SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ (૦૩) તમસ ઃ અંધકારપૂર્ણ સ્થાનથી લઈને આપેલ આહાર લેવું (વર્જનીય છે) (૦૪) ક્ષેત્રાતિકાન્ત : અહીં ક્ષેત્રથી તાત્પર્ય સૂર્ય સંબંધી તાપ ક્ષેત્રથી છે અર્થાતું. દિવસ. જે સાધુ સૂર્યોદયથી પૂર્વ આહાર ગ્રહણ કરી સૂર્યોદય પછી આહાર કરે છે, તે ક્ષેત્રાતિકાન્ત દોષ છે. (૦૫) કાલાતિકાન્ત : જે સાધુ દિવસના પ્રથમ પ્રહરમાં આહાર ગ્રહણ કરીને ચોથા પ્રહરમાં તેનો ઉપભોગ કરે તો તે કાલાતિક્રાન્ત દોષ છે. - (૦૬) માગીતિક્રાન્ત ઃ જે સાધુ બે કોસથી આગળ આહાર લઈ જઈ તેનો ઉપયોગ કરે તો તે માગતિક્રાન્ત દોષ છે. (૦૭) પ્રમાણાતિક્રાન્ત ઃ જે સાધુ બત્રીસ કૌરથી વધુ આહાર કરે તો તે પ્રમાણતિક્રાન્ત દોષ છે. (૮) કાન્તારભક્તઃ જંગલમાં ભિક્ષુઓના નિર્વાહ-હેતુ બનાવેલા કે દેવામાં આવતા આહારાદિમાંથી લેવું. (૦૯) દુર્મિક્ષ ભક્ત ઃ દુષ્કાળ પીડિતોને દીધેલા આહારાદિમાંથી લેવું. (૮૦) વÉલિકા ભક્ત : વરસાદની ઝડી લાગી જવાથી ભિક્ષુઓ માટે બનાવેલા આહારાદિમાંથી લેવું. (૮૧) ગ્લાન ભક્ત ઃ રોગી માટે બનેલા આહારમાંથી લેવું. (૮૨) સંખડી ઃ જમણવારમાંથી આહારાદિ લેવો. (૮૩) અંતરાયક : ગૃહસ્થના ઘરમાં પહેલાથી યાચકાદિ ઊભા હોય તો પણ આહાર માટે તે ઘરમાં પ્રવેશ કરવો અંતરાયક દોષ છે. (૮૪) કૃમિત વ્યંજન : ગર્ભ આહારને ફંકથી અથવા પંખાથી ઠંડો કરીને અપાતા આહાર લેવો. (૮૫) રચિતક : મોદકાદિના ચૂર્ણથી પુનઃ મોદકાદિ બનાવીને અપાતો આહાર લેવો. (૮) પJવજાતઃ રૂપાંતરિત કરીને અપાતો આહાર લેવો. જેમ કે - દહીંનો મઠ્ઠો અથવા રાયતું બનાવીને દેવાય તે લેવું. (૮૦) મૌખર્ચ : દાતાની પ્રશંસા અથવા ચાટુકારી (ચાપલૂસી) કરીને આહાર લેવો. (૮૮) સ્વયંગ્રહણઃ દાતાની ઇચ્છા વગર સ્વયં હાથથી ઉઠાવીને આહારાદિ લઈ લેવો. (૮૯) આહવાન : છે કોઈ દાતા” આ પ્રમાણે પોકાર કરીને યાચના કરવી. (૯૦) પાસલ્ય ભક્ત ઃ શિથિલાકારી, પાર્થસ્થ અને કુશીલથી આહારાદિ લેવો. (૧) અટવી ભક્ત : મુનિના ઉદ્દેશથી વનમાં ભોજન લઈને ગયેલા કઠિયારા અથવા વિહારમાં સાથે રહેલ વ્યક્તિથી આહાર લેવો. [ એષણા સમિતિ , , , , , , , , , ૯૦૦)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy