SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે વિવાહ સંબંધ સ્થાપિત કરવામાં આવે તે પરિવાર (વ્યક્તિ) સમાન કુળશીલવાળો હોવો જોઈએ. જેમાં ચરમ લક્ષ્યની સિદ્ધિમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે. આ વ્રત ત્યારે સંભવે છે જ્યારે વ્યક્તિ ગુણોની દૃષ્ટિએ જાતિ સંપન્ન તથા કુળસંપન્ન હોય. જાતિ સંપન્નતાથી તે ગુણ અપેક્ષિત છે, જે માતૃપક્ષથી આનુવંશિક રૂપમાં પ્રાપ્ત થાય, અર્થાત્ જેનો માતૃપક્ષ બધી રીતે ઉજ્વળ રહ્યો હોય. આ રીતે કુળથી પૈતૃક પક્ષની ઉજ્વળતા ગ્રહણ કરવામાં આવે છે. “કુળ” શબ્દમાં સામાન્યતઃ ઉભય પક્ષ ગ્રહીત કરવામાં આવે છે. જેનું સંતાન ઉભય પક્ષની પવિત્રતાથી સંપન્ન થાય તે ક્યારેય પણ તુચ્છ મનોવૃત્તિથી જીવનનો અપવ્યય ન થવા દેતાં તથા માનવીય જીવનના અભીષ્ટ લક્ષ્યથી પ્રતિકૂળ વ્યવહારને ત્યાજ્ય માને છે. શીલથી વ્યક્તિના સ્વભાવની શ્રેષ્ઠતા અપેક્ષિત છે, કારણ કે તે એના સમગ્ર જીવનને સ્પર્શિત કરનાર હોય છે. એના અંતર્ગત આત્મિક સિદ્ધિનું લક્ષ્ય તથા તદનુરૂપ વ્યવહાર તથા માનસિક વૃત્તિઓનો પણ સમાવેશ છે. એવી શીલવાળી વ્યક્તિને સમાન શીલની સંજ્ઞા આપી શકાય છે. એવા સમાન કુળશીલવાળી અન્ય ગોત્રીય વ્યક્તિ સાથે વિવાહ-સંબંધના વિવેકનો સંકેત આપવામાં આવ્યો છે. ગોત્રનું તાત્પર્ય અનેક રીતે લેવામાં આવે છે. અહીં અન્ય ગોત્રથી અર્થ, આનુવંશિક સંસ્કારોથી અલગ આનુવંશિક સંસ્કારોવાળા પરિજન ગ્રહણ કરવા, પ્રકરણ સંગત લાગે છે. (૪) પાપ ભીરુ પાપનું તાત્પર્ય સ્વ-પર હનનથી છે. જે કાર્ય સ્વ-પરની ઘાત કરનાર છે. જે બધા માટે દુઃખદાયી છે, બધાને અશાંતિ આપનાર, ઉદ્વિગ્નતાથી ઓતપ્રોત કરી દેનાર છે, એવું કાર્ય મારાથી ન બને એ પ્રકારે ભાવના રાખનારને પાપભીરુની સંજ્ઞા આપી શકાય છે. સગૃહસ્થ પાપથી ડરનાર હોવો જોઈએ. ચોરી, પરસ્ત્રીસેવન, ધૂત-રમણ વગેરે પાપ સકળ લોકમાં વિડંબનાનું કારણ માનવામાં આવે છે, એમનાથી સદ્ગૃહસ્થને બચવું જોઈએ. આ રીતે મદ્ય-માંસ વગેરેનું સેવન વગેરે શાસ્ત્ર નિરૂપિત નરક વગેરે યાતનાનાં કારણભૂત પાપોથી સગૃહસ્થ જરૂર દૂર રહેવું જોઈએ. પાપભીરુ હોવાથી ધર્માધિકારિત્વની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિને પાપોથી ડર નથી હોતો, તે ધર્મના સામે નથી થઈ શકતો. આ દૃષ્ટિથી પાપ ભીરુતાને માર્ગાનુસારીનું કર્તવ્ય માનવામાં આવે છે. (૫) પ્રસિદ્ધ દેશાચારનો પાલક : આમાં પ્રસિદ્ધ અને દેશાચાર” એ બે શબ્દો વ્યવહત થયા છે. દેશાચારનું તાત્પર્ય - દેશમાં વસનારા બધા માનવોના હિતકર વ્યવહારથી લેવું જોઈએ. દેશ હિતકારી આચાર સંહિતા જ પ્રસિદ્ધિ પામે છે. તેથી એવા આચારનું પાલન કરવામાં તત્પર થવું. જે દેશમાં જે પ્રકારનો આચાર-વિચાર, ખાન-પાન, વેશભૂષા, રીતિરિવાજ, શિષ્ટ-સજ્જન પુરુષો દ્વારા આચરણ હોય, એમનું પાલન કરવું સગૃહસ્થનું કર્તવ્ય છે. એનાથી વિપરીત આચરણ કરવાથી ક્ષેત્રીય જનતાનો વિરોધ થઈ શકે છે. જેનાથી અનિષ્ટની સંભાવના રહે છે. તેથી એનાથી બચવા હેતુ પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવું માર્ગાનુસારીનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. (૬) અવર્ણવાદી ન હોવું માર્ગાનુસારી સગૃહસ્થ પરાઈ નિંદાથી બચવું જોઈએ. કોઈનો પણ અવર્ણવાદ (નિંદા) કરવી બહુદોષનું કારણ હોય છે. શાસ્ત્રકારોએ પર-નિંદા અને આત્મા પ્રશંસાને નીચ ગોત્રના બંધનું કારણ કહ્યું છે. જેમ કે - (જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ છે ૫૯૦)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy