________________
જેમ પ્રલયંકર શસ્ત્ર અગ્નિકાય છે. ઠીક એનાથી વિપરીત અગ્નિકાય(તેજસ્કાય)ના અસમારંભ રૂપ સંયમ છે. સંયમથી વધીને અન્ય કોઈ અશસ્ત્ર નથી થઈ શકતું અર્થાત્ અગ્નિકાય શસ્ત્ર (તેજસ્કાય) જેમ વિશ્વવર્તી સમગ્ર પ્રાણીલોક માટે ઘાતક તથા ભયાનક છે. એમ જ સમગ્ર પ્રાણીલોક માટે અભયંકર, પ્રાણરક્ષક સંયમ રૂપ અશસ્ત્ર છે. આ સંયમ રૂપ અશસ્ત્રને જેણે બરાબર જાણ્યું છે, માન્યું છે, સ્વીકાર્યું છે, એણે સમસ્ત વિશ્વનાં પ્રાણીઓની બધી વેદનાઓને જાણી છે. અને આત્મીય ભાવનાની સાથે કોઈપણ પ્રાણીને કિંચિત્ માત્ર પણ કોઈપણ પ્રકારથી કષ્ટ પરિવેદના ન આપવી, ન અપાવવી અને ન આપનારને સારો સમજવો. મન, વચન, કાયાથી, ત્રણ કરણ, ત્રણ યોગની સાથે એવા દૃઢ સંકલ્પી પુરુષ વિશ્વના નાનાં-મોટાં બધાં પ્રાણીઓના ખેદને જાણનાર હોય છે. તેથી તે ‘ખેદજ્ઞ' કહેવાય છે, જે ખેદજ્ઞ હોય છે, પ્રાણીઓનાં ખેદોત્પાદક મોટામાં મોટાં શસ્ત્રોને જાણે છે, તેથી ઉપર્યુક્ત સૂત્રમાં તીર્થેશ, પ્રભુ મહાવીરે કહ્યું છે -
जे दीहलोग सत्थस्स खेयण्णे
આચારાંગ
જે દીર્ઘલોકશાસ્ર અગ્નિ (તેજસ્કાય) તથા એનાથી થનારા સમારંભ તથા એનાથી થનારા પ્રાણીઓના ખેદ પરિતાપને જાણનાર હોય છે, એ જ અશસ્ત્ર રૂપ સંયમને જાણનાર હોય છે. જે અશસ્ર રૂપ સંયમને જાણનારો હોય છે તે દીર્ઘલોક શસ્ત્ર અગ્નિ(તેજસ્કાય)ને જાણનાર હોય છે. આમ, આ સૂત્રમાં હેતુહેતુમદ્-ભાવ સન્નિહિત છે.
જિજ્ઞાસા : પ્રસ્તુત સૂત્રમાં અગ્નિ(તેજ)ને ‘દીર્ઘલોક' શબ્દથી કેમ કહેવામાં આવ્યો ? મૂળ સૂત્રમાં અગ્નિ કે તેજસ્કાય શબ્દનો જ કેમ પ્રયોગ ન કરવામાં આવ્યો ? અથવા શું કોઈ પ્રયોજનને લક્ષ્ય કર દીર્ઘલોક' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે ? સમાધાન : જિજ્ઞાસા સમીચીન છે. પ્રસ્તુત જિજ્ઞાસાનું સમાધાન ટીકાકારે આ પ્રકારે કર્યું છે - अत्रोच्यते :
प्रेक्षापूर्व कारितया, न निरभिप्रायमेतत्कृतमिति । यस्मादयमुत्पाद्यमानो ज्वाल्यमानो वा हव्यवाहः समस्त भूतग्रामघाताय प्रवर्तते, वनस्पतिदाहप्रवृतस्तु बहुविधसत्वसंहतिविनाशकारी विशेषतः स्यात्, यतो वनस्पतौ कृमिपिपीलिका भ्रमरकपोतश्वापदादयः सम्भवति, तथा पृथ्विव्यपि तरुकोठर व्यवस्थिता स्यात् आपोप्यवश्यायरूपाः वायुरपीषच्चं चलस्वस्थिताभाव कोमल किशलयानुसारी सम्भाव्यते, तदेवमग्निसमारम्भ प्रवृत्तः एतावतो जीवान्नाशयति, अस्यार्थस्यसूचनाय दीर्घलोकशस्त्रग्रहणमकसेत्, सूत्रकार इति । तथा चोक्तं :
૦૨૮
जायतेयं न इच्छन्ति, पावगं जलइत्तए । तिक्खमन्नयरं सत्थं, सव्वओ वि दुरासयं ॥ पाईणं पडिणं वावि, उडं अणुदिसामवि । अहे दाहिणओ वावि, दहेउत्तरओ विय ॥ भूयाणमेसमाघाओ, हव्ववाहो न संसओ । तं पईवपयावट्ठा, संजओ किंचि नारंभे ॥
જિણધમ્મો