SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ તો જે એ સ્થાનનો વ્યવસ્થાપક હોય, અધિકૃત વ્યક્તિ હોય એની આજ્ઞા લેવી જોઈએ. એના અભાવમાં કુટુંબના સ્વામીની, એના અભાવમાં રાજાની અને એનાથી પણ અભાવમાં શકેન્દ્રજીની આજ્ઞા આજ્ઞા લેવી જોઈએ. વન વગેરે નિર્જન સ્થાનોમાં જ્યારે કોઈ રાજા આપનાર ન હોય તો નિર્ભમી વસ્તુ શકેન્દ્રજીની આજ્ઞાથી ગ્રહણ કરી શકાય છે. જે-જે વસ્તુના ગ્રહણમાં જે-જે સ્વામીથી માંગવામાં વિશેષ ઔચિત્ય પ્રતીત હોય એનાથી યાચના કરવી જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને અવગ્રહની યાચના કરવી અચૌર્ય મહાવ્રતની પહેલી ભાવના છે. (૨) અનુજ્ઞાપિત પાન ભોજન શાસ્ત્રીય વિધિપૂર્વક પ્રાસુક અને એષણીય (કલ્પનીય) આહાર-પાણી લાવીને આલોચનાપૂર્વક ગુરુને દેખાડીને એમની આજ્ઞાથી મંડળીમાં બેસીને એકાકી એનો ઉપયોગ કરવો અનુજ્ઞાપિત પાન ભોજન નામની બીજી ભાવના છે. (૩) એતાવત અવગ્રહાલધારણ : અનુજ્ઞાન સ્થાનમાં પણ અમુક અમુક એટલાંએટલાં સ્થાન જ ઉપયોગમાં લેવામાં આવશે, એનાથી વધુ નહિ. આમ, અવગ્રહનું અવધારણ કરવું, એની મર્યાદાનો સ્વીકાર કરવો એતાવત્ અવગ્રહાલધારણ છે. એનાથી સ્થાનદાતાને અરુચિ કે અસુવિધા નથી થતી. (૪) અભીક્ષ્ણ અવગ્રહ યાચન : એકવાર સ્વામી દ્વારા આજ્ઞા આપવા છતાંય દાતાના ચિત્તની અરુચિને દૂર કરવા હેતુ પુનઃ પુનઃ અવગ્રહની યાચના કરવી જોઈએ. ઉપાશ્રયમાં રહેવા છતાં જે-જે વસ્તુઓની આવશ્યકતા હોય એમના ઉપયોગ માટે પુનઃ પુનઃ આજ્ઞા લેવાથી અદત્તનો દોષ નથી લાગતો. (૫) સાધર્મિક અવગ્રહ ચાચન : સમાનધર્મી સાધુઓ દ્વારા પૂર્વ પરિગૃહીત ક્ષેત્રમાં રોકાવા માટે એમની અનુમતિ લેવી આવશ્યક છે. એમની અનુમતિ લેવાથી જ ત્યાં રોકાવું જોઈએ, અન્યથા અદત્તનો દોષ લાગે છે. પોતાના સાધર્મિકની પણ કોઈ વસ્તુ લેવી હોય તો એની આજ્ઞા અવશ્ય લેવી જોઈએ. ઉક્ત પાંચ ભાવનાઓનું પાલન કરતાં-કરતાં અણગાર અચૌર્ય મહાવ્રતનો સમ્યમ્ આરાધક હોય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આ મહાવ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે બતાવી છે - (૧) વિવિક્ત વસતિવાસ, (૨) અનુજ્ઞાત સંસ્તારક ગ્રહણ, (૩) શય્યા પરિક્રમ વર્જન, (૪) અનુજ્ઞાત ભક્ત વગેરે ભોજન અને (૫) સાધમિકોમાં વિનય. (૧) વિવિક્ત વસતિવાસ : સાધુએ એવા સ્થાનમાં રહેવું જોઈએ જે પૃથ્વી, જળ, બીજ, લીલો ધરો, ઘાસ વગેરેથી રહિત હોય, ત્રસ જીવોથી રહિત હોય, સ્ત્રી વગેરેના નિવાસથી રહિત હોય, જેને ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે બનાવ્યો હોય, એવા એકાંતશાંત-પ્રશસ્ત-ઉપાશ્રયમાં નિવાસ કરવો યોગ્ય છે. જે સ્થાન સાધુના નિમિત્તથી બનાવવામાં આવ્યું હોય - અડધા કર્મદોષથી દૂષિત હોય, જ્યાં પાણી છાંટવામાં આવ્યું હોય, લીલું ઘાસ (૯૫૨) છે જે છે તે છે કે છે તે છે જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy