SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ દોષ થઈ ગયો હોય તો એને નમ્રતાપૂર્વક સૂચિત કરીને ભવિષ્ય માટે સાવધાન કરવામાં આવે, પણ એના બદલે બીજાના દોષોનો ઢંઢેરો પીટતા ફરવું કે મીઠું-મરચું નાખીને તલને તાડ બતાવવું, પરસ્પર એકબીજાને ભીડાવવાનું કાર્ય કરવું કે ચાપલુસી કરતા રહેવું નીચતાપૂર્ણ કાર્ય છે. આજના પ્રચારના યુગમાં કોઈ વ્યક્તિને લોકોની નજરોમાં પાડવા માટે એના પર ખોટું દોષારોપણ કરવાનું કામ ખૂબ આસાન થઈ ગયું છે અને આ પ્રવૃત્તિ વધી પણ રહી છે. પરંતુ આ બહુ ઘાતક છે. તલવારનો ઘા તો મલમપટ્ટીથી સારો થઈ શકે છે, પરંતુ ખોટા કલંકનો ઘા એટલો ઊંડો તથા ભયંકર હોય છે કે જિંદગીભર તે નથી મટતો. તેથી કોઈ પર ખોટું કલંક લગાવવું બહુ ધૃણિત કાર્ય છે. સત્ય વ્રતધારી શ્રાવકને આ દોષથી અવશ્ય બચવું જોઈએ. આખો સંસાર એવું કરે છે, એ વિચારવું ખોટું છે. સંસાર સુધરે કે ન સુધરે, શ્રાવકે પોતાના કર્તવ્યનું પાલન કરતા રહેવું જોઈએ. શ્રાવકે એ વિચારવું જોઈએ કે - “આ સાધારણ વ્યક્તિ નથી, વ્રતધારી શ્રાવક છે.” તેથી એણે તો ખૂબ સાવધાન રહીને આ દોષથી બચવું જ જોઈએ. સામાન્ય માણસની જેમ એણે કોઈના પ્રત્યે દોષારોપણ ન કરવું જોઈએ. (૨) રહસ્યાભ્યાખ્યાન : કેટલીક વ્યક્તિ એકાંતમાં બેસીને કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વિચાર કરી રહી હોય, એ સમયે ખોટું અનુમાન બાંધીને કે કલ્પનાના સહારે આ ટકળબાજી લગાવીને એનો ઢંઢેરો પીટવો કે એ તો અમુક વ્યકિત વિશે કે અમુક વાત પર ગુપ્ત મંત્રણા કરી રહ્યા હતા. અનુમાન અનેક વાર ખોટું સાબિત થાય છે. જ્યાં સુધી કોઈ વિષયમાં પૂરો નિર્ણય ન કરી લેવામાં આવે ત્યાં સુધી એના વિષયમાં ખોટી ધારણા બનાવી લેવી, મનમાં પૂર્વાગ્રહની ગાંઠ બાંધી લેવી કે લોકોમાં ખોટી વાતો ફેલાવવી, અસત્યનો ભયંકર દોષ છે. આજકાલ ઘણા લોકોમાં આ આદત છે કે જ્યારે તે કોઈ સ્ત્રી-પુરુષને, ચાહે તે પરસ્પર ભાઈ-બહેન જ હોય, કોઈ વાર્તાલાપ કરતાં દેખાય તો એના પ્રતિ સંદેહ કરવા લાગે છે, ખોટી વાતો ઉડાવવામાં પણ તે ડરતા નથી, એમના પર કલંક લગાવી નીચું દેખાડવાની અવધિ સુધી તેઓ પહોંચી જાય છે. પણ વિચારશીલ વ્યક્તિઓએ એમના ચક્કરમાં ન આવવું જોઈએ કે ન સ્વયં એવા કુવિચાર કે મિથ્થા સંદેહ કરવો જોઈએ. પ્રશ્ન થઈ શકે છે કે પ્રથમ અતિચારમાં પણ કલંક લગાવવાની વાત કહી છે અને આમાં પણ લગભગ એ જ વાત છે, તો એમાં શું અંતર છે? જવાબ એ છે કે પહેલા અતિચારમાં એકદમ દોષારોપણ કરવામાં આવે છે અને આ બીજા અતિચારમાં કોઈ પ્રકારનો સંદેહ કરીને દોષારોપણ કરવામાં આવે છે. વ્રતધારી શ્રાવકને જોઈએ કે તે કોઈને એકાંતમાં ચર્ચા કરતા જોઈને એમના ઉપર કોઈ પયંત્ર કરવાનું દોષારોપણ ન કરે અથવા એમના પ્રત્યે સ્વયં સંદેહ ન કરે અને ન કોઈ પ્રકારનું કલંક લગાવે. કોઈની ગુપ્ત વાતને પ્રગટ કરવી પણ આનો અર્થ મનાય છે. (૮) છે જે છે તે જ છે તે છે કે જિણો )
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy