________________
जिण पूजोचिय दाणं परियणसंभालणा उचियकिच्चं । ठाणुवेो य तहा पच्चक्खाणस्स संभरणं ॥
ભોજનથી પૂર્વ જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ, સાધુ-સાધ્વી, સહ-ધર્મી અને અન્ય યોગ્ય ક્ષેત્રમાં દાન આપવું, પોતાના ભાઈ-બંધુ વગેરે પરિજનોની સારસંભાળ, ઉચિત કાર્ય કરવું, યોગ્ય સ્થાન ઉપર બેસવું અને પ્રત્યાખ્યાનનું સ્મરણ કરવું વગેરે ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. ભોજનથી પૂર્વ આ ભાવના કરવી જોઈએ કે જો કોઈ સાધુ-મુનિરાજ, બ્રહ્મચારી, વિદ્યાર્થી કે અન્ય કોઈ પાત્ર વ્યક્તિ પધા૨ે તો એમને ભોજન વગેરે આપીને કૃતાર્થ થાઉં. ભોજન કરી દીધા પછી પુનઃ કોઈ પ્રકારનું પ્રત્યાખ્યાન કરો.
બપોરે પુનઃ જિનદેવનું સ્મરણ અને સ્તવન્ કરો. ત્યાર પછી શિષ્ટ પુરુષોની સંગતિમાં બેસીને તત્ત્વચર્યા કરો. ત્યાર પછી કૌટુંબિક અને વ્યાવહારિક પ્રવૃત્તિ પ્રતિ સજાગ બનો. સૂર્યાસ્તની પૂર્વે ભોજન વગેરેથી નિવૃત્ત થઈને સાંધ્ય વિધિનું પાલન કરો. ધર્મસ્થાનમાં જઈને મુનિવંદન કરો અને દિવસભરમાં લાગેલા દોષોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરો. ત્યાર પછી સ્વાધ્યાય, ધ્યાન રૂપ યોગનું અવલંબન લઈને અંતઃકરણને શુદ્ધ બનાવો. સંસારની અનિત્યતાનું પર્યાલોચન કરો. મુક્તિની ભાવના કરો. સંસારના બધા જીવો સુખી થાઓ, બધાંનું કલ્યાણ થાય અને કોઈ દુઃખી ન થાય. સાથે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાનું ચિંતન કરો. ત્રણ મનોરથોની પ્રતિદિન ભાવના કરો.
ઉક્ત રીતિથી સ્વાધ્યાય, ભાવના, ચિંતન અને મનોરથ કરવા પર વીતરાગ દેવનું સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. અર્હન્ત, અરિહંત પ્રરૂપિત ધર્મ, સિદ્ધ અને સાધુઓનું શરણ ગ્રહણ કરી, સાગારી સંથારા કરી અઢાર પાપોનો ત્યાગ કરી, શુદ્ધ ભાવના રાખીને શયન (સૂવું) જોઈએ. મધ્યમાં નિદ્રાભંગ થવાથી કોમ-ભોગની અસારતા, ભૂતકાલીન શ્રાવકોની દઢતા તથા અન્ય સદ્ભાવનાઓથી અંતઃકરણને ભાવિત કરવું જોઈએ.
આ પ્રકારે અપ્રમત્ત રૂપથી દિનચર્યાનું પાલન કરનાર ગૃહસ્થ ધીરે-ધીરે ચારિત્રરૂપી પ્રાસાદ ઉપર આરૂઢ થઈને મુક્તિના અનુપમ અને શાશ્વત સૌખ્યનો અધિકારી થઈ જાય છે.
૮૨ સર્વ વિરતિ : અણગાર ધર્મ : વિહંગમ વ્યાખ્યા
ઉપાસક સાધકોની ક્ષમતાને ર્દષ્ટિગત રાખીને પ્રભુ મહાવીરે ચારિત્ર ધર્મના બે ભેદ બતાવ્યા છે - (૧) અગાર ધર્મ અને (૨) અણગાર ધર્મ. અગાર ધર્મનું નિરૂપણ કરવામાં આવી ચૂક્યું છે. હવે ક્રમ પ્રાપ્ત અણગાર ધર્મનું પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે.
બધા પ્રકારના સાવદ્ય યોગોથી સર્વથા વિરત થવું સર્વવિરતિ રૂપ અણગાર ધર્મ છે. અણગાર ધર્મનો સ્વીકાર કરનાર સાધક પ્રતિજ્ઞા કરે છે -
"करेमि भंते ! सामाइयं सव्वं सावज्जं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि, करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । "
સર્વ વિરતિ : અણગાર ધર્મ : વિહંગમ વ્યાખ્યા
૮૦૧