________________
તીર્થકર નામ કર્મ બંધના વીસ હેતુઓ:
अरिहंत सिद्ध पवयण, गुरु थेर बहुस्सुए तवस्सीसु । वच्छलया एएसिं, अभिक्खणाणोवओगे य ॥ दंसण विणए आवस्सए य, सील वए य निरइयारे । ----- खण लव तव च्चियाए, वेयावच्चे समाही य ॥ अपुव्वणाण गहणे, सुयभत्ती पवयणे पभावणया । एएहिं कारणेहिं, तित्थयरत्तं लहई जीवो ॥
- આવશ્યકનિર્યુક્તિ, જ્ઞાતાધર્મ (૧) ઘાતિકર્મોનો નાશ કરનારાઓ, ઇન્દ્રિય વગેરે દ્વારા વંદનીય, અનંત જ્ઞાન-દર્શન સંપન્ન, ચોત્રીસ અતિશય અને પાંત્રીસ વાણીના ગુણોથી યુક્ત - અરિહંત ભગવાનના ગુણોની સ્તુતિ અને વિનય-ભક્તિ કરતાં જીવ ઉત્કૃષ્ટ રસાયણ આવવાથી તીર્થકર નામ કર્મનો બંધ કરે છે.
(૨) અકળ કર્મો નષ્ટ થવાથી કૃતકૃત્ય થયેલાં, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ સંપન્ન, લોકાગ્ર ઉપર બિરાજમાન સિદ્ધ ભગવાનનાં ગુણગાન કરતાં જીવ ઉત્કૃષ્ટ રસાયણ આવવાથી તીર્થકર નામ કર્મ બાંધે છે.
(૩) પ્રવચન અર્થાત્ દ્વાદશાંગી રૂપ શ્રુતની, ભક્તિ કરતો જીવ ભાવનાની ઉત્કૃષ્ટતા થવાથી તીર્થકર નામ કર્મ બાંધે છે.
(૪) ધર્મોપદેષ્ટા ગુરુદેવની ભક્તિ, એમના ગુણાનુવાદ તથા એમને આહાર-વસ્ત્ર વગેરેથી પ્રતિલાભિત કરતો જીવ ઉત્કૃષ્ટ ભાવના આવવાથી તીર્થકર નામ કર્મ બાંધે છે.
(૫) વય સ્થવિર, શ્રુત સ્થવિર અને દીક્ષા સ્થવિરની ભક્તિ, સ્તુતિ, વંદના, પર્યાપાસના અને સત્કાર સન્માન કરવાની ઉત્કૃષ્ટ ભાવના રાખનાર જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે.
(૬) બહુશ્રુત (સૂત્ર-અર્થ અને તર્ભયના જ્ઞાતા) મુનિરાજોની સેવા-ભક્તિ, વંદનાપર્યાપાસના અને સત્કાર સન્માન ઉત્કૃષ્ટ ભાવથી કરનાર જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે.
(૭) તપસ્વી અણગારોની સેવા-ભક્તિ કરવાથી એમનો વિનય અને ગુણાનુવાદ કરવાથી, એમની આશાતનાનો પરિહાર કરવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળો જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે.
(૮) નિરંતર જ્ઞાનમાં ઉપયોગ રાખવાથી. (૯) નિરતિચાર શુદ્ધ સમ્યકત્વ ધારણ કરવાથી. (૧૦) રત્નાધિકોનો તથા જ્ઞાન વગેરેનો વિનય કરવાથી. (૧૧) શુદ્ધ ભાવથી ઉભયકાળ પડાવશ્યક રૂપ પ્રતિક્રમણ કરવાથી. (૧૨) નિરતિચાર મૂળગુણ અને ઉત્તરગુણોનું પાલન કરવાથી. (૧૩) હંમેશાં સંવેગ ભાવના અને શુભ ધ્યાનનું સેવન કરવાથી.
(૧૦૦) OOOOOOOOOOOOOO જિણધર્મોો]