________________
जाणेज्जा, जावज्जीवाए, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि, करतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निन्दामि, गरिहामि, अप्पाणं वोसिरामि । पढमे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥"
- દશવૈકાલિક અ-૪ પ્રથમ મહાવ્રતમાં બધા પ્રકારના પ્રાણાતિપાતથી નિવૃત્ત થાય છે. સાધક પ્રતિજ્ઞા કરે છે કે - “હે ભગવન્! હું બધા પ્રકારના પ્રાણાતિપાતનો ત્યાગ (પ્રત્યાખ્યાન) કરું છું. જીવ ચાહે તે સૂક્ષ્મ હોય કે બાદર, ત્રસ હોય કે સ્થાવર, હું કોઈ પ્રાણીના પ્રાણોનો અતિપાત (હત્યા) સ્વયં નહિ કરું, બીજાથી નહિ કરાવું અને પ્રાણાતિપાત કરતાં કરતાં અન્ય કોઈ જીવને સારો નહિ સમજું. વાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી પ્રાણાતિપાત નહિ કરું, નહિ કરાવીશ અને ન કરનારને સારો માનીશ. હે ભગવન્! ભૂતકાળમાં કરેલા પ્રાણાતિપાત માટે હું પશ્ચાત્તાપુ (પ્રતિક્રમણ) કરું છું, એની હું નિંદા કરું છું, ગહ કરું છું અને એ પાપયુક્ત આત્માને છોડું છું. આ પ્રમાણે હે ભગવન્! હું બધા પ્રકારના પ્રાણાતિપાત વિરમણ રૂપ પ્રથમ મહાવ્રતને અંગીકાર કરું છું.”
અણગાર ધર્મને અંગીકાર કરવા હેતુ ઉદ્યત થયેલો સાધક આ મહાપ્રતિજ્ઞા કરું છું કે - “હું ત્રણ લોકમાં અને ત્રિકાળમાં રહેલા કોઈપણ જીવના પ્રાણોનો અતિપાત નહિ કરું અર્થાત્ કોઈપણ જીવની હિંસા નહિ કરું.” જીવ હિંસા પાપ કેમ?
અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે સમસ્ત આસ્તિક દર્શનો અનુસાર આત્મા (જીવ) અજરઅમર છે. આત્માનો વિનાશ નથી થતો. જેમ કે “ગીતામાં કહ્યું છે -
"नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो नैनं शुष्यति मारुतः ॥" “આત્માને શસ્ત્ર છેદી નથી શકતું, અગ્નિ સળગાવી નથી શકતી, પાણી ગળાવી નથી શકતું અને હવા સૂકવી શકતી નથી. એવી સ્થિતિમાં જીવની હિંસા સંભવ જ નથી તો જીવ હિંસાને પાપ અને જીવરક્ષાને ધર્મ કેવી રીતે માની શકાય છે? અને કેમ કરીને જીવ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે ?
આ પ્રશ્નનું સમાધાન એ છે કે વિભાગ પરિણત આત્મા અનાદિકાળથી પૌગલિક શરીર અને ઇન્દ્રિય વગેરેથી સંબદ્ધ છે. આત્મા અને પુગલ પરિણામ રૂપ શરીરનો એવો પ્રગાઢ સંબંધ થઈ ગયો કે એકબીજા વગર તે કોઈ ક્રિયા સંપાદિત નથી કરી શકતા. ન આત્મા શરીરના સહયોગ વગર એકલા કંઈ કરી શકે છે અને ન જડ શરીર આત્મા વગર કંઈ કરી શકે છે. જીવ અને શરીરની આ સાપેક્ષતાને લઈને શાસ્ત્રકારોએ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણનું પ્રતિપાદન કર્યું છે. ચિત્તસામાન્યના અનુસરણ કરનાર પુગલના (૮૨૦ જ સ જ
જિણધો)