________________
દર્શનાવરણ કર્મ ૯ પ્રકારે ભોગવવામાં આવે છે?
(૧) નિદ્રા, (૨) નિદ્રા-નિદ્રા, (૩) પ્રચલા, (૪) પ્રચલા-પ્રચલા, (૫) સ્વાનગૃદ્ધિ, (૬) ચક્ષુદર્શનાવરણ, (૭) અચક્ષુદર્શનાવરણ, (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણના રૂપમાં દર્શનાવરણીય કર્મ ભોગવવામાં આવે છે.
સાવાવેદનીય કર્મ : આ કર્મ દસ પ્રકારે બંધાય છે : (૧) પ્રાણીઓની અનુકંપા કરવાથી. (૨) ભૂત(વનસ્પતિ)ની અનુકંપા કરવાથી. (૩) જીવોની અનુકંપા કરવાથી. (૪) સત્ત્વોની અનુકંપા કરવાથી. (૫) ઘણાં પ્રાણી, ભૂત, જીવ, સત્વને દુઃખ ન દેવાથી. (૬) શોક ન કરાવવાથી કે કરવાથી. (૭) ઝૂરવું નહિ કે ન કરાવવું. (૮) ટપ-ટપ આંસુ ન પાડવાથી. (૯) ન પીટવાથી અને (૧૦) કરુણાજનક વિલાપ ન કરવાથી કે ન કરાવવાથી. આ કર્મ આઠ પ્રકારથી ભોગવવામાં આવે છે:
(૧) મનોજ્ઞ શબ્દ, (૨) મનોજ્ઞ રૂ૫, (૩) મનોજ્ઞ ગંધ, (૪) મનોજ્ઞ રસ, (૫) મનોજ્ઞ સ્પર્શ, (૬) સ્વસ્થ મન, (૭) મધુર વાણી અને (૮) નીરોગ શરીર.
આ આઠ પ્રકારે સાતવેદનીયનો અનુભવ થાય છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં સાતવેદનીયના બંધ-કારણ આ પ્રમાણે બતાવવામાં આવ્યો છે :
(૧) પ્રાણીઓ પર અનુકંપા કરવી. (૨) વતીઓ - વ્રતધારી શ્રાવક અને સાધુઓ ઉપર વિશેષ અનુકંપા કરવી. (૩) દાન આપવું. (૪) સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાળતપનું આચરણ કરવું. (૫) ક્ષમા અને (૬) શૌચ (નિલભતા) ધારણ કરવી.
આ છ સાતાવેદનીયના બંધહેતુ છે. અસાતાવેદનીયના બંધહેતુઓ :
(૧) બીજાઓને દુઃખ આપવાથી, (૨) બીજાઓને શોક કરાવવાથી,
(૩) બીજાઓને ઝુરાવવાથી, [ કર્મ બંધના અને ભોગવવાના પ્રકારો
રાજા ૯૯૯)