SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ જળથી હર્યુંભર્યું છે. સમીચીન વ્રત એનું સ્કન્ધ (થડ) છે. ગુપ્તિરૂપી ઉન્નત શાખાઓથી તે શોભિત છે. શીલરૂપી વિટપ-વિસ્તાર છે. સમિતિરૂપી ઉપશાખાઓ છે. એમાં સંયમના ભેદપ્રભેદરૂપી સુંદર ફૂલ લાગેલાં છે. સર્વ સાવધ યોગથી વિરતિ રૂપ ચારિત્ર ધર્મ (સમ્યક્ ચારિત્ર) મુમુક્ષુઓ માટે ઉપાદેય હોય છે. સમ્યક્ ચારિત્ર કે અણગાર ધર્મની પ્રત્યે રુચિ ત્યારે જ થઈ શકે છે, જ્યારે સાંસારિક અને પૌદ્ગલિક સુખોની પ્રત્યે અરુચિ અને વિરકિત ઉત્પન્ન થાય. અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્માએ સંસારના સ્વરૂપને ખૂબ વિકરાળ અને ભયાનક બતાવ્યું છે. ‘ઔપપાતિક સૂત્ર’માં કહેવાયું છે : આ સંસારરૂપી સમુદ્ર મહા ભયંકર છે. એમાં જન્મ, જરા અને મૃત્યુરૂપ મહાન દુઃખોથી ભરેલું (ઊંડું) અથાગ અને ક્ષુબ્ધ પાણી છે. વિવિધ પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ અને વિયોગની ચિંતાથી એનો વ્યાપક વિસ્તાર છે. આ મહાર્ણવમાં વધ-બંધનાદિકની લહેર ઊઠી રહી છે અને કરુણાજનક શબ્દ થઈ રહ્યા છે. પારસ્પરિક સંઘર્ષ, અપમાન અને નિંદાના તરંગો છે. કઠોર કર્મરૂપી પહાડો (દીવાલો) છે. જેમની ટક્કરથી શિથિલ નાવો નષ્ટ થઈ જાય છે. આશા-તૃષ્ણાના ફેણ ઊઠે છે. મોહના ભયંકર આવર્ત (વમળો) ઊઠી રહ્યા છે. આ આવર્તોમાં ફસાઈને પ્રાણી ડૂબી જાય છે. પ્રમાદ અને અજ્ઞાનરૂપી મગર એમાં સંચરણ કરી રહ્યા છે. એમાં કર્મોનો એવો ચીકણો અને ભારે કાદવથી ભરેલો છે, એમાં ફસેલાને કાઢવો દુષ્કર થઈ જાય છે. એવા સંસારસાગરને મહાભંયકર માનીને ભવ્ય પ્રાણી નિગ્રંથ ધર્મરૂપી સુદૃઢ જહાજનો આશ્રય લઈને પાર ઊતરે છે. સંસારની ભીષણતાને બતાવતા પ્રભુ મહાવીરે કહ્યું છે - जम्मं दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतवो ॥ ઉત્તરાધ્યયન, અ.-૧૯, ગા-૧૬ સંસારમાં જન્મનું દુઃખ છે, વૃદ્ધાવસ્થાનું દુઃખ છે, વ્યાધિઓનું દુઃખ છે અને મૃત્યુનું દુઃખ છે. આ આખો સંસાર દુઃખમય જ છે. એમાં ફસીને જીવ ભયંકર દુઃખ પામે છે. જ્ઞાની આત્માઓની દૃષ્ટિમાં આ સંસાર ચારેય બાજુથી સળગી રહ્યો છે. ‘‘આખ઼િત્તેડ્યું નોર્ પત્તિત્તેડ્યું લોક્ ।” જેમ કે સળગતા ઘરમાંથી બુદ્ધિમાન વ્યક્તિ અસારને છોડીને સારભૂત લઈને તરત જ ઘરની બહાર નીકળી જાય છે, એમ જ બુદ્ધિમાન વ્યક્તિ આ સળગતા સંસારથી તરત જ બહાર થઈ જાય છે અર્થાત્ તે અગારીથી અણગાર બની જાય છે. - સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી સંત્રસ્ત થઈને વિચક્ષણ વ્યક્તિ શાશ્વત શાંતિની શોધમાં એ મહામાર્ગ ઉપર ચાલી નીકળે છે, જેના ઉપર ચાલીને ભૂતકાળમાં અનંત આત્માઓએ સંસારનાં દુઃખોથી મુક્તિ મેળવી છે, વર્તમાનમાં મેળવી રહ્યા છે અને અનંત ભવિષ્યકાળમાં મુક્તિ પ્રાપ્ત કરશે. શાસ્ત્રકાર કહે છે - ૮૧૪ જિણઘો
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy