SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓના ચારિત્ર રૂપી શરીરને જન્મ આપવાથી, તેમનું પાલન કરવાથી તથા અતિચાર રૂપ મેલ દ્વારા દૂષિત થવાથી તેમનું સંશોધન કરવાથી પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓની માતાઓ કહેવાય છે. જૈન સિદ્ધાંતમાં આ અષ્ટ પ્રવચન માતાના રૂપમાં પ્રસિદ્ધ છે. | ગુપ્તિ અને સમિતિઓ વગેરે આમ્રવની પ્રતિબંધક હોવાથી સંવર રૂપ હોય છે. સંવરના ઉપાયોને બતાવતા “તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાયું છે કે - स गुप्ति समिति धर्मानुप्रेक्षा परीषहजय चारित्रैः । तपसा निर्जरा च । - તત્વાર્થ, અ.-૯, સૂત્ર.-૨/૩ આ સંવર ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રથી થાય છે. તપથી સંવર પણ થાય છે અને નિર્જરા પણ થાય છે. આમ તો સંવરના સત્તાવન ભેદ પ્રસિદ્ધ છે. ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ ધર્મ, બાર અનુપ્રેક્ષા (ભાવના) બાવીસ પરિષહજ્ય અને પાંચ ચારિત્ર. આમાં તપના ૧૨ ભેદ મેળવી દેવાથી ઈકોતેર ભેદ સંવરના થઈ જાય છે. આમ તો આમ્રવનો નિરોધ જ સંવર છે. આ દૃષ્ટિથી સંવરનું એક જ સ્વરૂપ છે. પરંતુ પ્રકારાન્તરથી વિવક્ષા ભેદથી તેના અનેક ભેદ કહેવાયા છે. ગુપ્તિનું સ્વરૂપ જે રીતે ઉત્તમ રત્નાદિ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરપૂર નગરની રક્ષા પ્રાકાર (અંદરની ચાર દીવાલ) ખાઈ અને બહારની ચાર દીવાલ દ્વારા કરવામાં આવે છે, તે રીતે મુનિએ રત્નત્રયથી સમૃદ્ધ આત્માની અપાયો(દોષો)થી રક્ષા કરવા માટે મનો ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિનું અવલંબન લેવું જોઈએ. કહેવાયું છે કે – छेतस्स वाड णयरस्स खाइया अईव होइ पायारो । तह पावस्स णिरोहो ताओ गुत्तीओ साहुस्स ॥ - ભ. આરાધના-૧૧૮૯ જેવી રીતે ખેતરની રક્ષા માટે વાડ અને નગરની રક્ષા માટે પ્રાકાર અને ખાઈ હોય છે, તેવી રીતે પાપોના નિરોધ માટે મુનિજનો માટે ગુપ્તિઓનું વિધાન કર્યું છે. वाक्कायचित्तजानेकसावधप्रतिषेधकं । त्रियोगनिरोधनं वा स्याद् यत्तत् गुप्ति त्रयं मतं ॥ - જ્ઞાનાર્ણવ, ૧૮/૪ મન, વચન, કાયાથી ઉત્પન્ન અનેક પાપ સહિત પ્રવૃત્તિઓનો પ્રતિષેધ કરનારી અથવા ત્રણ યોગની રોધક ત્રણ ગુપ્તિઓ માનવામાં આવે છે. તત્ત્વાર્થ સૂત્રમાં ગુપ્તિનું લક્ષણ કરતા કહેવાયું છે - સા નિદો તિઃ ” - તત્ત્વાર્થ અ.-૯ સૂ.-૪ મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનું જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સમ્યક રીતિથી નિગ્રહ કરવો ગુપ્તિ છે. યોગોની સ્વેચ્છાચારિતાને રોકવી, તેનો નિગ્રહ છે. યોગોનો સમ્યગુ નિરોધ હોવાથી કર્મોનો આસ્રવ થઈ શકતો નથી. [ અષ્ટ પ્રવચન માતાઓ જ છેછે D DI૮૦૯)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy