SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મનમાં બીજી વાત, વચનમાં બીજી વાત અને કાયચેષ્ટાથી અન્ય વાત; આ રીતનું આચરણ કરવું યોગવક્રતા છે - માયાચાર છે. મન-વચન-કર્મની એકરૂપતા રાખતાં હૃદયની કુટિલતાને દૂર કરી ઋજુતા - આર્જવભાવ પેદા કરવો જોઈએ. આ રીતે ઋજુતાથી માયા પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. (૪) લોભ : ધન વગેરેની લોલુપતા રાખવી લોભ કષાય છે. આ કષાય બધાં પાપોનો બાપ માનવામાં આવે છે. લોભનો વિસ્તાર આકાશ સમાન અનંત છે. શાસ્ત્રકારે આને સર્વ વિનાશક કહ્યો છે. આનાથી એની ભયંકરતા સમજી શકાય છે - “નોદ સત્ર વિUIT' લોભ સર્વ વિનાશક છે. ધનની લોલુપતાના કારણે ઘણાં બધાં પાપ કરવામાં આવે છે. પરિગ્રહ-અવ્રતના વર્ણનની સાથે આ વિષયમાં પર્યાપ્ત લખાઈ ચૂક્યું છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં કપિલ બ્રાહ્મણની કથા આવે છે. તે માત્ર બે માશા (તોલા) સોનું લેવા માટે ચાલ્યો હતો, પરંતુ જ્યારે રાજાએ એને ઈચ્છાનુસાર માંગવાનું કહ્યું તો તે ઇચ્છા વધતાં-વધતાં એટલી વધી ગઈ કે રાજાનું આખું રાજ્ય માંગી લેવાની ભાવના થઈ ગઈ. “આગમ'માં કહ્યું છે - जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढ इ । दो मासकयं कज्जं, कोडीए वि ण णिट्ठियं ॥ - ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૮, ગાથા-૧૭ જેમ-જેમ લોભ થાય છે એમ-એમ લોભ વધે છે. લાભથી લોભ વધે છે. બે તોલા સોનાનું કામ કરોડોની રાશિ(સંખ્યા)થી પણ પૂરું ન થયું. અર્થાત્ પ્રારંભમાં માત્ર બે તોલા સોનાની ઇચ્છા હતી, તે વધતાં વધતાં કરોડોની લાલસાથી પણ તૃપ્ત ન થઈ. આ લોભના વિસ્તારને બતાવનારી કથા છે. ઇચ્છાઓ આકાશના સમાન અનંત છે. ઇચ્છા-પૂર્તિ અસંભવ છે. માટે સંતોષ દ્વારા ઇચ્છાઓ અને લોભ કષાય પર નિયંત્રણ મેળવવું જોઈએ. આમ, એ ચારેય કષાય સંસારના મૂળનું સિંચન કરે છે, તેથી સંસારથી મુક્ત થનારા મુમુક્ષુઓને આ કષાય પ્રમાદનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. કષાયોના ભેદ-પ્રભેદ અને એમના સંબંધમાં વિશેષ જ્ઞાતવ્ય વિષય કષાયના સ્વતંત્ર પ્રકરણમાં પ્રતિપાદિત કરવામાં આવશે. ૪. નિદ્રા પ્રમાદ : ઊંઘવાની એ ક્રિયા જેનાથી ચેતના અવ્યક્ત થઈ જાય છે, નિદ્રા કહેવાય છે. શરીર માટે આવશ્યક નિદ્રાના સિવાય અનાવશ્યક રૂપથી ઊંઘ લેવી જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં રોક લાવનાર છે. અતિ નિદ્રાવાળો ન સ્વાધ્યાય કરી શકે છે અને ન ચારિત્રની સમ્યગુ આરાધના. જે સાધક ગફલતના કારણે ઊંઘતો રહે છે, તે સંયમમાં પુરુષાર્થ નથી કરી શકતો. જ્ઞાન તથા ચારિત્રની સાધનામાં વિદનભૂત હોવાથી નિદ્રાને પ્રમાદ કહેવામાં આવે છે. મુમુક્ષુઓ માટે નિદ્રા પ્રમાદનો ત્યાગ કરવો અનિવાર્ય છે. (પ્રમાદ-આસ્રવ છે અને જે છે તે પ૮૫)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy