાવ રાખવાથી આત્મા પણ ગુણવાન બને છે. (૩) કારુણ્ય ભાવના : બીજાનાં દુઃખોને દૂર કરવાની ઇચ્છાને કારુણ્ય કહે છે. “પ૨૬: પ્રાચ્છાદિ શરુ થ” કોઈને પીડિત જોઈને પણ જો અનુકંપાનો ભાવ પેદા ન થાય, તો અહિંસા વગેરે વ્રતનું પાલન થઈ શકતું નથી. તેથી કરુણાની ભાવના થવી આવશ્યક છે. કરુણા ભાવના ચિત્તની કોમળતાનું સૂચક છે. નિષ્ફર અથવા કઠોર હૃદયમાં કરુણા રહેતી નથી, અને કરુણા વગર દયા-ધર્મનું, અહિંસા-ધર્મનું પાલન યથાવત્ થઈ શકતું નથી. દુઃખી જીવોને જોઈને જેનું દિલ દ્રવિત થતું નથી, તે કઠોર ભૂમિમાં ધર્મના અંકુર ફૂટી જ શકતા નથી. ષકાયના જીવોના પ્રતિ કરુણ થશે તો જ એમની રક્ષારૂપ સંયમ-ધર્મનું આચરણ થઈ શકશે. તેથી અહિંસાદિ મહાવ્રતોનાં આરાધકે અન્ય જીવોના પ્રતિ કરુણાથી ઓતપ્રોત થવું જોઈએ. દુઃખી જીવ આ ભાવનાનો વિષય છે, કારણ કે દુઃખીઓ પર જ કરુણા કરવામાં આવે છે. તેથી કહેવાયું છે - (૮) છે. જે આજે છે. ) જિણધમો) Page #374 -------------------------------------------------------------------------- ________________ "क्लिष्टेषु जीवेषु कृपापरत्वं” દુઃખી જીવો પર કરુણા કરવી - કારુણ્ય ભાવના છે. આ ભાવનાના અનુચિંતન અને અનુશીલનથી અન્ય જીવોને આત્મવત્ સમજવાની પ્રેરણા મળે છે. જેમ આપણી આત્માને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, આ રીતે અન્ય જીવોને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. જેમ વ્યક્તિ સ્વયંના દુઃખ દૂર કરવા ઇચ્છે છે, તેમજ અન્ય જીવ પણ પોતાના દુઃખ દૂર કરવા ઇચ્છે છે. એમનાં દુઃખોને દૂર કરવામાં સહાયક થવું જ કારુણ્ય ભાવના છે. કહેવાયું છે - "दीनाभ्युद्धरणे बुद्धिः कारुण्यं करुणात्मनाम्” દયાનિષ્ઠ પુરુષોમાં દુઃખીઓના ઉદ્ધારની બુદ્ધિ ભાવના હોવી આવશ્યક છે. કારુણ્ય દયામય અહિંસા ધર્મનો પ્રાણ છે. (૪) માધ્યસ્થ ભાવના ઃ વિપરીત બુદ્ધિ રાખનાર અને નિર્ગુણ લોકોના પ્રતિ તટસ્થ બુદ્ધિ રાખવી માધ્યસ્થ ભાવના છે. સંસારમાં કોઈ પ્રાણી એવા પણ હોય છે, જેનામાં અકારણ જ ઔદ્ધત્ય અથવા ઉલ્લંડતા જોવાય છે. હિતબુદ્ધિથી સમજાવવા છતાં પણ વિપરીત પરિણામ જ આવે છે. આવાં અયોગ્ય પાત્રો પ્રતિ તટસ્થ ભાવ રાખવો - તેના પર ક્રોધ ન કરવો અને રાગ ન કરવો (ઉપેક્ષા બુદ્ધિ રાખવી) માધ્યસ્થ ભાવના છે. કહેવાયું છે - " हर्षामर्षोज्झिता वृत्तिर्माध्यस्थं निर्गुणात्मनि ।” તાત્પર્ય એ છે કે દ્વેષીઓ અને દોષીઓ પ્રતિ ઉપેક્ષા ભાવ રાખવો જોઈએ. એમની પર ક્રોધાદિ કરવો નિરર્થક છે. એમને સુધારવાના પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળે ત્યારે એવી જ ભવિતવ્યતા સમજીને સમભાવનું અવલંબન લેવું જોઈએ. ખિન્ન અને ઉદ્વિગ્ન થવું ન જોઈએ. આ ભાવનાનો વિષય અયોગ્ય પાત્ર છે. કહેવાયું છે - “માધ્યË માવું, વિપરીત વૃત્તૌ, સવા મમાત્મા વિદ્રધાતુ વેવ ' ઉક્ત ચાર ભાવનાઓ સિવાય અન્ય ભાવનાઓ પણ ‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહી છે - हिंसादिष्विहामुत्र चापायावंद्य दर्शनम् । દુ:શ્વમેવ વા । जगत्काय स्वभावौ च संवेग वैराग्यर्थम् ॥ - તત્ત્વાર્થ સૂત્ર, અ.-૭ સૂ.-૪-૫-૭ હિંસાદિ પાંચ દોષોમાં ઐહિક આપત્તિ અથવા પારલૌકિક અનિષ્ટનું દર્શન કરવું, હિંસાદિ દોષોને દુઃખ રૂપ જ માનવું, તથા સંવેગ-વૈરાગ્ય માટે જગતની અને શરીરની અસારતા, અનિત્યતા અને દુ:ખમયતાનું ચિંતન કરવું પણ અહિંસાદિ વ્રતોના પાલન હેતુ સહાયક થાય છે. ઉક્ત રીતિથી વિવિધ ભાવનાઓ દ્વારા ભાવિત થવાથી મહાવ્રતોમાં દઢતા, સ્થિરતા અને પુષ્ટિ આવે છે. તેથી મહાવ્રતીઓ અને અણુવ્રતીઓએ આ ભાવનાઓનું સતત ચિંતન અને અનુશીલન કરવું જોઈએ. ચાર ભાવનાઓ ८७७ Page #375 -------------------------------------------------------------------------- ________________ (૯૨૨ (અષ્ટ પ્રવચન માતાઓ) રાત્રિભોજન સહિત પાંચ મહાવ્રત રૂપ મૂળગુણોનું પ્રતિપાદન કર્યા પછી સમ્યક ચારિત્રના પાલનમાં ઉપયોગી ઉત્તરગુણોનો નિર્દેશ કરવામાં આવે છે. ઉત્તરગુણોની સંકલના નિમ્ન ગાથામાં કરવામાં આવી છે - पिण्डस्स जा विसोही, समिईओ, भावणा तवो दुविहो । पडिमा अभिग्गहा वि य उत्तर गुण मो वियाणाहि ॥ અર્થાત્ પિંડ વિશુદ્ધિ, સમિતિઓ, ભાવના, બે પ્રકારનાં તપ, પ્રતિમા, અભિગ્રહ આ બધાને ઉત્તરગુણ સમજવા જોઈએ. પ્રકારાન્તરથી આ વિષયની બીજી ગાથા આ પ્રકારે છે - पिण्डविसोही, समिई, भावना पडिमा य इंदियनिरोहो । पडिलेहण गुत्तीओ, अभिग्गहा चेव करणं तु ॥ - ધર્મ સં.-૩ અધિ. ચાર પિંડ વિશુદ્ધિ (આહાર, વસ્ત્ર, પાત્ર અને સ્થાન નિર્દોષ ગ્રહણ કરવું') પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર પ્રતિમાઓ, પાંચ ઇન્દ્રિય-નિરોધ, પચીસ પ્રતિલેખનાના ભેદ, ત્રણ ગુપ્તિઓ અને ચાર અભિગ્રહ - આ સિત્તેર કરણ સત્તરી રૂ૫ ઉત્તરગુણ જાણવું જોઈએ. ઉક્ત ઉત્તરગુણોમાંથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ચારિત્રાચાર કહેવામાં આવી છે. જેમ કે કહેવાયું છે કે - __ पणिहाणजोगजुत्तो पंचसमिईहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो, उट्ठविहो होइ नायव्वो ॥ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓમાં સદા જાગૃત અને સાવધાન રહેવા રૂપ આઠ પ્રકારના ચારિત્રાચાર છે. સમ્યફ ચારિત્રનું સંપૂર્ણ દાયિત્વ આ આઠ સમિતિ-ગુપ્તિ રૂપ પ્રવચન માતાઓ પર નિર્ભર છે. જેમ માતાઓ પુત્રોના શરીરને જન્મ આપે છે, તેમનું પાલન કરે છે, રોગાદિ થવાથી તેમનું શોધન કરે છે, તે રીતે ગુપ્તિઓ અને સમિતિઓ મુનિના સમ્યક ચારિત્રરૂપ શરીરને જન્મ આપે છે, પાલન કરે છે અને શુદ્ધ કરે છે. ગુપ્તિઓ અને સમિતિઓ વગર સમ્યક ચારિત્રની ઉત્પત્તિ, રક્ષા અને નિર્દોષતા સંભવ નથી, તેથી આગમમાં તેમને રત્નત્રય રૂપ પ્રવચન માતા કહ્યા છે. આચાર્ય હેમચંદ્ર “યોગશાસ્ત્રમાં કહ્યું છે - एताश्चारित्रगात्रस्य जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोष्टौ प्रकीर्तिताः ॥ - યોગશાસ્ત્ર-૧, પ્રકાશ, ૪૫-શ્લોક (૮૮) 00 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો) Page #376 -------------------------------------------------------------------------- ________________ સાધુઓના ચારિત્ર રૂપી શરીરને જન્મ આપવાથી, તેમનું પાલન કરવાથી તથા અતિચાર રૂપ મેલ દ્વારા દૂષિત થવાથી તેમનું સંશોધન કરવાથી પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓની માતાઓ કહેવાય છે. જૈન સિદ્ધાંતમાં આ અષ્ટ પ્રવચન માતાના રૂપમાં પ્રસિદ્ધ છે. | ગુપ્તિ અને સમિતિઓ વગેરે આમ્રવની પ્રતિબંધક હોવાથી સંવર રૂપ હોય છે. સંવરના ઉપાયોને બતાવતા “તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાયું છે કે - स गुप्ति समिति धर्मानुप्रेक्षा परीषहजय चारित्रैः । तपसा निर्जरा च । - તત્વાર્થ, અ.-૯, સૂત્ર.-૨/૩ આ સંવર ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રથી થાય છે. તપથી સંવર પણ થાય છે અને નિર્જરા પણ થાય છે. આમ તો સંવરના સત્તાવન ભેદ પ્રસિદ્ધ છે. ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ ધર્મ, બાર અનુપ્રેક્ષા (ભાવના) બાવીસ પરિષહજ્ય અને પાંચ ચારિત્ર. આમાં તપના ૧૨ ભેદ મેળવી દેવાથી ઈકોતેર ભેદ સંવરના થઈ જાય છે. આમ તો આમ્રવનો નિરોધ જ સંવર છે. આ દૃષ્ટિથી સંવરનું એક જ સ્વરૂપ છે. પરંતુ પ્રકારાન્તરથી વિવક્ષા ભેદથી તેના અનેક ભેદ કહેવાયા છે. ગુપ્તિનું સ્વરૂપ જે રીતે ઉત્તમ રત્નાદિ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરપૂર નગરની રક્ષા પ્રાકાર (અંદરની ચાર દીવાલ) ખાઈ અને બહારની ચાર દીવાલ દ્વારા કરવામાં આવે છે, તે રીતે મુનિએ રત્નત્રયથી સમૃદ્ધ આત્માની અપાયો(દોષો)થી રક્ષા કરવા માટે મનો ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિનું અવલંબન લેવું જોઈએ. કહેવાયું છે કે – छेतस्स वाड णयरस्स खाइया अईव होइ पायारो । तह पावस्स णिरोहो ताओ गुत्तीओ साहुस्स ॥ - ભ. આરાધના-૧૧૮૯ જેવી રીતે ખેતરની રક્ષા માટે વાડ અને નગરની રક્ષા માટે પ્રાકાર અને ખાઈ હોય છે, તેવી રીતે પાપોના નિરોધ માટે મુનિજનો માટે ગુપ્તિઓનું વિધાન કર્યું છે. वाक्कायचित्तजानेकसावधप्रतिषेधकं । त्रियोगनिरोधनं वा स्याद् यत्तत् गुप्ति त्रयं मतं ॥ - જ્ઞાનાર્ણવ, ૧૮/૪ મન, વચન, કાયાથી ઉત્પન્ન અનેક પાપ સહિત પ્રવૃત્તિઓનો પ્રતિષેધ કરનારી અથવા ત્રણ યોગની રોધક ત્રણ ગુપ્તિઓ માનવામાં આવે છે. તત્ત્વાર્થ સૂત્રમાં ગુપ્તિનું લક્ષણ કરતા કહેવાયું છે - સા નિદો તિઃ ” - તત્ત્વાર્થ અ.-૯ સૂ.-૪ મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનું જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સમ્યક રીતિથી નિગ્રહ કરવો ગુપ્તિ છે. યોગોની સ્વેચ્છાચારિતાને રોકવી, તેનો નિગ્રહ છે. યોગોનો સમ્યગુ નિરોધ હોવાથી કર્મોનો આસ્રવ થઈ શકતો નથી. [ અષ્ટ પ્રવચન માતાઓ જ છેછે D DI૮૦૯) Page #377 -------------------------------------------------------------------------- ________________ ગતિના ત્રણ ભેદ યોગ નિગ્રહને ગુપ્તિ કહેવાય છે, તેથી યોગોની ત્રિવિધતાના કારણે ગુપ્તિના ત્રણ ભેદ કહેવામાં આવ્યા છે ? (૧) મનો ગુપ્તિ (૨) વચન ગુપ્તિ (૩) કાય ગુપ્તિ. (૧) મનો ગુપ્તિ મનની રાગાદિ અશુભ ભાવોથી નિવૃત્તિને મન ગુપ્તિ કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે - संरंभ-समारंभे आरंभे य तहेव य । मणं पवत्तम्माणं तु णियत्तेज्ज जयं जई ॥ - ઉત્તરા, અ.-૨૪, ગા.-૨૧ દુષ્ટ સંકલ્પોનો વિચાર કરવો માનસિક સંરંભ છે. એ દુષ્ટ સંકલ્પોની પૂર્તિ-હેતુ ઉપાય વિચારવો અથવા તેનાં સાધનોના ઉચ્ચાટનાદિનું ચિંતન કરવું માનસિક સમારંભ છે. દુષ્ટ સંકલ્પ અને દુષ્ટ ઉપાયો દ્વારા એ દુષ્ટ સંકલ્પની પૂર્તિ-હેતુ મનની પરિણતિને બનાવી લેવું માનસિક આરંભ છે. આ પ્રકારે માનસિક સંરંભ સમારંભ અને આરંભથી મનને હટાવી લેવું - મનો ગુપ્તિ છે. શાસ્ત્રકારે મનોયોગના ચાર પ્રકાર કહ્યા છે - સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, મિશ્ર મનોયોગ ને વ્યવહાર મનોયોગ. આ ચાર પ્રકારના મનોયોગોનો નિગ્રહ કરવો મનો ગુપ્તિ છે. કહેવાયું છે . सच्चा तहेव मोसा य, सच्चामोसा तहेव य । चउत्थी असच्च मोसा य मणगुत्तीओ चउव्विहा ॥ - ઉત્તરા, અ.-૨૪, ગા.-૨૦ અર્થાત્ સત્ય, મૃષા, મિશ્ર અને વ્યવહાર મનોયોગના નિગ્રહના ભેદથી મનો ગુપ્તિ ચાર પ્રકારની છે. અહીં ગુપ્તિના સંબંધમાં એ ઉલ્લેખનીય છે, જો કે ગુપ્તિ મુખ્ય રૂપથી નિવૃત્તિ પ્રધાન છે અને સમિતિ પ્રવૃત્તિ પ્રધાન છે. તો પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એક જ સિક્કાની બે બાજુ છે, તેથી પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનો અંશ હોય છે. અશુભ ભાવોથી નિવૃત્તિનો અર્થ શુભ ભાવોમાં પ્રવૃત્તિ કરવાનો હોય છે અને શુભ ભાવોમાં પ્રવૃત્તિનો અર્થ અશુભ ભાવોથી નિવૃત્તિ થાય છે. તેથી “ઠાણાંગ સૂત્ર'ના ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ ગુપ્તિની વ્યાખ્યામાં કહ્યું છે - गोपनं गुप्तिः - मनः प्रभृतीनां कुशलानां प्रवर्तनम्, अकुशलानां च निवर्तनमिति । અર્થાત્ ગુપ્તિનો અર્થ ગોપન કરવું - રોકવું છે. શુભ મનોયોગના પ્રવર્તન અને અશુભ મનોયોગના નિવર્તન ગુપ્તિ છે. આ રીતે ગુપ્તિમાં એકાંત નિવૃત્તિ જ નથી, પરંતુ પ્રવૃત્તિ પણ સન્નિહિત છે. આને માટે વચન ગુપ્તિ અને ભાષા સમિતિના પ્રમાણના રૂપમાં પ્રસ્તુત કરી શકાય છે. વચનનો સર્વથા નિરોધ કરવો અર્થાત્ મૌન રહેવું પણ વચન ગુપ્તિ છે. અને સમ્યગુ ભાષણ કરવું પણ વચન LUOKANNSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS Page #378 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તિ છે. ભાષા સમિતિમાં સમ્યગ્ ભાષણનો જ સમાવેશ છે. આને વિશેષ સ્પષ્ટ કરતા કહેવાયું છે કે - समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भयणिज्जो । कुसलवयमुईरंतो जं वइगुत्तो व समिओ वि ॥ અર્થાત્ જે સમિતિથી સમિત હોય છે તે નિયમથી ગુપ્તિથી ગુપ્ત પણ હોય છે. પરંતુ જે ગુપ્તિથી ગુપ્ત હોય છે તે સમિતિવાળા હોઈ પણ શકે છે અને ન હોય પણ શકે. જેમ કે સમ્યગ્ ભાષણ કરનાર વચન ગુપ્તિથી ગુપ્ત પણ કહેવાય છે અને ભાષા સમિતિથી સમિત પણ. આ અભિપ્રાયને લઈને આચાર્ય હેમચંદ્રે ‘યોગશાસ્ત્ર’માં મનો ગુપ્તિના ત્રણ પ્રકાર બતાવતાં કહ્યું છે - विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञै - मनोगुप्तिरुदाहृता ॥ • યોગશાસ્ત્ર, પ્રથમ પ્રકાશ, શ્લોક-૪૧ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ અશુભ કલ્પના જાળથી મન હટાવવું પ્રથમ મનો ગુપ્તિ છે. શાસ્ત્રાધ્યયન (સ્વાધ્યાય) વગેરે પરલોક સાધિકા અને ધર્મધ્યાન સંબંધી ક્રિયાઓમાં મધ્યસ્થ ભાવપૂર્વક મનને લગાવવું દ્વિતીય મનો ગુપ્તિ છે. અયોગી અવસ્થામાં શુભ અથવા અશુભ બધા પ્રકારના મનોયોગને રોકી લેવા અને આત્મામાં જ રમણ કરવું, આ તૃતીય મનો ગુપ્તિ છે. ઉક્ત ત્રણ પ્રકારની મનો ગુપ્તિઓમાં પ્રથમ અને તૃતીય નિવૃત્તિ રૂપ છે, જ્યારે બીજા પ્રકારની મનો ગુપ્તિ પ્રવૃત્તિ રૂપ છે. આવું હોવા છતાં પણ સામાન્ય રૂપથી શુભ ચારિત્રમાં પ્રવૃત્તિને સમિતિ અને અશુભથી નિવૃત્તિને ગુપ્તિ કહે છે. જેમ કે ‘ઉત્તરાધ્યયન’માં કહ્યું છે - एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥ ઉત્તરા., અ.-૧૪, ગા.-૨૬ ચારિત્રમાં પ્રવૃત્તિ રૂપ સમિતિઓ છે અને અશુભથી નિવૃત્તિ રૂપ ગુપ્તિઓ કહેવાય છે. વાયુવેગથી અહીં-તહીં સ્વચ્છંદ થઈને દોડવાવાળા ઉદ્દામ અશ્વને લગામ દ્વારા વશમાં કરવાથી જેમ તે ઉન્માર્ગમાં જતો નથી અને સાચા રસ્તે ચાલતો રહે છે. તેવી રીતે મન રૂપી આ ઉદ્દામ અશ્વ અહીં-તહીં આર્ત-રૌદ્ર ધ્યાનમાં ન દોડે અને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહે, તેની માટે ગુપ્તિની લગામ તેને લગાવવી જોઈએ. ગુપ્તિની લગામથી વશમાં થયેલ, મનરૂપી અશ્વ પણ ઉન્માર્ગમાં જતો નથી અને સન્માર્ગમાં ચાલતો રહે છે. તેથી મહાવ્રતધારીઓએ પોતાના મન પર વિજય મેળવવા માટે ગુપ્તિરૂપી દઢ લગામનું અવલંબન લેવું જોઈએ. અષ્ટ પ્રવચન માતાઓ dana on ૮૧ - Page #379 -------------------------------------------------------------------------- ________________ (૨) વચન ગુપ્તિ ઃ જે વચન બોલવાથી આત્મા અશુભ કર્મનો આસ્રવ કરે છે, તે વચનમાં પ્રવૃત્ત ન થવું વચન ગુપ્તિ છે. અથવા બધાં પ્રકારનાં વચનોનો પરિહાર કરીને મૌન રહેવું વચન ગુપ્તિ છે. અસત્ય, કર્કશ, કઠોર, મર્મભેદી, ફ્લેશકારી, પરનિંદા રૂપ, આત્મ પ્રશંસા રૂપ અથવા વિકથા રૂપ વચન ન બોલવું વચન ગુપ્તિ છે. ભાષા સમિતિ અને વચન ગુપ્તિમાં મહત્ત્વપૂર્ણ ભેદ એ છે કે ભાષા સમિતિમાં સમ્યગુ ભાષણની પ્રવૃત્તિ હોય છે જ્યારે વચન ગુપ્તિમાં મૌન પણ રહી શકાય છે અને સમ્યગુ ભાષણ પણ કરી શકાય છે. આચાર્ય હેમચંદ્ર કહ્યું છે - संज्ञादि परिहारेण यन्मौनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्तिरिहोच्यते ॥ - યોગશાસ્ત્ર, પ્રથમ પ્રકાશ, શ્લોક-૪૨ અર્થાતુ અભિપ્રાયને સૂચિત કરનારી કાય ચેષ્ટાઓ (મુખ, આંખ, હાથ વગેરેની ચેષ્ટાઓ) છોડતા મૌનનું અવલંબન લેવું એક પ્રકારની વચન ગુપ્તિ છે - વાચના, પૃચ્છાઓ અને પ્રશ્નોત્તરના પ્રસંગ પરલોક અને આગમથી અવિરુદ્ધ, મુખવસ્ત્રિકાથી યતના કરતા વચન બોલવું દ્વિતીય વાગ્રુપ્તિ છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, મિશ્ર વચન યોગ અને વ્યવહાર વચન યોગના નિગ્રહની અપેક્ષા એ ચાર પ્રકારની વચન ગુપ્તિ કહેવાય છે. અયોગ્ય અથવા દુષ્ટ વચન બોલવાનો વિચાર કરવો વાચિક સંરંભ છે. આવા વચન બોલવાની તૈયારી કરવી વાચિક સમારંભ છે. અને આવા અયોગ્ય અથવા દુષ્ટ વચન બોલવું વાચિક આરંભ છે. આ પ્રકારે અશુભ, અશુભતર, અશુભતમ વાચિક સંરંભ-સમારંભઆરંભથી વચનને નિવૃત્ત કરવું અર્થાત્ આવા વચન ન બોલવાં વચન ગુપ્તિ છે. (૩)કાય ગતિ કર્મોના ગ્રહણમાં નિમિત્તભૂત શરીરની ક્રિયાઓની નિવૃત્તિને અથવા કાય વિષયક મમત્વના ત્યાગને અથવા નિશ્ચલતાને કાય ગુપ્તિ કહે છે. ઊઠવા-બેસવા, ઊભા રહેવા, સૂવા, લાંઘવ અથવા ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી થનાર સંરંભ-સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત શરીરને ત્યાંથી હટાવવું, એ કાયિક ક્રિયાઓથી નિવૃત્તિ કરવી કાય ગુપ્તિ છે. પ્રશ્ન થઈ શકે છે કે જ્યાં સુધી અયોગી અવસ્થા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી કાયિક ક્રિયાઓથી નિવૃત્તિ કેવી રીતે થઈ શકે છે? અને જ્યાં સુધી કાયિક ક્રિયાઓથી નિવૃત્તિ થતી નથી, ત્યાં સુધી મુનિ કાય ગુપ્તિનો પાલક કેવી રીતે થઈ શકે છે? આ પ્રશ્નનો ઉત્તર આચાર્ય હેમચંદ્ર દ્વારા વણિત કાય ગુપ્તિના સ્વરૂપમાં મળે છે. તેઓ કહે છે કે કાય ગુપ્તિના બે પ્રકાર છે : (૧) ચેષ્ટા નિવૃત્તિ રૂપ અને (૨) ચેષ્ટા નિયમ રૂપ. उपसर्गप्रसंगेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निगद्यते ॥ शयनासननिक्षेपादानचंक्रमणेषु यः । स्थानेषु चेष्टानियमः काय गुप्तिस्तु साऽपरा ॥ - યોગશાસ્ત્ર, પ્રથમ પ્રકાશ, શ્લોક-૪૩/૪૪ (૮૨) 0000000000000000 ( જિણધામો) Page #380 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ દૈવ-મનુષ્ય તિર્યંચકૃત ઉપસર્ગના પ્રસંગ પર અથવા ક્ષુધાદિ પરિષહોના આવવાથી અથવા ઉપસર્ગ પરિષહના અભાવમાં પણ મુનિ પોતાના શરીરનું મમત્વ છોડે છે - કાયોત્સર્ગ કરે છે. એ સ્થિતિમાં તથા યોગોના નિરોધના કારણે જ નિશ્ચલતા થાય છે. અર્થાત્ અયોગી અવસ્થામાં શરીર ચેષ્ટાનું સર્વથા પરિહાર થઈ જાય છે. તે ચેષ્ટા નિવૃત્તિ રૂપ પહેલી કાય ગુપ્તિ છે. સૂતાં, બેસતાં, વસ્તુઓને રાખવાથી કે લેવાથી અથવા ગમનાગમનમાં મુનિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, સ્વચ્છંદાચારને છોડતા, ઉપયોગપૂર્વક અને યતનાપૂર્વક કાયિક ક્રિયાઓ કરતા પણ કાય ગુપ્ત છે. આ ચેષ્ટા નિયમ રૂપ બીજી કાય ગુપ્તિ છે. કાય ગુપ્તિની આ બીજી વ્યાખ્યા અનુસાર મુનિ આગમોક્ત વિધિથી યતત્તાપૂર્વક શારીરિક ક્રિયાઓ કરતા પણ કાય ગુપ્ત થઈ શકે છે. આ પ્રકારે મન-વચન અને કાયાની સમસ્ત અશુભ પ્રવૃત્તિઓને રોકવી, ગુપ્તિનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. જેના મન, વચન, કાયાનો વ્યાપાર રોકાઈ ગયો છે, તે જ પરમાર્થથી ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે. તેના લેશ માત્ર પણ નવીન કર્મનો આસ્રવ થતો નથી, અને પહેલા બાંધેલું કર્મ પોતાનું ફળ આપ્યા વગર સ્વયં છૂટી જાય છે. ગુપ્તિ રૂપી નાયિકાને પ્રસન્ન કરવાનો અવસર જેને પ્રાપ્ત થતો નથી, પરંતુ જે તેને પ્રસન્ન કરવા ઇચ્છે છે, તેને ગુપ્તિની સખીઓ-સમિતિઓનો સહારો લેવો જોઈએ. સમિતિ રૂપી સખીઓના સહારે મુનિ ગુપ્તિ રૂપી નાયિકાને પ્રસન્ન કરી શકે છે. સખીઓ સહજ જ નાયિકાને મળી શકે છે. સમિતિઓમાં ગુપ્તિઓ હોય છે, પરંતુ ગુપ્તિમાં સમિતિઓ હોઈ પણ શકે અને ન પણ હોય. કર્મોના આવવાના દ્વારને બંધ કરવામાં લીન સાધુની ત્રણ ગુપ્તિઓ કહી છે અને શારીરિક ક્રિયા યુક્ત મુનિને માટે પાંચ સમિતિઓ કહી છે. પાંચ સમિતિઓ મુનિ પુંગવોએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને સમ્યક્ ચારિત્ર કહ્યું છે. સમ્યક્ ચારિત્રની આરાધના માટે મુનિએ ગુપ્તિ અને સમિતિનું પાલન કરવાનું હોય છે. એમાં યદ્યપિ ગુપ્તિનું મહત્ત્વ અધિક છે. તે ઉપરાંત તે ચૌદમા ગુણસ્થાનમાં થનારી અયોગી અવસ્થામાં જ પરિપૂર્ણ રૂપથી પાલનીય હોવાથી દુરાચીર્ણ છે, અર્થાત્ અયોગી અવસ્થાની પહેલાં તેનું સંપૂર્ણ આરાધન સંભવ નથી. તેથી મુનિજનોને માટે સમિતિઓ પાલન જ મુખ્યત્વે મોક્ષમાર્ગને પ્રશસ્ત બનાવનાર હોય છે. સમિતિઓથી સમિત સાધક ગુપ્તિવત જ છે. સમિતિની પરિભાષા : ‘સં-સમ્યજ પ્રશસ્તા અત્યંત્ પ્રવચનાનુસારેખ કૃતિ: ચેષ્ટા સમિતિ: ।'' યોગશાસ્ત્ર અર્હન્ત પરમાત્મા દ્વારા પ્રતિપાદિત પ્રવચન અનુસાર શુભ પ્રશસ્ત પ્રવૃત્તિને સમિતિ કહે છે. અષ્ટ પ્રવચન માતાઓ ૮૮૩ Page #381 -------------------------------------------------------------------------- ________________ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ સમિતિની વ્યુત્પત્તિ આ પ્રકાર બતાવી છે - “સ- માવેન તિઃ- પ્રવૃત્તિ સમિતિઃ શોર્નવપરિપ/ચ ત્યર્થ: '' - સ્થાનાંગ ૫-૩ની ટીકા અર્થાત્ એકનિષ્ઠાની સાથે કરવામાં આવતી શુભ પ્રવૃત્તિઓને સમિતિ કહે છે. સમ્યક પ્રવૃત્તિઓને સમિતિ કહે છે અને પ્રવૃત્તિની નિવૃત્તિને ગુપ્તિ કહે છે. આ જ આ બંનેનો ભેદ છે. સમિતિના ભેદ : મુમુક્ષુ સાધકના જીવમાં જે-જે પ્રવૃત્તિઓ અપરિહાર્ય અને આવશ્યક છે, તેને દૃષ્ટિગત રાખતા શાસ્ત્રકારોએ તેનું વર્ગીકરણ કર્યું છે, જે સમિતિના ભેદના રૂપમાં પ્રસિદ્ધ છે. સમિતિના પાંચ ભેદ છે - ૧. ઈર્ષા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાન ભંડમાત્ર નિક્ષેપ સમિતિ અને ૫. ઉચ્ચાર પ્રસ્ત્રવણખેલજલ્દસિંઘાણ પરિસ્થાપનિકા (ઉત્સર્ગ) સમિતિ. ૧. ઈર્ચા સમિતિઃ | મુનિ જીવનમાં પણ ગમનાગમનની પ્રવૃત્તિ અપરિહાર્ય છે, તેથી સર્વપ્રથમ શાસ્ત્રકાર એ નિર્દેશ કરે છે કે મુમુક્ષુએ કઈ રીતે ચાલવું જોઈએ અને કઈ રીતે ચાલતા મુનિ પ્રવૃત્તિ કરવા છતાં પાપના ભાગી બનતા નથી? ગતિ સંબંધી સાવધાની, જાગરુકતા, શાસ્ત્રોક્ત નિયમોપનિયમોના પાલનની તત્પરતા અને યતનાપૂર્વક ઉપયોગમય પ્રવૃત્તિને ઈર્ષા સમિતિ કહે છે. શાસ્ત્રકારોએ મુનિની ગમન-પ્રવૃત્તિને અહિંસક બનાવવા માટે ઈર્ષા સમિતિથી સંબંધિત વિવિધ નિયમોનો નિર્દેશ કર્યો છે. એનો અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો ઉપયોગી થશે. ત્ર-સ્થાવર જીવોને અભયદાન આપવામાં દીક્ષિત મુનિ આવશ્યક પ્રયોજન હોવાથી જીવોની રક્ષાના માટે તથા સ્વ શરીર-રક્ષાર્થ* યુગમાત્ર (સાડા ત્રણ અથવા ચાર હાથ પ્રમાણ) જમીન આગળ જોતાં ઉપયોગપૂર્વક ચાલવું. જો ચાલતા સમયે દૃષ્ટિને ખૂબ દૂર નાંખવામાં આવે તો સૂક્ષ્મ શરીરવાળા જીવ જોઈ શકાતા નથી અને એને અત્યંત નિકટ રાખવામાં આવે તો અચાનક પગના નીચે આવનારા જીવોને ટાળી શકાતા નથી. તેથી શરીર પ્રમાણ ક્ષેત્ર જોઈને ચાલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈર્ષા સમિતિની શુદ્ધિના માટે શાસ્ત્રકારે ચાર પ્રકારની શુદ્ધિઓનું નિરૂપણ કર્યું છે જેમ કે - आलंबणेण कालेण, मग्गेण, जयणाइ य । चउकारण परिसुद्धं, संजए इरियं रिए ॥ - ઉત્તરા, અ.-૨૪, ગા.-૪ આલંબન શુદ્ધિ, કાળ શુદ્ધિ, માર્ગ શુદ્ધિ અને યતના શુદ્ધિ આ ચાર શુદ્ધિઓનું ધ્યાન રાખીને મુનિએ ચાલવું જોઈએ. * યુગનો અર્થ ચાર હાથ પ્રમાણ છે, આવો ઉત્તરાધ્યયનના ટીકાકાર શાન્તાચાર્યનો મત છે. જિનદાસ મહત્તરે યુગ'નો અર્થ શરીર કર્યો છે. યુગનો લૌકિક અર્થ ગાડીનો જુગાર (જુઆ) છે જે લગભગ સાડા ત્રણ હાથનો હોય છે. મનુષ્યનું શરીર પણ પોતાના હાથથી સાડા ત્રણ હાથનું હોય છે. (૮૪) છે જિણધર્મો Page #382 -------------------------------------------------------------------------- ________________ આલંબન શુદ્ધિ: મુનિએ નિષ્કારણ ગમનાગમન કરવું જોઈએ નહિ. તેમના ગમનનું કોઈ પ્રયોજન અવશ્ય હોવું જોઈએ. સૂત્રકારે મુનિના ગમનાગમનનું આલંબન (પ્રયોજન) જ્ઞાન, દર્શન અને ચારિત્ર બતાવ્યું છે. જ્ઞાનની વૃદ્ધિ માટે અન્ય સ્થાનમાં રહેલ ગીતાર્થોની પાસે જવું, સ્વાધ્યાય વગેરે માટે એકાંત શાંત સ્થાન પર જવું, વાચના લેવી અને દેવા હેતુ ગમનાગમન કરવું વગેરે જ્ઞાનાલંબન છે. દર્શનની વૃદ્ધિ અથવા સુરક્ષા-હેતુ ગમનાગમન કરવું, સમ્યકત્વની પુષ્ટિ-હેતુ પરમાર્થ સંસ્તવ નિમિત્ત અથવા કુદર્શન વિવર્જન માટે ગમનાગમન કરવું દર્શનાવલંબન છે. ચારિત્ર-પાલનના માટે ગમનાગમન કરવું ચારિત્રાલંબન છે. એક સ્થાન પર રહેવાથી મોહની વૃદ્ધિ થઈ શકે છે. ક્ષેત્ર-વિશેષની સાથે લગાવ થઈ જાય છે, તેથી તેના નિવારણાર્થ ગમનાગમન કરવામાં આવે છે. આહારાદિની પ્રાપ્તિ હેતુ ગમનાગમન આવશ્યક હોય છે. શારીરિક બાધાઓની નિવૃત્તિ (મળ-મૂત્ર ત્યાગવાના) હેતુ ગમનાગમન આવશ્યક હોય છે. આ બધું ચારિત્રલંબન છે. આ પ્રકાર જ્ઞાન-દર્શન અને ચારિત્રના આલંબનને લઈને જ મુનિએ આવશ્યક ગમનાગમન કરવું જોઈએ. નિરર્થક ગમનાગમન મુનિના માટે વર્જનીય છે. આ આલંબન શુદ્ધિ છે. માર્ગ શુદ્ધિ : ગતિ માર્ગમાં હોય છે, તેથી મુનિએ એ સાવધાની રાખવી જોઈએ કે કોણ કેવા માર્ગ પર ચાલે અને કેવા માર્ગ પર ન ચાલે. આ વાતની સાવધાની રાખવી માર્ગ શુદ્ધિ છે. જે માર્ગ લોકો દ્વારા અતિવાહિત હોય અર્થાત્ જે માર્ગ પર ઘણા બધા લોકો અથવા વાહનો પહેલા જઈ ચૂક્યા હો તે સુમાર્ગ પર ચાલવું જોઈએ, ઉન્માર્ગથી ગમન કરવું ન જોઈએ. ઉન્માર્ગમાં ગમન કરવાથી ષડજીવ નિકાયની વિરાધનાની સાથે આત્મ-વિરાધનાની સંભાવના રહે છે. જે માર્ગમાં ખાડા હોય, જે ઉબડ-ખાબડ હોય, જેમાં દૂઠા જેવું જડ હોય, જેમાં કીચડ અને કાદવ વગેરે હોય, જેને પાર કરવા માટે કાર્ડ અથવા પથ્થરની અસ્થાયી વ્યવસ્થા હોય એવા માર્ગથી ન જવું જોઈએ. કારણ કે તે સ્વ-પર વિરાધનાનું કારણ છે. જો અન્ય સુરક્ષિત માર્ગ હોય તો તેનાથી જવું, જો અન્ય માર્ગ ન હોય તો ખૂબ જ સાવધાનીની સાથે આવાં વિષમ સ્થાનોથી-વિષમ માર્ગથી ગમનાગમન કરવું જોઈએ. સાથે જ એ ગમનાગમનનો માર્ગ સૂર્યનાં કિરણોથી આલોકિત હોવું જોઈએ. કારણ કે સુપથ પર પણ જો રાત્રિમાં વિચરણ કરવામાં આવશે તો સમ્પાતિમ જીવોની વિરાધના થશે, તેથી રાત્રિમાં વિચરણ ન કરવું જોઈએ. જો શારીરિક ચિંતા નિવૃત્યર્થ રાત્રિમાં ચાલવાનું કામ પડે તો પ્રમાર્જન કરીને જ ચાલવું જોઈએ. આ રીતે માર્ગમાં જો બીજ અથવા અન્ય કોઈ પ્રકારની વનસ્પતિ હોય, સચિત્ત માટી હોય અથવા સચિત્ત જળ હોય તો હીન્દ્રિયાદિ પ્રાણી હોય તો તેને વર્જન કરતા ગમન કરે. આગમમાં કહ્યું છે - पुरओ जुगमायाए पेहमाणो महिं चरे । वज्जंतो बीय हरियाई, पाणे य दग मट्ठियं ॥ ओवायं विसमं खाणुं विज्जलं परिवज्जए । संकमेण न गच्छेज्जा विज्जमाणे परक्कमे ॥ - દશવૈકા. અ.-૫, ઉદ્દે-૧. ગા.-૩/૪ આ પ્રકાર માર્ગ શુદ્ધિનું ધ્યાન રાખીને ચાલીને ઈર્ષા સમિતિનું સમ્યફ પાલન થાય છે. [ અષ્ટ પ્રવચન માતાઓ જ જ ૮૮૫) Page #383 -------------------------------------------------------------------------- ________________ કાળ શુદ્ધિઃ સામાન્ય રીતે મુનિએ દિવસના સમયે જ ચાલવું જોઈએ, રાત્રિમાં નહિ. રાત્રિમાં ચાલવાથી સૂક્ષ્મ, ત્રસ અને સ્થાવર જીવોની તથા રાત્રિમાં વરસનાર સૂક્ષ્મ અપકાયની રક્ષા થઈ શકતી નથી. તેથી સાધુ સૂર્યાસ્તથી પહેલાં પહેલાં જ અવસર અનુસાર મકાન અથવા વૃક્ષાદિ જે પણ આશ્રય મળી જાય, ત્યાં જ રહી જવું. રાત્રિમાં લઘુશંકા વગેરેની નિવૃત્તિ માટે ગમનાગમનનો પ્રસંગ આવે તો વસ્ત્રથી શરીરને આચ્છાદિત કરીને, રજોહરણથી ભૂમિનું પ્રમાર્જન કરતા, દિવસમાં જોયેલા સ્થાનમાં નિવૃત્તિ કરીને તત્કાળ સ્વસ્થાન પર આવી જવું. આ પ્રકારે કાળની શુદ્ધિનું ધ્યાન રાખવાથી ઈર્ષા સમિતિનું બરાબર પાલન થાય છે. યતના શુદ્ધિ : ઉપયોગપૂર્વક ચાલવું યતના શુદ્ધિ છે. યતનાના ચાર ભેદ છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ : (૧) દ્રવ્યથી ? ચક્ષુ દ્વારા માર્ગનું શોધન કરતા નીચી દૃષ્ટિ રાખીને ચાલવું. (૨) ક્ષેત્રથી : દેહ પ્રમાણ (યુગ પ્રમાણ) ભૂમિ જોતાં ચાલવું. (૩) કાળથી રાત્રિમાં પ્રમાર્જન કરતા અને દિવસમાં સારી રીતે દેખતા ચાલવું. (૪) ભાવથીઃ માર્ગમાં ચાલતા સમયે અન્ય કાર્યોથી અથવા અન્ય વિચારોથી મનને હટાવીને ચાલવામાં જ ધ્યાનને લગાવવું યતના શુદ્ધિ છે. અન્ય કાર્યોમાં મનના વ્યસ્ત રહેવાથી સમ્યગુ-યતના થઈ શકતી નથી. માર્ગમાં ચાલતા સમયે આ દસ કાર્ય કરવું જોઈએ નહિ : (૧) શબ્દ : વાર્તાલાપ ન કરવો, રાગ-રાગિણી ન સંભળાવે, ન સાંભળે. (૨) રૂપ ઃ રમણીય વસ્તુઓ, ખેલ, તમાશો, શૃંગાર વગેરે ન જુએ. (૩) ગંધ : સુગંધિત વસ્તુઓને ન સૂવે. (૪) રસ ? રસોનું આસ્વાદન ન કરે. (૫) સ્પર્શ : શીત, ઉષ્ણ અથવા મૃદુ કર્કશ વગેરે સ્પશોમાં ચિત્ત ન લગાવે. (૬) વાચન : પઠન ન કરે. (૭) પૃચ્છા : પૃચ્છા પ્રશ્ન ન કરે. (૮) પરિવર્તના ? વાંચેલાની આવૃત્તિ ન કરે. (૯) અનુપ્રેક્ષા : ચિંતન ન કરે. (૧૦) ધર્મકથા : ઉપદેશ ન આપે. માર્ગમાં ચાલતા સમયે માત્ર ચાલવામાં જ ઉપયોગ રાખવો જોઈએ. ઉપયોગપૂર્વક ચાલતા મુનિ કર્મનું બંધ કરતા નથી. આગમમાં કહ્યું છે - (૮૮૬) જ જિણધો] Page #384 -------------------------------------------------------------------------- ________________ उच्चालियम्भि पाए इरियासमियस्स संकमट्ठाए । बावज्जेज्ज कुलिंगी मरिज्ज तं योगभासज्ज ॥ न य तस्स तन्निमित्तो बंधो सुहुमो वि देसिओ समये । अणवज्जो उवओगेण सव्वभावेण सो जम्हा ॥ અર્થાત્ ઃ ઈર્ષા સમિતિથી સમિતિ અને ઉપયોગપૂર્વક ચાલનાર મુનિના પગ ઉઠાવીને ચાલતા સમય જો તેના નિમિત્તથી કોઈ પ્રાણી દબાઈને મરી જાય તો પણ તે સાધુને તે નિમિત્ત થોડું પણ કર્મ બંધ થતું નથી. કારણ કે તે તો પૂર્ણ ઉપયોગ રાખતા નિર્દોષ રીતિથી ગમન કરતા હતા. શુદ્ધ ઉપયોગપૂર્વક ગતિ કરતા સાધુને કર્મબંધ થતુ નથી. આ વિષયને અધિક સ્પષ્ટ કરતા કહ્યું છે - जिअदु वा मरदु वा जीवो अजदाचारस्स निच्छओ हिंसा । पयदस्स णत्थि बंधो हिंसाद्रित्तेण समिदस्स ॥ જે અયતનાપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેનાથી જીવ મરે અથવા ન મરે, તેને અવશ્ય જ હિંસા લાગે છે. જે ઇર્ષા સમિતિથી સમિત છે અને યતનાશીલ છે - ઉપયોગથી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેને જીવ-વધ હોવા છતાં પણ બંધ થતું નથી. ઉક્ત સિદ્ધાંત પાઠોથી યતનાના ઉપયોગનું મહત્ત્વ સારી રીતે જ્ઞાત થઈ જાય છે. તેથી અહિંસાના આરાધક મુનિએ ઇર્ષા સમિતિની ચારે શુદ્ધિઓનું પાલન કરતા ગમનાગમનમાં સંપત અને નિયમિત પ્રવૃત્તિ કરવું જોઈએ. ઇર્ષા સમિતિના યથાસૂત્ર યથાકલ્પ પાલન કરનારા મુનિ કાય-ગુપ્તિથી અને જિનાજ્ઞાના આરાધક હોય છે. ૨. ભાષા સમિતિઃ | મુનિજીવનમાં ગતિની અતિરિક્ત બીજી અપરિહાર્ય ક્રિયા ભાષા છે. મૌન રહેવું ગુપ્તિ છે અને વિવેકપૂર્વક સત્ય, હિતમિત અને અસંદિગ્ધ ભાષણ કરવું સમિતિ છે. મુનિનું કામ સર્વથા મૌનથી ચાલતું નથી. તેણે વિવિધ કારણો અને વિવિધ પ્રસંગો પર બોલવું પડે છે. સૂત્રની વાચના દેતા, તેની વ્યાખ્યા કરતા, શંકાઓ વ્યક્ત કરી તેનું સમાધાન મેળવવા માટે, પૂછેલા પ્રશ્નોના સમાધાન કરવા માટે, ઉપદેશ આપવા માટે, માર્ગ પૂછવા માટે, કપ્યઅકથ્યનો નિર્ણય કરવા માટે અને અન્ય અનેક કારણોથી મુનિએ ભાષાનું અવલંબન લેવું પડે છે. આવી સ્થિતિમાં સહજ જ પ્રશ્ન થાય છે કે જ્યારે બોલવું જરૂરી હોય તો મુનિએ કેવી રીતે બોલવું જોઈએ? શું બોલવું જોઈએ અને શું ન બોલવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર સૂત્રકારે ભાષા સમિતિ અને વાક્ય શુદ્ધિનું નિરૂપણ કરીને આપ્યો છે. વચન ગુપ્તિનો લાભ એકલા સાધકને મળે છે, ભાષા સમિતિનો લાભ વક્તા અને શ્રોતા બંનેને મળે છે. વાણીનો એ જ પ્રયોગ સમિતિ છે, જે સાવદ્ય અને નિરવદ્યના વિવેકથી યુક્ત હોય. જેને સાવદ્ય-અનવદ્યનો વિવેક ન હોય, એણે બોલવું પણ ઉચિત નથી તો ઉપદેશ આપવાની વાત તો દૂર છે. કહેવાયું છે - [ અષ્ટ પ્રવચન માતાઓ જ છે જ૮૮૦) Page #385 -------------------------------------------------------------------------- ________________ सावज्जाणवज्जाणं वयणाणं जो न याणइ विसेसं । वोत्तुं पि तस्स ण खमं किमंग पुण देसणं काउं ॥ - દશવૈકા. હારિભદ્રીય ટીકા વાણીનો પ્રયોગ એક વિશિષ્ટ ધર્મ કલા છે. અને આચારનું પ્રમુખ અંગ છે. તેથી અહિંસક સાધકે બોલવાના પહેલા અને બોલતા સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ, કેટલું બોલવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ વગેરે વાતોનું નિરૂપણ અને નિર્દેશ શાસ્ત્રકારે ભાષા સમિતિના અંતર્ગત કર્યો છે. આ નિર્દેશોના અનુસાર ભાષાનો પ્રયોગ કરનાર મુનિ ભાષાથી સમિત થઈને સમ્યક ચારિત્રનું યથાવતું પાલન કરે છે. ભાષાસમિતિની પરિભાષા આચાર્ય હેમચંદ્ર ભાષા સમિતિના લક્ષણ બતાવતા કહ્યું છે - अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् । प्रिया वार्चयमानां सा भाषा- समितिरुच्यते ॥ - યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ, શ્લોક-૩૭. સાવદ્ય વચનોનો ત્યાગ કરતા સર્વજન હિતકારી અને પરિમિત વચનોને બોલવું ભાષા સમિતિ છે. વાણીનો સંયમ રાખનાર મુનિઓ માટે આવી જ ભાષા ઇષ્ટ હોય છે અને વધુ પણ કહ્યું છે : महुरं निउणं थोवं कज्जावडियं अगाव्विय-मतुच्छं । पुट्वि भइसंकलियं भणंति जं धम्म संजुत्तं ॥ જે વચન મધુર હોય, નિપુણ અર્થાતુ હિતકારી હોય, પરિમિત હોય, પ્રયોજન હોય તો જ બોલ્યા હોય, જે ગર્વ રહિત હોય, તુચ્છ ન હોય, બુદ્ધિથી વિચાર કરી બોલી ગયા હોય અને જે ધર્મમય હોય આવાં વચનો બોલવા ભાષા સમિતિ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભાષા સમિતિમાં કહેવાયું છે - कोहे माणे य मायाए लोभे य उवउत्तया । हासे भए मोहरिए, विकहासु तहेव य ॥ एयाइं अट्ठ ठाणाइं परिवज्जित्तु संजए असावज्जं मियं काले भासं भासिज्ज पण्णवं ॥ - ઉત્તરા, અ.- ૨૪ ગા.-૯/૧૦ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથા - આ આઠ સ્થાનોને છોડીને બુદ્ધિમાન સાધુ ઉચિત અવસર પર અનવદ્ય (પાપરહિત) અને મિત ભાષાનો પ્રયોગ કરે. આ ભાષા સમિતિ છે. નવાંગી ટીકાકાર શ્રી અભયસૂરિએ “સ્થાનાંગ ટીકા'માં કહ્યું છે - "भाषासमिति म हितमितासंदिग्धार्थभाषणम" અર્થાતું આવશ્યકતા થવાથી સ્વ-પર માટે હિતકારી પરિમિત (થોડા રૂપમાં ઘણી અર્થ સાધક) અને અસંદિગ્ધ (સ્પષ્ટ) અર્થને બતાવનારી ભાષા સમિતિ છે. [૯૮૮) જે જ છે જિણધો] Page #386 -------------------------------------------------------------------------- ________________ ભાષાના ચાર પ્રકાર: જૈન સિદ્ધાંતમાં ભાષા ચાર રીતે બતાવી છે: યથા - (૧) સત્યભાષા, (૨) અસત્ય ભાષા, (૩) મિશ્ર ભાષા (સત્યામૃષા) અને (૪) વ્યવહાર ભાષા (અસત્યામૃષા). આ ભાષાઓનું સ્વરૂપ આ પ્રકાર બતાવ્યું છે - (૧) સત્યભાષા : ચાર પ્રકારની ભાષાઓનાં લક્ષણ આ પ્રકાર બતાવ્યાં છે - सच्चा हिया सयामिह संतो मुण-ओ गुणा पयत्था वा । तव्विवरीया मोसा, मीसा जा तदुभय सहावा ॥ अणहिगया जा तीसु वि, सद्दो-च्चिय केवलो असच्चमुसा । एया सभेय लक्खणं-सोदाहरणा जहा सुत्ते ॥ “જો હિતાસત્યા' - જે સંતોને માટે, મુનિઓને માટે હિતકારી હોય, ઈહલોકપરલોકની આરાધના મૂલક હોવાથી મુક્તિ પ્રદાયિકા હો તે સત્ય ભાષા છે. અર્થાત્ સત્નો અર્થ મૂલોત્તર ગુણ અને જીવાદિ પદાર્થ પણ થાય છે. તેની અપેક્ષાથી મૂલોત્તર ગુણો અને જીવાદિ પદાર્થો માટે જે હિતકારી હોય અર્થાત્ તેના અવિપરીત યથાવસ્થિત સ્વરૂપનું પ્રરૂપણ કરતી ભાષા સત્ય ભાષા છે. આનાથી વિપરીત સ્વરૂપવાળી અર્થાત્ વિરાધિની અને અયથાર્થ સ્વરૂપનું પ્રરૂપણ કરનારી ભાષા મૃષા ભાષા (અસત્ય ભાષા) છે. જે આરાધિનીવિરાધીની હોય, કિંચિત્ યથાર્થ કિંચિત્ અયથાર્થ પ્રરૂપણ કરનારી હોય, તે મિશ્ર ભાષા છે. જે આ ત્રણ પ્રકારની ભાષાઓમાં સમાવિષ્ટ ન થાય અને આમંત્રણી-આજ્ઞાપનાદિ વિષયવાળી કેવળ વ્યાવહારિક શબ્દાત્મક હોઈ આ વ્યવહાર ભાષા છે. ઉક્ત ચાર પ્રકારની ભાષાઓમાંથી સત્ય ભાષા આરાધિની છે, અસત્ય ભાષા વિરાધિની છે, મિશ્ર ભાષા આરાધિની-વિરાધિની છે અને વ્યવહાર ભાષા ન આરાધિની છે ન વિરાધિની છે. દસ પ્રકારનાં સત્યઃ “સ્થાનાંગ સૂત્ર'ના દસમા સ્થાનમાં સત્યના દસ ભેદ બતાવ્યા છે - जणवय सम्मय ठवणा, नामे रूवे पडुच्च सच्चे य । ववहार भाव जोगे, दसमे ओवम्म सच्चे य ॥ (૧) જનપદ સત્ય (૨) સંમત સત્ય (૩) સ્થાપના સત્ય (૪) નામ (૫) રૂપ (૬) પ્રતીત્ય (૭) વ્યવહાર (૮) ભાવ (૯) યોગ (૧૦) પગે સત્ય - આ દસ પ્રકારનાં સત્ય છે. (૧) જનપદ સત્ય : જે દેશમાં જે શબ્દ જે અર્થમાં રૂઢ થાય છે, એ અર્થમાં એ શબ્દના એ દેશમાં પ્રયોગ કરવામાં જનપદ સત્ય કહેવાય છે. જેમ દક્ષિણ દેશમાં ચોખાને સોર કહે છે તો ચાવલના અર્થમાં સોર શબ્દ પ્રયોગ કરવો જ પદ સત્ય છે. કોંકણમાં પાણીના અર્થમાં “પય”નો પ્રયોગ કરવામાં આવે છે, જ્યારે અન્યત્ર પયથી દૂધ અર્થ લેવામાં આવે છે. કોંકણમાં પાણીનો અર્થમાં પેય શબ્દનો પ્રયોગ જનપદ સત્ય છે. [ અષ્ટ પ્રવચન માતાઓ જ છે ૮૮૯) Page #387 -------------------------------------------------------------------------- ________________ (૨) સંમત સત્ય : ઘણી વ્યક્તિઓની સંમતિથી જે શબ્દ જે અર્થ માટે સૂચક માની લેવામાં આવે છે, તે સંમત સત્ય છે. જેમ દેવીનો અર્થ પટરાણી બહુજન સંમત છે જેમ દેવાંગના માટે દેવી' શબ્દ આવે છે. પટરાણીના અર્થમાં તેનો પ્રયોગ સંમત સત્ય છે. અથવા કુમુદ કુવલય વગેરે પણ કાદવમાં ઉત્પન્ન થાય છે, તે ઉપરાંત અરવિંદને પણ પંકજ કહેવું સંમત સત્ય છે. (૩) સ્થાપના સત્ય: કોઈ મૂર્તિ અથવા ચિત્રમાં કોઈ વ્યક્તિ-વિશેષની, સિક્કાની નોટ વગેરેમાં રૂપિયાની, અંકની આગળ એક બિંદુ થવાથી દસની, બે બિંદુ હોવાથી સોની કલ્પના કરી લેવામાં આવે છે, અથવા શતરંજનાં પાસાંઓમાં હાથી-ઘોડા વગેરેની કલ્પના કરી લેવામાં આવે છે, આ સ્થાપના સત્ય છે. (૪) નામ સત્ય : ગુણને ગૌણ કરીને કોઈ વ્યક્તિ અથવા પદાર્થનું કોઈ નામ રાખી લેવું સત્ય છે. જેમ કોઈ ભિખારીનું નામ ધનપાલ અથવા કોઈ કચરો વાળનારીનું નામ લક્ષ્મી હોય. (૫) રૂપ સત્યઃ ગુણની અપેક્ષા ન કરીને, માત્ર રૂ૫ અથવા વેશના આધાર પર જે કથન કરવામાં આવે છે, તે રૂપ સત્ય છે. જેમ કે દંભપૂર્વક ક્રિયા કરનાર સાધુને સાધુના વેશને કારણે “સાધુ' કહેવો. (૬) પ્રતીત્ય સત્ય : કોઈ વિવક્ષિત પદાર્થની અપેક્ષાએ કોઈ બીજા પદાર્થના સ્વરૂપને બતાવવું પ્રતીત્ય સત્ય છે. જેમ કે અનામિકાને નાની કે મોટી કહેવી. અનામિકા કનિષ્ઠાની અપેક્ષાએ મોટી છે અને મધ્યમાની અપેક્ષાએ નાની છે. () વ્યવહાર સત્ય : નૈગમ નય અથવા વ્યવહારમાં પ્રચલિત અર્થની અપેક્ષાએ જે વચન બોલવામાં આવે તે વ્યવહાર સત્ય છે. જેમ કે રથ બનાવવા માટે લાકડી લેવા વનમાં જનાર વ્યકિત કહે કે - “હું રથ લેવા જાઉં છું. અથવા ચૂલો બળી રહ્યો છે, ઘડો ચૂઈ રહ્યો છે, ગામ આવી ગયું - આ પ્રયોગોમાં યદ્યપિ લાકડું બળે છે ચૂલો નહિ, પાણી ચૂએ છે ઘડો નહિ, ગામ આવ્યું નથી પથિક આવ્યો છે, તો પણ લોક-વ્યવહારમાં આવું જ કહેવામાં આવે છે. તેથી તે વ્યવહાર સત્ય છે. (૮) ભાવ સત્ય : પ્રધાનતાને લઈને જે કથન કરવામાં આવે તે ભાવ સત્ય છે. જેમ કે બગલી (બલાકા)માં પાંચ વર્ણ હોવા છતાં તેને સફેદ કહેવો, પોપટમાં પાંચ વર્ણ હોવા છતાં પણ એને લીલો કહેવો, અથવા આગમોક્ત વિધિ-નિષેધ અનુસાર કોઈ વસ્તુને પ્રાસુક અથવા અપ્રાસક કહેવી. પ્રાસુકતા અથવા અમાસુકતાનો નિર્ણય અતીન્દ્રિય જ્ઞાનનો વિષય છે, તે ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિથી તેને પ્રાસુક અથવા અપ્રાસક કહેવું ભાવ સત્ય છે. (૯) યોગ સત્ય : કોઈ વસ્તુના સંયોગ સંબંધથી તેનું કથન કરવું યોગ સત્ય છે. જેમ કે દંડના સંબંધમાં કોઈ વ્યક્તિને દંડી કહેવો યોગ સત્ય છે. (૮૯૦ જ જિણધમો) Page #388 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ઉપમા સત્યઃ જ્યાં કોઈ પ્રસિદ્ધ પદાર્થની સદેશતાથી કોઈ પદાર્થના વિષયમાં કથન કરવામાં આવે તે ઉપમા સત્ય છે. જેમ કે તળાવને સમુદ્ર કહેવો, મુખને ચંદ્રમા કહેવું, કાળને પલ્યની ઉપમા આપવી. ક્યાંક-ક્યાંક યોગ સત્યના સ્થાન પર સંભાવના સત્ય માનવામાં આવે છે. સાક્ષાત્ એવું થવું સંભવ ન હોવા છતાં શક્તિની અપેક્ષાથી જે કથન કરવામાં આવે તે સંભાવના સત્ય છે. જેમ કે ઇન્દ્રમાં જંબૂઢીપને ઉથલાવી દેવાની શક્તિ છે. આ વ્યક્તિ માથા વડે પર્વતને તોડી શકે છે વગેરે. સંભાવના સત્યના ઉદાહરણ છે. અસત્ય ભાષાના દસ પ્રકાર : જે ભાષા મોક્ષમાર્ગની વિરોધિની હોય અને જે અયથાર્થ વસ્તુ સ્વરૂપને કહેનારી હોય, તે અસત્ય ભાષા છે. અસત્ય ભાષાના દસ ભેદ કહ્યા છે - कोहे माणे माया लोभे पेज्जे तहेव दोसे य । हास-भय-अक्खाइय-उवग्याइय, णिस्सिया दसहा ॥ - દશવૈકા. હરિભદ્રીય વૃત્તિ (૧) ક્રોધના વશમાં બોલાયેલી ભાષા ક્રોધ નિમ્રતા છે. જેમ કોઈ કૂદ્ધ પિતા પોતાના પુત્રને કહે – “તું મારો પુત્ર નથી.” અથવા ક્રોધને વશીભૂત થઈને જે કંઈ બોલાય છે, આ બધું અસત્ય છે. (૨) માનને વશીભૂત થઈને જે ભાષા બોલાય છે, તે માન નિવૃત અસત્ય ભાષા છે. જેમ કોઈ વ્યક્તિ સભૂત અથવા અસબૂત પોતાની બડાઈની ડિંગ હાંકે. માનના કારણ ગર્વોન્મત્ત થઈને બોલાયેલી વાણી અસત્ય વાણી છે. . (૩) માયાને વશીભૂત થઈને બીજાને ઠગવા માટે બોલાયેલ વચન માયા નિવૃત અસત્ય ભાષા છે. (૪) લોભને વશીભૂત થઈ જૂઠા સોગંદ ખાઈને અથવા જૂઠો હિસાબ-કિતાબ અથવા જૂઠું માપ-તોલ કરીને ગ્રાહકની સામે સાચી-જૂઠી વાત કરવી લોભ નિકૃત અસત્ય ભાષા છે. (૫) રાગને વશીભૂત થઈ બોલવું રાગ નિસૂતા અસત્ય ભાષા છે. જેમ કે અતિરાગી વ્યક્તિ કહે છે કે - “હું તમારો દાસ છું.” (૬) દ્વેષને વશીભૂત થઈને બોલાયેલી ભાષા દ્વેષ નિસૃતા અસત્ય ભાષા છે. જેમ કે કોઈ ગુણવાનને ષવશ નિર્ગુણી કહેવું. (૭) હાસ્યને વશીભૂત થઈને મનોરંજન વગેરે માટે અસત્ય ભાષણ કરવું હાસ્ય નિવૃત અસત્ય ભાષા છે. જેમ કે સચૌર્ય બુદ્ધિથી કોઈ મિત્રાદિની કોઈ વસ્તુ લઈને તેના પૂછવા પર હાસ્યબુદ્ધિથી કહેવું કે “નથી જોઈ.” (૮) ભયને વશીભૂત થઈને અસત્ય બોલવું ભય નિવૃત અસત્ય ભાષા છે. જેમ કે રાજાદિ-અધિકારીઓના ભયથી ખોટું બયાન આપવું, અસમંજસમાં પડીને સાચું-જૂઠું કંઈ પણ બોલવું ભય નિવૃત અસત્ય ભાષા છે. [ અષ્ટ પ્રવચન માતાઓ છે. જ છે. (૮૯૧) Page #389 -------------------------------------------------------------------------- ________________ (૯) આખ્યાયિકા નિભૃતા : અસંભવ કપોલકલ્પિત કથાઓમાં અસત્ય-નિરૂપણ કરવું આખ્યાયિકા નિભૃતા અસત્ય ભાષા છે. જેમ કે ધૂર્તાખ્યાન વગેરે વાર્તાઓ. (૧૦) ઉપઘાત નિસૃતા : કોઈના દિલને ઠેસ પહોંચાડતા શબ્દ બોલવા ઉપઘાત નિસૃતા અસત્ય ભાષા છે. જેમ કે - કોઈને તું ચોર છે, તું લુચ્ચો છે વગેરે કહેવો. ઉક્ત દસ પ્રકારની ભાષાઓમાં કેટલીક ભાષાઓ સત્ય અથવા તથ્ય હોવા છતાં અસત્ય જ કહેવાય છે. કારણ કે એની પાછળ દુષ્ટ આશય હોય છે, તેથી તે મોક્ષમાર્ગમાં બાધક હોવાથી અસત્ય અને વિરોધિની ભાષા માનવામાં આવે છે. સત્યામૃષા ભાષાના દશ ભેદ : જે ભાષા થોડી સત્ય અને થોડી અસત્ય હોય, જે અંશતઃ આરાધિની અને અંશતઃ વિરાધિની હોય, તે સત્યાક્રૃષા (મિશ્ર) ભાષા છે. તેના દસ ભેદ આ પ્રકારે બતાવ્યા છે - उप्पन्न मिस्सिया विगय तदुभय जीवाजीव उभयमिस्सा । अनंत परित्ता अद्धा अद्धद्धा मिस्सिया दसमा ॥ અર્થાત્ (૧) ઉત્પન્ન મિશ્રા (૨) વિગત મિશ્રા (૩) ઉત્પન્ન વિગત મિશ્રા (૪) જીવ મિશ્રિત (૫) અજીવ મિશ્રિત (૬) જીવાજીવ મિશ્રિત (૭) અનંત મિશ્રિત (૮) પરિત્ત (પ્રત્યેક) મિશ્રિત (૯) અહ્વા મિશ્રિત (૧૦) અદ્ધા મિશ્રિત. આ રીતે સત્યમૃષા ભાષાના ૧૦ ભેદ છે. કોઈ નગરમાં ઓછા અથવા વધારે બાળક પેદા થયા, પરંતુ અંદાજથી કહેવું કે આજે આ નગરમાં ૧૦ બાળક પેદા થયાં, આ ઉત્પન્ન મિશ્ર ભાષા છે. વાસ્તવમાં જેટલાં બાળક પેદા થયાં એટલા અંશ સુધી તો તે સત્ય છે અને શેષ અંશમાં અસત્ય છે - આ એની મિશ્રતા છે.' ઉક્ત રીતિથી પણ મરેલાં બાળકોની સંખ્યા અંદાજથી ૧૦ બતાવી દે તો તે વિગત મિશ્ર ભાષા છે. જન્મેલા અને મરેલા બંને પ્રકારનાં બાળકોની સંખ્યા અનુમાનથી બતાવી દે તો ત્યાં ઉત્પન્ન વિગમ મિશ્ર ભાષા છે. જીવિત અને મૃત કૃમિરાશિમાં જીવિત અધિક હોવાથી એમ કહેવું કે કેટલી મોટી જીવ રાશિ છે. આ જીવિમિશ્રિત ભાષા છે. એ જીવરાશિમાં મૃતોની સંખ્યા વિશેષ હોવા છતાં તેને અજીવ રાશિ કહેવી અજીવ મિશ્રિત છે. એ મૃત અને જીવિત કૃમિ રાશિના અંદાજથી એટલા જીવ તો મરેલા છે અને આટલા જીવિત છે. આવું કહેવું જીવાજીવ મિશ્રિત છે. કારણ કે તે બતાવેલી સંખ્યા વાસ્તવમાં ન્યૂનાધિક છે. તેથી કેટલાક અંશમાં સત્ય છે અને કેટલાક અંશમાં અસત્ય છે. લીલા પાન, પ્રત્યેક વનસ્પતિની સાથે અનંત કાયના અધિક પિંડ જોઈને કહેવું - બધા અનંત કાયિક છે.’ આ અનંત મિશ્રિત ભાષા છે. અનંત કાયની સાથે પ્રત્યેક વનસ્પતિઓને અધિક મિશ્રિત જોઈને કહેવું - આ બધી પ્રત્યેક વનસ્પતિ કાયિક છે, તે પ્રત્યેક મિશ્રિત ભાષા છે. જ્યારે કોઈને કંઈક જલદી કામ કરવાની પ્રેરણા આપવા માટે દિવસ હોવા છતાં કહેવું કે - જલદી ઊઠ રાત થઈ ગઈ' અથવા રાત હોવા છતાં પણ કહે છે કે - ‘ઊઠ સૂરજ નીકળી આવ્યો છે.' આ અદ્ધા મિશ્રિત છે. દિવસનો એક ભાગ ૮૯૨ જિણધમ્મો Page #390 -------------------------------------------------------------------------- ________________ હજી વીત્યો નથી તોપણ કહે કે - “ઊઠ, જલદી બપોર થઈ ગઈ છે.” આ અદ્ધદ્ધ મિશ્રિત છે. દિવસ અથવા રાત્રિના એક દેશને અદ્ધદ્ધા કહે છે. અદ્ધામિશ્રિતમાં દિવસ અને રાત સંબંધી મિશ્રણ છે. જ્યારે અદ્ધદ્ધામાં દિવસના પ્રથમ અથવા દ્વિતીય પ્રહરનું મિશ્રણ છે. અસત્યામૃષા (વ્યવહાર) ભાષાના બાર ભેદ : જે ભાષા ન તો સત્ય કહેવાય છે અને ન અસત્ય, તે અસત્યામૃષા છે. તેના બાર ભેદ આ પ્રકારે છે - आमंतणी आणवणी जायणी तह पुच्छणी अ पन्नवणी । पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमा य ॥ अणभिगाहिया भासा भासा अ अभिगाहम्मि बोधव्वा । संसय करणी भासा, वायड अव्वायडा चेव ॥ - પ્રજ્ઞાપના ભાષાપદ, ભગવતી શ-૧૦, ઉદ્દે-૩ (૧) આમંત્રણી : કોઈને સંબોધન કરીને બોલાતી ભાષા આમંત્રણ છે. યથા- હે દેવદત્ત.” (૨) આજ્ઞાપનિની “આ કરો આ પ્રકારે બીજાને કાર્યમાં પ્રવૃત્ત કરવા માટે આજ્ઞા રૂપ ભાષા. (૩) યાચની : કોઈ વસ્તુ માંગવા માટે બોલાવાર વચન જેમ કે - “મને પુસ્તક આપો.” (૪) પૃચ્છની કોઈ વિષયમાં પૂછવા માટે પ્રયુક્ત કરનારી ભાષા, જેમ કે - કલ્યાણનો માર્ગ કયો છે ? આ રસ્તો ક્યાં જાય છે? વગેરે. (૫) પ્રજ્ઞાપની : વિનીત જિજ્ઞાસુઓને ઉપદેશ રૂપ ભાષા પ્રજ્ઞાપની છે. જેમ કે - પ્રાણીવધ ન કરનારા જીવ આગામી ભવમાં દીર્ધાયુ હોય છે. (૬) પ્રત્યાખ્યાની : યાચના કરનારને ઇન્કાર કરવા માટે પ્રયુક્ત ભાષા અથવા પ્રત્યાખ્યાન કરાવવા માટે પ્રયુક્ત ભાષાને પ્રત્યાખ્યાની કહે છે. જેમ કે - “અમે તમને આપતા નથી. દારૂ પીવાનો ત્યાગ કરો.” (૭) ઇચ્છાનુલોમા : કોઈ કાર્યના વિષયમાં પૂછવાથી એ કહેવું કે - “તમે આ કામ કરો. મને પણ આ પસંદ છે.” આ પ્રકારે અનુમતિ રૂપ ભાષા ઇચ્છાનુલોમા છે. (૮) અનભિગૃહીતાઃ એક સાથે કેટલાંય (ઘણા) કાર્ય ઉપસ્થિત થવાથી કોઈ કોઈને પૂછે કે - “આ સમયે કયું કામ કરું ?' ત્યારે તે કહે - “જે કામ તમને ગમે તે કરો.' આ પ્રકારે આગ્રહ રહિત ભાષા અનભિગૃહીતા છે. (૯) અભિગૃહીતાઃ આને કરો, આ ન કરો.” આ પ્રકારની ભાષા અભિગૃહીતા છે. (૧૦) સંશચકરણી અનેક અર્થોને પ્રગટ કરનારા શબ્દ બોલવા સંશયકરણી ભાષા છે. જેમ કે - “સિંધવ લાવો.” સિંધવનો અર્થ મીઠું, ઘોડો, વસ્ત્ર વગેરે અનેક થાય છે. તેથી શ્રોતાને સંશય થાય છે કે વકતાનો આશય શું છે ? (૧૧) વ્યાકુતા ? જેનો અર્થ સ્પષ્ટ હોય તે ભાષા વ્યાકૃતા છે. (૧૨) અવ્યાકૃતા ઃ જેનો અર્થ ગૂઢ અથવા ગંભીર હોય અથવા મન્મન વગેરે અસ્પષ્ટ ઉચ્ચારના કારણે જે સમજી ન શકાય તે અવ્યાકૃત ભાષા છે. [ અષ્ટ પ્રવચન માતાઓ છે. (૮૯૩) Page #391 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત બાર પ્રકારની ભાષાના અર્થનું નિરૂપણ કરનારી છે, તેથી મૃષા નથી અને મોક્ષમાર્ગની સાધિકા ન હોવાથી સત્ય પણ નથી. તેથી ઉક્ત ભાષાઓ અસામોસા (વ્યવહાર) ભાષા કહેવાય છે. સોળ વચન: વિભિન્ન પ્રકારની સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી વગેરે ભાષાઓ વ્યવહાર ભાષાના અંતર્ગત છે. આ પ્રકાર ભાષા શુદ્ધિના માટે ૧૬ પ્રકારનાં વચનોનો બોધ પણ વક્તાને હોવો જોઈએ. આ સોળ વચન આ પ્રકાર છે – वयणतियं लिंग तियं, कालतियं तह परोक्ख पच्चक्खं । अवणीयादि चउक्कं, अज्झत्थ चेव सोलसमं ॥ એકવચન, દ્વિવચન, બહુવચન, ત્રણ વચન, સ્ત્રીલિંગ, પુલ્લિગ, નપુંસકલિંગ રૂપ ત્રણ લિંગ, ભૂત, ભવિષ્યટુ-વર્તમાન રૂપ ત્રણ કાળ, પ્રત્યક્ષ, વચન યથા તે અગ્નિ છે, પરોક્ષ વચન યથા ધૂમથી અગ્નિ જ્ઞાન, અપનીત વચન, ઉપનીત વચન, ઉપનીત-અપનીત વચન, અપનીત-ઉપનીત વચન અને અધ્યાત્મ વચન. આ સોળ વચન કહ્યાં છે. અપનીત વચન : દુર્ગુણોનું જ કથન કરવું અપનીત વચન છે જેમ કે - આ દુઃશીલ છે, દુર્ભાષી છે. ઉપનીત વચન : સગુણોનું જ કથન કરવું. જેમ કે - આ રૂપવાન છે, બુદ્ધિમાન છે. ઉપનીન-અપનીન વચન : પહેલાં ગુણ બતાવીને પછી દુર્ગુણ બતાવવા. જેમ કે - “આ રૂપવાન તો છે પરંતુ દુઃશીલ છે.” અપનીત-ઉપવીત વચન : પહેલા દોષ બતાવીને પછી ગુણ બતાવવા. જેમ કે - આ દુઃશીલ છે, પરંતુ રૂપવાન છે.' અધ્યાત્મ વચનઃ અંતરંગ ભાવ છુપાવવા ઇચ્છે તો પણ સહસા અંતરંગ ભાવાનુસાર વચન નીકળી જવા અધ્યાત્મ વચન છે. આ રીતે નામ, આખ્યાત, નિપાત, તદ્ધિત, સમાસ, સંધિપદ, હેતુ, યૌગિક, ઉણાદિ પદ, ક્રિયા વિધાન, ધાતુ, સ્વર અથવા રસ, વિભક્તિ અને વર્ણ - આ બધાથી યુક્ત પૂર્વાપર સંગત વચન પણ વ્યવહાર ભાષાના અંતર્ગત હોવાથી સત્યવાદી માટે વક્તવ્ય છે. - ઉક્ત રીતિથી ચાર પ્રકારની ભાષાઓનું નિરૂપણ કર્યું છે. આમાંથી અસત્ય અને મિશ્ર ભાષાનો પ્રયોગનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે, કારણ કે ભાષાના આ બંને પ્રકાર સાવદ્ય જ હોય છે. સત્ય અને વ્યવહાર ભાષાનો પ્રયોગ નિષેધ પણ છે અને વિધાન પણ છે. जा य सच्चा न वत्तव्वा, सच्चामोसा य जा मुसा । जा य बुद्धेहिं णाइण्णा ण तं भाखेज्ज पन्नवं ॥ કારણ કે સત્ય અને વ્યવહાર ભાષા સાવદ્ય પણ હોય છે અને નિરવદ્ય પણ હોય છે. વસ્તુના યથાર્થ રૂપને સ્પર્શ કરનારી ભાષા સત્ય થઈ શકે છે, પરંતુ આ વક્તવ્ય થઈ શકે (૮૯૪ો છે એ જ છે કે જિણધો] Page #392 -------------------------------------------------------------------------- ________________ છે અને નહિ, પણ જેનાથી કર્મ પુદ્ગલોનો પ્રવાહ આવે તે જીવ-વધ કારક ભાષા સત્ય હોવા છતાં પણ અવ્યક્તવ્ય છે. અહિંસાત્મક વાણી ભાવ શુદ્ધિ અને સંયમ શુદ્ધિના નિમિત્ત હોય છે, તેથી નિગ્રંથ મુનિ ખૂબ જ વિચારીને બુદ્ધિથી વિમર્શ કરીને બોલવું જોઈએ. આચાર્યે શિષ્યને કહ્યું : “શિષ્ય ! તારી વાણી બુદ્ધિનું એવું અનુગમન કરે જેમ અંધ વ્યક્તિ તેને લઈ જનારનું અનુગમન કરે છે.” દ્રવ્યાદિથી ભાષા સમિતિ : દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા ભાષા સમિતિનું સ્વરૂપ આ પ્રકારે હોય છે : દ્રવ્યથી - કર્કશ, કઠોર, છેદક, ભેદક, હિંસક, પીડાકારી, સાવઘ, મિશ્ર, ક્રોધયુક્ત, માનયુક્ત, માયાયુક્ત, લોભયુક્ત, રાગમય, દ્વેષમય, અપ્રતીતિ કારક અને વિકથાઓથી યુક્ત ભાષા ન બોલવી. ક્ષેત્રથી માર્ગમાં ચાલતા વાર્તાલાપ ન કરે. કાળથી પ્રહર રાત્રિ વીત્યા પછી બુલંદ અવાજમાં ન બોલવું, કારણ કે સંભવ છે કે કોઈની નિંદ્રાભંગ થઈ જાય અને તેને પીડા થાય અથવા તે સાવદ્ય કર્મમાં લાગી જાય. ભાવથી - દેશ-કાળને અનુરૂપ સત્ય, તથ્ય, હિતકારી, પ્રિયકારી અને પરિમિત વચન બોલવાં. D - ‘આચારાંગ સૂત્ર’ અને ‘દશવૈકાલિક સૂત્ર’માં ભાષા અને વાક્ય શુદ્ધિના વિષયમાં ખૂબ જ સૂક્ષ્મતાની સાથે વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. તેનો સંક્ષિપ્ત સાર નિમ્ન ગાથાઓમાં આવી જાય છે - तहेव सावज्जणुमोयणी गिरा, ओहारिणी जा य परोवधाइणी । से कोह लोह भय हास माणवो, न हासमाणे वि गिरं वइज्जा ॥ सुवक्क-सुद्धिं समुपेहिया मुणी, गिरं च दुट्ठं परिवज्जए सया । मियं अट्ठ अणुवीइ भासए, सयाण मज्झे लहइ पसंसणं ॥ भासाइ दोसे य गुणे य जाणिया, तीसे य दुट्ठे परिवज्जए सया । छ- सु संजए सामाणिए सया जए, वइज्ज बुद्धे हियमाणुलोमियं ॥ परिक्खभासी सुसमाहि इंदिए चउक्कसायावगए अणिस्सिए । स निधुणे धुण्णमलं पुरेकडं, आराहए लोगमिणं तहा परं ॥ દશવૈકા. અ.-૭, ગા.-૫૪/૫૭ મુનિ સાવધને અનુમોદન કરનારી, અવધારિણી (સંદિગ્ધ અર્થ વિષયમાં અસંદિગ્ધ) પર ઉપઘાત કરનારી ભાષા, ક્રોધ, લોભ, ભય, માન અથવા હાસ્ય વશ ન બોલવું. મુનિ વાક્ય શુદ્ધિને સારી રીતે સમજીને દોષયુક્ત વાણીનો પ્રયોગ ન કરે. મિત અને નિર્દોષ વાણી સમજી-વિચારને બોલનારા સાધુ સત્પુરુષોમાં પ્રશંસાને પ્રાપ્ત કરે છે. અષ્ટ પ્રવચન માતાઓ ૮૯૫ Page #393 -------------------------------------------------------------------------- ________________ ભાષાના દોષો અને ગુણોને જાણીને દોષપૂર્ણ ભાષાને સદા છોડનાર, છકાય જીવોના પ્રતિ સંયત, શ્રામણ્યમાં સદા સાવધાન રહેનારા પ્રબુદ્ધ ભિક્ષુ હિત અને અનુલોમિક અનુકૂળ વચન બોલવા. ગુણ-દોષને પારખીને બોલનારા, સુસમાહિત ઇન્દ્રિયવાળા ચાર કષાયોથી રહિત, અનિશ્રિત (તટસ્થ) ભિક્ષુ પૂર્વકૃત પાપ મળને નષ્ટ કરી વર્તમાન તથા ભાવિ લોકની આરાધના કરે છે. આચારાંગ સૂત્ર'ની ભાવૈષણાને ઉપસંહાર કરતા સૂત્રકારે કહ્યું છે - "से भिक्खू वा वंता कोहं च माणं च मायं च लोभं च अणुवीइ निट्ठाभासी, निसम्मभासी, अतुरियभासी, विवेगभासी समिवाए संजए भासं भासिज्जा ।" “ક્રોધ, માન, માયા અને લોભનો પરિત્યાગ કરતા મુનિએ ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. તેણે ખૂબ શીઘ્રતાથી બોલવું ન જોઈએ, કારણ કે સમજ્યા-વિચાર્યા વગર બોલવાથી અનિષ્ટ અને પાપની સંભાવના રહે છે. તેણે વિચાર કરીને એકાંત નિરવદ્ય વચન બોલવા જોઈએ. તેણે સમજી-વિચારીને વિવેકપૂર્વક બોલવું જોઈએ. આ પ્રકારે વિવેક્યુક્ત બોલવું જોઈએ. આ પ્રકારે વિવેકયુક્ત બોલનાર શ્રમણ ભાષા સમિતિથી યુક્ત સંયત ભાષાનો વ્યવહાર કરે. આ સાધુ-સાધ્વીનો સમગ્ર આધાર છે. ઉક્ત આગમિક ઉદ્ધરણોના પ્રકાશમાં ભાષા સમિતિનું સ્વરૂપ સ્પષ્ટ તથા ઉદ્ભાસિત થઈ જાય છે. જે શ્રમણ અથવા શ્રમણી વર્ગ ભાષા સમિતિનો પૂર્ણ ઉપયોગ રાખતા વચન પ્રયોગ કરે છે તે ભગવાનની આજ્ઞાના પાલક છે. તેથી તે વચન ગુપ્તિથી પણ ગુપ્ત છે. આ પ્રકાર ભાષા સમિતિ અને વચન ગુપ્તિના આરાધક મુનિ નિર્દોષ ચારિત્રનું પાલન કરે છે. K૯૩) ( એષણા સમિતિ ઘર-બાર, કુટુંબ, પરિવાર છોડીને અણગાર બનેલા અહિંસક અને અકિંચન શ્રમણ નિગ્રંથની સામે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે પોતાની પ્રતિજ્ઞાઓને પાળતા જીવનનિર્વાહની અપરિહાર્ય અન્નપાનાદિની ઉપલબ્ધિ (પ્રાપ્ત) કેવી રીતે કરે ? જ્યાં સુધી મુનિની સાથે શરીર છે ત્યાં સુધી તેને આહારાદિ સામગ્રી આપવી અપરિહાર્ય છે, કારણ કે આહારાદિના અભાવથી શરીરની સ્થિતિ બનતી નથી અને શરીરની સ્થિતિના અભાવમાં જ્ઞાન, ધ્યાન વગેરે મોક્ષાંગોની આરાધના સંભવ નથી. તેથી તીર્થકર દેવોએ આ સમસ્યાનું નિદાન અને સમાધાન ખૂબ જ સૂક્ષ્મતાની સાથે વિસ્તારપૂર્વક કર્યું છે. જીવનનિર્વાહ માટે જો સાધુ કોઈ વ્યવસાય કરે છે તો તેને રૂપિયાની લેવડદેવડ કરવી આવશ્યક થઈ જશે, જે તેના અપરિગ્રહ અને અહિંસા વ્રત માટે બાધા રૂપ છે. આવી સ્થિતિમાં તેની સામે એક જ વિકલ્પ રહી જાય છે કે તે ભિક્ષા દ્વારા આહારાદિ આવશ્યક સામગ્રીનું ઉપાર્જન કરે. તેથી આગમમાં કહ્યું છે - (૮૯) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો ] Page #394 -------------------------------------------------------------------------- ________________ "सव्वं से जाइयं होइ, णत्थि किंचि अजाइयं" - ઉ., અ.-૨, ગા.-૨૮ અર્થાત્ સાધુને માટે જે કોઈ સામગ્રી ઉપયોગી હોય છે તે બધી યાચિત જ હોય છે, અયાચિત કોઈ વસ્તુ તેની પાસે હોતી નથી. આ દૃષ્ટિકોણથી તેને પર દત્ત ભોઈ પણ કહેવાય છે. ભિક્ષા ત્રણ પ્રકારની બતાવી ગઈ છે - દાન વૃત્તિ, પૌરુષદની અને સર્વ સમ્પત્કરી. અનાથ અને અપંગ વ્યક્તિ માંગીને ખાય છે, તે દીનવૃત્તિ ભિક્ષા છે. શ્રમ કરવામાં સમર્થ વ્યક્તિ માંગીને ખાય છે, તે પૌરુષદની ભિક્ષા છે. સંયમી માધુકરી વૃત્તિ દ્વારા સહજ સિદ્ધ આહાર લે છે, તે સર્વસમ્પત્કરી ભિક્ષા છે. દીન વૃત્તિનો હેતુ અસમર્થતા પૌરુષનીનો હેતુ નિષ્કર્મણ્યતા અને સર્વસમ્પત્કરીનો હેતુ અહિંસા છે. નિગ્રંથ અણગાર અહિંસા અને અપરિગ્રહ મહાવ્રતના પાલન માટે સર્વસમ્પત્કરી ભિક્ષાનું અવલંબન લે છે. એમની ભિક્ષામાં ન દીન વૃત્તિ છે અને ન પૌરુષહીનતા છે. તે નિતાના અહિંસાની આરાધના હેતુ છે. મુનિ ભોજન માટે જીવ વધ ન કરે, ન કરાવે અને ન કરનારનું અનુમોદન કરે, મોલ ન લે, ન લેવડાવે, અને ન લેનારનું અનુમોદન કરે તથા ન પકવે, ન પકવાએ અને ન પકવનારનું અનુમોદન કરે - આ નવ કોટિઓથી વિશુદ્ધ અને ભૈક્ષ અન્નાદિ જ મુનિ માટે વિધિ-વિધાન અનુસાર ગ્રાહ્ય હોય છે. તીર્થંકર દવે સાધુના નિર્વાહ હેત અસાવદ્ય નિર્દોષ મધુકરી વૃત્તિનો નિર્દેશ કર્યો છે. સાધનાકાળમાં શરીર, વાણી અને મન ત્રણે હોય છે. શરીર આહાર વગર ટકતું નથી. આહાર હિંસા વગર નિષ્પન્ન થતો નથી. આ જટિલ સ્થિતિ છે. હવે કોઈ કેવી રીતે પૂરા અહિંસક બને? સાધનાનું આ પહેલું ચરણ મૂંઝવણથી ભરેલું છે. આના સમાધાન સ્વરૂપ મધુકરી વૃત્તિનું પ્રતિપાદન થયું છે. દશવૈકાલિક સૂત્ર'ના દુમ પુષ્પિકા' નામના પ્રથમ અધ્યયનમાં મધુકરી વૃત્તિનું સુંદર પ્રતિપાદન કર્યું છે - जहा दुमस्स पुप्फेसु भमरो आवियइ रसं । ण य पुप्फ किलामेइ, सो य पीणेइ अप्पयं ॥ एमेए समणा मुत्ता जे लोए संति साहूणो । विहंगमा व पुप्फेसु, दाण भत्तेसणे रया ॥ वयं च वित्तिं लब्भामो, ण य कोई उवहम्मई । अहागडेसु रीयंते, पुप्फेसु भमरो जहा ॥ - દશવૈકા. અ-૧, ગા.- ૨/૩/૪ * સર્વ પર રોક્યા, પૌરુષની તથાપરા वृत्ति भिक्षा च तत्वज्ञैरिति भिक्षा त्रिधोरिता ॥ - હરિભકીય અષ્ટક પ્રકરણ ( એષણા સમિતિ 20000000000000૮૯૦) Page #395 -------------------------------------------------------------------------- ________________ જે રીતે ભમરો ઝાડના પુષ્પોનો થોડો રસ પીએ છે, કોઈપણ પુષ્પને પીડિત કરતો નથી, હાનિ પહોંચાડતો નથી, તેના વર્ણ કે ગંધને વિકૃત કરતો નથી અને પોતાને પણ તૃપ્ત કરી લે છે. તેવી જ રીતે લોકમાં જે મુક્ત (અપરિગ્રહ) શ્રમણ છે, તે દાતા દ્વારા અપાતા નિર્દોષ આહારની એષણમાં રત રહે છે. જેમ ભમરો પુષ્પમાં. સાધુ એ રીતની વૃત્તિ પ્રાપ્ત કરે છે. જેનાથી કોઈ જીવનું દહન ન થાય, કારણ કે શ્રમણ ગૃહસ્થો દ્વારા એમના સ્વયં માટે અથવા પરિવાર માટે સહજ રૂપથી બનાવેલ આહારને ગ્રહણ કરે છે, જેમ કે - ભમરો પુષ્પમાંથી રસ લે છે. ભમરા માટે સહજરૂપથી ભોજન પ્રાપ્તિનો આધાર વૃક્ષ-પુષ્પ હોય છે. વૃક્ષ સ્વભાવતઃ પુષ્પ અને ફળ ઉત્પન્ન છે. મધુકર માટે વૃક્ષ-છોડ પુષ્પિત હોતા નથી. ઘણા એવાં પણ ઉદ્યાન છે, જ્યાં મધુકર હોતા નથી, ત્યાં પણ વૃક્ષ-છોડ પુષ્પિત હોય છે. પુષ્પિત હોવું એમની પ્રકૃતિ છે. એવી રીતે ગૃહસ્થોનાં ઘરોમાં આહારાદિ નિષ્પન્ન થતા રહે છે. તેઓ શ્રમણો માટે ભોજન બનાવતા નથી. ઘણાં બધાં ગામ, શહેર એવાં હોય છે કે જ્યાં શ્રમણ જતા નથી. ત્યાં પણ ભોજન બને છે. ભોજન બનાવવું ગૃહસ્થોની સહજ પ્રકૃતિ છે. શ્રમણ આવા યથાકૃત સહજ સિદ્ધ ભોજનની ગવેષણા કરે છે, તેથી તેઓ હિંસાથી લિપ્ત હોતા નથી. મધુકર અવધજીવી હોય છે. તે પોતાના નિર્વાહ માટે કોઈ પ્રકારનું સમારંભ ઉપમર્દન અથવા હનન્ કરતા નથી, તેવી રીતે શ્રમણ પણ અવધજીવી છે - તેઓ કોઈ પ્રકારનું પચન-પાચન અને ઉપમર્દન કરતા નથી. મધુકર પુષ્પોમાંથી સહજ સિદ્ધ રસ ગ્રહણ કરે છે, તેવી રીતે શ્રમણ-સાધક ગૃહસ્થોનાં ઘરોમાં જ્યાં આહારાદિ સ્વાભાવિક રૂપથી બને છે - પ્રાસુક આહારાદિ ગ્રહણ કરે છે. મધુકર ફૂલોને પ્લાન કર્યા વગર થોડો-થોડો રસ પીએ છે તેમ શ્રમણ અનેક ઘરોમાંથી થોડું-થોડું ગ્રહણ કરે છે. મધુકર એટલો જ રસ ગ્રહણ કરે છે, જેટલો ઉદર પૂર્તિ માટે આવશ્યક હોય છે. તે બીજા દિવસ માટે કંઈ સંગ્રહ કરીને રાખતો નથી. તેવી રીતે શ્રમણ સંયમનિર્વાહ માટે આવશ્યક હોય એટલું જ ગ્રહણ કરે છે. સંચય અથવા સન્નિધિ કરતા નથી. મધુકર કોઈ એક વૃક્ષ અથવા ફૂલથી જ રસ ગ્રહણ કરતો નથી, પરંતુ વિવિધ વૃક્ષો અને ફુલોથી રસ ગ્રહણ કરે છે. તેવી જ રીતે શ્રમણ પણ કોઈ એક ગામ, ઘર અથવા વ્યક્તિ પર આશ્રિત ન હોય સામુદાયિક રૂપથી ભિક્ષા કરે છે. ઉક્ત રીતિથી તીર્થકર દેવોએ સાધુઓ માટે આવો સુંદર માર્ગ બતાવ્યો છે કે એમના શરીરનો નિર્વાહ પણ થઈ જાય છે અને મોક્ષમાર્ગની આરાધના પણ થઈ જાય છે. કહેવાયું છે - अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया । मोक्ख साहण-हेउस्स, साहु देहस्स धारणा ॥ - દશવૈકા, અ.-૫, ઉ.-૧, ગા-૯૨ આ રીતે સર્વ સમ્પત્કરી ભિક્ષા દ્વારા સાધુને મોક્ષના સાધનના હેતુભૂત શરીરની ધારણા માટે આહારાદિની પ્રાપ્તિ કરવી પડે છે. સાધુ દેહની ધારણા પણ થઈ જાય અને તેના અહિંસા(૮૯૮) જે છે તે જ જિણધમો) Page #396 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ વગેરે મહાવ્રત પણ બની રહે છે. આ દૃષ્ટિકોણથી વિતરાગ પરમાત્માને આહારાદિની ગવેષણા, ગ્રહણષણા અને પરિભૌગષણા માટે ઘણા પ્રકારના નિયમોપનિયમોનું વિધાન કર્યું છે. આહારાદિ કેવો લેવો, કેવી રીતે લેવો, ક્યાંથી લેવો, કેટલો લેવો, કયા સમયે લેવો, કયા પ્રકારે આપેલું લેવું, કયા પ્રકારનું આપેલું ન લેવું વગેરે વિષયમાં શાસ્ત્રકારે ખૂબ જ સ્પષ્ટ દિશા-નિર્દેશ કર્યા છે. એ વિવિધ નિયમોપનિયમોનું સાવધાનીથી પાલન કરવું મુનિ માટે અનિવાર્ય છે. આહારાદિની ગવેષણા (શોધ) પ્રાપ્તિ અને ભોજનના વિષયમાં ઉપયોગ-સાવધાની રાખવાને એષણા સમિતિ કહે છે. એષણાના ત્રણ ભેદ છે - ગવેષણા, ગ્રહëષણા અને પરિભોષણા, ગૌ-ચર્યા માટે નીકળવા પર આહારના કધ્યાકણ્વના નિર્ણય માટે જે નિયમોનું પાલન કરવું અને જે દોષોથી બચવા સાધુ માટે આવશ્યક છે, તે ગવેષણા છે, આહારાદિને ગ્રહણ કરતા સમયે સાધુ જે-જે નિયમોનું પાલન કરે છે અને જે દોષોથી બચે છે, તેને - ગ્રહમૈષણા કહે છે. મળેલા આહારનો ઉપભોગ કરતા સાધુએ જે-જે નિયમોનું પાલન કરવું જોઈએ અને જે દોષોથી બચવું જોઈએ, તેને પરિભોગેષણા કહે છે. ઉક્ત રીતિથી એષણા સંબંધી નિયમોના પાલનમાં સાવધાની રાખવી એષણા સમિતિ છે. આચાર્ય હેમચંદ્ર કહ્યું છે - द्विचत्वारिंशता भिक्षादोषैनित्यमदूषितम् । मुनिर्यदन्नमादत्ते सैषणासमितिर्मता ॥ - યોગશાસ્ત્ર પ્રથમ, , શ્લોક-૩૮ ૪૨ પ્રકારના ભિક્ષાચર્યાના દોષોને ટાળીને સાધુ આહારાદિ ગ્રહણ કરે છે, તે એષણા સમિતિ છે. એષણા સમિતિના નિર્દોષ પાલન માટે આ આવશ્યક છે કે સાધુ આહારાદિના બધા નિયમોપનિયમોને સારી રીતે સમજે અને તેનું પાલન કરે. તેથી આહારાદિ દોષો સંબંધી જાણકારી અહીં આપવામાં આવે છે, જેનાથી બચવા શ્રમણ-શ્રમણીવર્ગ માટે આવશ્યક છે. આહારાદિના ગ્રહણમાં લાગનાર ૪૨ દોષ છે અને ઉપભોગમાં પ દોષ લાગે છે. આ પ્રકાર મુખ્ય રૂપથી ૪૭ દોષોથી રહિત આહારાદિ જ સાધુ માટે ગ્રાહ્ય અને ઉપભોગ્ય છે. વિવિધ સૂત્રોમાં આહારાદિ ગ્રહણના અન્ય દોષો પણ કથન કર્યા છે. ભિક્ષાના ૧૧૦ દોષ : ભિક્ષાના ૪૨ દોષોમાંથી ૧૬ ઉગમના દોષ, ૧૬ ઉત્પાદનના દોષ અને ૧૦ એષણાના દોષ બતાવ્યા છે. ભિક્ષા આપતા સમયે ગૃહસ્થ દ્વારા લાગનારા દોષોને ઉગમ દોષ કહે છે. સાધુના દ્વારા લાગતા દોષોને ઉત્પાદનના દોષો કહે છે. સાધુ તથા શ્રાવક બંને દ્વારા લાગતા દોષોને એષણા દોષ કહે છે. [ એષણા સમિતિ છે. (૮૯૯) Page #397 -------------------------------------------------------------------------- ________________ સોળ ઉદ્ગમના દોષ ઃ આહારની ઉત્પત્તિથી સંબંધિત, ગૃહસ્થ દ્વારા લાગતા સોળ ઉદ્ગમના દોષ આ પ્રકારે છે : (૧) આધાકર્મ : કોઈ ખાસ સાધુને મનમાં રાખીને તેના નિમિત્તથી સચિત્ત વસ્તુને અચિત્ત કરવી અથવા અચિત્તને પકાવવી આધા કર્મ કહેવાય છે. આ દોષ ચાર પ્રકારે લાગે છે ઃ आहाकम्मुद्देसिय पूई - कम्मे अ मीसजाए य । ठवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥१॥ પરિટ્ટિ, મિકે, મળે માનોકે હૈં । अच्छिज्जे अणिसिट्ठे अज्झोयरए य सोलसमे ॥२॥ પ્રતિસેવન : આધાકર્મી આહારનું સેવન કરવાથી. પ્રતિશ્રવણ : આધાકર્મી આહાર માટે નિમંત્રણ સ્વીકાર કરવાથી. સંવસન ઃ આધાકર્મી આહાર ભોગવવાવાળાની સાથે રહેવાથી. અનુમોદન : આધાકર્મી આહાર ભોગવનારની પ્રશંસા કરવાથી. (૨) ઔદ્દેશિક : સામાન્ય યાચકોને આપવાની બુદ્ધિથી જે આહાર તૈયાર કરવામાં આવે છે, તેને ઔદ્દેશિક કહે છે. તેના બે ભેદ છે - ઓઘ અને વિભાગ. ભિક્ષુઓ માટે અલગ તૈયાર ન કરતા પોતાને માટે બનતા આહારાદિને કશું બીજું મેળવી દેવું ઓઘ છે. વિવાહાદિ પ્રસંગો પર યાચકો માટે અલગ કાઢીને રાખી મૂકવું વિભાગ છે. આ ઉદ્દિષ્ટ, ધૃત અને કર્મના ભેદથી ત્રણ પ્રકારના છે. પછી પ્રત્યેકના ઉદ્દેશ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશના ભેદથી ચાર-ચાર પ્રકાર છે. - કોઈ ખાસ સાધુ માટે બનાવેલો આહાર જો તે જ સાધુ લે તો આધાકર્મ, બીજો લે તો ઔદ્દેશિક હોય છે. આધાકર્મ પહેલાથી જ કોઈ ખાસ નિમિત્તથી બનાવવામાં આવે છે. ઔદ્દેશિક સાધારણ દાન માટે પહેલા અથવા પછી કલ્પિત કરવામાં આવે છે. પૂર્વકૃત ઓદન-મોદન વગેરેને સાધુના ઉદ્દેશથી દહીં-શર્કરા વગેરેથી સંસ્કારિત કરવા ઔદ્દેશિક આહાર છે. (૩) પૂતિકર્મ : શુદ્ધ આહારમાં આધાકર્માદિનો અંશ મળી જાય તો તે પૂતિકર્મ થઈ જાય છે. આધાકર્મનો અલ્પ અંશ પણ શુદ્ધ આહારને અશુદ્ધ બનાવી દે છે. જેમ કે - શુચિ દ્રવ્ય અશુચિ દ્રવ્યથી મળીને અશુચિ બની જાય છે. (૪) મિશ્રજાત : પોતાના અને સાધુ માટે બનાવેલો આહાર મિશ્રજાત છે. આના ત્રણ ભેદ છે. યાવદર્થિક, પાખંડિ મિશ્ર અને સાધુ મિશ્ર છે. જે આહાર પોતાની માટે અને સામાન્ય યાચકોને માટે એક સાથે બનાવવામાં આવે તે યાવદર્થિક છે. જે પોતાના અને સંન્યાસીઓને માટે એક સાથે બનાવવામાં આવે તે પાખંડી મિશ્ર છે. જે પોતાના અને સાધુઓ માટે એક સાથે બનાવવામાં આવે તે સાધુ મિશ્ર છે. (૫) સ્થાપના : સાધુને કંઈ આપવાની ઇચ્છાથી થોડા સમય માટે આહારને અલગ રાખી દેવો સ્થાપના દોષ છે. ૯૦૦ જિણધમ્મો Page #398 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રાભૂતિકા : સાધુઓને વિશિષ્ટ આહાર વહોરાવવાની ભાવનાથી વિવાહાદિ પ્રસંગને અથવા મહેમાનોને આગળપાછળ કરવા. જેમ કે - હવે સાધુ નજીક છે, તેથી તેમના પણ ઉપયોગમાં આવી જાય આ ભાવનાથી આગળ નિર્ધારિત વિવાહાદિના ભોજનને પહેલા કરી લેવા સાધુ દૂર છે, તેથી હમણાં નિર્ધારિત ભોજનને આગળ સરકાવવા પ્રાભૃતિકા દોષ છે. (૦) પ્રાદુષ્કરણ : દેય વસ્તુને અંધારામાં હોવાથી અગ્નિ, દીપક, વીજળી વગેરેનું અજવાળું કરી આપવું પ્રાદુષ્કરણ દોષ છે. (૮) ક્રીત : સાધુ માટે ખરીદીને આપવું. (૯) પ્રામિત્ય : સાધુ માટે ઉધાર લાવેલા આહારાદિ આપવા. (૧૦) પરિવર્તિત ? સાધુ માટે અદલાબદલી કરેલી વસ્તુ આપવી. (૧૧) અભિ૯ત : સાધુના નિમિત્ત વસ્તુને અન્યત્ર લઈ જઈ આપવી અથવા સાધુ સામે લઈ જઈને આપવી. (૧૨) ઉભિન્ન : લેપ વગેરે દ્વારા બંધ કરેલી વસ્તુને લેપાદિ ખોલીને દેવા. (૧૩) માલાપહત: ઉપર, નીચે અથવા ત્રાંસી દિશામાં જ્યાં આસાનીથી હાથ પહોંચી ન શકે ત્યાં સીડી વગેરે લગાવીને આહાર આપવો માલાપહત છે. (૧૪) આચ્છધ : નિર્બળ વ્યક્તિ અથવા પોતાના અધીનસ્થ વ્યક્તિથી છીનવી સાધુને આપવી આચ્છેદ્ય દોષ છે. (૧૫) અનિસૃષ્ટ : કોઈ વસ્તુના એકથી વધુ સ્વામી હોવાથી બધાની ઇચ્છા વગર આપવી અનિસૃષ્ટ દોષ છે. (૧૬) અધ્યવપૂરક : સાધુના આગમનને સાંભળી પોતાના નિમિત્ત બનનારી સામગ્રીમાં વધુ સામગ્રી મેળવી દેવી અધ્યવપૂરક દોષ છે. ઉક્ત સોળ દોષ આહારાદિની ઉત્પત્તિથી સંબંધિત છે, અને ગૃહસ્થ દ્વારા લાગે છે. તેથી એષણા સમિતિના આરાધક અને પાલક સાધુના આહારની ગવેષણા કરતા સમયે આ દોષોથી આહાર દૂષિત મળે છે તો ન ગ્રહણ કરવો જોઈએ. જો ઉક્ત ૧૬ દોષોથી રહિત આહાર મળે તો તે સાધુ માટે કલ્પનીય અને ગ્રાહ્ય છે. ઉત્પાદનના ૧૬ દોષ : સાધુને નિમિત્ત લાગતા ઉત્પાદનના ૧૬ દોષ આ પ્રકારે છે : धाई दुई निमित्ते आजीव वणी-मगे तिगिच्छा य । कोहे माणे माया लोभे अ हवन्ति दस एए ॥ पुट्विपच्छा संथव विज्जा भंते य चुण्ण जोगे य । उप्पयणाई. दोसा सोलसमे मूलकम्मे य ॥ (૧) ધાત્રી કર્મ : બાળકને પાંચ પ્રકારના (ક્ષીર, મજ્જન, મંડન, ક્રિીડન અને અંકારોપણ) ધાઈની જેમ ખવડાવી-પીવડાવીને ગોદમાં લઈને રમાડીને આહારાદિ પ્રાપ્ત કરવાથી સાધુને ધાત્રી કર્મ લાગે છે. [ એષણા સમિતિ ) છે. ૯૦૧) Page #399 -------------------------------------------------------------------------- ________________ (૨) દૂતી કર્મઃ દૂતના સમાન ગૃહનો સંદેશ એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચાડીને આહારાદિ લેવા દૂતી કર્મ છે. (૩) નિમિત્ત : ભૂત, ભવિષ્ય, વર્તમાન સંબંધી શુભાશુભ ફળ બતાવી ગૃહસ્થથી આહાર પ્રાપ્ત કરવો નિમિત્ત પિંડ છે. (૪) આજીવઃ સ્પષ્ટ અથવા અસ્પષ્ટ રૂપથી પોતાની જાતિ, કુળ અથવા અન્ય વિશેષતાઓ બતાવીને આહાર લેવો આજીવ પિંડ છે. (૫) વનપક : શ્રમણ, શાક્ય સંન્યાસી વગેરેમાં જે જેનો ભક્ત હોય તેની પ્રશંસા કરીને અથવા દીનતા બતાવીને આહારાદિ લેવા વનીપક પિંડ છે. (૬) ચિકિત્સા : ઔષધિ બતાવી અથવા વૈદ્યગીરી કરીને આહાર લેવો ચિકિત્સા પિંડ છે. (૭) ક્રોધ : પોતાની વિદ્યા અથવા તપનો પ્રભાવ બતાવીને અને શાપ વગેરેનો ભય બતાવીને ક્રોધિત થઈને આહાર પ્રાપ્ત કરવો ક્રોધ પિંડ છે. (૮) માન અભિમાનથી સ્વયંને લબ્ધિ સંપન્ન, તેજસ્વી, પ્રતાપી અને બહુશ્રુત બતાવીને અથવા પ્રભાવ જમાવી આહારાદિ લેવો માન પિંડ છે. (૯) માયા ? વંચના અને કપટ કરીને આહાર લેવો અથવા ભિક્ષાના માટે જુદી જુદી વેશભૂષાનું પરિવર્તન કરવું માયા પિંડ છે. (૧૦) લોભ : આહારાદિના લોલુપી બનીને લોભવશ ભિક્ષાના માટે ભટકતા ફરવું લોભ પિંડ છે. (૧૧) પૂર્વપશ્ચાત્ સંસ્તવ : આહારાદિ પ્રાપ્ત કરવાના પહેલા અથવા પ્રાપ્ત થઈ ગયા પછી દેનારની પ્રશંસા કરવી અથવા દાતાને પોતાના માતા-પિતા સંબંધી પૂર્વ પરિચય અને સાસુ સસરા સંબંધી પરિચય આપીને અથવા દાતાની સાથે સંબંધ બતાવીને આહારાદિ પ્રાપ્ત કરવા પૂર્વ-પશ્ચાત્ સંસ્તવ પિંડ છે. (૧૨) વિધા : સ્ત્રી રૂપ દેવતાથી અધિષ્ઠિત, જયાદિથી સિદ્ધ થનારી અક્ષરોની રચનાવિશેષને વિદ્યા કહે છે. વિદ્યાનો પ્રયોગ કરીને આહાર લેવો વિદ્યા પિંડ છે. ' (૧૩) મંત્ર : પુરુષ રૂપ દેવતાથી અધિષ્ઠિત આવી અક્ષર રચના જે પાઠમાત્રથી સિદ્ધ થઈ જાય તેને મંત્ર કહે છે. મંત્રના પ્રયોગ દ્વારા આહારાદિ લેવા મંત્ર પિંડ છે. (૧૪) ચૂર્ણ અદેશ્ય કરનાર સૂરમા (અંજન) વગેરેનો પ્રયોગ કરીને આહાર લેવો ચૂર્ણ પિંડ છે. (૧૫) યોગ : પારલેપ વગેરે સૌભાગ્ય-દુર્ભાગ્યકારી સિદ્ધિઓ બતાવીને આહારાદિ લેવા યોગ પિંડ છે. (૧૬) મૂળકર્મ ઃ ગર્ભસ્તંભ, ગર્ભાધાન, ગર્ભપાત વગેરે માટે રક્ષાપોટલી અથવા ઔષધિ વગેરે સાવદ્ય ક્રિયાઓ કરીને આહાર લેવો મૂળ કર્મ પિંડ છે. સોળ ઉગમ અને સોળ ઉત્પાદનના આ બત્રીસ દોષ ગવેષણષણાના છે. (૯૦૨) , જિણધો) Page #400 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ-એષણાના દસ દોષ : સાધુ અને ગૃહસ્થ બંને દ્વારા લાગતા તથા આહારને ગ્રહણ કરતા સમયે લાગતા એષણાના દસ દોષ આ પ્રકારે છે . - संकिय मक्खिय निक्खित्त पिहि अ साहरिअ दायगुम्मीसे । अपरिणय लित्त छडिय, एसण दोसा दस हवन्ति ॥ (૧) શંકિત : આધા કર્માદિ દોષોથી શંકિત આહારાદિને ગ્રહણ કરવો શંકિત દોષ છે. (૨) ભૃક્ષિત : સચિત્ત પાણી, પૃથ્વી, વનસ્પતિ વગેરેથી અથવા ગતિ વસ્તુથી આશ્લિષ્ટ-સંઘષ્ઠિત આહારાદિ લેવો ભ્રક્ષિત છે. (૩) નિક્ષિપ્ત : જે આહાર અચિત્ત હોવા છતાં પણ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અથવા ત્રસ જીવો પર રાખેલો હોય તે નિક્ષિપ્ત છે. (૪) પિહિત : જે આહાર સચિત્ત ફળાદિ દ્વારા ઢંકાયેલો હોય. : (૫) સાહરિય : જે વાસણમાં અકલ્પનીય વસ્તુ પડી હોય, એમાંથી અકલ્પનીય વસ્તુ કાઢીને તે જ વાસણમાંથી આહારાદિ લેવા દેવાથી સાહરિય દોષ લાગે છે. (૬) દાયક : બાળક, અંધ, ગર્ભવતી વગેરે દાન આપવાના અનધિકારીના આહારાદિ લેવા લાયક દોષ છે. જો અધિકારી સ્વયં બાળકના હાથથી આહારાદિ વહોરાવવા ચાહે તો દોષ નથી. પિંડ નિર્યુક્તમાં બાળક, વૃદ્ધ, મત્ત, ઉન્મત્ત, કોઢી, અંધ, ગર્ભવતી વગેરે ૪૦ પ્રકારના દાયક દોષ બતાવ્યા છે. આમાંથી કેટલાકની પાસે તો આહારાદિ લેવો સર્વથા નિષિદ્ધ છે. તથા કેટલાકથી યથાવસર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અનુસાર આહાર લેવો અનુજ્ઞાત છે. (૭) ઉન્મિશ્ર : અચિત્તની સાથે સચિત્ત અથવા મિશ્ર મળેલા અથવા સચિત્ત અથવા મિશ્રની સાથે અચિત્ત મેળવીને આહાર લેવો ઉન્મિશ્ર દોષ છે. (૮) અપરિણત : જે પદાર્થમાં શસ્ત્ર પૂરી રીતે પરિણત ન થયું હોય, જે પૂર્ણ રૂપથી પાકેલુ ન હોય, એવા આહારાદિ લેવા અપરિણત દોષ છે. (૯) લિત્ત : અકલ્પનીય અથવા ગર્હિત વસ્તુથી સંસૃષ્ટ (ભરેલ) હાથ, પાત્ર વગેરેથી આપવાથી આવેલ આહાર લિત્ત કહેવાય છે. અથવા જે વસ્તુના લેવાથી હાથ અથવા પાત્રમાં લેપ લાગે અને જેના કારણે પશ્ચાત્ કર્મની (હાથ-પાત્રાદિ ધોવાની) આશંકા હોય, તે આહારાદિ લિત્ત છે અથવા તરત જ લીંપેલી ભીની ભૂમિ પર ચાલીને આહારાદિ લેવો-દેવો લિત્ત દોષથી દૂષિત છે. (૧૦) છર્દિત : ઘી વગેરે પદાર્થોને નીચે ટપકતા અથવા ચોખા વગેરેને વિખેરતા આહારાદિ આપે તો તે છર્દિત છે. આવા આહારાદિ લેવાથી કીડી વગેરે જીવોની હિંસા થવાની સંભાવના રહે છે. તેથી તે અકલ્પનીય છે. ગ્રહણૈષણાના આ દસ દોષ સાધુ અને ગૃહસ્થ બંનેને લાગે છે. એષણા સમિતિ ૯૦૩ Page #401 -------------------------------------------------------------------------- ________________ પરિભોષણાના પાંચ દોષ : ભોજન કરતા સમયે પૂરેપૂરો વિવેક રાખવો પરિભોગેષણા છે. આના પાંચ દોષ છે : (૧) અંગાર (૨) ધૂમ (૩) સંયોજના (૪) પ્રમાણાતિરેક (૫) કારણોતિક્રાન્ત. (૧) અંગાર દોષ ઃ નિર્દોષ આહારને પણ ગૃદ્ધિ, આસક્તિ અને લોલુપતાની સાથે ખાવુ અંગાર દોષ છે. લોલુપતા સંયમમાં આગ લગાડનારી હોય છે અથવા દાતા અને આહારાદિની સરાહના કરવી અંગાર દોષ છે. (૨) ધૂમ દોષ ? અમનોજ્ઞ આહારની પ્રાપ્તિ થવાથી તે આહારની અથવા આપનારની નિંદા કરતા ક્રોધ અથવા ઢષના વશ થઈને ખાવુ ધૂમ દોષ છે. આનાથી સંયમ ધૂમિલ થઈ જાય છે. (૩) સંયોજના દોષ ઃ સ્વાદ વૃદ્ધિ માટે એક વસ્તુમાં બીજી વસ્તુ મેળવીને ખાવી, જેમ કે - દૂધમાં ખાંડ મેળવીને ખાવાથી આસક્તિપૂર્વક ભાવ સંયોજના દોષ છે. (૪) પ્રમાણાતિરેક દોષ ઃ માત્રાથી વધુ ખાવું પ્રમાણાતિરેક છે. ટેબલ ટેનિસના દડા જેટલા પ્રમાણવાળા ૩૨ કૌર (ભાવ)થી વધુ આહાર કરે તો તે પ્રમાણાતિરેક દોષ છે* ઉક્ત પ્રમાણવાળા ૮ કૌરનો આહાર લેવો અલ્પાહાર છે. ઉક્ત પ્રમાણવાળા ૧૨ કૌરનો આહાર કરવો અપાઈ ઉણોદરી છે. ઉક્ત પ્રમાણવાળા ૧૬ કૌરનો આહાર અર્ધ-ઉણોદરી છે. ઉક્ત પ્રમાણવાળા ૨૪ કૌરનો આહાર ગ્રહણ કરવો ઉણોદરી (ભૂખથી ઓછું ખાવું) છે. ૩૨ કૌરનો આહાર કરવો પ્રમાણ પ્રાપ્ત આહાર છે. જે આનાથી ૧ કૌર પણ ઓછું ખાય છે તે શ્રમણ નિગ્રંથ પ્રકામ રસભોગી કહેવાતા નથી. પ્રમાણથી વધુ ખાવુ પ્રમાણાતિક્રાન્ત અથવા પ્રમાણાતિરેક દોષ છે. આહાર ગ્રહણ અને વિસર્જનના છ-છ કારણ ? કારણોતિક્રાન્ત : નિગ્રંથ શ્રમણ માટે સંયમ દેહની ધારણા-હેતુ આહાર કરવાનું વિધાન કર્યું છે. શરીરની પુષ્ટિ માટે અથવા સ્વાદની લોલુપતા માટે આહાર કરવો નિષિદ્ધ છે. “ઉત્તરાધ્યયન સૂત્ર'માં આહારના છ પ્રયોજન બતાવ્યા છે - वेयण वेयावच्चे, इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए छठं पुण धम्म चिंताए ॥ - ઉત્તરા., અ-૨૬, ગા-૩૩ (૧) સુધા નિવૃત્તિ (૨) વૈયાવૃત્ય (૩) ઈર્યા શુદ્ધિ (૪) સંયમનું પાલન (૫) પ્રાણ ધારણ અને (૬) ધર્મ ચિંતન - આ છે કારણોથી ભોજન કરવું સાધુ માટે વિહિત છે. ઉક્ત પ્રયોજન ન હોવાથી અકારણ સ્વાદાદિના હેતુ આહારાદિ લેવો કારણતિક્રાન્ત દોષ છે. પ્રસંગથી આહાર છોડવાના છ કારણોનો ઉલ્લેખ અહીં સમુચિત થશે. આહાર છોડવાના છે કારણ શાસ્ત્રકારે બતાવ્યા છે - * જે પુરુષ અથવા સ્ત્રીનો જેટલો આહાર છે, તેનો બત્રીસમો ભાગ કૂકડીના ઈંડાનું પ્રમાણ છે - વૃત્તિકાર (૯૦ જ છે. આ જ જિણધમો) Page #402 -------------------------------------------------------------------------- ________________ आयंके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु । પાળિયા તવદે, સર-વોચ્ચેય ડ્રાણ છે - ઉત્તરા, અ-૨૬, ગા-૩૫ (૧) રોગ ઉત્પન્ન થવાથી, (૨) ઉપસર્ગ-સંકટ આવવાથી, (૩) બ્રહ્મચર્યની રક્ષા માટે, (૪) પ્રાણીદયા માટે, (૫) તપ કરવા માટે અને (૬) સમાધિમરણ દ્વારા સંલેખના સંથારો કરીને શરીરને ત્યાગવા માટે - આ છે કારણોથી શ્રમણ-નિગ્રંથ આહારનો ત્યાગ કરે છે. શુદ્ધ પરિભોગેષણા વગેરેના સંબંધમાં વિશેષ સ્પષ્ટતા કરવા માટે શ્રીગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો - “ભગવન્! શસ્ત્રાતિ, શસ્ત્રપરિણત, એષણાયુક્ત, વિશેષ એષણા-યુક્ત અને સામુદાયિક પાન-ભોજનનો અર્થ શું છે?” ભગવાને કહ્યું - “ગૌતમ ! શસ્ત્ર અને શરીર પરિકર્મથી રહિત નિગ્રંથ પ્રાસુક-પોતા માટે અકૃત, અકારિત અને અસંકલ્પિત, અનાહૂત, અક્રીત કૃત, અનુદ્દિષ્ટ, નવકોટિ પરિશુદ્ધ, દસ દોષ રહિત, ઉગમ અને ઉત્પાદનની એષણાયુક્ત, અંગાર-ધૂમ, સંયોજનાના દોષોથી રહિત, સુર સુર અને ચવચવના ધ્વનિથી રહિત, ન અતિશીઘ અને ન અતિ ધીમે, નીચે ન વિખેરતા, ગાડીની ધૂરીમાં અંજન લગાવવા અને ત્રણ પર લેપ કરવા તુલ્ય કેવળ સંયમ યાત્રાના નિર્વાહ-હેતુ, સંયમ ભારનું વહન કરવા માટે, અસ્વાદ વૃત્તિ પૂર્વક જેમ દરમાં સાપ પેસે છે તેવી રીતે સીધો કૌર પેટમાં નાંખતા અર્થાત્ સ્વાદના નિમિત્ત કૌરને વારંવાર એક જડબાથી બીજા જડબાની તરફ લઈ ગયા વગર આહાર કરે છે - તે શસ્ત્રાતીત, શસ્ત્ર પરિણત, એષણાયુક્ત, વિશેષ એષણાયુક્ત અને સામુદાયિક પાનભોજનનો અર્થ છે. - આહારના અન્ય દોષ : ઉક્ત રીતિથી ઉદ્ગમના ૧૬, ઉત્પાદનના ૧૬, એષણાના ૧૦ અને પરિભોગેષણાના ૫ એમ ૪૭ દોષ ટાળીને આહારાદિની ગવેષણેષણા, ગ્રહણેષણા અને પરિભોગેષણાના સમ્યક નિર્વાહ કરવા એષણા સમિતિ છે. સામાન્યતયા આહારથી સંબંધિત ઉક્ત ૪૭ દોષ વિશેષ પ્રસિદ્ધ છે તે ઉપરાંત શાસ્ત્રોમાં પ્રકીર્ણક (છૂટક) રૂપથી આહારના સંબંધિત અન્ય પણ દોષ બતાવ્યા ગયા છે. જે આ પ્રકાર છે: (૪૮) દાનાર્થ : કીર્તિની કામનાથી દાન માટે તૈયાર કરેલ આહારાદિને ગ્રહણ કરવો. (૪૯) પુયાર્થઃ પુણ્ય કમાવવા માટે અથવા મૃતાદિના નામ પર નિષ્પન્ન અને કાઢેલો આહારાદિ લેવો. (૫૦) વનપક : દીન-હીન ભિખારીઓ માટે તૈયાર આહારાદિ સામગ્રીમાંથી લેવો. (૫૧) શ્રમણાર્થ બૌદ્ધ ભિક્ષુ, સંન્યાસી, જોગી વગેરે માટે બનેલ આહારાદિમાંથી લેવો. (૫૨) નિથાગ : નિમંત્રણ સ્વીકાર કરી આહારાદિ લેવો અને નિત્ય એક ઘરથી આહારાદિ લેવો. (૫૩) શય્યાતર પિંડ : સ્થાન આપનારની પાસેથી આહારાદિ લેવો. ( એષણા સમિતિ , , , , , ૯૦૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ (૫૪) રાજપિંડ વિશેષ રૂપથી રાજા, ઠાકુર વગેરે માટે બનાવેલ પૌષ્ટિક આહારાદિ લેવો. (૫૫) કિમિચ્છક દાનશાળાદિના જ્યાં યાચકને પૂછવામાં આવે - “શું ઇચ્છા છે?” પછી તેની આવશ્યકતાનુસાર વસ્તુ આપવામાં આવે - આહારાદિ લેવો. (કિમિચ્છક દોષ છે) (૫) સંઘટ્ટ : સચિત્ત વસ્તુનો સ્પર્શ કરતા આપતો આહાર વગેરે લેવો સંઘટ્ટ દોષ છે. (૫૦) બહુ ઉઝિય : જે આહારમાં ખાવા યોગ્ય ઓછી અને ફેકવા યોગ્ય અધિક હોય - એવી વસ્તુ લેવી. (૫૮) ગહિત કુળ: જે કુળોનો આચાર-વિચાર હીન હોય, લોકમાં ગહિત અને નિંદિત હોય, તે કુળોથી આહારાદિ લેવો. (૫૯) પ્રતિકુષ્ટ કુળ જેણે મના કરી દીધી હોય, તેના ઘરથી લેવું. (૬૦) અચિયત્ત કુળ : અવિશ્વસનીય અને અપ્રતિકારક ઘરોથી આહારાદિ લેવા. (૬૧) પૂર્વકર્મઃ આહારાદિ આપ્યા પહેલાં હાથ અથવા પાત્રાદિ ધોઈને આપનાર દાતાથી આહારાદિ લેવા. (૨) પશ્ચાત કર્મ ઃ આહારાદિ આપ્યા પછી હાથ અથવા પાત્રાદિ ધોવાની કે અન્ય પ્રકારના દોષ લાગવાની સંભાવના હોય એવા દાતા દ્વારા અપાતા આહારાદિ લેવા. (૬૩) મધક : માદક વસ્તુઓ લેવી મદ્યક દોષ છે. (૬૪) એલગ ઃ ગોચરીના માર્ગમાં બેઠેલા બકરાને ઓળંગીને અથવા હટાવીને આહારના માટે ઘરમાં પ્રવેશ કરવો. (૬૫) શ્વાન : માર્ગમાં બેઠેલા કૂતરાને હટાવીને અથવા ઓળંગીને આહારના માટે ઘરમાં પ્રવેશ કરવો. (૬) દારક : ઉક્ત રીતિથી બાળકને ઓળંગીને કે હટાવીને ઘરમાં આહાર માટે પ્રવેશ કરવો. (૦) વચ્છગ : ઉક્ત રીતિથી ગાયના વાછરડાને ઓળંગીને કે હટાવીને આહાર માટે પ્રવેશ કરવો. (૬૮) અવગ્રાહ ઃ સચિત્ત પાણીની અંદર પ્રવેશ કરીને લાવેલા આહારાદિ લેવા. (૯) ચલઇત્તા : સચિત્ત પાણીને હટાવીને આપેલો આહાર લેવો. (૭૦) ગર્વિણી : છ માસથી ઉપરની ગર્ભવતી સ્ત્રી જો આહારાદિ આપવા માટે ઊઠે કે બેસે તો તેના જોડે (આહાર લેવો) દૂષિત છે. (૦૧) સ્તનપાયી : બાળકને સ્તનપાન કરાવતી મહિલા જોડે આહારાદિ લેવો. (દૂષિત આહાર છે | અકલ્પનીય છે.) (૦૨) નીચા દ્વાર : જે સ્થાનના દ્વાર ખૂબ નીચું હોય, જેમાં આવવા-જવાથી દાતાની કે સાધુની વિરાધના થઈ શકતા હો તો એવા સ્થાનથી આહારાદિ લેવા વર્જનીય છે. (૦૬) જિણધમો) Page #404 -------------------------------------------------------------------------- ________________ (૦૩) તમસ ઃ અંધકારપૂર્ણ સ્થાનથી લઈને આપેલ આહાર લેવું (વર્જનીય છે) (૦૪) ક્ષેત્રાતિકાન્ત : અહીં ક્ષેત્રથી તાત્પર્ય સૂર્ય સંબંધી તાપ ક્ષેત્રથી છે અર્થાતું. દિવસ. જે સાધુ સૂર્યોદયથી પૂર્વ આહાર ગ્રહણ કરી સૂર્યોદય પછી આહાર કરે છે, તે ક્ષેત્રાતિકાન્ત દોષ છે. (૦૫) કાલાતિકાન્ત : જે સાધુ દિવસના પ્રથમ પ્રહરમાં આહાર ગ્રહણ કરીને ચોથા પ્રહરમાં તેનો ઉપભોગ કરે તો તે કાલાતિક્રાન્ત દોષ છે. - (૦૬) માગીતિક્રાન્ત ઃ જે સાધુ બે કોસથી આગળ આહાર લઈ જઈ તેનો ઉપયોગ કરે તો તે માગતિક્રાન્ત દોષ છે. (૦૭) પ્રમાણાતિક્રાન્ત ઃ જે સાધુ બત્રીસ કૌરથી વધુ આહાર કરે તો તે પ્રમાણતિક્રાન્ત દોષ છે. (૮) કાન્તારભક્તઃ જંગલમાં ભિક્ષુઓના નિર્વાહ-હેતુ બનાવેલા કે દેવામાં આવતા આહારાદિમાંથી લેવું. (૦૯) દુર્મિક્ષ ભક્ત ઃ દુષ્કાળ પીડિતોને દીધેલા આહારાદિમાંથી લેવું. (૮૦) વÉલિકા ભક્ત : વરસાદની ઝડી લાગી જવાથી ભિક્ષુઓ માટે બનાવેલા આહારાદિમાંથી લેવું. (૮૧) ગ્લાન ભક્ત ઃ રોગી માટે બનેલા આહારમાંથી લેવું. (૮૨) સંખડી ઃ જમણવારમાંથી આહારાદિ લેવો. (૮૩) અંતરાયક : ગૃહસ્થના ઘરમાં પહેલાથી યાચકાદિ ઊભા હોય તો પણ આહાર માટે તે ઘરમાં પ્રવેશ કરવો અંતરાયક દોષ છે. (૮૪) કૃમિત વ્યંજન : ગર્ભ આહારને ફંકથી અથવા પંખાથી ઠંડો કરીને અપાતા આહાર લેવો. (૮૫) રચિતક : મોદકાદિના ચૂર્ણથી પુનઃ મોદકાદિ બનાવીને અપાતો આહાર લેવો. (૮) પJવજાતઃ રૂપાંતરિત કરીને અપાતો આહાર લેવો. જેમ કે - દહીંનો મઠ્ઠો અથવા રાયતું બનાવીને દેવાય તે લેવું. (૮૦) મૌખર્ચ : દાતાની પ્રશંસા અથવા ચાટુકારી (ચાપલૂસી) કરીને આહાર લેવો. (૮૮) સ્વયંગ્રહણઃ દાતાની ઇચ્છા વગર સ્વયં હાથથી ઉઠાવીને આહારાદિ લઈ લેવો. (૮૯) આહવાન : છે કોઈ દાતા” આ પ્રમાણે પોકાર કરીને યાચના કરવી. (૯૦) પાસલ્ય ભક્ત ઃ શિથિલાકારી, પાર્થસ્થ અને કુશીલથી આહારાદિ લેવો. (૧) અટવી ભક્ત : મુનિના ઉદ્દેશથી વનમાં ભોજન લઈને ગયેલા કઠિયારા અથવા વિહારમાં સાથે રહેલ વ્યક્તિથી આહાર લેવો. [ એષણા સમિતિ , , , , , , , , , ૯૦૦) Page #405 -------------------------------------------------------------------------- ________________ (૨) અગ્રપિંડ : ભોજન કરતાં પહેલાં ગૃહસ્થ દ્વારા જે ભાગ પુણ્યાર્થ અથવા દેવતા માટે કાઢે છે, તે લેવો અગ્રપિંડ દોષ છે. (૯૩) સાગારિક મિશ્રા ઃ શય્યાતર દ્વારા આપેલ આહાર પ્રાપ્ત કરવો. (૯૪) અન્ય તીર્થકભક્તઃ અન્ય તીર્થી સાધુ દ્વારા લાવેલી ભિક્ષામાંથી આહારાદિ લેવો. (૫) રફખણા : દાતાને ત્યાં રખેવાળી કરીને આહાર પ્રાપ્ત કરવો. (૬) સાસણા : વિદ્યા ભણાવીને આહાર પ્રાપ્ત કરવો. (૯૦) નિન્દના દાતાની નિંદા કરીને આહાર પ્રાપ્ત કરવો. (૯૮) તર્જના દાતાને ડરાવી-ધમકાવીને આહાર પ્રાપ્ત કરવો. (૯૯) ગારવ : પોતાની જાતિ વગેરેનું ગર્વ કરીને આહાર લેવો. (૧૦૦) મિત્રતા : મિત્રતા પ્રગટ કરીને આહાર લેવો. (૧૦૧) પ્રાર્થના : પ્રાર્થના કરીને આહાર લેવો. (૧૦૨) સેવા દાતાની સેવા કરીને આહાર લેવો. (૧૦૩) કરુણા : પોતાની દયનીય સ્થિતિ બતાવીને આહાર લેવો. (૧૦૪) જ્ઞાતિપિંડ : પોતાના સગા-સંબંધીઓ પાસેથી જ આહાર લેવો. (૧૦૫) પાહુણ ભક્ત ઃ માત્ર મહેમાનો માટે બનાવેલ આહાર લેવો. (૧૦૦) ઉદ્ઘાટન : યુલિયાવાળા દ્વાર વગેરે ખોલી અથવા ખોલાવીને આહાર લેવો. (૧૦૦) મંડી પાહડિયા દેવી-દેવતાઓને ચઢાવવા માટે બનાવેલો આહાર લેવો. (૧૦૮) બલિ પાહડિયા ઃ બલિ-બાકુલા વગેરે ઉછાળવાના માટે કાગડાઓને ખવડાવવાના હેતુ બનાવેલ આહાર લેવો. (૧૦૯) કવણા પાહુડિયા : સાધુઓ માટે સ્થાપના કરી રાખેલી વસ્તુ લેવી. (૧૧૦) વરસતા પાણીમાં, ધુમાડામાં, આંધીમાં, નાનાં-નાનાં પ્રાણીઓના અધિક ઊડવાથી ભિક્ષા માટે જવું, વેશ્યાઓના મહોલ્લામાં ભિક્ષાર્થે જવું વગેરે અન્ય પણ કેટલાય પ્રકારના નિષેધક નિયમ છે. પિંડ નિયુક્તિમાં વિસ્તારથી આહારના દોષોનું કથન કર્યું છે. ઉક્ત બધા પ્રકારનાં આહાર સંબંધી દૂષણોથી બચીને શ્રમણ નિગ્રંથનું એષણા સમિતિનું સમ્યક્ પાલન કરવું જોઈએ. મુનિના આહારના ઉદ્દેશ સંયમ-દેહની ધારણા હોય છે. તેથી તે પ્રાયઃ સરસ, પૌષ્ટિક અને વિકૃતિ યુક્ત આહાર કરતા નથી. આ શરીરને ભાડુ આપવાના નિમિત્ત : (૧) અરસાહાર : જેમાં હિંગ વગેરેનું સંસ્કાર ન થયું હોય. (૨) વિરસાહાર : જે રસ રહિત હોય. જેમ કે - જૂના ધાન્ય-ચોખા આદિ. (૩) અન્નાહાર : તુચ્છ, હલકા આહાર અથવા બચેલો આહાર. (૯૮ આ જિણધામો) Page #406 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રાન્તાહાર : વાસણમાં લાગેલી ખુરચન (બપોટી) વગેરે. (૫) રૂક્ષાહાર : ઘી વગેરે સ્નિગ્ધ ચીજોથી રહિત-રૂક્ષ આહાર કરે છે. એટલું નહિ અનેક મુનિ નિર્જરા માટે વિશેષ પ્રકારના અભિગ્રહ પણ ધારણ કરે છે. અભિગ્રહ પૂર્વક આહારની ગવેષણા કરનાર આત્માર્થી નિગ્રંથ વિશેષ તપસ્વી હોય છે. પ્રાચીન કાળમાં મુનિ દિવસના ત્રીજા પ્રહરમાં ગોચરીને માટે જતા હતા. તે કાળમાં પ્રાયઃ તે સમય જ ગોચરી માટે ઉચિત કાળ છે. દેશકાળ વગેરેનો વિચાર કરીને જે ક્ષેત્રમાં જે સમય આહારાદિ માટે બહુતાયતથી પ્રચલિત હોય તે સમયે સાધુએ ગોચરી માટે નીકળવું જોઈએ. આટલો વિવેક ન રાખવાથી ઘણી આપત્તિઓ ઊભી થઈ શકે છે. તેથી મુનિએ આહારની ગવેષણા કરવા માટે ક્ષેત્ર અને કાળનો વિવેક કરવો જોઈએ, અને “કાલેકાલ સમાયરે ની શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવું જોઈએ. જૈન મુનિ ભિક્ષાની ગવેષણા કરતા કોઈ પ્રકારની જાતિ વિશેષ પ્રતિ પ્રતિબદ્ધ રહેતા નથી. તેઓ અજુગુપ્સિત આચાર-વિચારવાળા કુળોથી મધ્યસ્થ ભાવથી શાસ્ત્રીય વિવિધ વિધાન અનુસાર નિર્દોષ આહારાદિ પ્રાપ્ત કરે છે. પારૈષણા : જે વિધિ-વિધાન આહાર સંબંધમાં છે, લગભગ તે જ વિધાન-પાણીના વિષયમાં પણ જાણવું જોઈએ. શ્રમણ નિર્ગથ અચિત્ત અને નિર્દોષ પાણીને વિધિપૂર્વક ગ્રહણ કરે છે. “આચારાંગ સૂત્ર'માં ૨૧ પ્રકારનાં પાણી કલ્પનીય બતાવ્યાં છે. એકવીસ પ્રકારના અચિત્ત પાણી : (૧) ઉત્પદિત ઃ (આટાથી લિપ્ત વાસણનું ધોવાણ) (૨) સંસેકિમ : (ઉકાળેલી ભાજી વગેરે શીતળ જળથી ધોઈ જે પાણી તૈયાર થાય તે.) (૩) ચોખાનું ધોવાણ (૪) તલ વગેરેનું ધોવાણ (૫) તુષનું ધોવાણ (૬) જવનું ધોવાણ (૭) ઉકાળેલા ચોખાનું પાણીઓસામણ ૮) કાંજીના વાસણોનું ધોયેલા પાણી અથવા છાશનું ઉપરનું પાણી (૯) આંબલીનું પાણી (૧૦) કેરીનું પાણી (૧૧) અંબાડકનું પાણી (૧૨) કબીઠનું પાણી (૧૩) બિજીરાનું પાણી (૧૪) દાખનું પાણી (૧૫) દાડમનું પાણી (૧૬) ખજૂરનું પાણી (૧૭) નારિયેળનું પાણી (૧૮) કરીર કેર)નું ધોયેલું પાણી (૧૯) બોરનું પાણી (૨૦) આંબળાનું ધોવાણ (૨૧) ગરમ પાણી કે અન્ય આ પ્રકારનું પાણી. “દશવૈકાલિક'માં ગોળના ઘડાને ધોયેલું પાણી (વાર ધોયણ) પણ કલ્પનીય બતાવ્યું છે. મુનિએ એ પાણી ગ્રહણ કરવું જોઈએ જે પૂરી રીતે અચિત્ત થઈ ગયું હોય, શસ્ત્ર-પરિણત થઈ ગયું હોય, જેનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ચૂક્યા હોય, મુનિએ એ જ ધોવન લેવું યોગ્ય છે. જે ચિર ધૌત હોય અર્થાતુ તત્કાળનું ધોવન મુનિ માટે અગ્રાહ્ય છે. ધવનની નિષ્પિતિ કાળના અન્તર્મુહૂર્ત પછી જ ધોવન ગ્રાહ્ય હોય છે. [ એષણા સમિતિ છે જે છે છે તે છે જે છે ૯૦૯) Page #407 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત પાણી પુનઃ સચિત્તઃ અચિત્ત પાણીના પુનઃ સચિત્ત હોવા સંબંધમાં દશવૈકાલિક સૂત્રમાં ટબ્બામાં નિમ્ન ઉલ્લેખ છે - तहेव चाउलं पिटठं, वियडं वा तत्त निव्वुडं । तिल पिट्ठ पूइ पिन्नागं, आमगं परिवज्जए ॥ - દશવૈકા, અ-૫, ૬-૨, ગા-૨૨ टब्बा : "तहेव" तिमहिज बले चाउलं-ओसा चावल करनिगउ पिढें-चूर्णएता लोट आये बगड़े, वियर्ड-नदी तालाब आदिक नो काचो उ पाणी वा अथवा तत उतत उपाणी, पर तीन ऊकालादिक रहित एतलइ निव्वुडं-काचो ते जीव सहित ते जीव नीवृत नहीं एतलइ मिश्र पाणी पूरो नथी थय, उने न लेवइ तथा "वियडं वा-अथवा तप्त थकी अनिवृत्त त्रिणि उकाला रहित अथवा त्रिणि उकाला बातार पिन शीतल उवइ, तथा गोलादि शीत उहमा मिला करि ते, तथा जोनि ने पलटवे करी ने ते उन्हाथी शीतुल हुआ, पछी तेवली केटला कालइ पा वो सचित उअइ ते कहे ते उन्हालानी पांच पहर उपरिंत सचित थाय शीत काले चार पहर उपरिंत सचित थाय, तथा वर्षा काल ते पाणी तीन पहर उपरिंत सचित थाय, ये पाणी बहरणो न कल्पै काच्चो थइ जाय । ટબ્ધાર્થ ઃ આ પ્રકારે ચોખા વગેરેનો તત્કાળ પીસાવેલો આટો નદી-તળાવાદિના સચિત્ત પાણી અથવા ત્રણ ઉકાળાથી રહિત પાણી જીવ સહિત અથવા જીવ રહિત એવું મિશ્ર પાણી, પૂરું અચિત્ત થયું નથી એવું પાણી ન લેવું તથા - ગરમ થઈને પણ ત્રણવાર ઉકાળો ન આવે, ત્રણ ઉકાળાથી અચિત્ત થઈને પણ સચિત્ત થઈ ગયો હોય, આવું પાણી પણ ન લેવું. અન્ય પદાર્થોના મળી જવાથી સચિત્ત પાણીની યોનિ બદલી જાય છે. એવું અચિત્ત પાણી અથવા ગરમ પાણી ઠંડુ થયા પછી કેટલાક કાળ પછી પુનઃ સચિત્ત થઈ જાય છે ? - ઉત્તર : આવું પાણી ગ્રીષ્મ ઋતુમાં પાંચ પ્રહર ઉપરાંત, શીત કાળમાં ચાર પ્રહર અને વર્ષા કાળમાં ત્રણ પ્રહર ઉપરાંત સચિત્ત સજીવ થઈ જાય છે. આ પાણી ગ્રહણ કરવું કલ્પતું નથી. કારણ કે સચિત્ત થઈ ગયું છે. દશવૈકાલિક સૂત્રમાં આ પણ પ્રતિપાદિત કર્યું છે કે - “સાધુએ અત્યંત ખાટું કે દુર્ગધવાળું પાણી લેવું ન જોઈએ. કારણ કે તે તૃષાને દૂર કરનાર હોતું નથી.” કદાચ ભૂલથી પણ આવું જળ લેવામાં આવી ગયું હોય તો તેને યતનાની સાથે પ્રાસુક એકાંત સ્થાનમાં ત્યાગ કર જોઈએ. તેણે સ્વયં ન પીવું જોઈએ કે ન બીજાને પીવડાવવું જોઈએ. આ પ્રકારે જે શ્રમણ નિગ્રંથ પારૈષણાનું સમ્યફ પાલન કરે છે તે શુદ્ધ ચારિત્ર ધર્મની આરાધના કરે છે. વષણા : જૈન સાધનાના “સાધ્વાચાર સંહિતા'માં અચેલ” અને “સચેલ શબ્દોનો પ્રયોગ થયો છે. ત્યાં અચેલ શબ્દ એક વિશેષ રૂઢ અર્થમાં પ્રયુક્ત થયો છે. કારણ કે પૂર્ણતયા નિર્વસ્ત્રનું વિધાન (૧૦) જે છે તે જિણધો] Page #408 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધનામાં ઉપલબ્ધ નથી. જિન કલ્પિક મુનિ પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ તો રાખે છે જ, તેથી ત્યાં “અચેલ” શબ્દ અલ્પ વસ્ત્રના અર્થમાં વ્યવહત છે. તેથી જૈન મુનિને સચેલ હોવા છતાં તેને અચેલ કહેવાય છે. કારણ કે તેઓ ખૂબ જ અલ્પ પ્રમાણમાં, અલ્પ મૂલ્યના સાદા વસ્ત્ર ધારણ કરે છે. યદ્યપિ તીર્થકર મહાવીર અચેલ રૂપમાં પ્રવ્રજિત થયા હતા. ઉપરાંત ઇન્દ્ર દ્વારા નાખવામાં આવેલું દેવ-દુષ્ટને તેમણે હટાવ્યું નથી, જે આ વાતનું પ્રતીક છે કે સચેલ હોવા છતાં પણ તે પ્રકારે સાધના થઈ શકે છે, જેમ કે - અચેલ હોવા પર થાય છે. સંયમી સાધક સંયમમાં ઉપકારી હોવાના કારણે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ રાખે છે, તેથી તે મૂચ્છના અભાવમાં પરિગ્રહના પાપથી દૂષિત હોતા નથી. વસ્તુતઃ મૂચ્છ પરિગ્રહ છે, વસ્ત્ર-પાત્રાદિ નહિ. આ દૃષ્ટિથી જિન કલ્પી અને સ્થાવર કલ્પી માટે વસ્ત્ર-પાત્રાદિ રાખવાના અલગ-અલગ નિયમ અને વિધિ-વિધાન પ્રતિપાદિત કર્યા છે. આવાં નિયમો અને વિધિવિધાનોનું પાલન કરવું વઐષણા, પાત્રષણા વગેરે છે. વઐષણાની અંતર્ગત મુનિએ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે એવું કોઈ વસ્ત્ર ન લઈ જઈ શકાય, જે એમને માટે બનાવ્યું હોય, ધોયું હોય, રંગ્યું હોય, સંસ્કારિત કર્યું હોય, સુવાસિત કર્યું હોય, ખરીધું હોય વગેરે. જેમ આહારના વિષયમાં કહ્યું છે એ બધું વસ્ત્ર માટે પણ યથાયોગ્ય સમજી લેવું જોઈએ. સાધુએ અધિક મૂલ્યવાળું, બારીક, કોમળ, ચટકીલા-ભડકીલા વસ્ત્ર ન લેવાં જોઈએ. તેણે લજ્જા-નિવારણાર્થ વસ્ત્ર ધારણ કરવાનું છે નહિ કે વિભૂષા માટે. સાધુએ (૧) જાંગિક (ઊનનું) (૨) રેશમનું (૩) શણનું (૪) તાડપત્રાદિના રેસાથી બનાવેલ (૫) કપાસમાંથી બનાવેલ અને આકના રૂથી બનાવેલ વસ્ત્ર લેવાનું કહ્યું છે. પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓ માટે કેવળ શ્વેત વસ્ત્ર લેવું જ અનુજ્ઞાત છે. મધ્યવર્તી તીર્થકરોનાં સાધુ-સાધ્વી રંગીન વસ્ત્ર પણ ધારણ કરે છે. સંયમશીલ સાધુએ ચર્મથી અથવા રોમથી નિષ્પન્ન, સ્વર્ણ-રજતના તારોથી ખંચિત અથવા અન્ય પટ્ટ સૂત્ર (રેશમ) મલયસૂત્ર અને ચીનાંશુક વગેરે બહુમૂલ્ય વસ્ત્રોને કદાપિ ગ્રહણ કરવા ન જોઈએ. સાધુએ વિભૂષા નિમિત્ત વસ્ત્રોને ન ધોવાં જોઈએ અને ન રંગવાં જોઈએ. સ્વેદ-મલાદિથી જીવજંતુઓની ઉત્પત્તિ ન થાય આ દૃષ્ટિથી વસ્ત્રોને પ્રાસુક અચિત્ત જળથી ધોઈ શકાય છે. પરંતુ વિભૂષાના નિમિત્તે નહિ. વસ્ત્રોને ધોવા સંબંધમાં જો વિવેકથી કામ ન લેવાય તો, સ્વેદ-મલાદિને કારણ જીવોત્પત્તિ થવાથી સંયમની વિરાધનાની સંભાવના રહે છે. તેથી સંયમના રક્ષાર્થ વિવેકપૂર્વક વસ્ત્રોને ધોવાં સંયમશીલ શ્રમણના કલ્પમાં છે. આવશ્યક પણ છે. વસ્ત્ર ધોયા પછી તેને પ્રાસુક અને નિર્દોષ ભૂમિ પર સૂકવવાં જોઈએ, જેથી કોઈપણ પ્રાણીની હિંસા ન થાય. કેટલાક વિશિષ્ટ આત્માર્થી સાધુ વસ્ત્ર ગ્રહણ સંબંધમાં વિશિષ્ટ અભિગ્રહ (પ્રતિજ્ઞાઓ) કરે છે. “આચારાંગ સૂત્રમાં આવા ચાર પ્રકારના અભિગ્રહ બતાવ્યા છે : (૧) ઉદિષ્ટ : પોતાના મનમાં પહેલાથી સંકલ્પિત વસ્ત્રની યાચના કરવી, અથવા ગૃહસ્થ જ માંગ્યા વગર વસ્ત્ર આપે અને તે પ્રાસુક હોય તો લેવું. [ એષણા સમિતિ » 0 જ છે ૯૧૧) Page #409 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રેક્ષિત : કોઈ ગૃહસ્થના ઘરે વસ્ત્ર જોઈને યાચના કરવી. (૩) પરિમુક્ત : ઉપયોગમાં લીધેલું વસ્ત્ર લેવું. (૪) ઉજ્જિત ધાર્મિક : જીર્ણ-ક્ષીર્ણ વસ્ર જ લેવાની પ્રતિજ્ઞા કરવી. વજ્ર ગ્રહણ કરતી વખતે સાધુએ સાવધાનીથી વસ્ત્ર જોઈ લેવું જોઈએ. એવું ન થાય કે તેના કોઈ ખૂણામાં કોઈ સચિત્ત અથવા અચિત્ત વસ્તુ બાંધેલી હોય, કોઈ બહુમૂલ્ય વસ્તુ બાંધી હોય. તેથી વસ્ર ગ્રહણ કરતા પહેલાં તેની સમ્યક્ત્તયા જોઈ લેવી જોઈએ. જે વસ્ત્ર ધારણના ઉદ્દેશને પૂરું ન કરી શકે, જે વધુ સમય ન ચાલી શકે, જે દાતાએ પૂરી અભિલાષાની સાથે ન આપ્યું હોય અને જે અધારણીય હોય તે વસ્ત્ર ન લેવું જોઈએ. કારણ કે લક્ષણહીન ઉપધિ જ્ઞાન-દર્શન-ચરિત્રને નષ્ટ કરે છે. સાધુ-સાધ્વીઓએ પ્રમાણોપેત વસ્ત્ર જ રાખવાં જોઈએ. સાધુઓ માટે ઓછામાં ઓછા વસ્ત્ર રાખવાનું વિધાન છે. જે સાધુ યુવક નીરોગી, સ્થિર સંહનનવાળા, અને બલિષ્ઠ હોય તેને એક વસ્ત્ર (ચાદ૨) રાખવું જોઈએ. પરંતુ શારીરિક સ્થિતિ અનુસાર એકથી અધિક વસ્ત્ર પણ રાખી શકાય છે. સાધ્વીઓ માટે ચાર વસ્ત્રો(ચાદરો)નું વિધાન છે. તેમાંથી એક ચાદર બે હાથની જે ઉપાશ્રયમાં રહેતા ઉપયોગમાં લઈ શકાય છે, બે ચાદરો ત્રણ હાથની છે જે ગોચરી વગેરે જતાં સમયે કામમાં લઈ જવાય અને એક ચાર હાથની ચાદર છે, જે વ્યાખ્યાનના સમયે ઓઢવામાં આવે. ‘બૃહત્કલ્પ ઉદ્દેશક’-૩માં સાધુને અખંડ ત્રણ વસ્ત્ર (૨૪ હાથવાળા અર્થાત્ ૨૪૪૩=૭૨ હાથ વસ્ત્ર) અને સાધ્વીને આવા ચાર વસ્ત્ર (૨૪૪૪=૯૬ હાથ વસ્ર) રાખવાનું વિધાન છે. તાત્પર્ય એ છે કે શ્રમણ-શ્રમણી વર્ષે ખૂબ જ ઓછી ઉધિ રાખવી જોઈએ. ઓછી ઉપધિ રાખવાથી પાંચ ગુણોની પ્રાપ્તિ થાય છે ઃ (૧) અલ્પ પ્રતિલેખના, (૨) લઘુ ભૂતતા, (૩) મમત્વના અભાવને કારણ વિશ્વનિયતા, (૪) તપમાં વૃદ્ધિ અને (૫) ઇન્દ્રિય નિગ્રહ. સ્થાનાંગ સૂત્ર, ઠા.-૫ ઉદ્દે.-૩ પાત્રૈષણા : સંયમની સાધનામાં ઉપયોગી ઉપકરણોમાં પાત્ર એક મહત્ત્વપૂર્ણ ઉપધિ અથવા ઉપકરણ છે. કારણ કે ભિક્ષુને જીવન નિર્વાહ-હેતુ આહાર અને પાણીની આવશ્યક્તા રહે છે. જેને તેઓ ગૃહસ્થોનાં ઘરોમાંથી યથાકલ્પ અને યથાવિધિ ગ્રહણ કરે છે. આહાર-પાણીને ગ્રહણ કરવાના હેતુ પાત્રની અનિવાર્ય આવશ્યકતા રહે છે. ભિક્ષુ માટે ગૃહસ્થના ધાતુ-પ્લાસ્ટિક વગેરેનાં વાસણોનો ઉપયોગ નિષિદ્ધ છે, કારણ કે એમાં પૂર્વ અને પશ્ચાત્ કર્મની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં એક જ માર્ગ રહે છે કે સાધુ પોતાના માટે પાત્ર રાખે. કહી શકાય છે કે હાથોને સંપુટના રૂપમાં પ્રયુક્ત કરીને પાત્રનું કામ લઈ શકાય છે. પરંતુ કોઈ તીર્થંકર અને જિનકલ્પી વિશિષ્ટ સાધક પાણિપાત્ર હોય છે. વિશિષ્ટ સાધકોની વિશિષ્ટ શરીર રચના જિણઘો ૯૧૨ Page #410 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તેમના પાણિ અછિદ્રવાળા હોય છે, તેમાંથી નિહિત વસ્તુ પડતી નથી. તેથી તેઓ પાણિપાત્ર હોઈ શકે છે. પરંતુ વિશિષ્ટ સ્થિતિને લક્ષ્યમાં રાખીને સામાન્ય નિયમ નિર્મિત હોતા નથી. સામાન્ય નિયમો માટે સામાન્ય સ્થિતિને જ આધાર બનાવી શકાય છે. નિયમો માટે સામાન્ય સ્થિતિને જ આધાર બનાવી શકાય છે. સામાન્ય રીતે મનુષ્યોના હાથ છિદ્રવાળા હોય છે, તેથી તેમાંથી નિહિત વસ્તુ નીચે પડી શકે છે. સાધુ જો પાત્ર ન રાખે અને હાથમાં જ આહાર-પાણી ગ્રહણ કરે તો તે પડવાથી શરીર પર કે જમીન પર અહીં-તહીં વિખરાવાની સ્થિતિને રોકી શકાતી નથી. આવું થવાથી પશ્ચાત્ કર્મ (શરીર ધોવાની) સંભાવના રહે છે. જમીન પર પડવાથી જીવોની વિરાધનાની આશંકા રહે છે. સાથે જ વિકલ્પી અને ગચ્છવાસી સાધુઓનો જે વૈયાવૃત્ય નામનો આચાર છે, તે પાત્રના અભાવમાં ટકી શકતો નથી. તપસ્વી, વૃદ્ધ, ગ્લાન અને શૈક્ષની વૈયાવૃત્ય માટે ગૃહસ્થનાં ઘરોમાંથી આહાર-પાણી લાવવું આવશ્યક હોય છે અને તે પાત્ર વગર સંભવ નથી. તેથી મુનિઓને પાત્ર રાખવાની અનુજ્ઞા આપી છે. જો પક્ષ પાણિપાત્રતાનો આગ્રહ રાખે છે, તે પણ શૌચાદિને માટે પાત્ર રાખે છે. આવી સ્થિતિમાં આહારાદિને માટે એક-બે પાત્ર વિશેષ રાખવાથી શું બગડી જશે? તેથી પાત્ર સાધુ જીવનનું એક આવશ્યક ઉપકરણ છે. સંયમી જીવનના પાલન અને નિર્વાહ-હેતુ સાધુએ પાત્ર ગ્રહણ કરવું કલ્પતા છે. મુનિએ ત્રણ પ્રકારના પાત્ર રાખવાનું કયું છે : (૧) તુંબાનું (૨) કાષ્ઠનું (૩) માટીનું. સાધુને ધાતુના પાત્રને લેવાનું કલ્પતું નથી. લોખંડ, તાંબુ, સોનુ-ચાંદી વગેરે ધાતુનાં પાત્ર મુનિએ ન લેવાં જોઈએ. અધિક મૂલ્યવાન પાત્ર પણ ન લેવા જોઈએ. કાષ્ટ આદિના પાત્ર પર પણ જો ધાતુ લાગેલી હોય તો તે અકલ્પનીય છે. જો કોઇ વગેરેના પાત્ર પણ ગૃહસ્થ સાધુના નિમિત્ત રંગરોગાન આદિથી સંસ્કારિત કરીને આપે તો તે ન લેવું જોઈએ. સાધુએ પાત્રના સંબંધમાં પણ તે બધા દોષ ટાળવા જોઈએ, જે આહારના પ્રકરણમાં બતાવ્યા છે સાધુએ બધી રીતે નિર્દોષ એષણીય પાત્રોને ચારે બાજુથી સારી રીતે જોઈને લેવા જોઈએ. સાધુ જો તરુણ, નીરોગી અને દઢ સંહનનવાળા જિનકલ્પી હોય તો તેણે એક જ પાત્ર લેવું જોઈએ. સ્થાવિરકલ્પી સાધુઓ માટે ત્રણ પાત્ર રાખવાનું વિધાન છે - આના સિવાય ઉંડગ (મૂત્રપાત્ર) રાખવાનું પણ વિધાન છે. અહીં યાદ રહે કે કાષ્ઠનું પાત્ર ઉપલબ્ધ હોવાની સ્થિતિમાં તાંબાનું અથવા માટીનું ન લેવું જોઈએ, તથા બંનેની અનુપલબ્ધિમાં જો માટીનું લેવું પડે તો, તેને જ્યાં સુધી તે કાર્યકારી હોય, ઉઠાવવું જોઈએ. એમ નહિ કે એક ગામમાં લીધું અને તેને ત્યાં છોડીને અન્ય ગામમાં બીજામાં લીધું. સાથે કોઈપણ પ્રકારનું પાત્ર હોય, ચારની સંખ્યાનું અતિક્રમણ ન થવું જોઈએ. અહીં આ જિજ્ઞાસા થઈ શકે છે કે કાષ્ઠ પાત્રોનો ઉપયોગ પ્રાયઃ મુનિજન જ કરે છે, ગૃહસ્થ વર્ગ નહિ. આવી સ્થિતિમાં એનું નિર્માણ મુનિ વર્ગના ઉદ્દેશથી જ થશે, જે મુનિની મર્યાદાને પ્રતિકૂળ છે ? ( એષણા સમિતિ છે ? ૯૧૩) Page #411 -------------------------------------------------------------------------- ________________ સમાધાન સહજ છે કે મુનિ જીવનમાં તેમના ઉદ્દેશથી નિર્મિત કોઈપણ પદાર્થનો ઉપયોગ વર્જિત છે, તો શ્રમણ-વર્ગ માટે નિર્મિત પાત્રનો ઉપયોગ તે કેવી રીતે કરી શકે છે? વાસ્તવમાં પાત્રોનું નિર્માણ મુનિઓ માટે નહિ, દીક્ષાર્થી મુમુક્ષુઓ માટે હોય છે. મુનિ બનતા પહેલાં જ દીક્ષાર્થીના અભિભાવકગણ પાત્રોનો પૂરો સેટ ખરીદે છે, કારણ કે વિક્રયકર્તા બે-ચાર પાત્ર ખુલ્લા રૂપમાં વેચતા નથી. તેઓ આખો સેટ (૧૫-૧૬ વગેરે પાત્રોનો) જ વેચે છે. આવી સ્થિતિમાં દીક્ષાર્થી માટે ચાર પાત્ર નીકળી જવાથી બાકી ૧૧-૧૨ પાત્ર અન્ય મુનિઓ માટે, જેમના પાત્ર ખંડિત થઈ ગયા હોય, તેમના ઉપયોગમાં આવી શકે છે. કારણ કે દીક્ષાર્થી માટે ખરીદેલા હોવાથી મુનિઓ માટે (પ્રાસુક) કલ્પનીય જ હોય છે. અન્યથા તો મુનિવર્ગ પોતાના માટે ક્રિીત પાત્ર પણ વર્જનીય છે. તેથી આ ધારણા નિતાંત ભ્રમપૂર્ણ છે કે કાષ્ઠ પાત્ર મુનિવર્ગ માટે જ નિર્મિત હોય છે. અભિગ્રહધારી મુનિ પોતાની શક્તિ અનુસાર વઐષણામાં પ્રતિપાદિત અભિગ્રહોના પાત્ર પર પણ લાગુ કરી શકાય છે. પૂર્વ પ્રતિપાદિત આહારાદિ એષણાની જેમ મુનિએ આધાર્મિક અથવા ઓશિક વગેરે દોષોથી યુક્ત પાત્ર ગ્રહણ ન કરવું જોઈએ. ઉક્ત દોષોથી રહિત નિર્દોષ અને એષણીય પાત્ર ગ્રહણ કરવા સાધુના આચાર છે. આહાર-પાણીન માટે જવાની પૂર્વ સાધુએ પોતાનાં પાત્રોનું સમ્યફ પ્રતિલેખન અને પ્રમાર્જન કરવું જોઈએ. શચ્ચેષણા : જૈન શ્રમણ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. તે વાયુની જેમ સદા અપ્રતિબદ્ધ હોય છે. જેમ વાયુ ક્યારેય એક સ્થાન પર ટકતો નથી અને સંચરણશીલ હોય છે, તેવી રીતે જૈન મુનિ પણ કોઈ સ્થાન વિશેષમાં પ્રતિબદ્ધ હોતા નથી. કોઈ એક સ્થાનમાં વિશેષ રહેવાથી મમત્વભાવ આવી જ જાય છે, તેથી નિર્મમત્વની સાધના માટે સાધુને ગ્રામાનુગ્રામ વિચરણ કરવાની અનુજ્ઞા કરી છે. જેમ કે વહેતું પાણી નિર્મળ હોય છે અને એક સ્થાન પર રોકાયેલું જળ ગંદુ થઈ જાય છે, તેવી રીતે સાધુ જો એક સ્થાન પર રહે તો તેનું ચરિત્ર દૂષિત થઈ જાય છે. મમત્વનો ભાવ આવી જાય છે. જો તે વિચરણ કરતો રહે તો તેનું સંયમ નિર્મળ રહે છે. આ દૃષ્ટિથી જૈન-શ્રમણ માટે ગ્રામાનુગ્રામ વિહારનો નિયમ અને કલ્પ બતાવાયા છે. ચાતુર્માસને છોડીને બાકીના કાળમાં યથાકથ્ય વિચરવું મુનિનો આચાર છે. ચાતુર્માસમાં જીવોત્પત્તિ વિશેષ હોવાથી તથા વર્ષાના કારણે માર્ગમાં કીચડ, લીલી વનસ્પતિ અને અન્ય ત્રસ જીવોથી સંકુલ થઈ જવાથી એ દિવસોમાં વિચરણ કરવાથી જીવોની વિરાધના વધુ થાય છે, જે સંયમ માટે ઘાતક છે. તેથી ચાતુર્માસ કાળમાં વિચરણનો નિષેધ કર્યો છે અને શેષ કાળમાં વિચરવાની આજ્ઞા આપી છે. મુનિને જ્યારે ગ્રામાનુગ્રામ વિહાર કરવો પડે છે તો એ ગ્રામ અને સ્થાનોમાં રહેવા માટે સ્થાનની આવશ્યકતા હોય છે. તે સ્થાન કોઈ સ્વામી કે અધિપતિની આજ્ઞાથી જ મુનિ ઉપયોગમાં લઈ શકે છે, નહિતર નહિ. કારણ કે મુનિ સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રતના (૧૪) 0.00 0.00 0.00 0| જિણધમો) Page #412 -------------------------------------------------------------------------- ________________ પાલક અને આરાધક હોય છે, તે કોઈ વસ્તુ આપ્યા વગર લઈ શકતા નથી. તેમને માટે બધું જ યાચિત હોય છે, અયાચિત નહિ. આવી સ્થિતિમાં તેને સ્થાનની પણ યાચના કરવી પડે છે. સ્થાન અથવા મકાનના માલિક કે અધિપતિની આજ્ઞા લઈને જ મુનિ ત્યાં રોકાઈ શકે છે. મુનિએ કેવા સ્થાન પર રોકાવું જોઈએ, કેવી રીતે આજ્ઞા લેવી જોઈએ વગેરે સ્થાન સંબંધી નિયમોપનિયમો અને વિધિ-વિધાનોનું પાલન કરવું શàષણા સમિતિ છે. મુનિએ પોતાના રહેવા માટે આવા સ્થાનની ગવેષણા કરવી જોઈએ જે એમને માટે બનાવ્યા ગયા ન હોય, જે તેમના ઉદ્દેશથી સુધાર્યું ન હોય, જે તેમના નિમિત્તથી ઘટાડીવધારી ન દીધું હોય, જે એમને માટે લીંડું-પોત્યું ન હોય. સાધુના નિમિત્તથી બનાવ્યું હોય અથવા સંસ્કારિત કરેલ મકાનમાં સાધુને રહેવું કલ્પતું નથી, કારણ કે તે આધાર્મિક કે દેશિક સ્થાન છે. આ પ્રકારે આહારેષણામાં જે-જે દોષ બતાવ્યા ગયા છે, એમાંથી જે શધ્યામાં લાગુ પડે છે, તેને ટાળીને નિર્દોષ સ્થાનની ગવેષણા કરવી જોઈએ. આચારાંગ સૂત્ર'માં ઉલ્લેખ છે કે ધર્મશાળા, લુહારની કર્મશાળા, દેવકુળ, સભાઓ, પ્રપા (પ્યાઉ), દુકાન, માલ ભરવાનાં ગોદામ, રથાદિ રાખવાની યાનશાળાઓ, વાહન બનાવવાના કારખાના, ચૂનો બનાવવાનું સ્થાન, દર્ભનું કારખાનું (જ્યાં ઘાસના ગઠ્ઠા, રસ્સી અથવા અન્ય દર્ભની ચીજો બનાવાય છે.) ચર્મના કારખાના, બક્કલના કારખાના, કોલસાનું કારખાનું, કાષ્ઠનું કારખાનું, સ્મશાન ભૂમિમાં બનાવેલું મકાન, શૂન્ય ગૃહ, પહાડ પર બનેલું મકાન, પહાડની ગુફા, શાંતિ ગૃહ, પાષાણ મંડપ, ભૂમિ ગૃહ વગેરે એવાં સ્થાન હોય છે, જેને ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે બનાવે છે. અથવા જે સહજ રૂપથી બનેલા હોય છે - એમાં સાધુને રહેવાનું કલ્પેલું છે. ઉદ્યાનોમાં અને વૃક્ષના મૂળમાં પણ રહેવાનું કલ્પતા છે. સાધુને નિર્દોષ અને સીધાં-સાદાં મકાનોમાં રહેવું જોઈએ, જેનાથી એમની સાધનામાં દોષ ન લાગે. સુસજ્જિત અને મનોહર મકાનોમાં તથા ગૃહસ્થાનોમાં સાથે રહેવાનો આગમોમાં નિષેધ કર્યો છે. એકાંત, શાંત, સાદા અને નિર્દોષ સ્થાન હોવાથી સંયમમાં સમાધિ અને શાંતિ રહે છે. ગૃહસ્થોથી સંસક્ત સ્થાનમાં રહેવું સંયમી જીવન માટે ઘાતક હોય છે. કારણ કે ત્યાં રહેવાથી ગૃહસ્થાશ્રમ સંબંધી ક્રિયાઓ થતી જોઈને સાધુના સંયમમાં અસમાધિ ઉત્પન્ન થઈ શકે છે. સ્ત્રીઓનાં ચિત્રોથી સજ્જિત સ્થાનો પર સાધુઓએ ન રહેવું જોઈએ. શ્રમણ વર્ગ પાંચ મહાવ્રતોનો અંગીકાર કરીને એમની પરિપૂર્ણ રૂપથી આરાધના કરે છે. પાંચ મહાવ્રત જ શ્રમણનું જીવન છે. મહાવ્રતોની સુરક્ષા માટે શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના નિયમો અને ઉપનિયમોનું સંવિધાન કર્યું છે. પાંચ મહાવ્રતોમાં ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રત છે. બ્રહ્મચર્ય સાધનાનો મૂળ હૃદય છે, એની સુરક્ષા સાધનાની સુરક્ષા છે. તેથી આ મહાવ્રતની સુરક્ષા માટે વિવિધ નિયમ અને ઉપનિયમોનું વિધાન છે. આ વિધાનોમાં સાધુના નિવાસ સ્થાન સંબંધી વિધાન આ પ્રકારે છે : દૂ એષણા સમિતિ છે, જે ૯૧૫) Page #413 -------------------------------------------------------------------------- ________________ સાધુના નિવાસ યોગ્ય સ્થાન ઃ ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૧૬મા અધ્યયનની પ્રથમ ગાથામાં સ્પષ્ટ ઉલ્લેખ છે जं विवित्त मणाइण्णं, रहियं इत्थिजणेण य । बम्भचेरस्स रक्खट्ठा, आलयं तु निसेवए ॥ ઉત્તરા., અ-૧૬૫ ગા-૧ મૂળાર્થ : જે સ્થાન મનુષ્ય-સ્ત્રી, પશુ-સ્ત્રી તથા નપુંસકના અભાવવાળું હોય અને એમના આવાગમનથી રહિત હોય અને સ્ત્રીજનથી રહિત હોય, એ સ્થાનને સાધુ બ્રહ્મચર્યની રક્ષા માટે સેવન કરે. ટીકા ઃ આ ગાથામાં સાધુએ આવા વિવિક્ત-એકાંત સ્થાનમાં નિવાસ કરવાનો આદેશ છે, જ્યાં પુરુષ-સ્ત્રી, પશુ-સ્ત્રી અને નપુંસકનો નિવાસ ન હો તથા આકીર્ણતાથી રહિત અર્થાત્ જ્યાં સ્ત્રી વગેરેનો પુનઃ પુનઃ અને અકાલ તથા રાત્રિમાં આવાગમન ન હોય, આવા સંકેત ઉપાશ્રય વગેરેમાં બ્રહ્મચર્યની રક્ષા માટે સાધુ નિવાસ કરે. અહીં ‘આલય’ શબ્દ સામાન્ય વસતિનો બોધક છે. તેથી કોઈપણ સ્થાન હોય પરંતુ ઉક્ત દોષોથી અર્થાત્ મનુષ્યસ્ત્રી, પશુ-સ્ત્રી અથવા નપુંસકથી રહિત એકાંત હોવું જોઈએ, ત્યારે જ સાધુ સમાહિત ચિત્તથી ત્યાં રહી શકે છે. અન્યથા સૂત્રમાં વર્ણિત શંકા અને સંશય ભેદ વગેરે દોષોનું હોવુ સંભાવિત છે. આ ટીકાનું તાત્પર્ય છે આ ગાથામાં ‘આલય' શબ્દ સ્થાન અને વસતિના વાચક છે. ‘નિસેવએ' રહે. સ્થાન કેવું હોવું જોઈએ તેના માટે શાસ્ત્રકારોએ નિવાસસ્થાનના ત્રણ વિશેષણ દીધાં છે, તે આ પ્રકાર છે : પહેલું વિશેષણ છે - ‘વિવિ ં’ અર્થાત્ જે સ્થાનમાં મનુષ્ય જાતિ અને પશુ જાતિની સ્ત્રી અને નપુંસક રહેતાં હોય એવા નિવાસસ્થાનમાં સાધુ ન રહે અથવા જ્યાં સાધુનો નિવાસ હોય, ત્યાં આવા વ્યક્તિ ન રહે. શિષ્ય પ્રશ્ન કરે છે કે - ‘આવી વ્યક્તિ સાધુના નિવાસસ્થાનમાં નિવાસ તો ન કરે, પરંતુ મનુષ્ય-સ્ત્રી કોઈ વસ્તુને મકાનમાં રાખવા માટે અથવા મકાનમાંથી કાઢવા માટે અકાળ(દિવસના અવસાન અથવા રાત્રિના અવસાન કાળ)માં આવાગમન કરે તો શી આપત્તિ છે ?’ આના ઉત્તરમાં બીજું વિશેષણ આપ્યું છે - ‘અનાકીર્ણમ્.' તેનો ટીકાકારે અર્થ કરતાં લખ્યું છે કે - ‘આકીર્ણતાથી રહિત અર્થાત્ જેમાં સ્ત્રી વગેરેનો પુનઃ પુનઃ અકાળમાં આવાગમન ન હોય. આ પ્રકારના એકાંત ઉપાશ્રય વગેરેમાં જ બ્રહ્મચર્યની રક્ષા માટે સાધુ નિવાસ કરે.' પુનઃ પ્રશ્ન કર્યો છે કે - ‘વસ્તુ વગેરેને લઈ જવાની દૃષ્ટિથી તો સ્ત્રી આવાગમન ન કરે પરંતુ જે રીતે દિવસમાં વ્યાખ્યાન વગેરે શ્રવણ કરવામાં આવે છે, તેવી રીતે રાત્રિના સમયમાં પણ વ્યાખ્યાન શ્રવણ અને ધર્મ-ધ્યાન માટે સાધુના નિવાસસ્થાનની સીમામાં સ્ત્રી જાતિ પણ જો વ્યાખ્યાન શ્રવણ અને ધર્મ-ધ્યાન કરે તો શો વાંધો છે ?’ આના ઉત્તરમાં પણ આ મૂળ ગાથામાં ‘રહિયં ઇસ્થિ જણેણ' (રહિત) સ્ત્રી જનેન સ્ત્રીજનથી રહિત - આ ત્રીજું વિશેષણ આપ્યું છે.’ ૯૧૬ જિણઘો Page #414 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે “ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૧૬મા અધ્યયનની પ્રથમ ગાથામાં બ્રહ્મચર્યની રક્ષા માટે એક વિશેષણ નહિ ત્રણ વિશેષણ આપ્યા છે. આ ત્રણે વિશેષણોની સાર્થકતા ત્યારે થઈ શકે છે જ્યાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં સ્ત્રી જાતિનો સાધુના નિવાસસ્થાનમાં પ્રવેશ ન હોય. આવા નિષિદ્ધ સમયમાં સ્ત્રી જાતિનું બ્રહ્મચારી સાધુના મકાનની સીમામાં પ્રવેશ હોવાને લીધે જો સાધુ એનો નિષેધ કરતો નથી અને અનુમોદન કરે છે. “નિશીથ સૂત્ર'માં સાધુને ચાતુર્માસિક દંડ બતાવ્યા છે. આ “નિશીથ સૂત્ર'નો પાઠ નિમ્ન પ્રકારે છે - सूत्रम् : जे भिक्खु राओ वा वियाले वा इत्थिमज्झगए । इत्थिसंसते इत्थिपरिवुडे अपरिमाणयाए । વ૬ હેં હેત વી સાફmડું | - નિશીથ સૂત્ર, ઉ-૮ 7 તા : રાત્રીવા, વિયાત્રે વા-વિશ્વાને વા. तत्र विकालः दिवसावसाने रात्रि प्राग्भावे । रात्र्यवसाने-दिवस प्रागभावे वर्तते । भाष्यम् : राओयवियालेवा, इस्थि मज्झगओ मुणी । पमाणंमइरेगेण कहाओ दोसमावहे ॥१॥ બ્રહ્મચારી સંત વર્ગના નિવાસસ્થાન પર અકાળ દિવસના અવસાન અને રાત્રિના અવસાન કાળમાં તથા રાત્રિના સમયે સ્ત્રી જાતિ માટે આવવું વર્જનીય છે. તેથી આવા અકાળ અને રાત્રિના સમયમાં સ્ત્રી સમુદાયના મધ્યમાં તથા સ્ત્રીથી સંસક્ત અને પરિવૃત્ત ન રહે. આવા પ્રસંગ પર અપરિમિત વાર્તાલાપ પણ ન કરવો. પરિમિત વાર્તાલાપનું તાત્પર્ય કેટલાક આવા પ્રશ્નોત્તરોથી છે. જેમ કે - જે મકાનમાં મુનિરાજ બિરાજે છે, તે મકાનની બહાર સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલાં જો કોઈ બહેન મકાનની સીમાની બહારથી પૂછે છે કે - (૧) “મકાનમાં કોણ છે ?” જો તે સમયે કોઈ ભાઈ ન હોય તો સાધુએ પ્રત્યુત્તર આપવો આવશ્યક છે. તેથી સાધુ ઉત્તર આપે છે કે - “અમે સાધુ છીએ. મકાનમાં રહીએ છીએ.' સ્ત્રી જો પુનઃ પ્રશ્ન કરે કે – (૨) “કયાંથી પધાર્યા છો?” તો સાધુ જવાબ દઈ શકે છે કે - “અમુક ગામથી આવ્યા છીએ.' સ્ત્રી પુનઃ પ્રશ્ન કરે કે – (૩) “તમે કોની આજ્ઞામાં વિચરણ કરતાં અહીં વિરાજો છો ? અને (૪) ક્યાં સુધી વિરાજશો ?' તો સાધુ પુનઃ જવાબ આપી શકે છે કે - “અમે અમુક આચાર્યશ્રીની આજ્ઞાનુવર્તી છીએ અને સંભવતઃ અમે અમુક સમય સુધી અહીં રોકાઈ શકીએ છીએ.” પછી પ્રશ્ન કરે કે – (૫) “શું વ્યાખ્યાન આપશો ?' તો ઉત્તર આપી શકાય છે કે - “સૂર્યોદય પછી વ્યાખ્યાનના સમયમાં યથાવસર વ્યાખ્યાન આપવાની ભાવના છે,” ઈત્યાદિ. આ પ્રકારે જો પ્રશ્નોત્તરનો કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય તો સાધુ દ્વારા અધિકથી અધિક પાંચ પ્રશ્નોનો પ્રત્યુત્તર આપી શકે છે. આ પરિમિત કથન છે. છઠ્ઠો પ્રશ્ન પૂછવાને અપરિમિત ( એષણા સમિતિ જ છે (૧૦) Page #415 -------------------------------------------------------------------------- ________________ કથનની શ્રેણીમાં માનવામાં આવ્યું છે. છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપવો, દોષ સેવન કરવો છે. અર્થાત્ ભંગાદિ રૂપ દૂષણનું સેવન કરવાનું માનવામાં આવ્યું છે યથા - 44 " एक-द्वि-त्रि- चतुः - पंचप्रश्नोत्तररूपमतिक्रम्यषष्ठादिप्रश्नोत्तररूपां कथां कथयति 'कहाओ' कथात एतादृश कथा करणतः दोषं आज्ञा-भंगादि रूपं दूषणं आपद्येत् પ્રાળુયાત્ ।'' જ્યારે છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપવો આજ્ઞા પણ ઉલ્લંઘન વગેરે દોષનું સેવન માનવામાં આવ્યું છે, તો પ્રહર રાત્રિ વ્યતીત થવાથી વ્યાખ્યાન વગેરે કથાઓ કરવી નિતાંત અપરિમિત અને દોષપૂર્ણ છે. તેથી વર્જનીય છે. અપરિમિત કથા કરવાથી એ સ્ત્રીઓનાં માતા-પિતા, પુત્રાદિ, સ્વજન સંબંધીઓના મનમાં શંકા ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ સમજે છે કે આ સાધુ નિર્લજ્જ છે. અકાળમાં તથા રાત્રિમાં સ્ત્રીઓમાં વાર્તાલાપ કરે છે, તેથી લંપટ પણ દેખાય છે. જો એવું ન હોય તો રાત્રિના સમયે સ્ત્રીઓ સાથે વગર વિચારે ચિરકાળ સુધી વાત કેવી રીતે કરી છે ? આ કારણ તે સાધુના પ્રતિ અવિશ્વાસી પણ બની શકે છે અને કુપિત થઈને સાધુને તાડન પણ કરી શકે છે. યથા - આવેશમાં આવીને રાજપુરુષો દ્વારા સાધુઓને પકડવાની ચેષ્ટા પણ કરી શકે છે. અને આ પ્રસંગે સંયમ વિરાધના, આત્મ વિરાધના અને ધર્મની અવહેલનાનું કારણ પણ બની શકે છે. યથા " तेन संयमविराधना आत्मविराधना । धर्मस्य अवहेलना च भवितुमर्हति ॥ " આ રીતે ઘણા દોષોના પ્રસંગથી બચવા માટે સાધુએ રાત્રિ અને વિકાલમાં સ્વયં અપરિમિત કથા કરવી ન જોઈએ. જો કોઈ સાધુ આવું કરે છે તો તેણે એનું અનુમોદન પણ ન કરવું જોઈએ. આ ભાષ્યની ગાથાનું તાત્પર્ય છે. આવા દોષોનું સેવન કરનાર સાધુને પ્રાયશ્ચિત્ત સ્થાન સેવન કરનાર માનવામાં આવ્યું છે. અને તેની શુદ્ધિ માટે ‘ઘાડમ્ભાસિયં પરિહારટ્ઠાળ' ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. જો કોઈ વ્યક્તિ ઉપર્યુક્ત શાસ્ત્રના આશયને ન માનીને કુતર્ક કરે છે કે - ‘સ્ત્રીઓ જેમ દિવસમાં આવે છે તેમ રાત્રિમાં પણ આવે તો શું વાંધો છે ?' આનો ખૂબ જ સહજ પરંતુ તર્કસંગત ઉત્તર છે કે - જે રીતે સાધુના સ્થાન પર સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં સ્ત્રીઓનું ધર્મ-શ્રવણ વગેરેના લાભ લેવા આવવું ઉપયુક્ત અને શાસ્ત્રસંમત માનવામાં આવે તો ઠીક, એ રીતે તર્ક ઉઠાવનારાઓની દૃષ્ટિથી સાધ્વીઓ માટે પણ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ધર્મ-શ્રવણ વગેરે લાભાર્થ આવવું સ્વીકાર કરવું જોઈએ. ધર્મ-લાભ તો સ્ત્રીઓની જેમ સાધ્વીઓ માટે પણ આવશ્યક અને લાભકારી છે અને જ્યારે સંસાર અવસ્થાની સ્ત્રી જાતિ જેના બ્રહ્મચર્યની અધિકતર મર્યાદા નથી, તેના અકાળ અને રાત્રિમાં આવવાથી કોઈ ખતરો પેદા થતો નથી. તો સાધ્વીઓ તો પૂર્ણ બ્રહ્મચારિણી અને પંચ મહાવ્રતધારિણી છે. તેમના અકાળ અને રાત્રિ આવાગમનથી ખતરાની સંભાવના ૯૧૮ જિણધમ્મો Page #416 -------------------------------------------------------------------------- ________________ કેમ થશે ? વગેરે. આ વિષયમાં શાસ્ત્રીય દૃષ્ટિએ ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૧૬મા અધ્યયનની ગાથાનું પ્રમાણ ઉપર અર્થ સહિત આપવામાં આવ્યું છે. જો કોઈ આ નિષિદ્ધ પ્રવૃત્તિનું ઉલ્લંઘન કરે છે, તો “નિશીથ સૂત્રમાં ઉલ્લંઘનનું ચૌમાસી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ઉત્તરાધ્યય'ના અધ્યાય ૩રની ગાથા ૧૩માં કહ્યું છે કે – जहा बिरालावसहस्स मूले, न मूसगाणं वसही पसत्था ।। एमेव इत्थी निलयस्स मज्झे, न बंभयारिस्स खमो निवासो ॥ - ઉત્તરા., અ-૩૨, ગા-૧૩ મૂળાર્થ : જેમ બિલાડીઓના રહેવાના સ્થાનમાં ઉંદરોનું રહેવું પ્રશસ્ત યોગ્ય નથી. આ પ્રકારે સ્ત્રીઓની સમીપ બ્રહ્મચારીએ નિવાસ કરવું ઉચિત નથી. ટીકા : બિલાડીની સમીપ ઉંદરોના રહેવાથી તેમને હાનિ પહોંચવાની સંભાવના રહે છે, તે રીતે સ્ત્રીઓની વસ્તી (નિવાસસ્થાન)માં રહેવાથી બ્રહ્મચારીને હાનિ પહોંચવાની સંભાવના રહે છે. તેથી તેમને ત્યાં રહેવું ઉચિત નથી. સ્ત્રીઓની સાથે પરસ્પર સંભાષણ અને મિલાપથી તેમના બ્રહ્મચર્યમાં દોષ લાગવાની દરેક સમય શંકા રહે છે, તથા અલ્પસત્વવાળા જીવની પતિત હોવાની અધિક સંભાવના રહે છે. તેથી બ્રહ્મચર્યની રક્ષામાં સાવધાન રહેનાર સાધુ એમના સંસર્ગમાં આવવાનું ક્યારે પણ સાહસ ન કરે. અહીં આવસહ’ શબ્દ આલય અને વસ્તીનું વાચક છે. જે રીતે બિલાડીની નજીક ઉંદરોનું રહેવું હિતકર નથી, તે પ્રકારે સ્ત્રી વગેરેની સમીપ રહેવું બ્રહ્મચારી માટે અનેક પ્રકારના દોષોને ઉત્પન્ન કરનાર છે. આ ભાવ ઉપર્યુક્ત ગાથામાં આવેલ પ્રશસ્ત શબ્દથી વ્યક્ત થાય છે. વિવિક્ત સ્થાનમાં રહેતા સાધુની દૃષ્ટિ જો સ્ત્રી પર પડી જાય તો તે સમયે પણ તેને જોવાની મનમાં ઇચ્છા ન કરવી જોઈએ. हत्थपायपलिच्छिन्नं, कण्णनासविगप्पियं । अविवाससयं नारिं, बंभयारी विवज्जए ॥ - દશવૈકા, અ-૮, ગા-૧૬ પદાન્વય સ્થપાયે છિન્ન, - જે સ્ત્રીના હાથ-પગ કપાઈ ગયા હોય અને કણ નાવિજિપ્રિયં - કાન-નાક કપાયેલા હોય અથવા વિકૃત થઈ ગયા હોય, વિવસાયંજે સો વર્ષની પૂર્ણ વૃદ્ધા અને જર્જરિત શરીરવાળી થઈ ગઈ હોય, નારિ - સ્ત્રીઓના સંસર્ગને પણ વંમવાર - બ્રહ્મચારી સાધુ, વિવજ્ઞ- ત્યાગ દે અર્થાત્ સ્ત્રીઓનો સંસર્ગ કદાપિ ન કરે. - જ્યારે આવી વૃદ્ધ અને કુરૂપા નારીનો સંપર્ક પણ શાસ્ત્રકારોએ નિષિદ્ધ કર્યો છે, તો પછી અન્ય નારીઓના વિકાસ અને રાત્રિનો સમય તો નિતાંત નિષેધ છે જ. તેથી પ્રત્યેક સાધકે પોતાના રોકાણ યોગ્ય સ્થાનનું સમ્યગુ નિરીક્ષણ કરવું જોઈએ. [ એષણા સમિતિ ના ૯૧૯) Page #417 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વી જે ઉપાશ્રય-સ્થાનમાં રોકાય તેના સ્વામી તથા વ્યવસ્થાપકના નામ-ગોત્ર જાણી લે અને તેમના ત્યાંથી આહારાદિ ગ્રહણ ન કરે. સ્થાનની અનુમતિ આપનાર ગૃહસ્થ શય્યાતર છે અને તેમના ત્યાં આહાર લેવો પિંડૈષણામાં વર્જનીય બતાવ્યું છે. સાધુ ખુલ્લા સ્થાન અને દરવાજા વગરના સ્થાનમાં રહી શકે છે, પરંતુ સાધ્વીઓ રોકાઈ શકતી નથી. આ પ્રકાર શ-યા - અર્થાત્ ઉપાશ્રય-સ્થાન સંબંધી નિયમોનું પાલન કરવું શષ્યેષણા સમિતિ છે. સાધુ શેષકાળમાં એક સ્થાન પર વધુમાં વધુ ઓગણત્રીસ દિવસ સુધી રહી શકે છે અને સાધ્વીઓ અઠ્ઠાવન દિવસ સુધી. આ કલ્પને પૂરા કર્યા પછી સાધુ બે માસ પહેલાં પાછા એ સ્થાન પર આવવાનું કલ્પતા નથી. આ રીતે સાધ્વીઓએ બે માસનો કલ્પ પૂરો કર્યો હોય તો તેનાથી બમણા સમય સુધી અન્યત્ર વિચરણ કર્યા વગર એ સ્થાન પર પુનઃ આવી શકતાં નથી. આ રીતે શષ્યેષણાના વિભિન્ન નિયમ પ્રતિપાદિત છે. તેનું પાલન કરતા મુનિએ નિર્દોષ સ્થાનની ગવેષણા કરવી જોઈએ અને ગૃહાધિપતિની આજ્ઞાથી યથાકલ્પ યથાવિધિ ત્યાં રોકાવું જોઈએ. અન્ય એષણીય વસ્તુઓ શ્રમણ જીવનમાં આહાર-પાણી અને સ્થાન સિવાય અન્ય વસ્તુઓ પણ ઉપયોગી હોય છે. શાસ્ત્રમાં સાધુ-સાધ્વીઓની ઉપધિમાં ઘણી વસ્તુઓ ગણાવી છે. જેમ કે - રજોહરણ : ઊનથી બનેલું ઉપકરણ, જે સ્થાન, શય્યા, પાટ-પાટલા, ભૂમિ વગેરેનું પ્રમાર્જન કરવામાં આવે છે. મુખવસ્ત્રિકા : એકવીસ આંગળ લાંબા અને સોળ આંગળ પહોળા વસ્ત્રના આઠ પુટ કરીને દોરાથી બંને કાનમાં લગાવીને મુખ પર જે વસ્ત્ર બાંધવામાં આવે છે, તે મુખવસ્ત્રિકા કહેવાય છે. આને બાંધવાથી ભાષાના પુદ્ગલો દ્વા૨ા તથા ઉષ્ણવાયુથી થનારી વાયુકાયની હિંસાથી બચાવ થાય છે, તથા ઊડીને આવતા મચ્છરાદિ જીવ તથા ૨જ વગેરે મુખમાં પ્રવેશ કરતી નથી. ભાષા સંબંધી યતના માટે મુખવસ્તિકા આવશ્યક ઉપકરણ છે. તીર્થંકરની અતિરિક્ત જિનકલ્પી અને સ્થવિરકલ્પી - બધાએ રજોહરણ અને મુખવસ્ત્રિકા આ બે ઉપકરણ તો રાખવાના જ હોય છે. કારણ કે આ બે ઉપકરણોથી સાધુતાની ઓળખ પણ થાય છે અને અહિંસાના મહાવ્રતનું નિર્દોષ રૂપથી પાલન પણ થાય છે. (૩) ચોલપટ્ટક (૪) આહારાદિના માટે પાત્ર (૫) વસ્ત્ર (૬) કામળો (૭) આસન (૮) પાદપોંછન (૯) શય્યા (સ્થાન) (૧૦) સંથારો (વસાવવા માટે પરાળ વગેરે) (૧૧) પીઠ-બાજોઠ વગેરે (૧૨) ફલક-સૂવાના કામમાં આવતો મોટો પાટ (૧૩) પાત્રબંધ (૧૪) પાત્રની નીચે વસાવવાનું વસ્ત્ર (૧૫) પાત્ર-કેસરિકા (પ્રમાર્જની) (૧૬) પટલ-પાત્ર ઢાંકવાનું વસ્ત્ર (૧૭) રજસ્રાણ (પાત્ર પર લપેટવાનું વસ્ત્ર) (૧૮) ગોચ્છક - પાત્ર સાફ કરવાનું કાપડ (૧૯) દંડ (વૃદ્ધાવસ્થા અથવા અશક્તિમાં સહારો મળે તે હેતુ) (૨૦) માત્રક - લઘુનીતિ વગેરે પરઠવાનું પાત્ર. ઉપર્યુક્ત ઉપકરણોમાંથી જે આવશ્યક હોય, એટલા જ લેવામાં આવે છે. સંયમ પાળવા માટે ઉપયોગી ઉપકરણોના સિવાય અધિક ઉપકરણ રાખવાં. અધિકરણ માનવામાં આવે છે. જે જેટલી ઓછી ઉપધિ રાખે છે તે તેટલા જ લઘુભૂત અને નિર્મળ ચારિત્રવાળા થાય છે. ૯૨૦) T જિણધમ્મો Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન કાળમાં જ્ઞાન કંઠસ્થ હતું અને તેથી ગ્રંથાદિ ઉપધિમાં ગણાતું ન હતું. પરંતુ પછી લેખનસામગ્રીનો ઉપયોગ થવાના કારણે સાધુઓની કૃતિ-સ્મૃતિમાં કાળના પ્રભાવથી કમી આવવા લાગી. તેથી પૂર્વાચાર્યોએ આગમોની સુરક્ષા-હેતુ લેખનને અપનાવ્યું અને શાસ્ત્ર લખાવા લાગ્યા. સાધુજન એ ગ્રંથોની પણ ઉપધિના રૂપમાં પોતાની પાસે રાખવા લાગ્યા. તેથી ગ્રંથાદિ પણ મુનિની ઉપધિમાં સંમિલિત માનવામાં આવે છે. મુનિ આવશ્યકતા પડવાથી ગૃહસ્થીઓ પાસેથી એવી સામગ્રી પણ લે છે જે કામ થતાં જ ગૃહસ્થોને પાછી આપવામાં આવે છે. આવી વસ્તુઓને ‘પાણ્ડિારિય’ કહે છે. કેંચી, સોય, ચાકુ, પેન, મકાન, પાટ, બાજોઠ વગેરે સામગ્રી જે મુનિ પ્રયોજનવશ પાછી આપવા માટે લે છે તે પાડિહારિય ઉપધિ છે. ઉક્ત રીતિથી મુનિ સંયમી જીવન માટે ઉપયોગી વસ્તુઓનું ગ્રહણ કરે છે, તેને ગ્રહણ કરવામાં અને ઉપયોગ કરવામાં કોઈ પ્રકારની હિંસા અથવા વિરાધના ન થાય, તે માટે એષણાના નિયમ બનાવ્યા છે. એષણા સમિતિનું સારી રીતે ધ્યાન રાખનાર મુનિ નિર્દોષ ચારિત્રનો પાલક છે. ૪ આદાન નિક્ષેપ સમિતિ : વસ્તુઓને રાખવા અને ઉઠાવવામાં એવી સાવધાની રાખવી જોઈએ જેનાથી કોઈ સૂક્ષ્મ અથવા સ્થૂળ જીવની વિરાધના ન થાય. આદાન-નિક્ષેપ સમિતિ છે શ્રમણ પોતાની ઉપધિને, વસ્ત્ર-પાત્રાદિને આંખ દ્વારા જોઈને અને રજોહરણ અથવા પ્રમાર્જની દ્વારા પ્રમાર્જન કરી રાખે અથવા ઉઠાવે. આવું કરવાથી આ આદાન નિક્ષેપ સમિતિનું પાલન થાય છે. સાધુની પાસે બે પ્રકારના ઉપકરણ હોય છે - (૧) ઔધિક : જે સદા ઉપયોગમાં આવે છે. યથા મુખવસ્ત્રિકા, રજોહરણાદિ. (૨) ઔપગ્રહિક ઃ જે ક્યારેક ઉપયોગમાં આવે છે. જેમ કે - પાટલા વગેરે. આ બંને પ્રકારનાં ઉપકરણોને યતત્તાપૂર્વક પ્રતિલેખન-પ્રમાર્જન કરી રાખવું અને ઉઠાવવા જોઈએ. અહિંસાના આરાધકે આ વાતની વાત-વાત પર સાવધાની વર્તવી જોઈએ કે એમના દ્વારા ક્યાંક કોઈ જીવની વિરાધના ન થઈ જાય. તેથી ખૂબ જ યતના અને સાવધાનીથી વસ્તુને ઉઠાવે છે અને રાખે છે. ઉઠાવવા અને રાખવામાં જો કોઈ અસાવધાની અને અવિવેક વર્તાઈ જાય તો જીવ વિરાધના થયા વગર રહેતી નથી. પ્રતિલેખનાના ૨૫ પ્રકાર બતાવવામાં આવ્યા છે : વસ્ત્ર વગેરેના ત્રણ ભાગ કલ્પિત કરીને પ્રત્યેક વિભાગ ઉપર, મધ્ય અને નીચે આ પ્રકારે ત્રણે જગ્યાએ જોવા. આ ૩X૩=૯ ખોડા થયા. આ રીતે વસ્ત્ર વગેરેને પલટાવીને બીજી તરફ જોવાની અપેક્ષાએ ૧૮ ભેદ થયા. આવા જીવાદિની શંકા હોય તો ત્રણ આગળના અને ત્રણ પાછળના આ છ વિભાગોને પ્રમાર્જન કરે. આ છ પુરિમા છે. આ બધા મળીને ૨૪ ભેદ થયા. પ્રતિલેખનમાં શુદ્ધ ઉપયોગ રાખવો પચીસમો ભેદ છે. પ્રતિલેખનામાં શુદ્ધ ઉપયોગ રાખવો આવશ્યક છે, નહિતર તે સમ્યક્ પ્રતિલેખના થઈ શકતી નથી. કહેવાયું છે - એષણા સમિતિ ૯૨૧ Page #419 -------------------------------------------------------------------------- ________________ पडिलेहणं कुणंतो, मिहो कहं कुणई जणवयकहं वा । देइ व पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥ पुढवी आउक्काएते ऊवाऊवणस्सइ ताणं । પંડિતે ળા-પમત્તો, छहंपि विराहओ होइ ॥ - ઉત્તરા., અ-૨૬, ગા-૨૯/૩૦ પ્રતિલેખન કરતા સમયે પરસ્પર વાર્તાલાપ કરવો, દેશ-વિદેશની ચર્ચા કરવી, પ્રત્યાખ્યાન કરવું, વાચન કરવું અને વાચના આપવી નિષિદ્ધ છે, કારણ કે જો પ્રતિલેખનામાં પ્રમાદ કરે છે અથવા અસાવધાન હોય છે, તે ષટકાય જીવોનો વિરાધક માનવામાં આવે છે. આ સમિતિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી ચાર ભેદ હોય છે : દ્રવ્યથી : વસ્તુઓને યતનાપૂર્વક ગ્રહણ કરે છે અને યતનાપૂર્વક રાખે. ક્ષેત્રથી : પોતાની ઉપધિને ગૃહસ્થને ઘર રાખીને વિહાર ન કરે. કાળથી : પ્રાતઃકાળ અને સાયંકાળ બંને સમય વસ્ત્ર-પાત્રાદિની પ્રતિલેખના કરે. પ્રતિલેખનાના સમયે મન એમાં જ લગાવવું. ભાવથી : ઉપકરણો પર મમત્વ ન રાખતા ઉપયોગપૂર્વક તેને ગ્રહણ કરે અને રાખે. ૪ પરિષ્ઠાનિકા સમિતિ : ત્યાગવા યોગ્ય મળ, મૂત્ર, કફ, નાકનો મેલ વગેરે વસ્તુઓને અચિત્ત સ્થાન પર અને ઉચિત સ્થાન પર યતત્તાપૂર્વક ત્યાગવું જોઈએ. આને પરિષ્ઠાનિકા સમિતિ અથવા ઉત્સર્ગ સમિતિ કહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી આના ૪ ભેદ છે : (૧) દ્રવ્યથી : ત્યાગવા યોગ્ય વસ્તુઓ એવી ઊંચી જગ્યા પર ન નાંખે જ્યાંથી નીચે પડે અથવા વહે. આવી વસ્તુ નીચી જગ્યાએ પણ ન નાંખે જ્યાં એકત્ર થઈને રહી જાય. એવી અપ્રકાશિત જગ્યાએ પણ ન નાંખે, જ્યાં જીવ-જંતુ દેખાય નહિ. આવી જગ્યાએ પણ ન નાંખે જ્યાં કીડીઓના દર હોય, અનાજના દાણા હોય, અન્ય જીવ-જંતુઓ હોય, પરંતુ જીવ-જંતુઓથી રહિત ભૂમિને સારી રીતે જોઈને યતત્તાપૂર્વક ત્યાગ કરવો. (૨) ક્ષેત્રથી : જેની તે જગ્યા હોય, તેના સ્વામીની આજ્ઞા લઈને પરઠે, જો સ્વામી ન હોય તો અને કોઈ પ્રકારના ક્લેશની આશંકા ન હોય તો ત્યાં શક્રેન્દ્રની આજ્ઞા લઈને પરઠી દે. (૩) કાળથી : દિવસમાં સારી રીતે દેખભાળ કરી નિરવદ્ય ભૂમિમાં પરઠે અને રાત્રિના સમયે, પહેલા દિવસમાં જોયેલી ભૂમિ પર પ્રમાર્જન કરી પરઠવું. (૪) ભાવથી : શુદ્ધ ઉપયોગપૂર્વક યતનાથી પરઠવું. પરઠવા જવાના સમયે ‘આવસહિ’ (આવશ્યક કાર્ય માટે જઉં છું) શબ્દનો ત્રણ વાર ઉચ્ચાર કરો. પરઠતા સમયે ‘અનુનાળä મે મિડદું ' બોલવું. પરઠ્યા પછી ‘વોસિરામિ' (આ વસ્તુથી હવે મારું કોઈ પ્રયોજન નથી). શબ્દને ત્રણ વાર બોલવું. પરઠીને જ્યારે આપણા સ્થાન પર પાછા આવો ત્યારે ‘નિસ્સદ્દી’ (કાર્યથી નિવૃત્ત થયો છું). શબ્દનો ત્રણવાર ઉચ્ચાર કરો. પછી ‘ફરિયાવહિયં’ આદિનો ધ્યાનપૂર્વક પ્રતિક્રમણ કરો. આ પ્રકારે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ રૂપ અષ્ટ પ્રવચન માતાની સમ્યગ્ આરાધના કરવાવાળા મુનિ શુદ્ધ સંયમી હોય છે. ૯૨૨ જિણધમ્મો Page #420 -------------------------------------------------------------------------- ________________ K ( દસ પ્રકારના ધર્મ) સંવર તત્ત્વની અંતર્ગત ક્રોધ વગેરે આસ્ત્રવોના નિરોધ-હેતુ ક્ષમા વગેરે દસ પ્રકારના ઉત્તમ ધર્મ અથવા યતિધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે એ છે - खंती मुत्ती य अज्जव-मद्दव लाघव सच्चं । संजम-तव चियाए, बंभचेरगुत्तीओ ॥ અર્થાત્ ૧. ક્ષમા, ૨. નિલભતા, ૩. સરળતા, ૪. નિરભિમાનિતા, ૫. લઘુતા, ૬. સત્ય, ૭. સંયમ, ૪. તપ, ૯. ત્યાગ અને ૧૦. બ્રહ્મચર્ય - એ દસ શ્રમણ ધર્મ કે યતિધર્મ કહેવાય છે - धतिक्षमादमोऽस्तेय - शौचमिन्द्रियनिग्रहः । धैर्यविद्यासत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥ - મનુસ્મૃતિ ૬-૨૩ મનુજીએ ધર્મનાં દસ લક્ષણો બતાવ્યા છે - ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય અને અક્રોધ. “તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - 'उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्मः' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૯, સૂત્ર-૬ ક્ષમા વગેરે દસ પ્રકારના ધર્મ જ્યારે અહિંસા વગેરે મૂળ ગુણો અને આહાર શુદ્ધિ વગેરે ઉત્તર ગુણોના પ્રકર્ષથી યુક્ત થાય છે ત્યારે તે યતિધર્મ બને છે. એનો અભિપ્રાય એ છે કે ક્ષમા વગેરે ધર્મ જ્યારે મૂળોત્તર ગુણયુક્ત હોય છે ત્યારે યતિધર્મ થાય છે, અન્યથા તે સામાન્ય ધર્મની શ્રેણીમાં થાય છે. વ્રતોની સાથે ક્ષમા વગેરે ધર્મની આરાધના થાય છે, ત્યારે તે ઉત્તમ ધર્મની શ્રેણીમાં આવે છે. ૧. ક્ષમા : કષાય આત્મા માટે સર્વાધિક ઘાતક છે, અને કર્માસ્ત્રવનું મુખ્ય કારણ છે. એમની દ્વારા થનારા કર્માસ્ત્રવોને રોકવા માટે ક્ષમા વગેરે સંવર ધર્મને અપનાવવો આવશ્યક છે. ક્રોધને રોકવા માટે ક્ષમાનું આલંબન લેવું જરૂરી છે. ક્રોધની આગ ક્ષમાથી બુઝાય છે. ક્ષમાનો અર્થ છે – સહનશીલ હોવું અર્થાત્ ક્રોધ પેદા ન થવા દેવો અને ઉત્પન્ન ક્રોધને વિવેક અને નમ્રતાથી નિષ્ફળ કરી નાખવો. અપકાર કરનારના અપકારનો બદલો લેવાની શક્તિ હોવા છતાંય જે ક્ષમા કરે છે, એ જ ક્ષમાશીલ છે. પોતાની કમજોરી(દુર્ગુણ)ના કારણે પ્રતિકાર ન કરવો ક્ષમા નથી, કાયરતા છે. એવા કાયર પુરુષના મનમાં બદલાની ભાવના હોય છે અને ઉપરથી ક્ષમાનું કૃત્રિમ આવરણ હોય છે. જિન શાસનમાં આને ક્ષમા નથી કહ્યો. અપકારક પ્રત્યે જરા પણ દુર્ભાવ ન રાખતા જે સહનશીલતા રાખવામાં આવે છે, એ જ સાચી ક્ષમા છે. [દસ પ્રકારના ધર્મો છે અને ૯૨૩) Page #421 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાની સાધનાનાં પાંચ ઉપાયો છેઃ (૧) પોતાનામાં ક્રોધના નિમિત્ત હોવા કે ન હોવાનું ચિંતન કરવું, (૨) ક્રોધના દોષોનો વિચાર કરવો, (૩) બાલસ્વભાવનું ચિંતન કરવું, (૪) પોતાના પૂર્વકૃત કર્મનો વિચાર કરવો અને (૫) ક્ષમાના ગુણોનું ચિંતન કરવું. (૧) ક્રોધના નિમિત્તનું ચિંતન : કોઈ ક્રોધ કરે તો એનાં કારણોને પોતાનામાં શોધવાં. ક્રોધ કરનાર જે કંઈ બોલે છે, જે દોષ બતાવે છે, જો તે પોતાનામાં હોય તો એવો વિચાર કરવો કે એની વાત સત્ય છે, ભૂલ મારી છે તો સામેવાળા પર ક્રોધ કરવાની કે ખોટું લગાડવાની શું વાત છે? એ તો જે મારામાં જે, એ જ કહી રહ્યા છે ને ? કદાચ પોતાનામાં તે દોષો ન હોય તો વિચારવું જોઈએ કે તે બિચારો અજ્ઞાનવશ મારી ભૂલ કાઢે છે. આમ, ક્રોધનાં નિમિત્તોને પોતાનામાં શોધવાથી ક્ષમા-ભાવનાની આરાધના હોય છે. (૨) ક્રોધના દોષોનો વિચાર : ક્રોધ એક અપૂર્વ અગ્નિ છે, જે અંતરંગને સળગાવે (બાળ) છે. સામાન્ય અગ્નિ બીજાઓને બાળે છે, પરંતુ આ ક્રોધાગ્નિ તો પહેલાં સ્વયંને બાળે છે, બીજાઓને બાળે કે ન પણ બાળે. ક્રોધાવિષ્ટ વ્યક્તિ પોતાની બાહ્ય અને આંતરિક બંને દૃષ્ટિઓને ખોઈ બેસે છે. તેથી ક્રોધ ભયંકર અંધકાર છે. ક્રોધ એક અપૂર્વ ભૂત કે ગ્રહ છે, જે જન્મ-જન્માંતરમાં અનિષ્ટ કરનાર છે. આમ, ક્રોધનાં દુષ્પરિણામોનું ચિંતન કરવાથી ક્રોધનો નિગ્રહ કરવામાં સહાયતા પ્રાપ્ત થાય છે. (૩) બાળ સ્વભાવનું ચિંતન : કોઈ પીઠ પાછળ નિંદા કરે તો એવું ચિંતન કરવું કે આ બાળ અજ્ઞાનીજનોનો સ્વભાવ જ છે. એમાં નારાજ થવાની શું વાત છે? આ ખુશીની વાત છે કે બિચારો પીઠ પાછળ નિંદા કરે છે, સામે તો નથી આવતો. જ્યારે કોઈ સામે આવીને ગાળ દે તો વિચારવું જોઈએ કે આ બાળ પોતાના સ્વભાવનુસાર એવું કરી રહ્યો છે, એનાથી વધુ તો કંઈ નથી કરી રહ્યો. ગાળ જ આપી રહ્યો છે મારતો તો નથી. એ જ રીતે જ્યારે કોઈ પ્રહાર કરે તો ઉપકાર માનવો જોઈએ કે આ પ્રહાર જ કરી રહ્યો છે, પ્રાણમુક્ત તો નથી કરી રહ્યો. જો કોઈ પ્રાણમુક્ત કરે ત્યારે ધર્મભ્રષ્ટ ન કરવાનો લાભ માનીને પ્રસન્ન થવું જોઈએ. આમ, બાળ સ્વભાવના ચિંતનથી ક્રોધ કષાય પર વિજય પ્રાપ્ત થાય છે અને ક્ષમા ગુણ(ધર્મ)ની પુષ્ટિ થાય છે. . (૪) પૂર્વકૃત કર્મનું ચિંતન : જ્યારે કોઈ પોતાના પ્રતિ ક્રોધ કરે તો એ વિચારવું જોઈએ કે એમાં આ બિચારાનો કોઈ દોષ નથી. આ તો પોતાના પૂર્વકૃત કર્મનું પરિણામ છે, બીજું તો માત્ર નિમિત્ત માત્ર હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પર પથ્થર ફેંકે તો પથ્થર પર ક્રોધ કરવો નિરર્થક છે, કારણ કે એમાં પથ્થરનો દોષ નથી. એ તો નિમિત્ત માત્ર છે. એ જ રીતે અસલી દુઃખ આપનાર તો મારું પોતાનું પૂર્વકૃત કર્મ છે. સામેવાળી વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે. એના પર ક્રોધ કરવો નિષ્ફળ છે. આ રીતનું ચિંતન કરવાથી ક્રોધનું શમન થાય છે. (૫) ક્ષમાના ગુણોનું ચિંતન કરવું ? ક્રોધના નિમિત્ત ઉપસ્થિત થવાથી, ક્ષમાના ગુણોનું ચિંતન કરવાથી ક્રોધનો નિગ્રહ થઈ જાય છે. કોઈ ક્રોધ કરે ત્યારે એ વિચારવું કે (૨૪) એજી છે આ તો છે જ જિણધો] Page #422 -------------------------------------------------------------------------- ________________ ‘ક્ષમા ધારણ કરવાથી ચિત્ત સ્વસ્થ રહે છે, તેથી તું ક્ષમા ધારણ કર.' ક્ષમા રૂપી શત્રુ જેના હાથમાં છે, દુર્જન એનું શું બગાડી શકે છે ? ક્ષમાની શીતળ જળધારા અંતઃકરણને શાંતિથી આપ્લાવિત કરે છે. ક્ષમા અંતઃકરણના તાપને શાંત કરે છે. આમ, ક્ષમાના ગુણોનું ચિંતન કરવાથી હૃદય આટ્લાદિત થાય છે અને ક્રોધની ઉત્પત્તિ જ નથી થઈ શકતી. ઉક્ત પાંચ વિધિઓથી ક્ષમાધર્મની આરાધના થાય છે. ક્રોધ આસ્રવનો નિરોધ થાય છે. તેથી ક્ષમાને ધર્મનું પ્રથમ લક્ષણ માનવામાં આવ્યું છે. ૨. મુક્તિ (નિર્લોભતા) : ધર્મનું બીજું લક્ષણ મુક્તિ છે. મુક્તિ અર્થાત્ શૌચ કે નિર્લોભતા છે. લોભ કષાયના નિગ્રહ માટે મુક્તિ રૂપ સંવર-ધર્મ આવશ્યક છે. ‘લોભ પાપનો બાપ છે.’ આ લોકોક્તિમાં સત્યાંશ રહેલ છે. લોભ બધા સદ્ગુણોને નષ્ટ કરી દે છે. બધા ગુણોમાં ઔચિત્ય ગુણને મનીષિઓ અને નીતિકારોએ શ્રેષ્ઠ બતાવ્યો છે. ઔચિત્યનો અર્થ છે દાન દ્વારા કે પ્રિય વચનો દ્વારા બીજાને સંતુષ્ટ કરવો. ઔચિત્ય ગુણ વિના ગુણોની રાશિ વિષ- તુલ્ય પ્રતીત થાય છે. નિર્લોભતાથી જ ઔચિત્ય ગુણની પ્રાપ્તિ થાય છે. શૌચની પ્રશંસા કરતાં કહેવામાં આવ્યું છે - निर्लोभतां भगवती मभिवन्दाम મુહુઃ । यत्प्रसादात् सत्तां विश्वं शश्वद् भातीन्द्रजालवत् ॥ - અણગાર ધામૃત, ૬-૩૦ જેની કૃપાથી શુદ્ધોપયોગમાં નિષ્ઠ સાધુઓને એ ચરાચર જગત હંમેશાં ઇન્દ્રજાળ તુલ્ય પ્રતીત થાય છે, એ ભગવતી નિર્લોભતાને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ. ધર્મનાં સાધનો તથા શરીર સુધીમાં આસક્તિ ન રાખવી, એવી નિર્લોભતા શૌચ ધર્મ છે. ૩. આર્જવ (સરળતા) : માયા-કષાયની નિવૃત્તિ માટે આર્જવ ધર્મની આરાધના ઉપયોગી છે. મનમાં કંઈક, વચનમાં કંઈ અને વ્યવહારમાં કંઈ - આમ, મન-વચન-કાયાની કુટિલતાનું નામ માયા છે. આ માયા સંસારવ્યાપી છે, વિરલા જ નિર્મળ હૃદય પુરુષ એના ફંદાથી બચેલા છે. સ્વાર્થી દુનિયા પોતાની સ્વાર્થ-સિદ્ધિ-હેતુ, માયાચારનો ખુલ્લી રીતે પ્રયોગ કરે છે. દુનિયાને ઠગવા માટે દુર્જન પણ સજ્જનનો વેશ ધારણ કરે છે, ચોર-ડાકૂ-સાધુના વેશમાં ફરે છે, બનાવટી ક્રોધ કરીને પણ લોકો પોતાનું કામ કાઢી લે છે. જેનાથી કામ નથી નીકળતું એ ગુણી વ્યક્તિને દોષ અને જેનાથી પોતાનો મતલબ હલ (ઉકેલ) થાય છે એ દોષી વ્યક્તિને પણ ગુણી બતાવે છે. આ બધો માયાચાર છે. આ પ્રકારના માયાચારનો જે સરળતાથી મન-વચન-કાયાની એકરૂપતાથી જીતે છે - તે જ મુક્તિના માર્ગમાં આગળ વધે છે. કહ્યું છે - दुस्तरार्जवनावा यैस्तीर्णा मायातरगिंणी । इष्टस्थानगतौ तेषां कः शिखण्डी भविष्यति ॥ દસ પ્રકારના ધર્મ - અણગાર ધર્મામૃત, ૬-૨૨ ૯૨૫ Page #423 -------------------------------------------------------------------------- ________________ જેમણે આર્જવ રૂપી નાવ દ્વારા દુસ્તર માયારૂપી નદીને પાર કરી લીધી છે, એમના ઇષ્ટ સ્થાન સુધી પહોંચવામાં કોણ બાધક થઈ શકે છે ? જે ત્રણ લોકોને પોતાના ઉદરમાં રાખનાર માયાના હૃદયને વિદીર્ણ કરી દે છે, તે સરળ સ્વભાવી લોકોત્તર સાધુ જયશીલ હોય છે, એમનું પદ સૌથી ઉત્કૃષ્ટ હોય છે. ૪. માર્દવ (નિરભિમાનિતા) : માન-કષાયની નિવૃત્તિ માટે માર્દવ ગુણને અપનાવવો જોઈએ. ચિત્તમાં મૃદુતા અને વ્યવહારમાં પણ નમ્રવૃત્તિનું હોવું માર્દવ ગુણ છે. અભિમાનનો કાંટો માર્દવ ગુણથી જ નીકળે છે. મનુષ્યને જ્યારે પુણ્યના યોગથી શ્રેષ્ઠ જાતિ, કુળ, રૂપ, ઐશ્વર્ય, બુદ્ધિ, તપ, લાભ અને શક્તિની પ્રાપ્તિ થઈ જાય છે, તો તે ગર્વ(અભિમાન)ના માર્યા ફુલાઈ જાય છે, પરંતુ એણે વિચારવું જોઈએ કે એ બધી ચીજો વિનશ્વર છે, અશાશ્વત છે, બદલનારી છે. ઝૂલાની જેમ મનુષ્યની સ્થિતિઓ ઊંચી-નીચી થતી રહે છે, તેથી ન ઉચ્ચ સ્થિતિમાં અભિમાન ન કરવું જોઈએ અને ન નિમ્ન સ્થિતિમાં દીન બનવું જોઈએ. અભિમાનરૂપી પર્વતને માર્દવરૂપી વજથી ભેદી નાખવો જોઈએ. માર્દવ-ધર્મની ભાવનાથી ગર્વ દબાઈ જાય છે. માર્દવ ભાવનાથી યુક્ત શિષ્યો ઉપર ગુરુની કૃપા રહે છે. એનાથી તે સમ્યગુજ્ઞાન વગેરેનું પાત્ર હોય છે. સમ્યગુજ્ઞાનનું પાત્ર હોવાથી સ્વર્ગ અને મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. ૫. લઘુતા : સામાન્ય નદીને પાર કરવા માટે પણ અલ્પથી અલ્પ (ઓછામાં ઓછા) ભારવાળી વસ્તુ જ રાખવામાં આવે છે. ભારે વસ્તુ નહિ. તો સંસારસાગરને પાર કરવા માટે આત્મામાં કેટલું હલકાપણું આવવું જોઈએ. આત્મા જેટલો લઘુભૂત હશે, કર્મભારથી હલકો હશે, એટલી શીઘ્રતાથી સંસારસાગરને પાર કરી શકાશે. આત્મામાં એ હલકાપણું અપરિગ્રહ દ્વારા આવે છે. મમત્વ ભાવ છોડવાથી અપરિગ્રહત્વ આવે છે અને અપરિગ્રહત્વથી આત્મામાં લાઘવ ગુણ પ્રગટ થાય છે. આત્મા પર પરિગ્રહનો ઘણો મોટો ભાર છે. જેમ તુંબડા ઉપર માટીનો ભાર ચડેલો રહે છે, તો તે અથાહ (ઊંડા) પાણીમાં ડૂખ્યો રહે છે. જેમ-જેમ એ ભાર હટી જાય છે તેમ-તેમ તુંબળું હલકું થતું જાય છે અને સર્વથા ભારમુક્ત હોવાથી પાણીની ઉપર આવીને તરવા લાગે છે. ઠીક એ જ રીતે આત્મા પરિગ્રહના ભારથી મુક્ત થવાથી હલકો થઈ જાય છે અને સંસારસાગરને પાર કરી લે છે. પરિગ્રહથી થનારા આમ્રવના નિરોધ માટે એ લાઘવ ધર્મ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં સાંસારિક પદાર્થો પ્રત્યે જેટલી ઊંડી આસક્તિ અને મમતા હોય છે, એટલો જ આત્મા ભારે થાય છે. માનવની આ અજ્ઞાનતા જ છે, જે તે આ તન-ધન-જન વગેરેને પોતાનો માને છે. વાસ્તવમાં ન તન પોતાનું છે, ન ધન પોતાનું છે અને ન સ્વજન વગેરે અપનાવે છે. એ બધા બહારના સંયોગ માત્ર છે. જેમ રાતમાં પક્ષી અલગ-અલગ દિશાઓમાં આવીને એક વૃક્ષ ઉપર ભેગા થઈ જાય છે અને સવાર થતાં જ ઊડી જાય છે, એમ જ પરિવારજનોનો સંબંધ પણ ક્ષણિક માત્ર છે અને માત્ર સંયોગજન્ય છે. ધન અને શરીરને પોતાના માનવા સ્વયંને વિશ્વાસઘાત આપે છે. જો પોતાના હોત તો પોતાના કહેવામાં ચાલતા, પોતાને અધીન (૨૬) DOOOOOOOOOOOX જિણધર્મોો] Page #424 -------------------------------------------------------------------------- ________________ થતાં. પરંતુ દેખતાં-દેખતાં ધન ચાલ્યું જાય છે અને શરીર પણ રોગોનું ઘર બનીને દગો દઈ જાય છે. તેથી વિવેકીજન કોઈ બાહ્ય પદાર્થમાં મમત્વ નથી કરતો અને લઘુભૂત થઈને વિચરે છે. લાઘવ ધર્મ દ્વારા પરિગ્રહના પાપથી મુક્તિ મળે છે. તેથી લાઘવ ઉત્તમ ધર્મ છે. ૬. સત્ય : સપુરુષો માટે હિતકારી તથા યથાર્થ વચન બોલવું સત્ય ધર્મ છે. આગમમાં સત્ય મહાવ્રત, ભાષા સમિતિ અને સત્ય ધર્મ આ રીતે સત્યના ત્રણ રૂપ મળે છે. એમાં અંતરને સ્પષ્ટ કરે છે - અસત્ય વિરતિ રૂપ મહાવ્રતમાં સમશીલ સંતપુરુષોની સાથે કે અન્ય વ્યક્તિઓ સાથે અધિક વચન બોલવું, પણ સત્ય મહાવ્રત છે. પ્રત્યેક વ્યક્તિ સાથે બોલચાલમાં વિવેક રાખવો, પરિમિત વચન બોલવું ભાષા સમિતિ છે અને સમશીલ સંતપુરુષો સાથે અધિ વચન બોલવું પણ સત્ય ધર્મ છે. ભાષા સમિતિમાં પ્રત્યેક વ્યક્તિ સાથે પરિમિત વચન બોલવું નિહિત છે, જ્યારે સત્ય ધર્મમાં સંતજનો કે ભક્તજનોને ઉપદેશ આપતાં વધુ બોલવાની પણ અનુજ્ઞા છે. ૭. સંયમ : મન, વચન અને કાયાનું નિયમન કરવું અર્થાત્ એમની પ્રવૃત્તિમાં યતના કરવી સંયમ છે. સંયમનો અર્થ ઉપરંભ પણ થાય છે. રાગ-દ્વેષ રહિત થઈને સમભાવમાં રમણ કરવું ઉપરંભ છે. અથવા આસ્રવ દ્વારોથી વિરતિ થવી ઉપરંભ છે. અસંયમથી થનારા આસ્ત્રવોને રોકવો સંયમ-ધર્મ છે. સંયમના સત્તર પ્રકારો વિશેષરૂપથી પ્રસિદ્ધ છે. ૫ ઇન્દ્રિયોના નિગ્રહ, ૫ અવ્રતોનો ત્યાગ, ૪ કષાયોનો જય તથા મન, વચન અને કાયાની વિરતિ - આ રીતે સંયમના ૧૭ ભેદ થાય છે. બીજી તરફથી પણ સંયમના સત્તર ભેદ માનવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે : સંચમના સત્તર ભેદ (૧) પૃથ્વીકાય સંયમ : પૃથ્વીકાયના જીવોની હિંસાથી વિરતિ. (૨) અપકાય સંયમ : જળના જીવોની હિંસાથી વિરતિ. (૩) તેજસ્કાય સંયમ : અગ્નિના જીવોની હિંસાથી વિરતિ. (૪) વાયુકાય સંયમ : હવાના જીવોની હિંસાથી વિરતિ, (૫) વનસ્પતિકાય સંયમ : વનસ્પતિના જીવોની હિંસાથી વિરતિ. (૬) હીન્દ્રિય સંયમ : બે ઇન્દ્રિયવાળા જીવોની હિંસાથી વિરતિ. (૭) શ્રીન્દ્રિય સંયમ ઃ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોની હિંસાથી વિરતિ, (૮) ચતુરિન્દ્રિય સંયમ : ચાર ઇન્દ્રિયવાળા જીવોની હિંસાથી વિરતિ. (૯) પંચેન્દ્રિય સંયમ પાંચ ઇન્દ્રિયવાળા જીવોની હિંસાથી વિરતિ. (૧૦) અજીવ કાય સંયમ : વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિને યતનાપૂર્વક ગ્રહણ કરવા, યતનાપૂર્વક રાખવા કે ઉઠાવવા, યતનાપૂર્વક વિવેક સાથે એમનો ઉપયોગ કરવો. (૧૧) પ્રેક્ષા (પેટા) સંયમ : કોઈપણ વસ્તુને બરાબર આંખોથી જોઈને કામમાં લેવી. વગર જોયે વસ્તુઓનો ઉપયોગ ન કરવો પેહા સંયમ છે. [દસ પ્રકારના ધમ000000000000000 (૯૨૦) Page #425 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ઉપેક્ષા સંયમ મનોજ્ઞ-અમનોજ્ઞ પદાર્થોમાં કે પ્રસંગોમાં રાગ-દ્વેષ ન કરતાં ઉપેક્ષાભાવ (માધ્યસ્થવૃત્તિ) રાખવો. (૧૩) પ્રમાર્જના સંયમ : અપ્રકાશિત સ્થાનમાં તથા રાતમાં રજોહરણથી ભૂમિનું પ્રમાર્જન કરીને પ્રયોજન થવાથી આવાગમન કરવું. વસ્ત્ર-પાત્ર કે શરીર વગેરે ઉપર જીવની શંકા થવાથી પૂંજનીથી પ્રમાર્જન કરવું. (૧૪) અપહત્ય સંયમ : ત્યાગવા યોગ્ય પદાર્થોને આ રીતે ત્યાગો, જેનાથી કોઈ જીવને વિરાધના ન થાય. આને પરિઠાવણિયા સંયમ પણ કહે છે. (૧૫) મનઃ સંયમ : મનની અશુભ પ્રવૃત્તિઓથી વિરતિ. (૧૬) વચન સંયમ : વાણીના અશુભ વ્યવહારથી વિરતિ. (૧૭) કાય સંયમ : શરીરની અશુભ ક્રિયાઓથી વિરતિ. ઉક્ત સત્તર પ્રકારના સંયમમાં બધા પ્રકારની અવિરતિઓથી નિવૃત્તિનો સમાવેશ થઈ જાય છે. બધા પ્રકારની અવિરતિઓથી દૂર જવું જ સંયમ છે અને એ જ જીવન છે. કહ્યું છે - “સંયમ: 7 નવમ્ !' ૮. તપઃ કર્મ ગ્રંથિઓને તપાવવા માટે જે આત્મ-દમન રૂપ સાધના કરવામાં આવે છે, તે તપ છે, તપના બે ભેદ કરવામાં આવ્યા છે - બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપના ૬ ભેદ છે - અનશન, ઉણોદરી, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતા. આત્યંતર તપના ૬ ભેદ છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એના સિવાય અન્ય પણ અનેક પ્રકારનાં તપ છે - જેમ કે યવમધ્ય, વજમધ્ય, રત્નાવલી, કનકાવલી વગેરે. એમનું વર્ણન તપના પ્રકરણમાં આવશે. ૯. ત્યાગ : વિષયોમાં કે પદાર્થોમાં આસક્તિને છોડવી ત્યાગ છે. બાહ્ય વિષયો અને પદાર્થોનો ત્યાગ દ્રવ્ય ત્યાગ છે અને વિષય વાસના સંબંધિત વિકલ્પોનો ત્યાગ ભાવ ત્યાગ છે. ત્યાગ ધર્મના દ્વારા જ આત્મામાં સંવેગ વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ત્યાગ ભાવના જ સંયમનો મૂળ આધાર છે. ત્યાગનો અર્થ દાન અને વિસર્જન પણ થાય છે. આ અપેક્ષાથી યોગ્ય પાત્રોને જ્ઞાન વગેરેનું દાન પણ ત્યાગ ધર્મની અંતર્ગત આવે છે. જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનોનો સમાવેશ આ ત્યાગ ધર્મમાં થાય છે. આ ત્યાગ ધર્મનું બીજું નામ આકિંચન્ય પણ છે. “મારું કંઈ પણ નથી' - આ પ્રકારના ભાવને આકિંચન્ય કહે છે. આ અકિંચન વૃત્તિથી બાહ્ય પદાર્થો અને વિષય વાસનાની આસક્તિથી પરે (દૂર) હટીને જ્ઞાયક સ્વભાવ આત્માનો અનુભવ થાય છે. આશાનો ખાડો અન્ય કોઈપણ પ્રકારથી ભરી નથી શકાતો, તે માત્ર ત્યાગ-વૃત્તિ દ્વારા જ તત્કાળ ભરાઈ જાય છે. ૧૦. બ્રહ્મચર્ય ધર્મ: મૈથુનથી નિવૃત્ત બ્રહ્મચારી જે બ્રહ્મમાં (આત્મામાં) પ્રવૃત્તિ કરે છે કે ગુરુને અધીન થઈને આત્મામાં પ્રવૃત્તિ કરે છે, એને બ્રહ્મચર્ય કહે છે. ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત વ્યક્તિ (૯૮) ) ) ) ) - જિણધમ્યો Page #426 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં પ્રવૃત્તિ નથી કરી શકતો. જે પરપદાથોંમાં રમણ કરવું છોડીને આત્મામાં-બ્રહ્મમાં જ રમણ કરે છે, તે બ્રહ્મચારી છે. તે પરમ આત્મજ્ઞાનનો અનુભવ કરે છે. આ દસ પ્રકારના ધર્મ ઉત્તમ કહેવામાં આવ્યા છે. જો કે ક્ષમા, માર્દવ વગેરે દસેય ધર્મ ઉત્તમ જ હોય છે, છતાં એમની સાથે ઉત્તમ વિશેષણ તેથી લગાવ્યું છે કે કોઈ લૌકિક ફળની અપેક્ષાએ પાળવામાં આવેલા ક્ષમા વગેરે ધર્મ ઉત્તમ નથી હોતા. જેમ શત્રુને બળવા ન જાણીને ક્ષમાભાવ ધારણ કરવો ઉત્તમ ક્ષમા નથી. આમ, અન્ય ધર્મોના વિષયમાં પણ જાણવું જોઈએ. જેમાં લાગેલા દોષોને દૂર કરવા માટે પ્રતિક્રમણનું અલગથી કથન છે, એ જ રીતે ગુપ્તિ, સમિતિ અને મહાવ્રતોમાં દોષ ન લાગે તેથી ઉત્તમ, ક્ષમા વગેરેનું પૃથક કથન કર્યું છે, અન્યથા એ દસેય ધર્મ ગુપ્તિ વગેરેમાં જ સમાવિષ્ય થઈ જાય છે. ૫ ( દ્વાદશાનુપ્રેક્ષા) મોક્ષમાર્ગ પર ચાલતો સાધક શિથિલતાનો અનુભવ ન કરે, તે લથડવા ન લાગે, તે શ્રાંતિ અને ક્લાંતિનો અનુભવ ન કરે અને એમાં હંમેશાં સ્કૂર્તિ રહે. આ દૃષ્ટિએ અનુપ્રેક્ષાઓના ચિંતનનું વિધાન કરવામાં આવ્યું છે. અનુપ્રેક્ષાનો અર્થ થાય છે ગહન-ચિંતન. ગહન (ઊંડું) ચિંતન અને તાત્ત્વિક વિચારણથી રાગ-દ્વેષમય વૃત્તિઓ રોકાઈ જાય છે. તેથી એવા ચિંતનને સંવરનો ઉપાય કહેવામાં આવ્યો છે. તત્ત્વજ્ઞાની મનીષી મહાત્માઓએ એવા બાર વિષય પસંદ કર્યા છે, જેના પર ચિંતન કરવાથી મુમુક્ષુ આત્માને શાંતિ મળે છે અને સાંસારિકતાથી આસક્તિ હટે છે. એ બાર વિષયો ઉપર ચિંતન કરવા માટે બાર અનુપ્રેક્ષાઓ કે ભાવનાઓ કહેવામાં આવે છે. તે બાર અનુપ્રેક્ષાઓ આ પ્રકારે છે : બાર અનુપ્રેક્ષાઓઃ (૧) અનિત્યાનુપ્રેક્ષા, (૨) અશરણાનુપ્રેક્ષા, (૩) સંસારાનુપ્રેક્ષા, (૪) એકવાનુપ્રેક્ષા, (૫) અન્યતાનુપ્રેક્ષા, (૬) અશુચિત્યાનુપ્રેક્ષા, (૭) આસાનુપ્રેક્ષા, (૮) સંવરાનુપ્રેક્ષા, (૯) નિર્જરાનુપ્રેક્ષા, (૧૦) લોકાનુપ્રેક્ષા, (૧૧) બોધિદુર્લભતાનુપ્રેક્ષા, (૧૨) ધર્મ સ્વાખ્યાતવાનુપ્રેક્ષા. (૧) અનિત્યાનુપ્રેક્ષા : જીવન અને સંસારના પદાર્થોની અનિત્યતા, ક્ષણભંગુરતા અને ચંચળતાનું ચિંતન કરવું અનિત્ય અનુપ્રેક્ષા છે. અંજલિમાં રહેલા જળના સમાન આયુ પ્રતિક્ષણ ક્ષીણ થતી રહે છે. જીવનનો કોઈ ભરોસો નથી, ન જાણે કઈ ક્ષણે પ્રાણવાયુ નીકળી જાય, શરીર નશ્વર અને રોગોનું ઘર છે. યૌવન ગિરિ નદીના વેગના સમાન શીધ્ર ઊતરી જનાર છે. લક્ષ્મી વિધુતના સમાન ચંચળ છે, બંધુજનોનો સંયોગ પક્ષીઓના રેનબસેરા સમાન છે. સંસારની બધી વસ્તુઓ ક્ષણિક છે, દેખતાં-દેખતાં ચાલી જનાર છે; સંસાર એક મેળો છે, જ્યાં જાત-જાતના લોકો મળીને થોડા જ સમય પછી અલગ થઈ જાય છે, અહીં કંઈ પણ સ્થિર અને શાશ્વત નથી. બધા સંયોગ-વિયોગમાં બદલાઈ જાય છે. આમ, જીવન [દ્વાદશાનુપ્રેક્ષા છે. છે જે ૯૨૯) Page #427 -------------------------------------------------------------------------- ________________ અને પૌગલિક પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું અનિત્ય ભાવના છે. ભરત ચક્રવર્તીએ આદર્શ (અરીસા) ભવનમાં આ ભાવનાનું ચિંતન કર્યું છે. ચક્રવર્તી ભરત એક દિવસ અરીસાભવનમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા હતા. અચાનક એમના હાથની આંગળીમાંથી વિટી નીકળીને પડી ગઈ. એનાથી એમની આંગળીની શોભા નષ્ટ થઈ ગઈ. વીંટી રહિત આંગળીને જોઈને ભરતને વિચાર આવ્યો કે - “અહો ! આ બધી શોભા પોતાની નથી, પર-પુદ્ગલોની શોભા છે.' એમણે એક-એક કરીને બધાં આભૂષણો અને વસ્ત્ર સુધી પણ ઉતારી દીધાં. પછી તે સ્વયંથી કહેવા લાગ્યા - “જો, તારું અસલી સ્વરૂપ તો આ છે. બધી શોભા પર-પુગલોથી હતી ! પરંતુ એ પુદ્ગલો તો તારાં છે જ નહિ. તે તો વિનાશી છે, આત્મા અવિનાશી છે. બંનેનો સ્વભાવ અલગ-અલગ છે. બીજાનાં પુગલોથી કરવામાં આવેલી શોભા ક્યાં સુધી ટકશે ! તેથી આ પગલોથી આસક્તિ હટાવીને પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું જોઈએ.” આમ, ચિંતન કરતા-કરતા ભરતજીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આ અનિત્ય અનુપ્રેક્ષાનું ચિંતન છે. એનાથી શરીર ઘર-બાર વગેરે પૌગલિક પદાર્થો પ્રતિ આસક્તિ ઓછી થાય છે (૨) અશરણાનુપ્રેક્ષા : સિંહના પંજામાં પડેલા હરણ માટે જેમ કોઈ શરણ નથી, એ જ રીતે આધિ (માનસિક રોગ), વ્યાધિ (શારીરિક રોગ) અને ઉપાધિ (પ્રપંચ)થી ગ્રસ્ત જીવન માટે સંસારમાં કોઈ શરણભૂત નથી. આ, પ્રકારનું ચિંતન કરવું અશરણાનુપ્રેક્ષા છે. અશરણ ભાવનાની અંતર્ગત એવો વિચાર કરવો જોઈએ કે - “હે જીવ! સંસારમાં તારા માટે કોઈ શરણ નથી. બધા સગા-સંબંધી કે ધન-દોલત તારા કોઈ કામમાં આવનાર નથી. કર્મોનો ઉદય હોવાથી જ્યારે તું દુઃખથી ઘેરાઈ જઈશ તો કોઈ સગા-સંબંધી તારા દુઃખમાં મદદરૂપ થવા માટે તૈયાર નહિ થાય. તારી વેદના તારે જ ભોગવવી પડશે. પરિવારવાળા ટગર-ટગર લાચારી સાથે આંસુ ટપકાવતાં તને જોતાં રહેશે. પરંતુ કોઈ તારી વેદના લેવા કે મટાડવામાં સમર્થ નહિ થઈ શકે. મૃત્યુ આવીને જ્યારે ઘેરશે તો કોઈ રક્ષા કરવામાં સમર્થ નહિ હોય. મૃત્યુની સામે બધા અનાથ છે, અશરણ છે, કોઈનું કંઈ નહિ ચાલે. ઇન્દ્ર અને ચક્રવર્તી પણ મૃત્યુનો પ્રતિકાર નથી કરી શકતા. ધર્મને છોડીને સંસારનો કોઈપણ પદાર્થ, કોઈપણ શક્તિ, આ જીવ માટે શરણભૂત નથી થઈ શકતી. સાંસારિક પદાર્થો અને સાંસારિક સંબંધોને અશરણભૂત માનવું અશરણ અનુપ્રેક્ષા છે. આ ભાવના અનાથી મુનિને ભાવી હતી. સનાથ-અનાથનું રહસ્ય સમજવા માટે આ ભાવનાનું અનુશીલન આવશ્યક છે. અનાથી મુનિની ગૃહસ્થાવસ્થામાં એમના શરીરમાં ગંભીર વેદના ઉત્પન્ન થઈ ગઈ હતી. અનેક ઉપચાર કરવા છતાંય તે કોઈ રીતે શાંત ન થઈ. પરિવારના લોકો, પત્ની વગેરે દિલથી ચાહતા હતા કે તે નીરોગ થઈ જાય, પરંતુ એમાંથી કોઈપણ એ વેદનાને દૂર કરવામાં સમર્થ ન થઈ શક્યા. ત્યારે અનાથી મુનિને પોતાની અશરણતાનો અનુભવ થયો. એમણે ધર્મનું શરણ લીધું અને એના પ્રભાવથી નીરોગ થઈને પ્રવ્રજિત થઈ ગયા. ધર્મ જ એક માત્ર શરણભૂત છે, અન્ય બધા સાંસારિક પદાર્થો અશરણ રૂપ છે. આ ચિંતન સાંસારિક પદાર્થોથી આસક્તિ હટાવવા માટે હિતકારી છે. (૩૦) 0.00 0.00 0.00 OK જિણધો] Page #428 -------------------------------------------------------------------------- ________________ (૩) સંસાર-ભાવના : આ અનાદિ જન્મ-મરણરૂપ સંસારમાં ન તો કોઈ સ્વજન છે અને ન કોઈ પરજન. કારણ કે પ્રત્યેક જીવની સાથે વિવિધ પ્રકારના સંબંધો જન્મજન્માંતરમાં થયા છે. આ સંસાર હર્ષ-વિષાદ, સુખ-દુઃખ વગેરે દ્વન્દ્રોનું સ્થાન છે અને સાચે જ કષ્ટમય છે. આ જીવ અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. નિગોદ અને નવ રૈવેયકનાં મધ્યનાં સ્થાનોમાં આ જીવે અનંત વાર જન્મ ધારણ કર્યો છે અને સુખ-દુ:ખ ભોગવ્યું છે, પરંતુ એને આનું સ્મરણ નથી થતું. પૂર્વજન્મોમાં આ જીવ કોઈનો પિતા, કોઈનો પુત્ર, કોઈની માતા, કોઈની પત્ની વગેરે વિવિધ રૂપોમાં રહી ચૂક્યો છે, કોઈ સંબંધ એવો નથી, જે આ જીવે પૂર્વમાં બધા જીવો સાથે સ્થાપિત ન કર્યો હોય. એવી સ્થિતિમાં સ્વજન-પરજનનો કોઈ ભેદ જ નથી રહેતો. આ પ્રકારનું ગહન ચિંતન કરવું સંસારાનુપ્રેક્ષા છે. આ ભાવનાને મલ્લિનાથ તીર્થકર અને એમનાથી પ્રતિબોધ મેળવેલા છ રાજાઓએ ભાવ્યો હતો. મલ્લિકુમારીએ પોતાના પાછલા ભવનો વૃત્તાંત સંભળાવીને એમની સાથે વિવાહ કરવા આવેલા રાજાઓને પ્રતિબોધ આપ્યો અને એમને પણ જાતિ-સ્મરણ જ્ઞાન થઈ ગયું. એમણે પણ સંસારની વિષમતાઓનું ચિંતન કર્યું અને મુક્ત થયા. આ ભાવનાને ભાવવાથી જીવ સંસારનાં દુઃખોથી ગભરાઈને એને છોડવાનો પ્રયાસ કરે છે. (૪) એકત્વ ભાવના : આત્માના એકલાપણાનું ચિંતન કરવું એકત્વ અનુપ્રેક્ષા છે. આ જીવ એકલો જ પરલોકમાં જાય છે અને એકલો જ આવે છે. કોઈપણ સગા-સંબંધી, શરીર કે ધન-સંપત્તિ એની સાથે ન જાય છે, ન આવે છે. જીવ એકલો જ જન્મ લે છે, એકલો જ મરે છે અને એકલો જ વિવિધ યોનિઓમાં ભ્રમણ કરે છે. હે જીવ! શું પૂર્વજન્મનો કોઈ પુત્ર વગેરે આ ભવમાં તારી સાથે આવ્યો છે ? જેનાથી એ અનુમાન કરી શકાય કે મરવાથી આ જન્મનો પણ કોઈ સંબંધી તારી સાથે જશે. તેથી એમાં મમત્વ-બુદ્ધિનો ત્યાગ કર. એ સગા-સંબંધી જીવિત અવસ્થામાં પણ સુખના જ સાથી છે, દુઃખ પડવાથી એ પણ દૂર થઈ જાય છે. તું જે કંઈ પુણ્ય કે પાપ કરે છે એ જ તારી સાથે જાય છે. તું એકલો જ એમનું ફળ ભોગવે છે, બીજો કોઈ ભાગીદાર નથી થતો. જીવનો સૌથી ઘનિષ્ઠ સંબંધ શરીરની સાથે હોય છે. તેથી શરીરમાં જીવનું મમત્વ ઘણું ઊંડું હોય છે, છતાંય મરવાથી શરીર અહીં જ ભસ્મ થઈ જાય છે, તે જીવની સાથે નથી જતું તો સ્ત્રી, પુત્ર, ધન-દોલત, હાટ-હવેલી, બાગ-બગીચા - જે જીવથી સાક્ષાત્ ભિન્ન છે એમની સાથે જવાની કલ્પના જ વ્યર્થ છે. વિવિધ ફૂડ-કપટ વગેરે પાપ કરીને ઉપાર્જિત સંપત્તિનો નાનો અંશ પણ સાથે નહિ જાય. પ્રાણપ્યારી પત્ની દરવાજા સુધી અને ભાઈ-બંધુ સ્મશાન સુધી જ જશે. શરીર ચિતામાં ભસ્મ થઈ જશે. નિસર્ગનો આ અટલ (દઢ) નિયમ છે. હે જીવ ! એવું સમજીને તું પોતાના એકાકીપણાનો અનુભવ કર. આત્મા એક અખંડ અવિનાશી તત્ત્વ છે, એવું માનીને સાંસારિક સંયોગોથી પોતાનો રાગ અને મમત્વ દૂર કર. આ એકત્વ ભાવનાથી આત્મ તત્ત્વની સાક્ષાત્ ઉપલબ્ધિ થાય છે. આ ભાવના મૃગાપુત્રે ભાવી [ દ્વાદશાનુપ્રેક્ષા છે. ૯૩૧) Page #429 -------------------------------------------------------------------------- ________________ હતી. મૃગાપુત્ર પોતાની સ્ત્રીઓ સાથે ગવાક્ષમાં બેઠેલા રાજમાર્ગનું અવલોકન કરી રહ્યો હતો. સંયોગવશ એ માર્ગમાં જતા તપોધની તેજસ્વી મુનિ પર એની દૃષ્ટિ પડી. એમને જોતાં જ મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું, જેનાથી એમણે જાણ્યું કે - ‘પૂર્વજન્મમાં એમણે પણ સંયમની સાધના કરી હતી.' ઉદ્બોધિત થઈ, સંયમ ધારણ કરીને તે એકલા જ જંગલમાં ચાલ્યા ગયા અને એકાકી મૃગની જેમ વનમાં રહીને સાધનાની તરફ મુક્ત થયા. (૫) અન્યત્વ અનુપ્રેક્ષા : સંસારમાં બે સ્વતંત્ર તત્ત્વો છે - જડ અને ચેતન. જડ ક્યારેય ચેતન નથી થઈ શકતું અને ચેતન ક્યારેય જડ નથી થતું. શરીર જડ છે અને આત્મા ચેતન છે. આ રીતે શરીરથી આત્માના અન્યત્વનું ચિંતન કરવું અન્યત્વ અનુપ્રેક્ષા છે. જેમ મ્યાનમાં તલવાર રહે છે, પરંતુ મ્યાન તલવાર નથી અને ન તલવાર મ્યાન છે. એ જ રીતે શરીરમાં આત્મા રહે છે, પરંતુ ન શરીર આત્મા છે અને ન આત્મા શરીર છે. શરીર અને આત્માના આ ભેદ વિજ્ઞાનનું ચિંતન જ અન્યત્વ ભાવના છે. એકત્વ અનુપ્રેક્ષા અને અન્યત્વ અનુપ્રેક્ષામાં અંતર એ છે કે - એકત્વ અનુપ્રેક્ષામાં ‘હું એકલો છું' આ રીતે વિધિ રૂપથી ચિંતન કરવામાં આવે છે, અને અન્યત્વ અનુપ્રેક્ષામાં ‘શરીર વગેરે મારા નથી, હું એમનાથી અલગ છું.’ આ રીતે નિષેધ રૂપથી ચિંતન કરવામાં આવે છે. આ પ્રકારનું ચિંતન રાજર્ષિ નમિરાજે કર્યું. મિથિલા નગરીના રાજા નમિરાજના શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થઈ ગયો. એ રોગની શાંતિ માટે રાણીઓ પોતાના હાથે ચંદન ઘસીને મિરાજના શરીર ઉપર લેપ કરતી હતી. ચંદન ઘસતી વખતે રાણીઓના હાથોમાં પહેરેલી બંગડીઓથી અવાજ આવી રહ્યો હતો. એનાથી નમિરાજને ખૂબ વેદના થવા લાગી. વિચક્ષણ રાણીઓએ એક-એક બંગડી રાખીને બાકીની બધી ઉતારી દીધી. એનાથી અવાજ બંધ થઈ ગયો. નિમરાજના જાગૃત આત્માએ આ ઘટનાથી વિચાર કર્યો કે - ‘જ્યાં એકત્વ છે ત્યાં શાંતિ છે, જ્યાં અનેકત્વ છે ત્યાં કોલાહલ અને અશાંતિ છે.’ આ ચિંતનથી એમને વૈરાગ્ય થઈ ગયો અને એમણે સંકલ્પ કરી લીધો કે - જો હું રોગમુક્ત થઈ જઈશ તો બધા સંયોગોને છોડીને એકત્વનું અવલંબન લઈશ.' સંયોગથી રોગ શાંત થઈ ગયો અને નિમરાજે દીક્ષા ધારણ કરીને આત્મ-કલ્યાણ કર્યું અને મુક્ત થયા. એકત્વ અને અન્યત્વ ભાવનાને કારણે શરીર-પરિવાર વગેરેથી મોહ તૂટે છે અને આત્મજ્યોતિ પ્રગટ થઈને અનિર્વચનીય પરમાનંદની પ્રાપ્તિ થાય છે. (૬) અશુચિ ભાવના : શરીરની અપવિત્રતાનું ચિંતન કરવું અશુચિ ભાવના છે. હે આત્મન્ ! આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કારણ કે એની ઉત્પત્તિ ૨જ અને વીર્યથી થાય છે. આ રસ, રુધિર વગેરે સપ્ત ધાતુમય છે તથા મળમૂત્રનું ઉત્પત્તિસ્થાન છે. આ શરીર એટલું ગંદુ અને મલિન છે કે આના પર લગાવવામાં આવેલા ચંદન, કેસર વગે૨ે સુગંધિત દ્રવ્ય પણ અપવિત્ર અને મલિન બની જાય છે. આ શરીર અશુચિથી પેદા થયું છે, અશુચિથી આનું પોષણ થયું છે, અશુચિનું સ્થાન છે અને અશુચિનું દ્વાર છે. આ શરીરમાં જે અશુચિ દ્રવ્ય ભરેલા પડ્યા છે, એમની ઉપર પ્રકૃતિએ જો ચામડીનું આવરણ ન લગાવ્યું હોત તો ૯૩૨ જિણધો Page #430 -------------------------------------------------------------------------- ________________ ગીધ, કાગડા વગેરે પક્ષીઓ આના ઉપર તૂટી પડતાં અને કોતરી-કોતરીને એના ટુકડે-ટુકડા કરી નાખતા! કેટલું ખરાબ છે આ શરીર ! એના રોમ-રોમ ઉપર સેંકડો રોગોનો આવાસ છે. આ રોગોનું દ્વાર છે. આ રીતે શરીરની અશુચિનો વિચાર કરવાથી શરીરની આસક્તિ ઘટે છે અને આત્મ તત્ત્વ પ્રત્યે રુચિ પ્રગટ થાય છે. આ અશુચિ ભાવનાનું ચિંતન સનત્કુમાર ચક્રવર્તીએ કર્યું હતું. કોઈ સમયે ચક્રવર્તી સનત્કુમારનું રૂપ ખૂબ જ મનોહર અને આકર્ષક હતું, ત્યાં સુધી કે ઇન્દ્રએ પણ એમના રૂપની પ્રશંસા કરી હતી. પરંતુ કાલાંતરમાં એમના શરીરમાં ભયંકર રોગોની ઉત્પત્તિ થઈ ગઈ અને જોત જોતામાં શરીરની બધી શોભા નષ્ટ થઈ ગઈ. ચક્રવર્તી સનત્કુમારને વૈરાગ્ય પેદા થઈ ગયો. એમણે શરીરને અશુચિ અને રોગોની ખાણના રૂપમાં જોયું, એનાથી મમત્વ હટાવ્યું અને આત્મ-સાધનામાં લીન થઈ ગયા. અંતમાં તે મુક્ત થયા. () આસ્રવ અનપેક્ષા : આમ્રવનાં અનિષ્ટ પરિણામોનું ચિંતન કરવું આસ્રવ અનુપ્રેક્ષા છે. સંસાર રૂપી સમુદ્રમાં પડેલા આત્મરૂપી જહાજમાં યોગરૂપી છિદ્રોથી કર્મરૂપી જળ હંમેશાં આવતું રહે છે. અવ્રત, પ્રમાદ અને કષાય વગેરે આસ્ત્રવોના કારણે આત્માના જહાજમાં યોગરૂપી મુક્તિપુરીના તટ સુધી નથી જઈ શકતા. છિદ્ર હોવાના કારણે તે સંસાર સમુદ્રમાં ડૂબી જાય છે. જ્યાં સુધી આશ્રવ છે, ત્યાં સુધી સંસાર છે. જીવે પાપનો ત્યાગ તો કેટલીયે વાર કર્યો, પરંતુ આમ્રવનાં દ્વારોને બંધ કર્યા વિના ધર્મનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થઈ શકતું. આમ્રવના કારણે જ જીવ સંસારમાં ફરે છે, રખડે છે. આરંભ અને પરિગ્રહ આમ્રવના પ્રમુખ કારણો છે. એનાથી વિરતિ કર્યા વિના આત્માનું કલ્યાણ નથી થઈ શકતું. આમ્રવના કારણે જીવ અનંત કાળ સુધી સંસારની વિડંબના ભોગવે છે. તેથી આમ્રવનો ત્યાગ કરવો જોઈએ. આ ચિંતન, આસ્રવ ભાવના છે. સમુદ્રપાલે ચોરને બંધનમાં પડેલો જોઈને આ ભાવના ભાવી હતી કે અશુભ કર્મના ઉદયથી આ ચોર બંધનમાં પડ્યો છે. અશુભ કર્મોનો ઉદય આવશે તો મને પણ કોણ છોડશે ! આ કર્મોદય આસ્રવ પર નિર્ભર છે. આમ્રવને રોકી દેવામાં આવે તો બંધ ન થાય અને કર્મ બંધન ન થાય તો કર્મનો ઉદય પણ ન થાય તેથી એ જ શ્રેયસ્કર છે કે કર્મનો ઉદય થયા, પહેલાં જ આમ્રવને રોકીને સુખી બનું. આ પ્રકારના ચિંતનથી સમુદ્રપાલ વિરકત થઈ ગયા અને તપ-સંયમની આરાધના કરીને મુક્તિને પ્રાપ્ત થયા. (૮) સંવર ભાવના : દુવૃત્તિનાં દ્વારોને બંધ કરવા માટે સવૃત્તિના ગુણોનું ચિંતન કરવું સંવર ભાવના છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તથી કમનો આસ્રવ થાય છે. એને રોકવા માટે વિચારશીલ મુમુક્ષુ યથાયોગ્ય સંવરનો આશ્રય લે છે. મિથ્યાત્વને રોકવા માટે સમ્યગું દર્શન, અવિરતિને રોકવા માટે વ્રત, પ્રમાદને રોકવા માટે ઉત્સાહ, ક્રોધ માટે ક્ષમા, માન માટે માર્દવ, માયા માટે આર્જવ, લોભ માટે સંતોષ, રાગ ષ માટે સમતા, મનોયોગ માટે મનો ગુપ્તિ, વચનયોગ માટે વચન ગુપ્તિ, કાયયોગ માટે કાય ગુપ્તિનું આલંબન હોય છે. યોગોનો નિરોધ કરીને જ્યારે આત્મા શુદ્ધોપયોગમાં સ્થિર [ દ્વાદશાનુપ્રેક્ષા DOO SOO I૯૩૩) Page #431 -------------------------------------------------------------------------- ________________ થાય છે ત્યારે એના પરમ સંવર થાય છે. આ રીતે સંવર ધર્મનું ચિંતન કરવાથી આત્મામાં પરમ આનંદની અનુભૂતિ થાય છે. હરિકેશી મુનિએ આ ભાવનાનું ચિંતન કર્યું હતું. એમણે બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો કે - “હિંસામય યજ્ઞનો ત્યાગ કરીને સાચા યજ્ઞનું સ્વરૂપ સમજો. જીવ રૂપ કૂંડમાં અશુભ કર્મરૂપી બળતણને તારૂપી અગ્નિ દ્વારા ભસ્મ કરો. હિંસામય યજ્ઞ તો આશ્રવયજ્ઞ છે, પાપ બંધનું કારણ છે. તેથી એને છોડીને સંવર રૂપ પવિત્ર દયામય યજ્ઞનું અનુષ્ઠાન કરો.' આ સંવર ભાવનાનું ઉદાહરણ છે. (૯) નિર્જરા ભાવના : આંશિક રૂપથી કર્મોનું ખરી જવું નિર્જરા કહેવાય છે. આ નિર્જરા બે પ્રકારની હોય છે - અકામ નિર્જરા અને સકામ નિર્જરા. અકામ નિર્જરા તો પ્રત્યેક જીવને હંમેશાં થતી રહે છે. એનાથી કોઈ પ્રયોજન હલ નથી થતું. જે નિર્જરા સંવરપૂર્વક થાય છે, એ જ આત્મા માટે ઉપયોગી છે. જે નિર્જરાની સાથે નવીન કર્મોનો બંધ થતો રહે છે, તે આત્મા માટે લાભદાયક નથી હોતો. જે નિર્જરાની સાથે નવીન કર્મ બંધન નથી થતું, એ જ નિર્જરા આત્માને કર્મોથી મુક્ત કરી શકે છે. એવી નિર્જરા તપ વગેરે દ્વારા જ થાય છે. તપ કરતાં-કરતાં પરિષહ વગેરે આવવાથી દુઃખની અનુભૂતિ નથી થતી, પણ આનંદની અનુભૂતિ થાય છે અને તે આનંદ કર્મોને નષ્ટ કરે છે. સંવર દ્વારા નવાં આવનારાં પાપોને તો રોકી દેવામાં આવે છે, પરંતુ પૂર્વ સંચિત કર્મોનો ક્ષય તો નિર્જરા દ્વારા જ થાય છે. એવી નિર્જરા ૧૨ પ્રકારના તપ દ્વારા થાય છે. તેથી એકાંત નિર્જરાની ભાવના સાથે તપનું આરાધન કરવું જોઈએ. ઈહલોક કે પરલોકના સુખની કામનાથી કરેલું તપ સાર્થક નથી થતું. મુક્તિની દૃષ્ટિને લઈને જે તપ કરવામાં આવે છે, એનાથી જ વાસ્તવિક નિર્જરા હોય છે. આમ, નિર્જરા તત્ત્વના સંબંધમાં ઊંડું ચિંતન, મનન કરવું નિર્જરા ભાવના છે. એનું આરાધન અર્જુનમાળીએ કર્યું હતું. અર્જુનમાળી રોજ ૬ પુરુષ અને ૧ સ્ત્રી - એમ સાત પ્રાણીઓની વાત કરતો હતો, પરંતુ સુદર્શન શેઠના માધ્યમથી એ પ્રભુ મહાવીરની શરણમાં પહોંચ્યો અને દીક્ષા ધારણ કરી લીધી. તે બેલે-બેલે પારણા કરવા લાગ્યો. પ્રથમ પારણાના અવસર પર જ્યારે અર્જુન માળી નગરમાં ભિક્ષાચારી માટે ગયા તો પૂર્વકૃત્યોને લઈને નાગરિકોએ એમને યાતનાઓ આપી, પરંતુ તે ક્ષમાસાગર મુનિ સમભાવથી સહન કરતા રહ્યા. મહાક્ષમાં ધારણ કરવાથી અને ઘોર તપશ્ચર્યાથી છ માસની અલ્પ અવધિમાં જ અર્જુનમાળીએ કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું. (૧૦) લોક ભાવના : તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ માટે લોકના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવું લોકાનુપ્રેક્ષા છે. આકાશના જે ભાગમાં પાંચેય અસ્તિકાય જોવા મળે છે, તે ભાગ લોક કહેવાય છે. એના સંસ્થાન કમર ઉપર હાથ રાખીને નાચતા ભોપાના આકારનો છે. અથવા એક દીવો ઊંચો (ધા) એના પર એક સીધો દીવો અને પછી ઊંધો (ધા)દીવો એમ સ્થાપિત કરવાથી જે આકાર બને છે એ જ લોકનો સંસ્થાન છે. આ લોક ચતુર્દશ રાજ પ્રમાણ છે. એના ત્રણ વિભાગ છે - જેમને અધોલોક, તિર્યકલોક અને ઊર્ધ્વલોક કહેવામાં આવે છે. એના અગ્ર ભાગ ઉપર સિદ્ધશિલા છે, જ્યાં જીવ કર્મોથી મુક્ત થઈને શાશ્વત કાળ સુધી સ્થિત રહે છે. આમ, લોકના સ્વરૂપનું ચિંતન કરવું લોકભાવના છે. આ ભાવનાના (૩૪) ( જિણધમો) Page #432 -------------------------------------------------------------------------- ________________ ચિંતનથી મુમુક્ષુનું મન સંસારથી ઉદ્વિગ્ન થઈને મુક્તિ સ્થાનને અને સ્વાત્મોપલબ્ધિ રૂપ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે લાલાયિત (લાલચું) થઈ જાય છે. આ ભાવનાનું ચિંતન શિવરાજર્ષિએ કર્યું હતું. શિવરાજર્ષિને પહેલાં વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. જેનાથી એમણે સાત દ્વીપ અને સાત સમુદ્ર પર્યંત પૃથ્વી જોઈ. તે લોકોમાં એ જ પ્રચારિત કરતા રહ્યા કે પૃથ્વી એટલી જ છે. લોકોએ એમને પૂછ્યું કે - “પ્રભુ મહાવીર તો અસંખ્ય દ્વીપ સમુદ્ર બતાવે છે, તો તમારી વાત કેવી રીતે સાચી હોઈ શકે છે ?’” ત્યારે શિવરાજર્ષિ પ્રભુ મહાવીરની પાસે ચર્ચા-હેતુ પહોંચ્યા. પરંતુ ત્યાં પહોંચતાં જ એમનું વિભંગ જ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણત થઈ ગયું અને ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત થયા, જેનાથી તે અસંખ્ય દ્વીપ-સમુદ્ર જોવા લાગ્યા. શિવરાજર્ષિ ભગવાન મહાવીરના શિષ્ય બન્યા અને કર્મક્ષય કરીને મોક્ષે પધાર્યા. चौदह राजू उत्तुंग नभ, लोक पुरुष संठान । तामे जीव अनादि से, भटकत है बिन ज्ञान ॥ આ લોક ભાવનાનું સ્વરૂપ થયુ (૧૧) બોધિ-બીજ ભાવના : આત્મ જ્ઞાન અથવા સમ્યક્ત્વને બોધિ કહેવામાં આવે છે. આ બોધિ બીજની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. આ જીવ અનંતકાળ સુધી નિગોદ અવસ્થામાં મિથ્યાત્વરૂપ ઊંડા અંધકારમાં પડ્યો રહે છે. જ્યારે અનંત પુણ્ય રાશિનો ઉદય થયો ત્યારે દ્વીન્દ્રિયના રૂપમાં અને પછી અનંત પુણ્ય રાશિના વધવાથી ત્રીન્દ્રિયમાં - આ ક્રમથી પુણ્ય રાશિના વધવાથી ચતુરિન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિયમાં જન્મ્યો. ફરી પુણ્યનો પ્રકર્ષ થવાથી સંજ્ઞી પંચેન્દ્રિયના રૂપમાં જન્મ્યો. નરભવ અને ઉત્તમ જાતિ, કુળ વગેરે મળવાથી પણ બોધિની પ્રાપ્તિ ન થઈ. બોધિ રત્નની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. પરંતુ બોધિ બીજની પ્રાપ્તિ વિના આત્માનું જરા પણ કલ્યાણ નથી થઈ શકતું. બોધિ બીજના અભાવમાં ઉચ્ચ કોટિની કરણી કરીને જીવ નવ ચૈવેયક સુધી પહોંચી ચૂક્યો, પણ એનાથી કોઈ પરિણામ ન આવ્યું. સમ્યક્ત્વા વિના બધી ક્રિયાઓ એ જ રીતે નિરર્થક છે, જેમ અંકના વિના શૂન્ય નિરર્થક છે. સમ્યક્ત્વ કે બોધિ બીજની પ્રાપ્તિ થવાથી જ રત્નત્રયની આરાધના થઈ શકે છે, અન્યથા નહિ. આમ, બોધિ બીજની દુર્લભતાનું ચિંતન કરવું બોધિ બીજ ભાવના છે. ભગવાન ઋષભદેવના ૯૮ પુત્રોએ પ્રભુની પ્રેરણાથી આ ભાવનાનું ચિંતન કર્યું. ભગવાને એમને કહ્યું - ‘‘સંવુાહ, ર્વાિ ન વુન્નદ્દ મંત્રોહિ જીતુ પે′ વુન્ના'' સમજો ! કેમ નથી સમજતા ? બોધિ બીજની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. ભૌતિક રાજ્ય તો અનંત વાર પ્રાપ્ત થઈ ચૂક્યું છે પરંતુ બોધિ બીજની પ્રાપ્તિ પુનઃ પુનઃ નથી થતી. તેથી તમે સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રાપ્ત કરીને મોક્ષનું અવિચળ રાજ્ય પ્રાપ્ત કરો. ભગવાનની વાણીથી પ્રતિબોધ પામીને અઠ્ઠાણુ પુત્રોએ સંયમ-ધારણ કરીને મોક્ષનું અક્ષય સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું. (૧૨)-ધર્મ ભાવના : સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર દેવો દ્વારા ઉપદિષ્ટ ધર્મ સ્વાખ્યાતનું ચિંતન કરવું ધર્મ ભાવના છે. આ કેટલું મોટું સૌભાગ્ય છે કે તીર્થંકર, ગણધર વગેરે સત્પુરુષોએ સર્વજન હિતકારી સર્વગુણ સંપન્ન ધર્મનો ઉપદેશ આપ્યો છે. તીર્થંકર દેવના દ્વાદશાનુપ્રેક્ષા ૯૩૫ Page #433 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો સાર અહિંસા છે. એ જ સમગ્ર પરમાગમનો પ્રાણ છે. આ અહિંસા ધર્મથી જ અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે. આગમની અન્ય બધી વિધિઓ અહિંસા ધર્મ માટે જ છે. રાગ વગેરેનું ઉત્પન્ન ન થવું અહિંસા છે અને એમનું ઉત્પન્ન થવું હિંસા છે. અહિંસાનું આ સ્વરૂપ ઊંચું છે. લોકમાં જે કોઈનો પ્રાણ લેવા કે દુખાવાને હિંસા અને એવું ન કરવાને અહિંસા કહેવામાં આવે છે, એ તો અહિંસાનું સ્થળ રૂપ છે. યથાર્થમાં તો જે વિકલ્પોથી આત્માના સ્વભાવનો ઘાત થાય છે, તે બધો વિકલ્પ હિંસા છે અને એ વિકલ્પોથી શૂન્ય નિર્વિકલ્પ અવસ્થા અહિંસા છે. એ અવસ્થા ઉપર પહોંચતા જ સાચું સ્થાયી આત્મિક સુખ મળે છે. જિનાગમનો સાર એ અહિંસા જ છે. આમ, અહિંસામૂલક ધર્મ સંબંધમાં ચિંતન કરવું ધર્મ ભાવના છે. એવું ચિંતન કરવાથી હંમેશાં ધર્મ ઉપર અનુરાગ રહે છે. આ ધર્મ ભાવનાનું આરાધન ધર્મરુચિ અણગારે કર્યું હતું. નાગશ્રી બ્રાહ્મણીએ ધર્મરુચિ અણગાર (મુનિ)ને કડવા તુંબડાનું શાક ખવડાવ્યું હતું. તે લઈને જ્યારે તે ગુરુજીની પાસે આવ્યા અને એમને તે આહાર બતાવ્યો તો ગુરુજીએ એને વિષાક્ત (ઝેરીલું) જાણીને નિરવદ્ય ભૂમિમાં પરઠાવવાની આજ્ઞા આપી. ધર્મચિ અણગારે ઈંટોને પકડવાની જગ્યાએ એ શાકનું એક બુંદ (ટીપું) પૃથ્વી પર નાખ્યું. એ જ સમયે અનેક કીડીઓ ત્યાં આવી ગઈ અને શાક ખાઈને મરી ગઈ. મુનિથી એ જોયું ન ગયું. એમણે પોતાના પેટને સર્વોત્તમ નિરવદ્ય જગ્યા માનીને તે આહાર કરી લીધો. એનાથી આખા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ ગઈ. મુનિરાજ જીવરક્ષા માટે એ વેદનાને સમભાવથી સહન કરતા રહ્યા. આયુષ્ય પૂર્ણ કરીને તે સર્વાથ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. આગલા ભવમાં કર્મોનો અંત કરીને મોક્ષમાં જશે. ઉક્ત રીતિથી બાર ભાવનાઓમાંથી એક-એક ભાવનાનું અવલંબન લેવાથી પણ અનેક આત્માઓનું કલ્યાણ થયું છે. જે જીવ બાર ભાવનાઓનું ચિંતન કરશે એના કલ્યાણમાં શું સંદેહ થઈ શકે છે ? અનુપ્રેક્ષાઓના ચિંતનથી મન એકાગ્ર થાય છે અને ઇન્દ્રિયો વશમાં થાય છે. મનના એકાગ્ર થવાથી સ્વસંવેદન દ્વારા આત્માની અનુભૂતિ થાય છે. એ જ આત્માનુભૂતિ દ્વારા જીવનમુક્ત દશા અને અંતમાં પરમ મુક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે જીવો કૃત-કૃત્ય થઈ જાય છે. KGSS ( પરિષહ ઉપર વિજય) દુઃખોનો અનુભવ કર્યા વિના પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ પડવાથી નષ્ટ થઈ જાય છે, તેથી મુનિને શક્તિ અનુસાર દુઃખોને સહન કરવાની આદત પણ પાડવી જોઈએ. આત્માનુભવની સાથે-સાથે દુઃખોને સહન કરવાની શક્તિ પણ મુનિએ પ્રાપ્ત કરવી જોઈએ. તેથી શાસ્ત્રકારોએ પરિષદોનું સ્વરૂપ બતાવીને એમના પર વિજય પ્રાપ્ત કરવા માટે સંકેત કર્યો છે. મોક્ષમાર્ગની સાધના કરતા સમયે અચાનક જે કષ્ટ ઉપસ્થિત થઈ જાય છે, એમને પરિષહ કહે છે. એમને જીતવું અર્થાત્ એ કષ્ટોથી ખેદ-ખિન્ન ન થઈને શાંત ભાવથી એમને સહન કરવું પરિષહજય છે. એમને એ જ મુનિ સહન કરી શકે છે, જેને કષ્ટોને સહન કરવાનો અભ્યાસ હોય. (૩૬) 000 0 0 0 0 0 0 0 0 0 | જિણધો] Page #434 -------------------------------------------------------------------------- ________________ જેમને અભ્યાસ નથી તે પરિષહોથી ગભરાઈને માર્ગ-ભ્રષ્ટ થઈ જાય છે. તેથી ઉપવાસ, કાયક્લેશ વગેરે તપ બતાવ્યાં છે. પરિષહ પણ સંયમ અને તપનાં જ અંગો છે. પરિષહોને જીતવાનો અન્ય લાભ એ છે કે નવીન કર્મોનો બંધ રોકાઈ જાય છે અને જૂનાં કર્મોની નિર્જરા થાય છે. તેથી કહેવામાં આવ્યું છે - मार्गऽच्यवन निर्जरार्थ परिसोव्याः परीषहाः - તત્ત્વાર્થ સૂત્ર, અ-૯, સૂત્ર-૮ માર્ગથી સ્મૃત ન થવા તથા કર્મોના ક્ષય માટે જે સહન કરવા યોગ્ય હોય, તે પરિષહો છે. _ 'श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि' અર્થાતું મોટા માણસોના પણ શુભ માર્ગમાં ઘણાં વિદનો આવે છે. પરંતુ વિદનોથી ડરીને શુભ કાર્યને ન છોડવો જોઈએ. સાધનાના પથ ઉપર ચાલનાર મુનિના કાર્યમાં પણ અલગઅલગ પ્રકારના પરિષહ અને ઉપસર્ગ આવે છે. એમનાથી એને વિચલિત ન થવું જોઈએ, પણ એમને પરાજિત કરતા આત્મબળ દ્વારા સાધના માર્ગ ઉપર અનવરત ચાલતાં રહેવું જોઈએ. એવો સાધક જ મુક્તિશ્રીનું વરણ કરી શકે છે. જે મુનિનું મન પરિષદો અને ઉપસર્ગોની વચ્ચે વિચલિત નથી થતો એને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો કે પરિષહોની સંખ્યા સંક્ષેપમાં ઓછી અને વિસ્તારમાં વધુ પણ કલ્પિત કરી શકાય છે, છતાં ત્યાગના વિકાસ માટે વિશેષ રૂપથી બાવીસ પરિષહ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, તે નીચે મુજબ છે : (૧) સુધા, (૨) પિપાસા, (૩) શીત (ઠંડુ), (૪) ઉષ્ણ, (૫) દંશમશક, (૬) અચલ, (૭) અરતિ, (૮) સ્ત્રી, (૯) ચર્યા, (૧૦) નિષઘા, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મળ, (૧૯) સત્કાર-પુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન અને (૨૨) અદર્શન (અથવા દર્શન) (૧) ધા પરિષહ : મુનિને ગૃહસ્થોનાં ઘરોથી વિધિપૂર્વક આહારની ગવેષણા કરવાની હોય છે. એવી સ્થિતિમાં અનેક વાર એવા પ્રસંગો આવી શકે છે. જ્યારે મુનિને નિર્દોષ અને કલ્પનીય આહારની પ્રાપ્તિ ન થાય. એવા પ્રસંગો ઉપર મુનિને સુધાની વેદના થઈ શકે છે. એ સમયે મુનિ મનથી પણ વિચલિત ન થાય. એણે વિચારવું જોઈએ કે આ જીવે પરવશ થઈને નારક અવસ્થામાં પશુ-પક્ષીની પર્યાયમાં કેટલીક ભયંકર ભૂખને સહન કરી છે. એની સામે આ અત્યારે ઉપસ્થિત સુધાની વેદના કઈ ગણતરીમાં છે? એવું વિચારીને સમભાવપૂર્વક સુધા વેદનીયને સહન કરે. સુધાથી તજિત થઈને મુનિ ફળ-ફૂલ વગેરે વનસ્પતિનું છેદન-ભેદન ન કરે, ન પચન-પાચનના આરંભનો વિચાર જ કરે, ન અકલ્પનીય આહાર ગ્રહણ કરે. ભૂખથી ક્ષીણકાય થવા છતાં પણ અદીનમન થઈને મુનિએ સુધા પરિષદને જીતવો જોઈએ. [પરિષહો ઉપર વિજય) : ૯૩૦) Page #435 -------------------------------------------------------------------------- ________________ (૨) પિપાસા પરિષહ : મુનિ સચિત જળનો ત્યાગી હોય છે. એને અચિત્ત જળ જ ગૃહસ્થોના ત્યાંથી યાચના કરીને લાવવાનું હોય છે, તેથી કેટલાક પ્રસંગો પર મુનિને કલ્પનીય પાણીની પ્રાપ્તિ નથી થતી. એવી સ્થિતિમાં પિપાસાને કારણે મુનિને વેદના થઈ શકે છે, એનો કંઠ સુકાઈ શકે છે. એવા પ્રસંગોમાં પણ મુનિએ શીતોદક(સચિત્ત જળ)નું સેવન ન કરવું જોઈએ. નિર્જન સ્થાનોમાં તીવ્ર તરસથી પીડિત થવા છતાંય કંઠ સુકાવાનો પ્રસંગ આવવા છતાં પણ મુનિ અકલ્પનીય જળનું સેવન કરવાનો વિચાર સુધી ન કરે. એણે એ પિપાસા પરિષદને અદીનભાવથી સમતાપૂર્વક સહન કરવું જોઈએ. એણે સંતોષરૂપી ઘટના ધ્યાનરૂપી જળનું પાન કરવું જોઈએ. (૩) શીત પરિષહ ઃ લૂખો-સૂકો આહાર કરનાર મુનિને શરીરની કમજોરીને કારણે કે અન્ય કારણોથી ઠંડીની પીડા સતાવતી હોય તો મુનિએ પોતાની મર્યાદાને ધ્યાનમાં રાખી અગ્નિ સળગાવવા કે મર્યાદાથી વધુ વસ્ત્ર રાખવાનો વિચાર સુધી ન કરવો જોઈએ. એણે નરક વગેરે સ્થાનોમાં પૂર્વજન્મમાં ભોગવેલી ઠંડી(શીત)ની યાતનાનું સ્મરણ કરીને ઉપસ્થિત ઠંડીની વેદનાને સમભાવથી સહન કરવી જોઈએ. અગ્નિ-સેવન કે અન્ય અકલ્પનીય આચરણનું સેવન ન કરતાં શીત પરિષહ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. તપની આગથી ઠંડીને રોકો. | (૪) ઉષ્ણ પરિષહ : ગ્રીષ્મ ઋતુમાં ગરમીને કારણે સંતપ્ત થવાથી મુનિ આકુળવ્યાકુળ ન થાય, પોતાના શરીરને જળથી ન સીંચો, સ્નાનની અભિલાષા ન કરે અને ન પંખો વગેરે દ્વારા હવા કરે. ગરમીની વેદના થવાથી મુનિ એને શાંતભાવથી સહન કરે. નરકમાં સહન કરેલી ઉષ્ણ વેદનાનું સ્મરણ કરીને વર્તમાનમાં થનારી ઉષ્ણ વેદનાને નગણ્ય ગણે અને પ્રશમરસની શીતળ ધારાઓથી ઉષ્ણતાના પરિતાપને દૂર કરે. (૫) દંશમશક પરિષહ : ડાંસ, મચ્છર, માખી વગેરે ડસનાર ક્ષુદ્ર જંતુઓના કરડવાથી મુનિ એમના પર પ્રક્વેષ ન કરે, એમને પીડા ન પહોંચાડે, પણ સમભાવપૂર્વક એ પીડાને સહન કરે. જેમ યુદ્ધભૂમિમાં અગ્રભાગ ઉપર રહેલો હાથી બાણોથી વિચલિત નથી થતો એ જ રીતે મુનિને જીવડાંઓના કરડવાથી વિચલિત ન થવું જોઈએ. (૬) અચેલ પરિષહ ઃ જૈન સાધનામાં વસ્ત્ર સહિત અને વસ્ત્ર રહિત બંને પ્રકારની વિધિઓની અનુજ્ઞા કરવામાં આવી છે. વસ્ત્ર સહિત સાધના કરનાર મુનિને વસ્ત્ર વગેરેના જીર્ણ હોવાથી, ફાટી જવાથી કે ચોર વગેરે દ્વારા ચોરી લેવાથી ખેદ-ખિન્ન ન થવું જોઈએ. એણે દીન બનીને વસ્ત્રોની યાચના ન કરવી જોઈએ અને ન કોઈપણ સ્થિતિમાં અકલ્પનીય વસ્ત્ર ગ્રહણ કરવા જોઈએ. જીર્ણશીર્ણ વસ્ત્રોને કારણે ચિત્તમાં જરા પણ ખિન્નતા ન લાવવી જોઈએ. વસ્ત્રધારીઓ માટે અચેલ પરિષદનું આ સ્વરૂપ છે. જે જિનકલ્પી સાધક નગ્ન રહે છે, એમની સાથે સ્ત્રી વગેરે નિમિત્તોના ઉપસ્થિત થવાથી લજ્જા ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે નગ્નત્વથી પીડાનો અનુભવ થઈ શકે છે. તેથી નગ્નતાને પરિષહ માનવામાં આવ્યો છે. નગ્ન સાધક સમભાવથી નગ્નતાને સહન કરે, એનાથી વિચલિત ન થાય. (૯૩૮), છે તે છે જે છે તે છે જિણધમો) Page #436 -------------------------------------------------------------------------- ________________ :: (૭) અરતિ પરિષહ ઃ સંયમનો માર્ગ ખૂબ કઠોર અને મુશ્કેલ છે. દરેક ક્ષણે અહીં મુશ્કેલીઓ છે. ઇન્દ્રિયોને જીતવી કોઈ આસાન વાત નથી. મહાવ્રતોનું પાલન કરવું તલવારની ધાર પર ચાલવા સમાન છે અને મેરુ પર્વતના ભારને ઉઠાવવા સમાન છે. તેથી એવા મુશ્કેલ માર્ગ ઉપર ચાલનાર સાધકને ક્યારેય સંયમ પ્રત્યે અરતિ (અરુચિ) ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ ધીર-વીર મુનિએ ઉત્પન્ન અરતિને પોતાના વિવેકના બળથી દૂર કરી દે. વિવેકયુક્ત ચિંતનથી સંયમ વિષયક અતિને દૂર કરીને ધર્મરૂપી આરામ(ઉદ્યાન)માં મુનિએ શાંત ભાવથી આનંદપૂર્વક વિચરણ કરવું જોઈએ. અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે ક્ષુધા-પિપાસા વગે૨ે બધા પરિષહ અરતિનાં કારણો છે, તો અતિને અલગ પરિષહ કેમ કહેવામાં આવ્યો છે ? સમાધાન એ છે કે ક્યારેક-ક્યારેક ક્ષુધા-પિપાસા (તરસ) વગેરે પરિષહોના અભાવમાં પણ અશુભ કાર્યના ઉદયથી સંયમમાં અરિત થઈ શકે છે. એને રોકવા માટે અતિ પરિષહને અલગ ગણાવી છે. (૮) સ્ત્રી પરિષહ : કોઈ યૌવનના ઉન્માદથી ઉન્મત્ત યુવતી એકાંતમાં મુનિને જોઈને ભોગની યાચના કરે, હાવ-ભાવ, વિલાસ-વિભ્રમ દ્વારા મુનિને પોતાની તરફ આકૃષ્ટ કરવા માગે કે અન્ય રીતિથી રતિની ચાહ કરે તો મુનિએ એ વિચારવું જોઈએ કે એ સ્ત્રીઓ પંકભૂત છે, કીચડ છે, ખાડા છે, જેમાં ફસાઈને મનુષ્ય દુઃખી બની જાય છે. એ સ્ત્રીઓ મનુષ્ય માટે બંધનરૂપ છે, જેમાં બંધાઈને તે પરવશ થઈ જાય છે. એવું સમજીને મુનિ પોતાના મનને અને ઇન્દ્રિયોને કાચબાની જેમ ગોપન (છુપાવીને) કરીને રાખે. જે આ સ્ત્રીઓને વશ નથી થતો એનો જ સંયમ સ્થિર રહે છે. આત્મગવૈષી સાધુ સ્ત્રીઓમાં આસક્ત ન થતાં, એમાં ન લલચાતાં, દઢતા સાથે સંયમમાં સ્થિર રહે છે. સ્ત્રી પરિષહના આવવાથી દૃઢતાની સાથે એની ઉપર વિજય પ્રાપ્ત કરે, સ્વયં એને વશવર્તી ન થઈ જાય. સ્ત્રી-પરિષહનો વિજેતા જ સંયમમાં સુસ્થિર રહી શકે છે. (૯) ચર્યા પરિષહ ઃ મુનિને વાયુની જેમ અપ્રતિબદ્ધ થઈને ગ્રામાનુગ્રામ વિચરણ કરવાનું હોય છે. એક જગ્યાએ રહેવાથી સ્નેહ-બંધનમાં પડી જવાની સંભાવના રહે છે, તેથી મુનિ માટે નૌકલ્પી (આઠ મહિનામાં આઠ અને એક ચોમાસા સંબંધી) વિહારનું વિધાન કરવામાં આવ્યું છે. આ વિધાન અનુસાર એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ચાલતાં-ચાલતાં સાધુના પગમાં કાંકરા-પથ્થરો, કાંટાઓ વગેરે વાગે કે અન્ય રીતિથી વિહારમાં યાતનાઓ થાય, એમને મુનિએ સમભાવથી સહેવું જોઈએ. આ ચર્યા પરિષહ પર વિજય મેળવવો છે. (૧૦) નિષધા પરિષહ : સાધના-રત સાધુએ અનેક વાર એકાંતમાં, શૂન્યાગાર, સ્મશાન, વૃક્ષની નીચે, પહાડની ગુફાઓ વગેરેમાં પણ બેસીને ધ્યાન વગેરેની સાધના કરવાની હોય છે. એ સમયે સાધક પર જો કોઈ ભયનો પ્રસંગ આવી જાય તો એને અકંપિત ભાવથી જીતવો, આસનથી વ્યુત ન થવું, અન્ય પ્રાણીઓને સંત્રસ્ત ન કરવો, નિષદ્યા પરિષહ પર વિજય મેળવવો છે. બેસવા માટે ઉબડ-ખાબડ જમીન મળવાથી મનમાં ખેદ ન કરવો નિષઘાપરિષહ વિજય છે. પરિષહો ઉપર વિજય ૯૩૯ Page #437 -------------------------------------------------------------------------- ________________ : (૧૧) શય્યા પરિષહ : કોમળ કે કઠોર, ઊંચી-નીચી જેવી પણ જગ્યા સહજ ભાવથી મળે ત્યાં સમભાવપૂર્વક રહેવું કે શયન કરવું શય્યા પરિષહને જીતવું છે. પૂર્વાનુભૂત પલંગગાદી-ઓશિકું વગેરેનું સ્મરણ ન કરતાં ઊંચી-નીચી, ઊબડ-ખાબડ શય્યા મળવાથી મુનિએ વિચારવું જોઈએ કે મને ક્યાં અહીં વધુ રોકાવું છે ? એક રાત માટે જેવી તેવી પણ શય્યા (પથારી) મળે, શું બગડી જવાનું છે ? આ રીતે સમભાવ અને શાંતિ સાથે શય્યા પરિષહ પર વિજય મેળવવો જોઈએ. (૧૨) આક્રોશ પરિષહ ઃ મુનિને જો કોઈ કઠોર શબ્દ કહે, ગાળો આપે, અપમાન કરે, ભéના કરે તો મુનિ એની પ્રતિ જરા પણ ક્રોધ ન કરે. જો મુનિ પણ બદલામાં કઠોર શબ્દ બોલે છે તો એ પણ એ અજ્ઞાનીઓ જેવો થઈ જાય છે. તેથી બાણોની જેમ વાગતા કડવા શબ્દોને સાંભળીને મુનિ મૌન રહ્યા, એ મર્મભેદી વચનો પર જરા પણ ધ્યાન ન દે. આમ, જે મુનિ દુર્વચનરૂપી ગ્રામકાંટોને સમભાવપૂર્વક શાંતિની સાથે સહન કરે છે, તે આક્રોશ પરિષહને જીતનાર મુનિ છે. (૧૩) વધ પરિષહ ઃ જો કોઈ ક્રૂરકર્મી જીવ મુનિને મારવા માટે તૈયાર થાય ત્યારે પણ મુનિ એની પ્રત્યે મનમાં જરા પણ દ્વેષ ન લાવે. ક્ષમા-ધર્મને શ્રેષ્ઠ જાણીને ભિક્ષુ ધર્મનું આચરણ કરતો રહે. વધની સ્થિતિ આવવાથી મુનિ વિચાર કરે કે જીવનો નાશ નથી થતો. આ બિચારો મારા શરીરનો નાશ કરી રહ્યો છે. મારા જ્ઞાન વગેરે ગુણનો નાશ તો નથી કરી રહ્યો. આમ, મારનારની પ્રત્યે જરા પણ પ્રદ્વેષભાવ મનમાં ન લાવે. જે મુનિ એવી ઉત્કૃષ્ટ ક્ષમા ધારણ કરે છે, તે વધ પરિષહનો વિજેતા છે. (૧૪) યાચના પરિષહ : અણગાર ભિક્ષુમાં આ કેટલો કઠિન (મુશ્કેલ) આચાર છે કે એને પોતાના ઉપયોગની પ્રત્યેક વસ્તુ માંગીને જ લેવી પડે છે, કોઈપણ વસ્તુ એની પાસે અયાચિત નથી હોતી. યાચના કરવી ખૂબ કઠિન કામ છે. માંગવામાં શરમનો અનુભવ હોય છે. યાચના કરતા સમયે મુનિના મનમાં એ વિચાર કદાચ આવી શકે છે કે - ‘આ કેવો આચાર જેમાં પ્રત્યેક વસ્તુ માંગવી પડે છે ? એની અપેક્ષાથી તો અગારવાસ સારો છે જ્યાં કોઈ વસ્તુ માંગવી તો નથી પડતી ?’ એવો વિચાર કરનાર મુનિ યાચના પરિષહથી પરાજિત થઈ જાય છે. તેથી મુનિએ એવો વિચાર ક્યારેય ન લાવવો જોઈએ. યાચનાને પ્રભુ મહાવીર સાધુનો આચાર કહ્યો છે, તેથી અદીન ભાવથી - શાહી વૃત્તિથી યાચના કરવામાં કોઈ શરમની વાત નથી. નિરવઘ વૃત્તિ માટે સાધુને ભિક્ષાચરી કરવી જ પડે છે. એનાથી સંયમ દેહની પાલના પણ થઈ જાય છે, અને આરંભ-સમારંભથી બચાવ પણ થઈ જાય છે. તેથી યાચનાના ગુણોને જાણીને એનાથી ઉત્પન્ન થનારી શરમ વગેરેને મુનિ જીતે. જે યાચના પરિષહથી પીડિત નથી થતો તે યાચના-પરિષહનો વિજેતા મુનિ છે. (૧૫) અલાભ પરિષહ : યાચના કરવા છતાંય અનેક વાર સાધુને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ નથી થતી. એ અલાભની સ્થિતિમાં મનમાં ખિન્નતા આવી શકે છે, એનું નિવારણ કરવા માટે મુનિ પોતાના મનમાં વિચારે કે - ‘આજે મને ઇષ્ટ વસ્તુ નથી મળી રહી તો ૯૪૦ જિણધો Page #438 -------------------------------------------------------------------------- ________________ કાલે મળશે.’ જ્યારે અંતરાય કર્મનો ક્ષયોપશમ થશે ત્યારે વસ્તુ મળશે. એમાં ખેદ કરવાની કોઈ વાત નથી.જે સાધક એવો વિચાર કરે છે એને અલાભની સ્થિતિ દુ:ખી નથી કરી શકતી. તે મુનિ અલાભમાં પણ સંતુષ્ટ રહે છે. તે અલાભની સ્થિતિમાં સહજ તપના લાભને જુએ છે. એવો મુનિ અલાભ પરિષહનો વિજેતા છે. (૧૬) રોગ પરિષહ : વેદનીય કર્મના ઉદયથી શરીરમાં રોગની ઉત્પત્તિ થઈ જવાથી મુનિ જરા પણ ખિન્નતાનો અનુભવ ન કરે. એને પૂર્વકૃત કર્મોનો ઉદય માનીને શાંતિ સાથે આકુળ-વ્યાકુળ થયા વિના સહન કરે. જરા પણ કાયરતા ન લાવે. સાધુ એ સમય એ વિચાર કરે કે - ‘શરીર અને આત્મા અલગ-અલગ છે. શરીરમાં રોગ થવાથી મારા આત્માનું કંઈ નથી બગડતું.' સનતકુમાર ચક્રવર્તીનો આદર્શ રોગગ્રસ્ત મુનિએ પોતાની સમક્ષ રાખવો જોઈએ. સનત્કુમાર ચક્રવર્તી ખૂબ રૂપવાન હતા. દેવયોગથી એમના શરીરમાં કુષ્ઠ રોગ ઉત્પન્ન થઈ ગયો. એમણે વિરક્ત થઈને દીક્ષા લઈ લીધી. આ ઉત્પન્ન રોગની ચિકિત્સા નથી કરી, એમણે ઉપેક્ષાની અને ધીરતાની સાથે સહન કર્યું. એ જ રોગ પરિષહને જીતવું છે. (૧૦) તૃણ-સ્પર્શ : મુનિને પાથરવા માટે તૃણોની શય્યા કે આસનનો ઉપયોગ કરવો પડે છે. તૃણોનો સ્પર્શ તીક્ષ્ણ હોય છે. મુનિનું શરીર તપના કારણે, રૂક્ષ વૃત્તિના કારણે ક્રુશ થઈ જાય છે, તેથી એની તૃણ વગેરેનો સ્પર્શ ખૂબ પીડાકારી હોય છે. છતાં કર્મ-નિર્જરાનો અભિલાષી મુનિ આ પીડાને શાંત ભાવથી સહન કરે છે. તૃણોથી તર્જિત (પીડિત) થતો મેધાવી સાધક ક્યારેય મર્યાદા ઉપરાંત વસ્રોનો ઉપયોગ શય્યા કે આસન માટે ન કરે. જે આ પ્રકારના તૃણસ્પર્શ પરિષહને સહન કરે છે, તે તૃણ-સ્પર્શ પરિષહ વિજેતા મુનિ છે. (૧૮) મળ પરિષહ : જૈન નિગ્રંથ મુનિ સ્નાન નથી કરતા. કારણ કે તે શમ-દમજપ-તપ શૌચ વગેરેથી હંમેશાં પવિત્ર હોય છે. અપકાય અને અન્ય ત્રસ-સ્થાવર જીવોની અનુકંપા માટે મુનિ ન સ્નાન કરે છે અને ન લેપ કે માલિશ કરાવે છે. ગરમી વગેરેને કારણે રોમથી (રોમે-રોમ) પરસેવો નીકળે છે અને રજ વગેરે ઊડીને શરીર ઉપર મેલના રૂપમાં ચોંટી જાય છે. આમ, સ્વેદ અને મળ વગેરેને કારણે શરીર ક્લિન્ન થવા છતાંય મુનિ ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે. પણ કર્મ-મેલને દૂર કરવા માટે જળ-મળને અગ્લાન ભાવથી ધારણ કરે. આમ,મુનિ મળ પરિષહનો વિજેતા હોય છે. (૧૯) સત્કાર-પુરસ્કાર પરિષહ : સાધનાશીલ મુનિને જોઈને અનેક ભાવુક નરનારી શ્રદ્ધા-ભક્તિપૂર્વક સત્કાર-સન્માન કરે છે, અભ્યુત્થાન વગેરેથી વિનય કરે છે, ભોજન વગેરે માટે નિમંત્રિત કરે છે અને અન્ય અનેક રીતિઓથી સ્તુતિ, કીર્તિ, પ્રશંસા, મહિમા, અભિવાદન વગેરે કરે છે. આ રીતે પોતાનો મહિમા કે પ્રશંસા થવાથી મુનિ ન તો પ્રસન્ન થાય છે અને ન નિંદા વગેરે થવાથી (કરવાથી) રુષ્ટ થાય છે. મુનિને આદરસન્માનની કામના નથી હોતી. સાચો મુનિ આદર-સત્કારને પરિષહ માને છે અને એને રાગદ્વેષ રહિત થઈને સમભાવથી સહન કરે છે. અર્થાત્ સત્કાર મળવાથી પંચમાત્ર પણ હર્ષનો પરિષહો ઉપર વિજય ૯૪૧ Page #439 -------------------------------------------------------------------------- ________________ અનુભવ નથી કરતો અને અનાદર થવાથી પંચમાત્ર પણ ખેદ નથી કરતો. આ રીતે માનાપમાનમાં સમદષ્ટિ રાખનાર મુનિ સત્કાર-પુરસ્કાર પરિષહનો વિજેતા છે. (૨૦) પ્રજ્ઞા પરિષહ : વિશિષ્ટ ચમત્કારિણી બુદ્ધિ હોવાથી મુનિ એનું અભિમાન ન કરે અને એવી વિશિષ્ટ પ્રજ્ઞા ન હોવાથી ખિન્નતા ન લાવે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ પર બુદ્ધિની તીવ્રતા કે મંદતા નિર્ભર કરે છે. તેથી ક્ષયોપશમની વિચિત્રતાને ધ્યાનમાં રાખીને મુનિ અભિમાનથી દૂર રહે. જે આ રીતે પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ગર્વ નથી કરતો તે મુનિ પ્રજ્ઞા પરિષહનો વિજેતા છે. (૨૧) અજ્ઞાન પરિષહ : કેટલીક વાર સાધકના જ્ઞાનાવરણીય કર્મનો એવો ગાઢ ઉદય રહે છે કે નાનાવિધ પ્રયત્ન કરવા છતાંય એને જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. એને કારણે સાધકના મનમાં ખિન્નતા આવી જાય છે કે - “અહો! હું આટલું તપ વગેરે કરું છું, વાંચવામાં પરિશ્રમ કરું છું, છતાંય મને જ્ઞાન નથી આવતું. લોકો મને પ્રશ્ન કરે છે, પરંતુ હું એમનો જવાબ આપી શકતો નથી.' મુનિને આ પ્રકારની ખિન્નતા ન લાવવી જોઈએ. પણ એણે એ વિચાર કરવો જોઈએ કે - જ્યારે મારા જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થશે તો મને જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થશે. આ રીતે એણે પોતાને આશ્વસ્ત કરવો જોઈએ. મુનિ ક્યારેય એવો વિચાર ન કરે કે - “જ્યારે હું ધર્મના કે શાસ્ત્રના રહસ્યને નથી જાણી શકતો, તો મારું સંયમ ધારણ કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ-સમારંભથી વિરત થવું વ્યર્થ છે. હું આટલું તપ કરું છું, પ્રતિમા અંગીકાર કરું છું, ઉદ્યત વિહારી થઈને વિચરુ છું, છતાં મને અતિશય જ્ઞાન કેમ નથી થતું?” મુનિએ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાને ધ્યાનમાં રાખીને પોતાના અજ્ઞાન માટે ખેદ ન કરવો જોઈએ. પરંતુ અગ્લાન ભાવથી જ્ઞાનપ્રાપ્તિને માટે ઉદ્યમ કરતાં રહેવું જોઈએ. જે સાધક આ પ્રમાણે અજ્ઞાનજન્ય પીડાને અગ્લાન ભાવથી સહે છે તે અજ્ઞાન પરિષહનો વિજેતા છે. (૨૨) (અ) દર્શન પરિષહ : સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી સ્વીકૃત ત્યાગ નિષ્ફળ પ્રતીત થવાથી મુનિની શ્રદ્ધા ડામાડોળ થઈ શકે છે. એવી સ્થિતિમાં પોતાની શ્રદ્ધાને અડોલ અને દઢ રાખવી જોઈએ. શ્રદ્ધામાં વિક્ષેપ પડવાથી મુનિને ખિન્નતા થાય છે. એને સંશય થવા લાગે છે કે પરલોક છે કે નહિ? તપસ્વીને ઋદ્ધિ-સિદ્ધિ મળે છે કે નહિ ? સંયમ ધારણ કરીને ક્યાંક હું ઠગાઈ તો નથી ગયો ને ? શું ખબર તીર્થકર થયા છે કે થશે નહિ? આ રીતે મુનિની શ્રદ્ધા ડોલાયમાન થઈ જાય છે કે તેથી આને પીડારૂપ પરિષહ માનવામાં આવ્યો છે. મુનિને આ રીતે પોતાની શ્રદ્ધામાં વિક્ષેપ ન નાખવો (પાડવો) જોઈએ, પણ શ્રદ્ધાને મજબૂત કરતા રહેવું જોઈએ. જે સાધક આ રીતે (અ) દર્શન વિષયક પરિષહને શ્રદ્ધાના સંબલના સહારે સહન કરે છે અર્થાતુ પોતાની શ્રદ્ધાને દઢ બનાવી રાખે છે, તે (બ) દર્શન પરિષહનો વિજેતા છે. ઉક્ત બાવીસ પરિષહો પર વિજય મેળવવાથી સંવર-ધર્મ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. (૯૪૨) નો જ છે ન જિણધમો) Page #440 -------------------------------------------------------------------------- ________________ પરિષહોનાં કારણો : ઉક્ત બાવીસ પરિષહોમાંથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષદોનાં કારણ જ્ઞાનાવરણીય કર્મ છે. અલાભ પરિષદનું કારણ અંતરાય કર્મ છે. (અ) દર્શન પરિષદનું કારણ દર્શન મોહનીય છે. અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ યાચના અને સત્કાર-પુરસ્કાર એ સાત પરિષદ ચારિત્ર મોહનીયનાં કારણો હોય છે. બાકી સુધા, પિપાસા, શીત (ઠંડી), ઉષ્ણ, દશમશક, ચર્યા, શય્યા, વધ અને રોગ, તૃણ-સ્પર્શ તથા મળ એ અગિયાર પરિષહ વેદનીય કર્મનાં કારણોથી થાય છે. ગુણસ્થાનોમાં પરિષહ : સૂથમ સંપરાય નામના દસમા ગુણસ્થાનમાં તથા ઉપશાંત મોહ અને ક્ષીણ મોહ નામના અગિયારમા અને બારમા ગુણસ્થાનોમાં ચૌદ પરિષહોની સંભાવના છે. તે એ છે - સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મળ, મોહનીય કર્મના ઉદયથી થનારા આઠ પરિષહો ત્યાં સંભવ નથી, કારણ કે આ ગુણસ્થાનોમાં મોહોદયનો અભાવ છે. છતાં દસમા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ કષાય હોય છે, પરંતુ તે એટલો અલ્પ હોય છે કે એને ન હોવા જેવો પણ કહી શકાય છે. તેથી દસમા ગુણસ્થાનમાં પણ મોહજન્ય આઠ પરિષદોનો અભાવ માન્યો છે. તેરમા ચૌદમા ગુણસ્થાનમાં માત્ર અગિયાર જ પરિષહ સંભવ છે, જે વેદનીયજન્ય છે. તે એ છે - સુધા, પિપાસા, શીત (ઠંડી), ઉષ્ણ, દશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મળ. બાકીના અગિયાર પરિષહ ઘાતકર્મજન્ય હોય છે અને આ ગુણસ્થાનોમાં ઘાતિ કર્મોનો અભાવ હોવાથી તે સંભવ નથી. બાદર સંપરાય નામક નવમા ગુણસ્થાનમાં બાવીસ પરિષહ હોય છે, કારણ કે પરિષહોને કારણભૂત બધાં કર્યો ત્યાં હોય છે. છઠ્ઠા-સાતમા-આઠમા ગુણસ્થાનમાં પણ બધા પરિષહો હોઈ શકે છે, કારણ કે ત્યાં પરિષદના કારણભૂત બધાં કર્મોની સત્તા છે. એક સાથે એક જીવમાં સંભાવ્ય પરિષહ? બાવીસ પરિષદોમાંથી કેટલાક પરિષહો પરસ્પર વિરોધી છે, જેમ ઠંડી અને ગરમી, ચર્ચા-શધ્યા અને નિષદ્યા. એમાંથી પહેલાંના બે અને પછીના ત્રણ એક સાથે નથી. ઠંડીના હોવાથી એ જ સમયમાં ઉષ્ણ નથી હોતું અને ઉષ્ણના હોવાથી ઠંડી હોતી નથી. ચર્યા, શય્યા અને નિષધા - આ ત્રણમાંથી એક સમયમાં એક જ સંભવ છે. તેથી ઉક્ત પાંચેયમાંથી એક સમયમાં બે પરિષદોની જ સંભાવના હોય છે, ત્રણની સંભાવના હોતી નથી. તેથી એક જીવને એક સમયમાં અગિયાર પરિષદો જ હોઈ શકે છે. આમ, પરિષહોને જાણીને જે મુનિ સમભાવના સાથે આ પરિષદોને સહન કરે છે તે સંવર ધર્મનો આરાધક હોય છે અને કર્મોની મહાનિર્જરા કરે છે. [પરિષહો ઉપર વિજય ) પરિષદો ઉપર વિજય છે , જે ૯૪૩) ૯૪૩ Page #441 -------------------------------------------------------------------------- ________________ GO (પાંચ ચારિત્ર) આત્મિક શુદ્ધ દશામાં સ્થિર રહેવાનું અનુષ્ઠાન વિશેષ ચારિત્ર છે, અથવા ચારિત્ર મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થનારા વિરતિ પરિણામને ચારિત્ર કહે છે. નિરુક્તિની દૃષ્ટિથી “વિત્ત રિવર્તિ રતિતિ ચારિત્રમ્' પૂર્વસંચિત કર્મોને જે રિક્ત કરે, તે ચારિત્ર છે. કહ્યું છે - ___"एयं चयरित्तकरं चारित्तं होई आहियं " ઉત્તરા, અ.-૨૮, ગા-૩૩ મોક્ષાભિલાષી આત્મા પૂર્વ સંચિત કર્મોને દૂર કરવા માટે સર્વ સાવધ યોગની નિવૃત્તિ કરે છે, એ જ ચારિત્ર કહેવાય છે. પરિણામ શુદ્ધિના તરતમભાવની અપેક્ષાથી ચારિત્રના પાંચ ભેદો છે. ચારિત્રના પાંચ ભેદ : (૧) સામાયિક ચારિત્ર (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર. (૧) સામાયિક ચારિત્ર ઃ સમભાવમાં સ્થિત રહેવા માટે સમસ્ત અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો સામાયિક ચારિત્ર છે અથવા રાગ-દ્વેષ રહિત આત્માની પ્રતિક્ષણ અપૂર્વઅપૂર્વ-અપૂર્વ નિર્જરાથી થનારી આત્મ વિશુદ્ધિનું પ્રાપ્ત થવું સામાયિક છે. ભવભ્રમણના ક્લેશને મટાડનારી, ચિંતામણિ કામધેનુ તથા કલ્પવૃક્ષનાં સુખોનો પણ તિરસ્કાર કરનારી, નિરુપમ સુખ દેનારી, રત્નત્રયની પર્યાયોને પ્રાપ્ત કરાવનારી, રાગ-દ્વેષરહિત આત્માની વિરતિ-પરિણતિને સામાયિક ચારિત્ર કહે છે. સર્વ સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો તથા નિરવદ્ય વ્યાપારનું સેવન કરવું, સામાયિક ચારિત્ર છે. છેદોપસ્થાપન વગેરે ચારિત્રના અન્ય ભેદ પણ સામાયિક રૂપ તો છે જ, છતાંય આચાર અને ગુણની કેટલીક વિશેષતાઓને કારણે અન્ય ચાર ભેદોના સામાયિકથી પૃથક નિરૂપણ કર્યું છે. છેદ વગેરે વિશેષણ ન હોવાથી પ્રથમ ચારિત્રનું નામ સામાન્ય રૂપથી સામાયિક ચારિત્ર રાખવામાં આવ્યું છે. સામાયિક ચારિત્રના બે ભેદો છે - ઇન્દર કાલિક સામાયિક અને યાવત્કથિત સામાયિક. ઇત્વર કાલિક સામાયિક : ઇવર કાળનો અર્થ છે - અલ્પકાળ. અલ્પકાળ માટે જે સામાયિક ચારિત્ર દેવા-લેવામાં આવે છે, તે ઇવર કાલિક છે. ભરત-ઐરાવત ક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થકરના તીર્થમાં દીક્ષાર્થીને પ્રથમ ઇવર કાલિક સામાયિક ચારિત્ર આપવામાં આવે છે. એની સ્થિતિમાં જઘન્ય સાત દિવસ, મધ્યમ ચાર મહિના અને ઉત્કૃષ્ટ છ મહિના છે. એની પછી એમાં પુનઃ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે. જ્યાં સુધી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવતું નથી ત્યાં સુધી એ દીક્ષિતના ઇવર કાલિક સામાયિક ચારિત્ર હોય છે. (૪૪) 000 0.0000 0.0000 ( જિણધો] Page #442 -------------------------------------------------------------------------- ________________ ચાવલ્કથિત સામાયિક ચારિત્ર: યાવજીવન માટે જે સામાયિક ચારિત્ર અંગીકાર કરવામાં આવે છે, તે યાવન્કથિત છે. પ્રથમ અને અંતિમ તીર્થકરને છોડીને શેષ બાવીસ તીર્થકરોના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોના સાધુઓને પહેલાં જ માવજીવન માટે સામાયિક ચારિત્ર દઈ દેવામાં આવે છે, એમાં પુનઃ મહાવ્રતોનું આરોપણ નથી કરવામાં આવતું. આ યાવસ્કથિત સામાયિક ચારિત્ર છે. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર ઃ જે ચારિત્રમાં પૂર્વ પર્યાયના છેદ કરીને મહાવ્રતોના પુનઃ ઉપસ્થાપન-આરોપણ હોય છે, એને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. આ ચારિત્ર ભરત અને ઐરાવત ક્ષેત્રના પ્રથમ તથા ચરમ તીર્થંકરના તીર્થમાં જ હોય છે, શેષ તીર્થકરોના તીર્થમાં નથી થતા. છેદોપસ્થાપનીય ચારિત્ર બે પ્રકારના છે - નિરતિચાર છેદોપસ્થાપન અને સાતિચાર છેદોપસ્થાપન. નિરતિચાર છેદોપસ્થાપન : ઇવર સામાયિકવાળા સાધુના તથા એક તીર્થથી બીજા તીર્થમાં જનારા સાધુઓને જે પુનઃ વ્રતારોપણ કરવામાં આવે છે, તે નિરતિચાર છેદાપસ્થાપન છે. સાતિચાર છેદોપસ્થાપન : મૂળગુણોનો ઘાત કરનારા સાધુને જે પુનઃ મહાવ્રતોનું આરોપણ કરી નવી દિશા આપવામાં આવે છે, તે સાતિચાર છેદોપસ્થાપન છે. (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર : જેમાં વિશિષ્ટ પ્રકારના તપઃ પ્રધાન આચારનું પાલન કરવામાં આવે છે તે પરિવાર વિશુદ્ધિ-ચારિત્ર છે. અથવા જે ચારિત્રમાં કર્મોનો અને દોષોનો વિશેષ રૂપથી પરિહાર થાય અને વિશેષ નિર્જરા દ્વારા વિશુદ્ધિ થાય, તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર છે. સ્વયં તીર્થકર ભગવાન પાસે અથવા તીર્થકર ભગવાન પાસે રહીને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી ચૂક્યા હોય, એની પાસે આ ચારિત્ર અંગીકાર કરવામાં આવે છે. ગચ્છ નિર્ગત નવસાધુઓના એક ગણ સામૂહિક રૂપથી આ ચારિત્રની આરાધના કરે છે. એમાંથી ચાર સાધુ તપ કરે છે, જે પારિવારિક કહેવાય છે. ચાર વૈયાવૃત્ય કરે છે, જે આનુપારિવારિક કહેવાય છે, અને એક કલ્પસ્થિત અર્થાત્ ગુરુના રૂપમાં રહે છે, જેની પાસે પારિહારિક અને આનુપારિહારિક સાધુ, આલોચના, વંદના, પ્રત્યાખ્યાન વગેરે કરે છે. આ કલ્પ સ્થિત સાધુ પ્રવચન પણ આપે છે. પારિવારિક સાધુ ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય એક ઉપવાસ, મધ્યમ બેલા તથા ઉત્કૃષ્ટ તેલા તપ કરે છે. શિશિરકાળમાં જઘન્ય બેલા, મધ્યમ તેલા અને ઉત્કૃષ્ટ ચૌલા (ચાર ઉપવાસ) તપ કરે છે. વર્ષાકાળમાં જઘન્ય ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કરે છે. શેષ ચાર આનુપારિહારિક અને કલ્પસ્થિત સાધુ પ્રાયઃ નિત્ય ભોજન કરે છે. એ હંમેશાં આયંબિલ કરે છે. આ રીતે પારિવારિક સાધુ છ મહિના સુધી તપ કરે છે. એની પછી તે તપ કરનારા વૈયાવૃત્ય કરનારા બની જાય છે અને વૈયાવૃત્ય કરનારા તપ કરનાર થઈ જાય છે. આ ક્રમ પણ છ મહિના સુધી પૂર્વવતુ ચાલે છે. આમ, આઠ સાધુઓને તપ કરી લેવાથી એમાંથી એકને ગુરુ પદ પર સ્થાપિત કરવામાં [ પાંચ ચારિત્ર) નો જ જ પ ૯૪૫) Page #443 -------------------------------------------------------------------------- ________________ આવે છે અને શેષ સાત વૈયાવૃત્ય કરે છે અને પૂર્વમાં ગુરુ પદ પર રહેલા સાધુ તપ કરવું શરૂ કરે છે. આ પણ છ મહિના સુધી તપ કરે છે. આ રીતે અઢાર મહિનામાં આ પરિહાર તપનું કલ્પ પૂર્ણ થાય છે. પરિહાર વિશુદ્ધિ તપ પૂર્ણ થવાથી તે સાધુ કાં તો આ જ કલ્પનો પુનઃ પ્રારંભ કરે છે કે જિનકલ્પ ધારણ કરી લે છે કે પાછા ગચ્છમાં આવી જાય છે. આ ચારિત્ર છેદોપસ્થાપનીય ચારિત્રવાળાઓનું જ હોય છે, અન્યનું નહિ. પરિહાર વિશુદ્ધિ ચારિત્રના બે ભેદો છે – નિર્વિશમાનક અને નિર્વિષ્ટ કાયિક. તપ કરનાર પારિહારિક સાધુ નિર્વિશમાનક કહેવાય છે. એમનું ચારિત્ર નિર્વિશમાનક પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. તપ કરીને વૈયાવૃત્ય કરનાર આનુપારિવારિક સાધુ તથા તપ કર્યા પછી ગુરુપદ પર રહેલો સાધુ નિર્વિષ્ટ કાયિક કહેવાય છે. એમનું ચારિત્ર નિર્વિષ્ટ કાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. (૪) સૂમ સંપરાય ચારિત્ર : સંપદાયનો અર્થ કષાય છે, જે ચારિત્રમાં સૂક્ષ્મ સંપરાય અર્થાત્ સંજ્વલન લોભનો સૂક્ષ્મ અંશ રહે છે, એને સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહે છે. એના બે ભેદો છે - વિશુદ્ધયમાન અને સંક્ષિશ્યમાન. ક્ષેપક શ્રેણી અને ઉપશમ શ્રેણી પર ચડનાર સાધુના પરિણામ ઉત્તરોત્તર શુદ્ધ રહેવાથી એમનું ચારિત્ર વિશુદ્ધયમાન હોય છે. ઉપશમ શ્રેણીથી પડતા સાધુના પરિણામ સંક્લેશયુક્ત હોય છે, તેથી એમનું ચારિત્ર સંક્તિશ્યમાન કહેવાય છે. આ ચારિત્ર દસમાં ગુણસ્થાનમાં હોય છે. (૫) ચયાખ્યાત ચારિત્ર : કષાયનો જરા પણ ઉદય ન હોવાથી અતિચાર રહિત પારમાર્થિક રૂપથી પ્રસિદ્ધ શુદ્ધ સ્વરૂપવાળું ચારિત્ર યથાખ્યાત ચારિત્ર છે. અથવા કષાય રહિત સાધુના નિરતિચાર યથાર્થ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. એના બે ભેદ છે - છવસ્થ યથાખ્યાત ચારિત્ર અને કેવળી યથાવાત ચારિત્ર. છઘસ્થ યથાખ્યાત ચારિત્રના બે ભેદો છે - ઉપશાંત મોહ યથાખ્યાત ચારિત્ર અને ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્ર. અગિયારમા ગુણસ્થાનમાં ઉપશાંત મોહ યથાખ્યાત ચારિત્ર હોય છે. અને બારમા ગુણસ્થાનમાં ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્ર હોય છે. અથવા છાસ્થ યથાખ્યાત ચારિત્ર બે પ્રકારના છે - પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. અગિયારમા ગુણસ્થાનમાં થનારા પ્રતિપાતિ છે અને બારમા ગુણસ્થાનમાં થનારા અપ્રતિપાતિ છદ્મસ્થ યથાખ્યાત ચારિત્ર છે. કેવળી યથાખ્યાત ચારિત્રના બે ભેદ છે - સયોગી અને અયોગી. સયોગી યથાખ્યાત ચારિત્ર તેરમા ગુણસ્થાનમાં હોય છે અને અયોગી યથાખ્યાત ચૌદમા ગુણસ્થાનમાં હોય છે. વર્તમાન કાળમાં માત્ર પહેલું સામાયિક ચારિત્ર અને બીજું છેદોવસ્થાનીય ચારિત્ર - એ બે ચારિત્ર જોવા મળે છે. એમની વિધિવત્ આરાધના કરનાર મુનિ સંસારસાગરથી પાર થઈ જાય છે અને અન્ય ભવ્યજનોને પણ પાર ઉતારે છે. ઉક્ત રીતિથી ૩ ગુપ્તિ, ૫ સમિતિ, ૧૦ ધર્મ, ૧૨ ભાવના, ૨૨ પરિષહ-જય અને ૫ ચારિત્રના ભેદથી ૫૭ પ્રકારના સંવરનું નિરૂપણ કરવામાં આવ્યું. જે ભવ્ય જીવ ઉક્ત ૫૭ પ્રકારના સંવર ધર્મની આરાધના કરે છે, તે મુકિત-સુખના ભાગી બને છે. (૯૪) જા. / / જિણધર્મોો] Page #444 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ( તપનું નિરૂપણ પૂર્વવર્ણિત સંવર દ્વારા કર્મોનો આસ્રવ તો બંધ થઈ જાય છે અર્થાતુ નવીન કમોંનું બંધન થતું નથી, પરંતુ પૂર્વ સંચિત કર્મોની સત્તા રહે છે, એને નષ્ટ કરવા માટે તપનું અવલંબન લેવું પડે છે. પૂર્વસંચિત કર્મોનો ક્ષય મુખ્યત્વે તપ દ્વારા થાય છે. જીવ એક તળાવની સમાન છે અને કર્મ પાણીની સમાન છે. જે તળાવમાં નવું પાણી આવતું રહેતું હોય તો એમાંથી પાણી ઉલેચતા રહેવા છતાંય તળાવ ખાલી નથી થઈ શકતું. જો નવા પાણીનું આગમન રોકી દેવામાં આવ્યું, પરંતુ જૂનું જળ ન સુકાય તો પણ સરોવર નિર્જળ નથી થઈ શકતું. આ રીતે જ્યાં સુધી આમ્રવનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી જીવ કર્મ રહિત નથી થઈ શકતો અને પૂર્વસંચિત કર્મોને તપ દ્વારા ક્ષય ન કરવામાં આવે ત્યાં સુધી પણ નિષ્કર્મ નથી બની શકતું. નવાં કમને રોકવા માટે સંવર ધર્મની અને પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરવા માટે તપોધર્મની અપેક્ષા રહે છે. તપ દ્વારા કોટિ (કરોડો) ભવના સંચિત કર્મjજ પણ એ જ રીતે ભસ્મ થઈ જાય છે, જેમ અગ્નિ દ્વારા રૂનો ઢગલો. કહ્યું છે - "भवकोडीसंचियं कम्मं, तवसा निजरिज्जई" - ઉત્તરા., અ-૩૦,ગા-૬ કરોડો જન્મોના ઉપાર્જિત કર્મ તપ દ્વારા ક્ષીણ થઈ જાય છે. જેમ પક્ષિણી પોતાના શરીર ઉપર લાગેલી ધૂળને શરીર હલાવીને સાફ કરી દે છે, એ જ રીતે ઉપવાસ વગેરે તપ કરનારા પુરુષ કર્મોનો ક્ષય કરી દે છે. જેમ સ્વર્ણના મેલને દૂર કરવા માટે એને અગ્નિમાં નાખવામાં આવે છે, એ જ રીતે આત્માની શુદ્ધિ માટે એને તપ રૂપી આગમાં નાખવું પડે છે. તપનો ઉદ્દેશ્ય શરીર-દમન સાથે ઇન્દ્રિયો અને મન ઉપર વિજય પ્રાપ્ત કરવો છે. શરીર પુષ્ટ થવાથી ઇન્દ્રિયો પ્રબળ થાય છે અને તે વિષયોની તરફ તીવ્રતાથી દોડે છે. ઇન્દ્રિયોનું વિષયો પ્રતિ દોડવું જ દુઃખનું કારણ છે અને આ જ સંસાર છે. સંસારથી પાર થવાની ઇચ્છાવાળા મુમુક્ષુ માટે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો આવશ્યક છે. દેહ-દમન ઇન્દ્રિય-વિજયનું સાધન છે. તેથી તપશ્ચરણ દ્વારા શરીરનું દમન કરવું જોઈએ. શરીર-દમન એક સાધન છે અને તેથી ઇન્દ્રિયો ઉપર તથા વાસનાઓ પર વિજય મેળવવો સાધ્ય છે. સાધ્યને લક્ષ્યમાં રાખીને જો સાધનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તો બરાબર છે, પરંતુ સાધ્યને ભુલાવી દેવામાં આવે તો સાધન નિરુપયોગી સિદ્ધ થાય છે. સંસારમાં અનેક પ્રાણી આત્મ શુદ્ધિના લક્ષ્યને ભૂલીને માત્ર શારીરિક કષ્ટ સહન કરવાનો માર્ગ અપનાવે છે. કોઈ પંચાગ્નિ તપ તપે છે, કોઈ કાંટાઓ ઉપર ઊંઘે છે, કોઈ શેવાળ ખાઈને રહે છે, કોઈ મહિના મહિના - સુધીના ઉપવાસ કરીને પારણામાં કુશમાત્ર ખાય છે, પરંતુ આ બધું અજ્ઞાન તપ છે. એવા તપનો કોઈ આત્મિક લાભ હોતો નથી. કારણ કે એવા તપનો ઉદ્દેશ્ય જ ખોટો છે. જેનો ઉદ્દેશ્ય જ અશુદ્ધ છે, તો કાર્ય શુદ્ધ કેવી રીતે K તપનું નિરૂપણ કરે ૯૪૦) Page #445 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે છે? સાંસારિક વાસનાઓથી કે યશની લાલસાથી કરેલું તપ બાળ-તપની શ્રેણીમાં છે. એવા તપથી આત્મસંશોધન થતું નથી. આત્મ શુદ્ધિના ઉદ્દેશ્યથી કરેલું તપ જ કર્મોની નિર્જરાનું કારણ હોય છે. કહ્યું છે - जे य बुद्धा महाभागा वीरा सम्मत्त दंसिणो । सुद्धं तेसिं परक्कंतं अफलं होइ सव्वसो ॥ જે સમ્યગુજ્ઞાની, મહાભાગ, વીર અને સમ્યગુદૃષ્ટિ છે, એમનું તપ વગેરે અનુષ્ઠાન શુદ્ધ છે. એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ મહાપુરુષોનું તપ સાંસારિક પ્રયોજન માટે નથી હોતું. જે વ્યક્તિ તપશ્ચર્યા કરીને એનું અભિમાન કરે છે, માન-મોટાઈની અભિલાષા રાખે છે, સાંસારિક ફળની આકાંક્ષા રાખે છે, એનું પણ તપ શુદ્ધ નથી. તપ માત્ર નિર્જરાની દષ્ટિથી જ કરવું જોઈએ જેમ કે આગમમાં કહ્યું છે - _ "चउविव्हा खलु तव समाही भवइ । तंजहा- नो इहलोगट्ठयाए तवमहिद्वैज्जा, नो परलोगट्ठआए तवमहिट्ठिज्जा नो कित्ति-वन्न-सद्द सिलोगट्ठआए तवमहिट्ठिज्जा, नन्नत्थ निज्जरट्ठयाए तवमहिछेज्जा ।" । - દશવૈકાલિક, ૯-૪ ચાર પ્રકારની તપ સમાધિ હોય છે. આ લોકમાં ભૌતિક સુખોની લાલસાથી તપ ન કરો, પરલોકમાં ભૌતિક સુખોની ઇચ્છાથી તપ ન કરો. કીર્તિ-વર્ણ-શબ્દ અને પૂજા મહિમા માટે તપ ન કરો, માત્ર નિર્જરાના હેતુથી જ તપનું આરાધન કરો. એકાંત નિર્જરાની દૃષ્ટિથી કરવામાં આવેલું તપ જ ઉત્તમ તપ છે. જ્ઞાનપૂર્વક કરેલું તપશ્ચરણ જ મોક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરી શકે છે. મિથ્યાદેષ્ટિઓ દ્વારા કરવામાં આવેલું તપ અજ્ઞાન તપ છે, કારણ કે તે શુદ્ધ ઉદ્દેશ્યપૂર્વક નથી કરવામાં આવતું. “ગીતા'માં તપના વિષયમાં કહેવામાં આવ્યું છે - विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । रसवयं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥ તપસ્વી નિરાહારીના વિષય શાંત થઈ જાય છે. જે રસ (આસક્તિ) રહી જાય છે, તે પણ સમ્યગુ જ્ઞાન દ્વારા નષ્ટ થઈ જાય છે. એનાથી સિદ્ધ થાય છે કે વિષયોથી નિવૃત્તિ કરવા માટે તપની આવશ્યકતા છે. નિરાહારી રહેવાથી વિષય શાંત થાય છે અને આ જ આશયથી નિરાહારી રહેવાથી આસક્તિ પણ ચાલી જાય છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્રિય-વિષયોની તરફ ન દોડો અને આત્મજાગૃતિ બની રહે, એને માટે તપની આંચમાં તપવું જોઈએ. તપનો અર્થ માત્ર શરીરનું દમન જ નથી, પણ આત્મદમન પણ છે. કષાય વગેરે કુવાસનાઓથી વાસિત ચિત્તની પ્રવૃત્તિનો નિરોધ કરવો, આત્મદમન છે. જે સાધકો પોતાની વૃત્તિઓને વશમાં કરે છે તે તપસ્વી પદના સાચા અધિકારીઓ છે. તપશ્ચર્યાનો માપદંડ વૃત્તિવિજય છે. જેણે પોતાની ઇચ્છાઓને જેટલા અંશમાં ઓછી કરી છે, તે તેટલા જ અંશમાં તપની આરાધક છે. તેથી કહેવામાં આવ્યું છે - (૯૪૮) , , , જિણધર્મોો] Page #446 -------------------------------------------------------------------------- ________________ રૂછાનિરો થતા એટલે કે ઇચ્છાઓને રોકવી તપ છે.” આચારાંગ સૂત્ર'ના નિર્યુક્તિકારે તપના મહત્ત્વને એક દષ્ટાંત દ્વારા પ્રતિપાદિત કર્યું છે जह खलु झुसिरं कळं सुचिरं मुक्कं लहुंडहइ अग्गी । तह खलु खवंति कम्मं सम्मचरणेठिया साहू ॥ જેમ જીર્ણ તથા અત્યંત સુકાયેલા કાષ્ઠને અગ્નિ તરત જ સળગાવી દે છે, એ જ રીતે સમ્યક ચારિત્ર(તપ)માં સ્થિત સાધુ કર્મરૂપી કાષ્ઠને ભસ્મ કરી દે છે. જેમ લીલા (પલળેલા) લાકડાની અપેક્ષા સૂકું લાકડું અને સૂકાની અપેક્ષા જીર્ણ લાકડું જલદી બળી જાય છે, એ જ રીતે ભીનાં પાપ કર્મોને બાહ્ય-આત્યંતર તપની આગમાં તપાવી દેવાં જોઈએ. આમ, તપેલાં કર્મરૂપી લાકડાં ધ્યાનરૂપી આગથી શીઘ (તરત) જ બળી જાય છે. ધ્યાન આત્યંતર તપ જ છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના વીસમા અધ્યયનમાં કહ્યું છે - ત્ત બંન્ને ! નીવે કિ ગUTય ? તi વોરાનVાય ” - પ્રશ્ન-૨૭ “ભગવન્! તપ કરવાથી જીવને શું લાભ થાય છે ?” “ગૌતમ! તપ કર્યા પહેલાં સંચિત કર્મોની નિર્જરા હોય છે.” તપનો અલૌકિક પ્રભાવ, તીર્થકરોએ પણ કેવળી બનતાં પહેલાં તપનું અવલંબન કર્યું હતું. ભગવાન્ ઋષભદેવે એક વર્ષ સુધીનું તપ કર્યું હતું. મધ્યના તીર્થકરોના કાળમાં (સમયમાં) આઠ મહિનાનો અને અંતિમ તીર્થકર મહાવીરના સમયમાં છ મહિનાનું ઉત્કૃષ્ટ તપ થતું હતું. સ્વયં મહાવીર પ્રભુએ છે માસનું તપ કર્યું હતું. દશવૈકાલિક સૂત્રમાં ધર્મના અંગના રૂપમાં તપના મહત્ત્વને દર્શાવવામાં આવ્યું છે. યથા - “અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ શ્રેષ્ઠ મંગલ છે.” તપ સંયમનું કવચ છે. તપ વિના સંયમ સુરક્ષિત અને સુસ્થિર નથી રહેતું. આત્માના અંતર્મળની શુદ્ધિ તપથી થાય છે. કહ્યું છે - 'तवेणं परिसुज्झइ ।' - ઉત્તરા. ૨૮ “તત્ત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું છે . તપસી નિર્નર ર’ - તત્ત્વાર્થ, અ-૯ સૂ-૩ અર્થાત્ તપથી સંવર પણ થાય છે અને નિર્જરા પણ થાય છે. આમ, તપના મહિમાને હૃદયંગમ કરીને મુમુક્ષુ સાધકને પોતાની શક્તિનું ગોપન ન કરતાં ઉલ્લાસપૂર્વક તપનું આચરણ કરવામાં ઉદ્યત રહેવું જોઈએ. [ તપનું નિરૂપણ છે જે છે છે ) છે (૯૪૯) Page #447 -------------------------------------------------------------------------- ________________ તપના ભેદ : सो तवो दुविहो वुत्त बाहिरब्भन्तरो तहा । बाहिरो छव्विहो वुत्तो एवमब्भन्तरो तवो ॥७॥ अणसण- मुणोयरिया भिक्खायरिया य रसपरिच्चाओ । काय - किलेसो संलीणया, य बज्झो तवो होइ ॥ ८ ॥ पायच्छितं विणओ, वैयावच्चं तहेव सज्झाओ । झाणं च चिउस्सग्गो, एसो अभितरी तवो ॥३०॥ ઉત્તર., અ-૩૦ તપના મુખ્ય બે ભેદો છે બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપ એ છે, જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય તથા જે બાહ્ય દ્રવ્યોની અપેક્ષા સહિત હોવાથી દૃષ્ટિગોચર થતું હોય. આપ્યંતર તપ એ છે, જેમાં માનસિક વૃત્તિઓની પ્રધાનતા હોય તથા જે પ્રાયઃ બાહ્ય દ્રવ્યોની અપેક્ષા રહિત હોવાથી બીજાઓને દૃષ્ટિગોચર ન પણ થાય. બાહ્ય તપનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપોયગી હોવાથી છે. બાહ્ય અને આત્યંતર તપના વર્ગીકરણમાં સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ ધાર્મિક નિયમોનો સમાવેશ થઈ જાય છે. બાહ્ય તપના છ ભેદો છે ઃ ૧. અનશન, ૨. ઉણોદરી, ૩. ભિક્ષાચર્યા, ૪. રસપરિત્યાગ, પં. કાયક્લેશ અને ૬. પ્રતિસંલીનતા. : આત્યંતર તપના પણ છ ભેદ છે ઃ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. વ્યુત્સર્ગ. બાહ્ય તપ ૧. અનશન : (ઉપવાસ) : અનશન અર્થાત્ અનાજ, પાન-પાણી, ખાદ્ય અર્થાત્ પકવાન, મેવા વગેરે, સ્વાદ્ય અર્થાત્ મુખશુદ્ધિ કરનાર ઇલાયચી-સોપારી વગેરે એ ચારેય પ્રકારના પદાર્થો અહીં ‘અશન’ શબ્દથી ગ્રાહ્ય છે. પૂર્વોક્ત અશન-પાન-ખાદ્ય-સ્વાધ- ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો અનશન તપ છે. અનશન તપ બે પ્રકારના હોય છે - ઇત્પરિક અનશન અને યાવત્કથિત અનશન (જીવન પર્યંત માટે કરવામાં આવતું અનશન) ઇત્વરિક અર્થાત્ મર્યાદિત સમય માટે કરવામાં આવતું અનશન. એક ઉપવાસથી લઈને છ મહિનાના ઉપવાસ સુધી ઇત્વરિક અનશન હોય છે. આત્મા મૂલતઃ અણાહારી છે. શરીરમાં આબદ્ધ હોવાની પરતંત્રતાને કારણે એને આહાર કરવો પડે છે. શરીર સંયમની સાધનાનું સાધન છે. જ્યાં સુધી આ શરીર દ્વારા સંયમની સાધના થઈ શકે ત્યાં સુધી આને ભાડાના રૂપમાં આહાર આપવો જ પડે છે. મુમુક્ષુ આત્મા ખાવા માટે નથી ખાતા પણ શરીરને સુરક્ષા આપવા માટે અનાસક્ત ભાવથી ખાય છે. તેથી મુમુક્ષુ મુનિ આહારનો ગુલામ નથી હોતો, પણ આહારની ગુલામીને વધુમાં વધુ નિરાહાર રહીને તોડનાર હોય છે. તેથી મુનિ ઉપવાસ, બેલા, તેલા વગેરે તપ કરતાં જ રહે છે. ચાર જ્ઞાનોના સ્વામી ગૌતમ ગણધર બેલા-બેલા પારણાં કરતા હતા. મુનિઓનું સંયમી જીવન જિણધમ્મો ૯૫૦ Page #448 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રકારનાં તપોથી અલંકૃત હોય છે. સાક્ષાત્ પ્રભુ મહાવીરે પોતાની સાધના અવસ્થામાં એટલું વધુ તપ કર્યું કે તે દીર્ઘ તપસ્વીના રૂપમાં વિખ્યાત થયા. મુમુક્ષુ સાધકોની સામે એ જ્વલંત આદર્શ છે, જે તપની મહત્તાને અને એની ઉપયોગિતાને સૂચિત કરે છે. “સ્થાનાંગ સૂત્ર'માં કહેવામાં આવ્યું છે - _ 'खंति सूरा अरिहंता, तवे सूरा अणगारा' - સ્થાન-૪ અરિહંત ભગવાન ક્ષમાશૂર છે અને અણગાર તપ કરવામાં શૂર હોય છે. ઇ–રિક અનશન તપના છ પ્રકારો : (૧) શ્રેણી તપ, (૨) પ્રતર તપ, (૩) ધન તપ, (૪) વર્ગ તપ, (૫) વર્ગવર્ગ તપ અને (૬) પ્રકીર્ણક તપ. (૧) શ્રેણી તપ : ચતુર્થ ભક્ત (એક ઉપવાસ), ષષ્ઠ ભક્ત (બેલા), અષ્ટમ ભક્ત (તેલા) આમ, ક્રમથી ચડતાં-ચડતાં પક્ષોપવાસ, માસોપવાસ, દ્વિમાસોપવાસ અને અંતમાં પાસોપવાસ કરવો શ્રેણી તપ કહેવાય છે. છ મહિનાથી વધુનો ઉપવાસ નથી હોતો. પ્રતર તપ (૨) પ્રતર તપ ઃ શ્રેણીને શ્રેણીથી ગુણ્યા કરવાથી પ્રતર થાય છે. એક, બે, ત્રણ, ચાર ૧ | ૨ ઉપવાસની એક શ્રેણી. આ શ્રેણીને શ્રેણીથી ગુણ્યા કરવાથી (૪૪૪)=૧૬ પદ થાય છે. તે બાજુના કોષ્ઠક અનુસાર જાણવા જોઈએ. બાજુમાં આપેલા કોષ્ઠક અનુસાર પહેલાં એક ઉપવાસ, પછી બે, પછી ત્રણ, પછી ચાર. પછી બે, પછી ત્રણ, પછી ચાર, પછી એક. આ રીતે અંકોના ક્રમ અનુસાર તપ કરવું પ્રતર-અનશન તપ કહેવાય છે. (૩) ધન તપ ઃ પ્રતરને શ્રેણીથી ગુણ્યા કરવાથી ધન તપ થાય છે. પ્રતર અર્થાતુ ૧૬ને શ્રેણી અર્થાત્ ૪થી ગુણ્યા કરવાથી ૬૪ પદ થાય છે. ૧૬X૪ આમ ૬૪ કોષ્ઠકમાં આવતા અંકો અનુસાર તપ કરવું ધન તપ કહેવાય છે. (૪) વર્ગ તપ : ધનને ધનથી ગુણ્યા કરવાથી વર્ગ થાય છે. ૬૪૮૬૪=૪૦૯૬ કોષ્ઠકોમાં આવનાર અંકો અનુસાર તપ કરવું વર્ગ તપ કહેવાય છે. (૫) વર્ગ વર્ગ તપ : વર્ગને વર્ગથી ગુણ્યા કરવાથી વર્ગ વર્ગ થાય છે. ૪૦૯૬ X ૪૦૯૬=૧૬૭૭૭૨૧૬ કોષ્ટકોમાં આવનાર અંકો અનુસાર તપ કરવું વર્ગવર્ગ તપ છે. (૬) પ્રકીર્ણક તપ ઃ ઉપર્યુક્ત શ્રેણી વગેરેના રૂપમાં ન કરીને જે તપ વિભિન્ન રૂપોમાં કરવામાં આવે, તે પ્રકીર્ણક તપ છે. જેમ કે - કનકાવલી, રત્નાવલી, મુક્તાવલી, એકાવલી, બૃહત્ સિંહદીડિત, લઘુસિંહક્રીડિત, ગુણરત્ન, સંવત્સર, વજમધ્ય-પ્રતિમા, યવમધ્ય-પ્રતિમા, સર્વતોભદ્ર-પ્રતિમા, મહાભદ્ર-પ્રતિમા, ભદ્ર-પ્રતિમા, વર્ધમાન આયંબિલ વગેરે પ્રકીર્ણક તપો છે. તપનું નિરૂપણ કરે છે છે તે છે ૫૧) Page #449 -------------------------------------------------------------------------- ________________ એકાવલી તપ : પ્રથમ ઉપવાસ, પછી બેલા, પછી તેલા. એના પછી એક-એક કરીને ૮ ચતુર્થવ્યક્ત કરવા. પછી એક ઉપવાસથી લઈને ક્રમશઃ સોળ ઉપવાસ સુધી વધારવા. ત્યાર પછી એક-એક કરીને ચોંત્રીસ વાર ચતુર્થભત કરવા. એની પછી સોળ ઉપવાસ, પંદર ઉપવાસ, ચૌદ ઉપવાસ, આ ક્રમથી એક ઉપવાસ સુધી નીચે ઊતરવું, ત્યાર પછી આઠ વાર ચતુર્થભક્ત કરવું. એના પછી તેલા, બેલા અને એક ઉપવાસ કરવા. આ તપની ૪ પરિપાટીઓ કરવાની હોય છે. એક પરિપાટીનો કાળ એક વર્ષ, બે મહિના અને બે દિવસ છે. ચાર પરિપાટીઓ પૂરી કરવામાં ચાર વર્ષ, આઠ મહિના અને આઠ દિવસ લાગે છે. પ્રથમ પરિપાટીમાં પારણામાં વિગય લઈ શકાય છે. બીજી પરિપાટીમાં વિગયનો ત્યાગ હોય છે. ત્રીજી પરિપાટીમાં વિગયનો લેપમાત્ર પણ વર્જનીય છે. ચોથી પરિપાટીમાં પારણાના દિવસે આયંબિલ કરવામાં આવે છે. આ તપની એક પરિપાટીમાં તપના દિવસ ત્રણસો ચોત્રીસ પારણાના દિવસો ઇઠ્યાસી હોય છે. આ તપ દરમિયાન દિવસમાં આતાપના લેવી અને રાતમાં વસ્ત્રરહિત થઈને વીરાસનથી બેસીને ધ્યાન કરવાનું હોય છે. જ્યાં બે સ્થાનો ઉપર આઠ વખત ચતુર્થભક્ત કરવાનું હોય છે, ત્યાં એમાં આઠ ષષ્ઠભક્ત કરવાના હોય છે, તથા જ્યાં ચોત્રીસ વાર ચતુર્થભક્તિ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં એમાં ચોત્રીસ ષષ્ઠભક્ત કરવામાં આવે છે. શેષ વિધિ એકાવલી તપના સમાન જાણવી જોઈએ. આ તપની ચાર પરિપાટીઓ હોય છે. એક પરિપાટીનો કાળ એક વર્ષ, ત્રણ મહિના અને બાવીસ દિવસ હોય છે. એમાં તપના દિવસો ત્રણસો ચોર્યાસી અને પારણાના દિવસો ઈક્યાસી હોય છે. ચારેય પરિપાટીઓનો કાળ પાંચ વર્ષ, બે મહિના અને અઠ્યાવીસ દિવસ છે. પ્રથમ પરિપાટીના પારણામાં વિગય લઈ શકાય છે. બીજી પરિપાટીના પારણામાં વિનયનો ત્યાગ કરવામાં આવે છે. ત્રીજી પરિપાટીમાં વિગયનો લેપ પણ વર્જિત છે અને ચોથી પરિપાટીના પારણામાં આયંબિલ કરવામાં આવે છે. કનકાવલી તપ ઃ આની વિધિ એકાવલી તપની જેમ જ છે. અંતર એ છે કે એકાવલી તપમાં જ્યાં બે સ્થાનો પર આઠ-આઠ કરીને ચતુર્થભક્ત કરવાનું કહ્યું છે અને એક સ્થાન પર ચોત્રીસ ચતુર્થભક્ત કરવાનું કહ્યું છે, ત્યાં આ તપમાં આઠ-આઠ અષ્ટમભક્ત અને ચોત્રીસ અષ્ટમભક્ત કરવામાં આવ્યા છે. શેષ બધી વિધિ એકાવલીની સમાન જાણવી જોઈએ. રત્નાવલી તપ ? આ તપની વિધિ પણ એકાવલી તપની જેવી જ છે, અંતર એ છે કે એકાવલી તપમાં આ તપની એક પરિપાટીમાં એક વર્ષ, પાંચ મહિના અને બાર દિવસ લાગે છે. એમાં તપના દિવસ એક વર્ષ, બે મહિના અને ચૌદ દિવસો છે. અને પારણાના દિવસો ક્યાસી હોય છે. ચારેય પરિપાટીઓમાં પાંચ વર્ષ, નવ મહિના અને અઢાર દિવસ લાગે છે. પારણાની વિધિ એકાવલી રત્નાવલીની સમાન જ જાણવી જોઈએ. મુક્તાવલી તપ ? આ તપમાં સૌપ્રથમ ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસ પછી બેલા, એના પછી ઉપવાસ. ઉપવાસ પછી તેલા, પછી ઉપવાસ અને પછી ચૌલા - આમ, (૫૨) જિણધો] Page #450 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે ઉપવાસ કરતાં સોળ સુધી વધે છે. સોળ પછી એક ઉપવાસ કરે છે. અહીં સુધી ચડવાનો ક્રમ થયો. એના પછી ઊતરવાનો ક્રમ પ્રારંભ થાય છે. પહેલાં એક ઉપવાસ, પછી પંદર, પછી ઉપવાસ, પછી ચૌદ. આ રીતે વચ્ચે-વચ્ચે ઉપવાસ કરતાં-કરતાં ઊતરીને એક ઉપવાસ સુધી આવે છે. આ મુક્તાવલી તપ છે. શેષ વિધિ એકાવલી તપની જેમ જાણવી જોઈએ. એની ચાર પરિપાટીઓ હોય છે. એક પરિપાટીમાં અગિયાર મહિના અને પંદર દિવસો લાગે છે. તપના દિવસ બસો ક્યાંસી અને પારણાના દિવસ ઓગણસાઠ હોય છે. ચારેય પરિપાટીઓમાં ત્રણ વર્ષ અને દસ મહિના લાગે છે. પહેલી પરિપાટીમાં વિગયથી પણ પારણા હોય છે. બીજી પરિપાટીમાં પારણામાં વિયનો ત્યાગ, ત્રીજીમાં વિગયના લેપ સુધીનો ત્યાગ અને ચોથી પરિપાટીમાં આયંબિલથી પારણા કરવામાં આવે છે. ગુણરત્ન-સંવત્સર તપ ? આ તપની વિધિ આ પ્રકાર છે - પ્રથમ મહિનામાં એકએક ઉપવાસ કરીને પારણું કરવું, બીજા મહિનામાં બેલે-બેલે પારણાં કરવાં, ત્રીજા મહિનામાં તેલ-તેલે પારણાં કરવાં, ચોથા મહિનામાં ચૌલે-ચીલે પારણા કરવાં. આમ વધતાં જતાં સોળમા મહિનામાં સોળ-સોળના પારણાં કરવાં. આ ગુણરત્ન સંવત્સર તપ છે. દિવસમાં આતાપના અને રાતમાં ધ્યાનની વિધિ પૂર્વવત્ જાણવી. આ તપમાં કુલ સોળ મહિના લાગે છે. એમાંથી તેર મહિના તેર દિવસ પારણાના હોય છે. - લઘુ સિંહનિષ્ક્રીડિત તપ જે રીતે ચાલતા સમયે સિંહ પાછળ દૃષ્ટિ નાખતાં આગળ વધે છે. આ જ રીતે જે તપમાં આગળ વધતાં સમયે પાછલું તપ કરવામાં આવે છે, તે લઘુ સિહનિષ્ક્રીડિત તપ છે. એની વિધિ આ પ્રકારે છે - પહેલાં ઉપવાસ, પછી બેલા, પછી ઉપવાસ, પછી તેલા, પછી બેલા. પછી ચૌલા, પછી ક્રમશઃ ત્રણ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, પછી આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એક, બે, એક - આમ તપ કરવું લઘુ સિહનિષ્ક્રીડિત તપ છે. એની ચાર પરિપાટીઓ હોય છે. એક પરિપાટીમાં છ મહિના અને સાત દિવસ લાગે છે. તપના પાંચ મહિના અને ચાર દિવસ તથા પારણાના તેંત્રીસ દિવસ હોય છે. ચારેય પરિપાટીનો સમય (કાળ) બે વર્ષ અને અઠ્યાવીસ દિવસ છે. આતાપના અને ધ્યાન પૂર્વવત્ જાણવું જોઈએ. મહા સિંહનિષ્ક્રીડિત તપઃ લઘુ સિંહનિષ્ક્રીડિત તપમાં ઉપવાસથી લઈને નવ ઉપવાસ સુધી ચડવામાં આવે છે અને પછી નીચે ઊતરવામાં આવે છે. આ મહા સિંહનિષ્ક્રીડિત તપમાં એ જ ક્રમાનુસાર સોળ ઉપવાસ સુધી ચડવામાં આવે છે અને એ જ પદ્ધતિથી નીચે ઊતરવામાં આવે છે. એની ચાર પરિપાટીઓ હોય છે. એક પરિપાટીમાં એક વર્ષ, છ મહિના અને અઢાર દિવસો લાગે છે. તપના દિવસો એક વર્ષ, ચાર મહિના અને સત્તર દિવસ હોય છે અને પારણાના એકસઠ દિવસ હોય છે. ચાર પરિપાટીઓનો કુલ સમય છ વર્ષ, બે મહિના અને બાર દિવસ છે. આતાપના અને ધ્યાન પૂર્વવત્ સમજવું જોઈએ. [ તપનું નિરૂપણ જે આજે જ છે. તેમ ૫૩) Page #451 -------------------------------------------------------------------------- ________________ બાજુમાં આપેલા કોષ્ટક અનુસાર ઉપવાસ, બેલા, ભદ્રપ્રતિમા તેલા, ચૌલા, પંચોલા કરવા. પછી તેલા, ચૌલા, પંચોલા, ૧ | ૨ | ૩ | ૪ | પ ઉપવાસ અને બેલા કરવા. ત્યાર પછી પંચોલા, ઉપવાસ, બેલા, તેલા, ચૌલા કરવા, પછી બેલા, તેલા, ચૌલા, પંચોલા અને ઉપવાસ કરવા. તે અનુસાર ચૌલા, પંચોલા, ઉપવાસ, બેલા અને તેલા કરવા ભદ્રપ્રતિમા ૫ | ૧ | ૨ | ૩ | ૪ છે. એમાં પાંચ લતાઓ થઈ. એની ચાર પરિપાટીઓ ૨ | ૩ | ૪ | ૫ | ૧ થાય છે. પ્રથમ પરિપાટીમાં એકસો દિવસ લાગે છે. એમાં પંચોતેર દિવસ તપના અને પચીસ દિવસ પારણાના ૪ | ૫ | ૧ | ૨ | ૩ | હોય છે. ચાર પરિપાટીમાં એક વર્ષ, એક મહિનો અને દસ દિવસ લાગે છે. બાજુમાં કોષ્ટક અનુસાર તપ કરવું મહાભદ્રપ્રતિમા મહાભદ્રપ્રતિમા છે. ઉપવાસ, બેલા, તેલા, ચૌલા, પાંચ, છ અને સાત ઉપવાસ કરવા | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ પ્રથમ લતા છે. બીજી લતામાં - ચાર, પાંચ, છ, સાત, | | એક, બે અને ત્રણ ઉપવાસ કરવામાં | ૭ | ૧ | ૨ | આવે છે. ત્રીજી લતામાં - સાત, ઉપવાસ, બેલા, ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૧ | ૨ તેલા, ચૌલા, પંચોલા અને છ ઉપવાસ | ૬ | ૭ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ કરવામાં આવે છે. ચોથી લતામાં - તેલા, ચૌલા, પંચોલા, છ, સાત, ઉપવાસ અને બેલા કરવામાં | ૫ | ૬ | ૭ | ૧ | ૨ | ૩ | ૪ | આવે છે. પાંચમી લતામાં છે, સાત, ઉપવાસ, બેલા, તેલા, ચૌલા અને પંચોલા કરવામાં આવે છે. છઠ્ઠી લતામાં - બેલા, તેલા, ચૌલા, પંચોલા, છ, સાત અને ઉપવાસ કરવામાં આવે છે. સાતમી લતામાં - પાંચ, છ, સાત, ઉપવાસ, બેલા, તેલા અને ચૌલા કરવામાં આવે છે. ઉક્ત રીતિથી સાત લતાઓમાં ઉપવાસથી લઈને સાત ઉપવાસ સુધીની તપસ્યા કરવામાં આવે છે. એક પરિપાટીમાં આઠ મહિના અને પાંચ દિવસ લાગે છે. તપના છ મહિના અને સોળ દિવસ તથા પારણાના એક મહિનો અને ઓગણીસ દિવસ હોય છે. ચાર પરિપાટીઓમાં બે વર્ષ, આઠ મહિના અને વીસ દિવસ લાગે છે. [૯૫૪) છે જે છે છે આ જિણધમો) Page #452 -------------------------------------------------------------------------- ________________ આ પ્રતિમામાં પહેલી લતામાં પંચોલા, એની પછી છ, સાત, આઠ અને નવ ઉપવાસનું તપ કરવામાં આવે છે. સર્વતોભદ્રપ્રતિમા બીજી લતામાં - સાત, આઠ, નવ, પાંચ અને છનું તપ કરવામાં આવે છે. ત્રીજી લતામાં - નવ, પાંચ, છ, સાત અને આઠ ઉપવાસ કરવામાં આવે છે. ચોથી લતામાં - છ, સાત, આઠ, નવ અને પાંચ ઉપવાસ કરવામાં આવે છે. પાંચમી લતામાં - આઠ, નવ, પાંચ, છ અને સાત ઉપવાસ કરવામાં આવે છે. ઉકત પાંચ લતાઓથી એક પરિપાટી પૂરી થાય છે. એમાં એક્સો પંચોતેર દિવસ તપના અને પચીસ દિવસ પારણાના થાય છે. કુલ એક પરિપાટીમાં છ માસ અને વીસ દિવસ થાય છે, ત્યારે પરિપાટી બે વર્ષ, બે મહિના અને 1] વીસ દિવસ લાગે છે. યવમધ્ય-ચંદ્રપ્રતિમા : શુક્લ (સુદ) પ્રતિપદાને એક ક્વલ ખાઈને પ્રતિદિન એક-એક કવલ વધતાં-વધતાં પૂર્ણિમાને પંદર કવલ અને કૃષ્ણ (વદ) પ્રતિપદાને પંદર કૌર ખાઈને એક-એક કવલ પ્રતિદિન ઘટાવતા અમાસે એક કૌર આહાર કરવામાં આવે, આ યવમધ્ય ચંદ્ર પ્રતિમા છે. ચંદ્રમાની કળાના સાથે આહાર વધે છે અને ઘટવા સાથે ઘટે છે. યવની જેમ મધ્યમાં જાડા (વધુ આહાર) અને બંને આંતરડાંઓ પર પાતળો (ઓછો આહાર) હોવાથી આ તપને યવમધ્ય-ચંદ્રપ્રતિમા કહેવામાં આવે છે. વજમધ્ય-ચંદ્રપ્રતિમા ઃ કૃષ્ણપક્ષ(વદ)ની પ્રતિપદાને પંદર કવલ ખાઈને પ્રતિદિન એક-એક કવલ કરીને અમાવસ્યાએ એક કૌર અને શુક્લ (સુદ) પ્રતિપદાનો એક કૌર, એના પછી એક-એક કવલ વધારતા પૂનમનાં ૧૫ કૌર આહાર કરો, આ વજમધ્ય-ચંદ્રપ્રતિમા તપ છે. વજનો મધ્ય ભાગ પાતળો હોય છે અને બંને અંતમાં જાડા થાય છે. આ રીતે આ તપમાં મધ્યમાં ઓછો આહાર કરવામાં આવે છે અને બંને સંતોમાં વધુ આહાર કરવામાં આવે છે, તેથી આને વજમધ્ય-ચંદ્રપ્રતિમા કહેવામાં આવે છે. વર્ધમાન-આયંબિલ તપ : એમાં પહેલાં એક આયંબિલ કરવામાં આવે છે. એના પછી એક ઉપવાસ કરવામાં આવે છે. પછી બે આયંબિલ અને એક ઉપવાસ, પછી ત્રણ આયંબિલ અને એક ઉપવાસ. આ રીતે વચ્ચે ઉપવાસ કરતાં-કરતાં આયંબિલ ક્રમશઃ એકએક વધતા રહે છે. એકસો આયંબિલ સુધી આ ક્રમ ચાલે છે, એ સોમાં આયંબિલ પછી એક ઉપવાસ કરવામાં આવે છે. આ વર્ધમાન આયંબિલ તપ છે. આ તપ ચૌદ વર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસમાં પૂરા થાય છે. એમાં આયંબિલના દિવસ ૫૦૫૦ થાય છે અને ઉપવાસના દિવસે સો થાય છે. કુલ ૫૧૫૦ દિવસ થાય છે. આ તપમાં ચડવાનું જ થાય છે, ઊતરવું નહિ. તેથી આ વર્ધમાન તપ કહેવાય છે. આ રીતે કેટલાંક પ્રકીર્ણક તપોનું વર્ણન કરવામાં આવ્યું છે. અન્ય પણ અનેક પ્રકારના પ્રકીર્ણક તપ છે. જેમ સપ્ત-સપ્તમિકાપ્રતિમા વગેરે. આ બધાં ઇત્વરકાલિક તપ છે. દૂ તપનું નિરૂપણ છે જો આ છે ) ૫૫) Page #453 -------------------------------------------------------------------------- ________________ યાવત્કથિત અનશન(ઉપવાસ)ના ત્રણ ભેદ : યાવજ્જીવન અનશન વ્રત ભયંકર ઉપસર્ગ આવવાથી, અસાધ્ય રોગ વગેરેની સ્થિતિમાં તથા મૃત્યુ-કાળ નજીક જાણીને કરવામાં આવે છે. એના ત્રણ ભેદ છે - (૧) ભક્તપ્રત્યાખ્યાન, (૨) ઇંગિતમરણ અને (૩) પાદપોપગમન. ભક્તપ્રત્યાખ્યાન ઃ એમાં જીવનભર માટે ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે. એમાં શરીરની સેવા, ગમનાગમન તથા હલન-ચલન કરી શકાય છે. : ઇંગિતમરણ ઃ એમાં ચારેય પ્રકારના ત્યાગ સાથે નિર્ધારિત સ્થાનમાં ગમનાગમન અને હલન-ચલનનો પણ ત્યાગ કરવામાં આવે છે. એમાં કોઈથી સેવા કરાવી શકાતી નથી. પાદપોપગમન : એમાં ચારેય આહારનો ત્યાગ કરતાં કરતાં બધા પ્રકારના હલનચલનનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે. જેમ કપાયેલા વૃક્ષની ડાળીઓ નિશ્ચેષ્ટ જમીન પર પડી રહે છે, એ જ રીતે એમાં હલન-ચલનનો સર્વથા નિષેધ હોવાથી નિશ્ચેષ્ટ રહેવાનું હોય છે. એમાં શરીરની ન તો શુશ્રુષા જ કરવામાં આવે છે અને ન કોઈની સેવા જ લેવામાં આવે છે. આ ત્રણેય પ્રકારના યાવત્કથિત અનશનને ‘સંથારો' પણ કહેવામાં આવે છે. એ ત્રણેય પ્રકારના અનશન નિહારિમ અને અનિહારિમ બંને પ્રકારના હોય છે. જે અનશન ગ્રામ વગેરે વસ્તીમાં અને ઉપાશ્રયમાં કરવામાં આવે છે અને મૃત્યુ પછી શબનો દાહ વગે૨ે સંસ્કાર કરવામાં આવે છે, તે નિહારિમ અનશન છે. જે પર્વતની ગુફાઓમાં કે વનમાં કરવામાં આવે છે તથા જેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી, તે અનિહારિમ અનશન છે. ૨. ઉણોદરી તપના વિવિધ ભેદો : આહાર, ઉપધિ અને કષાયને ન્યૂન કરવું ઉણોદરી તપ છે. એના બે ભેદો છે - દ્રવ્ય ઉણોદરી અને ભાવ ઉણોદરી. દ્રવ્ય ઉણોદરી તપ બે પ્રકારનાં છે - ઉપકરણ દ્રવ્ય ઉણોદરી અને ભક્તપાન દ્રવ્ય ઉણોદરી - ઉપકરણ દ્રવ્ય ઉણોદરી ઃ વસ્ર-પાત્ર વગેરે ઉપકરણ ઓછાં રાખવાં ઉપકરણ દ્રવ્ય ઉણોદરી છે. એક વસ્ત્ર, એક પાત્ર અને નિર્દોષ. પ્રીતિકાર અથવા જીર્ણ ઉપકરણ લેવાં. એનાથી મમત્વ ઘટે છે અને વિહારમાં સુવિધા થાય છે. ભક્તપાન દ્રવ્ય ઉણોદરી : આવશ્યકતાથી ઓછો આહાર વગેરે કરવો, ભક્તપાન દ્રવ્ય ઉણોદરી છે. આ અનેક પ્રકારની હોય છે. આઠ કવલ પ્રમાણ આહાર કરવો પૌન ઉણોદરી તપ છે. સોળ કવલ આહાર કરવો. કિંચિત્ ઉણોદરી તપ છે. ૩૨ કવલ આહારને પ્રમાણોપેત આહાર માનવામાં આવ્યો છે. એક કૌર ઓછો આહાર કરવો પણ ઉણોદરી તપ છે. ૩૨ કવલનું વિધાન સ્થૂળ વિધાન છે. પોતાના સાધારણ ખોરાકથી એક કવલ પણ ઓછું ખાનાર પ્રકામ-ભોગી નથી, પણ ઉણોદરી તપ કરનાર માનવામાં આવે છે. ઓછો આહાર કરવાથી પ્રમાદમાં ઘટાડો થાય છે અને શરીર નીરોગ રહે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૩૦મા તપોમાર્ગ અધ્યયનમાં ઉણોદરી તપ સંબંધમાં એવું વર્ણન કરે છે ઃ ૯૫ જિણધો Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉણોદરી તપ સંક્ષેપમાં પાંચ પ્રકારનું છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાય ઉણોદરી. જેનો જેટલો આહાર છે, એનાથી જઘન્ય એક કણ પણ ઓછો આહાર કરવો દ્રવ્ય ઉણોદરી છે. ગામ, નગર, રાજધાની, નિગમ વગેરે વિવિધ ક્ષેત્રોમાંથી અમુક-અમુક ક્ષેત્રોમાં જ ભિક્ષાચારી માટે જવું ક્ષેત્ર ઉણોદરી છે. આ પ્રકારની ભિક્ષાચારી ક્ષેત્ર-સંબંધિત અભિગ્રહ કરીને કરવામાં આવે છે. એવા છ અભિગ્રહ બતાવવામાં આવે છે - (૧) પેટિકા, (૨) અર્ધ-પેટિકા (૩) ગોમૂત્રિકા, (૪) પતંગવીથિકા, (૫) શખૂકાવત્ત અને (૬) ગત-પ્રત્યાગતા. પેટિકા : ભિક્ષાસ્થાન (ક્ષેત્ર)ને પેટી સમાન ચાર ખૂણાઓમાં વિભક્ત કરી વચ્ચેનાં સ્થાનોને છોડતાં માત્ર, ખૂણાના ઘરોમાં ભિક્ષાર્થ જવું. અર્ધ-પેટિકા : ઉપર્યુક્ત ચાર ખૂણાઓનાં ઘરોમાંથી માત્ર બે ખૂણાઓનાં ઘરોમાં જ ભિક્ષાર્થ જવું. ગોમૂત્રિકા ઃ ગોમૂત્રિકોની જેમ આડી-અવળી રીતથી અર્થાત્ આમને-સામનેની બંને પંક્તિઓનાં ઘરોમાંથી પ્રથમ અને પંક્તિના ઘરથી થોડો આહાર લેવો, પછી બીજી પંક્તિના ઘરમાંથી આહાર લેવો, પુનઃ પ્રથમ પંક્તિના ઘરથી આહાર લેવો, આ ગોમૂત્રિકા ભિક્ષાચારી છે. પતંગવીથિકા : પતંગના ઊડવાની જેમ એક ઘરથી આહાર લઈને પછી કેટલાંક (થોડા) ઘરોને છોડીને આગળના ઘરથી આહાર લેવો. શખૂકાવત્ત : શંખના આવર્તની જેમ ગોળાકાર ફરીને ગોચરી કરવી. એના બે ભેદો છે - બાહ્ય અને આત્યંતર. ગત-પ્રત્યાગતા એક પંક્તિમાં પ્રારંભથી લઈને અંતિમ ઘર સુધી ભિક્ષા માટે જઈને ત્યાંથી પાછો આવતાં બીજી પંક્તિમાં આહાર ગ્રહણ કરવો. ઉક્ત છ પ્રકારના અભિગ્રહોમાંથી કોઈપણ પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરીને ગોચરી માટે નીકળવું ક્ષેત્ર ઉણોદરી તપ છે. જ્યાં સરસ આહારની ઉપલબ્ધિ સંભવ હોય, સંકલ્પપૂર્વક અને ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં ગોચરી કરવું પણ ક્ષેત્ર ઉણોદરી છે. કાળ ઉણોદરી : દિવસના ચાર પ્રહરો(પહોરો)માંથી અમુક પ્રહરમાં ભિક્ષા માટે જવું અથવા ત્રીજા પ્રહરના અંતિમ ભાગમાં ભિક્ષાર્થ જવું અને શેષ કાળમાં ન જવું, કાળ ઉણોદરી તપ છે. ભાવ ઉણોદરી : સ્ત્રી કે પુરુષ, અલંકૃત કે અનલંકૃત, અમુક વયવાળી, અમુક વસ્ત્રવાળી, અમુક વર્ણવાળી, અમુક ભાવવાળી વ્યક્તિ આહાર આપશે તો લઈશ - આ પ્રકારનો અભિગ્રહ કરવો ભાવ ઉણોદરી છે. [ તપનું નિરૂપણ )OOOOOOOOOOOOOX૫૦) Page #455 -------------------------------------------------------------------------- ________________ પર્યાય ઉણોદરી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ઉણોદરીમાં જે વિધાન કરવામાં આવ્યું છે, એની અપેક્ષાથી ઉણોદરી કરવી ઉણોદરી તપ થાય છે. આ દ્રવ્ય ઉણોદરીનું વર્ણન થયું. ભાવ ઉણોદરી ઃ ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, ચપળતા વગેરે દોષોને ઓછા કરવા ભાવ ઉણોદરી તપ છે. ૩. ભિક્ષાચર્ચા: બાહ્ય તપનો ત્રીજો ભેદ ભિક્ષાચર્યા છે. શ્રમણ પોતાની દેહયાત્રાના નિર્વાહ-હેતુ મધુકરી-વૃત્તિ અપનાવે છે. જેમ ભમરો ફૂલોને પીડા પહોંચાડ્યા વગર એમાંથી થોડો-થોડો રસ પીને સ્વયંને તૃપ્ત કરી લે છે, આ રીતે મુનિ પણ ગૃહસ્થનાં ઘરોથી થોડો-થોડો આહાર લઈને પોતાનું કામ ચલાવી લે છે. જેમ ગાય-જંગલમાં ચરતાં-ચરતાં વિભિન્ન સ્થાનોથી થોડુંથોડું ઘાસ ખાય છે, આ રીતે મુનિ પણ ગૃહસ્થોનાં અનેક ઘરોથી થોડો-થોડો આહાર વિધિપૂર્વક લે છે. તેથી મુનિની આહાર વગેરેની ગવેષણાને “ગોચરી' કહે છે. જૈન શ્રમણના ગોચરીના નિયમો ખૂબ કઠોર છે, ભિક્ષાચારી દ્વારા આહાર પ્રાપ્ત કરવો કોઈ સરળ કાર્ય નથી. તેથી ભિક્ષાચાર્યને પણ પોતાનામાં એક તપ માનવામાં આવ્યું છે. ભિક્ષાચર્યા તપના ચાર પ્રકારો છે - (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી અને (૪) ભાવથી. દ્રવ્યથી ભિક્ષા માટે જતા સમયે એ સંકલ્પ કરવો કે હું એટલું જ દ્રવ્ય લઈશ અને એ પ્રકારે લઈશ” - આ દ્રવ્ય ભિક્ષાચર્યા છે. “આગમ'માં તેના છવ્વીસ અભિગ્રહ પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે : (૧) વિવેત્તર: વાસણમાંથી વસ્તુ કાઢી લઈને તો લેવું, અન્યથા નહિ. (૨) નિશ્વિત્તવરણઃ વાસણમાં વસ્તુ નાખીને આપે તો લેવું, અન્યથા નહિ. (૩) વિશ્વ-નિર્વિવરણ: વાસણમાંથી વસ્તુ કાઢીને પછી નાખતાં-નાખતાં આપે તો લેવું, અન્યથા નહિ. (૪) નિવિદ્યત્ત-વત્તિવર: વાસણમાં વસ્તુ નાખીને પછી કાઢતાં-કાઢતાં આપે તો લેવું, અન્યથા નહિ. (૫) વડ્રિક્સમાચRE: ગૃહસ્થી માટે થાળીમાં પીરસેલા આહારની ગવેષણા કરવી. (૬) સીરિઝમાર: જે ઠંડુ કરવા માટે થાળી વગેરેમાં નાખીને પછી ફરીથી બનાવવાના પાત્રમાં નાખીને દેવામાં આવ્યું હોય, એવા આહારની ગવેષણા કરવી. (૭) ૩વગર: બીજા દ્વારા અન્યને આપવામાં આવેલા આહારની ગવેષણા કરવી. (૮) વ વરણ : દેય દ્રવ્યમાંથી કાઢીને અન્યત્ર સ્થાપિત આહાર વગેરેની ગવેષણા કરવી. (૯) ડવીયાવાયવરણ : ઉક્ત બંને પ્રકારના આહાર વગેરેની ગવેષણા કરવી. અથવા ગૃહસ્થ દ્વારા પ્રશસિત પછી દૂષિત વસ્તુની ગવેષણા કરવી. જેમ ગૃહસ્થ કહે કે જળ (પાણી) શીતળ તો છે પણ ખારું છે - આ રીતે ઉપનીત-અપની વસ્તુની ગવેષણા કરવી. (૫૮) અને છે કે એ છે કે જ જિણધમો) Page #456 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સવાર-સવાયRU: પ્રથમ દૂષિત પછી પ્રશંસિત આહાર વગેરેની ગવેષણા કરવી. જેમ ગૃહસ્થ કહે કે - “પાણી ખારું છે, પરંતુ શીતળ છે.” (૧૧) સંસટ્ટર: એ જ પદાર્થથી ભરેલા હાથથી આપવામાં આવતા આહાર વગેરેની ગવેષણા કરવી. (૧૨) સંકુવરણ: ભર્યા વગરના હાથથી આપવામાં આવતા આહારની ગવેષણા કરવી. (૧૩) તળાયસંસાર: ભિક્ષામાં આપવામાં આવતા પદાર્થની સમાન (અવિરોધી) પદાર્થથી ભરેલા હાથથી આપવામાં આવતા આહારની ગવેષણા કરવી. (૧૪) મJUાયવરણઃ પોતાનો પરિચય આપ્યા વિના કે બાહ્ય શિષ્ટાચાર દેખાડ્યા સિવાય આહારની ગવેષણા કરવી. (૧૫) વિરઃ મૌન રહીને આહાર વગેરેની ગવેષણા કરવી. (૧૬) દિનામિg: દષ્ટિગોચર થનારા આહારની જ ગવેષણા કરવી અથવા સૌથી પહેલાં દૃષ્ટિગોચર થનારા દાતારના હાથથી જ ભિક્ષા લેવી. (૧૭) વિનામg: પડદા વગેરેની અંદર રહેલા આહાર વગેરેની ગવેષણા કરવી અથવા પૂર્વમાં ન જોયેલ દાતાથી આહાર લેવો. (૧૮) પુનામા : “તમને કઈ વસ્તુની જરૂર છે,” એવું પૂછનાર દાતાથી આહાર લેવો. (૧૯) પુનામા : કોઈ પ્રકારનો પ્રશ્ન ન પૂછનારા દાતાથી આહાર વગેરેની ગવેષણા કરવી. (૨૦) fમવૃત્નામિg : રૂખા-સૂકા તુચ્છ આહાર વગેરેની ગવેષણા કરવી. (૨૧) મવશ્વનામિણ : સામાન્ય આહારની ગવેષણા કરવી. (૨૨) અન્નમિત્રાયઃ રાતનો વાસી વગેરે અરુચિકર આહાર વગેરે લેવો. (૨૩) ગોવાદિયા: પાસે રહેનાર વ્યક્તિથી આહાર વગેરેની ગવેષણા કરવી. (૨૪) પરિમિયfપંડવાઈ : પરિમિત આહારની ગવેષણા કરવી. (૨૫) મુદ્દેસાઈ : શંકા વગેરે દોષ રહિત શુદ્ધ એષણાપૂર્વક આહારની ગવેષણા અથવા વ્યંજન (શાક વગેરે) રહિત માત્ર ચોખા વગેરે લેવા. (૨૬) વાવ વચ્ચે ધાર ન તૂટતાં એક વારમાં જેટલો આહાર કે પાણી સાધુના પાત્રમાં પડે, એને એક દત્તિ કહે છે. એવી દત્તિઓની સંખ્યાનો નિયમ કરીને આહાર વગેરેની ગવેષણા કરવી. આ દ્રવ્યથી ભિક્ષાચર્યાનું વર્ણન થયું. ક્ષેત્ર ભિક્ષાચય : ક્ષેત્રથી ભિક્ષાચર્યાના આઠ અભિગ્રહો છેઃ (૧) પેટિકા (૨) અર્ધપેટિકા (૩) ગોમૂત્રિકા (૪) પતંગવીથિકા (૫) બાહ્ય શંખાવર્તા (પહેલા ઉપરના ઘરથી, પછી નીચેના ઘરથી લેવું) (૬) આત્યંતર શંખાવર્તા (પહેલાં નીચેના ઘરથી, પછી ઉપરના ઘરથી [ તપનું નિરૂપણ છે. જ છે (૫૯) Page #457 -------------------------------------------------------------------------- ________________ લેવું) (૭) ગત-પ્રત્યાગતા અને (૮) ઋજુગતિ. ઉક્ત રીતિથી ક્ષેત્ર સંબંધિત અભિગ્રહ કરીને ભિક્ષાચારી કરવી ક્ષેત્ર ભિક્ષાચર્યા છે. કાળ ભિક્ષાચય : પ્રથમ પ્રહરનો લાવેલો આહાર ત્રીજા પ્રહરમાં ખાવો, બીજા પ્રહરમાં લાવેલો ચોથા પ્રહરમાં ખાવો કે ત્રીજા પ્રહરમાં ખાવો, પ્રથમ પ્રહરમાં લાવેલો બીજા પ્રહરમાં ખાવો વગેરે કાળ સંબંધિત ભિક્ષાચર્યાના અભિગ્રહો છે. ભાવ ભિક્ષાચર્યા : હસતો, રોતો, અલંકૃત, અનલંકૃત વગેરે વિશેષણોવાળા દાતા પાસેથી અભિગ્રહ કરવો એ ભાવભિક્ષાચર્ય છે. ભિક્ષાચર્યા જૈન શાસનનું મૂળ છે. એમાં જે સાધુ પરિતાપનો અનુભવ કરે છે, એને મંદ શ્રદ્ધાવાળો સમજવો જોઈએ. જેમ કે કહ્યું છે - जिणसासणस्समूलं भिक्खायरिया जिणेहिं पण्णत्ता । इत्थ परितप्पमाणं तं जाणसु मंदसद्धीयं ॥ - ધર્મરત્ન સં ૩/૭ વિવિધ વસ્તુઓની લાલસા ઓછી કરવી અર્થાત્ દ્રવ્યોની મર્યાદા કરવી વૃત્તિસંખ્યાન તપ છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં ભિક્ષાચાર્યના સ્થાને વૃત્તિસંખ્યાન નામનું તપ કહેવામાં આવ્યું છે. ૪. રસપરિત્યાગ : આહારનો ત્યાગ કરવો જ તપ નથી, પણ ખાતા-પીતા પણ તપ થઈ શકે છે. ખાદ્ય પદાર્થોમાંથી રસીલા, પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ચટપટા પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ નામનું તપ છે. સાધુના ભોજનનો ઉદ્દેશ્ય પૌષ્ટિકતા કે સ્વાદ નથી હોતો, પણ દેહને ભાડું આપવાનું હોય છે. આ ભાડું આપવાની પ્રક્રિયા રસરહિત, નિર્વિગય, લૂખા-સૂકા ખાદ્ય પદાર્થોના સેવનથી પણ પૂરી થઈ જાય છે. રસપરિત્યાગ કરનાર વ્યક્તિ ખાતા-પીતા પણ તપસ્વી હોય છે. અણગાર સ્વાદ પર વિજય પ્રાપ્ત કરવા માટે રસયુક્ત આહારનો ત્યાગ કરે છે. રસપરિત્યાગ તપના અનેક પ્રકાર થઈ શકે છે, છતાં મુખ્ય રૂપથી નવ ભેદ પ્રસિદ્ધ છે : (૧) વિયેત્યાઃ ઘી, ગોળ, સાકર (ખાંડ), તેલ, દૂધ વગેરે વિકાર વધારનાર પૌષ્ટિક પદાર્થોનો ત્યાગ કરવો. (૨) પ્રતરત્યા : જે આહારમાંથી છૂત વગેરેનાં ટીપાં ટપકતાં હોય, જે વૃત વગેરેથી સરાબોર હોય - તરબતર હોય, એવા આહારને છોડવો. (૩) માલ્વિન ઃ વિગય રહિત અને મસાલાઓથી રહિત લૂખો (કોરો) ભાત, અડદ, શેકેલા ચણા વગેરેનો જ આહાર કરવો. (૪) માયામસિક્યુમોની : ઓસામણ (ચોખાનું પાણી)માં પડેલા ચોખા વગેરેનો આહાર કરવો. (૫) રસાહાર : મીઠું, મરચું, મસાલાઓથી રહિત આહાર લેવો. (૬) વરસાહાર: જૂનો હોવાથી જેનો રસ ચાલ્યો ગયો હોય, એવા જૂના ધાન્ય વગેરેનો આહાર કરો. (૭) મન્નાહાર : અંતિમ શ્રેણીના ગરીબ લોકો જેવો આહાર કરે છે, એવા ચણા વગેરેનો આહાર કરવો. (૬૦) છે. . DD 0 0 0 0 0 0 0 0 Y જિણધર્મોો] Page #458 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રાન્તાહાર : બધાના જમી લીધા પછી આહાર વગેરે લેવો. (૯) ક્ષાજ્ઞાર : લૂખો-સૂકો આહાર કરવો. ક્યાંક-ક્યાંક તુચ્છાહાર પણ બતાવવામાં આવ્યો છે, જેનો અર્થ છે સત્ત્વ રહિત નિઃસાર ભોજન કરવું. ઉક્ત રીતિથી રસપરિત્યાગ તપ કરનાર આત્માર્થી અણગાર પ્રશમભાવમાં લીન રહીને મોક્ષમાર્ગની આરાધના કરે છે. ૫. કાયાક્લેશ : જૈન સાધક શ્રમણ કહેવાય છે. શ્રમણનો અર્થ છે - ‘શ્રામ્યતીતિ શ્રમળ:’. જે શ્રમશીલ હોય, તે શ્રમણ છે. જે સાધક શ્રમયુક્ત તપથી પોતાનું શરીર, ઇન્દ્રિય અને મનને કસે છે, પોતાની સુકુમારતાનો પરિત્યાગ કરે છે, સુખશીલતાને છોડે છે, તે આત્મનિગ્રહ હેતુ વિભિન્ન પ્રકારના શારીરિક ક્લેશોને આનંદ સાથે સહન કરે છે. જ્ઞાનપૂર્વક આત્મદૃષ્ટિને જાગૃત રાખતાં જે શરીરનું દમન કરવામાં આવે છે, તે કાયક્લેશ તપ છે. કાયાક્લેશ તપના કોઈ નિશ્ચિત પ્રકારો નથી, છતાં શાસ્ત્રોમાં વિવિધ પ્રકારનાં આસનોને તથા શીત-આતાપના, લોચ વગેરેને કાયક્લેશ તપના રૂપમાં બતાવવામાં આવ્યા છે. સામાન્ય રીતિથી કાયક્લેશના તેર ભેદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે : (૧) ટાક્રુિતિર્ : ઊભા રહીને કાયોત્સર્ગ કરવો. (૨) તાળારૂપ : આસન વિશેષથી બેસીનો કાયોત્સર્ગ કરવો. (૩) ૩વવુડુયામળિÇ : પુટ્ટે (નિતંબ)ને ન ટકાવતાં પગ ઉપર જ આધાર રાખીને માથાને ઘૂંટણની વચ્ચે ઝુકાવીને બેસવું. (૪) પડિમાનાÇÇ : સાધુની બાર પ્રતિમાઓનો અંગીકાર કરીને વિચરવું. સાધુની બાર પ્રતિમાઓ : (૧) પહેલી પ્રતિમામાં એક મહિના સુધી એક દત્તિ આહાર અને એક દૃત્તિ પાણી લેવા. (૨) બીજી પ્રતિમામાં બે મહિના સુધી બે દત્તિ આહાર અને બે દત્તિ પાણી લેવા. (૩) ત્રીજી પ્રતિમામાં ત્રણ મહિના સુધી ત્રણ દત્તિ આહાર અને ત્રણ દત્તિ પાણી લેવા. (૪) ચોથી પ્રતિમામાં ચાર મહિના સુધી ચાર દત્તિ આહાર-પાણી લેવા. (૫) પાંચમી પ્રતિમામાં પાંચ મહિના સુધી પાંચ-પાંચ દત્તિ આહાર-પાણી લેવા. (૬) છઠ્ઠી પ્રતિમામાં છ મહિના સુધી છ-છ દત્તિ આહાર-પાણી લેવા. (૭) સાતમી પ્રતિમામાં સાત મહિના સુધી સાત-સાત દત્તિ આહાર-પાણી લેવા. (૮) આઠમી પ્રતિમામાં સાત દિવસ સુધી ચૌવિહાર એકાંતર તપ કરવું, દિવસમાં સૂર્યની આતાપના લેવી, રાતમાં વસ્રરહિત રહેવું, રાતના ચારેય પ્રહરો સીધા (ચત્તા) ઊંઘ્યા રહેવું કે એક બાજુથી ઊંઘતા રહેવું કે કાયોત્સર્ગમાં બેઠા રહેવું - આ ત્રણેયમાંથી તપનું નિરૂપણ ૯૬૧ Page #459 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ એક આસનથી સ્થિર રહેવું. દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધિત કોઈ ઉપસર્ગ આવે તો ધર્યની સાથે સહન કરવું. ચલાયમાન ન થાય, ક્ષોભ ન કરે. (૯) નવમી પ્રતિમા આઠમીના જેવી જ છે. વિશેષતા એ છે કે દંડાસન, લગુડાસન અથવા ઉત્કટાસનમાંથી કોઈ એક આસનથી રાત વિતાવે. સીધા ઊભા રહેવું કે પગની એડી અને મસ્તકનું શિખાસ્થાન જમીન ઉપર લગાવીને આખું શરીર તીર(કમાન)ની જેમ અધ્ધર રાખવું લગુડાસન છે, અને બંને ઘૂંટણોની વચ્ચે માથું ઝુકાવીને રાખવું ઉત્કટાસન છે. (૧૦) દસમી પ્રતિમા -આ પણ આઠમીની સમાન જ છે. વિશેષતા એ છે કે ગોદુહાસન, વીરાસન અને અમ્બકુન્ધાસનમાંથી કોઈ એક આસન કરીને રાત વિતાવે. ગાયને દોહતા સમયે જે આસન થાય છે, તે ગોદુહાસન છે. ખુરશી પર બેઠેલી વ્યક્તિની ખુરશી હટાવવાથી જે આસન થાય છે તે વીરાસન છે. માથું નીચે અને પગ ઉપર રાખવા અમ્બકુબ્બાસન છે. (૧૧) અગિયારમી પ્રતિમા - આ પ્રતિમા એક રાત-દિવસની છે. ચૌવિહાર બેલા કરીને શરૂ કરવામાં આવે છે. ગામની બહાર જઈને બંને પગોને થોડા સંકોચીને (વાળીને) ઊભા રહે અને બંને હાથોને ચૂંટણી સુધી લાંબા રાખીને ધ્યાનસ્થ રહે. (૧૨) બારમી પ્રતિમા - અષ્ટમભક્ત કરો. ત્રીજા દિવસે મહાકાળ (ભયંકર) સ્મશાનમાં એક વસ્તુ ઉપર અચળ દૃષ્ટિ રાખીને કાયોત્સર્ગ કરો. દેવ, દાનવ, માનવ કે તિર્યંચ સંબંધિત ઉપસર્ગ થવાથી જો ચલિત થઈ જાય છે તો (૧) ઉન્માદની પ્રાપ્તિ થાય છે (૨) દીર્ઘ કાળ સુધી રહેનારને રોગ પેદા થઈ જાય છે અને (૩) જિનપ્રણીત ધર્મથી ટ્યુત થઈ જાય છે. એનાથી વિપરીત જો કોઈ નિશ્ચલ રહે છે તો (૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યયજ્ઞાન અને (૨) કેવળજ્ઞાનમાંથી કોઈ એક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. - જૈન તત્વપ્રકાશ (૫) વીરા : ખુરશી ઉપર બેઠેલા પુરુષની નીચેથી ખુરશી ખસેડી લેવાથી જે અવસ્થા થાય છે, તે વિરાસન છે. એવા આસનથી બેસવું. (૬) નૈસન્નિઃ આસન વિશેષથી (કોઈ એક આસનથી) ભૂમિ પર બેસવું. (૭) વUડાયાઃ ભૂમિ પર દંડના સમાન પડેલા લાંબા સૂઈને તપ કરવું. (૮) નાઇકુશાયી : જે આસનમાં પગોની બંને એડીઓ અને માથું પૃથ્વી પર લાગે (અડે), બાકીનું શરીર પૃથ્વીથી ઉપર અધ્ધર ઊઠેલું રહે, તે લગંડઆસન છે. અથવા માત્ર પીઠનો ભાગ પૃથ્વી પર રહે બાકી આખું શરીર જમીનથી ઉપર અધ્ધર રહે, એને લગડઆસન કહે છે. આ પ્રકારના આસનથી તપ કરવું. (૯) માયાવU : શિયાળાની ઠંડીમાં બેસીને અને ઉનાળામાં સૂર્યની પ્રચંડ ગરમીમાં બેસીને આતાપના લેવી. (૧૦) ગવાડા : ખુલ્લા શરીરે ઠંડી-ગરમીને સહન કરવા. (૧૧) અડ્ડયg: ખણ આવવા છતાં શરીરને ન ખણવું. [૯૬૨) OOOOOOOOOOOOOX જિણધર્મોો] Page #460 -------------------------------------------------------------------------- ________________ (૧૨) નિòીવા : મોંમાં આવેલા પાણીને ન ભૂંકવું. (૧૩) યુ સમંસુનો દાઢી-મૂછ વગેરેના બાલોને (વાળને) ન સજાવવા (ઓળવા), શરીરનાં અંગોપાંગોને ને સમજાવવાં. આમ, કાયક્લેશના અનેક પ્રકારો છે. લોચ કરવા, ઉઘાડા પગે ચાલવું, ઠંડી-ગરમી સહન કરવી, ગ્રામાનુગ્રામ ઉગ્ર વિહાર કરવો વગેરે કાયાક્લેશ છે. જેની દેહવૃત્તિ ચાલી ગઈ હોય અને આત્મ વૃત્તિ જાગૃત થઈ ગઈ હોય, એ જ આત્માર્થી અણગાર કાયક્લેશ તપ કરી શકે છે. ૬. પ્રતિસલીનતા : ઇન્દ્રિય, કષાય અને યોગોના વિષય-સંચારને રોકવા, પ્રતિસલીનતા તપ છે. પ્રતિસલીનતા તપ ચાર પ્રકારના છે - (૧) ઇન્દ્રિય-પ્રતિસંલીનતા, (૨) કષાય-પ્રતિસલીનતા, (૩) યોગ-પ્રતિસંલીનતા અને (૪) વિવિક્ત-શય્યાસન પ્રતિસંલીનતા. ઇન્દ્રિય-પ્રતિસલીનતાના ૫ ભેદ, કષાય-પ્રતિસલીનતાના ૪ ભેદ, યોગ-પ્રતિસંલીનતાના ૩ ભેદ અને વિવિક્ત-શવ્યાસનપ્રતિસલીનતા, આમ પ્રતિસલીનતાના તેર ભેદો થઈ જાય છે. ઇન્દ્રિય પ્રતિસલીનતા : કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શનને પોત-પોતાના વિષયોમાં જતા રોકવા. જો રોકવા છતાંય ચાલી જાય તો એમના મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો, ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે. કષાય પ્રતિસલીનતા : ક્રોધ, માન, માયા અને લોભ કષાયોના ઉદયનાં કારણોને રોકવા અર્થાત્ કષાયની પરિણતિ ન થવા દેવી. જો રોકવા છતાંય કષાય વગેરેનો ઉદય થઈ જાય તો ક્ષમા વગેરેના અવલંબનથી એને નિષ્ફળ કરવું, કષાય પ્રતિસલીનતા છે. ચોગ પ્રતિસલીનતા ? મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકવી અને એમને શુભ પ્રવૃત્તિમાં લગાવવો યોગ પ્રતિસલીનતા છે. વિવિક્ત શય્યાસનતા ઃ સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત નિર્દોષ એકાંત સ્થાનમાં શય્યાસંસ્તારક લઈને રહેવું વિવિક્ત શય્યાસન પ્રતિસંલીનતા છે. વિકારોત્પાદક અને દોષવર્ધક સ્થાનોનો ત્યાગ કરવો વિવિક્ત શવ્યાસનતા છે. આમ, છ પ્રકારનાં બાહ્ય તપનું વર્ણન થયું. આ બાહ્ય તપ આત્યંતર તપને પુષ્ટ કરનાર હોવાથી આચરણીય અને આદરણીય છે. એની ઉપેક્ષા કરવી ઉચિત નથી. વાસના વગેરે વિકારોને નષ્ટ કરવા માટે ઉક્ત બાહ્ય તપોની આવશ્યકતા રહે છે. કેટલાક આધુનિક વિચારક બાહ્ય તપને ઉપેક્ષણીય માને છે, પરંતુ શાસ્ત્રકારે આત્યંતર અને બાહ્ય, બંને પ્રકારનાં તપોનો ઉપાદેય માન્યો છે. एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्व संसारा, विप्पमुच्चइ पंडिओ ॥ - ઉત્તરા, અ. ૩૦, ગા-૩૭ જે બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનું સમ્યક આચરણ કરે છે, તે તરત જ સંસારથી મુક્ત થઈ જાય છે. તેથી મુનિને અને અન્ય મુમુક્ષુઓએ યથાશક્તિ વિવેકપૂર્વક તપનું અવલંબન લેવું જોઈએ. [ તપનું નિરૂપણ . આ જે ૯૬૩) Page #461 -------------------------------------------------------------------------- ________________ KCC (આત્યંતર તપ) જે તપમાં શારીરિક ક્રિયાઓની પ્રધાનતા ન થતાં માનસિક તથા અંતઃકરણની વૃત્તિઓની પ્રધાનતા હોય, તે આત્યંતર તપ છે. એના છ ભેદો આ પ્રમાણે છે ઃ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. વ્યુત્સર્ગ. ૧. પ્રાયશ્ચિત્ત ઃ અંગીકૃત વ્રતોમાં પ્રમાદજન્ય દોષોનું શોધન કરવું પ્રાયશ્ચિત્ત કહેવાય છે. પ્રાયશ્ચિત્ત એ મલમ છે, જે અતિચારો અને દોષોના ઘાને ભરે છે. લાગેલા અતિચારોના મેલને ધોવા માટે પ્રાયશ્ચિત્ત પાણી છે. પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર : (૧) આલોચનાઈ : કેટલાક અતિચારો કે દોષો આ શ્રેણીના હોય છે, જેમની શુદ્ધિ આલોચના કરવા માત્રથી થઈ જાય છે. જેમ ભિક્ષા કે અંડિલ માટે ગમનાગમન કરવામાં તથા શય્યા-સંસ્મારક, વસ્ત્ર-પાત્ર વગેરેના ગ્રહણ-નિક્ષેપ વગેરેમાં ઉપયોગ રાખવા છતાંય સૂક્ષ્મ દોષ લાગ્યા હોય, એમની શુદ્ધિ આલોચનાથી થઈ જાય છે. આલોચનાનો અર્થ છે - ગુરુ કે રત્નાધિક સમક્ષ જે પણ વ્યતિક્રમ થયો હોય, એને પ્રગટ કરી દેવો. આ ન્યૂનતમ પ્રાયશ્ચિત્ત છે. (૨) પ્રતિક્રમણાઈ : “મિચ્છામિ દુરું . અર્થાત્ મારું પાપ નિષ્ફળ થાઓ, આ રીતે પ્રતિક્રમણ કરવાથી દોષોની શુદ્ધિ થાય છે તે પ્રતિક્રમણાઈ દોષોને ત્યાગીને પુનઃ શુદ્ધાચારની સ્થિતિમાં આવવું પ્રતિક્રમણ છે. દોષોથી શુદ્ધિની તરફ ફરવું પ્રતિક્રમણ છે. આહારમાં, વિહારમાં, પ્રતિલેખનમાં, બોલવા-ચાલવામાં અજાણતાં જે દોષ લાગ્યો હોય, એની શુદ્ધિ પ્રતિક્રમણથી થઈ જાય છે. (૩) તદુભચાઈ: આલોચના અને પ્રતિક્રમણ દ્વારા જેમની શુદ્ધિ થાય છે, તે તદુભયાઈ છે. નિદ્રાવસ્થામાં દુઃસ્વપ્ન વગેરેને કારણે જે દોષો લાગે છે, એમની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થાય છે. અર્થાત્ એ દોષોને ગુરુની સમક્ષ પ્રગટ કરી દેવા અને એની માટે “મિચ્છામિ દુક્કડું આપવું જોઈએ. એવું કરવાથી તે દોષો શુદ્ધ થઈ જાય છે. (૪) વિવેકાઈ ? અજાણતામાં અકલ્પનીય આધાકર્મ વગેરે દોષયુક્ત આહાર વગેરે આવી જાય અને પછી એમની સદોષતા ખબર પડી જાય, તો એ આહાર વગેરે સામગ્રીને યતનાપૂર્વક પરઠી દેવી જોઈએ. (ત્યાગ કરી દેવો જોઈએ.) ગ્રહણ કરેલી સદોષ વસ્તુનો ત્યાગ કરી દેવો જ એની શુદ્ધિ છે. આ વિવેકાઈ પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સગઈ કાયોત્સર્ગથી જેમની શુદ્ધિ થાય, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉચ્ચાર વગેરે પરઠવા તથા ગમનાગમનના સાધારણ દોષોની શુદ્ધિ કાયોત્સર્ગથી થઈ જાય છે. (૯૬) છે કે જિણધમો) Page #462 -------------------------------------------------------------------------- ________________ (૬) તપાé : જે દોષની શુદ્ધિ તપ દ્વારા થાય, તે તપાહે પ્રાયશ્ચિત્ત છે. જેમ સચિત્તના સ્પર્શથી લાગેલા દોષની નિવૃત્તિ આયંબિલ, ઉપવાસ વગેરે તપથી થાય છે. (૭) છેદાહ : જે દોષનું સેવન કરવાથી દીક્ષા પર્યાયનો છેદ કરવામાં આવે, તે છેદાહ છે. અપવાદ માર્ગનું સેવન કરવા તથા જાણી-જોઈને દોષ લગાવવાથી છેદ પ્રાયશ્ચિત્તથી એની શુદ્ધિ થાય છે. એમાં પાળેલા સંયમની અવિધમાંથી કેટલાક દિવસો કે છેદ પ્રાપ્ત સાધુ એ બધા સાધુઓ વંદના કરે છે, જેમનાથી પહેલા દીક્ષિત થવા છતાંય પર્યાય ઓછા કરી દેવાથી તે નાનો થઈ જાય છે. (૮) મૂલાર્હ : જે અપરાધ એટલા ગંભીર હોય કે એમની શુદ્ધિ ફરીથી નવી દીક્ષા આપવાથી થાય, તે મૂલાહ છે. આ પ્રાયશ્ચિત્તમાં સંયમ પર્યાયનો પૂરો છેદ થઈ જાય છે અને ફરીથી દીક્ષા લેવી પડે છે. જાણી જોઈને મહાવ્રતોનો ભંગ કરવાથી, રાત્રિભોજન કરવાથી આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. (૯) અનવસ્થ્યાપ્યાર્હ : વિશિષ્ટ-ગંભીર અપરાધ કરવાની સ્થિતિમાં સાધુને ગૃહસ્થભૂત બનાવીને વિશિષ્ટ પ્રકારની તપસ્યા કરાવ્યા પછી જ જેમાં નવી દીક્ષા આપી શકાતી હોય, તે અપરાધ અનવસ્થાપ્યાર્હ છે અર્થાત્ એમની શુદ્ધિ આ પ્રાયશ્ચિત્તથી થાય છે. (૧૦) પારંચિકાર્હ : ઉત્સૂત્ર પ્રરૂપણા, સાધ્વીના શીલનો ભંગ કરવો, સંઘમાં ભેદ કરવો વગેરે ગંભીરતમ અપરાધ કરવાથી સંઘથી અલગ કરીને કઠોર તપ કરાવીને, છ મહિનાથી લઈને બાર વર્ષ પર્યંત ગૃહસ્થભૂત કર્યા પછી જ જેને નવ દીક્ષા આપી શકાય છે, એવા પ્રાયશ્ચિત્ત પારંચિક કહેવામાં આવે છે. નવમા અને દસમા પ્રાયશ્ચિત્ત વૃત્તિ-સંહનનની હીનતાનાં કારણો વર્તમાનમાં આપવામાં આવતા નથી. ચૌદ પૂર્વધર અને વજઋષભનારાચ સંહનન જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી દસેય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. સામાન્ય સાધુઓ માટે પહેલાંથી લઈને આઠ પ્રાયશ્ચિત્ત જ હોય છે. પ્રાયશ્ચિત્ત લેવાની પાત્રતા : જે સાધુ આલોચના કરવાને પાત્ર છે, એમાં આ દસ ગુણો હોવા જોઈએ : (૧) ઉત્તમ જાતિસંપન્ન, (૨) ઉત્તમ કુલસંપન્ન, (૩) વિનયવાન, (૪) જ્ઞાનવાન, (૫) દર્શનવાન, (૬) ચારિત્રવાન, (૭) ક્ષમાવાન, (૮) જિતેન્દ્રિય, (૯) અમાયી અને (૧૦) પ્રાયશ્ચિત્ત લઈને પશ્ચાત્તાપ ન કરનાર. આ ગુણોની ધારક વ્યક્તિ જ શુદ્ધ આલોચના કરી શકે છે. પ્રાયશ્ચિત્ત આપવાની પાત્રતાઃ નીચેના દસ ગુણોના ધારક મુનિ જ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી હોય છે : (૧) શુદ્ધાચારી, (૨) શુદ્ધ વ્યવહારી, (૩) અવધારણાવાળો, (૪) લજ્જા દૂર કરનાર (જેનાથી સામેવાળો સુખથી આલોચના કરી શકે), (૫) શુદ્ધિ કરવામાં સમર્થ, (૬) અપરિસાવી - આલોચનાને પ્રગટ ન કરનાર, (૭) નિર્યાપક - આલોચના કરનાર જેને નિભાવી શકે, એવું આત્યંતર તપ ૯૬૫ Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત આપનાર, (૮) અપાયદર્શી - આલોચના કરનારને અપરાધનાં દુષ્પરિણામોને સમજાવનાર, (૯) પ્રિયધર્મા અને (૧૦) દઢધર્મા. પ્રતિસેવનાનાં દસ કારણોઃ દસ કારણોથી અતિચાર કે દોષોનું સેવન કરવામાં આવે છે, તે દસ કારણ આ છે : (૧) દર્પ (અહંકાર) (૨) પ્રમાદ (૩) અનાભોગ (૪) આતુરતા (સુધા કે રોગથી પીડિત થવાથી) (૫) આપત્તિ (૬) શંકા (૭) સહસાકાર (અકસ્માત) (૮) ભય (૯) પ્રàષ અને (૧૦) વિમર્શ (પરીક્ષા). આ કારણોથી દોષોનું પ્રતિસેવન કરવામાં આવે છે અને એમની શુદ્ધિ-હેતુ પ્રાયશ્ચિત્ત લેવામાં આવે છે. પ્રાયશ્ચિત્તના દસ દોષોઃ પ્રાયશ્ચિત્ત આત્મશુદ્ધિ માટે નિષ્કપટ ભાવથી લેવું જોઈએ. પરંતુ એવું ન કરતાં કેટલાંક અતિચારસેવી નીચેના દોષોનું સેવન કરે છે. એવા દસ દોષો બતાવવામાં આવ્યા છે : (૧) સાવપૂચિત્તા : આચાર્ય મહારાજ મને ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત આપે, એ ભાવનાથી એમને વૈયાવૃત્ય વગેરે દ્વારા પ્રભાવિત કરવા. (૨) મગુમારૂત્તા ઃ નાનો અપરાધ બતાવવાથી આચાર્ય થોડી સજા (દંડ) કરશે, એવું વિચારીને પોતાના અપરાધને નાનો કરીને બતાવવો અણુમાણઈત્તા દોષ છે. (3) = દિ : આચાર્ય વગેરે દ્વારા જે અવિચાર કે દોષ જોઈ લીધા હોય, એની જ આલોચના કરવી, શેષને છુપાવવા. (૪) વીર : મોટા-મોટા અતિચારોની આલોચના કરવી અને સૂક્ષ્મને છોડી દેવી. (૫) સૂક્ષ્મ : સૂક્ષ્મ અતિચારોની આલોચના કરવી, મોટા-મોટા અતિચારોને છુપાવી લેવા. આચાર્ય એ સમજી લે કે આ જ્યારે નાના-નાના અતિચારોની આલોચના કરી રહ્યા છે તો મોટા અતિચારોની આલોચના કેવી રીતે છોડી શકે છે, આ ભાવનાથી સૂક્ષ્મ અતિચારોની આલોચના કરવી અને મોટા અતિચારોને છુપાવવા. (૬) છત્ર : આ પ્રકારના ગુપચુપ કે અસ્પષ્ટ શબ્દોમાં આલોચના કરે, જેને આચાર્ય ન સાંભળી શકે. (૭) શબ્દ ન એટલા જોર-જોરથી આલોચના કરે કે અંગીતાર્થ પણ એને સાંભળી લે. (૮) વનન : એક આચાર્ય વગેરેની પાસે એક અપરાધની આલોચના કરી લેવાથી એ જ અપરાધ માટે અન્ય આચાર્ય વગેરેની પાસે ફરી આલોચના કરવી. (૯) વ્યક્તિ : અંગીતાર્થના પાસે આલોચના કરવી. (૧૦) તત્સવી : જે અતિચારની આલોચના કરવી છે, એનું સેવન કરનારની પાસે આલોચના કરવી, જેનાથી તે અલ્પ દંડ આપે. (૯૬) ની જ છે. જે જિણધમો) Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરવાનો ઉદ્દેશ્ય આત્મ-શોધનનો હોવો જોઈએ. આ જ ભાવના સાથે નિષ્કપટ આલોચના કરવી જોઈએ અને અતિચારોની શુદ્ધિ માટે સરળ ભાવથી પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરવું જોઈએ. આત્મ-શોધન માટે પ્રાયશ્ચિત્ત એક સફળ ઉપાય છે. અપરાધ કરીને એનો સ્વીકાર કરવો અને એના માટે દંડ સ્વીકાર કરવો એક મુશ્કેલ ક્રિયા છે, તેથી આને આત્યંતર તપ માનવામાં આવ્યું છે. ૨. વિનય : વિનયની વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે . “વિનીયતે મ9B%ાર નેતિ વિનાઃ” - જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરવામાં આવે છે, એ વિનય છે. આની પ્રવૃત્તિ-નિમિત્ત અર્થ છે - ગુણીજનો અને શ્રેષ્ઠજનોના પ્રત્યે યથોચિત્ત સન્માનપૂર્ણ વ્યવહાર કરવો, એમને હાથ જોડવા, સન્મુખ જવું, વંદના-પર્યાપાસના કરવી, એમને આવતા જોઈ ઊભા થવું, આસન આપવું વગેરે વિવિધ પ્રકારથી ભક્તિ પ્રદર્શિત કરવી. વિનયના સાત ભેદોઃ (૧) જ્ઞાન વિનય, (૨) દર્શન વિનય, (૩) ચારિત્ર વિનય, (૪) મન વિનય, (૫) વચન વિનય, (૬) કાય વિનય અને (૭) લોકોપચાર વિનય. - ઠાણાંગ સૂત્ર, મું સ્થાન. વિનય વસ્તુતઃ એક ગુણ રૂપ છે, છતાંય વિષયના ભેદોથી યુક્ત સાત ભેદ બતાવવામાં આવ્યા છે : (૧૬ જ્ઞાન વનાથ ઃ મતિ, શ્રુત, અવ, મનઃવવા અને કેવળ જ્ઞાન રૂવ વાંચ જ્ઞાનો અને મતિજ્ઞાની વગેરે પાંચેય જ્ઞાનીઓનો વિનય કરવો જ્ઞાન વિનય છે. જ્ઞાન અને જ્ઞાની ઉપર શ્રદ્ધા-ભક્તિ રાખવી, એમની પ્રતિ બહુમાન દેખાડવું, એમના દ્વારા પ્રતિપાદિત તત્ત્વોને સમ્યક સમજવા, વિધિપૂર્વક જ્ઞાનને ગ્રહણ કરવા અને પુનઃ પુનઃ જ્ઞાનનો અભ્યાસ કરવો જ્ઞાન વિનય છે. કહ્યું છે - भत्ती तहा बहुमाणो तद्दिद्वत्थाण सम्म भावणया । विहिगहणब्भासोविय एसो विणओ जिणाभिहिओ ॥ (૨) દર્શન વિનય ઃ તત્ત્વની યથાર્થ પ્રતીતિ રૂપ સમ્યગું દર્શનથી વિચલિત ન થવું, નિઃશંક ભાવથી દર્શનની સાધના કરવી અને દર્શન ગુણાધિક વ્યકિતઓનો વિનય સત્કારસન્માન કરવું દર્શન વિનય છે. એના બે ભેદો છે : (૧) શુશ્રુષા અને (૨) અનાશાતના. શુશ્રુષા વિનય દસ પ્રકારના છે. सक्कारब्भुट्ठाणे सम्माणासणाभिग्गहो तह य । आसणयणुप्पयाणं किइकम्मं अंजलिग्गहो य ॥ इंतस्सऽणुगच्छणया ठियस्स तह पज्जुवासणा भणिया । गच्छंताणुव्वयणं एसो सुस्सूसा विणओ ॥ [ આત્યંતર તપ 0000000000 ૯૬૦) Page #465 -------------------------------------------------------------------------- ________________ (૧) દર્શનાધિકોનો સત્કાર કરવો, (૨) એમના આવવાથી ઊભા થઈ જવું, (૩) એમનું વસ્ત્ર વગેરેથી સન્માન કરવું, (૪) “પધારો આસન ગ્રહણ કરો' એવું નિવેદન કરવું, (૫) આસન પ્રદાન કરવું, (૬) એમના ગુણોનું કીર્તન કરવું કે દ્વાદશાવર્ત વંદન કરવા, (૭) હાથ જોડવા, (૮) એમને આવતા જોઈ સામે જવું, (૯) એમના સ્થિત થવાથી પર્યાપાસના કરવી અને (૧૦) એના જવાથી થોડા દૂર પહોંચાડવા જવું - આ દસ પ્રકારના શુશ્રુષા વિનય છે. અનાશાતના વિનયના પિસ્તાલીસ ભેદો: (૧) તીર્થકરની આશાતના ન કરવી. (૨) તીર્થકર પ્રરૂપિત ધર્મની આશાતના ન કરવી. (૩) આચાર્યની આશાતના ન કરવી. (૪) વાચક(ઉપાધ્યાય)ની આશાતના ન કરવી. (૫) સ્થવિર (સાઠ વર્ષની ઉંમરવાળા વયઃ સ્થવિર, વિસ વર્ષની દીક્ષાવાળી દીક્ષા સ્થવિર અને ઠાણાંગ સમવાયાંગના સૂત્રાર્થધારી, શ્રુત સ્થવિરની) આશાતના ન કરવી. (૬) કુલ(એક જ ગુરુનો શિષ્ય-સમુદાય)ની આશાતના ન કરવી. (૭) ગણ (અનેક ગુરુઓના શિષ્ય-સમુદાય)ની આશાતના ન કરવી. (૮) સંઘ(સમસ્ત સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા)ની આશાતના ન કરવી. (૯) સાંભોગિક (એક સમાચારીવાળાં) સાધુ-સાધ્વીઓની આશાતના ન કરવી. (૧૦) ક્રિયાવાદીઓ (શાસ્ત્રોક્ત ક્રિયા કરનારાઓ)ની આશાતના ન કરવી. (૧૧) મતિજ્ઞાનીઓની આશાતના ન કરવી. (૧૨) શ્રુતજ્ઞાનીઓની આશાતના ન કરવી. (૧૩) અવધિજ્ઞાનીઓની આશાતના ન કરવી. (૧૪) મન:પર્યયજ્ઞાનીઓની આશાતના ન કરવી. (૧૫) કેવળજ્ઞાનીઓની આશાતના ન કરવી. ઉક્ત પંદર દર્શન ગુણાધિકોની અનાશાતના-ભક્તિ કરવી, બહુમાન કરવું અને વર્ણવાદ કરવો. આમ, ૧૫X૩=૪૫ ભેદ અનાશાતના વિનયના થાય છે. ધર્મસંગ્રહમાં ભક્તિ, બહુમાન અને વર્ણવાદને અલગ-અલગ બતાવ્યા છે. હાથ જોડવા વગેરે બાહ્ય આચારોને ભક્તિ કહી છે, હૃદયમાં શ્રદ્ધા અને પ્રીતિ બહુમાન છે અને ગુણોનું કીર્તન કરવું વર્ણવાદ છે. (૩) ચારિત્ર વિનય : સામાયિક વગેરે પાંચ ચારિત્રો ઉપર શ્રદ્ધા કરવી, કાયા દ્વારા એમનું પાલન કરવું, ભવ્યજનો સમક્ષ એમનું પ્રરૂપણ કરવું વગેરે ચારિત્ર વિનય છે. સામાયિકચારિત્ર વિનય, છેદોપસ્થાપનીય ચારિત્ર વિનય વગેરેના રૂપમાં એના પાંચ ભેદો છે. (૪) મન વિનય : આચાર્ય વગેરેનો સર્વકાળ મનથી વિનય કરવો, મનની અશુભ પ્રવૃત્તિઓને રોકવી અને એને શુભ પ્રવૃત્તિઓમાં લગાવવી મન વિનય છે. મનને અપ્રશસ્ત અર્થાત્ પાપમય, સાવદ્ય, સક્રિય, સક્લેશ, આસવકારી, પરેશાનીમાં નાખનાર અને જીવને (૯૬૮)DOD જિણધમો) Page #466 -------------------------------------------------------------------------- ________________ ભય પેદા કરનાર વ્યાપારોથી હટાવીને પ્રશસ્ત અર્થાત્ પાપરહિત, અસાવધ, અક્રિય, ફ્લેશ રહિત, આસ્રવ રહિત, અપીડાકારી અને અભયકારી વ્યાપારોમાં લગાવવું મન વિનય છે. (૫) વચન વિનય : આચાર્ય વગેરેના વચનથી વિનય કરવો, વચનની અશુભ પ્રવૃત્તિઓને રોકવી અને એને શુભ પ્રવૃત્તિઓમાં લગાવવી વચન વિનય છે. વચનની અપ્રશસ્ત પ્રવૃત્તિ અર્થાત્ પાપમય, સાવદ્ય, સક્રિય, સક્લેશ, આસ્રવકારી, પીડાકારી અને ભયકારી વચન પ્રવૃત્તિને રોકીને પાપ રહિત, નિરવદ્ય, અક્રિય, ક્લેશ રહિત, આસ્રવ રહિત, અપીડાકારી અને અભયકારી વચન બોલવા વચન વિનય છે. (૬) કાય વિનય : શરીરથી આચાર્ય વગેરેનો વિનય કરવો અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકીને એને શુભ પ્રવૃત્તિઓમાં લગાવવી કાય વિનય છે. કાયાની અશુભ પ્રવૃત્તિ અર્થાત્ અસાવધાનીથી ચાલવું, અસાવધાનીથી ઊભા રહેવું, અસાવધાનીથી બેસવું, અસાવધાનીથી ઊંઘવું, અસાવધાનીથી ઉલ્લંઘન કરવું, અસાવધાનીથી પુનઃ પુનઃ પ્રલંઘન કરવું અને અસાવધાનીથી કરવામાં આવતી બધી ઇન્દ્રિયો તથા યોગોની પ્રવૃત્તિઓને રોકીને સાવધાનીપૂર્વક ચાલવું, ઊભા રહેવું, બેસવું, ઊંઘવું, કૂદવું, પુનઃ પુનઃ કૂદવું અને સાવધાનીપૂર્વક ઇન્દ્રિય તથા યોગોને શુભ પ્રવૃત્તિમાં લગાવવી કાય વિનય છે. કહ્યું છે - मणवयकाइय विणओ आयरियाईणं सव्व कालं पि । अकुसलाण निरोहो कुसलाणमुईरणं तह यं ॥ - ઠાણાંગ ટીકા અર્થાત્ આચાર્ય વગેરેનો સર્વકાળ મન-વચન-કાયથી વિનય કરવો તથા અકુશળ પ્રવૃત્તિનો નિરોધ અને કુશળ પ્રવૃત્તિનું પ્રવર્તન મન-વચન-કાયનો વિનય છે. (૭) લોકોપચાર વિનય : લૌકિક વ્યવહાર રૂપ વિનયને લોકોપચાર વિનય કહે છે. એના સાત પ્રકારો છે : (૧) અભ્યાસવર્તિત્વ : શ્રુત વગેરેના અભિલાષીને આચાર્ય વગેરેના સમીપ રહેવું જોઈએ. (૨) પરચ્છન્દાનવર્તિત્વ આચાર્ય વગેરેના અભિપ્રાયની અનુકૂળ ચાલવું જોઈએ. (૩) કાર્યહેતતા આચાર્ય વગેરેએ શ્રુતનું દાન કર્યું છે, તેથી એમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એમનો વિશેષ વિનય કરવો જોઈએ (૪) કૃતપ્રતિકૃતિતા : ઇષ્ટ ભક્ત વગેરે દ્વારા ગુરુ વગેરેની સેવા કરવાથી ગુરુ પ્રસન્ન થઈને શ્રતરત્નનું દાન કરશે, આ અભિપ્રાયથી આચાર્ય વગેરેની ઈષ્ટ ભોજન વગેરે દ્વારા સેવા કરવી જોઈએ. પ્રત્યુપકારની ભાવનાથી વિનય કરવો. (૫) માર્તગવેષણતા : રોગ વગેરેથી પીડિત થવાથી ઔષધિ વગેરેની ગવેષણા કરીને લાવવી. પીડિતનો ઉપકાર કરવો. [ આવ્યંતર તપ છે જે છે છે તે છે લ૯) Page #467 -------------------------------------------------------------------------- ________________ (૬) દેશ-કાળજ્ઞતા : અવસર અનુસાર પ્રવૃત્તિ કરવી. (૭) અપ્રતિલોમતા ઃ બધી રીતથી અનુકૂળ આચરણ કરવું. ઉક્ત રીતથી સાત પ્રકારના લોકોપચાર વિનય કહેવામાં આવ્યા છે. ૩. વૈયાવૃત્ય : વૈયાવૃત્યનો સીધો-સાદો અર્થ “સેવા કરવી થાય છે. સેવાધર્મ પરમ કઠણ છે અને ઊંડો છે. બીજાઓની ઇચ્છાઓને સમજવી અને એને અનુકૂળ આર્ચરણ કરવું સરળ કામ નથી. એને માટે અત્યંત સહનશીલતા, જાગરૂકતા અને વિચક્ષણતાની આવશ્યકતા હોય છે. તેથી એને તપની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે સાધક તલ્લીનતાપૂર્વક સેવામાં લાગી જાય છે, તે ઉત્કૃષ્ટ રસાયણ આવવાથી તીર્થકર નામ ગોત્રનો બંધ પણ કરી શકે છે. જેમ કે - આગમમાં કહેવામાં આવ્યું છે કે - वैयावच्चेणं भंते ! जीवे किं जणयइ ? वैयावच्चेणं तित्थयर नाम गोत्तं कम्मं निबंधइ ॥ • ઉત્તરા, અ.-૨૯, પ્ર.-૪૩ ઉક્ત આગમિક ઉદ્ધરણથી વૈયાવૃત્યના મહત્ત્વને હૃદયંગમ કરવું જોઈએ. સેવ્યના ભેદથી આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, ગ્લાન, શૈક્ષ, કુળ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવાભક્તિ કરવાથી દસ પ્રકારના વૈયાવૃત થાય છે : વેચાવૃત્યના દસ ભેદોઃ (૧) આચાર્ય : મુખ્ય રૂપથી જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવું હોય, તે આચાર્ય છે. (૨) ઉપાધ્યાય : મુખ્ય રૂપથી જેનું કાર્ય કૃતાભ્યાસ કરાવવાનો હોય. (૩) તપસ્વી : મહાન અને ઉગ્ર તપ કરનાર તપસ્વી છે. (૪) સ્થવિર : વય, દીક્ષાપર્યાય અને શ્રુતમાં જે વૃદ્ધ હોય. (૫) ગ્લાન : જે રોગ વગેરેથી પીડિત હોય. (૬) શૈક્ષ : જે નવદીક્ષિત હોય. (૭) કુળઃ એક જ દીક્ષાચાર્યનો શિષ્ય પરિવાર કુળ છે. (૮) ગણ : અલગ-અલગ આચાર્યોના શિષ્ય-સાધુ પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય તો એમનો સમુદાય ગણ છે. (૯) સંઘ ઃ ધર્મના અનુયાયી સમુદાય સંઘ છે. (૧૦) સાધમિક : સમાન ધર્મવાળો સાધર્મિક છે. ઉકત રીતિથી સેવાના ભેદોથી વૈયાવૃત્યના ૧૦ ભેદો થયા. (૯૦૦) છે છે આ જ છે. જે વિણામો) Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪. સ્વાધ્યાયઃ શ્રતનું અધ્યયન-અધ્યાપન-અનુશીલન વગેરે સ્વાધ્યાય કહેવાય છે. શાસ્ત્રકારોએ સ્વાધ્યાયના મહિમાનું વર્ણન કરતા આને અસાધારણભૂત તપ બતાવ્યું છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાયની સમાન કોઈ તપ નથી. જિનવાણીનો બધો આધાર શ્રત પર છે અને શ્રુતનો આધાર સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના આધારથી જ શ્રુતમાં સ્થાયિત્વ આવે છે. સ્વાધ્યાયના પાંચ ભેદો : (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરિવર્તના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. (૧) વાચના સૂત્ર અને અર્થને શુદ્ધતાપૂર્વક વાંચવું વાચના છે. શિષ્યોને આગમોની વાચના દેવી અને શિષ્યો દ્વારા ગુરુથી ભક્તિપૂર્વક વાચવા લેવી, વાચના સ્વાધ્યાય છે. મનની એકાગ્રતા સાથે વાચના લેવા કે આપવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. નવીનનવીન જ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે. શ્રુતની ભક્તિની સાથે વાચના કરવાથી તીર્થકર પ્રરૂપિત ધર્મ પ્રત્યે અનુરાગ વધે છે અને એને કારણે કર્મની મહાનિર્જરા થાય છે અને આત્મા પરંપરાથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. (૨) પૃચ્છના : વાચના લેતા સમયે થનારી શંકાઓને વિશિષ્ટ જ્ઞાનીજનોથી પૂછીને યથાર્થ નિર્ણય કરવો, તે પૃચ્છના નામનો સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયથી સૂત્ર અને અર્થ સંબંધિત ભ્રાંતિઓ અને ત્રુટીઓનું સંશોધન થાય છે અને કાંક્ષામોહનીય કર્મનો વિચ્છેદ થાય છે. પ્રશ્ન પૂછવાનું પ્રયોજન તત્ત્વનો નિર્ણય કરવાનો હોય છે. પ્રશ્નકર્તાને આ દઢતમ વિશ્વાસ થવો જોઈએ કે જે તીર્થકર દેવોએ પ્રરૂપિત કર્યું છે, તે યથાર્થ જ છે, તે સત્ય જ છે, પરંતુ મારી મંદ બુદ્ધિથી કે ક્ષયોપશમની વિચિત્રતાને કારણે એનું રહસ્ય મારી સમજમાં આવી શકતું નથી. એ રહસ્યને સમજવા માટે જિજ્ઞાસાબુદ્ધિથી પ્રશ્ન કરવા જોઈએ. (૩) પરિવર્તન : ઉપાર્જિત જ્ઞાનને સ્થિર રહેવા માટે પુનઃ પુનઃ એને ફેરવવું પરિવર્તના સ્વાધ્યાય છે. એનાથી જ્ઞાન તાજું બને છે. વિસ્મૃતિ કે સ્કૂલનાથી બચાવ થાય છે, જ્ઞાનમાં સ્પષ્ટતા આવે છે અને વ્યંજન લબ્ધિની પ્રાપ્તિ થાય છે. (૪) અનુપ્રેક્ષા ઃ સૂત્ર અને અર્થનું ઊંડું ચિંતન કરવું અનુપ્રેક્ષા સ્વાધ્યાય છે. કોઈ પણ શાસ્ત્રીય અને આગમિક વિષય પર એકાગ્રતાપૂર્વક સંપૂર્ણ મનોયોગની સાથે ઊંડું ચિંતન કરવાથી અનેક ગુત્થીઓનું સમાધાન પ્રાપ્ત થાય છે. અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેમજેમ આત્મા શ્રુતસાગરમાં અવગાહન કરે છે, એમ-એમ એને અનુપમ જ્ઞાનરત્નોની ઉપલબ્ધિ થાય છે. અનુપ્રેક્ષાનો લાભ બતાવતા આગમકારે કહ્યું છે કે - “આયુકર્મને છોડીને શેષ જ્ઞાનાવરણીય વગેરે સાત કર્મ પ્રકૃતિઓ જો ભારે (ગાઢ) બંધનથી બંધાયેલી હોય તો એમને અનુપ્રેક્ષા સ્વાધ્યાયી શિથિલ બંધનવાળી બનાવી લે છે. જો તે દીર્ઘકાળની સ્થિતિવાળી હોય તો એમને અલ્પસ્થિતિવાળી બનાવી દે છે, જો તીવ્ર રસવાળી હોય તો મંદ રસવાળી બનાવી લે છે અને જો વધુ પ્રદેશોવાળી હોય તો અલ્પ પ્રદેશવાળી કરી નાખે છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયી [ આવ્યંતર તપ છે જે છે જોતા જ ૯૦૧) Page #469 -------------------------------------------------------------------------- ________________ અસતાવેદનીય કર્મને પ્રાયઃ બાંધતા નથી અને અનાદિ અનંત સંસારથી તરત જ પાર થઈ જાય છે.” (૫) ધર્મકથા : એકાંત અનુગ્રહ બુદ્ધિથી શ્રોતાઓને ધર્મનો ઉપદેશ આપવો ધર્મકથા નામનો સ્વાધ્યાય તપ છે. અનુભવી અને કહે છે કે શ્રોતાઓને ધર્મોપદેશ શ્રવણ કરવાથી લાભ થઈ પણ શકે છે અને નથી પણ થઈ શકતો, પરંતુ જે વક્તા એકાંત હિતબુદ્ધિથી ધર્મોપદેશ આપે છે, એને તો એકાંત લાભ જ થાય છે. ધર્માકથા કરનાર વ્યક્તિ મહાનિર્જરા કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનારો જીવ શુભ કર્મોનો બંધ કરે છે. ધર્મકથાના ચાર ભેદો : “સ્થાનાંગ સૂત્ર'માં ધર્મકથાના ચાર પ્રકાર બતાવ્યા છે : (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેગની અને (૪) નિર્વેદની. (૧) આક્ષેપણી કથા ઃ જે ધર્મોપદેશ દ્વારા શ્રોતાઓના ચિત્તને સંસાર અને વિષયોની તરફથી હટાવીને ધર્મમાર્ગમાં લગાવવામાં આવે છે, તે આપણી કથા છે, એના ચાર પ્રકાર છેઃ આચાર આક્ષેપણી : સાધુના આચારને પ્રદર્શિત કરનારી કથા કરવી અથવા દશવૈકાલિક, આચારાંગ વગેરે આચાર વિષયક સૂત્રોની વ્યાખ્યા કરવી. વ્યવહાર આક્ષેપણી : આલોચના, પ્રાયશ્ચિત્ત વગેરેનું કથન કરીને અતિક્રમણ વગેરે દોષોને હટાવવાની રીતિનું પ્રતિપાદન કરવું અથવા વ્યવહાર, નિશીથ વગેરે સૂત્રોની વ્યાખ્યા કરવી. પ્રજ્ઞપ્તિ આક્ષેપણી : શ્રોતાઓની શંકાઓનું સમાધાન કરતાં તત્ત્વશ્રદ્ધાને દઢ બનાવનારી કથા અથવા “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્ર”નો ઉપદેશ આપીને તત્ત્વજ્ઞાનનો વિશેષ બોધ કરાવનારી વ્યાખ્યા કરવી. દષ્ટિવાદ આક્ષેપણી : નય, નિક્ષેપ વગેરેથી જીવ વગેરે સૂક્ષ્મ તત્ત્વોને સમજાવવા અથવા શ્રોતાની દૃષ્ટિ વિશુદ્ધ થાય એવો ઉપદેશ આપવો અથવા દષ્ટિવાદ વિષયક નિરૂપણ કરવું. (૨) વિક્ષેપણી કથા આ કથાશૈલીમાં પરપક્ષનું ખંડન અને સ્વપક્ષનું ખંડન કરવામાં આવે છે, એના ચાર ભેદો છે : (૧) સ્વપક્ષના ગુણ બતાવીને પર-સિદ્ધાંતના દોષ બતાવવા. (૨) પર-સિદ્ધાંતના દોષ બતાવીને સ્વ-સિદ્ધાંતના ગુણ બતાવવા. (૩) પર-સિદ્ધાંતમાં ધૃણાક્ષર-ન્યાયથી જે વાતો જિનાગમસદેશ છે, એમને જિનાગમવિરુદ્ધ વાતોના દોષ દેખાડવા અથવા આસ્તિકવાદનું કથન કરીને નાસ્તિકવાદનો અભિપ્રાય બતાવવો. (૪) પર-સિદ્ધાંતમાં કહેલા જિનાગમ વિપરીત વાદનું કથન કરીને જિનાગમસદેશ વાતોનું વર્ણન કરીને અથવા નાસ્તિકવાદની દષ્ટિ બતાવીને આસ્તિકવાદને બતાવવો. (૯૦૨ , , , જિણલમો) Page #470 -------------------------------------------------------------------------- ________________ આક્ષેપણી કથા દ્વારા સમ્યકત્વ પુષ્ટ થવાથી જ વિક્ષેપણી કથા કહેવી જોઈએ, અન્યથા વિપરીત પ્રભાવ પડવાની સંભાવના રહે છે. (૩) સંવેગની કથા : જે કથા દ્વારા સંસારની નીરસતા બતાવીને મોક્ષ કે ધર્મની પ્રત્યે રુચિ જાગૃત કરવામાં આવે, તે સંવેગની કથા છે. એના ચાર ભેદો છે : ઇહલોક સંવેગની : મનુષ્યભવ કદલીતંભ સમાન અસાર અને અસ્થિર છે, એવું પ્રતિપાદન કરી મોક્ષ પ્રત્યે રુચિ જગાવવી. પરલોક સંવેગની : દેવ પણ ઈર્ષા, વિષાદ, ભય, વિયોગ વગેરેથી દુઃખી છે, એવું બતાવીને મોક્ષ પ્રત્યે રુચિ જગાવવી. સ્વશરીર સંવેગની આ પોતાનું શરીર અશુચિઓ અને રોગોનું ઘર છે એવું બતાવીને મોક્ષના પ્રત્યે રુચિ જગાવવી. પરશરીર સંવેગની : કોઈ મૃત શરીરના વર્ણન દ્વારા મોક્ષની રુચિને જગાવવી. (૪) નિર્વેદની કથા : ઈહલોક અને પરલોકમાં પાપ-પુણ્યના શુભાશુભ ફળને બતાવીને સંસારથી ઉદાસીનતા પેદા કરનારી કથા નિર્વેદની કથા છે. એના ચાર ભેદો છે: (૧) ઇહલોકમાં કરેલાં અશુભ કર્મો આ જ ભવમાં દુઃખરૂપ ફળ આપનાર હોય છે. જેમ કે - ચોરી, પરસ્ત્રીગમન કરનારાઓ રાજદંડ અને લોકદંડથી દંડિત થાય છે. આ જ રીતે આ ભવમાં કરેલા શુભ કર્મનું ફળ આ જ લોકમાં મળી જાય છે. જેમ કે - તીર્થકરને દાન આપનાર પુરુષના ત્યાં સ્વર્ણ-વૃષ્ટિ વગેરે પાંચ દિવ્ય પ્રગટ થાય છે. આ પ્રથમ નિર્વેદની કથા છે. (૨) આ લોકમાં કરેલાં દુષ્કર્મ પરલોકમાં અશુભ ફળ આપે છે. જેમ મહારંભ, મહાપરિગ્રહથી નરકમાં દુઃખ ભોગવવું પડે છે. આ લોકમાં કરેલાં શુભ કર્મોનું ફળ આગામી જન્મમાં સુખરૂપ ફળ આપનાર હોય છે. જેમ સુસાધુ આ લોકમાં પાળેલા નિરતિચાર સંયમનું સુખરૂપ ફળ પરલોકમાં મેળવે છે. આ બીજી નિર્વેદની કથા છે. (૩) પરલોકમાં કરેલા શુભાશુભ કર્મ આ ભવમાં શુભાશુભ ફળ આપે છે. જેમ પરલોકમાં કરેલાં અશુભ કર્મના કારણે જીવ આ ભવમાં હીન કુલમાં ઉત્પન્ન થઈને રોગપીડિત અને દારિજ્યપીડિત જોવા મળે છે. અને પૂર્વભવમાં શુભ કર્મ કરનાર જીવ આ ભવમાં સમૃદ્ધિ વગેરે ભોગવતાં જોવા મળે છે. આ ત્રીજી નિર્વેદની કથા છે. (૪) પરલોકમાં કરેલાં શુભાશુભ કર્મો આગામી ભવમાં (પરલોકમાં) શુભાશુભ ફળ આપે છે. જેમ પૂર્વભવમાં અશુભ કર્મ કરીને જીવ કાગડો, ગીધ વગેરેના રૂપમાં ઉત્પન્ન થાય છે અને અહીં બીજા અશુભ કર્મ કરીને તે નરકમાં જાય છે. આ જ રીતે પૂર્વમાં આચરિત શુભ કર્મોનું ફળ દેવલોકમાં ભોગવ્યા પછી મનુષ્ય વગેરે ભવમાં પણ સુખરૂપ ફળ પ્રાપ્ત કરે છે. તે ચોથી નિર્વેદની કથા છે. આમ, ધર્મકથાના નિરૂપણ દ્વારા પણ સ્વાધ્યાય તપનું આરાધન થઈ શકે છે, તેથી આને તપના ભેદોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. [ આત્યંતર તપ છે છે છે (૯૦૩) Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ (ધ્યાન) 'उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम्' - તત્ત્વાર્થ સૂત્ર અ.-૯, સૂત્ર-૨૭ ધ્યાન : ઉત્તમ સંતાનનવાળી વ્યક્તિ દ્વારા કોઈ એક વિષયમાં અંતઃકરણની વિચારધારાને સ્થાપિત કરવી ધ્યાનનું લક્ષણ છે. સામાન્યતઃ મનની વિચારધારા ક્ષણ ક્ષણમાં બદલાતી રહે છે. તે પ્રતિક્ષણ અન્ય-અન્ય દિશાઓમાં વહેતી હવામાં સ્થિત દીપશિખાની જેમ અસ્થિર થાય છે. એવી ચિંતનધારાને પ્રયત્નપૂર્વક અન્ય વિષયોથી હટાવીને એક જ વિષયમાં સ્થિર રાખવી ધ્યાન છે. ધ્યાનનું આ સ્વરૂપ છઘસ્થમાં જ સંભવ છે, તેથી એવું ધ્યાન બારમાં ગુણસ્થાન સુધી હોય છે. છદ્મસ્થના ધ્યાનનું કાળ-પરિમાણ વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી છે. એનાથી વધુ કાળ સુધી છદ્મસ્થનું ધ્યાન એક વિષય પર ટકી શકતું નથી. અલબત્ત એક વિષયથી બીજા વિષય પર, બીજાથી ત્રીજા વિષય પર ચિંતનનો પ્રવાહ ચાલુ રહેવાથી ધ્યાનનો પ્રવાહ વધુ સમય સુધી પણ ચાલી શકે છે. જેમ કે - યોગશાસ્ત્રમાં કહ્યું છે - मुहूर्तात्परतः चिन्ता यद्वा ध्यानान्तरं भवेत् । बह्वर्थं संक्रमे तु स्याद्दीर्घाऽपि ध्यानसंततिः ॥ - યોગશાસ્ત્ર પ્રકાર-૪, શ્લોક-૧૧૬ અર્થાત્ અંતર્મુહૂર્તથી આગળ આલંબન ભેદથી ધ્યાનાંતર થઈ શકે છે, પરંતુ એક વિષયક ધ્યાન અંતમુહૂર્તથી વધુ કાળ સુધી નથી થઈ શકતું. ધ્યાનનો એવો જ સ્વભાવ છે. અન્ય વસ્તુ પર ચિંતન ધારાનું સંક્રમણ હોવાથી ધ્યાનની ધારા અંતર્મુહૂર્તથી વધુ પણ ચાલી શકે છે. આ જ અભિપ્રાયથી એવું કહેવામાં આવે છે કે એક દિવસ કે એક અહોરાત્ર સુધી કે વધુ કાળ (સમય) સુધી ધ્યાન કરવું.' સર્વજ્ઞ દશામાં ચિત્તવ્યાપાર ન હોવાથી ચિત્ત નિરોધરૂપ એકાગ્ર ધ્યાન ઘટિત નથી થતું, ત્યારે પ્રશ્ન થાય છે કે - “સર્વજ્ઞદશામાં શું કોઈ ધ્યાન થાય છે? જો હોત તો એનું સ્વરૂપ શું છે?' આ પ્રશ્નનો જવાબ બે રીતથી આપવામાં આવ્યો છે - એક તો વિહરમણ સર્વશની દશામાં દેશોનકોટિપૂર્વ પર્યત એમાં કોઈ ધ્યાન સ્વીકાર કરવામાં આવ્યું નથી. બીજો જવાબ છે કે - “સર્વજ્ઞદશામાં મન, વચન અને શરીરના વ્યાપાર સંબંધિત સુદઢ પ્રયત્નને જ ધ્યાનના રૂપમાં માનવામાં આવે છે.” એવું ધ્યાન અંતર્મુહૂર્તથી વધુ કાળ સુધી પણ થાય છે. તેરમા ગુણસ્થાનના અંતમાં જ્યારે માનસિક, વાચિક અને કાયિક વ્યાપારના નિરોધના ક્રમનો પ્રારંભ થાય છે, ત્યારે સ્થૂલ કાયિક નિરોધ પછી સૂક્ષ્મ કાયિક યોગના અસ્તિત્વમાં સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ નામનું ત્રીજું શુક્લધ્યાન માનવામાં આવ્યું છે. અને ચૌદમા ગુણસ્થાનની અયોગી દશામાં શૈલેશીકરણના સમયમાં સમુચ્છિન્ન-ક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન (૯૪) છેઆ છે , DOOK જિણધો] Page #472 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવ્યું છે. એની સંગતિ ધ્યાનની વ્યાખ્યામાં અંતર કરવાથી જ થઈ શકે છે. આ અવસ્થામાં યોગના નિરોધને અને આત્મ-પ્રદેશોની નિષ્પકમ્પતોને ધ્યાન માનવામાં આવ્યું છે. કહ્યું છે - अंतोमुहुत्तमित्तं चितावत्थाणमेगवत्थुम्मि । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥ અર્થાત્ એક વસ્તુમાં અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ માટે ચિત્તને એકાગ્ર કરવું છાપસ્થિક ધ્યાન છે અને યોગનિરોધ અયોગી જિનોનું ધ્યાન છે. ઉત્તમ સંહનનવાળા અર્થાત્ વજઋષભનારાચ, ઋષભનારા અને મારા સંતનનવાળા ધ્યાનના અધિકારી હોય છે. કારણ કે અન્ય સંહનનવાળાઓમાં એવી માનસિક શક્તિ નથી હોતી કે તે ચિંતનની ધારાને વધુ સમય સુધી સ્થિર કરી શકે. ચિંતનની ધારાને એક જગ્યાએ સ્થિર કરવા માટે વાંછિત શારીરિક અને માનસિક બળની અપેક્ષા રહે છે, જે ત્રણ ઉત્તમ સંહનનવાળા જીવોમાં હોય છે. તેથી ત્રણ ઉત્તમ સંહનનવાળા જીવો ધ્યાનના અધિકારી માનવામાં આવ્યા છે. ધ્યાનના ભેદો : ધ્યાનના ચાર ભેદો છે: ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન, ૩. ધર્મધ્યાન અને ૪. શુક્લધ્યાન. ૧. આર્તધ્યાન: ઋતુ અથાત્ દુઃખના નિમિત્ત કે દુઃખમાં થનારું ધ્યાન આર્તધ્યાન છે. અથવા દુઃખી પ્રાણીનું ધ્યાન આર્તધ્યાન છે. અથવા મનોજ્ઞ વસ્તુના વિયોગ અને અમનોજ્ઞ વસ્તુના સંયોગના કારણથી થનારું ચિત્ત વિક્ષોભ આર્તધ્યાન છે. દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણો છે - (૧) અનિષ્ટ વસ્તુનો સંયોગ (૨) ઈષ્ટ વસ્તુનો વિયોગ, (૩) પ્રતિકૂળ વેદના અને (૪) ભોગની લાલસા. એમના આધારે આર્તધ્યાનના ૪ પ્રકાર કહેવામાં આવ્યા છે. અનિષ્ટ-સંયોગ આર્તધ્યાન ઃ અમનોજ્ઞ વસ્તુનો સંયોગ થવાથી દુઃખથી વ્યાકુળ આત્મા એને દૂર કરવા માટે જે સતત ચિંતન કરે છે, તે અનિષ્ટ સંયોગ આર્તધ્યાન છે. ઇષ્ટ-વિયોગ આર્તધ્યાન ઈષ્ટ વસ્તુનો વિયોગ થઈ જવાથી એની પ્રાપ્તિ માટે સતત ચિંતન કરવું. રોગચિંતા ઃ શારીરિક કે માનસિક પીડા થવાથી એના નિવારણની વ્યાકુળતાપૂર્વક ચિંતા કરવી રોગચિંતા આધ્યાન છે. નિદાન આર્તધ્યાન ભોગોની લાલસાની ઉત્કૃષ્ટતાના કારણે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાનો તીવ્ર સંકલ્પ નિદાન આર્તધ્યાન છે. પહેલાં ત્રણ આર્તધ્યાન પહેલાંથી લઈને છઠ્ઠા ગુણસ્થાન સુધી થઈ શકે છે. નિદાન આર્તધ્યાન પ્રમત્તસંયત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં હોતું નથી. શેષ ત્રણ આર્તધ્યાન ત્યાં થઈ શકે છે. [ ધ્યાન 00 0 0 0 0 0 0 (૯૫) Page #473 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનનાં ચાર લક્ષણો : (૧) આકંદન : જોર-જોરથી રડવું - બૂમો પાડવી. (૨) શોચન : દીન ભાવ ધારણ કરવો, શોક કરવો. (૩) પરિવેદન : વિલાપ કરવો. (૪) તપનતા : અશુપાત કરવો. આ ચાર લક્ષણો ( ચિહ્નો)થી આર્તધ્યાન થઈ જાય છે. રાગ-દ્વેષ, મોહયુક્ત પ્રાણી આર્તધ્યાનના કારણે સંસારની વૃદ્ધિ કરે છે અને સામાન્ય રીતે તિર્યંચ ગતિમાં જાય છે. ૨. રૌદ્રધ્યાન : જૂર અને કઠોર વૃત્તિની વ્યક્તિની હિંસા, જૂઠું, ચોરી અને વિષય-સંરક્ષણ માટે જે સતત ચિત્ત પ્રવૃત્તિ હોય છે, તે રૌદ્રધ્યાન છે. એના ચાર પ્રકારો છે : (૧) હિંસાનુબંધી પ્રાણીઓને ચાબુક, ડંડા વગેરેથી મારવાં, દોરડું,સાંકળ વગેરેથી ક્રૂરતાપૂર્વક બાંધવાં, તલવાર વગેરેથી વધ કરવો વગેરે નિર્દયતાપૂર્વક હિંસાકારી વ્યાપારોને કરવાનું ચિંતન કરવું હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી : બીજાઓને ઠગવા (લૂંટવા) માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવી (અસત્યનો સહારો લેવો), બીજાઓનાં હૃદયોને કઠોર વચનો દ્વારા ભેદવું, સત્યનો અપલાપ કરવા માટે તથા ઉત્તમ સિદ્ધાંતોનો અસ્વીકાર કરવા માટે અસત્ય ભાષણ સંબંધી સતત વિચાર કરવો મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (૩) ચૌર્યાનુબંધી : તીવ્ર લોભના વશીભૂત થઈને કોઈની વસ્તુને ચોરવી કે એને લૂંટવાનું સતત ચિંતન ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન છે. (૪) સંરક્ષણાનુબંધી : ધન, સંતાન વગેરેના સંરક્ષણ-હેતુ બીજાનો ઉપઘાત કરવાની કષાયમયી વૃત્તિ રાખવી અર્થાત્ બીજાનો ઉપઘાત કરવાનું સતત ચિંતન કરવું સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો : (૧) ઓસન્ન દોષઃ રૌદ્રધ્યાની બહુલતાથી (બરાબર) હિંસા વગેરેમાંથી કોઈ એકમાં પ્રવૃત્તિ કરે છે, તે આસન્ન દોષ છે. (૨) બહુલ દોષ : રૌદ્રધ્યાની બધા હિંસા વગેરે દોષોમાં પ્રવૃત્તિ કરે છે. (૩) વિવિધ દોષ અથવા અજ્ઞાન દોષ : રૌદ્રધ્યાનની વિવિધ હિંસા વગેરેના ઉપાયોમાં અનેકવાર પ્રવૃત્તિ કરે છે, અથવા રૌદ્રધ્યાની અજ્ઞાનથી કુશાસ્ત્રમાં શ્રદ્ધાથી, હિંસા વગેરેમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે. (૪) આમરણાંત દોષ : મરણ પર્યત દૂર કમ માટે રૌદ્રધ્યાનીને પશ્ચાત્તાપ થતો નથી. તે મરણકાળ સુધી હિંસા વગેરેમાં રત (મગ્ન) રહે છે, જેમ કે કાળ સૌકરિક કસાઈ. (૯) છે છે એ જ છે જે જિણધો] Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત લક્ષણો ઠાણાંગ અને ભગવતી અનુસાર બતાવ્યા છે. “આવશ્યક સૂત્ર'માં રૌદ્રધ્યાનીનાં જે લક્ષણો બતાવ્યાં છે, તે આગળ લખવામાં આવ્યાં છે. કઠોર અને સંક્લિષ્ટ પરિણામવાળો રૌદ્રધ્યાની બીજાને દુઃખી જોઈને પ્રસકત થાય છે. ઐહિક પારલૌકિક ભયથી રહિત હોય છે. એના મનમાં અનુકંપાનો ભાવ લેશમાત્ર પણ હોતો નથી. અકાર્ય કરીને પણ એને પશ્ચાત્તાપ થતો નથી. પાપ કરીને તે પ્રસન્ન થાય છે. રૌદ્રધ્યાની સામાન્ય રીતે નરક ગતિમાં જાય છે. આ ધ્યાન પહેલાંથી લઈને પાંચમા ગુણસ્થાન સુધી જોવા મળે છે. ૩. ધર્મધ્યાન - તત્ત્વો અને શ્રુત ચારિત્ર રૂપ ધર્મના સંબંધમાં સતત ચિંતન ધર્મધ્યાન કહેવાય છે. તત્ત્વ સંબંધિત વિચારણા, હેયોપાદેય સંબંધિત વિચારધારા તથા દેવ-ગુરુ-ધર્મની સ્તુતિ વગેરે પણ ધર્મધ્યાનનાં અંગો છે. ધર્મધ્યાનના ચાર પ્રકારો છે : (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. (૧) આજ્ઞાવિચયઃ વિતરાગ એ સર્વજ્ઞ દેવોની શું આજ્ઞા છે અને તે કેવી હોવી જોઈએ? એનું સ્વરૂપ શું છે? આ રીતે વીતરાગ આશાના વિષયમાં મનોયોગ લગાવવો આજ્ઞાવિચય છે. એમાં જિનેશ્વર દેવોની આજ્ઞા પ્રત્યે બહુમાન રાખતાં આ પ્રકારે ચિંતન કરવામાં આવે છે કે એ વીતરાગ-વાણી પરમ સત્ય છે, તથ્ય છે, નિઃશંક છે. આ સંસારસાગરથી પાર ઉતારનારી, પાપાંકને નષ્ટ કરનારી એ પરમ કલ્યાણકારી છે. સાથે વીતરાગ પ્રરૂપિત ધર્મમાં જે કર્તવ્યની અનુજ્ઞા આપવામાં આવી છે, એના વિષયમાં ચિંતનની ધારાને પ્રવાહિત કરવા પણ આજ્ઞાવિચય છે. (૨) અપાયરિચય : રાગ-દ્વેષ-કષાય વગેરેનાં દુષ્પરિણામોના ચિંતનમાં મનને એકાગ્ર કરવું અપાયરિચય ધર્મધ્યાન છે. જેમ મહાવ્યાધિથી પીડિત પુરુષ માટે અપથ્ય અનાજની ઈચ્છા હાનિપ્રદ છે, એ જ રીતે રાગ જીવ માટે હાનિપ્રદ તથા દુઃખદાયી છે. જેમ કોટર(ગુફા)માં રહેલો અગ્નિ વૃક્ષને તરત જ સળગાવી (બાળી) નાખે છે, એમ જ ઢેષ પ્રાણીને તપાવીને બાળી નાખે છે. વશમાં ન કરેલા ક્રોધ અને માન તથા વધતા જતા માયા અને લોભ એ ચારેય કષાય સંસારરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરનારા છે. આસ્રવથી અર્જિત પાપ કર્મોથી જીવ ચિરકાળ સુધી નરક વગેરે નીચ ગતિઓમાં ભ્રમણ કરતાં દુઃખોનું પાત્ર હોય છે. આ રીતે દોષોનાં દુષ્પરિણામોનું ચિંતન કરવું અને એમનાથી બચવાની ભાવના કરવી અપાયરિચય ધર્મધ્યાન છે. (૩) વિપાકરિચય : અનુભવમાં આવનારાં કર્મ-ફળોમાંથી કયું ફળ કર્મનું કારણ છે, કયા કર્મનું શું ફળ છે, એના વિચારાર્થ મનોયોગને લગાવવો વિપાકવિચય છે. આત્મા પોતાની દ્વારા કરવામાં આવેલાં શુભાશુભ કર્મોનું ફળ મેળવે છે. પોતાના કર્મ જ સુખ-દુઃખના દાતાઓ છે, કોઈ અન્ય જીવ નથી. કષાય અને યોગની નિમિત્તથી આત્માની સાથે કમની [ ધ્યાન 10000 2000 2000 (૯૦૦) Page #475 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ-બંધ, સ્થિતિ-બંધ, અનુભાગ-બંધ એ પ્રદેશ-બંધ થાય છે વગેરે કર્મ-વિષયક ચિંતનમાં મનને એકાગ્ર કરવું વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે. (૪) સંસ્થાનવિચય ? લોકનો આધાર ઊંધા રાખેલા દીવાની ઉપર સીધો દીવો અને એના ઉપર પછી ઊંધો દીવો રાખવાથી જે આકૃતિ બને છે, એની સમાન છે. નીચેવાળા દિવાના સ્થાને સાત નરક, પહેલા અને બીજા દીવાના સંધિ સ્થળ પર મધ્યલોક, વચ્ચેના દિવાના સ્થાને પાંચમા બ્રહ્મ દેવલોક ઉપરના દીવાના સુધી અનુત્તર વિમાન અને ઉપર સિદ્ધશિલા છે. આ રીતે લોકના આકારનું ચિંતન કરવું સંસ્થાનવિચય છે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય અને એમની પર્યાય, જીવ-અજીવના આકાર, ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય, લોક, દીપ, સાગર, નરક, વિમાન, ભવન વગેરેના આકાર, લોકસ્થિતિ, જીવની ગતિ, આગતિ, જીવન-મરણ વગેરે સર્વ સિદ્ધાંતના અર્થનું ચિંતન કરવું સંસ્થાનવિચય છે. જીવ અને કર્મથી પેદા થયેલા જન્મ-જરા-મરણ રૂપી જળથી પરિપૂર્ણ, ક્રોધ વગેરે કષાયરૂપ પાતાળવાળા વિવિધ દુઃખરૂપ નક(મગર)થી ભરેલા, અજ્ઞાનરૂપી વાયુથી ઊઠનારી સંયોગ-વિયોગરૂપી લહેરો સહિત આ અનાદિ અનંત સંસારસાગરનું ચિંતન કરવું. આ સંસારસાગરને તરવા માટે સમ્યગુ દર્શનરૂપી દઢ બંધનોવાળી, જ્ઞાનરૂપી નાવિક દ્વારા ચલાવવામાં આવતી ચારિત્રરૂપી નાવ છે. સંવરથી નિછિદ્ર, તારૂપી પવનથી વેગને પ્રાપ્ત, વૈરાગ્ય માર્ગ ઉપર રહેલી, અપધ્યાન રૂપી તરંગોથી ન ડગનારી, બહુમૂલ્ય શીલરત્નથી પરિપૂર્ણ નાવ પર ચડીને મુનિરૂપી વેપારી તરત જ નિર્વિદન નિર્વાણ રૂપી તટીય નગર સુધી પહોંચી જાય છે, જ્યાં તે અક્ષય, અવ્યાબાધ અને નિરુપમ સુખનો અનુભવ કરે છે. વગેરે રૂપથી સંપૂર્ણ જીવ વગેરે પદાર્થોના વિસ્તારવાળા, બધા નય-સમૂહરૂપ સિદ્ધાંતોક્ત અર્થના ચિંતનમાં મનને એકાગ્ર કરવું સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. આમ, આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એ ચાર ધર્મધ્યાનના ભેદ કે પાયા કહેવામાં આવે છે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ઃ આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ અને અવગાઢરુચિ કે ઉપદેશરુચિ - આ ચાર લક્ષણોથી ધર્મધ્યાનીની ઓળખ થાય છે. (૧) આજ્ઞારુચિ : સૂત્રમાં કહેવાયેલી વિધિ-નિષેધ રૂપ આજ્ઞાઓ ઉપર રુચિ રાખવી. (૨) નિસર્ગરચિ: બીજા કોઈના ઉપદેશ વિના, સ્વભાવથી જ તત્ત્વો પર શ્રદ્ધા કરવી. (૩) સૂત્રરુચિ : આગમ પ્રતિપાદિત તત્ત્વો ઉપર રુચિ રાખવી. (૪) અવગાઢચિ ઃ દ્વાદશાંગીનું વિસ્તારપૂર્વક જ્ઞાન કરવાથી જે જિનપ્રણીત ભાવો ઉપર શ્રદ્ધા હોય છે, તે અવગાઢરુચિ છે અથવા સાધુના સમીપ રહેનારાઓને સૂત્રાનુસારી ઉપદેશથી જ શ્રદ્ધા હોય છે, તે અવગાઢ કે ઉપદેશ રૂચિ છે. તત્ત્વાર્થનું શ્રદ્ધાન, ધર્મધ્યાનનું મુખ્ય લક્ષણ છે. જિનેશ્વર દેવ તથા સાધુ મુનિરાજના ગુણોનું કથન કરવું, ભક્તિપૂર્વક શ્રુત, શીલ તથા સંયમમાં અનુરાગ રાખવો - એ ધર્મધ્યાનનાં ચિહ્નો છે. એમનાથી ધર્મધ્યાનીની ઓળખ થાય છે. (૯૮) ::) :) ) છે જિણધો] Page #476 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાનના ચાર આલંબનઃ ધર્મધ્યાન રૂપી પ્રાસાદ પર ચડવા માટે ચાર આલંબન છેઃ (૧) વાચના : સૂત્ર વગેરેનું પઠન-પાઠન. (૨) પૃચ્છના : સૂત્ર વગેરેમાં શંકા થવાથી નિવારણ-હેતુ પ્રશ્ન પૂછવા. (૩) પરિવર્તન : વાંચેલા સૂત્ર વગેરેની પુનઃ પુનઃ આવૃત્તિ કરવી. (૪) અનુપ્રેક્ષા : સૂત્રાર્થનું ચિંતન-મનન કરવું. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ : ધર્મધ્યાનની પુષ્ટિ માટે ચાર ભાવનાઓ બતાવવામાં આવી છે : (૧) એકત્વભાવના (૨) અનિત્યભાવના (૩) અશરણભાવના અને (૪) સંસારભાવના. (૧) એકત્વભાવના : હું એકલો છું, મારું કોઈ નથી અને ન હું કોઈનો છું' આ રીતે આત્માના એકત્વનું ચિંતન કરવું એકત્વભાવના છે. (૨) અનિત્યભાવના : “સંસારના બધા પદાર્થ ધન-દોલત-પરિવાર, શરીર વગેરે નશ્વર છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે' - આ રીતે વિચાર કરવો અનિત્યભાવના છે. (૩) અશરણભાવના : “જન્મ-જરા-મૃત્યુથી પીડિત પ્રાણી માટે કોઈપણ શરણરૂપ નથી, માત્ર જિનેન્દ્ર પ્રવચન જ શરણરૂપ છે, એને છોડીને કોઈપણ જીવ માટે શરણભૂત નથી' - એવું ચિંતન કરવું અશરણભાવના છે. (૪) સંસારભાવના : સંસારની વિચિત્રતાઓનું ચિંતન કરવું, યથા - એક ભવની માતા અન્ય ભવમાં સ્ત્રી, પુત્રી, બહેન બની જાય છે, એક ભવનો પિતા અન્ય ભવમાં પુત્રાદિના રૂપમાં થઈ જાય છે. - આ પ્રકારે ચિંતન કરવું સંસારભાવના છે. યોગશાસ્ત્ર અનુસાર ધર્મધ્યાનના ચાર ભેદો : (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. (૧) પિંડસ્થ પિંડસ્થધ્યાન પિંડથી સંબંધિત છે. પિંડ અનેક પ્રકારના હોય છે. એમાં ચૌદ રાજૂ લોકની ઉપમા નાચતા ભોપાના રૂપમાં આપી છે. એ પિંડનું ચિંતન કરવું અર્થાતુ ચૌદ રાજૂ લોકમાં કયાં-કયાં તત્ત્વો કયાં-કયાં રૂપમાં રહેલાં છે ? કયા-કયાનો શું શું સ્વભાવ તથા વિભાવ છે ? કોણ નાશવાન છે તથા કોણ અવિનાશી છે, વગેરે ચિંતનની સાથે સમગ્ર દૃષ્ટિથી હેય-જ્ઞય-ઉપાદેયનું ચિંતન, તે અનુસાર હેય, શેયને યથાસ્થાને જાણવું અને છોડવું, ઉપાદેય જે આધ્યાત્મિક નિજસ્વરૂપ છે, એને ગ્રાહ્ય કરીને સમુદ્ર-મંથનની જેમ લોક-મંથનનો નિષ્કર્ષ આધ્યાત્મિક સ્વરૂપને અભિવ્યક્ત કરવાની દૃષ્ટિથી લોકરૂપ પિંડનું ચિંતન પિંડસ્થસ્થાનના અંતર્ગત આવે છે. બીજું પિંડ પૃથ્વી પિંડ, વાયવીય પિંડ, જલીય પિંડ, આગ્નેય પિંડ વગેરે પિંડોના વર્ણાદિકની દૃષ્ટિએ એ પદાર્થોનું વર્ણ, ગંધ વગેરે તાદામ્ય ગુણ રહેલો છે. એમ જ આત્મીય પિંડમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણ તાદાભ્ય રૂપમાં રહેલો છે. આ પ્રકારનું ચિંતન [ ધ્યાન 00000000000000000000 (૯૦૯) Page #477 -------------------------------------------------------------------------- ________________ પિસ્થસ્થાન માટે કરી શકાય છે. ત્રીજા પિંડસ્થનો અર્થ શરીરપિંડથી છે. એ શરીરપિંડનું સમીક્ષણ ધ્યાનના માધ્યમથી અવલોકન કરવું તથા સાધનાની ભૂમિકા પર આરોહણ કરી આધ્યાત્મિક સાધનામાં અગ્રેસર થવું વગેરે. (૨) પદસ્થ : નાભિમાં સોળ પાંખડીના, હૃદમયાં ચોવીસ પાંખડીના અને મુખ પર આઠ પાંખડીના કમળની સ્થાપના કરવી અને પ્રત્યેક પાંખડી પર અ, આ, વગેરે વર્ણમાલાના અક્ષરોની સ્થાપના કરવી કે પંચ પરમેષ્ઠી મંત્રના અક્ષરોની સ્થાપના કરીને એમનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું અર્થાત્ પદના આશ્રિત મનને એકાગ્ર કરવું પદસ્થસ્થાન છે. અહીં એ સ્મરણીય છે કે પંચ પરમેષ્ઠી વગેરે પદોની રચનાના માધ્યમથી મનની વૃત્તિને એકાગ્ર કરવાનાં અનેક સાધનોમાંથી આ પણ એક સાધન છે, સાધ્ય નથી. આ પાંખડીઓ તથા પદો વગેરે ઉપર જ જો સાધક ભટકી જાય છે તો લક્ષ્યની સાધના બની શકતી નથી. તેથી પદસ્થધ્યાનને અનેક પાત્રોની યોગ્યતા અનુસાર પદોના માધ્યમથી મનને એકાગ્ર કરતા-કરતા એ પદના અર્થની ઊંડાઈમાં પહોંચીને નિજ (સ્વયં)ના સ્વરૂપને અભિવ્યક્ત કરવાનો દૃષ્ટિકોણ રાખવો યોગ્ય છે. (૩) રૂપસ્થ : સશરીર અરિહંત ભગવંતની શાંત મુદ્રાનું સ્થિર ચિત્તથી ધ્યાન કરવું રૂપસ્થધ્યાન છે. ધ્યાનમાં પણ વીતરાગ દેવના શરીરના અવયવોથી અભિવ્યક્ત થનારી આત્મિક આભાની તરફ એટલે કે જ્યોતિ તરફ વધવા માટે પ્રશાંતતા આવતા જ વીતરાગ દશા જોવા મળે છે, વગેરે ભાવાત્મક સ્થિતિથી ચિંતન રૂપસ્થધ્યાન અંતર્ગત આવે છે. (૪) રૂપાતીત ઃ રૂપ રહિત નિરંજન, નિર્મળ સિદ્ધ ભગવાનનું ધ્યાન કરવું રૂપાતીત ધ્યાન છે. ધર્મધ્યાનના સ્વામી : ધર્મધ્યાનના સ્વામીઓના વિષયમાં શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં મૌક્ય નથી. શ્વેતાંબર માન્યતા અનુસાર ધર્મધ્યાન સાતમા ગુણસ્થાનથી લઈને બારમાં ગુણસ્થાન સુધી સંભવ છે. દિગંબર પરંપરા અનુસાર ચોથાથી સાતમાં ગુણસ્થાન સુધી ધર્મધ્યાનની સંભાવના માન્ય છે. તે શ્રેણીના આરંભના પૂર્વ સુધી જ સમ્યગુ દેષ્ટિમાં ધર્મધ્યાન માને છે. શ્રેણીનો આરંભ આઠમા ગુણસ્થાનમાં થાય છે, તેથી સાતમા ગુણસ્થાન સુધી જ ધર્મધ્યાન દિગંબર પરંપરામાં માન્ય છે. શ્વેતાંબર-પરંપરામાં સાતમાથી લઈને બારમા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન સંભવ છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં પણ ઉપશાંતમોહ અને ક્ષણમોહમાં પણ ધર્મધ્યાન માનવામાં આવ્યું છે. અહીં એ વિશેષ જ્ઞાતવ્ય છે કે દિગંબર અને શ્વેતાંબર પરંપરામાં જે ધર્મધ્યાનના સ્વામીના વિષયમાં મતભેદ ગ્રંથોમાં ઉલ્લેખિત છે, તે મતભેદ અપેક્ષિત દૃષ્ટિબિંદુથી મુખ્ય તથા પ્રધાન ભાવની દૃષ્ટિથી સમજવું જોઈએ. શ્વેતાંબર પરંપરામાં જે ધર્મધ્યાનના સાતમા ગુણસ્થાનથી પ્રારંભ માનવામાં આવ્યા છે, તે પરિપૂર્ણ ધર્મધ્યાનની અપેક્ષાથી લેવું જોઈએ. અન્યથા સામાન્ય રૂપથી આજ્ઞાવિચય વગેરે ધર્મધ્યાનનો પ્રારંભ ચતુર્થ ગુણસ્થાનથી જ થઈ જાય છે. આઠમાંથી બારમા ગુણસ્થાન સુધી જે ધર્મધ્યાનની વાત કહેવામાં (૯૮૦ ના રોજ યોજાનારી જિણવો) Page #478 -------------------------------------------------------------------------- ________________ આવી છે, એમાં ધર્મધ્યાનપૂર્વક જ શુક્લધ્યાન હોય છે, ધર્મધ્યાનની ભૂમિકાને છોડીને શુક્લધ્યાન બની શકતું નથી, એ દૃષ્ટિબિંદુથી બારમા ગુણસ્થાન સુધી ધર્મધ્યાનનું સ્વરૂપ લેવું જોઈએ તથા અપવાદ સ્વરૂપ કેટલાક આત્માઓ શુક્લધ્યાનના અવલંબન શ્રત વગર જ પરિણામોની અત્યાધિક ઉજ્વળતાથી કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ કરી લે છે. એમાં પ્રમુખતા ધર્મની રહે છે તથા ગૌણ રૂપમાં શુક્લનો પ્રવેશ થઈને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ જાય છે. કૂરગડૂ મુનિવરને સંવત્સરીના દિવસે પણ ખીચડી ખાતા સમયે કેવળજ્ઞાનની ઉપલબ્ધિ તથા વલકલચીરીને ઝૂંપડીને સાફ કરતા-કરતા કેવળજ્ઞાન મેળવી લેવું, વગેરે અપવાદિક ઉદ્ધરણો છે. ન કે રાજમાર્ગ. દિગંબર સમાજમાં જે ધર્મધ્યાનને ચતુર્થ ગુણસ્થાનથી પ્રારંભ માન્યો છે, તે પણ આંશિક દૃષ્ટિથી લેવામાં આવશે ત્યારે જ સમુચીત (બરાબર) હશે, અન્યથા પરિપૂર્ણ ધર્મધ્યાનની માત્રાની દૃષ્ટિથી તો અનેક દૂષણોનો સામનો કરવો પડશે. કારણ કે ચતુર્થ ગુણસ્થાનવર્તી આત્માઓની છ ભાવલેશ્યા પણ જોવા મળે છે. જ્યારે કે પરિપૂર્ણ ધર્મધ્યાનવાળા સાધક માટે છ ભાવલેશ્યાઓ સંગત નથી બેસતી. સાતમામાં જ ધર્મધ્યાનને સમાપ્ત કરી દેવું અને આઠમાંથી જ શુક્લધ્યાનની માન્યતા યુક્તિસંગત નથી લાગતી. કારણ કે શુક્લધ્યાન ધર્મધ્યાનની ભૂમિકાપૂર્વક જ બની જાય છે, ન કે ધર્મધ્યાનની ભૂમિકાને સર્વથા છોડીને. શુક્લધ્યાનની અવસ્થામાં ધર્મધ્યાનની અવસ્થાનું ગૌણ રૂપથી કથન કરવામાં આવે છે, ન કે નિષિદ્ધ રૂપમાં. તેથી જો દિગંબર સંપ્રદાય તથા શ્વેતાંબર સંપ્રદાય ઉપરોક્ત મુખ્ય ગૌણ ભાવથી સમન્વયાત્મક દૃષ્ટિથી ચિંતન કરે છે તો બંનેમાં વિસંગતિ થતી નથી. અન્યથા વિસંગતિ થવી સ્વાભાવિક છે. ૪. શુ ધ્યાન : જે આત્માના આઠ કર્મરૂપી મેલને ધોઈને એને સ્વચ્છ-ધવલ બનાવી દે છે, તે શુક્લધ્યાન છે. એના ચાર ભેદો છે - જે એના પાયા કહેવામાં આવે છે ઃ (૧) પૃથકત્વવિતર્ક-સવિચાર, (૨) એકત્વવિતર્ક-અવિચાર, (૩) સૂમક્રિયા-અનિવૃત્તિ અને (૪) સમુચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી. (૧) પૃથફત્વવિતર્ક-સવિચાર : પૂર્વગત શ્રુત અનુસાર વિવિધ નયોથી પદાર્થોની પર્યાયોનું અલગ-અલગ રૂપમાં ચિંતન કરવું અને શબ્દ, અર્થ તથા યોગમાં સંક્રમણ કરવું પૃથકત્વવિતર્ક-સવિચાર નામનું પ્રથમ શુક્લધ્યાન છે. આ પ્રથમ શુક્લધ્યાનનો ધ્યાતા પૂર્વગત શ્રુતાનુસાર એક દ્રવ્યની વિવિધ પર્યાયોના વિવિધ નયો દ્વારા ભેદપ્રધાન ચિંતન કરે છે, તેથી આને પૃથકત્વ કહેવામાં આવ્યો છે. આ ચિતન પૂર્વશ્રુતાનુસારી હોય છે, તેથી આને વિતર્ક કહેવામાં આવે છે. આ ચિંતન એક દ્રવ્યથી બીજા દ્રવ્ય ઉપર અને એક પર્યાયથી બીજી પર્યાય ઉપર કે દ્રવ્યથી પર્યાય ઉપર અને પર્યાયથી દ્રવ્ય ઉપર સંક્રમિત થતો રહે છે, એક અર્થથી બીજા અર્થ ઉપર, એક શબ્દથી બીજા શબ્દ ઉપર, અર્થથી શબ્દ ઉપર અને શબ્દથી અર્થ ઉપર પણ સંક્રમિત થતો રહે છે તથા એમાં એક યોગથી બીજા યોગમાં સંક્રમ થાય છે, તેથી આને સવિચાર કહેવામાં આવે છે. આમ, પૃથકત્વવિતર્ક-સવિચાર નામનું આ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ છે. [ ધ્યાન છે (૯૮૧) Page #479 -------------------------------------------------------------------------- ________________ આ પ્રથમ ભેદનો અધિકારી પૂર્વધર હોય છે. જે અગિયારમા-બારમાં ગુણસ્થાનવર્તી હોય છે. જે પૂર્વધર ન હોય પણ અગિયારમા-બારમા ગુણસ્થાનવર્તી હોય, એને શુક્લધ્યાન ન થઈને ધર્મધ્યાન થાય છે. (મરુદેવી, માષતુષ વગેરે આના અપવાદો છે) યોગની દૃષ્ટિથી ત્રણેય યોગવાળા આના સ્વામી છે. (૨) એજ્વવિતર્ક-અવિચાર : પૂર્વગત શ્રુતનો આધાર લઈને જ્યારે કોઈ દ્રવ્યની પર્યાયોમાં અભેદની પ્રધાનતાથી એકત્વનું ચિંતન કરવામાં આવે છે અને મન વગેરે ત્રણેય યોગોમાંથી કોઈ એક યોગમાં જ અટલ રહીને શબ્દ કે અર્થમાંથી કોઈ એકનું જ ચિંતન કરવામાં આવે છે, ત્યારે તે ધ્યાન એકત્વવિતર્ક-અવિચાર કહેવાય છે. કારણ કે એમાં શ્રતનું અવલંબન છે. તેથી આ વિતર્ક છે, અભેદનું ચિંતન છે, તેથી એત્વ અને યોગ તથા શબ્દાર્થનું સંક્રમણ ન થવાથી અવિચાર છે. ઉક્ત બંને ભેદોમાંથી પહેલાં ભેદપ્રધાન ધ્યાનનો અભ્યાસ દઢ થઈ ગયા પછી બીજા અભેદ પ્રધાન ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમાં સમગ્ર શરીરમાં વ્યાપ્ત સર્પ વગેરેના ઝેરને મંત્ર વગેરે ઉપચારોથી ડંખની જગ્યાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, એમ જ સંપૂર્ણ જગતમાં અલગ-અલગ વિષયોમાં અસ્થિર રૂપમાં ભટકતાં મનને ધ્યાન દ્વારા કોઈ એક વિષય પર કેન્દ્રિત કરીને સ્થિર કરવામાં આવે છે. એક વિષય પર સ્થિરતા પ્રાપ્ત થતાં જ મન સર્વથા શાંત થઈ જાય છે - અર્થાત્ ચંચળતા મટી જવાથી નિષ્પકંપ બની જાય છે. પરિણામતઃ જ્ઞાનનો સકળ આવરણોનો વિલય થઈ જવાથી સર્વજ્ઞતા પ્રગટ થાય છે. આ બીજા પાયાના સ્વામી અગિયારમા–બારમા ગુણસ્થાનવાળો પૂર્વધર થાય છે. યોગની દૃષ્ટિથી કોઈપણ એક યોગવાળો આનો સ્વામી હોય છે. (૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ જ્યારે સર્વજ્ઞ, ભગવાન નિર્વાણગમનના પૂર્વ યોગનિરોધના ક્રમમાં સૂક્ષ્મ શરીરયોગનો આશ્રય લઈને શેષ યોગોને રોકી દે છે, ત્યારે સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ ધ્યાન હોય છે. કારણ કે આ અવસ્થામાં શ્વાસોશ્વાસ રૂપ સૂક્ષ્મક્રિયાની નિવૃત્તિ થતી નથી. અથવા વર્ધમાન પરિણામ થવાથી પતન (નિવૃત્તિ)ની સંભાવના નથી રહેતી, તેથી આને અનિવૃત્તિ કે અપ્રતિપાતી કહેવામાં આવે છે. આ ત્રીજા સ્થાનનો સ્વામી કેવળ કાયયોગવાળો સર્વજ્ઞ હોય છે. (૪) સમચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી : શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કેવળી જ્યારે બધા યોગોનો નિરોધ કરી લે છે, અને માનસિક, વાચિક કે કાયિક ક્રિયા નથી હોતી. આત્મપ્રદેશ સર્વથા નિષ્પકંપ થઈ જાય છે, ત્યારે જે સ્થિતિ થાય છે, તે સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી ધ્યાન કહેવાય છે. આ સ્થિતિ પછી નષ્ટ થતી નથી, તેથી આને અપ્રતિપાતી કહેવામાં આવે છે. આ ધ્યાનના પ્રભાવથી આસ્રવ અને બંધના નિરોધપૂર્વક બધા કર્મ ક્ષીણ થઈ જવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અયોગી કેવળી જ આ ચતુર્થ ધ્યાનના સ્વામી હોય છે. (૯૮૨) આ જ જિણધમો) Page #480 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાનનાં ચાર ચિહનોઃ ચાર બાહ્ય ચિહ્નોથી શુક્લધ્યાનની ઓળખ થાય છે: (૧) અવ્યયઃ શુક્લધ્યાની પરિષહ - ઉપસર્ગોથી કરીને વ્યથાનો અનુભવ નથી કરતો. તે ધ્યાનથી ચલિત નથી થતો. (૨) અસમ્મોહ : શુક્લધ્યાનીને સૂક્ષ્મ ઊંડા વિષયોમાં પણ સમ્મોહ નથી થતો, અથવા દેવાદિત્ય માયામાં સમ્મોહ નથી થતો. (૩) વિવેક : શુક્લધ્યાની આત્માને દેહથી તથા સર્વ સંયોગોથી અલગ સમજે છે. (૪) વ્યુત્સર્ગ ઃ શુક્લધ્યાની નિસ્ટંગ થવાથી દેહ તથા ઉપધિનો ત્યાગ કરે છે. શુક્લધ્યાનનાં ૪ આલંબનો : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ અને (૪) મુક્તિનું આલંબન લઈને જીવ શુક્લધ્યાન પર ચડે છે. શુક્લધ્યાનની ચાર ભાવનાઓ : નીચેની ચાર ભાવનાઓથી શુક્લધ્યાન પરિપુષ્ટ બને છે ? (૧) અનંતાનુવર્તિતાનુપ્રેક્ષા, (૨) વિપરિણામોનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા. (૧) અનંતાનુવર્તિતાનુપ્રેક્ષા ઃ આ જીવ અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એણે અનંત પુદ્ગલ પરાવર્તન કર્યા છે. આમ, ચિંતન કરવું અનંતાનુવર્તિતાનુપ્રેક્ષા છે. (૨) વિપરિણામાનુપ્રેક્ષા : વસ્તુના પરિણમન પર વિચાર કરવો, સંધ્યાકાળની લાલિમા, ઈન્દ્રધનુષ અને ઝાકળ બિંદુ મનોહર પ્રતીત થાય છે, પરંતુ ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે. દેવો સુધીની ઋદ્ધિઓ ક્ષીણ થઈ જાય છે. જોતાં જોતાં આ સુંદર શરીર જરાજીર્ણ થઈને રાખમાં મળી જાય છે વગેરે ચિંતન કરવું વિપરિણામાનુપ્રેક્ષા છે. (૩) અશુભાનુપ્રેક્ષા : સંસારની અશુભતાનું ચિંતન કરવું. જેમ ધિક્કાર છે આ શરીરને, જેમાં એક સુંદર રૂપવાન વ્યક્તિ મરીને પોતાનાં જ મૃત શરીરમાં કૃમિ રૂપથી ઉત્પન્ન થઈ જાય છે, વગેરે રૂપથી ચિંતન કરવું અશુભાનુપ્રેક્ષા છે. (૪) અપાયાનુપ્રેક્ષા : આસવોથી થનારાં દુષ્પરિણામોનું ચિંતન કરવું અપાયાનુપ્રેક્ષા છે. ઉક્ત ચાર ધ્યાનોમાંથી આર્ત-રૌદ્ર ધ્યાન હેય છે અને ધર્મધ્યાન, શુક્લધ્યાન મોક્ષ-હેતુ હોવાથી ઉપાદેય છે. ધ્યાનની સાર્થકતા : - આચાર્ય હેમચંદ્ર “યોગશાસ્ત્ર'માં કહે છે કે – “સમતાનું આલંબન લીધા પછી યોગીજન ધ્યાનનો આશ્રય લે છે. કારણ કે સમતા વિના ધ્યાન કરવું આત્માની વિડંબના કરે છે. સમતાથી ધ્યાનની સાર્થકતા છે.” કહે છે - [ ધ્યાન છે કે જે આજે ૯૮૩) Page #481 -------------------------------------------------------------------------- ________________ समत्वमवलम्ब्याथ ध्यानं योगी समाश्रयेत् । बिना समत्वमारब्धे ध्याने स्वात्मा विडम्ब्यते ॥ - યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક-૧૧૧ આચાર્ય કહે છે કે - “ધ્યાનની સીડી ઉપર ચડતાં પહેલાં ઇન્દ્રિયોનું ગોપન કરવું જોઈએ, એનાથી મનશુદ્ધિ કરવી જોઈએ અને રાગ-દ્વેષને જીતીને સમતાનો અભ્યાસ કરવો જોઈએ. સમતાનો અભ્યાસ થવાથી ધર્મધ્યાન, શુક્લધ્યાનનું અવલંબન લેવું જોઈએ.” આ ક્રમને ધ્યાનમાં રાખ્યા વિના અંધાનુકરણ કરીને જે મૂઢ લોકો ધ્યાન કરવા લાગે છે, તે ઉભયતઃ શ્રુત થાય છે. તે આત્મ વિડંબના કરે છે. જે વિધિપૂર્વક ધ્યાન કરે છે, તે આત્મહિતનું સાધન કરે છે, કારણ કે મોક્ષ કર્મક્ષયથી થાય છે અને કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે. તેથી ધ્યાન આત્મા માટે હિતકારી છે. ૬. સુત્સર્ગ તપઃ બાહ્ય અને આત્યંતર ઉપધિનો ત્યાગ કરવો વ્યુત્સર્ગ નામનું છઠું આત્યંતર તપ છે. ધન-ધાન્ય વગેરે બાહ્ય પદાર્થોની મમતાનો ત્યાગ કરવો બાહ્યોપધિ વ્યુત્સર્ગ છે અને શરીરની મમતાનો ત્યાગ તથા કાષાયિક વિકારોનો ત્યાગ કરવો આવ્યંતરોપધિ વ્યુત્સર્ગ છે. બીજી અપેક્ષાથી વ્યુત્સર્ગના બે ભેદો છે - દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-વ્યત્સર્ગના ચાર ભેદો છે : (૧) શરીર-વ્યુત્સર્ગ, (૨) ગણ-બુત્સર્ગ, (૩) ઉપધિ-વ્યત્સર્ગ અને (૪) ભક્તપાન વ્યુત્સર્ગ. (૧) શરીર-વ્યત્સર્ગ : શરીરની મમતાનો ત્યાગ કરીને એની વિભૂષા કે સાર સંભાળ ન કરવી શરીર-વ્યુત્સર્ગ તપ છે. (૨) ગણ-વ્યત્સર્ગઃ પૂર્વોનો જ્ઞાનવાન (કોઈ વિશિષ્ટ પ્રતિમાની સાધના હેતુ) ક્ષમાવાન, જિતેન્દ્રિય, અવસરનો જ્ઞાતા, ધીર, વીર , દઢ-સંહનનવાળો અને શુદ્ધ શ્રદ્ધાવાન - આ આઠ ગુણોનો ધારક મુનિ ગુરુની અનુમતિથી વિશિષ્ટ આત્મ-સાધના માટે ગચ્છનો ત્યાગ કરીને એકલ વિહાર કરે છે, આ ગુણ-ત્રુત્સર્ગ તપ છે. (૩) ઉપધિ-વ્યત્સર્ગ ઃ વસ્ત્ર-પાત્ર વગેરેની મમતા(મૂચ્છ ભાવના)નો ત્યાગ કરવો. (૪) ભક્તપાન-વ્યત્સર્ગ : નવકારસી, પૌરસી વગેરે તપ કરવું તથા ખાવા-પીવાનાં દ્રવ્યોનું પરિમાણ કરવું ભક્તપાન-વ્યુત્સર્ગ તપ છે. ભાવ-બ્રુત્સર્ગ તપના ત્રણ ભેદો છે : (૧) કષાય-વ્યત્સર્ગ, (૨) સંસાર-બુત્સર્ગ અને (૩) કર્મ-વ્યુત્સર્ગ. (૧) કષાય-બુત્સર્ગ ઃ ક્રોધ વગેરે કષાયોને ઓછા કરવા કષાય-વ્યત્સર્ગ છે. (૨) સંસાર-વ્યુટાર્ગ : ચાર ગતિ રૂપ સંસારનાં કારણોનો ત્યાગ કરવો સંસારવ્યુત્સર્ગ છે. (૯૮૪) વીર જ છે આ જિણધમો) Page #482 -------------------------------------------------------------------------- ________________ (૩) કર્મ-વ્યત્સર્ગ : આઠ પ્રકારનાં કર્મોના બંધનાં કારણોનો ત્યાગ કરવો કર્મવ્યુત્સર્ગ તપ છે. આમ, જે સાધક મમતાનો બંધનોને તોડી નાખે છે, તે વ્યુત્સર્ગ તપની સાચી આરાધના કરે છે. ઉક્ત રીતિથી છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના આત્યંતર તપના આરાધનથી કર્મોની મહાન નિર્જરા થાય છે. નિર્જરાની પ્રત્યે તપ અસાધારણ કારણ છે, તેથી તપના બાર ભેદને જ નિર્જરાના બાર ભેદોના રૂપમાં ગણાવ્યા છે. તપ અને નિર્જરામાં કાર્ય કારણભાવ સંબંધ છે. તપ કારણ છે અને નિર્જરા કાર્ય છે. કાર્ય-કારણના અભેદને માનીને તપના બાર ભેદો નિર્જરાના બાર ભેદો બતાવ્યા છે. નિર્જરાની તરતમતા ઃ જો કે સકળ સંસારી આત્માઓમાં કર્મ-નિર્જરાનો ક્રમ અનવરત ગતિશીલ રહે છે. છતાં મોક્ષમાર્ગની અંગભૂત નિર્જરા જ ઉપાદેય હોય છે. આ દૃષ્ટિએ યથાર્થ મોક્ષાભિમુખતા સમ્યગૃષ્ટિની પ્રાપ્તિથી પ્રારંભ થાય છે અને જિન અવસ્થામાં પરિપૂર્ણ થાય છે. સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિથી લઈને સર્વજ્ઞદશા સુધી મોક્ષાભિમુખતાના દસ વિભાગ કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ-પૂર્વની અપેક્ષા ઉત્તર-ઉત્તર વિભાગમાં પરિણામની વિશુદ્ધિ વધુ હોવાથી નિર્જરા પણ વધુ થાય છે. કર્મનિર્જરાના આ તરતમભાવમાં સૌથી ઓછી નિર્જરા સમ્યગુષ્ટિ કરી, એનાથી અસંખ્ય ગુણ નિર્જરા શ્રાવકની હોય છે. શ્રાવકની અપેક્ષા સર્વવિરતિમાં અસંખ્ય ગુણ નિર્જરા, એનાથી અનંતાનુબંધી કષાયના વિયોજકની અસંખ્ય ગુણ નિર્જર, એનાથી દર્શનમોહના ક્ષેપકની નિર્જરા અસંખ્ય ગુણ, એનાથી મોહની શેષ પ્રકૃતિઓના ઉપશમકની નિર્જરા અસંખ્ય ગુણ, એનાથી ઉપશાંતમોહ જેમાં ઉપશમ પૂર્ણ થઈ ચૂક્યો હોય, એની અસંખ્ય ગુણ નિર્જરા, એનાથી મોહની શેષ પ્રકૃતિઓના ક્ષેપક, જેમાં મોહનો ક્ષય કાર્યરત્ હોય, એની અસંખ્ય ગુણ નિર્જરા, એનાથી ક્ષીણમોહની અને એનાથી સર્વજ્ઞ જિનની અસંખ્ય ગુણ નિર્જરા હોય છે. આમ, નિર્જરા તત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. કાયોત્સર્ગના ઓગણીસ દોષ? घोडक' लया य खंभे कुड्डे माले य सबरि बहु नियले । लंबुत्तर थण उड्ढी संजय खलिणे१२ य वायस कविढे१४ । सीसोकंपिय५ मूई१६ अंगुलि-भमुहा७ य वारुणी८ पेहा । T U T૩સી વંતિ રોના રૂપાવી ! (૧) ઘોટક દોષ : ઘોડાની જેમ એક પગને વાળીને ઊભા થવું. (૨) લતા દોષ ઃ પવન-પ્રકંપિત લતાની જેમ કાંપવું. (૩) સ્તંભકુફદ્ય દોષ ઃ થાંભલો કે દીવાનો સહારો લેવો. (૪) માલદોષ : માલ અર્થાતુ ઉપરની તરફ કોઈની સહારે મસ્તક લગાવીને ઊભા થવું. (૫) શબરી દોષઃ નગ્ન ભીલડીના સમાન બંને હાથ ગુહ્યસ્થાન પર રાખીને ઊભા રહેવું. [ ધ્યાન 0000000000000000000(૯૮૫) Page #483 -------------------------------------------------------------------------- ________________ (૬) વધૂ દોષ ઃ કુળવધૂની જેમ મસ્તક ઝુકાવીને ઊભા થવું. (૭) નિગડ દોષ ઃ બેડીઓ પહેરેલા પુરુષની જેમ બંને પગો ફેલાવીને અથવા મિલાવીને ઊભા થવું. (૮) લંબોત્તર દોષ ઃ અવિધિથી ચોલપટ્ટાને નાભિથી ઉપર અને નીચે ઘૂંટણો સુધી લાંબો કરીને ઊભા થવું. . (૯) સ્તન દોષ : મચ્છર વગેરેના ભયથી અથવા અજ્ઞાનતા વશ છાતી ઢાંકીને કાયોત્સર્ગ કરવો. (૧૦) ઉદ્ધિના દોષ : એડી મિલાવીને અને પંજાઓને ફેલાવીને ઊભા થવું અથવા અંગૂઠો મિલાવીને, અથવા એડીને ફેલાવીને ઊભા રહેવું, ઉદ્ધિક દોષ છે. (૧૧) સંયતી દોષ ઃ સાધ્વીની જેમ કપડાંને આખું શરીર ઢાંકીને કાયોત્સર્ગ કરવો. (૧૨) ખલીન દોષ ઃ લગામની જેમ રજોહરણને આગળ રાખીને ઊભા થવું અથવા લગામથી પીડિત અશ્વની (ઘોડાની) સમાન મસ્તકને ક્યારેક ઉપર, ક્યારેક નીચે હલાવવું ખલીન દોષ છે. (૧૩) વાયસ દોષ ઃ કાગડાની જેમ ચંચળ ચિત્ત થઈને અહીં-તહીં આંખો ફેરવવી, અથવા દિશાઓની તરફ જોવું. (૧૪) કપિત્થ દોષ : ષદિકા(જૂ)ના ભયથી ચોલપટ્ટા(કમરપટ્ટા)ને કપિત્થની જેમ ગોળાકાર બનાવીને જાંઘોની નીચે દબાવીને ઊભા થવું અથવા મુઠ્ઠી બાંધી(વાળી)ને ઊભા રહેવું કપિત્થ દોષ છે. (૧૫) શીષકમિત દોષ ઃ ભૂત વળગેલી વ્યક્તિની જેમ ધુણતાં-ધુણતાં ઊભા રહેવું. (૧૬) મૂક દોષ : મૂક અર્થાત્ મૂંગા આદમીની જેમ હું હું' વગેરે અવ્યક્ત શબ્દ કરવા. (બોલવા) (૧૦) અંગલિકાભે દોષ : આલાપકોને અર્થાત્ પાઠની આવૃત્તિઓને ગણવા માટે આંગળી હલાવવી તથા બીજા વ્યાપાર માટે ભ્રમર ચલાવી સંકેત કરવો. (૧૮) વારુણી દોષ : જેમ તૈયાર કરવામાં આવતા દારૂમાંથી બુડ બુડ' શબ્દ નીકળે છે, એ જ રીતે અવ્યક્ત શબ્દ કરતા ઊભા રહેવું અથવા દારૂડિયાની જેમ ફરતાં ઊભા રહેવું. (૧૯) પ્રેક્ષા દોષઃ પાઠનું ચિંતન કરતા વાંદરાની જેમ હોઠ ચલાવવા. - પ્રવચનસારોદ્વાર. યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે કાયોત્સર્ગના એકવીસ દોષો બતાવ્યા છે. એમના મતાનુસાર સ્તંભ દોષ, કુય દોષ, અંગુલી દોષ અને ભૂ દોષ ચાર છે, જેમના ઉપર સ્તંભકુય દોષ અને અંગુલિકાબૂ દોષ નામના બે દોષોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. (૯૮ શા જ જ જિણધો] Page #484 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ બંધ તત્ત્વ ઃ એક અનુશીલન આત્મા પોતાના મૌલિક રૂપમાં શુદ્ધ, વિજ્ઞાનઘન, ચિદાનંદમય તથા અનંત શક્તિ-સંપન્ન છે. પરંતુ તથાવિધ ભવિતવ્યતાયોગથી એનું આ શુદ્ધ મૌલિક સ્વરૂપ અનાદિકાળથી વિભાવ પરિણત છે. માટીથી ભરેલા સોનાની જેમ સંસારી આત્મા રાગ-દ્વેષ, મોહ, કષાય વગેરે વિભાવોથી પૂર્ણતઃ પ્રભાવિત છે. જેને કારણે તે પોતાનું મૌલિક સ્વરૂપ ભૂલીને વિભાવને જ સ્વભાવ માનવા લાગે છે અને એમાં જ આનંદ સમજવા લાગ્યો છે. આ વિભાવ તથા વિપરીત પરિણતિને કારણે આત્મા કર્મોનો બંધ કરે છે. તે બાંધેલાં કર્મો આત્માની મૌલિક શક્તિઓનું આવરણ અને ઘાત કરે છે, જેના ફળ સ્વરૂપ આત્મા પોતાની સ્વતંત્રતા ખોઈને કર્મબંધનોને આધીન થઈ જાય છે અને એમનો નચાવેલો નાચ નાચે છે. સમસ્ત સંસારી જીવોને કર્મરૂપી મદારી દ્વારા નચાવવામાં આવી રહ્યા છે. આત્મા અને કર્મોનો આ સંબંધ જ બંધ તત્ત્વ છે. બંધની પરિભાષા કરતાં કહેવામાં આવ્યું છે 'सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते । स बन्ध: ।' તત્ત્વાર્થ સૂત્ર, અ-૮, સૂત્ર-૨/૩ કષાય-પરિણત આત્મા કર્મ-યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે બંધ છે. પુદ્ગલ દ્રવ્યની અનેક વર્ગણાઓ (પ્રકારો) છે, એમાંથી જે પુદ્ગલ વર્ગણાઓ કર્મરૂપ પરિણામને પ્રાપ્ત કરવાની યોગ્યતા રાખે છે, એમને ગ્રહણ કરીને જીવ પોતાના આત્મપ્રદેશો સાથે વિશિષ્ટ રૂપથી જોડી દે છે. આ અનાદિકાલીન કર્મ પુદ્ગલોના સંબંધને કારણે સ્વભાવતઃ અમૂર્ત આત્મા મૂર્તવત્ થઈ જાય છે - તેથી તે મૂર્ત કર્મ દલિકોને ગ્રહણ કરે છે. જેમ દીવો બત્તી દ્વારા તેલને ગ્રહણ કરી પોતાની ઉષ્ણતા દ્વારા એને જ્વાલામાં પરિણત કરે છે, એમ જ આત્મા કાષાયિક વિકાર દ્વારા કર્મયોગ્ય દલિકોને ગ્રહણ કરી એમને કર્મરૂપમાં પરિણત કરી લે છે. આત્મપ્રદેશોની સાથે કર્મ-દલિકોનો આ સંબંધ જ બંધ કહેવાય છે. જેમ કોઈ વ્યક્તિ શરીર પર તેલ લગાવીને અખાડાની માટીમાં આળોટે છે તો એના શરીર પર માટી ચિપકી (ચોંટી) જાય છે, એ જ રીતે કષાય વગેરે વિકારોની ચીકણાઈના કારણે કર્મ-પુદ્ગલ આત્મા સાથે ચોંટી જાય છે, બંધાઈ જાય છે. ર કર્મ અને આત્માનો આ સંબંધ સર્પકંચુકીવત્ ઉપર-ઉપરથી જ સ્પષ્ટ નથી હોતો, પણ ક્ષીર-નીરની જેમ એકમેક રૂપ બંધ થાય છે. જેમ તપ્ત લોખંડના પિંડમા અણુ-અણુમાં અગ્નિનો પ્રવેશ થઈ જાય છે, એ જ રીતે આત્માના પ્રત્યેક પ્રદેશની સાથે અનંતાનંત કર્મદલિકોને ક્ષીર-નીરવત્ એકમેકરૂપ બંધ થાય છે. જેમ તપ્તથી કે તેલમાં છોડેલી (નાખેલી) પૂરી બધી તરફથી તેલને ગ્રહણ કરે છે, એ જ રીતે આત્મા સ્વક્ષેત્રાવગાઢ કર્મદલિકોના કષાય વગેરે કારણોથી સર્વાત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે. બંધ તત્ત્વ : એક અનુશીલન ૯૮૭ Page #485 -------------------------------------------------------------------------- ________________ બંધના હેતુઓ : કર્મ-બંધના પાંચ હેતુઓ કહેવામાં આવ્યા છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. અલગ-અલગ અપેક્ષાઓથી કર્મબંધના હેતુઓની સંખ્યામાં અંતર દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તાત્વિક દૃષ્ટિથી કોઈ અંતર નથી. ક્યાંક-ક્યાંક કષાય અને યોગને જ કર્મબંધનું કારણ માનવામાં આવ્યું છે. આ કથનમાં મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને કષાયના અંતર્ગત સમાવિષ્ટ કરી લેવામાં આવે છે, કારણ કે એ કષાયના સ્વરૂપથી અલગ નથી પડતા. ક્યાંક મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - એ ચાર કર્મબંધના કારણ કહેવામાં આવ્યા છે. આ કથનમાં પ્રમાદનો અવિરતિમાં સમાવેશ કરી લેવામાં આવે છે. કારણ કે પ્રમાદ એક રીતે અવિરતિ જ છે. કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં એ ચાર બંધ-હેતુ માનેલા છે. તાત્ત્વિક દૃષ્ટિથી બંધનાં કારણોની સંખ્યામાં અંતર હોવા છતાંય અલગ-અલગ કથન કરવાનો અભિપ્રાય અલગ-અલગ દૃષ્ટિઓનાં કારણ છે. કષાય અને યોગ, આ બે હેતુઓના કથનની પરંપરા કોઈ એક જ કર્મમાં સંભાવિત ચાર અંશોના કારણનું પૃથક્કરણ કરવા માટે છે. પ્રત્યેક કર્મબંધના ચાર અંશોનું નિર્માણ થાય છે - (૧) પ્રકૃતિ, (૨) સ્થિતિ, (૩) અનુભાગ અને (૪) પ્રદેશ. આ ચાર અંશોમાંથી પ્રકૃતિ અને પ્રદેશ અંશોના નિર્માણ યોગથી થાય છે અને સ્થિતિ તથા અનુભાગ રૂપ અંશોનું નિર્માણ કષાયથી થાય છે, આ દૃષ્ટિને લઈને કષાય તથા યોગને બંધહેતુ કહેવામાં આવ્યો છે. આધ્યાત્મિક વિકાસના ચડાવ-ઉતારવાળી ભૂમિકા સ્વરૂપ ગુણસ્થાનોમાં બાંધનાર કર્મપ્રકૃતિઓના તરતમભાવના કારણને જોવા માટે મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગને બંધહેતુઓના રૂપમાં પ્રતિપાદિત કર્યું છે. જે ગુણસ્થાનમાં જેટલા વધુ બંધહેતુ હશે, ત્યાં કર્મપ્રકૃતિઓનો બંધ પણ એટલો વધુ હશે અને બંધહેતુ જેટલા ઓછા હશે, બાંધનાર પ્રકૃતિઓ પણ ઓછી બંધાશે. ગુણસ્થાનોની દૃષ્ટિથી ચાર બંધહેતુ માનવાની પરંપરા છે. જિજ્ઞાસુ શિષ્યોને વિસ્તારથી બંધહેતુઓનું જ્ઞાન થાય, આ અભિપ્રાયથી પ્રમાદને અવિરતિથી પૃથક કરીને બંધહેતુઓનું કથન કહેવામાં આવ્યું છે. આસ્રવ તત્ત્વના નિરૂપણમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગની વ્યાખ્યા કરી દીધી છે. જિજ્ઞાસુ એ પ્રકરણ જુએ. બંધના પ્રકારો : ઉપર કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક કર્મબંધમાં ચાર અંશોનું નિર્માણ થાય છે. જેમને પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ કહે છે. એ ચાર જ બંધના પ્રકારો છે. જેમ ગાય વગેરે દ્વારા ખાધેલ ઘાસ વગેરે વસ્તુઓ જ્યારે દૂધના રૂપમાં પરિણત થાય છે, ત્યારે એમાં મધુરતાનો સ્વભાવ પેદા થાય છે. તે સ્વભાવ અમુક સમય સુધી એ જ રૂપમાં (બની) રહી શકે, એવી કાળ-મર્યાદા નિર્મિત હોય છે. મધુરતામાં તીવ્રતા કે મંદતા (૮૮) , , , , , જિણધામો) Page #486 -------------------------------------------------------------------------- ________________ વગેરે વિશેષતાઓ પણ હોય છે અને એ બનનારી દૂધની માત્રા પણ ન્યૂનાધિક હોય છે. આ રીતે જીવ દ્વારા ગૃહીત તથા બદ્ધ કર્મ-પુગલોમાં ચાર પ્રકારના અંશોનું નિર્માણ થાય છે, જે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ કહેવાય છે. (૧) પ્રકૃતિ બંધઃ કર્મ-પુદ્ગલોમાં અલગ-અલગ સ્વભાવનું ઉત્પન્ન થવું પ્રકૃતિ બંધ છે. જેમ મેથીના લાડુ વાયુના વિકારને દૂર કરે છે, સૂંઠના લાડુ કફ-વિકારોને દૂર કરે છે, કાળા મરી વગેરેના બનેલા લાડુ પિત્તને દૂર કરે છે, અડદનો લાડુ પૌષ્ટિકતા આપે છે, એ જ રીતે કર્મ-પુદ્ગલોમાં અલગ-અલગ સ્વભાવનું પેદા થવું, જેમ જ્ઞાનાવરણીય કર્મમાં જ્ઞાનને આવૃત્ત કરવાનો, દર્શનાવરણીયમાં દર્શનને રોકવાનો, વેદનીયમાં સુખ-દુઃખ દેવાનો, મોહનીયમાં સમ્યકત્વ તથા ચારિત્રને રોકવાનો, આયુમાં નિયત ભવમાં રોકી રાખવાનો, નામમાં વિવિધ આકૃતિઓ રચવાનો, ગોત્રમાં ઊંચી-નીચી અવસ્થાઓ બનાવવાનો અને અંતરાયમાં જીવની શક્તિને રોકવાનો, સ્વભાવ પડી જવો પ્રકૃતિ બંધ કહેવાય છે. (૨) સ્થિતિ બંધ : જેમ કોઈ મોદક બે-ચાર દિવસ સુધી ટકે છે (એ જ રૂપમાં બન્યો રહે છે પછી ખરાબ થઈ જાય છે), કોઈ મોદક સપ્તાહ સુધી, કોઈ પક્ષ સુધી અને કોઈ મહિનાભર સુધી ટકી શકે છે. એ જ રીતે બાંધનાર કર્મમાં અમુક કાળ સુધી બન્યા રહેવાની, સ્મૃત ન થવાની જે શક્તિ નિર્મિત થાય છે, એને સ્થિતિ બંધ કહે છે. જેમ જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીસ કોટા-કોટી સાગરોપમની છે. (૩) અનુભાગ બંધ : જેમ કોઈ મોદક મધુર રસવાળો હોય છે, કોઈ કડવા રસવાળો હોય છે, કોઈ ચટપટો કે તૂરો હોય છે, એ જ રીતે કર્મદલિકોમાં શુભ કે અશુભ, તીવ્ર કે મંદ રસનું પેદા થવું અનુભાગ બંધ કહેવાય છે. અશુભ કર્મોનો રસ લીમડો, કારેલાં વગેરેના રસના સમાન કટુક (કડવો) હોય છે અને શુભ કર્મોનો રસ ઇક્ષરસની જેમ મીઠો હોય છે. આ કડવા અને મધુર રસોમાં પણ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મંદ, મંદતર અને મંદતમ વગેરે અનેક વિભાગ બની જાય છે. (૪) પ્રદેશ બંધ : જેમ કોઈ મોદક ૫૦ ગ્રામનો હોય છે, કોઈ ૧૦૦ ગ્રામનો, એ જ રીતે બંધાતા કર્મદલિકોના પરિમાણમાં ન્યૂનાધિકતાનું હોવું પ્રદેશ બંધ કહેવાય છે. અથવા ગ્રહણ કરવાથી અલગ-અલગ સ્વભાવમાં પરિણત થનારી કર્મપુદ્ગલરાશિ સ્વભાવાનુસાર અમુક-અમુક પરિમાણમાં વિભાજિત થઈ જાય છે, એ પરિમાણવિભાગ જ પ્રદેશ બંધ છે. કહ્યું છે - स्वभावः प्रकृतिः प्रोक्तः, स्थितिः कालावधारणम् । નુમા રસો - સૈયદ, પ્રદેશો હતાસંરય: | કમમાં અલગ-અલગ સ્વભાવને પ્રકૃતિ બંધ, કાળ મર્યાદાને સ્થિતિ બંધ, રસને અનુભાગ બંધ અને કર્મદલિકોના સમૂહને પ્રદેશ બંધ કહે છે. બંધના આ ચાર પ્રકારોમાંથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગના આશ્રિત છે. યોગના તરતમભાવ ઉપર પ્રકૃતિ તથા પ્રદેશ બંધનો તરતમભાવ અવલંબિત છે. સ્થિતિ બંધ અને [ બંધ તત્ત્વ એક અનુશીલન DTO00000000 (૯૮૯) Page #487 -------------------------------------------------------------------------- ________________ અનુભાગ બંધનો આધાર કષાય છે. કારણ કે કષાયોની તીવ્રતા કે મંદતા પર જ સ્થિતિ અને અનુભાગ બંધની ન્યૂનાધિકતા અવલંબિત છે. કષાય વગેરે મંદ છે તો કર્મની સ્થિતિ અને અનુભાગ પણ મંદ હશે અને જો કષાય તીવ્ર હશે તો કર્મની સ્થિતિ દીર્ઘ અને અનુભાગ પણ તીવ્ર હશે. કર્મની આઠ મૂળપ્રકૃતિઓઃ કર્મની મૂળ પ્રકૃતિઓ આઠ છે : (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. જીવો પર કર્મનો અસંખ્યવિધ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. અધ્યવસાયોના ભેદથી જીવ દ્વારા ગૃહીત કર્મપુગલ-રાશિમાં અનેક સ્વભાવ નિર્મિત હોય છે - અને તે સ્વભાવ જો કે અદશ્ય હોય છે, છતાં એમનો કાર્ય પ્રભાવ વિવિધ રૂપોમાં જોવા મળે છે. અસંખ્યાવિધ કાર્યપ્રભાવોનું સંક્ષેપમાં વર્ગીકરણ કરી એમને આઠ ભાગોમાં વિભક્ત કરી દેવામાં આવ્યા છે, જે કર્મની મૂળ પ્રકૃતિઓના નામથી પ્રસિદ્ધ છે. એમનાં નામ ઉપર બતાવવામાં આવ્યા છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ : જે આત્માના જ્ઞાનગુણને આચ્છાદિત કરે, તે જ્ઞાનાવરણીય કર્મ છે. જેમ મેઘ સૂર્યની પ્રભાને ઢાંકી લે છે, એ જ રીતે આ કર્મ જીવના જ્ઞાનગુણને આવૃત્ત કરી લે છે. આવરણ જેટલું ગાઢ હોય છે, એટલું જ જ્ઞાન ઓછું હોય છે. આવરણ જેટલું વિરલ હોય છે, એટલું વધુ જ્ઞાન હોય છે. આવરણની તરતમતા ઉપર જ્ઞાનની તરતમતા હોય છે. પ્રબળતમ જ્ઞાનાવરણીયનો ઉદય હોવા છતાંય જીવમાં એટલું જ્ઞાન તો અવશ્ય રહે છે, જેનાથી તે અજીવથી અલગ રહી શકે. જો સર્વથા જ્ઞાન નષ્ટ થઈ જાય તો જીવ, અજીવ બની જાય છે, પણ એવું કદી (ક્યારેય) સંભવ નથી. અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન જીવમાં નિત્ય ઉદ્ઘાટિત રહે છે. જેમ કેટલાંય ઘનઘોર વાદળોનું આવરણ હોવા છતાંય સૂર્યની એટલી પ્રભા તો બની જ રહે છે, જેનાથી દિવસ-રાતનો ભેદ કરી શકાય. (૨) દર્શનાવરણીય કર્મ ઃ જે કર્મ આત્માના દર્શન સ્વભાવને આચ્છાદિત કરે, તે દર્શનાવરણીય કર્મ છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન (દષ્ટિ તથા સામાન્ય બોધ) ગુણને ઢાંકી દે છે. જેમ રાજાનો દ્વારપાળ રાજાને મળવા હેતુ આવનારાઓને દરવાજા ઉપર જ રોકી દે છે, એ રાજાનાં દર્શન કરવા નથી દેતો, એ જ રીતે આ દર્શનાવરણીય કર્મ આત્માને નિજસ્વરૂપનું દર્શન થવાથી રોકે છે. (૩) વેદનીય કર્મ જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવનાર કર્મ વેદનીય છે. જીવનો સ્વભાવ અવ્યાબાધ છે, એને વેદનીય કર્મ ઘાત કરી દે છે, જેને કારણે જીવ પૌગલિક સુખ-દુઃખરૂપ વેદનાનો અનુભવ કરે છે. જેમ મધુ (મધ)થી લિપ્ત તલવારની ધારને ચાટવાથી સુખ-દુઃખની મિશ્રિત અનુભૂતિ થાય છે અર્થાત્ મધને ચાટવાથી સુખનું વેદના અને તલવારથી જિહ્વા (જીભ)ના છેદનથી દુઃખનું વેદના થાય છે. એ જ રીતે સાતવેદનીયના કારણે સુખનો અનુભવ અને અસતાવેદનીયના કારણે જીવ દુઃખનો અનુભવ કરે છે. સુખ-દુઃખની અનુભૂતિનું કારણ વેદનીય કર્મ છે. (૯૯૦) છે. જે છે જિણધમો) Page #488 -------------------------------------------------------------------------- ________________ (૪) મોહનીય કર્મઃ જે આત્માના સ્વાભાવિક ગુણ સમ્યગુ દર્શન અને સમ્યક ચારિત્રની ઘાત કરે છે, તે મોહનીય કર્મ છે. જેમ દારૂનો નશો વ્યક્તિને બેભાન કરી દે છે અને વ્યક્તિની વિવેકશક્તિને નષ્ટ કરી દે છે, એ જ રીતે મોહનીય કર્મ આત્માની વિવેકશક્તિને પ્રતિહતા કરી દે છે, જેને કારણે આત્માને સાચો સમજી શકતો નથી. સાચી સમજના અભાવમાં આત્મા એટલો મોહિત થઈ જાય છે કે તે પરભાવને સ્વભાવ અને સ્વભાવને પરભાવ સમજવા લાગે છે. અન્ય કર્મોની અપેક્ષા મોહ કર્મની શક્તિ ઘણી પ્રબળ છે. આ બેવડો માર કરે છે. આ સત્ય સમજવાને પણ પ્રતિબંધિત કરી દે છે અને સાચા આચરણને પણ. આ બેવડી શક્તિને કારણે તે કર્મોનો રાજા કહેવામાં આવે છે. સાચી સમજનો ઘાત કરનાર દર્શન મોહનીય છે અને સાચા આચરણનો ઘાત કરનાર ચારિત્ર-મોહનીય છે. (૫) આય કર્મ આ કર્મ આત્માની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરે છે. જેમ કેદમાં પડેલી વ્યક્તિ પોતાની સ્વતંત્રતાને ખોઈને બંધનમાં પડ્યો રહે છે, એ જ રીતે આ કર્મ આત્માને અમુક સમય માટે એક ભવમાં રોકીને રાખે છે. (૬) નામ કર્મઃ જેમ ચિત્રકાર વિવિધ પ્રકારનાં ચિત્ર બનાવે છે, એ જ રીતે આ નામ કર્મ જીવના અમૂર્ત સ્વભાવનો ઘાત કરીને એને વિવિધ રૂપોમાં, વિવિધ આકૃતિઓમાં, વિવિધ જાતિઓમાં, વિવિધ ગતિઓમાં તથા વિવિધ શરીરોમાં રહેવાને બાધ્ય કરે છે. (૦) ગોત્ર કર્મ : જેમ કુંભાર નાનાં-મોટાં કે ઊંચા-નીચાં વાસણો બનાવે છે, એ જ રીતે આ કર્મ જીવને નાના-મોટા કે ઊંચા-નીચા રૂપમાં રહેવાને બાધ્ય કરે છે. (૮) અંતરાય કર્મ ? આત્માની અનંતશક્તિને પ્રતિબંધિત કરનાર કર્મ અંતરાય કર્મ છે. આ કર્મના પ્રભાવથી જીવ પોતાનો પુરુષાર્થ પ્રગટ નથી કરી શકતો. આ કર્મના પ્રભાવથી જીવ ન દાન આપી શકે છે, ન ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકે છે, ન ઇચ્છિત ભોગોને ભોગવી જ શકે છે. જેમ રાજા ભિક્ષુકને દાન આપવાનું ચાહે છે, પરંતુ કોષાધ્યક્ષ એમાં અડચણ પેદા કરે છે, જેનાથી ન રાજા દાન આપી શકે છે અને ન ભિક્ષુ દાન લઈ શકે છે. એ જ રીતે આત્મા દાન, લાભ, રોગ, ઉપભોગ અને પુરુષાર્થ કરવા માંગે છે, છતાં આ કર્મના પ્રભાવથી નથી કરી શકતો. ' આમ, આ આઠ કર્મની મૂળ પ્રકૃતિઓ છે. એમની અવાંતરે ભેદ રૂપ ઉત્તર પ્રવૃતિઓ આ પ્રમાણે છે - ઉત્તર પ્રવૃતિઓ : વિસ્તાર રુચિવાળા જિજ્ઞાસુઓના કર્મના સ્વરૂપનો વિશેષ પ્રતિબોધ કરાવવા હેતુ કમની ઉત્તર પ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાવરણીય મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓ પાંચ છે - મતિ-જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ-જ્ઞાનાવરણ, મન:પર્યય-જ્ઞાનાવરણ અને કેવળ-જ્ઞાનાવરણ. એમના સંબંધમાં (વિશે) વિશેષ વિવેચન જ્ઞાનના પ્રકરણમાં કરવામાં આવી ચૂક્યું છે. [ બંધ તત્ત્વ એક અનુશીલન T ૯૯૧) Page #489 -------------------------------------------------------------------------- ________________ (૨) દર્શનાવરણની ઉત્તર પ્રવૃતિઓ નવ છે : (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવળદર્શન - આ ચારના આવરણ, (૫) નિદ્રા, (૬) નિદ્રા-નિદ્રા. (૭) પ્રચલા, (૮) પ્રચલા-પ્રચલા અને (૯) સ્વાનગૃદ્ધિ. ચાર દર્શનોનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. એમને આવૃત્ત કરનારાં કર્મોને ચક્ષુ દર્શનાવરણ વગેરે કહે છે. ઉક્ત ચારની સિવાય અન્ય પાંચ દર્શનાવરણનું સ્વરૂપ આ પ્રમાણે છે : નિદ્રા ઃ જે કર્મના ઉદયથી એવી નિદ્રા આવે કે સુખપૂર્વક જાગવામાં આવે. નિદ્રા-નિદ્રા ઃ જે કર્મના ઉદયથી એવી જોરદાર નિદ્રા આવે કે જાગવું મુશ્કેલ થાય. પ્રચલા ઃ જે કર્મના ઉદયથી ઊભા-ઊભા જ નિદ્રા આવી જાય. પ્રચલા-પ્રચલા ઃ જે કર્મના ઉદયથી ચાલતાં-ચાલતાં નિદ્રા આવી જાય. ત્યાનગૃદ્ધિ ઃ જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં વિચારેલા કામને નિદ્રાવસ્થામાં કરવા માટે સામર્થ્ય પ્રગટ થઈ જાય. આ નિદ્રામાં સહજ નિદ્રાથી અનેકગણું બળ પ્રગટ થાય છે. (૩) વેદનીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે : સાતાવેદનીય ઃ જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય. અસાતાવેદનીય ? જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય, તે અસતાવેદનીય છે. (૪) મોહનીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે ઃ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયની ઉત્તર પ્રવૃતિઓ ત્રણ છે : (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) મિશ્ર મોહનીય, (૩) સમ્યકત્વ મોહનીય. આમનું વિશેષ વર્ણન સમ્યકત્વના પ્રકરણમાં કરી દેવામાં આવ્યું છે. ચારિત્ર મોહનીયની બે ઉત્તર પ્રવૃતિઓ છે - કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીયની ઉત્તર પ્રવૃતિઓ ૧૬ છે : (૧-૪) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. (પ-૮) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ. (૯-૧૨) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ. (૧૩-૧૬) સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. નોકષાય મોહનીયની ઉત્તર પ્રવૃતિઓ નવ છે : (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ અને (૯) નપુંસકવેદ. આમ, કષાય મોહનીય અને નોકષાય મોહનીયના મળીને પચીસ ભેદો ચારિત્ર મોહનીયના થઈ જાય છે. (૯૯૨ મી છે કે જિણધો] Page #490 -------------------------------------------------------------------------- ________________ એમાં દર્શન મોહનીયના ત્રણ ભેદ મિલાવવાથી મોહનીય કર્મની બધી ઉત્તર પ્રવૃતિઓ અઠ્ઠાવીસ થઈ જાય છે : આ બધી પ્રવૃતિઓનું વર્ણન કષાય પ્રકરણમાં કરવામાં આવ્યું છે. (૫) આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે : (૧) નરક-આયુ, (૨) તિર્યંચ-આયુ, (૩) મનુષ્યાય અને (૪) દેવાયુ. નરકાયું ઃ જે કર્મના ઉદયથી જીવને નરકમાં રોકાવું પડે છે. તિર્યંચાયુ ઃ જે કર્મના ઉદયથી જીવને તિર્યંચ યોનિમાં રોકાવું પડે છે. મનુષ્ઠાયુ જે કર્મના ઉદયથી જીવને મનુષ્યભવમાં રોકાવું પડે છે. દેવાયું ઃ જે કર્મના ઉદયથી જીવને દેવભવમાં રોકાવું પડે છે. (૬) નામકર્મની ઉત્તર પ્રકૃતિઓઃ નામ કર્મની ઉત્તર પ્રવૃતિઓ અલગ-અલગ વિવેક્ષાઓથી (૪૨) બેતાલીસ, (૯૩) ત્રાંણું અને (૧૦૩) એક્સો ત્રણ છે. બેતાલીસ પ્રવૃતિઓ આ પ્રમાણે છે - ચૌદ પિંડ પ્રકૃતિઓ (કારણ કે એમના આવાંતર ભેદો પણ છે), આઠ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક તથા સ્થાવરદશક, એ ૪૨ પ્રકૃતિઓ છે. ચૌદ પિંડ પ્રકૃતિઓઃ (૧) ગતિ - નરક વગેરે ચાર ગતિઓને પ્રાપ્ત કરાવનાર કર્મ. (૨) જાતિ - એકેન્દ્રિય વગેરે પાંચ જાતિઓને પ્રાપ્ત કરાવનાર કર્મ. (૩) શરીર - દારિક વગેરે પાંચ શરીર પ્રાપ્ત કરનાર કર્મ (૪) અંગોપાંગ - શરીરગત અંગ-ઉપાંગોના નિમિત્તભૂત કર્મ. (૫) બંધન - નિર્મિત શરીરવયવોને પરસ્પર બાંધનાર કર્મ. (૬) સંઘાત - બંધન પ્રાપ્ત શરીરવયવોને વિશેષ રૂપથી સંગઠિત કરનાર કર્મ (૭) સંહનન - અસ્થિઓની વિશિષ્ટ રચનાનું કારણભૂત કર્મ. (૮) સંસ્થાન - શરીરની વિવિધ આકૃતિઓનું કારણભૂત કર્મ. (૯) વર્ણ - શરીરમાં કાળા, ગોરા વગેરે રંગનું કારણભૂત કર્મ. (૧૦) ગંધ - શરીરમાં સુગંધ કે દુર્ગધનું કારણભૂત કર્મ. (૧૧) રસ - શરીરમાં મધુર વગેરે પાંચ રસોનું કારણભૂત કર્મ. (૧૨) સ્પર્શ - શરીરગત શીત (ઠંડી) વગેરે આઠ સ્પશનું નિમિત્તભૂત કર્મ. (૧૩) આનુપૂર્વી - વિગ્રહગતિ દ્વારા જન્માર-ગમનના સમયે જીવને આકાશપ્રદેશની શ્રેણી અનુસાર ગમન કરનાર કર્મ, જેમ કે - નાથ દ્વારા બળદને ઇચ્છિત સ્થાને લઈ જઈ શકાય છે, એમ આ કર્મ જીવને ઉત્પત્તિસ્થાન પર ખેંચીને લઈ જવામાં આવે છે. (૧૪) વિહાયોગતિ - પ્રશસ્ત કે અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મ વિહાયોગતિ છે. [ બંધ તત્વઃ એક અનુશીલન D છે તે છે તે આ ૯૯૩) Page #491 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રત્યેક પ્રકૃતિઓઃ (૧) અગુરુલઘુ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ન તો લોખંડ જેવું ભારે અને ન ચોખ્ખા રૂની જેમ હલકું હોય, તે અગુરુલઘુ નામ કર્મ છે. (૨) ઉપઘાત - જે કર્મના ઉદયથી જીવ પોતાના જ અવયવોથી દુઃખી હોય, જેમ કે પ્રતિજિહુવા, રસોલી, ચોરદાંતનું હોવું. (૩) પરાઘાત - જે કર્મના ઉદયથી જીવ કોઈની દ્વારા પરાજિત કે પરાભૂત ન હોય. (૪) શ્વાસોચ્છવાસ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શ્વાસ લે છે અને છોડે છે. આતપ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ઉષ્ણ (ગરમ) ન થઈને પણ ઉષ્ણ પ્રકાશ કરે, યથા-સૂર્યમંડળના જીવોનું શરીર. (૬) ઉદ્યોત - જે કર્મના ઉદયથી જીવનું શરીર શીતળ પ્રકાશ કરે, યથા-ચંદ્રમંડળના જીવોનું શરીર. (૭) નિર્માણ - શરીરનાં અંગોપાંગોને યથાસ્થાન વ્યવસ્થિત કરનાર કર્મ. (૮) તીર્થકર નામ - ધર્મતીર્થ - પ્રવર્તન કરવાની શક્તિ દેનાર કર્મ તીર્થંકર નામ કર્મ છે. ત્રસ દશક : (૧) ત્રસ - જે કર્મના ઉદયથી જીવને સ્વતંત્ર રૂપથી ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. (૨) બાદર - જે કર્મના ઉદયથી જીવને ચર્મચક્ષુ ગોચર બાદર (ચૂલ) શરીરની પ્રાપ્તિ થાય. (૩) પર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરે. (૪) પ્રત્યેક - જે કર્મના ઉદયથી એક શરીરમાં એક જ જીવ રહે. (૫) સ્થિર - જે કર્મના ઉદયથી હાંડકાં-દાંત વગેરે સ્થિર અવયવ પ્રાપ્ત થાય. (૬) શુભ - જે કર્મના ઉદયથી શરીરના અવયવો પ્રશસ્ત થાય. (૭) સુસ્વર - જે કર્મના ઉદયથી જીવનો કંઠ સુરીલો તથા પ્રીતિકારી થાય. (૮) સુભગ - જે કર્મના ઉદયથી જીવ સ્વભાવતઃ બધાંને પ્રિય લાગે. (૯) આદેય - જે કર્મના ઉદયથી જીવનાં વચનો બધાંને માન્ય થાય. (૧૦) યશ-કીર્તિ - જે કર્મના ઉદયથી જીવનો યશ અને કીર્તિ ફેલાય. સ્થાવરદશક : (૧) સ્થાવર - જે કર્મના ઉદયથી જીવને સ્વતંત્ર રૂપથી ગમનાગમન કરવાની શક્તિ પ્રાપ્ત ન થાય. (૨) સૂક્ષ્મ - જે કર્મના ઉદયથી જીવને ચર્મચક્ષુથી અગોચર સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય. (૩) અપર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી ન કરી શકે. (૯૯૪) OCTOO . O O 2 જિણધો] Page #492 -------------------------------------------------------------------------- ________________ (૪) સાધારણ - જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંત જીવ રહે કે અનંત જીવોનું એક જ શરીર હોય. (૫) અસ્થિર - જે કર્મના ઉદયથી શરીરના અવયવ અસ્થિર હોય. (૬) અશુભ - જે કર્મના ઉદયથી શરીરના અવયવ અપ્રશસ્ત હોય. (૭) દુઃસ્વર - જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્કશ અને અપ્રીતિકર હોય. (૮) દુર્ભગ - જે કર્મના ઉદયથી જીવ અન્યનો ઉપકાર કરવા છતાંય અપ્રિય લાગનાર હોય. (૯) અનાદેય - જે કર્મના કારણે જીવનાં વચનોને કોઈ માન્ય ન કરે. (૧૦) અયશઃ કીર્તિ - જે કર્મના ઉદયથી જીવને અપયશ કે કીર્તિ મળે. આમ, ચૌદ પિંડ પ્રકૃતિઓ, આઠ પ્રત્યેક પ્રકૃતિઓ અને ત્રસદશક તથા સ્થાવરદશક - એ બધી મળીને નામ કર્મની બેંતાલીસ પ્રવૃતિઓ થાય છે. જ્યારે ઉક્ત પિંડ પ્રકૃતિઓની અવાંતર ભેદોની ગણના કરવામાં આવે છે, તો નામ કર્મની ત્રાણું પ્રકૃતિઓ થઈ જાય છે. ચૌદ પિંડ પ્રકૃતિઓની અવાંતર પ્રવૃતિઓ આ પ્રમાણે છે - (૧) ગતિ નામના ચાર ભેદો - નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. (૨) જાતિ નામના પાંચ ભેદો - એકેન્દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જાતિ. (૩) શરીરના પાંચ ભેદો - ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. (૪) અંગોપાંગના ત્રણ ભેદો - ઔદારિક, અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ અને આહારક અંગોપાંગ. (૫) બંધનના પાંચ ભેદો - ઔદારિક બંધન, વૈક્રિય બંધન, આહારક બંધન, તૈજસ બંધન અને કાર્પણ બંધન. (૬) સંઘાતના પાંચ ભેદો - ઔદારિક સંઘાત, વૈક્રિય સંઘાત, આહારક સંઘાત, તેજસ સંઘાત અને કાર્યણ સંઘાત. (૭) સંહનાના છ ભેદો - વજઋષભનારાચ સંહનન, ઋષભનારા સંતનન, નારાચ સંહનન, અર્ધનારા સંતનન, કીલિકા સંહનન અને સેવા સંહનન. વજઋષભનારાજ ઃ વજનો અર્થ છે કિલ્લો (ખીલ્લો). ઋષભનો અર્થ છે વેણન પટ્ટ અને નારાચનો અર્થ બંને બાજુ મર્કટબંધ છે. જે સંહનનમાં બંને બાજુ મર્કટબંધથી હાડકાં જોડાયેલાં હોય, એમની ઉપર પટ્ટની આકૃતિવાળા હાડકાંના ચારે બાજુથી વેષ્ટન હોય અને એમને દઢ કરનાર કિલ્લો પણ હોય, એવાં મજબૂત હાડકાંઓની રચનાને વજઋષભનારાચ કહે છે. [ બંધ તત્ત્વઃ એક અનુશીલન D D D D ૯૫) Page #493 -------------------------------------------------------------------------- ________________ ૠષભનારાચ : જે સંહનનમાં બંને બાજુથી મર્કટબંધ દ્વારા હાડકાં જોડાયેલાં હોય અને બીજું હાડકું પટ્ટની જેમ ચારે બાજુથી વેષ્ટન હોય, પરંતુ ખીલા પણ ન હોય, એવી અસ્થિરચનાને ઋષભનારાચ સંહનન કહે છે. નારાચ : જે સંહનનમાં બંને બાજુએથી મર્કટબંધ દ્વારા હાડકાં જોડાયેલાં હોય, વેષ્ટન પટ્ટ અને ખીલ્લા ન હોય, તે નારાચ સંહનન છે. અર્ધનારાચ : જે સંહનનમાં એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ ખીલ્લી હોય, એને અર્ધનારાય કહે છે. કીલિકા : જે સંહનનમાં હાડકાં માત્ર કીલથી જોડાયેલ હોય, એને કીલિકા સંહનન કહે છે. સેવાર્તા ઃ જે સંહનનમાં હાડકાં માત્ર એકબીજાને સ્પર્શ કરતાં રહે છે, તે સેવાર્ત સંહનન છે. સંસ્થાનના છ ભેદો : (૧) સમચતુરમ સંસ્થાન : સમનો અર્થ છે સમાન, ચતુઃનો અર્થ છે ચાર અને અન્નનો અર્થ છે કોણ. પલાંઠી મારીને બેસવાથી જે શરીરના ચારેય કોણ સમાન હોય અર્થાત્ આસન અને કપાળનું અંતર, બંને ઘૂંટણોનું અંતર, વામ સ્કન્ધ અને દક્ષિણ ઘૂંટણનું અંતર, દક્ષિણ સ્કન્ધ અને વામ ઘૂંટણનું અંતર સમાન હોય, એને સમચતુરસ્ર સંસ્થાન કહે છે. અથવા સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે શરીરના સંપૂર્ણ અવયવ બરાબર પ્રમાણવાળા હોય તે સમચતુરસ્ર છે. (૨) ન્યગ્રોધપરિમંડળ ઃ વટ વૃક્ષને ન્યગ્રોધ કહે છે. વટ વૃક્ષ ઉપરના ભાગમાં ફેલાયેલો અને સુશોભિત હોય છે અને નીચેના ભાગમાં સંકુચિત હોય છે, એ જ રીતે જે સંસ્થાનમાં નાભિથી ઉપરનો ભાગ પ્રમાણોપેત હોય, શુભ હોય અને નીચેનો ભાગ હીન કે અશુભ હોય, તે ન્યગ્રોધપરિમંડળ સંસ્થાન છે. (૩) સાદિ સંસ્થાન : અહીં સાદિનો અર્થ નાભિના નીચેના ભાગથી છે. જે સંસ્થાનમાં નાભિનો નીચેનો ભાગ પૂર્ણ હોય અને ઉપરનો ભાગ હીન હોય, એને સાદિ સંસ્થાન કહે છે. (૪) કુબ્જ સંસ્થાન ઃ જે શરીરમાં હાથ, પગ, માથું વગેરે અવયવ બરાબર હોય, પરંતુ છાતી, પેટ, પીઠ, વાંકાં-ચૂંકાં હોય, એને કુબ્જ સંસ્થાન કહે છે. (૫) વામન સંસ્થાન ઃ જે શરીરમાં છાતી, પીઠ, પેટ વગેરે અવયવ પૂર્ણ હોય, પરંતુ હાથ, પગ વગે૨ે (અંગો) અવયવો નાના હોય, તે વામન સંસ્થાન છે. (૬) હુંડક સંસ્થાન : જે શરીરના સમસ્ત અવયવો (અંગો) બેઢંગ (ખરાબ) હોય, એક પણ અંગ શાસ્ત્રોક્ત પ્રમાણ ન હોય, તે હુંડક સંસ્થાન છે. (૯) વર્ણ નામના પાંચ ભેદો છે : કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ. (૧૦) ગંધ નામના બે ભેદો છે : સુરભિગંધ અને દુરભિગંધ. (૧૧) રસ નામના પાંચ ભેદો : તીક્ષ્ણ, કટુક, કષાય, અમ્લ અને મધુર. (૧૨) સ્પર્શ નામના આઠ ભેદો : લઘુ, ગુરુ, કર્કશ, કોમળ, શીત, ઉષ્ણ, રૂક્ષ અને સ્નિગ્ધ. (૧૩) આનુપૂર્વીના ચાર ભેદો : નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી. જિણધર્મો ૯૯૬ Page #494 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વિહાયોગતિના બે ભેદો પ્રશસ્ત વિહાયોગતિ અને અપ્રશસ્ત વિહાયોગતિ. આમ, પિંડ પ્રકૃતિના પાંસઠ અવાંતર ભેદ, આઠ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક અને સ્થાવરદશક એમ ત્રાણું પ્રકૃતિઓ નામ કર્મની થઈ જાય છે. બંધનના પંદર ભેદો આ પ્રકારે થાય છે? (૧) ઔદારિક - ઔદારિક બંધન, (૨) ઔદારિક - તૈજસ બંધન, (૩) ઔદારિક - કાશ્મણ બંધન, (૪) વૈક્રિય - વૈક્રિય બંધન, (૫) વૈક્રિય - તેજસ બંધન, (૬) વૈક્રિય - કાર્પણ બંધન, (૭) આહારક - આહારક બંધન, (૮) આહારક - તેજસ બંધન, (૯) આહારક - કાર્પણ બંધન, (૧૦) ઔદારિક - તૈજસ-કાર્પણ બંધન, (૧૧) વૈક્રિય - તૈજસ-કાર્પણ બંધન, (૧૨) આહારક - તૈજસ-કાર્પણ બંધન, (૧૩) તૈજસ - તેજસ બંધન, (૧૪) તૈજસ - કાર્પણ બંધન અને (૧૫) કાર્પણ - કાર્પણ બંધન. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના પુદ્ગલોનો પરસ્પર બંધ નથી થતો, કારણ કે તે પરસ્પર વિરુદ્ધ છે. આ રીતે નામ કર્મની ઉત્તર પ્રવૃતિઓ ૪૨ અથવા ૯૩ અથવા ૧૦૩ છે. જો બંધન અને સંઘાત નામની ૧૦ પ્રકૃતિઓનો સમાવેશ શરીર નામમાં કરી લઈએ અને વર્ણ-ગંધરસ-સ્પર્શની ૨૦ પ્રકૃતિઓ ન ગણીને સામાન્ય રીતે ૪ પ્રકૃતિઓ જ ગણવામાં આવે તો ૧૦+૧૬=૩૬ પ્રકૃતિઓ ઓછી હોવાથી ૯૩-૨૬૬૭ પ્રકૃતિઓ બંધની અપેક્ષા નામ કર્મની થાય છે. કારણ કે વર્ણ વગેરેમાંથી એક સમયમાં એક જ પ્રકૃતિ બંધાય છે. () ગોત્ર કર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે ? ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. જાતિ, કુળ વગેરે આઠ વાતોની શ્રેષ્ઠતાનું હોવું ઉચ્ચ ગોત્રનું ફળ છે અને આ આઠ વાતોની હીનતા હોવી નીચ ગોત્રનું પરિણામ છે. (૮) અંતરાય કર્મની ઉત્તર પ્રવૃતિઓ પાંચ છે : (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભોગાંતરાય, (૪) ઉપભોગાંતરાય અને (૫) વિયંતરાય. (૧) દાનાંતરાય ઃ જે કર્મ દાન આપવામાં અડચણ નાખે. (૨) લાભાંતરાય ઃ જે કર્મ વસ્તુની પ્રાપ્તિમાં અડચણ નાખે. (૩) ભોગાંતરાય ઃ જે કર્મ એક વાર ભોગવા યોગ્ય વસ્તુને ભોગવવામાં અડચણ નાખે. (૪) ઉપભોગાંતરાય ? જે કર્મ વારંવાર ભોગવી શકવા યોગ્ય વસ્તુને ભોગવામાં અડચણ નાખે. (૫) વીઆંતરાય ઃ જે કર્મ સામર્થ્યમાં વિદન પેદા કરતું હોય, તે વિયંતરાય કર્મ છે. ઉક્ત રીતિથી નામ કર્મની ઉત્તર કર્મ પ્રકૃતિઓની ભિન્નતાના કારણે ઉત્તર પ્રવૃતિઓની સંખ્યામાં અંતર આવી જાય છે. જ્યારે નામ કર્મની ૪૨ પ્રકૃતિઓની ગણના કરવામાં આવે ત્યારે બધી ઉત્તર પ્રવૃતિઓ ૯૭ થાય છે અને જ્યારે નામ કર્મની ૯૩ પ્રકૃતિઓ લેવામાં આવે છે તો બધી ઉત્તર પ્રવૃતિઓ ૧૪૮ થાય છે અને જ્યારે નામ કર્મની ૧૦૩ પ્રકૃતિઓ ગણવામાં આવે છે, તો કુલ ઉત્તર પ્રવૃતિઓ ૧૫૮ થઈ જાય છે. [ બંધ તત્ત્વ એક અનુશીલન D D 2) D (૯૯૦) Page #495 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કર્મ બંધના અને ભોગવવાના પ્રકારો) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને પહેલાં કર્મ બંધનું કારણ બતાવવામાં આવ્યું છે. તે બધાં આઠ કર્મોના બંધનાં સમુચ્ચય કારણો છે. અહીં જ્ઞાનાવરણીય વગેરે વિશિષ્ટ કર્મના વિશિષ્ટ બંધ હેતુઓને બતાવવામાં આવી રહ્યા છે. જ્ઞાનાવરણીય કર્મના બંધ હેતુ : (૧) જ્ઞાન-પ્રત્યનીકતા – જ્ઞાન અને જ્ઞાની પ્રતિ પ્રતિકૂળ આચરણ કરવું કે એમનાથી વિરોધ રાખવો. (૨) જ્ઞાન નિવતા - જ્ઞાન કે જ્ઞાનદાતાના નામને છુપાવવું. (૩) જ્ઞાનાંતરાયતા - જ્ઞાનમાં અડચણ નાખવી. (૪) જ્ઞાન-પ્રદ્વેષતા - જ્ઞાન તથા જ્ઞાનીથી ઠેષ કરવો. (૫) જ્ઞાન-આશાતના - જ્ઞાન અને જ્ઞાનીની આશાતના (નિરાદર-અનાદર) કરવો. (૬) જ્ઞાન-વિસંવાદનતા - જ્ઞાન અથવા જ્ઞાનના વિષયમાં મિથ્યા વિવાદ કરવો અથવા એમાં દોષ દેખાડવાની ચેષ્ટા કરવી. જ્ઞાનાવરણીય કર્મનો અનુભવ (ફળ ભોગવવું) દસ પ્રકારે થયા છેઃ (૧) શ્રોત્ર-આવરણ, (૨) શ્રોત્રવિજ્ઞાન-આવરણ, (૩) નેત્ર-આવરણ, (૪) નેત્રવિજ્ઞાનઆવરણ, (૫) ઘાણ-આવરણ, (૬) ઘ્રાણવિજ્ઞાન-આવરણ, (૭) રસના-આવરણ, (૮) રસનાવિજ્ઞાન-આવરણ, (૯) સ્પર્શનાવરણ અને (૧૦) સ્પર્શનવિજ્ઞાન આવરણ. અહીં શ્રોત્રના આવરણથી શ્રોત્રેન્દ્રિય વિષયક ક્ષયોપશમ અર્થાત્ લબ્ધિ રૂપ ભાવેન્દ્રિયનું આવરણ સમજવું જોઈએ તથા શ્રોત્રવિજ્ઞાન-આવરણમાં શ્રોત્ર વિષયક ઉપયોગ રૂપ ભાવેન્દ્રિયનું આવરણ સમજવું જોઈએ. કારણ કે દ્રવ્યેન્દ્રિયો તો નામ કર્મથી થાય છે, તેથી જ્ઞાનાવરણ એમનો વિષય નથી. અહીં ભાવેન્દ્રિયોની જ વિવક્ષા છે, કારણ કે એ જ જ્ઞાનરૂપ હોય છે. દર્શનાવરણીય કર્મના બંધહેતુઓ છેઃ (૧) દર્શન-પ્રત્યેનીક્તા-દર્શન અને દર્શનવાન સાથે વિરોધ કરવો કે એમની પ્રતિકૂળ આચરણ કરવું. (૨) દર્શન-વિહવતા-દર્શન કે દર્શનદાતાના નામને છુપાવવું. (૩) દર્શનાંતરાયતા-દર્શનમાં અંતરાય નાખવો. (૪) દર્શન-પ્રક્રેષતા-દર્શન કે દર્શનવાનથી વેષ કરવો. (૫) દર્શન-આશાતના-દર્શન કે દર્શનવાનની આશાતના કરવી. (૬) દર્શન-વિસંવાદનતા-દર્શનવાનની સાથે મિથ્યા વિવાદ કરવો કે એમાં દોષ કાઢવો. (૯૯૮) , , , , જિણધમો) Page #496 -------------------------------------------------------------------------- ________________ દર્શનાવરણ કર્મ ૯ પ્રકારે ભોગવવામાં આવે છે? (૧) નિદ્રા, (૨) નિદ્રા-નિદ્રા, (૩) પ્રચલા, (૪) પ્રચલા-પ્રચલા, (૫) સ્વાનગૃદ્ધિ, (૬) ચક્ષુદર્શનાવરણ, (૭) અચક્ષુદર્શનાવરણ, (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણના રૂપમાં દર્શનાવરણીય કર્મ ભોગવવામાં આવે છે. સાવાવેદનીય કર્મ : આ કર્મ દસ પ્રકારે બંધાય છે : (૧) પ્રાણીઓની અનુકંપા કરવાથી. (૨) ભૂત(વનસ્પતિ)ની અનુકંપા કરવાથી. (૩) જીવોની અનુકંપા કરવાથી. (૪) સત્ત્વોની અનુકંપા કરવાથી. (૫) ઘણાં પ્રાણી, ભૂત, જીવ, સત્વને દુઃખ ન દેવાથી. (૬) શોક ન કરાવવાથી કે કરવાથી. (૭) ઝૂરવું નહિ કે ન કરાવવું. (૮) ટપ-ટપ આંસુ ન પાડવાથી. (૯) ન પીટવાથી અને (૧૦) કરુણાજનક વિલાપ ન કરવાથી કે ન કરાવવાથી. આ કર્મ આઠ પ્રકારથી ભોગવવામાં આવે છે: (૧) મનોજ્ઞ શબ્દ, (૨) મનોજ્ઞ રૂ૫, (૩) મનોજ્ઞ ગંધ, (૪) મનોજ્ઞ રસ, (૫) મનોજ્ઞ સ્પર્શ, (૬) સ્વસ્થ મન, (૭) મધુર વાણી અને (૮) નીરોગ શરીર. આ આઠ પ્રકારે સાતવેદનીયનો અનુભવ થાય છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં સાતવેદનીયના બંધ-કારણ આ પ્રમાણે બતાવવામાં આવ્યો છે : (૧) પ્રાણીઓ પર અનુકંપા કરવી. (૨) વતીઓ - વ્રતધારી શ્રાવક અને સાધુઓ ઉપર વિશેષ અનુકંપા કરવી. (૩) દાન આપવું. (૪) સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાળતપનું આચરણ કરવું. (૫) ક્ષમા અને (૬) શૌચ (નિલભતા) ધારણ કરવી. આ છ સાતાવેદનીયના બંધહેતુ છે. અસાતાવેદનીયના બંધહેતુઓ : (૧) બીજાઓને દુઃખ આપવાથી, (૨) બીજાઓને શોક કરાવવાથી, (૩) બીજાઓને ઝુરાવવાથી, [ કર્મ બંધના અને ભોગવવાના પ્રકારો રાજા ૯૯૯) Page #497 -------------------------------------------------------------------------- ________________ (૪) બીજા જીવોને અગ્રુપાત કરાવવાથી, (૫) એમને પીટવાથી, (૬) એમને પરિતાપ પહોંચાડવાથી, (૭) ઘણા બધા જીવોને દુઃખ આપવાથી, (૮) એમને શોક કરાવવાથી, (૯) સુરાવવાથી (૧૦) અથુપાત કરાવવાથી, (૧૧) પીટવાથી અને (૧૨) ઘણા બધા જીવોને પરિતાપ પહોંચાડવાથી અસાતાવેદનીયનો બંધ થાય છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં અસાતાવેદનીયનાં બંધકારણો આ પ્રમાણે બતાવવામાં આવે છે ? (૧) દુઃખ, (૨) શોક, (૩) તાપ, (૪) આક્રંદન, (૫) વધ અને (૬) પરિતાપન. આ છને પોતાનામાં, બીજામાં કે બંનેમાં ઉત્પન્ન કરનારને અસતાવેદનીય કર્મનો બંધ થાય છે. અસતાવેદનીયનો અનુભવ (ભોગવવો) આઠ પ્રકારથી થાય છે : (૧) અમનોજ્ઞ શબ્દ, (૨) અમનોજ્ઞ રૂપ, (૩) અમનોજ્ઞ ગંધ, (૪) અમનોજ્ઞ રસ, (૫) અમનો સ્પર્શ, (૬) અમનોજ્ઞ (અસ્વસ્થ, મન, (૭) અમનોજ્ઞ વાણી અને (૮) અમનોજ્ઞ શરીર (રોગી કાયા). મોહનીય કર્મ છ પ્રકારે બંધાય છે? (૧) તીવ્ર ક્રોધ કરવાથી, (૨) તીવ્ર માનથી, (૩) તીવ્ર માયાથી, (૪) તીવ્ર લોભથી, (૫) તીવ્ર દર્શન મોહનીયથી, (૬) તીવ્ર ચારિત્ર મોહનીયથી. અહીં ચારિત્ર મોહનીયથી નોકષાય મોહનીય સમજવું જોઈએ. કારણ કે તીવ્ર ક્રોધ વગેરેથી કષાય મોહનીય લઈ લીધો છે. મોહનીય કર્મનો અનુભવ પાંચ પ્રકારે થાય છે : (૧) સમ્યકત્વ મોહનીય, (૨) સમ્યકત્વ મિથ્યાત્વ મોહનીય, (૩) મિથ્યાત્વમોહનીય, (૪) કષાય મોહનીય અને (૫) નોકષાય મોહનીય. “તત્ત્વાર્થ સૂત્ર'માં દર્શન મોહનીયના બંધહેતુઓમાં કેવળજ્ઞાની, શ્રત, સંઘ, ધર્મ તથા દેવની અવર્ણવાદ કરવો બતાવ્યો છે. કષાયના ઉદયથી થનારા તીવ્ર આત્મપરિણામને ચારિત્રમોહનો બંધ કહ્યો છે. આયુષ્ય કર્મ: ચાર પ્રકારના આયુ કર્મમાંથી પ્રત્યેકના બંધહેતુ આ પ્રમાણે છે : નરકાયુના બંધહેતુઓ ચાર છે : (૧) મહા-આરંભ, (૨) મહાપરિગ્રહ, (૩) મધમાંસનો આહાર અને (૪) પંચેન્દ્રિયનો વધ. (૧૦૦ણો છે કે આ છે. આ જિણધો Page #498 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચાયુના ચાર બંધહેતુઓ છે : (૧) કપટ, (૨) મહાકપટ, (૩) મૃષાવાદ અને (૪) ખોટું તોલ-માપ. મનુષ્પાયુના ચાર બંધહેતુઓ છેઃ (૧) ભદ્ર પ્રકૃતિ, (૨) વિનીત પ્રકૃતિ, (૩) સાનુક્રોશ (દયા) અને (૪) અમાત્સર્ય (ઈર્ષ્યાથી રહિત હોવું.) દેવાયુના ચાર બંધહેતુઓ છે : (૧) સરાગસંયમ, (૨) સંયમસંયમ, (૩) બાળપ અને (૪) અકામનિર્જરા. ઉક્ત રીતિથી સમુચ્ચય રૂપથી આયુષ્ય કર્મ સોળ પ્રકારથી બાંધવામાં આવે છે અને ચાર પ્રકારથી ભોગવવામાં આવે છે. (૧) નરકાયુના રૂપમાં, (૨) તિર્યંચાયુના રૂપમાં, (૩) મનુષ્યાયુના રૂપમાં અને (૪) દેવાયુના રૂપમાં. તત્ત્વાર્થ સૂત્રમાં વ્રતરહિતતા અને શીલરહિતતાને બધાં આયુઓનું (નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવાયુનો) સામાન્ય કારણ બતાવવામાં આવ્યું છે. નામ કર્મઃ બે પ્રકારોમાંથી શુભ નામ કર્મના બંધહેતુઓ ચાર છે : (૧) મનની સરળતા (૨) વચનની સરળતા, (૩) કાયની સરળતા અને (૪) અવિસવાદન - બે વ્યક્તિઓના પરસ્પર મતભેદોને મિટાવીને એકતા કરાવી દેવી અથવા ખોટા રસ્તે જનારને સાચા રસ્તે લાવવો અથવા મન, વચન, કાયાની એકરૂપતા. શુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવવામાં આવે છે : (૧) ઇષ્ટ શબ્દ, (૨) ઈષ્ટ રૂપ, (૩) ઇષ્ટ ગંધ, (૪) ઇષ્ટ રસ, (૫) ઇષ્ટ સ્પર્શ, (૬) ઇષ્ટ ગતિ, (૭) ઇષ્ટ સ્થિતિ, (૮) ઇષ્ટ લાવણ્ય, (૯) ઇષ્ટ યશઃ કીર્તિ, (૧૦) ઇષ્ટ ઉત્થાન (કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર-પરાક્રમ), (૧૧) ઇષ્ટ સ્વર, (૧૨) કાંત સ્વર, (૧૩) પ્રિય સ્વર અને (૧૪) મનોજ્ઞ સ્વર. અશુભ નામ કર્મ ચાર પ્રકારે બાંધવામાં આવે છે : (૧) કાયાની વક્રતાથી, (૨) વાણીની વક્રતાથી, (૩) મનની વક્રતાથી તથા (૪) વિસંવાદ-અન્યથા પ્રવૃત્તિ કરવાથી કે સ્નેહીઓના વચ્ચે ભેદ કરાવવાથી કે ક્લેશકારી પ્રવર્તન કરવાથી. - અશુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવવામાં આવે છે: (૧) અનિષ્ટ શબ્દ, (૨) અનિષ્ટ રૂપ, (૩) અનિષ્ટ ગંધ, (૪) અનિષ્ટ રસ, (૫) અનિષ્ટ સ્પર્શ, (૬) અનિષ્ટ ગતિ, (૭) અનિષ્ટ સ્થિતિ, (૮) અનિષ્ટ લાવણ્ય, (૯) અનિષ્ટ યશ-કીર્તિ, (૧૦) અનિષ્ટ ઉત્થાન વગેરે, (૧૧) હીન સ્વર, (૧૨) દીન સ્વર, (૧૩) અનિષ્ટ સ્વર અને (૧૪) અકાંત સ્વર. નામ કર્મની પ્રવૃતિઓમાં તીર્થકર નામ કર્મ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી એના બંધહેતુઓને પૃથકથી (અલગથી) બતાવવામાં આવે છે. [કમઃ બંધના અને ભોગવવાના પ્રકારો , , , , , ૧૦૦૧ Page #499 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર નામ કર્મ બંધના વીસ હેતુઓ: अरिहंत सिद्ध पवयण, गुरु थेर बहुस्सुए तवस्सीसु । वच्छलया एएसिं, अभिक्खणाणोवओगे य ॥ दंसण विणए आवस्सए य, सील वए य निरइयारे । ----- खण लव तव च्चियाए, वेयावच्चे समाही य ॥ अपुव्वणाण गहणे, सुयभत्ती पवयणे पभावणया । एएहिं कारणेहिं, तित्थयरत्तं लहई जीवो ॥ - આવશ્યકનિર્યુક્તિ, જ્ઞાતાધર્મ (૧) ઘાતિકર્મોનો નાશ કરનારાઓ, ઇન્દ્રિય વગેરે દ્વારા વંદનીય, અનંત જ્ઞાન-દર્શન સંપન્ન, ચોત્રીસ અતિશય અને પાંત્રીસ વાણીના ગુણોથી યુક્ત - અરિહંત ભગવાનના ગુણોની સ્તુતિ અને વિનય-ભક્તિ કરતાં જીવ ઉત્કૃષ્ટ રસાયણ આવવાથી તીર્થકર નામ કર્મનો બંધ કરે છે. (૨) અકળ કર્મો નષ્ટ થવાથી કૃતકૃત્ય થયેલાં, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ સંપન્ન, લોકાગ્ર ઉપર બિરાજમાન સિદ્ધ ભગવાનનાં ગુણગાન કરતાં જીવ ઉત્કૃષ્ટ રસાયણ આવવાથી તીર્થકર નામ કર્મ બાંધે છે. (૩) પ્રવચન અર્થાત્ દ્વાદશાંગી રૂપ શ્રુતની, ભક્તિ કરતો જીવ ભાવનાની ઉત્કૃષ્ટતા થવાથી તીર્થકર નામ કર્મ બાંધે છે. (૪) ધર્મોપદેષ્ટા ગુરુદેવની ભક્તિ, એમના ગુણાનુવાદ તથા એમને આહાર-વસ્ત્ર વગેરેથી પ્રતિલાભિત કરતો જીવ ઉત્કૃષ્ટ ભાવના આવવાથી તીર્થકર નામ કર્મ બાંધે છે. (૫) વય સ્થવિર, શ્રુત સ્થવિર અને દીક્ષા સ્થવિરની ભક્તિ, સ્તુતિ, વંદના, પર્યાપાસના અને સત્કાર સન્માન કરવાની ઉત્કૃષ્ટ ભાવના રાખનાર જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. (૬) બહુશ્રુત (સૂત્ર-અર્થ અને તર્ભયના જ્ઞાતા) મુનિરાજોની સેવા-ભક્તિ, વંદનાપર્યાપાસના અને સત્કાર સન્માન ઉત્કૃષ્ટ ભાવથી કરનાર જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. (૭) તપસ્વી અણગારોની સેવા-ભક્તિ કરવાથી એમનો વિનય અને ગુણાનુવાદ કરવાથી, એમની આશાતનાનો પરિહાર કરવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળો જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. (૮) નિરંતર જ્ઞાનમાં ઉપયોગ રાખવાથી. (૯) નિરતિચાર શુદ્ધ સમ્યકત્વ ધારણ કરવાથી. (૧૦) રત્નાધિકોનો તથા જ્ઞાન વગેરેનો વિનય કરવાથી. (૧૧) શુદ્ધ ભાવથી ઉભયકાળ પડાવશ્યક રૂપ પ્રતિક્રમણ કરવાથી. (૧૨) નિરતિચાર મૂળગુણ અને ઉત્તરગુણોનું પાલન કરવાથી. (૧૩) હંમેશાં સંવેગ ભાવના અને શુભ ધ્યાનનું સેવન કરવાથી. (૧૦૦) OOOOOOOOOOOOOO જિણધર્મોો] Page #500 -------------------------------------------------------------------------- ________________ (૧૪) યથા શક્તિ બાહ્ય અને આત્યંતર તપ કરવાથી. (૧૫) સુપાત્રને યથોચિત્ત દાન આપવાથી. (૧૬) આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, નવ-દીક્ષિત સ્વધર્મી, કુળ, ગણસંઘ - આ દસની ભાવભક્તિપૂર્વક વૈયાવૃત્ય કરવાથી. (૧૭) સમાધિભાવમાં રહેવાથી અથવા ગુરુજનોનું મન સેવા વગેરે દ્વારા પ્રસન્ન રાખવાથી. (૧૮) નવીન જ્ઞાનનો અભ્યાસ કરતા રહેવાથી. (૧૯) શ્રુત જ્ઞાનની ભક્તિ અને બહુમાન કરવાથી. (૨૦) પ્રવચનની વિવિધ રીતિથી પ્રભાવના કરવાથી. આ વિસ કારણોથી જીવ ઉત્કૃષ્ટ રસાયણ આવવાથી તીર્થકર નામકર્મનો બંધ કરે છે. ઉક્ત રીતિથી તીર્થકર નામ કર્મનું ઉપાર્જન કરનાર મહાપુણ્યવંત જીવ વચ્ચે દેવ કે નરકનો એક ભવ કરીને ત્રીજા ભવમાં તીર્થકર પદને - અરિહંત પદને પ્રાપ્ત કરે છે. ઉચ્ચ તથા નીચ ગોત્ર કર્મઃ ઉચ્ચ ગોત્ર આઠ પ્રકારે બંધાય છે: (૧) જાતિનું અભિમાન ન કરવાથી (૫) તપનું અભિમાન ન કરવાથી (૨) કુળનું અભિમાન ન કરવાથી (૬) સૂત્રનું અભિમાન ન કરવાથી (૩) બળનો મદ ન કરવાથી (૭) લોભનું અભિમાન ન કરવાથી (૪) રૂપનું અભિમાન ન કરવાથી (૮) ઐશ્વર્યનું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્રનો અનુભવ આઠ પ્રકારે ભોગવવામાં આવે છે: (૧) ઉચ્ચ જાતિ, (૨) ઉચ્ચ-કુળ, (૩) ઉચ્ચ બળ, (૪) ઉચ્ચ રૂ૫, (૫) ઉચ્ચ તપ, (૬) ઉચ્ચ શ્રત, (૭) ઉચ્ચ લાભ અને (૮) ઉચ્ચ ઐશ્વર્ય. નીચ ગોત્રના બંધહેતુઓ આઠ છેઃ (૧) જાતિનો મદ કરવાથી (૫) તપનો મદ કરવાથી (૨) કુળનો મદ કરવાથી (૬) શ્રુતનો મદ કરવાથી (૩) બળનો મદ કરવાથી (૭) લાભનો મદ કરવાથી (૪) રૂપનો મદ કરવાથી -- (૮) ઐશ્વર્યનો મદ કરવાથી નીચ ગોત્ર આઠ પ્રકારે ભોગવવામાં આવે છે? (૧) નિમ્ન જાતિ, (૨) નિમ્ન કુળ, (૩) નિમ્ન શ્રેણીનું બળ, (૪) ઉચ્ચકોટિનું રૂપ, (૫) તપની ન્યૂનતા, (૬) શ્રતની ન્યૂનતા, (૭) લાભની અલ્પતા અને (૮) ઐશ્વર્યની નગણ્યતા. [કર્મ બંધના અને ભોગવવાના પ્રકારો 20000000(૧૦૦) Page #501 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મના પાંચ બંધહેતુઓ: અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધવામાં આવે છે અને પાંચ જ પ્રકારે ભોગવવામાં આવે છે. (૧) દાન આપવામાં અડચણ નાખવાથી (૨) લાભમાં અડચણ નાખવાથી (૩) ભોગમાં અડચણ નાખવાથી (૪) ઉપભોગમાં અડચણ નાખવાથી (૫) શક્તિમાં અડચણ નાખવાથી અંતરાય કર્મ બંધાય છે અને દાન આપવામાં અસમર્થતા, લાભમાં અસમર્થતા, ભોગમાં અસમર્થતા, ઉપભોગમાં અસમર્થતા અને શક્તિના અભાવના રૂપમાં એનું દુષ્પરિણામ ભોગવવું પડે છે. ઉપર જે જ્ઞાન-પ્રત્યનીકતા વગેરેને જ્ઞાનાવરણીય કર્મ વગેરેનો બંધહેતુ માનવામાં આવ્યો છે, તે અનુભાગ બંધની અપેક્ષાથી અને એમાં પણ મુખ્યત્વેની અપેક્ષાએ સમજવી જોઈએ. કારણ કે શાસ્ત્રનો નિયમ છે કે જ્યારે જ્ઞાનાવરણીયનો બંધ થાય છે ત્યારે આયુષ્યને છોડીને બાકી વેદનીય વગેરે છ કર્મોનો પણ બંધ એની સાથે થાય છે. એવી સ્થિતિમાં કોઈ હેતુને એક જ કર્મબંધનું કારણ નથી માની શકાતું. પછી ઉપર જે અલગ-અલગ કર્મોના અલગઅલગ હેતુઓ કહ્યા છે, એનો અભિપ્રાય એટલો જ છે કે એ હેતુઓથી અનુભાગ બંધ અલગઅલગ થાય છે, પ્રદેશબંધ તો અન્ય પ્રકૃતિઓનો પણ એક સાથે થઈ શકે છે, એ પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે જે સમયે એક પ્રકૃતિનો અનુભાગબંધ પણ થાય છે, પરંતુ જ્ઞાનપ્રત્યનીકતા વગેરેના સેવનના સમયે જ્ઞાનાવરણીયનો અનુભાગબંધ મુખ્ય રૂપથી થાય છે અને એ જ સમયે બંધાવનાર અન્ય પ્રકૃતિઓનો અનુભાગબંધ ગૌણ રૂપથી થાય છે. જીવ સાત કર્મનો બંધ દરેક સમયે કરે છે અને જ્યારે આયુષ્યનો બંધ કરે છે તો આઠ કર્મ બાંધે છે. ૧૦૩ ( સ્થિતિબંધ બંધનાર કર્મપ્રકૃતિઓની અમુક કાળ-મર્યાદા સુધી આત્માની સાથે રહેવી સ્થિતિબંધ છે. આ સ્થિતિબંધ બે પ્રકારના છે - (૧) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને (૨) જઘન્ય સ્થિતિબંધ. બંધનાર કર્મ-પ્રકૃતિ અધિકથી અધિક જેટલા સમય સુધી આત્માની સાથે સંબદ્ધ રહી શકે છે, આ કાળ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. બંધનાર કર્મપ્રકૃતિ ઓછામાં ઓછા કેટલા સમય સુધી આત્માની સાથે રહે છે, તે જઘન્ય સ્થિતિબંધ છે. પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે : જ્ઞાનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી (કરોડો-કરોડો) સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. બાંધેલા કર્મ જેટલા સમય સુધી ઉદયમાં ન આવે, એ અવધિને અબાધાકાળ (અમુસીબતકાળ) કહે છે. દર્શનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૦૦જો જો છે જિણધમો) Page #502 -------------------------------------------------------------------------- ________________ બાર મુહૂર્તની છે. અહીં વિતરાગ દશામાં બંધનાર વેદનીય કર્મ સંબંધિત સ્થિતિને ગ્રહણ નથી કરી શકાતો. સાતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ બે સમયની અને ઉત્કૃષ્ટ અબાધાકાળ દોઢ હજાર વર્ષનો છે. અસતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ એક સાગરના ૩/૭ ભાગ અને એક પલ્યનો અસંખ્યાતમો ભાગ ઓછો છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષનો છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. દર્શનમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ છે, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૭ હજાર વર્ષનો છે. ચારિત્રમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાકોડી સાગરોપમ છે. જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષનો છે, જઘન્ય અંતર્મુહૂર્ત નરકાયું અને દેવાયુની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોટિ પૂર્વનો ત્રીજો ભાગ છે. મનુષ્ય તથા તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમની છે. અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ પૂર્વ આયુષ્યનો ત્રીજો ભાગ. સ્મરણીય છે કે અન્ય સાત કર્મોનો અબાધાકાળ કર્મસ્થિતિની સાથે સંયુક્ત છે, જ્યારે આયુષ્ય કર્મનો અબાધાકાળ આયુકર્મની મૂળ સ્થિતિથી અલગ છે નામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે, જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષનો છે. ગોત્રકર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષનો છે. અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષનો છે. પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના અધિકારી મિથ્યાદેષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે. જઘન્ય સ્થિતિના અધિકારી અલગ-અલગ જીવ હોય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય - આ છ કર્મોની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મસંપરાય નામના દસમા ગુણસ્થાનમાં સંભવ છે. મોહનીયની જઘન્ય સ્થિતિ નવમા અનિવૃત્તિ બાદરસપરાય નામના ગુણસ્થાનમાં સંભવ છે. આયુષ્યની જઘન્ય સ્થિતિ સંખ્યાત વર્ષ જીવી તિર્યંચ અને મનુષ્યમાં સંભવ છે. મધ્યમ સ્થિતિના અસંખ્ય પ્રકારો છે અને એમના અધિકારી પણ કાષાયિક પરિણામની તરતમતા અનુસાર અસંખ્ય છે. અબાધાકાળ બધાં કર્મોનો ઉત્કૃષ્ટ જ આપવામાં આવ્યો છે એ આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની દૃષ્ટિએ સમજવો જોઈએ. જેટલા ક્રોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ હોય છે, એટલા જ ૧૦૦ વર્ષનો અબાધાકાળ હોય છે. (સ્થિતિબંધ 20000 00000000૧૦૦૫ Page #503 -------------------------------------------------------------------------- ________________ 0908> (અનભાગબંધ) કર્મપ્રકૃતિના બંધકાળમાં એના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર કે મંદ ભાવ અનુસાર પ્રત્યેક કર્મમાં તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. ફળ આપવાનું આ સામર્થ્ય જ અનુભાગ છે. આ પ્રકારના રસનું નિર્માણ જ અનુભાગબંધ છે. લોકમાં કાર્મણવર્ગણાઓ વ્યાપ્ત છે. આ કર્મપરમાણુઓમાં જીવની સાથે બાંધ્યા પહેલાં કોઈ પ્રકારનો રસ (ફળ-જનનશક્તિ) નથી હોતો, પરંતુ જ્યારે તે જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે જીવના કષાય રૂપ પરિણામોનું નિમિત્ત પામીને એમાં રસ પડી જાય છે. પોતાના વિપાકોદયના સમયે ફળ આપીને જીવના ગુણોનો ઘાત કરે છે. જેમ સૂકું ઘાસ નીરસ હોય છે, પરંતુ સાંઢણી, ભેંસ, ગાય અને બકરીના પેટમાં પહોંચીને તે દૂધના રૂપમાં પરિણત થાય છે તથા એના રસમાં ચીકણાઈની હીનાધિક્તા જોવા મળે છે. એ જ સૂકા ઘાસને ખાઈને સાંઢણી ખૂબ ઘાટું દૂધ આપે છે, ભેંસના દૂધમાં એનાથી ઓછું ઘાટાપણું હોય છે, ગાયના દૂધમાં એનાથી પણ ઓછું અને બકરીના દૂધમાં એનાથી પણ ઓછી ચીકણાઈ હોય છે. એક જ પ્રકારનું ઘાસ અલગ-અલગ પશુઓના પેટમાં જઈને અલગ-અલગ રસરૂપ પરિણત થાય છે. આમ, એક જ પ્રકારના કર્મ-પરમાણુ અલગ-અલગ જીવોના અલગ-અલગ કષાય રૂપ પરિણમોનું નિમિત્ત પામીને અલગ-અલગ રસવાળા થઈ જાય છે. શુભ અને અશુભ પ્રકૃતિઓનો અનુભાગ સાંઢણીના દૂધની જેમ તીવ્ર રસવાળો પણ હોય છે અને બકરીના દૂધની જેમ મંદ રસવાળો પણ. સંક્લિષ્ટ પરિણામોથી અશુભ પ્રવૃતિઓમાં તીવ્ર અનુભાગ હોય છે અને વિશુદ્ધ ભાવોથી શુભ પ્રવૃતિઓમાં તીવ્ર અનુભાગ હોય છે. એ જ રીતે વિશુદ્ધ ભાવોથી અશુભ પ્રવૃતિઓમાં મંદ અનુભાગ હોય છે તથા સંક્લિષ્ટ ભાવોથી શુભ પ્રવૃતિઓમાં મંદ અનુભાગ હોય છે. અશુભ પ્રવૃતિઓના અનુભાગને લીમડો વગેરે કડવા રસની ઉપમા અને શુભ પ્રવૃતિઓના અનુભાગને ઈખ (મીઠા) રસની ઉપમા આપવામાં આવે છે. અશુભ અને શુભ બંને જ પ્રકારની પ્રવૃતિઓમાં તીવ્ર અને મંદરસની ચાર-ચાર અવસ્થાઓ હોય છે - તીવ્ર, તિવ્રતર, અત્યંત તીવ્ર, તીવ્રતમ અને મંદ, મંદતર, અત્યંત મંદ અને મંદતમ. જો કે આ અવસ્થાઓમાંથી પ્રત્યેકના અસંખ્ય પ્રકારો છે, છતાં એ બધાનો આ ચારમાં અંતર્ભાવ કરી લેવામાં આવે છે. ઉક્ત ચાર પ્રકારોને ક્રમશઃ એકસ્થાનક, ક્રિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક કહેવામાં આવે છે. આને લીમડો અને ઈખરસનાં ઉદાહરણોથી નિરૂપિત કરવામાં આવી ગયો છે. અહીં એટલું સમજી લેવું આવશ્યક છે કે આ તીવ્રતા અને મંદતાનું કારણ કષાયની તીવ્રતા કે મંદતા છે. તીવ્ર કષાયથી અશુભ પ્રવૃતિઓમાં તીવ્ર અને શુભ પ્રવૃતિઓમાં મંદ અનુભાગબંધ હોય છે અને મંદ કષાયથી અશુભ પ્રવૃતિઓમાં મંદ અને શુભ પ્રવૃતિઓમાં તીવ્ર અનુભાગબંધ હોય (થાય) છે. કષાયોની તીવ્રતા અને મંદતાને લઈને ક્રોધ વગેરે કષાયોના ચાર ભેદો થઈ જાય છેજે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાવારણ અને સંજ્વલન કષાયના રૂપમાં (૧૦૦૬ો જ છે જો જિણધમો) Page #504 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાયિત કરવામાં આવી ચૂક્યા છે. શાસ્ત્રકારોએ અનંતાનુબંધી ક્રોધ કષાયને પર્વતની તિરાડની ઉપમા આપી છે. જેમ પર્વતમાં પડેલી તિરાડ સેંકડો વર્ષ વિતવા છતાં નષ્ટ નથી થતી, એમ જ અનંતાનુબંધી કષાયની વાસના પણ અસંખ્ય ભવો સુધી રહે છે. આ કષાયના ઉદયથી જીવનાં પરિણામો અત્યંત સંક્લિષ્ટ થાય છે, તેથી પાપ પ્રકૃતિઓના તીવ્રતમ રૂપ ચતુઃસ્થાનક અનુભાગબંધ થાય છે, પરંતુ શુભ પ્રવૃતિઓમાં માત્ર મધુરતા રૂપ ક્રિસ્થાનક જ રસબંધ થાય છે, કારણ કે શુભ પ્રવૃતિઓમાં એકસ્થાનક રસબંધ નથી થતો. અપ્રત્યાખ્યાનાવરણ કષાયને પૃથ્વીની તિરાડ(રેખા)ની ઉપમા આપવામાં આવી છે. જેમ તળાવમાં પાણી સુકાઈ જવાથી જમીનમાં તિરાડો પડી જાય છે, જે સમય જતાં ભરાઈ જાય છે. એમ જ આ કષાય પોતાના સમય પર શાંત થઈ જાય છે. આ કષાયના ઉદયમાં અશુભ પ્રવૃતિઓમાં ત્રિસ્થાનક રસબંધ થાય છે અને શુભ પ્રવૃતિઓમાં પણ ત્રિસ્થાનક બંધ થાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયને ધૂળની રેખાની સમાન કહેવામાં આવ્યો છે. આ તિરાડ તરત ભરાઈ જાય છે, આ રીતે જે કષાય તરત દૂર થઈ જાય તે પ્રત્યાખ્યાનાવરણ છે. એનો ઉદય થવાથી પાપ પ્રકૃતિઓમાં દ્રિસ્થાનક અને પુણ્ય પ્રવૃતિઓમાં ચતુઃસ્થાનક રસબંધ થાય છે. સંજવલન કષાયને જળરેખાની તુલ્ય કહ્યો છે. જેમ જળરેખા તત્કાળ મટતી જાય છે, એમ જ આ કષાય અંતર્મુહૂર્તમાં જ નષ્ટ થઈ જાય છે. આ કષાયનો ઉદય થવાથી પુણ્ય પ્રકૃતિઓમાં ચતુઃસ્થાનક રસબંધ અને પાપ પ્રકૃતિઓમાં દ્વિ-એકસ્થાનક રસબંધ થાય છે. પ્રકૃતિઓની શુભાશુભતા : બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓમાંથી ૪૨ પ્રકૃતિઓ શુભ છે અને ૮૨ પ્રકૃતિઓ અશુભ છે. શુભ પ્રકૃતિઓને પુણ્ય-પ્રકૃતિ અને અશુભને પાપ-પ્રકૃતિ કહે છે. શુભ પ્રવૃતિઓ ૪ર : (૧) સાતવેદનીય (૨) મનુષ્યાય (૩) દેવાયુ (૪) તિર્યંચા, (૫) મનુષ્યગતિ (૬) દેવગતિ (૭) પંચેન્દ્રિય જાતિ (૮) દારિક શરીર (૯) વૈક્રિય શરીર (૧૦) આહારક શરીર (૧૧) તૈજસ શરીર (૧૨) કાર્પણ શરીર (૧૩) દારિક અંગોપાંગ (૧૪) વૈક્રિય અંગોપાંગ (૧૫) આહારક અંગોપાંગ (૧૬)સમચતુરસ સંસ્થાન (૧૭)વજઋષભનારાયસંહનન (૧૮) પ્રશસ્ત વર્ણ (૧૯) પ્રશસ્ત ગંધ (૨૦) પ્રશસ્ત રસ (૨૧) પ્રશસ્ત સ્પર્શ (૨૨) મનુષ્યાનુપૂર્વી (૨૩) દેવાનુપૂર્વી (૨૪) અગુરુલઘુ (૨૫) પરાઘાત (૨૬) ઉચ્છવાસ (૨૭) આતપ (૨૮) ઉદ્યોત (૨૯)પ્રશસ્તવિહાયોગતિ - (૩૦) ત્રસ (૩૧) બાદર (૩૨) પર્યાપ્ત (૩૩) પ્રત્યેક (૩૪) સ્થિર (૩૫) શુભ (૩૬) સુભગ (૩૭) સુસ્વર (૩૮) આદેય (૩૯) યશ-કીર્તિ (૪૦) નિર્માણ નામ (૪૧) તીર્થકર નામ અને (૪૨) ઉચ્ચ ગોત્ર [ અનુભાગબંધ છે ૧૦૦ Page #505 -------------------------------------------------------------------------- ________________ અશુભ પ્રકૃતિઓ ૮૨ : (૧-૫) પાંચ જ્ઞાનાવરણ (૧૬) મિથ્યાત્વ (૪૨) નરકાયુ (૪૫) એકેન્દ્રિય (૪૮) ચતુરિન્દ્રિય (૫૪-૫૮) પ્રથમ સંસ્થાનને છોડીને શેષ પાંચ સંસ્થાન (૬૩) નરકાનુપૂર્વી (૬૬) અપ્રશસ્ત વિહાયોગતિ (૬૯) અપર્યાપ્ત (૭૨) અશુભ (૭૫) અનાદેય (૬-૧૪) નવ દર્શનાવરણ (૧૭-૩૨) સોળ કષાય (૪૩) નરક ગતિ (૪૬) દ્વીન્દ્રિય (૧૫) અસાતાવેદનીય (૩૩-૪૧) નવ નોકષાય (૪૪) તિર્યંચ ગતિ (૪૭) ત્રીન્દ્રિય (૪૯-૫૩) પ્રથમ સંહનનને છોડીને શેષ પાંચ સંહનન (૬૪) તિર્યંચાનુપૂર્વી (૬૭) સ્થાવર (૭૦) સાધારણ (૭૩) દુર્ભાગ (૭૬) અયશ કીર્તિ (૫૯-૬૨) અપ્રશસ્ત વર્ણ વગેરે ચાર (૬૫) ઉપઘાત (૬૮) સૂક્ષ્મ (૭૧) અસ્થિર (૭૪) દુઃસ્વર (૭૭) નીચ ગોત્ર અને (૭૮-૮૨) પાંચ અંતરાય, પ્રશ્ન થાય છે કે શુભ પ્રકૃતિઓ ૪૨ તથા અશુભ પ્રકૃતિઓ ૪૨ મળી ૧૨૪ પ્રકૃતિઓ થાય છે, જ્યારે બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓ જ કહી છે. એનું સમાધાન એ છે કે વર્ણ વગેરે ૪ પ્રકૃતિઓ શુભ પ્રકૃતિઓમાં પણ ગણવામાં આવી છે અને અશુભ પ્રકૃતિઓમાં પણ ગણી છે, જ્યારે બંધ તો એક સમયમાં કાં તો શુભ વર્ણ વગેરે ચારનો હોય છે કે અશુભ વર્ણ વગેરે ચારનો, તેથી બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓનું કથન સર્વથા સંગત છે. ઉપર્યુક્ત ૮૨ પાપ પ્રકૃતિઓમાંથી અંતરાયની ૫, જ્ઞાનાવરણની કેવળજ્ઞાનાવરણીયની સિવાય ૪, દર્શનાવરણની કેવળદર્શનાવરણને છોડી શેષ ૩, સંજ્વલનકષાયચતુષ્ક અને પુરુષવેદ, આ ૧૭ પ્રકૃતિઓમાં એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક - ચારેય પ્રકારનો બંધ થાય છે, કારણ કે એ સત્તર પ્રકૃતિઓ દેશઘાતિની છે. શેષ ૬૫ પ્રકૃતિઓનો એકસ્થાનક રસબંધ નથી થતો. ઘાતિકર્મોની જે સર્વઘાતિની પ્રકૃતિઓ છે, એમના તો બધા સ્પર્ધકો સર્વઘાતિ હોય છે. અને દેશઘાતિ કર્મપ્રકૃતિઓના જે સ્પર્ધકો ત્રિસ્થાનકો અને ચતુઃસ્થાનક રસવાળા હોય છે તે તો નિયમથી સર્વઘાતિ જ હોય છે અને જે સ્પર્ધકો દ્વિસ્થાનકો રસવાળા હોય છે, તે દેશઘાતિ પણ હોય છે - અને સર્વઘાતિ પણ. એકસ્થાનક રસવાળા સ્પર્ધકો દેશઘાતિ હોય છે. ૪૨ પુણ્ય પ્રકૃતિઓમાં એકસ્થાનક રસબંધ નથી થતો. (હોતો.) સર્વઘાતિની, દેશઘાતિની અને અઘાતિની પ્રકૃતિઓ : સામાન્ય રીતે બધાં કર્મો સંસારનાં કારણો છે અને જ્યાં સુધી કર્મનો લેશમાત્ર છે ત્યાં સુધી આત્મા સ્વસ્વરૂપમાં અવસ્થિત નથી થતો, પરંતુ એમાંથી કેટલાંક કર્મો એવાં છે, જે આત્મગુણોની અભિવ્યક્તિને રોકે છે અને કેટલાંક એવાં હોય છે જે અભિવ્યક્તિમાં વ્યવધાન જિણધો ૧૦૦૮ Page #506 -------------------------------------------------------------------------- ________________ ન નાખવા છતાંય જીવને સંસારમાં રાખે છે. આ દૃષ્ટિએ કર્મોના ઘાતિ અને અઘાતિ એમ બે પ્રકારો માનવામાં આવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય - એ ચાર મૂળ કમોં ઘાતિ છે અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ૪ અઘાતિ છે. ઘાતિકર્મોની ઉત્તરપ્રકૃતિઓ ઘાતિની અને અઘાતિ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ અઘાતિની કહેવાય છે. ઘાતિ પ્રકૃતિઓ બે પ્રકારની છે - સર્વઘાતિની અને દેશઘાતિની. સર્વઘાતિની આત્માના ગુણોને પૂરી રીતે ઘાતે છે અર્થાત્ જેમના રહેતાં યથાર્થ રૂપમાં આત્મિક ગુણ પ્રગટ નથી થઈ શકતા. દેશઘાતિની પ્રકૃતિઓ જો કે આત્મગુણોની ઘાતક અવશ્ય છે, પરંતુ એમના અસ્તિત્વમાં પણ ન્યૂનાધિક રૂપમાં આત્મગુણોનો પ્રકાશ થતો રહે છે. સર્વઘાતિની પ્રવૃતિઓ વીસ છે: (૧) કેવળજ્ઞાનાવરણ (૨) કેવળદર્શનાવરણ (૩) નિદ્રા (૪) નિદ્રા-નિદ્રા (૫) પ્રચલા (૬) પ્રચલા-પ્રચલા (૭) સ્યાનગૃદ્ધિ (૮) અનંતાનુબંધી ક્રોધ (૯) અનંતાનુબંધીમાન (૧૦) અનંતાનુબંધી માયા (૧૧) અનંતાનુબંધી લોભ (૧૨) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૧૩) અપ્રત્યાખ્યાનાવરણ માન (૧૪) અપ્રત્યાખ્યાનાવરણ માયા (૧૫) અપ્રત્યાખ્યાનાવરણ લોભ (૧૬) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૧૭) પ્રત્યાખ્યાનાવરણ માન (૧૮)પ્રત્યાખ્યાનાવરણ માયા (૧૯) પ્રત્યાખ્યાનાવરણ લોભ અને(૨૦) મિથ્યાત્વ દેશઘાતિની પ્રવૃતિઓ ૨૫ છે? (૧) જ્ઞાનાવરણીયની ૪ - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય જ્ઞાનાવરણ. (૨) દર્શનાવરણીયની ૩ - ચક્ષુ, અચકું અને અવધિ દર્શનાવરણ. (૩) મોહનીયની ૧૩ - સંજવલન ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી, પુરુષ, નપુંસક વેદ. (૪) અંતરાયની ૫ - દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય અંતરાય. અહીં સર્વઘાતિની ૨૦ અને દેશઘાતિની ૨૫ પ્રકૃતિઓ જે કુલ મળીને ૪૫ છે, તે બંધની અપેક્ષાએ સમજવી જોઈએ. જ્યારે ઉદયની અપેક્ષાથી વિચાર કરે છે તો સમ્યકત્વ અને મિશ્ર મોહનીયને મિલાવવાથી ૪૭ પ્રકૃતિઓ થાય છે. સમ્યકત્વ મોહનીયના દેશઘાતિમાં અને મિશ્ર મોહનીયનાં સર્વઘાતિ પ્રકૃતિઓમાં સમાવેશ થાય છે. ત્યારે સર્વઘાતિ ૨૧ અને દેશઘાતિ ૨૬ પ્રકૃતિઓ થાય છે. અઘાતિ પ્રકૃતિઓઃ બંધયોગ્ય ૧૨૦ અને ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિઓમાંથી ક્રમશઃ ઉપર્યુક્ત ૪૫ અને ૪૭ ઘાતિ પ્રકૃતિઓને ઓછી કરવાથી શેષ ૭૫ પ્રકૃતિઓ અઘાતિ છે. [ અનુભાગબંધ ૧૦૦૯) Page #507 -------------------------------------------------------------------------- ________________ - વેદનીયની ૨ - સતાવેદનીય, અસતાવેદનીય. -- આયુષ્ય કર્મની ૪ - નરક, તિર્યચ, મનુષ્ય અને દેવાયુ. - નામ કર્મની ૬૭ - પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ, ઉપઘાત, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, છ સંસ્થાન, છ સંહનન, પાંચ જાતિ, ચાર ગતિ, વિહાયોગતિ બે, આનુપૂર્વીચતુષ્ક, ત્રણદશક, સ્થાવરદશક, વર્ણ વગેરે ચાર. - ગોત્ર કર્મની ૨ - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. -- વિપાક અને એના ભેદ: કેરી વગેરે ફળ જ્યારે પાકીને તૈયાર થાય છે, ત્યારે એમનો વિપાક થાય છે, એ જ રીતે કર્મપ્રકૃતિઓ પણ જ્યારે પોતાનું ફળ આપવાને અભિમુખ થાય છે, ત્યારે એમનો વિપાકકાળ કહેવાય છે. આ વિપાક ૨ પ્રકારના છે - હેતુવિપાક અને રવિપાક. પુદ્ગલ વગેરે રૂપ હેતુના આશ્રયથી જે પ્રકૃતિનો ફળાનુભવ થાય છે, તે હેતુવિપાક છે. રસના આશ્રયથી જે વિપાક થાય છે, તે રવિપાક છે. રવિપાકના ૪ ભેદો છે - એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક. એમનું વર્ણન પહેલાં કરવામાં આવી ચૂક્યું છે. ' હેતવિપાકી પ્રકૃતિઓના ૪ ભેદો છે - (૧) પુગલવિપાકી, (૨) ક્ષેત્રવિપાકી, (૩) ભવવિપાકી અને (૪) જીવવિપાકી. (૧) પુગલવિપાકી પ્રકૃતિઓ : જે પ્રકૃતિઓ શરીર રૂપમાં પરિણત થયે પુગલ પરમાણુઓમાં પોતાનું ફળ આપે છે, તે પુગલવિપાકી છે. એવી પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ ૩૬ છે : (૧) નિર્માણ (૨) સ્થિર (૩) અસ્થિર (૪) અગુરુલઘુ (૫) શુભ (૬) અશુભ (૭) તૈજસ (૮) કાર્પણ (૯) વર્ણ (૧૦) ગંધ (૧૧) રસ (૧૨) સ્પર્શ (૧૩-૧૫) ઔદારિક વગેરે ત્રણ શરીર (૧૬-૧૮) ત્રણ અંગોપાંગ (૧૯-૨૪) છ સંસ્થાન (૨૫-૩૦) છ સંહનન (૩૧) ઉપઘાત (૩૨) સાધારણ (૩૩) પ્રત્યેક (૩૪) ઉદ્યોત (૩૫) આતપ અને (૩૬) પરાઘાત. (૨) ક્ષેત્રવિપાકી : આકાશપ્રદેશ રૂપ ક્ષેત્રમાં જે પ્રકૃતિ મુખ્ય રૂપથી પોતાનું ફળ આપે છે, તે ક્ષેત્રવિપાકી છે. આનુપૂર્વી નામ કર્મ ક્ષેત્રવિપાકી છે. નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી, એ ચારેય પ્રકૃતિઓ ક્ષેત્રવિપાકી છે. જ્યારે જીવ પરભવ માટે ગમન કરે છે, ત્યારે વિગ્રહગતિના અંતરાલ ક્ષેત્રમાં આનુપૂર્વી પોતાનો વિપાક દેખાડે છે, એને ઉત્પત્તિસ્થાનના અભિમુખ કરે છે. ૧૦૧) છે. આ જિણધમો) Page #508 -------------------------------------------------------------------------- ________________ (૩) ભવવિપાકી : પરભવમાં ઉદયયોગ્ય થવાના કારણે ચાર પ્રકારની આયુકર્મ પ્રકૃતિઓ ભવવિપાકી કહેવામાં આવે છે. નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુ - આ ચાર પ્રકૃતિઓ ભવવિપાકી છે. (૪) જીવવિપાકી : જે પ્રકૃતિઓ જીવમાં જ સાક્ષાત્ ફળ દેખાડે છે, તે જીવવિપાકી છે. ૭૮ પ્રકૃતિઓ જીવવિપાકી છે. એમનાં નામ આ પ્રમાણે છે જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૯, વેદનીય ૨, મોહનીય ૨૮, નામ કર્મની ૨૭ (તીર્થંકર નામ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સુભગ, સુસ્વર, આદેય, યશ, કીર્તિ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશઃ કીર્તિ, ઉચ્છ્વાસ નામ, એકેન્દ્રિય વગે૨ે પાંચ જાતિ, નરક વગેરે ચાર ગતિ, શુભ-અશુભ વિહાયોગતિ), બે ગોત્ર અને પાંચ અંતરાય. એ ૭૮ પ્રકૃતિઓ જીવના જ્ઞાન વગેરે સ્વરૂપનો ઘાત કરે છે, તેથી જીવવિપાકી માનવામાં આવે છે. રતિ અને અરતિને જીવવિપાકી માન્યો છે. આની ઉપર પ્રશ્ન કરી શકાય છે કે પુદ્ગલોના આશ્રયથી રતિ-અરતિનો અનુભવ થાય છે, જેમ કે - કંટક વગેરે અનિષ્ટ પુદ્ગલોના સંસર્ગથી અરતિનો અને પુષ્પમાળા વગેરેના સંયોગથી રતિનો ઉદય થાય છે, તો એમને પુદ્ગલવિપાકી કેમ ન માનવામાં આવે ? એનું સમાધાન એ છે કે પુદ્ગલના સંબંધ વિના પણ એમનો રતિ-અતિનો ઉદય થાય છે. પુદ્ગલવિપાકી તો એને કહે છે, જેનો ઉદય પુદ્ગલના સંબંધ વિના થતો જ નથી. રતિ અને અરિત તો પુદ્ગલ વિના પણ અને પુદ્ગલોના હોવા છતાંય બંને રીતે ઉદયમાં આવે છે, તેથી તે જીવવિપાકી માનવામાં આવી છે. ગતિ નામ કર્મને જીવવિપાકી માન્યો છે. આના ઉપર થાય છે કે જેમ આયુકર્મથી જે ભવની આયુનો બંધ કર્યો હોય, એ જ ભવમાં ઉદય આવે છે, અન્યત્ર નહિ. એમ જ ગતિ નામ કર્મનો પણ પોત-પોતાના ભવમાં ઉદય થાય છે તો એને પણ આયુની રીતે ભવિપાકી કેમ ન માનવામાં આવે ? આનો જવાબ એ છે કે આયુ કર્મ અને ગતિ નામ કર્મના વિપાકમાં અંતર છે. કારણ કે જે ભવની આયુનો બંધ કર્યો હોય, એની સિવાય અન્ય કોઈપણ ભવમાં એનો ઉદય નથી થતો. સ્તિબુકસંક્રમ (પ્રદેશોદય) દ્વારા પણ એનો અન્યત્ર ઉદય નથી થતો, જેમ કે - મનુષ્યાયુનો ઉદય મનુષ્યભવમાં જ થાય છે, અન્યત્ર નહિ. પરંતુ ગતિ નામ કર્મના વિષયમાં એ વાત નથી. તે પોતાના ભવ વિના પણ અન્ય ભવમાં સ્ક્રિબુકસંક્રમ દ્વારા ઉદયમાં આવે છે. જેમ ચરમશરીરી જીવના પરભવ યોગ્ય બાંધવામાં આવેલી ગતિઓ એ જ ભવમાં ક્ષય થઈ જાય છે. તેથી ગતિ નામ કર્મ ભવનો નિયામક ન હોવાથી ભવિપાકી નથી. અનુભાગબંધ ૧૦૧૧ Page #509 -------------------------------------------------------------------------- ________________ ધુવબંધિની પ્રકૃતિઓ : પોતાના કારણને લીધે જે કર્મપ્રકૃતિનો બંધ અવશ્ય હોય છે, એને ધ્રુવબંધિની પ્રકૃતિ કહે છે. એવી પ્રકૃતિ પોતાના બંધવિચ્છેદ પર્યત પ્રત્યેક જીવને પ્રતિસમય બાંધે છે. ૧૨૦ કર્મ પ્રવૃતિઓમાંથી ૪૭ પ્રકૃતિઓ ધ્રુવબંધિની છે, જે આ પ્રમાણે છે : જ્ઞાનાવરણીયની પ, દર્શનાવરણીયની ૯, મોહનીયની ૧૯ (મિથ્યાત્વ, અનંતાનુબંધી ચતુષ્ક, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક,સંજ્વલનચતુષ્ક, ભય, જુગુપ્સા), નામકર્મની ૯ (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તૈજસશરીર, કાર્મણશરીર, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત), અંતરાયની પાંચ. અધવબંધિની : બંધનાં કારણોના હોવા છતાંય જે પ્રકૃતિ બંધાય પણ છે અને નથી પણ બંધાતી, એમને અધુવબંધિની કહે છે, એવી પ્રકૃતિ પોતાના બંધવિચ્છેદ પર્યત બંધાય પણ છે, અને નથી પણ બંધાતી. એવી અધુવબંધિની પ્રકૃતિઓ ૭૩ છે. બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓમાંથી ધ્રુવબંધિની ૪૭ પ્રકૃતિઓનાં નામ ઉપર બતાવ્યા છે. બાકી રહેલી ૭૩ પ્રકૃતિઓ અધુવબંધિની જાણવી જોઈએ. ધ્રુવોદયા જે પ્રકૃતિનો ઉદય અવિચ્છિન્ન હોય અર્થાતુ પોતાના ઉદયકાળ પર્યત પ્રત્યેક જીવને જે પ્રકૃતિનો ઉદય બરાબર રોકાયા વગર થતો રહે છે, એને ધ્રુવોદયા કહે છે. એવી ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયા છે. ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિઓમાંથી નીચે પ્રમાણેની ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયાવાળી છે. જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૪, ચક્ષુદર્શન યાવતુ કેવળદર્શન, મોહનીયની મિથ્યાત્વ, નામકર્મની નિર્માણ, સ્થિર, અસ્થિર, અગુરુલઘુ, શુભ, અશુભ, તૈજસશરીર, કાર્મણશરીર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અને અંતરાયની ૫. અધૂવોદયા : જેનો ઉદય પોતાના ઉદયકાળના અંત સુધી બરાબર નથી રહેતો, ક્યારેક ઉદય થાય છે, ક્યારેક નહિ, તે અધુવોદયા પ્રકૃતિઓ છે. એવી પ્રકૃતિઓ ૯૫ છે. ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિઓમાંથી ઘુવોદયા પ્રકૃતિઓ ૨૭ છે, જેમનાં નામ ઉપર બતાવ્યા છે. બાકી રહેલી ૯૫ પ્રકૃતિઓ અધુવોદયા છે. ધુવસત્તાક : અનાદિ મિથ્યાદેષ્ટિ જીવની જે પ્રકૃતિ નિરંતર સત્તામાં રહે છે, એને ધ્રુવસત્તાક કહે છે. સત્તાયોગ્ય પ્રવૃતિઓ ૧૫૮ થાય છે. એમાં નામ કર્મની ૧૦૩ પ્રકૃતિઓ ગણાવી છે. સત્તાયોગ્ય ૧૫૮ પ્રકૃતિઓમાંથી સમ્યકત્વ, મિશ્ર, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, વૈક્રિયસંઘાતન, વૈક્રિય-વૈક્રિયબંધન, વૈક્રિય-તૈજસબંધન, વૈક્રિય-કાર્પણબંધન, વૈક્રિય-તૈજસ-કાશ્મણબંધન, તીર્થકર નામકર્મ, ચાર આયુ અને આહારકસપ્તક (આહારક-શરીર, આહારકઅંગોપાંગ, આહારક-સંઘાતન, આહારક-આહારકબંધન, આહારક-તૈજસબંધન, આહારક[૧૦૧૨) છે જે છે તે છે જે છે તે છે જિણધો] Page #510 -------------------------------------------------------------------------- ________________ કાર્મણબંધન, આહારક-તૈજસ-કાશ્મણબંધન) અને ઉચ્ચ ગોત્ર. એ ૨૮ પ્રકૃતિઓ અધુવસત્તાક છે. બાકી રહેલી ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. અધુવસત્તાક : મિથ્યાત્વ દશામાં જે પ્રકૃતિની સત્તાનો નિયમ નથી, અર્થાત્ ક્યારેક હોય અને ક્યારેક ન હોય - તે અધુવસત્તાક છે. એવી પ્રવૃતિઓ ૨૮ છે, જેમનો નામનિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે. પરાવર્તમાન પ્રવૃતિઓ : જે પ્રકૃતિઓ બીજી પ્રકૃતિઓના બંધ, ઉદય અથવા બંનેને રોકીને પોતાનો બંધ, ઉદય કે બંધોદય કરે છે - તે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. એવી ૯૧ પ્રકૃતિઓ પરાવર્તમાન છે. એમનાં નામ આ પ્રમાણે છે : - દર્શનાવરણની ૫ - પાંચેય નિંદ્રાઓ. - વેદનીયની ૨ - સાતાવેદનીય, અસાતાવેદનીય. - મોહનીયની ૨૩ - સોળ કષાય અને ભય, જુગુપ્સાને છોડીને સાત નોકષાય. - આયુકર્મની ૪ - નરકાયુ વાવતું દેવાયુ. - નામકર્મની ૫૫ - શરીરાષ્ટકની ૩૩ પ્રકૃતિઓ (ત્રણ શરીર, ત્રણ અંગોપાંગ, છ સંસ્થાન, છ સંહનન, પાંચ જાતિ, ચાર ગતિ, શુભ-અશુભ વિહાયોગતિ, ચાર આનુપૂર્વી), આતપ, ઉદ્યોત, ત્રસદશક અને સ્થાવરદશક. - ગોત્ર કર્મની ૨ - ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. આમ, ૯૧ પ્રકૃતિઓ પરાવર્તમાન છે. અપરાવર્તમાન - કોઈ બીજી પ્રકૃતિના બંધ, ઉદય અથવા બંધોદય બંનેને રોક્યા વિના જે પ્રકૃતિના બંધ, ઉદય કે બંને થાય છે, તે અપરાવર્તમાન છે. ઉપર પરાવર્તમાન પ્રકૃતિઓની સંખ્યા ૯૧ બતાવી છે, એમના સિવાય શેષ ૨૯ પ્રકૃતિઓ અપરાવર્તમાન છે. તે એ છે : જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૪, મોહનીયની ૩ (ભય, જુગુપ્સા, મિથ્યાત્વ), નામ કર્મની ૧૨ (વર્ણચતુષ્ક, તૈજસશરીર, કાર્મણશરીર, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ અને તીર્થકર નામ) અંતરાયની ૫. ઉક્ત રીતિથી કર્મપ્રકૃતિઓની ૧૬ અવસ્થાઓનું સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. આઠ કરણ : જીવ પોતાના વીર્ય-વિશેષ દ્વારા કમોંમાં વિવિધ પ્રકારની સ્થિતિઓનું નિર્માણ કરે છે, જેમને કર્મ શાસ્ત્રમાં કરણ કહેવામાં આવે છે. તે કરણ આઠ છે : (૧) બંધનકરણ, (૨) સંક્રમણકરણ, (૩) ઉદ્ધતનાકરણ, (૪) અપવર્તનાકરણ, (૫) ઉદીરણાકરણ, (૬) ઉપશમનાકરણ, (૭) નિધત્તિકરણ અને (૮) નિકાચનાકરણ. (૧) બંધનકરણ : આત્મપ્રદેશોની સાથે કર્મોને ક્ષીર-નીરની જેમ મેળવનાર જીવનું વીર્ય વિશેષ બંધનકરણ છે. અનુભાગબંધો છે, ૧૦૧૩) Page #511 -------------------------------------------------------------------------- ________________ (૨) સંક્રમણકરણ ઃ જે કરણ દ્વારા પૂર્વમાં બાંધેલા કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ કોઈ સજાતીય પ્રકૃતિના રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે, એ કરણને સંક્રમણકરણ કહે છે. મૂળપ્રવૃતિઓમાં સંક્રમણ નથી થતું. ઉત્તર પ્રવૃતિઓમાં પણ સજાતીય પ્રવૃતિઓમાં જ સંક્રમણ થઈ શકે છે, વિજાતીય પ્રકૃતિઓમાં નથી. જેમ જ્ઞાનાવરણીયની ઉત્તરપ્રકૃતિ પોતાની સજાતીય શ્રુતજ્ઞાનાવરણીય વગેરેમાં સંક્રમિત થઈ શકે છે, દર્શનાવરણીય વગેરેની ઉત્તરપ્રકૃતિના રૂપમાં નથી. ઉત્તરપ્રવૃતિઓમાં પણ કેટલીયે એવી છે જે સજાતીય હોવા છતાંય પરસ્પરમાં સંક્રમણ નથી કરતી. જેમ કે - દર્શનમોહ અને ચારિત્રમોહ એક જ મૂળપ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓ થવાથી પણ પરસ્પરમાં સંક્રાંત નથી હોતું. અર્થાતુ ચારિત્રમોહ દર્શનમોહમાં કે દર્શનમોહ ચારિત્રમોહમાં સંક્રમણ નથી કરતો. આમ, આયુષ્ય કર્મની ચારેય પ્રકૃતિઓ એક-બીજાના રૂપમાં સંક્રાંત નથી હોતી. અધ્યવસાયવિશેષ દ્વારા એક જ મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓમાં પૂર્વવર્ણિત અપવાદોને છોડીને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધને બીજી રીતે વ્યવસ્થિત કરનાર જીવનું વીર્યવિશેષ સંક્રમણકરણ કહેવાય છે. આ કારણ દ્વારા જીવ અનિષ્ટ તથા કુફળદાયી પાપ-પ્રકૃતિઓને ઈષ્ટ તથા સુફળદાયી પુણ્યપ્રકૃતિઓમાં રૂપાંતરિત કરી શકે છે, અથવા પુણ્યપ્રકૃતિઓને પાપપ્રકૃતિના રૂમમાં સંક્રાંત કરી શકે છે. (૩) ઉદ્વર્તનાકરણ : કર્મોની પૂર્વબદ્ધ સ્થિતિ અને અનુભાગમાં વૃદ્ધિ કરનાર જીવનું વિર્ય-વિશેષ ઉધર્તનાકરણ છે. (૪) અપવર્તનાકરણ : કર્મોની પૂર્વબદ્ધ સ્થિતિ અને અનુભાગમાં ઘટાડો કરનાર જીવના વિર્ય-વિશેષ અપવર્તનાકરણ છે. (૫) ઉદીરણાકરણ : જે કર્મદલિક ઉદય પ્રાપ્ત નથી, એમને વિશેષ પ્રયત્નથી ઉદયાવલિકામાં પ્રવેશ કરનાર જીવનું વીર્ય-વિશેષ ઉદીરણાકરણ છે. () ઉપશમનાકરણ : જે વીર્ય-વિશેષ દ્વારા કર્મદલિક ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચનાના અયોગ્ય થઈ જાય, તે ઉપશમનાકરણ છે. અર્થાત્ કર્મદલિકોની સત્તામાં રહેવાથી પણ એમના પ્રભાવને રોકી દેવો ઉપશમનાકરણ છે. જેમ પાણીમાં મળેલો મેલ ફટકડી વગેરે દ્રવ્યના સંયોગથી નીચે જામી જાય છે અને પાણી શુદ્ધ થઈ જાય છે, એ સમયે નીચે જામેલો મેલ ઉપશાંત રહે છે અર્થાત્ એનો કોઈ પ્રભાવ નથી રહેતો. આ રીતે કર્મદલિકોને એવી સ્થિતિમાં સ્થાપિત કરી દેવા, જેનાથી તે સત્તામાં રહેવા છતાંય પોતાનો પ્રભાવ ના પાડી શકે, આ પ્રક્રિયાને ઉપશમનાકરણ કહે છે. (૦) નિધત્તિકરણ : જે વીર્ય-વિશેષથી કર્મ ઉદ્વર્તન અને અપવર્તનાકરણને છોડીને શેષ કરણોને અયોગ્ય થઈ જાય, તે વીર્ય-વિશેષ નિધત્તિકરણ છે. આ કરણમાં કર્મદલિક એક તારમાં પરોવાયેલી સોયની સમાન પરસ્પર સંબદ્ધ રહે છે, એમાં અપર્વતના-ઉદ્વર્તના થઈ શકે છે. (૧૦૧) DOOOOOOOOOOOOX જિરાધમો) Page #512 -------------------------------------------------------------------------- ________________ (૮) નિકાચનાકરણ : જે કર્મદલિક બધા પ્રકારના કરણોના અયોગ્ય હોય અને જે રૂપમાં, જે સ્થિતિમાં, જે રસમાં કે જેટલા પ્રદેશોના પરિણામના રૂપમાં બાંધ્યો હોય, એ જ રૂપમાં જે અવશ્ય જ વેદ્ય હોય છે, જેમાં પરિવર્તનની કોઈ શક્યતા નહોતી રહેતી, જે ભોગવવાથી જ છૂટી શકે છે, અન્યથા નહિ, તે નિકાચિત કર્મ છે. જેમ તારમાં પરોવાયેલી સોયોને તપાવીને ઘણથી કૂટી દેવાથી તે પિંડરૂપ અને દઢ બંધનરૂપ થઈ જાય છે, એ જ રીતે કર્મોની અત્યંત ગાઢરૂપતાને નિકાચિતબંધ કહે છે. અધ્યવસાયોના કારણે કર્મોમાં એવી ગાઢરૂપતા પેદા કરવી નિકાચનાકરણ છે. કર્મોનો વિષય ખૂબ જ ઊંડો અને વિસ્તૃત છે. શાસ્ત્રકારો અને ગ્રંથકારોએ આ વિષયમાં ખૂબ જ સૂક્ષ્મતા અને વ્યાપકતાની સાથે જાણકારી આપી છે. જિજ્ઞાસુઓને કર્મસંબંધી વિશેષ જાણકારી કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ વગેરે ગ્રંથોથી કરવી જોઈએ. જો કે સમસ્ત આસ્તિક દર્શનોએ કોઈ ને કોઈ રૂપમાં કર્મની સત્તાનો સ્વીકાર કર્યો છે, છતાં જૈન ધર્મ અને દર્શને કર્મનું ખૂબ જ વિસ્તાર સાથે તથા સૂક્ષ્મતાથી સાંગોપાંગ નિરૂપણ કર્યું છે. જૈન મહર્ષિઓ અને મનીષીઓએ કર્મ-સિદ્ધાંતનું ખૂબ જ ગંભીરતા સાથે ચિંતન કર્યું છે. એક દૃષ્ટિથી જો એ કહેવામાં આવે કે જૈન ધર્મનો ભવ્ય પ્રાસાદ કર્મ-સિદ્ધાંત ઉપર આધારિત છે, તો કોઈ અતિશયોક્તિ નહિ કહેવાય. કર્મબંધનના પરિજ્ઞાનથી લઈને કર્મમુક્તિની પ્રક્રિયાનું વિવેચન જ જૈનસાધનાના પ્રતિપાદનની ચરણ પરિણતિ છે. મુખ્યત્વે જૈન તત્ત્વજ્ઞાન જીવ અને કર્મના સંબંધની વિવિધ અવસ્થાઓનું નિરૂપણ જ છે. જેન-સિદ્ધાંતસંમત નવતત્ત્વો જીવ અને કર્મના સંબંધ ઉપર જ આધારિત છે. તેથી કર્મવાદને આપણે જૈન ધર્મના પ્રાણભૂત તત્ત્વ કહી શકીએ છીએ. કર્મવાદ આત્માના અનંત સામર્થ્યનો ઉદ્ઘોષક છે. તે આત્માને પરમાત્માના હાથોનું રમકડું માત્ર નથી માનતો. આત્મા પોતાના વિકાસ અને પતન માટે સ્વતંત્ર છે. પોતાના પૌરુષથી તે કર્મબંધનોને તોડીને પરમાત્મા બની શકે છે. જૈન સિદ્ધાંતનો કર્મવાદ આત્માને પરમાત્મા બનવાનો માર્ગ દેખાડે છે. જૈન સિદ્ધાંત આ વાતને નથી માનતો કે કોઈ સર્વશક્તિમાન ઈશ્વર આ સૃષ્ટિનું સર્જન અને સંહાર કરે છે. એ અનુસાર આ આખું જગત અનાદિકાળથી એવું જ ચાલી આવી રહ્યું છે અને ચાલતું રહેશે. જીવ અને કર્મનો સંબંધ જ જગતનું સંચાલન કરે છે, કોઈ ઈશ્વર એમાં હસ્તક્ષેપ નથી કરતો. આમ, કર્મવાદનો સિદ્ધાંત જીવોને પોતાનો વિકાસ સ્વયં કરવાની પ્રેરણા આપે છે. આત્મા જ પોતાના ઉત્થાનનો માર્ગ પ્રશસ્ત કરે છે. આત્મા વિભાવ-પરિણત થઈને પોતાની દુર્દશા કરી લે છે, અને એ જ જ્યારે સ્વભાવ-પરિણત થાય છે અને રાગ-દ્વેષ રહિત થઈને સમ્યક પ્રવૃતિ કરે છે તો કર્મોનાં બંધનોને તોડીને મુક્ત થઈ જાય છે, સિદ્ધ-બુદ્ધ થઈ જાય છે તથા આત્માથી પરમાત્મા બની જાય છે. તેથી કર્મનાં બંધનોને તોડવાનો પ્રયાસ કરવો જોઈએ. [ અનુભાગબંધ થ૦૧૫ Page #513 -------------------------------------------------------------------------- ________________ -૧૦પ (મોક્ષ તત્ત્વઃ એક વિવેચન) અનાદિકાળથી આત્મા કર્મોના બંધનમાં બંધાઈને સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જન્મ-જરા-મરણનું ચક્ર એને એક ગતિથી બીજી ગતિમાં ફરાવી રહ્યું છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડિત આત્મા ભવ-રોગથી હેરાન અને પરેશાન થઈ રહ્યો છે, એને જરા પણ શાંતિ પ્રાપ્ત નથી થઈ રહી. આ ચક્રથી, આ બંધનથી અને આ ભવરોગથી છુટકારો મેળવવા માટે જે આત્માઓ લાલાયિત છે, જે મુમુક્ષુઓ છે, એમના માટે તત્ત્વજ્ઞાનીઓએ એ માર્ગ બતાવ્યો છે, જેની ઉપર ચાલીને તે પોતાના પરમ અને ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે. જૈન-સાધનાની સંપૂર્ણ સફળતા સિદ્ધિ તથા મુક્તિની પ્રાપ્તિમાં સન્નિહિત છે. મોક્ષ પ્રાપ્ત કરવો જ સાધકોનું સર્વોત્કૃષ્ટ સાધ્ય છે. એ જ સર્વોત્તમ પુરુષાર્થ છે. એની પ્રાપ્તિમાં જ કૃતાર્થતા છે, કૃતકૃત્યતા છે અને સાધ્યની સિદ્ધિ છે. સમસ્ત જપ-તપ-યમ-નિયમ-ધ્યાન વગેરે મોક્ષ માટે જ કરવામાં આવે છે. સમસ્ત સાધુ પુરુષો અને મુમુક્ષુઓનું એકમાત્ર લક્ષ્યબિંદુ મોક્ષ જ છે. મોક્ષ આત્માનો પૂર્ણ વિકાસ છે અને આત્યંતિક રૂપથી દુઃખ-મુક્તિ છે. સંસારવર્તી આત્મા અનાદિકાળથી કર્મરૂપી મેલથી એ જ રીતે મલિન છે, જેમાં માટીમાં રહેલું સોનું. જેમ મૃત્તિકાથી મિશ્રિત સ્વર્ણને ક્ષાર, પુટ અને અગ્નિના સંપર્કથી વિશિષ્ટ પ્રયોગથી માટીથી અલગ કરી શકાય છે, એને શુદ્ધ સ્વર્ણનું રૂપ આપી શકાય છે. એ જ રીતે કર્મ મિશ્રિત આત્માને સંવર, નિર્જરા અને તપના વિશિષ્ટ પ્રયોગ દ્વારા નિર્મળ બનાવી શકાય છે. આ રીતે નિર્મળ બનેલો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ - અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યને પ્રાપ્ત કરીને લોકાગ્ર પર સ્થિત થઈને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે. મોક્ષની પરિભાષા : તત્ત્વાર્થ સૂત્રમાં મોક્ષની પરિભાષા આપતાં કહેવામાં આવ્યું છે - નર્તક્ષયો મોક્ષ:” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧૦, સૂ-૩ સંપૂર્ણ કર્મોનો ક્ષય જ મોક્ષ છે. સંપૂર્ણ કર્મોનો ક્ષય એ જ દશામાં થઈ શકે છે, જ્યારે નવીન કમનો બંધ સર્વથા રોકી દેવામાં આવે અને પૂર્વબદ્ધ કર્મોની પૂરી રીતે નિર્જરા કરી દેવામાં આવે. જ્યાં સુધી નવીન કર્મ આવતા રહેશે, ત્યાં સુધી કર્મનો આત્યંતિક ક્ષય સંભવ થઈ શકતો નથી. નવીન કર્મોનું આવવું સંવર દ્વારા રોકાય છે અને પૂર્વબદ્ધ કર્મ નિર્જરા દ્વારા ક્ષીણ થાય છે. એવી સ્થિતિમાં જ કર્મોનો સર્વથા ક્ષય સંભવ છે. તેથી કહ્યું છે - વસ્થત્વમાવનિર્ઝરખ્યામ” તત્ત્વાર્થ સૂત્ર-અ-૧૦, સૂત્ર-૨ ૧) એ જ છે જો છે કે જિણધર્મો Page #514 -------------------------------------------------------------------------- ________________ બંધના હેતુઓના અભાવથી અને નિર્જરાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય સંભવ છે. મિથ્યાત્વ વગેરે બંધહેતુઓનો અભાવ સંવર દ્વારા થવાથી નવીન કમ નથી બંધાતા અને પહેલાં બંધાયેલાં કર્મોનો અભાવ નિર્જરાથી થાય છે. આમ, સંવર અને નિર્જરા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય થાય છે તથા સંપૂર્ણ કર્મોનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. કર્મક્ષયની શૃંખલામાં સૌપ્રથમ મોહનીય કર્મ ક્ષીણ થાય છે અને એના ક્ષીણ થવાના અંતર્મુહૂર્ત પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય, - આ ત્રણ કર્મોનો પણ ક્ષય થઈ જાય છે. આમ, ચાર ઘાતિકર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ થાય છે અને આત્મા સર્વજ્ઞ-સર્વદર્શી બની જાય છે. મોહનીય વગેરે ચાર ઘાતિકનો આત્યંતિક ક્ષય થઈ જવાથી વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ થાય છે. પછી પણ વેદનીય વગેરે ચાર અઘાતિક અત્યંત વિરલ રૂપમાં બાકી રહે છે, જેના કારણે મોક્ષ નથી થતો. આ વિરલ રૂપમાં બાકી રહેલાં અઘાતિકનો પણ જ્યારે ક્ષય થાય છે, ત્યારે મોક્ષ થાય છે અને એ સ્થિતિમાં જન્મ-મરણનું ચક્ર સમાપ્ત થઈ જાય છે. પૌદ્ગલિક કર્મોના આત્યંતિક નાશની જેમ કર્મ સાપેક્ષ કેટલાય ભાવોનો નાશ પણ મોક્ષપ્રાપ્તિની પૂર્વ આવશ્યક છે. પથમિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને કેટલાક પારિણામિક ભાવોનો નાશ થવાથી મોક્ષ થાય છે. પરિણામિક ભાવોમાં ભવ્યત્વનો નાશ થાય છે, જીવત્વ, અસ્તિત્વ વગેરે પારિણામિક ભાવ મોક્ષ અવસ્થામાં પણ રહે છે. ક્ષાયિકભાવ કર્મ-સાપેક્ષ હોવા છતાંય મોક્ષમાં એમનો અભાવ નથી થતો, તેથી ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક વિર્ય, ક્ષાયિક સુખ વગેરે ભાવ મોક્ષમાં બન્યા રહે છે. કર્મક્ષયની પ્રક્રિયા - ગુણસ્થાન વિવેચન : અવિકસિત કે સર્વથા અધ:પતિત આત્માની અવસ્થા પ્રથમ ભૂમિકા (ગુણસ્થાન) છે. એમાં આત્માના પ્રબળતમ શત્રુ મોહની શક્તિ ખૂબ સશક્ત હોય છે અને આત્માની આધ્યાત્મિક સ્થિતિ બિલકુલ સામાન્ય હોય છે. આ ભૂમિકામાં આત્મા ભલે આધિભૌતિક ઉત્કર્ષ ગમે તેટલો કરી લે, એની પ્રવૃત્તિ તાત્ત્વિક લક્ષ્યથી સર્વથા શૂન્ય હોય છે. જેમ દિભ્રમવાળો મનુષ્ય પૂર્વને પશ્ચિમ માનીને ગતિ કરે છે અને તે પોતાના ઈષ્ટને નથી મેળવતો, એનો બધો ભ્રમ વ્યર્થ થાય છે, એમ જ પ્રથમ ભૂમિકાવાળો આત્મા પરરૂપને સ્વરૂપ સમજીને એને જ મેળવવા માટે પ્રતિક્ષણ ઉત્તેજિત રહે છે તથા મિથ્યાષ્ટિને કારણે રાગ-દ્વેષની પ્રબળ ઠોકરોનો શિકારી બનીને તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. આ ભૂમિકા બહિરાત્મભાવ કે મિથ્યાદર્શનની છે આ ભૂમિકામાં વર્તમાન બધા જીવો પણ એક જેવી સ્થિતિના નથી હોતા. એમાં પણ મોહદશાની તરતમતા જોવા મળે છે. કોઈ પર મોહની ગાઢતમ (ઊંડી) છાયા હોય છે, કોઈ [ મોક્ષ તત્ત્વ ઃ એક વિવેચન ) , , , ૧૦૧) :06 Page #515 -------------------------------------------------------------------------- ________________ પર ગાઢતર અને કોઈ પર એનાથી પણ ઓછી છાયા હોય છે. ગિરિ-નદી-પાષાણ ન્યાયથી જાણ્યે-અજાણ્યે જ્યારે જીવ પર મોહનો પ્રભાવ ઓછો થવા લાગે છે, ત્યારે એ વિકાસની તરફ અગ્રેસર થઈ જાય છે અને તીવ્રતમ રાગ-દ્વેષને થોડો ઓછો કરતાં મોહની પ્રથમ શક્તિ દર્શનમોહને છિન્ન-ભિન્ન કરવા યોગ્ય આત્મબળ પ્રગટ કરી લે છે. આ સ્થિતિને ગ્રંથિભેદ' કહેવામાં આવે છે. ગ્રંથિભેદનું કાર્ય ખૂબ વિષમ છે. રાગ-દ્વેષની તીવ્રતમ વિષ-ગ્રંથિ એક વાર શિથિલ તથા છિન્ન-ભિન્ન થઈ જાય તો પછી બેડો પાર જ સમજવો જોઈએ. કારણ કે એની પછી દર્શનમોહને શિથિલ થવામાં વાર નથી લાગતી, દર્શનમોહ શિથિલ થવાથી ચારિત્રમોહની શિથિલતાનો માર્ગ સ્વયંસેવ ખૂલી જાય છે. એક તરફ રાગ-દ્વેષ પોતાના પૂર્ણ બળના પ્રયોગો કરે છે અને બીજી તરફ વિકાસોન્મુખ આત્મા પણ પોતાના વીર્ય-બળનો પ્રયોગ કરે છે. આ આધ્યાત્મિક યુદ્ધમાં ક્યારેક આત્મા વિજયલાભ કરે છે અને ક્યારેક મોહ પ્રબળ થઈ જાય છે. અનેક આત્મા એવા પણ હોય છે જે ન હારે છે અને ન વિજયલાભ કરી શકે છે, મેદાનમાં જ પડ્યા રહે છે. કોઈ આત્મા હાર ખાઈને રાગ-દ્વેષને વશીભૂત થઈ જાય છે તો કોઈ આત્મા પોતાનું પ્રબળ પ્રૌરુષ પ્રગટ કરીને રાગ-દ્વેષની ગાંઠને છિન્ન-ભિન્ન કરી જ નાખે છે. આ વાતને સમ્યકત્વના પ્રકરણમાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની વ્યાખ્યા દ્વારા બતાવવામાં આવી ચૂક્યું છે. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા આત્મામાં એટલો વિયલ્લાસ પ્રગટ થઈ જાય છે કે તે દર્શનમોહ પર અવશ્ય વિજયલાભ કરી લે છે. દર્શનમોહને જીતતા જ પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વની સમાપ્તિ થઈ જાય છે અને આત્માને પહેલી વાર યથાર્થદષ્ટિ, સમ્યગુદૃષ્ટિ કે સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય છે. યથાર્થદષ્ટિ પ્રાપ્ત થતાં જ આત્માને સ્વરૂપદર્શન થઈ જાય છે અને એની ભ્રાંતિ દૂર થઈ જાય છે તથા ગતિ સીધી દિશામાં થઈ જાય છે. આ દશાને અંતરાત્મભાવ કહે છે. આ દશા વિકાસક્રમની ચતુર્થ ભૂમિકા છે, જેને મેળવીને આત્મા પહેલાં-પહેલાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. એનાથી આગળની સમસ્ત ભૂમિકાઓ સમ્યગુદૃષ્ટિવાળી જ હોય છે. આ ચતુર્થ ભૂમિકામાં સ્વરૂપ દર્શન થઈ ગયા પછી વિકાસોન્મુખ આત્મા સ્વરૂપલાભ કરવા હેતુ લાલચુ (ઉત્તેજિત) થઈ જાય છે. મોહની બીજી શક્તિ ચારિત્રમોહને ક્ષીણ કર્યા વિના સ્વરૂપલાભ નથી થઈ શકતો. તેથી એ ઉત્ક્રાંતિ કરનાર આત્મા ચારિત્રમોહને શિથિલ કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે તે એ ચારિત્રમોહની શક્તિને અંશતઃ શિથિલ કરી શકે છે, ત્યારે તે દેશવિરતિ નામની પાંચમી ભૂમિકાને પ્રાપ્ત કરે છે. આને પાંચમું ગુણસ્થાન કહેવામાં આવે છે. આ ગુણસ્થાનમાં વિકાસગામી આત્માને એ વિચાર થવા લાગે છે કે જો અલ્પવિરતિથી આટલો શાંતિ-લાભ થયો તો સર્વવિરતિથી કેટલો બધો શાંતિ-લાભ થશે ? આ વિચારથી પ્રેરિત થઈને આત્મા ચારિત્રમોહને અધિકાંશમાં શિથિલ કરીને પહેલાની અપેક્ષા પણ વધુ ૧૦૧૮) ને જિણધમો) Page #516 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ-સ્થિરતા તથા સ્વરૂપ-લાભ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. આ ચેષ્ટામાં કૃતકૃત્ય થતાં જ એને સર્વવિરતિ સંયમ પ્રાપ્ત થાય છે. જેમાં એનો બધો સમય સ્વરૂપની અભિવ્યક્તિ કરવામાં લાગેલો રહે છે. આ સર્વવિરતિ નામનું છઠ્ઠ ગુણસ્થાન છે. એમાં ક્યારેક-ક્યારેક થોડી-ઘણી માત્રામાં પ્રમાદ આવી જાય છે. વિકાસોન્મુખ આત્મા આ પ્રમાદને પણ સહન નથી કરી શકતો અને તે પ્રમાદનો ત્યાગ કરે છે. આ અપ્રમત્ત-સંયત નામનું સાતમું ગુણસ્થાન છે. એમાં એક તરફ અપ્રમાદજન્ય ઉત્કટ સુખનો અનુભવ આત્માને એ સ્થિતિમાં બન્યા રહેવા માટે પ્રેરિત કરે છે અને બીજી તરફ પ્રમાદજન્ય પૂર્વ વાસનાઓ એને પોતાની તરફ ખેંચે છે. આ ખેંચતાણમાં આત્મા ક્યારેક પ્રમાદની તંદ્રામાં અને ક્યારેક અપ્રમાદની જાગૃતિમાં અનેક વાર આવે-જાય છે. પ્રમાદની સાથે થનારા આ યુદ્ધમાં જો આત્મા પોતાના ચારિત્ર-બળ વિશેષ પ્રકાશિત કરે છે તો તે અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી લે છે અને એવી તૈયારી કરી લે છે, જેનાથી મોહની સાથે થનારા ભાવિ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકાય. જ્યારે આત્મા મોહથી લડવા માટે વિશેષ પ્રકારની તૈયારી કરે છે, ત્યારે એને આઠમું ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય છે. આ ગુણસ્થાનમાં અપૂર્વ આત્મશુદ્ધિ થઈ જાય છે અને પાંચ અપૂર્વ શકિતઓ એને પ્રાપ્ત થઈ જાય છે, જેના કારણે તે - (૧) અપૂર્વ સ્થિતિઘાત, (૨) અપૂર્વ રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસંક્રમણ, (૫) અપૂર્વ સ્થિતિબંધ કરે છે. આ પાંચ અપૂર્વ વાતોને કારણે આત્માની વિશુદ્ધિ ખૂબ વધી જાય છે. જેને કારણે વિકાસોન્મુખ આત્મા મોહના સંસ્કારોને દબાવતો-દબાવતો આગળ વધે છે અને અંતમાં એને બિલકુલ ઉપશાંત કરી દે છે. કોઈ વિશિષ્ટ શુદ્ધિવાળો આત્મા મોહના સંસ્કારોને ક્રમશઃ જડમૂળથી ઉખાડતો આગળ વધે છે તથા અંતમાં એ બધા સંસ્કારોનું નિર્મૂળ કરી નાખે છે. આમ, આઠમા ગુણસ્થાનથી આગળ વધનારા આત્માઓ બે શ્રેણીઓમાં વિભક્ત થઈ જાય છે. એક ઉપશમ શ્રેણીવાળા અને બીજી ક્ષપકશ્રેણીવાળા. ઉપશમશ્રેણીવાળા જીવ ચારિત્રમોહની પ્રકૃતિઓને ઉપશાંત કરતાં અગિયારમા ગુણસ્થાન સુધી પહોંચે છે અને ત્યાં દબાવેલો મોહ પુનઃ શક્તિશાળી થઈ જાય છે અને આંતરિક યુદ્ધમાં થાકેલા ઉપશમશ્રેણીવાળા આત્માઓને નીચે પાડી દે છે. આ અગિયારમું ગુણસ્થાન અધઃપતનનું સ્થાન છે, કારણ કે એને મેળવનાર આત્મા આગળ ન વધીને એકવાર તો અવશ્ય નીચે પડે છે. આઠમા ગુણસ્થાનથી આગળ ક્ષપકશ્રેણી ચડનારા જીવો ચારિત્રમોહની પ્રકૃતિઓને ક્ષીણ કરતાં નવમા અને દસમા ગુણસ્થાન સુધી પહોંચે છે અને ત્યાંથી સીધા અગિયારમા ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે, આ ગુણસ્થાનમાં મોહકર્મ સર્વથા નિર્મુળ થઈ જાય છે. આ ગુણસ્થાનને પ્રાપ્ત કરનાર એનાથી કદી નથી પડતો, પણ ઉપર જ ચડે છે. [ મોક્ષ તત્વ : એક વિવેચન સ તત્ત્વ : એક વિવેચન છે. (૧૦૧) Page #517 -------------------------------------------------------------------------- ________________ ઉપશમશ્રેણીથી પડનાર જીવ ચાહે પ્રથમ ગુણસ્થાન સુધી જ કેમ ન ચાલ્યો જાય, પણ એની એ પડેલી સ્થિતિ કાયમ નથી રહેતી. ક્યારેક ને ક્યારેક તે બેવડા બળથી અને બેવડી સાવધાનીથી તૈયાર થઈને મોહનો સામનો કરે છે અને ક્ષપકશ્રેણીની યોગ્યતા પ્રાપ્ત કરીને મોહનો સર્વથા ક્ષય કરી નાખે છે. પરમાત્મભાવનું સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં મુખ્ય બાધક મોહ જ છે. મોહનો સર્વથા નાશ થતાં જ અન્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય રૂપ ઘાતિકર્મ એ જ રીતે નષ્ટ થઈ જાય છે, જેમ પ્રધાન સેનાપતિના માર્યા જવાથી સૈનિક ભાગી જાય છે. ઘાતિકર્મોના નષ્ટ થતાં જ આત્મા પરમાત્મભાવનું પૂર્ણ આધ્યાત્મિક સ્વરાજ્ય મેળવીને નિરતિશય કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાતચારિત્ર તથા અનિર્વચનીય સહજ આનંદને પ્રાપ્ત કરી લે છે. જેમ પૂર્ણિમાની રાતમાં નિરભ્ર ચંદ્રની સંપૂર્ણ કલાઓ પ્રકાશમાન થાય છે, એમ જ એ સમયે આત્માની ચેતના વગેરે બધી મુખ્ય શકિતઓ પૂર્ણ વિકસિત થઈ જાય છે. એ સયોગી કેવળીગુણસ્થાન નામના તેરમા ગુણસ્થાનની ભૂમિકા છે. આ ગુણસ્થાનમાં ચિરકાળ સુધી રહ્યા પછી આત્મા દગ્ધરજુની સમાન શેષ અઘાતિકર્મોને ઉડાવીને ફેંકી દેવા માટે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુધ્યાન રૂપ પવનનો આશ્રય લઈને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોને સર્વથા રોકી દે છે. એ જ આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠારૂપ ચૌદમું ગુણસ્થાન છે. એમાં આત્મા સમુચ્છિન્ન-ક્રિયા-અપ્રતિપાતી શુક્લધ્યાન દ્વારા સુમેરુની જેમ નિષ્પકંપ સ્થિતિ પ્રાપ્ત કરીને અંતમાં શરીરને છોડીને લોકોત્તર મોક્ષસ્થાનને પ્રાપ્ત કરી લે છે. એ જ પૂર્ણ કૃતકૃત્યતા છે, એ જ પરમ પુરુષાર્થની અંતિમ સિદ્ધિ છે. કેવળી સમુદ્યાત : તેરમા ગુણસ્થાનવર્તીિ કેવળીઓમાં ક્યારેક-ક્યારેક એવી સ્થિતિ થાય છે, જ્યારે આયુષ્ય કર્મના દલિક તો થોડા રહી જાય છે અને શેષ વેદનીય-નામ-ગોત્રના દલિક વિશેષમાત્રામાં હોય છે. એવી સ્થિતિમાં એ કર્મોને સમ સ્થિતિમાં લાવવા માટે આત્માને વિશેષ પ્રયત્ન કરવો પડે છે. આ વિશેષ પ્રયત્નની પ્રક્રિયાને જૈન સિદ્ધાંતમાં સમુદ્રઘાત કહેવામાં આવે છે. સમુદ્દઘાતનો અર્થ છે પ્રબળતાની સાથે દલિકોના ઘાત કરવા. આ સમુઠ્ઠાતની પ્રક્રિયામાં આઠ સમય લાગે છે. પ્રથમ સમયમાં કેવળી આત્મપ્રદેશોને દંડાકાર ફેલાવે છે. ભારેપણામાં સ્વશરીરપ્રમાણ અને લંબાઈમાં લોકાંત પર્યત આત્મ-પ્રદેશોને ફેલાવવાનું કામ પ્રથમ સમયમાં થાય છે. બીજા સમયમાં આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણમાં કપાટાકારમાં ફેલાવે છે. ત્રીજા સમયમાં ચારેય દિશાઓમાં મંથાનાકારમાં આત્મપ્રદેશોને ફેલાવે છે. ચોથા સમયમાં અંતરાલોને આત્મપ્રદેશોથી ભરી દે છે. આમ, આત્મા સર્વલોકવ્યાપી બની જાય છે. કારણ કે લોકાકાશ અને જીવના પ્રદેશો બરાબર છે ૧૦૨૦ની જ છે, તે જ રીતે જિણધો] Page #518 -------------------------------------------------------------------------- ________________ તેથી સમસ્ત લોકાકાશ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે. પાંચમા સમયમાં અંતરાલના પ્રદેશોના, છઠ્ઠા સમયમાં મંથાનના પ્રદેશોના, સાતમા સમયમાં કપાટના પ્રદેશોના અને આઠમા સમયમાં દંડના પ્રદેશોનો સંકોચ કરીને એમને કેવળી જીવ પુનઃ સ્વશરીરસ્થ કરી લે છે. આ પ્રક્રિયા મોક્ષગમનથી અંતમુહૂર્ત પૂર્વ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી કર્મોની સ્થિતિ સમ થઈ જાય છે અને એમની પ્રબળતાની સાથે ઘાત પણ થઈ જાય છે. આલંકારિક ભાષામાં કહીએ તો - “જ્યારે આયુકર્મ સ્વલ્પ રહે છે અને બીજાં કર્મો વધુ રહે છે, ત્યારે આત્મા અને કર્મોમાં ભયંકર યુદ્ધ થાય છે. આત્મ-પ્રદેશ કર્મો સાથે લડવા માટે દેહની સીમા તોડીને રણભૂમિમાં ઊતરી આવે છે. આત્મા ઘણી શક્તિ સાથે લડે છે. આ યુદ્ધ થોડા ક્ષેત્રમાં ન થઈને આખા લોકક્ષેત્રને ઘેરી લે છે. આ મહાયુદ્ધમાં કર્મ મોટી સંખ્યામાં મરી જાય છે અને આત્માને ખૂબ મોટો વિજય મળે છે. બાકી બચેલાં કર્મો પણ એટલાં દુર્બળ થઈ જાય છે કે અમને ઉખાડીને ફેંકવા માટે યોગનિરોધ રૂપ ધ્યાનના સામાન્ય હવાની લહેર પણ ચાલે. લોકાગ્રમાં સ્થિતિ : સંપૂર્ણ કર્મોનો ક્ષય થયા પછી મુક્ત જીવ તત્કાળ લોકના અંત સુધી ઉપર જાય છે. એ સમયે એક સાથે એક સમયમાં ત્રણ કાર્ય થાય છે : (૧) શરીરનો વિયોગ, (૨) ઊર્ધ્વગતિ અને (૩) લોકાંત-પ્રાપ્તિ. પ્રશ્ન કરી શકાય છે કે કર્મ કે શરીર વગેરે પૌગલિક પદાર્થોની સહાયતા વગર અમૂર્ત જીવ ગતિ કેવી રીતે કરે છે? ઊર્ધ્વગતિ જ કેમ, અધોગતિ કે અવળી (ત્રાંસી) ગતિ કેમ નથી કરતા ? આનું સમાધાન એ છે કે જીવદ્રવ્ય સ્વભાવતઃ ઊર્ધ્વગમનશીલ છે. પ્રતિબંધક કર્મોના કારણે જીવ નીચી કે ત્રાંસી (અવળી) ગતિ કરે છે. કર્મ-સંગ છૂટવાથી અને બંધન તૂટવાથી કોઈ પ્રતિબંધક નથી રહેતો, તેથી મુક્ત જીવને પોતાના સ્વભાવનુસાર ઊર્ધ્વગતિ કરવાનો અવસર મળે છે. આ ઊર્ધ્વગતિ પૂર્વપ્રયોગ નિમિત્ત બને છે. જેમ કે - કુંભારનો ચાકડો - હંડો અને હાથને હટાવી લેવા છતાંય પહેલાથી પ્રાપ્ત વેગના કારણે ફરતો રહે છે. એમ જ કર્મયુક્ત જીવ પણ પૂર્વ કર્મથી પ્રાપ્ત આવેગના કારણે ઊર્ધ્વગતિ કરે છે. જીવની ઊર્ધ્વગતિ લોકાંતથી ઉપર નથી હોતી, કારણ કે એનાથી ઉપર ગતિનો ઉપખંભક ધર્માસ્તિકાય નથી. પ્રતિબંધક લેપ વગેરેના હટી જવાથી જેમ તુંબળું પાણીની ઉપર તરવા લાગે છે, એમ જ કર્મોનો લેપ હટી જવાથી આત્મા નિત્સંગ થઈને ઊર્ધ્વગમન કરે છે. જેમ કોશ(ડોડા)માં રહેલું એરંડાનું બીજ ડોડાના તૂટતા જ છટકીને ઉપર ઉછળે છે, એમ જ જીવ કર્મબંધનોથી છૂટતાં જ ઉપરની તરફ ગમન કરે છે. તથાવિધ સ્વભાવથી પણ જીવ ઊર્ધ્વગતિ કરીને લોકાગ્રમાં જઈને સ્થિત થઈ જાય છે. મોક્ષ તત્ત્વ: એક વિવેચન ૧૦૨૧ Page #519 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધશિલા : સર્વાર્થસિદ્ધ વિમાનની સૌથી ઉપરની ચૂલિકાના અગ્રભાગથી ૧૨ યોજન (જોજન) ઉપર સિદ્ધશિલા અવસ્થિત છે. આને ઈષપ્રાભાર પૃથ્વી પણ કહેવામાં આવે છે. એનાં આઠ નામો આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે : (૧) ઈલતુ (૨) ઈષપ્રાભાર, (૩) તન્વી, (૪) તનુતન્વી, (૫) સિદ્ધિ, (૨) સિદ્ધાલય, (૭) મુક્તિ અને (૮) મુક્તાલય. રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓની અપેક્ષા આ પૃથ્વી નાની છે, તેથી આને ઈષતુ કહેવામાં આવે છે. અન્ય પૃથ્વીઓની અપેક્ષા આની ઊંચાઈ થોડી (ઓછી) છે, તેથી આને ઈષપ્રાભાર કહેવામાં આવે છે. બાકી પૃથ્વીઓથી પાતળી હોવાના કારણે આને તન્વી કહેવામાં આવે છે. મક્ષિકાની પાંખથી પણ પાતળો ચરમ ભાગ હોવાથી આને તનુતન્વી કહેવામાં આવે છે. સિદ્ધક્ષેત્રની નજીક હોવાથી એનું નામ સિદ્ધિ છે, અથવા અહીં આવીને જીવો કૃતકૃત્ય થઈ જાય છે, તેથી આને સિદ્ધિ કહે છે. સિદ્ધોનું સ્થાન હોવાથી સિદ્ધાલય છે. કર્મોથી મુક્ત જીવોનું સ્થાન હોવાથી મુક્તિ અને મુક્તાલય કહેવામાં આવે છે. મનુષ્યક્ષેત્રની લંબાઈ-પહોળાઈની જેમ સિદ્ધશિલાની લંબાઈ-પહોળાઈ પણ ૪૫ લાખ યોજન છે. આનું પરિક્ષેત્ર એક કરોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ યોજન વિશેષાધિક છે. એની મધ્ય ભાગમાં આઠ યોજન ભારે ક્ષેત્ર છે. એની આગળ આ પૃથ્વીની જાડાઈ ક્રમશઃ પ્રતિયોજન અંગુલ-પૃથત્વ ઓછું થતું-થતું ચરમ ભાગમાં માખીની પાંખથી પણ ઓછી રહી જાય છે.આ પૃથ્વી ઉત્તાન છત્રના આકારમાં સ્થિત છે. એનો વર્ણ શંખ, ચંદ્રમા, ગોક્ષીર, કુંદનું પુષ્પ (ફૂલ) વગેરેથી પણ અનેકગણું શ્વેત (સફેદ) છે, એ સ્ફટિક રત્નમયી છે. આ પૃત્વીની એક યોજન ઉપર લોકનો અંત થાય છે. આ યોજનના ઉપરના કોસના છઠ્ઠા ભાગમાં જે ૩૩૩ ધનુષ અને ૩૨ અંગુલ પરિમાણ છે, સિદ્ધ ભગવાન બિરાજે છે. અવગાહના : ભવના ચરમ સમયમાં શરીરનો ત્યાગ કરીને મુક્ત જીવ મોક્ષમાં ચાલ્યો જાય છે. ત્યાં શરીરનો અભાવ હોય છે, તેથી સ્થૂળ દૃષ્ટિથી ન તો ત્યાં કોઈ સંસ્થાન જ હોય છે અને ન અવગાહના જ, પરંતુ આત્મપ્રદેશોની અવસ્થિતિના કારણે સિદ્ધોમાં અવગાહના માનવામાં આવી છે તથા “ લ્ય સંસ્થાન પણ માનવામાં આવે છે. “ હલ્થ-” છે. અર્થાત્ જેને કોઈ નિયમ આકારના રૂપમાં નથી કહી શકાતો એ સ્થિ ’ છે અર્થાત્ મુક્તજીવ ન નાનો છે, ન લાંબો છે, ન પહોળો છે, ન ગોળ છે, ન ત્રિકોણ છે, ન ચોરસ છે. એવું નથી કે - “તિ નેતિ' કહીને જ એને બતાવી શકાય છે, તેથી એને ત્થ' કહેવામાં આવ્યો છે. ચરમ અવસ્થામાં જે સંસ્થાનથી મુક્તિ પ્રાપ્ત કરી છે, એ જ સંસ્થાનમાં આત્મપ્રદેશ સ્થિત હોય છે. બતાવવામાં આવ્યું છે કે ચરમ ભવમાં જે ૧૦૨))(2, 00, 00, 000 જિણધર્મો Page #520 -------------------------------------------------------------------------- ________________ શરીરની અવગાહના થાય છે, એનાથી ત્રિભાગહીન મુક્તજીવની અવગાહના સમજવી જોઈએ. અથવા સર્વ જઘન્ય અને સર્વ ઉત્કૃષ્ટને છોડીને વચ્ચેની બધી મધ્યમા અવગાહના છે. એમાં શંકા થાય છે કે આગમમાં જઘન્યથી સાત હાથ પ્રમાણની અવગાહનાવાળાની સિદ્ધિ થવી કહેવામાં આવી છે તો બે હાથ પ્રમાણવાળા કૂર્મપુત્ર વગેરેની સિદ્ધિ કેવી રીતે સંગત થાય છે, જેની અપેક્ષાથી જઘન્ય અવગાહના કહેવામાં આવી છે ? આ પ્રશ્નનું સમાધાન કરતા કહેવામાં આવ્યું છે કે જઘન્ય સાત હાથની ઊંચાઈવાળાનું સિદ્ધ હોવું બતાવવામાં આવ્યું છે, તે તીર્થંકરની અપેક્ષાથી સમજવું જોઈએ. બાકી જીવ તો જઘન્ય બે હાથની ઊંચાઈથી પણ સિદ્ધ થઈ શકે છે. વિભિન્ન વિવક્ષાદ્ધારોથી મોક્ષ-વિવેચન : મોક્ષતત્ત્વની જાણકારી હેતુ વિવિધ દ્વારોથી નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાંથી નવ દ્વારોનું કથન આ પ્રમાણે છે : (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્ય, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) ભાગ, (૭) ભાવ, (૮) અંતર અને (૯) અલ્પબહુત્વ. (૧) સત્પંદપ્રરૂપણા : મોક્ષ એક શુદ્ધ પદ છે, તેથી એની સત્તા અવશ્ય છે. મોક્ષ પૂર્વમાં પણ હતો, વર્તમાનમાં પણ છે અને આગામી કાળમાં પણ હશે. તેથી તે સત્ છે. આકાશ-કુસુમની જેમ તે અસત્ નથી. (૨) દ્રવ્યદ્વાર : સિદ્ઘ અનંત છે. અભવ્ય જીવોથી અનંતગુણ વધુ છે. વનસ્પતિ(નિગોદ)ના જીવોને છોડીને બીજા ૨૩ દંડકોના જીવોથી સિદ્ધ અનંતગુણ છે. (૩) ક્ષેત્રદ્વાર ઃ સિદ્ધ જીવો સિદ્ધશિલાથી પણ ઉપર રહે છે, જેનું વર્ણન પહેલાં કરવામાં આવી ગયું છે. સિદ્ધશિલાની ઉપર એક યોજનના અંતિમ કોસના છઠ્ઠા ભાગમાં ૩૩૩ ધનુષ, ૩૨ અંકુલ (વેઢ) પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ જીવ રહે છે. : (૪) સ્પર્શનાદ્વાર ઃ સિદ્ધ ક્ષેત્રની આસપાસ જેટલા ક્ષેત્રને સિદ્ધ અડી રહ્યા છે, તે એમની સ્પર્શના છે. ક્ષેત્રથી કંઈક વધુ સ્પર્શના હોય છે. (૫) કાળદ્વાર : એક સિદ્ધની અપેક્ષા મોક્ષની આદિ છે, પણ અંત નથી, સર્વ સિદ્ધોની અપેક્ષા મોક્ષ અનાદિ-અનંત છે. (૬) ભાગદ્વાર : બધા જીવોની અપેક્ષાથી સિદ્ધ અનંતમો ભાગ છે અને તે લોકના અસંખ્યાતમો ભાગ સિદ્ધ ક્ષેત્રમાં રહે છે. (૭) ભાવદ્વાર : સિદ્ધોમાં ક્ષાયિકભાવ કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ વગેરે છે અને જીવત્વ વગેરે પારિણામિકભાવો છે. (૮) અંતરદ્વાર : સિદ્ધ જીવ પુનઃ પાછા નથી આવતા, તેથી અંતર નથી. મોક્ષ તત્ત્વ : એક વિવેચન ૧૦૨૩ Page #521 -------------------------------------------------------------------------- ________________ (૯) અલ્પબદુત્વહાર ઃ સૌથી ઓછો નપુંસક સિદ્ધ એનાથી સંખ્યાતગુણા સ્ત્રી સિદ્ધ અને એનાથી સંખ્યાતગુણા પુરુષ સિદ્ધ. એક સમયમાં નપુંસક ૧૦, સ્ત્રી ૨૦ અને પુરુષ ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. અન્ય વિવેક્ષાથી, ૧૨ તારોથી સિદ્ધ જીવની વિવેચના કરવામાં આવે છે. તે આ પ્રમાણે છેઃ (૧) ક્ષેત્રે (૨) કાળ (૩) ગતિ (૪) લિંગ (૫) તીર્થ (૬) ચારિત્ર (૭) પ્રત્યેક બુદ્ધ બોધિત (૮) જ્ઞાન (૯) અવગાહના (૧૦) અંતર (૧૧) સંખ્યા અને (૧૨) અલ્પબદુત્વ. જો કે બધા સિદ્ધ જીવોમાં ગતિ, લિંગ વગેરે સાંસારિક ભાવોના ન રહેવાથી કોઈ વિશેષ ભેદ નથી રહેતો, છતાં ભૂતકાળની દૃષ્ટિથી એમાં ભેદનો વિચાર કરી શકાય છે. અહીં ક્ષેત્ર વગેરે જે બાર વાતોથી વિચાર કરવામાં આવે છે, એમાંથી પ્રત્યેક વિષયમાં યથાસંભવ ભૂત અને વર્તમાન દૃષ્ટિ લગાવી દેવી જોઈએ. (૧) ક્ષેત્ર : વર્તમાન ભાવની દૃષ્ટિથી બધા મુક્ત જીવોને સિદ્ધ થવાનું સ્થાન એક જ સિદ્ધ ક્ષેત્ર છે. અર્થાત્ આત્મપ્રદેશ કે આકાશપ્રદેશ છે. ભૂત ભાવની દૃષ્ટિથી જન્માપેક્ષયા પંદર કર્મભૂમિઓથી સિદ્ધ થાય છે અને સંહરણની અપેક્ષાથી સમગ્ર મનુષ્યક્ષેત્રથી સિદ્ધ થઈ શકે છે. (૨) કાળ : વર્તમાન ભાવથી સિદ્ધ થવાનું કોઈ લૌકિક કાળચક્ર નથી, કારણ કે એક જ સમયમાં સિદ્ધ થાય છે. ભૂત ભાવથી અવસર્પિણી, ઉત્સર્પિણી, અનવસર્પિણી, અનુત્સર્પિણીમાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. સંહરણની અપેક્ષા પણ બધા કાળોમાં સિદ્ધ થાય છે. (૩) ગતિ : વર્તમાન ભાવથી સિદ્ધગતિમાં જ સિદ્ધ થાય છે. ભૂત ભાવથી અંતિમ ભવને લઈને વિચાર કરીએ તો મનુષ્યગતિથી સિદ્ધ થાય છે અને જો પૂર્વના ભવોને લઈને વિચાર કરીએ તો ચારેય ગતિઓથી સિદ્ધ થાય છે. (૪) લિંગ: વર્તમાનભાવથી અવેદી જ સિદ્ધ થાય છે. ભૂત ભાવથી સ્ત્રી, પુરુષ, નપુંસક - આ ત્રણેય વેદોથી સિદ્ધ થઈ શકે છે. જ્યારે લિંગનો અર્થ વેશ કરે છે તો વર્તમાન દષ્ટિથી વેશરહિતતાથી સિદ્ધ થાય છે. ભૂત દૃષ્ટિથી સ્વલિંગ (જૈન લિંગ), પરલિંગ અને ગૃહસ્થલિંગ - આ ત્રણેયથી સિદ્ધ થાય છે. (૫) તીર્થ : કોઈ તીર્થકર રૂપમાં અને કોઈ અતીર્થકર રૂપમાં સિદ્ધ થાય છે. અતીર્થકરમાં કોઈ તીર્થપ્રવર્તિત હોય, ત્યારે થાય છે અને કોઈ તીર્થ પ્રવર્તિત ન હોય, ત્યારે પણ થાય છે. () ચારિત્રઃ વર્તમાન દૃષ્ટિથી સિદ્ધ જીવ ક્ષાયિક* ચારિત્રી જ હોય છે. ભૂત દૃષ્ટિથી જો અંતિમ સમયને લઈએ તો યથાવાતચારિત્રી સિદ્ધ થાય છે. એના પૂર્વના સમયને લઈએ તો પાંચેય ચારિત્રોથી સિદ્ધ થાય છે. * તેરમા ગુણસ્થાનમાં પ્રગટ થયેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર તથા અનંત વીર્યરૂપ શક્તિઓ સિદ્ધોમાં પણ યથાવત્ રહે છે. [૧૦૨) છે જો આ જિણધમો) Page #522 -------------------------------------------------------------------------- ________________ (6) પ્રત્યેક બુદ્ધ બોધિત : પ્રત્યેકબોધિત અને બુદ્ધબોધિત બંને સિદ્ધ થાય છે. જે બીજાઓના ઉપદેશ વિના બોધ પ્રાપ્ત કરે છે, તે સ્વયંબુદ્ધ બે પ્રકારના છે - એક તો અરિહંત અને બીજા જે કોઈ બાહ્ય નિમિત્તથી વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ બંને પ્રત્યેક બુદ્ધ છે. જે બીજા જ્ઞાનીથી ઉપદેશ ગ્રહણ કરે છે, તે બુદ્ધબોધિત છે. એમાંથી કોઈ તો બીજાને બોધ કરાવનારા હોય છે અને કોઈ આત્મ કલ્યાણ સાધક હોય છે. (૮) જ્ઞાન : વર્તમાન ભાવથી કેવળજ્ઞાની જ સિદ્ધ થાય છે. ભૂત ભાવથી બે, ત્રણ, ચાર જ્ઞાનવાળા પણ સિદ્ધ થાય છે. (૯) અવગાહના : જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ જેટલી અવગાહનાથી સિદ્ધ થઈ શકે છે. આ ભૂત દૃષ્ટિથી સમજવું જોઈએ. વર્તમાન દૃષ્ટિથી જે અવગાહનાથી સિદ્ધ થયું હોય, એની બે તૃતીયાંશ અવગાહના હોય છે. (૧૦) અંતર : કોઈ એક જીવના સિદ્ધ થયા પછી તરત જ જ્યારે બીજો જીવ સિદ્ધ થાય છે, તો એને નિરંતર સિદ્ધ કહે છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલતી રહે છે. જ્યારે કોઈની સિદ્ધિ પછી અમુક સમય વ્યતીત થઈ જવાથી કોઈ સિદ્ધ થાય છે, ત્યારે તે અંતર સિદ્ધ કહેવાય છે. બંને વચ્ચેની સિદ્ધિનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિના હોય છે. (૧૧) સંખ્યા : એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ હોય છે. (૧૨) અલ્પબદુત્વ : ક્ષેત્ર વગેરે જે વાતોનો વિચાર કરવામાં આવ્યો છે, એમના વિષયમાં સંભાવ્ય ભેદોની પરસ્પરમાં ન્યૂનાધિકતાનો વિચાર કરવો જ અલ્પબદુત્વ છે. જેમ ક્ષેત્રસિદ્ધમાં સંકરણસિદ્ધની અપેક્ષા જન્મસિદ્ધ સંખ્યાત ગુણાધિક હોય છે. ઊર્ધ્વલોક સિદ્ધ સૌથી ઓછા, અપોલોક સિદ્ધ એનાથી સંખ્યાત ગુણ વધુ અને તિર્યકલોક સિદ્ધ એનાથી પણ સંખ્યાત ગુણાધિક હોય છે. સમુદ્રસિદ્ધ સૌથી ઓછી અને દ્વીપસિદ્ધ એમનાથી સંખ્યાત ગુણાધિક હોય છે. આમ, અન્ય કાળ વગેરેને લઈને વિચાર કરવામાં આવ્યો છે. મોક્ષના યોગ્ય અધિકારી : (૧) ભવ્યસિદ્ધિક (૨) બાદર (૩) ત્રસ (૪) સંશી (૫) પર્યાપ્ત (૬) વજઋષભનારાયસંહનની (૭) મનુષ્યગતિવાળો (૮) અપ્રમાદી (૯) ક્ષાયિક સમ્યકત્વી (૧૦) અવેદી . (૧૧) અકષાયી (૧૨) યથાખ્યાતચારિત્રી (૧૩) સ્નાતકનિગ્રંથ (૧૪) પરમ શુક્લલેશ્યાવાળો (૧૫) પંડિત વીર્યવાળો (૧૬) શુક્લધ્યાની (૧૭) કેવળજ્ઞાની (૧૮) કેવળદર્શની અને (૧૯) ચરમશરીરી જીવ મોક્ષના યોગ્ય અધિકારી છે. ( મોક્ષ તત્ત્વઃ એક વિવેચન છે જો ૧૦૨૫ Page #523 -------------------------------------------------------------------------- ________________ મુક્તાત્માનું સ્વરૂપ : ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે - असरीरा जीवघणा, उवउत्ता दंसणे य णाणे य । सागारमणागारं, लक्खणमेय तु सिद्धाणं ॥ -- મુક્ત આત્મા શરીર રહિત છે, તેથી શરીર સંબંધિત કોઈપણ પ્રકારની ઉપાધિ ત્યાં નથી, ત્યાં જન્મ નથી, જરા નથી, મરણ નથી, ભય નથી, રોગ નથી, શોક નથી, દુઃખ નથી, દારિક્ય નથી, કર્મ નથી, કાયા નથી, મોહ નથી, માયા નથી, ચાકર નથી, ઠાકર નથી, ભૂખ નથી, તૃષા નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, તે ન નાનો છે, ન મોટો છે, ન ગોળ છે, ન ચોરસ છે, ન ત્રિકોણ છે, ન સ્ત્રી છે, ન પુરુષ છે, ન નપુંસક છે, તે જ્ઞાતા છે, પરિજ્ઞાતા છે, તે જીવઘન છે (અર્થાતુ - અશુષિર આત્મપ્રદેશવાળો છે), જ્ઞાન અને દર્શનમાં હંમેશાં ઉપયુક્ત રહે છે. મુક્તાત્માની સ્થિતિનું શબ્દો દ્વારા વર્ણન નથી થઈ શકતું (શબ્દની ત્યાં ગતિ નથી, તર્ક ત્યાં સુધી નથી દોડતો, કલ્પના ત્યાં સુધી નથી ઊડતી અને બુદ્ધિ ત્યાં નથી પહોંચતી), એ દશા મૂંગાના ગોળની જેમ અનુભવગમ્ય છે. - મુક્તાત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત સુખમય, અટલ (દઢ) અવગાહનાવાળા, અમૂર્ત, અગુરુલઘુ અને અનંત વીર્યવાળા છે. તે જ્યોતિમાં જ્યોતિની જેમ એકબીજામાં સમાયેલા છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં એક અનંત સિદ્ધ છે અને જ્યાં અનંત સિદ્ધ છે ત્યાં એક સિદ્ધ છે. એકમાં અનેક અને અનેકમાં એક જ્યોતિ સ્વરૂપ સિદ્ધ પરમાત્મા છે. તે સિદ્ધ પરમાત્મા કેવળજ્ઞાન દ્વારા સંસારના સમસ્ત દ્રવ્ય પર્યાયોને જાણી રહ્યા છે અને કેવળદર્શન દ્વારા સમસ્ત દ્રવ્ય-પર્યાયોને જોઈ રહ્યો છે. તે પૌલિક સુખદુઃખોથી અતીત થઈને અનંત આત્મિક સુખોમાં લીન છે. તે અવ્યાબાધ સુખોનો નિરંતર અનુભવ કરે છે. એમના સુખની તુલના નથી થઈ શકતી. કહ્યું છે – जं देवाणं सोक्खं सव्वद्धा पिंडियं अणंत गुणं । ण य पावई मुत्तिसुहं, णंताहिं वग्गवग्गूहि ॥ सिद्धस्स सुहरासी सव्वद्धा, पिंडिओ जइ हवेज्जा । सोणंतवग्गभइओ, सव्वागासे ण माएज्जा ॥ દેવોના સુખને જો સબૈદ્ધા(સંપૂર્ણ કાલાણુઓ)થી ગુણિત કરવામાં આવે અને એના અનંત વર્ગ કરવામાં આવે અર્થાત્ એ રાશિને એ જ રાશિ(સંખ્યા)થી ગુણ્યા કરવામાં આવે અને પ્રાપ્ત ફળને પછી એ જ રાશિથી ગુણ્યા કરવામાં આવે, એમ અનંત વર્ગ કરવા છતાંય જે સુખરાશિ હોય છે, તે પણ મુક્તિના સુખની તુલ્ય નથી થઈ શકતી. (૧૦૨કો છે જે છે તે છે જિણધર્મોો] Page #524 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોની સુખ રાશિને સન્રદ્ધાથી ગુણ્યા કરવામાં આવે અને પછી એનો વર્ગમૂળ કાઢવામાં આવે, એ પ્રાપ્ત રાશિનું પુનઃ વર્ગમૂળ કાઢવામાં આવે - આમ અનંતવાર વર્ગમૂળ કાઢવાથી જે રાશિ પ્રાપ્ત થાય છે, તે પણ આખા આકાશમાં સમાઈ શકતી નથી. ઉક્ત રીતિથી સિદ્ધ જીવોના સુખને બતાવનારી કોઈ ઉપમા નથી. તે સુખ અનુપમેય અને અનુભવ વેદ્ય જ છે. છતાં ભૂલદષ્ટિએ લૌકિક ઉદાહરણ દ્વારા એને સમજાવવામાં આવ્યા છે કે કોઈ વ્યક્તિ સર્વકામગુણિત (સ્વાદિષ્ટ) ભોજન કરીને ભૂખ-તરસની વેદનાથી રહિત થઈને અમૃતથી તૃપ્ત બનીને નિરાકુળ શાંતિનો અનુભવ કરે છે, એ જ રીતે મુક્ત જીવ સદાકાળ તૃપ્ત થઈને અતુલનીય નિર્વાણ-સુખનો શાશ્વત રૂપથી અનુભવ કરે છે. તે મુક્ત જીવ અનુપમ અને અવ્યાબાધ સુખસાગરમાં લીન થઈને શાશ્વતકાળ સુધી મોક્ષમાં બિરાજમાન રહે છે. આમ, જૈન સિદ્ધાંત અનુસાર મુક્તાત્મા જીવઘન, જ્ઞાનઘન અને આનંદઘન છે. તે સત્, ચિત્ અને આનંદમય છે. સચ્ચિદાનંદમય મુક્તિને પ્રાપ્ત કરવું એ જ મુમુક્ષુઓનો સાધ્ય અને આરાધ્ય છે. અન્ય દર્શનોની દષ્ટિમાં મોક્ષ : મોક્ષ ભારતીય દર્શનનું કેન્દ્રબિંદુ છે. ભારતીય દર્શનની જો કોઈ મહત્ત્વપૂર્ણ વિશેષતા છે, જે એને પાશ્ચાત્ય દર્શનથી પૃથક (અલગ) કરે છે, તો એ મોક્ષનું ચિંતન કે પુરુષાર્થ ચતુષ્ટયમાં મોક્ષને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મ સાધન છે તો મોક્ષ સાધ્ય છે. ભારતીય વિચારધારાનો એક મહત્ત્વપૂર્ણ શબ્દ મોક્ષ છે. એને કેન્દ્રબિંદુ માનીને ભારતીય દર્શન ફૂલે-ફાલે છે. ન્યાય-વૈશેષિક દર્શન : વૈશેષિક-દર્શનના પ્રણેતા કણાદ અને ન્યાયદર્શનના પ્રણેતા અક્ષપાદ થયા છે. એમની દૃષ્ટિમાં આત્માઓ અનેક છે, જેટલાં શરીર છે એટલા આત્માઓ છે. જો એક જ આત્મા હોત તો આપણે વિરાટ વિશ્વમાં જે વિચિત્રતા તથા વિભિન્નતાઓ જોઈએ છીએ, તે નથી થઈ શકતી. મોક્ષનું સ્વરૂપ બતાવતા તેઓ કહે છે - માન્તિી દુઃનિવૃત્તિ મોક્ષ” દુઃખોની આત્યંતિક નિવૃત્તિ જ મોક્ષ છે. તે દુઃખોનો એવો નાશ છે કે ભવિષ્યમાં એમના હોવાની સંભાવના નથી રહેતી. એની પર ભાષ્ય કરતાં વાત્સ્યાયન લખે છે કે – “જ્યારે તત્ત્વજ્ઞાન દ્વારા મિથ્યા જ્ઞાન નષ્ટ થઈ જાય છે, ત્યારે એના પરિણામસ્વરૂપ બધા દોષો દૂર થઈ જાય છે. દોષો નષ્ટ થવાથી કર્મ કરવાની પ્રવૃત્તિ પણ સમાપ્ત થઈ જાય છે. કર્મપ્રવૃત્તિ સમાપ્ત થઈ જવાથી જન્મ-મરણ ચક્ર થંભી જાય છે અને દુ:ખોની આત્યંતિકી નિવૃત્તિ થઈ જાય છે. મોક્ષમાં બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, પુણ્ય, પાપ અને સંસ્કાર - આ દૂ મોક્ષ તત્ત્વ એક વિવેચન) છે જે છે Page #525 -------------------------------------------------------------------------- ________________ નવ ગુણોનો આત્યંતિક ઉચ્છેદ થઈ જાય છે. મોક્ષ તેથી ઉપાદેય છે કે એમાં કોઈપણ પ્રકારનું દુઃખ કે એનાં કારણોનું અસ્તિત્વ નથી. સાધક અનિષ્ટના પરિહાર માટે પ્રયત્ન કરે છે. અનિષ્ટનો પરિહાર થઈ જવો જ સુખ મોક્ષની સ્થિતિમાં ભાવાત્મક ચૈતન્ય કે આનંદ નથી થતો. ત્યાં જ્ઞાન અને સુખથી રહિત શુદ્ધ દ્રવ્ય રૂપથી આત્મ તત્ત્વની અવસ્થિતિ છે.” ઉક્ત વૈશેષિક-ન્યાયદર્શન અનુસાર “ર સંવિલાનથી ર વિતઃ” મોક્ષમાં ન તો જ્ઞાન છે અને ન સુખ છે. પરંતુ અન્ય વૈદિક અને જૈનદર્શનકારોનું ચિંતન એનાથી સર્વથા અલગ છે. તે જ્ઞાન અને સુખને આત્માનો આગંતુક ગુણ નથી માનતા, પણ સહજ ગુણ માને છે. તેથી મોક્ષમાં જ્ઞાન અને સુખનો નાશ નથી થતો, તેથી એ બંને ગુણો પોતાના સહજ રૂપમાં આત્માના (બન્યા) રહે છે. જો મોક્ષમાં જ્ઞાન અને સુખ જ નષ્ટ થઈ જાય છે, તો પછી કઈ વ્યક્તિ પોતાને પાષાણ-તુલ્ય અચેતન અને આનંદ રહિત બનાવવાનો પ્રયત્ન કરશે? એની અપેક્ષાથી તો સાંસારિક સ્થિતિ સારી છે, જ્યાં ક્યારેક-ક્યારેક સુખ મળે છે. મોક્ષમાં તો સુખનો પૂર્ણ અભાવ છે. ન્યાય-વૈશેષિકોની આ માન્યતાનો ઉપહાસ પણ કરવામાં આવ્યો છે. वरं वृन्दावने रम्ये, क्रोष्दृत्वेमभिवाचिंछतुम् । न तु वौशेषिकी मुक्तिं, गौतमो गन्तुमिच्छति ॥ વૃંદાવનમાં શિયાળ બની રહેવું સારું છે, પરંતુ વૈશેષિક માન્ય મુક્તિમાં જવું સારું નથી. જ્ઞાન અને સુખથી રહિત મોક્ષની કલ્પના કરવી યુક્તિસંગત નથી. આત્માના મૌલિક ગુણો જ્ઞાન તથા સુખ છે. મૌલિક ગુણનો નાશ થાવથી આત્માના જ નાશનો પ્રસંગ પ્રાપ્ત થશે. જ્ઞાનથી રહિત આત્મા કે આત્માથી રહિત જ્ઞાનની અવસ્થિતિ ક્યારેય નથી હોતી. જૈન દૃષ્ટિ અનુસાર મોક્ષમાં જ્ઞાન અને સુખની પરાકાષ્ઠા થઈ જાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય - એ અનંત ચતુષ્ટય જ તો મોક્ષને ઉપાદેય બનાવે છે. સાંખ્ય-ચોગદર્શનઃ સાંખ્ય પુરુષ અને પ્રકૃતિના દૈતનું પ્રતિપાદન કરે છે. પ્રકૃતિ અને પુરુષ, એ બંને એક બીજાથી પૂર્ણ રૂપમાં અલગ છે. સત્ત્વ, રજ અને તમ - આ ત્રણેયની સામ્યવસ્થાનું નામ પ્રકૃતિ છે. પ્રકૃતિ જ્યારે પુરુષના સાંનિધ્યમાં આવે છે તો એ સામ્યાવસ્થામાં વિકાર ઉત્પન્ન થાય છે. સંસારના બધા જડ પદાર્થો પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રકૃતિ સ્વયં કોઈનાથી ઉત્પન્ન નથી થતી. પુરુષ ન કોઈને ઉત્પન્ન કરે છે અને ન તે કોઈથી ઉત્પન્ન થાય છે. પુરુષ અપરિણામી, અખંડ અને ચેતનામય છે. બંધ અને મોક્ષ પુરુષનો નથી હોતો, વસ્તુતઃ એ બંને અવસ્થાઓ પ્રકૃતિની છે. આ અવસ્થાઓનો પુરુષમાં ઉપચાર કરવામાં આવે છે. જેમ અનંતાકાશમાં ઊડતા પક્ષીનું પ્રતિબિંબ જળમાં પડે છે, જળમાં તે જોવા મળે છે, પરંતુ તે માત્ર પ્રતિબિંબ છે. એમ જ પ્રકૃતિના બંધ-મોક્ષ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. ૧૦૨૮) છે જિણધમો) Page #526 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યદૃષ્ટિથી બંધનનું કારણ અવિદ્યા છે. પુરુષ સ્વયંને ભૂલીને પ્રકૃતિ કે એની વિકૃતિને આત્મ સ્વરૂપ સમજવા લાગે છે, એ જ સૌથી મોટું અજ્ઞાન છે. જ્યારે પુરુષ અને પ્રકૃતિની વચ્ચે ભેદજ્ઞાન હોય છે, અર્થાત્ “હું પુરુષ છું, પ્રકૃતિ નથી' ત્યારે એનું અજ્ઞાન નષ્ટ થાય છે અને તે મુક્ત થઈ જાય છે. સાંખ્યદૃષ્ટિથી પુરુષ નિત્ય મુક્ત છે. વિવેક જ્ઞાનનો ઉદય થવાથી પહેલાં પણ તે મુક્ત હતો. વિવેક જ્ઞાનનો ઉદય થવાથી એનો અનુભવ થાય છે કે એ તો ક્યારેય બંધનમાં નહોતો પડ્યો, એ તો હંમેશાં મુક્ત જ હતો, પરંતુ એને આ તથ્યનું પરિજ્ઞાન નહોતું. કેવલ્ય બીજું કંઈ જ નથી, એના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન છે. સાંખ્યદર્શન કહે છે કે - “જેમ નૃત્યાંગના રંગમંચ ઉપર પોતાનું નૃત્ય બતાવીને નિવૃત્ત થઈ જાય છે, એ જ રીતે પ્રવૃત્તિ પણ પુરુષને ભેદજ્ઞાન પ્રાપ્ત થતાં જ નિવૃત્ત થઈ જાય છે. આ જ મોક્ષ છે.” સાંખ્યદર્શનનો સાર એ છે કે - “આત્મ નિર્ગુણ છે, અકર્તા છે, ઔપચારિક ભોક્તા છે. એનો ન બંધ થાય છે અને ન મોક્ષ. પ્રકૃતિ જ બંધાય છે અને મુક્ત થાય છે.” ઉક્ત મંતવ્યને જ્યારે બુદ્ધિની કસોટી પર જોતાં એ યુક્તિસંગત પ્રતીત નથી થતું. કારણ કે જો આત્મા નિષ્ક્રિય છે, કંઈક કરતો નથી, ન તે બંધાય છે અને ન મુક્ત થાય છે, તો પછી જપ-તપ-યોગ-સાધના વગેરેની ઉપયોગિતા જ શું છે? આત્મા તો મુક્ત છે જ, પછી સાધના શા માટે ? પુરુષ ચેતન છે અને પ્રકૃતિ જડ છે. પુરુષ ચેતન થઈને પણ જાણતો નથી અને બુદ્ધિ (પ્રધાન) જડ થવા છતાંય પદાર્થોને જાણે છે. બંધ અને મોક્ષ ચેતનરૂપ પુરુષનો ન થઈને જડ રૂપ પ્રકૃતિનો થાય છે, એ બધી માન્યતાઓ વિરોધી પ્રતીત થાય છે. જો આત્માને વાસ્તવિક બંધ-મોક્ષ ન થતો હોય તો આત્માને કોઈ પ્રકારના પ્રયાસની આવશ્યકતા જ નથી, સંભવતઃ તેથી સાંખ્યોએ આત્માને અકર્તા કહ્યો છે. જૈન-દૃષ્ટિ કહે છે કે - “આત્મા કર્મોનો કર્તા છે અને એનાં શુભાશુભ ફળોનો ભોક્તા પણ છે. રાગ-દ્વેષની પરિણતિથી આત્મા બંધનને પ્રાપ્ત થાય છે અને પોતાના પુરુષાર્થથી કર્મ-બંધનોને તોડીને મુક્ત પણ થાય છે. તેથી આત્મા કર્તા છે, ભોક્તા છે અને બંધ-મોક્ષ પણ એનો જ થાય છે.” કેવલાદ્વૈતી શંકર કે અણજીવવાદી રામાનુજ તથા વલ્લભ - એ બધા મુક્તિદશામાં ચૈતન્ય અને આનંદપૂર્ણ પ્રકાશ પોત-પોતાની દૃષ્ટિથી સ્વીકાર કરે છે. બધા ઔપનિષદિક દર્શન મુક્તિ અવસ્થામાં શુદ્ધ ચેતના રૂપમાં બ્રહ્મતત્ત્વ કે જીવતત્ત્વનું અવસ્થાને સ્વીકાર કરે છે. બૌદ્ધદર્શનઃ અન્ય દર્શનોએ જેને મોક્ષ કહ્યો છે, એને બૌદ્ધદર્શને નિર્વાણની સંજ્ઞા આપી છે. બુદ્ધના અભિમતાનુસાર જીવનનું ચરમ લક્ષ્ય દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે, અથવા નિર્વાણ છે. [ મોક્ષ તત્ત્વ : એક વિવેચન ૧૦૨૯) Page #527 -------------------------------------------------------------------------- ________________ કારણ કે સમસ્ત દેશ્ય સત્તા અનિત્ય છે, ક્ષણભંગુર છે તથા અનાત્મ છે. એક માત્ર નિર્વાણ જ સાધ્ય છે. બુદ્ધે નિર્વાણને અનેક અવસરો ઉપર અવ્યાકૃત કહ્યો છે અર્થાત્ વિચાર અને વાણી એનું વર્ણન નથી કરી શકાતું. જેમ ગંગા નદીના કિનારે પડેલા રેતના કણોને ગણવું કદી સંભવ નથી, કે સાગરનાં પાણીને માપવું સંભવ નથી, એ જ રીતે નિર્વાણની અગાધતાને માપી નથી શકાતી. બુદ્ધે નિર્વાણના સ્વરૂપના સંબંધમાં કોઈ સ્પષ્ટ મંતવ્ય પ્રસ્તુત નથી કર્યું. ફળ સ્વરૂપ કેટલાક વિદ્વાનોએ નિર્વાણની શૂન્યતાના રૂપમાં વર્ણન કર્યું છે તો કેટલાક વિદ્વાનોએ નિર્વાણને પ્રત્યક્ષ આનંદદાયક બતાવ્યો છે. બૌદ્ધદર્શસંમત નિર્વાણનો અર્થ જો દીવાની જેમ બુઝાઈ જવો છે, અર્થાત્ પોતાના અસ્તિત્વનો ઉચ્છેદ કરી દેવો છે, તો પછી આ કેવી રીતે ઉપાદેય થઈ શકે છે ? કઈ સમજદાર વ્યક્તિ પોતાના જ ઉચ્છેદ માટે પ્રયત્નશીલ થઈ શકે છે ? એકાંત ક્ષણિકવાદી બૌદ્ધદર્શનમાં કોઈ સ્થિર રહેનાર તત્ત્વ છે જ નહિ, તો બંધ-મોક્ષ કોનો થાય ? જે ક્ષણે ચિત્તે બંધ કર્યો છે, એ તો બીજા જ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે, તો મુક્તિ માટે પ્રયત્ન કોણ કરશે ? જે બીજા ક્ષણે ચિત્ત પેદા થયું, એણે બંધ કર્યો નથી તો મોક્ષ કેવી રીતે થઈ છે ? આમ, આ ક્ષણિકવાદી દર્શનમાં કૃતકર્મ-પ્રણાશ અને અકૃત-કર્મભોગનો પ્રસંગ પ્રાપ્ત થાય છે તથા બંધમોક્ષની વ્યવસ્થા નથી બની શકતી. આત્માને પરિણામી નિત્ય માનવાથી જ બંધ-મોક્ષની વ્યવસ્થા સંગત થાય છે, અન્યથા નહિ. અવતારવાદી દર્શન : વૈદિક પરંપરામાં તથા બૌદ્ધ સંપ્રદાયમાં મુક્ત જીવનું પુનઃ સંસારમાં આવવું માનવામાં આવ્યું છે. ‘ગીતા’ અનુસાર ઈશ્વર અજ, અનંત અને પરાત્પર થવાથી પણ પોતાની અનંતતાને માયા-શક્તિ દ્વારા સીમિત કરીને શરીર ધારણ કરે છે. ગીતાનો ઈશ્વર અવતાર લે છે એ તેથી અવતાર લે છે કે સૃષ્ટિમાં વ્યાપ્ત અધર્મને દૂર કરીને સૃષ્ટિમાં ધર્મ તથા ન્યાયની સ્થાપના કરી શકે. જ્યારે જ્યારે ધર્મહાનિ થવા લાગે છે, ત્યારે ભગવાન અવતાર લે છે. ‘ગીતા’માં કહ્યું છે - यदा यदा हि धर्मस्थ ग्लानिर्भवति भारत । अभ्युत्थानाय धर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ બૌદ્ધ સંપ્રદાયમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે - જ્યારે-જ્યારે તીર્થની હાનિ થાય છે, ત્યારે-ત્યારે બુદ્ધનો અવતાર થાય છે.” જૈન-દૃષ્ટિથી આ અવતારવાદનું નિરસન પૂર્વમાં કરવામાં આવ્યું છે. એ અનુસાર કોઈપણ મુક્ત જીવ પછી સંસારમાં નથી આવી શકતો, કારણ કે પુનઃ સંસારમાં આવવાનું કોઈ કારણ ત્યાં શેષ નથી. મુક્ત જીવ સમસ્ત કર્મોનાં બંધનોને તોડી અને રાગ-દ્વેષને સમૂળ નષ્ટ કરીને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હવે એમાં ન રાગ છે, ન દ્વેષ, એવી સ્થિતિમાં જિણધમાં ૧૦૩૦ Page #528 -------------------------------------------------------------------------- ________________ પોતાના તીર્થની હાનિથી કે દુનિયામાં વધનારાં પાપ કે અધર્મથી એનો કોઈ સંબંધ કેવી રીતે હોઈ શકે છે ? જેનાથી પ્રભાવિત થઈને પુનઃ સંસારમાં અવતાર લે. જેમ દગ્ધ કાષ્ઠ પુનઃ કાષ્ઠ નથી થતું, જેમ દગ્ધ બીજ અંકુરને પેદા નથી કરી શકતું, એ જ રીતે જે કર્મ અને રાગ-દ્વેષ એક વાર આત્યંતિક રૂપથી બળી ચૂક્યા છે, એમનાથી ભવરૂપી અંકુર કેવી રીતે પેદા થઈ શકે છે ? તેથી જૈનદર્શન અવતારવાદમાં વિશ્વાસ નથી કરતું, પણ ઉત્તારવાદમાં વિશ્વાસ કરે છે. એ અનુસાર વ્યક્તિ વિકારોથી મુક્ત થઈને સિદ્ધ બની શકે છે, પણ સિદ્ધ જીવ વિકારગ્રસ્ત થઈને સંસારમાં નથી આવી શકતો. અહીં એ પ્રશ્ન ઊભો કરી શકાય છે કે અનંત કાળથી જીવ મોક્ષમાં જઈ રહ્યો છે અને અનંત કાળ સુધી જતો રહેશે, જો મુક્ત જીવોનું પુનઃ સંસારમાં આવવું ન માનવામાં આવે તો ક્યારેય એવી પરિસ્થિતિ બની શકે છે કે સંસાર ખાલી થઈ જાય અને સિદ્ધ-ક્ષેત્રમાં જગ્યા ન રહે. આ દોષના નિવારણ-હેતુ મુક્તિ-પ્રાપ્ત જીવોનું પુનરાગમન માનવું જોઈએ. ઉક્ત પ્રશ્નનું સમાધાન એ છે કે કાળ પણ અનંત છે, સંસારવર્તી જીવ પણ અનંત છે અને મુક્તિ પ્રાપ્ત કરનારા પણ અનંત છે. સંસારવર્તી અનંત જીવોના અનંતકાળ સુધી મુક્તિમાં ચાલ્યા જવાથી પણ સંસારમાં અનંત જીવ જ રહે છે. અનંતમાંથી અનંત કાઢવાથી પણ અનંત જ બાકી રહે છે. કહ્યું છે - શૂન્યાશૂન્યમાવાય શૂન્યમેવાવતિષ્ઠતે' શૂન્યમાંથી શૂન્ય કાઢવાથી પણ શૂન્ય જ બાકી રહે છે. તેથી અનંત સંસારના ખાલી થવાનો સવાલ જ નથી ઊઠતો. બીજી વાત એ છે કે કાળ અનંત છે - અતીત પણ અને અનાગત પણ. આત્માઓ અનંત છે. અનંત અતીતમાં પણ આ વિશ્વ આત્માઓથી ખાલી નથી થયું તો અનંત ભવિષ્યમાં પણ તે ખાલી કેવી રીતે અને કેમ થશે ? જેમ ભવિષ્યકાળનો એક ક્ષણ વર્તમાન બનીને અતીત બની જાય છે, પણ ભવિષ્ય જેમનો તેમ અનંત રહે છે. ભવિષ્યમાંથી અનંત ક્ષણ કાઢીને વર્તમાન બનીને અતીતમાં લીન થઈ રહ્યા છે, છતાં ભવિષ્ય જેમનું તેમ અનંત બન્યું રહે છે. એ ક્યારેય સમાપ્ત નથી થતું, એ જ રીતે વિશ્વાત્માઓ પણ અનંત છે, તેથી આ વિશ્વ ક્યારેય ખાલી નહિ થાય. મુક્ત જીવ જ્યોતિમાં જ્યોતિની જેમ એકબીજામાં ઓતપ્રોત છે. જેમ એક દીવાના પ્રકાશમાં લાખો દીવાઓનો પ્રકાશ પણ સમાઈ જાય છે, એ જ રીતે જ્યાં એક સિદ્ધ છે, ત્યાં અનંત સિદ્ધ પણ સમાયેલા છે. તેથી ત્યાં જગ્યાની કમીની આશંકા નિર્મૂળ છે. ઉક્ત દૃષ્ટિકોણને લઈને જૈન-સિદ્ધાંત અવતારવાદનો નિષેધ કરે છે અને ઉત્તારવાદનું સમર્થન કરે છે. જૈન પરંપરા અનુસાર આત્મા વિકૃતિથી સંસ્કૃતિમાં અને સંસ્કૃતિથી પછી પ્રકૃતિ(સ્વભાવ)માં પહોંચી જાય છે, ત્યારે વીતરાગ આત્મા સિદ્ધ બની જાય છે. રાગ-દ્વેષ વગેરે વિકારોનો સર્વથા અભાવ થવાથી એને પછી સંસારમાં આવવાનું કોઈ કારણ નથી રહેતું. તે શિવ, અચળ, અનુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ રૂપ સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરીને અનંત કાળ સુધી શાશ્વતરૂપથી જીવઘન, જ્ઞાનઘન અને આનંદઘન થઈને અવ્યવસ્થિત રહે છે. એ જ શાશ્વત મુક્તિ છે. जैनं जयतु शासनम् મોક્ષ તત્ત્વ : એક વિવેચન ૧૦૩૧ Page #529 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ શાંતિ માટે આચાર્ય શ્રી નાનેશની અમૂલ્ય દેના | સમતાદર્શન સમતા-સિદ્ધાંત-દર્શન - માનવની સમસ્ત આંતરિક ગ્રંથિઓનું વિમોચન કરતા સમ્યક લક્ષ્યને ઉજાગર કરે છે. સમતા-જીવનદર્શન - સમસ્ત માનવોના ગુણ કર્મ અનુસાર વર્ગીકરણ કરતાં-કરતાં સમતા સમાજની સર્જનામાં ભાવાત્મક એકતા પ્રતિષ્ઠાપિત કરે છે. સમતા-આત્મદર્શન - અહતા તથા મમતાના ઉભારને પ્રશમિત તથા સંશોધિત કરતાંકરતાં આત્મરૂપને વિકસિત કરે છે. સમતા-પરમાત્મદર્શન - આત્માના સર્વાગીણ સંપરિપૂર્ણ પરમાત્મ રૂપ ચરમ વિકાસને ઉલ્કાસિત કરે છે. (સમતા સમાજ-રચના) વ્યક્તિ, પરિવાર, સમાજ તથા વિશ્વમાં સ્થાયી શાંતિનો સંચાર ત્યારે સંભવ છે જ્યારે માનવ સમતા-સિદ્ધાંતને પોતાના જીવનમાં સાકાર રૂપ આપે. બધા આત્માઓને સમાન રૂપથી અસ્તિત્વ સ્વીકાર કરવાથી વિચારોમાં સમરસતા આવે છે. વિચારોના પૂર્ણ સમતામય બનવાથી ઉચ્ચારવાણીમાં સમતા અવશ્યમેવ આવશે. વાણીની સમરસતાની સાથે-સાથે આચરણના પ્રત્યેક (દરેક) પ્રસંગે સમતામયી સ્થિતિ બનવાથી વ્યક્તિ સમતામય બનશે. વ્યક્તિના સમતામય બનવાથી વ્યક્તિઓના સમૂહ રૂપ સમાજમાં સમતા વ્યાપ્ત થશે. જે “સમતા સમાજ-રચના” કહેવાશે. એ જ વિશ્વશાંતિનું અમોઘ ઉપક્રમ છે. સમાપ્ત (૧૦૩૨) 2000000000 જિણધો] Page #530 -------------------------------------------------------------------------- ________________ S: ERRO વિશ્વશાંતિ માટે આચાર્ય શ્રી નાનેશની અમૂલ્ય દેણ સમતા દર્શન સમતા સિદ્ધાંતદર્શન - માનવની સમસ્ત આંતરિક ગ્રંથિઓનું વિમોચન કરતાં સમ્યક્ લક્ષ્યને ઉજાગર કરે છે. | સમતા જીવનદર્શન - સમસ્ત માનવોના ગુણ-કર્મ અનુસાર વર્ગીકરણ કરતાં સમતા સમાજનાં સર્જનમાં ભાવાત્મક એકતા પ્રતિષ્ઠાપિત કરે છે. સમતા આત્મદર્શન - અહંતા અને મમતાના ઉભારને પ્રશમિત અને સંશોધિત કરતાં આત્મરૂપને વિકસિત કરે છે. સમતા પરમાત્મદર્શન - આત્માના સર્વાગી સંપરિપૂર્ણ પરમાત્મરૂપ ચરમ વિકાસને ઉલ્કાસિત કરે છે. સમતા સમાજ-રચના વ્યક્તિ, પરિવાર, સમાજ અને વિશ્વમાં સ્થાયી શાંતિનો સંચાર ત્યારે સંભવ છે જ્યારે માનવ સમતા સિદ્ધાંતને પોતાના જીવનમાં સાકાર રૂપ આપે. બધા આત્માઓનો સમાન રૂપથી અસ્તિત્વ સ્વીકાર કરવાથી વિચારોમાં સમરસતા આવે છે. વિચારોના પૂર્ણ સમતામય બનવાથી ઉચ્ચારવાણીમાં સમતા અવશ્યમેવ આવશે. વાણીની સમરસતાની સાથે સાથે આચરણના દરેક વળાંક પર સમતામયી સ્થિતિ બનવાથી વ્યક્તિ સમતામય બનશે. વ્યક્તિના સમતામય બનવાથી વ્યક્તિઓના સમૂહરૂપ સમાજમાં સમતા વ્યાપ્ત થશે. જે “સમતા સમાજ-રચના” કહેવાશે. આ જ વિશ્વશાંતિનો અમોઘ ઉપક્રમ છે.