SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રકાર ફરમાવે છે કે - “જે જે વસ્તુનું અભિમાન કરે છે તે આગામી ભવમાં એની હિનતાને પ્રાપ્ત કરે છે.” જાતિનું અભિમાન કરનાર નીચ જાતિમાં પેદા થાય છે, વગેરે બધા માઁના વિષયમાં સમજી લેવું જોઈએ. આ રીતે અભિમાનનાં દુષ્પરિણામોને જાણીને માન કષાયથી દૂર રહેવું જોઈએ. (૩) માયા મનની કુટિલતા કે પ્રકૃતિની વક્રતાને માયા કહે છે. બોલચાલની ભાષામાં આને “કપટ' કહેવામાં આવે છે. જે ચેષ્ટા વિશેષ દ્વારા બીજાઓને છેતરવામાં આવે છે, ઠગવામાં આવે છે, તે માયા છે. એ બધાં આચરણ અને ક્રિયાઓ માયા અંતર્ગત આવે છે. જેમનાથી બીજી વ્યક્તિ છેતરાય છે. વિશ્વાસઘાત, દગાબાજી, મિથ્યા-પ્રદર્શન, આડંબર, ઢોંગ, વંચના, છળ, કપટ વગેરે બધાં માયાનાં રૂપ છે. મનની કુટિલતા કે પ્રકૃતિની વક્રતા શલ્ય(કાંટા)ની જેમ આત્માને દુભવે છે, જેનાથી આત્માની શાંતિ નષ્ટ થઈ જાય છે. માયાચારીનો દુનિયામાં વિશ્વાસ નથી રહેતો. આ અવિશ્વાસનું પાત્ર થાય છે. તે મિત્રો અને આત્મીયજનો પ્રત્યે પણ માયાનું આચરણ કરે છે. જેનાથી એના પ્રતિ સદ્ભાવના નષ્ટ થઈ જાય છે અને અવિશ્વાસની ભાવના પેદા થઈ જાય છે, તેથી શાસ્ત્રકાર ફરમાવે છે - “માયા મિત્તાન ના” માયાચાર મિત્રતાને નષ્ટ કરે છે. તે મિત્રોના પ્રત્યે દ્રોહ કરે છે. શાસ્ત્રકારોએ માયાને વિષની વેલ બતાવી છે. માયા દ્વારા તિર્યંચ યોનિમાં જન્મ લેવો પડે છે. એટલું જ નહિ, શાસ્ત્રકાર એ પણ બતાવે છે કે માયાવીને આગલા જન્મોમાં બોધિની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ જાય છે. માયા એ ગૂઢ ગાંઠ છે, જે બહારથી દેખાતી નથી પરંતુ અંદર-અંદર જ વધતી રહે છે. જેમ કેન્સરની ગાંઠ અંદર હોય છે અને તે ખૂબ જ ઘાતક હોય છે, એમ જ ગૂઢ માયા અત્યંત ઘાતક અને આત્માની શાંતિ માટે બાધક હોય છે. શાસ્ત્રકારોએ ત્રણ શલ્યોમાંથી માયાને એક શલ્ય માન્યો છે. વ્રતી હોવા માટે આવશ્યક શરત છે - શલ્ય રહિત હોવું. આચાર્ય ઉમાસ્વાતિએ ફરમાવ્યું છે - “નિઃ શન્યો ત્રસ્તી” - તત્વાર્થ સૂત્ર, અધ્ય-૭, સૂત્ર-૧૩ જે શલ્ય રહિત હોય છે, એ જ વતી હોય છે. આનો અર્થ એ છે કે જો માયાપૂર્વક તપ-સંયમનું પણ આચરણ કરવામાં આવે તો તે યથોચિત ફળપ્રદ નથી હોતું. સાચો વતી એ જ કહેવાય છે જે શલ્ય (માયા) રહિત હોય. જેમ શરીરમાં વાગેલો કાંટો નિરંતર વ્યથા આપતો રહે છે, એમ જ આ ભાવશલ્ય -માયા આત્માને ઘોર પીડા આપનાર છે. શાસ્ત્રકાર એ પણ ફરમાવે છે કે - “તપ સંબંધિત, વ્રત સંબંધિત, રૂપ-સંબંધિત, આચાર સંબંધિત તથા ભાવ સંબંધિત માયાચાર કરનાર સાધુ પણ કિલ્વિષિકત્વ(નીચ દેવયોનિ)ને પ્રાપ્ત કરે છે અને આગળના જન્મોમાં બકરા વગેરે મૂક પશુના રૂપમાં જન્મ લે છે. તથા એમની બોધિની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ જાય છે. માયાનું કેટલું ભયંકર દુષ્ટપરિણામ છે આ. (૫૮૪) છે જે છે તે છે છે તે છે જે તે જિણો
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy