________________
પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરવાનો ઉદ્દેશ્ય આત્મ-શોધનનો હોવો જોઈએ. આ જ ભાવના સાથે નિષ્કપટ આલોચના કરવી જોઈએ અને અતિચારોની શુદ્ધિ માટે સરળ ભાવથી પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરવું જોઈએ. આત્મ-શોધન માટે પ્રાયશ્ચિત્ત એક સફળ ઉપાય છે. અપરાધ કરીને એનો સ્વીકાર કરવો અને એના માટે દંડ સ્વીકાર કરવો એક મુશ્કેલ ક્રિયા છે, તેથી આને આત્યંતર તપ માનવામાં આવ્યું છે. ૨. વિનય :
વિનયની વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે . “વિનીયતે મ9B%ાર નેતિ વિનાઃ” - જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરવામાં આવે છે, એ વિનય છે. આની પ્રવૃત્તિ-નિમિત્ત અર્થ છે - ગુણીજનો અને શ્રેષ્ઠજનોના પ્રત્યે યથોચિત્ત સન્માનપૂર્ણ વ્યવહાર કરવો, એમને હાથ જોડવા, સન્મુખ જવું, વંદના-પર્યાપાસના કરવી, એમને આવતા જોઈ ઊભા થવું, આસન આપવું વગેરે વિવિધ પ્રકારથી ભક્તિ પ્રદર્શિત કરવી. વિનયના સાત ભેદોઃ
(૧) જ્ઞાન વિનય, (૨) દર્શન વિનય, (૩) ચારિત્ર વિનય, (૪) મન વિનય, (૫) વચન વિનય, (૬) કાય વિનય અને (૭) લોકોપચાર વિનય. - ઠાણાંગ સૂત્ર, મું સ્થાન.
વિનય વસ્તુતઃ એક ગુણ રૂપ છે, છતાંય વિષયના ભેદોથી યુક્ત સાત ભેદ બતાવવામાં આવ્યા છે :
(૧૬ જ્ઞાન વનાથ ઃ મતિ, શ્રુત, અવ, મનઃવવા અને કેવળ જ્ઞાન રૂવ વાંચ જ્ઞાનો અને મતિજ્ઞાની વગેરે પાંચેય જ્ઞાનીઓનો વિનય કરવો જ્ઞાન વિનય છે. જ્ઞાન અને જ્ઞાની ઉપર શ્રદ્ધા-ભક્તિ રાખવી, એમની પ્રતિ બહુમાન દેખાડવું, એમના દ્વારા પ્રતિપાદિત તત્ત્વોને સમ્યક સમજવા, વિધિપૂર્વક જ્ઞાનને ગ્રહણ કરવા અને પુનઃ પુનઃ જ્ઞાનનો અભ્યાસ કરવો જ્ઞાન વિનય છે. કહ્યું છે -
भत्ती तहा बहुमाणो तद्दिद्वत्थाण सम्म भावणया ।
विहिगहणब्भासोविय एसो विणओ जिणाभिहिओ ॥ (૨) દર્શન વિનય ઃ તત્ત્વની યથાર્થ પ્રતીતિ રૂપ સમ્યગું દર્શનથી વિચલિત ન થવું, નિઃશંક ભાવથી દર્શનની સાધના કરવી અને દર્શન ગુણાધિક વ્યકિતઓનો વિનય સત્કારસન્માન કરવું દર્શન વિનય છે. એના બે ભેદો છે : (૧) શુશ્રુષા અને (૨) અનાશાતના. શુશ્રુષા વિનય દસ પ્રકારના છે.
सक्कारब्भुट्ठाणे सम्माणासणाभिग्गहो तह य । आसणयणुप्पयाणं किइकम्मं अंजलिग्गहो य ॥ इंतस्सऽणुगच्छणया ठियस्स तह पज्जुवासणा भणिया । गच्छंताणुव्वयणं एसो सुस्सूसा विणओ ॥
[ આત્યંતર તપ
0000000000 ૯૬૦)