________________
(૧) દર્શનાધિકોનો સત્કાર કરવો, (૨) એમના આવવાથી ઊભા થઈ જવું, (૩) એમનું વસ્ત્ર વગેરેથી સન્માન કરવું, (૪) “પધારો આસન ગ્રહણ કરો' એવું નિવેદન કરવું, (૫) આસન પ્રદાન કરવું, (૬) એમના ગુણોનું કીર્તન કરવું કે દ્વાદશાવર્ત વંદન કરવા, (૭) હાથ જોડવા, (૮) એમને આવતા જોઈ સામે જવું, (૯) એમના સ્થિત થવાથી પર્યાપાસના કરવી અને (૧૦) એના જવાથી થોડા દૂર પહોંચાડવા જવું - આ દસ પ્રકારના શુશ્રુષા વિનય છે. અનાશાતના વિનયના પિસ્તાલીસ ભેદો:
(૧) તીર્થકરની આશાતના ન કરવી. (૨) તીર્થકર પ્રરૂપિત ધર્મની આશાતના ન કરવી. (૩) આચાર્યની આશાતના ન કરવી. (૪) વાચક(ઉપાધ્યાય)ની આશાતના ન કરવી.
(૫) સ્થવિર (સાઠ વર્ષની ઉંમરવાળા વયઃ સ્થવિર, વિસ વર્ષની દીક્ષાવાળી દીક્ષા સ્થવિર અને ઠાણાંગ સમવાયાંગના સૂત્રાર્થધારી, શ્રુત સ્થવિરની) આશાતના ન કરવી.
(૬) કુલ(એક જ ગુરુનો શિષ્ય-સમુદાય)ની આશાતના ન કરવી. (૭) ગણ (અનેક ગુરુઓના શિષ્ય-સમુદાય)ની આશાતના ન કરવી. (૮) સંઘ(સમસ્ત સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા)ની આશાતના ન કરવી. (૯) સાંભોગિક (એક સમાચારીવાળાં) સાધુ-સાધ્વીઓની આશાતના ન કરવી. (૧૦) ક્રિયાવાદીઓ (શાસ્ત્રોક્ત ક્રિયા કરનારાઓ)ની આશાતના ન કરવી. (૧૧) મતિજ્ઞાનીઓની આશાતના ન કરવી. (૧૨) શ્રુતજ્ઞાનીઓની આશાતના ન કરવી. (૧૩) અવધિજ્ઞાનીઓની આશાતના ન કરવી. (૧૪) મન:પર્યયજ્ઞાનીઓની આશાતના ન કરવી. (૧૫) કેવળજ્ઞાનીઓની આશાતના ન કરવી.
ઉક્ત પંદર દર્શન ગુણાધિકોની અનાશાતના-ભક્તિ કરવી, બહુમાન કરવું અને વર્ણવાદ કરવો. આમ, ૧૫X૩=૪૫ ભેદ અનાશાતના વિનયના થાય છે. ધર્મસંગ્રહમાં ભક્તિ, બહુમાન અને વર્ણવાદને અલગ-અલગ બતાવ્યા છે. હાથ જોડવા વગેરે બાહ્ય આચારોને ભક્તિ કહી છે, હૃદયમાં શ્રદ્ધા અને પ્રીતિ બહુમાન છે અને ગુણોનું કીર્તન કરવું વર્ણવાદ છે.
(૩) ચારિત્ર વિનય : સામાયિક વગેરે પાંચ ચારિત્રો ઉપર શ્રદ્ધા કરવી, કાયા દ્વારા એમનું પાલન કરવું, ભવ્યજનો સમક્ષ એમનું પ્રરૂપણ કરવું વગેરે ચારિત્ર વિનય છે. સામાયિકચારિત્ર વિનય, છેદોપસ્થાપનીય ચારિત્ર વિનય વગેરેના રૂપમાં એના પાંચ ભેદો છે.
(૪) મન વિનય : આચાર્ય વગેરેનો સર્વકાળ મનથી વિનય કરવો, મનની અશુભ પ્રવૃત્તિઓને રોકવી અને એને શુભ પ્રવૃત્તિઓમાં લગાવવી મન વિનય છે. મનને અપ્રશસ્ત અર્થાત્ પાપમય, સાવદ્ય, સક્રિય, સક્લેશ, આસવકારી, પરેશાનીમાં નાખનાર અને જીવને (૯૬૮)DOD જિણધમો)