SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ લાવ્યા. (જીવના ટુકડા ન થવાના કારણે “નો' શબ્દનો દેશ નિષેધ અર્થ સંભવ નથી. તેથી સર્વ નિષેધ સમજીને દેવ બીજી વાર પથ્થર લઈ આવ્યા.) નોઅજીવ માંગવાથી શુકસારિકા લાવ્યા. આ રીતે જીવ વિષયક ચાર પ્રશ્ન હોવા છતાં પણ બે જ પદાર્થ ઉપલબ્ધ થયા - જીવ અને અજીવ, ત્રીજી કોઈ વસ્તુ ન મળી. આનાથી સિદ્ધ થાય છે કે બે જ પ્રકારની રાશિઓ છે. ષડુક અપર નામ રોહગુપ્તનો ત્રિરાશિક સિદ્ધાંત ન તો શાસ્ત્ર સંમત છે અને ન તર્ક સંમત છે. કોઈ નય વિશેષને લઈને આવું કથન કરવામાં આવે તો પણ તે સર્વનય સંમત ન હોવાથી મિથ્યા જ છે. જૈન સિદ્ધાંત સર્વ નય સંમત તત્ત્વને જ સમ્યક માને છે, એકાંતને નહિ. તેથી બે જ રાશિઓ માનવી જોઈએ. ગોષ્ઠામાહિલનો અબદ્ધવાદ : વીર નિર્વાણના ૫૮૪માં દશપુર નગરમાં સાતમા નિ~વ ગોષ્ઠામાહિલ થયા. દશપુર નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. કદ્રસોમા નામની તેની પત્ની જૈન-શ્રાવિકા હતી. તેને રક્ષિત નામનો પુત્ર હતો. તેણે આચાર્ય તોસલિપુત્રની પાસે દીક્ષા લીધી. યથાક્રમ ૧૧ અંગ વાંચી લીધા અને બારમા દૃષ્ટિવાદ પણ જેટલા ગુરુની પાસે હતા વાંચી લીધા. બાકી બચેલું આર્ય વૈરસ્વામીની પાસેથી જાણી લીધું. રક્ષિત નો પૂર્વ અને ચોવીસ યાવિકોમાં પ્રવીણ થઈ ગયો. કેટલાક દિવસો પછી માતા દ્વારા મોકલેલ ફલ્યુરક્ષિત નામનો તેનો ભાઈ તેને બોલાવવા માટે આવ્યો. રક્ષિતના ઉપદેશથી ફલ્યુરક્ષિત પણ દીક્ષિત થઈ ગયો. કાળાંતરે બંને ભાઈ માતા-પિતાની પાસે આવ્યા. આર્યરક્ષિતના ઉપદેશથી તેનાં માતા-પિતા, મામા ગોષ્ઠામાહિલ વગેરે દીક્ષિત થયાં. આ પ્રકારે આર્યરક્ષિતસૂરિના ગચ્છ ખૂબ મોટા થઈ ગયા. તેના ગચ્છમાં ચાર પ્રકારના સાધુ હતા - (૧) દુર્બલિકા પુષ્પમિત્ર (૨) વિદ્ય (૩) ફલ્યુરક્ષિત (૪) ગોષ્ઠામાહિલ. | દુર્બલિકા પુષ્પમિત્રએ ૯ પૂર્વ વાંચી લીધા હતા. વિધ્યને વાચના આપતા સમયે તેમના નવમા પૂર્વ વિસ્મૃત થવા લાગ્યું. ત્યારે આર્યરક્ષિતે વિચાર્યું - “આવા પ્રતિભા સંપન્ન પ્રાજ્ઞ સાધુ પણ આ રીતે સૂત્રપાઠ ભૂલી જાય છે તો અન્યના માટે તેને ધારણ કરવું કઠિન થશે.” તેથી તેમણે અનુયોગાનુસાર અલગ-અલગ આગમ વ્યવસ્થાપિત કર્યા. કોઈ સમયે તે આર્યરક્ષિત સૂરિ વિહાર કરતા મથુરા પહોંચ્યા. આ બાજુ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી તીર્થકરની પાસે નિગોદ વક્તવ્યતા સાંભળી સૌધર્માધિપતિ શક્ર વિસ્મિત થયા. તેમણે પૂછ્યું - “ભગવન્! શું ભરત ક્ષેત્રમાં આ સમયે નિગોદને જાણનાર અને પ્રરૂપણા કરનાર કોઈ છે ?” ભગવાને ઉત્તર દીધો - “ભરત ક્ષેત્રમાં આર્યરક્ષિત સૂરિ નિગોદની પ્રરૂપણા કરનાર છે.” વિસ્મય અને ભક્તિથી યુક્ત ઇન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને અન્ય સાધુઓ ગોચરી વગેરે જવાથી આર્યરક્ષિતની પાસે આવ્યા. તેણે વંદન કરીને કહ્યું – “ભગવાન મને અસાધ્ય વ્યાધિ છે અને હું અનશન કરવા ઇચ્છું છું, તો કૃપા કરીને બતાવો કે મારી આયુ કેટલી છે?” આર્યરક્ષિત આયુ શ્રેણી પર ઉપયોગ લગાવીને જોયું તો તેને જ્ઞાત થયું કે - “આ બ્રાહ્મણ નથી, પરંતુ ઇન્દ્ર છે.” ( સપ્ત નિન્દવાપ૪૯)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy