________________
(૪) બીજા જીવોને અગ્રુપાત કરાવવાથી, (૫) એમને પીટવાથી, (૬) એમને પરિતાપ પહોંચાડવાથી, (૭) ઘણા બધા જીવોને દુઃખ આપવાથી, (૮) એમને શોક કરાવવાથી, (૯) સુરાવવાથી (૧૦) અથુપાત કરાવવાથી, (૧૧) પીટવાથી અને (૧૨) ઘણા બધા જીવોને પરિતાપ પહોંચાડવાથી અસાતાવેદનીયનો બંધ થાય છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં અસાતાવેદનીયનાં બંધકારણો આ પ્રમાણે બતાવવામાં આવે છે ? (૧) દુઃખ, (૨) શોક, (૩) તાપ, (૪) આક્રંદન, (૫) વધ અને (૬) પરિતાપન.
આ છને પોતાનામાં, બીજામાં કે બંનેમાં ઉત્પન્ન કરનારને અસતાવેદનીય કર્મનો બંધ થાય છે.
અસતાવેદનીયનો અનુભવ (ભોગવવો) આઠ પ્રકારથી થાય છે :
(૧) અમનોજ્ઞ શબ્દ, (૨) અમનોજ્ઞ રૂપ, (૩) અમનોજ્ઞ ગંધ, (૪) અમનોજ્ઞ રસ, (૫) અમનો સ્પર્શ, (૬) અમનોજ્ઞ (અસ્વસ્થ, મન, (૭) અમનોજ્ઞ વાણી અને (૮) અમનોજ્ઞ શરીર (રોગી કાયા). મોહનીય કર્મ છ પ્રકારે બંધાય છે?
(૧) તીવ્ર ક્રોધ કરવાથી, (૨) તીવ્ર માનથી, (૩) તીવ્ર માયાથી, (૪) તીવ્ર લોભથી, (૫) તીવ્ર દર્શન મોહનીયથી, (૬) તીવ્ર ચારિત્ર મોહનીયથી.
અહીં ચારિત્ર મોહનીયથી નોકષાય મોહનીય સમજવું જોઈએ. કારણ કે તીવ્ર ક્રોધ વગેરેથી કષાય મોહનીય લઈ લીધો છે.
મોહનીય કર્મનો અનુભવ પાંચ પ્રકારે થાય છે : (૧) સમ્યકત્વ મોહનીય, (૨) સમ્યકત્વ મિથ્યાત્વ મોહનીય, (૩) મિથ્યાત્વમોહનીય, (૪) કષાય મોહનીય અને (૫) નોકષાય મોહનીય.
“તત્ત્વાર્થ સૂત્ર'માં દર્શન મોહનીયના બંધહેતુઓમાં કેવળજ્ઞાની, શ્રત, સંઘ, ધર્મ તથા દેવની અવર્ણવાદ કરવો બતાવ્યો છે. કષાયના ઉદયથી થનારા તીવ્ર આત્મપરિણામને ચારિત્રમોહનો બંધ કહ્યો છે. આયુષ્ય કર્મ:
ચાર પ્રકારના આયુ કર્મમાંથી પ્રત્યેકના બંધહેતુ આ પ્રમાણે છે :
નરકાયુના બંધહેતુઓ ચાર છે : (૧) મહા-આરંભ, (૨) મહાપરિગ્રહ, (૩) મધમાંસનો આહાર અને (૪) પંચેન્દ્રિયનો વધ. (૧૦૦ણો છે કે આ
છે. આ જિણધો