________________
(૧૪) યથા શક્તિ બાહ્ય અને આત્યંતર તપ કરવાથી. (૧૫) સુપાત્રને યથોચિત્ત દાન આપવાથી.
(૧૬) આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, નવ-દીક્ષિત સ્વધર્મી, કુળ, ગણસંઘ - આ દસની ભાવભક્તિપૂર્વક વૈયાવૃત્ય કરવાથી.
(૧૭) સમાધિભાવમાં રહેવાથી અથવા ગુરુજનોનું મન સેવા વગેરે દ્વારા પ્રસન્ન રાખવાથી.
(૧૮) નવીન જ્ઞાનનો અભ્યાસ કરતા રહેવાથી. (૧૯) શ્રુત જ્ઞાનની ભક્તિ અને બહુમાન કરવાથી. (૨૦) પ્રવચનની વિવિધ રીતિથી પ્રભાવના કરવાથી.
આ વિસ કારણોથી જીવ ઉત્કૃષ્ટ રસાયણ આવવાથી તીર્થકર નામકર્મનો બંધ કરે છે. ઉક્ત રીતિથી તીર્થકર નામ કર્મનું ઉપાર્જન કરનાર મહાપુણ્યવંત જીવ વચ્ચે દેવ કે નરકનો એક ભવ કરીને ત્રીજા ભવમાં તીર્થકર પદને - અરિહંત પદને પ્રાપ્ત કરે છે. ઉચ્ચ તથા નીચ ગોત્ર કર્મઃ ઉચ્ચ ગોત્ર આઠ પ્રકારે બંધાય છે:
(૧) જાતિનું અભિમાન ન કરવાથી (૫) તપનું અભિમાન ન કરવાથી (૨) કુળનું અભિમાન ન કરવાથી (૬) સૂત્રનું અભિમાન ન કરવાથી (૩) બળનો મદ ન કરવાથી (૭) લોભનું અભિમાન ન કરવાથી
(૪) રૂપનું અભિમાન ન કરવાથી (૮) ઐશ્વર્યનું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્રનો અનુભવ આઠ પ્રકારે ભોગવવામાં આવે છે:
(૧) ઉચ્ચ જાતિ, (૨) ઉચ્ચ-કુળ, (૩) ઉચ્ચ બળ, (૪) ઉચ્ચ રૂ૫, (૫) ઉચ્ચ તપ, (૬) ઉચ્ચ શ્રત, (૭) ઉચ્ચ લાભ અને (૮) ઉચ્ચ ઐશ્વર્ય. નીચ ગોત્રના બંધહેતુઓ આઠ છેઃ (૧) જાતિનો મદ કરવાથી
(૫) તપનો મદ કરવાથી (૨) કુળનો મદ કરવાથી
(૬) શ્રુતનો મદ કરવાથી (૩) બળનો મદ કરવાથી
(૭) લાભનો મદ કરવાથી (૪) રૂપનો મદ કરવાથી --
(૮) ઐશ્વર્યનો મદ કરવાથી નીચ ગોત્ર આઠ પ્રકારે ભોગવવામાં આવે છે?
(૧) નિમ્ન જાતિ, (૨) નિમ્ન કુળ, (૩) નિમ્ન શ્રેણીનું બળ, (૪) ઉચ્ચકોટિનું રૂપ, (૫) તપની ન્યૂનતા, (૬) શ્રતની ન્યૂનતા, (૭) લાભની અલ્પતા અને (૮) ઐશ્વર્યની નગણ્યતા. [કર્મ બંધના અને ભોગવવાના પ્રકારો 20000000(૧૦૦)