________________
(૧૦) સવાર-સવાયRU: પ્રથમ દૂષિત પછી પ્રશંસિત આહાર વગેરેની ગવેષણા કરવી. જેમ ગૃહસ્થ કહે કે - “પાણી ખારું છે, પરંતુ શીતળ છે.”
(૧૧) સંસટ્ટર: એ જ પદાર્થથી ભરેલા હાથથી આપવામાં આવતા આહાર વગેરેની ગવેષણા કરવી.
(૧૨) સંકુવરણ: ભર્યા વગરના હાથથી આપવામાં આવતા આહારની ગવેષણા કરવી.
(૧૩) તળાયસંસાર: ભિક્ષામાં આપવામાં આવતા પદાર્થની સમાન (અવિરોધી) પદાર્થથી ભરેલા હાથથી આપવામાં આવતા આહારની ગવેષણા કરવી.
(૧૪) મJUાયવરણઃ પોતાનો પરિચય આપ્યા વિના કે બાહ્ય શિષ્ટાચાર દેખાડ્યા સિવાય આહારની ગવેષણા કરવી.
(૧૫) વિરઃ મૌન રહીને આહાર વગેરેની ગવેષણા કરવી.
(૧૬) દિનામિg: દષ્ટિગોચર થનારા આહારની જ ગવેષણા કરવી અથવા સૌથી પહેલાં દૃષ્ટિગોચર થનારા દાતારના હાથથી જ ભિક્ષા લેવી.
(૧૭) વિનામg: પડદા વગેરેની અંદર રહેલા આહાર વગેરેની ગવેષણા કરવી અથવા પૂર્વમાં ન જોયેલ દાતાથી આહાર લેવો.
(૧૮) પુનામા : “તમને કઈ વસ્તુની જરૂર છે,” એવું પૂછનાર દાતાથી આહાર લેવો.
(૧૯) પુનામા : કોઈ પ્રકારનો પ્રશ્ન ન પૂછનારા દાતાથી આહાર વગેરેની ગવેષણા કરવી.
(૨૦) fમવૃત્નામિg : રૂખા-સૂકા તુચ્છ આહાર વગેરેની ગવેષણા કરવી. (૨૧) મવશ્વનામિણ : સામાન્ય આહારની ગવેષણા કરવી. (૨૨) અન્નમિત્રાયઃ રાતનો વાસી વગેરે અરુચિકર આહાર વગેરે લેવો. (૨૩) ગોવાદિયા: પાસે રહેનાર વ્યક્તિથી આહાર વગેરેની ગવેષણા કરવી. (૨૪) પરિમિયfપંડવાઈ : પરિમિત આહારની ગવેષણા કરવી.
(૨૫) મુદ્દેસાઈ : શંકા વગેરે દોષ રહિત શુદ્ધ એષણાપૂર્વક આહારની ગવેષણા અથવા વ્યંજન (શાક વગેરે) રહિત માત્ર ચોખા વગેરે લેવા.
(૨૬) વાવ વચ્ચે ધાર ન તૂટતાં એક વારમાં જેટલો આહાર કે પાણી સાધુના પાત્રમાં પડે, એને એક દત્તિ કહે છે. એવી દત્તિઓની સંખ્યાનો નિયમ કરીને આહાર વગેરેની ગવેષણા કરવી. આ દ્રવ્યથી ભિક્ષાચર્યાનું વર્ણન થયું.
ક્ષેત્ર ભિક્ષાચય : ક્ષેત્રથી ભિક્ષાચર્યાના આઠ અભિગ્રહો છેઃ (૧) પેટિકા (૨) અર્ધપેટિકા (૩) ગોમૂત્રિકા (૪) પતંગવીથિકા (૫) બાહ્ય શંખાવર્તા (પહેલા ઉપરના ઘરથી, પછી નીચેના ઘરથી લેવું) (૬) આત્યંતર શંખાવર્તા (પહેલાં નીચેના ઘરથી, પછી ઉપરના ઘરથી [ તપનું નિરૂપણ છે.
જ છે (૫૯)