SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદાતાની યોગ્યતા: દીક્ષા આપનારામાં નીચે લખેલા પંદર ગુણો હોવા જોઈએ (૧) વિધિપ્રપન્ન પ્રવૃજ્ય : દીક્ષા આપનાર ગુરુ એવા હોવા જોઈએ, જેણે સ્વયં વિધિપૂર્વક દીક્ષા લીધી હોય. (૨) આસેવિત ગુરુકમ : જેણે ગુરુની ચિરકાળ સુધી સેવા કરી હોય અર્થાત્ જે ગુરુની નજીક રહ્યો હોય. (૩) અખંડિત વ્રત ઃ વ્રતોનું અખંડ પાલન કરનાર હોય. (૪) વિધિ પઠિતાગમ ઃ સૂત્ર અર્થ અને તદુભય રૂ૫ આગમ જેણે ગુરુના પાસે રહીને વિધિપૂર્વક ભણેલા હોય. (૫) તત્ત્વવિદ્ ઃ શાસ્ત્રોના અધ્યયનથી નિર્મળ જ્ઞાનવાળો હોવાથી જે જીવાજીવ વગેરે તત્ત્વોને સારી રીતે જાણતો હોય. (૬) ઉપશાંત ઃ મનવચન અને કાયાના વિકાસથી રહિત હોય. (૦) વાત્સલ્યયુક્ત : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ સંઘમાં વત્સલતા અર્થાત્ પ્રેમ રાખનાર હોય. (૮) સર્વ સત્ત્વહિતાન્વેષી : સંસારનાં બધાં પ્રાણીઓનું હિત ચાહનાર હોય. (૯) આદેય : જેની વાત બીજા લોકો માનતા હોય. (૧૦) અનુવર્તક : વિચિત્ર સ્વભાવવાળા શિષ્યોને જ્ઞાન, દર્શન, ચારિત્રની શિક્ષા (શિક્ષણ) આપીને એમનું પાલન-પોષણ કરનાર હોય. (૧૧) ગંભીર : રોષ અર્થાત્ ક્રોધ અને તોષ અર્થાત્ પ્રસન્ન અવસ્થામાં પણ જેના હૃદયની વાતને કોઈ ન સમજી શકે. (૧૨) અવિષાદિ : કોઈપણ પ્રકારનો ઉપસર્ગ હોવાથી જે દીનતા ન દેખાડે અર્થાત્ ન ગભરાય. (૧૩) ઉપશમ લધ્યાદિયુક્ત ઉપશમ લબ્ધિ વગેરે લબ્ધિઓને ધારણ કરનાર હોય, જે લબ્ધિ અર્થાત્ શક્તિથી બીજાને શાંત કરી દેવામાં આવેલ એને ઉપશમલબ્ધિ કહે છે. (૧૪) સૂથાર્થ ભાષક : આગમોના અર્થને બરાબર બતાવનાર હોય. (૧૫) સ્વગુર્વનુજ્ઞાન ગુરુપદ પોતાના ગુરુથી જેને ગુરુ બનવાની અનુમતિ મળી ગઈ હોય. આ પંદરમાંથી જે ગુરુમાં જેટલા ગુણ ઓછા હોય તે એટલા ગુણોની અપેક્ષા મધ્યમ કે જઘન્ય ગુરુ કહેવામાં આવે છે. કાળદોષથી બધા ગુણ ન હોય તો ઘણા ગુણ તો એમાં હોવા જ જોઈએ. - ધર્મસંગ્રહ અધિકાર-૩, શ્લોક-૮૦-૮૪, પૃ-૭ પરિવાર વધારવાની અને આહાર-અપાણી વગેરેથી સેવા કરાવવાની દૃષ્ટિ ન રાખતાં, દિક્ષાર્થી પર અનુગ્રહ કરવા માટે અને પોતાનાં કર્મોની નિર્જરા માટે દીક્ષા આપવી જોઈએ. [૮૦૬), SO T TO DOOK જિણધામો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy