SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ઊર્જા મંડળમાં ઉન્મુક્ત ગગનમાં વિહાર કરનાર પક્ષીઓની જેમ પરમ-તત્ત્વની શોધમાં નીકળેલા યાત્રીઓના માર્ગ પણ અલગ-અલગ રહે છે. ચાહે તે પોતાની પૂર્ણતા પર ભલે એકરૂપ થઈ જાય, પણ વસ્તુતઃ આ યાત્રામાં જેટલા યાત્રી છે, એટલા જ પથ છે. આની ક્યારેય કોઈ એક નિયત (નક્કી-નિશ્ચિત) પરંપરા નથી રહી. “વિશ્વના ક્ષે મારા हैं तेते, सरग नखत तन रोओं जेते ।" વિશ્વ ઇતિહાસ પર દૃષ્ટિ નાખવાથી ખબર પડે છે કે પરમાત્મ-તત્ત્વની ખોજની કોઈ એક પરંપરા નથી રહી. છતાંય પરંપરાઓમાં એકત્વ અવશ્ય પરિલક્ષિત થાય છે. અનેકમાં એકનું દર્શન, અહીં પણ પ્રતિભાસિત થાય છે, અને તે છે દીક્ષાનું. દરેક ધર્મ અને દરેક દર્શનની પરંપરામાં દીક્ષા છે. સાધનાનું મૂળ સ્ત્રોત દીક્ષાથી જ પ્રવાહિત થાય છે. નિગ્રંથ શ્રમણ સંસ્કૃતિમાં દીક્ષાના કેટલાક મૌલિક અર્થ અભિવ્યક્ત થયા છે. વસ્તુતઃ ત્યાં “દીક્ષા' શબ્દને પરિભાષિત કરવો નિશ્ચય જ મુશ્કેલ છે. સ્થૂળ દૃષ્ટિથી ચંચળ ચિત્તની એકાગ્રતાને સાધવાની પ્રક્રિયાનું નામ જ દીક્ષા અથવા પ્રવ્રજ્યા છે. ભોગમય પથ ઉપર ચાલતાં-ચાલતાં શાંતિ અને સમાધિ નથી મળી, તો આવશ્યક થઈ ગયું કે પથ બદલી દેવામાં આવે. પથના આ પરિવર્તનને, જીવનની આ પ્રક્રિયાને અને જીવનના આ હીન સંસ્કારોને બદલી નાખવાની સાધનાને જ દીક્ષા કહેવામાં આવે છે. દીક્ષાનો અર્થ થોડી બાંધી-બંધાયેલી વ્રતાવલીને અપનાવી લેવાનો જ નથી, અમુક સંપ્રદાય વિશેષની પરંપરાગત કોઈક ક્રિયાઓ તથા વેશભૂષાઓમાં પોતાને આબદ્ધ કરી લેવું ભર નથી. હા, એ પણ પ્રારંભમાં નિતાંત આવશ્યક થાય છે, એની પણ અપેક્ષા હોય છે. દરેક સંસ્થાનો પોતાનો ગણવેશ હોય છે. પરંતુ પ્રભુ મહાવીર કહે છે, એ બધી તો બહારની વાતો છે. અંતરની અભિવ્યક્તિનાં સાધનો અને પ્રતીક છે. “નો ત્રિપ્રિયUાં ” તેથી દીક્ષાનો મૂળ ઉદ્દેશ્ય એ જ નથી, એનાથી કંઈક ઊંડો છે, અને એ છે, પરમ-તત્ત્વની ખોજ, બહારથી અંદર પેસવું. પોતાના સ્વરૂપને શોધવું - બહારનાં આવરણોને હટાવીને પોતાના અન્વેષણ અને સાચા રૂપમાં પોતાની ઉપલબ્ધિ. દીક્ષાર્થી પોતાના વિશુદ્ધ ચૈતન્ય દેવની ખોજ(શોધ)માં નીકળેલો એક અંતર્યાત્રી છે. અંતર્યાત્રી એટલા માટે કે એની યાત્રા બહાર નથી, અંતરમાં હોય છે. સાધક અંદર ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે અને આવરણોને તોડતો નિરંતર મૃત્યુથી અમરત્વની તરફ, અસતુથી સત્ની તરફ ગતિશીલ થાય છે. અંતમાં પોતાના પરમ ચૈતન્ય ચિદાનંદ સ્વરૂપ પરમાત્મતત્ત્વના અધિકાધિક નિકટ થતો જાય છે. શરીર, ઇન્દ્રિય અને મન વગેરેની અનેકાનેક સૂમ તથા સાથે સઘન પરતો(પડો)ની નીચે દબાયેલી અનંત ચેતનાનું જે અસ્તિત્વ છે, એની ઉપલબ્ધિ તથા અભિવ્યક્તિ જ સાધક જીવનનું સર્વોત્તમ લક્ષ્ય છે. એની ખોજ દીક્ષાર્થી પ્રશાંત મન-મસ્તિષ્કથી જ કરી શકે છે. આ એ સ્થિતિ છે જ્યાં પરિવાર કે સમાજને છોડવા કે એમના છૂટી જવાનો સારો કે ખરાબ કોઈપણ પ્રભાવ નથી પડતો. એની પ્રત્યે સારાખોટાનો વિકલ્પ જ મનમાં નથી રહેતો. [ દીક્ષા એક પર્યવેક્ષણ છે ૮૦૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy