SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જે કષાય પેદા થાય છે, તેઓ ઉભય પ્રતિષ્ઠિત છે. વગર કારણે જ નિરર્થક જે કષાય પેદા થઈ જાય છે તે અપ્રતિષ્ઠિત છે. ઉપર્યુક્ત ૧૬ ભંગોને આ ચાર ભંગોથી ગુણિત (ગુણ્યા) કરવાથી ૬૪ ભંગ થાય છે. આ ૬૪ ભંગોને ૨૪ દંડક* અને એક સમુચ્ચય - આમ ૨૫થી ગુણવાથી ૧૬૦૦ ભંગ બની જાય છે. અન્ય વિવક્ષાથી કષાયના અન્ય ભંગ પણ થાય છે. જેમ કે - જીવ આ ક્રોધ વગેરે કષાયોથી આઠ કર્મ પ્રકૃતિઓના દલિકોને (૧) એકત્ર કરે છે, (૨) ઉપચય કરે છે - જમાવે છે, (૩) બંધ કરે છે, (૪) વેદન કરે છે, (૫) ઉદીરણા કરે છે, (૬) નિર્જરા કરે છે. આ છ અંગોને વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળની અપેક્ષાથી ગુણ્યા (ગુણવાથી) ૬૪૩ = ૧૮ ભેદ થયા. એમને સ્વ અને પરની અપેક્ષાથી ગુણ્યા કરવાથી ૧૮x૨ = ૩૬ ભંગ થયા. અને ૩૬ ભંગોને ક્રોધ વગેરે ૪ થી ગુણ્યા કરવાથી ૩૬ ૪૪ = ૧૪૪ ભેદ થયા. એમને ૨૪ દંડક તથા ૧ સમુચ્ચય એમ ૨૫ ગુણથી ગુણ્યા કરવાથી ૧૪૪x૨૫ = ૩૬૦૦ ભેદ થયા. આ ૩૬૦૦ ભેદોને પૂર્વોક્ત ૧૬૦૦ ભેદોની સાથે જોડવાથી પ૨૦૦ ભંગ થઈ જાય છે. આ રીતે કષાયોનો ખૂબ વિસ્તૃત પરિવાર થઈ જાય છે. કષાયોને સંસારના મૂળ માનીને તથા એમને મહાનાગની સમાન ભયંકર સમજીને એનાથી દૂર રહેવાનો પ્રયાસ પ્રત્યેક વ્યક્તિના માટે આવશ્યક છે. આ બતાવવામાં આવી ચૂક્યું છે કે ચાર પ્રકારના કર્મબંધોમાંથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગના નિમિત્તથી થાય છે અને સ્થિતિ બંધ તથા અનુભાગ બંધ કષાયના નિમિત્તથી થાય છે. સારાં-ખોટાં કર્મોના રસ - શુભ કે અશુભ ફળ અને એમની દીર્ઘ કે હૃસ્વ સ્થિતિ કષાયના કારણથી બને છે. આચાર્ય શિવશર્મા કહે છે - નો પતિપર્વ તિ અUTમારાં સાયો ” - યોગના નિમિત્તથી પ્રકૃતિ પ્રદેશ બંધ અને કષાયના નિમિત્તથી સ્થિતિ તથા અનુભાગ બંધ થાય છે, કર્મબંધનું વિશેષ દાયિત્વ કષાયો પર અવલંબિત છે, તેથી કષાયોથી બચવું ખૂબ આવશ્યક છે. શાસ્ત્રકાર ફરમાવે છે કે કષાયોની તીવ્ર હાજરીમાં કરેલું તપ તથા સંયમનું આચરણ ગજ-સ્નાનની જેમ નિરર્થક થાય છે. - કહ્યું છે - जस्स वि दुष्पणिहिआ, होति कसाया तवं चरंतस्स । सो बाल तवस्सी विव र यण्हाण परिस्समं कुणइ ॥ सामण्णमणचरंतस्स, कसाया जस्स उक्कडा होति । मन्नामि उच्छुफलं व णिप्फलं तस्स सामण्णं ॥ જે તપનું આચરણ કરતાં-કરતાં કષાયોને ઉત્કૃષ્ટ રાખે છે, તે બાળ-તપસ્વીના સમાન છે. જેમ - હાથીનું સ્નાન નિરર્થક છે, એમ જ એનું તપ નિષ્ફળ હોય છે. સાધુત્વનું * ચોવીસ દંડક આ પ્રકાર છે - સાત નારકીના ૧ દંડક, દસ ભુવનપતિ દેવોના ૧૦ દંડક, પાંચ સ્થાવરોના ૫ દંડક, ત્રણ વિકસેન્દ્રિયોના ૩ દંડક, એ ૧૮ દંડક થયા. ૨૦મા તિર્યંચ પંચેન્દ્રિયના, ૨૧માં મનુષ્યના, ૨૨મા વાણવ્યંતર દેવોના, ૨૩માં જ્યોતિષી દેવોના અને ૨૪મા વૈમાનિક દેવોના. (પ્રમાદ-આસ્ત્રવ છે. ૧૯૧)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy