SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષહોનાં કારણો : ઉક્ત બાવીસ પરિષહોમાંથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષદોનાં કારણ જ્ઞાનાવરણીય કર્મ છે. અલાભ પરિષદનું કારણ અંતરાય કર્મ છે. (અ) દર્શન પરિષદનું કારણ દર્શન મોહનીય છે. અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ યાચના અને સત્કાર-પુરસ્કાર એ સાત પરિષદ ચારિત્ર મોહનીયનાં કારણો હોય છે. બાકી સુધા, પિપાસા, શીત (ઠંડી), ઉષ્ણ, દશમશક, ચર્યા, શય્યા, વધ અને રોગ, તૃણ-સ્પર્શ તથા મળ એ અગિયાર પરિષહ વેદનીય કર્મનાં કારણોથી થાય છે. ગુણસ્થાનોમાં પરિષહ : સૂથમ સંપરાય નામના દસમા ગુણસ્થાનમાં તથા ઉપશાંત મોહ અને ક્ષીણ મોહ નામના અગિયારમા અને બારમા ગુણસ્થાનોમાં ચૌદ પરિષહોની સંભાવના છે. તે એ છે - સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મળ, મોહનીય કર્મના ઉદયથી થનારા આઠ પરિષહો ત્યાં સંભવ નથી, કારણ કે આ ગુણસ્થાનોમાં મોહોદયનો અભાવ છે. છતાં દસમા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ કષાય હોય છે, પરંતુ તે એટલો અલ્પ હોય છે કે એને ન હોવા જેવો પણ કહી શકાય છે. તેથી દસમા ગુણસ્થાનમાં પણ મોહજન્ય આઠ પરિષદોનો અભાવ માન્યો છે. તેરમા ચૌદમા ગુણસ્થાનમાં માત્ર અગિયાર જ પરિષહ સંભવ છે, જે વેદનીયજન્ય છે. તે એ છે - સુધા, પિપાસા, શીત (ઠંડી), ઉષ્ણ, દશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મળ. બાકીના અગિયાર પરિષહ ઘાતકર્મજન્ય હોય છે અને આ ગુણસ્થાનોમાં ઘાતિ કર્મોનો અભાવ હોવાથી તે સંભવ નથી. બાદર સંપરાય નામક નવમા ગુણસ્થાનમાં બાવીસ પરિષહ હોય છે, કારણ કે પરિષહોને કારણભૂત બધાં કર્યો ત્યાં હોય છે. છઠ્ઠા-સાતમા-આઠમા ગુણસ્થાનમાં પણ બધા પરિષહો હોઈ શકે છે, કારણ કે ત્યાં પરિષદના કારણભૂત બધાં કર્મોની સત્તા છે. એક સાથે એક જીવમાં સંભાવ્ય પરિષહ? બાવીસ પરિષદોમાંથી કેટલાક પરિષહો પરસ્પર વિરોધી છે, જેમ ઠંડી અને ગરમી, ચર્ચા-શધ્યા અને નિષદ્યા. એમાંથી પહેલાંના બે અને પછીના ત્રણ એક સાથે નથી. ઠંડીના હોવાથી એ જ સમયમાં ઉષ્ણ નથી હોતું અને ઉષ્ણના હોવાથી ઠંડી હોતી નથી. ચર્યા, શય્યા અને નિષધા - આ ત્રણમાંથી એક સમયમાં એક જ સંભવ છે. તેથી ઉક્ત પાંચેયમાંથી એક સમયમાં બે પરિષદોની જ સંભાવના હોય છે, ત્રણની સંભાવના હોતી નથી. તેથી એક જીવને એક સમયમાં અગિયાર પરિષદો જ હોઈ શકે છે. આમ, પરિષહોને જાણીને જે મુનિ સમભાવના સાથે આ પરિષદોને સહન કરે છે તે સંવર ધર્મનો આરાધક હોય છે અને કર્મોની મહાનિર્જરા કરે છે. [પરિષહો ઉપર વિજય ) પરિષદો ઉપર વિજય છે , જે ૯૪૩) ૯૪૩
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy