________________
(૫૪) રાજપિંડ વિશેષ રૂપથી રાજા, ઠાકુર વગેરે માટે બનાવેલ પૌષ્ટિક આહારાદિ લેવો.
(૫૫) કિમિચ્છક દાનશાળાદિના જ્યાં યાચકને પૂછવામાં આવે - “શું ઇચ્છા છે?” પછી તેની આવશ્યકતાનુસાર વસ્તુ આપવામાં આવે - આહારાદિ લેવો. (કિમિચ્છક દોષ છે)
(૫) સંઘટ્ટ : સચિત્ત વસ્તુનો સ્પર્શ કરતા આપતો આહાર વગેરે લેવો સંઘટ્ટ દોષ છે.
(૫૦) બહુ ઉઝિય : જે આહારમાં ખાવા યોગ્ય ઓછી અને ફેકવા યોગ્ય અધિક હોય - એવી વસ્તુ લેવી.
(૫૮) ગહિત કુળ: જે કુળોનો આચાર-વિચાર હીન હોય, લોકમાં ગહિત અને નિંદિત હોય, તે કુળોથી આહારાદિ લેવો.
(૫૯) પ્રતિકુષ્ટ કુળ જેણે મના કરી દીધી હોય, તેના ઘરથી લેવું. (૬૦) અચિયત્ત કુળ : અવિશ્વસનીય અને અપ્રતિકારક ઘરોથી આહારાદિ લેવા.
(૬૧) પૂર્વકર્મઃ આહારાદિ આપ્યા પહેલાં હાથ અથવા પાત્રાદિ ધોઈને આપનાર દાતાથી આહારાદિ લેવા.
(૨) પશ્ચાત કર્મ ઃ આહારાદિ આપ્યા પછી હાથ અથવા પાત્રાદિ ધોવાની કે અન્ય પ્રકારના દોષ લાગવાની સંભાવના હોય એવા દાતા દ્વારા અપાતા આહારાદિ લેવા.
(૬૩) મધક : માદક વસ્તુઓ લેવી મદ્યક દોષ છે.
(૬૪) એલગ ઃ ગોચરીના માર્ગમાં બેઠેલા બકરાને ઓળંગીને અથવા હટાવીને આહારના માટે ઘરમાં પ્રવેશ કરવો.
(૬૫) શ્વાન : માર્ગમાં બેઠેલા કૂતરાને હટાવીને અથવા ઓળંગીને આહારના માટે ઘરમાં પ્રવેશ કરવો.
(૬) દારક : ઉક્ત રીતિથી બાળકને ઓળંગીને કે હટાવીને ઘરમાં આહાર માટે પ્રવેશ કરવો.
(૦) વચ્છગ : ઉક્ત રીતિથી ગાયના વાછરડાને ઓળંગીને કે હટાવીને આહાર માટે પ્રવેશ કરવો.
(૬૮) અવગ્રાહ ઃ સચિત્ત પાણીની અંદર પ્રવેશ કરીને લાવેલા આહારાદિ લેવા. (૯) ચલઇત્તા : સચિત્ત પાણીને હટાવીને આપેલો આહાર લેવો.
(૭૦) ગર્વિણી : છ માસથી ઉપરની ગર્ભવતી સ્ત્રી જો આહારાદિ આપવા માટે ઊઠે કે બેસે તો તેના જોડે (આહાર લેવો) દૂષિત છે.
(૦૧) સ્તનપાયી : બાળકને સ્તનપાન કરાવતી મહિલા જોડે આહારાદિ લેવો. (દૂષિત આહાર છે | અકલ્પનીય છે.)
(૦૨) નીચા દ્વાર : જે સ્થાનના દ્વાર ખૂબ નીચું હોય, જેમાં આવવા-જવાથી દાતાની કે સાધુની વિરાધના થઈ શકતા હો તો એવા સ્થાનથી આહારાદિ લેવા વર્જનીય છે.
(૦૬)
જિણધમો)