SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રીય ભાષામાં વ્રતભંગના સંકલ્પથી લઈને વ્રતભંગ થવાની સ્થિતિ સુધી ચાર કક્ષાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર કહેવામાં આવ્યા છે. વ્રતી વર્લ્ડનીય કાર્ય કરવાનો સંકલ્પ (વિચાર) કરે છે, તો તે અતિક્રમ કહેવામાં આવે છે. એના પછી તે એ વિચાર અનુસાર સાધન એકત્રિત કરે છે, તે વ્યતિક્રમ છે. વ્રતભંગની તૈયારી લગભગ થઈ ગઈ હોય, પરંતુ જ્યાં સુધી વ્રતભંગ કરી લેવામાં ન આવે ત્યાં સુધી તે અતિચાર છે અને જ્યાં વ્રતભંગ કરી લેવામાં આવે છે તો તે અનાચાર થઈ જાય છે. આ ક્રમમાં અતિચારનો ત્રીજો નંબર છે. તાત્પર્ય એ થયું કે અતિચારોથી વ્રત પૂર્ણતઃ ભંગ તો નથી થતું, પરંતુ એની તૈયારી થઈ જાય છે. તેથી શાસ્ત્રકારોએ અતિચારોથી બચવા માટે પુનઃ પુનઃ નિર્દેશ આપ્યો છે. શાસ્ત્રકારે ‘આવશ્યક સૂત્ર'માં સત્યાણુ વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે, તે આ પ્રકારે છે - थूलगमुसावाय वेरमणस्स समणोवसएणं इमे पंच अइयारा जाणियव्वा न સમાયરિયવ્વા સંગહા-સહસ્સેમાળે, રહસ્યમવાળે, સવાર-મંત-મેપ, મોસોવણ્યે, कूडलेह करणे । આવશ્યક સૂત્ર શ્રાવકે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ, પરંતુ એમનું આચરણ ન કરવું જોઈએ. તે પાંચ અતિચાર આ પ્રકાર છે - (૧) સહસાભ્યાખ્યાન, (૨) રહસ્યાભ્યાખ્યાન, (૩) સ્વદાર મંત્ર ભેદ, (૪) મૃષોપદેશ અને (૫) ફૂટ લેખકરણ. શ્રાવકે આ પાંચેય અતિચારોથી બચવું આવશ્યક છે. (૧) સહસાભ્યાખ્યાન ઃ સત્યાસત્યનો નિર્ણય કર્યા વગર આવેશ, પૂર્વાગ્રહ, દ્વેષ, ક્રોધ, અહંકાર કે લોભને વશ કોઈ વ્યક્તિ પર અકસ્માત દોષારોપણ કરી દેવું, ખોટું કલંક લગાવી દેવું સહસાભ્યાખ્યાન નામનો અતિચાર છે. જેમ કોઈ સતી કે પતિવ્રતા નારીને કુલટા કહેવી અથવા કોઈ વ્યક્તિ પર ચોરી, વ્યભિચારી કે અન્ય કોઈ પ્રકારનું દોષારોપણ કરવું. ઘણી વાર આંખે દેખેલી વાત પણ અસત્ય નીકળે છે, ઘણી વાર લોકો કોઈના દ્વારા સાંભળેલી વાત ઉપરથી કોઈપણ નિર્ણય કર્યા વગર તરત જ એ વ્યક્તિ પર કલંક લગાવી દે છે, કે એની નિંદા કે ચાપલુસી કરવાનું શરૂ કરી દે છે. અનેક વ્યક્તિ પોતાની કલ્પનાના સહારે ખોટી વાતો ઘડી કાઢે છે. કેટલીક વ્યક્તિ સંત-મહાત્માઓ ઉપર પણ કોઈ ચોક્કસ પુરાવા વગર ખોટું દોષારોપણ કરી દે છે. સાચો રસ્તો તો એ છે કે જો કોઈને કોઈ વ્યક્તિ વિશે કોઈ પ્રકારની શંકા હોય તો એ જ વ્યક્તિને એ વિષયમાં હિતબુદ્ધિથી સ્પષ્ટીકરણ કરી લેવું જોઈએ. એવું ન કરીને પોતાની ખોટી અને અનિર્ણિત વાત કોઈ બીજાથી કહેવી, બીજાનું ત્રીજાને કહેવું, આમ ખોટી વાતની પરંપરા ચાલી નીકળે છે, જે સંબંધિત વ્યક્તિના પ્રત્યે ગંભીર અન્યાય કરે છે. એવું કરવું બહુ મોટું અસત્ય છે. એનાથી અનેકવાર કુલીન વ્યક્તિ મિથ્યા કલંકને સહન ન કરી શકવાના કારણે આત્મહત્યા કરી બેસે છે. સંભવતઃ કોઈ કારણવશ કોઈ વ્યક્તિથી કોઈ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત ૬૮૫
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy