SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ “HUTયા વીરા દીવહિં” - આચારાંગ શ્રુત-૧, અ.-૧, ઉ.-૩ અનેક મહાવીર આ ચરિત્ર ધર્મ રૂપી મહામાર્ગ પર ચાલ્યા છે. આ મહામાર્ગ ભૂતકાળમાં અનેક મહાવીર દ્વારા આસેવિત છે. આ મહામાર્ગ પરીક્ષિત અને અનુભૂત છે. આ માર્ગ ઉપર ચાલવાથી જ આત્માને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. આ વાત સંદેહ અને શંકાઓથી અલગ છે કે સંસારનાં દુઃખોનું મૂળ પૌગલિક પદાર્થોની પ્રત્યે અને વિષયોની પ્રત્યે રાગભાવ છે. પણ પદાર્થોની પ્રતિ આત્માનો રાગભાવ જ સંસારનું મૂળ છે. તેથી તત્ત્વજ્ઞ પુરુષ સર્વપ્રથમ આ રાગભાવને હટાવવા માટે વિરાગનો ઉપદેશ આપે છે. વિરાગના પછી જ વિરતિનું દ્વાર ખૂલે છે અને સર્વવિરતિ આત્માની સાચી શાંતિનો અનુભવ કરે છે. આ જ આશયને લઈને કહેવાયું છે કે તણખલાના સંથારા (આસન) પર બેઠેલો વીતરાગી મુનિ જે અનુપમ શાંતિ અને (આત્મિક) સુખનો અનુભવ કરે છે, તે ચક્રવર્તીને પણ નસીબ નથી હોતું. પ્રશમ રસમાં નિમગ્ન મુનિ જે સુખે. રાશિનો અનુભવ કરે છે, તે સુખ ચક્રવર્તી અને દેવોના અધિપતિ ઇન્દ્રને પણ પ્રાપ્ત નથી થતું. આમ, સંસારના કામભોગો અને વિષયોથી વિરકિત લઈને વિરતિના મહાપથ ઉપર ચાલનારા સાધક મુક્તિ-શ્રીનું વરણ કરી લે છે. સાગાર' અને “અણગાર'નો સામાન્ય અર્થ ઘર સહિત અને ઘર રહિત હોય છે, પરંતુ અહીં એટલો જ અર્થ અભિપ્રેત નથી. એ ઉક્ત બંને શબ્દોથી કંઈક વિશિષ્ટ અર્થ લેવામાં આવે છે. જે વ્યક્તિને ઘર-બાર, કુટુંબ-પરિવાર વગેરેથી આસક્તિ તથા લગાવ હોય છે તે વ્યક્તિ “સાગાર' માનવામાં આવે છે અને જે વ્યક્તિ ઘરબારની મમતા છોડીને, કુટુંબપરિવારની આસક્તિને તિલાંજલિ આપીને, મોહ-માયાને છોડીને આત્મ-સાધનામાં લીન થઈ ગયો છે તે “અણગાર' કહેવાય છે. ઘર-બાર, હાટ-હવેલી, ઋદ્ધિ-સિદ્ધિ, ધન-દોલત, સત્તા અને ઐશ્વર્ય હોવા છતાંય જો એમાં આસક્તિ નથી, તો તે અનાસક્ત વ્યક્તિ ઘરમાં રહેવા છતાંય ભાવાત્મક દૃષ્ટિથી અણગાર છે. જેમ ભરત ચક્રવર્તી અરીસા ભવનમાં વિરક્તિ અને વિરતિને પ્રાપ્ત થયા. એનાથી વિપરીત જે વ્યક્તિએ સંસાર-વ્યવહાર, ઘર-બાર, કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ વગેરે છોડીને મુનિવેશ ધારણ કરી લીધો છે, પરંતુ એવા અંદર એ પૌદ્ગલિક પદાર્થો અને પરિવારના પ્રત્યે આસક્તિ (બનેલી) છે, મમતાની ભાવના અને અપનત્વના સંસ્કાર કામ કરી રહ્યા છે, તો તે “અણગારકહેવા છતાંય “સાગાર' છે. તેથી “અણગાર' શબ્દનો “ઘર-બાર રહિત એટલો જ અર્થ નથી, પણ ઘર-બારની આસક્તિ રહિત ત્રણ કરણ, ત્રણ યોગથી બધાં પાપકર્મોનો ત્યાગ કરનાર પંચ મહાવ્રતધારી “સાધુ' અર્થ સમજવો જોઈએ. [અણગાર ધર્મની મહત્તા જે જ૮૧૫)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy