SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ એમણે કહ્યું - “તમે ઇન્દ્ર છો.’’ શકે કહ્યું - ‘“મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના મુખથી તમારા વિષયમાં સાંભળી-સાંભળીને અહીં આવ્યો છું.’ નિગોદના વિષયમાં શકે પ્રશ્ન પૂછ્યા અને આચાર્યે તેને વિસ્તારથી સમજાવ્યું. ઇન્દ્ર પ્રણામ કરીને જવા લાગ્યા, ત્યારે આચાર્યે કહ્યું “થોડી વાર વધુ રોકાવો તેથી શિષ્ય આવી જાય અને તે પણ પણ જાણી લે કે વર્તમાન સમયમાં પણ દેવેન્દ્રનું આગમન થાય છે. આવું જાણીને તેઓ ધર્મમાં દૃઢ બનશે.” ઇન્દ્રે કહ્યું - “ભગવન્ ! આ તો ઠીક છે. પરંતુ મારા સ્વાભાવિક સ્વરૂપને જોઈને અલ્પ સત્વવાળા સાધુ નિદાન કરી લેશે.” ત્યારે આચાર્યે કહ્યું - “કોઈ એવું ચિહ્ન સ્થાપિત કરો જે તમારા આગમનનું પ્રતીક હોય.'' ઇન્દ્રે ઉપાશ્રયના દ્વાર બીજી તરફ કરી દીધા અને ચાલ્યા ગયા. સાધુ ગોચરીથી પાછા ફર્યા અને ઉપાશ્રયનું મુખ અન્ય દિશામાં જોઈને વિસ્મિત થયા. આચાર્યે એમને શક્રના આગમનની વાત કહી. કાળાંતરે આચાર્ય આર્યરક્ષિત વિચરતા દશપુર આવી ગયા. આ બાજુ મથુરા નગરીમાં નાસ્તિક મતની પ્રરૂપણા કરનાર કોઈ વાદી ઊભો થયો. ત્યાં તેના પ્રતિવાદ કરનાર કોઈ ન હતું. મથુરાનો સંઘ આર્યરક્ષિત સૂરિની પાસે આવ્યો, અને તે વાદીને પ્રતિવાદ કરવા માટે મથુરા પધારવાનું નિવેદન કર્યું. આચાર્યે વૃદ્ધાવસ્થાના કારણે સ્વયં ન જતા ગોષ્ઠામાહિલને મથુરા મોકલ્યા. ગોષ્ઠામાહિલે મથુરા પહોંચીને વાદીને પરાજિત કર્યો. શ્રાવકોએ એમના ચાતુર્માસ મથુરામાં જ કરાવ્યા. આ બાજુ આર્યરક્ષિત સૂરિએ પોતાના પાટ પર દુર્બલિકા પુષ્પમિત્રને સ્થાપિત કરવાનો નિશ્ચય કર્યો. અન્ય સાધુગણ ગોષ્ઠામાહિલ અથવા ફાલ્ગુરક્ષિતને આચાર્ય બનાવવા ઇચ્છતા હતા. આચાર્ય મહારાજે સંઘને એકત્રિત કરીને કહ્યું - જુઓ, ત્રણ પ્રકારના ઘડા પડ્યા છે. એકમાં ચણા ભરેલા છે, એકમાં તેલ અને ત્રીજામાં ઘૃત. આ ઘડાઓને ઊંધા કરવાથી ચણાવાળો ઘડો છે તે બિલકુલ ખાલી થઈ જશે. તેમાં કાંઈ નહિ બચે. તેલના ઘડામાં થોડું તેલ લાગેલું રહેશે. ઘીના ઘડામાં ઘણું બધું ઘી લાગેલું રહે છે. એવી રીતે દુર્બલિકા પુષ્પ મિત્રે મારું બધુ જ્ઞાન શીખી લીધું છે. હવે મારી પાસે તેને શિખવાડવા કશું બચ્યું નથી. તેથી હું હવે તેના માટે ચણાના સમાન થઈ ગયો છું. ફલ્ગુરક્ષિતને વાંચના આપવા માટે તેલ ઘટ તુલ્ય છે. ગોષ્ઠામાહિલના માટે હું ધૃત-ઘટ-કલ્પ છું. તેથી દુર્બલિકા પુષ્પમિત્રને આચાર્ય પદ પર સ્થાપિત કરું છું.” સંઘે આચાર્યના વચનનો અંગીકાર કર્યો. આચાર્ય મહારાજ સ્વર્ગે સિધાવી ગયા. સંઘે દુર્બલિકા પુષ્પમિત્રને નવા આચાર્ય બનાવી દીધા. આ બાજુ ગોષ્ઠામાહિલે સાંભળ્યું કે - ‘આચાર્યે દુર્બલિકા પુષ્પમિત્રને આચાર્યપદ પર સ્થાપિત કરી દીધા છે.’ આ સાંભળીને તે ખૂબ ખિન્ન થયા અને પૃથક્ ઉપાશ્રયમાં રોકાયા. અન્ય સાધુઓએ કહ્યું કે - “તમે તે જ ઉપાશ્રયમાં રોકાવ, અન્યત્ર કેમ રોકાવો છો ?’' ગોષ્ઠામાહિલ ન માન્યો. તે અલગ ઉપાશ્રયમાં રહીને સાધુઓને પોતાના પક્ષમાં કરવાના પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ તે તેમાં સફળ ન થયો. ૫૫૦ જિણધમ્મો
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy