________________
તિર્યંચાયુના ચાર બંધહેતુઓ છે : (૧) કપટ, (૨) મહાકપટ, (૩) મૃષાવાદ અને (૪) ખોટું તોલ-માપ.
મનુષ્પાયુના ચાર બંધહેતુઓ છેઃ (૧) ભદ્ર પ્રકૃતિ, (૨) વિનીત પ્રકૃતિ, (૩) સાનુક્રોશ (દયા) અને (૪) અમાત્સર્ય (ઈર્ષ્યાથી રહિત હોવું.)
દેવાયુના ચાર બંધહેતુઓ છે : (૧) સરાગસંયમ, (૨) સંયમસંયમ, (૩) બાળપ અને (૪) અકામનિર્જરા.
ઉક્ત રીતિથી સમુચ્ચય રૂપથી આયુષ્ય કર્મ સોળ પ્રકારથી બાંધવામાં આવે છે અને ચાર પ્રકારથી ભોગવવામાં આવે છે.
(૧) નરકાયુના રૂપમાં, (૨) તિર્યંચાયુના રૂપમાં, (૩) મનુષ્યાયુના રૂપમાં અને (૪) દેવાયુના રૂપમાં.
તત્ત્વાર્થ સૂત્રમાં વ્રતરહિતતા અને શીલરહિતતાને બધાં આયુઓનું (નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવાયુનો) સામાન્ય કારણ બતાવવામાં આવ્યું છે. નામ કર્મઃ
બે પ્રકારોમાંથી શુભ નામ કર્મના બંધહેતુઓ ચાર છે : (૧) મનની સરળતા (૨) વચનની સરળતા, (૩) કાયની સરળતા અને (૪) અવિસવાદન - બે વ્યક્તિઓના પરસ્પર મતભેદોને મિટાવીને એકતા કરાવી દેવી અથવા ખોટા રસ્તે જનારને સાચા રસ્તે લાવવો અથવા મન, વચન, કાયાની એકરૂપતા.
શુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવવામાં આવે છે : (૧) ઇષ્ટ શબ્દ, (૨) ઈષ્ટ રૂપ, (૩) ઇષ્ટ ગંધ, (૪) ઇષ્ટ રસ, (૫) ઇષ્ટ સ્પર્શ, (૬) ઇષ્ટ ગતિ, (૭) ઇષ્ટ સ્થિતિ, (૮) ઇષ્ટ લાવણ્ય, (૯) ઇષ્ટ યશઃ કીર્તિ, (૧૦) ઇષ્ટ ઉત્થાન (કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર-પરાક્રમ), (૧૧) ઇષ્ટ સ્વર, (૧૨) કાંત સ્વર, (૧૩) પ્રિય સ્વર અને (૧૪) મનોજ્ઞ સ્વર.
અશુભ નામ કર્મ ચાર પ્રકારે બાંધવામાં આવે છે : (૧) કાયાની વક્રતાથી, (૨) વાણીની વક્રતાથી, (૩) મનની વક્રતાથી તથા (૪) વિસંવાદ-અન્યથા પ્રવૃત્તિ કરવાથી કે સ્નેહીઓના વચ્ચે ભેદ કરાવવાથી કે ક્લેશકારી પ્રવર્તન કરવાથી. - અશુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવવામાં આવે છે: (૧) અનિષ્ટ શબ્દ, (૨) અનિષ્ટ રૂપ, (૩) અનિષ્ટ ગંધ, (૪) અનિષ્ટ રસ, (૫) અનિષ્ટ સ્પર્શ, (૬) અનિષ્ટ ગતિ, (૭) અનિષ્ટ સ્થિતિ, (૮) અનિષ્ટ લાવણ્ય, (૯) અનિષ્ટ યશ-કીર્તિ, (૧૦) અનિષ્ટ ઉત્થાન વગેરે, (૧૧) હીન સ્વર, (૧૨) દીન સ્વર, (૧૩) અનિષ્ટ સ્વર અને (૧૪) અકાંત સ્વર.
નામ કર્મની પ્રવૃતિઓમાં તીર્થકર નામ કર્મ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી એના બંધહેતુઓને પૃથકથી (અલગથી) બતાવવામાં આવે છે. [કમઃ બંધના અને ભોગવવાના પ્રકારો , , , , , ૧૦૦૧