________________
ભય પેદા કરનાર વ્યાપારોથી હટાવીને પ્રશસ્ત અર્થાત્ પાપરહિત, અસાવધ, અક્રિય, ફ્લેશ રહિત, આસ્રવ રહિત, અપીડાકારી અને અભયકારી વ્યાપારોમાં લગાવવું મન વિનય છે.
(૫) વચન વિનય : આચાર્ય વગેરેના વચનથી વિનય કરવો, વચનની અશુભ પ્રવૃત્તિઓને રોકવી અને એને શુભ પ્રવૃત્તિઓમાં લગાવવી વચન વિનય છે. વચનની અપ્રશસ્ત પ્રવૃત્તિ અર્થાત્ પાપમય, સાવદ્ય, સક્રિય, સક્લેશ, આસ્રવકારી, પીડાકારી અને ભયકારી વચન પ્રવૃત્તિને રોકીને પાપ રહિત, નિરવદ્ય, અક્રિય, ક્લેશ રહિત, આસ્રવ રહિત, અપીડાકારી અને અભયકારી વચન બોલવા વચન વિનય છે.
(૬) કાય વિનય : શરીરથી આચાર્ય વગેરેનો વિનય કરવો અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકીને એને શુભ પ્રવૃત્તિઓમાં લગાવવી કાય વિનય છે. કાયાની અશુભ પ્રવૃત્તિ અર્થાત્ અસાવધાનીથી ચાલવું, અસાવધાનીથી ઊભા રહેવું, અસાવધાનીથી બેસવું, અસાવધાનીથી ઊંઘવું, અસાવધાનીથી ઉલ્લંઘન કરવું, અસાવધાનીથી પુનઃ પુનઃ પ્રલંઘન કરવું અને અસાવધાનીથી કરવામાં આવતી બધી ઇન્દ્રિયો તથા યોગોની પ્રવૃત્તિઓને રોકીને સાવધાનીપૂર્વક ચાલવું, ઊભા રહેવું, બેસવું, ઊંઘવું, કૂદવું, પુનઃ પુનઃ કૂદવું અને સાવધાનીપૂર્વક ઇન્દ્રિય તથા યોગોને શુભ પ્રવૃત્તિમાં લગાવવી કાય વિનય છે. કહ્યું છે -
मणवयकाइय विणओ आयरियाईणं सव्व कालं पि । अकुसलाण निरोहो कुसलाणमुईरणं तह यं ॥
- ઠાણાંગ ટીકા અર્થાત્ આચાર્ય વગેરેનો સર્વકાળ મન-વચન-કાયથી વિનય કરવો તથા અકુશળ પ્રવૃત્તિનો નિરોધ અને કુશળ પ્રવૃત્તિનું પ્રવર્તન મન-વચન-કાયનો વિનય છે.
(૭) લોકોપચાર વિનય : લૌકિક વ્યવહાર રૂપ વિનયને લોકોપચાર વિનય કહે છે. એના સાત પ્રકારો છે : (૧) અભ્યાસવર્તિત્વ : શ્રુત વગેરેના અભિલાષીને આચાર્ય વગેરેના સમીપ
રહેવું જોઈએ. (૨) પરચ્છન્દાનવર્તિત્વ આચાર્ય વગેરેના અભિપ્રાયની અનુકૂળ ચાલવું જોઈએ. (૩) કાર્યહેતતા આચાર્ય વગેરેએ શ્રુતનું દાન કર્યું છે, તેથી એમની પ્રત્યે કૃતજ્ઞતા
વ્યક્ત કરવા માટે એમનો વિશેષ વિનય કરવો જોઈએ (૪) કૃતપ્રતિકૃતિતા : ઇષ્ટ ભક્ત વગેરે દ્વારા ગુરુ વગેરેની સેવા કરવાથી ગુરુ
પ્રસન્ન થઈને શ્રતરત્નનું દાન કરશે, આ અભિપ્રાયથી આચાર્ય વગેરેની ઈષ્ટ
ભોજન વગેરે દ્વારા સેવા કરવી જોઈએ. પ્રત્યુપકારની ભાવનાથી વિનય કરવો. (૫) માર્તગવેષણતા : રોગ વગેરેથી પીડિત થવાથી ઔષધિ વગેરેની ગવેષણા
કરીને લાવવી. પીડિતનો ઉપકાર કરવો. [ આવ્યંતર તપ છે જે છે છે તે છે
લ૯)