SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેને ઉખાડીને ઝાડું-પોતું કરીને સાફ કરવામાં આવ્યું હોય, વંદનવાર, ચોકપુરણ વગેરેથી સજાવવામાં આવ્યું હોય, છાણ વગેરેથી લીપવામાં આવ્યું હોય, વારંવાર લીંપવામાં આવ્યું હોય, જેમાં ઠંડી દૂર કરવા આગ સળગાવી હોય, રોશની માટે ઘરનાં સામાન એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ જમાવવામાં આવ્યો હોય, જ્યાં અંદર અને બહાર જીવોની વિરાધના સાધુઓના નિમિત્ત હોય, એવા શાસ્ત્ર નિષિદ્ધ ઉપાશ્રયને સાધુ વર્જનીય સમજે. આમ, દોષોથી રહિત, નિર્દોષ, વિવિક્ત વાસવસતિ રૂપ સમિતિથી ભાવિત અણગાર પાપકર્મથી વિરત થતાં થતાં દત્તાનુજ્ઞાત અવગ્રહ રુચિવાળો હોય છે. (૩) શય્યા પરિકર્મ વર્જન : સાધુ જે ગૃહસ્થના ઉપાશ્રય સ્થાનમાં નિવાસ કરે, ત્યાં જ પીઠફલક શય્યા સંસ્મારકની ગવેષણા કરો. શય્યા (પથારી) માટે ઉબડ-ખાબડ વિષમ જગ્યાને સમતલ ન કરો. હવાને બંધ કરવા કે એને આવવા માટે ઉત્સુકતા ન બતાવો, માંકડ-મચ્છરોના ઉપદ્રવથી ન ગભરાઓ, મચ્છર વગેરેને ભગાવવા માટે આગ ન સળગાવો, ધુમાડો ન કરો. આમ, શય્યાના વિષયમાં નિર્દોષ પ્રવૃત્તિ કરનાર અણગાર દત્તાનુજ્ઞાત રુચિવાળો હોય છે. (૪) અનુજ્ઞાત ભક્ત વગેરે ભોજન ઃ સર્વ સાધારણ સાધુઓ માટે સામૂહિક ભોજન, વસ્ત્ર-પાત્ર વગેરે વસ્તુઓ વિધિપૂર્વક પ્રાપ્ત થવાથી સાધુએ એનો ઉપભોગ સમ્યમ્ વિધિપૂર્વક કરવો જોઈએ. પ્રાપ્ત સામૂહિક ભોજનમાંથી સ્વાદિષ્ટ અને મનોજ્ઞ વસ્તુ જ વધુ અને જલદી-જલદી ન ખાઓ, ચંચળતાપૂર્વક શરીરના અવયવોને હલાવતા હલાવતા ન કરો, એકદમ ભોજન ઉપર તૂટી ન પડો, બીજાઓને પીડા પહોંચાડનારા અને સાવદ્ય-પાપયુક્ત ભોજન વગેરેનું સેવન ન કરો. સામૂહિક ભોજન વગેરેને પ્રાપ્ત થવાથી સાધુને એનો એ પ્રમાણે ઉપભોગ કરવો જોઈએ. જેનાથી સૂક્ષ્મ રૂપમાં જરા પણ અદત્તાદાન વિરમણ વ્રતના નિયમનો ભંગ ન થાય. આમ સાધારણ પિંડપાતના લાભના વિષયમાં સમ્યક પ્રવૃત્તિ કરનાર અણગાર દત્તાનુજ્ઞાત રુચિવાળો હોય છે. (૫) સાધર્મિક વિનય : સાધર્મિક સાધુઓની પ્રત્યે વિનયનો પ્રયોગ કરવો જોઈએ. રોગ વગેરે અવસ્થામાં સેવા દ્વારા સાધુનો ઉપકાર કરવામાં તથા તપસ્યાના પારણામાં ઇચ્છાકાર વગેરે રૂપ વિનય કરવો જોઈએ. સૂત્ર વગેરેનો પાઠ વાંચવામાં તથા ભણેલા પાઠની આવૃત્તિ કરવામાં વંદન વગેરે રૂપ વિનયનું આચરણ કરવું જોઈએ. ઉપાશ્રયથી બહાર નીકળતા અને પ્રવેશ કરતા સમયે “ગાવસ્કૂદિ નિમ્નદિ દ્વારા વિનય કરવો જોઈએ. સાધર્મિક સાધુઓમાં પરસ્પર વ્યવહાર વિનયથી જ થઈ શકે છે. નાના સાધુ મોટા સાધુની પ્રત્યે વિનય કરે અને મોટા સાધુ નાનાની પ્રત્યે સ્નેહિલ રહે. એના અભાવમાં નાના સાધુ ગુરુની આજ્ઞા વિના જ ગૃહસ્થના ત્યાંથી સારી વસ્તુ લાવીને એકલા જ એનો ઉપભોગ કરી લેશે. આ પ્રચ્છન્ન વૃત્તિ ચોરી છે. પરસ્પર વિનય વ્યવહારથી સાધુઓમાં પરસ્પર સૌહાર્દ, વાત્સલ્યભાવ, સહયોગ વગેરે ગુણ વધે છે. તેથી સાધુઓને પરસ્પરમાં વિનય-વ્યવહાર કરવો [ અસ્તેય મહાવ્રતો અને છે (૮૫૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy